Navajivanno Akshardeh June 2022—Swami Anand Visheshank

Page 1

વર્ષૹ ૧૦ અંકૹ ૦૬ સળંગ અંકૹ ૧૧૦ • જૂ ન ૨૦૨૨

છૂ ટક કિંમત ઃ _ ૨૦

સ્વામી આનંદનું સાહિત્ય હવે નવજીવનમાં... ૧૩૩


વર્ષૹ ૧૦ અંકૹ ૦૬ સળંગ અંકૹ ૧૧૦ • જૂ ન ૨૦૨૨ છૂ ટક કિંમત ઃ _ ૨૦ તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

કિરણ કાપુરે પરામર્શક

કપિલ રાવલ સાજસજ્જા

સ્વામી આનંદ વિશેષ : સંપાદકીય . ાદકીય . . . . . . . . . . . .૧૩૫ . ૧૩૫

૧. મારી કૅ ફિયત . . . . . . . . . . . . . . . . . . . . .૧૩૯ . ૧૩૯ ૨. જીવનનાં મૂલ . . . . . . . . . . . . . . . . . . . . .૧૪૧ . ૧૪૧ ૩. માનવઈશ્વર સંવાદ . . . . . . . . . . . . . . . . . . .૧૪૪ . ૧૪૪ ૪. કૃ ષ્ણ અને ગોપીઓ . . . . . . . . . . . . . . . . . . . ૧૪૬ ૫. માનવીની શહાદત . . . . . . . . . . . . . . . . . . .૧૪૭ . ૧૪૭

અપૂર્વ આશર

૬. ઇન્સાફ કે અંધાધૂંધ . . . . . . . . . . . . . . . . . . .૧૫૨ . ૧૫૨

આવરણ ૧

૭. શબ્દ બ્રહ્મ શબ્દ છલ . . . . . . . . . . . . . . . . . .૧૫૪ . ૧૫૪

સ્વામી આનંદ તસવીર : જગન મહે તા આવરણ ૪

દેશનું દર્દ [હરિજનબન્ધુ : ૨૫ મે ૧૯૩૩]

૮. પાની પિલાવત ક્યોં ફિરો? . . . . . . . . . . . . . . . .૧૫૫ . ૧૫૫ ૯. દુનિયાને રામરામ . . . . . . . . . . . . . . . . . . . ૧૫૬

૧૦. આપણા ઇતિહાસમાંથી કેટલાક બોધપાઠ . .રાજમોહન . રાજમોહન ગાંધી. .૧૫૮ . ૧૫૮ ૧૧. ‘બા : મહાત્માનાં અર્ધાંગિની’ પુસ્તક પુરસ્કૃત . . . . . . . . ૧૬૬

૧૨. પ્રથમ દર્શને ગાંધી : સરોજિની નાયડુ . . . . સોનલ . સોનલ પરીખ. . ૧૬૮ વાર્ષિક લવાજમ ઃ _ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં) ૧૩. ‘થમ્બ પ્રિન્ટેડ : ચંપારણ ઇન્ડિગો પેઝન્ટ્‌સ સ્પીક ટુ ગાંધી’ ભાગ-૧નું વિમોચન . . . . . . . . . . . . . . . . . .૧૭૨ . ૧૭૨ લવાજમ મોકલવાનું સરનામું વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ આશ્રમ રોડ, અમદાવાદ – ૩૮૦ ૦૦૯ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ • ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમેન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

૧૪. દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં . . . . . ચંદુલાલ ભ. દલાલ. .૧૭૪ . ૧૭૪

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે. સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [ ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે. ૧૩૪


સ્વામી આનંદનું સાહિત્ય હવે નવજીવનમાં...

સ્વામી આનંદનું સાહિત્ય ગતિશીલ છે; તળપદું છે અને જિવાતા જીવનના રં ગો ઉપસાવવામાં

તે સક્ષમ છે. સ્વામીશૈલીમાં સત્ત્વ ઠાંસીઠાંસીને ભર્યું છે અને તેથી તેમને વાંચવા — ગ્રહણ કરવામાં સમય વહે વા દેવો પડે છે. ગુજરાતી સાહિત્યમાં સ્વામીશૈલીનું લેખન દીર્ઘ સમય સુધી જડતું નથી. બળકટ ગદ્યમાં અનેક પુસ્તકો લખ્યાં છતાં લેખક તરીકેની ઓળખમાં તેમનું ફકીરી વલણ છે. અને તે પણ એટલે સુધીનું કે ઉંમર વીત્યે ઘણું લખ્યું છતાંય તેને ગ્રંથસ્થ કરવાની પરવાનગી ન આપી. એંસી વટાવ્યા પછી જ્યારે પોતાનાં લખાણોને છાપવાની મંજૂરી આપી ત્યારે સ્વામી લખે છે, “મારાં લખાણો દુનિયાનો ઑદ્ધાર કરવાના અભરખામાં પડીને કોઈ છાપે પ્રચારે તે સામે સિદ્ધાંતની રૂએ તો મારે કશી તીખી અદાવત નહોતી. હવે પ્રસ્તુત મુદ્રક પ્રકાશકોએ મને મરણને ફટકે દુઃખ ન દેવાની બાંહેધરી આપી છે. એટલે રામભરોસે રહીને, અને મારે રવાડે ચડવામાં રહે લાં જોખમ પ્રકાશકને ત્રણત્રણ વાર સમજાવ્યા પછી, મારાં લખાણો પુસ્તક રૂપે પ્રગટ કરવાનું સાહસ એમને ખેડવા દેવાનું મેં કબૂલ્યું છે.” આ લખાણ જાન્યુઆરી, 1967નું છે. પુસ્તક હતું ‘અનંતકળા’; જ ેમાં સ્વામીના ચિંતન-નિરીક્ષણવિષયક લેખો છે. આ અગાઉ સ્વામી આનંદના નામે પુસ્તક હતાં, પણ તે મુખ્યત્વે અનુવાદ અને અન્ય સંસ્મરણોના રજૂ આતકર્તા તરીકેનાં. સ્વામી આનંદનાં લખાણો તેમની હયાતીમાં અને પછીયે ગ્રંથસ્થ થતાં રહ્યાં અને એ રીતે કુ લ પુસ્તકોની સંખ્યા ચાળીસ સુધી પહોંચી છે. સ્વામીનાં પ્રકાશિત પ્રકાશનોમાં તેમના અતિઆગ્રહોને પળાયા — ન પળાયા અને કેટલાંક લખાણો તેમાં એવાં પણ છે જ ે સમયાંતરે અલગ-અલગ પુસ્તકોમાં ફરીફરી સમાવવામાં આવ્યાં. સ્વામીનું ગદ્ય એ રીતે ગ્રંથસ્થ તો થયું પણ તેનું સાતત્ય ન જળવાયું, એટલે સ્વામીના શતાબ્દી વર્ષે પ્રકાશિત ‘સ્વામી આનંદ અધ્યયનગ્રંથ’માં અને તે પછી ‘આનંદપુરુષ’માં તેમના તમામ લેખોની સૂચિ આપવામાં આવી છે, જ ેથી વાચકો-અભ્યાસીઓને તેમના સાહિત્યને ફં ફોસવામાં મદદ મળી શકે. સ્વામીસાહિત્યને ચર્ચવાનો ઉપક્રમ અહીં એ માટે કર્યો છે કે આવતા મહિને સમગ્ર સ્વામીને પ્રકાશિત કરવામાં નવજીવન એક ડગ માંડશે. પહે લા તબક્કામાં સ્વામીનાં પાંચ પુસ્તકોને પુન: પ્રકાશિત કરવામાં આવશે. નવજીવન અને સ્વામીનો ઋણાનુબંધ આરં ભકાળથી રહ્યો છે. 1917માં જ્યારે તેઓ ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી બધી પ્રવૃત્તિઓ ત્યજીને ‘નવજીવન’ હાથમાં લીધું. અને પછી તેઓ નવજીવનની વ્યવસ્થામાં, નવજીવન મુદ્રણાલય અને તેના તંત્રમાં સક્રિય રહ્યા. પોતાની જાતને ‘ગાંધીના કાસદ’ તરીકે ઓળખાવે અને કર્મ-સમયનિષ્ઠા એટલી

नवजीवन નો અક્ષરદેહ [ જૂ ન ૨૦૨૨]

135


કઠોર રીતે પાળી કે એક પ્રસંગે ગાંધીજીએ બેધડક કહે લું કે, કાં તો ટ્નરે ખોટવાઈ હશે અથવા સ્વામી મરી ગયો હશે, એ સિવાય સ્વામી મોડો ન પડે! પડદા પાછળની ભૂમિકામાં રહીને ગાંધીવર્તુળમાં સ્વામી જાહે રમાં મોડેથી આવ્યા. તે અગાઉના તેમના જીવનનો થોડો હિસાબ તેમના આરં ભના સાથી કાકાસાહે બ કાલેલકરે આપ્યો છે. તેઓ સ્વામી વિશેના લેખમાં ‘રાષ્ટ્રમત’ નામના ગુજરાતી દૈનિકમાં કામ કરતી વેળાએ સ્વામીને ‘પાણીદાર દૃષ્ટિવાળો જુ વાન’ કહીને પરિચય કેળવાયો તેવો ઉલ્લેખ કરે છે. આ વર્ષ 1908ની આસપાસનું. સ્વામીની ઉંમર તે વખતે 21 હશે. પણ આ યુવાનનું પૂર્વેનું જીવન કાકાએ ફં ફોસ્યું છે અને તેનો જન્મ કાઠિયાવાડનો લખે છે. કાઠિયાવાડમાં ઝાલાવાડના શિયાણી ગામે સ્વામીનો જન્મ તેવા સંદર્ભો અનેક ઠેકાણે છે. પૂર્વાવસ્થા વિશે ખુદ સ્વામી આમ લખે છે : “છેક બચપણે કોઈ ભટકુ બાવાનો ભોળવ્યો ભગવાનને જોવાની ધૂનમાં હં ુ સાધુબાવાની દુનિયામાં ખોવાઈ ગયેલો. તેર વરસની ઉંમરે ઠાકુ ર રામકૃ ષ્ણના સાધુએ ઉગાર્યો.” સ્વામીનું બાળપણ મુંબઈમાં વીત્યું. ઘરે વેવિશાળની વાત આવી તો ઘર છોડીને સંન્યાસની દીક્ષા લીધી અને લોકમાન્ય ટિળકના દૌરામાં ભળી ગયા. સભાઓ ગજવી અને ‘તરુણ હિન્દ’ નામનું મરાઠી છાપુંયે શરૂ કર્યું. આ દરમિયાન મરાઠી અને ગુજરાતી ભાષાની ઉત્તમ કૃ તિઓ, સર્જકોના પરિચયમાં આવ્યા. કાકા નોંધે છે કે પછી તેમને ધાર્મિક સાધના તરફ આકર્ષણ થયું. હિમાલય ગયા. અહીં પણ ભણાવાથી માંડીને વિહારની પ્રવૃત્તિમાં સમય ગાળ્યો. હિં દીબંગાળી સાહિત્યની નિકટ આવ્યા. હિમાલયમાંથી આવ્યા પછી કાકાને સ્વામી વેગળા જણાયા અને સ્વામીની જ વાત કાકા ટાંકે છે : “માણસમાં સાધુતા હોય છતાં સાધુનો વેશ હોવો ન જોઈએ; માણસ અપરિગ્રહવ્રતનું પાલન કરે પણ ભિક્ષા માગતો — ઉપદેશ કરતો ન ફરે . દુનિયામાં રહે છતાં નિસ્પૃહતા કેળવે; અમર્યાદ પ્રવૃત્તિમાં પડે છતાં અનાસક્ત રહે ; તો જ માણસ આજ ે દેશની કંઈક સેવા કરી શકે.” દેશસેવાની આ તાલાવેલીના કારણે સ્વામી 1922માં જ ેલમાં ગયા. આરોપ ‘નવજીવન’ના મુદ્રક તરીકે વાંધાભર્યાં લખાણ છાપવાનો હતો. મહાદેવ દેસાઈ અને સરદાર પટેલ સાથે ઘનિષ્ઠ સંબંધ કેળવાયો. 1928માં બારડોલી સત્યાગ્રહ થયો ત્યારે સરદારનાં ભાષણો શબ્દબદ્ધ કર્યાં. બારડોલીમાં સરદારના મંત્રી રહ્યા. પછી પણ બે વાર જ ેલમાં જવાના પ્રસંગો છે. હરિજનમંદિર-પ્રવેશની ચળવળ હોય કે બિહાર ધરતીકંપ... સ્વામીની હાજરી ગાંધીના પ્રતિનિધિસેવક તરીકેની સતત રહી. 1935માં થાણા જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં આશ્રમ સ્થાપ્યો. દેશ આઝાદ થયો ત્યારે પણ નિરાશ્રિતો અર્થે કામ કર્યું. આવું ભર્યુંભર્યું જીવન પછી કલમેથી સાહિત્યમાં તો તે ઊતરે ને! અને તેથી જ 1969માં તેમને ‘કુ ળકથાઓ’ કૃ તિ અર્થે સાહિત્ય અકાદમીનું પારિતોષિક એનાયત થયું. પણ ત્યારે સાધુત્વ આગળ ધરીને સન્માન લેવાનો ઇનકાર કર્યો. 136

[ જૂ ન ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીના અવસાન પછી ફરી હિમાલય તરફ મંડાણ કર્યું. ત્યાંથી આવીને ગુજરાત-મહારાષ્ટ્ર સરહદે કોસબાડમાં ઠેકાણું શોધ્યું. ફરી લખવાનું શરૂ કર્યું. અંતિમ વર્ષો વિષાદનાં અને એટલે જ તે સ્થિતિનું વર્ણન આ રીતે કર્યું હતું : “વર્ષો વાટ જોઈ. અસંખ્ય સ્વજનો, મિત્રો, જિવલગ સાથીઓને વિદાય કર્યા. જિંદગી વસમી થઈ ગઈ. દુનિયાનો ઉદ્ધાર કરવાના લહાવા આરિયા બધા વીત્યા. બિસ્તર બાંધી, ટિકિટ કપાવી વર્ષોથી પ્લાટફારમ પર બેસી રહ્યો છુ ં પણ મારી ગાડી જ કમબખત આવતી નથી.” તે પછી 1976માં 25 જાન્યુઆરીના રોજ તેમનું 89ની ઉંમરે અવસાન થયું. અહીં સમાવિષ્ટ સ્વામીના જીવનપરિચયની કેટલીક વિગત વાડીલાલ ડગલીના લેખ ‘સ્વામી આનંદ : બાંયો ચડાવેલી ચેતના’માંથી પણ લીધી છે. જીવનપરિચયમાં સ્વામીનો સાહિત્યપ્રેમ અને સાહિત્ય સર્જાય તેવી પ્રવૃત્તિનો સુમેળ દેખાય છે. તેમની વિધિવત્ સાહિત્યયાત્રાનાં આરં ભનાં પ્રમાણ છેક 1922માં ‘ઈશુનું બલિદાન’ નામે પુસ્તકમાં મળે છે. આ તેમનું પ્રથમ પુસ્તક. ‘By an Unknown Desciple’નો તે ભાવાનુવાદ છે. પછી તેમનાં લખાણો ચાલતાં રહ્યાં પણ ફરી પુસ્તકનો યોગ છેક ચાર દાયકા પછી નિર્માયો અને તે ‘ગાંધીજીનાં સંસ્મરણો’ પુસ્તકથી. તેમાં તેમની સાથે શાંતિકુ માર ન. મોરારજીનાં પણ ગાંધીજી સાથેનાં સંસ્મરણો છે. શબ્દબદ્ધ સ્વામીએ કર્યાં છે. તે પછીનાં પાંચ વર્ષમાં તેમણે વિખ્યાત સંશોધક સ્વેન હે ડિનની આત્મકથા ‘માય લાઇફ ઍઝ ઍન એક્સપ્લોરર’નો ‘એશિયાના ભ્રમણ અને સંશોધન’ નામે મુક્તસંક્ષેપ આપ્યો. ‘બરફ રસ્તે બદરીનાથ’, ‘ભગવાન બુદ્ધ’, ‘સર્વોદય વિચારણા’, ‘કુ ળકથાઓ’, ‘માનવતાના વેરી’ અને ‘આતમનાં મૂલ’ એવાં પુસ્તકો પણ તેમના તરફથી મળ્યાં. આમાં ‘કુ ળકથાઓ’માં તેમની કલમે લખાયેલ મુંબઈના જૂ ના ઘરાણાનાં સંભારણાં છે. તે સિવાયના અનુવાદ કે અન્યના વૃત્તાંતના શબ્દદેહ આપેલાં પુસ્તકો છે. 1966 સુધી સ્વામીનાં પુસ્તકો પ્રકાશિત કરવાનું સાહસ કોઈ દાખવી ન શક્યું તેનાં કારણોમાં તેમના આગ્રહોની લાંબી યાદી હતી. ‘સ્વામી આનંદ અધ્યયનગ્રંથ’માં મોહન પરીખે તે વિશે સ્વતંત્ર લેખ કર્યો છે. તેમાં પુસ્તક પ્રકાશિત કરવા અંગે સ્વામીના બે મુખ્ય વાંધા છે. એક શુદ્ધ જોડણી પ્રેસવાળાઓ જાળવી શકતા નથી અને બીજુ ં તેના આગ્રહો પળાવવા તેમની પંચોતેર વટાવી ગયેલી ઉંમર. જોડણી ઉપરાંત પુસ્તકમાં લખાણના આસપાસની માર્જિનની જગ્યાને લઈને પણ તેઓ સભાન હતા. તેનાથી પુસ્તકનો ઘાટ બગડે અને એટલે જ પાછલી ઉંમરે તેઓ એમ કહે તા “મારા મૂઆ પછી જ ેમને છાપવું, છપાવવું હોય તે કરે , મારે આ બળતરાંમાં પડવું નથી.” જોકે સમજાવટથી તેમનાં દસથી બાર પુસ્તકોનાં પ્રકાશનની યોજના બાલગોવિંદ પ્રકાશનવાળા ભાઈદાસકાકાએ બનાવી અને તેમાં સ્વામીના પુસ્તકનું કામ શરૂ થયું. વળી તે વખતે પુસ્તકોનાં છાપતી વખતનાં પાયાનાં ધોરણો નક્કી કર્યાં હતાં. તેમ ન થયું તો મોહન પરીખને બીજી દસેક સૂચનાઓ લખી મોકલી. આ સૂચનો એટલાં ટૅક્‌નિકલ છે કે તેની ચર્ચા અહીં શક્ય નથી. આ દરમિયાન તેમનાં ‘અનંતકળા’, ‘નવલાં દર્શન’, ‘મૉતને

नवजीवन નો અક્ષરદેહ [ જૂ ન ૨૦૨૨]

137


હં ફાવનારા’, ‘ધરતીનું લૂણ’, ‘સંતોના અનુજ’ અને ‘પ્રાર્થનાપોથી’, ‘નઘરોળ’, ‘Path of Saints : As the Fulfilment of Vedanta’ અને ‘ઈશુ ભાગવત’ પુસ્તકો આવ્યાં. આ પ્રકાશિત પુસ્તકોમાં મુખ્યત્વે રે ખાચિત્રો અને ચિંતન-નિરીક્ષણલેખોનાં સંપાદનો છે. ‘મૉતને હં ફાવનારા’ પુસ્તક વિલફ્રિડ નૉઇસના પુસ્તક ‘ધે સર્વાઇવ્‌ડ’નો સંક્ષેપ છે અને ‘પ્રાર્થનાપોથી’ પ્રાર્થનાસામગ્રીનું સંકલન. સ્વામી આનંદનું અહીં સુધીનું સાહિત્ય તેમની હયાતી દરમિયાન પ્રકાશિત થયેલું છે અને પછી તેમનાં પુસ્તકો પ્રકાશિત થયાં તે મૂળશંકર મો. ભટ્ટે કરે લાં સંપાદન છે. તેમાં ‘ધરતીની આરતી’, ‘સંતોનો ફાળો’, ‘જૂ ની મૂડી’, ‘ઉત્તરાપથની યાત્રા અને બરફ રસ્તે બદરીનાથ’, ‘ધર્મચિંતન અને બીજા લેખો’, ‘બચપણનાં બાર વરસ’, ‘સમાજચિંતન અને બીજા લેખો’ અને ‘હિમાલયનાં તીર્થસ્થાનો’ છે. ‘ધરતીની આરતી’ પુસ્તક ઠીકઠીક જાણીતું બન્યું અને તે પુસ્તકના કન્ટેન્ટ વિશે વાડીલાલ ડગલી લખે છે : “એમની શૈલી ચિત્રકાર અને તસવીરકારનું સ્મરણ કરાવે છે. ચિત્રાત્મકતા એમની શૈલીનો આત્મા છે. જ ે રીતે શબ્દો ધાણીની જ ેમ ધડાધડ ફૂટ ે છે તેને પરિણામે જ ે ધ્વનિ કાનમાં સંભળાય છે તેથી એક આગવો લય ઊભો થાય છે. ...સ્વામીનું ગદ્ય આમ સરળ છે. પણ એ શબ્દો પર એટલો બધો મદાર રાખે છે કે ક્યારે ક આપણે શબ્દો ઉકલેવા પડે છે.” તે પછી અન્ય સંપાદનો થયાં તેમાં મુખ્ય સંપાદનકર્તાઓમાં દિનકર જોષી, ચંદ્રકાંત મહે તા, કેતકી બલસારી, યશવંત દોશી અને હિમાંશી શેલત છે. તેમના સંપાદન હે ઠળ ‘ચરિત્રનો દેશ’, ‘સ્વામી અને સાંઈ’, ‘ઉગમણી દિશાનો ઉજાસ’, ‘ધોધમાર’, ‘આંબાવાડિયું’, ‘અમરતવેલ’, ‘બાહ્યાન્તર યાત્રા’, ‘ચિન્તનપરાગ’, ‘બે જીવનમર્મીઓનો સંવાદ’ પુસ્તકો પ્રકાશિત થયાં. અંતે થયું તે પુસ્તક સુરેશ દલાલસંપાદિત ‘આનંદપુરુષ’. સ્વામીની સાહિત્યપ્રકાશનની સફર હવે નવજીવનમાં આગળ વધશે. અને તેમના સાહિત્યમાંથી ે ા લેખો આ અંકમાં આપીએ છીએ. આ સંપાદન સ્વામીનાં લખાણોનું પ્રતિનિધિત્વ કેટલાક ચૂંટલ કરતા નથી. સામયિકના કલેવર મુજબ તેની પસંદગી કરી છે, જ ેમાં મુખ્ય આશય સ્વામીના લખાણને સરળતાથી ગ્રાહ્ય કરવાનો છે. આશા છે સ્વામીનું સાહિત્ય અને આ અંક વાચકોને પસંદ પડશે. — સંપા૦ 

નોંધ : અંકમાં સમાવિષ્ટ સ્વામી આનંદના તમામ લેખોની જોડણી મૂળ લખાણ પ્રમાણે રાખી છે.

