"બાળમિત્રો,
આપણા જીવનમાં સૌથી વહાલામાં વહાલી વ્યક્તિ હોય તો તે છે ફ્રેન્ડ. ફ્રેન્ડ મળે એટલે આખી દુનિયા મળી ગઈ. પણ આજકાલ તો ફ્રેન્ડ સાથે પણ કેટલા ઝઘડા થાય છે, ખરું ને ? એના માટે આપણને ફરિયાદો રહ્યા જ કરતી હોય છે. રોજ જેની સાથે રમવાનું એની સાથે જ ઝઘડવાનું. આવું કેવી રીતે ચાલે ?
તો આવો, આજે આપણે આ અંક વાંચીને સાચા ફ્રેન્ડ કેવા હોય ? સાચી ફ્રેન્ડશિપ કેવી હોય ? સારા ફ્રેન્ડ કેવી રીતે બનાય ? એ સમજીએ અને સારા ફ્રેન્ડ બનવાની શરૂઆત કરીએ.
-ડિમ્પલ મહેતા
"