"આપણને નાનપણથી જ મા-બાપની, વડીલોની સેવા કરવાના સંસ્કાર આપવામાં આવતા હોય છે. આપણે પણ ઘરમાં મમ્મી-પપ્પાને આપણા દાદા-દાદીની સેવા કરતા જોતા હોઈએ છીએ.
દ્બસેવાનું આટલું બધું મહત્ત્વ કેમ અપાયું હશે ? એના શું પરિણામ આવતા હશે ? સેવાની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ ? સાચી સેવા કઈ ગણાય ? વગેરેની સુંદર સમજણ પરમ પૂજ્ય દાદાશ્રીએ આ અંકમાં આપી છે.
દ્બતો ચાલો, આપણે સેવાનું મહત્ત્વ સમજીએ અને ખુશી ખુશી મા-બાપ, ગુરુ અને વડીલોની સેવા કરીએ.
"