"આભાસ"

Page 1

Reminiscing the creative journey of

Shri Bharat Patani 1963–2021


થરા,

કાં કરે જ (ઉત્તર ગુ જરાત) મારા મૂ ળ વતનનો વિસ્તાર, નાનપણમાં પ્રકૃતિ, ઝાડ-પાન, ખે તરો વચ્ચે બાળપણ માણ્યું . આ પ્રદે શની વખણાતી કાં કરે જી ગાય-બળદ-બકરીઓની સં ગતે મારી દૃષ્યભાષાને પ્રેરણાબળ પુ રું પાડ્યું. મૂ ળ માટીકામ-ઇંટ બનાવવાનો કાૈ ટંુ બિક ધં ધો. માટી સાથે રમીને , રમકડા બનાવીને આકારોના ઘડતરની સમજ સતત પાં ગરતી રહી, સ્વયં સ્ફૂરિત અને અં કુરની માફક ફૂટતાં આકારો મારી ચિત્રરચનામાં મહત્ત્વનો ભાગ બની રહ્યાં . પ્રાથમિક શિક્ષણ ત્યાં જ લીધું . મારા ચિત્ર શિક્ષકે કલાના ક્ષેત્રમાં કારકીર્દી બનાવવા માટે સતત પ્રેરણા આપી. હાયર સે કન્ડરીના અભ્યાસ માટે હંુ અમદાવાદ આવ્યો. પછી ત્યારબાદ અહીં શે ઠ સી. એન. કાૅ લે જ ઓફ ફાઇન આર્ટ સમાં ૧૯૮૩માં પ્રવે શ મે ળવ્યો, ત્યારથી કલાના ક્ષેત્રની સફર શરુ થઇ. શ્રી કે . આર. યાદવ, શ્રી શકરાભાઇ પટેલ, શ્રી નાગજીભાઇ ચૌહાણ અને શ્રી ઊર્મીબે ન પરીખના સાનિધ્યમાં ચિત્રકલાનો અભ્યાસ પૂ ર્ણ કર્યો . અભ્યાસ દરમ્યાન વુ ડકટ, અૅ ચીંગ, લિથોગ્રાફ, સે રીગ્રાફ, લિનોકટ જે વી પ્રિન્ટ મે કીંગની પધ્ધતિઓ વિશે જાણ્યું અને તે માં કામ કર્યું . શ્રી અજીતભાઇ સાહે બે મને એમ. એસ. યુ નિ. વડોદરા ફાઇન આર્ટ સમાં પોસ્ટ ડિપ્લોમાના અભ્યાસ માટે માર્ગ દર્શ ન, પ્રોત્સાહન પુ રાં પાડ્યાં . ગ્રાફિક વિભાગમાં બે વર્ષ ના અભ્યાસ દરમ્યાન તે ની દરે ક ટેક્નીક સાથે ઘણું કામ કર્યું . ત્યાં શ્રી વી. એસ. પટેલ, શ્રી રીની ધુ માલ, શ્રી જે રામ પટેલ, શ્રી પી. ડી. ધુ માલ, શ્રી જ્યોતિ ભટ્ટ જે વા ગુ રુઓના માર્ગ દર્શ ન નીચે કારકીર્દીએ ચોક્કસ દિશા લીધી. વડોદરાના રચનાત્મક વાતાવરણે મારી કલા સમજને વિશાળ બનાવી. ત્યાં દે શ-વિદે શથી આવતા કલાના વિદ્યાર્થીઓ અને કલાકારો સાથે ના વૈ ચારિક આદાનપ્રદાનથી ઘણું જ જ્ઞાન પ્રાપ્ત થયું . ત્યાં યોજાતા આં તરરાષ્ટ્રિય સ્તરના સે મિનાર, કાર્યશિબિર વગે રે થી આધુ નિક કલા પ્રવાહો અને તે ના સર્જનો અં ગે ની સમજ સ્પષ્ટ બની. ૧૯૯૦ થી ૧૯૯૫ દરમ્યાન એક સ્વતં ત્ર કલાકાર તરીકે સતત સર્જન ચાલુ રાખ્યું . અને ક વૈ યક્તિક પ્રદર્શ નો, સમુ હ પ્રદર્શ નો યોજ્યા. રાષ્ટ્રિય અને રાજ્ય લલિતકલા અકાદમીના પ્રદર્શ નોમાં મારી કૃતિઓ સ્થાન પામતી રહી અને તે માં અને ક અૅ વોર્ડ -સન્માન મળતા રહ્યાં . ૧૯૯૫થી કલાયાત્રા એક કલા અધ્યાપક તરીકે ની બની રહી. શે ઠ સી. એન. કાૅ લે જ ઓફ ફાઇન આર્ટ સમાં ત્યારથી સં કળાયે લ છં ુ . ગુ જરાતના નવી પે ઢીના અને ક સફળ કલાકારોને કલાના શિક્ષણ સાથે તૈ યાર કર્યા . આ દરમ્યાન ગુ જરાત લલિતકલા અકાદમી દ્વારા યોજાતા કલા શિબિર, સે મિનારમાં તથા એમ. એસ. યુ નિ. ખાતે યોજાતા યુ વક મહોત્સવમાં કલા નિર્ણાયક, નિષ્ણાં ત તરીકે સે વાઓ આપવાનાં અવસર મળતાં રહ્યાં . કાૅ લે જ ખાતે કલાના વિદ્યાર્થીઓને વિવિધ કલા પ્રદર્શ નો, કલા પ્રવાસો, કલા શિબિરોમાં જો ડાવા માટે માર્ગ દર્શ ન આપતો રહ્યો. કલા સં સ્થાની અને ક ઇત્તર પ્રવૃ ત્તિઓ માટે પ્રોત્સાહક ભૂ મિકા ભજવી. ૨૦૦૯માં ઇન્ટરને શનલ પે ઇન્ટિંગ કે મ્પ, ફીનલે ન્ડ ખાતે ભાગ લીધે લ અને ત્યાં નો પ્રવાસ પણ કરે લ. ત્યાં ની ગે લે રી ખાતે પ્રદર્શ ન પણ યોજ્યું. અવારનવાર યોજાતા ને શનલ કે મ્પમાં ભાગ લે તો રહ્યો. આ સમય દરમ્યાન ગુ જરાત તે મજ ભારતના અને ક મહત્ત્વના શહે રો---અમદાવાદ, સુ રત, વડોદરા, રાજકોટ, સાપુ તારા, કે વડિયા કાૅ લોની, દ્વારકા, જામનગર અને રાષ્ટ્રિય ક્ષેત્રે મું બઇ, દીલ્હી, ઉદયપુ ર, જયપુ ર, જો ધપુ ર, ચં દીગઢ, જમ્મુ , શ્રીનગર, લખનઉ, કલકત્તા, ભૂ વને શ્વર, બે ં ગાલુ રુ, નાગપુ ર, ચૈ ન્નાઇ, ગોવા, હૈ દરાબાદ, ભોપાલ વગે રે શહે રોમાં અને આં તર રાષ્ટ્રિય ક્ષેત્રે તાઇવાન, સીંગાપુ ર, જાપાન, યુ . કે ., ઇજીપ્ત, અમે રીકા અને ફીનલે ન્ડ જે વા દે શોમાં મારી કૃતિઓ પ્રદર્શીત થઈ...