138

[ જૂ ન ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


મારી કૅ ફિયત

ઉંમર આખી મેં કંઈ ને કંઈ આછુ પં ાતળું

લખ્યું. પણ કશું ગ્રંથસ્થ કરવા ન દીધું. મારો વૅપલો વગર મૂડીનો. મૂળે હં ુ અભણ. બચપણથી જ ઘેરથી ભાગી સારાનરસા સાધુબાવાઓની દુનિયામાં ખોવાઈ ગયેલો. એ જમાતની સ્લોગન ‘પોથી પઢપઢ પંડત મૂએ’- વાળી. એણે મારું નુકસાન કર્યું, તેમ બે નરવા સંસ્કાર પણ આપ્યા. એક એ, કે વિદ્યા વેચાય નહિ; હવાઉજાસ અન્નજળની જ ેમ જ જ્ઞાનસમજણ રૂપિયા–આનામાં કદી મૂલવાય નહિ. એમ કરવું એને સ્વ. સ્વામી તપોવનજી 'a little vulgar' (એ લિટલ વલ્ગર) કહે તા. બીજો સંસ્કાર મળ્યો તે એ, કે સાધુ ‘દો રોટી, એક લંગોટી’નો હકદાર. એથી વધુ જ ેટલું એ સમાજ પાસેથી લે, તેટલું અણહકનું, હકબહારનું. લીધેલાની દસ ગણી ફે ડ એ ગૃહસ્થનો ગજ. સાધુનો સહસ્રનો. સાધુ લે તેનાથી સહસ્રગણી સેવા કરે ત્યાં સુધી તો એણે નકરી અદાયગી કરી; દુનિયાની ઘરે ડ ે જ ચાલ્યો. અદકું કશું ન કર્યું, એથી વધુ કરે તેની વશેકાઈ. આ બે સંસ્કારને હં ુ , અથવા બાબાકંબલ ન્યાયે કહો કે એ સંસ્કાર મને, જિંદગીભર ચીટકી રહ્યા. સમજણ વધતી ગઈ તેમતેમ એમાં વજૂ દ પણ મેં જોયું. ‘પ્રેમ કે બસ અરજુ ન રથ હાંક્યો’વાળી ઘટના, કે અજંતા દેલવાડાનાં શિલ્પ જ ે પ્રેમભક્તિની પેદાશ હશે તેની પાછળના પરિશ્રમનાં મૂલ મજૂ રીને દરે કેમ

नवजीवन નો અક્ષરદેહ [ જૂ ન ૨૦૨૨]

1922માં નવજીવનમાં પ્રકાશિત થયેલું સ્વામી આનંદનું પુસ્તક ‘ઈશુનું બલિદાન’

કરીને મૂલવાય? એવી કશી ભક્તિ કે શબ્દશિલ્પ તો મારી કને હોય જ ક્યાંથી? છતાં સાધના રૂપે જિંદગીમાં કરે લા પરિશ્રમોને રૂપિયે–આને વટાવવાનો ખ્યાલ મને કદી સ્પર્શ્યો નહિ. જૂ ની દુનિયા વ્યાજ લેવું હરામ ગણતી. વહે વાર તકરાર પ્રસંગે ડાહ્યું માણસ કે વકીલ કોઈને સલાહ સમજણ આપે, કે વૈદ દાક્તર માંદાનો ઇલાજ કરે , તે બદલ ફી લેવી એ તેવું જ હીણું લેખાતું. કૅ થોલિક સાધ્વીઓ હરકોઈ દેશવેશ રં ગ કે કૉમના રોગીની પરિચર્યામાં મોક્ષ જુ એ છે. એ બધાં મૂલ્યોને આજની દુનિયા બેધડક અવગણે છે તેથી કંઈ તે નિંદ્ય નથી ઠરતાં. આમ મારા જૂ નવાણી સંસ્કારની યથાર્થતા વિશે મને કદી શંકા ઊઠી નહિ. અને હં ુ મારી ‘દો રોટી, એક લંગોટી’વાળી સનદને જ વળગીને જિંદગીભર જીવ્યો. 139


ખાતાંનાે અનુભવ તેવો જ દુઃખદ. ગાંધીજી કૉપીરાઇટમાં ન માનતા. પણ એમનેય એમનાં લખાણોની ફાવે તેવી કાપકૂ પ કરે લી અને નાગાં ચિત્રોવાળી ચોપડીઓ છાપીને વેચનારા રળનારા પ્રકાશકો સામે કૉપીરાઇટના અધિકાર બજાવવા પડેલા. આમ મારાં લખાણોને પ્રચારવા કે ગ્રંથસ્થ કરવાનો મને આગ્રહ કરનારા સન્મિત્રોને વરસોથી હં ુ એક જ જવાબ દેતો રહ્યો કે “થોડા ખમી જાઓ. મારા મરણ બાદ કરવું હોય તે કરજો.” મને એમ કે મરણના ફાટક પર પહોંચીને નવી બળતરા ક્યાં વહાેરું ? વરસો વાટ જોઈ. અસંખ્ય સ્વજનો, મિત્રો, જિવલગ સાથીઓને વિદાય કર્યા. જિંદગી વસમી થઈ ગઈ. દુનિયાનો ઑદ્ધાર કરવાના લહાવાઑરિયા બધા વીત્યા. બિસ્તર બાંધી, ટિકિટ કપાવી વરસોથી પ્લાટફારમ પર બેસી રહ્યો છુ .ં પણ મારી ગાડી જ કમબખત આવતી નથી. મિત્રો અકળાય છે. એમને હદથી જાદે વાટ જોવડાવ્યાનો અફસોસ મને પીડે છે. આમ હં ુ હાર્યો. મૂળેય મારાં લખાણો દુનિયાનો ઑદ્ધાર કરવાના અભખરામાં પડીને કોઈ છાપે પ્રચારે તે સામે સિદ્ધાંતની રૂએ તો મારે કશી તીખી અદાવત નહોતી. હવે પ્રસ્તુત મુદ્રક પ્રકાશકોએ મને મરણને ફાટકે દુઃખ ન દેવાની બાંહેધરી આપી છે. એટલે રામભરોસે રહીને, અને મારે રવાડે ચડવામાં રહે લાં જોખમ પ્રકાશકને ત્રણત્રણ વાર સમજાવ્યા પછી, મારાં લખાણો પુસ્તક રૂપે પ્રગટ કરવાનું સાહસ એમને ખેડવા દેવાનું મેં કબૂલ્યું છે. પ્રભુ એ બધાંમાંથી અમને સૌને પાર ઊતારો.

આવી મારી દકિયાનૂસી મનોભૂમિકા આજના આધુનિકોની નજરમાં નરી madness (મૅડનેસ) જ લેખાય એ હં ુ જાણું છુ .ં મારે એનો બચાવ નથી કરવો. મારી દલીલ એટલી જ છે કે એ madness (મૅડનેસ) પાછળ કદાચ કંઈક method (મેથડ) રહી છે. સમજાવું. પહે લું એ કે કશા ઉપકારક કાર્યનો રે કર્ડ કર્યા વગર નકરું જીભકલમનું ડહાપણ ડૉળીને માણસ સંસારનો કશો ધરખમ ઉપકાર કરી ન શકે, અને નકરા લેખન કે વક્તૃત્વની સેવાક્ષેત્રમાં કશી કિંમત નથી, એવી મનની ગાંઠ. બીજુ ,ં મારાં લખાણોમાં કશું હીરનૂર હોય, અને તે ગ્રંથસ્થ કરવાનું વાજબી હોય, તોપણ તે દળદરી નઘરોળ દેદારવાળાં અને છાપભૂલોવાળાં નીકળે, એ મારાથી ખમાય નહિ. ગાંધીજીએ નબળા અનુવાદ અને છાપભૂલોવાળી છપાઈને તૈયાર થઈ ચૂકેલી ચોપડી સ્વ. નરહરિભાઈ પાસે બાળી મૂકાવેલી! હં ુ એમ કરવા કહં ુ તો સીધો પાગલખાને પહોંચું. એટલે अनारंभो हि कार्याणाम्‌વાળે ન્યાયે એ બળતરાનો સોદો જ ન કરવો એવો ફેં સલો મેં કર્યો; અને આટલી જિંદગી નભાવ્યો. ત્રીજુ ,ં છાપાં માસિકોમાં જ્યાં ક્યાંયે મેં લખ્યું તેનો ઘણાયે ગેરશિસ્તપણે ઉપયોગ કર્યો. મોટાં પ્રતિશ્ઠિત કહે વાતાં માસિકો પણ આમાંથી બાકાત ન રહ્યાં. રુણસ્વીકારના સામાન્ય સૌજન્ય શિશ્ટાચારનેય નેવે મૂકી આમ કરવા બદલ મેં પ્રોટેસ્ટ મોકલ્યા, લખાણ નીચે કૉપીરાઇટની લીટી મૂકવા માંડી, છાપામાં અને સરકારી ગૅઝેટ સુધી નોટીસો છપાવી. બધું વ્યર્થ. સરકારી

[ધરતીની આરતી]

140

[ જૂ ન ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


જીવનનાં મૂલ

બેપાંચ હજાર વરસથી આપણી પ્રજાને એક

જ એક વાતનું શિક્ષણ સૌથી કીમતી મળ્યું કે દરરોજ પરભાતને પહોર ઊઠીને એવું ચિંતવન કરવું કે — अर्थमनर्थ भावयनित्यम्ं‌ અર્થ એટલે પૈસો બધા અનર્થનું મૂળ છે. આ સંસારમાં દુન્યવી ચીજોની માયામમતા અસાર વસ્તુ છે. શરીર રાંધેલા અન્ન જ ેવું છે. તેને કોહવાતાં વાર નહિ; તેથી સમજુ માણસે તેનાં લાડ ન કરવાં. તેને ઘોડુ ં ગણીને રપેટવું, તેની પાસે ખૂબ કામ લેવું. જ ે માણસનો પથારો મોટો છે ને જ ેનું મન જાતજાતના દુન્યવી મનસૂબાના ઘોડા દોડાવવામાં રોકાયેલું છે તે પામર છે. તેની જિંદગી રાતદિવસ પાર વિનાની ચિંતા બળતરા ને હાયવોયમાં વીતે છે. આ બધાં અવલોકન અને અનુભવમાંથી એમણે એવો સાર કાઢ્યો કે જ ે માણસની જરૂરિયાતો જૂ જ અને જીવન સાદું છે, જ ેનો વહે વાર આંટીઘૂંટી વગરનો છે તે માણસ જ સંસારમાં સૌથી ઊંચો ને સુખિયો છે. આપણી પ્રજાના પાંચ હજાર વર્ષના જીવનવહે વાર અને અનુભવનો આ નિચોડ છે, પણ છેલ્લાં બસેં વરસમાં દુનિયાનાં યંત્રોનો ને વિજ્ઞાનનો યુગ ઊગ્યો ને માણસને કુ દરતને પલાણવાનો કીમિયો હાથ લાગ્યો, જાતજાતની શોધોથી કુ દરતનાં બળો અને નિયમોને તેણે પોતાના શરીરસુખની સામગ્રી ભોગવવાના કામમાં જોતરીને પોતાના હાથપગનું વૈતરું ઓછુ ં કર્યું.

नवजीवन નો અક્ષરદેહ [ જૂ ન ૨૦૨૨]

પણ આમ કરવા જતાં એને બીજી બલા વળગી. બકરું કાઢતાં ઊંટ પેઠુ.ં એણે એવો નવો સંસ્કાર કેળવ્યો કે જ ે હાથેપગે કામ કરે તે માણસ હલકો ને બેઠાડુ થઈને બેસીને રહે , બેઠો ચાર ચોપડી વાંચે કાં મોઢાની ચાવળાઈ કર્યા કરે તે ઇજ્જતદાર; વગર હાથપગ હલાવ્યે હકદાર. અગાઉ આપણા વડવા, નાનામોટાં કહે વાતાં ઊંચનીચ, બાળક, બૂઢાં સહુ શરીરના લાડ ન કરવાના સંસ્કારને લીધે ઘરખેતરનાં કામ ન હોય ત્યારે દોરી-દોરડાં આમળતાં, હાલતાં ફરતાં ઢોર ચારતાં કે એકથી બીજ ે ગામ જતાં પણ ફરકડી ઉપર સૂતર કે ઊન કાંતતા. ઊભા હોય કે ફરતા હોય, હાથ પડે કંઈ ને કંઈ પોતાના અને પ્રજાના ખપનું કામ કર્યા કરતા. દાળ વીણતા, પત્રાવળી બનાવતા, અરે ભજન ભક્તિ કરતાં કે કથાકીર્તન સાંભળતી વેળાએ પણ કપાસ ફોલતા. હાથની હથેળીથી કોડિયાની દીવેટો બનાવતા. સૂતરની ફાળકીઓ કે ગોમટાના દોરા ઉકેલતા, હાથ વડે કશું કર્યા વગર સાવ નવરા બેસી રહે વું કે નકરી ચોવટ કરવી એ હરકોઈને માટે દૂષણરૂપ ગણાતું. આખી પ્રજાનું જીવન બારે દહાડા એકસરખું ગણાતું. એકશ્વાસે જોડીએ બોલતાં, અને ઢોર છોરુંવાછરું એકહારે ગણાતાં ને બોલાતાં ને તે ફરતું જીવન વીંટળાયેલું રહે તું. એને લગતાં કામધંધાઓમાં જ પ્રજાના તમામ વર્ગો રોકાયેલા રહે તા. ભાષામાં વહે વારમાં ડગલેપગલે એની જ બોલબાલા ને પ્રતિષ્ઠા હતી. 141


ને ભાષા જ એની આસપાસ રચાતી. ખેડૂત અને ગોવાળ જ સંસારના શ્રેષ્ઠ કવિઓ અને કળાવંતોનો ધ્યાનમૂર્તિ હતો. સંસારનો આદર્શપુરુષ જનકવિદેહી રાજા છતાં રોજ હળ હાંકતો ને શ્રીકૃ ષ્ણ તથા રઘુકુળના રાજાઓ ગોવાળિયાનું કામ કરતા. ખેડૂત જ જગતનો તાત અને બાદશાહોનો પાલનહાર ગણાતો. સુતાર, કડિયા, કારીગરો સંજીવન વિદ્યાના કીમિયાગર લેખાતા ને જડને ચેતનમાં ફે રવી દેતા. લાખોના વેપાર-રોજગાર કરનારા તાલેવાનો આમવસ્તીની ઢબે અને ધોરણે જ વસ્તી વચ્ચે બાંધેલાં ઘરોમાં રહે તા. સલામતીની ગણતરીએ પણ લોક એકજૂ થે મહોલ્લામાં રહે તું, શહે રોમાંની હવેલીઓ એ જ વર્ગના ઓછાં આગેવાન કુ ટુબ ં ોના ઘર-હવેલીઓ કરતાં બહુ જુ દી ન પડતી. બંદરોમાં દેશદેશાવરના વેપાર ખેડનારા શાહસોદાગરો અને હજારો ઘેટાંબકરાં, પોઠિયા કે સેંકડો ઊંટની પોઠો ઉપર નિમક, તેજાના, અનાજ, વસાણાં ને બીજા માલની લાવજા કરનારા વણઝારા વસ્તી વચ્ચે લગભગ પોતાના પાડોશીઓ કે વાણોતરોની જ ઢબે અને ધોરણે સાદાઈથી રહે તા. ધનજોબનના દેખાડા, તેમની રહે ણીકરણી અને વહે વાર કોઈની પણ આંખમાં ન આવે એવો સાદો અને નમનતાઈભર્યો રહે તો. સારે -માઠે કે ભીડને અવસરે જાતે તણાઈ-ઘસાઈ-નિચોવાઈને પણ એકબીજાને મદદ કરવી એ સંસ્કાર અને વહે વાર લોકોના જીવનમાં સામાન્ય શિરસ્તાનો લેખાતો. આખી વસ્તીએ ઊગ્યાથી ઊંઘવેળા સુધી બેઉ હાથે કંઈ ને કંઈ જાતમહે નત કરીને રોજિંદા ખપની પેદાશ કરવી એ ગરીબ142

તવંગર તમામ લોકવસ્તીનું લક્ષણ હતું. બેઠાડુ ં કોઈ નહોતું. લોકોને ઘરઆંગણે તિથિ વાંચીને આગળથી નારાયણ હરે કરનારા કે જીભને જોરે ‘જજમાન રાજા’ની નકરી ચાવળાઈ કરનારા ભૂદેવો પણ હાથમાંની તકલી ફરકડી પર જનોઈના સૂતર કાંતતા ને ચૉરે બેસી નાતજાત મહાજન મંડળો કે ગામની ચોવટ કરનારા નાતપટેલિયા પંચાત કરતાં કરતાં પણ ફાંટમાં આણેલાં કાલાંકપાસ ફોલતાં, દોરીદોરડાં ભાંગતા, કાં સૂતર ફાળકીઓ કે ગોમટાના દોરા ઉકેલતા. ઘરઆંગણે બેસવા પૂછવા કે વહે વાર કામે આવેલા અથવા ચૉરે ચૌટે કે ઠાકુ ર દુવારે નકરી સુવાણે ગામગપાટા કે વિનોદ કરવા મળેલા લોકો પર આખો વખત હાથેપગે કંઈ ને કંઈ ખપનો ઉદ્યમ કરતા. નરાં એશઆરામ અને બેઠાડુ જીવન ગાળવાના સંસ્કાર તો મુસલમાન બાદશાહો, નવાબો અને અમીરોનાં આગમન પછી જ પ્રજામાં દાખલ થયાં એમ માનવાને કારણ છે. જોકે મુસલમાનોમાં પણ સામાન્ય વર્ગ તો તમામ આ દેશની પ્રજાનો બનેલો હોવાથી શ્રમજીવી કે કારીગરોનો જ હતો. તેમનાં જીવન અને વહે વારમાં મુસલમાની ખાનદાનીની, ભાઈચારાની અને કળાકારીગરીની થોડીક વધુ કુ માશ આવવા ઉપરાંત વધુ ફે ર પડ્યો નહોતો. પ્રજા આખીમાં સ્ત્રીવર્ગ ઘરખેતી અને છોરુંવાછરુંનાં કામોમાં તેટલો જ રોકાયેલો રહે તો. શ્રીમંત સુખિયાં લોકોમાં નોકરવાણોતર કે દાસદાસીના દરજ્જાના લોક રહે તા પણ તે મોટે ભાગે બાળકો કે ઢોરઢાંખર સાચવવાનાં કે ઘરબારણાં બહારનાં કામો કરતા. ઘરકામ બધું કહે વાતાં ઊંચ વરણનાં કુ ટુબ ં ોમાં પણ ઘરનો સ્ત્રીવર્ગ જ કરતો. રસોઈપાણી, માંજ્યાં [ જૂ ન ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


તવંગર સૌની નજરમાં સરખી હતી. હાથે પગે કાને કોટે અધમણ સોનાંરૂપાં પહે રનારી અને રં ગબેરંગી કીમતી પટોળાં પહે રી-ઓઢી, સોનાંરૂપાં ને મોતીએ જડેલી ઈંઢોણીઓ પર પાણીબેડાં લાવવાં, ગામગોંદરાને, પાણીશેરડાને ભભક ભપકાથી આંજી દેતી ગામની વહુદીકરીઓ વસ્તીની અને ગામેગામની લાડકી શોભા લેખાતી, આખી ગામવસ્તી એમની અદબ રાખીને ચાલતી. એલફે લ, આછકલું કોઈ ન ચાલતું. ચાલે તેને ગામનાં મોટેરાં પુરુષ કે સ્ત્રી કોઈ ન સાંખતું.

વીછળવાં, પાણી ભરવાનાં, લૂગડાં ધોવાનાં, છાણગોઠાં, વલોણાનાં બધાં કામો બૈરાં કરતાં​ં. ઉપરાંત દળવુ,ં ખાંડવુ,ં સેવપાપડ, ગોદડાંતળાઈ, રજાઈઓ, સીવણભરત ગૂંથવાનાં કળાકારીગરીનાં કામ, વાળઝૂડ, લીંપણ, રં ગોળી ને ભીંતગોખલાનાં ચિતરામણ, ભરતચિત્રણનાં કામો બધાં સ્ત્રીવર્ગ જ કરતો. કહે વાય છે કે શ્રીમંતોમાં આ બધાં કામો પાછળ સ્ત્રીઓના હાથપગનાં સોનાં એટલાં ઘસાતાં કે તેટલી કિંમતમાં તેટલા નોકરચાકર સહે જ ે નિભાવી શકાય, પણ તેમ કરવું દૂષણરૂપ લેખાતું. જાતમહે નત અને શ્રમની પ્રતિષ્ઠા ગરીબ-

[ચરિત્રનાે દેશ] 

લખાણ અને જોડણી

જોડણી, સમાસ, વિકલ્પો, વિરામચિહ્નો, ઇ.ને લગતું અંધેર આ પુસ્તકમાં પણ ચાલુ રહ્યું છે, એ વાતનો મને ઊંડો અફસોસ છે. અસલ વાત એ છે કે એ બધાની, અગર તો સાક્ષરોયે કે શિશ્ટવર્ગે દોરે લા નિયમો, પ્રથાઓની મને ગમ નથી. જોવા બેસું તૉ ય હર વખતે અને હર જગાએ એ મને સંતોશી શકતાં નથી. ટાઇપોગ્રાફીની ઉણપો અને મુદ્રણદૃશ્ટિએ પણ મુશ્કેલીઓ છે જ. આ બધાં વચ્ચે, મારી ભાશાની જ ેમ જ જોડણી ઇ.માં પણ મારો બારભાયો ખીચડો ચાલુ રહે છે. આ બેઅદબીમાંથી મને ઉગારવા નવરો હોય એવો સાક્ષર કે ભાશાશાસ્ત્રી મારી કલ્પનાબહાર છે. તેથી મારું આ નીચાજોણું મારે જ હૈ યે સંઘરીને હં ુ મારી સંકલ્પેલી વાટે ચાલ્યે જાઉં છુ .ં — સ્વામી આનંદ, અનંતકળા

नवजीवन નો અક્ષરદેહ [ જૂ ન ૨૦૨૨]

143


માનવઈશ્વર સંવાદ

“તેં આ શા ઉધામા માંડ્યા છે? આ બધી

અકોણાઈ તારામાં ક્યાંથી આવી? મેં શું ધાર્યું’તું ને શું મારે ચાકડેથી ઊતર્યંું? આમ જો મારી વાત સાંભળ.” ‘‘સાંભળું જ છઉં ને? સત્તર વાર સાંભળી ને કહી પણ દીધું કે કોઈ વાતેય ઈ મને ગળે ઊતરે એમ નથી.’’ “સાંભળ બાપા, મારા. આમ જો.” “હં ુ તારી જ બનાવટ ખરો કે નહિ? તારી જ પ્રતિકૃ તિ ને પ્રકૃ તિનું પ્રાણી. તારા મૉડેલ પર ઊતરે લો ઘાટ. તારી પ્રકૃ તિમાં હશે તે જ મારામાં ઊતર્યું હશે ને? કૂ વામાં નહોતું તો હવાડામાં આવ્યું કેવી રીતે? હતું તે જ આવ્યું ને તું પોતે જ તારાં શાસ્ત્રોમાં મારીઠોકી પોકારીને ક્યાં નથી કહે તો, કે દ્વંદ્વ એટલું એકબીજાથી અવળાં તમામ વિરોધી જોડકાંનું મૂળ ને આદિ ઊગમ તું જ છે. તું સત ને અસત પણ તું જ છે. તું બાવળો પણ છે ને મીંઢો પણ તું જ છે. શૂરો ને કાયર, મૂંગો ને ચાવળો. મિત્ર અને વેરી, સંત અને સેતાન. સર્વ કંઈ તું જ છે. તો, તું જ કહે હં ુ બીજ ે ક્યાંથી આવ્યો? મારું માથું કાળું છે તો તારું કયું ધોળું છે? અને છે તે તો કાળાની જ અવળી બાજુ છે. અવળું અકોણું ને સવળું સલૂણું એક જ છે એમ શું તારાં શાસ્ત્રો પોકારી પોકારીને નથી કહે તાં? તો પછી વાંક ખટાશની આખી દોણી મારા એકલા પર જ કાં ઢોળ? તારું પોતાનું ભીતર તપાસી જો. ભીંતે ભીંતે મારા જ ફોટા તને ટાંગેલા જડશે. તારા વિના તેમ મારા વિનાયે અણુમાત્ર ખાલી નથી. બોલ, હવે તારે શું કહે વું છે?” 144

“પણ તારે હવે કઈ રીતે મળવું છે? વાત કરીશ? આ તો તેં સૃષ્ટિ મારી બધી રમણભમણ કરી મેલી. આનો તોડ કાઢ, બાપા! તેં તો મારો જીવ લીધો. અલ્યા કાળા માથાના, મારે માથે દખનાં ઝાડ ઉગાડ્યાં, આવી ખબર હોત તો મારા મગજની મલાઈ કાઢીને શા સારુ બધી તારામાં ઠાલવત?” “મેં તો તેં કર્યું એટલું જ તને કહી સંભળાવ્યું. પણ તારુંય કિસ્મત ઓલી દીવીને આળે ચડીને છતરમાં લપાઈ બેઠુ ં હતું તેનો હિસાબ કાં ન કર્યો? એણે તારું ધોળું ફૂલસર્જન કાળુંભૂત કરી મેલીને મારે માથે આ કાળા જવારા ઉગાડ્યા. તેં કિસ્મતને સર્જ્યું તો એ પછી એય તને પોતાનો પરચો જરા દેખાડે તો ખરું કે નહિ? હવે બોલ, હં ુ એનો કાયદો માનું કે તારો?” “તે તું મારું કિસ્મત છે? મેં તો તને મારા મગજનું દહીં કરીને મારી અવેજી ભરવા સર્જ્યો’તો.” “પણ હં ુ તારી અવેજી ભરવાની જ વેતરણમાં આ બધો ઉધામો કરી રહ્યો છુ ં ને? બીજુ ં શું? આમ જો. સો વાતની એક વાત કહી દઉં. મને વેંચણ કરી આલો. પછે આપણા બેય વચ્ચે, સૌ સૌનું સુવાંગ. તારું તે મારું નંઈ ને મારું ઈ તારું નંઈ. બેય પોતપોતાના પડમાં રાજ કરીએ. મારી બળતરા જ નહીં.” “પણ ઈમાં મારું શું વળ્યું? મેં તો તને અડીઅડચણની વેળાએ મારી અવેજી ભરવા સરજ્યો’તો.” “ઈ તારી અવેજી ભરવાનું જ તો કામ કરી રહ્યો છુ ં ને કિરતાર?” [ જૂ ન ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


