"બાળમિત્રો,
‘જીદ’ શબ્દથી કોણ અજાણ છે ? આપણે આપણું ધાર્યું કરવું હોય તો મમ્મી પપ્પા પાસે એની ‘જીદ’ પકડીને બેસી જઈએ એટલે થઈ જાય, ખરું ને ? આપણું ધાર્યું થઈ જાય એટલે આપણે ખુશ. પણ ત્યારે આપણને એ ખ્યાલ નથી રહેતો કે એના પણ કોઈ પરિણામો તો આવતા હશે ને જે આપણને નુકસાનકારક હોય !
આ અંકમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ જીદ અને એના પરિણામોને બહુ સુંદર રીતે દર્શાવ્યા છે.
તો આવો, આ અંક વાંચીને આપણે પણ જીદથી છેટા રહીએ અને બધા સાથે પ્રેમથી રહીએ.
-ડિમ્પલ ભાઈ
"