વર્ષ : ૦૪ અંક : ૬ સળંગ અંક : ૩૮ • જૂ ન ૨૦૧૬
છૂ ટક કિંમત ઃ _ 15
“
હિંદ સ્વરાજ મેં મારા મરહૂમ મિત્ર દા. પ્રાણજીવનદાસ મહે તાને માટે લખેલું. તેઓ એક કાળે હિંસામાં માનનારા હતા વાચક : પ્રાણજીવન મહે તા લંડનમાં, 1911 અને હિંદ સ્વરાજ માં રજૂ કરે લી તમામ દલીલ એમની જોડેના મારા વાર્તાલાપ અને ચર્ચાને જેમની તેમ ઉતારીને મૂકવા ઉપરાંત કશું નથી. તેઓ મને બુદ્ધિમાં મંદ ગણતા, પણ તેમના હૃદયને સ્પર્શ કરીને હં ુ તેમના વિચાર ફે રવી શક્યો હતો.
”
અધિપતિ : ગાંધીજી લંડનમાં, 1909
વર્ષ : ૦૪ અંક : ૬ સળંગ અંક : ૩૮ • જૂ ન ૨૦૧૬ છૂ ટક કિંમત ઃ _ 15
તંત્રી
વિવેક દેસાઈ સંપાદક
કેતન રૂપેરા પરામર્શક
કપિલ રાવલ સાજસજ્જા
અપૂર્વ આશર ભાષાશુદ્ધિ
૧. હિંદ સ્વરાજ ઉત્સવ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૧૬૩ ૨. હિંદ સ્વરાજ અંગે મો. ક. ગાંધીની પ્રસ્તાવના . . . . . . . . . . . . . . . . . . . . . . ૧૬૫ ૩. ત્રણ શુદ્ધ બળિદાન. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . પ્યારે લાલ . . ૧૭૦ ૪. ગાંધીદૃષ્ટિ ઃ નઈતાલીમ. . . . . . . . . . . . . . . . . . . . . . . સં. મ. જો. પટેલ . . ૧૭૨ ૫. હે લ્થ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . બાપાલાલ ગ. વૈદ્ય . . ૧૭૯ ૬. પુસ્તક પરિચય ઃ પુરુષાર્થ પોતાનો : પ્રસાદ પ્રભુનો. . મનુભાઈ પંચોળી ‘દર્શક’ . . ૧૮૪ એક પ્રકરણ ઃ વડાં પ્રધાનની મુલાકાત. . . . . . . . .ડાૅ. એચ. એલ. ત્રિવેદી . . ૧૮૭
અશોક પંડ્યા
૭. પુસ્તક પરિચય (સંિક્ષપ્ત) . . . . . . . . . . . . . . . . . . . . . . . . કેતન રૂપેરા . . ૧૯૦
આવરણ ૧
૮. ગાંધીજીની દિનવારી ઃ ૧૦૦ વર્ષ પહે લાં. . . . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ . . ૧૯૩
ગાંધી સેવા સંઘના અધિવેશનના ભાષણ–૪માંથી, મલીકાંદા ૨૨, ફે બ્રુઆરી ૧૯૪૦ [ગાં. અ. ૭૧ ઃ ૨૮૮] આવરણ ૪
મો. ક. ગાંધીનો યુરોપ પ્રવાસનો અનુભવ [નવજીવન, ૩ જાન્યુઆરી, ૧૯૩૨] વાર્ષિક લવાજમ ઃ
_ ૧૫૦/- (દેશમાં) _ ૧૫૦૦/- (વિદેશમાં) પ્રતિભાવ/લવાજમ મોકલવાનું સરનામું
વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ ૦૭૯૪ – ૨૭૫૪૨૬૩૪
e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.
સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે. સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [ ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.
162
હિ�દ સ્વરાજ ઉત્સવ
નવજીવનમાં એકસાથે દસ આવૃત્તિઓનું લોકાર્પણ હિંદ સ્વરાજ અને ગાંધીજી. આ બંનેનો ઉલ્લેખ સાથે થાય ત્યારે સંવાદ કરતાં વિસંવાદ અને ચર્ચા કરતાં વિવાદની સંભાવના વધુ ઘેરી બની રહે . આ પુસ્તકની સમીક્ષા બાબતે વિરોધાભાસ અને વૈવિધ્ય પણ કેવાં કે પોતાના રાજકીય ગુરુ અને તત્કાલીન હિંદના વરિષ્ઠ રાજનેતા ગોપાલકૃ ષ્ણ ગોખલેએ જ ેને ‘મૂરખ માણસની કૃ તિ’ કહી હતી એ હિંદ સ્વરાજ, તો બ્રિટિશ યુદ્ધ લેખિકા કુ મારી ઇરે ન રે થબોને જ ેને ‘પ્રચંડ પ્રભાવવાળું પુસ્તક’ કહ્યું હતું એ હિંદ સ્વરાજ. ગાંધીજીએ પોતે લખેલું પહે લું પુસ્તક હિંદ સ્વરાજ અને તેમ છતાં જીવનનાં અંત સુધીનાં તેમનાં સઘળાં લખાણોના સાર કે પ્રસ્તાવનારૂપ કહે વાય છે એ પણ હિંદ સ્વરાજ. પોતે નાનકડું પુસ્તક હોવા છતાં દસેક પ્રસ્તાવનાઓ ધરાવતું હિંદ સ્વરાજ તો વિશ્વભરનાં લખાણોને ધ્યાને રાખતાં જ ેના પર અનેક ગ્રંથોનું સંકલન-સંપાદન થાય એવું હિંદ સ્વરાજ. કહે વાતા વિકાસની પાછળ આપણી દોટ જોતાં રે લવે, ઇસ્પિતાલ, યંત્રો અને ઉદ્યોગો, પાર્લમેન્ટ. . . જ ેવા મુદ્ દે અગાઉ ક્યારે ય ન વ્યક્ત થયા હોય એવા સટીક વિચારો દર્શાવતું હિંદ સ્વરાજ તો ખરો સુધારો શું છે ને સ્વરાજ શેમાં સમાયેલું છે તેની પ્રતીતિ વાચક-અધિપતિના સંવાદ દ્વારા—ગાંધીજીના મતે ગુજરાતીમાં તો ‘કઠણ વિષયોને સરળ બનાવવાની સરસમાં સરસ રીત’ જ આ છે.—કરાવતું હિંદ સ્વરાજ. . .
આ અને આવાં તો અનેક સીમાચિહ્નો ધરાવતા હિંદ સ્વરાજ (૧૯૦૯) ની શતાબ્દી આવૃત્તિ ગાંધીજીના
હસ્તાક્ષરોમાં અને સાથે તેના મૂળ ગુજરાતી ઉપરાંત હિન્દી અને અંગ્રેજી અનુવાદ સાથે પ્રકાશિત થઈ હતી. આ આવૃત્તિમાં કેટલીક પ્રસ્તાવનાઓ અને અન્ય સામગ્રી ઉમેરીને કરે લા નવસંસ્કરણનો ઉત્સવ તા.૧૫ જૂ ન ને ૨૦૧૬ના રોજ નવજીવનમાં યોજાયો હતો. નવજીવનના પૂર્વ મૅનેજિગ ં ટ્રસ્ટી જિતેન્દ્ર દેસાઈના સ્મરણમાં બંધાયેલા જિતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હાૅલમાં આ મુખ્ય આવૃત્તિ ઉપરાંત ચાર ઈબુક સહિત કુ લ દસ नवजीवनનો અક્ષરદેહ [ જૂ ન 2016]
163
હિંદ સ્વરાજનાં કેટલાંક પૃષ્ઠ અને મહાનુભાવોના વિચારોની ઝલક
હિંદ સ્વરાજ અંગે ચિત્રકાર હિંડોલ બ્રહ્મભટ્ટની કૃ તિઓનું પ્રદર્શન
આવૃત્તિઓનું વિમોચન1 અને સત્ય આર્ટ ગૅલરીમાં હિંદ સ્વરાજ પર ચિત્રકાર હિંડોલ બ્રહ્મભટ્ટનાં ચિત્રોની પ્રદર્શની ખુલ્લી મુકાઈ હતી. નવજીવનના મૅનેજિગ ં ટ્રસ્ટી વિવેક દેસાઈએ આ પ્રસંગને ૨૦૧૯માં નવજીવનનાં ૧૦૦ વર્ષ અને ગાંધીજીની ૧૫૦મી જયંતીના અવસરની ઉજવણીના પ્રથમ ચરણરૂપ ગણાવ્યો હતો. ૧૫મી જૂ ને આ કાર્યક્રમ યોજવાનું નિમિત્ત જણાવતા નવજીવન અને ગૂજરાત વિદ્યાપીઠ સાથે સમાંતરે ગાઢપણે સંકળાયેલા ઠાકોરભાઈ દેસાઈને તેમની પુણ્યતિથિએ યાદ કર્યા હતા સંવર્ધિત આવૃત્તિ તૈયાર કરવા સાથે સંકળાયેલા અપૂર્વ આશર, જયંત મેઘાણી અને સોહમ પટેલનો આભાર માન્યો હતો. સુંદર છપાઈ માટે કલ્પેશ પટેલ અને આવરણ તૈયાર કરવા બદલ મહે ન્દ્ર મિસ્ત્રીનો પણ આભાર માન્યો હતો. હિંદ સ્વરાજ ના અભ્યાસી દીપક સોલિયા અને નવજીવન સાથે gandhi 150 (ગાંધી વનફિફ્ટી) પ્રકલ્પમાં સંકળાયેલા પ્રણવ અધ્યારુએ હિંદ સ્વરાજ ના વાચક-અધિપતિ સંવાદના કેટલાક અંશોનું વાચિકમ કરતા કાર્યક્રમ રસપ્રદ રીતે આગળ વધ્યો હતો. એ પછી દીપક સોલિયાએ સાંપ્રત સમસ્યાઓ સાથે હિંદ સ્વરાજ ને સાંકળીને આમંત્રિતો સાથે સંવાદ સાધ્યો હતો. ગાંધીવિચાર, પત્રકારત્વ, શિક્ષણ, સાહિત્ય, પ્રકાશન સહિત વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા અનેક મહાનુભાવો સાથેના આ સંવાદમાં હિંદ સ્વરાજ ‘મમ્મીએ બનાવેલી સ્વાદિષ્ટ રસોઈ’ અને વાચકો એટલે કે ઉપસ્થિત સૌ ‘રમવામાં જ જીવ હોવાના કારણે જમવા ન બેસતાં બાળકો’ની ઉપમા પામ્યાં હતાં. તેનો રસાસ્વાદ કરાવતા સોલિયાએ જણાવ્યું કે મમ્મી ગમે એટલું કહે શે, કોળિયો લઈને બાળકની પાછળ પડશે તોય રમવામાં રચ્યુંપચ્યું હશે તો બાળક નહીં ખાય તે નહીં જ ખાય પણ જ્યારે એને કકડીને ભૂખ લાગશે ત્યારે જાતે જ ખાવા બેસી જશે. આપણેય કોઈક દિવસ હિંદ સ્વરાજ સુધી આ રીતે જ પહોંચીશું. ઉત્તરોત્તર રસપ્રદ બનતા જતા આ સંવાદમાં સોલિયાએ કહ્યું કે હિંદ સ્વરાજ માં ટીકા કરવા જ ેવા કેટલાક મુદ્દા જરૂર છે, વખતોવખત ગુજરાતમાં અને દુનિયાભરમાં વિદ્વાનોએ તેની ટીકાય કરી છે, પણ તેમાં જ ે મુદ્દા ગાંધીજીએ ચર્ચ્યા છે તેને અવગણી શકાય એમ તો નથી જ. ગાંધીજીએ ખુદ, પ્રસ્તાવનામાં કહ્યું છે કે 1. ૧. સંવર્ધિત શતાબ્દી આવૃત્તિ–હાથકાગળ ૨. સંવર્ધિત શતાબ્દી આવૃત્તિ–મેપલીથો કાગળ ૩. હસ્તાક્ષર આવૃત્તિ ૪. હિંદ સ્વરાજ–ગુજરાતી ૫. Hindswaraj or Indian Home Rule (અંગ્રેજી) ૬. हिन्द स्वराज (હિન્દી) ૭. હસ્તાક્ષર આવૃત્તિ E-Book ૮ – ૯ – ૧૦. હિંદ સ્વરાજ–ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીની e-book 164
[ જૂ ન 2016] नवजीवनનો અક્ષરદેહ
વાચકો ‘એમ ન માની બેસે કે આ પુસ્તકમાં જ ે સ્વરાજનો ચિતાર આપ્યો છે તેવા સ્વરાજની સ્થાપના માટે’ હં ુ આજ ે પ્રયત્ન કરી રહ્યો છુ .ં હં ુ રે લવે, ઇસ્પિતાલો કે અદાલતોનો ‘નાશ કરવાનું ધ્યેય નથી સેવતો, જોકે તેમનો કુ દરતી રીતે નાશ થાય તો હં ુ તેને અવશ્ય વધાવી લઉં. . .. એવું પરિણામ આવે તો મને બહુ ગમે ખરું.’ અને તમે જુ ઓ કે ગાંધીજીએ ત્યાર પછી ભારતભરમાં રે લવેમાં જ સૌથી વધુ પ્રવાસ કર્યો. એટલે તો એમણે આ બધાંને અનિષ્ટ પણ અપરિહાર્ય ગણાવ્યાં હતાં. ચાલુ વર્ષે પડેલી કાળઝાળ ગરમીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે હજારો વર્ષ પહે લાં આપણાં જ ે ઝૂંપડાં હતાં તે આપણે કાયમ રાખ્યાં એવી વાત છે હિંદ સ્વરાજ માં, આજ ે તમે જુ ઓ કે ઈંટ, કપચી ને રે તીથી જ ે પ્રકારની બાંધણીનાં ઘર બને છે એ ગરમી સામે રક્ષણ નથી આપી શકતાં ને ઠડં ક માટે એસી રાખવા પડે છે, તો એ બહારની ગરમીમાં વધારો કરે છે. આજના સમય સાથે સાંકળી શકાય એવા અનેક મુદ્દા છે હિંદ સ્વરાજ માં. આજ નહીં તો બે વર્ષે, પાંચ વર્ષે, દસ વર્ષે આપણે એ રસ્તે વળવું પડશે, એ વિના છૂ ટકો નથી.
હિ�દ સ્વરાજ અંગે મો. ક. ગાંધીની પ્રસ્તાવના [પહે લી અંગ્રેજી આવૃત્તિ, દક્ષિણ આફ્રિકા : ઇન્ટરનૅશનલ પ્રિન્ટગ િં પ્રેસ, ૧૯૧૦] [જોહાનિસબર્ગ, માર્ચ ૨૦, ૧૯૧૦]
કાંઈક અચકાતાં છતાં હંુ હિંદ સ્વરાજનો તરજુ મો લોકો આગળ મૂકું છુ .ં એક ગોરા મિત્ર1ની સાથે હંુ એ વિષય
પર ચર્ચા ચલાવતો હતો ત્યારે તેણે તેનો તરજુ મો જોવા જણાવતાં, થોડો થોડો વખત બચાવીને મેં તે (તરજુ મો) ઉતરાવ્યો. અને તેણે તે લખી લીધો. તે શબ્દે શબ્દ નથી, છતાં અસલનું ખરું સ્વરૂપ તેમાં જાળવવામાં આવ્યું છે. કેટલાક અંગ્રેજ મિત્રોએ તે વાંચ્યો છે, અને છપાવવા સંબંધમાં તેમનો મત પૂછવામાં આવ્યો હતો. દરમિયાન ખબર પડી કે ગુજરાતી પુસ્તક હિંદુસ્તાનમાં જપ્ત કરવામાં આવ્યું છે. આ ખબરથી તરજુ મો છાપવાના ઠરાવ પર એક ક્ષણની ઢીલ કર્યા વગર આવવું પડયું છે. ઇન્ટરનૅશનલ પ્રિન્ટગ િં પ્રેસના મારા સહકારીઓ મારા મતને મળતા થયા, અને તેમણે સેવાના પ્રેમને લીધે રાતવરત કામ કરીને અણધાર્યા ટૂકં વખતમાં પ્રગટ કરવાને મને શ�ક્તમાન કર્યો છે. બેઠલ ે દામે તે વેચવામાં આવશે; છતાં જ ે હિંદીઓએ પોતા વાસ્તે અને લોકોમાં ફે લાવવા માટે કેટલીક નકલો લેવા વચન આપ્યું છે તેમની મદદ વગર આ પુસ્તક પ્રસિદ્ધ ન થઈ શક્યું હોત. અસલ લેખમાંની કેટલીક અપૂર્ણતાથી હં ુ સારી પેઠ ે વાકેફગાર છુ .ં તરજુ મામાં તે કાયમ રહે શે. તે ઉપરાંત અસલનો ભાવાર્થ અંગ્રેજીમાં અદલાઅદલ ન બતાવી શકાવાથી તેમાં વધારો થવા સંભવ છે. લખાણને સંવાદનું રૂપ આપવા સામે કેટલાક મિત્રો, જ ેમણે તરજુ મો વાંચ્યો છે, તેમણે વાંધો બતાવ્યો હતો. તેમને હં ુ એટલો જ જવાબ આપી શકું છુ ં કે એ રૂપ આપવાનું ગુજરાતીમાં સહે લાઈથી બની શકે છે, તેમ જ કઠણ વિષયોને સરળ બનાવવાની સરસમાં સરસ રીત એ જ છે. જો એ વિષય અંગ્રેજી વાચકો સારુ મેં લખ્યો હોત તો હં ુ તેને બીજી રીતે ઘડત. વળી જ ે સંવાદ આપવામાં આવ્યો છે તે કેટલાક મિત્રો, જ ેમાંના ઘણાખરા ઇન્ડિયન 1. હરમન કૅલનબૅક. ગાંધીજીએ તેમના માટે હિંદ સ્વરાજનો અંગ્રેજી અનુવાદ કર્યો હતો. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને ટાૅલ્સ્ટાૅય વાડી માટે મોટી જમીન તેમણે આપી હતી. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં પણ તેઓ ગાંધીજીની સાથે હતા. સં.
