" આપણને અનુભવ છે જ કે રોજ સવારે વહેલા ઊઠવાનું આવે તો આળસ આવે, કામ કરવાની આળસ આવે, ટાઈમ પર હોમવર્ક પૂરું કરવાની આળસ આવે. જે જે બાબતમાં આળસ આવે તેમાં કંટાળો એની પાછળ પાછળ ઓટોમેટિક આવે જ.
શું તમને ખબર છે કે આળસના પરિણામ કેવા આવે છે ? આળસુ લોકો કોઈને ગમતા નથી હોતા. તેઓ ક્યારેય જીવનમાં પ્રગતિ કરી શકતા નથી.
પણ ગભરાવાની જરૂર નથી. આળસને ખંખેરવી એ કંઈ બહુ મુશ્કેલ વાત નથી. એના માટે માત્ર સાચી સમજણની જ જરૂર છે.
તો આવો, આ અંક દ્વારા પરમ આ અંક દ્વારા પરમ પૂજ્ય દાદાશ્રી પાસેથી આળસના પરિણામો અને એમાંથી બહાર નીકળવાની ચાવીઓ મેળવીએ અને આળસને ખંખેરીને દૂર કરી નાખીએ.
"