SDP -Issue 68 -Date 2022-02-11

Page 1

VOL. 4

પણે જેમ ઉત્સવો ઊજવીએ છીએ તેમ પ્રકૃ તિ પણ તેનો ઉત્સવ ઉજવે છે અને તે ઉત્સવના વધામણાં આપતો તહે વાર મહા સુદ પાંચમ નો દિવસ એટલે “વસંત પંચમી” જે હિન્દુ શાસ્ત્રો મુજબ શુભ દિવસ છે . “વસંત” એટલે નવપલ્લવીત, ખીલેલુ, ભિન્ન ભિન્ન પ્રકારના ફૂલોથી મહે કી ઊઠે લું ઉલ્લાસ અને પ્રસન્નતા થી છલકાતું નિસર્ગ નું વાતાવરણ. આજના દિવસે કોઈપણ શુભ અને માંગલિક કાર્ય કરવા માટે પંચાગ જોવાની જરૂર રહે તી નથી. આજના દિવસે મોટી સંખ્યામાં લગ્નો જેવા પ્રસંગો સંપન્ન કરવામાં આવતા હોય છે . આપણાં કચ્છ કડવા પાટીદાર સમાજમાં પણ વસંત પંચમીના દિવસે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની ઘટક સમાજો દ્વારા “વસંતના વધામણાં” સાથે સમાજના રિતી રિવાજો મુજબ સામાજિક સંગઠનો દ્વારા સમૂહ લગ્નો નાં આયોજન કરવામાં આવે છે . આ પરં પરા વર્ષોથી ચાલી આવે છે . જે જેતે સમાજ ના આયોજન સંખ્યાથી જાણી શકાય છે . આવા આયોજનો થકી અનાવશ્યક રીતિરિવાજો માં પાબંદી, સમય તથા ધનની બચત જેવા ફાયદાઓ પણ થાય છે . હાલમાં વસંતપંચમીના શુભ દિને બેંગ્લોર , બેલગામ, સીકં દરાબાદ, નાગપુર, ચેન્નાઇ, તીરપુર, મુંબઈ, નડિયાદ, માણસા, વાંઢાય વગેરે સ્થળો એ સમૂહલગ્ન ના આયોજનો થયાના સમાચારો મળ્યા. જેમાં ધણા

ISU. 68

@MUMBAI

PAGE 24

PRICE 1/-

DATE 25 February

વસંપંચમી એટલે સોળે કળાએ ખીલી ઉઠે લ પ્રકૃ તિ સમાજ નો અવાજ પ્રમુખશ્રીઃ શ્રી અબજીભાઈ કાનાણી નવદં પતીઓએ પ્રભુતામાં પગલા માંડી પોતાના દાંપત્ય જીવનનો પ્રારં ભ કર્યો. સર્વે નવયુગલોનું લગ્નજીવન સુખી, પરસ્પરના સુખમાં સહભાગી બનવાની પ્રેરણા સાથે સંસાર સાગર ની યાત્રાને ભગવાન લક્ષ્મીનારયણ તથા મા ઉમિયાજી ના આશીર્વાદ સાથે સુખ સમૃદ્ધિ તથા તંદુરસ્તી મળે એવી ઇષ્ટ દે વી-દે વતાઓ ને પ્રાથના સાથે અભિનંદન, આશીર્વાદ. શ્રી અખિલ ભારતીય લેવલે ઘટક સમાજો દ્વારા થતા કાર્યોમાં સમૂહલગ્ન એક અતિ પ્રસંસનીય કાર્ય છે જેનાથી સમાજમાં સંગઠન ભાવ વધે છે સાથે સમાજ માં અનાવશ્યક પ્રવેશતા ખોટા રિવાજો જેવાં દુષણો દૂર થાય છે . વર્તમાન કોરોનાની પરિસ્થિતિ વખતે પણ આયોજકોએ પરિસ્થિતિને અનુરૂપ સમૂહ લગ્ન ના આયોજનો સરકાર ની ગાઈડ લાઈન મુજબ સંપન્ન કર્યાં. ચાર ચાર સ્થળોએ ગોઠવણી કરી સફળ