नवजीवनનો અક્ષરદેહ [ જૂ ન 2016]
165
ઓપિનિયનના વાંચનારા છે, તેમની અને મારી વચ્ચે ખરે ખર ચાલ્યો હતો. હિંદ સ્વરાજમાં દર્શાવ્યા છે તે વિચારો હં ુ પોતે ધરાવું છુ .ં પણ એટલું કહે વું જોઈએ કે મેં તેમાં હિંદના મહાન તત્ત્વવેત્તાઓ ઉપરાંત ટાૅલ્સ્ટાૅય, રસ્કિન, થોરો, એમર્સન અને બીજા લેખકોને મારી સમજ પ્રમાણે અનુસરવા જ કોશિશ કરી છે. કેટલાંક વર્ષો થયાં ટાૅલ્સ્ટાૅય મારા શિક્ષક તરીકે નીવડેલ છે. આ તરજુ મામાં જણાવેલા વિચારોનું જ ેને પ્રતિપાદન જોઈતું હોય તેમના માટે ઉપર જણાવેલા મહાન નરોનાં કેટલાંક પુસ્તકની યાદી પુરવણીમાં આપી છે. હિંદ સ્વરાજ હિંદુસ્તાનમાં શા માટે જપ્ત કરવામાં આવ્યું છે તે હં ુ જાણતો નથી. મારે હિસાબે તો તે કામથી બ્રિટિશ રાજથી દર્શાવાતા સુધારાનું વધુ ખંડન થાય છે. તેમાં બળાત્કારને છાંટાભાર ઉત્તેજન નથી. બેશક બ્રિટિશ સરકારની પદ્ધતિને સખત રીતે વખોડી છે. પણ તેમ ન કરું તો સત્યનો, હિંદનો અને બ્રિટિશ રાજ કે જ ેને હં ુ વફાદાર છુ ં તેનો હં ુ દ્રોહી બનું. વફાદારીના મારા ખ્યાલમાં ચાલુ રાજનીતિ અથવા સરકારને નીતિ-અનીતિના વિચાર વગર કબૂલ રાખવાનો સમાવેશ નથી. મારો તે ખ્યાલ સરકારની હાલની નીતિ અથવા ન્યાયવૃત્તિ પર અવલંબતો નથી, પણ હાલ સરકાર જ ે નીતિ અને ન્યાયવૃત્તિનો આડબ ં ર કરે છે, અને આભાસ પાડે છે, તે નીતિ અને ન્યાયવૃત્તિને સરકાર ભવિષ્યમાં અમલમાં મૂકશે એવી માન્યતા પર અવલંબે છે. પણ મારે ખુલ્લા દિલે કબૂલ કરવું જોઈએ કે હિંદુસ્તાનના પ્રાચીન સુધારાની મને જ ેટલી ફિકર છે તેટલી બ્રિટિશ રાજનું શું થશે તેની નથી. કેમ કે મારા મત પ્રમાણે દુનિયાને હિંદી સુધારો અમૂલ્યમાં અમૂલ્ય છે. હિંદમાં બ્રિટિશ રાજ એ આધુનિક સુધારાની અને પ્રાચીન સુધારાની વચ્ચેનું યુદ્ધ સૂચવે છે. આધુનિક સુધારો તે શેતાનનું રાજ છે. પ્રાચીન સુધારો તે ખુદાનું રાજ છે. પહે લો રાક્ષસી છે, બીજો દેવતાઈ છે. એક યુદ્ધ સૂચવે છે, બીજો પ્રેમ સૂચવે છે. મારા દેશી ભાઈઓ કહે છે કે આધુનિક સુધારાની બદીનું કારણ અંગ્રેજ લોકો છે, અને તેથી તેઓ માને છે કે ખરાબ અંગ્રેજ લોકો છે, નહીં કે તેમનો સુધારો. આ તેમની માન્યતા આપઘાતક છે, અને જો તેઓ માત્ર પોતાના પ્રતાપી સુધારા તરફ વળે તો અંગ્રેજો તે ગ્રહણ કરી હિંદીવાન બની જાય, અને નહીં તો નવરા બની ચાલ્યા જાય, એ બતાવવા હિંદ સ્વરાજ લખવામાં આવ્યું છે.ે પ્રથમ તે તરજુ મો ઇ�ન્ડયન ઓપિનિયનમાં છાપવાનો વિચાર રાખવામાં આવ્યો હતો, પણ અસલ (ગુજરાતી) જપ્ત થવાથી તેમ કરવાનું ઠીક લાગ્યું નહીં. ઇ�ન્ડયન ઓપિનિયન તે સત્યાગ્રહની લડતનું વાજિત્રં છે, અને દક્ષિણ આફ્રિકાના હિંદીની હાડમારીઓનો પોકાર ફે લાવે છે. તેથી જ ે વિચારો મારા અંગત છે, અને ભયંકર અથવા બેવફા પણ કદાચ ગણવામાં આવે તે વિચારોને લોકોના વાજિત્રં દ્વારા પ્રગટ કરવાનું યોગ્ય લાગ્યું નહીં. લડત સાથે બિલકુ લ સંબંધ નથી એવા મારા કામને લડત સાથે સામેલ ન કરવા હં ુ કુ દરતી રીતે આતુર છુ .ં બળાત્કારની રીતો દક્ષિણ આફ્રિકામાં પણ લોકપ્રિય થવાનો ભય મેં ન જોયો હોત, અને હિંદની નૅશનાલિસ્ટ હિલચાલ પર મારા વિચારો જણાવવાને મારા સેંકડો દેશી ભાઈઓ, અને કેટલાક અંગ્રેજ મિત્રોએ માંગણી ન કરી હોત તો લડતની ખાતર, મારા વિચારો લખી કાઢવાનું હં ુ મોકૂફ પણ રાખત, પણ ઉપરની બીના જોતાં આ વિચારો પ્રગટ કરવાનું મુલતવી રાખવું એ મારી સ્થિતિને લઈને મારા માટે હિચકારાપણું ગણાય. ઇ�ન્ડયન ઓપિનિયન, ૨–૪–૧૯૧૦ [મૂળ ગુજરાતી] 166
[ જૂ ન 2016] नवजीवनનો અક્ષરદેહ
હિ�દ સ્વરાજ [બીજી ગુજરાતી આવૃત્તિ, દક્ષિણ આફ્રિકા : ઇન્ટરનૅશનલ પ્રિન્ટગ િં પ્રેસ, ૧૯૧૪]
હિંદ સ્વરાજ મેં ૧૯૦૯ની સાલમાં વિલાયતથી આવતાં સ્ટીમર ઉપર લખ્યું. તે મુંબઈ ઇલાકામાં જપ્ત
થવાથી તેનો તરજુ મો મેં દસમી સાલમાં બહાર પાડ્યો. તેમાં જણાવેલા વિચારો પ્રગટ થવાને લગભગ પાંચ વરસ થયાં. તે દરમિયાન તે માંહેના વિચારો વિશે મારી સાથે ઘણા માણસોએ ચર્ચા કરી. ઇંગ્રેજી તેમ જ હિંદી ગૃહસ્થોએ પત્રવહે વાર ચલાવ્યો. ઘણાએ મતભેદ જણાવ્યા. છતાં મેં જ ે વિચારો દર્શાવ્યા છે તે પરિણામે વધારે મજબૂત થયા છે. મને જો વખત હોય તો હં ુ તે જ વિચારો દાખલાદલીલ સાથે વધારે લંબાવી શકું. તેમાં ફે રફાર કરવાનું મને ભાસતું જ નથી. હિંદ સ્વરાજ ની બીજી આવૃત્તિની માગણી ઘણાઓ તરફથી થઈ છે તેથી ફિનિક્સમાં નિવાસ કરી રહે લા જનોએ અને નિશાળિયાઓએ માત્ર ઉત્સાહમાં અને પ્રેમભાવમાં જ્યારે ત્યારે વખત કાઢી બીજી આવૃત્તિ છાપી છે. એક જ વાત ઉપર ટીકા કરવાનું મને મન થાય છે. મારે કાને એવા ભણકારા પડ્યા છે કે જોકે હિંદ સ્વરાજ નું શિક્ષણ કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થિતિમાં શરીરબળ વાપરવા તરફ નથી અને સદાય આત્મબળથી ધારે લું પાર પાડવા તરફ છે. તોપણ તે શિક્ષણનું પરિણામ ઇંગ્રેજો તરફ તિરસ્કાર ઉત્પન્ન કરવાનું અને તેઓની સાથે દારૂગોળાથી લડી અથવા તેઓને બીજી રીતે મારી હિંદમાંથી હાંકી કાઢવાના વિચાર ઉત્પન્ન કરવાનું આવેલું છે. આ જાણી હં ુ દુ:ખી થયો છુ .ં હિંદ સ્વરાજ લખવાનો એ હે તુ જરાયે ન હતો અને જ ેઓએ ઉપર પ્રમાણે વિચાર તે લખાણમાંથી ઘટાવી કાઢ્યા છે તેઓ તે લખાણ બિલકુ લ નથી સમજ્યા એમ જ મારે કહે વું જોઈએ. હં ુ પોતે ઇંગ્રેજો અથવા તો કોઈ પણ પ્રજા કે માનવી તરફ તિરસ્કારની નજરે જોતો નથી. જીવમાત્ર, જ ેમ મહાસાગરમાં રહે લાં બધાં બિંદુ એક જ છે તેમ, એક જ છે. જીવસાગરમાં રહે લા આપણે બધા જીવો એક જ અને બહુ જ ઘાડ સંબંધ રાખનાર છીએ એમ માનું છુ .ં જ ે બિંદુ નોખું થાય તે સુકાઈ જાય છે તેમ જ ે જીવ પોતાને બીજા કરતાં નોખો માને છે તે બિંદુની માફક નાશ પામે છે. હં ુ તો યુરોપના આજકાલના સુધારાનો કટ્ટો દુશ્મન છુ .ં તે વિચાર હિંદ સ્વરાજ માં ખીલવવા પ્રયત્ન કર્યો છે. અને બતાવ્યું છે કે હિંદની કઠણ દશાને સારુ ઇંગ્રેજો દોષિત નથી પણ આપણે જ ેઓએ આધુનિક સુધારો કબૂલ કર્યો છે તેઓ છે. જ્યારે આપણે તે સુધારો છોડી પ્રાચીન સુધારો જ ેમાં ખરી ધર્મનીતિનો સમાસ થઈ જાય છે તે પાછો ગ્રહણ કરીએ તો હિંદ આજ ે જ મુક્તિ પામી શકે છે. દુન્યવી પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈ ધાર્મિક પ્રવૃત્તિ લેવી એ હિંદ સ્વરાજ સમજવાની ચાવી છે. આ પ્રવૃત્તિમાં કોઈ પણ કાળે કાળા કે ગોરા કોઈ પણ મનુષ્યની કોઈ પણ પ્રકારે હિંસા કરવાનો સમાવેશ થાય જ નહીં. ઇન્ડિયન ઓપિનિયન, ૨૯ – ૪ – ૧૯૧૪ [મૂળ ગુજરાતી]
नवजीवनનો અક્ષરદેહ [ જૂ ન 2016]
167
પ્રસ્તાવના [ હિંદમાં પહે લી અંગ્રેજી આવૃત્તિ, મદ્રાસ : ગણેશ ઍન્ડ કંપની, ૧૯૧૯ ] મુંબઈ, મે ૨૮, ૧૯૧૯
આ નાનકડું પુસ્તક હંુ એક કરતાં વધારે વાર ફરી ફરીને વાંચી ચૂક્યો છુ .ં આ વખતે આ પુસ્તક એમ ને
એમ પ્રકાશિત કરવું આવશ્યક સમજુ ં છુ ,ં પણ જો આમાં મારે કંઈ પણ સુધારવા જ ેવું હોય તો એક શબ્દ હં ુ સુધારવા ઇચ્છું છુ .ં એક અંગ્રેજ મહિલા મિત્રને તે બદલવાનું મેં વચન આપ્યું છે. મેં પાર્લમેન્ટને વેશ્યા કહી છે તે એ બહે નને નાપસંદ છે. તેમનું કોમળ દિલ આ શબ્દના ગ્રામ્ય ભાવથી દુખાયું હતું. વાચકનેય હં ુ યાદ આપું કે આ પુસ્તિકા મૂળ ગુજરાતી પુસ્તિકાનો મુક્ત અનુવાદ છે. આ પુસ્તકનાં પાનાંમાં દર્શાવેલા વિચારોને આચરણમાં ઉતારવા મેં અનેક વર્ષો સુધી પ્રયાસ કર્યા છે. તે ઉપરથી હં ુ કહી શકું છુ ં કે એકલો એમાં સૂચવવામાં આવેલો માર્ગ જ સ્વરાજ્ય માટેનો સાચો માર્ગ છે. સત્યાગ્રહ એટલે પ્રેમનો ધર્મ અને એ જ જીવનનો ધર્મ છે. એમાંથી ચલિત થવાથી વિનાશ આવે છે અને એને વળગી રહે વાથી નવજીવન પ્રાપ્ત થાય છે.
[અંગ્રેજી પરથી]
હિ�દ સ્વરાજ વિશે [ચોથી આવૃત્તિ, મદ્રાસ: ગણેશ ઍન્ડ કંપની, ૧૯૨૧]
મારા આ નાનકડા પુસ્તક તરફ વિશાળ જનસંખ્યાનું ધ્યાન ખેંચાઈ રહ્યું છે એ ખરે ખર મારું સદ્ભાગ્ય છે. તે
મૂળ ગુજરાતીમાં લખાયેલું છે. તેની કારકિર્દી વિવિધ છે [તેના પ્રકાશનની તવારીખે ઘણાં ચડાવ-ઉતાર જોયાં છે] . તે પહે લવહે લું દક્ષિણ આફ્રિકામાં નીકળતા સાપ્તાહિક ઇ�ન્ડયન ઓપિનિયનમાં પ્રસિદ્ધ થયેલું. ૧૯૦૮ [૧૯૦૯] માં લંડનથી દક્ષિણ આફ્રિકા પાછા ફરતાં આગબોટ પર, હિંદીઓના હિંસાવાદી સંપ્રદાયને અને દક્ષિણ આફ્રિકામાંના તેને મળતા વિચાર ધરાવનાર વર્ગને જવાબરૂપે, તે લખાયું હતું. લંડનમાં વસતા એકેએક જાણીતા અરાજકતાવાદી હિંદીના પ્રસંગમાં હં ુ આવ્યો હતો. એમના શૂરાતનની છાપ મારા મન પર પડેલી, પણ મને લાગ્યું કે એમની ધગશે અવળી દિશા પકડી છે. મને લાગ્યું કે હિંસા એ હિંદુસ્તાનનાં દુ:ખોનો ઇલાજ નથી, અને તેની સંસ્કૃતિ જોતાં તેણે આત્મરક્ષાને સારુ ભિન્ન અને ઉચ્ચતર પ્રકારનું કોઈ શસ્ત્ર વાપરવું જોઈએ. દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ તે વખતે હજુ માંડ બે વરસનું બાળક હતો. પણ તેનો વિકાસ એટલો થઈ ચૂક્યો હતો કે મેં એને વિશે અમુક અંશે આત્મવિશ્વાસથી લખવાની હામ ભીડી હતી. મારી એ લેખમાળા વાચકવર્ગને એટલી બધી ગમી કે તે પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવામાં આવી. તેના તરફ હિંદુસ્તાનમાં કંઈક ધ્યાન ખેંચાયું. મુંબઈ સરકારે એના પ્રચારની મનાઈ કરી. તેનો જવાબ મેં એનો અંગ્રેજી અનુવાદ પ્રસિદ્ધ કરીને વાળ્યો. મને થયું કે, મારા અંગ્રેજ મિત્રોને એ પુસ્તકના લખાણથી વાકેફ કરવા એ મારી તેમના પ્રત્યેની ફરજ છે. મારા અભિપ્રાય પ્રમાણે આ ચોપડી એવી છે જ ે બાળકના હાથમાં પણ મૂકી શકાય. તે દ્ વેષધર્મની જગાએ પ્રેમધર્મ શીખવે છે; હિંસાને સ્થાને આપભોગને મૂકે છે; પશુબળની સામે ટક્કર ઝીલવા આત્મબળને ખડું કરે
168
[ જૂ ન 2016] नवजीवनનો અક્ષરદેહ
છે. તેની અનેક આવૃત્તિઓ થઈ છે, અને જ ેમને તે વાંચવાની દરકાર હોય તેમને તે ખસૂસ વાંચવાની હં ુ ભલામણ કરું છુ .ં એમાંથી મેં ફક્ત એક જ શબ્દ—ને તે એક મહિલા મિત્રની ઇચ્છાને માન આપીને—રદ કરે લો છે; તે સિવાય કશો ફે રફાર કર્યો નથી. આ પુસ્તકમાં ‘આધુનિક સુધારા’ની સખત ઝાટકણી છે. તે ૧૯૦૮ [૧૯૦૯] માં લખાયું હતું. મારી જ ે પ્રતીતિ એમાં પ્રગટ કરી છે તે આજ ે અગાઉના કરતાં વધારે દૃઢ થયેલી છે. મને લાગે છે કે જો હિંદુસ્તાન ‘આધુનિક સુધારા’નો ત્યાગ કરશે તો તેમ કરવાથી તેને લાભ જ થવાનો છે. પણ હં ુ વાચકને એક ચેતવણી આપવા ઇચ્છું છુ .ં તે એમ ન માની બેસે કે આ પુસ્તકમાં જ ે સ્વરાજનો ચિતાર આપ્યો છે તેવા સ્વરાજની સ્થાપના માટે હં ુ આજ ે પ્રયત્ન કરી રહ્યો છુ .ં હં ુ જાણું છુ ં કે હિંદુસ્તાન હજુ એને માટે તૈયાર નથી. એમ કહે વામાં કદાચ ઉદ્ધતાઈનો ભાસ થાય. પણ મારી એવી પાકી ખાતરી છે. એમાં જ ે સ્વરાજનું ચિત્ર આલેખેલું છે તેવું સ્વરાજ મેળવવાને હં ુ વ્ય�ક્તગત રીતે પ્રયત્ન કરી રહ્યો છુ ં ખરો. પણ આજ ે મારી સામુદાયિક પ્રવૃત્તિનું ધ્યેય હિંદુસ્તાનની પ્રજાની ઇચ્છા પ્રમાણેનું પાર્લમેન્ટરી ઢબનું સ્વરાજ પ્રાપ્ત કરવાનું છે એ વિશે કશી શંકા નથી. હં ુ રે લવે કે ઇસ્પિતાલનો નાશ કરવાનું ધ્યેય નથી સેવતો, જોકે તેમનો કુ દરતી રીતે નાશ થાય તો હં ુ તેને અવશ્ય વધાવી લઉં. રે લવે અથવા ઇસ્પિતાલો બેમાંથી એકે ઊંચી ને વિશુદ્ધ સંસ્કૃતિની સૂચક નથી. બહુ બહુ તો એમ કહી શકાય કે એ અનિષ્ટ તો છે પણ અપરિહાર્ય છે. બેમાંથી એકે રાષ્ટ્રની નૈતિક ઊંચાઈમાં એક તસુનો પણ ઉમેરો કરતી નથી. તે જ પ્રમાણે હં ુ અદાલતોના કાયમના નાશનું ધ્યેય નથી સેવતો, જોકે એવું પરિણામ આવે તો મને બહુ ગમે ખરું. યંત્રો અને મિલોના નાશને માટે તો હં ુ એથીયે ઓછો પ્રયાસ કરું છુ .ં એને માટે, લોકોની આજ ે જ ે તૈયારી છે એના કરતાં ઘણાં વધારે સાદાઈ અને ત્યાગની જરૂર રહે છે. આ પુસ્તકમાં આલેખેલા કાર્યક્રમના એક જ અંશનો અત્યારે અમલ થઈ રહ્યો છે, ને તે અહિંસાનો. પણ મને કબૂલ કરતાં ખેદ થાય છે કે એનો અમલ પણ આ પુસ્તકમાં વર્ણવી છે એવી ભાવનાપૂર્વક નથી થતો. થતો હોય તો હિંદુસ્તાન એક દિવસમાં જ સ્વરાજ મેળવીને બેસી જાય. હિંદુસ્તાન જો પ્રેમના સિદ્ધાંતને તેના ધર્મના એક સક્રિય અંશરૂપે સ્વીકારે અને તેને પોતાના રાજકારણમાં દાખલ કરે , તો હિંદુસ્તાનમાં સ્વરાજ સ્વર્ગમાંથી ઊતરી આવે. પણ મને સખેદ ભાન છે કે એ ઘટના હજુ ઘણી દૂર છે. આ વાક્યો હં ુ લખું છુ ં તેનું કારણ એ છે કે અત્યારની હિલચાલને નિંદવા માટે આ પુસ્તકમાંથી ઘણા ઉતારા ટકં ાતા મારા જોવામાં આવ્યા છે. મેં એવી મતલબનાં લખાણો પણ જોયાં છે કે હં ુ ઊંડી બાજી ખેલી રહ્યો છુ ,ં અત્યારની ઊથલપાથલનો લાભ લઈને મારા ચિત્રવિચિત્ર ખ્યાલો હિંદને માથે લાદવા મથી રહ્યો છુ .ં અને હિંદુસ્તાનને ભોગે ધાર્મિક અખતરાઓ કરી રહ્યો છુ .ં આનો જવાબ મારી પાસે એટલો જ છે કે સત્યાગ્રહ એવી કાચીપોચી તકલાદી વસ્તુ નથી. એમાં કશી મનચોરી નથી, કશી ગુપ્તતા નથી. હિંદ સ્વરાજમાં વર્ણવેલા આખા જીવનસિદ્ધાંતના એક અંશને આચારમાં ઉતારવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે એમાં કશી શંકા નથી. એ સમગ્ર સિદ્ધાંતનો અમલ કરવામાં કશું જોખમ છે એમ નથી; પણ આજ ે દેશની સામે જ ે પ્રશ્ન છે તેની સાથે જ ેને કશી લેવાદેવા નથી એવા ફકરા મારાં લખાણોમાંથી ટાંકીને લોકોને ભડકાવવા એમાં તો ન્યાય નથી જ. તંત્રીલેખ, યંગ ઇ�ન્ડયા, ૨૬ –૧ – ૧૯૨૧ [અંગ્રેજી પરથી]
नवजीवनનો અક્ષરદેહ [ જૂ ન 2016]
169
ત્રણ શુદ્ધ બળિદાન પ્યારે લાલ ગાંધીજીનાં અઢાર રચનાત્મક કાર્યો પૈકીનું પહે લું તે કોમીએકતા. સંયોગ પણ કેવો સર્જાયો કે જીવનના અંતે તેઓ એ મુદ્ દે જ સૌથી વધુ ચિંતિત અને સૌથી વધુ સક્રિય હતા. આઝાદી ઓરી આવવા ટાણે સૌ દેશવાસીઓને જ ે આનંદ હોવો જોઈતો હતો તેનો ઘણો મોટો હિસ્સો કોમીરમખાણોએ રગદોળી નાખ્યો હતો. અને અહીં પણ જાણે આદર્શ કહો એવો સંયોગ કે રમખાણો ઠારવા અમદાવાદમાં જ ે બે મિત્રો નીકળી પડ્યા તે એક હિંદુ અને એક મુસ્લિમ, વસંતરાવ હે ગિષ્ ટે અને રજબઅલી લાખાણી. ૧૯૪૬ની રથયાત્રાનો એ દિવસ (૧ જુ લાઈ). ગાંધીજીને જ ેવા એ ખબર મળ્યા કે એ જ દિવસે સાંજની પ્રાર્થનામાં આ બંને ભાઈઓની શહીદીને બિરદાવી. સાથે સાથે આવા જ એક અન્ય યુવા ક્રાંતિકારી ગણેશ શંકર વિદ્યાર્થીને પણ યાદ કર્યા. હિંદુમુસ્લિમ એકતા માટે આ ત્રણેયને સલામ સાથે ૧૪ જુ લાઈ, ૧૯૪૬ના ‘હરિજનબંધુ’માં પ્યારે લાલ લિખિત ‘ત્રણ શુદ્ધ બળિદાન’. . .
અમદાવાદથી શ્રી હે મંતકુ માર ગાંધીજીને એક
કાગળમાં લખે છે ઃ ગઈ કાલે રમખાણ દરમિયાન શ્રી. વસંતરાવ હે ગિષ્ટે અને જનાબ રજબઅલીનાં રમખાણ શમાવવાના પ્રયત્નમાં સાથે સાથે જ ખૂન થયાં. પહે લાં તો તેઓ રીચીરોડ (ગાંધીરોડ) ઉપરથી તોફાન શમાવવાના હે તુથી ચાલ્યા. રસ્તામાં એક હિંદુ ટોળું કોઈ મુસલમાનનું ખૂન કરવા માટે તેના પર તૂટી પડેલું તેમણે જોયું. ‘પહે લાં અમને જ મારી નાંખો, પછી એને મારજો,’ એવા તેમના મક્કમ શબ્દોથી ને વલણથી તેઓ એ મુસલમાનને બચાવી શક્યા. ત્યાંથી ભદ્રમાં પ્રાંતિક સમિતિને મકાને આવ્યા, ત્યાં એમને ખબર પડી કે, જમાલપુરમાં એક હિંદુ લત્તાની ચારે બાજુ એ મુસલમાન લત્તાઓ છે, ત્યાં હિંદુઓના જાનમાલ જોખમમાં છે. તેથી ત્યાં મુસલમાનોને સમજાવવા નીકળી પડ્યા. ત્યાં બંને પર ખંજરોથી સખત હુમલા થયા, ને બંનેના પ્રાણ ત્યાં જ ગયા. બંને — હિંદુ-મુસલમાન — નું લોહી સાથે જ રે ડાયું. શ્રી વસંતરાવ આશરે બત્રીસ વરસના જુ વાન હતા. ૧૯૩૦ના ધરાસણાના લાઠીમારના વખતથી તે મહાસભાની લડતોમાં ભાગ લેતા આવ્યા હતા.
