જુલાઇ ૨૦૨૨
ફીલિંગ્સનો જુલાઇ મહિનાનો અંક એજ્યુકેશન- કારકિર્દી વિશેષ તરીકે રજૂ થઇ ચૂક્યો છે. આ અંક થકી એજ્યુકેશનને લગતી વિવિધ જાણકારી આપી આજના વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપવાનો ફીલિંગ્સે પ્રયાસ કર્યો છે. આ અંકમાં ડિગ્રી, ડિપ્લોમા, ટેક્નિકલ કોર્સીસ ઉપરાંત કારકિર્દીને લગતા અનેક કોર્સની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત વિદેશમાં ખાસ કરીને કેનેડામાં એજ્યુકેશન તેમજ જોબ માટે કેવી તકો છે તેની પણ વિવિધ જાણકારી આ અંકમાં રજૂ થઇ છે. અનેક એવા કોર્સ છે જેનાથી તમે તમારી મનગમતી કરિયર અને જોબ પસંદ કરી શકો છો. આવા કોર્સીસથી અજાણ લોકો માટે પણ આ અંક ચોક્કસ ઉપયોગી નીવડશે.