"‘મને આજે કેડબરી ખાવાની ઈચ્છા થાય છે.’
‘આની ઘડિયાળ કેટલી સરસ છે ! મને પણ આવી જોઈએ છે.’
‘મને ‘આ’ મળતું નથી માટે મને જરાય ચેન પડતું નથી.’
ઓહોહો ! આપણી પાસે કેટલું બધું હોવા છતાં કોઈ એક વસ્તુ ન હોવાથી આપણને ચેન પડતું નથી હોતું. જે છે એનો સંતોષ ન હોવાથી આપણે આનંદમાં નથી રહી શકતા.
તો આવો, આ અંકમાં આપણે ‘ઈચ્છા’નું વિજ્ઞાન સમજીએ. એનું સ્વરૂપ અને એના પરિણામ તેમ જ એની સામે ‘સંતોષ’ તરફ કઈ રીતે વળાય ? વગેરેના સુંદર ફોડો પરમ પૂજ્ય દાદાશ્રીએ આ અંકમાં આપ્યા છે. તે વાંચીએ અને સમજીને સંતોષ તરફ વળીએ.
"