રઘુવીર ચૌધરીનો પ્રથમ પ્રેમ કવિતા જે ગદ્યમાં પણ સુપેરે પ્રગટી રહે છે. 1965માં પ્રકાશિત થયેલી અમૃતા ત્યારે પણ સાહિત્ય જગતની અપૂર્વ ઘટના ગણાઈ હતી. પ્રેમનો - સહઅસ્તિત્વનો અર્થ સમજવા, પારંપારિક મૂલ્યોને બાજુએ રાખી નીકળેલાં આ નવલકથાના મુખ્ય પાત્રો અમૃતા, ઉદયન અને અનિકેત સામે અસ્તિત્વ એટલે શું એ જ મુખ્ય પ્રશ્ન બની રહે છે. હિન્દી ભાષામાં પણ પાઠ્યપુસ્તક બનેલી આ નવલકથાની ગુજરાતી ભાષામાં દસ આવૃત્તિ