“પણ ઈ મારા કહ્યા પ્રમાણે કે તારા? મારા મગજને સૂઝે ઈ તું સાંભળે તો મને તારી મદદ થાય, કે ઊલટુ ં બળતરા કરાવે ઈમાં?” “અરે , પણ ઈ મગજ તો સંધુંય તેં આંય આલી દીધું. મારા માથામાં ઘાલ્યું. હવે તું પાંહે ઈ ચીજ રહી જ ક્યાં છે તે મને સમજાવવા સારુ આવડો દાખડો કરી રહ્યો છો? હં ુ તો તેં મને તે દિ’ બેઠો કર્યો તે દિ’થી જ સંધુંય સમજી બેઠો છુ ં કે — મારે હવે તને ખાંજરે પધરાવીને જ તારી અવેજી ભરવાની છે. ને આ રાજપાટ સંધુંય હાક વગાડીને હાંકવું છે. ને તારે સારુ ન્યાંથી ઊઠી આવીને કરવા સારુ કાંય કે’તાં કાંય બાકી જ રે ’વા દેવું નંઈ.” “અલ્યા પણ મને ખાંજરે નાંખીને આમ હાલી મળેશ, ને મારા સરજ ેલ આ પ્રાણપદુડાં બધાંની સૃષ્ટિને આખો દિ’ ધમરોળતો ફરે શ તો તારી આણ કુ ણ માનશે? નાહકનો તૂટી મરે શ.” “ઈ જ તો જોવાનું છે કિરતાર! તારાં સરજ ેલ પહુડાં સંધાં તને વધુ માને છે કે મને ઈનો પરચો તને દેખાડી દેવાના દિ’ છેટા નથી. તું બેઠો જોયા કરજ ે ખાંજરે પડ્યો?” “એટલે શું તું મને મારી જ સરજ ેલી દુનિયામાં એક ખૂણે હે ડમાં ઘાલીને કેદ કરે શ?” “ના, બાપા ના. દુનિયાને ખૂણે નંઈ. આ મારા કાળજાને ખૂણે ને હે ડમાં ઘાલીને નંઈ પણ ખાસ્સા આંખે પાટા ને મોઢે ડૂ ચા દઈને.” કિરતાર કહે છે : “હાય! હાય! આ કાળમખાને મેં કયે કાળચોઘડિયે સરજ્યો? મારું તો તેલ દીવીનું ગયું; મગજનું માખણ ગયું, ખોળે શું રહ્યું? ચાડુ ં જોઈએ તો તારી સૃષ્ટિનો ખેતરનો ચાડિયો થઈને રહે વું હોય તોયે મારી ના નથી. મુકાદમ, મુનીમ, અવેજી કારભારી જ ે કહે વું હોય તે કહે , મને વાંધો નથી. પણ આજથી સૃષ્ટિનો મૅનેજર હં ુ. મારો જ હકમ ચાલશે ને મારી જ આણ વરતશે. જોયેં તો હા કે’ કે જોયેં

नवजीवन નો અક્ષરદેહ [ જૂ ન ૨૦૨૨]

તો ના ના કે’ પણ એ વાતમાં મીનમેખ નહિ થાય.” “તે તારે પરાણે પાપ મારી પાહ્યે કરાવવું છે?” “ઈમ કે’ કે પરાણે પુન્ય. તેં આ સૃષ્ટિમાં કાયદો કર્યો કે દીકરાને સરજીને બાપ કોરે થાય. ને પંડનો અગનસંસ્કાર કરે , કાં દફન થઈને માટીમાં મળી જાય. કીડી, મંકોડા વંશ સરજીને ફાટી પડે તે તારા પોતાના ખંડમાંથી કાઢીને સરજ્યો ને મગજની મલાઈયે લઈ કાઢીને મારામાં ઘાલી. હવે હં ુ તને બધી સોંપણ મને કરી દેવાને પરો થાવા કહં ુ ઈમાં તારી શી ગુનેગારી કરી?’ “અલ્યા પણ -” “પણ ને બણ. હવે હં ુ કઉં ઈ જ થાશે. તારે હં ુ કઉં ત્યાં બેહવાનું ને મારું આલ્યું ખાવાનું. રામ ભજ બેઠો નિરાંતે.” “એટલે શું મારું કોઈ માનશે જ નહિ?” “માનશે કોક રડ્યુંખડ્યું. સો લાખમેં એક. કોક બાવળાં હૈ યાફૂટાં જ ેનું કાળજુ ં કૂ તરાં ખાઈ ગયાં હશે ઈ. બાકી તો હવે તારી સૃષ્ટિ આખીની વસતી મારી જ રૈ યત થાશે ને મારો જ વેલો હાલશે. મારાં જ હાડમાંસ ને લોહીનાં ફળ ઈ વેલાને બાઝશે ને કાળા માથાનું માનવી માતર મારી આણમાં વરતશે. તારી રચેલી સૃષ્ટિ મને ધણિયામો માનશે ને મારાં પાણી વાસીદાં કરશે. મોઢે તારું નામ લેશે ને કામ મારું કરશે. ને માંયથી મને જ ભજશે. રાત દિ.” “પણ ઈમ ચ્યમ થાય?” “કાંકે હં ુ તારો અવેજ. તારી જ કરામત. તારો મુખત્યાર કારભારી. તારી અવેજીમાં તારું કારભારું કરવા તેં સરજ્યો કે નંઈ? હવે શેનો કવટાછ?” કિરતારે કપાળ કૂ ટ્યું. [ચિન્તનપરાગ]

145


કૃ ષ્ણ અને ગોપીઓ

શ્રીમદ્ ભાગવત એ ગ્રંથ આખા સંસ્કૃત સુધીના બચપણની લીલાઓ અસંખ્ય કવિ

સાહિત્યમાં સાહિત્યની દૃષ્ટિએ સર્વોપરી અને ભક્તિના ગ્રંથ તરીકે અજોડ છે એવું અસંખ્ય વિદ્વાનોનું માનવું છે. ભારતભરમાં એની તમામ ભાષાઓમાં આ ગ્રંથના અને ખાસ કરીને એના દશમ સ્કન્ધમાં આવતા કૃ ષ્ણચરિત્રના જ ેટલા અનુવાદ ઉતારા તેમ જ અનુકરણો આપણે ત્યાં થયાં છે એટલાં બીજા કોઈ ગ્રંથનાં ભાગ્યે થયાં હોય. અઢાર પુરાણોમાં આ ગ્રંથ સર્વોચ્ચ અને મુકુટમણિ સમો છે. રામાયણ, મહાભારત, ગીતા, ભાગવત એ ચાર ગ્રંથોએ હિન્દૂ પ્રજાનું હાડ કલેવર માનસ અને ચરિત્ર ઘડ્યું એમ બેલાશક કહી શકાય. શ્રીકૃ ષ્ણનું ચરિત્ર મહાભારત, હરિવંશ આદિ ગ્રંથોમાં અલબત્ત ગવાયું છે બલ્કે ઐતિહાસિક દૃષ્ટિએ ભાગવતનો પાયો પણ એ જ ગ્રંથો ગણાય. અને છતાં જ ેમ રામાયણ એ રામચરિત્રનો તેમ ભાગવત એ કૃ ષ્ણચરિત્રનો સોળે આની સ્વાંગ ગ્રંથ છે. કૃ ષ્ણ અંગે ભારતવર્ષના પ્રાંતેપ્રાંતની ભાષાઓમાં રચાએલું ઢગલાબંધ સાહિત્ય આ દેશની એક અલૌકિક થાપણ છે. ભાગવતમાં કૃ ષ્ણચરિત્રનાં વિવિધ પાસાંની પેરેપેરે રજૂ આત કરી છે. કૃ ષ્ણની બાળલીલા, ગોકુ ળમાં નંદ જશોદાજીને ઘેર થએલ એનો અતિ વ્હાલસોયો ઉછેર, તમામ ગોપગોપીઓમાં એની અજબગજબની લોકપ્રિયતા, એની ખેલકૂ દ, નટખટવેડા, વેણુવાદન, રાસનૃત્ય અને બીજી અસંખ્ય ઈલમ આવડતો, કુ દરત તેમ જ પશુપ્રાણી ઉપરનો એનો અપાર પ્રેમ, — આ બધી એના બાર વરસ 146

ગાન-પટુ કલાકારોએ ગાઈ છે. બાર વર્ષના થતાં વેંત કૃ ષ્ણ ગોકુ ળ છોડી મથુરા ગયા તે ઉંમર આખીમાં ફરીવાર ગોકુ ળમાં પગ મૂકવા કદી ન પામ્યા. બાળપણના એના સાથી અને વાલીઓ જ ેવાં વ્રજનાં ગોપકુ ટુબ ં ો, — ખાસ કરીને વ્રજનું નારીવૃંદ જ ેણે બાળક કૃ ષ્ણનું છેક શૈશવથી માંડીને કિશોર અવસ્થાના આરં ભ લગી પેરેપેરે લાલનપાલન સંગોપન લાડદુલાર કરે લાં તેઓ, — તો એને યાદ કરી કરીને જિંદગીભર રોતું અને ઝૂરતું જ રહ્યું એ કથા સુપ્રસિદ્ધ છે. કૃ ષ્ણ ગોપીઓના પ્રેમસંબંધને પુખ્ત વયનાં સ્ત્રી-પુરુષ વચ્ચેનાં સ્થૂળ પતિપત્ની સંબંધ તરીકે સ્થાપી ઓળખાવીને આ દેશના લગભગ બધા જ કવિઓએ અને લેખકોએ એ બેઉના મહામહિમામય ચરિત્રને જ ે વસમો અને બેહૂદો અન્યાય કર્યો છે તેને માટે મૂળ ભાગવત પુરાણમાં વિશેષ આધાર નથી. સિવાય કે ગોપીઓએ કૃ ષ્ણને પતિભાવે ભજ્યા એવું વર્ણન છે. તે ગમે તેમ હો પણ ઇતિહાસને સદંતર ઉવેખનારી બીનાનો કાયમી રદિયો આપી દઈને આ રજૂ આતને હં મેશને માટે દફનાવી દેવા અંગે આ દેશના ભક્તો કવિઓ વિદ્વાનો કે ઇતિહાસકારો કાળ કાળાન્તર સુધી શા સારૂ આટલા ઉદાસીન રહ્યા હશે એ બીના અતિવિસ્મય પમાડનારી છે. વાસ્તવમાં કૃ ષ્ણ જોડે તમામ ગોપીઓને અને તે બધીની શિરોમણિસ્વરૂપ પ્રતિનિધિ રાધાને પત્નીરૂપે સાંકળવાનું અગર તો એ બે વચ્ચેનો [ જૂ ન ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


કરીને કાળકાળાંતર સૂધી દુનિયા આગળ ગાનારા અને રજૂ કરનારા કવિઓ ગ્રંથકારો સંગીતકારો તેમ જ કલાકારોને શું કહે વું? આ કૃ ષ્ણ ગોપી પ્રેમની કથાઓ અને ગીતોના સૂફિયોના જ ેવા ભવ્ય અને ઉચ્ચગામી પણ સાંકેતિક અર્થો કરનારા કે કરવા કહે નારાઓનો પણ એક વર્ગ હં મેશાં આપણી વચ્ચે રહ્યો છે એ સાચો પણ જ ે થિયરીને Q. E. D. કરવા માત્ર એક ઉંમરની જ હકીકત બસ છે તે માટે સીદીભાઈનો ‘ડાબો કાન’ કરવાની રીત અખત્યાર કરવાનું પ્રયોજન જ ક્યાં રહે છે? આ વિષય ઉપર આયંદે કોઈ પણ સમજુ કે શિક્ષિત માણસ આપણે ત્યાં વિકૃ ત રજૂ આત કે દલીલબાજી ન કરી શકે એવો નિર્ણયાત્મક ઍવોર્ડ વિદ્વાનોએ એકમતે અને હં મેશને માટે આપી દેવો જરૂરી છે.

એવો સ્ત્રી-પુરુષ સંબંધ કલ્પવાનું કોઈ કવિ કે કલાવંતને મુદ્દલ પ્રયોજન ન હોવું જોઈએ. એ કલ્પના જ ઇતિહાસની હકીકતરૂપે સદંતર હાંસીપાત્ર છે. કેમ કે એ તો જાણીતી અને અફ્ફર ઐતિહાસિક બીના છે કે કૃ ષ્ણના ગોકુ ળના બાળપણને કાળે રાધા ત્રીશી વટાવી ગએલી કે લગભગ આધેડ ઉંમરની નિઃસંતાન ગવળણ હતી. કૃ ષ્ણને બહુ બહુ વહાલ કરતી. કેડ ે લઈને ગામ બધામાં ફરતી એના ગુણ ગાતાં ન ધરાતી. એની લીલાચેષ્ટાઓની ઘેરઘેર જાહે રાત કરતી ફરતી અને મારે તો આવો જ વર હોવો જોઈતો હતો ભવોભવ આ જ કાનુડો વર મને મળજો એમ પણ કહે તી અને પોતાના પતિને પણ ઘણીવાર તો મારો વર તો આ રહ્યો એવું કહી કહીને ચીડવતી. કળજુ ગના પાસથી સદંતર અસ્પૃષ્ટ એવી એક ગામડિયા પશુપાલક કોમના જીવનના આવા એક અતિ ભવ્ય વ્હાલસોયા નિર્દોષ અંશને બૂરી રીતે વિકૃ ત

[ધર્મચિંતન અને બીજા લેખો] 

માનવીની શહાદત

દેવબાપાના પનોતા નબીરા બાવાઆદમને અરથે યજ્ઞ અને આત્મવિલોપન પણ તેવાં જ

ધરતીતલ ઉપર આવીને ઊતર�ાને કહે છે કે બે લાખ વરસ થયાં, જો કે તેનો જ ેવોતેવોય નોંધાએલો ઇતિહાસ પાંચ સાત દસ હજાર વરસથી વધુનો નથી. પણ આટલા ટૂ કં ગાળાની એની કારવાઇઓની તવારીખ ભલભલાનુંય કાળજુ ં થથરાવે એવી છે. મનોરમ પણ તેટલી જ. આટલી હસ્તી દરમ્યાન એણે દુનિયાને બૂરી રીતે ધમરોળી, શોશી, થથરાવી કેરસંહાર વરતાવ્યા. સાથે સાથે પોતાના માનવકુ ળહિત

नवजीवन નો અક્ષરદેહ [ જૂ ન ૨૦૨૨]

કમાલ કર�ાં. માનવીના હિતવિકાસ અરથે એણે સતત શહાદત વહોરી છે. અને આ શહાદત જ સંસારની તમામ સંસ્કૃતિની ઉપાદાન સામગ્રી નીવડી છે. આ મારકાનો વિચાર મારી સણોસરા લોકભારતીની એક જાત્રા દરમ્યાન જીવનના તલ સ્પરશી સમગ્ર દરશનને પહોંચેલા વયોવૃદ્ધ ભાગવતભક્તિ પરાયણ ચિંતનકાર મુ૰ નાનાભાઈ ભટે મને સમજાવેલો. 147


૧ સંસારને સતત ગતિશીલ કહ્યો છે. આપણા સાક્ષરવર� નવલરામ પંડ્યાએ ઇતિહાસની આરસીમાં થિરથાવર કશું ન દીઠુ.ં ક્ષણેક્ષણે સરતી સરકતી ફરતી છાંય જ જોઈ. માણસ જન્મીઊછરીને સઉ પહે લું બાળપણ ખેલે છે. પછી જોબન એને ઝાલે છે. અસંખ્ય અરમાન આકાંક્ષાઓ અને સ્વપ્નસૃિï-ટઓ એના હઇયામાં થનગની ઊઠે છે, ને ચરિતાર્‌થ પામવા હમચી ખૂદં ે છે. એવી ઇચ્છામહે ચ્છાઓને સાકાર કરવા સારુ પછી એ વિવિધ પુરશારથો ઉપાડે છે અને જિંદગીભર જદોઝદ ખેડ ે છે. પુત્રકલત્રની પાછળ, કુ ટુબ ં , સમાજ કે દેશદુનિયાની પાછળ એ જાત ઘસે છે. લાગણીઓ, ભાવનાઓ અને મહત્ત્વાકાંક્ષાઓના અનેક ઝંઝાવાતોમાં એ સપડાય છે; ખુવાર થાય છે, કાં ‘જનપશુજગના કલ્યાણયજ્ઞ’માં પોતાનો હોમ કરીને અસંખ્ય લોકોના પ્રેમ અને આદર ભક્તિને પાત્ર બને છે. કાળે કરીને એનું લોહી ટાઢું પડે છે. એને ઘડપણ આવે છે. એનો સ્વભાવ પણ બદલાય છે. ઘણીવાર એ આકળો, ચીડિયો ને અસહિïણુ બને છે. એની નજર ને જીવ ટૂ કં ાં થઈ જાય છે. દુઃખ આગળ એ દબાવા લાગે છે. એની ધીરજ ઘટીખૂટી જાય છે. પોતાની જાતનો જ વિચાર મુખ્યપણે કરે છે. સ્ત્રીપુત્ર, સમાજ, દેશ, દૂર કે નજીકનું સહુ પોતપોતાના વ્યવસાયમાં મસ્ત છે, કોઈ પોતાની વાત સાંભળતું નથી, પોતાની તહે નાત ભરતું નથી, એ બીના ઉપર એ દાઢે છે. તનમનના રોગવ્યાધિ એને ઘેરે છે, ને એમ દયાપાત્ર બનીને દેશદુનિયા સહુ ઉપર દાંતિયા કરતો અંતે એ મરે છે. 148

કાં સાવ ઓશિયાળો ને પામર બની જાય છે. ૧૯૦૭-૮ના પંજાબદમનને કાળે ઊંચા પ્રતિભાભર�ા પત્રકારિત્વનો પરિચય કરાવીને હિં દીઓના પ્રેમાદરને પાત્ર બનેલ એક ધરખમ મહાપુરુશને લોકલ ટ્નરે ોમાં કે ટ્રામના થોભાઓ ઉપર હરકોઈ ઓળખીતાને ‘મને એાળખ્યો? હં ુ ફલાણો,’ કહી વળગીને ચારઆઠ આનાની ભીખ માગતા, ને જ ે કંઈ મળે તે લઈને સીધા દારૂને પીઠે જતા મેં જોયેલા. બોલતી વેળાએ એમના નકલી દાંતનું ચોકઠુ ં વારે વારે બહાર આવી જતું, કે પડી જવા કરતું, એ હજુ આજ ેય મારી આંખ સામે તરે છે. એવા જ બીજા એક વગર લાઉડસ્પીકરે લાખ પચાસ હજારની મેદનીઓને ગજાવનારા રાજદ્વારી આગેવાનને નીમક સત્યાગ્રહના દિવસોમાં ભરપૂર સુખસગવડ પૂરવકની સાદી જ ેલ એકવાર ભોગવી આવ્યા પછી ફરી જ ેલ ન જવું પડે તે માટે રોજ બબ્બે વાર પોલીસ થાણે ‘હાજરી પુરાવવા’ જતા પણ મેં જોયા! ૨ જન્મ, જુ વાની, ઘડપણ ને મૃત્યુ (birth, growth, decay and death) એ કુ દરતનો અટળ ક્રમ છે. તમામ જીવસૃ િï-ટ એને આધીન છે. પોતાને સાકાર કે ચરિતાર્‌થ કરવા મથતી અનેકાનેક વ્યક્તિગત કે સમૂહગત ભાવનાઓ, વિચારધારાઓ, ધરમઝનૂન કે મહત્ત્વાકાંક્ષાઓ, સંસ્થાના, સંઘના, સંપ્રદાયના, રાજ્યતંત્ર કે સામ્રાજ્યશાહીના દેહ ધારણ કરે છે, ને તેની આંટીમાં લાખોકરોડોનાં જીવન અટવાય કે રોળાય છે. આ બધાં તંત્રો કે સંઘસંસ્થાઓમાં જ્યાં લગી જુ વાનીનાં જોમ ટકે છે ત્યાં લગી તે નરવાં ને વિકાસશીલ રહે છે. પણ કાળે કરીને એનાં જોમ ઓસરે છે. તેમાં કશાય પેસે [ જૂ ન ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


છે. તેની તંદુરસ્તી ચાલી જાય છે. નવી હવા, નવો પ્રકાશ, એને અરુચિકર થઈ પડે છે. એને ઘડપણની અવકળા આવે છે, એ બંધિયાર પ્રતિગામી બની અંતે મુરઝાઈ કરમાઈ માટીમાં મળી જાય છે; ને નવા સરજનના ક્યારાનાં ખાતર બને છે. સરજન અને વિકાસની, ઘડપણ અને વિલોપનની, આ પ્રક્રિયાઓ કોઈથી ટાળી ઉવેખી કે ઉલ્લંઘી શકાતી નથી. સિકંદર, સીઝર, નેપોલિયન, હિટલર, સ્ટૅલિન જ ેવી ગજબનાક વ્યક્તિઓના ભલાબૂરા પુરશારથ, ગ્રીકોની સઉંદર�ોપાસના; રોમનોનાં વીર�વઇભવ, સેમેટિક પ્રજાઓનાં ધરમઝનૂન, મંગોલોના ઝંઝાવાતો કે સમન્વયપ્રિય આર�પ્રજાઓની સંસ્કારયાત્રા, — બધાંને જુ વાનીનાં જોમ, પછી કશાયવિકૃ તિ અને જરામરણ આવ્યાં. શું વ્યક્તિગત કે શું સામુદાયિક, તમામ પુરષારથોની કારકિરદીઓ ક્યારે ક સંપદ, ક્યારે ક વિપદ, ક્યારે ક ધસમસતા જોમના જુ વાળ તો ક્યારે ક વળી મંદતામૂરછા, ક્યારે ક વિજયના ઉન્માદ તો ક્યારે ક ગુલામીની શૃંખલાના ઘેરા વિશાદ, કાં હુમલાખોરોને હાથે પરાજિતોની કત્લેઆમ, કે ઘવાયેલ વીંધાયેલના તરફડાટ ને આહનિસાસા,—એવી એવી જ અનંતવિધ સામગ્રીથી લદબદ ભળાશે. સંસારની પ્રજાઓના ઇતિહાસનો ક્રમ સદાકાળ કંઈક આવો જ રહ્યો છે. પણ માનવીએ કે માનવસમૂહોએ ભજવેલા એવા સારામાઠા પુરશારથોનાં ઘમસાણો કે ભરતીઓટને અંતે અવશ્યંભાવી એવાં ઘડપણ અને વિલોપન (decay and death) પછી પણ એ બધાં, પોતાના વંશવારસોને સારુ જ નહિ બલ્કે સમસ્ત માનવજાતને સારુ, ઇતિહાસના

नवजीवन નો અક્ષરદેહ [ જૂ ન ૨૦૨૨]

