VOL. 4
ખ
ડા હિમાલય બતા રહા હૈ , ડરોના આંધી પાની સે... ખડે રહો અપને પથ પર લાખ મુસીબતે આને સે.... શ્રી સમાજની ટીમ 21-24 અડગ અને મક્કમ નિર્ધાર સાથે સમાજને નવપલ્લવિત કરવા ચેતના, શૌર્ય અને સુવિકાસથી કે ન્દ્ર સમાજની કાર્યપ્રણાલી કાર્યશૈલી અને વહીવટી ક્ષમતા માટે ના સાયન્ટિફિક મેનેજમેન્ટનો અભિગમ વિકસાવવાના હે તુથી નરોડા અમદાવાદ ખાતે શ્રી સમાજની પ્રથમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમાજને પોતાનું શ્રેષ્ઠ અર્પણ કરવા ઇચ્છતા સમાજસેવાના ભેખધારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કાર્યશાળામાં ભાગ લેનારા સૌ કર્મયોગીઓ આમ તો વર્ષોથી પોતાના સ્થાનિક યુવામંડળ કે સમાજમાં સક્રિય રહી સમાજસેવાના સોપાનો સર કરી શ્રી સમાજના સંગઠનનું આજે અભિન્ન અંગ બન્યા છે . તેમને પોતાને સમાજના વિવિધ માળખામાં સેવાકાર્યનો વહીવટીય અનુભવ હોય છે તે બાબતને આપણે સ્વીકારીને સહર્ષ નોંધ લઈએ છીએ. છતાં સમયની માંગ પ્રમાણે કાર્યશાળામાં સમૂહ ચિંતન, મોટીવેશનરના પ્રેરક વક્તવ્ય માંથી મળતી પ્રેરણા અને ઉત્સાહની સાથે દિશા ખૂબ ઉપયોગી નીવડે છે . “મેં સ્વીકારે લી જવાબદારી માટે મારે પાયાનું શું કાર્ય કરવાનું છે ? તેનાથી વિશેષ તે સ્થાને રહી હું શું કરી શકું .. ? જે તે હોદ્દા પર રહી શ્રી સમાજ અને
ISU. 70
@MUMBAI
PAGE 24
PRICE 1/-
DATE 25 April
હવે સાબદા થાજો સુરા, કરવાને સમાજ કે રા કામ સમાજનો અવાજ પ્રમુખશ્રીઃ શ્રી અબજીભાઈ કાનાણી સમાજજનો ને વધુ શ્રેષ્ઠ હું શું અર્પણ કરી શકું ?” તેનો વિચાર કરવાનો અવસર કાર્યશાળામાં આપણને મળ્યો અને તે વિચાર પ્રમાણે હવે આપણે અનુશરણ કરીને આપણા કાર્યકાળને યાદગાર બનાવવાનો છે . આપણે અત્યાર સુધી આપણા નિયત હોદ્દાના સ્થાનેથી શ્રી સમાજના પરં પરાગત જે કાર્યો કરતા આવીએ છીએ તે કાર્યો કરવાના જ છે પણ તેનું આયોજન કરી વધુ અસરકારક અને પરિણામ લક્ષી બનાવવા માટે જે કં ઈ થઈ શકતું હોય તે હવે આપણે કરીશું. વિશેષમાં શ્રી સમાજના સમાજ ઉપયોગી કાર્ય સાચા અર્થમાં સમાજ ભોગ્ય બને અને તેનો સ્પર્શ છે વાડાના માણસ સુધી જોવા મળે , સમાજ વિકાસ માટે ના કે ટલાક કાર્યો સરકારની જેમ જ સમાંતર રીતે આપણી સમાજમાં ચાલે છે . જેમ કે સરકાર જરૂરિયાત મંદોને મદદ કરે છે આકસ્મિક સંજોગોમાં
મહામંત્રીઃ શ્રી પુરસોત્તમભાઈ ભગત