170
વસંતરાવ હે ગિષ્ ટે
રજબઅલી લાખાણી ગણેશશંકર વિદ્યાર્થી
તે હિંદુસ્તાની સેવાદળના એક આગેવાન કાર્યકર્તા હતા. જનાબ રજબઅલી પણ ભાવનગર અને ધંધુકામાં એક આગેવાન કાર્યકર્તા હતા. તેમણે પણ લડતોમાં સારો ભાગ લીધો હતો, ને તે પણ હિંદુસ્તાની સેવાદળમાં હતા. તેમની ઉંમર આશરે પચીસેક વર્ષની હતી. આમ એક હિંદુ ને એક મુસલમાન હાથોહાથ મિલાવી, રમખાણની સામે શુદ્ધ અહિંસક સામનો કરી, પોતાની આહુતિ આપી શહીદ થયા. ગાંધીજીને આ બે ભાઈઓના મૃત્યુની ખબર પહે લાં જ મળી ગઈ હતી. બીજી તારીખે પૂનામાં પ્રાર્થના પછી ભાષણ કરતાં તેમણે અમદાવાદના રમખાણ વિશે પોતાનું દુઃખ પ્રગટ કર્યું ઃ અમદાવાદ જૂ નું શહે ર છે. ત્યાં સુંદર મ્યુનિસિપાલિટી ચાલે છે. એને ઘડવામાં સરદારે મોટો ભાગ લીધો છે. ત્યાં બધી કોમો હંમેશ શાંતિથી રહે તી હતી. [ જૂ ન 2016] नवजीवनનો અક્ષરદેહ
આજ ે હિંદુ ને મુસલમાન બંને ગાંડા બની ગયા છે, એકબીજાને છરીઓથી મારે છે, એ કેવી શરમની ને દુઃખની વાત છે! બેમાંથી એક પણ પોતાનું ગાંડપણ છોડે, તો બધો ઝઘડો એક ક્ષણમાં શમી જાય. બે હિંદુ ને એક મુસલમાન કાર્યકર્તા રમખાણ શમાવવા નીકળ્યા, ને એ પ્રયત્નમાં મૃત્યુ પામ્યા છે. હં ુ એમના મૃત્યુથી દુઃખી નથી થતો, રડતો નથી. આવી જ રીતે ગણેશ શંકર વિદ્યાર્થી 1 એ કાનપુરના રમખાણમાં પોતાનો પ્રાણ આપ્યો હતો. મિત્રોએ તેમને રોકેલા કે, ‘રમખાણના સ્થળ પર જશો નહીં, ત્યાં તો લોકો ગાંડાતૂર થયેલા છે, તમને મારી
નાખશે.’ પણ ગણેશ શંકર વિદ્યાર્થી એવી રીતે ડરી જાય તેવા નહોતા. તેમને તો આત્મવિશ્વાસ હતો કે, મારા જવાથી રમખાણ શમી જશે. ત્યાં ગયા, ને ગાંડા થયેલા લોકોને હાથે મૃત્યુ પામ્યા. હં ુ તેમના મૃત્યુથી રાજી થયેલો. આ બધું હં ુ તમને ઉશ્કેરવાને નથી કહે તો. હં ુ તો તમને સમજાવવા માગું છુ ં કે, તમે મરવાનો પાઠ શીખી લો, તો બધું કુ શળ છે. ગણેશ શંકર વિદ્યાર્થી, વસંતરાવ ને રજબઅલી જ ેવા અનેક યુવાનો નીકળી પડે, તો રમખાણો હંમેશને માટે નાબૂદ થાય. આજ ે અમદાવાદમાં પોલીસ ને મિલિટરીની મદદથી કામ ચાલે છે. પણ તમારે સમજવું જોઈએ કે, પોલીસ ને મિલિટરીની મદદ લઈ આપણે તેમના ગુલામ બનીએ છીએ. સાચી સ્વતંત્રતા જોઈતી હોય, તો એમનો આશ્રય છોડી, તમે એક ઈશ્વરને જ ભરોસે રહી મરવાનો પાઠ શીખી લો; એમાં બધું આવી ગયું. મારીને ઘણા મરી જાણે છે. તમારે વગર માર્યે મરવાનું છે. હિંદુસ્તાનના ચાળીસ કરોડમાંથી થોડા લાખ પણ આવી રીતે મરી જાય, તો શું મોટી વાત છે? પછી હિંદુસ્તાન કર્મભૂમિ તો છે જ, સ્વર્ગભૂમિ બની જશે.”
1. (૨૬–૧૦–૧૮૯૦ • ૨૫–૦૩–૧૯૩૧) ક્રાંતિકારી હિન્દી અખબાર ‘પ્રતાપ’ના તેઓ સ્થાપક તંત્રી હતા. વિક્ટર હ્યુગોની છેલ્લી નવલકથા Ninety–Three હિન્દીમાં તેમણે ઉતારી હતી. નવજીવને આ નવલકથાનો ગોપાળદાસ પટેલ કૃ ત ગુજરાતી અનુવાદ ક્રાંતિ કે ઉત્ક્રાંતિ નામે ૨૦૧૫માં પ્રકાશિત કર્યો છે. ગણેશ શંકર વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ આપતા ગાંધીજીએ નવજીવન (૦૫–૦૪–૧૯૩૧)માં લખ્યું હતું ઃ હૃદય લોહીના આંસુ સારે છે, પણ આવા ધન્ય મૃત્યુ માટે આશ્વાસન શેનું મોકલવાનું હોય? એ પવિત્ર, નિર્દોષ લોહીથી હિંદુમુસલમાન ઐક્ય આજ ે નહીં તો કોક દિવસ તો સંધાશે. એમના કુ ટબ ું ને આશ્વાસન નહીં પણ અનેક ધન્યવાદ. એમનું સૌ અનુકરણ કરો. – સં.
પૂના, ૮ – ૭ – ’૪૬
કોમીએકતા હિંદુમુસલમાનનું ઐક્ય એટલે કેવળ હિંદુ અને મુસલમાન કાૅમ વચ્ચેનું ઐક્ય નહીં, પણ જ ે જ ે કોઈ લોકો — પછી તે ચાહે તે ધર્મને માનતા હોય — હિંદુસ્તાનને પોતાનું ઘર માની આ દેશમાં વસે છે તે બધા વચ્ચેનું ઐક્ય. ગાં. અ. ૨૦ઃ૮૦
नवजीवनનો અક્ષરદેહ [ જૂ ન 2016]
ગાંધીજીનો સંસ્કારવારસો (સં. પી. પ્રકાશ વેગડ)માંથી
171
નઈતાલીમ
[ગાંધી�ષ્ટિ ઃ મ. જો. પટે લ]
સંકલન ઈ.સ. ૧૮૯૭માં દક્ષિણ આફ્રિકામાં ફિનિક્સ આશ્રમથી શિક્ષણના પ્રયોગો આરંભીને ૪૦ વર્ષના અનુભવના તારતમ્ય રૂપે ૧૯૩૭માં ભારતીય સમાજવ્યવસ્થાને અનુરૂપ, તેમ છતાં નવીન એવો જ ે શિક્ષણવિચાર ગાંધીજીના કેન્દ્રસ્થાને ઉદ્ભવ્યો એ નઈતાલીમ. શિક્ષણમાં જાતે કરે લા અનેક પ્રયોગો અને સાથીદારો સાથેના અનેક વખતના સંવાદોના પરિપાક રૂપે વર્ધા(મહારાષ્ ટ્ર)માં મળેલી પરિષદે આ નઈ તાલીમ શિક્ષણવિચારને એક સૈદ્ધાંતિક રૂપ આપ્યું. એ પછી પણ જ ેમ જ ેમ જરૂર પડી તેમ નઈતાલીમ વિચારની સ્પષ્ટ સમજણ માટે ગાંધીજી પોતાના વિચારો વ્યક્ત કરતા રહ્યા. ગાંધીવિચારના અભ્યાસી મ. જો. પટેલ (૧૯૨૭–૨૦૧૫) ના ઉત્તમ સંપાદન ગાંધીજીનું શિક્ષણદર્શનમાં તે મુદ્દાસર રીતે મુકાયા છે. તેમાંથી ગાંધીદૃષ્ટિ નઈતાલીમ અંગે. . .
‘જુ ઓ, આ નઈતાલીમનું કામ મારા જીવનનું છેલ્લું હરે ક પ્રકારના શરીરશ્રમ કરનારા જોઈએ અને એની
કામ છે. ભગવાને એને પૂરું કરવા દીધું તો હિંદુસ્તાનનો નકશો જ બદલાઈ જશે. આજની કેળવણી તો નકામી છે. જ ે છોકરાઓ શાળા-કાૅલેજોમાં શિક્ષણ મેળવે છે તેમને અક્ષરજ્ઞાન ભલે મળતું હોય પણ જીવનને માટે અક્ષરજ્ઞાન ઉપરાંત બીજુ ં પણ કંઈક છે. એ અક્ષરજ્ઞાન આપણાં બીજાં અંગોને નકામાં બનાવી દે તો કહીશ કે, મારે તમારું જ્ઞાન નથી જોઈતું. આપણે તો લુહાર જોઈએ. સુથાર જોઈએ, તેલી જોઈએ, કડિયા જોઈએ, પીંજારા જોઈએ, કાંતનારા અને મજૂ રો જોઈએ. સારાંશ એ કે,
સાથે સાથે સૌને માટે અક્ષરજ્ઞાન પણ જોઈએ. જ ે જ્ઞાન મૂઠીભર લોકોની પાસે જ હોય તે મારે કામનું નથી. હવે સવાલ એ છે કે, સૌને એ જ્ઞાન કેવી રીતે મળે? એ વિચારમાંથી નઈતાલીમનો જન્મ થયો છે. હં ુ તો કહં ુ છુ ં કે, નઈતાલીમ સાત વરસના બાળકથી નહીં, માના ગર્ભથી શરૂ થવી જોઈએ. એનું રહસ્ય તમે સમજી લો. મા પરિશ્રમ કરનારી હશે, વિચારવાન હશે, વ્યવસ્થિત હશે, સંયમી હશે તો બાળક પર એના સંસ્કાર માના ગર્ભમાંથી જ પડશે.
નઈતાલીમની વ્યાખ્યા
મારી નઈતાલીમની વ્યાખ્યા એ છે કે, જ ેને નઈતાલીમ મળી છે તેને જો ગાદી પર બેસાડશો તો તે ફુલાશે નહીં અને ઝાડુ આપશો તો શરમાશે નહીં. તેને માટે બંને કામની સરખી જ કિંમત હશે. તેના જીવનમાં નકામા મોજશોખને તો સ્થાન હોઈ જ ન શકે. તેની એક પણ ક્રિયા અનુત્પાદક કે અનુપયોગી નહીં હોય. નઈતાલીમનો
વિદ્યાર્થી ઢબ્બુ તો રહી જ ન શકે. કેમ કે, તેના પ્રત્યેક અંગને કામ મળશે, તેની બુદ્ધિ તથા તેના હાથ સાથે સાથે ચાલશે. લોકો હાથે કામ કરશે ત્યારે બેકારી અને ભૂખમરાનો તો સવાલ જ નહીં રહે . મારી નઈતાલીમ અને ગ્રામોદ્યોગ એક જ સિક્કાની બે બાજુ ઓ છે. એ બંને સફળ થશે તો જ સાચું સ્વરાજ આવશે.
નઈતાલીમના સિદ્ધાંતો
(૧) બધી કેળવણી સ્વાશ્રયી હોવી જોઈએ. એટલે કે મૂડી બાદ કરતાં બધું ખર્ચ પોતે ઉપાડે.
172
(૨) એ કેળવણીમાં છેવટ લગી હાથનો પૂરો ઉપયોગ થતો હોય, એટલે કે હાથ વડે કંઈક ઉદ્યમ છેવટ લગી થતો હોય. [ જૂ ન 2016] नवजीवनનો અક્ષરદેહ
(૩) કેળવણીમાત્ર પોતાના પ્રાંતની ભાષામાં અપાવી જોઈએ. (૪) આમાં સાંપ્રદાયિક ધર્મને સ્થાન નથી. સાર્વજનિક નીતિને પૂરું સ્થાન હોય. (૫) આ કેળવણી એવી છે કે જ ેને બાળક કે બીજા શીખે એટલે તે વિદ્યાર્થીના ઘરમાં ને ગામમાં પ્રવેશ કરે . (૬) વળી, આ કેળવણી લેતા કરોડો વિદ્યાર્થીઓ પોતાને હિંદુસ્તાનનું અવિભાજ્ય અંગ ગણશે. તેથી બધા
પ્રાંતના વિદ્યાર્થી સમજી શકે એવી એક ભાષા હોવી જોઈશે. આ ભાષા બંને લિપિ — નાગરી અને ઉર્દૂમાં લખાતી હિંદુસ્તાની જ હોઈ શકે. આ પાયાનો વિચાર કર્યા વિના કે તેની અવગણના કરીને નવી વિદ્યાપીઠો થાય એ દેશને લાભ પહોંચાડે એમ હં ુ માનતો નથી. નુકસાન જ કરે . તેથી બધું વિચારતાં સહુને લાગવું જોઈએ કે, નવી વિદ્યાપીઠ કાઢતાં અચકાવું ઘટે છે. હરિજનબંધુ, ૨ – ૧૧ – ૧૯૪૭
નઈતાલીમનું મધ્યબિંદુ
કોઈ એક કે અનેક ઉદ્યોગ એ છોકરા કે છોકરીના સર્વાંગી વિકાસનું સારામાં સારું સાધન છે, અને તેથી આખો અભ્યાસક્રમ ઉદ્યોગશિક્ષણની આસપાસ ગૂંથાવો જોઈએ. . . હં ુ આ અનુભવ પરથી બોલી શકું છુ .ં દક્ષિણ આફ્રિકામાં ટાૅલ્સ્ટાૅય ફાર્મ પર જ ે છોકરા-છોકરીઓના શિક્ષણ માટે હં ુ સીધી રીતે જવાબદાર હતો તેમનો સર્વાંગી વિકાસ સાધતાં મને કશી મુશ્કેલી નડી નહોતી. ત્યાં શિક્ષણનું મધ્યબિંદુ તે આઠ કલાકનો ઉદ્યોગ હતો.
એમને એક કે બહુ તો બે કલાકનું અક્ષરજ્ઞાનનું શિક્ષણ મળતું. ઉદ્યોગમાં ખોદવું, રાંધવું, પાયખાનાંની સફાઈ કરવી, ઝાડુ વાળવું, ચંપલ બનાવવાં, સાદું સુતારી કામ અને સંદેશા લઈ જવા-લાવવાનું એટલાં કામો હતાં. બાળકોની ઉંમર છથી સોળ વરસની હતી. એ પ્રયોગ ત્યાર પછી તો ઘણો ફૂલ્યોફાલ્યો છે.
હરિજનબંધુ, ૩ – ૧૦ – ૧૯૩૭ (ગાં. અ. ૬૬ : ૧૪૬)
નઈતાલીમની લા�ણિકતાઓ
હિંદુસ્તાનનાં બધાંયે બાળકોને હિંદનાં જ ે ઉત્તમ તેમ જ કાયમનાં તત્ત્વો છે તેમની સાથે સાંકળી દે છે. એ કેળવણી બાળકનાં મન તેમ જ શરીર બંનેનો વિકાસ કરે છે; બાળકને પોતાની ભૂમિ સાથે જડી રાખે છે; તેને પોતાના તથા પોતાના મુલકના ભાવિનું ગૌરવભર્યું ચિત્ર બતાવે છે અને તે ચિત્રમાં જોયેલું ભાવિ હિંદ રચવાના કાર્યમાં દરે ક છોકરો કે છોકરી પોતે નિશાળે જતાં થાય તે દિવસથી જ પોતાનો ફાળો આપે એવી ગોઠવણ કરે છે.
