‘નીસ્બત’
હા, આપણને જીન્દગીના તમામ રંગો, જીન્દગીના તમામ ઉતાર–ચઢાવ તેમ જ જીન્દગીના તમામ પડાવ સાથે સીધી નીસ્બત હોય છે. કલ્પના અને વાસ્તવીકતાની ધરતી જુદી જુદી છે; પણ જ્યારે વાસ્તવીકતાની ધરતીમાં પણ કલ્પનાના રંગો ભરીએ છીએ ત્યારે રણઝણ કરતી કવીતા આપણને અંદરથી ઝંઝોડી મુકે છે...
આવી અંદરથી રણઝણ કરતી ગઝલોનો સંગ્રહ એટલે ‘નીસ્બત’ ગઝલસંગ્રહ...
પ્રેમ–નફરત, દોસ્ત–દુશ્મન, તારું–મારું, પ્રકૃતી–ઈશ્વર, સ્ત્રી–પુરુષ, મા–દીકરી, વીદ્યાર્થી–શીક્ષકથી લઈ ધર્મ–જાત–પાત જેવા અનેક વીષયો ઉપર માર્મીક ગઝલ લખનાર કવયીત્રી પ્રજ્ઞા વશીની સબળ કલમે લખાયેલ ગઝલોનો સંગ્રહ એટલે ‘નીસ્બત’
તો આ સાથે સામેલ કવયીત્રી – પ્રજ્ઞા વશીની તેજાબી કલમને માણવાં ગઝલસંગ્રહ ‘નીસ્બત’ને ડાઉનલોડ કરવા વીનન્તી..
ધન્યવાદ..
...ગોવીન્દ મારુ..