"બાળમિત્રો,
માંસાહાર ન કરાય, એવા સંસ્કાર આપણને ગળથૂથીમાં જ મળેલા હોય છે. છતાં મોટા થતાં ફેશનને લઈને, મિત્રોથી પ્રેરાઈને કે કૂતુહલવશાત આપણે
માંસાહારકરતા થઈ જઈએ છીએ. કંઈ નહીં તો ઈંડા ખાવા સુધી તો પહોંચી જ જઈએ છીએ. દ્બમાંસાહાર મનુષ્યને કઈ રીતે અહિતકારી છે, રોજિંદા જીવનમાં જ નહીં, પણ ધર્મઅને અધ્યાત્મમાં પણ કેટલી હદે પછાડી દે છે, એનું સચોટ વર્ણન પરમ પૂજ્ય દાદાશ્રીએ કર્યું છે, જે આ અંકમાં આવરી લેવામાં આવ્યું છે.
તો આવો, આ અંક વાંચીએ અને આપણે પણ કાયમને માટે માંસાહારથી છેટા રહીએ.
- ડિમ્પલ મહેતા
"