ગામડાંનાં બાળકોને ઘડીને નમૂનેદાર ગ્રામવાસીઓ બનાવવાનો આ કેળવણીનો આશય છે. તેની યોજના મુખ્યત્વે તેમનો ખ્યાલ રાખીને કરવામાં આવી છે. એ યોજનાની મૂળ પ્રેરણા પણ ગામડાંઓમાંથી આવી છે. . . આપણે ત્યાં પ્રાથમિક કેળવણીને નામે જ ે નમૂનો ઓળખાય છે તે એક ફારસ છે; ગામડાંઓમાં જ ે હિંદુસ્તાન વસે છે તેની જરૂરિયાતો કે માગણીઓનો જરાય વિચાર કર્યા વિના તેની યોજના થઈ છે; અને આમ જુ ઓ તો શહે રોનો પણ એમાં કશો વિચાર થયેલો નથી. પાયાની કેળવણી ગામડાંમાં શું કે શહે રોમાં શું,
(ગાં. અ. ૭૫ : ૧૬૫ – ૬૬)
नवजीवनનો અક્ષરદેહ [ જૂ ન 2016]
173
આપણી કેળવણી ત્રણ પ્રકારની છે. એનાથી બુદ્ધિ, શરીર ને આત્મા ત્રણેનો વિકાસ થાય છે. બીજી કેળવણીથી કેવળ બુદ્ધિ વધે છે. તેમાં પણ મારો દાવો
છે કે, નવી તાલીમમાં બુદ્ધિ શુદ્ધ થાય છે અને તેનો વિકાસ સપ્રમાણ થાય છે; આત્માને પણ ખોરાક મળે છે. હરિજનબંધુ, ૯ – ૧૧ – ૧૯૪૭
આમાં મુખ્ય વિચાર એ રહે લો છે કે બાળકને જ ે હાથઉદ્યોગ શીખવાય તેની મારફતે તેને શરીર, મન અને આત્માની બધી કેળવણી આપી દેવી. હાથઉદ્યોગની બધી ક્રિયાઓ શીખવતાં શીખવતાં બાળકની અંદર જ ે હીર રહે લું હોય તે બહાર ખેંચી આણવાનું છે; અને ઇતિહાસ, ભૂગોળ, ગણિત વગેરેના પાઠ એ ઉદ્યોગના અનુસંધાનમાં શીખવવાના છે. આવી કેળવણી અપાય તો તેનું સીધું પરિણામ એ આવે કે તે સ્વાવલંબી બને. પણ એની સફળતાની કસોટી એ નથી કે તે સ્વાવલંબી બને; પણ શાસ્ત્રીય રીતે હાથઉદ્યોગનું શિક્ષણ આપતાં આપતાં બાળકની
અંદર રહે લો સર્વાંગી મનુષ્ય બહાર આણેલો હોય એ એની સફળતાની કસોટી છે. વસ્તુત:, જ ે શિક્ષક એને ગમે તેમ કરીને સ્વાવલંબી બનાવવાનું વચન આપે તેને તો હં ુ રાખું જ નહીં. શિક્ષણ સ્વાવલંબી નીવડે એ તો વિદ્યાર્થી પોતાની દરે ક શ�ક્તનો ઉપયોગ કરતાં શીખ્યો હોય તેમાંથી ગૌણરૂપે ફલિત થાય. જ ે છોકરો રોજના ત્રણ કલાક હાથઉદ્યોગનું કામ કરે તે જો પોતાની આજીવિકા જ ેટલું કમાઈ શકે, તો જ ે છોકરો કામની સાથે સાથે મન અને આત્માનો વિકાસ પણ સાધે તે તો કેટલું વધારે મેળવે! હરિજનબંધુ, ૧૨ – ૬ – ૧૯૩૮ (ગાં. અ. ૬૭ : ૧૨૯)
નઈતાલીમનું નવાપણું
નઈતાલીમ કા નયાપન સમઝના જરૂરી હૈ . પુરાની તાલીમ મેં જિતના અચ્છા હૈ વહ નઈતાલીમ મેં રહે ગા, લેકિન ઉસમેં નયાપન કાફી હોગા. નઈતાલીમ અગર સચમુચ નઈ હોગી તો ઉસકા નતીજા (પરિણામ) યહ હોના ચાહિયે કિ હમારે અંદર માયૂસી (નિરાશા) હૈ ઉસકી જગહ ઉમ્મીદ હોગી, કંગાલિયત કી જગહ
રોટી કા સામાન તૈયાર હોગા, બેકારી કી જગહ ધંધા હોગા, ઝગડોં કી જગહ એકા હોગા, ઔર હમારે લડકેલડકિયાં લિખના-પઢના જાનેંગે ઔર સાથ સાથ હુનર ભી જાનેંગે જિસકે માર્ફત વે અક્ષરજ્ઞાન હાસિલ કરેં ગે. હરિજનબંધુ, ૨૯ – ૧ – ૧૯૩૯ (ગાં. અ. ૬૭ : ૪૮૫)
નઈતાલીમ – પ્રાપ્ત વિદ્યાર્થી
શ્રી આર્યનાયકમ્ સેવાગ્રામની શાળાની સાતમી શ્રેણીના છોકરાઓને ગાંધીજી આગળ લાવ્યા. આ બધા છોકરાઓએ સેવાગ્રામની પાયાની શાળાનો અભ્યાસક્રમ લગભગ પૂરો કર્યો છે. એ બધા છોકરાઓ સેવાગ્રામ તથા આસપાસનાં ગામડાંના છે. એમાંના એક છોકરાએ તો ગાંધીજીને પૂછવાની હિંમત પણ કરી કે, સાત વરસ પાયાની કેળવણીની શાળામાં ભણ્યા પછી તેમાંથી ચૌદ 174
વરસની ઉંમરના કેવા પ્રકારના છોકરાઓ નીકળવાની આપ અપેક્ષા રાખો? તેના ઉત્તરમાં ગાંધીજીએ કહ્યું: શાળાએ જો વિદ્યાર્થીઓ પ્રત્યેની પોતાની ફરજ બરાબર બજાવી હશે, તો ચૌદ વરસની ઉંમરના છોકરાઓ સાચા, નિર્મળ અને તંદુરસ્ત હોવા જોઈએ. તેઓ ગ્રામવૃત્તિના હોવા જોઈએ. તેમનાં મગજ તથા [ જૂ ન 2016] नवजीवनનો અક્ષરદેહ
હાથ સરખાં વિકસેલાં હોવાં જોઈએ. તેમનામાં છળકપટ નહીં હોય. તેમની બુદ્ધિ તીક્ષ્ણ હશે, પણ પૈસા કમાવાની ચિંતામાં તેઓ નહીં પડે. જ ે કાંઈ પ્રામાણિક કામ તેમને મળી આવે, તે તેઓ કરી શકે એવા હશે. તેઓ શહે રોમાં
જવા નહીં ચાહે . શાળામાં સહકાર અને સેવાનો પાઠ શીખ્યા હોઈને પોતાની આસપાસના લોકોમાં તેઓ તેવી જ ભાવના પ્રગટાવશે. તેઓ ભિખારી કે પરોપજીવી કદી નહીં બને. હરિજનબંધુ, ૧૫ – ૯ – ૧૯૪૬
નઈતાલીમ: શંકાઓ અને સમાધાન
ે ું: આ યોજનાની સભામાં જતાં પહે લાં એક ભાઈએ પૂછલ પાછળ કેન્દ્રવર્તી કલ્પના એવી છે ખરી કે જ ેનો તકલીની સાથે સંબંધ ન સાધી શકાય એવી એક પણ વાત શિક્ષકે વિદ્યાર્થીને ન કહે વી? આનો જવાબ સભામાં આપતાં ગાંધીજીએ કહ્યું: આ તો મારી નાલેશી છે. બધા શિક્ષણનો કોઈક પાયાના ઉદ્યોગ સાથે સંબંધ સાધવો જોઈએ એમ મેં કહ્યું છે એ સાચું છે. તમે જ્યારે કોઈ ઉદ્યોગ વાટે, કે ૧૦ વરસના બાળકને જ્ઞાન આપતા હો ત્યારે , શરૂઆતમાં એ વિષયની સાથે જ ેનું અનુસંધાન ન સાધી શકાય એવા બધા વિષયો તમારે છોડી દેવા જોઈએ. એમ રોજ ેરોજ કરવાથી, તમે શરૂઆતમાં છોડી દીધેલી એવી ઘણી વસ્તુઓનું અનુસંધાન ઉદ્યોગ જોડે સાધવાના રસ્તા તમે શોધી કાઢશો. આવી રીતે તમે શરૂઆતમાં કામ લેશો તો તમે તમારી પોતાની ને વિદ્યાર્થીઓની શ�ક્ત બચાવી શકશો. આજ ે તો આપણી પાસે જ ેનો આધાર લઈ શકાય એવાં પુસ્તકો નથી, આપણને રસ્તો બતાવે એવાં અગાઉનાં દૃષ્ટાંતો નથી તેથી આપણે આસ્તે આસ્તે ચાલવું રહ્યું છે. મુખ્ય વસ્તુ એ છે કે શિક્ષકે પોતાના મનની તાજગી સાચવી રાખવી જોઈએ. જ ેનું ઉદ્યોગની સાથે અનુસંધાન ન કરી શકાય એવો કોઈ વિષય તમારી આગળ આવે તો તમે એથી ખિજાશો કે નિરાશ થશો નહીં, એને છોડી દેજો, ને જ ે વિષયોનું અનુસંધાન સાધી શકો તે આગળ ચલાવજો. સંભવ છે કે બીજો કોઈ શિક્ષક ખરો રસ્તો શોધી કાઢશે ને એ વિષયનું ઉદ્યોગની સાથે અનુસંધાન કેમ કરી શકાય એ બતાવશે. અને તમે ઘણાના અનુભવનો સંગ્રહ કરશો नवजीवनનો અક્ષરદેહ [ જૂ ન 2016]
પછી તમને રસ્તો બતાવવાને પુસ્તકો પણ મળી રહે શે, જ ેથી તમારી પછી આવનારાઓનું કામ વધારે સરળ થઈ પડશે. શ્રીમતી આશાદેવીએ કહ્યું: હાથ વાટે મનને શી રીતે કેળવાય એ આપ સમજાવશો? ગાં. નિશાળમાં ચાલતા સામાન્ય અભ્યાસક્રમમાં એકાદ હાથઉદ્યોગ ઉમેરી દેવો એ જૂ ની કલ્પના હતી એટલે કે હાથઉદ્યોગને કેળવણીથી છેક જ અલગ રાખીને શીખવવાનો હતો. મને એ ગંભીર ભૂલ લાગે છે. શિક્ષકે ઉદ્યોગ શીખી લેવો જોઈએ અને પોતાના જ્ઞાનનું અનુસંધાન એ ઉદ્યોગ જોડે કરવું જોઈએ, જ ેથી તે પોતે પસંદ કરે લા ઉદ્યોગ દ્વારા એ બધું જ્ઞાન પોતાના વિદ્યાર્થીઓને આપી શકે. કાંતણનો દાખલો લો. મને ગણિત ન આવડે ત્યાં સુધી મેં તકલી પર કેટલા વાર સૂતર કાંત્યું, અથવા એના કેટલા તાર થશે, અથવા મેં કાંતેલા સૂતરનો આંક કેટલો છે તે હં ુ કહી ન શકું. એ કરવા માટે મારે આંકડા શીખવા જોઈએ, અને સરવાળા, બાદબાકી, ગુણકાર ને ભાગાકાર પણ શીખવા જોઈએ. અટપટા દાખલા ગણવામાં મારે અક્ષરો વાપરવા પડશે એટલે એમાંથી હં ુ અક્ષરગણિત શીખીશ. એમાં પણ હં ુ રોમન અક્ષરોને બદલે હિંદુસ્તાની અક્ષરોના વાપરનો આગ્રહ રાખીશ. પછી ભૂમિતિ લો. તકલીના ચકતા કરતાં વર્તુળનું વધારે સારું પ્રદર્શન શું હોઈ શકે? એ રીતે હં ુ યુ�ક્લડનું નામ પણ દીધા વિના વિદ્યાર્થીને વર્તુળ વિશે બધું શીખવી શકું. વળી તમે કદાચ પૂછશો કે કાંતણ મારફતે બાળકને 175
થોડાક વખત પર કપાસ–મનુષ્યનો ઇતિહાસ’
(काॅटन ध स्टोरी अाॅफ मॅनकाइन्ड) એ નામનું એક પુસ્તક
મારા જોવામાં આવ્યું હતું. એ વાંચતાં મને બહુ જ
રસ પડ્યો. એ નવલકથા જેવું લાગ્યું. એની શરૂઆતમાં પ્રાચીનકાળનો ઇતિહાસ આપેલો હતો; અને પછી કપાસ પહે લો કેવી રીતે ને ક્યારે વવાયો,
એનો વિકાસ કેવી રીતે થયો, જુ દા જુ દા દેશો વચ્ચે રૂનો વેપાર કેવો ચાલે છે વગેરે વસ્તુઓ વર્ણવેલી
હતી. એ જુ દા જુ દા દેશોનાં નામ હું બાળકને સંભળાવું તેની સાથે સ્વાભાવિક રીતે એ દેશોનાં ઇતિહાસ-ભૂગોળ વિશે પણ કં ઈક કહે તો જાઉં
ઇતિહાસ-ભૂગોળ કેવી રીતે શીખવી શકાય? થોડાક વખત પર ‘કપાસ–મનુષ્યનો ઇતિહાસ’ (काॅटन ध स्टोरी अाॅफ मॅनकाइन्ड) એ નામનું એક પુસ્તક મારા જોવામાં આવ્યું હતું. એ વાંચતાં મને બહુ જ રસ પડ્યો. એ નવલકથા જ ેવું લાગ્યું. એની શરૂઆતમાં પ્રાચીનકાળનો ઇતિહાસ આપેલો હતો; અને પછી કપાસ પહે લો કેવી રીતે ને ક્યારે વવાયો, એનો વિકાસ કેવી રીતે થયો, જુ દા જુ દા દેશો વચ્ચે રૂનો વેપાર કેવો ચાલે છે વગેરે વસ્તુઓ વર્ણવેલી હતી. એ જુ દા જુ દા દેશોનાં નામ હં ુ બાળકને સંભળાવું તેની સાથે સ્વાભાવિક રીતે એ દેશોનાં ઇતિહાસ-ભૂગોળ વિશે પણ કંઈક કહે તો જાઉં. જુ દા જુ દા કાળમાં જુ દી જુ દી વેપારની સંધિઓ કોના અમલમાં થઈ? કેટલાક દેશોમાં બહારથી રૂ મંગાવવું પડે છે ને કેટલાકમાં કાપડ મંગાવવું પડે છે એનું કારણ શું? દરે ક દેશ પોતપોતાની જરૂર પૂરતું રૂ કેમ ઉગાડી ન શકે? આ ચર્ચા મને અર્થશાસ્ત્ર અને કૃ ષિશાસ્ત્રનાં મૂળ તત્ત્વો પર લઈ જશે. કપાસની કઈ જુ દી જુ દી જાતો છે, તે કેવી જાતની જમીનમાં ઊગે છે, તેને કેમ ઉગાડાય, તે ક્યાંથી મેળવાય વગેરે માહિતી હં ુ વિદ્યાર્થીને આપીશ. આમ તકલી કાંતણ પરથી હં ુ ઇસ્ટ ઇન્ડિયા 176
કંપનીના આખા ઇતિહાસ પર ઊતરું છુ .ં એ કંપની અહીં કેમ આવી, તેણે આપણા કાંતણના ઉદ્યોગનો નાશ કેવી રીતે કર્યો, તેઓ આર્થિક ઉદ્ દેશથી હિંદુસ્તાનમાં આવ્યા ને તેમાંથી રાજકીય સત્તા જમાવવાની આકાંક્ષા કેમ સેવતા થયા, એ વસ્તુ મોગલ અને મરાઠાની પડતીમાં, અંગ્રેજી રાજ્યની સ્થાપનામાં, અને પછી પાછી આપણા જમાનામાં જનસમૂહના ઉત્થાનમાં કારણરૂપ કેમ નીવડી છે એ બધું પણ મારે વર્ણવવું પડશે. એમ આ નવી યોજનામાં શિક્ષણ આપવાનો અપાર અવકાશ પડેલો છે. અને બાળક એ બધું એનાં મગજ અને સ્મરણશ�ક્ત પર અનાવશ્યક બોજો પડ્યા વિના કેટલું વધારે જલદી શીખશે! સ. પાયાની કેળવણીની યોજના ગામડાંને માટે છે એમ મનાય છે, ત્યારે શહે રવાસીઓને માટે કંઈ રસ્તો નથી શું? એમને જૂ ની ઘરે ડમાં જ ચાલવાનું રહ્યું છે? જ. આ સવાલ પ્રસ્તુત છે અને સારો છે, પણ હં ુ એનો જવાબ हरिजनમાં આપી ચૂક્યો છુ .ં જ ેટલું કામ હાથમાં લીધું છે તેટલું પાર પાડીએ તોપણ બહુ છે. આપણે જ ે કામ ઉપાડ્યું છે તે જ સારી પેઠ ે મોટું છે. સાત લાખ ગામડાંની કેળવણીનો પ્રશ્ન ઉકેલી શકીએ તો હાલ તરતને માટે એટલું બસ થશે. બેશક, કેળવણીકારો શહે રોનો પણ વિચાર કરે છે, પણ આપણે ગામડાંની સાથે સાથે શહે રોનો પણ પ્રશ્ન ઉપાડીશું તો આપણી શ�ક્ત નકામી વેડફાઈ જશે. સ. ધારો કે કોઈ ગામડામાં ત્રણ નિશાળ હોય ને દરે કમાં જુ દો જુ દો ઉદ્યોગ શીખવાતો હોય તો એક નિશાળમાં બીજાના કરતાં શિક્ષણનો વધારે અવકાશ રહે . તો બાળકે એમાંની કઈ નિશાળમાં જવું? જ. એક ગામડામાં અનેક ઉદ્યોગ ન શીખવાવા જોઈએ, કેમ કે આપણાં ઘણાંખરાં ગામડાં એટલાં નાનાં છે કે તેમાં એકથી વધારે નિશાળ રાખવી ન પોસાય. પણ મોટા ગામડામાં એકથી વધારે નિશાળ થઈ શકે ખરી. પણ ત્યાં બંને નિશાળમાં એક જ ઉદ્યોગ શીખવાવો [ જૂ ન 2016] नवजीवनનો અક્ષરદેહ
ઉદ્યોગ બેનું મિશ્રણ નથી એ કેન્દ્રવર્તી વસ્તુ હં ુ તમારા મનમાં ઠસાવી શક્યો હોઉં તો મારું આજનું કામ સફળ થયું ગણાશે. ઉદ્યોગ વાટે પૂરી પ્રાથમિક કેળવણી આપવી એ આ નવી યોજનાનું ધ્યેય છે. સ. દરે ક નિશાળમાં એકથી વધારે ઉદ્યોગ શીખવવા એ સારું નહીં? આખું વરસ એકનો એક ઉદ્યોગ કરતાં બાળકોને કંટાળો આવવા માંડ ે એ સંભવિત છે. જ. કોઈ શિક્ષક એવો જોવામાં આવે કે જ ેના વિદ્યાર્થીઓનો મહિનો કાંત્યા પછી રસ ઊડી જાય તો તે શિક્ષકને હં ુ રુખસદ આપું. જ ેમ એક જ વાદ્ય પર સંગીતના નવા નવા સૂર નીકળી શકે છે તેમ શિક્ષકના એકેએક પાઠમાં નવીનતા ભરે લી હોવી જોઈએ. એક ઉદ્યોગ પરથી બીજા પર એમ ફે રબદલ કર્યા કરવાથી બાળકની સ્થિતિ એક ડાળથી બીજ ે ડાળ કૂદનાર ને ક્યાંય ઠરીઠામ ન બેસનાર વાંદરાના જ ેવી થઈ જવાનો સંભવ છે. પણ મેં આપણી ચર્ચામાં બતાવ્યું છે કે શાસ્ત્રીય રીતે કાંતણ શીખવતાં કાંતણ ઉપરાંત બીજા અનેક વિષયો શીખવવા પડે છે. શરૂઆત કર્યા પછી થોડા વખતમાં બાળકને પોતાની તકલી ને અટેરણ બનાવી લેવાનું શીખવવામાં આવશે. એટલે, મેં શરૂઆતમાં કહે લી તે જ વાત ફરીને કહં ુ છુ ં કે શિક્ષક જો ઉદ્યોગ શીખવવાનું કામ શાસ્ત્રીય વૃત્તિથી કરશે તો તે પોતાના વિદ્યાર્થીઓને અનેક વિવિધ વસ્તુઓ શીખવશે. અને એ બધી વિદ્યાર્થીઓની સર્વ શ�ક્તઓના વિકાસમાં ફાળો આપશે.
જોઈએ. પણ આને વિશે હં ુ અવિચળ નિયમ ઘડવા નથી માગતો. આવી બાબતોમાં જ ેવો અનુભવ થાય તે પ્રમાણે ચાલવું એ જ સારામાં સારો રસ્તો છે. જુ દા જુ દા ઉદ્યોગો વિદ્યાર્થીઓને કેટલા ગમે છે ને વિદ્યાર્થીઓની શ�ક્ત કેટલી ખીલવી શકે છે તેનું નિરીક્ષણ કરવું જોઈએ. કલ્પના એ છે કે તમે જ ે ઉદ્યોગ પસંદ કરો તેમાંથી બાળકની શ�ક્તઓ પૂર્ણ અને સમાન પ્રમાણમાં વિકસવી જોઈએ. એ ઉદ્યોગ ગામઠી હોવો જોઈએ અને ઉપયોગી હોવો જોઈએ. સ. બાળકનો મોટપણમાં ખરો વ્યવસાય જુ દો જ થવાનો હોય તો તે સાત વરસ કોઈ હાથઉદ્યોગ શીખવામાં શા સારુ બગાડે? દાખલા તરીકે, શરાફનો છોકરો જ ે મોટપણે શરાફ થવાનો છે તેણે સાત વરસ સુધી કાંતવાનું શા સારુ શીખવું જોઈએ? જ. આ સવાલ નવી શિક્ષણ યોજના વિશેનું ઘોર અજ્ઞાન પ્રદર્શિત કરે છે. પાયાની કેળવણીની યોજનામાં છોકરો નિશાળમાં કેવળ ઉદ્યોગ શીખવાને જતો નથી. તે નિશાળમાં ઉદ્યોગ વાટે પ્રાથમિક કેળવણી મેળવવાને, પોતાના મનનો વિકાસ સાધવાને જાય છે. મારો દાવો એ છે કે જ ે બાળકે સાત વરસનો પ્રાથમિક કેળવણીનો નવો ક્રમ પૂરો કર્યો હશે તે સામાન્ય નિશાળમાં સાત વરસ ભણેલા બાળકના કરતાં વધારે સારો શરાફ થઈ શકશે. સામાન્ય નિશાળમાં જનાર બાળક શરાફીની નિશાળમાં જશે ત્યાં તેને ગોઠશે નહીં કેમ કે તેની બધી શ�ક્તઓ કેળવાઈ નહીં હોય. જ ે જૂ ના વહે મ ઘર ઘાલીને બેઠા હોય છે તે નીકળવા મુશ્કેલ થઈ પડે છે. આ નવી શિક્ષણ યોજના એટલે થોડુકં અક્ષરજ્ઞાન અને થોડોક
(ગાં. અ. ૬૮ : ૩૭૯ – ૮૪)
સ. તમે કહો છો કે, નવી તાલીમને માટે આપણને પૈસો નહીં, માણસો જોઈએ છે. પણ માણસોને તૈયાર કરવાને સંસ્થાઓ જોઈએ અને તેથી નાણાં જોઈએ. આમ કૂંડાળામાં ફર્યા કરતી આ દલીલમાંથી રસ્તો કેમ કાઢવો? नवजीवनનો અક્ષરદેહ [ જૂ ન 2016]
જ. એનો ઇલાજ તમારા પોતાના હાથમાં છે. તમારી જાતથી શરૂઆત કરો. અંગ્રેજીમાં એક ડહાપણભરી કહે વત નથી કે, ‘ઉદારતાની શરૂઆત પંડથી થાય છે?’ પણ તમે સાહે બની માફક આરામખુરશીમાં પડ્યા પડ્યા આ કામને માટે તમે જ ેમને ઊતરતી જાતનાં પ્રાણીઓ 177
વિચાર કરો. આ સલ્તનતના ઘડતરની પાછળ જ ે એકાગ્ર ભ�ક્ત, જ ે ત્યાગ અને જ ે એકધારો ખંત રહે લાં છે, તેનો વિચાર જરા કરી જુ ઓ. એનો અર્થ એક જ છે. જ્યાં કામ પાર પાડવાનો સંકલ્પ દૃઢ હોય, ત્યાં રસ્તો એની મેળે નીકળે છે. ગમે તે આવી પડે, તોયે આપણે ડગવાના નથી, હાથમાં લીધેલું કામ પાર પાડ્યા વિના છોડવાના નથી, એવો દૃઢ નિશ્ચય કરીને કામમાં મંડી પડો, એટલે એકેએક મુશ્કેલી ને અડચણ જોતજોતામાં ઓગળી જશે. હરિજનબંધુ, ૨૫ – ૮ – ૧૯૪૬
માનો તે તૈયાર થઈ જાય એવી અપેક્ષા રાખો, તો તમે છો ત્યાંના ત્યાં જ રહે શો. મારો રસ્તો એ નથી. છેક બચપણથી નાની સરખી કાં ન હોય, પણ પંડથી જ અને મારી આજુ બાજુ ના લોકોથી શરૂઆત કરવાનો મારો રિવાજ છે. આ વિષયમાં આપણે અંગ્રેજો પાસેથી ધડો લેવા જ ેવો છે. શરૂઆતમાં અહીં હિંદુસ્તાનમાં માત્ર મૂઠીભર અંગ્રેજો આવ્યા ને વસ્યા. અને પછી એમણે પોતાને માટે અહીં એવું સામ્રાજ્ય ઊભું કર્યું જ ે સંસ્કૃતિની અને રાજકીય દૃષ્ટિએ કેટલું ભયંકર નીવડ્યું એનો
આગામી અંકમાં
• નઈતાલીમમાં ખેતીનું સ્થાન
• નઈતાલીમમાં અંગ્રેજીનું સ્થાન
• નઈતાલીમમાં ખાદીનું સ્થાન
• નઈતાલીમમાં ધાર્મિક શિક્ષણનું સ્થાન અને
• નઈતાલીમમાં દાક્તરીનું સ્થાન
• આ યોજનાનું હાર્દ
નવજીવનનાં કે ળવણીવિષયક પુસ્તકો કેળવણીનો કોયડો ગાંધીજી ખરી કેળવણી ગાંધીજી ટાૅલ્સ્ટાૅયની ૨૩ વાર્તાઓ લિયો ટાૅલ્સ્ટાૅય, અનુ. જિતેન્દ્ર દેસાઈ પાયાની કેળવણી ગાંધીજી આત્મરચના અથવા આશ્રમી કેળવણી જુ ગતરામ દવે જીવનનું પરોઢ પ્રભુદાસ ગાંધી
_80.00 _80.00 _150.00 _50.00 _125.00 _150.00
બુનિયાદી શિક્ષણ (નઈતાલીમ)ની ઐતિહાસિક અને વૈચારિક વિકાસયાત્રા ચંદ્રકાંત ઉપાધ્યાય મહાત્મા ગાંધીની કેળવણીની ફિલસૂફી ડાૅ. મણિભાઈ પટેલ મૂરખરાજ અને તેના બે ભાઈઓ ગાંધીજી ગાંધીજીનું શિક્ષણદર્શન (એમના જ શબ્દોમાં) સં. મ. જો. પટેલ
178
_35.00 _60.00 _10.00 _60.00 [ જૂ ન 2016] नवजीवनનો અક્ષરદેહ
હે લ્થ બાપાલાલ ગ. વૈદ્ય છેલ્લાં થોડાં વર્ષોમાં આરોગ્ય પ્રત્યે લોકોની જાગ્રતિ વધી હોય એવું જણાય છે, અથવા કહો કે જીવનશૈલી જ, ખાસ કરીને શહે રી જીવનશૈલી એવી થઈ ગઈ છે કે જાગ્રતિ ધરાવ્યા વગર છૂ ટકો નથી. આરોગ્ય પ્રત્યે કોઈને કોઈ રીતે આવેલી આ સમજણ કે જાગ્રતિ પછીયે તેના સાતત્યપૂર્વકના અમલનો સવાલ તો રહે જ છે. અે માટે સતત પ્રેરણાદાયક વાતો, વાચન, વાતાવરણ. . . આ બધાંમાંથી કંઈક ને કંઈક પૂરું પડે એ જરૂરી છે. એની પાયાની વાત લઈને આવે છે બાપાલાલ ગ. વૈદ્યના પુસ્તક દિનચર્યાનાં પ્રારંભિક પ્રકરણોનું મહત્ત્વનું પેટા પ્રકરણ હે લ્થ. . .
