ગુજરાતી સાહિત્યનાં અનેકવિધ ક્ષેત્રોમાં જેમણે મૂલ્યવાન પ્રદાન કર્યું છે તેવા સાહિત્યકારોની સાહિત્યપ્રવૃત્તિનાં વિભિન્ન પાસાંઓને નજરમાં રાખીને તે તે ક્ષેત્રના તદ્વિદો અને અભ્યાસીઓને હાથે તેમનું વિવેચન કરાવીને તેમજ નીવડેલા વિવેચનલેખોમાંથી પસંદગી કરીને તેમના સમગ્ર પ્રદાનનું શકય તેટલું સમગ્રદર્શી અવલોકન એક જ ગ્રંથમાં સુલભ બનાવવાનો આ શ્રેણીનો હેતુ છે. — અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ : સંપાદક