"તમે તમારા દાદા-દાદીને કે નાના-નાનીને જોયા હશે. તેઓ હંમેશા આડોશ-પોડોશમાં કે સગા-વહાલામાં કોઈને પણ જરૂર વખતે અચૂક મદદ કરતા હોય છે. મદદ કરતી વખતે તેઓ ક્યારેય મારું-તારું જોતા નથી. શું આપણે આવું કરી શકીએ છીએ ? વિચારીએ તો ખરાં.
બીજા માટે કરી છૂટવાની ભાવનાવાળા લોકો કેવા હોય છે ? એના માટે જોઈતી નોબિલિટી કવી રીતે આવે? આવું જીવન જીવવાથી આપણને શું ફાયદો થાય છે ? વગેરેની સુંદર સમજણ પરમ પૂજ્ય દાદાશ્રીએ આપી છે, જે સાદા દ્રષ્ટાંતો સાથે આ અંકમાં મૂકાઈ છે.
તો આવો, સરસ મજાનો આ અંક વાંચીએ અને આપણે પણ આપણા જીવનમાં બીજાને મદદરૂપ થઈએ એ રીતે જીવીએ.
"