"દ્બતમારામાંથી ઘણા પૂજ્ય નીરુમાને મળ્યા હશે અને ઘણાએ તો પ્રત્યક્ષ જોયા પણ નહીં હોય. બાળક જેવા સરળ અને પ્રેમથી ભરપૂર એવા આપણા વ્હાલા નીરુમાનો દેહવિલય ૧૯માર્ચ, ૨૦૦૬ના રોજ થયો. પણ તેઓ ક્યાં આપણને સાચે છોડીને ચાલ્યા ગયા છે ? જરૂર વખતે બધાને સપનામાં આવીને ટેકો અને બળ આપતા જ રહે છે ને !
આવો, આ અંકમાં આપણે નીરુમાને મળીએ. એમના જીવનના પ્રસંગો દ્રારા એમને ઓળખીએ. આમ તો નીરુમાને શબ્દમાં વર્ણવવા અઘરા છે છતાં પ્રયાસ રૂપે, એમની દાદા પ્રત્યેની ભક્તિ અને સમર્પણતા, મહાત્માઓ પ્રત્યેનો પ્રેમ, જ્ઞાન પ્રત્યેની નિષ્ઠા અને ધ્યેય પ્રત્યેની મક્કમતા આ બધું જ આ અંકમાં દર્શાવેલ છે.
દ્બચાલો, જાણીએ ‘પ્યારે પ્યારે નીરુમા’ વિશે.
"