‘અરધી સદીની વાચનયાત્રા’ના પહેલા ને બીજા ભાગની મળીને પોણો લાખ નકલો બેએક વરસ દરમિયાન છપાઈ છે. આ ત્રીજો ભાગ ઉમેરાતાં લગભગ 2,000 પાનાંનું વાચન ‘અરધી સદીની વાચનયાત્રા’માં સમાવેશ પામ્યું છે.
પહેલા ભાગમાં મોટા ભાગનાં લખાણો એક પાનાનાં કે તેથીય નાનાં હતાં. બીજા ભાગમાં બે કે વધુ પાનાંવાળાં લખાણોનું પ્રમાણ થોડું વધ્યું હતું. ત્રીજા ભાગમાં કેટલાંક લખાણો વધુ લાંબાં પણ આપ્યાં છે. પાંચ પાનાંનાં કે તેથી