ફેં સલા સમાં નિચોડ કે શિખામણ વારસા રૂપે પાછળ મૂકે છે, જ ે ભાવી પ્રજાઓને દીવાદાંડી રૂપ થાય છે. યયાતિ રાજાએ ચિરયઉવન પામવા મહાપ્રયાસો કર�ા, ને અંતે ‘न जातु कामः कामानाम्’વાળો સાર સંસારને સારુ મૂક્યો. મહાભારતકારે વિજ ેતાઓ પાસે હાથ ઘસાવ્યા. બીજી બાજુ તથાગત બુદ્ધે ‘વેરથી વેર શમતાં નથી’નો સાર પોતાના શિક્ષણના નિચોડ રૂપે દઇને અહિં સા, કરુણા, મઇત્રીનો નુસખો સંસારદુ:ખના અફફર ઓસડ તરીકે સૂચવ્યો. આ બધો મર્‌ત્ય માનવે સતત શહાદતો વહોરીખમીને માનવવંશને બક્ષેલો ચિરં તન વારસો છે. ૩ મરણ વિસામો છે, છેડો નથી. માનવીની જીવનયાત્રા મરણ જોડે પૂરી થતી નથી. કાળકાળાંતરો વચ્ચે જુ ગજુ ગથી માણસ પોતાની વાટ ચાલી રહ્યો છે. માણસ મરે છે. સંસ્થાઓ, સંઘો, પ્રજાઓ મરે છે. ધરમો, સંપ્રદાયો કે વિચારધારાઓનાં જોમઝનૂન ઓસરી સુકાઈ જાય છે. છતાં એ બધાં સંસારમાંથી નિઃશેશપણે લુપ્ત થતાં નથી. એક કે બીજ ે રૂપે પોતાની અમિટ છાપ, પોતાના જીવન અને જહે મતોનાં residue (શેશ), પોતાની પાછળ મૂકતાં જ જાય છે. કારણ કે એ તમામના હાડ ભીતર કોઈ ને કોઈ એક એવું ચિરં તન તત્ત્વ (undying element) પડેલું છે, જ ે મરતું નથી. દેહ રૂપે મરવા છતાં પ્રજાતંતુ રૂપે પોતાના વંશવેલાને કાયમ રાખી, મરીને જીવવાની જ ે અંતઃપ્રેરણા કુ દરતે આખી જીવસૃિï-ટમાં મૂકી છે તેનો માર�ો માણસ સ્મૃતિ, ઇતિહાસ, પરં પરા કે એવા જ કોઈ ને કોઈ રૂપે અવશિï-ટ રહે છે. 149


આથી જ ઘડપણ, રોગ, મૃત્યુ એ બધાં નિશ્ચે છે એ જાણવા છતાં માણસ કેમ જાણે પોતાને કદીયે મરવું નથી એવા જ અભિનિવેશપૂરવક જિંદગીમાં રચ્યોપચ્યો રહે છે, અને પોતાની ઇચ્છામહે ચ્છાઓને અથવા તો તે અંગેના પુરશારથોને જ ેમ છોડતો નથી, તે જ પ્રમાણે સમુદાય, સંઘો સંસ્થાઓ કે પ્રખર વિચારધારાઓ અને તેનાં ઝનૂન-આગ્રહોમાં પણ ક્યારે ક શિથિલતા ને મોળાશ આવશે, અગર તો તેમાં કશાય કે સડા પેસશે એ બીકે, તેને સ્થાપવા ચલાવવાની કે તેમાં જોડાવાની દિશામાં માણસે અનુત્સાહ રાખવો ઉચિત નથી, ‘अनारंभो हि कार्‍याणां प्रथमं बुद्धिलक्षणम्’વાળી વાત સમ્યક્ બુદ્ધિનું લક્ષણ નથી. રોજ ેરોજ અમલની સરાણે ન ચડનારું ને કર્‌મની પ્રયોગશાળામાં દાખલ ન થનારું જ્ઞાન, બુદ્ધિ કે મનનચિંતન વાસી છે; માનસિક જુ ગાર છે. વાસી ચીજ નરવી નથી હોતી. સતત, અવિરત, અતંદ્રિત કર્‌મ જ માણસને સારુ નરવા મોક્ષની સીડી છે. મરણની બીકે જ ેમ જીવવું ત્યાજ્ય નથી, તેમ ખરડાવાની આશંકાએ સામુદાયિક તખ્તાના પુરશારથને ઉવેખી વ્યક્તિનિï-ઠ થવું એ યુક્ત નથી. માણસ વ્યક્તિગત જીવનસાધનામાં માનનારો એકલમલ હોય કે પોતાની ઇચ્છાઆકાંક્ષાઓને મૂર્‌ત કરવા સારુ સંસ્થા, સંગઠન કે સમાજને વળગીને પુરશારથના પંથ ખેડનારો લોકસંગ્રહવાદી હોય, સાચા સાધકને સારુ બેઉ નિï-ઠા સરખી જ તારક કે ઉપકારક હોય, — તોપણ એકંદરે એકલપંથ કરતાં સંઘનો સંગાથ વધુ હૂંફાળો ને નરવો છે. સંઘસંસ્થાઓના પ્રવાહમાં મેલ-કશાય, ઘડપણ ને વ્યાધિનાં જોખમ છે, તો વ્યક્તિગત પુરશારથનો પંથ 150

પણ એ બધાંથી મુક્ત નથી જ. સંઘસંસ્થામાં વહે લમ ે ોડે મેલ પેસશે, સ્વારથપટુ કે મહત્ત્વાકાંક્ષી લોકો એમાં પેસીને બધું ડહોળી વણસાડી મેલશે, એ બીકે ‘अनारंभो हि कार्‍याणाम्’વાળી વલણ કેળવવી એ કંગાલિયત છે. તે કરતાં ખુદાની ખલકતને આરાધ્ય ગણીને તેની ભલાઈ અરથે અબુ બિન આદમવાળા પ્રેમપંથના પ્રવાસી થવું બહે તર છે. ‘It is better to have loved and lost than never to have loved at all.’ દુન્યવી પ્યાર સામેથી લીલી ઝંડી માગે છે. એને નંદવાવાનું જોખમ છે. સમશ્ટિનો પ્રેમ નિરપેક્ષ અપાર્‌થિવ, one-way traffic છે. સામાવાળા તરફની કશી અપેક્ષા કે આશંકા વગર એ પોતાની ગાડી હાંક્યે જાય છે. એને અકસ્માતનું જોખમ નથી. વળી જો બેઉ રસ્તે અંતે માનવી પુરશારથને decay ને death ભેટવાનાં જ છે, તો સૂઈ જવું સ્વસમયે શબવાહિનીમાં તો કાં ન કાર� કરવું જગને હિતાર્‌થે? વાળો અબુપંથ જ સરે રાશ માનવીને માટે સરિયામ છે. પોતાને પાછળ રાખીને સામાના સુખદુ:ખનો વિચાર પહે લો કરવા શીખવું ને ટેવાવું એ સંસ્કારિતાનો આદ્યાક્ષર છે. ત્યાંથી જ માનવીની શહાદતનો અને એના સંસ્કારયજ્ઞનો ઊગમ છે. એમાંથી જ સંસ્કૃતિની તમામ ઊંચી વિચારધારાઓ અને પરં પરાઓ જન્મી અને ખીલી. અહિં સા, કરુણા, મઇત્રી, મુદિતા, બધાં એનો જ ફાલ છે. એના જ દબાણ કે તગાદા હે ઠળ આખો જન્મારો આતમખોજમાં મચ્યા રહે લા અપ્તરં ગી ને એકલપંથી વિનોબાજી આજ ે મહાયાની બનીને દેશદુનિયાની કોટિકોટિ [ જૂ ન ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


કરવો એ, કોઈ પણ પ્રજાને માટે, ભગિની નિવેદિતાના શબ્દોમાં, એક વિશ્વયુદ્ધ જીતવા કરતાં ચડિયાતી સિદ્ધિ છે. આવા પારદરશી ઇતિહાસજ્ઞો સંસારમાં આંગળીને વેઢ ે ગણાવીએ તેટલા માંડ જડે. મારી જાણના ગણાવું તો Martyrdom of Man (માનવીની શહાદત) નામના અપૂર્વ‌ ઇતિહાસગ્રંથના લેખક ઓગણીસમી સદીના વિનવુડ રીડ, એ જ ગ્રંથમાંથી અમુક અંશે પ્રેરણા પામેલા મરહૂમ એચ. જી. વેલ્સ, વીસમી સદીના ઇંગ્લંડના સહુથી શ્રેï-ઠ નામાંકિત ઇતિહાસજ્ઞ આરનૉલ્ડ ટૉયન્બી, આપણા પ્રિયદરશી જવાહરલાલ નેહરુ અને સાવ ઘરઆંગણેનું નામ ગણાવું તો આર�ોની ઇતિહાસપરં પરા અને સંસ્કારયાત્રાનું તેવું જ પગેરું કાઢનારા મૂળગામી ઇતિહાસજ્ઞ અને રજૂ આતદાર આપણા પ્રતિભાવંતા કેળવણીકાર ‘દરશક.’ ૫ આ લેખના આરં ભે નિર્‌દેશ કરે લી ચરચામાં મુ૰ નાનાભાઇએ સંક્ષેપે સૂચવેલા મૂળગામી વિચાર ઉપરનું આ મારું વાર્‌તિક છે. અને જો કે તે જ દિવસે બહે નો આગળ, તેમ જ સાંજની પ્રાર્‌થનામાં, એમ બે વાર એમની હાજરીમાં મેં એની આવૃત્તિ કરીને એમની ખુશહાલ સંમતિની મહોર મેળવેલી, છતાં ત્યારની મારી રજૂ આતનું કશું સ્મરણ ત્રણચાર વરસ બાદ આજ ે મને રહ્યું નથી. માત્ર મૂળ વિચાર તેટલો જ સ્મૃતિપટ ઉપર ચોંટી રહ્યો છે. આશા છે એ મૂળ માટીમાંથી વિનાયકને ઘડવા જતાં પેલી સંસ્કૃત કહે વતની જ ેમ ભળતો ઘાટ મારે હાથેથી નથી ઊતર�ો.

જનતાને આશાની સંજીવની આપી રહ્યા છે. ૪ આમ સંસારના આદિઉગમથી માંડલ ે ી સંસ્કારયાત્રામાં કોટિકોટિ માણસોએ વ્યક્તિગત કે સમુદાયિક પુરશારથો ખેડ્યા, અને ટીપેટીપે પોતાના યજ્ઞ કરીને અને લાખલાખ શહાદતોને વરીવહોરીને ફાળા પૂર�ા. એ ફાળાના ચિરં તન અંશ (residue) તમામ સંસ્કૃતિની મટોડી કે ઉપાદાનકણ (constituents) બન્યા, ને એવા કણકણના સમુચ્ચયથી જ માનવી સંસ્કૃતિનું કલેવર બંધાયું. આ જ માનવજાતિની સ્થાયી કમાણી ને થાપણ છે. એ થાપણને જોરે કમાયેલા અનુભવ અને ડહાપણનાં ખાતર પૂરીપૂરીને માણસે ઉત્તરોત્તર ઊંચા અને વિશાળ આદર્‌શોનાં અમૃતફળ પકવ્યાં’, ને સંસારને સમૃદ્ધ કર�ો. એ થાપણને જ જોરે આજ ે આપણે પોતાને શિï-ટ અને સંસ્કારી માનવી તરીકે ઓળખાવીએ છીએ, અને એ જ ત્રાજવે તોળીને આપણે વ્યક્તિઓ, પ્રજાઓ, ધરમો, નીતિનિયમો કે વિચારધારાઓને મૂલવીએ છીએ. આ સંસ્કૃતિ અખિલ માનવજાતિની સહિયારી થાપણ છે. માનવી માત્રનો એમાં ફાળો છે. કોઈ એક ખાસ જાતિ, સમાજ કે પ્રજાનો તે પર આગવો હકદાવો હોઈ શકે નહિ. આખા માનવકુ ળની પુરશારથપરં પરા તેમ જ શહાદતનું આવું ભવ્ય પારગામી સમગ્રદરશન બહુ ઓછા ઇતિહાસજ્ઞો પાસે જડશે. સંસાર સમસ્તના દેશો, જાતિઓ તેમ જ પ્રજાઓના ઉદય અસ્તને સીમસીમાડા, રં ગ કે જાતિના કશા ભેદભાવ કે પૂર્‌વગ્રહ વગર એકસરખી આત્મીયતાથી નિહાળવાનું અને મૂલવવાનું હઇયું ધરાવતો કવિમનીશી પેદા

[નવલાં દરશન]

नवजीवन નો અક્ષરદેહ [ જૂ ન ૨૦૨૨]

151


ઇન્સાફ કે અંધાધૂંધ

શ્રી નાનાભાઈ ભટ્ટ ઉપર તેમના જુ વાન

દીકરાના અકાળ અવસાનનો દારુણ પ્રસંગ ગુજર્યો તે વખતે હં ુ એમની પાસે ભાવનગર થોડા દિવસ જઈ રહ્યો હતો. આની હકીકત સંસ્કૃ તિના એક લેખમાં મેં લખી છે. આ દિવસોમાં લોકભારતીના આચાર્ય શ્રી મૂળશંકરભાઈનો પુત્ર બકુ લ ઘણી વાર મારી સાથે હોય. મારું ઝીણુંમોટુ ં કામ કરે ને મને ક્યાંય જતાંઆવતાં લેવા-મૂકવા પણ આવે. એ પણ શોકગ્રસ્ત. તેનું જિજ્ઞાસુ યુવક મગજ સંસારમાં બનતા આવા કારમા બનાવોના ઉકેલ અને ખુલાસા મેળવવા મથતું જ હોય. મને કંઈ કંઈ સવાલો પૂછ.ે એક વાર કહે , ‘નાનાભાઈ જ ેવા સજ્જન માણસો ઉપર આવાં દુ:ખ શા સારુ પડતાં હશે? ઈશ્વરને ઘેર હં મેશાં ન્યાય જ હોય છે એ સાચું કેમ માની શકાય? ઈશ્વરની આ દુનિયામાં સુખદુખ વચ્ચે કંઈ દાંડી-કાંટો, તોલ-ત્રાજવું હશે ખરાં? નીકર પલ્લાં આમ ગાંડી રીતે કેમ ઝૂકી પડે? કે સુખદુખનાં જમાઉધારનો હિસાબ જ ભગવાનને ઘેર નહિ રખાતો હોય? જો રખાતો હોય તો બે વચ્ચે કંઈ મેળ કે પ્રમાણ કેમ જોવામાં નથી આવતું?’ ‘પ્રમાણ એક અને દસનું કોઈએ કહ્યું છે. સુખનો આંકડો એક અને દુ:ખના દસ. દિવાળી, દશેરા, ઇદ મુબારકનો દિવસ વરસમાં અકેક, ને મહોરમના, રડવા-કૂ ટવા-માતમ કરવાના, દિવસ દસ. ઉપવાસ-અગિયારસના દિવસ ચોવીસ. 152

‘એ તો તમે તે દહાડે કહે તા હતા કે સંતોએ સંસારમાં દુઃખને ડુગ ં ર જ ેવડુ ં ને સુખને જવના દાણા જ ેટલું કહ્યું એ જ વાત થઈ. પણ એ સંતો ઈશ્વરની યોજનાને રૂડી કહીને ઓળખાવતાં અને એના ગુણ ગાતાં કદી થાકતા નથી! હં ુ પૂછુ ં છુ ,ં આમાં ઇન્સાફ ક્યાં આવ્યો? ઊલટાનું અાને તે ઇન્સાફ કહે વો કે નકરી અંધાધૂંધી? આવી યોજનાને જો રૂડી કહે તા હો, તો હં ુ કહં ુ છુ ં ભગવાને ભાંગ પીને એ યોજના ઘડી હોવી જોઈએ. ને સંતોએ ય ‘બાવો નાચે તેમ બોદલી નાચે’ એ ન્યાયે જ એવા ઈશ્વરના, એની યોજનાના અને એના અદલ ઇન્સાફના ગુણ ગાયા, એમ કાં ન કહે વું?’ ‘બકુ લ! તું કેરી ખૂબ ખાય કે?’ ‘કેરી? કેરી કોને ન ભાવે? ટોપલો મૂકો તોય એક બેઠકે ઉડાવી જાઉં.’ ‘આફુસની કેરી ખાતાં તને એક મિનિટ લાગે છે. પણ એને તૈયાર કરવા પાછળ કુ દરત અને માનવી ઊભું વરસ કેટલી મહે નત કરે છે એ તેં કદી વિચારી જોયું છે? પહાડો પર મોટા વજ્રપાત થાય છે. એનાં પડખાં તૂટી ગબડીને મોટાં મોટાં ચટ્ટાનો ગંગા-નર્મદામાં ગબડી પડે છે; ને સેંકડો વરસો સુધી અથડાઈકુ ટાઈ અગણિત થપાટો ખાઈ, ઘસડાઈને ગોળમટોળ શંકર શાલિગ્રામ બની પૂજાના સિંહાસને બિરાજ ે છે; કાં અંતે રે ત બનીને આપણાં ઘરોનાં ચણતર કરે છે. ધૂળધોયા તેં જોયા છે? સોનારની હાટડી સામે ઊગ્યાથી [ જૂ ન ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


પછી જ એને આફુસ કેરી આવે છે જ ે આ દુનિયા પરનું સૌથી શ્રેષ્ઠ ફળ છે. પણ તું તો એને એણે વેઠલ ે ા તાપ-સંતાપની કશી દયાકદરદાની કર્યા વગર એક મિનિટમાં આરોગી જાય છે!’ આ ઇન્સાફ થયો કે અંધાધૂંધી?’ ‘તમારા ભગવાને જીવનને આવડુ ં જટિલ શા સારુ કર્યું?’ ‘તને બાંગડ મટાડીને કુ ન્દનની લગડીમાં ફે રવી નાખવા.’ ‘નાનાભાઈ ઉપનિષદોની વાતોમાં ભગવાનને નિર્ગુણ, નિરાકાર ને એવું એવું બધું કહે છે. તો પછી એવા એ ભગવાનને દુનિયાને હે રાન-પરે શાન કરી મૂકવાના આ બધા ધંધા શા સારુ સૂઝ્યા?” એનો જવાબ તો તેં ક્યારનો આપી દીધો છે. એણે ભાંગ પીધી હોવી જોઈએ!’ ‘તમે આવું કહે તા હતા એમ સંધાયને કહં ુ ?’ ‘તને પરવાનો છે.’

આથમ્યા લગણ વાટની ધૂળ ચાળીચાળીને ઢગલા કરે છે. તોય સોના-ચાંદીનું કણ ક્યારે ક જ એને હાથ લાગે છે. સોનાર સળગતી ભઠ્ઠીની આગ વચ્ચે કુ લડીમાં સોનું મેલી તીણી ભૂંગળીથી ગાલ ફુલાવીફુલાવીને ફૂંકે છે ને તેને તાવી-પિગળાવીને પાણી થઈ જાય ત્યાં સુધી ઓગાળે છે. ત્યારે જ બધા મેલ અને ભેગ-કષાય બળીને કે છૂટા પડી જઈને શુદ્ધ કુ ન્દનની લગડી એને હાથ લાગે છે. ‘માનવી જીવન પણ કુ દરતની એવી જ કરામતોનો પરિપાક છે. ઈશ્વરે દોરી આપેલી યોજના મુજબ કેરીનો ગોટલો ધરતીના પેટાળમાં પડે છે, બફાય છે, ફાટે છે, અંકુર રૂપે બહાર આવે છે. વર્ષો સુધી ટાઢ-તડકો ને વર્ષા-વાવાઝોડાંની થપાટો ખાય છે. કીડા-મંકોડા અને જંતુઓ એને ચટકા ભરે છે. વાંદા બાઝે છે. પશુ-પંખી પણ એને બચકાં ભરી જાય છે ને નમેરાં માનવી કુ હાડા મારીને એને કાપેસંતાપે છે. આવાં અસંખ્ય ઘમસાણો વેઠ્યા

[આંબાવાડિયું] 

સ્વામીની છાપકામની સમજ સ્વામીજી સાધુ ખરા, પણ ઉત્તમના ઉપાસક. જીવન, રહે ણીકરણી, બોલચાલ, લખાણ બધું જ સંઘેડાઉતાર કે પાસાદાર ન હોય તો એમને ન ચાલે. લખવા માટેની જાડી ‘ડુઓફોલ્ડ’ પેન, પણ નિબ ઝીણામાં ઝીણી. આ બધાં દ્વારા એ ઉત્તમ કરવા જીવડો તોડીને મહે નત કરે . એક વાર ગુજરાતના ઉત્તમ કોટિના સાહિત્યકારને એમણે કહ્યું કે, ‘તમારું લખાણ બેનમૂન હોય છે. અને આવું ચીંથરા જ ેવું છાપકામ કરાવો છો તે કેમ ચાલે?’ જવાબમાં સાહિત્યઉપાસકે કહ્યું કે, ‘એ બાળોતિયાં ધોવાનું કામ મારું નહિ.’ ત્યારે એમને ઘણું ખોટુ ં લાગેલું – જ ે માધ્યમ તમારું સાહિત્ય લોકો સુધી પહોંચાડે છે તેમાં – છાપકામમાં – તમે રસ જ ન લો તે કેમ ચાલે? આ તો ઘોર અન્યાય છે. પણ સ્વામીજી જ ેટલી છાપકામની સમજ અને રસ કેળવવાં શું સહે લાં છે? છાપકામ જ ેવા શુષ્ક, યાંત્રિક વિષયમાં સ્વામીકાકાને ઘણો રસ હતો. ઝીણી ઝીણી બાબતોમાં ઊંડા ઊતરવાની તેમની ટેવનો આ એક હૂબહૂ નમૂનો છે. હવે એ શીખવનાર ન રહ્યા અને શીખનાર પણ શોધ્યો ન જડે તેમ છે. — મોહન પરીખ, ‘સ્વામી આનંદ અધ્યયનગ્રંથ’માંથી

नवजीवन નો અક્ષરદેહ [ જૂ ન ૨૦૨૨]

153


શબ્દ બ્રહ્મ શબ્દ છલ

શબ્દની શક્તિ મોટી છે. એ વાહન છે.

આવડી શક્તિ શબ્દમાં પડી છે તેથી જ એને બ્રહ્મ કહ્યો. પણ માયાયે બ્રહ્મમાં બેઠલ ે ી જ છે અને એ એનું અવિભાજ્ય, અનિવાર્ય અંગ છે. માયા વગરના બ્રહ્મને કલ્પી ન શકો. બ્રહ્મ કહ્યો એટલે માયા આવી જ. એટલે શબ્દ એ જ ેટલું બ્રહ્મનું તેટલું જ માયાનું પણ પ્રતીક છે. અર્થાત્ તેટલો જ vulnerable પણ. આમ શબ્દબ્રહ્મ તે શબ્દછલ પણ બન્યો. બ્રહ્મના જ ેટલી જ છલશક્તિ (માયા) પણ તેનામાં (શબ્દમાં) પડેલી જ છે. આમ શબ્દ એ બ્રહ્મ થયો તે સાથે સાથે તેટલો જ છલશક્તિની ક્ષમતાવાળો પણ થયો જ. આ આજ ે આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. આથી શબ્દ પ્રત્યે આજ ે મને નિર્વેદ આવ્યો છે, કદાચ નફરત પણ. કેમકે છલમાં જ એની શક્તિ આજ ે વપરાઈ ખરચાઈ રહી છે. આજની દુનિયા શબ્દછલની કુ સ્તી કારવાઈઓનો અખાડોમાત્ર બની ગઈ છે તેથી નફરત. [ધર્મચિંતન અને બીજા લેખો]

સંપર્કનું સંગઠનનું Cohesionનું માનવીને પરસ્પર સાંકળનારૂં મોટામાં મોટુ ં સાધન છે. માણસ પશુપ્રાણી મટીને માનવી થયો તે શબ્દ વાટે અભિવ્યક્તિની કળા એનામાં ઉદય પામી ત્યારથી થયો. તેથી જ શબ્દને ‘બ્રહ્મ’ કહ્યો. બ્રહ્મ સર્જક છે કેમકે એ ઇચ્છામાત્રથી એકમાંથી બહુ થયો. માણસ જ્યારથી ઊંચા અનુભવ કે ઊર્મિની અનુભૂતિ કે અભિવ્યક્તિ વાણીરૂપે કરતાં અને શબ્દ વાટે તે બીજાને સમજાવતાં શીખ્યો ત્યારથી એ એક મટીને અનેકના પ્રતિનિધિરૂપ બન્યો. આમ એનું વ્યક્તિત્વ ક્રમે ક્રમે વિકસતું ગયું અને એ શાહીનો અધિકારી થતો ગયો. આમ બાદશાહી, સરમુખત્યારશાહી અને અંતે લોકશાહીના પણ પ્રતીકરૂપ બન્યો. નેહરુ કૅ નેડી આજ ે કોટિકોટિ વ્યક્તિની બનેલી પ્રજાના કે સમાજના પ્રતીકરૂપ બન્યા એનો અર્થ એ જ છે. કોટિકોટિ જનતાની ભાષા અને મનોગતને તેઓ પોતામાં એક જ ઠેકાણે શબ્દ દ્વારા અભિવ્યક્ત કરે છે. 