ભરત પટણી ૧૯૬૩--૨૦૨૧


DR AWINGS


ભરતભાઈ પટ્ટણી એક સારા ચિત્રકાર હતા. તે ઓને ચિત્રકલાની સમજ ખૂ બ ઊં ડાણપૂ ર્વ ક હતી. ચિત્ર કલા શૈ લીમાં તે મની સર્જન થયે લ કલાકૃતિઓમાં તે ઓ આગવી ઓળખ ઊભી કરી શક્યા હતા. અને ક માધ્યમો સાથે શ્વેત-શ્યામ રંગો જે માં ઈંક જે વા માધ્યમો પર તે મની હથોટી સારી હતી. ગ્રાફિકકલામાં પણ એક નવી જ આભા ઉભી કરી શક્યા છે. ભરતભાઈનું મુ ખ્ય પાસું જો ઈએ તો તે ઓ કોઈપણ ચિત્રને નિહાળતા જ તે મનો સાચો અને સચોટ અભિપ્રાય આપતા. જે માં એમની શબ્દ રચના પણ વજનદાર રહે તી. શે ઠ સી. એન. કોલે જ ઓફ ફાઈન આર્ટ સના અને ક વિદ્યાર્થીઓના તે ઓ માર્ગ દર્શ ક રહી ચૂ ક્યા છે. અને વિદ્યાર્થીઓને કલા પરંપરાગત પ્રણાલીની સાથે પ્રયોગાત્મક કલા તરફની તે મણે સ્વતં ત્રતા આપી. આમ, આધુ નિક કલા પ્રત્યેની વધુ સમજ તે મણે વિકસાવી તથા વિદ્યાર્થીઓના પ્રિય શિક્ષક બની રહ્યા. તે ઓની આ ઓચિંતી અણધારી વિદાયથી આપણા કલા સમાજને મોટી ખોટ સાલશે . - અમિત અં બાલાલ


ગુ જરાતના ચિત્રકળા જગતમાં ભરત પટૃની એક એવું નામ જે પોતાના અભિપ્રાય વિશે સ્પષ્ટ વક્તા, કળાના સામુ હીક આયોજનો પાર પાડવા માટે એક ઉમદા વ્યક્તિ, કળાના વિદ્યાર્થીગણમા “પટૃની સાહે બ” એક ઉત્તમ કલાગુ રુ, પરંતુ ૨૮ એપ્રિલ, ૨૦૨૧ની વહે લી સવારે હોસ્પિટલની પથારીએથી કોરોના નામક બિમારીએ તે મને આપણાથી દૂ ર મોકલી દીધા. ને , પાછળ રહી જાયછે આદર્શ પત્ની, કર્મ ઠ શિક્ષિકા મધુ બહે ન, કળા શિક્ષણ મે ળવે લ ડિગ્રી ધારી દિકરી સૃ ષ્ટિ અને યુ વાનીના ઉબરે આવીને ઊભે લા પુ ત્ર પૃ થ્વિરાજ, પોતાનો બહોળો કુટંુ બ-કબીલો તે મજ સમકક્ષ અને ક ચિત્રકાર મિત્રો. ગુ જરાતના કાં કરે જ તાલુ કાના થરા ગામના પરિવારમાં માતા શાન્તાબા, પિતા અં બાલાલના છ પુ ત્રો અને ત્રણ દિકરીઓ માહે નો એક પુ ત્ર ભરત. થરાની પ્રાથમિક શાળાના અભ્યાસની સાથે પોતાની ધરતી જો વાની દૃષ્ટી મળી જે ના પરિણામ સ્વરૂપ ભરતની ભિતર એક ચિત્રકાર બનવાનું બીજ રોપાય છે . ભિતરનું બીજ લઈ એચ. એસ. સી.નું શિક્ષણ મે ળવવા અમદાવાદ આવે છે. અહી તે ઓ સી.એન. વિદ્યાલયના પરિચયમા આવે છ,ે જે તે ના ભિતરનાં બીજ વિશે એક પોષક તત્વનુ કાર્ય કરે છ,ે અને સમય પસાર થતા વિધાલયનાકળાના અભ્યાસની એક ડિગ્રી મે ળવે છે. બાદ તે ઓ એક ચિત્રકાર બનવા માટે વડોદરાની ફે કલ્ટી ઓફ ફાઇન આર્ટ સના ગ્રાફિક વિભાગમાં પ્રવે શ મે ળવે છે.ત્યાં ના કર્મ ઠ કળા શિક્ષકો ઉપરાં ત, ભવિષ્યમા ચિત્રકાર બનવાની ક્ષમતા ધરાવતા કે ટલાક સહપાઠી મિત્રો મળ્યા. બે વર્ષ જે વો સમય પસાર કરી ગ્રાફિકસ અભ્યાસની પોસ્ટ-ડિગ્રી મે ળવવાની સાથે સાથે કાળી શાહી અને શ્વેત ફલક દ્વારા રચાતા રચનાક્રમની પ્રેરણા સં ગાથે અમદાવાદ આવે છે. આ શહે ર ભરતને એક કલા શિક્ષક રુપે સી. એન. કલા વિધાલયમા સ્થાન આપે છે . સમય પસાર થવા લાગ્યો કળાના વિદ્યાર્થીઓના સં ગે રહે તા એમને યાદ આવે છે પોતાની જન્મ ભૂ મિએ આપે લ એક ચિત્રકાર બનવાનું સ્વપ્ન. જે ભિતરમાં સળવળી ઉઠે છે અને સાથે સાથે બાળપણમાં જોયે લા, અનુ ભવે લ વતનનું એ આકાશ, ભુ મિ, વૃ ક્ષ, બકરી, પાણીમાં તરતી માછલી અને એવા ચિત્ર-સર્જનો આરંભાયા, જો તજો તામાં વતનનું એ “બધુ ” ભરત પટ્ટનીની એક દાર્શનિક ભાષા બની ગઈ. જે ના માધ્યમો રહયાં , વિવિધ રંગો, કે નવાસ, ગ્રાફિક, કાળી શાહી- શ્વેત કાગળ. પરંતુ શ્વેત-શ્યામ ચિત્ર સર્જનોમાં એ વિશે ષ ઊઘડતા. એમના એક વન-મે ન શો દરમ્યાન મે અને ચિત્રાએ અનુ ભવે લા આ અમારો અનુ ભવ સમયાં તરે ભરત સાથે એક મિત્રતા રુપે ખિલી ઊઠે છે. સી. એન. કલા વિધાલય સં સ્થાના એક કલા-શિક્ષક તરીકે ના કાર્ય આરંભથી પ્રિન્સીપાલના પદ સુ ધી આપે લ સે વાઓના વરસો દરમિયાન એક ચિત્રકાર રુપે ઉઘાડ પામવાની સાથે સાથે ભારત અને ભારત બહાર સત્તર જે ટલા વન મે ન શો, પં દરે ક સ્ટેટ અને ને શનલ કક્ષાના ઈનામો, ગ્રુપ શો, આર્ટ કે મ્પ તે મજ ગુ જરાત લલિત કલા અકાદમીની મળે લ ફે લોશિપ જે વી સિધ્ધી, એમના સર્જનોએ ભરત પટૃનીને અપાવે લ એ વાત લખતા આપણી વચ્ચે તઓ નહી હોવાની કલ્પના માત્ર એક ઉદાસીનતા પ્રસરાવી દે છે... - વૃંદાવન સોલં કી, અમદાવાદ, તા. ૨૩-૪-૨૦૨૨


