"બાળમિત્રો,
આ દુનિયામાં મોટામાં મોટી કિંમત હોય તો સિન્સિયારીટી અને મોરાલિટીની. સિન્સિયારીટી વિષે આપણે આગળ જોઈ ગયા. આ અંકમાં આપણે મોરાલિટીને એની વ્યાખ્યા સહિત સમજીશું. જે વ્યક્તિ મોરલ થઈ ગયો એનામાંથી બધા દુર્ગુણો ધોવાઈ જાય.
મોરાલિટીમાં એવું તે શું સમાય છે કે એ તરફ ગયેલો વ્યક્તિ મોક્ષની એકદમ નજીક કહેવાય છે ? મોરાલિટી એટલે શું ? એની કિંમત શું ? મોરલવાળી વ્યક્તિ કેવી હોય ? એ કેળવવા શું કરવું ? એની અદભૂત સમજણ પરમ પૂજ્ય દાદાશ્રીએ આ અંકમાં આપી છે.
તો આવો, મોરાલિટીની સુંદર વાતો જાણીને આપણે એ દિશા તરફ આગળ વધીએ.
- ડિમ્પલ મહેતા
"