સ્વાસ્થ્યનું અંગ્રેજી ‘હે લ્થ’ થાય છે. પરંતુ સ્વાસ્થ્યનો
ભાવ ‘હે લ્થ’માં આવતો નથી. હવે આપણે હે લ્થની વ્યાખ્યા તરફ વળીશું. સુપ્રસિદ્ધ ડાૅક્ટર કેનેથ વાૅકર કહે છે તેમ ‘હે લ્થ’ શબ્દ અંગ્રેજી ભાષામાં ઘણા વખતથી છે, પણ એનો સાચો અર્થ, મારી પેઠ,ે ઘણાને ખબર નથી. જોકે હે લ્થ — ડાઇનેમિક હે લ્થ — ની વાતો તો બધા જ કરે છે. હે લ્થની વ્યાખ્યા કોઈ અંગ્રેજી પુસ્તકમાં આપવામાં આવી નથી. પરંતુ એક દિવસે એક માસિકમાં એક નાની શી નોંધ વાંચી. તેમાંથી જાણ્યું કે હે લ્થની વ્યાખ્યા રચવા માટે એક કમિટીની રચના થઈ છે. આ કમિટીએ ઘણી મહે નત પછી, કહો કે ઘણી વાટાઘાટો પછી હે લ્થની વ્યાખ્યા નીચે મુજબ બાંધી છે : “Health is a state of complete physical,
mental and social well-being, and not merely the absence of disease and infirmity.”
આ વ્યાખ્યાનો ભાવ હં ુ મારી પોતાની જાત ઉપર અજમાવી જોઉં છુ .ં શું હં ુ ખરે ખરો નીરોગી (હે લ્થી) છુ ?ં હં ુ કદી બીમાર તો પડતો નથી એમ મને યાદ છે. મારામાં કંઈક અશ�ક્ત જ ેવું હશે તે તો મારી વધતી જતી ઉંમરને લઈને હશે. એથી હં ુ માની લઉં છુ ં કે હં ુ નથી બીમાર કે નથી અશક્ત. પરંતુ મારી physical, mental and social well-beingનું શું? અને મનુષ્યના માનસિક સ્વાસ્થ્ય (psychic well-being) નો ન્યાયાધીશ કોણ? હં ુ પોતે ને? એટલે એ ચર્ચાસ્પદ नवजीवनનો અક્ષરદેહ [ જૂ ન 2016]
બાબત છે. દાક્તરો જાણે છે કે euphoria (યુફોરિયા) નામની એક હાલત છે. એમાં દરદી પોતાની જાતને એકદમ સરસ માને છે અને એ જ ક્ષણે, ખરી રીતે, તે ખલાસ થઈ જવાની હાલતમાં હોય છે. મોટે ભાગે તો એ તાવથી ખૂબ પીડાતો હોય છે અને એની જાત ખરી રીતે તો એકાદ વ્યાધિના વિષથી ઉન્મત્ત બનેલી હોય છે. એટલે ખરી રીતે તો માણસ પોતે પોતાની જાતને માટે ‘તદ્દન સરસ’ સટિર્ફિકેટ આપે તે યોગ્ય ન કહે વાય. આ ક્ષણે મારા શરીરની ગરમી તદ્દન નાૅર્મલ છે પરંતુ ‘યુફોરિયા’ તો બ્રાન્ડી પીવાથી પણ અનુભવાય તેમ જ બીજી રીતે પણ. એટલે ખરી રીતે તો હં ુ બનાવટી — spurious — રીતે સારો દેખાઉં. મારા physical well-being માટે આ સ્થિતિ હોય તો પછી mental well-beingનું માપ કાઢવાનું તો એથીય વધુ મુશ્કેલ છે. આ બાબત હં ુ હળવા હૃદયે કોઈ બીજાને સોંપવા પણ રાજી નથી. પ્રથમ તો હં ુ એ જાણવા માગું છુ ં કે મારી માનસિક હાલત માપવા માટે કઈ જાતનો ગજ એ વાપરવા માગે છે અને એનાં ધોરણો શાં છે? પ્રથમ તો હં ુ એને જ પ્રશ્ન પૂછુ ં છુ ં કે હં ુ વધુમાં 179
થોડાં વર્ષોથી આરોગ્ય કેન્દ્રો (હે લ્થ સેન્ટર્સ)
ખોલવામાં આવ્યાં છે પણ આ કેન્દ્રો આરોગ્ય સાથે
કામ પાડશે કે રોગો સાથે> ત્યાં કામ કરવા હે લ્થ
આૅફિસરો નીમવામાં આવેલા હોય છે, પરંતુ એ
નામ જ ખોટું છે કારણ કે એમનું કામ હે લ્થ સાથે
નથી પણ જે ગંદકી તેમની ચોતરફ પ્રવર્તી રહી છે
તે કેમ હટાવવી અને રોગચાળો ફાટી નીકળતાં
કેમ અટકાવવો એ જ એમનું કામ છે. ખરી રીતે
તો એ આૅફિસરો preventative medicine —
રોગ અટકાવવાના કાર્યમાં રોકાયેલા રહે છે અને તેમને બીજા કેટલાક નિષ્ણાતોની એમાં મદદ પણ મળી રહે છે
વધુ સારી માનસિક હાલતમાં છુ ં એ એણે કઈ રીતે જાણ્યું? એક સારી રીતે સફળ થયેલ સુખી વેપારી (બિઝનેસમૅન)ની માનસિક સુખાકારી (well-being) શું એક ધનહીન કવિના કરતાં સારી હતી કે એથી વિરુદ્ધની હતી? અને માની લો કે બહુ મહે નત પછી, મારે જો એ માણસની માનસિક સુખાકારીની પરીક્ષા કરવાની આવે તો પછી મને મારી social health — સામાજિક આરોગ્ય — માટે કોણ તપાસવા બેસશે? હં ુ શેતરંજ રમી શકતો નથી, વાતો કરતાં હં ુ થોડી જ વારમાં ખલાસ થઈ જાઉં છુ ,ં હં ુ જલદીથી નામો પણ ભૂલી જાઉં છુ ં અને હં ુ જ ે વિચારતો હોઉં છુ ં તે વિશે હં ુ ‘હાય’ કરી બંધ થઈ જાઉં છુ .ં શું આ લક્ષણો મારી સામાજિક સુખાકારીનાં છે? ના. ભલે સારા ડાૅક્ટરોની બનેલી એ વગદાર કમિટીએ ‘હે લ્થ’ની વ્યાખ્યા બાંધી હોય પણ તે ચાલી શકે એવી નથી જ. આવતી કાલે હં ુ શહે રમાંથી નાના ગામડામાં જાઉં છુ ,ં અને ત્યાંનાં ખેતરો ને જગ ં લોમાં ફરતાં ફરતાં હં ુ ‘હે લ્થ’નો વિચાર કરીશ. મને આવે વખતે જ બહુ વિશદ વિચારો આવે છે અને હે લ્થની બાબત વિચારની વિશદતા માગી લે છે. આજ ે આ ‘હે લ્થ’ શબ્દ એકધારા 180
આયોજનના યુગમાં, દરે ક રાજકીય માણસના હોઠ ઉપર રમી રહ્યો હોય છે અને અમો દાક્તરો કરતાં આ રાજકીય માણસો તો એનો અર્થ ઓછો જાણે છે. થોડાં વર્ષોથી આરોગ્ય કેન્દ્રો (હે લ્થ સેન્ટર્સ) ખોલવામાં આવ્યાં છે પણ આ કેન્દ્રો આરોગ્ય સાથે કામ પાડશે કે રોગો સાથે? ત્યાં કામ કરવા હે લ્થ આૅફિસરો નીમવામાં આવેલા હોય છે, પરંતુ એ નામ જ ખોટું છે કારણ કે એમનું કામ હે લ્થ સાથે નથી પણ જ ે ગંદકી તેમની ચોતરફ પ્રવર્તી રહી છે તે કેમ હટાવવી અને રોગચાળો ફાટી નીકળતાં કેમ અટકાવવો એ જ એમનું કામ છે. ખરી રીતે તો એ આૅફિસરો preventative medicine — રોગ અટકાવવાના કાર્યમાં રોકાયેલા રહે છે અને તેમને બીજા કેટલાક નિષ્ણાતોની એમાં મદદ પણ મળી રહે છે. મુખ્યત્વે તો તેઓ pathologists હોય છે જ ે ડિફથેરિયાની સામે સુરક્ષા (immunity) આપવાનું કામ કરી રહ્યા છે અને રિસર્ચ કરનારાઓ ઇન્ફ્લુએન્ઝા અને શરદી (cold)નું virus (વાઇરસ) શોધવામાં મચ્યા રહે છે, અને જ ે positive health — સુદૃઢ આરોગ્ય — વિશે હે લ્થ આૅફિસરો કરતાં પણ ઘણું ઓછુ ં જાણતા હોય છે. પેકમ (Peckham) નામનું એક આરોગ્ય કેન્દ્ર છે જ્યાં કેવળ ‘હે લ્થ’નો જ અભ્યાસ ચાલી રહ્યો છે. અને ડાૅક્ટરો જ ે અગત્યની શોધખોળ કરી રહ્યા હોય છે તે આરોગ્યની વ્યાખ્યા આપવા કરતાં આરોગ્ય સંબંધી સારું જ્ઞાન ધરાવતા હોય છે. ત્યાંના બે ડાૅક્ટરોએ આ આરોગ્યધામમાં રહે તા બધાને તપાસ્યા તો તેમાંના ૮૩ ટકા જ ેટલા તો કોઈ ને કોઈ રોગથી પીડાતા હતા, અને છતાંય ત્યાં રહે નારાઓ તો પોતાની શારીરિક સુખાકારી સારી છે એમ જ માનતા હતા! આરોગ્યધામમાં વારંવાર ડાૅક્ટરો આવી ત્યાંના તદ્દન સારા સુખી લાગતા નિવાસીઓની વૈદ્યકીય તપાસ કરતા હતા તેમાં ૧૦માંથી ૯ જ ેટલા શારીરિક માંદગીવાળા જણાતા હતા! તેઓ માંદા છે એ વાતથી તેઓ તદ્દન અજાણ હતા. ઘણી [ જૂ ન 2016] नवजीवनનો અક્ષરદેહ
વખત શરીર ઘણા રોગોને વા [અથવા, કે યાતો, અગરના અર્થમાં] રોગીઓની ઊણપોને ચાલાકીથી જ ેને ‘functional compensation’1 નામે ઓળખવામાં આવે છે એ રીતે સંતાડી રાખે છે. શરીરમાં અમુક એક અવયવને ઈજા થાય છે તો બીજા અવયવો તેની સહાયમાં આવી પહોંચે છે અથવા એક અવયવનું કામ બીજો અવયવ પોતાને માથે લઈ લે છે. એક પગ કાપી કાઢતાં બીજો પગ ખૂબ જ મજબૂત બને છે અને એ પગનું કામ પોતા ઉપર લઈ લે છે અને એક પગે શરીરનો ભાર સહે લાઈથી વહન કરે છે. એક અવયવમાં ખામી જણાતાં બીજો અવયવ ત્યાં પોતાની ડેપ્યુટીને મોકલીને એની ખામી સમાવી લે છે. હૃદયનો એકાદ પડદો રોગિષ્ઠ થતાં હૃદયની માંસપેશીઓ એનું કામ ઉઠાવી લે છે અને એ ખૂબ મજબૂત થઈને રુધિરાભિસરણનો વેગ ટકાવી રાખે છે. આવા ઘણા દાખલા આપી શકાય એમ છે. આવે વખતે ડાૅક્ટરનું કામ આ compensationને મદદ કરવાનું રહે છે. ઘણા વાતો કરે છે કે દાક્તરોએ પેકમ આરોગ્યધામમાં ચાલે છે તેવી વૈદ્યકીય પરીક્ષા દરદીઓની વારંવાર લેવી જોઈએ. દાક્તરો એ કાંઈ ‘snoopers’ (જ ે વસ્તુ પોતાને લાગતીવળગતી નથી એમાં માથું મારનારા) નથી. રસ્તે ચાલનાર ફીકા ચહે રાવાળાઓ જોઈને 1. આયુર્વેદ પ્રમાણે શરીરના દોષો પોતાના માટે અનુકૂલ અને પ્રતિકૂલ પદાર્થોમાં રુચિ ઉત્પન્ન કરે છે, પરંતુ મૂર્ખ લોક આ તરફ ધ્યાન નથી આપતા. અષ્ટાંગહૃદયકાર વાગ્ભટ આનું સમર્થન કરે છે : कुर्वते हि रुचिं दोषाः विपरीतसमानयोः ।
वृद्धा क्षीणाश्च भूयिष्ठाः लक्षयन्त्यबुधस्तु ज्ञ ।।
દોષો વૃદ્ધ થઈ જાય — વધી જાય — તો એને ક્ષીણ કરવાવાળા પદાર્થોમાં શરીર સ્વયં રુચિ ઉત્પન્ન કરે છે અને જો ક્ષીણ થઈ જાય તો શરીર સ્વયં વૃદ્ધકર દ્રવ્યોમાં રુચિ ઉત્પન્ન કરે છે. ‘functional compensation’ જ ેવી જ આ વાત છે. કોઈ વસ્તુ શરીરમાં ઘટતી હોય તો તેની પુષ્ટિ માટે અને વધુ પડતી હોય તો તેને ઘટાડવા માટે શરીરમાં વાતાદિ દોષો સ્વયં એ તરફ પોતાની સત્તા વાપરે છે અને શરીરરક્ષા સાધે છે.
नवजीवनનો અક્ષરદેહ [ જૂ ન 2016]
અમો ડાૅક્ટરો જો દરેકની દર મહિને તપાસ
કરવાનું સ્વીકારીશું તો અમને ભય છે કે એમાંના ઘણા તંદુરસ્ત માણસોને અમો hypochondriacs (પોતાની તબિયત વિશે વધુ પડતી ચિંતા કરનારા
કે કોઈ પણ કારણ ન હોવા છતાંય પોતાની જાતને માંદી માનનારા) બનાવી દઈશું. એક વસ્તુ તો અમને દીવા જેવી સ્પષ્ટ સમજાય છે કે પોતાના
શરીરની વધુ પડતી કાળજી દરદીઓએ ન રાખવી
જોઈએ. રોગની ચિંતા જેમ ઓછી તેમ તે વધુ સારો નીરોગી રહે વાનો. એથી કરી રોગની નિયમિત પરી�ા (detection of disease) કે વારંવાર ‘ચેક-અપ’ ન કરાવવામાં જ ડહાપણ છે
અૅનીમિયા કે ભૂરાશ લેતા ચહે રાઓ જોઈ હૃદય કે ફે ફસાંના રોગનું નિદાન કરી તેવાઓની વહારે ધાવાનું કામ તેમનું નથી. એવા કેસો શોધવાનું કે એની પાછળ પડવાનું કામ દાક્તરનું નથી. વળી અમો ડાૅક્ટરો જો દરે કની દર મહિને તપાસ કરવાનું સ્વીકારીશું તો અમને ભય છે કે એમાંના ઘણા તંદુરસ્ત માણસોને અમો hypochondriacs2 (પોતાની તબિયત વિશે વધુ પડતી ચિંતા કરનારા કે કોઈ પણ કારણ ન હોવા છતાંય 2. ચરક સંહિતાના अपस्मार અધ્યાયમાં अतत्त्वाभिनिवेश નામનો એક રોગ આપવામાં આવેલો છે. तत्त्वનો અર્થ થાય છે સત્ય. अतत्त्वનો અર્થ થાય છે અસત્ય. એ રોગી અસત્ય વિષયોમાં અભિનિવેશ (આગ્રહ) રાખનારો હોય છે, તેથી તેનું નામ અતત્ત્વાભિનિવેશ રાખ્યું છે. આ રોગમાં રોગી તદ્દન સ્વસ્થ હોય છે છતાંય તે પોતાને ગંભીર રોગ છે એમ માની લે છે. કોઈ પણ વાત ઉપર એનું મગજ સ્થિર રહી શકતું નથી. વ્યર્થ ચિંતા કર્યા જ કરે છે. વિના વ્યાધિએ વ્યાધિની ચિંતામાં રહે છે. ‘મારા પેટમાં સાપ ભરાઈ ગયો છે. તે જ મારા પેટમાં ભમ્યા કરે છે અને હં ુ જ ે ખાઉં છુ ં તે બધું તે જ ખાઈ જાય છે.’ ઇત્યાદિ ખોટા વિચારો એ કરતો જ રહે છે. અંગ્રેજીમાં આ રોગને paramnesia (પૅરામ્નેસિયા) વા paranoia (પૅરાનોઇયા) કહે છે. hypochondria (હાઇપોકાૅન્ડ્રિયા) પણ એને કહી શકાય ખરો. 181
પોતાની જાતને માંદી માનનારા) બનાવી દઈશું. એક વસ્તુ તો અમને દીવા જ ેવી સ્પષ્ટ સમજાય છે કે પોતાના શરીરની વધુ પડતી કાળજી દરદીઓએ ન રાખવી જોઈએ. રોગની ચિંતા જ ેમ ઓછી તેમ તે વધુ સારો નીરોગી રહે વાનો. એથી કરી રોગની નિયમિત પરીક્ષા (detection of disease) કે વારંવાર ‘ચેક-અપ’ ન કરાવવામાં જ ડહાપણ છે. હે લ્થની વ્યાખ્યા બાંધતા પહે લાં ખરી રીતે સૌ પ્રથમ life — જીવનની વ્યાખ્યા બાંધવી જોઈએ અને આવા બધા પ્રયત્નો આજ સુધી નકારગત નીવડ્યા છે. જીવનની આંટીઘૂંટી સમજ્યા સિવાય હે લ્થનો વિચાર કરી શકાય એમ નથી. ‘લાઇફ’ની વ્યાખ્યા એક વિદ્વાને બાંધી છે : “Life is the capacity of an organism
to absorb negative entropy from its environment.” અર્થાત્ જીવતાજાગતા માણસની એની આંતરસમતા (internal equilibrium)
સાચવવાની શ�ક્ત એ જ જીવન છે. પ્રાણીઓના આરોગ્યની માપણી ખરી રીતે તેના આજુ બાજુ ના વાતાવરણ સાથે સમતા (equilibrium) સાચવવાની શ�ક્ત પરથી થવી જોઈએ. દા. ત., મૂત્રપિંડ સારી સ્થિતિમાં છે કે કેમ તે લોહીમાં પાણીનો જ ે ભાગ છે તેને મૂત્રપિંડ કાયમ એક જ સ્તર પર રાખી શકે છે કે નહીં તે ઉપરથી પરખાય છે. વધુ પાણી પીતાં મૂત્રપિંડ વધુ પડતો પેશાબ બહાર કાઢી રક્તાન્તર્ગત જલને સરખું સાચવી રાખે છે. થોડું પાણી પીવામાં આવે છે ત્યારે પેશાબ ઓછો થાય છે કારણ કે તે વખતે મૂત્રપિંડ અક્રિય (inactive) રહે છે જ ેથી વધુ પડતો પેશાબ થાય નહીં. આવો ત્વરિત નિકાલ કરવા માટે જ્યારે જ્યારે વધુ પાણી પીવામાં આવે છે ત્યારે ત્યારે લોહીને dilate કરવાનું કાર્ય કિડનીને બજાવવાનું રહે છે. આ જ પ્રમાણે હૃદયની નીરોગિતા તે વધુ પડતા શ્રમ સામે થવા કેવું ત્વરિત ગતિ અને ચોકસાઈથી કામે લાગી જાય છે તે ઉપરથી જાણી શકાય છે. ઊંચે ચડતાં હૃદયની 182
ગતિ ખૂબ વધી જાય છે અને જ્યારે એની muscular activity બંધ પડે છે ત્યારે તે ઘટી જાય છે. આ જ ધોરણ સમસ્ત શરીરની total health માપવા માટે લાગુ પાડી શકાય. વાતાવરણના ફે રફારો સાથે જ ે શરીર પોતાની સમતા સાચવી શકે અને વાતાવરણ અનુસાર પોતામાં ફે રફાર કરી લે એ જ હે લ્થનું લક્ષણ છે. રોગી માણસ આમ કરી શકે નહીં. મનુષ્ય એ એક અતિશય adaptable organism — જ ેવા પડે તેવા દેવાય એ સાચવનારું પ્રાણી છે. ગમે તેવા ખરાબ સંજોગોમાં એ પોતાની જાતને સંભાળી શકે છે. સખત ગરમી પડતાં તે પંખા, ઠડં ાં પીણાં, ઍરકન્ડિશન્ડ મકાનો વગેરેનો ઉપયોગ કરી પોતાનું રક્ષણ કરી લે છે. ઉત્તર ધ્રુવની બેસિતમ ઠડં ીમાં તે સારો પોશાક અને સારો ખોરાક ખાઈ પોતાની ગરમી સાચવી રાખે છે. સમુદ્રને તળિયે કે અંતરીક્ષના વાતાવરણમાં પણ એ જ ે કરવા જ ેવું લાગે છે તે કરી લે છે. પરંતુ સાચી વાત તો એ છે કે આવી રીતે તે પોતાનો બચાવ કરી શકે છે એનું કારણ એનું વિકસિત મગજ છે. બધાં પ્રાણીઓમાં ઓછામાં ઓછા સંરક્ષણવાળું પ્રાણી માનવ છે. એનામાં નથી સિંહનું બળ કે નથી હરણની ચપળતા કે ત્વરિત ગતિ. એના બચાવનું એકમાત્ર સાધન એની પાસે એનું મગજ છે. પણ આ adaptability — વાતાવરણને અનુકૂળ થઈ રહે વાની તેની શ�ક્ત — તેના શારીરિક આરોગ્ય માટે તો બરાબર છે પણ એથી કરી એ માણસની total efficiencyનું માપ નક્કી ન કરી શકાય. કારણ કે survival — રક્ષણ કરી જીવવું — એ જ એકમાત્ર તેના અસ્તિત્વનો આદર્શ નથી. કેટલીક વખત એવા પ્રસંગો જીવનમાં ઉપસ્થિત થાય છે જ્યારે એ જીવવા કરતાં મરવું વધુ પસંદ કરે છે. એવે વખતે તે પોતાની જાતને આદર્શોના ભોગે ગમે તેમ કરી બચાવી લેતો નથી. પોતાના આદર્શો અને તેના શારીરિક સ્વાસ્થ્ય વચ્ચે કેટલીક વખત એણે નિર્ણય લેવો પડે છે અને તે આદર્શને જ વરે છે. [ જૂ ન 2016] नवजीवनનો અક્ષરદેહ
not a straight line. એનો પંથ અટપટો છે. જીવનની
આલ્બર્ટ શ્વાઇટ્ઝર આવે વખતે, આરોગ્યનો વિચાર spiritual health — આધ્યાત્મિક આરોગ્ય — સાચવવા માટે કરવો કે બીજાઓ માટે (તે વખતે) પોતાની જાતને ન્યોછાવર કરી નાખવા કરવો એ વિચારવા કહે છે. એ કહે છે કે એવે વખતે — આરોગ્યનો વિચાર — શરીર સાચવવાનો વિચાર — ન કરવાનો હોય, કારણ કે હે લ્થ એ તો એક સાધન છે, સાધ્ય (end) નથી.1 એટલે સ્વસ્થ માણસની કે તેના સ્વાસ્થ્યની ઉપલી વ્યાખ્યા ઘણી રીતે ઊણપવાળી લાગે છે. ઘણી બાબતોની પેઠ ે આ હે લ્થની બાબતમાં પણ તેની વ્યાખ્યા બાંધવી મુશ્કેલ છે. છતાંય, આ જમાનામાં વ્યાખ્યાઓ સિવાય વિદ્વાનોને ચેન પડતું નથી. જીવન — આયુ — એ સીધી લીટી જ ેવું નથી. It is
વ્યાખ્યા બંધાય તો જ સ્વાસ્થ્યની બંધાય. આયુર્વેદે જ ેમ સ્વસ્થ જીવનની વ્યાખ્યા બાંધી છે તેમ સ્વાસ્થ્યની પણ બાંધી છે. અમારા નમ્ર મત મુજબ આ બંને વ્યાખ્યાઓ અદ્ભુત છે. પ્રસન્ન આત્મા, ઇન્દ્રિય અને મન જ ેનાં હોય તે જ સાચો સ્વસ્થ માનવ; અને માનવ એટલે શરીર, ઇન્દ્રિય, સત્ત્વ અને આત્માનો પુંજ. એટલે આત્માને ઓળખ્યા સિવાય આરોગ્યનો તાગ કાઢવો અશક્યવત્ છે. માનવ એ પરમાત્માનો જ અંશ છે. એ મહાનલનો જ એક તણખો છે. જ ે બ્રહ્માંડમાં છે તે જ પિંડ — માનવશરીર — માં છે. આ પિંડ-બ્રહ્માંડ-ન્યાય આયુર્વેદને અભિપ્રેત છે. આયુર્વેદની स्वस्थની વ્યાખ્યા आयुની એની વ્યાખ્યા સાથે બંધબેસતી છે.
