ગાંધીજીની આત્મકથા એમના અઠવાડિક ‘નવજીવન’માં 1925ની 29મી નવેમ્બરના અંકથી હપ્તાવાર પ્રસિધ્ધ થવા લાગી હતી. પછી તે પુસ્તકરૂપે બહાર પડી 1927માં.
ગાંધીજીના જીવનની કથા એમણે જ લખેલા એક બીજા પુસ્તકમાં પણ આવે છે: ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’. એ તો ‘આત્મકથા’ની પણ પહેલાં લખાયેલું અને પ્રગટ થયેલું.
ગાંધીજીનાં અનેક જીવનચરિત્રો વિવિધ ભાષાઓમાં લખાયેલાં છે. પણ તે બધાંમાં એમણે પોતે લખેલાં આ બે પુસ્ત