"‘પાછી પરીક્ષા !’ વાંચીને તમને ગભરામણ થઈ ગઈ ? આમાં તમારી કોઈ પરીક્ષા લેવાના નથી. ઊલટું, ‘પરીક્ષા’ શબ્દથી તમે જીવનમાં ક્યારેય ભય ન પામો એવી જબરજસ્ત સમજણ આ અંકમાં આપવામાં આવી છે.
પરીક્ષાનું આપણા ભણતર જીવનમાં શું મહત્ત્વ છે, યાદશક્તિ અને એકાગ્રતા કેવી રીતે વધારવી, પરીક્ષાના બોજામાંથી કેવી રીતે મુક્ત થવું વગેરેની અદ્ભૂત ચાવીઓ અહીં આપવા તો આવો, આમાં આપવામાં આવેલી દરેક સમજણ ખૂબ ધ્યાનથી સમજીએ અને જીવનમાં આવતી દરેક પરીક્ષામાંથી સફળતાપૂર્વક પાર ઊતરીએ.
ઓલ ધી બેસ્ટ!!!
"