1. ડાૅક્ટર કેનેથ વાૅકર ‘A Doctor Digresses’ તેમના પુસ્તક ઉપરથી આ લખાણ લેવાયેલું છે.
કે ટલાંક આરોગ્યવિષયક પુસ્તકો
આરોગ્યની ચાવી ગાંધીજી આંખ સાચવવાની કળા ડાૅ. ગોવિંદભાઈ પટેલ કુ દરતી ઉપચાર ડાૅ. શરણપ્રસાદ કામવિજય સી. જ ે. વાન લીટ ઘરગથ્થુ વૈદક બાપાલાલ ગ. વૈદ્ય ડાૅક્ટર આવતા પહે લાં ડાૅ. શિવપ્રસાદ ત્રિવેદી દિનચર્યા બાપાલાલ ગ. વૈદ્ય પ્રાકૃ તિક જીવનશૈલી અને રોગનિવારણ જિતેન્દ્ર આર્ય મધુપ્રમેહ અને તેના ઉપચાર ચંદુલાલ કા. દવે યોગાસન સેલ્ફ ટીચર શિવાભાઈ પટેલ
_ 15.00 _ 80.00 _ 100.00 _ 40.00 _ 300.00 _ 30.00 _ 100.00 _ 75.00 _ 20.00 _ 100.00
લસણ બાદશાહ ઈશ્વરલાલ શાસ્ત્રી સ્ટ્રેસ ડાૅ. શિવપ્રસાદ ત્રિવેદી કૌટુબિ ં ક હોમિયોપથિક માર્ગદર્શિકા જ ે. કે. મજમુદાર દર્દનિવારક નસમાલિસ શિક્ષક શિવાભાઈ પટેલ માનવમૂત્ર રાવજીભાઈ પટેલ રસ પીઓ કાયાકલ્પ કરો કાંતિ ભટ્ટ, મનહર ડી. શાહ લસણ—મેથીની ચમત્કારી અસર ડાૅ. લેલાૅર્ડ કાર્ડલ Key to Health Gandhiji Nature Cure Gandhiji
_ 50.00 _ 15.00 _ 90.00 _ 15.00 _ 150.00 _ 100.00 _ 15.00 _ 15.00 _20.00
આ ઉપરાંત, હૃદયરોગ પર ડાૅ. રમેશ કાપડિયાનાં બધાં પુસ્તકો ગુજરાતી અને અંગ્રેજીમાં પણ ઉપલબ્ધ છે. नवजीवनનો અક્ષરદેહ [ જૂ ન 2016]
183
સતજુ ગી માણસની કથા
‘પુરુષાર્થ પોતાનો ઃ પ્રસાદ પ્રભુનો’ પુસ્તક વિશે
મનુભાઈ પંચોળી ‘દર્શક’ ડાૅ. હરગોવિંદદાસ લક્ષ્મીશંકર ત્રિવેદી, જાણીતી ઓળખ ડાૅ. એચ. એલ. ત્રિવેદી. આ ડાૅક્ટર સાહે બના પરિચય માટે વધુ શબ્દોની જરૂર નથી. કિડની પ્રત્યારોપણમાં અમદાવાદથી લઈને એશિયા સુધી તેમની ખ્યાતિ પ્રસરે લી છે. વર્ષ ૧૯૯૭માં પ્રકાશિત તેમની આત્મકથા Tryst with Destinyની સંવર્ધિત દ્વિતીય આવૃત્તિ અને તેનો ગુજરાતી ભાવાનુવાદ હાલમાં જ નવજીવને પ્રકાશિત કર્યો. આત્મકથાની પહે લી આવૃત્તિને પોંખી હતી — પ્રસ્તાવના લખી હતી દર્શકે. પુરુષાર્થ પોતાનો પ્રસાદ પ્રભુનો નામે પ્રકાશિત આ આત્મકથામાંથી પ્રસ્તાવના અને ટર્નિંગ પાૅઇન્ટ સમાન એક પ્રકરણ. . . (1914 • 2001)
ગુજરાતમાં આત્મકથાઓનો સારો ફાલ છે. ગાંધીજીની આપઅભ્યાસના બળે માર્ગ જ ન કાઢે પણ યુ. એસ. આત્મકથા તો શીશટોચ છે, કારણ કે કોઈએ ન આપ્યું હોય તેવું એમણે સત્યના પ્રયોગો માં આપ્યું. ડાૅ. ત્રિવેદીની આત્મકથા આ હારમાળામાં અગ્રહરોળમાં સ્થાન લેશે, કારણકે એ પણ ભગવાન ભરોસે કરે લ સાહસભર્યા પ્રયોગોની કથા છે. સૌરાષ્ટ્રના એક ધૂળિયા ગામડામાં જન્મેલ બ્રાહ્મણનો છોકરો, ઊંચે માથે અમેરિકા જાય અને ત્યાં
ÆÜàÓàóÜܳÜÚ ÆÜÜå´ÜÜÃÜÜå : ÆÜÂôÜܹ ÆÜÂÍÜàÃÜÜå ÍÜÜíÜÜÃÜàíÜܹ : ²Üç. †Óà±ÜÜ ÝíÜòÜÃÜÜ³Ü íܱÜß‘Ó ÆÜ‘ÜïÜ‘": ÃÜíÜ¢íÜÃÜ ÆÜ‘ÜïÜÃÜ ÏÜØÝ¹Ó ÆÜ‘ÜïÜÃÜ íÜóÜÚ": 2016 ÆÜåÆÜÓ ËÜç‘ ôÜ܇”": 5.5'×8.5' ÆÜÜÃÜÜØ 336, _ 300
184
એ.માં ને કૅનેડા જ ેવા દેશનાં વિદ્યાધામોમાં માનપાન મેળવે, કોઈ ધનપતિ કે રાજકીય આગેવાનોની ભલામણ નહીં, પણ પોતાના કામથી જ પોતે જમાવેલી ભલામણ. ઊંડો — કદી ન થાક જાણનાર અભ્યાસ, ને સૌને ઉપયોગી થવાની ઇચ્છા. આ બે બળે તે દાક્તરવિદ્યાના નવા અને અજાણ્યા ક્ષેત્ર કિડની બેસાડવાની વિદ્યામાં પંકાયા, અૅવાૅર્ડ, માન, સદ્ભાવ પામ્યા. સુખસગવડો પણ મળ્યાં, પણ તે ભોગવવાનો વખત ક્યાં હતો? ‘મારા દરદીઓ’નું પ્રકરણ વાંચો, કોઈ મૃત્યુ સામે ઝૂઝતો યુવાન, કોઈ દુખાતી સગર્ભા યુવતી — પોતાની બંધ પડેલી કિડની મળી જાય તો બચી જાય. કિડની ક્યાંક હંગેરી કે જર્મનીમાં છે, યુ. એસ. એ.માં છે. દાક્તર ને હાૅ�સ્પટલ છે કૅનેડામાં, પણ તારનાં દોરડાં ને ફૅ ક્સના સંદેશા છે, ઉજાગરો કરી રાતને દિવસ કરનારો માયાળુ — હાર ન સ્વીકારનારો દાક્તર છે. ને તે યુવાન બચી જાય છે, સગર્ભા યુવતી પ્રસન્ન બને છે, ને એથીયે પ્રસન્ન બને છે દાક્તર પોતે, કારણકે તેને અનુભવ થાય છે કે શ્રીકૃ ષ્ણે કહ્યું છે તે અફર સત્ય છે. “तेषां नित्या भियुक्तानां योगक्षेम् वहाम्यहम्” — તેઓ જ ે મારી સાથે નિત્ય જોડાયેલા છે તેની સારસંભાળ હં ુ લઉં છુ .ં [ જૂ ન 2016] नवजीवनનો અક્ષરદેહ
દાક્તર કાંઈ પૂજાપાઠના બ્રાહ્મણ નથી. તેનું કામ તે જ તેમનાં સંધ્યા-પૂજા. ભગવાનનેય ભાવની જ પડી છે. આ વિદેશમાં બાંધવ સમા મિત્રો, રસ્તો ચીંધનારા ગુરુઓ મળી રહે છે. હૃદયમાં હામ પૂરનાર અનન્યા ગૃહિણી તો છે જ. નામ પણ કેવું યથાર્થ — ‘શારદા’. આ કીર્તિ ને માનપાનની ટોચે પહોંચેલ દાક્તરને એક દિવસે સાદ થાય છે મા ભૂમિનો. જ્યાં આ વિદ્યાના જાણનારા જૂ જ છે, ને તેનો લાભ તો અતિજૂ જ ગરીબોને મળે છે. આ ગરીબોની આંતરડીનો કકળાટ તેને સંભળાય છે, ને બધી માયા સંકેલી પ્રભુને નામે — ગરીબીએ, અજ્ઞાને, કુ સંપે ગૂંગળાતા દેશમાં આવે છે. સાથીદારો તેને કહે છે કે — ‘તારે જ્યારે પાછા આવવું હોય ત્યારે અહીંનાં બારણાં ખુલ્લાં છે.’ પણ ડાૅ. ત્રિવેદીએ કદી પાછા વળીને જોયું નથી. તેનું સ્વપ્નું ગુજરાતમાં એક એવું કિડની સંસ્થાન ઊભું કરવાનું છે, જ ેની જોડ દેશમાં ક્યાંય ન હોય — કાંઈ ઓળખાણ નથી — ભલામણ નથી — એક વાર જમીન નથી — બૅંક બૅલેન્સ નથી, અને દસ કરોડનું મકાન ને વર્ષે અરધો કરોડ માગે તેવું સંસ્થાન ઊભું કરવાનું સ્વપ્ન છે. આ ઘેલા સ્વપ્નને સિદ્ધ કેમ કર્યું તેની આ કથા છે. હિંદનાં વડાં પ્રધાન, ધાર્યું કરે તેવાં, હા પાડે છે મદદરૂપ થવાની — સહી કરી આપે છે, ફાઇલ પર પણ કાંઈ થતું નથી. ગુજરાત સરકાર સહાનુભૂતિ બતાવે છે પણ તેની પાસે પૈસા નથી. રાજ્ય પાસે અને કેન્દ્ર પાસે પૈસા નથી — ને તે આ બ્રાહ્મણે મેળવવાના છે. ને તે પ્રભુપ્રતાપે — સુદામાને દ્વારિકામાં મળ્યું તેમ મળી રહે છે. મુંબઈથી ફોન આવે છે. ‘‘ત્રિવેદી, હં ુ મુંબઈથી રસિક દોશી બોલું છુ ં — આપણે સાથે ભણતા તે યાદ છે.’’ ડાૅક્ટર કહે છે, ‘‘કેમ યાદ ન હોય.’’ રસિક દોશી કહે છે, ‘‘હં ુ થોડું કમાયો છુ ં ને પૈસા ખરચવા છે.’ આ બાળપણનો ગોઠિયો તેને પચાસ લાખ नवजीवनનો અક્ષરદેહ [ જૂ ન 2016]
આ કીર્તિ ને માનપાનની ટોચે પહોંચેલ દાક્તરને
એક દિવસે સાદ થાય છે મા ભૂમિનો. જ્યાં આ વિદ્યાના જાણનારા જૂ જ છે, ને તેનો લાભ તો
અતિજૂ જ ગરીબોને મળે છે. આ ગરીબોની
આંતરડીનો કકળાટ તેને સંભળાય છે, ને બધી માયા સંકેલી પ્રભુને નામે — ગરીબીએ, અ�ાને, કુ સંપે ગૂંગળાતા દેશમાં આવે છે
રૂપિયા આપે છે ને મફતકાકા પાસેથી બીજા પચાસ લાખ અપાવે છે. આનું નામ જ મારી સાથે જોડાનારની ‘હં ુ સારસંભાળ લઉં છુ ’ં તેવો કોલ પણ પૈસાથી જ ન ચાલે. આ તો અદ્યતન વિજ્ઞાનનું કામ. તજ્જ્ઞ મિત્રો જોઈએ — તેય મળી રહે છે. ડાૅ. સૂર્યકાન્ત, ડાૅ. વીણા શાહ, ડાૅ. પ્રવીણા શાહ, ડાૅ. શૈલેશ શાહ, ડાૅ. તેજાંશુ શાહ, ડાૅ. કીર્તિપાલ, ડાૅ. ખેમચંદાની — પોતપોતાના ક્ષેત્રમાં વડેરાં. આ સૌ ડાૅ. ત્રિવેદીને મળી રહ્યાં. આ કેમ બન્યું? આનો કાંઈ કોઈ જવાબ નથી. પણ દાક્તરે અમેરિકાની સુખસગવડો માનપાન, ભારતીય રંક દરદીઓ માટે છોડ્યાં ને તેને મળી રહ્યું. વલ્લભભાઈ, તે વખતના આરોગ્યખાતાના પ્રધાન — સહકારી આગેવાન. ધગશ તો એમની જ — જમીન કાઢી આપે છે. વાત સાંભળીને તરત જ શીંગલુ — સચિવ સાંભળીને તરત સ્વાયત્તતા આપે છે — ને નવી સ્વાયત્ત સંસ્થાના નિયામક બનાવે છે. દાક્તર ઘરે જઈને શારદાબહે નને કહે છે — ‘નિયામકને વધાલી લે’. કેવો કોમળસભર પ્રેમ છે. દસ કરોડ રૂપિયા ભેગા કરવાનું કામ સહે લું 185
નથી — એટલે મકાન એ જ પણ કરકસરથી બાંધવાનું ઠરાવે છે. સિમેન્ટવાળા, લોખંડવાળા, સૌને સમજાવી સસ્તા ભાવે માલ મેળવે છે ને દસ કરોડનું મકાન અઢી કરોડમાં બાંધે છે. ચમત્કાર જ, બસ ચમત્કાર. અડચણો નથી તેવું નથી; ખટપટો નથી તેમ નથી. ધાકધમકીઓ, જાસા નથી મળતા તેમ નથી, આડા પાણા નથી નખાતા તેવું નથી, પણ દાક્તર તેને પોતાના કામનો જ જાણે ભાગ ગણે છે. પરદેશી મિત્રો કહે વરાવે છે ‘‘તારા દેશમાં તારી કદર નથી થતી — અહીં આવતો રહે .’’ પણ પાછુ ં વાળીને જુ એ તે દાક્તર ત્રિવેદી નહીં. ‘‘દીવાલો દુર્ગની તૂટ,ે તમારી આત્મશ્રદ્ધાનો’’1 ગુજરાતમાં નહીં — ભારતમાં દાક્તરનું સન્માન થાય છે. નેફ્રોલાૅજી, કિડની પ્રત્યારોપણની દેશવ્યાપી સંસ્થાના પ્રમુખ નિમાય છે અને પરદેશના નામાંકિતો તેમાં સાથ આપે છે. પણ આ બધા પછી પણ તેમનો આરાધ્ય તો દરદી જ છે. રોજ દરદીઓને મળવું — સાંભળવા — સાંત્વન આપવું — તેની સગવડો ઊભી કરવી. ૨૫૦ પથારીની આ કિડની સંસ્થાની લૅબ, આૅપરે શન થિયેટર, દરદીઓની પથારી બધું જ રોજ જોવાનું જ. ભક્ત એના ભગવાનનીયે એટલી બધી કાળજી નહીં કરતા હોય. એમણે જ પોતાના જીવનસારરૂપે આ વાત લખી છે. એમના જ શબ્દોમાં, કારણકે તેમાં અનુભવની 1. “દીવાલો દુર્ગની ફાટે, તમારા કેદખાનાની તૂટે જજી ં ર લોખંડી, તમારી આત્મશ્રદ્ધા તો” – સ્નેહરશ્મિ
186
સચ્ચાઈનો રણકો છે : મારી ધર્મની માન્યતાઓમાંની એક માન્યતા એવી છે કે જો તમે જરૂરતમંદ, ગરીબ અને પીડિત લોકોની સેવા કરશો, અને સેવા ખરા દિલથી કરશો તો તમે સર્વોચ્ચ શ�ક્ત (ઈશ્વર)ની વધુ નજીક પહોંચી શકશો. આ ખ્યાલ મારા બૌદ્ધિક માનસને વાજબી લાગે છે. મારે કહે વું જોઈએ કે કટોકટીના સમયમાં જિદં ગીમાં તદ્દન અણધાર્યા ક્ષેત્રમાંથી મને મદદ મળતી રહી છે. આને આપણે શું કહીશું? ચમત્કાર અથવા / અને નસીબ. આ બધા બનાવોનો વધારે અર્થ તારવવો એ મારી બુદ્ધિમત્તાની હદબહારની વાત છે તેમ છતાં મારે કહે વું જોઈએ કે હં ુ જ ેટલું આપી શકું એ કામ મેં પૂર્ણપણે આપ્યું છે. અને હં ુ ત્યાં સુધી આપતો રહ્યો છુ ં જ્યાં સુધી કમભાગી લોકોની સેવા કરવાનું આ કાર્ય મને તેમ જ મારા કુ ટબ ું ને સહનશ�ક્તની હદ સુધી પહોંચી ગયું હોય. માણસ આથી વધારે શું કરી શકે? શું કહી શકે? દાક્તર ત્રિવેદી એ સતજુ ગિયા માણસ છે. જ ે સતજુ ગની વાતો કરવામાં નહીં પણ અહીં સતજુ ગ ઉતારવામાં માને છે. સતજુ ગ આવતો નથી, પણ સતિયા લોકોએ લાવવાનો છે. ગાંધીની આત્મકથાનો આ જ સારાંશ છે. દાક્તરે જાણ્યેઅજાણ્યે તેને પચાવ્યો છે. તેમનું યોગક્ષેમ ભગવાને સંભાળ્યું છે ને સંભાળશે. તેના ટેકા વિના કામ કરવું શક્ય જ નથી. તે ટેકો તેમને મળતો રહે તેવી શુભેચ્છા. ૧૫મી આૅગસ્ટ, ૧૯૯૭ લોકભારતી – સણોસરા,
[ જૂ ન 2016] नवजीवनનો અક્ષરદેહ
વડાં પ્રધાન સાથેની મુલાકાત
ડાૅ. એચ. એલ. ત્રિવેદી
यः पठति लिखति पश्यति परिपृच्छती पण्डितान् उपाश्रयपि ।।15।। तस्य दिवाकरकिरणैः नलिनी दलं इव विस्तारिता बुद्धिः ।।15।। જ્ઞાનીઓના સંગાથમાં રહીને જ ે વ્ય�ક્ત જુ એ છે, લખે છે, વિચાર કરે છે, એ સૂર્યકિરણના સંપર્કથી જ ેમ કમળપુષ્પનો વિકાસ થાય છે તેવો વિકાસ પામે છે.