Untitled | 10” x 11” | Ink on paper


Untitled | 10” x 11” (each) | Ink on paper


Untitled | 14” x 12” (each) | Ink on paper


Untitled | 14” x 12” (each) | Ink on paper


Dynamic and expressive character of late Shri Bharat Patani will be remembered for all times among students and artists. He looked like a brave cricketer, who threatens opponents with bounces. Similarly, his black ink drawings have same vitality against white paper. His fondness for animals brings a quality of pastoral land of North Gujarat. His native land brings a fresh air of work which is not pretension. Beside this, his work of dried seeds, dipped in black ink and pressed upon white paper a uniqueness of his compositions. His big, black moustache and black curly hair, remind me of a king of some dream region. I miss his friendly cricket talk calls off and on. - Dr. Suresh Sheth, Dt. 22-04-22

દીકરીના ગુ રુ ! અને બાપાના પણ ગુ રુ. વાત એમ છે કે શ્રી ભરતભાઈ પટની સાહે બ શીખાવાડવાના અને શીખનારની ઉન્નતીના જાણકાર હતા. મારી દીકરીને લીધે સં બં ધ થયો. એક દિવસ મે ં કહ્યું કે ૨૦ વર્ષ થી ચિત્ર કરવાનું વિચારું છં ુ , હવે શરૂ કરવું છ,ે આ વાત મે ં

મુ . શ્રી ભાનુ ભાઈ શાહ સાથે કરી હતી. તે મના પ્રમાણે માત્ર વોટરકલરથી જ શરૂઆત કરવી જો ઈએ, પરંતુ મારે ઓઈલ કલરથી કામ કરવાની ઈચ્છા હતી. થોડા સમય પછી શ્રી ભરતભાઈને વાત કરી. તે મને મને હા પાડી અને પછી મારા ચિત્રો કરી, તે ઓ નજદીક રહે તા હતા એટલે તે મને બોલાવીને બતાવતો. તે ખુ શી ખુ શી આવતા. મારા ચિત્રો જો ઈ તે ઓએ એમ કહ્યું નથી કે આ પ્રમાણે કરો તો સારું, પરંતુ એમ કહ્યું કે જે ટલું અં દરથી નીકળે તે ટલું કાઢો અને ચિત્ર કરતા રહો. આ વાતથી મારી મૌલિક શૈ લી અટકી નહીં અને હંુ કામ કરતો રહ્યો અને તે મને બતાવતો રહ્યો. શરીર સાચવણીની વાત, મારી કે કોઈની પણ તે ઓએ ના માની. અને આપણે તે મને ગુ માવવા પડ્યા. ન પુ રાય તે વી ખોટ પડી. માત્ર શીખવાડવામાં જ રસ. હંમે શા શીખનારને ઉત્સાહ પૂ રો પાડતા. હંમે શા પ્રદર્શ નોની માહિતી ફોન કરીને કહે જ – સાથે લઈ જાય, વડોદરામાં સાથે જવાનો અમારો નિયમ. આ શરીર ભગવાનને કર્મ ફળ પ્રમાણે અને તે મની મહે રબાની પ્રમાણે ૧૦૦ વર્ષ માટે આપે લ છે. જે ટલું સાચવીએ તો છેલ્લે સુ ધી પહોંચાય. શ્રી ગુ રુએ થોડી અવગણના કરી અને આપણને ખોટ પડી. આપણને આપણી નિયતી પ્રમાણે મળે . મારી તમામ પ્રાર્થ નાઓની સાક્ષીએ પ્રભુ તે મને પોતાની મૂ ર્ત નું સુ ખ આપે , સાનિધ્યમાં રાખે તે વી સાચા હૃદયની પ્રાર્થ ના. તે મનું કુટંુ બ જાણે મારું કુટંુ બ છ,ે તે મ માનું છં ુ . તન, મન અને ધનથી તે મની સાથે છં ુ . એકવાર ફરી શ્રી ભરત પટનીજીને વં દન - સુ રે ન્દ્ર સી. પટેલ, વિશાલા


સં સ્થાની ફાઈન આર્ટ સ કોલે જમાં પ્રિન્ટ મે કીંગને જૂના સમય બાદ ફરીથી ધમધમતું કરવાનો શ્રેય સ્વ. શ્રી ભરતભાઈ પટ્ટણીને પણ જાય છે. હંુ (આનલ પરમાર) ૧૯૯૪માં અને ભરત પટ્ટણી ૧૯૯૫માં અધ્યાપક તરીકે જો ડાયા, બં ને એ પ્રિન્ટ મે કીંગમાં ઉચ્ચ અભ્યાસ વડોદરાથી મે ળવે લ અને તે નો લાભ વિદ્યાર્થીઓને તે મની ૨૬ વર્ષ ની કારકિર્દીમાં પે ઈન્ટીંગની સાથે સાથે મળ્યો. વ્યક્તિ તરીકે સ્પષ્ટવકતા અને વિદ્યાર્થીઓમાં પ્રિય તથા ઘણા બધા ક્ષેત્રોના જાણકાર હોવાથી કોઈ કામ અટકી પડવા ન દે . તે મના આ ગુ ણોનો શરૂઆતના સમયમાં જ મને પરિચય થયો હતો. એમના જીવનના સદ્દભાગ્યના સાક્ષી બનવાનો મોકો મળ્યો એ રીતે , કે જે ગુ રૂ પાસે એમણે શિક્ષણ મે ળવ્યું એ જ ગુ રૂના સાં નિધ્ય હે ઠળ ગુ રુ યાત્રાનો આરંભ થયો. - આનલ પરમાર, લે કચરર (શે ઠ સી.એન. કોલે જ ઓફ ફાઈન આર્ટ સ)

