"દ્બટી.વી. જોયા વગર તમને એક અઠવાડિયું કાઢવાનું કહે તો તમે કાઢી શકો ? ન કાઢી શકોને! તાવ આવી જાય, નહીં ? ટી.વી. આપણને ચોંટી પડ્યું છે કે આપણે ટી.વી.ને ચોંટી પડ્યા છીએ એ જ ખબર નથી પડતી. જેમ સિક્કાની બે બાજુઓ હોય છે એમ ટી.વી. જોવાના પણ ફાયદા અને ગેરફાયદા બન્ને છે. ના, ના, ગભરાશો નહીં. અમે તમારું ટી.વી. જોવાનું તદ્દન બંધ નથી કરાવી દેવાના.
દ્બપણ ટી.વી. કેટલું જોવું હિતકારી છે, ટી.વી. જોવાથી થતું નુકસાન, ટી.વી. જોવાનું ઓછું કરવાથી થતા ફાયદાની સુંદર સમજણ પરમ પૂજ્ય દાદાશ્રીએ આ અંકમાં આપી છે.
દ્બતો ચાલો, ટી.વી. કેટલું જોવું એ સમજીને આપણે પણ એના નિયમમાં આવીએ.
"