... મેઘાણીનાં લખાણોમાંથી ચૂંટી-ટૂંકાવીને એક નાનકડું, ઇન્ટરનેટ પર વાંચી શકાય એવું, આત્મકથાલક્ષી સંકલન આપવાનો આ પુસ્તિકાનો ઉદ્દેશ છે. ‘અંતર-છબિ’નો આ સંક્ષેપ નથી. મૂળ પત્રો અને લખાણોની વિપુલ સામગ્રીને આધારે એક નાનકડું સંકલન તૈયાર કરવાનો આ સ્વતંત્ર પ્રયાસ છે. ‘એમના જ શબ્દોમાં’ મૂકવાના આગ્રહને લીધે એમના જીવનના શરૂઆતના તબક્કાઓ વિષેની માહિતી બહુ જ ઓછી આ સંકલનમાં મળે છે.