હંમે શા જીં દાદિલી, ખૂ મારી, જો શ અને જૂસ્સો તે મનામાં ભરે લો હોય ! દરે ક વિદ્યાર્થીઓને , કલાર્થીઓને સચોટ માર્ગ દર્શ ન આપે . સત્ય વક્તા અને સ્પષ્ટ વક્તા તે ઓની કલા-અભિવ્યક્તિમાં પણ આજ મિજાજ દે ખાઈ આવે . એવા કલાકાર ભરત પટણીએ એકાએક વિદાય લીધી, ત્યારે આપણા ગુ જરાતનું કલાજગત સ્તબ્ધ બની ગયું . જ્યારે ભરતભાઈ પટણી પોતાનું પ્રદર્શ ન યોજે, ત્યારે તરત જ મને તે મની કલા વિશે લખવાનું આમં ત્રણ આપે . અને ક કલાકારોને તે મની કલાસફર માટે સાચે ટ, સોનાની સલાહ આપે . પોતાના વતન માટે તે મને ખુ બજ પ્રેમ, જે તે મના ચિત્રો, ગ્રાફીક પ્રિન્ટ્સ, ડ્રોઈંગ વગે રે માં તરત જ વરતાઈ આવે . થરા ગામની રમણીય સીમ, ખે તરો, ઈંટવાડો, ઘે ટા-બકરા, ગાય-ભે ં સ, તળાવ, ઝાડ-પાન અને નવા ફૂટતા અં કૂર−આ બધું તે મની કૃતિઓમાં કે ન્દ્ર સ્થાને બિરાજે . તે ઓના સ્વભાવની ખૂ મારી ત્વરિત બ્લેક એન્ડ વ્હાઈટ રે ખાં કનો, ઍચીંગ પ્રિન્ટ અને કે નવાસ પર સ્પષ્ટ અનુ ભવાય. કોઈ આં ર્ત શક્તિનો ધોધ, બોલ્ડ આકાર રચનામાં ઝિંલાય. પોતાની માતૃ સંસ્થા શે ઠ સી.એન. કોલે જ ઓફ ફાઈન આર્ટ સ અને ત્યાં ના ગુ રૂજનો માટે તે મના હૃદયમાં ખુ બ જ અહોભાવ. ભરતભાઈની હથે ળીઓમાં માત્ર ગણતરીની જ રે ખાઓ. તે ઓ કહે કે તે નો મતલબ મારામાં લાગણીઓ જ નથી. પરંતુ જ્યારે મનગમતા સં વે દનશીલ ગીતો ધીમા અવાજે ગણગણે ત્યારે અને ક સં વે દનાઓ નિતરતી સં ભળાય. રાજ્ય અને રાષ્ટ્રીય ક્ષેત્રે અને ક એવોર્ડ , સન્માન પ્રાપ્ત કર્યા . વિદ્યાર્થીઓના હૃદયમાં પણ હંમે શા ચિરસ્થાન મે ળવ્યું , એવા ભરતભાઈ સાથે ની અને ક સ્મૃતિઓ આજે પણ લીલીછમ જણાય છે. આ આભાસ અણધારી વિદાયનો છે ? સાં ભળ્યું છે કે કલા Timeless હોય છે. સમયના બં ધનોથી પર હોય છે. આ કલાકારના જીવનના સાક્ષી તે મના સર્જનો છ,ે જે માં તે મની બ્લેક પે ન, ઈન્ક અને બ્રશના લસરકાઓના સ્પં દનો આજે પણ સં ભળાય છે ! સું દર રંગોની ઈન્કના એકબીજામાં મળી જતા વહે ણમાં આજે પણ કલાકારની ધડકનો જીવં ત છે અને આ અમૂ ર્ત ના જાણકાર આ મૂ ર્ત વિશ્વમાં થી વિદાય લઈને ચિરંજીવ સ્મૃતિઓને છોડીને અમૂ ર્ત સાથે એક થઈ ગયા. - ગાયત્રી ત્રિવે દી, આસી. લે કચરર, શે ઠ સી.એન. કોલે જ ઓફ ફાઈન આર્ટ સ, અમદાવાદ


Untitled | 14” x 12” (each) | Ink on paper


Untitled | 22” x 15” (each) | Ink on paper


Untitled | 10” x 11” (each) | Ink on paper


Untitled | 10” x 11” (each) | Ink on paper


અહીં આજે એકી શ્વાસે સાં જને પી લીધી છે અને તે જ શ્વાસના ઉચ્છવાસમાં તે ના ઓડકાર છિન્નભિન્ન વે રાયે લા છે અહીં ! - અરે , જુઓ ! જમીન-આકાશ-દરિયો એક થઈ ગયા ! અને , એ ભીનાશમાં થી બે ઠું થયું ધીમું હસતું હસતું એક બાળક! - સૂ ર્ય ઉદય પામે તે પહે લા જ લપસ્યો! સરોવર માં ... - જુઓ, સ્વપ્નસ્થ હતું જે તે સાકાર થયું છે મારા મિત્રની વ્યગ્રતામાં .. - નવીન ઢગટ

Not just a friend, but a very helpful, concerned, responsible and a caring person, absolutely ,selfless keeping an account of each and every person connected to him. Bharat Pattni an artist of immense love, faith and dedication towards his works are clearly visible in his creations. For him a saying “Work is worship “ fits in so well that the kind of works and the quantity he has produced shows the continuity of his meditative thoughts. Its very hard to believe that a person who would always be present in all situations has bid a farewell. But his presence will always be felt. - Sureshree Rabadia

મિત્ર ભરત એક દિવસ સવારે સી.એન. ફાઈન આર્ટ સમાં એક કદાવર વિદ્યાર્થીને મળવાનું થયું . પોતાનું ખમીર, ઉત્તર ગુ જરાતની ભાષાને તે નો રંગ. સાથે તે નો નાનોભાઈ. મજાની વાત બં ને ભાઈને એક જ વિષયમાં રુચી. આ સમય એટલે આશરે ૧૯૮૨ કે ૮૩ નો. ત્યારથી હજી ભરત સાથે . કોઈપણ કાર્ય ને પધ્ધતિસર ગોઠવણી કરી અને તે ને પુ રી કરી દે વાની સમજ અને આવડત, સતત કામ કરતા રહે વાનું ને કામ કરાવતા રહે વાનું . વડોદરામાં સાથે અભ્યાસ, સાથે રહે વાનું -જમવાનું ને ભણવાનું બં ને ની રીત ને રહે ણી-કહે ણી ખુ બ જ અલગ. છતાં સાથે ને સાથે . મિત્ર, પરિવાર ને આનાથી પણ વધારે જે નંુ કોઈ નામ નથી. આજે છે ને રહે શે . તે એટલે ભરત. વિદ્યાર્થીઓ માટે આદર્શ અધ્યાપકને વડીલ જે પછી કોઈ નહીં. - જયે શ