સ્વામીની હૃદયસ્થ છબિ

પદયાત્રામાં વિનોબાજીએ પશ્ચિમ બંગાળમાં એક ટેકરી પરથી ઈશુ ઉપર પ્રવચન આપ્યું. સ્વામીજીએ તરત જાહે ર મનાઈ ફરમાવી દીધી કે કોઈએ એ પ્રવચનનું અંગ્રેજી કરવાની તસ્દી ન લેવી. અને પછી પોતે કાંઈક ચીતર્યું. વિનોબાજીની આગળ મૂક્યું. એક અક્ષર, એ બોલ્યા હતા તે પ્રમાણેનો હોય તો ને? વિનોબાજીમાં તોફાની વૃત્તિ અને ભાષાઓના હાર્દની ઊંડી પકડ છે જ, એમણે લેખનાં પાનાં આમથી વાંચ્યાં તેમથી વાંચ્યાં અને પછી કહી દીધું કે હા, બરોબર આ જ વસ્તુ હં ુ બોલ્યો છુ .ં અનુવાદ કેમ થાય તેના લાક્ષણિક દૃષ્ટાંત તરીકે આ કિસ્સો હં ુ હં મેશાં આગળ ધરું છુ .ં — ઉમાશંકર જોશી, ‘સ્વામી આનંદ અધ્યયનગ્રંથ’માંથી

154

[ જૂ ન ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


પાની પિલાવત ક્યોં ફિરો?

દુનિયાનો ઓધ્ધાર કરવા નીકળવું એ વ્યર્થ જીવ ઋતુ વગર ફળતો નથી કે બીજને સંઘરતો

પ્રયત્ન છે. રાજસી પ્રકૃ તિ સંસારમાં તમે ઇચ્છો ન ઇચ્છો તોયે છે ને રહે વાની. એના માર્યા દરે ક જીવને એક કે બીજ ે કામે, એની જીવનજાત્રાને એક કે બીજ ે તબક્કે , ઓછો કે વત્તો સમય એના દોર હે ઠળ રહીને પસાર થવું જ પડે છે. પ્રવૃત્તિઓ કરનારા ને તેમાં રચ્યાપચ્યા રહે નારા લોકો એવા પ્રયત્નો કરવાના જ. કોઈના રોક્યા રોકાવાના નહિ અને તેને પરિણામે બીજાના ઓધ્ધાર કરવાની પ્રવૃત્તિઓ સ્વાર્થી કે પરમારથી હે તુઓસર સંસારમાં વધુઘટુ ચાલ્યાં જ કરવાની. પણ જ ેને જીવનનું central સત્ય પામવાની તાલાવેલી છે તેણે તો માત્ર પોતાનું જીવન જ શુદ્ધ કરી, તેમાં સત્યરૂપી પરમેશ્વરનું પ્રતિબિંબ સ્પષ્ટ પડે ને જળમાં થળમાં શત્રુમિત્ર પ્રિય અપ્રિય બધાંમાં એને એ જ દેખાય એવા આત્મોધ્ધારના પ્રયત્નોમાં જ વળગ્યું રહે વું જોઈએ. એવા પ્રયત્નશીલ જીવનક્રમમાં પ્રવાહપતિત જ ે કોઈ દુખિયુંતરસ્યું જિજ્ઞાસુ રસ્તે ભેટ ે તેની મદદ કરી છૂટવું જોઈએ. એથી વધુનો આગ્રહ એ મનનો ઉધામો છે. એવાં કર્મોને સાધનાની સીડીરૂપે લેખવાની ભ્રમણા પણ એમાં હોય. આ ભ્રમણાના માર્યા અસંખ્ય જીવો સંસારમાં પેરેપેરે કરીને કહૅ વાતી પરગજુ (સેવા) પ્રવૃત્તિઓમાં મચેલા જોવામાં આવે છે. એ બધો રજોગુણી માયાનો ખેલ છે ને એનું ફળ કે સિદ્ધિ પોતાના મિથ્યાભિમાનને પોષવા કે જાતને છેતરવા ઉપરાંત વિશેષ નથી. સંસારનો કોઈ

नवजीवन નો અક્ષરદેહ [ જૂ ન ૨૦૨૨]

નથી. ઋતુએ બી પડે તો જ એ ચોંટે ને ફળે. તમામ ચેતનસૃષ્ટિને ઋતુનો કાયદો લાગુ છે. તેવું કશું જોયા વગર અકાળે ને અસ્થાને વરસવા નીકળી પડનારા અને બીજાઓ પર તેવો આગ્રહ લાદવા માંગનારા કાં હરખપદૂડા, કાં વાયડા, ‘કાજી ક્યું દૂબલે?’ તો કહે ‘ક્યા કરેં , સારે શહે ર કી ફિકર’ પછી ઘરની ઘંટી ભલે કૂ તરાં ચાટતાં હોય! સૃષ્ટિના કર્તાહર્તા નિયંતાનું પદ arrogate કરીને વાડમાં પણ વરસવા નીકળવાનું માનવી જીવનું કામ નથી. માનવી અલ્પ છે ને એની મગદૂર ટૂ કં ી છે. એ પોતાનું જ સુધારીને સરખું કરી લે, જાતે શુદ્ધ થાય એટલું બસ છે. એટલું થયા પછી જ્યારે પ્રભુ એનામાં પૂરી કે અધૂરીયે કળાએ પ્રતિબિંબિત થશે. ત્યારે પછી રાગદ્વેષના કે અંગત આકાંક્ષા ઝંખનાના કશા કષાયથી ડહોળાયા વગર નરું સંસારનું શ્રેય અને કલ્યાણ જ એનામાંથી નીકળીને વહે વાનું છે. તો કોઈ દાઝ્યું ભૂંજ્યું તરસ્યું તીખું એના સંપર્કમાં આવશે તેની તરસ છીપશે અને તેના ત્રિવિધતાપ શમીને તે તૃપ્ત થશે. ગંગા પોતાના સાગરને પહોંચવાના લક્ષને વળગીને પોતાની ગતિએ સંસારને આંગણે વહ્યે જાય છે. બારણે બારણે જતી નથી કે લ્યો તમારો ઓધ્ધાર કરું. અને કાંઠ ે આવીને જ ે એનું જળપાન કરે છે કે ડૂ બકી મારે છે તે ન્યાલ થઈ જાય છે. કબીરે ગાયું : પાની પિલાવત ક્યોં ફિરો ઘરઘર સાયર વારિ તૃષાવંત જો હોયગા પીવેગા જખ મારિ. [ચિન્તનપરાગ]

155


દુનિયાને રામરામ1

અનેક અનાથ કે શ્રમજીવી ઉગમના વર્ગોનાં અને તેની પાઈએ પાઈ ચિત્રગુપ્‍તને ચોપડે

બાળકોની જ ેમ ૯-૧૦ ઉમ્‍મરે જ હં ુ સગીર મટી ગયો અને સભાનપણે જિંદગીને મારે હથેળવી પડી. આમ નૉર્મલ ગતિએ મૅચ્‍યોર થનારાં ભાગ્‍યશાળી લોકો કરતાં ખાસાં ૧૫ વરસ વહે લો હં ુ પીઢ થયો. ગાંધીજી તરફ ખેંચાયો ત્‍યારે પણ જીવનના આદર્શો અને ઘડતરમાં માર્ગદર્શન શોધવા આવનારા દૂધમલિયા જુ વાનોમાંનો નહોતો પણ ઉત્તરના પહાડોથી માંડીને બંગાળ, આસામ, જગન્‍નાથ, રામેશ્વર સુધી કૂ ડી હાંલ્લ ‍ ો ફોડી ખાસાં શીંગડાં ઉગાડી ચૂક્યો હતો. આમ, રામકૃ ષ્‍ણ ઠાકુ રની કૃ પાએ જિંદગીની ખેતી માટે અસાધારણ તકો મને બક્ષી છતાં ધરતી જ પાયામાં કમજોર, બી ઝીલવા જીરવવાનું બૂતું ન મળે ને ખેડ કૂ તરાં ખડ ખાય તેવી એટલે નીપજ સદાય નબળી રહી. જ ે કંઈ થઈ તે પણ ઠાકુ રની અને સંતો ગુરુજનોના indulgence અનુગ્રહને જ પુણ્‍યે થઈ. આમ, સારુંનરસું જ ે કંઈ મેં કર્યું કમાવ્‍યું તે તમામ મારી જાત જવાબદારીએ અને વેચ્‍યું સાટ્યું તેય મારે પોતાને કાટલે. સહિયારું મઝિયારું ક્યાંય ન કર્યું, એટલે મારી ભલીબૂરી કારકિર્દીનો કાંઈ વાંક દોષ બીજા કોઈ ઉપર હં ુ ઓઢાડી શકું એમ નથી. અજાણતાં કશું ન કર્યું. જ ે કંઈ કર્યું તે બધું સમજીબૂઝીને, ચાહીચલવીને, આંખમોંમાં આંગળાં ઘાલીને કર્યું

મારે એકલાને જ ખાતે જમા ઉધાર થઈ. એકોએક Sins of omission and commissionને માટે મારા ભાગીદાર કે ભરમાવનાર તરીકે બીજા કોઈને હં ુ ચીંધી શકું એમ નથી. જૂ ની દુનિયાનું લોક કરણીભરણી, પાપપુણ્‍યનાં લેખાં લેનારો ઠાકર છે એમ માનતું ને કુ ળકર્મીને કપાળે જમના માર અને કુંભીપાકના ધાક હે ઠળ જીવીને જિંદગીના જદોઝદ ખેડવામાં પગલેપગલે માયલા આતમરામને હાજર ગણીને વરતતું. આજની દુનિયા એ બધી બાળાગોળીઓના વ્‍યસનથી છૂટી પાપપુણ્‍ય, ઠાકર ઈશ્વર, વડીલ ગુરુજન તમામ આળપંપાળોને ફડચામાં કાઢીને ગીતાનાં ગાય હાથી બ્રાહ્મણ ચાંડાળ કૂ તરાની જગાએ પીર બબરચી ભીસ્‍તી ખરને એક ચારે ગણનારા લોકશાહી વ્‍યક્તિવાદને પરતાપે આઝાદ બની છે. એ દુનિયા વચ્‍ચે મારા જ ેવા જરીપુરાણા જીવની હે સિયત શી એ હં ુ બરાબર સમજુ ં છુ .ં તેથી મારો દરજ્‍જો ઓળખીને જ જિંદગીભર વર્ત્યો. મને એનો અફસોસ નથી. Little done and vast undoneનો અફસોસ મૂકીને મરવાનોય અભિલાષ સેવતો નથી. વજાવણહારાને હાથે ચડ્યો ત્‍યારથી મારું વાજુ ં એણે વગાડ્યું તેવું વાગ્‍યું ને મને લાગે છે એના દરબારગઢની ડેલીએ એટલું જ પ્રવેશપત્ર રજૂ કરીશ. કાંકે બીજા કોઈ જોડે મઝિયારું પત્‍યાળ મેં કર્યું નથી. અગર કહો કે નિરપેક્ષ ભાવે

1. આ શીર્ષક સંપાદક દિનકર જોશીએ આપેલું છે. મૂળ લખાણમાં શીર્ષક નથી. 156

[ જૂ ન ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


નામે નાદારી નોંધાઈ હશે અને તે બદલ સો ફટકાની સજા ખાવાનું જ મારે માટે નિર્માર્યું હશે, તો તે સોએ સો મારે એકલે પંડ ે જ ખાવાના છે, કોઈ દરવાન પોળિયા સાથી સાગરીતને તેમાં મારા ભાગીદાર કે હિસ્‍સેદાર તરીકે હં ુ ચીંધી ગણાવી શકું એમ નથી એ હં ુ બરાબર જાણું છુ .ં આને મારી બેઠક, મનોભૂમિકા, બચાવ, ઘમંડ, કરણી, કારકિર્દી જ ે કહે વું હોય તે કહો, પણ જ ે અનાથના બેલીએ દસ ઉમ્‍મરે જિંદગીની જદોઝદમાં મને ધકેલ્‍યો, જ ેણે મારી જીવનજાત્રામાં અસાધારણ તકો આપીને મને પેરેપેરે ન્‍યાલ કર્યો એ દીનદયાળો દરજી એની જ ગજકાતરણી વડે મને વેતરશે અને વધુઘટુ બધું બરાબર કરી લઈ એને ચરણે મને વાસો આપશે એટલો જ મારી આથમતી જિંદગીનો સધ્‍યારો ને વિસામો છે. એક નદિયા એક નારો કહાવે મેલો નીર ગરો જબ મિલ ગયે તબ એક બહન ભયે ગંગા નામ પરો. એટલે little done and vast undone એવા એવા કશા ક્લાસિકલ વસવસા વગર સરગાપરની ટિકિટ કપાવીને પ્‍લાટફારમ ઉપર મારી ગાડીની વાટ જોતો બેસી રહે લો હં ુ મારા રહ્યાસહ્યા સાથીઓને, તેમ જ અપની આપની તાનમેં મસ્‍તાન છતાં સરવાળે કદરદાન એવી દુનિયાને રામરામ કરું છુ .ં આમી જોતો આમુચ્‍યા ગાંવી આમુચા રામરામ ધ્‍યાવા. [અમરતવેલ]

કોઈએ મારી જોડે તે કરવાની પરવા કરી નથી. કહે છે કે સ્‍વપ્‍નસૃષ્‍ટિની મીઠાશ સિદ્ધિમાં નથી. ન હોય કદાચ પણ મેં તેવું ન જોયું. શ્રમના પરસેવા સિદ્ધિમાં ફળ્‍યાની મીઠાશને મેં ખચીત સરસી જોઈ. આજ ે મારો બોલ કોઈ હૈ યાને સ્‍પર્શે છે. વહે લી વયનાં સોહામણાં સ્‍વપ્‍નાંને મુકાબલે મારે સારુ જીવનની લાણી વધુ બહોળી, મિત્રનિષ્‍ઠા વધુ સાર્થક અને વાસ્‍તવપ્રેમ વધુ સમૃદ્ધ અને સંપૂર્ણ ઠર્યાં છે. જ્ઞાન, ધ્‍યાન, હઠયોગ, રાજયોગ, કર્મયોગ એવા કશા ભદ્રયોગો જોડે જિંદગીમાં મેં કદી ચેડાં ન કાઢ્યાં. પ્રવાહપતિત ન્‍યાયે સાધુસંત, સજ્‍જન, ગુરુજન, જ ે કાળે જ ે કોઈએ મારી બાંય પકડી તેની સેવાભક્તિ તત્‍પૂરતી પણ જિગરની શ્રદ્ધાપૂર્વક ઉઘાડી આંખે કરવાના સમાગમયોગ સિવાય બીજો કોઈ યોગ અગર સાધના મેં ન કર્યાં. મુક્તિ (એટલે freedom in the highest sense)ની ધગશને, કહો તો આંધળિયા અર્થમાંય, અનુસરવા સિવાય બીજીત્રીજી આળપંપાળનું આકર્ષણ જિંદગીમાં મને નહીંવત્‌ રહ્યું. તેથી એવા freedom માટે જ સૂઝ્યાઆવડ્યા તેવા અખતરા, મથામણો અને ગડમથલોમાં અટવાવા કે ગોથાં ખાવા પાછળ સંસારનાં અસંખ્‍ય માટીપગાં માણસોની જ ેમ મેં જિંદગી વિતાવી. આને મારી બેઠક, મનોભૂમિકા, જમાઉધાર, બૅંક બૅલેન્‍સ, બચાવ, ઘમંડ જ ે કહે વું હોય તે કહો. આ જ મારો રે કર્ડ. આવા જુ મલાને સારુ, આવી મારી કરણી અને કારકિર્દી સારુ, કિરતારને ચોપડે જો મારે 

नवजीवन નો અક્ષરદેહ [ જૂ ન ૨૦૨૨]

157


આપણા ઇતિહાસમાંથી કે ટલાક બાેધપાઠ રાજમોહન ગાંધી જાન્યુઆરી ૨૦૧૩માં ‘રામલાલ પરીખ સ્મૃતિ વ્યાખ્યાનમાળા’માં રાજમોહન ગાંધીએ આપેલા વક્તવ્યનો પ્રથમ હિસ્સો ગત અંકમાં આપ્યો હતો. આ બીજો અને અંતિમ હિસ્સો છે. ઇતિહાસનાં તથ્યોને કેવી રીતે જોવાં-સમજવાં તે પ્રથમ હિસ્સામાં ૧૮૫૭ના બળવાના આધાર સાથે તેમણે મૂકી આપ્યાં છે. હવે બીજા હિસ્સામાં તેમણે કેટલાંક તથ્યોને ઐતિહાસિક દૃષ્ટિએ તપાસ્યાં છે. જ ેમ કે, આઝાદીકાળમાં દેશના જુ દા જુ દા સમુદાયના પ્રતિનિધિઓ કેમ અરસપરસ સંવાદ કરવાના અવેજમાં અંગ્રેજો સાથે સંવાદ કરતા હતા? ભારતીયોને પ્રતિનિધિત્વનો મોર્લે-મિન્ટો સુધારો કેવી રીતે સાંપ્રદાયિક બની ગયો? દેશના વિવિધ રાજકીય પક્ષો વચ્ચે વૈમનસ્યનો લાભ અંગ્રેજોએ કેવી રીતે લીધો? અને ભારતમાં લોકશાહી કેમ ટકી છે? -- તે વિશે રાજમોહન ગાંધીએ આઝાદીની આસપાસની ઘટનાઓને ઇતિહાસમાંથી આપણે બોધપાઠ મેળવી શકીએ તે રીતે મૂકી આપી છે. ગતાંકથી આગળ...

૨. માંહોમાંહેનો સંઘર્ષ આ બધી ઘટનાઓથી બોધપાઠ લેવો જોઈએ કે સંઘર્ષ પછી ઘણી વાર મર્યાદિત સફળતા મળે છે, પણ અનેક વાર કરુણાંતિકાઓ પણ સર્જાય છે. પ્રશ્ન એ થાય કે, શું આપણે સંઘર્ષ જ ન કરવો? બ્રિટિશ સામ્રાજ્યને ભારતમાં કાયમ માટે શું આપણે સ્વીકારી લેવાની જરૂર હતી? આનો જવાબ ના છે. એ શક્ય જ નહોતું. જો લાલ-બાલ-પાલ કે ગાંધીજીએ પણ આઝાદીની લડત પડતી મૂકવાનું અને બ્રિટિશ રાજને સ્વીકારવાનું કહ્યું હોત, તોપણ એ શક્ય નહોતું. અંગ્રેજો સાથે સંઘર્ષ થવાનો જ હતો. તમે પ્રજાના હૃદયમાં પ્રજ્વલિત અસંતોષની આગને થોડો સમય બુઝાવી શકો, પણ એને સંપૂર્ણપણે ઠારી 158

ન શકો. તો પછી શું થઈ શકે એમ હતું? હકીકતમાં આપણે બ્રિટિશ રાજ સામે લડત ચલાવવાની સાથે ભારતના તમામ સમુદાયો વચ્ચે વિશ્વાસનો માહોલ પેદા કરવાની જરૂર હતી. જ્યારે સમુદાયો વચ્ચે અવિશ્વાસ હોય, ત્યારે ટકાઉ એકતા સ્થાપિત થઈ શકતી નથી. એટલે જ ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમો ચલાવ્યા હતા. આ જ કારણે રામલાલ પરીખ અને અન્ય સેંકડો લોકોએ પોતાનું જીવન રચનાત્મક કાર્યક્રમોમાં લગાવ્યું હતું. પણ રચનાત્મક કાર્યક્રમો રોમાંચક નહોતા. સર્વસામાન્ય સકારાત્મક ઉદ્દેશ વિના સમુદાયો વચ્ચે અંતર વધે છે. રાજકીય સંઘર્ષો રોમાંચક હતા, પણ ભાગલાકારી હતા, સાથે સાથે એનાથી આપણા જ દેશના વિવિધ સમુદાયો વચ્ચે અંતર પેદા થયું હતું. રચનાત્મક કાર્યક્રમો [ જૂ ન ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


રોમાંચક નહોતા, પણ ભિન્ન સમુદાયોને એક તાંતણે બાંધનારા હતા. જ્યારે અસહકારનું આંદોલન પાછુ ં ખેંચવામાં આવ્યું હતું ત્યારે અનેક લોકો નિરાશ થયા હતા, પણ રચનાત્મક કાર્યકરોનો ઉત્સાહ ઓસર્યો નહોતો. તેમની અંદર હતાશા કે નિરાશાનો ભાવ નહોતો. તેમની વચ્ચે એકતા અતૂટ રહી હતી. પણ કમનસીબી એ હતી કે, રચનાત્મક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભારતીયો સામેલ થયા નહોતા. જ્યારે અસહકારનું આંદોલન ચાલતું હતું, ત્યારે ભારતના હિં દુ, મુસ્લિમ અને શીખ એમ ત્રણેય મોટા સમુદાયો ખભેખભો મિલાવીને બ્રિટિશ સામ્રાજ્ય સામે લડ્યા હતા. પણ આંદોલન ઓસરી જતાં આ ત્રણેય સમુદાયોના આગેવાનો વચ્ચેની એકતામાં પણ ઓટ આવી હતી અને તેમણે બીજા સમુદાય સામે બ્રિટિશ રાજ સાથે જોડતોડનું રાજકારણ રમવાનું શરૂ કરી દીધું હતું. જો તમે આઝાદીનો સંપૂર્ણ ઇતિહાસ જોશો, તો તમને સમજાશે કે ઘણાં ભારતીયો, ખાસ કરીને પોતાના સમુદાયમાં પોતાનો પ્રભાવ ધરાવતા સંકુચિત માનસિકતા ધરાવતા નેતાઓ બ્રિટિશ સામ્રાજ્ય સાથે વાટાઘાટો કરવાનું પસંદ કરતા હતા. પણ તેમને ગાંધીજી કે કૉંગ્રેસ સાથે વાટાઘાટો કરવાનું યોગ્ય લાગતું નહોતું. આપણે બધાં ૧૯૪૭માં પંજાબમાં મોટા પાયે થયેલી હત્યાઓ વિશે જાણીએ છીએ. અહીં લગભગ પાંચ લાખ લોકોની કત્લેઆમ થઈ હતી. પંજાબના બંને હિસ્સાઓમાં પૂર્વ પંજાબ અને પશ્ચિમ પંજાબમાં મોટા પાયે હત્યાઓ થઈ હતી. અત્યારે આપણે એકલા પંજાબનો વિચાર કરીએ છીએ, પણ ત્યારે પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશનો

नवजीवन નો અક્ષરદેહ [ જૂ ન ૨૦૨૨]

સમાવેશ પંજાબમાં થતો હતો. મારે તમને યાદ કરાવવું જોઈએ કે, એ સમયે આપણું હાલનું પંજાબ, હરિયાણા અને હિમાચલ એ ત્રણેય પૂર્વ પંજાબના ભાગ હતાં. પાકિસ્તાનનું હાલનું પંજાબ એ પશ્ચિમ પંજાબ હતું. પૂર્વ પંજાબ અને પશ્ચિમ પંજાબ મળીને આઝાદી પૂર્વનું પંજાબ હતું. એક સમયે આ અવિભાજિત પંજાબ મહારાજા રણજિતસિંહના તાબામાં હતું અને પછી એના પર બ્રિટિશ શાસન આવ્યું હતું. તમે જાણો છો કે, માર્ચ, ૧૯૪૭માં મુલતાનમાં અને રાવલપિંડીમાં પહે લો મોટો હત્યાકાંડ થયો હતો. આશરે ૩,૦૦૦ લોકો માર્યા ગયા હતા અને એમાં મોટા ભાગના હિં દુઓ અને શીખો હતા. એ સમયે શીખો અને હિં દુઓને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે શું કહ્યું હતું? આ વાત લૉર્ડ માઉન્ટબૅટનના ભારત આગમન પહે લાંની છે. માર્ચ, ૧૯૪૭માં કૉંગ્રેસના આગેવાનો શું કહે તા હતા? પંજાબના શીખો શું કહે તા હતા? તેઓ બધા પંજાબના ભાગલાની માંગણી કરતા હતા. તેઓ કહે તા હતા કે, અમે મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં નહીં રહીએ. પંજાબના ભાગલા થવા જોઈએ. બંગાળના ભાગલા થવા જોઈએ. એટલે જ્યારે ઝીણા અને મુસ્લિમોએ દરખાસ્ત રજૂ કરી હતી કે, ભારતના ભાગલા પડવા જોઈએ, ત્યારે કૉંગ્રેસે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. પણ માર્ચ ૧૯૪૭માં પંજાબ અને બંગાળમાં મોટા પાયે થયેલી કત્લેઆમ જોઈ, ત્યારે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે પણ પંજાબ અને બંગાળ બંનેના ભાગલા કરવા માટે અને ભારતના ભાગલા કરવામાં સંમતિ આપી. મુસ્લિમ બહુમતીવાળાં રાજ્યોમાં હિં દુઓ રહે વા તૈયાર નહોતા. આ કરુણાંતિકા વચ્ચે લાહોરના મુસ્લિમો, 159


