વર્ષૹ ૦૯ અંકૹ ૧૦ સળંગ અંકૹ ૧૦૨ • ઑક્ટોબર ૨૦૨૧
છૂ ટક કિંમત ઃ _ ૧૫
વર્તમાનપત્રોમાં જ ે કાંઈ છપાય છે તેનો ઊલટો અર્થ તારવવાનું વધારે સારું છે. હં ુ જરા પણ અતિશયોક્તિ કરતો નથી. હં ુ પોતે ઘણાં વર્ષો સુધી એક વર્તમાનપત્રનો તંત્રી રહ્યો છુ ;ં એટલે મારા જાતઅનુભવ પરથી કહી શકું છુ ં કે પોતાનું કર્તવ્ય સારી રીતે બજાવવા જતાં તંત્રીને કેવી કેવી મુસીબતો વેઠવી પડે છે. વર્તમાનપત્રો ઉપર કંઈક નિયંત્રણ રાખવું જરૂરી છે, એ વાત સામે હં ુ વાંધો ઉઠાવતો નથી, પરં તુ એમાં એટલું યાદ રાખવું જોઈએ કે નિયંત્રણનો અમલ કરવા જતાં વિવેક અને મર્યાદા ભુલાવાં ન જોઈએ. મારો ઝઘડો બિનજરૂરી નિયંત્રણ સામે છે. સરકારી અધિકારીઓએ નજીવાં કારણોસર લોકોના પોતાના વિચારો પ્રકટ કરવાના અધિકાર પર પ્રતિબંધ નહીં મૂકવો જોઈએ. પ્રતિબંધનો અર્થ એ થાય કે લોકો પરસ્પર વિરોધી અથવા ભ્રામક વિચારો તરફ ખેંચાય છે. — મો. ક. ગાંધી [ગાં. અ. ૧૩ : ૨૬૦-૬૧]
વર્ષૹ ૦૯ સળંગ અંકૹ ૧૦૨ •
અંકૹ ૧૦ ઑક્ટોબર ૨૦૨૧
છૂ ટક કિંમત ઃ _ ૧૫ તંત્રી
૦ સંપાદકીય . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૩૧
વિવેક દેસાઈ
૧. ગાંધીજીનું પત્રકારત્વ . . . . . . . . . . . . રમણ મોદી . ૩૩૨
સંપાદક
૨. ગાંધીજીના પ્રથમ ત્રણ અખબારી લેખો . . . . . . . . . . . ૩૩૭
કિરણ કાપુરે પરામર્શક
કપિલ રાવલ સાજસજ્જા
૩. પ્રેસ ઍક્ટ વિરુદ્ધ ભાષણ . . . . . . . . . . મો. ક. ગાંધી . ૩૪૨ ૪. यंग इन्डिया ના અંક વિશે ગાંધીજીની ટીકા . ટીકા . . . . . . . . . . ૩૪૫ ૫. મુદ્રક અને પ્રકાશક . . . . . . . . . . અનુ બંદ્યોપાધ્યાય . ૩૪૮ ૬. પુસ્તક પરિચય : લે મિઝેરાબ્લ : વેદના, સંવેદના
અપૂર્વ આશર
અને આશા-નિરાશામાં ડુબાડતી કૃ તિ . . . . . અનિલ . અનિલ ચાવડા . ૩૫૧
આવરણ ૧
૭. મહાદેવ દેસાઈ : બાપુનો જમણો હાથ . . . . રામચંદ્ર ગુહા . ૩૫૫
ગાંધીજીનું રે ખાચિત્ર (સૌ. प्याराबापु)
૮. ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં . . ચંદુલાલ ભ. દલાલ . ૩૫૮ ૦ ‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને… . . . . ૩૬૨
આવરણ ૪
છાપાંનો સુધારે લો કાયદો [નવજીવન : ૪-૧૦-૧૯૩૧]
વાર્ષિક લવાજમ ઃ
_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં) લવાજમ મોકલવાનું સરનામું વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ • ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમેન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨
e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.
લવાજમ અંગે: કવર પર વાચકોનાં સરનામાંમાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (૩–૨૧)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં ૩ એ માર્ચ મહિનો અને ૨૧ એ ૨૦૨૧નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.
સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે. સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [ ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે. 330
ગાંધીજીની અખબારી સાધના
ગાંધીજીના પત્રકારત્વનાં વિવિધ પાસાં વિશે આ અંકમાં ઉપક્રમ રાખવાનું ઠરાવ્યું તે ગુજરાતી
પત્રકારત્વનાં બસો વર્ષ પૂરાં થવાના સંદર્ભે. જુ લાઈ ૧૮૨૨માં ‘મુંબઈ સમાચાર’થી ગુજરાતી પત્રકારત્વનો આરં ભ થયો હતો. તે વખતનાં જાણીતાં જૂ જ અખબારોમાં ‘મુંબઈ સમાચાર’નું સ્થાન હતું અને આજ ે પણ તે પ્રકાશિત થાય છે. ગુજરાતી પત્રકારત્વની આ સફરમાં ગાંધીજીનું પત્રકારત્વ સીમાચિહ્નરૂપ છે. પત્રકારત્વ આદર્શ રીતે અમલી બની શકે છે — તેની સાક્ષી રૂપે ગાંધીના તંત્રીસ્થાનેથી નીકળતા इन्डियन ओपीनियन, यंग इन्डिया, नवजीवन અને हरिजनपत्रो આજ ેય ઉપલબ્ધ છે. આઝાદીની ચળવળ દરમિયાન ગુજરાતી, હિં દી અને અંગ્રેજી ભાષામાં તેમણે ચાર દાયકા સુધી સઘન પત્રકારત્વ કર્યું અને તેના આદર્શોને ઊંચે ચઢાવતા ગયા. ગુજરાતી પત્રકારત્વની તે બેનમૂન સંપત્તિ છે. ગાંધીજીના પત્રકારત્વનો આરં ભ બારિસ્ટરના અભ્યાસ દરમિયાન ઇંગ્લૅન્ડથી થયો જ્યારે તેઓએ धि वेजिटेरियन સામયિકમાં લખ્યું. પત્રકારત્વની આ શરૂઆત ટૂ કં ી હતી. તે પછી પત્રકારત્વની લાંબી સફર દક્ષિણ આફ્રિકામાં હિં દીઓના અન્યાય સામેની લડત દરમિયાન રહી, જ્યારે તેમણે હિં દીઓના અવાજ અર્થે इन्डियन ओपीनियन શરૂ કર્યું. દક્ષિણ આફ્રિકામાં તેમનું પત્રકારત્વ ખીલ્યું અને 1915માં જ્યારે કાયમ માટે હિં દમાં આવ્યા ત્યાર પછી 1919ના અરસામાં અંગ્રેજીમાં यंग इन्डिया અને માતૃભાષામાં नवजीवन શરૂ કર્યું. તે પછી જીવનમાં આવેલા ફે રફારોને અનુલક્ષીને हरिजनपत्रोનું પ્રકાશન પોતાની રાહબરી હે ઠળ આરં ભ્યું. આ અખબારોમાં ગાંધીજીનું આગવું પત્રકારત્વ જોઈ-જાણી શકાય છે. પત્રકારત્વની તેમની ભૂમિકા અને કેટલાંક લખાણો જાણીતાં છે. પરં તુ અહીં કેટલાંક એવાં લખાણો સમાવવામાં આવ્યાં છે જ ે ગાંધીજીના પત્રકારત્વના સંદર્ભે ઓછાં જાણીતાં છે. અંકની શરૂઆત રમણ મોદીલિખિત ‘ગાંધીજીનું સાહિત્ય’ પુસ્તકના એક પ્રકરણ ‘ગાંધીજીનું પત્રકારત્વ’થી થાય છે. ગાંધીજીના પત્રકારત્વનો ઉદ્દેશ, કાર્યશૈલી, ભાષા અને કટોકટીની પળે તેમણે લીધેલા નિર્ણયોની રજૂ આત આ લેખમાં છે. તેમના જીવનના પ્રથમ ત્રણ અખબારી લેખો અહીં સમાવ્યા છે. બારિસ્ટરના અભ્યાસ દરમિયાન તેમની વૈચારિક સ્પષ્ટતા અને પ્રવાહી શૈલીમાં માહિતી પીરસવાનો ગુણ દેખા દે છે. હિં દમાં આવીને તુરત જ તેમણે પ્રેસ ઍક્ટ વિરુદ્ધ ભાષણ આપ્યું હતું તે અહીં મૂકવામાં આવ્યું છે. આ ભાષણમાં ગાંધીજીએ અખબારી અભિવ્યક્તિની હિમાયત વિશે પોતાનો દૃષ્ટિકોણ મૂકી આપ્યો છે. તે પછી यंग इन्डियाના તંત્રી વિભાગના કર્મચારી લાલચંદને લખેલો પત્ર પણ અહીં પ્રસ્તુત છે. આ પત્રમાં ગાંધીજીએ લાલચંદને यंग इन्डियाના એક અંક સંદર્ભે પોતાનાં અને અન્ય લખાણોનું વિવેચન કર્યું છે. આ જ પત્રમાં તેઓ અખબારી લખાણ કેવું હોવું
नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર ૨૦૨1]
331
જોઈએ તેનો ચિતાર આપે છે. અને છેલ્લે મુદ્રક અને પ્રકાશક તરીકેની ગાંધીજીની કાર્યશૈલીની વિગત અનુ બંદ્યોપાધ્યાયલિખિત ‘બહુરૂપી ગાંધી’ પુસ્તકમાં મળે છે, તે પ્રકરણ અહીં સમાવ્યું છે. ગુજરાતી અખબારનાં બસો વર્ષ ઉપરાંત આ વર્ષ અખબારી સ્વાતંત્ર્યની રીતે અગત્યનું છે. નોબલ શાંતિ પુરસ્કાર આ વર્ષે બે પત્રકારોને આપવામાં આવ્યા છે. નોબલ કમિટીએ પત્રકારોનું સન્માન કરતાં કહ્યું છે કે, લોકશાહી અને સ્થાયી શાંતિ માટેની પૂર્વશરત અભિવ્યક્તિની આઝાદી છે અને તે માટે રશિયાના દિમિત્રી મુરાતાેવ અને ફિલિપિન્સના મારીઆ રે સ્સાને શાંતિ પુરકાર એનાયત કરવામાં આવ્યા છે. આ નિવેદનમાં આગળના શબ્દો છે : “વિશ્વભરમાં આજ ે લોકશાહી અને અખબારી સ્વાતંત્ર્ય માટેનો વિકટ સમય છે અને જ ે પત્રકારો તે માટે લડી રહ્યા છે તેમનું પ્રતિનિધિત્વ દિમિત્રી મુરાતાેવ અને મારીઆ રે સ્સા કરશે.” આજ ે અખબારી સ્વાતંત્ર્યની વિકટ સ્થિતિના પુરાવા રોજ ેરોજ મળી રહ્યા છે ત્યારે આ અંકનાં લખાણો ઉપયોગી થાય એવાં છે. સંપાદક
ગાંધીજીનું પત્રકારત્વ રમણ મોદી
આદર્શ પત્રકાર તરીકે ગાંધીજીએ જ ે સિદ્ધિ પણ એઓ છૂટ નહોતા આપતા. પત્રકાર અને લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી, તેવી લોકપ્રિયતા પોતાના શુદ્ધ ધ્યેયને વળગી રહીને બહુ ઓછાએ પ્રાપ્ત કરી હશે. પત્રકારના ધંધાને તેઓ સેવાભાવી ન્યાયાધીશનો ધંધો માનતા. પત્રોમાં તેઓ પોતાના વિરોધીઓના ગુણો અંતરની ઊલટથી પ્રગટ કરતા તો પોતાના સાથીઓ કે અનુયાયીઓના દોષો પણ નિઃસંકોચપણે રજૂ કરતા. વળી છાપાં માટેનાં એમનાં લખાણો અત્યંત ચોકસાઈપૂર્વક તેઓ તૈયાર કરતા અને બીજાઓએ લખેલો એક પણ લેખ તેમના જોયા વગર છપાતો નહીં. આ બાબતમાં પોતાના કુ શળમાં કુ શળ સાથીને
તરીકેની તેમની આ વિશિષ્ટતાઓને લીધે જ તેઓ પોતાના જમાનાના એક મહાન પત્રકાર બન્યા. એક પત્રકારે એમને સૌથી મહાન પત્રકારનું બિરુદ આપ્યું પણ છે.1 દેશ આખાના અનેક પ્રશ્નો એમની સામે આવતા અને એમને ઉકેલવાના રહે તા. વળી દેશભરના કાર્યકરોના સંપર્કમાં એમને રહે વું પડતું. આથી અનેક વાર એમને પ્રવાસ કરવો પડતો. એટલે ટ્નરે ોનો સમય તેઓ બરાબર સાચવતા. સાથે સાથે ટપાલનો સમય પણ જાણી લેતા અને પોતાના પત્ર માટેના લેખો તેઓ પ્રવાસમાંથી પણ નિયમિત મોકલતા. જ ે
૧. બાપુ – મારી નજરે : લે. રામનારાયણ ચૌધરી, પૃ. ૧૩૧.