સ્વ. ભરત પટ્ટણી: લોહીલગો મિત્ર–ચિત્રકાર એ મિત્ર તો ખરાં જ. પણ મિત્રથી વિશે ષ વડીલની જવાબદારી નિભાવતા. સરળ અને પ્રેમાળ સ્વભાવ. આજે પણ દિલ અને દિમાગથી સાથે ને સાથે ઉભા જ હોય એવો અનુ ભવ થાય. એવા આ ચિત્રકાર–શિક્ષક. વાત કર્યા વિનાના પાં ચ–સાત દિવસથી વધારે ના થવા દે . મોબાઇલ પર રીંગ વાગે એટલે સમજવાનું ભરતનો જ ફોન હશે . વૉટ્સ એપ પર ઈમે જીસ આવે એટલે સમજવાનું કે ભરતના જ મે સે જ હશે . ઝાડ-પાન, પશુ -પં ખીઓ અને માનવ ફોર્મ થી ચિત્રોની સીરીઝ જો વા મળે . વધારે પડતી કાળી શાહી અને પાણીના ઉપયોગથી બોલ્ડ ફોર્મ અને ડે ફથના ઉપર વધારે ધ્યાન આપી એમણે ચિત્રો બનાવ્યાં છે. તે મજ ઘણા બધા ચિત્રો કલરમાં પણ જો વા મળે . તે માં પણ કાળી શાહી તો ખરી જ. તે ઓ બહુ ઝડપથી ચિત્રો બનાવે . કલર અને કાળી શાહીનો ઉપયોગ એવો જે એમના સ્વભાવ જે વો જ. આ કલરો એક બીજાની અં દર બહુ સરળ રીતે વણાયે લા જો વા મળે . ભરત પટ્ટણી એક સારા પ્રિન્ટમે કર હતા. વિદ્યાર્થીઓની એક ઘરના મે મ્બરની જે મ કાળજી લે . નાનામાં નાની વસ્તુ નું ધ્યાન રાખે . હળવાશ અને ચીવટ બન્ને એમનાં વ્યક્તિત્વનાં પાસાં . ભરતભાઈએ શે ઠ સી. એન. કોલે જમાં અભ્યાસ તો કર્યો જ સાથે એ જ સં સ્થામાં શિક્ષક અને પ્રિન્સીપાલ તરીકે ની ફરજ બજાવી. આજે તે ઓ નથી પણ છતાં હંમે શ એમ જ લાગે કે આ સાથે જ ઊભાં છે. હમણાં મોબાઇલમાં એમનો મે સે જ આવશે . હમણાં ફોન આવશે ને ટીખળ કરશે . આવાં આ લોહીલગા મિત્રની ખોટ પૂ રવી અશક્ય છે. એમના નામની સાથે સ્વર્ગીય શબ્દ મૂ કવો કે સાં ભળવો અઘરો લાગે છે. - જયં તિ રાબડિયા

ઉંમરમાં મારાથી નાનો પણ સમજણમાં ઘણો મોટો એવો જીગરી ભાઇબં ધ કે જે ણે જીવનમાં ક્યારે ય શરદી કે માથું દુ ખવા જે વી ફરીયાદ ન કરી હોય તે વો બાહોશ મિત્ર, જે મને શારીરિક તકલીફ વખતે કાયમ સલાહ આપે એ મિત્ર વિષે ના દુ :ખદ સમાચાર મારા દીકરા વિપુ લે આપ્યા ત્યારે ખૂ બ જ આં ચકો લાગ્યો. હંુ હજુયે માનતો નથી કે ભરત નથી. એના વિચારો, સ્વભાવ, હળવી દાદાગીરી આજે ય મારી આજુબાજુ ફરે છે. મન ભૂ લી નથી શકતું . કાૅ લે જ કંપાઉન્ડમાં હાલ ફરતો હોય તે વું દૃશ્ય ચિત્રકારને તો દે ખાય જ એ સ્વાભાવિક છે. હંુ ઘણા દિવસ પછી હૈ યામાં હીંમત રાખી તે ના ઘે ર ગયો. હૃદય પર પથ્થર રાખી દિકરા પૃ થ્વી અને એના મમ્મીને રડ્યા વગર મળ્યો, જે થી તે ઓ ન રડે . અં દરથી ઘણું રડ્યો, દુ :ખ સાથે એમને મળ્યો, દીલાસો આપ્યો. ઇશ્વર ઇચ્છા સામે માણસ શું કરી શકે … ક્યારે ય ન ભૂ લાય એવો સાથીદાર ગુ માવ્યાનો વસવસો કાયમ રહે શે . ભગવાન એ દિવ્ય આત્માને શાં તિ આપે એ જ પ્રાર્થ ના… રહ્યો માત્ર એનો આભાસ… જય માતાજી - નાગજી પ્રજાપતિ

ભરત એક સારો સહ અધ્યાપક, તે ની સાથે રહીને જે ટલા વર્ષ સહ અધ્યાપન કાર્ય કર્યું , તે યાદગાર બની રહ્યું છે. મારા માટે અને વિદ્યાર્થીઓ માટે પણ... - જીતુ ઓઘાણી


Untitled | 10” x 11” (each) | Ink on paper


આ રીતે … અચાનક એકલા જવાય ? હંુ ભાઇ હતો કે …‘ભાઇબં ધ’ અત્યાર સુ ધી અણસાર પણ આવવા ન દીધો ! થોડા વધુ વખત ધરા પર હોત તો મજા આવત. કારણ… વિદ્યાર્થીઓને જરુર હતી તમારી, આપણી પે ઢીને પ્રેરણાની જરુર હતી તમારી, વડીલ મિત્રોને કંપનીની જરુર હતી તમારી, પણ હવે … નિવૃ ત્તિના ઉંબરે ઊભા રહીને તમે જ કહે લું … “શાં તિથી ચિત્રો કરીશું ” એ ચિત્રોથી બધાને વં ચિત રાખીને જવું જરુરી હતું ? થોડા વધુ વખત ધરા પર હોત તો મજા આવત. થોડું ઓછં ુ પણ સુ ગં ધીદાર, પ્રેરણાસ્રોત સમાન અને લોકપયોગી જીવન માણી નિવૃ ત્તિ લીધી, એ માટે ભાઇ ખૂ બ-ખૂ બ આભાર ભરત !!! - દિને શ પટ્ટણી, તા. ૨૪-૦૪-૨૨



Untitled | 12” x 15” (each) | Colour ink on paper


જીવનના રંગો રે લાવતા ક્યાં ક બ્રશના સ્ટ્રોક પણ... રહી ગયો અધુ રો કે નવાસ - દે વાં ગ વ્યાસ