મહામંત્રીઃ શ્રી પુરસોત્તમભાઈ ભગત

આયોજન કર્યા, જે ખરે ખર બિરદાવવા લાયક છે , તેઓ ધન્યવાદ ને પાત્ર છે . જેમના પરિશ્રમ થી આ ભગીરથ કાર્ય પાર પડ્યું તથા જે દં પતિઓએ પ્રભુતા માં પગલાં માંડી પોતાના જીવનમાં “વસંત” આણી શક્યા. એ આયોજકો ને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે ફરી આ નવદં પતિઓ ને પણ સમાજ અભિનંદન સાથે આશિર્વાદ પાઠવે છે . નવદં પતીઓ ના લગ્નજીવન નીરોગી અને આનંદમય બની રહે , જીવનના દરે ક તબક્કે સફળતા ના શિખરો સર કરે એવા આશીર્વાદ.... સમાજના દરે ક જ્ઞાતિજનોને અત્રેથી ભાવપૂર્વક વિનમ્ર ભાવે વિનંતિ કરવામાં આવે છે કે હાલમાં કોરોના ના કપરા કાળમાં મર્યાદિત સખ્યા, મર્યાદિત બજેટ માં પણ સારી રીતે લગ્ન જેવા આયોજન કરી શકીએ છીએ તો લગ્ન જેવા આયોજન માં લખ લૂંટ ખર્ચ પર કાપ મુકવો જોઈએ. મોંઘા જમણ, મોંઘા ડે કોરે શન તથા ફિઝુ લના આયોજન

સાથે ફટકડાનો ધુમાડો પડતાં મુકવા જોઈએ. આપ સર્વે જુ વો જ છો કે આ એક પ્રકારનું આડં બર માત્ર છે . તેમાંની વસ્તુઓ નો ઉપયોગ આપણે કે ટલો કરી શકીયે છીયે??? આ બધાં પાછળ થતો લખલુટ ખર્ચ રૂપી આપણી મહે નત ની કમાણી નો બીજાજ લાભ લે છે . જેના વગર પણ ચાલી શકે છે . આજે એવું પણ જોવા મળે છે કે જમણવાર માં મોંઘીદાટ થાળી (૫૦૦થી૧૦૦૦) વાળી નો આપણે માત્ર ૧૦% જ ઉપયોગ કરીએ છીએ જ્યારે કે ટરર્સ પૂરૂ ચાર્જ વસુલે છે . સાથે સાથે ભોજન સમારં ભ અનુરુપ મંડપ ડે કોરે શન તથા સંગીત નો તાકજામ પણ હોવો અનિવાર્ય લાગે છે , લગ્ન માં તો આવી વસ્તુઓ પર ખાસ કાપ મુકવાની જરૂર છે તથા આ બજેટના બચેલા નાણાં નો અન્ય કાર્યો માં ઉપયોગ થાય એ ઇચ્છનીય પણ છે , આ બધી વસ્તુ ની દે ખાદે ખી ની અસર સમાજમાં અન્યો ઉપર પડે

છે , ઘણીવાર એનાથી વિશેષ કરવાની હોડ પણ જામે છે જે ન થવુ જોઈએ. આપણી “પરસેવાની” કમાણી “પર-સેવામાં” વપરાય તો લેખે લાગશે. સંતાનો ના ભવિષ્ય માટે ઉપયોગી થશે તો લેખે લાગશે. બાકી આપણને ઘડીકવારની વાહવાહી સિવાય કાંઈ નહીં મળે . આજે પરમ કૃ પાળુ મહાલક્ષ્મીજી ના આપણી જ્ઞાતિ ઉપર ચાર હાથ છે . ગૌરવ જેવી બાબત એ છે કે કચ્છ કડવા પાટીદાર સમાજ માં દુષણો નહીંવત છે , માટે જ લક્ષ્મી જી ટકી રહ્યાં છે . પરં તુ જો નાણાંકીય વ્યવસ્થામાં જરૂર ફે રફાર નહીં કરવામાં આવે, નાણાં નો સદુપયોગ નહીં થાય તો “શ્રી” નું ટકવું શાસ્ત્રો મુજબ કઠિન છે . માટે આપણા દૈનિક વ્યવહારો માં પણ બિનજરૂરી ખર્ચ પર કાપ મુકવો જરૂરી છે તથા “શ્રી” નો સદુપયોગ થાય, પરોપકારમાં વપરાય, સમાજોપયોગી કાર્યોમાં ઉપયોગ થાય એ ઇચ્છીનિય છે જે શાસ્ત્રોમાં અનુમોદીત પણ છે ... દે શ ના ઘણા પ્રાંતોમાં આ બાબતે અનુકરણ થવા લાગ્યું છે જે પ્રસંશનીય બાબત છે . સૌ કોઈએ આ બાબત પર પૂરતો વિચારકારી સિસ્ટમને અપનાવી જરૂરી છે . તોજ પરિવાર સાથે સમાજ નો અકલ્પનિક વિકાસ થશે.... આશા છે આપ સર્વે સહયોગ આપશો, સ્વીકારશો એજ અપેક્ષા....

KishorBhai Rudani: 9979352929

પત્ર વ્યવહાર : 501 -- 504, પાંચમો માળ, નરોડા બિઝનેસ હબ કોમ્પલેક્ષ, નરોડા - દહે ગામ રોડ, એસ.પી. રિંગ રોડ પાસે, નરોડા - અમદાવાદ. 382330. મોબાઈલ: 7801877774


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.