હિં દુઓ અને શીખોએ શાંતિ સમિતિની રચના કરી હતી. પણ આ સમિતિઓ બહુ સક્રિય નહોતી. છતાં એક શીખ રાજકીય આગેવાન સરદાર ઉજ્જલ સિંઘ હતા. તેઓ પંજાબના તત્કાલીન ગવર્નર સર ઇવાન જ ેન્કિન્સને મળ્યા હતા. તેમણે ગવર્નરને કહ્યું હતું કે, “કુ છ તો કરો, કુ છ તો કરો, હાલાત બિગડ રહે હૈં .” અહીં પ્રશ્ન એ છે કે, ઉજ્જલ સિંઘ અંગ્રેજ ગવર્નરને જઈને મળ્યા હતા, પણ મુસ્લિમ રાજકીય આગેવાનોને મળ્યા નહોતા. તેઓ હિં દુ રાજકારણીઓને પણ મળ્યા નહોતા. કહે વાનો અર્થ એ છે કે, આપણે બ્રિટિશ સામ્રાજ્યના પ્રતિનિધિ સાથે વાત કરતા હતા, પણ સાથી ભારતીયો સાથે વાટાઘાટ કરવા તૈયાર નહોતા. આનું વધુ એક ઉદાહરણ રે ડક્લિફ પંચ પણ છે. પંજાબના અને બંગાળના ભાગલા પડશે તો ભારતના પણ ભાગલા પડશે. વાત નક્કી થઈ હતી. પણ સરહદો કે લાઇન ક્યાંથી ખેંચવી એ પ્રશ્ન હતો. આ માટે રે ડક્લિફ પંચની નિમણૂક થઈ. તેમાં કૉંગ્રેસે બે વકીલો અને મુસ્લિમ લીગે પણ બે વકીલોની નિમણૂક કરી હતી. વિભાજનનો નિર્ણય લેવાનો હતો. એમાં રે ડક્લિફ પાંચમા વકીલ હતા અને કમિશનના અધ્યક્ષ હતા. તમામ પક્ષોએ શ્રેષ્ઠ વકીલો રોક્યા હતા. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે શ્રી એમ. સી. સેતલવાડની સેવા લીધી હતી. મુસ્લિમ લીગે સર ઝફરુલ્લાહ ખાનની સેવા લીધી હતી. શીખ અકાલી દળે પ્રસિદ્ધ વકીલ હરનામ સિંઘની સેવા લીધી હતી. દલીલો થઈ. રે ડક્લિફ હાજર નહોતા. તેઓ દિલ્હીમાં હતા. હં ુ અત્યારે ફક્ત પંજાબની વાત કરું છુ .ં ચાર ન્યાયાધીશો લાહોરમાં હતા અને એક રે ડક્લિફ દિલ્હીમાં હતા. તેઓ અલગ અભિપ્રાય લખતા હતા. બે 160

મુસ્લિમ ન્યાયાધીશોએ પંજાબનો મહત્તમ હિસ્સો પાકિસ્તાનમાં સામેલ કરવો જોઈએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. હિં દુ ન્યાયાધીશ અને શીખ ન્યાયાધીશે અલગ પ્રકારના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા. આ રીતે ચારે ય ન્યાયાધીશો એકબીજાના અભિપ્રાયો સાથે સંમત નહોતા અને હકીકતમાં તમામનો અભિપ્રાય એકબીજાથી વિપરીત હતો. આ ચાર ન્યાયાધીશો હતા, વકીલો નહોતા. હકીકતમાં તેમણે સંયુક્ત બેઠક કરવાની અને એકમત પર આવવાની જરૂર હતી. પણ એ થયું નહોતું. એટલે એક રીતે આપણા સમુદાયોના આગેવાનો અંગ્રેજો સાથે વાટાઘાટ કરતા હતા, પણ માંહોમાંહે એકબીજાની સાથે વાટાઘાટ કરવા તૈયાર નહોતા. ૩. સમસ્યાનું સમાધાન પ્રાંતિક હોવું જોઈએ, રાષ્ટ્રીય નહીં : હવે આપણે ત્રીજા મુદ્દા પર આવીએ. કોઈ પણ સમસ્યાનું સમાધાન પાયામાંથી થવું જોઈએ, પાયાની સ્થિતિસંજોગોને ધ્યાનમાં રાખીને થવું જોઈએ. આ માટે એક ઉદાહરણ આપું. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના આગ્રહને વશ થઈને બ્રિટિશરોને ૧૯૦૯માં મોર્લે-મિન્ટો સુધારો લાવવાની ફરજ પડી હતી. કાઉન્સિલમાં ભારતીયોને પ્રતિનિધિત્વ આપવાની વાત ચાલતી હતી. દેશમાંથી પ્રતિનિધિઓને કઈ રીતે ચૂંટવા અને કાઉન્સિલમાં લેવા તે માટેના આ સુધારા હતા. પણ તમને જાણ હશે કે આ સુધારો સાંપ્રદાયિક સુધારા તરીકે કુ ખ્યાત છે. એમાં મુસ્લિમ પ્રતિનિધિઓ માટે મુસ્લિમો જ મતાધિકાર કરશે એવી જોગવાઈ કરવામાં આવી હતી. હકીકતમાં આ સુધારાથી હિં દુઓ અને મુસ્લિમો વચ્ચેના અવિશ્વાસમાં વધારો થયો [ જૂ ન ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


હતો. સંયુક્ત પંજાબમાં હિં દુઓ અને શીખો કરતાં મુસ્લિમોની વસ્તી વધારે હતી. સંયુક્ત બંગાળમાં પણ મુસ્લિમો બહુમતીમાં હતા. એટલે પંજાબમાં હિં દુઓ અને શીખો આ વ્યવસ્થાથી નારાજ હતા. અહીં ડૉક્ટરો, વકીલો, પ્રોફે સરો, એન્જિનિયરો એમ મોટા ભાગના વ્યવસાયોમાં હિં દુઓ અને શીખોની સંખ્યા વધારે હતી. એટલે તેઓ કાઉન્સિલ કે વિધાનપરિષદોમાં શિક્ષિત લોકોને એટલે કે હિં દુઓ અને શીખોને વધારે પ્રતિનિધિત્વ મળે એમ ઇચ્છતા હતા. તેઓ માનતા હતા કે, તેમણે શૈક્ષણિક ક્ષમતા મેળવવા વધારે મહે નત કરી હોવાથી કાઉન્સિલમાં તેમને વધારે પ્રતિનિધિત્વ મેળવવાનો અધિકાર છે. બીજી તરફ, મુસ્લિમો શાળાઓ અને કૉલેજોમાં ભણવાની વધારે તકો મેળવવા ઉત્સુક હતા. પંજાબમાં હિં દુઓ અને શીખોની આ પ્રકારની માંગણીથી તેઓ નારાજ થયા હતા. આ સ્થિતિસંજોગોમાં મહમ્મદ અલી ઝીણાએ ૧૯૨૭ અને ૧૯૨૮માં એક રસપ્રદ દરખાસ્ત રજૂ કરી હતી. ઝીણાએ જણાવ્યું હતું કે, મુસ્લિમોએ સાંપ્રદાયિક મતદાન પદ્ધતિને બદલે રાષ્ટ્રીય કે સંયુક્ત મતદાન પદ્ધતિ સ્વીકારવી જોઈએ. એટલે કે ચૂંટણીમાં હિં દુ કે મુસ્લિમ કોઈ પણ પ્રતિનિધિ ઊભો રહે , પણ એમને મત જ ે તે વિસ્તારના તમામ લોકોએ આપવાનો. જોકે આ માટે તેમણે ત્રણ શરતો મૂકી હતી : ૧. પંજાબ અને બંગાળની વિધાનસભામાં મુસ્લિમ પ્રતિનિધિઓની બહુમતી હશે. આ બંને પ્રાંતોમાં મુસ્લિમ પ્રતિનિધિઓની બહુમતી સ્વાભાવિક રીતે હશે. ૨. એ સમયે બૉમ્બે પ્રાંત મોટો હતો અને એમાં સિંધ સામેલ હતું. સિંધ મુસ્લિમોની

नवजीवन નો અક્ષરદેહ [ જૂ ન ૨૦૨૨]

બહુમતી ધરાવતો પ્રાંત હોવાથી સિંધને બૉમ્બેથી અલગ કરવામાં આવે. ૩. કોઈ પણ સેન્ટ્રલ ઍસેમ્બ્લીમાં મુસ્લિમોને એક તૃતીયાંશ પ્રતિનિધિત્વ મળવું જોઈએ. હવે એ સમયે ભારતની કુ લ વસ્તીમાં મુસ્લિમોની વસ્તી આશરે એક ચતુર્થાંશ હતી. પણ ઝીણાનું કહે વું હતું કે, મુસ્લિમ સમુદાયની વસ્તી એક તૃતીયાંશ છે. આ સંબંધમાં કલકત્તામાં એક બેઠક યોજાઈ અને તેમાં તમામ રાજકીય પક્ષોએ ચર્ચાવિચારણા કરી. તેઓ બધા એક બાબત પર સંમત થયા હતા કે, આપણે ઍસેમ્બ્લીમાં મુસ્લિમ પ્રતિનિધિઓની ટકાવારી ૨૫ ટકાથી વધારીને ૨૭ ટકા કરી શકીએ. પણ તેઓ પંજાબ અને બંગાળમાં મુસ્લિમ બહુમતી ધરાવતી સરકાર બનાવવાના ઝીણાના પ્રસ્તાવ પર સંમત ન થયા. તેઓ સિંધને મુંબઈથી અલગ કરીને તેને અલગ પ્રાંત બનાવવા તૈયાર હતા. આ બેઠકમાં ‘શૅર-એપંજાબ’ તરીકે પ્રસિદ્ધ લાલા લજપતરાય ઉપસ્થિત નહોતા. હકીકતમાં આ બેઠક યોજાઈ એના થોડા સમય અગાઉ લાઠીચાર્જમાં લજપતરાયનું અવસાન થયું હતું. લજપતરાય સમગ્ર ભારતમાં સંયુક્ત મતદાન પદ્ધતિના હિમાયતી હતા. એટલે તેઓ પંજાબ અને બંગાળમાં પણ આ પદ્ધતિ સ્વીકારવા તૈયાર હતા. જો તેઓ આ બેઠકમાં હાજર હોત, તો તેમનો અભિગમ આ જ પ્રકારનો હોત અને તો પંજાબ અને બંગાળની વિધાનસભામાં સ્વાભાવિક રીતે મુસ્લિમોની બહુમતી આવત. આ મુદ્દે તેમણે પંજાબમાં હિં દુ અને શીખ આગેવાનોનો વિરોધ પણ કર્યો હતો. પણ કલકત્તામાં તેમની અનુપસ્થિતિમાં પંજાબના હિં દુ અને શીખ આગેવાનોના દબાણને કારણે 161


ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે ઝીણાની પંજાબ અને બંગાળમાં મુસ્લિમ પ્રતિનિધિઓ ધરાવતી સરકારની દરખાસ્તને નકારી કાઢી હતી. એટલે કહે વાનો અર્થ એ છે કે, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ જાણે- અજાણે અખિલ ભારતીય સ્તરે મુસ્લિમ લીગ કે ઝીણા સાથે સમાધાન કરવાની તક ચૂકી ગઈ હતી. આ રીતે પંજાબ અને બંગાળની સમસ્યાને કારણે અખિલ ભારતીય સ્તરે હિં દુઓ અને મુસ્લિમો વચ્ચે પુનઃ વિશ્વાસ ઊભો થાય એવી તક હાથમાંથી સરકી ગઈ હતી. બીજા શબ્દોમાં કહીએ તો, મોર્લે-મિન્ટો સુધારાએ ભારતમાં હિં દુઓ અને મુસ્લિમો વચ્ચે લાંબા ગાળા માટે અવિશ્વાસનો માહોલ સફળતાપૂર્વક પેદા કર્યો હતો. ૪. સંભવિત સાથીદારોની ઉપેક્ષા હવે ચોથા મુદ્દા પર આવીએ. જ્યારે મહાન સંઘર્ષોમાં સંભવિત સાથીદારોની અવગણના કે ઉપેક્ષા કરવામાં આવે છે, ત્યારે સંઘર્ષ નબળો પડે છે અને એને ફટકો પડે છે. ફરી પંજાબની જ વાત પરથી એને સમજીએ. એ સમયે સંયુક્ત પંજાબના રાજકીય આગેવાનો કે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના નેતાઓએ ઝીણાની દરખાસ્ત સ્વીકારી નહોતી. સંયકુ ્ત પંજાબના સાધનસંપન્ન વર્ગને ઝીણાની, પંજાબમાં મુસ્લિમ બહુમતી પ્રતિનિધિત્વ ધરાવતી વિધાનસભાની દરખાસ્ત, મંજૂર નહોતી. હકીકત એ હતી કે, એ સમયના સંયુક્ત પંજાબમાં મુસ્લિમોની બહુમતી હતી. એટલે પંજાબમાં હિં દુ અને શીખોના સાધનસંપન્ન કે સામંત વર્ગ અને પ્રાંતની મુસ્લિમ બહુમતી ધરાવતી પ્રજા વચ્ચે અવિશ્વાસ વધી ગયો હતો. એ સમયે પંજાબમાં યુનિયનિસ્ટ પાર્ટીનું શાસન હતું. લગભગ ૨૦ વર્ષથી સંયુક્ત પંજાબમાં એનું શાસન હતું. આ પાર્ટી મોટા જમીનદારોની 162

હતી. આ જમીનદારોમાં શીખો, હિં દુઓ અને મુસ્લિમો સામેલ હતા. આ સ્થિતિ-સંજોગોમાં ગાંધીજીએ વિવિધ ધર્મ કે પંથના લોકોને એકબીજા સાથે સમાધાનવાદી વલણ અપનાવવા અને બ્રિટિશ સામ્રાજ્ય સામે એક થઈને લડવાની અપીલ કરી હતી. લગભગ ત્રણ વર્ષ સુધી આ ત્રણેય સમુદાયોએ સામ્રાજ્યને લડત આપી હતી. પણ તમારે ધ્યાનમાં લેવું જોઈએ કે, આ ત્રણેય સમુદાય ખિલાફતના મુદ્દે અને અસહકાર આંદોલનની લડત માટે એક થયા હતા. જ્યારે ખિલાફતનો મુદ્દો ન રહ્યો અને અસહકાર આંદોલન પાછુ ં ખેંચવામાં આવ્યું, ત્યારે આ ત્રણેય સમુદાયો વચ્ચેની એકતા પણ ઓસરી ગઈ. પછી આ ત્રણેય સમુદાયો એકબીજાની સામે અને બ્રિટિશ સામ્રાજ્ય સાથે જોડતોડમાં લાગી ગયા. એટલે પછી પંજાબમાં યુનિયનિસ્ટ પાર્ટીનું બ્રિટિશ રાજ તરફી વલણ તથા હિં દુ, શીખ અને મુસ્લિમ નેતાઓની અપીલ ગાંધીજીના સંદેશ કરતાં વધારે પ્રભાવશાળી પુરવાર થઈ. અહીં અન્ય વાત પર તમારું ધ્યાન ખેંચું. એ ગાળામાં પંજાબ કૉંગ્રેસનો પ્રભાવ શહે રી વિસ્તારો પૂરતો મર્યાદિત હતો અને એના મોટા ભાગના નેતાઓ હિં દુઓ હતા. વર્ષ ૧૯૧૯ અને ૧૯૨૦માં પંજાબ કૉંગ્રેસના પ્રમુખ ફઝલી હુસૈન હતા. સાથે સાથે તેઓ પંજાબ મુસ્લિમ લીગના પણ પ્રમુખ હતા. રૉલેટ કાયદાના વિરોધમાં તેમણે સક્રિય ભાગ લીધો હતો. પછી તેમણે યુનિયનિસ્ટ પાર્ટીની રચના કરી હતી. તેમણે બ્રિટિશ રાજ સાથે પણ જોડતોડનું રાજકારણ શરૂ કર્યું હતું. અગાઉ જણાવ્યા મુજબ, યુનિયનિસ્ટ પાર્ટીમાં હિં દુ, શીખ અને મુસ્લિમ એમ ત્રણેય સમુદાયના જમીનદારોનું [ જૂ ન ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


વર્ચસ્વ હતું. તેઓ બ્રિટિશ સામ્રાજ્ય સાથે સંઘર્ષ ન કરવામાં પોતાનું હિત છે એવું માનતા હતા અને એ સ્વાભાવિક પણ હતું. આ સમયે ગાંધીજીએ પંજાબમાં પોતાના અને કૉંગ્રેસના સંદેશને વધુ લોકો સુધી પહોંચાડવા માટે યુનિયનિસ્ટ પાર્ટી સાથે જોડાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ સમજતા હતા કે, કૉંગ્રેસને પંજાબમાં યુનિયનિસ્ટ પાર્ટી અને મુસ્લિમ લીગ એમ બંને પક્ષો સામે લડવું પડશે. મુસ્લિમ લીગે સંપૂર્ણપણે અલગ વલણ અખત્યાર કર્યું હતું અને કૉંગ્રેસને સંપૂર્ણપણે એ અસ્વીકાર્ય હતું. એટલે ગાંધીજીએ યુનિયનિસ્ટ પાર્ટીના નેતાઓ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. પણ કૉંગ્રેસના મોટા ભાગના નેતાઓ યુનિયનિસ્ટ પાર્ટી સાથે કોઈ પણ પ્રકારની વાટાઘાટ કરવાના મૂડમાં નહોતા. ફઝલી હુસૈન પંજાબના મુસ્લિમોમાં પ્રભાવશાળી આગેવાન હતા. એક સમયે તેઓ પંજાબ કૉંગ્રેસમાં મોટુ ં માથું ગણાતા હતા. તેમણે રૉલેટ કાયદા અંગે અંગ્રેજો સામે લડત ચલાવી હતી. પણ એમની સાથે કોઈ વાટાઘાટ કરવામાં ન આવી. તેઓ બ્રિટિશ રાજ સાથે જોડાણ ધરાવતા હોવાથી કૉંગ્રેસે તેમને અસ્પૃશ્ય ગણ્યા અને તેમની સાથે વાત ન કરવાની જીદ પકડી રાખી. એટલે અહીં મારે કહે વાનું એટલું જ છે કે, જ્યારે દેશ મહાન સંઘર્ષ કરતો હોય, ત્યારે આપણે આપણા દેશના આગેવાનોની અવગણના કરવી ન જોઈએ. સરવાળે ફાયદો અંગ્રેજોને જ થયો હતો. હવે હં ુ મારી વાતના છેલ્લા મુદ્દા પર આવું કે ભારતમાં લોકશાહી શા માટે ટકી રહી છે? ૫. ભારતમાં લોકશાહી શા માટે ટકી રહી છે? સૌપ્રથમ મારે કહે વું જોઈએ કે, ભારતમાં લોકશાહી વ્યવસ્થા બહુ સંતોષકારક છે એવું

नवजीवन નો અક્ષરદેહ [ જૂ ન ૨૦૨૨]

ન કહી શકાય. એનું કારણ છે બ્રિટિશરો સારા અને ઉદાર હતા. લોકશાહીમાં માનતા હતા. આ આંશિક રીતે સાચું છે, પણ બહુમતવાદી હતા. છતાં બ્રિટિશરોએ જ્યાં જ્યાં શાસન કર્યું એ તમામ દેશોએ લોકશાહી અપનાવી નથી. ઉદાહરણ તરીકે, બર્મા, ઇજિપ્ત અને પાકિસ્તાન. પાકિસ્તાનમાં લોકશાહી વ્યવસ્થા કરતાં લશ્કરે કે સેનાએ વધારે સમય શાસન કર્યું છે. હકીકતમાં બ્રિટિશ રાજ હે ઠળ ભારતને પ્રાંતીય સ્વાયત્તતા મળી હતી. એટલે ભારતીયોને લોકશાહીનાં કેટલાંક પાસાં શીખવામાં મદદ મળી હતી. આ ઉપરાંત પણ અન્ય બે મહત્ત્વપૂર્ણ પરિબળો ઉપયોગી પુરવાર થયાં છે. એક, અહિં સક લડત, જ ેણે આપણા સ્વતંત્રતા-આંદોલનમાં મોટી ભૂમિકા ભજવી હતી. એનાથી આપણી લોકશાહી મજબૂત થઈ છે. જો આપણને બંદૂક-નાળચાથી સ્વતંત્રતા મળી હોત, તો આઝાદી પછી આપણા પર સૈનિકો શાસન કરતા હોય એવી શક્યતા વધારે હતી. સ્વતંત્રતા-આંદોલનના નેતાઓ, ખાસ કરીને ગાંધીજીનો લોકશાહીવાદી અભિગમ — ગાંધીજીએ ચૂંટણીઓ અને ચર્ચાવિચારણામાં પરાજય સ્વીકારીને સારાં ઉદાહરણો પૂરાં પાડ્યાં હતાં. મને ખબર નથી કે તમારામાંથી આ અંગે કેટલાક લોકો જાણે છે. મહાત્મા ગાંધી કૉંગ્રેસની અંદર જ ચર્ચાવિચારણાઓમાં અનેક વાર પરાજિત થયા હતા. વર્ષ ૧૯૨૪ની વાત કરું. એ વર્ષે અહીં અમદાવાદમાં કૉંગ્રેસની બેઠક યોજાઈ હતી. એ સમયે કેટલાક અંગ્રેજોની હત્યા થઈ હતી અને ગાંધીજી ઇચ્છતા હતા કે, એ હત્યાઓની નિંદા કરતો ઠરાવ પસાર થાય. પણ બેઠકમાં હાજર કૉંગ્રેસના સભ્યોએ મોટી સંખ્યામાં વિરોધ કર્યો 163


હતો. અંતે આ ઠરાવ પસાર થયો, પણ પાતળી બહુમતી સાથે. વળી કેટલાક લોકોએ તમામ બ્રિટિશ ચીજવસ્તુઓનો જ વિરોધ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, જ ેનો ગાંધીજીએ વિરોધ કર્યો હતો. ગાંધીજીનો મત હતો કે, આપણે વિદેશી વસ્ત્રોનો જ બહિષ્કાર કરવો જોઈએ. પણ આ મુદ્દે તેમનો લગભગ પરાજય થયો હતો. આ વાત અહીં અમદાવાદની વર્ષ ૧૯૨૪ની જ છે. પણ તેમણે નમ્રતાપૂર્વક આ મુદ્દે પીછેહઠ કરી હતી અને પોતાનો આગ્રહ પડતો મૂક્યો હતો. બીજી વાત વર્ષ ૧૯૩૯ની છે. એ સમયે બીજુ ં વિશ્વયુદ્ધ શરૂ થયું હતું. એ સમયે ગાંધીજીની પહે લી દરખાસ્ત એ હતી કે, ભારતે યુદ્ધને ‘અહિં સક ધોરણે નૈતિક’ ટેકો આપવો જોઈએ. સરદાર પટેલે એનો વિરોધ કર્યો હતો, જવાહરલાલે પણ વિરોધ કર્યો હતો; જોકે કૉંગ્રેસના તમામ સભ્યોએ એનો વિરોધ કર્યો હતો. ગાંધીજી નિરાશ થયા હતા, પણ તેમણે અન્ય લોકોની ઇચ્છાને માન આપ્યું હતું. પછી વર્ષ ૧૯૪૧માં બારડોલીમાં રાજાજી અને અન્ય લોકોએ બ્રિટિશરો સાથે વાટાઘાટ કરવાની દરખાસ્ત રજૂ કરી હતી. ગાંધીજીએ એનો વિરોધ કર્યો હતો. પણ કૉંગ્રેસના અન્ય સભ્યોએ બહુમતી સાથે એ દરખાસ્તને મંજૂરી આપી હતી. તેમનો પરાજય થયો હતો અને તેમણે પોતાનો પરાજય સ્વીકાર્યો હતો. હવે વર્ષ ૧૯૪૭ની વાત છે. ગાંધીજીએ સૂચન કર્યું હતું કે, ઝીણાને મંત્રીમંડળ રચવાની તક આપવી જોઈએ. લોકો માને છે એવી આ નિર્દોષ દરખાસ્ત નહોતી, કારણ કે દરખાસ્તમાં એવું પણ કહે વામાં આવ્યું હતું કે, જો ઝીણા આ ઑફર ન સ્વીકારે , તો આ ઑફરથી 164