332
[ ઑક્ટોબર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ
દિવસે લેખો મોકલવાના હોય તે દિવસે એમની છાવણીમાં ધમાલ રહે તી. સમય સમય પર કેટલું લખાણ તૈયાર થયું તેની તપાસ રાખતા, ઓછુ ં રહે તો પોતે પૂરું કરી આપતા અને ઠરાવેલે સમયે છાપું કાઢવાની ચીવટ રાખતા. તેથી જ આટલા લાંબા પ્રવાસો દરમિયાન પણ એમનું સાપ્તાહિક કદી મોડુ ં પડ્યું નહોતું. એમના જીવનનો આદર્શ એમણે પત્રકાર તરીકેના ધંધામાં ચરિતાર્થ કર્યો હતો. જ ેટલું ઊંચું, ભવ્ય અને પવિત્ર એમનું જીવન હતું, તેટલું મહાન એમનું પત્રકારત્વ હતું. એમાં સચ્ચાઈ અને સાદાઈ હતી. સમાજકલ્યાણની ભાવના હતી. કેવળ સનસનાટીભર્યા સમાચારો એમણે કદી છાપ્યા નહોતા. તેઓ માનતા કે છાપાનું લવાજમ એટલું હોવું જોઈએ કે તે સ્વાવલંબી થઈ શકે. એને સ્વાવલંબી બનાવવા માટે કોઈ પણ પ્રકારના કૃ ત્રિમ ઉપાયો એમણે નિંદ્ય માન્યા હતા. જ ે છાપાની જરૂર ન હોય તેને કૃ ત્રિમ અને વાંધાભરે લા ઉપાયોથી જીવતા રહે વાનો અધિકાર નથી, એમ તેઓ માનતા. એમના સમયમાં કેટલાક દેશભક્તોએ પત્રો શરૂ કરે લાં અને એને યેનકેન પ્રકારે ણ ચાલુ રાખવા માગતા, તે જોઈને એમણે દુઃખ વ્યક્ત કરે લું કે, “દેશભક્ત લોકોને પણ છાપાં કાઢવાનો એટલો બધો મોહ છે કે તેઓ પોતાનું સ્વાભિમાન ખોઈને જામીનગીરી આપીને પણ છાપું કાઢે છે.”1 દક્ષિણ આફ્રિકામાં ઇન્ડિયન ઓપીનિયન ચલાવતા ત્યારે તેઓ લગભગ 200 જ ેટલાં સામયિકો જોઈ જતા અને યોગ્ય લાગે તે ખબરોની તારવણી કરીને પોતાના પત્રમાં
આપતા. આમ સારા પત્રકાર થવા એમણે સભાન પ્રયત્ન કરે લો. અહીં પણ રાષ્ટ્રીય પ્રવૃત્તિની માહિતી માટે બૉમ્બે ક્રૉનિકલ અને વિરોધી પક્ષથી પરિચિત રહે વા માટે ટાઇમ્સ હં મેશાં જોઈ જતા. સેવાગ્રામ ગયા પછી નાગપુર ટાઇમ્સ પણ વાંચતા. સાપ્તાહિકોમાં તેઓ શ્રી નટરાજનના ઇન્ડિયન સોશિયલ રિફૉર્મરનો અગ્રલેખ અને માસિકોમાં રામાનંદબાબુના મૉડર્ન રિવ્યૂની સંપાદકીય નોંધો અવશ્ય જોઈ જતા. આ બધું અર્ધા કલાકમાં જ પતાવતા, છતાં કોઈ પણ મહત્ત્વના સમાચાર એમની નજર બહાર ન રહે તા. વળી છાપાંઓ તો એમની પાસે આખી દુનિયામાંથી ભેટ તરીકે ઢગલાબંધ આવતાં. દરે ક પર નજર ફે રવી યોગ્ય લાગે એવાં લખાણોની કાપલી તૈયાર કરી તેઓ પોતાની લાઇબ્રેરી(જાજરૂ) માં વાંચતા. એમણે મિ. એરુન્ડલને તા. 4–7–’19ને દિવસે લખેલા કાગળમાં જણાવેલું : “હં ુ તો તમને અને વર્તમાનપત્રોના બીજા અધિપતિઓને વીનવું છુ ં કે આપણા રાજકારણમાં ઉદારતા, ગાંભીર્ય અને નિઃસ્વાર્થતા દાખલ કરવાનો આગ્રહ કરો. પછી આપણા મતભેદો આજ ે જ ેમ કઠે છે તેમ કઠશે નહીં.” વળી નનામા લેખો કે કાગળો લખનારને પણ એમણે ચેતવેલા અને કહે લું કે, આપણા વિચારો દર્શાવતાં આપણે ડરવું કે શરમાવું ન જોઈએ.2 ગમે તેવા અસાધારણ સંજોગોમાં કે અંતરને હલાવી નાખનારા પ્રસંગોએ પણ એમણે પોતાની સ્વસ્થતા નહોતી છોડી. મગજનું સમતોલપણું કદી પણ ગુમાવ્યું નહોતું. હલકી ભાષા કે
૧. એજન, પૃ. ૫૫. ૨. નવજીવન નવજીવન,, ૪–૭–’૨૦.
नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર ૨૦૨1]
333
દ્વેષનો એમની ભાષામાં સદંતર અભાવ હતો. આમ પત્રકારની જવાબદારીનું સચોટ ભાન અને હલકી મનોવૃત્તિને તિલાંજલિ આપવાની એમની ઉત્કટતા એમને પત્રકાર તરીકે ઉજ્જ્વળ કારકિર્દી અપાવે છે. ગાંધીજીએ પત્રો ચલાવ્યાં, પણ સરકારી અંકુશને કદી વશ નહોતા થયા. જ્યારે જ્યારે સરકારના ગેરવાજબી હુકમોને તાબે થવાના પ્રસંગો ઊભા થયા ત્યારે ત્યારે , એમ તાબે થવા કરતાં પોતાના પત્રને બંધ કરવું જ એમણે વધારે ઉચિત માનેલું, અને બંધ પણ કરે લું. એમનાં પત્રોમાં અનેક વિશેષતાઓ હતી. તંત્રી તરીકે એમણે પોતાની અંગત ભૂલો પણ રજૂ કરી હતી અને પોતાના જીવનને તદ્દન જાહે ર બનાવી દઈને વાચકોની સાથે એમણે જીવંત સંપર્ક સાધ્યો હતો. એમણે એમાં પ્રશ્નોત્તરીની શરૂઆત કરે લી. તેમાં કોઈ પણ વાચક ગમે તે પ્રશ્ન પૂછી શકે. આમ પ્રશ્નોની ચર્ચા માટે, અલગ રાખેલી જગ્યામાં દેશ આખામાંથી આવતા અંગત, બિનઅંગત, રાજદ્વારી, સામાજિક વગેરે અનેક પ્રશ્નોની ચર્ચા થતી. સત્ય, નિર્ભયતા, સાદાઈ, સદ્ભાવ અને સહિષ્ણુતા ઉપરાંત નૈતિકતા અને આધ્યાત્મિકતા પણ એમના પત્રકારત્વને વધારે તેજસ્વી બનાવે છે. તેઓ પોતાનાં લખાણો પાછળ ખંત, પરિશ્રમ અને તટસ્થતા માટે જ ે દીર્ઘ ઉદ્યોગ કરતા તેનાથી એમની ભાષામાં સ્પષ્ટતા અને અર્થબોધતા આવી અને એમણે પ્રાસાદિક રીતે મહાન સત્યો રજૂ કર્યાં ને સમજાવ્યાં. એનાથી પ્રજાની માનસિક ભૂખ સંતોષાઈ અને એમના જીવનમાં નવો પ્રાણસંચાર થયો. શુદ્ધ સરળ ભાષામાં પણ અકૃ ત્રિમ રીતે ગૂઢ જ્ઞાન રજૂ થઈ
શકે છે એ એમણે ગુજરાતી જનતાને પોતાના પ્રત્યક્ષ દૃષ્ટાંત દ્વારા બતાવી આપ્યું. વળી તેઓ જ ે કંઈ લખતા તે પૂરી સાવધાનીથી લખતા. પૂરેપૂરી તપાસ કર્યા વગર અને માહિતી મેળવ્યા વગર પોતે કદી કાંઈ પણ લખતા નહીં. શબ્દેશબ્દ તોળીને લખતા. એમના લખાણમાં ક્યાંય ગૂંચ કે અતિશયોક્તિ, કટુતા કે ચાલાકી નજરે નહોતાં પડતાં. પોતાનું સમગ્ર વ્યક્તિત્વ રજૂ કરી એવી દૃઢતાથી પોતાના વિચારો રજૂ કરતા કે એમની કલમ તલવાર કરતાં વધુ શક્તિશાળી બની હતી. એમના લેખોએ આખાયે દેશમાં જ ે જાગૃતિ આણી હતી, તે એમની પહે લાંનો કોઈ પત્રકાર નહોતો લાવી શક્યો. એમના તે કાળના લેખો અનેક પત્રો અને સામયિકોમાં એકીવખતે પુનર્મુદ્રિત થતા, અને આખા દેશના ખૂણે ખૂણે વંચાતા. ગાંધીજીએ પોતાના લેખો દ્વારા ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓને ખેડી હતી. પરદેશમાં પણ અનેક દેશોના લોકો, રાજપુરુષો અને સમાજસુધારકો એમના વિચારો જાણવા આતુર રહે તા. કુ મારી ડૉ. મૉડ રૉઇડન લખે છે : હરિજનમાં લખાતા ગાંધીજીના શબ્દો વાંચતાં આપણે આ નિરર્થક ઘોંઘાટ ને ગોટાળામાંથી નીકળીને તેની પાર શુદ્ધ અને ચોખ્ખી હવામાં પહોંચીએ છીએ. એ હવા વધારે ચોખ્ખી છે, કેમ કે આપણે યુદ્ધનાં ધૂળ અને વાવંટોળની પાર જોઈ શકીએ છીએ; અને વધારે શુદ્ધ છે, કેમ કે એની પાછળ પ્રેરણા શુદ્ધ સત્યનિષ્ઠાની રહે લી છે.1 દેશપરદેશના ખબરપત્રીઓ એમની મુલાકાતે આવતા. એમને મુલાકાત આપતી વખતે ગાંધીજી પૂરેપૂરા સાવધ રહે તા. મુલાકાત
1. ગાંધીજીને જગવંદના (૧૯૪૪); પૃ. ૧૮૮. 334
[ ઑક્ટોબર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ
દરમિયાન થયેલી વાતચીતનો તૈયાર થયેલ અહે વાલ વાંચવાનો તેઓ આગ્રહ રાખતા અને ચોકસાઈથી તેને સુધારતા. કોઈ ખબરપત્રી ખોટાે અહે વાલ છાપી નાખતાે તો તેને ઠપકાર્યા વિના નહોતા રહે તા. વળી જાણીજોઈને કાેઈ ખબરપત્રી કોઈ વાતને ઉલટાવીને કે મચડીને લખે, ગાંધીજીના કહે વા છતાં એમની અવગણના કરે , તો પછી એને બીજી વાર મુલાકાત આપવાનું બંધ રાખતા. કેટલાંક પરદેશી છાપાંઓ મહત્ત્વના સમયે એમની પાસે એમના વિચારો જાણવા એટલા આતુર રહે તાં કે, કેબલ કરીને ઉત્તર માટેના પૈસા મોકલીને એમના વિચારો પ્રાપ્ત કરતા. આવા તારાેમાં પણ ઓછામાં ઓછા શબ્દોમાં પોતાના વિચારો વ્યક્ત કરવાની કળા એમનામાં હતી. ગાંધીજીએ પોતાનાં પત્રોમાં રાજકીય, ધાર્મિક, આર્થિક, સામાજિક આદિ અનેક વિષયોની ચર્ચા કરી હતી. રચનાત્મક કાર્યક્રમો, આહાર અને આરોગ્ય વગેરે પર પણ સમય સમય પર એમણે જનતાને દોરવણી આપી હતી. ૧૯૧૯થી ૧૯૪૮ સુધીના ગાળામાં અનેક પ્રવૃત્તિઓમાં રત રહે વા છતાં એમણે જ ે વિપુલ લખાણ કર્યું છે તે આપણને આશ્ચર્યમુગ્ધ કરે છે. વળી એમનાં લખાણોમાં છેકછાક કે ડાઘા ભાગ્યે જ જોવા મળતાં. વિચારોની સ્પષ્ટતા હોય, તેને પોતાના લેખોમાં છેકછાક કરવાનો પ્રસંગ ન આવવો જોઈએ એમ તેઓ માનતા. ગાંધીજીએ પત્રો ચલાવ્યાં, અને આખા દેશને ચેતનવંતો કરી મૂક્યો. એમ કરવામાં એમણે જનતાના ગેરવર્તન સામે કે સરકારના અન્યાય સામે પણ અવાજ ઉઠાવ્યો. અને અન્યાય સામે હં મેશ માથું ઊંચું રાખી બેધડક
नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર ૨૦૨1]
આ પુરુષે જ્યારે સરકારની આકરી નીતિની ટીકા કરી, કે દેશની સ્વતંત્રતા માટે કોઈ દૃષ્ટિપૂત પગલું લીધું, કે તરત જ સરકાર તેમનાં પત્રો પર પ્રતિબંધો મૂકતી. પણ આવા પ્રતિબંધોને માન્ય કરવા કરતાં, એમણે પોતાનું પ્રકાશન જ બંધ કરે લું. આમ ૧૯૩૦ના સત્યાગ્રહ વખતે ‘નવજીવન’ અને ‘યંગ ઇન્ડિયા’ બંધ થયેલાં. ત્યાર પછી બંને પત્રો નવે નામે શરૂ થયાં. ‘નવજીવન’ ‘હરિજન બંધુ’ને નામે અને ‘યંગ ઇન્ડિયા’ ‘હરિજન’ને નામે. કારણ તે વેળા ગાંધીજીએ દેશ આખામાં અસ્પૃશ્યતાનિવારણની જબરી ઝુંબેશ ઉપાડી હતી. દેશને એક ખૂણેથી બીજ ે ખૂણે જઈ, એમણે પ્રચાર આરં ભી દીધેલો. એક વર્ષ સતત તેઓ આ કામ માટે ફરતા જ રહ્યા હતા. કેટલીક વેળા તો પગપાળા જ પ્રવાસ કરતા. આવા પ્રસંગોએ અનેક પ્રશ્નો અસ્પૃશ્યતાનિવારણ અંગે જ આવતા. તે બધા ‘હરિજન’ પત્રમાં છપાતા. હરિજનાેને અલગ મતાધિકાર મળે તેની વિરુદ્ધ પોતાના પ્રાણ હોડમાં મૂકવા તેઓ તૈયાર થયેલા, યરવડા જ ેલમાં એમણે ૨૧ દિવસના લાંબા ઉપવાસ આદરે લા અને એ પ્રશ્નને ઉકેલવામાં સફળતા મેળવેલી. વળી ૧૯૪૦માં વ્યક્તિગત સત્યાગ્રહ વખતે પણ, એમનાં પત્રો પર પ્રતિબંધ મુકાયો ત્યારે એમણે એ પત્રાેનું પ્રકાશન બંધ કરે લું. ૧૯૪૧માં પાછુ ં પ્રકાશન શરૂ થયું અને ૧૯૪રમાં જ્યારે અંગ્રેજોને હિં દમાંથી ચાલ્યા જવા માટે પડકાર ફેં કાયો અને દેશ આખાને ‘કરેં ગે યા મરેં ગે’નો મંત્ર આપી ખળભળાવી મૂક્યો અને ક્રાંતિની જ ે જ્વાળા ફે લાવી એનાથી સરકારની ખફામરજી વહોરી લીધી. વળી દેશના મુખ્ય મુખ્ય બધા જ નેતાઓને જ ેલમાં જવું પડ્યું. 335
એ '૪રના આંદોલન વખતે પણ પ્રકાશન બંધ થયું. ત્યાર પછી લાંબે ગાળે જ ેલમાંથી છૂટ્યા પછી ૧૯૪૬માં ફરી પ્રકાશન શરૂ થયેલું, ને એમના મૃત્યુ સુધી એ પત્રો એમણે ચલાવેલાં. પત્રકાર તરીકે એમણે અભ્યાસ કરીને કોઈ નિશ્ચિત શૈલી નહોતી ખીલવી. પોતાના અંતરમાંથી જ ે ભાવો પ્રગટ થતા એને શબ્દદેહ આપવા ભાષાના કલેવર તરફ ધ્યાન નહોતું રાખ્યું. પોતાના પ્રાંતની હિં દુ, મુસલમાન, પારસી વગેરે કાેમો ગુજરાતી ભાષામાં આ વિચારો સમજી શકે એની આવશ્યકતા એમને લાગતી એટલે, એને લક્ષમાં લઈને જ ેવી ભાષા પોતાના ભાવોને વ્યક્ત કરી શકે અને આમજનતા એ ભાવોને ઝીલી શકે તેવી ભાષામાં જ પોતાના વિચારો રજૂ કર્યા, પણ એ ભાષા હૃદયની હતી. એટલે ખાસ શણગાર કે ઓપ ન હોવા છતાં, એમાં આત્માની સમૃદ્ધિ હતી. શ્રી આનંદશંકર ધ્રુવ એમની શૈલીની મુલવણી કરતાં યથાર્થ જ કહે છે કે, “પત્રકાર તરીકે એમણે ગુજરાતી ભાષામાં સાદી સીધી અને સટ છતાં તળપદી નહીં, કિન્તુ આત્મસંસ્કારની સાદી શોભા ધરાવતી એવી કોઈક અવર્ણનીય શૈલી દાખલ કરી છે, જ ે વિદ્વાન અને અવિદ્વાન સર્વને સરખી રીતે મુગ્ધ કરી મૂકે છે.1 એમની શૈલી માટેનું કેટલું તથ્યથી ભરે લું આ વિધાન છે! નિત્ય વિકાસશીલ એમનો આત્મા વિકસતાે વિકસતો જ ેટલાે
પ્રતિભાસંપન્ન બનતાે ગયો તેટલી જ પ્રતિભાસંપન્ન એમની શૈલી બનતી ગઈ. પ્રામાણિકપણે પત્રકારનો ધંધો ચલાવતાં કેટલીય આસમાની સુલતાનીરૂપ આફતો આવી પડે છે એ તો જ ેને વીતી હોય તે જાણે. જનતા અને સરકાર તરફથી કેટલાંય કટાક્ષો, અપમાનો, ઉપાલંભો અને અનેક પ્રકારની ચિત્રવિચિત્ર પ્રકૃ તિના માનવીઓ સાથે પનારો પડે છે. વળી પોતાના વિચારોને સ્પષ્ટ રીતે રજૂ કરતાં એના વિરોધીઓને જવાબ આપવામાં મગજનું કેટલું સમતોલપણું સાચવવું પડે છે, એનો ખ્યાલ પત્રકારને જ આવી શકે. તેમાંય વળી ગાંધીજી જ ેવા પત્રકાર જ ેમણે રામરાજ્યનો આદર્શ સેવ્યાે હતાે, એટલે અદનામાં અદના માણસની ટીકાને પણ પૂરતું મહત્ત્વ આપવું જ રહ્યું. નાનીમોટી કાેઈ પણ ટીકાને તેઓ અવગણતા નહીં, પરં તુ એનો ઉચિત જવાબ આપતા. વળી જવાબ આપવામાં જ ે નિર્ભયતા, તટસ્થતા અને દૃઢતા દાખવતા તેનાથી એમના આત્મસંયમનો દરે કને પરિચય થતો. પત્રકાર તરીકે જ ે આદર્શ એમણે રજૂ કર્યો તે પોતાના વ્યવહાર દ્વારા સિદ્ધ કરી બતાવ્યો. અને પત્રકાર જગતમાં નવો જ ચીલો પાડી પત્રકારના ધંધાને પવિત્ર બનાવ્યો. [ગાંધીજીનું સાહિત્યમાંથી સંપાદિત]
1. સાહિત્યવિચાર (આ. ૧લી), પૃ. પર. 336
[ ઑક્ટોબર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ
ગાંધીજીના પ્રથમ ત્રણ અખબારી લેખો
૧
જુદી જુ દી ન્યાતોના અને જુ દા જુ દા ધર્મોના ગરીબીમાં સબડતા હિં દ જ ેવા મુલકમાં પણ
બસો પચાસ લાખ1 લોકો હિં દુસ્તાનમાં વસે છે. જ ે અંગ્રેજો હિં દુસ્તાન ગયા નથી અથવા જ ેમને હિં દની વાતોમાં ઝાઝો રસ નથી તેમની બહુ સામાન્ય માન્યતા એવી છે કે હિં દીમાત્ર જન્મના શાકાહારી હોય છે. હવે, આ વાત માત્ર થોડે અંશે સાચી છે. હિં દના લોકો ત્રણ મુખ્ય ભાગમાં વહેં ચાયેલા છે: હિં દુ, મુસલમાન અને પારસી. હિં દુઓમાં વળી ચાર મુખ્ય વર્ણો છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એ બધામાંથી સિદ્ધાંતની રૂએ માત્ર બ્રાહ્મણો અને વૈશ્યો શુદ્ધ શાકાહારી છે. વહે વારમાં જોકે લગભગ બધા હિં દીઓ શાકાહારી હોય છે. એમાંના કેટલાક સ્વેચ્છાએ શાકાહારી છે તો બીજા ફરજિયાત તેવા છે. આ ફરજિયાત શાકાહારીઓ હમેશ માંસ ખાવાને રાજી હોવા છતાં એટલા ગરીબ છે કે તે ખરીદી શકતા નથી. હિં દમાં હજારો એવા લોકો છે જ ેમને રોજના એક પૈસા (1/3 પેની) પર ગુજારો કરવો પડે છે એ બીના પરથી એ વાતની સાબિતી મળે છે. આ બધા લોકો રોટલો ને મીઠા પર જીવે છે અને મીઠા પર ભારે કરવેરો નાખવામાં આવેલો છે. એટલે
/3 પેનીમાં ખાવાલાયક માંસ મેળવવાનું છેક અશક્ય નહીં તોયે અત્યંત મુશ્કેલ છે. હિં દમાં શાકાહારીઓ કોણ છે એ સવાલની આ સમજ સ્પષ્ટ થયા પછી બીજો કુ દરતી સવાલ એ ઊભો થાય કે એ લોકો શાકાહારનો સિદ્ધાંત વહે વારમાં કઈ ઢબે અમલમાં મૂકે છે. પહે લું તો એ કે હિં દી શાકાહારના આચારમાં વી.ઈ.એમ.2 આહારની વાત આવતી નથી. હિં દીઓ એટલે કે શાકાહારી હિં દીઓ મચ્છી, જાનવરોનું માંસ, અને પંખીઓનું માંસ એ ત્રણ ઉપરાંત ઈંડાં પણ લેતા નથી. તેમની દલીલ એવી છે કે ઈંડુ ં ખાવું એ જીવની કતલ કર્યા બરાબર છે કેમ કે ઈંડાને છેડવામાં ન આવે તો તેનું સામાન્યપણે પંખી બને. પણ અહીંના કેટલાક શાકાહારી અંતિમવાદી દૂધ અને માખણને પણ વર્જ્ય માને છે તેમ તે લોકો નથી માનતા એટલું જ નહીં, તેમને ‘ફળાહારના દિવસો’એ લઈ શકાય એટલાં પવિત્ર માને છે. એવા દિવસો દર ૫ખવાડિયે આવે છે અને ઊંચ વર્ણના ઘણાખરા હિં દુઓ સામાન્યપણે પાળે છે. તેમની દલીલ એવી છે કે ગાયનું દૂધ તેની પાસેથી લેવામાં અમે તેની કતલ 1
1. દેખીતી જ આ છાપકામની ભૂલ લાગે છે. પચીસો લાખ એટલે કે પચીસ કરોડને બદલે અઢી કરોડ એમ છપાઈ ગયું છે. ે ેનિઝમ એક્સક્લુડિંગ મિલ્ક એટલે કે દૂધ વગરના શાકાહારનો ૨. વી.ઈ.એમ.નો અર્થ ઘણું કરીને વેજિટરિય સિદ્ધાંત એવો થાય છે.
नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર ૨૦૨1]
337
અહીં જણાવવું જરૂરી છે કે ગાય હિં દુઓમાં પૂજ્ય મનાય છે અને કતલને માટે ગાયોને પરદેશ લઈ જવાને વહાણોમાં ચડાવાતી અટકાવવાને શરૂ કરવામાં આવેલું આંદોલન ઝપાટાબંધ આગળ વધતું જાય છે.
કરતા નથી. અને ખરે ખર, ગાયને દોહવાની ક્રિયા જ ેને ચિત્રોનો અને કાવ્યોનો વિષય બનાવવામાં આવ્યો છે તે તેની કતલની જ ેમ માણસની નાજુ કમાં નાજુ ક લાગણીઓ પર આઘાત પહોંચાડી શકતી નથી. સાથે સાથે ૨
હિં દી શાકાહારીઓ જ ે ભાગોમાં રહે છે તે મુજબ તેમના આહારમાં ફે ર હોય છે. જ ેમ કે બંગાળમાં ખોરાકમાં મુખ્ય અનાજ ચોખા છે જ્યારે મુંબઈ ઇલાકામાં ઘઉં છે. સામાન્યપણે બધા હિં દીઓ અને તેમાંયે મોટી ઉંમરનાં માણસો અને તેમાં વળી ઊંચ વર્ણના હિં દુઓ દિવસમાં બે વખત ભોજન કરે છે અને તરસ લાગે ત્યારે તે બે સમયની વચ્ચેના ગાળામાં એકાદ-બે પ્યાલા પાણી પીએ છે. પહે લું ભોજન તે લોકો સવારના દસ વાગ્યાના અરસામાં લે છે. તેને અંગ્રેજોના ડિનર સાથે સરખાવી શકાય. બીજુ ં ભોજન સાંજ ે આઠના અરસામાં લે છે અને તેને અંગ્રેજી સપર સાથે સરખાવી શકાય કારણ કે તેને રાતનું ભોજન અથવા વાળુ કહે છે; જોકે એ સરખામણી નામ પૂરતી જ થાય કારણ કે હકીકતમાં વાળુ રીતસરનું ભોજન હોય છે. ઉપરના વર્ણન પરથી માલૂમ પડશે કે એ લોકો સવારમાં નાસ્તો લેતા નથી. હિં દીઓ સામાન્યપણે સવારના છ વાગ્યે ઊઠે છે, અને થોડા તો વળી ચાર કે પાંચ વાગ્યા જ ેટલા વહે લા ઊઠે છે એ જોતાં તેમને સવારના નાસ્તાની જરૂર રહે વી જોઈએ. તેઓ બપોરનું સામાન્ય ભોજન પણ લેતા નથી. કેટલાક વાચકોને બેશક નવાઈ થશે કે પહે લા ભોજન બાદ હિં દીઓ નવ કલાક સુધી કંઈ પણ ખાધા 338
વગર કેવી રીતે ચલાવતા હશે! બે રીતે આ વાતનો ખુલાસો મળી શકે. એક તો આદત સ્વભાવ જ ેવી બની જાય છે. કેટલાકને ધર્મની આજ્ઞા હોય છે તેથી અને બીજા કેટલાકને રોજગારના રોકાણને લીધે અથવા રિવાજને લીધે એક દિવસમાં બે વખતથી વધારે વાર ભોજન ન કરવાની ફરજ પડે છે. એ ટેવનું બીજુ ં કારણ એ કે હિં દની આબોહવા થોડા ભાગો બાદ કરતાં ઘણી ગરમ છે. અહીં
‘धि वेजिटेरियन’ અંકનું એક પૃષ્ઠ [ ઑક્ટોબર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ
ઇંગ્લંડમાં પણ અનુભવ થાય છે કે શિયાળામાં જ ેટલા ખોરાકની જરૂર રહે છે તેટલાની ઉનાળામાં રહે તી નથી. અંગ્રેજો જ ેમ દરે ક વાની અલગ અલગ જમે છે તેમ હિં દીઓ જમતા નથી, પણ ઘણી વાનીઓનું મિશ્રણ કરે છે. હિં દુઓમાંના કેટલાકને તો ધર્મની આજ્ઞા મુજબ પોતાને જમવાની બધીયે વાનીઓ એકઠી કરી દેવી પડે છે. વળી, ભોજનની એક એક વાનગી ઘણી સંભાળથી ઝીણી ઝીણી વિગતોનું ધ્યાન રાખીને રં ધાય છે. હકીકતમાં એ લોકો સાદા બાફે લા શાકમાં માનતા નથી પણ તેમને તે હરે કમાં મરી, મરચાં, મીઠુ,ં લવિંગ, તજ, રાઈ, અને એવા બીજા ઘણા મસાલા કે જ ે બધાંનાં અંગ્રેજી નામો ઔષધિઓની યાદીમાંથી લઈએ તે સિવાય મળે નહીં તે નાખવાને જોઈએ છે. પહે લા ભોજનમાં સામાન્યપણે રોટલા અથવા કહો કે રોટલી હોય છે. એ રોટલી વિશે પાછળથી વધારે લખું છુ .ં તે ઉપરાંત થોડુ ં કઠોળ જ ેમ કે વાલ, વટાણા, ચણા વગેરે, ભેગાં અથવા છૂટાં રાંધેલાં બે કે ત્રણ શાક, તે પછી પાણીમાં રાંધેલા ચોખા એટલે કે ભાત અને અનેક મસાલાથી સ્વાદિષ્ટ કરે લી દાળ હોય છે. એ પછી કેટલાક લોકો દૂધ અને ભાત અથવા એકલું દૂધ, અથવા દહીં અથવા ખાસ કરીને ઉનાળામાં છાશ પણ લે છે. બીજા ભોજનમાં એટલે કે વાળુમાં પહે લા ભોજનના જ ેવી જ ઘણીખરી વાનીઓ હોય છે. પણ તેમનું પ્રમાણ ઓછુ ં હોય છે. આ ભોજનમાં શાક પણ પહે લાંના કરતાં ઓછાં હોય છે. વાળુમાં દૂધનો વપરાશ વધારે છૂટથી થાય છે. અહીં વાચકને યાદ કરાવવું જરૂરી છે કે હિં દીઓ અનિવાર્યપણે હમેશ આ જ
नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર ૨૦૨1]
આહાર લે છે એવું નથી અને હિં દુસ્તાનભરમાં અને બધા વર્ગોના લોકોમાં ઉપર ગણાવેલી અસલ વાનીઓ જ હોય છે એવું પણ નથી. જ ેમ કે નમૂના તરીકે વર્ણવવામાં આવેલા ભોજનમાં મીઠાઈનો ઉલ્લેખ કર્યો નથી પણ સારી સ્થિતિવાળા વર્ગોના લોકો અઠવાડિયામાં એકાદ ટંક તેનો ઉપયોગ કરે જ છે. વળી, ઉપર કહ્યું છે તેમ મુંબઈ ઇલાકામાં ચોખાના કરતાં ઘઉંનો વપરાશ વધારે છે તો બંગાળમાં ઘઉંના કરતાં ચોખાને વધારે મહત્ત્વ અપાય છે. તેવું જ ત્રીજા અપવાદનું છે, જ ે મૂળ નિયમને સિદ્ધ કરી આપે છે કે ઉપર જણાવવામાં આવેલા આહારના કરતાં મજૂ રી કરનારા વર્ગોનો આહાર જુ દો હોય છે. બધી જુ દી વાનગીઓ ગણાવવા જતાં મોટાં મોટાં થોથાં ભરાય ને તેમ કરવા જતાં આ લેખમાંથી રસ ઊડી જાય એવો ડર રહે છે. ઇંગ્લંડમાં અથવા સંભવ છે કે યુરોપમાં વપરાય છે તેના કરતાં રસોઈને માટે માખણનો અથવા તમારે જોઈએ તો કહો કે તાવેલા માખણનો એટલે કે ઘીનો ઉપયોગ ઘણો વધારે થાય છે. અને કંઈક અધિકારથી વાત કરી શકે એવા એક દાક્તરના કહે વા પ્રમાણે હિં દુસ્તાનના જ ેવી ગરમ આબોહવામાં માખણનો વધારે વપરાશ, ફાયદો નહીં કરતો હોય તોયે, ઇંગ્લંડના જ ેવી ઠંડી આબોહવામાં કરે તેવું નુકસાન નહીં કરે . વાચકને સહે જ ે ધ્યાનમાં આવશે કે ઉપર ગણાવેલી નમૂનારૂપ આહારની વાનીઓમાં ફળોનો અને બેશક સર્વ રીતે ખોરાક તરીકે મહત્ત્વનાં ફળોનો દુ:ખ સાથે કહે વું પડે છે કે ઉલ્લેખ નથી તેથી તેમનો અભાવ તરત વરતાય છે. તેનાં અનેક કારણોમાં થોડાં એ છે કે 339
અફસોસ! તે વધારાની ખાવાની ચીજો તરીકે વપરાય છે અને પોષક તત્ત્વોના રસાયણની દૃષ્ટિથી તેમનું મૂલ્ય કોઈ સમજતું નથી કેમ કે તેમનું તે દૃષ્ટિથી પૃથક્કરણ કરવાની કોઈ મહે નત કરતું નથી.
હિં દીઓને આહાર તરીકે ફળોનું ઘટતું મૂલ્ય સમજાયું નથી અને મોટાં શહે રો સિવાય સારાં ફળો હિં દમાં બધે મળી શકતાં નથી. અલબત્ત, અહીં જોવામાં નથી આવતાં એવાં કેટલાંક ફળ હિં દમાં બધા વર્ગોના લોકો વાપરે છે; પણ ૩
આની પહે લાંના લેખમાં રોટલીની બાબતમાં ‘હવે પછી વધારે ’ જણાવવાનું વચન આપ્યું હતું. આ રોટલી સામાન્યપણે ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે. ઘઉંને પહે લાં ઘંટીમાં દળવામાં આવે છે. આ ઘંટી હાથથી ફે રવવાની હોય છે અને તે અનાજનો લોટ દળવાને માટેની સાદી રચના હોઈ તેમાં સંચાનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી. ઘઉંના આમ દળેલા લોટને મોટાં કાણાંવાળી ચાળણીમાં ચાળવામાં આવે છે જ ેથી જાડુ ં થૂલું ચાળણીમાં રહી જાય છે. અને ગરીબ વર્ગોના લોકો તો ખરે ખર ઘંટીમાં દળેલા ઘઉંને ચાળતાંયે નથી. આમ જોકે અહીંના શાકાહારીઓ વાપરે છે તેવો એ લોટ હોતો નથી એ ખરું, છતાં ખૂબ વગોવાયેલી સફે દ ડબલ રોટી અથવા પાંઉને માટે જ ે સામાન્ય પ્રકારનો લોટ અહીં વપરાય છે તેના કરતાં એ ઘણો ચડિયાતો હોય છે. માખણ તદ્દન ચોખ્ખું હોય તો જ ે ક્રિયા કેટલીક વાર નકામી હોય છે તે તેના પર કરી એટલે કે તાવી, ગળણીથી ગાળી, ઠંડુ ં પાડી, ઠરવા દઈ શુદ્ધ કરે લું માખણ અથવા ઘીનું શેરે એક મોટા ચમચાને હિસાબે લોટમાં મોણ નાખવામાં આવે છે, અને પછી તેના પર જરૂર જોગું પાણી રે ડી બે હાથે મસળી, કેળવી કણકનો લૂઓ તૈયાર કરવામાં આવે છે. આ મોટા લૂઆમાંથી લીંબુના જ ેવડા એકસરખા નાના 340
નાના લૂઆ પાડવામાં આવે છે. એ દરે ક નાના લૂઆની વેલણથી આશરે છ ઇંચ વ્યાસની ગોળ રોટલી વણાય છે. આ વેલણ લાકડાની ટૂ કં ી લાકડી જ ેવું હોઈ આ કામ માટે ખાસ સંઘાડા પર ઉતારવામાં આવે છે. પછી વણાયેલી દરે ક રોટલીને તાવી પર બરાબર શેકવામાં આવે છે. એક રોટલીને બરોબર શેકાતાં અથવા ચડી રહે તાં પાંચથી સાત મિનિટ થાય છે. આવી રોટલી માખણ એટલે કે ઘી સાથે ગરમ ગરમ ખાવાની હોય છે. તેનો સ્વાદ બહુ મજાનો હોય છે. એ રોટલી તદ્દન ઠંડી પણ ખાઈ શકાય છે અને ખવાય છેયે ખરી. સામાન્ય અંગ્રેજને સારુ જ ેવું ખોરાકમાં માંસ હોય છે તેવી શાકાહારી કે માંસાહારી હિં દીને માટે આહારમાં આ રોટલી હોય છે. આનું કારણ એવું છે કે આ લેખકના અભિપ્રાય મુજબ હિં દમાં માંસાહાર કરનારો માણસ પોતે ખાય છે તે માંસને ખોરાક તરીકે તદ્દન આવશ્યક માનતો નથી પણ કહો કે રોટલીની સાથે ખાવાની એક વાની ગણે છે. સારી સ્થિતિના હિં દી શાકાહારીના ખોરાકની આવી આ રૂપરે ખા અને માત્ર રૂપરે ખા છે. હવે, એવો સવાલ પૂછવામાં આવે કે, “હિં દી લોકોની રહે ણીકરણીની ટેવોમાં બ્રિટિશ અમલને લીધે કોઈ ફે ર નથી પડ્યો?” ખાવાપીવાની ટેવોને લાગેવળગે છે ત્યાં સુધી [ ઑક્ટોબર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ
હોવા છતાં હિં દમાં એક છેડથે ી બીજ ે છેડ ે સુધી થયો છે; પોતાના ધર્મના ફરમાન મુજબ મુસલમાનને મદ્યાર્કની બાટલીનો સ્પર્શ સુધ્ધાં અપવિત્ર કરે છે અને હિં દુનો ધર્મ તેને મદ્યાર્કનો કોઈ પણ રૂપે ઉપયોગ કરવાની સખત મનાઈ ફરમાવે છે; અને છતાં અફસોસની વાત છે કે સરકાર જાણે કે મદ્યાર્કવાળાં પીણાંઓનો ફે લાવો અટકાવવાને બદલે તે ફે લાવવાના ગુનાને પ્રોત્સાહન આપે છે ને સહાય કરે છે. બીજાં સર્વ સ્થળોની જ ેમ હિં દમાં પણ એથી ગરીબ લોકોને વધારે માં વધારે સોસવાનું આવે છે. પોતે જ ે કંઈ થોડી રોજી કમાય છે તે સારો ખોરાક અને બીજી જરૂરિયાતો ખરીદવામાં વાપરવાને બદલે દારૂ જ ેવાં મદ્યાર્કવાળાં પીણાંઓ ખરીદવામાં તે વાપરી નાખે છે. એ કમબખ્ત ગરીબ માણસને જ દારૂ પીને પોતાની જાત પર દુ:ખ તેમ જ અકાળ મૃત્યુ વહોરી લેવાને માટે પોતાના કુ ટુબ ં ને ભૂખે મારવું પડે છે અને પોતાનાં બાળકો હોય તો તેમને સંભાળવાની ટ્રસ્ટરૂપી પવિત્ર ફરજનો ભંગ કરવો પડે છે. અહીં એટલું કહે વું જોઈએ કે બૅરો મતવિભાગના પાર્લમેન્ટના માજી સભ્ય મિ. કેઈને એ અનિષ્ટના ફે લાવાની સામે જ ે પ્રશંસનીય લડત હજી નીડરપણે ચાલુ રાખી છે તે સારુ તેમને ધન્યવાદ ઘટે છે; પણ ગમે તેવા શક્તિશાળી એકલદોકલ માણસનું જોર હૈ યાસૂની ઊંઘતી સરકારની નિષ્ક્રિયતાની સામે કેટલુંક ચાલવાનું હતું!