ભાઈ ભરતને ...... તારા સરળ સુ ગમ છતાં યે અગમ એવાં સું દર ચિત્રાં કનોને સમજવા, ઓળખવાં અને પિછાણવાં અમે અક્ષમ છીએ, છતાં ય માનવ સહજ એવી ઉત્કંઠા સાથે માણીએ, એ અમર ચિત્રાં કનોને . ચાલો આપણે આત્મસાત કરીએ. - મયૂ ર જાની

अपने पद का सदपु योग जो करता है, वह भला, कब मरता है। अपनो के काम आने को जो व्यक्ति, हरदम तत्पर रहता है, वह भला, कब मरता है। उन्हें नमन, शत् शत् नमन। जो गुरु बन जीवन में आए, और साथ लाए ‘ रंग’. रंग जो हमारी पहचान बन गए। उन्हें नमन। शत् शत् नमन। जिन्हे हम पग पग पर याद करते थे, और वह हमें मार्ग दिखाते थे। हम जानते हैं, कहीं दिल के कोने में, वो याद बन कर रहते हैं। वे दू र नहीं। हमारे पास हैं। हमारे साथ हैं। उन्हें नमन। शत् शत् नमन। -Neha & Manish Thakur


Remembering a dear friend-Bharat Pattani Our association with Bharat Pattani goes back to C N College of Fine Arts,where I remember him as a shy, young boy who came to see me paint under the tree when our classes were shut due to students’ strike. His observation was deep and reflecting as here the young boy was getting inspired to pursue fine arts as a career. Thereafter our memories are from M S University’s fine Arts campus. Every morning he would cycle down to the campus while wrapped in a black shawl around his neck. The shawl was nothing fancy but a piece of hand crafted wool from his town and thus he was a boy who remained grounded to his roots yet he leaped into the world of creativity with an ease. He was a people’s person. He knew every one and he greeted everyone around with same warmth. Till his last days, he was a person to us who was always a phone call away, ready for help, willing to share his opinions, always positively. His paintings carried similar ease, warmth and a flow that connected dots, mind and souls. - Sharmila and Rajesh Sagara

Although it is difficult to encompass what Patani sir means to E8, thinking about him brings to mind GRATITUDE. He was a mentor, a friend, and a father figure. He was our family. Under his guidance, we, a small group of 8 students studying at C. N. College, become the first batch to hold a group show under the name E8. After the first show, we held many shows until our last group show in 2010 at Jehangir gallery in Mumbai. Although we had long since graduated, Patani sir never graduated from his role as our teacher and our greatest encourager, traveling with us to each show to provide support and advice. As artists, identity is crucial to our work and sir played a monumental role in shaping who we are individually and as E8. Patani sir’s passion for art and teaching continues to inspire us everyday as we grow and keep learning. We are Eternally be Grateful and he is missed dearly. E8 * Astu • Dhruti • Kajal • Nipa • Namrata • Neha • Saptam • Smita


Untitled | 12” x 15” (each) | Colour ink on paper


PAINTINGS


Formation 8 | 36” x 24” | Mix media on canvas


Untitled 30” x 24” Acrylic on canvas

Untitled 30” x 24” Mix media on canvas


ભાઈ ભરતના દિવ્ય આત્માને શબ્દાં જલિ આશરે ૩૬ વર્ષ પહે લાં ૧૯૮૭માં વડોદરા ફે કલ્ટી ઓફ ફાઈન આર્ટ સમાં ભાઈ ભરતને મળવાનું થયું ત્યારે અમદાવાદથી આદરણીય શ્રી નાગજીભાઈ ચૌહાણ સાહે બે મારા પર એક પત્ર લખીને તે મની જો ડે મોકલાવે લ તે માં મારા પ્રદર્શ ન સં દર્ભે શુ ભે ચ્છાની સાથે . તે મના શિષ્યગણમાં થી ભરત તે જસ્વી કારદીર્દી માટે વડોદરા આવ્યા છે. આ અમારી પહે લી મુ લાકાત. નાગજીભાઈ સાહે બની ભરત માટેની પ્રેમભરી લાગણીથી હંુ મનોમન ખૂ બ ખુ શ થયે લ. આ પછી દરરોજ રીસે ષમાં અન્ય મિત્રો સાથે ભરતને પણ મળવાનું થતું . ભરતની ખાસ ખાસિયાત એ હતી કે કોઈપણ અજાણ્ય વ્યક્તિને તે પ્રથમ વખત મળતા તે તે ના મિત્ર બની જતા ! તે મની વાણીમાં પ્રેમ અને નવીનતા સભર વાણીનું વ્યક્તિતરણ કારણભૂ ત હશે . તે ઓ વ્યક્તિના વ્યક્તિત્વ મુ જબ નીક નામ બનાવીને બોલાવે સામાવાળાને પણ એ ગમી જતું . તે મને વિવિધ વાનગી ખાવામાં અને ખવડાવામાં ખૂ બ આનં દ આવે . તે મનું મિત્ર વૃં દ તે મના વગર અધુ રું ગણાતું . અમારી મિત્ર-કલાકાર અને સહ અધ્યાપક તરીકે ની યાત્રા શે ઠ સી.એન. કોલે જ ઓફ ફાઈન આર્ટ સ ખાતે પણ ચાલુ રહી.ત્યાં ના ગુ રૂજનોની સાથે બે સીને સં સ્થાના ભવિષ્યને ઉજ્જવલ કરવાના અવસરને ખૂ બ ખં ત અને પૂ ર્વ તૈ યારીઓ સાથે અધ્યયન કાર્ય માં જો ડાયે લા રહે તા. તે મનાથી વિદ્યાર્થીઓ સં તુ ષ્ઠ હતા તથા કલાના નવીન તત્વોને ભરત સું દર રીતે વિદ્યાર્થીઓ સમક્ષ મૂ કતા. તે મની યાદ શક્તિ તે જસ્વી હતી. તે મનો ગમો અને અણગમો ખૂ બજ સ્પષ્ટ રહે તો. તે ઓ મનમાં જે કાં ઈ સારું વિચારી લે તા તે કર્યે પાર. ભરતે અને ક કલા પ્રદર્શ નો કરે લ. સતત કામ કરવાની ટેવ અને મિત્રો સાથે વાતો કરતા કરતા ગમતા સર્જનોનો ફાલ ઉતારતા રહે તા. આવા તે જસ્વી મિત્ર બં ધુ ને પ્રભુ એ પોતાના સામ્રાજ્યમાં ઉચ્ચ પદે બોલાવી લીધા. ચોક્કસ પણે દરે ક પક્ષે તે મની ઉણપ વરતાઈ છે. આ પ્રસં ગે તે મના અને ક સ્મરણો સદાયને માટે તે મની એક સ્થિર તસ્વીર પાસે મૌન થઈ ઊભા રહે શે . તે મના કલા સર્જનો ગે લે રીમાં પ્રદર્શીત થશે ત્યારે તે અં ગે થતી પ્રસં શા તે ના કલાકારને શોધતી ફરશે . પ્રભુ મારા મિત્રના દિવં ગત આત્માને તે મની ઈચ્છાઓ મુ જબની વ્યવસ્થામાં જો ડે એવી પ્રાર્થ ના. ૐ શાં તિ.... ૐ શાં તિ.... ૐ શાં તિ.... - રતિલાલ કાસોદરિયા