કૉંગ્રેસને અખંડ ભારતનું મંત્રીમંડળ રચવાનું મળશે. અહીં પણ સરદારે અને જવાહરલાલે વિરોધ કર્યો હતો. સાથે સાથે રાજાજી સહિત કૉંગ્રેસના સભ્યોએ પણ સરદાર અને જવાહરલાલને સાથ આપ્યો હતો. માઉન્ટબૅટને પણ વિરોધ કર્યો હતો. એ સમયે વાઇસરૉય માટે એક ઉત્કૃષ્ટ સનદી અધિકારી કામ કરતા હતા. એમનું નામ વી. પી. મેનન હતું. મેનને ધ ટ્રાન્સફર ઑફ પાવર ઇન ઇન્ડિયા શીર્ષક તળે દળદાર પુસ્તકો લખ્યાં છે. તેમાં તમને અંગ્રેજોએ ભારતીયોને કેવી રીતે સત્તાનું હસ્તાંતરણ કર્યું હતું એ સંપૂર્ણ ઘટનાક્રમ વિશે જાણકારી મળશે. મેનને એમાં લખ્યું છે કે, તેમણે ગાંધીજીની આ યોજનાને અભરાઈ પર ચઢાવવા માટેની કેવી યુક્તિ અજમાવી હતી. મેનન ગાંધીજીની યોજનાને આગળ વધતી અટકાવવા માટે આતુર હતા. યુક્તિઓ અજમાવવામાં આવી હતી. એટલે માઉન્ટબૅટન અને કૉંગ્રેસના અન્ય નેતાઓએ એકી અવાજ ે કહ્યું હતું કે, ઝીણાને ઑફર આપવાની યોજના પડતી મૂકવી જોઈએ. ગાંધીજીએ માઉન્ટબૅટનને કહ્યું કે, બાદશાહ ખાન સિવાય અન્ય કોઈ નેતા ગાંધીજીની યોજના સાથે સંમત નથી. એટલે હવે તમે નેહરુ અને પટેલ સાથે ચર્ચા કરો. પછી વર્ષ ૧૯૪૭ના ઉનાળામાં બે મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, જ ેમાં પણ ગાંધીજીનાં સૂચનોને ફગાવી દેવામાં આવ્યાં હતાં. ગાંધીજી ઇચ્છતા હતા, રાષ્ટ્રભાષા હિં દીને નહીં, પણ હિં દુસ્તાનીને બનાવવી જોઈએ. ગાંધીજી માનતા હતા કે, હિં દુસ્તાની ભાષાને રાષ્ટ્રભાષા બનાવવાનો ઠરાવ તમામ ભારતીયો સ્વીકારી શકે એવી શક્યતા વધારે છે. કૉંગ્રેસે એમની વાત ફગાવી દીધી. હવે ગાંધીજીના એક સૌથી મોટા કે સૌથી [ જૂ ન ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


પોતાનો પરાજય સ્વીકારે છે અને લોકશાહીમાં માને છે, ત્યારે લોકશાહી મજબૂત થાય છે. સમાપન હવે છેલ્લા મુદ્દા પર આવું. મારે આઝાદ ભારતના પ્રથમ મંત્રીમંડળ વિશે વાત કરવી છે. આઝાદ ભારતના પ્રથમ મંત્રીમંડળમાં સભ્યોની પસંદગી મુખ્યત્વે નેહરુ અને પટેલે કરી હતી. પણ ગાંધીજી સાથે એ બંને નેતાઓએ ચર્ચા કરીને એને અંતિમ ઓપ આપ્યો હતો. ગાંધીજીએ કેટલાંક સૂચનો કર્યાં હતાં. એટલે પ્રધાનમંત્રી તરીકે નેહરુ, નાયબ પ્રધાનમંત્રી તરીકે પટેલ અને ભવિષ્યના રાષ્ટ્રપતિ તરીકે રાજ ેન્દ્રબાબુની સાથે મંત્રીમંડળમાં ૧૪ સભ્યો હતા. એમાં એક મહિલા રાજકુ મારી અમૃત કૌર હતાં. મારું માનવું છે કે, મંત્રીમંડળમાં એકથી વધારે મહિલાઓને સ્થાન મળી શક્યું હોત. બે મુસ્લિમો — મૌલાના આઝાદ અને જવાહરલાલ નેહરુના ઉત્તરપ્રદેશના સાથીદાર રફી અહમદ કિડવાઈ હતા. બે અનુસૂચિત જાતિના નેતાઓ — આંબેડકર અને જગજીવન રામ હતા. બે ખ્રિસ્તીઓ — જૉન મથાઈ અને રાજકુ મારી અમૃત કૌર. એક હિં દુ મહાસભાના શ્યામાપ્રસાદ મુખર્જી. ઉપરાંત શીખ સરદાર બલદેવ સિંઘ, પારસી સી. એચ. ભાભા અને નાણામંત્રી આર. કે. શણ્મુખમ શેટ્ટી. આ રીતે મંત્રીમંડળના કુ લ ૧૪ સભ્યોમાંથી ૭ સભ્યો કૉંગ્રેસ બહારના નેતાઓ હતા. એટલે ભારતનું પ્રથમ મંત્રીમંડળ સર્વસમાવેશક હતું. વળી દરે કને સ્વતંત્રતા હતી. આ બે પરિબળો અને ડૉ. આંબેડકરે બંધારણ ઘડવામાં ભજવેલી ભૂમિકાએ ભારતની લોકશાહીને મજબૂત કરી.

વધુ આઘાતજનક પરાજયની વાત કરું. આ બાબત તેમના માટે બહુ અંગત આઘાત સમાન હતી. આ વાત કોને યાદ છે? મુદ્દો રાષ્ટ્રધ્વજ અંગેનો હતો. ગાંધીજી ઇચ્છતા હતા કે, રાષ્ટ્રધ્વજમાં ચરખાને સ્થાન મળવું જોઈએ. જોકે જવાહરલાલે કહ્યું હતું કે, હં ુ તમારું સૂચન સ્વીકારું છુ ,ં પણ ચક્રથી રાષ્ટ્રધ્વજની શોભા વધી જાય છે. જીવનના આ તબક્કે ગાંધીજી શું કરવા સમર્થ હતા!? તેઓ ઘરડા થઈ ગયા હતા, એમની પાસે રૂપિયા નહોતા, એમની પાસે પોતાનો ચરખો હતો અને તેઓ એની સાથે ગાઢ રીતે જોડાયેલા હતા. તેમણે રાષ્ટ્રધ્વજની ડિઝાઇન બનાવી હતી, કૉંગ્રેસે એ ડિઝાઇનને સ્વીકારી નહોતી અને ગાંધીજીએ પોતાનો આ પરાજય પણ સ્વીકાર્યો હતો. જ્યારે ગાંધીજીએ રાષ્ટ્રધ્વજની ડિઝાઇનમાં ફે રફારનો સ્વીકાર કર્યો હતો, ત્યારે તેમણે કહ્યું હતું કે, નવા અને જૂ ના ધ્વજ વચ્ચે બહુ ફરક નથી, સિવાય કે જૂ ના ધ્વજમાં ચરખો વધારે સુંદર લાગતો હતો. પછી તેમણે ઉમેર્યું હતું કે, “કેટલાક લોકોને અશોક ચક્રને જોઈને રાજા અશોકની યાદ આવી શકે છે, જ ેણે કલિંગના યુદ્ધ પછી સત્તાનો ત્યાગ કર્યો હતો. તેઓ તમામ પંથોનું પ્રતિનિધિત્વ કરતા હતા અને યુદ્ધના વિનાશ પછી તેમના હૃદયમાં કરુણા જાગ્રત થઈ હતી. અશોક અહિં સાના કાયદાનું પ્રતિનિધિત્વ કરે છે.” ગાંધીજીનો પરાજય થયો હતો, એમણે નમ્રતાપૂર્વક પરાજય સ્વીકારી લીધો હતો, પણ તેમનું હૃદય દ્રવિત થઈ ગયું હતું. તેમણે નેહરુ, પટેલ, રાજ ેન્દ્રબાબુ, રાજાજીને ટેકો આપવાનું ચાલુ રાખ્યું હતું. તેમણે નવો પક્ષ રચ્યો નહોતો. લોકશાહી માટે આ બહુ મોટો બોધપાઠ છે. જ્યારે સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી નેતા

[નવજીવન દ્વારા હાલમાં પ્રકાશિત ‘વિચારવ્યોમનાં મેઘધનુષ’માંથી] 

नवजीवन નો અક્ષરદેહ [ જૂ ન ૨૦૨૨]

165


‘બા : મહાત્માનાં અર્ધાંિગની’ પુસ્તક દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃ ત

દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા આ વર્ષે ‘બા : મહાત્માનાં અર્ધાંગિની’ પુસ્તક શ્રેષ્ઠ અનુવાદની ે રીમાં પુરસ્કૃત થયું છે. પુસ્તકનાં અનુવાદક સોનલ પરીખ છે અને મૂળે પુસ્તક અંગ્રેજીમાં કૅ ટગ ‘ધ ફરગોટન વુમન : ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ કસ્તૂર’ નામે અરુણ-સુનંદા ગાંધીએ લખ્યું છે. સહલેખનમાં કેરોલ લિન યેલ્લિનનું પણ નામ છે. આ પુસ્તક અર્થે સંશોધનની પ્રક્રિયા અરુણસુનંદા ગાંધીએ 1960થી શરૂ કરી દીધી હતી અને તે પછી પુસ્તક તૈયાર પણ થયું. પરં તુ તેને કોઈ પ્રકાશક ન મળ્યો અને અંતે 1979માં એક જર્મન પ્રકાશકે આ પુસ્તક જર્મન ભાષામાં પ્રગટ કર્યું. 1983માં મેક્સિકો યુનિવર્સિટીએ સ્પૅનિશ ભાષામાં તે પ્રકાશિત કર્યું. અંગ્રેજીમાં આ પુસ્તકે પ્રકાશિત થવા માટે છેક 1997 સુધી રાહ જોવી પડી. અંગ્રેજીમાંથી આ પુસ્તકનો અનુવાદ સોનલ પરીખે કર્યો છે અને તે પુસ્તક 2016માં નવજીવન દ્વારા પ્રકાશિત થયું. સોનલ પરીખ ડૉ. પ્રબોધ પરીખનાં દીકરી અને ડૉ. પ્રબોધનાં માતા રામીબહે ન એટલે મહાત્મા ગાંધીના મોટા પુત્ર હરિલાલનાં પુત્રી. એ રીતે સોનલબહે ન મહાત્માનાં વંશજ. સોનલ પરીખે પોતાની કારકિર્દી પત્રકારત્વ અને સર્જનાત્મક લેખનમાં ઘડી છે. તેઓએ મુંબઈના ભારતીય વિદ્યાભવન, ગાંધી સ્મારક નિધિ, મુંબઈ સર્વોદય મંડળ જ ેવી સંસ્થાઓમાં લેખન, સંશોધન અને વહીવટી કાર્યોનો અનુભવ લીધો છે. આ ઉપરાંત તેમના તરફથી બે કાવ્યસંગ્રહ, બે લેખસંગ્રહ અને રિચર્ડ બાકના ‘જોનાથન લિવિંગ્સ્ટન સી ગલ’ સહિત બાર અનુવાદિત પુસ્તકો મળ્યાં છે. ગુજરાતી આવૃત્તિમાં સોનલબહે ને આ પુસ્તકની ટૂ કં માં અનુસર્જનપ્રક્રિયા વર્ણવી છે. નવજીવન વતી અભિનંદન પાઠવતાં તે અહીં મૂકીએ છીએ.

કસ્તૂરબા મારાં દાદીનાં દાદી.

બાૹ મહાત્માનાં અર્ધાંગિની પેપર બૅક સાઇઝૹ 5.5" × 8.5" પાનાંૹ 272 • ૱ 200

166

લોહીનો આ સંબંધ ન હોત તોપણ કસ્તૂરબાને સમજવાની ઝંખના, એક સ્ત્રી તરીકે, એક સર્જક તરીકે મારામાં જાગી જ હોત એમ હં ુ ચોક્કસ માનું છુ .ં તેર વર્ષની ઉંમરે પોતાનાથી થોડા મહિના નાના મોહનદાસ સાથે તેમનાં લગ્ન થયાં. બાસઠ વર્ષના દાંપત્ય દરમિયાન મોહનદાસ મહાત્મા બન્યા, અંગત અને જાહે ર જીવનનાં શિખરો સર કરતા ગયા, સત્યાગ્રહની અત્યંત મૌલિક પદ્ધતિ શોધી દક્ષિણ આફ્રિકામાં અને હિં દમાં વિરાટ કાર્યો કર્યાં, દેશને બ્રિટિશ [ જૂ ન ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


શાસનથી મુક્ત કર્યો, સમગ્ર વિશ્વની ગરીબ શોષિત માનવજાતને પાંખમાં લેવા ધાર્યું. આવા નિત્ય પરિવર્તનશીલ અને સત્યશોધક, આદર્શો અને સિદ્ધાંતો માટે મોટા ભોગ આપવા અને અપાવવા કટિબદ્ધ મહાત્માનાં અર્ધાંગિની બનવું એ બહુ કપરું, ગજુ ં માગી લે તેવું કામ છે. બાપુનાં જીવનકાર્યો અને દેશના ઇતિહાસનાં મહાપરિવર્તનો સાથે બાનું જીવન અભિન્નપણે વણાયેલું છે. બાપુની પડખે રહી બાએ પણ વિરાટ ઐતિહાસિક ઘટનાઓના મૂળમાં પોતાની પ્રાણશક્તિ સીંચી છે. કાઠિયાવાડની એક સંસ્કારી પણ નિરક્ષર કન્યામાંથી રાષ્ટ્રમાતા બનતાં સુધીની બાની યાત્રાના વળાંકો અને પડાવો કેવા હશે? તેમણે કેવાં સમાધાનો કર્યાં હશે, શું છોડ્યું હશે, શું અપનાવ્યું હશે, પોતાને કેવી રીતે સજ્જ કરતાં રહ્યાં હશે તેની કલ્પના કરું ત્યારે મારા મનમાં જ ે રોમાંચ જાગે છે, જ ે ઊથલપાથલ થાય છે તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. ડૉ. અરુણ ગાંધી — મારા અરુણમામા — નું પુસ્તક ધ ફરગોટન વુમન વાંચ્યું ત્યારે એક પૌત્ર તરીકે કસ્તૂરબાને સમજવાની અને તેમના વ્યક્તિત્વને વિશ્વ સમક્ષ રજૂ કરવાની અરુણમામાની તાલાવેલી મને ઊંડે સુધી સ્પર્શી ગઈ. તેમણે અને સુનંદામામીએ બાના જીવનચરિત્રના આલેખન માટે પુષ્કળ જહે મત ઉઠાવી છે અને ઉપલબ્ધ માહિતી સાથે કલ્પનાનું સંયમિત સંતુલન સાધતા જઈ અત્યંત સુંદર રીતે, પ્રેમપૂર્ણ નજાકત સાથે બાનું અનોખું જીવન શબ્દબદ્ધ કર્યું છે. પુસ્તકમાંથી પસાર થતાં આપણે જાણવા પામીએ છીએ કે બા અંધ અનુગામિની ન હતાં, સમજદાર અને

સોનલ પરીખ

પ્રેમાળ જીવનસંગિની હતાં. તેમનું માતૃત્વ પોતાનાં સંતાનો અને સંતાનોનાં સંતાનોથી વિસ્તરી હજારો — લાખો દેશવાસીઓ સુધી પહોંચ્યું હતું. ત્યાર પછી મને આ પુસ્તકમાં રસ ન પડે તો જ નવાઈ. મારામાંના સર્જકે અને અનુવાદકે પછી મને ચેન ન લેવા દીધું. અરુણમામા અને તેમના પુત્ર તુષારનું પ્રેમભર્યું પ્રોત્સાહન મળ્યું અને ધ ફરગોટન વુમનની આ ગુજરાતી આવૃત્તિમાં હં ુ નિમિત્ત બની શકી. અનુવાદમાં ‘જીવ’ આવે તે અનુવાદની પહે લી શરત હોય છે. સુરેશ દલાલ અનુવાદ માટે અનુસર્જન શબ્દ વાપરતા. પુસ્તક સાથે સર્જનાત્મક રીતે સંકળાઈ શકાય તો જ અનુવાદ અનુસર્જન બની શકે. મેં પૂરી મહે નત કરી છે, મહિનાઓ સુધી બા સાથે તદાકાર બની છુ ,ં તેમના સમયમાં — તેમના ફલક પર જીવી છુ .ં તેમની સાથે વલોવાઈ પણ છુ .ં આશા છે કે અમારાં, આપણાં સૌનાં બાની આ રસપૂર્ણ અને પ્રેરક જીવનકથા ગુજરાતી વાચકોની નવી પેઢીને પણ ગમશે. ‘બા’ પુસ્તકના પ્રકાશન માટે નવજીવન અને વિવેકભાઈ દેસાઈનો હૃદયપૂર્વક આભાર. 

नवजीवन નો અક્ષરદેહ [ જૂ ન ૨૦૨૨]

167


પ્રથમ દર્શને ગાંધી : પૂર્વભૂમિકા

‘‘મેં ગાંધીને પહે લવહે લા ૧૯૭૬માં જોયા — મૅડમ તુસાદ

મ્યુઝિયમમાં, મીણની પ્રતિમા રૂપે — અને એ દર્શને મને હચમચાવી નાખ્યો. સૂટડે બૂટડે ને મિલિટરી યુનિફૉર્મમાં સજ્જ પ્રભાવશાળી પુરુષો વચ્ચે ઊભેલા આ નાના કદના, શામળા, બોખા, ધોતીધારી માણસે આખી દુનિયાને કેવી પ્રભાવિત કરી છે! એ ક્ષણે મને વિચાર આવ્યો, જો હં ુ મીણનું પૂતળું જોઈને આખો હલી ગયો, તો જ ેમણે ગાંધીજીને ખરે ખર જોયા હશે તેમને પહે લી મુલાકાતમાં શું નહીં થયું હોય? તેમનાં તો જીવન જ બદલાઈ ગયાં હશે.’’ આ શબ્દો છે ઑસ્ટ્ રેલિયન ગાંધીસ્કૉલર થોમસ વેબરના. એમનું 2015માં, ગાંધીજીના ભારત-આગમનના શતાબ્દીવર્ષે પ્રગટ ‘ગાંધી ઍટ ફર્સ્ટ સાઇટ’નું મુખપૃષ્ઠ થયેલું ‘ગાંધી ઍટ ફર્સ્ટ સાઇટ’ પુસ્તક ‘પ્રથમ દર્શને ગાંધી’ લેખમાળાની પહે લી પ્રેરણા છે, પણ અહીં, પહે લી મુલાકાત ઉપરાંત જ ે તે વ્યક્તિ વિશે, ગાંધીજી સાથેના તેમના સંબંધો અંગે શક્ય તેટલી પૂરક માહિતી મૂકવાનો પણ પ્રયત્ન છે.

સરોજિની નાયડુ ‘આત્મસન્માન દેશનું સૌથી મોટુ ં આભૂષણ છે’ એવું કહે નાર, ‘હિં દનું બુલબુલ’ કહે વાતાં અંગ્રેજી ભાષાનાં સમર્થ ભારતીય કવયિત્રી, સ્વાતંત્ર્યસેનાની અને સ્વતંત્ર ભારતનાં પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજિની નાયડુ વિજ્ઞાની, કેળવણીકાર અને રાજકીય કર્મશીલ અઘોરનાથ ચટ્ટોપાધ્યાય અને કવયિત્રી માતા વરદાસુંદરીનાં પુત્રી હતાં. તેમનો જન્મ 13 ફે બ્રુઆરી 1879ના દિવસે હૈ દરાબાદમાં થયો. પિતાએ સંતાનોને હિં દુ કે બ્રાહ્મણ તરીકે નહીં, પરં તુ ભારતીય તરીકે ઉછેર્યાં હતાં અને ભારત માટે જીવન સમર્પણ કરવાની શીખ આપી હતી. 168

12 વર્ષની ઉંમરે સરોજિની મૅટ્રિકની પરીક્ષામાં મદ્રાસ ઇલાકામાં પ્રથમ આવ્યાં. ત્યારબાદ 1895માં ઇંગ્લૅન્ડ જઈને તેમણે લંડનની કિંગ્ઝ કૉલેજ અને કેમ્બ્રિજની ગિરટન કૉલેજમાં અભ્યાસ કર્યો. આ દરમિયાન તેઓ એડમંડ ગૉસ અને આર્થર સાયમન્સ જ ેવા જાણીતા સાહિત્યકારોના સંપર્કમાં આવ્યાં. અંગ્રેજીમાં કવિતા લખવાની શરૂઆત તો ક્યારની થઈ ગઈ હતી, તે પછી ‘ધ લેડી ઑવ્ ધ લેક’ શીર્ષક હે ઠળ 1300 પંક્તિઓની કવિતા તથા નાટક લખ્યાં. 1905માં ‘ધ ગોલ્ડન થ્રેશોલ્ડ’, 1912માં ‘ધ બર્ડ ઑવ્ ટાઇમ’ અને [ જૂ ન ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


1917માં ‘ધ બ્રોકન વિંગ’ નામના કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા. ઇંગ્લૅન્ડમાં એમનો પરિચય હૈ દરાબાદના ડૉ. ગોવિંદ રાજુ લુ નાયડુ સાથે થયો. તેઓ પણ મેડિકલનો અભ્યાસ કરવા ઇંગ્લૅન્ડ આવ્યા હતા. બંગાળી સરોજિની અને દક્ષિણ ભારતીય ડૉ. નાયડુ એકબીજાને પસંદ કર્યાં. 19 વર્ષની ઉંમરે સરોજિનીએ ડૉ. નાયડુ સાથે લગ્ન કર્યાં, જ ે તે સમયે નોંધપાત્ર ઘટના હતી. ડૉ. નાયડુ સરોજિનીથી 11 વર્ષ મોટા હતા. દંપતીને ચાર સંતાનો હતાં — પદ્મજા, લીલામણિ, નીલાવર અને જયસૂર્ય. 1906માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના કૉલકાતા અધિવેશનમાં સરોજિનીએ કરે લા ભાષણમાંની તેમની વક્તૃત્વકલા તથા તેજસ્વિતાને પારખીને ગોપાળકૃ ષ્ણ ગોખલેએ તેમને માતૃભૂમિની સેવા કરવા સૂચવ્યું. ઈ.સ. 1908માં ચેન્નાઈમાં મળેલા વિધવાપુનર્લગ્ન માટેના મહિલાઓના અધિવેશનમાં તેમણે સ્ત્રીઓની ચળવળ માટે પાયાની કામગીરી કરી. તેમણે કરે લી નોંધપાત્ર સેવાની કદર રૂપે તેમને હૈ દરાબાદમાં ‘કૈસરે હિં દ’નો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો. તેઓ હિં દુ–મુસ્લિમ એકતાનાં હિમાયતી હતાં અને તે માટે પ્રવૃત્તિશીલ રહ્યાં હતાં. 1914માં તેમની મુલાકાત મહાત્મા ગાંધી સાથે થઈ. 1917 પછી તેમણે રાજકારણમાં ભાગ લેવા માંડ્યો. ઈ.સ. 1915થી 1918 દરમિયાન તેમણે ભારતનાં વિવિધ નગરોમાં યુવકકલ્યાણ, શ્રમનું ગૌરવ, મહિલાઓની મુક્તિ તથા રાષ્ટ્રવાદ વિશે વ્યાખ્યાનો આપ્યાં. મૉન્ટેગ્યૂ-ચેમ્સફર્ડના સુધારા તથા રૉલેટ કાયદાનો વિરોધ કર્યો. જલિયાંવાલા બાગના હત્યાકાંડ તથા અમૃતસરમાં લશ્કરી કાયદા

नवजीवन નો અક્ષરદેહ [ જૂ ન ૨૦૨૨]