શ્રીમતી ઇંદિરા ગાંધીએ ૧૯૮૨માં1 ફરીથી કેન્દ્ર સરકારનું સંચાલન સંભાળી લીધું હતું અને વડાં પ્રધાન તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યાં હતાં. આ તેજસ્વી– ઓજસ્વી મહિલાએ નહે રુ પરિવારમાં જન્મ લીધો હોવાથી એ એક શ�ક્તશાળી રાજનીતિજ્ઞ તો હતાં જ ઉપરાંત ગળથૂથીમાં રાજકારણ મેળવ્યાની સાથે સાથે રોજ રોજ રાજનીતિના નવા દાવપેચ શીખતાં. તેમણે પોતે પણ અત્યંત કુ શળ, ખુમારીવાળાં અને જાજરમાન એવા રાજનીતિજ્ઞ તરીકે પોતાનું અનેરું સ્થાન સ્થાપિત કરી દીધું હતું. એ દિવસોમાં એવી બોલબાલા હતી કે સંપૂર્ણ લોકસભામાં માત્ર એક જ શ�ક્તશાળી પુરુષ હતો, જ ેનું નામ હતું ઇંદિરા ગાંધી! સ્વપ્નદ્રષ્ટા પિતા અને ભારતના પ્રથમ વડા પ્રધાન શ્રી જવાહરલાલ નેહરુ તથા તે પછીના લોકલાડીલા વડા પ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રી પાસેથી વારસામાં એમને દિલ્હીનો તાજ બક્ષિશમાં મળ્યો હતો. આટલા મોટા, અસંખ્ય પ્રશ્નોવાળા અને વિરોધાભાસી વલણ ધરાવનારા તેમ જ સિદ્ધાંતોમાં માનનારા શાસકો, રાજકારણીઓ અને (કેટલાક નેતાઓની દૃષ્ટિએ) અણઘડ પ્રજાને સંભાળી લેવા માટે આ મા જગદંબાનું નવું જ અવતરણ હતું! એકીસાથે રાષ્ટ્રના અસંખ્ય, બહુઆયામી પ્રશ્નો અને તેની સાથે 1. વડાં પ્રધાન તરીકે શ્રીમતિ ઇંદિરા ગાંધીનો ફરી વખતનો કાર્યકાળ ૧૯૮૦થી ૧૯૮૪નો હતો. ડાૅ. એચ. એલ. ત્રિવેદીએ તેમની મુલાકાત ૧૯૮૨માં લીધી. – સં.
नवजीवनનો અક્ષરદેહ [ જૂ ન 2016]
સાથે જ એકલી વિધવા મા અને પ્રેમાળ દાદીમા, એવાં બધાં જ પાત્રો આ વિશેષ ભણતર વગરની વિદુષી સ્ત્રી કોઈ પણ વિચક્ષણ અને બુદ્ધિશાળી પુરુષને શરમાવે એવી સ્ફૂર્તિ અને કાર્યદક્ષતાથી નિભાવીને સતત પ્રવૃત્તિશીલ રહે તી. હં ુ ઘણા સમયથી ઇંદિરાજીની મુલાકાત-સમય લેવા માટે પ્રયત્નશીલ હતો. માર્ચ, ૧૯૮૨થી મેં જાતે એમના કાર્યાલય સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો હતો. મારી ઇચ્છા હતી કે, કિડનીના રોગોની ગંભીરતા અને એની યોગ્ય સારવારની અનિવાર્યતા એમને સમજાવું. સાથેસાથે મારી આવડતની વાત કરું તો કદાચ કિડની ઇ�ન્સ્ટટ્યૂટને કેન્દ્રીય મહત્ત્વ ધરાવતી રાષ્ટ્રીય સંસ્થાનો દરજ્જો એ અપાવી શકે. પછી સંસ્થાનું કાર્યક્ષેત્ર સહે લાઈથી દેશવ્યાપી થઈ શકે અને પ્રગતિ પણ ખૂબ ઝડપથી સાધી શકાય. એપ્રિલ માસના અંતમાં મને વડાં પ્રધાનની કચેરીએથી કાગળ મળ્યો કે, મૅડમે મને ૩૧ મે, ૧૯૮૨ના રોજ સવારે ૯–૦૦ વાગ્યે મુલાકાતનો સમય આપ્યો છે. હં ુ ખૂબ ખુશ થઈ ગયો! આ મુલાકાત-સમય મેળવવા માટેની સફળતા કાૅંગ્રેસ પક્ષના અગ્રણી શ્રી રામજીભાઈ માવાણીના પ્રયત્નોને કારણે મળી. ૩૦ મેની રાત્રે દિલ્હી ખાતે આવેલ ગુજરાત ભવનમાં રોકાયા. વહે લી સવારે ૧, અકબર રોડ પર વડાં પ્રધાનના નિવાસસ્થાને રામજીભાઈ મને લઈ ગયા. અમે ત્યાં પહોંચ્યા ત્યારે લગભગ ત્રણસો લોકોની ગિરદી ત્યાં હતી અને 187
મધપૂડાની જ ેમ લોકો બંગલાની બહાર ઘેરાયેલ દેખાતા હતા. રામજીભાઈએ મારો હાથ પકડી રાખ્યો અને નાના બાળકની જ ેમ મને અંદર દોરી ગયા. એમણે મને પહે લેથી ચેતવી દીધો હતો કે, મૅડમના બંગલે ખૂબ જ ભીડ હશે, ધક્કામુક્કી થશે અને કોઈ પણ પરિસ્થિતિમાં મારે એમનો હાથ છોડવો નહીં. રામજીભાઈ ઊંચા પહોળા, ભરાવદાર વ્ય�ક્તત્વવાળા અને પ્રભાવશાળી. ત્યાં પહોંચતાં જ ત્યાંના સુરક્ષાકર્મીઓએ એમને કાૅંગ્રેસ પક્ષના મોભી માનીને જગ્યા કરી આપી અને એમની આભાથી જ લોકો પણ થોડાક અદબભેર થઈ ગયા.
પ્રારંભિક સુરક્ષાતપાસ પછી વડાં પ્રધાનના નિવાસસ્થાનના બગીચામાં પ્રવેશ મળ્યો. ત્યાં સુધી પહોંચતાં અમને પંદરે ક મિનિટ લાગી. અંદર ખુલ્લા પ્રાંગણમાં પહોંચ્યાં ત્યારે જુ દા જુ દા સમૂહો ઊભા હતા અને અમે જોયું કે, મૅડમ દરે ક સમૂહ સાથે થોડીક પળો ગાળે, પ્રેમથી વાત કરે અને આગળ વધે. અમને એમના રહસ્યસચિવ શ્રી આર. કે. ધવન સીધા એમની કચેરીમાં લઈ ગયા. ધવનસાહે બે પહે લેથી જ મારી પાસેથી મેં તૈયાર કરે લ દરખાસ્ત મેળવી લીધી હતી. એમણે એનું વિહંગાવલોકન કર્યું અને એના ઉપર નોંધ કરીને અમને એક તરફ
મને તબીબ તરીકે ઘડનાર ઃ મારાં દર્દીઓ
દરે ક વ્યવસાયને એક કેન્દ્રવર્તી વિચાર હોય છે અને એની પોતાની સંસ્કૃતિ હોય છે. દર્દીની સંભાળ એ આ વ્યવસાયની સૌથી મહત્ત્વની બાબત છે. હં ુ માનું છુ ં કે ડાૅક્ટર ઉત્ક્રાંતિના ત્રણ તબક્કામાંથી પસાર થાય છે : પહે લા તબક્કામાં, એ રોગને સમજવાનું શીખે છે. આ જ્ઞાન એને વ્યાવસાયિક સામર્થ્ય આપે છે અને તબીબી સમસ્યાઓના ઉકેલ વખતે યોગ્ય સમયે, યોગ્ય નિર્ણય લઈ શકાય એ માટે એને સજ્જ બનાવે છે. બીજા તબક્કામાં, એ દર્દીને સમજવાનું શીખે છે. જ ેમાં એ દર્દીની શારીરિક બીમારી કરતાં પણ વધુ તો દર્દીની ચિંતાઓ, અપેક્ષાઓ, આશાઓ અને ભય વિશે જાણે છે. આ હકીકતને દર્દીના સમગ્રતયા અભ્યાસ તરીકે ઓળખાવું છુ .ં હં ુ માનું છુ ં કે દરે ક દર્દી માટે પસંદગી પામેલો, ખાસ તૈયાર કરે લો, સારવાર માટેનો કાર્યક્રમ નિર્ધારિત થવો જોઈએ. ઉત્ક્રાંતિનો ત્રીજો તબક્કો ત્યારે ઊભો થાય છે જ્યારે કોઈ વ્ય�ક્ત આરોગ્યસેવાની સંસ્થા વિશે આયોજન કરવા બેસે છે. હં ુ માનું છુ ં કે આરોગ્યસેવામાં સંકળાયેલી વ્ય�ક્તઓએ ફક્ત ને ફક્ત દર્દીની સારવાર અને સંભાળની ગુણવત્તા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સારવાર આપનાર વ્ય�ક્ત / તબીબના હિતની વાત તે પછી આવવી જોઈએ. તબીબી વ્યવસાય માટે દર્દી એ પૈસા પેદા કરનારું યંત્ર ક્યારે ય ન બનવું જોઈએ. જ ે દર્દીઓ મારી તબીબી સહાય લેવા માટે મારી પાસે આવ્યા છે એમની સારવાર કરવાની બાબતને મેં હંમેશાંં મારો હક્ક અને મારું સન્માન માન્યાં છે. હં ુ મારું તબીબી જ્ઞાન લાઇબ્રેરીમાં બેસીને વાંચ્યા કરવાથી નહીં પણ વાૅર્ડમાં દર્દીઓની સાથે કામ કરીને શીખ્યો છુ .ં હં ુ માનું છુ ં કે કોઈ પણ અંગના કોષોમાં રૂઝ આવવી એ એક કુ દરતી પ્રક્રિયા છે અને તબીબ તરીકે આપણે તો એ કુ દરતી પ્રક્રિયામાં માત્ર નિમિત્ત જ બનતા હોઈએ છીએ. ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં આપણે આ પૃથ્વી પર ઘણા બધા વિપરીત સંજોગોમાં પણ જીવવાનું શીખી લીધું છે અને આ રીતે ટકવામાં ઘણી બધી પ્રક્રિયાઓનું યોગદાન રહ્યું છે. મારી પાસે આજ ે પણ મારાં કેટલાંક દર્દીઓની વિગતો છે જ ે અનેક વર્ષો થયાં સચવાયેલી પડી છે. આવા રસપ્રદ કિસ્સાઓ મને લાગે છે કે, દરે ક અનુભવી ડાૅક્ટરનો બહુમૂલ્ય ખજાનો હોય છે. જ ે એને કોઈ આતુર શ્રોતા સાથે સરખે ભાગે વહેં ચવો અવશ્ય પસંદ કરે . આવા થોડાક કિસ્સાઓ મારા વાચકને માણવા ગમશે. આ કિસ્સાઓ મને પડકારરૂપ હતા અને એમણે મારામાંથી એક સારો તબીબી ઘડવાનું કાર્ય કર્યું છે. [પુસ્તકના પ્રકરણ ઃ ‘મારાં દર્દીઓ’માંથી]
188
[ જૂ ન 2016] नवजीवनનો અક્ષરદેહ
કચેરીના બહારના પ્રતીક્ષાખંડમાં સન્માનપૂર્વક બેસાડ્યા. થોડી જ પળોમાં મૅડમ હાજર થયાની જાણ થઈ અને અમને અંદર એમની સમક્ષ બોલાવવામાં આવ્યા. ‘પ્રિયદશિર્ની’ નામ એમને માટે યથાયોગ્ય હતું અને એમને શોભાવતું હતું. તેજસ્વી કાંતિ અને ધીરગંભીર, છતાંયે થોડુકં સ્મિત ધરાવતાં ઇંદિરાજીને જોઈને હં ુ પહે લી નજરે જ અભિભૂત થઈ ગયો હતો એ મારે કબૂલ કરવું રહ્યું. એમની સાથે પત્રવ્યવહાર દ્વારા મારે ઘણી વાર પરોક્ષ મુલાકાત થઈ હતી. પરંતુ પ્રત્યક્ષ મુલાકાત તો આ પહે લી જ હતી! મનમાં ને મનમાં મેં મારી જાતને સંબોધીને કહ્યું, આપણા જ લોકો તો શું પરંતુ વિદેશી રાજદૂતો પણ આમની સામે અમથા મોહિત થઈને વશીભૂત નથી થતા. દેશની આઝાદીમાં વ્યસ્ત, અતિશય સમૃદ્ધ વકીલ દાદાજી — પિતા અને ખૂબ મોટું નામાંકિત ખાનદાન હોવા છતાં, અતિશય સુકોમળ અને બીમાર માતાની અપૂરતી હં ૂફને કારણે એમનું શિક્ષણ પણ લોકોની નજરે અવ્યવસ્થિત અને અધૂરું જ રહી ગયેલ. અનેક સ્વદેશી-વિદેશી રાજવીઓ, રાજકારણીઓ, મહે માનો, કુ ટબ ું ીજનો અને નોકર-ચાકરોની વચ્ચે ઊછરે લાં તથા મોટેરાંઓની પ્રેમની નજર અને હં ૂફ તથા સારસંભાળ વિનાનું ઘડતર પામેલી આ દીકરીએ નોંધારાપણાનો અહે સાસ કર્યો હશે. એટલે જ હંમેશાંં એમને એક જાતનો અજપં ો અને ડર પણ રહે તો હશે. તેમના વ્ય�ક્તગત જીવનમાં અનેક વિરોધાભાસી તત્ત્વોનો સંઘર્ષ રહે તો હશે. એક અસાધારણ સ્વપ્નદ્રષ્ટા હોવા છતાં મિત્રો અને સગાંઓ તરફથી પ્રેમની ઝંખનામાં સાંપડેલ નિરાશાને કારણે ધીરે -ધીરે સ્વરચિત કોચલામાં પોતાને બંધ કરતાં થયાં હતાં, એકાકી થતાં જતાં હતાં અને કદાચ સંસારથી પણ વિમુખ થવા માંડ્યાં હતાં! એમની સામે જોઈને હં ુ ઊભો રહ્યો અને આદરપૂર્વક અભિવાદન કર્યા બાદ સામે બેસીને મેં એમને વાત કરી કે થોડાં વર્ષ પૂર્વેના એમના સૂચનને સન્માન આપીને હં ુ હંમેશ માટે કૅનેડાના શિક્ષણ તબીબીતીર્થને છોડીને नवजीवनનો અક્ષરદેહ [ જૂ ન 2016]
વતનમાં પાછો આવ્યો છુ ં અને અમદાવાદમાં રાજ્ય સરકારની મદદથી કિડની ઇ�ન્સ્ટટ્યૂટની સ્થાપના કરી શક્યો છુ .ં એમણે સંસ્થા વિશે માહિતી માંગી કે, કેટલી જગ્યા છે, કેટલા દર્દીઓ રોજ આવે છે, એમને કઈ કઈ જાતની સવલતો આપવામાં આવે છે? વગેરે. . . .પછી પૂછ્યું, સરકાર પાસેથી તમને આર્થિક સહાય કેટલી મળે છે? મેં જવાબ આપ્યો, વાર્ષિક રૂપિયા ત્રણ લાખ. એમને કિડનીની પથરી વિશે જાણવાનું કુ તૂહલ હતું. એમણે પૂછ્યું કે, ક્ષારવાળું પાણી પીવાથી લોકોને તકલીફ થતી હોય છે કે પછી બીજાં પણ કારણો હોય છે? પછી મેં એમને સમજાવ્યું કે, ભારતનો દરિયાકાંઠો તથા રાજસ્થાન અને મધ્યપ્રદેશના ઘણા ભાગો એવા છે જ્યાં મોટા પ્રમાણમાં લોકો પથરીની બીમારીથી પીડાઈ રહ્યા છે અને આખી કિડની કાઢવાનો પણ વારો આવે છે. પછી એમણે સીધો સવાલ કર્યો કે, ‘‘ડાૅક્ટર, શું આપને લાગે છે કે, રાજ્ય સરકાર આપને પૂરતી સહાય આપે છે?’’ મેં જવાબ આપ્યો, આર્થિક સહાય તો મળે છે પરંતુ કામનો વ્યાપ જોતાં એ ઘણી જ અપૂરતી લાગે છે. જો સંસ્થાને કેન્દ્રીય સંસ્થાનો દરજ્જો મળે તો વિકાસ ઘણો જ ઝડપથી સાધી શકાય. ત્યારે એમણે પૂછ્યું, ‘‘તમારી એવી ઇચ્છા છે કે લોકસભા દ્વારા ખરડો પસાર કરીને તમારી સંસ્થાને રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાનો દરજ્જો આપવામાં આવે?’’ ત્યારે મેં જવાબ આપ્યો કે એવું જ કાંઈક કરવાની જરૂરિયાત છે. હાલમાં કિડની રોગોનાં સારવાર સંશોધન, શિક્ષણને લગતી દેશની આ એકમાત્ર સંસ્થા છે. આપની છત્રછાયા હે ઠળ એનો વિકાસ ઝડપથી થશે એની મને ખાતરી છે. એમણે જવાબ આપ્યો, ‘‘આપણા દેશમાં આરોગ્ય એ રાજ્યનો વિષય હોવાથી સહજ રીતે કેન્દ્ર સરકાર એમાં હસ્તક્ષેપ ન કરી શકે. પરંતુ અમે રાજ્ય સરકારને દરખાસ્ત કરીને વિશેષ સહાય અને સવલતો પૂરી પાડવામાં મદદ કરવા માટે અનુરોધ કરીશું. આપની પાસે કોઈ દરખાસ્ત તૈયાર છે?’’ અનુસંધાન ૧૯૪ ઉપર
189
પુસ્તક પરિચય ઃ સંિ�પ્ત
કેતન રૂપેરા
ખેડતૂ ોના શોષણ અને ભૂખમરાના રોગનું અચુક ઔષધ : ગ્રામ સ્વરાજ • લે. મો. ક. ગાંધી, સંકલન ઃ હરિપ્રસાદ વ્યાસ આ પુસ્તકમાં ખેતી, ગ્રામોદ્યોગ, પશુપાલન, વાહનવ્યવહાર, પાયાની કેળવણી, આરોગ્ય અને સ્વચ્છતા વગેરે ગ્રામજીવનની વિવિધ બાબતો પર ગાંધીજીના વિચારોનો સમાવેશ થયો છે. ગાંધીજીએ નવજીવન, યંગ ઇન્ડિયા, હરિજનપત્રોમાં અને અન્ય પુસ્તકોમાં વખતોવખત જુ દા જુ દા વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા તેમાંથી ગ્રામ સ્વરાજને લગતાં લખાણો એકત્ર કરીને આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. પ્રથમ પ્રકરણમાં ‘સ્વરાજનો અર્થ’ અને પછી ‘આદર્શ સમાજનું ચિત્ર’ ખડું કરીને કુ લ ૨૯ પ્રકરણો અને એમાંય ‘ગ્રામ સ્વરાજના પાયાના સિદ્ધાંતો’ તથા ‘બીજા ગ્રામોદ્યોગો’ જ ેવાં પ્રકરણમાં કેટલાંક પેટા પ્રકરણો પણ સમાવતાં આ પુસ્તકને શ્રીમન્નાનારાયણ [ ગાંધીજીના આર્થિક વિચારોના પુરસ્કર્તા અને ગુજરાતના પૂર્વ રાજ્યપાલ (૧૯૬૭ – ૧૯૭૩) ]નું આમુખ પ્રાપ્ત છે. અલગ અલગ સમયે અલગ અલગ ઠેકાણે પ્રકાશિત આ લખાણોમાં વ્યક્ત વિચારો અને એ લખાણના ફકરા એ રીતે ક્રમબદ્ધ કરાયા છે કે વાંચતા જાણે કે સળંગ પુસ્તક નવેસરથી લખવામાં આવ્યું હોય એવું લાગે, એ આ સંકલનની વિશિષ્ટતા છે. સંકલનકાર હરિપ્રસાદ વ્યાસ પ્રસ્તાવનામાં લખે છે, ‘ગ્રામ સ્વરાજ એ ભારતની ભૂખથી પીડાતી કરોડોની જનતા સાથે હૃદયની એકતા સાધીને તેનાં સુખદુઃખ સાથે એકરૂપ થવાની જીવનસાધનાના ફળરૂપે મહાત્મા ગાંધીને લાધેલી જડીબુટ્ટી છે. તેમાં ભારતના જ નહીં પણ સમગ્ર જગતના, જ ેના ઇતિહાસમાં ખેડતૂ વર્ગનું હંમેશાં સર્વત્ર શોષણ થયું છે અને તે હંમેશાં ભૂખમરાનો ભોગ બનતો આવ્યો છે તેના રોગનું અચૂક ઔષધ સમાયું છે.’ જનસામાન્યને તો ખરું જ, ગ્રામસેવકોથી લઈને સરપંચો-પંચાયતોને વિશેષપણે ઉપયોગી થઈ પડે એવું આ પુસ્તક છે. [ફોર કલર ટાઇટલ, સાઇઝ : 5× 7, પાનાં 24 + 264, _50]