સહાય કરે છે, નાગરિકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાઓ બનાવે છે તેવી જ રીતે આપણો સમાજ પણ સરકારની જેમ જ સમાંતર કાર્યો સૌ કાર્યકરો અને સન્માનનીય દાતાશ્રીઓ ના અનન્ય સહયોગથી કરે છે . આપણા સમાજમાં શિક્ષણના ક્ષેત્રમાં વિદ્યા સેતુ યોજના દ્વારા જરૂરિયાત વાળા તેજસ્વી વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવેછે, આકસ્મિક સંજોગોમાં મદદ માટે શ્રી સમાજ માવતર ની ભૂમિકા અદા કરે છે, નિરાધારોને સહાય કરી અનેક ના આંસુ લૂછવાનું કાર્ય શ્રી સમાજ કરે છે. આવા કાર્યો આપ સૌના હૂં ફાળા સૌજન્યથી વધુ સક્ષમ રીતે બહોળા વર્ગને કરવા શ્રી સમાજ હં મેશા તત્પર છે . આવનારા દિવસોમાં આવા માનવતાના કાર્યોને વધુ બળવત્તર અને અસરકારક બનાવવાનો શ્રી સમાજનો નિર્ધાર છે . શ્રી સમાજના સર્વાંગી વિકાસને
વેગ આપવા જે તે ક્ષેત્રમાં આયોજન પૂર્વક આગળ વધવા વિવિધ સમિતિઓની રચના કરી છે . વિકાસની વિવિધ થીમ આધારિત નીચે જણાવેલ સમિતિના જવાબદાર કાર્યકરો આપણા ઝોન અને સ્થાનિક સમાજમાં પોતાની સમિતિના અનુરૂપ કાર્યો કરવા આપની પાસે આવશે, તેમાં તમામ રીતે આપ સૌ સહકાર આપશોજ એવી અમને શ્રદ્ધા છે . આપના ઝોન કે ઘટક સમાજમાં જે તે સમિતિના કાર્યો અને રૂચિ ધરાવતા કાર્યકરોને સામેલ કરવા અને આપના ક્ષેત્રમાં જે તે સમિતિનું કાર્ય આગળ ધપાવા બાબતમાં આપનો જેટલો વધુ સહયોગ મળશે એટલું સમિતિનું કાર્ય વધારે અસરકારક બનશે. સૌથી પહે લા... (૧) શૌર્ય સંસ્કરણ, વ્યક્તિ નિર્માણ સમિતિ... ઉચ્ચ મૂલ્ય ધરાવતા ચરિત્રો સાહસિકો ગુણિયલ અને શૌર્યવાન
સદસ્યો થી ઉત્તમ સમાજનું નિર્માણ થતું હોય છે . આપણો શ્રેષ્ઠ આનુવંશિક વારસો અને ઉત્તમ પરં પરા ટકી રહે તેમાટે સૌમાં સદગુણો અને સમાજ ભાવોનું ઘડતર કરવાનું... મનોવૈજ્ઞાનિક અભ્યાસના તારણ મુજબ સુવિકાસ લક્ષી સંસ્કારોનો નિરૂપણ આપમેળે કે રાતોરાત થતું નથી. ઉત્તમ ગુણો વ્યક્તિમાં ચડાવવા પડે છે જ્યારે દુર્ગુણો ખબર ન પડતા વ્યક્તિમાં ઘર કરી જાય છે , તેથી વ્યક્તિ સદગુણી બને, બળવાન અને બહાદૂર બને તોજ શક્ય બને. સમાજમાં સદગુણીની કદર થાય અને સદગુણો ની માવજત કરીને નવી પેઢીમાં તેનુ સંસ્કરણ કરી સમાજના ભવિષ્યને ઉજ્જવળ કરવા આ સમિતિ આયોજન પૂર્વક કાર્ય કરશે જેના દૂરોગામી શ્રેષ્ઠતમ પરિણામો શ્રી સમાજને મળશે.... (૨) સનાતન ધર્મ જાગરણ સમિતિ.. “વ્યક્તિ કર્તવ્યનિષ્ઠ અને સમાજ સંગઠિત રહ્યો હોય તો તેના પાયામાં ધર્મ હોય છે .” આપણી સમાજમાં કોઈ એક કે ન્દ્રવર્તી ગાદી કે ગુરુ પરં પરા નથી એટલે ધર્મ સંબંધી અસરકારક પ્રભાવી રજૂ આત થઈ શકતી નથી. તેનો લાભ લઈને સમયે-સમયે વિભિન્ન સંપ્રદાયના સંત પોતાને અનુકૂળ હોય અને મજા આવે તેવું પ્રવચન કરે છે અનુસંધાન પેજઃ 3
KishorBhai Rudani: 9979352929
પત્ર વ્યવહાર : 501 -- 504, પાંચમો માળ, નરોડા બિઝનેસ હબ કોમ્પલેક્ષ, નરોડા - દહે ગામ રોડ, એસ.પી. રિંગ રોડ પાસે, નરોડા - અમદાવાદ. 382330. મોબાઈલ: 7801877774