માણસની નૈતિક ભાવના પ્રબળ થાય એ જાતની પ્રાર્થનાઓ ગાંધીજીના સત્યાગ્રહાશ્રમમાં ગવાતી. તેનો નાનકડો સંગ્રહ નારાયણ મોરેશ્વર ખરેએ સંપાદિત કરેલો, તે ‘આશ્રમભજનાવલિ’ નામે ૧૯૨૨માં પ્રથમ બહાર પડેલો. આશ્રમનું જીવન જેમ જેમ સમૃદ્ધ થતું ગયું, તેમ તેમ એ ભજન-સંગ્રહનું કદ નવી નવી આવૃત્તિઓ વખતે વધતું ગયું. ૧૯૯૪ના તેના ૨૮મા પુનર્મુદ્રણમાં ૨૦૦થી થોડાં ઓછાં ભજનો છે. તેમાં કોઈ એક સંપ્રદાયનો ખ્યાલ નથી રાખેલ