ફીલિંગ્સનો જૂન મહિનાનો અંક રજૂ થઇ ચૂક્યો છે, જે વાચકોને આપણા ગુજરાતની રાજધાની ગાંધીનગરની સહેલ કરાવશે. ગાંધીનગર શહેરની સહેલ એટલે વિવિધતા જ વિવિધતા. અક્ષરધામ, સચિવાલય, વિધાનસભા, સેન્ટ્રલ વિસ્ટા, દાંડી કુટિર, સિગ્નેચર બ્રિજ, મહાત્મા મંદિર, વાયબ્રન્ટ એક્ઝિબિશન સેન્ટર, સરિતા ઉદ્યાન, ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, બટરફ્લાય ગાર્ડન, ત્રિમંદિર, અડાલજની વાવ, ઉવાર-સદની વાવ, ગિફ્ટ સિટી, રેલવે સ્ટેશન, પાલજની હોળી, રૂપાલની પલ્લી, લાઈબ્રેરી... કેટલું બધું છે આ શહેરમાં... આડા ઊભા રસ્તા વચ્ચે વહેંચાયેલું આ શહેર સર્કલોનું નગર પણ કહેવાય છે... આ છોટા પેકેટ બડા ધમાકા જેવા ગાંધીનગર શહેરની સહેલ કરવી વાચકોને જરૂર ગમશે. ગાંધીનગરની સહેલ કરી આ અંક થકી વાચકો અમદાવાદ જઇ ચ્હાની ચૂસકીથી ગુજરાતી નાસ્તા અને છપ્પનભોગ જેવી થાળીનો રસસભર સ્વાદ પણ માણી શકશે. જી હા, બિઝનેસ કેપિટલ બાદ હવે ફૂડ કેપિટલ બની ચૂકેલ અમદાવાદની રસીલી વાતો આ અંકમાં સુપેરે રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત આ અંકમાં રહેલ પ્રેરણાદાયી લેખો, સાંપ્રત લેખ તેમજ રેગ્યુલર કોલમો પણ રસપ્રદ અને માહિતીપ્રદ છે.
Read this Special Issue online at
https://www.feelingsmultimedia.com/e-magazine/