Trial of Gandhiji ´ÜÜÓ៚ 18 ÏÜÜœÜÚ, 1922ÃÜÜ ÓÜåè †ØÄÜÂåè ÷‘âÏÜ´ÜÃÜß ôÜåïÜÃôÜ ‘ÜåüÚÏÜÜØ ÄÜÜØÁÜߢ ÝíÜÓའœÜÜêÜåêÜÜå ƒÜüêÜÜå ‡Ý´Ü÷ÜôÜÃÜÜ ôÜàíܱÜÚÆÜäó« ôÜÏÜÜÃÜ “å. ÄÜÜØÁÜß ÆÜÂåÝÓ´Ü ôíÜÜ´ÜصÑÜ œÜìíÜìÃÜå œÜÜå’ôÜ Ý¹ïÜÜÏÜÜØ ¹ÜåÓß èíÜÜÏÜÜØ ÏÜ÷¶íÜÆÜâ±ÜÚ †Ü ™ÜüÃÜÜÃÜàØ `Trial of Gandhiji'ÏÜÜØ ÑܳÜܴܳÜ, ÝíÜÄÜ´ÜôÜÍÜÓ †ÃÜå ¹ô´ÜÜíÜå¢ ÏÜâêÑÜ ôÜܳÜå ÝíÜðêÜåóܱÜôÜ÷ ÝÃÜéÆÜ±Ü “å. p. 288 | 9" x 12" | Rs. 750
190
Gandhi: The Alternative To Violance ~ Fr. Carlos Valles ÉÜÁÜÓ íÜÜêÜåôÜå ÍÜÜÓ´Ü íÜôÜíÜÜü ¹ÓÝÏÜÑÜÜÃÜ ÄÜÜØÁÜߢÃÜÜ ôÜ÷‘ÜÑÜÚ‘ÓÜå †ÃÜå ÄÜÜØÁÜßÝíÜœÜÜÓÃÜÜ †ÍÑÜÜôÜà†Üå ôÜܳÜå ³ÜÑÜåêÜÜ ôÜØíÜܹ †ÃÜå ´ÜåÏÜÜسÜß ¥ÄÜåêÜß ôÜÏÜè±ÜÏÜÜسÜß ÆÜÜå´Üå †ÃÜàÍÜíÜåêÜÜ ÄÜÜØÁÜߢÃÜå íܱÜÚíÑÜÜ “å †ÃÜå ´Üå ¿ÜÓÜ ÄÜÜØÁÜßÃÜÜå ¢íÜÃÜôÜعåïÜ ÃÜíÜß ÆÜå°ßÏÜÜØ †ØÄÜÂå¢ ÏÜÜÓÉ´Ü ÆÜ÷ÜÇœÜܲíÜÜÃÜÜå ´ÜåÏܱÜå ‹ÆܘÏÜ †Ü¹ÑÜÜåÚ ÷ÜåÑÜ ´ÜåíÜàØ ôÜÏÜ¡ÑÜ “å. p. 144 | 6" x 8" | Paperback | Rs. 100
[ જૂ ન 2016] नवजीवनનો અક્ષરદેહ
જૂ ના યુગના તહે વારોને નવા યુગની પ્રેરણાએ ઊજવવા પ્રેરતું પુસ્તક : જીવતા તહે વારો • લે. કાકાસાહે બ કાલેલકર ‘વરુની પેઠ ે ખાવું, બિલાડીની પેઠ ે બગાસાં ખાવાં અને અજગરની પેઠ ે પડ્યા રહે વું એ તહે વારનું મુખ્ય લક્ષણ કોક કોક ઠેકાણે થઈ પડ્યું છે. એક તહે વાર એટલે ત્રણ દિવસનો બગાડ એટલું તો ખરું જ.’ દેશ આખામાં ફરે લા ને પોતાના સાહિત્યમાં આખા દેશના રાષ્ટ્રીય તેમ જ સાંસ્કૃતિક સવાલોને ઝીલતા રહે લા કાકાસાહે બના આ પુસ્તકનો ધૂંઆધાર પ્રારંભ છે. ગાંધીજીએ જ ેમને ‘સવાયા ગુજરાતી’નું બિરુદ આપ્યું હતું તેવા કા. કા.એ ગુજરાતની સંસ્કૃતિને જ ેવી જોઈ–જીવી–માણી, તેમાં પોતાના ચિંતનનું મોણ મેળવીને સરળ શૈલીમાં આ પુસ્તક રૂપે આલેખી છે. તહે વારોની ઉજવણીની ખોટી રીતો જોતાં એક તબ�ે ‘તહે વારો કાઢી જ નાખીએ તો કેમ?’ એ દૃષ્ટિએ પણ વિચાર કરીને આખરે , તહે વારો અને ઉત્સવોને જીવનમાં વિશિષ્ટ અને મહત્ત્વનું સ્થાન છે એમ પ્રતીત કરાવે છે. સર્વધર્મના અને રાષ્ટ્રીય તહે વારો મળીને કુ લ ૫૯ પ્રકરણો અને એમાં કેટલાંકનાં પેટા પ્રકરણો સાથેના આ પુસ્તકમાં, ક્યાંક પરંપરા કે રિવાજને પ્રોત્સાહન છે તો ક્યાંક પરંપરાના નામે ચડી વાગેલી અંધશ્રદ્ધાને વખોડી પણ છે. ક્યાંક હૃદયના ભાવ છે તો ક્યાંક બુદ્ધિને સંકોરતું ચિંતન પણ છે. ‘રાજકીય એકતા ટકાવવા માટે સાંસ્કૃતિક એકતાને મજબૂત કર્યે જ છૂ ટકો’ કહે તાં, કાકાનાં લખાણમાં શ્રદ્ધા અને તર્કનું મિશ્રણ એવું ઝિલાયું છે કે ૧૯૩૪માં પહે લી વાર પ્રકાશિત આ પુસ્તક એ પછીના છ દાયકામાં થયેલી છઠ્ઠી આવૃત્તિના છઠ્ઠા પુનર્મુદ્રણ પછીયે આજના જમાના પ્રમાણેની દૃષ્ટિ કેળવવામાં નિમિત્ત બને છે. ગાંધીજીના બલિદાનને યાદ કરીને પ્રસ્તાવનાના આખરમાં કા. કા. લખે છે, ‘નવા યુગની નવી પ્રેરણા પોતાના નવા સંવર્ધકને અને કીર્તનકારને માગી લેશે. એ જ ે કોઈ હોય તેને પ્રણામ કરી જીવતા તહે વારોની આ ચોપડી સમાજના હાથમાં સોંપી દઉં છુ .ં ’ [ફોર કલર ટાઇટલ, સાઇઝ 5.5 × 8.5, પેપરબૅક બાઇન્ડગ િં , પાનાં 10 + 350, _ 180]
આરોગ્યના સ્વરાજ તરફ સફર : દિનચર્યા • લે. બાપાલાલ ગ. વૈદ્ય ‘પ્રત્યેક પ્રાણવાન યુવાનનું એ કર્તવ્ય હોવું જોઈએ કે તે આજની ગંધાતી બદબોથી ભરપૂર અને અનેક દૂષણોથી ભરપૂર જ્ઞાતિસંસ્થાનું નિકંદન કાઢે. જ ે સમાજમાં પૈસાથી સ્ત્રીઓ ખરીદાય છે, સાટાંત્રેખડાં [પહે લો બીજાને, બીજો ત્રીજાને અને ત્રીજો પહે લાને સાટું આપે તેવો વહીવટ] કન્યાઓ કમાવાય છે તે સમાજમાં શેની આશા રખાય? એટલે જ એકચક્રાના બકાસૂરથી જ ેમ ત્યાંનો માનવસમાજ પીડાતો હતો તેમ આજ ે એક એક મવાલીથી, જતં ુ જ ેવાં પ્રાણીઓથી ખદબદતાં ગામડાં અને શહે રો પીડાતાં જણાય છે.’ આરોગ્યના પુસ્તકમાં જવલ્લે જ જોવા મળે એવી વાત કરતું આ પુસ્તક વીસમી સદીના ગુજરાતના પ્રસિદ્ધ વૈદ્યરાજ બાપાલાલ ગ.વૈદ્યની અવલોકન, અનુભવ, સંશોધકદૃષ્ટિથી લખાયું છે. આયુર્વેદના કોઈ પણ પુસ્તકમાં અપેક્ષિત હોય એવી ચરક, સુશ્રૂત અને કાશ્યપ સંહિતા ઉપરાંત પશ્ચિમી આરોગ્યશાસ્ત્રીઓએ કરે લાં અનેક સંશોધનો–સંદર્ભો અને ગાંધીજીના આહારવિહારના પ્રયોગોના ઉલ્લેખો પણ ઠેકઠેકાણે મળી આવે છે. આયુર્વેદના પાયાના સિદ્ધાંત—રોગ થયા પછી તેની સારવારને બદલે રોગ થાય જ નહીં, એ માટેની જીવનશૈલી કેવી હોવી જોઈએ તે અંગે તો આ પુસ્તક પૂરતો પ્રકાશ પાડે જ છે, સાથોસાથ ‘સુધારાના આગમન’ (કહે વાતા વિકાસ) સાથે સમાજમાં પેસી ગયેલી બદીઓ તરફ પણ આંગળી ચીંધે છે. રોજબરોજની શારીરિક ક્રિયાને લગતાં ૩૩ પ્રકરણોમાં લખેલી ઘણી વાતો આપણી પરંપરાગત માન્યતાનો છેદ ઉડાવે છે. [ફોર કલર ટાઇટલ, પેપરબૅક બાઇન્ડગ િં , સાઇઝ 5.5 × 8.5, પાનાં 12 + 236, _ 100]
नवजीवनનો અક્ષરદેહ [ જૂ ન 2016]
191
રચનાત્મક રાજકારણી અને ‘સામાન્ય માનવી કરતાં કંઈક જુ દા’ પિતાને પુત્રનું તર્પણ : રવિયા દૂબળાના રખેવાળ • લે. જિતેન્દ્ર દેસાઈ ‘વાપીથી વલસાડ વચ્ચે વસતાં અનાવિલ ખેડતૂ –કુ ટબ ું માં ધણિયામા અને હાળીની પ્રથા વરસો સુધી ચાલી આવેલી. . . .આ હાળી એટલે જમીનદારને ત્યાં કામ કરતો, જમીનવિહોણો ખેતમજૂ ર. આદિવાસીઓમાં દૂબળા તરીકે ઓળખાતી જાતિના હાળીઓ સામાન્ય. ધણિયામા–હાળીની પ્રથા માલિક–ગુલામીની પ્રથા જ ેવી જ. . . .ઠાકોરભાઈના કુ ટબ ંુ માં આ પ્રથા હતી. . . .તેમને ત્યાં રવિયો નામનો હાળી કામ કરતો હતો. આ રવિયો ઠાકોરભાઈના મનમાં વસી ગયેલો. આમ રવિયો એટલે સમાજમાં નબળામાં નબળો, ગરીબમાં ગરીબ માણસ. ગૂજરાત વિદ્યાપીઠમાં ભણી ઠાકોરભાઈને આ રવિયાની સેવાની લગની લાગી ગઈ. . . . અને તે કાજ ે તેઓ ગાંધીજીએ ચીંધેલા રચનાત્મક કાર્યક્રમો તરફ વળ્યા. . . .આગળ જતાં રાજકારણને પણ તેમણે રવિયાની સેવાનું સાધન માન્યું.’ રાજકારણમાં રહીને ઠાકોરભાઈએ કરે લાં આ કામો અંગે પુત્ર જિતેન્દ્ર દેસાઈએ લખેલાં સંસ્મરણો રૂપે આ પુસ્તક. લેખક નિવેદનમાં સ્પષ્ટ લખે છે, ‘આ સંસ્મરણો મારાં સંસ્મરણો છે, એટલે તેમાં હં ુ આવું તે સ્વાભાવિક છે. કેટલીક અંગત વાતો પણ તેમાં આવે. કહે વાની ભાગ્યે જ જરૂર રહે છે કે અહીં હં ુ અને અંગત વાતો મારે માટે નથી પણ ઠાકોરભાઈના ચરિત્રના આ કે તે પાસાના સંદર્ભમાં છે.’ અને એટલે જ આ પુસ્તક જ ેને અર્પણ છે તે વાક્ય હૃદયને સ્પર્શી જાય છે : રવિયો દૂબળો રોટલો ને મરચાંને બદલે દાળભાત, રોટલી, શાક ખાતો થાય અને ધનજી વાંસફોડિયાને તેની રોજી રળવા માથે ઉપાડી લઈ જઈ શકાય તેટલા વાંસ વિના રોકટોક મળી રહે તે જ ેમની જવાબદારી છે તેવા સહુ કોઈને અર્પણ. પરિશિષ્ટમાં મોરારજી દેસાઈ, કાકા કાલેલકર, યશોધર મહે તા વગેરેનાં સંસ્મરણો અને બકુ લ ત્રિપાઠીનો ઠાકોરભાઈ સાથેનો સંવાદ મળીને કુ લ દસ પ્રકરણો ઉપરાંત પૂર્વ મુખ્ય મંત્રી બાબુભાઈ જશભાઈ પટેલની પ્રસ્તાવના ઠાકોરભાઈના વ્ય�ક્તત્વનાં વિવિધ પાસાં અને સ્વાતં�ય પૂર્વે અને પછીના કેટલાંક વર્ષોની સ્થિતિનો પરિચય કરાવે છે. [ફોર કલર ટાઇટલ, સાઇઝ 5×7, પેપરબૅક બાઇન્ડગ િં , પાનાં 12+212, _ 40] [સૌજન્ય ઃ ગ્રામગર્જના, 1 – 6 – 2016 • ગ્રામસ્વરાજ કેન્દ્રિત પુસ્તકપરિચય વિશેષાંકમાંથી]
નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા જુ લાઈ, ૨૦૧૬ નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. સુશ્રી ભાવનાબહે ન ર. પંચાલ, પ્રકાશન વિભાગ, • જ. તા. ૦૨ – ૦૭ – ૧૯૬૬ શ્રી વિવેક જિ. દેસાઈ, મૅનેજિગં ટ્રસ્ટી, શ્રી શિવાભાઈ શા. પરમાર, પ્રકાશન વિભાગ,
• ૩૧ – ૦૭ – ’૬૭
• ૧૭ – ૦૭ – ’૫૭
આવરણ ૩નું અનુસંધાન
192
[ જૂ ન 2016] नवजीवनનો અક્ષરદેહ
ગાંધીજીની દિનવારી ઃ ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપનાને હવે એક વર્ષ પૂરું થઈ ગયું હતું. આશ્રમની ચલાવવાની સાથેસાથે અમદાવાદની વિવિધ સંસ્થાઓ, મંડળો, પરિષદોમાં પણ ગાંધીભાઈની સક્રિયતા વધી રહી હતી. આ સક્રિયતાનું વૈવિધ્ય પણ એવું કે ન્યાતજાતનાં મંડળોની પરિષદમાં હાજર રહીને જ્ઞાતિપ્રથા વિશે ભાષણ આપ્યું હતું તો એક અંગ્રેજ તથા અંગ્રેજી અખબારના તંત્રીના પ્રમુખ પદ હે ઠળ મળેલી સભામાં પ્રેસ એક્ટ વિરુદ્ધ ભાષણ આપી ઠરાવેય રજૂ કર્યો હતો. પસંદગીપૂર્વક રાજકીય પ્રવૃત્તિથી દૂર રહે નારી સર્વન્ટ્સ અાૅફ ઇન્ડિયા સોસાયટી જ ેવી સામાજિક સંસ્થાના સ્થાપનાદિનની ઉજવણીમાંય હાજર હતા અને તદ્દન રાજકીય એવી પ્રાંતિક રાજકીય પરિષદ બોલાવવા અંગેની ગુજરાત સભાની બેઠકમાંય ઉપસ્થિત હતા. આમ, મો. ક. ગાંધી આશ્રમની સ્થાપનાના એકાદ વર્ષમાં દેશના જાહે રજીવનના શક્ય એટલાં ક્ષેત્રોમાં પ્રવૃત્ત થઈ રહ્યા હતા. સાથોસાથ ભવિષ્યમાં પોતાની સાથે અને પોતાના વતી કામ કરી શકે એવા લોકોને પણ જોડી રહ્યા હતા. એમાંનાં એક તે વિનાયક નરહર ભાવે, પ્રચલિતપણે વિનોબા ભાવે. ૭ જૂ નના રોજ તેમના પિતાને પત્ર (ગાં. અ. ૧૩ : ૨૫૭) માં લખે છે : આપના ચિરંજીવી વિનોબા મારી સાથે છે. એમણે આટલી નાની ઉંમરમાં એવી ચેતના અને વૈરાગ્યભાવના ખીલવી છે જ ે ખીલવતાં મારે વર્ષો સુધી ધીરજપૂર્વક મહે નત કરવી પડી છે. જૂ ન, ૧૯૧૬
૧થી ૨ (અમદાવાદ) ૩ અમદાવાદ ઃ ન્યાતજાતનાં મંડળોની પરિષદમાં હાજર; સ્થળ પ્રેમાભાઈ હાૅલ; પ્રમુખ ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી. ૪ અમદાવાદ ઃ પરિષદ (ચાલુ)માં ભાષણ. ૫થી ૬ [અમદાવાદ]. ૭ અમદાવાદ ઃ વિનોબાજી આવ્યા.1 ૮થી ૧૦ (અમદાવાદ) ૧૧ રસ્તામાં. ૧૨ પૂનાઃ સર્વન્ટ્સ અાૅફ ઇન્ડિયા સોસાયટીના સ્થાપનાદિનની સભામાં હાજર. ૧૩ (પૂના) ૧૪ રસ્તામાં. ૧૫ અમદાવાદ. ૧૬થી ૧૭ [અમદાવાદ]. ૧૮ અમદાવાદ ઃ હિંદી પ્રેસ એક્ટ અને હિંદી રાજ્ય બંધારણના કાયદાના સુધારા સામે વાંધો ઉઠાવવા ગુજરાત સભા તરફથી બોલાવેલી સભામાં પ્રમુખપદે, સ્થળ પ્રેમાભાઈ હાૅલ. ૧૯ [અમદાવાદ].
1. આ એમની પહે લી મુલાકાત હતી.
नवजीवनનો અક્ષરદેહ [ જૂ ન 2016]
193
૨૦ અમદાવાદ ઃ આર્યસમાજ તરફથી અપાતી વ્યાખ્યાનમાળા અંગે શાસ્ત્રી મણિશંકરે આપેલા ‘શું આપણે સુખી છીએ?' એ વિષય ઉપરના ભાષણ વખતે પ્રમુખપદે, સ્થળ પ્રેમાભાઈ હાૅલ. ૨૧થી ૨૨ (અમદાવાદ) ૨૩ અમદાવાદ. ૨૪ મુંબઈ ઃ હિંદી પત્રકાર મંડળના આશ્રયે બોલાવેલી સભામાં ભાષણ, પ્રમુખ હોર્નિમેન.1 ૨૫ [અમદાવાદ] ૨૬ અમદાવાદ ઃ પ્રાંતિક રાજકીય પરિષદ બોલાવવા અંગે ગોઠવણ કરવા મળેલી ગુજરાત સભાની બેઠકમાં હાજર. 2 27થી 29 [અમદાવાદ] 30 અમદાવાદ3 1. Bombay Chronicleના તંત્રી. એ અંગ્રેજ હતા અને હિંદના હિતૈષી હતા. 2. દરમિયાન તા. 29મીએ મુંબઈ સરકારે , એની બીસંટના, મુંબઈ ઈલાકામાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો.
સતજુ ગી માણસની કથા • પૃષ્ઠ ૧૮૯થી ચાલુ . . .
મેં તરત જ મારી પાસેની દરખાસ્ત એમને આપી અને વાર્ષિક આર્થિક સહાય રૂપિયા પાંચ લાખ સુધી વધારી આપવાની વિનંતી કરી. એમણે દરખાસ્ત ઉપર હકારાત્મક નોંધ મૂકી અને તરત જ ફાઇલ આગળ મોકલી આપી. હં ુ ખૂબ જ પ્રભાવિત થયો. આભાર માનીને વિદાય લેતાં એમણે મને અભિનંદન પાઠવ્યાં અને આ સુંદર કામમાં ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે એવી શુભ કામનાઓ પણ આપી. મેં તરત જ એમને જવાબ આપ્યો કે, જો આ કાર્ય સિદ્ધ થાય તો ૧૯૮૩માં એમણે જાતે જ આવીને નવી રાષ્ટ્રીય સંસ્થાનું ખાતમુહૂર્ત (ઉદ્ઘાટન) કરવું. એમણે તરત જ અનુમતિ આપી અને અમે એમના નિવાસસ્થાનેથી વિદાય લીધી. દુર્ભાગ્યે મારું આ સ્વપ્ન કદી સાકાર ન થયું. મને પછી જાણવા મળ્યું કે, શું થયું હતું : આ વાતની ગંધ તત્કાલીન કેન્દ્રીય આરોગ્યમંત્રીશ્રી શંકરાનંદજીને આવી હતી. એ પોતે બેંગલોર[હાલનું બેંગલુરુ]ના સાંસદ હતા. એટલે ટૂકં સમયમાં જ એમણે પોતાની વગ
વાપરીને આ ફાઇલ ગાયબ કરી અને એની જગ્યાએ એવી જ ફાઇલ તૈયાર કરીને કિડની ઇ�ન્સ્ટટ્યૂટની માગણી બેંગલોર માટે મૂકી દીધી. જ ેથી કરીને એમનો મતવિસ્તાર વધુ સમૃદ્ધ થાય. આ વાત જાણ્યા પછી મને આપણા દેશના રાજકારણ અને નેતાઓ પરનો વિશ્વાસ હંમેશ માટે ઊઠી ગયો. તે પછી મેં કેન્દ્ર સરકાર પાસે ક્યારે ય હાથ ન લંબાવવાનો નિર્ધાર કર્યો અને સ્વમહે નતે જ ે કાંઈ સેવા-કાર્ય થાય તેટલું કરીને સંતોષ માનવો એવું મનોમન નક્કી કર્યું. . . .યોગાનુયોગે કિડની રોગો માટે કેન્દ્રીય સહાય સાથેની રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા આપણા દેશમાં ક્યારે ય જન્મી નહીં. આજ ે મને આનંદ એ વાતનો છે કે મેં ઇચ્છ્યું હતું એવી કોઈ કેન્દ્રીય સહાય વિના પણ આ સમયે આપણી આ સંસ્થા સારવાર અને સંશોધનને સંદર્ભે દેશની જ નહીં સમગ્ર વિશ્વની અગ્રણી સંસ્થાઓની હરોળમાં ઊભી રહી છે.
194
[ જૂ ન 2016] नवजीवनનો અક્ષરદેહ
[ અનુસંધાન પૃષ્ઠ ૧૯૨ ઉપર ]
195
સમવાય તંત્ર સમિતિની બેઠક માટે બ્રિટન ગયેલા મો. ક. ગાંધીનો યુરોપ પ્રવાસનો અનુભવ
[ અનુસંધાન આવરણ – ૩ ]
196