પ્રિય વાચકમિત્રો,
હેપ્પી દિવાલી એન્ડ હેપ્પી ન્યૂ યર....
સોશિયલ મીડિયા હવે જિંદગીનું અભિન્ન અંગ છે, તેના ઉપયોગથી બિઝનેસને નવી ઉડાન મળે છે તો દિવાળી હોય, રાષ્ટ્રીય પર્વ હોય કે કોઈ મહત્ત્વપૂર્ણ ઈવેન્ટ તમામ બાબતો લોકો સુધી પહોંચાડવાનું આ અગત્યનું પ્લેટફોર્મ છે. એટલા માટે જ ફીલિંગ્સનો દીપોત્સવી વિશેષાંક ‘સોશિયલ મીડિયા’ થીમ પર પ્રકાશિત કરવામાં આવ્યો છે જેથી વાચકોને સોશિયલ મીડિયાની ટેકનિકલ માહિતીથી પરિચય થાય. વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુ-ટ્યુબ જેવા મહત્ત્વપૂર્ણ સોશિયલ મીડિયા વિશે રસપ્રદ માહિતી અને કેટલીક સાવ અજાણી બાબતોથી તમને આ અંકમાં પરિચય થશે ત્યારે આ વિશેષાંક ફક્ત વાંચન મટીરિયલ ની જગ્યાએ ખરા અર્થમાં ઉપયોગી સાબિત થશે જેથી આપ સૌને વિનંતી કે દરેક સોશિયલ મીડિયા પર શૅર કરો.
ફીલિંગ્સનો આ દીપોત્સવી વિશેષાંક વાંચવા નીચેની લિંક પર ક્લિક કરો