સરોજિની નાયડુ

વિરુદ્ધ ધારદાર પ્રવચનો કર્યાં અને પ્રતિબંધિત સાહિત્ય વહેં ચ્યું. સરકારની જુ લમી નીતિના વિરોધમાં તેમણે ‘કૈસરે હિં દ’નો ચંદ્રક પરત કર્યો. 1920માં તેઓ મુંબઈ પ્રાંતિક કૉંગ્રેસ સમિતિનાં પ્રમુખ બન્યાં અને તેમણે ગ્રામીણ વિસ્તારનો પ્રવાસ કરીને લોકોમાં જાગૃતિ પ્રસરાવી. ઈ.સ. 1925માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખપદે ચૂંટાયાં. આ પદ પર બિરાજનાર તેઓ પ્રથમ મહિલા હતાં. તેમણે સવિનય કાનૂનભંગની ચળવળ (1930–32)માં ધરાસણાના મીઠાના અગરોનું નેતૃત્વ સંભાળ્યું હતું. 1942માં ‘હિં દ છોડો’ ચળવળ દરમિયાન તેમની ધરપકડ કરીને આગાખાન મહે લમાં અટકાયતમાં રાખવામાં આવ્યાં હતાં. અહીં તેમણે કસ્તૂરબા ગાંધી અને મહાદેવભાઈ દેસાઈના અવસાન સમયે તથા ગાંધીજીના ઉપવાસ દરમિયાન તેમની સેવા કરી હતી. સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ તેમને ઉત્તરપ્રદેશનાં પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે નીમવામાં આવ્યાં. 1947માં તેમણે એશિયન રિલેશન્સ કૉન્ફરન્સનું પ્રમુખપદ સંભાળ્યું. તેઓ રાજ્યપાલના હોદ્દા પર હતા તે દરમિયાન 169


1949માં તેમનું અવસાન થયું. 1961માં સરોજિનીનાં પુત્રી પદ્મજાએ એમનો કાવ્યસંગ્રહ ‘ફે ધર ઑફ ધ ડોન’ પ્રગટ કર્યો હતો. એમના જન્મદિન 13 ફે બ્રુઆરીને ભારત રાષ્ટ્રીય મહિલાદિન તરીકે ઊજવે છે. 000 સરોજિની નાયડુ અને મહાત્મા ગાંધીની મૈત્રીના પાયામાં દેશની સેવા અને સ્વાતંત્ર્ય હતાં. આ મૈત્રી ત્રીસ વર્ષ સુધી અતૂટ રહી હતી. વિનોદી સ્વભાવને કારણે સરોજિની નાયડુ મહાત્માના દરબારનાં વિદૂષક કહે વાતાં. તેઓ ગાંધીને ‘મિકી માઉસ’ કહે તાં અને ‘અનંત કરુણાના અવતાર’ પણ કહે તાં. ગાંધીજી સરોજિની નાયડુને ‘બુલબુલ’ કહે તા. એમનાં કાવ્યો હતાં જ એવાં મંજુલ-મધુર. મહાત્મા ગાંધી સાથેની પોતાની પહે લી મુલાકાત વર્ણવતાં સરોજિની નાયડુ લખે છે, ‘અમારી પહે લી મુલાકાત 1914માં લંડનમાં થઈ. દક્ષિણ આફ્રિકામાં તેઓ સત્યાગ્રહ દ્વારા પોતાના દેશવાસીઓ માટે એમણે મેળવેલો વિજય તાજો જ હતો. ‘તેઓ સ્ટીમરમાંથી ઊતર્યા ત્યારે હં ુ હાજર રહી શકી નહોતી. બીજા દિવસે બપોરે એમના કેન્સિંગ્ટનના ઉતારા પર હં ુ એમને મળવા ગઈ. મકાન જૂ નું અને સાવ સાદું હતું. દાદર ચડતાં જ ખુલ્લા દરવાજાના લંબચોરસ વચ્ચે મેં એમને જોયાં. નાનું કદ, સફાચટ માથું. તેઓ ઓરડાની વચ્ચોવચ, જમીન પર બેસીને જમતા હતા. વાસણો લાકડાનાં, જ ેલમાં અપાતાં હોય તેવાં હતાં. દક્ષિણ આફ્રિકાની જ ેલનાં હશે. એક વાસણમાં ઑલિવનું તેલ નાખેલાં છૂદં ેલાં ટામેટાં હતાં, બીજામાં મગફળીના ફોલેલા દાણા અને ત્રીજામાં સૂકવેલી કેળના 170

લોટનાં સ્વાદવિહોણાં બિસ્કિટ. ભારતના ઘર ઘરમાં જાણીતા થઈ ગયેલા મહાન નેતાનો આવો અનપેક્ષિત દેખાવ અને એમની અજબ વાનગીઓ જોઈ હં ુ ખડખડાટ હસી પડી. ‘તેમણે ઊંચું જોયું અને મારા હાસ્યનો હાસ્યથી જ પ્રત્યુત્તર વાળતાં બોલ્યા, “ઓહો, તમે જ મિસિસ નાયડુ, ખરું ને? આ રીતે હસનાર બીજુ ં કોણ હોઈ શકે? આવો, મારું ભોજન ચાખો.” “ના, આભાર.” ઊંડો શ્વાસ લઈને હં ુ ગણગણી, “આ કેવો વિચિત્ર આહાર છે!” ‘એ જ ક્ષણથી દોસ્તીની શરૂઆત થઈ, જ ે વખત જતાં સાચી સાથીદારીમાં પરિણમી. હં ુ તેમની વફાદાર ભક્ત બની. દેશનું સ્વાતંત્ર્ય અને દેશવાસીઓની સેવાના પંથ પર ચાલતી આ મૈત્રીમાં પછીનાં ત્રીસ વર્ષોમાં કદી તિરાડ ન પડી.’ આ મુલાકાતે સરોજિની નાયડુના જીવનમાં જબરદસ્ત વળાંક આણ્યો. એક ફકીર સંત એમને કવયિત્રી અને વિદુષી તરીકેના સુવિધાભર્યા જીવનથી દૂર, રાજકીય લડત અને સમાજસુધારણાના ખરબચડા માર્ગે લઈ ચાલ્યો. 000 સરોજિની નાયડુએ પછીથી મહાત્મા ગાંધી વિશે લખેલા શબ્દો પણ અહીં યાદ કરીએ: કઈ ભાષામાં હં ુ આ માણસને વર્ણવું — કયા શબ્દોમાં એ તાકાત અને એ સૌંદર્ય છે જ ે એમની અદ્‌ભુત કરુણા, બહાદુરી, શાણપણ, રમૂજ અને માનવપ્રેમનું યતાતથ વર્ણન કરી શકે? કઈ કલમમાં માનવજાતિના ઉદ્ધાર માટે અવતરે લા આજ સુધીના તમામ પયગંબરો અને આધ્યાત્મિક ક્રાંતિકારીઓના સીધા વારસદાર સમા એ પ્રેમ, સત્ય અને શાંતિના [ જૂ ન ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


અને વંચિતને સાંત્વન આપતા; સાંજની પ્રાર્થનામાં અનેક ભક્તોને મુખોમુખ થતા ગાંધીજીને યાદ કરું છુ ં — જાણે રૂપેરી સમુદ્ર પર ધીરે ધીરે ઊગતો પૂર્ણચંદ્ર. જાણે અવર્ણનીય ભારતનો આત્મા. વિશ્વમાં સમાન ગૌરવભર્યું સ્થાન ઇચ્છતા ભારતને માટે રાજકીય વ્યૂહો અને નીતિઓ ઘડતા મુત્સદ્દીના કપાળ પરની કરચલીઓને સ્મરવી પણ ગમે છે. પણ સૌથી વધારે હૃદયસ્પર્શી અને અવિસ્મરણીય તો છે આ ચિત્ર – 1948ની 30મી જાન્યુઆરીએ સાંજ ે તેઓ પ્રાર્થનાસભા તરફ જઈ રહ્યા છે અને એમને મર્ત્યમાંથી અમર્ત્ય બનાવનારી અતિકરુણ પળ એમની શહાદતની રાહ જોતી ઊભી છે...

દૂતનું નિરૂપણ કરવાનું ઓજસ છે ? તેમની કરુણા ગૌતમ બુદ્ધ જ ેવી અનંત અને અસીમ હતી. ઈસુના ગિરિપ્રવચનોને તેમણે એમના રોજિંદા જીવનમાં ઉતાર્યાં હતાં. મહં મદ પયગંબરના સમાનતા અને ભાઈચારાના સંદેશને તેઓ જીવ્યા હતા. અને વિધિનું એ કેવું નિર્માણ હતું કે શબ્દો, વાણી અને વર્તનમાં ઈશ્વર સિવાય અન્યમાં ભાગ્યે જ જોવા મળે એવાં પ્રેમ, ઊંડાણ અને પરિપૂર્ણતા ધરાવનાર, લાખો અનુયાયીઓને પોતાના જીવન વડે જ એક આદર્શ પૂરો પાડનાર અને પોતાની ભૂલો અને નિષ્ફળતાઓને ઝિંદાદિલીથી સ્વીકારનાર એ મહાપુરુષને એમના જીવનનાં છેલ્લાં વર્ષોમાં એકલા પણ પડવું પડ્યું. નાનાં બાળકો સાથે રમતા; દુ:ખી, કચડાયેલા

- સોનલ પરીખ 

नवजीवनનાે અક્ષરદેહ આૅનલાઇન વાંચી શકાય છે. https://issue.com/navajivantrust

नवजीवन નો અક્ષરદેહ [ જૂ ન ૨૦૨૨]

171


‘થમ્બ પ્રિન્ટેડ : ચંપારણ ઇન્ડિગો પેઝન્ટ્‌સ સ્પીક ટુ ગાંધી’ ભાગ-1નું વિમોચન

ચંપારણના ખેડૂતોની જુ બાનીઓ હવે પુસ્તક રૂપે...

નવજીવન ટ્રસ્ટ અને નૅશનલ આર્કાઇવ્ઝ આર્કાઇવ્ઝના ડિરે ક્ટર જનરલ ચંદન સિંહા

ઑફ ઇન્ડિયા દ્વારા ‘થમ્બ પ્રિન્ટેડ : ચંપારણ ઇન્ડિગો પેઝન્ટ્‌સ સ્પીક ટુ ગાંધી’ નામનું પુસ્તક અંગ્રેજીમાં પ્રકાશિત થયું છે. પુસ્તકનો વિષય છે ગાંધીજીએ કરે લા પહે લાવહે લા સત્યાગ્રહોમાંના એક ચંપારણ સત્યાગ્રહના ખેડૂતોની જુ બાનીઓનું દસ્તાવેજીકરણ. નવજીવન પ્રકાશિત આ પુસ્તકના વિમોચન માટે કેન્દ્રીય રાજ્યકક્ષાના સાંસ્કૃતિક મંત્રી અર્જુન રામ મેઘવાલ અમદાવાદ આવ્યા હતા. નવજીવન પરિસરના જિતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હૉલ ખાતે થયેલા પુસ્તક-વિમોચન કાર્યક્રમમાં મંત્રીશ્રી ઉપરાંત મંચ પર પુસ્તકનાં સંપાદકોમાંથી ત્રિદીપ સુહૃદ, નવજીવનના મૅનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ અને નૅશનલ

ઉપસ્થિત રહ્યા હતા. 1917માં થયેલા ચંપારણ સત્યાગ્રહનો ઇતિહાસ સારી રીતે દસ્તાવેજિત થયેલો છે. ગાંધીજીએ પણ આત્મકથામાં તેનો વિસ્તૃત રીતે ઉલ્લેખ કર્યો છે. ગાંધીજીના ધ્યાને આવે તે અગાઉ પાંચ દાયકાથી ચંપારણના ખેડૂતોમાં પોતાની જમીનના 3/20 હિસ્સામાં ગળીના વાવેતરની પ્રથા પડી ચૂકી હતી. આ જડબેસલાક પ્રથામાં કાયદાથી ગળીની ખેતી કરવા બંધાયેલાઓ ‘તીનકઠિયા’ કહે વાતા હતા. ગળીની ખેતીમાં ખેડૂતો કાયદાથી મજબૂર હતા અને સાથે તેમની જમીનમાં કાયમી નુકસાન થઈ રહ્યું હતું. ઉપરાંત દેશના ઉત્તર-પૂર્વના છેવાડાના વિસ્તાર સુધી આગેવાનોની નજર

પુસ્તક વિમોચન કરતી વેળાએ (ડાબેથી) : નૅશનલ આર્કાઈવ્ઝના ડિરે ક્ટર જનરલ ચંદન સિંહા, કેન્દ્રીય રાજ્યકક્ષાના સાંસ્કૃ તિક મંત્રી અર્જુનરામ મેઘવાલ, પુસ્તકના સંપાદક ત્રિદીપ સુહૃદ, નવજીવનના મૅ. ટ્રસ્ટી વિવેક દેસાઈ અને પુસ્તકનાં સંપાદક મેઘા તોડી

172

[ જૂ ન ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


પહોંચતી નહોતી. આ અન્યાય સામે ગાંધીજીએ વિધિવત્ સત્યાગ્રહ કર્યો ત્યારે તેમાં સાત હજાર ખેડૂતોની આપવીતીને જુ બાની તરીકે નોંધી હતી. આ કાર્યમાં તેમની સાથે રાજ ેન્દ્રપ્રસાદ અને બ્રજકિશોર સહિત બિહારના વકીલોની એક આખી ફોજ હતી. આ અન્યાય તરફ આંગળી ચીંધી તે રાજ ેન્દ્ર શુક્લ તો ખરા જ. આ જુ બાનીઓ નોંધી છે તે વિશે ગાંધીજી આત્મકથામાં લખે છે : “ખેડૂતોનાં ટોળેટોળાં પોતાની કહાણી લખાવવા આવતાં થઈ ગયાં. ...કહાણી લખનારની સંખ્યા પણ પાંચસાતની હં મેશાં રહે ત્યારે પણ, દિવસને અંતે બધાની જુ બાની પૂરી ન થાય. ...કહાણી લખનારાઓએ કેટલાક નિયમોનું પાલન કરવાનું હતું. દરે ક ખેડૂતની ઊલટતપાસ કરવી જોઈએ. ઊલટતપાસમાં જ ે તૂટી જાય તેની જુ બાની ન લેવી. જ ેની વાત મૂળમાં જ પાયા વિનાની લાગે તે ન લેવી. આમ નિયમોના પાલનથી જોકે કંઈક વખત વધારે જતો હતો, છતાં જુ બાનીઓ ઘણી સાચી, સિદ્ધ થઈ શકે એવી મળતી.”[આત્મકથા, પ્રકરણ : કાર્યપદ્ધતિ]. આ જુ બાનીઓની વિગત આજ દિન સુધી પ્રકાશિત થઈ નથી. હવે તે દસ્તાવેજમાંથી ત્રણસો જ ેટલી જુ બાનીઓ આપણને પુસ્તક રૂપે મળી છે. આ પુસ્તકનું સંપાદન શાહિદ અમીન, ત્રિદીપ સુહૃદ અને મેઘા તોડીએ કર્યું છે. સામાન્ય રીતે ઇતિહાસના ઘટનાક્રમમાં શોષિતોની અભિવ્યક્તિને જગ્યા મળતી નથી, પણ આ પુસ્તકમાં ગળીની ખેતી કરતા ખેડૂતોએ વિસ્તારથી આપેલી જુ બાનીઓ સંગ્રહિત થઈ છે. કાર્યક્રમમાં પુસ્તકની માહિતી આપતી વેળાએ સંપાદક ત્રિદીપ સુહૃદે જણાવ્યું કે યુરોપ કે અમેરિકામાં સુધ્ધાં ખેડૂતો સાથે

नवजीवन નો અક્ષરદેહ [ જૂ ન ૨૦૨૨]

થયેલા સંઘર્ષોમાં તેમની વાત આ રીતે ક્યાંય દસ્તાવેજિત થઈ નથી, પણ ભારતમાં આવું સો વર્ષ પહે લાં થઈ ચૂક્યું છે અને તેનો પ્રથમ હિસ્સો પુસ્તક રૂપે આઝાદીના અમૃત પર્વ નિમિત્તે પ્રકાશિત પણ થઈ ચૂક્યો છે. 1915માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી કાયમ માટે હિં દુસ્તાન આવ્યા અને તેમણે વિરમગામ પછી ચંપારણ સત્યાગ્રહ આદર્યો. આ સત્યાગ્રહમાં તેમણે જ ે રીતે રાજ ેન્દ્રપ્રસાદ અને તેમના અન્ય સાથીઓ પાસેથી કામ લીધું તે અદ્વિતીય છે. આ જુ બાનીઓ જોતાં ખ્યાલ આવે કે ગળીની ખેતી કરતા ખેડૂતો સાથે થઈ રહે લા અન્યાયનો પક્ષ અંગ્રેજ સરકાર સમક્ષ મૂકતાં પહે લાં તેમણે જુ બાનીઓ રૂપે કેટલી બધી માહિતી એકત્રિત કરી હતી! જ ેના આધારે જ ચંપારણ સત્યાગ્રહ સફળ રહ્યો અને ખેડૂતો કાયમ માટે ગળીની ખેતી કરવાથી મુક્ત થયાં. કેન્દ્રીય રાજ્ય કક્ષાના સાંસ્કૃતિક મંત્રી અર્જુન રામ મેઘવાલએ પણ પુસ્તક વિશે થોડી વાત કહી પોતાનાં ચંપારણનાં સ્મરણો કહ્યાં. મંત્રીશ્રીએ તે પછી ગાંધીજી પોતાના વિચારોને કેવી રીતે અમલમાં લાવતા હતા તેની વાત માંડીને કરી. ‘થમ્બ પ્રિન્ટેડ : ચંપારણ ઇન્ડિગો પેઝન્ટ્‌સ સ્પીક ટુ ગાંધી, વૉલ્યુમ-1’ ઉપરાંત નૅશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયાનાં બે પુસ્તકોનું પણ વિમોચન આ કાર્યક્રમમાં થયું હતું. આ બે પુસ્તકોનાં નામ છે — ‘રિપેઇર ઍન્ડ પ્રિઝર્વેશન ઑફ રે કૉર્ડ્‌સ’ અને ‘અભિલેખોં કા પરિરક્ષણ ઔર પ્રતિસંસ્કાર’. આ બંને પુસ્તકો કેવી રીતે દસ્તાવેજોની સાચવણી થવી જોઈએ તેની માહિતી પૂરી પાડે છે. સાથે સાથે મંત્રી અર્જુન રામ મેઘવાલે નૅશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયાના વેબપોર્ટલ 173


ડાઉનલોડ કરી શકાશે. નૅશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયા વર્તમાનમાં 18.50 કરોડ જાહે ર દસ્તાવેજોનો સંગ્રહ ધરાવે છે. તેમાં મહત્ત્વની ફાઈલ્સ, ગ્રંથો, નકશાઓ, રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર થયેલા કાયદાઓ, મહત્ત્વના કરાર, અલભ્ય હસ્તપ્રતો, ગૅઝેટના મહત્ત્વના સંગ્રહો, વસ્તીગણતરીના દસ્તાવેજો, સંસદ અને ધારાસભાઓમાં થયેલી ચર્ચાઓ, કેટલીક પ્રવાસ-ડાયરી અને અન્ય મહત્ત્વનાં સાહિત્ય સચવાયેલાં છે.

https://www.abhilekh-patal.in/jspui/ની મોબાઇલ ઍપ્લિકેશન ‘અભિલેખ પટલ’નું પણ લૉન્ચિંગ કર્યું. ‘અભિલેખ પટલ’ દ્વારા આર્કાઇવ્ઝની વેબસાઇટ પર ૩૩ લાખ પાનાંઓમાં ઇન્ફર્મેશન સર્ચ કરી શકાશે. એમાં દૈનિક ચાળીસ હજાર પાનાંઓ ઉમેરાઈ રહ્યાં છે. ઍપ્લિકેશનમાં ૨૭ લાખથી પણ વધુ રે ફરન્સ સંગ્રહ પ્રાપ્ય થશે. અત્યાર સુધી ૨૦૨ દેશોના ૧૦,૦૦૦થી પણ વધુ યુઝર્સ તેની વિઝિટ કરી ચૂક્યા છે. આ ઍપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને મોબાઇલ સેવા પ્લૅટફૉર્મ પરથી 

દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભ. દલાલ

જૂન — 1922

ગાંધીજી હવે લાંબો સમય સુધી જ ેલવાસમાં છે અને આ દરમિયાન દિનવારીમાં માત્ર ‘1થી 30 યરોડા જ ેલ’ એવી એકમાત્ર નોંધ મળે છે. તે સિવાયની કોઈ પ્રવૃત્તિ દિનવારીમાં લેખકે નોંધી નથી. યરોડા જ ેલનો આ સમય ગાંધીજી માટે વાંચન-મનનનો હતો. જૂ ન અને જુ લાઈ દરમિયાન તેમણે કોઈ પત્રવ્યવહાર પણ કર્યો નથી. તેમની જ ેલડાયરીમાં માત્ર આ મહિના દરમિયાન તેમણે વાંચેલાં પુસ્તકોની યાદી મળે છે. જૂ નમાં પ્રથમ પુસ્તક જ ે વાંચ્યું છે તે એડવર્ડ બેલમીનું इक्वॉलिटी છે. છઠ્ઠી તારીખે સુપરિન્ટેન્ડેન્ટ આવ્યા અને તેમને बाळपोथी સરકાર છાપવાની ના પાડે છે તે ખબર આપી. આ बाळपोथी પણ તેમણે આ જ ેલવાસ દરમિયાન લખી હતી. તે પછી ડેવિસનું ग्रीसमां सेंट पॉल અને અન્ય એક પુસ્તક जेकिल ने हाइड પણ જૂ ન મહિનામાં વાંચ્યું છે. આ માસના ત્રીજા અઠવાડિયામાં ગાંધીજીએ લૉર્ડ રોઝબરીનું पिट, કિપલિંગનું सेकंड जंगल बुक, फाउस्ट, જૉન હાર્વર્ડનું જીવનવૃત્તાંત, વાલ્મીકિનું રામાયણ, શાંતિપર્વ ભાગ પ્રથમ, જ્યુલ્સ વર્નનું ड्रॉप्ड फ्रॉम ध क्लाउड्झ પુસ્તકો વાંચ્યાં છે. યરોડા જ ેલવાસ દરમિયાન ગાંધીજીએ વાંચેલાં પુસ્તકોની યાદી લાંબી છે અને તેમાં જૂ ન મહિનાની તેમની પ્રવૃત્તિમાં માત્ર વાંચનની જ નોંધ મળે છે. [ગાં. અ. ૨૩ : ૧૩૮-૧૩૯] • ૧થી ૩૦ યરોડા જ ેલ.

1922 જૂન 

174

[ જૂ ન ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


ગોપાલ પરમાર

‘રિમેમ્બરિં ગ બાપુ’ : ગાંધીજીનું જીવન અને વિચાર કળાસ્વરૂપે

૧૭૫

રોમા પટેલ

સુમેધ કિશન

સમવેદના વૈશ્ય

નવજીવન આર્ટ ગૅલેરી ખાતે ૫ જૂ નથી ૩ જુ લાઈ દરમિયાન ‘રિમેમ્બરિં ગ બાપુ’ નામે પ્રદર્શન યોજાઈ ગયું. ‘નવજીવન સ્ટુડિયો’ના દસ ચિત્રકારોએ પોતાની આગવી અભિવ્યક્તિથી ગાંધીજીને ચિત્રમાં રજૂ કર્યા હતા. ‘રિમેમ્બરિં ગ બાપુ’માં જ ે ચિત્રકારોએ પ્રદાન આપ્યું તેમાં રાકેશ પટેલ, સમવેદના વૈશ્ય, મિલન દેસાઈ, જિજ્ઞા ગૌદાના, નિલેશ સુથાર, ભૈરવી ત્રિવેદી, હર્ષિલ પટેલ, રોમા પટેલ, ગોપાલ પરમાર અને સુમેધ કિશન સમાવિષ્ટ છે. આ પ્રદર્શનીમાંથી કેટલાંક ગાંધી આર્ટવર્ક અહીં રજૂ કર્યાં છે. ગાંધીજીનો કળા પ્રત્યેનો લગાવ જાણીતો છે; તેમની કળા માત્ર કળા ખાતર નહીં, પણ તેમાં આત્મદર્શન થવું જોઈએ તેમ તેઓ માનતા. ગાંધીજીની આ માન્યતા અહીં સાર્થક ઠરે તેવો પ્રયાસ ‘નવજીવન સ્ટુડિયો’ના ચિત્રકારોએ કર્યો છે તેમ જણાશે.


પ્રેમભાવ, ઐક્યભાવની આવશ્યકતા...

૧૭૬


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.