"બાળમિત્રો,
આપણે નાનપણથી જ આપણા ઘરે અથવા તો મંદિરમાં રોજ આરતી થતી જોતા હોઈએ છીએ. બધા કેટલા ભાવથી ભગવાનની આરતી ઉતારતા હોય છે !
પણ ક્યારેક વિચાર થાય કે રોજ ભગવાનની આરતી કરવાથી શું ફાયદો થતો હશે ? શું સાચે જ એનો કોઈ લાભ છે કે પછી આદત કે પ્રથા પડી ગઈ હોવાથી લોકો આરતી કર્યા કરે છે ? આપણા બીઝી શેડ્યુલમાંથી રોજ આરતી માટે ટાઈમ કાઢવો કેટલો જરૂરી છે ?
તો આવો જોઈએ, પરમ પૂજ્ય દાદાશ્રી આરતી માટે શું કહે છે? મને ખાતરી છે કે આ અંક વાંચ્યા પછી તમે પણ ચોક્કસ રોજ આરતી કરતા થઈ જશો અથવા તો આરતી રોજ કરવી જોઈએ એવા ભાવ કરતા તો થઈ જ જશો.
- ડિમ્પલ મહેતા
"