આ સવાલનો જવાબ છે “પડ્યો છે” અને “નથી પડ્યો”. નથી પડ્યો કહે વાનું કારણ એ કે સામાન્ય સ્ત્રીઓ અને પુરુષો પોતાના અસલ ખોરાકને અને ભોજનની બે ટંકને વળગી રહ્યાં છે. પડ્યો છે કહે વાનું કારણ એ કે જ ે લોકો થોડુ ં અંગ્રેજી શીખી નીકળ્યા છે તેમણે ક્યાંક ક્યાંક આમ કે તેમ અંગ્રેજી ખ્યાલો અપનાવવા માંડ્યા છે. આ ફે રફાર સુધારો છે કે કુ ધારો તેનો નિર્ણય કરવાનું વાચકને સોંપી એટલું કહે વું જોઈએ કે એ ફે ર બહુ નજરે પડે એવો નથી. પાછળથી ગણાવેલા એટલે કે થોડુ ં અંગ્રેજી શીખી નીકળેલા વર્ગે સવારના નાસ્તાની વાત માનવા માંડી છે અને તે નાસ્તો સામાન્યપણે ચાના એકાદબે — પ્યાલા હોય છે. આ પરથી આપણે પીણાંની વાત પર આવવાનું થાય છે. હવે, મુખ્યત્વે બ્રિટિશ અમલની અસરને પરિણામે ભણેલા કહે વાતા હિં દીઓએ ચા અને કૉફી પીવાનું શરૂ કર્યું છે તેની વાત બહુ ટૂ કં માં પતાવી શકાય એવી છે. ચા અને કૉફીથી બહુ થાય તો ખરચમાં થોડો વધારો થાય અને વધારે પડતાં પિવાય તો તબિયતમાં સામાન્ય નબળાઈ આવે, પણ બ્રિટિશ અમલમાં વધારે માં વધારે વરતાતાં અનિષ્ટોમાંનું એક માણસજાતનાં દુશ્મન અને સંસ્કૃતિના શાપ સમાં મદ્યાર્કવાળાં પીણાંઓની એક અથવા બીજ ે રૂપે હિં દમાં થયેલી આયાત છે. પારકા પાસેથી વહોરી લીધેલાં આ અનિષ્ટની બૂરાઈના પ્રમાણનું માપ વાચક એટલી એક બીના પરથી બરાબર કાઢી શકશે કે એ દુશ્મનનો ફે લાવો ધર્મની મનાઈ
[ગાં. અ. ૧ : ૧૮-૨2]
नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર ૨૦૨1]
341
પ્રેસ ઍક્ટ વિરુદ્ધ ભાષણ મો. ક. ગાંધી
શનિવાર, તા. ૨૪મી જૂન, ૧૯૧૬ની સમક્ષ બોલવાનું છે તેમાંના મોટા ભાગના
સાંજે એમ્પાયર થિયેટરમાં ‘ઇન્ડિયન પ્રેસ ઍસોસિયેશન’ના આશ્રયે “વર્તમાનપત્રોની સ્વતંત્રતાના રક્ષણ માટે તથા ૧૯૧૦ના વર્તમાનપત્રો અંગેના કાયદાનો વિરોધ કરવા માટે’’ મુંબઈના નાગરિકોની એક જાહેરસભા મળી હતી. એના અધ્યક્ષપદે बॉम्बे क्रॉनिकलના તંત્રી મિ. બી. જી. હૉર્નિમૅન હતા. સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. શ્રોતાઓમાં દક્ષિણી અને ગુજરાતી હિંદુ સ્ત્રીઓ સારા પ્રમાણમાં હતી. ...શ્રી ગાંધીએ પોતાનું ભાષણ ગુજરાતીમાં આપ્યું. એના ખુલાસા રૂપે એમણે કહ્યું કે મારી માતૃભૂમિ પ્રત્યે વફાદારી દાખવવાનો એ સાચો રસ્તો છે. શ્રી ગાંધીએ કહ્યું: અધ્યક્ષ મહાશય, વહાલાં ભાઈઓ અને બહે નો, હં ુ જોઉં છુ ં કે મેં મારું ભાષણ ગુજરાતીમાં શરૂ કર્યું એટલે આ હૉલમાં કેટલાક લોકોને હસવું આવે છે. આપ જાણો છો કે આપણે સ્વરાજ્ય લેવું છે; અને જ્યારે તે મળશે ત્યારે , આપ કબૂલ કરશો કે, આપણે આપણો સઘળો કારોબાર ગુજરાતી ભાષામાં જ ચલાવવો પડશે. જ ે કરોડો લોકોને માટે આપણે સ્વરાજ્ય ચલાવવાનું થશે, તેમની સાથે અંગ્રેજીમાં વ્યવહાર કરવાનું અશક્ય છે. કેમ કે તેઓ અંગ્રેજી બિલકુ લ જાણતા નથી. બેશક એટલું સાચું છે કે આ સભામાં આપણે જ ે લોકો 342
લોકો અંગ્રેજી ભાષા બોલનારા છે. એમની સમક્ષ મારી પોતાની માતૃભાષામાં બોલવાનું આ સભામાં સાહસ કરવા બદલ હં ુ એમની ક્ષમા માગું છુ .ં ...રજૂ કરવા માટે મને આપવામાં આવેલો ઠરાવ આ પ્રમાણે છે: નેક નામદાર સમ્રાટના વફાદાર અને કાયદાનું પાલન કરનાર હિં દી પ્રજાજનોની આ સભા માને છે કે એક સ્વસ્થ અને પ્રગતિશીલ રાજ્ય માટે અનિયંત્રિત સાર્વજનિક વર્તમાનપત્રો હોવાં એ પ્રથમ આવશ્યકતા છે અને એક સંસ્કારી પ્રજાના યોગ્ય રાજકીય તથા નૈતિક વિકાસ માટે એ જરૂરી છે. આ સભા એમ પણ માને છે કે જાહે રજીવનનાં તમામ અંગો સુધી સ્વતંત્રતાને વિસ્તારવી અને તેને જાળવી રાખવી એ લોકોની પ્રગતિ તથા સંતોષની તેમ જ લોકો અને સરકાર વચ્ચેના પરસ્પર વિશ્વાસની અચૂક બાંયધરી છે. આમ હોઈ આ સભા સરકારને વિનંતી કરે છે કે આ દેશનાં વર્તમાનપત્રોને વિચાર પ્રકટ કરવાની વધારે માં વધારે સ્વતંત્રતા હોવી જોઈએ, એમના પર માત્ર સામાન્ય કાયદાનો અંકુશ રહે તે પૂરતું છે; અને જો તેમને શિક્ષા કરવાની હોય તો તેમના પર રીતસર કામ ચલાવી, તેઓ દોષિત ઠરે તે પછી જ તે કરવી જોઈએ. આજ સુધી ઉચ્ચ દરજ્જાના પત્રકારો આ પ્રેસ ઍક્ટને નિર્દોષ અને નિરુપદ્રવી સમજતા હતા. હકીકતમાં સરકારે જ્યારે આ કાયદો [ ઑક્ટોબર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ
મંજૂર કર્યો ત્યારે નામદાર વાઇસરૉય તથા ગવર્નર જનરલની લૅજિસ્લેટિવ કાઉન્સિલના ચૂંટાયેલા સભ્યોને એ મુજબનું વચન અપાયું હતું. એ સભ્યોએ એ વચનને આધારે જ આ કાયદાનો સ્વીકાર કર્યો હતો. તેમને ખાતરી આપવામાં આવી હતી કે આ કાયદાનો ઉપયોગ માત્ર ગુનેગાર પત્રકારો સામે જ કરવામાં આવશે, પરં તુ न्यू इन्डियाની બાબતમાં અત્યારે જ ે બન્યું છે તે ઉપરથી કહી શકાય કે આ વચન ભ્રમણારૂપ હતું. સરકારે મિસિસ ઍની બેસન્ટ ઉપર હુમલો કર્યો હોઈ આ કાયદાના ખરા સ્વરૂપ વિશેનો આપણો ભ્રમ ભાંગી ગયો છે. આ પ્રસંગને લીધે આ કાયદાના ખરા સ્વરૂપનું આપણને ભાન થયું છે. આ કાયદાને આધારે જ્યારે પ્રતિષ્ઠિત પત્રકારો પર જુ લમ થઈ રહ્યો હોય, તો પછી સલામતી ક્યાં રહી? એવું કહે વાય છે કે અત્યારે આપણી સરકાર સંકટમાં સપડાયેલી છે એ વાત ધ્યાનમાં રાખો. સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખો કે આ દેશના અમે લોકો એવું કહીએ છીએ કે સરકારને માટે જ ે હાલત સંકટમય છે તે અમારે માટે પણ સંકટમય છે. અને તેમ છતાં આ સ્થિતિમાં પણ જો સરકાર આપણને આવા સખત કાયદાઓના સકંજામાં જકડવા તૈયાર થતી હોય, તો યુદ્ધ પૂરું થયા બાદ આપણી શી હાલત થશે? ત્યારે આપણું શું થશે તે તો વિધાતા જ જાણે! હાલમાં આપણી આ સ્થિતિને વશ થયા સિવાય આપણે બીજુ ં કરી પણ શું શકીએ? અત્યારે તો આપણું કર્તવ્ય આટલું જ છે. આપણે એટલું સમજી હિં મત રાખીએ કે આપણી હાલની સ્થિતિ ભવિષ્યમાં અવશ્ય સુધરશે. સુધરવી જ જોઈએ. મને આ સભાઓમાં અને આ ઠરાવોમાં શ્રદ્ધા નથી. આવી સભાઓ ભરવી
नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર ૨૦૨1]