કદી ન ભૂ લાય તે વા ભરતભાઇ પટણી... નશીબની ખૂ બ સારી રે ખાઓ મારી હથે ળીમાં હશે ત્યારે ભરતભાઇ જે વા મિત્ર મને જીવન પ્રવાસમાં મળ્યા. હંુ એમને વર્ષો થી ઓળખતો હતો પણ ૨૦૦૦ની સાલમાં સી. એન. કલાવિદ્યાલયમાં મે ં ગ્રાફિક્સ વર્ક શોપ યોજ્યો, ત્યારે ભરતભાઇ સાથે મિત્રતા ગાઢ થઇ. જીવં ત વ્યક્તિત્વ, ઉચ્ચકોટિના ચિત્રકાર અને ગ્રાફિક આર્ટીસ્ટ, કર્મ ઠ શિક્ષક અને ઉમદા માનવી… તે મને પગની તકલીફ થઇ, ત્યારે હંુ તે મને ને ચરોપથીની ટ્રીટમે ન્ટ માટે રોજ લઇ જતો. એમની સાથે પસાર કરે લ એ સમય, વિચારોની આપ-લે , આર્ટ ની ચર્ચા … હંુ કદી નહીં ભૂ લૂ , મારા આ આર્ટીસ્ટ મિત્રને આદર પૂ ર્વ ક સલામ… - કાર્તિક ય. શુ ક્લ

Tribute to Bharatbhai A always smiling face and warm heart that was Bharatbhai to me. As an artist and person he came across gentle, kind, patient with relaxed personality. His art is so much a reflection of how sensitive he was. The flow of colours and vivid shapes with aquatic essence definitely impersonated his true imagination of the world around him. I will always remember his facebook posts of early mornings in CN fine arts and good morning wishes with a wonderful picture of himself. He will be missed by family, friends, students with whom he shared a beautiful creative journey. His memories like his art will always be around ,giving us a feel of his presence. - Bharti Prajapati

ભરતભાઈની હયાતી આપણા સૌના દીલો-દીમાગ પર હંમે શા રહે વાની જ. તે નું કારણ, એમનો સ્વભાવ અને યોગદાન. તે મનો સ્વભાવ એકદમ તે મના નામ જે વો જ રહ્યો. એક વ્યક્તિ કે કલાકારનું બીજી વ્યક્તિ કે કલાકાર સાથે ભરત-ગૂં થણ કરી આપે . તે મના આ પ્રયાસોને લઈને કે ટલાયે વિદ્યાર્થીઓની જીવન ગાડી દોડતી થઈ હશે . જ્યારે પણ પટ્ટણી સાહે બના સતસં ગનો લાભ મળ્યો, ત્યારે ચા ની ચુ સ્કી લે તા લે તા કંઈક નવું શીખવાનું , કંઈ ખોટંુ થઈ રહ્યું હોય તે ની ઉગ્ર ટીકા કે કોઈ કામને આગળ વધારવા નવી દિશા, જે વા માર્ગ દર્શ ન સતત મળી રહ્યાં . જે ની કમી હવે હંમે શા રહે શે ... એક નિખાલસ અને પ્રેમાળ ગુ રુમિત્ર-આત્માને હૃદયથી નમન... - ગોપાલ લીમ્બડ, અમદાવાદ, તા. ૨૩-૪-૨૨


Untitled 30” x 24” Acrylic on canvas

Untitled 30” x 24” Mix media on canvas


PRINT-MAKING


Animal Farm-II | 41” x 22” | Etching


Animal Farm-V 17” x 20” Colour wood-cut


Bharat Patani was an exemplary artist - a painter, printmaker, mentor and Principal of Sheth C N College of Fine Arts. He grew-up in Kankrej amidst the landscapes, fields, cows and goats hence he had a strong sense and inclination for such forms that later drew him towards exploring them as a subject. After studying at Sheth C N College of Fine Arts, Ahmedabad and M.S.U. Vadodara, he moved and settled in Ahmedabad and joined Sheth C N College of Fine Arts as a Lecturer in 1995 and continued to sever as a mentor to thousands of students. Bharat Patani’s work attributes and echoes rural identity that he carried within as an artist. Soft yet strong subtle lines, forms, textures and monochromes that he had hold on, made his work distinct and allowed the onlooker to wander in the nuances of his application. He has States and National level awards to his credit, he won the AIFACs and Bombay Art Society awards along with two fellowships. He did many Solo shows and Group shows across India and Abroad. He also attended various State and National level camps. In the year 2019 took charge as the Principal of Sheth C N College of Fine Arts. It was during the same time when COVID 19 shook the world and humanity. In these trying times while we strived to safeguard ourselves in our homes, Bharat Patani once again fully immersed himself in his forms and created artworks in varied size and mediums. Unfortunately in the year 2021 during the second wave, he bid an unexpected goodbye leaving behind a legacy that we all are witnessing today. His passing was a huge loss for the entire art fraternity, the void of which is still felt to this day. As rightly said a true artist never dies; Bharat Patani remains immortal through his Art. - Bharvi Trivedi


ભરત... ક્યારે ય હતાશામાં નહીં જોયે લ મિત્ર, આખા બોલો. માટે થોડો કડવો. બાળકોના સ્વભાવને પારખી લઇ કામ કરાવનાર કલાગુ રુ. ખોટ જરુરથી સાલસે , હંમે શા માટે... - મિલન

ચિત્ર મિત્ર ભરત એવો તે કે વો ભાસ રહે શે , તારા ગયાનો પણ આભાસ રહે શે .. કલાના પગરણમાં ખડે પગે ઊભા રહી, સત્ય સચોટ માર્ગ દર્શા વતો મિત્ર ભરત; આજે તારી એક વર્ષ ની વસમી વિદાય વે ળાએ, અમે ખોઈ બે ઠા છીએ .... એ કલાકાર જે નવતર પ્રયોગોથી પણ જાણીતો હતો. વિદ્યાર્થીઓનો કે વો માનીતો હતો !... રખે ને કોઈની ભાળ, લે વી સં ભાળ લે વી.. એ તારો સ્વભાવ.. ઉપયોગી ...સહયોગી ..છતાં કલાયોગી. પ્રભાવ હે ...મિત્ર ! થોડું અઘરું પડે છે ખોટ પણ વર્તાય છ,ે અધૂ રપ ખાલીપણું પણ શું ? એ સમજાય છે.. કલા સહપાઠીની શરૂઆતથી કલા ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, મિત્ર ક્ષેત્રે તારું રૂપ એક જ રહ્યું... અભાવ વર્તા વવાનો. આભાસ થતો જ રહે શે ... મિત્ર..રત..રત.. ભરત - મનહર કાપડિયા, તા ૨૬-૪-૨૦૨૨

