"ઘણી વાર એવું બને ને કે કોઈ તમારું ઊંધું બોલે કે તમારી ખોડ કાઢે કે પછી તમને ઉતારી પાડે ! ત્યારે તમે શું કરો ?
હાસ્તો, ખિજાઈ જ જવાય ને. એવું કરે એ કોને ગમે !
સામાન્યપણે બધાને આવું જ થતું હોય. એ જ તો ફરક છે, આપણામાં અને મહાપુરુષોમાં. મહાપુરુષો આ તકને ઝડપી લઈ પ્રગતિ કરતા હોય છે.
પરમ પૂજ્ય દાદાશ્રી કાયમ કહેતા કે ‘કોઈ વિરોધ કરે તો એનો ઉપકાર માનજો.’ એમની પાસે એવી તે શી સમજણ હશે જેથી તેઓ વિરોધીનો ઉપકાર માની શકતા હતા !
આ અંક વાંચીને આપણને પણ એ સમજણ અને શક્તિ પ્રાપ્ત થાય એ જ ભાવના...
"