"‘પેલો આજે ટીચરને તારા માટે આવું કહેતો હતો, આ ગેમ એને કોણે આપી ?, નક્કી એણે કોઈની પડાવી લીધી લાગે છે.’
આવું આપણે અંદર અંદર ફ્રેન્ડસમાં કેટલી વાતો કરતા હોઈએ છીએ ? અને એ પણ કાનમાં, કોઈને સંભળાય નહીં એ રીતે. ક્યારેય વિચાર્યું છે કે આવી વાતોમાં આપણે કેટલો ટાઈમ બગાડીએ છીએ ?
તમને ખબર છે કે આને શું કહેવાય ? આવું કરવું કેટલું યોગ્ય કહેવાય ? આના પરિણામ શું આવે?
પરમ પૂજ્ય દાદાશ્રીએ આ અંગેની સુંદર સમજણો આ અંકમાં આપી છે. આવો, આપણે પણ સમજીએ અને આપણા જીવનમાં ફેરફાર લાવીએ.
"