એક ફરિયાદ છે તમને આ રીતે કંઈ ચાલ્યા જવાય? સૌને હસતાં હસાવતાં આમ એકાએક રડતા મૂ કી આમ ચાલ્યા ગયા ક્યાં તમે ? દુ ઃખ કોને કહે વાય તે ની અમને ખબર ન હતી. દુ ખના ડું ગર નીચે મૂ કી આમ ચાલ્યા ગયા ક્યાં તમે ? કુટંુ બનું વટવૃ ક્ષ હતા તમે સમાજમાં ગૌરવવં તુ સ્થાન પામ્યા તમે નોંધારા સૌને મૂ કી આમ ચાલ્યા ગયા ક્યાં તમે ? સૌ ચિત્રકાર મિત્રોના દિશાસૂ ચક હતા તમે આમ સૌને દિશાશૂ ન્ય મૂ કી આમ ચાલ્યા ગયા ક્યાં તમે ? મિત્રો અને વિદ્યાર્થીઓના પ્રેરણાસ્ત્રોત સૌના સલાહકાર રહ્યા તમે આમ સૌ મિત્રોને એકલા મૂ કી આમ ચાલ્યા ગયા ક્યાં તમે ? ભૂ તપૂ ર્વ વિદ્યાર્થી મિત્રોનાં ગૂ ગલ હતા હવે ના મે સે જ કે મે લ થાય!! આમ કાં ઈ રિસાઇ જવાતું હશે ? આમ ચાલ્યા ગયા ક્યાં તમે ? મન નથી માનતું , નથી રહ્યાં તમે એવો તે કે વો ભાસ રહે શે કલાગુ રુ ગુ માવ્યાનો સૌને આભાસ રહે શે આમ ચાલ્યા ગયા ક્યાં તમે ? એ દિવ્ય આત્મા ને કોટી કોટી વં દન. - મધુ બે ન બી પટણી


Friends-1 17” x 20” Colour wood-cut

Friends-2 17” x 20” Colour wood-cut


Bharat Patani 1st June 1963–28th April 2021

Birth Place Thara (North Gujarat) India Qualifications Diploma in Painting from Sheth C.N. College of Fine Arts, Ahmedabad—1988 Post Diploma in Print-making (Graphics) from Faculty of Fine Arts (M.S.University), Vadodara—1990 Lecturer in painting department Sheth C.N. College of Fine Arts, Ahemdabad—(1995 to 2021) Principal at Sheth C.N. College of Fine Arts, Ahemdabad—(2019 to 2021)

Awards • AIFACS Award (National Level), New Delhi—2005 • AIFACS Award (State Level), Ahmedabad—2002 • AIFACS Award (State Level), Ahmedabad—2003 • State Art Exhibition of Gujarat Lalitkala Academy, Ahmedabad—1987, 1993, 1995, 1999, 2002, 2005, 2009, 2012, 2015 • National Youth Art Exhibition, Calcutta—1987 • Ahmedabad Municipal Corporation, Ahmedabad—1991 • Bombay Art Society, Mumbai—1996 (Certificate of Merit) Solo Shows • Ravishankar Raval Art Gallery, Ahmedabad —December 1993, January 1996, July 1996, May 1999, September 2017 • Artist Centre, Mumbai—1993 • Contemporary Art Gallery, Ahmedabad —December 1997, September 1998, March 1999, January 2006, January 2007, January 2008 • Jehangir Art Gallery, Mumbai—1999, 2010 • Museum Art Gallery. Mumbai—2006 • The Gallery, Ahmdavad Ni Gufa, Ahmedabad, —December 2015 • Jawahar Kala Kendra, Jaipur—March 2017


Group Shows • Many Group Shows at Ahmedabad, Vadodara, Porbandar, Jamnagar, Rajkot, Surat, Mumbai, Pune, Banglore, Calcutta, Delhi, Chandigarh, Jaipur, Udaipur, Jodhpur, Khajuraho, Ujjain, Bhopal, Pune, Bhuvneshwar, Lucknow, Chennai, Finland, Korea, Taiwan, Japan and Egypt. Foreign Tour and Painting Show • Painting Show at Viapolo Art Center, Valkeakoski, Finland (Europe)—March 2009 Camp Attended • Students camp of Drawing & Sketches by Lalitkala Academy of Gujarat, Ambaji & Mount Abu—1985 • “Komi Ekta” Roll Painting Camp of Artists by LalitKala Academy of Gujarat, Ahmedabad—1986–87 • Print-making (Etching) camp with ”Jaquin Capa” (Span) at, M.S.University, Vadodara—1989 • Print-making (Etching) camp with ”Jaquin Capa” (Span) and ”Moonir” (Bangladesh) at M.S.University, Vadodara—1990 • (Lithography) camp with American Artist “Charls Stroh” at M.S.University, Vadodara—1990 • Artist camp of paintings by Gujarat Lalitkala Academy, Junagadh (Gujarat)—1991 • Painting and Drawing camp by Gujarat Lalitkala Academy, Junagadh (Gujarat)—1992 • Youth Artist camp of Landscape, Mount Abu—March 1993 • Y .K. Shukla Print-making (Linocut) workshop, Ahmedabad—2000 • Y. K. Shukla Print-making (Etching) Workshop, Ahmedabad—2002

• Artist camp by National Lalitkala Academy, Lucknow—2000 • Artist camp by National Lalitkala Academy, Lucknow—2004 • Pethapur Street Drawings camp—2002 • Ahmedabad Heritage Drawing camp—2003 • National Artist Camp of Painting, Jammu—2006. • Etching workshop at SGVP international school, Ahmedabad—2015 • Etching workshop at Kanoria Art Center by ICAC Mumbai—2012 • Woodcut Workshop at Lailtkala Academy, Ahmedabad,—2016 • Woodcut Workshop at Lailtkala Academy, Ahmedabad—2017 • Woodcut workshop by Gujarat Lalitkala Academy, Ahmedabad—2019 • Painting workshop by Gujarat Lalitkala Academy, Vidhyanagar—2015 • National Artist Camp of painting, Ahmedabad—2019. Fellowship • State Fellowship Young Artist by Gujarat Lalitkala Academy—2001–2002 • State Scholarship by Gujarat Lalitkala Academy, Gandhinagar—1988 to 1990 Address E/4 Shagun Plaza, Opp. Goyal Plaza, Judges Bungalow Road, Vastrapur, Ahmedabad-380015 (India) Email patanibharat@gmail.com Contact 8000938899, 8000211033, 9376111033


Bharat Patani Contact 8000938899, 8000211033, 9376111033 Email patanibharat@gmail.com


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.