"બધામાં આપણી બોલબાલા થાય એ કોને ન ગમે ? પણ જ્યારે ‘મારી જ બોલબાલા થાય અને બીજાની ન થાય’ એવી સંકુચિતતા એમાં ભળે છે ત્યાર પછી એમાં ઈર્ષાનું વિષ ભળે છે. બીજો કોઈ આપણાથી આગળ વધે એ આપણે જોઈ શકતા નથી. અને એને નીચે પાડવા સુધીના પ્રયત્નોમાં અજાણપણે પડી જઈએ છીએ.
સ્પર્ધા તો ‘હેલ્ધી’ હોવી ઘટે. જેમાં ‘તું પણ આગળ વધ અને હું પણ વધું’ એવો અભિગમ હોય છે. સામો આગળ વધે એમાં આપણને ખુશી જ હોય. પણ આવી નોબિલિટી લાવવી ક્યાંથી ?
આ અંકમાં પરમ પૂજ્ય દાદાજીએ આના સુંદર ફોડ આપ્યા છે. તો આવો, આ અંક વાંચીને ઈર્ષાનું ઝેર આપણામાંથી કાઢી નાખીએ અને ‘હેલ્ધી કોમ્પિટિશન’ના રસ્તે ચાલીએ.
"