અને એમાં આવા ઠરાવો પસાર કરવા એ કેવળ સમયની બરબાદી છે. પણ ત્યારે આપણે બીજુ ં કરી પણ શું શકીએ? આપણે, પરાધીન લોકો, અમુક વિષય વિશેના આપણા વિચારોની નોંધ લઈએ, તે સિવાય આપણી સામે બીજો કોઈ વિકલ્પ નથી. અને તેથી જ હં ુ આપનું નિમંત્રણ મળતાં અહીં આવ્યો છુ .ં મને લાગે છે કે આ બાબતમાં કંઈક કરવું જોઈએ, આપણે કંઈક એવું કરવું જોઈએ જ ેને પરિણામે આપણી ફરિયાદ સરકારના કાન સુધી પહોંચી શકે. આ વિષયમાં આપણે આપણી લાગણીઓ વ્યક્ત કરવાની દૃષ્ટિથી અહીંયાં ગમે તેટલું બોલીએ તેમ છતાં એ એક શંકા વિનાની હકીકત છે કે આપણે આ જુ લમી કાયદાને કારણે આપણા મનમાં ખરે ખર જ ે લાગણી અનુભવી રહ્યા છીએ તેનો સોમો ભાગ પણ વ્યક્ત કરી શકીએ તેમ નથી. આપણે વર્તમાનપત્રો વાંચીએ છીએ. હા, જરૂર વાંચીએ છીએ. પરં તુ આપને એ વાતની ખાતરી છે ખરી કે આપ એમાં તંત્રીના સાચા વિચારો વાંચી રહ્યા છો? હં ુ એવું નથી માનતો. લેખકોના સ્વતંત્ર વિચારો પ્રસિદ્ધ કરવામાં આવતા નથી. જ ે કંઈ પ્રસિદ્ધ કરવામાં આવે છે તે એથી ઊલટુ ં જ હોય છે. એટલે એમ કહી શકાય કે વર્તમાનપત્રોમાં જ ે કાંઈ છપાય છે તેનો ઊલટો અર્થ તારવવાનું વધારે સારું છે. હં ુ જરા પણ અતિશયોક્તિ કરતો નથી. હં ુ પોતે ઘણાં વર્ષો સુધી એક વર્તમાનપત્રનો તંત્રી રહ્યો છુ ;ં એટલે મારા જાતઅનુભવ પરથી કહી શકું છુ ં કે પોતાનું કર્તવ્ય સારી રીતે બજાવવા જતાં તંત્રીને કેવી કેવી મુસીબતો વેઠવી પડે છે. વર્તમાનપત્રો ઉપર કંઈક નિયંત્રણ રાખવું જરૂરી છે, એ વાત સામે હં ુ વાંધો ઉઠાવતો નથી, પરં તુ એમાં એટલું યાદ 343
અને સાચું હોય તે કરવાની સરકારને મારી વિજ્ઞપ્તિ છે. જો એટલું કરવામાં આવશે, તો આ સભાઓની કશી જરૂર રહે શે નહીં. આ થઈ સર્વસામાન્ય વિનંતી. વર્તમાનપત્રોના લેખકો વતી સરકારને મારી એક ખાસ વિનંતી એવી છે કે “વિખ્યાત સંપાદકો અને માલિકોને હે રાન કરશો નહીં.” હં ુ એમ પણ કહં ુ છુ ં કે “આપ જ ેવી ઉદારતાથી અંગ્રેજ લોકો સાથે વ્યવહાર રાખો છો. એવી જ ઉદારતાથી અમારી સાથે પણ વ્યવહાર રાખો. અમો હિં દીઓ દંભી પ્રજા નથી.” અમે તો સંસ્કારી, ભલા અને સભ્ય લોકો છીએ. હં ુ વર્તમાનપત્રોના મારા લેખકબંધુઓને કહં ુ છુ :ં ‘‘આપને જ ે કંઈ કહે વું હોય તે ખુલ્લંખુલ્લા કહે જો.” એ આપણું કર્તવ્ય છે. આપણી જાત પર શ્રદ્ધા રાખીને આપણે આપણાં દુઃખો બહાર લાવવાં જોઈએ; હા, આપણે એ ભૂલવું ન જોઈએ કે આપણે એ કાર્ય વિવેક અને સંયમની અમુક મર્યાદામાં રહીને કરવાનું છે. જ્યારે જ્યારે આપણી સમક્ષ કોઈ રાજકીય સંકટ આવીને ઊભું રહે , ત્યારે ત્યારે આપણને જ ે કાંઈ લાગે તે અને આપણે જ ે કહે વું હોય તે બને તેટલા સ્પષ્ટ શબ્દોમાં કહે વું, એમાં કદી પાછા નહીં પડવું. આ રીતે સ્પષ્ટ બોલવા માટે તથા આપણા કાર્યનું પ્રામાણિક સમર્થન કરવા માટે સરકાર જો આપણને શિક્ષા કરે તો તે કરવા દેવી. બૂરામાં બૂરો નતીજો આવે તોપણ તેઓ શું કરી શકવાના હતા? બહુ બહુ તો તેઓ આપણા જાન લઈ લેશે. બહુ સારું, જો તેઓ આપણા જાન લઈ લેશે તો આપણા આત્મા મુક્ત થશે.
રાખવું જોઈએ કે નિયંત્રણનો અમલ કરવા જતાં વિવેક અને મર્યાદા ભુલાવાં ન જોઈએ. મારો ઝઘડો બિનજરૂરી નિયંત્રણ સામે છે. સરકારી અધિકારીઓએ નજીવાં કારણોસર લોકોના પોતાના વિચારો પ્રકટ કરવાના અધિકાર પર પ્રતિબંધ નહીં મૂકવો જોઈએ. પ્રતિબંધનો અર્થ એ થાય કે લોકો પરસ્પર વિરોધી અથવા ભ્રામક વિચારો તરફ ખેંચાય છે. પરિણામે લોકો મારી સરકારના શત્રુ બને છે. મારી સાચી લાગણીઓ રૂંધાઈ જાય છે; હં ુ એને છૂટથી દર્શાવી શકતો નથી; હં ુ જ ે કાંઈ અનુભવું છુ ં તેનાથી ઊલટુ ં લખું છુ .ં આવા કાયદાઓને લીધે આપણા દેશના ૩૦ કરોડ લોકોને આપણા શાસકો પ્રત્યે વિશુદ્ધ પ્રેમ જન્મતો નથી. હિં દુસ્તાનમાં શુદ્ધ ન્યાય અપાવો જોઈએ. સરકાર આપણા ટ્રસ્ટી કે સંરક્ષક જ ેવી છે. સાચું કહં ુ તો મને ‘ટ્રસ્ટી’ શબ્દ ગમતો નથી. હિં દસુ ્તાન હવે બાલ્યાવસ્થામાં નથી. એટલે એને ટ્રસ્ટી કે સંરક્ષકની જરૂર નથી. હિં દુસ્તાન દુનિયાના સૌથી પ્રાચીન દેશોમાંનો એક છે; તે એક સૌથી અનુભવસંપન્ન દેશ છે; શું એના લોકોને માટે એમ કહે વું વાજબી છે કે તેઓ અનુભવરહિત છે અથવા તેઓ બાલ્યાવસ્થામાં છે? ના, અમો હિં દીઓને સંરક્ષકની કશી ગરજ નથી. અમારે માત્ર એટલી જ ગરજ છે કે તે અમને શુદ્ધ ન્યાય આપે. અમો હિં દુસ્તાનના લોકો જ ે રીતે હાનિકારક વૃત્તિઓથી મુક્ત છીએ તે જ રીતે વિચારોમાં ઉદાર પણ છીએ; અમે જ ે કંઈ છીએ તે એટલું જ કે અમે નિરુત્સાહી છીએ. પરં તુ તેમ છતાં અમે બેવફા બનવાનો અપરાધ કદી નહીં કરીએ. આ સંજોગોમાં, જ ે કંઈ ન્યાયી
[ગાં. અ. ૧૩ : ૨૫૯-૬૨]
344
[ ઑક્ટોબર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ
यं ग इन्डियाના અંક વિશે ગાંધીજીની ટીકા
લાલચંદને પત્ર1 તા. ૨૮મી એપ્રિલના यं ग इन्डियाમાંની તમારી બધી નોંધો વાંચી ગયો. પહે લી બરાબર છે, બીજી ખરાબ નથી, જોકે નબળી છે, ચોટડૂ ક નથી. ત્રીજીનું વસ્તુ સારું છે, પણ વિવેચનની રીત સારી નથી. ચોથીનું વસ્તુ તથા રીત બંને ખરાબ છે. વસ્તુ ખરાબ એટલા માટે કે તમે જાણો છો કે કાઁગ્રેસનું પ્રતિનિધિમંડળ વિલાયત જતું નથી. તમે એ નહોતા જાણતા તો તમારે ખાતરી કરી લેવી જોઈતી હતી. રીત એટલા માટે ખરાબ છે કે એ यं ग इन्डियाની શૈલીમાં નથી લખાઈ. પાંચમી નોંધ વસ્તુની બાબતમાં બહુ સારી છે, પણ એક સન્નારી પ્રત્યે દુર્વર્તન થયું એવા મહત્ત્વના કેસને તમે ભાગ્યે જ પૂરો ન્યાય આપ્યો છે. મારી ટીકા તમને ભડકાવવા માટે નથી, પણ ભવિષ્યમાં વિષયોની પસંદગીમાં તથા તેના વિવેચનની રીતમાં તમે વિશેષ કાળજી રાખો એની ચેતવણી આપવા માટે છે. यं ग इन्डियाમાં વિષયોની વિવિધતા નહીં આવે તેથી તે ઊતરતું દેખાવાનું નથી. પણ વિષયોની પસંદગીમાં મૌલિકતા નહીં હોય, હકીકતોની ચોકસાઈ નહીં હોય અને વિવેચનમાં બળ નહીં હોય તો એ જરૂર ક્ષુદ્ર લેખાશે. ચોક્કસ, મૌલિક અને સામર્થ્યવાળા થવા માટે તમારે ઊંડા અભ્યાસી બનવું જોઈશે. ત્યારે જ પોતાને વિશે તમારામાં જ્ઞાનપૂર્વકનો વિશ્વાસ આવશે. વિષયોની સંખ્યા ઉપર ધ્યાન ન આપતાં
વિષયના ઊંડાણમાં જાઓ. વિષયની આસપાસ ફરી વળો, વિષયની અંદર પ્રવેશ કરો, વિષયનો પાર પામો (walk around your subject, walk into it, walk through it) અને यं ग इन्डियाનાં પાનાં તમે જીવંત બનાવશો. ચાલુ અંકમાંના મારા પોતાના લેખો ફરી વાંચી જતાં એ લેખોના કેટલાક ભાગોમાં મારું હમેશનું બળ હં ુ જોઈ શકતો નથી. ખાદી વિશેનો લેખ ઉત્તમ છે. પણ તેના છેલ્લા પૅરાનું અંગ્રેજી જોતાં જણાય છે કે એ લખતી વખતે હં ુ અર્ધો ઊંઘમાં હોઈશ અથવા બેદરકાર હોઈશ. ‘‘કોઈ એ વાપરવા નારાજ હોય છતાં” (even if one is disinclined to use it) એ વાક્યની પછી તરત ફરી આ વાક્ય આવે છે: “કોઈ એ વાપરવા રાજી ન હોય છતાં” (even if one is not inclined to use it) “વાપરવું” શબ્દ ચાર લીટીમાં ચાર વાર આવે છે. સારા લેખમાં આવું દસમી પંક્તિનું વાક્ય હં ુ નિભાવી ન લઉં. પણ તમે એ નિભાવી લીધું. તેનું હં ુ દુ:ખ નથી કરતો, કારણ તમારી શૈલીને વિશે મને વિશ્વાસ બેસી જાય ત્યાં સુધી મારી માંદગી, ઊંઘણશીપણું અથવા બેદરકારીની સજા મારે ભોગવવી જ રહી. હવે અસહકાર ઉપરનો મારો લેખ લો. એમાં વસ્તુ સઘળું સંગીન છે. પણ એ સંગીન રીતે મુકાયું નથી. હં ુ જાણું છુ ં કે કેટલી મુશ્કેલ
1. यं ग इन्डियाના याના તંત્રી વિભાગના એક કર્મચારી.
नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર ૨૦૨1]
345
પરિસ્થિતિમાં એ લેખ મેં લખ્યો છે. પણ તે કારણે વાચકો બેદરકારીથી લખાયેલા લેખો દરગુજર કરે એવી આશા મારાથી કેમ રખાય? મારો પહે લો લેખ ઠીક વાંચવાલાયક છે. પણ એ જ લેખ મેં સિંહગઢમાં લખ્યો હોત તો જુ દી જ રીતે લખાત. જાહે રનામું (મૅનિફે સ્ટો)1 એ મને પસંદ પડતી ચીજ છે. એની શૈલી સુંદર છે, વક્તવ્ય સ્પષ્ટ અને આકર્ષક છે, અને તમામ મુદ્દા સંક્ષેપમાં અને ખૂબીદાર રીતે આવી જાય છે. એના કરતાં પણ વધારે સારી રીતે હં ુ લખી શકત. પણ છે તેવોયે લેખ સરસ છે. હવે વિચાર માટે મેં તમને પૂરતી સામગ્રી આપી દીધી. મારામાં જ ે ઉત્તમ હોય તે લેવા તમે મારી પાસે આવ્યા છો. તમારામાં જ ે ઉત્તમ હોય તે દેશને આપો અને પ્રતિ સપ્તાહ તમારા ઉત્તમ કરતાં વધારે સારું કરો. (do better than your best.) આમ કરવા માટે તમારે “સ્વદેશી”નો અભ્યાસ કરવો પડશે. રમેશ દત્ત, રાધાકમલ મુકરજી, બૅરો અને હિં દુસ્તાનના ઉદ્યોગો પર લખનારા બીજા લેખકો વાંચી જાઓ. તમારે સરકારી રિપોર્ટો તથા આંકડાનાં તારણો (statistical abstracts) વાંચવાં જોઈએ. અને દર અઠવાડિયે હકીકતો અને આંકડાથી વાચકોને નવરાવી દેવા જોઈએ. તમારી પાસે પુસ્તકાલય નથી એમ મને કહે શો નહીં. અમદાવાદમાં જઈને બધાં પુસ્તકાલયો ઢૂ ઢં ી વળો અને તમારે જોઈતી વસ્તુ ખોળી કાઢો. તે જ પ્રમાણે હિં દી અને પ્રાદેશિક
ભાષાઓના પ્રશ્નનો અભ્યાસ કરવાનો છે. ઇંગ્લંડમાં નૉર્મન રાજાઓના વખતમાં ફ્રેંચ ભાષાની લહે લોકોને લાગેલી હતી. તેમાંથી કેટલાક અંગ્રેજીના પ્રેમીઓએ અંગ્રેજી ભાષાને કેવી રીતે ઉગારી લીધી તેનો અભ્યાસ કરો. કેવી રીતે રશિયામાં એક જ અધ્યાપકે પોતાના પુરુષાર્થથી રશિયાની આખી કેળવણીમાં ભારે ક્રાન્તિ આણી અને ત્યારથી રશિયાની રાષ્ટ્રીય જાગૃતિનો આરં ભ થયો તેનો અભ્યાસ કરો. ભાષાવાર પ્રાદેશિક વહેં ચણીનો પ્રશ્ન લો. મારાં કાગળિયાંમાંથી એ વિશે સંગ્રહાયેલી સામગ્રી મળી આવશે. પણ તમે પોતે પણ સામગ્રી એકઠી કરી શકો છો. હિં દુમુસલમાન એકતાના પ્રશ્નમાં તો તમારે નિષ્ણાત બનવું જોઈએ. ખિલાફતના પ્રશ્ન ઉપર શ્રી બૅંકર પાસેથી તેમનાં અંગ્રેજી સાપ્તાહિકો, धि न्यू एज, धि नेशन વગેરે તમારે મેળવી લેવાં જોઈએ. ટર્કીના ઇતિહાસનો અભ્યાસ કરો. તેની જ ે બદગોઈ ચાલે છે તેનો અભ્યાસ તરીકે જવાબ આપો. આ બધામાં તમારા નાણાવિષયક જ્ઞાનનો ઉમેરો થશે એટલે દર અઠવાડિયે પીરસવાની પૂરતી સામગ્રી તમને મળી રહે શે. મારી સૂચના છે કે આ કાગળ તમે ફાડી નાખશો નહીં, પણ અનેક વાર કાળજીપૂર્વક વાંચી જજો અને હં ુ તમારી પાસે શી અપેક્ષા રાખું છુ ં તેના સ્મરણ તરીકે રાખી મૂકશો. પટવર્ધનને2 તો આ વંચાવશો જ. પણ હં ુ ઇચ્છું છુ ં કે જવાબદારીમાં તેમને ભાગીદાર કરશો નહીં. કારણ એટલું જ છે કે यंग इन्डिया
1. ઘણું કરીને ગાંધીજી અહીં “અખિલ હિં દ હોમરૂલ લીગના સભ્યોને”, ૨૮-૪-૧૯ર૦નો ઉલ્લેખ કરી રહ્યા છે. 2. અમરાવતીવાળા યાદવડકર પટવર્ધન; એમણે કશા પણ માનદ વેતન વિના એક વરસ કરતાં વધુ સમય સુધી यंग इन्डियाના ઉપતંત્રી તરીકે સેવા આપી હતી. 346
[ ઑક્ટોબર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ
તમારા અને પટવર્ધનના કામમાં ભેદ પડતો નથી. તમે મારી પાસે ખાસ यंग इन्डिया માટે જ આવ્યા છો. પટવર્ધન કોઈ પણ કામ હં ુ સોંપું તે માટે આવ્યા છે. મગનલાલ પગાર લેતા નથી, પણ જ ે કામ તેના ખાતાનું હોય તેની હં ુ નિર્દય થઈને ટીકા કરું છુ .ં પટવર્ધનને પણ કોઈ ખાતાની જવાબદારી સોંપીશ ત્યારે એમના પ્રત્યે પણ એ જ પ્રમાણે વર્તીશ.
“એડિટ” કરવાની જવાબદારીનો બોજો હજી મેં તેમના ઉપર નાખ્યો નથી. તેમણે તે લઈ લીધી છે. અને બહાદુરીથી લીધી છે, પણ મેં હજી તેમને એ માટે જવાબદાર ગણ્યા નથી. ત્યાં સુધી यं ग इन्डियाનું એમનું કામ ભેટના રૂપનું છે. તે માટે હં ુ આભારી છુ .ં પણ તમારી કલમમાંથી આવે એ બધાની હં ુ જ ેમ ટીકા કરું તેમ તેમના કામની ટીકા કરું નહીં. અહીં બે જુ દા જુ દા વિચારોનો ગોટાળો કરશો નહીં. તમે પગાર લો છો તે કારણે
[ગાં. અ. ૧૭ : ૩૬૧-૬૩]
મુદ્રક અને પ્રકાશક અનુ બંદ્યોપાધ્યાય
ઇન્ડિયન ઓપીનિયન, યંગ ઇન્ડિયા, સાધનસામગ્રી વ્યવસ્થિત રીતે ગોઠવાવડાવી.
નવજીવન અને હરિજન એ ચાર પત્રોના ગાંધીજી તંત્રી હતા. આ ચાર પત્રોને તેઓ પોતાના જ છાપખાનામાં છાપીને પ્રસિદ્ધ કરતા. એ તેમના પત્રો કોઈ બીજાની માલિકીના છાપખાનામાં છાપવાનાં હોય તો તેઓ પોતાના વિચારો મુક્તપણે વ્યક્ત ન કરી શકે એ તેઓ જાણતા હતા. તેમણે ઇન્ડિયન ઓપીનિયન નામના સાપ્તાહિકનો વહીવટ પોતાના હાથમાં લીધો ત્યારે તે ખોટ કરતું હતું. તેમની ઇચ્છા એ છાપખાનાને શહે રમાંથી ખસેડીને કંઈક દૂરની જગ્યાએ ફિનિક્સ આશ્રમમાં લઈ જવાની હતી. તેમના મિત્રોનું માનવું હતું કે આ પગલું નિષ્ફળ જશે. ગાંધીજીએ છાપખાનાને ફિનિક્સ આશ્રમમાં ખસેડ્યું અને ત્યાં આગળ એક છાપરું બાંધી છાપખાનાનું યંત્ર તથા બીજી
नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર ૨૦૨1]
આ છાપખાનું ચલાવવા માટે એક જૂ નું ઑઇલ એન્જિન રાખવામાં આવ્યું હતું. તેમના દફતર માટે તેમણે જુ દો ઓરડો રાખ્યો હતો. આ છાપખાનામાં એક પણ પગારદાર નોકર કે પટાવાળો રાખવામાં આવ્યો નહોતો. ઇન્ડિયન ઓપીનિયન દર શનિવારે રવાના કરવામાં આવતું. શુક્રવારની બપોર સુધીમાં બધા લેખોનાં બીબાં ગોઠવવાનું કામ પૂરું થઈ જતું. છાપાને છાપવા માટે બીબાં ગોઠવવાનાં, તેને છાપવાનાં, કાપવાના, વાળવાના તથા તેના પર સરનામાં ચોડી તેનાં બંડલ બાંધવાનાં કામમાં નાનામોટા સૌ આશ્રમવાસીઓ મદદ કરતા. આ બંડલો સમયસર રે લવેસ્ટેશન પર પહોંચી જાય તે તેમણે જોવું પડતું. તેઓ સામાન્ય રીતે મધરાત સુધી કામ કરતા. જ્યારે કામનું દબાણ વધારે હોય ત્યારે તો 347
ગાંધીજી અને બીજાઓને શુક્રવારની આખી રાત જાગવું પડતું. કસ્તૂરબા તથા બીજી આશ્રમવાસી બહે નો પણ કેટલીક વાર આ કામમાં મદદ કરતાં. ઇન્ડિયન ઓપીનિયનને ફિનિક્સમાં છાપવાની શરૂઆત કરી ત્યારે પહે લી જ રાત્રે ઑઇલ એન્જિન રિસાયું. એટલે ગાંધીજી તથા બીજા સશક્ત આશ્રમવાસીઓએ હાથે ચક્કર ફે રવતા રહીને છાપવાનું મશીન ચલાવ્યું અને એ અંક સમયસર બહાર પાડ્યો. આ વ્યવસ્થાથી ગાંધીજીને છાપકામની નાની નાની ઝીણવટ શીખવામાં મદદ મળી ગઈ. ગાંધીજી લેખો લખતા, છાપવા માટે બીબાં ગોઠવવાનું કામ કરતા તથા તેનાં પ્રૂફ પણ વાંચતા. ઘણા જુ વાનિયાઓ આ છાપખાનામાં તાલીમાર્થી તરીકે કામ કરતા હતા. એક વખત ઇન્ડિયન ઓપીનિયનનો એક અંક માત્ર જુ વાન છોકરાઓએ મોટેરાઓની મદદ વગર છાપીને પ્રસિદ્ધ કર્યો હતો. શરૂઆતમાં ઇન્ડિયન ઓપીનિયન અંગ્રેજી, હિં દી, ગુજરાતી તથા
તામિલ એમ ચાર ભાષામાં છપાતું હતું. બીજી ભાષાના તંત્રીઓ અને બીબાં ગોઠવનારાઓના અભાવે પાછળથી તે માત્ર અંગ્રેજી અને ગુજરાતી એ બે ભાષામાં જ નીકળતું. ગાંધીજી હિં દ આવીને અદ્યારની મુલાકાતે ગયા ત્યારે તેમણે એક નિષ્ણાતની કેળવાયેલી આંખે ત્યાં ચાલતા છાપખાનાની જુ દી જુ દી ક્રિયાનું નિરીક્ષણ કર્યું તેની ઍની બેસંટ ે નોંધ લીધી હતી. ફિનિક્સના પ્રેસમાં તથા નવજીવન પ્રેસમાં અઠવાડિકોનાં છાપકામ ઉપરાંત અંગ્રેજી, હિં દી અને બીજી ભાષાઓમાં પુસ્તકોનું છાપકામ પણ થતું. ગાંધીજીએ ક્યારે ય સરકારમાં કોઈ પણ જાતની કામગીરી ભરી નહોતી. તેમનાં પોતાનાં લખાણોમાંથી થતો નફો મુખ્યત્વે ખાદીકામ માટે વાપરવામાં આવતો. તેમણે એક લાખ રૂપિયા જ ેટલી રકમનું નવજીવન પ્રેસનું ટ્રસ્ટડીડ બનાવ્યું હતું. ખરાબ છાપકામને તેઓ હિં સાનું કામ ગણતા. સ્વચ્છ છપાઈ, ટકાઉ કાગળ તથા
ફિનિક્સનું ઇન્ટરનૅશનલ પ્રિન્ટિંગ પ્રેસ 348
[ ઑક્ટોબર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ
સાદાં અને વ્યવસ્થિત પૂઠાંનો તેઓ આગ્રહ રાખતા. હિં દ જ ેવા ગરીબ દેશમાં આકર્ષક પૂઠાંવાળી મોંઘી ચોપડીઓ સામાન્ય વાચકને પરવડી ન શકે એ તેઓ જાણતા હતા. તેમના જીવનકાળ દરમિયાન નવજીવન મુદ્રણાલયે સસ્તી કિંમતનાં ઘણાં પુસ્તકો બહાર પાડ્યાં હતાં. તેમની ગુજરાતી આત્મકથાની કિંમત બાર આના રાખવામાં આવી હતી. આ જ પુસ્તકની દેવનાગરી લિપિમાં છાપેલી સસ્તી આવૃત્તિ પણ બહાર પાડવામાં આવી હતી. જો હિં દમાં માત્ર એક જ લિપિનું ચલણ રાખવામાં આવે તો વાચક અને મુદ્રકનો ઘણો સમય તથા મહે નત બચાવી શકાય. તેટલા માટે ગાંધીજી દેશભરમાં એક જ લિપિનું ચલણ રાખવાની જરૂરિયાત તથા ફાયદા પર ભાર મૂકતા હતા. હિં દની લગભગ બધી ભાષાઓ સંસ્કૃતમાંથી ઊતરી આવેલી હોવાથી આવી સામાન્ય લિપિ તરીકે તેમણે દેવનાગરી લિપિને પસંદગી આપી હતી. ઇન્ડિયન ઓપીનિયનની ગુજરાતી આવૃત્તિમાં તુલસીરામાયણનું એક પાનું ભરીને વર્ણન છાપવામાં આવ્યું છે તે દેવનાગરી લિપિમાં છે. હરિજન પત્ર માટેના ટાઇપ ગાંધીજીએ જાતે પસંદ કર્યા હતા. તેઓ કૉપીરાઇટમાં માનતા નહોતા. તેમનાં સામયિકોમાં આવેલા લેખો આમજનતાની માલિકીના છે એમ તેઓ માનતા હતા. જ્યારે તેમનાં લખાણોને વિકૃ ત કરીને રજૂ કરવાની શક્યતા ઊભી થઈ ત્યારે જ તેઓ કૉપીરાઇટના નિયમોને અમલમાં મૂકવા માટે સંમત થયા. બાળકો માટેની ચોપડીઓ મોટાં બીબાંમાં, સારા કાગળ પર છાપેલી તથા વિષયને અનુરૂપ ચિત્રોવાળી હોવી જોઈએ એવું તેઓ માનતા. પાતળી ચોપડીઓ તેઓ વધુ પસંદ કરતા.
नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર ૨૦૨1]
આવી ચોપડી વાંચતાં બાળકો થાકી જતાં નથી તથા તે પકડવામાં પણ વધુ અનુકૂળ રહે છે. રાષ્ટ્રીય શિક્ષણનું કામ સંભાળતા એક આશ્રમવાસીએ એક વાર એક ‘ચાલણગાડી’ નામે બાળપોથી પ્રસિદ્ધ કરી. આ બાળપોથી આર્ટ પેપર પર છાપેલી હતી અને તેના દરે ક પાના પર રં ગીન ચિત્રો હતાં. આ ચોપડી તૈયાર કર્યાના ગૌરવ સાથે તેમણે પૂછ્યું, ‘બાપુજી, તમે ચાલણગાડી જોઈ? એની યોજના મેં કરી છે.’ ગાંધીજીએ કહ્યું, ‘હા, તે સુંદર છે પણ તમે એ કોને માટે પ્રસિદ્ધ કરી છે? પાંચ આનાની ચોપડી ખરીદવાનું કેટલા વાચકોને પોસાશે? હિં દની કરોડોની ગરીબ પ્રજાનાં બાળકોનું શિક્ષણ તમારે હસ્તક છે. જો બીજી ચોપડીઓ એક આને વેચાતી હોય તો તમારી ચોપડીની કિંમત બે પૈસા હોવી જોઈએ.’ ગાંધીજીએ એક વખત એક અઠવાડિકનું કામકાજ પોતાને હસ્તક લીધું હતું અને તેની એક નકલની કિંમત બે આના પરથી ઘટાડીને એક આનો કરી આપી હતી. છાપકામમાં પૈસાની બચત કરવી એ ગાંધીજીને મન છેવટની વાત નહોતી. એક વખત નવજીવન મુદ્રણાલયે ગોખલેનાં લેખો અને ભાષણોનો અનુવાદ પ્રસિદ્ધ કરવાનું નક્કી કર્યું. એક કેળવણીકારે તેના અનુવાદનું કામ કર્યું હતું. ચોપડી છપાઈને તૈયાર થઈ ગઈ ત્યારે ગાંધીજીને તેની પ્રસ્તાવના લખી આપવા માટે વિનંતી કરવામાં આવી. ગાંધીજીને અનુવાદ નબળો તથા વાંચવામાં અઘરો લાગ્યો. તેમણે તે રદ કરવાની સૂચના આપી. તેના છાપકામ પાછળ સાતસો રૂપિયાનું ખર્ચ થઈ ગયું છે એમ તેમને જણાવવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, ‘હવે તેને બાંધવાનો તથા પૂઠુ ં 349
અને તેમની ફાઈલો બાળી મૂકવામાં આવી હતી. તેમને તથા તેમના સાથીદારોને જ ેલમાં પૂરવામાં આવ્યા હતા. આનાથી તેઓ ક્યારે ય નાહિં મત થયા નહોતા અને તેમણે કહ્યું હતું, “યંત્રો અને બીબાં વિશેના આપણા ખ્યાલને ભૂલી જાઓ. કલમ એ આપણું ટાઇપ બનાવવાનું કારખાનું છે અને નકલ કરનારાઓના હાથ આપણું છાપખાનું છે. દરે ક જણ પોતે હરતુંફરતું છાપું બની જાય અને વાતચીત દ્વારા સમાચાર એક જગ્યાએથી બીજી જગાએ પહોંચાડે. કોઈ સરકાર એને દબાવી શકે તેમ નથી.”
ચોંટાડવાનો વધારાનો ખર્ચ કરી આ નકામો અનુવાદ લોકો સામે મૂકવો તમને યોગ્ય લાગે છે? હલકું સાહિત્ય લોકો સમક્ષ મૂકી લોકોની વાચન માટેની અભિરુચિ બગાડવાની મારી ઇચ્છા નથી.’ એ પુસ્તકનાં છપાયેલાં બધાં પાનાં પસ્તીમાં પણ ન વેચતાં બાળી મૂકવામાં આવ્યાં હતાં. અખબારી સ્વાતંત્ર્યનો ગાંધીજી હં મેશ બચાવ કરતા. જ્યારે કોઈ પણ સરકારી હુકમે અગત્યની ગણાય તેવી બાબતો વિશે તેમના મંતવ્યને મુક્તપણે વ્યક્ત કરતાં તેમને રોક્યા ત્યારે તેમણે તેમનાં પત્રો છાપવાનું બંધ કર્યું. લેખનસ્વાતંત્ર્ય માટેના તેમના પ્રેમને કારણે તેમના છાપખાનાને જપ્ત કરવામાં આવ્યું હતું
— અનુ. જિતેન્દ્ર દેસાઈ [બહુરૂપી ગાંધીમાંથી]
ગાંધીજીનું ગદ્ય મહાત્માજીનું બધું ગદ્ય સર્વ જનતાને ઉદ્દેશીને લખેલું હોય છે. તેમણે કહ્યું છે કે, મને જ ેનાથી લાભ થયો હોય તે વસ્તુ સર્વ સમજ ે અને સર્વ તેનો લાભ લે એમ હં ુ ઇચ્છું છુ .ં સર્વ સમજ ે એવું એમનું લખાણ ન થાય ત્યાં સુધી તેઓ તેને અપૂર્ણ માને! આને લીધે તેમની ભાષા, વાક્યરચના, દાખલા-દલીલ સર્વ સાદાં અને સર્વ સમજ ે એવાં હોય છે. ટૂ કં ાં વાક્યોના તો તેને કલાકાર કહી શકાય. પણ સાદી ભાષાનો અર્થ ગૌરવ વિનાની નહીં. તેમની ભાષા વસ્તુના ગૌરવને બરાબર વ્યક્ત કરે છે. તેને માટે જરૂર હોય તો તેઓ સંસ્કૃત શબ્દો પણ વાપરે છે. તેમજ સાદી એટલે નિર્બળ પણ નહીં. તેમના સંકલ્પનું આખું બળ તેમના ગદ્યમાં વહી આવે છે. અને સાદી ભાષા એટલે અચોક્કસ પણ નહીં. તેઓ શબ્દ જોખી જોખીને મૂકે છે. તેઓ ચોક્કસ ભાષામાં મુદ્દાસર લખે છે. એક શબ્દ પણ વધારે પડતો ન આવી જાય, તેને માટે તેઓ કાળજી રાખે છે. અલબત્ત, એમને એકની એક વાત અનેક વાર કહે વી પડે છે, પણ ક્યાંય એ અતિયુક્તિ કરતા નથી. એમનો ધર્મ કાર્યલક્ષી છે. ધર્મ કાર્યરૂપ લે ત્યારે જ એ સાચો જીવનમાં પેઠો, એમ તેઓ માને છે. દરે ક સામાન્ય માણસ કંઈક પણ કાર્ય કરી શકે એવું ધર્મનું સ્વરૂપ એ નિર્મી શકે, ત્યારે જ તેમને સંતોષ થાય છે. એટલા માટે લડતમાં પણ એમણે એવાં શસ્ત્રો યોજ્યાં, જ ે દરે ક માણસ વાપરી શકે. સર્વસુલભ સાધનોને જ એઓ સાચાં સાધનો ગણે છે. એ જ રીતે તેઓ સર્વજનસુલભ હોય તેને જ સાચું સાહિત્ય કહે છે. — રામનારાયણ વી. પાઠક (અરધી સદીની વાચનયાત્રા-3માંથી) 350
[ ઑક્ટોબર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ
લે મિઝેરાબ્લ : વેદના, સંવેદના અને આશા-નિરાશામાં ડુ બાડતી કૃ તિ
પુસ્તક પરિચય
અનિલ ચાવડા
વાત કરીએ વિક્ટર હ્યૂગોકૃ ત અદ્ભુત બ્રેડના ટુકડાની ચોરી બદલ ઓગણીસ વર્ષ
નવલકથા ‘લે મિઝેરાબ્લ’ની. જિન વાલજિન નામનો એક માણસ ૧૯ વર્ષની આકરી સજા કાપીને જ ેલમાંથી છૂટ્યો છે...ત્યાંથી કથાની શરૂઆત થાય છે. ઓગણીસ વર્ષ પહે લાં તેણે એક બ્રેડનો ટુકડો ચોરે લો. આ ગુના માટે તેને ચાર વર્ષની સજા થઈ. તેને દરિયાઈ વહાણની કાળી મજૂ રીમાં મુકાયો. મજૂ રી ન વેઠાતાં ત્યાંથી ભાગ્યો, પણ પકડાઈ ગયો અને ભાગવાના પ્રયત્ન બદલ તેની સજામાં બીજાં ત્રણ વર્ષ ઉમેરાયાં. ફરીથી ન વેઠાયું, ફરી ભાગ્યો, ફરી પકડાયો અને ફરીથી થોડાં વર્ષ ઉમેરાયાં. આ રીતે ભાગતાં-પકડાતાં તેની સજા ઓગણીસ વર્ષ લંબાઈ ગઈ. એક
p.512 | 5.6" x 8.5" | ૱ ૩50
नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર ૨૦૨1]
કાળા પાણીની જ ેલ! દરિયાઈ વહાણમાં તનતોડ આકરી મહે નત અને શરીર નિચોવી નાખે એટલું કામ! વહાણ ઉપર તે જ્યારે ચડ્યો હતો, ત્યારે ડૂ સકાં ભરતો અને ધ્રૂજતો ધ્રૂજતો ચડ્યો હતો, પણ જ્યારે તે છૂટીને નીચે ઊતર્યો ત્યારે તેનું દિલ પથ્થરનું થઈ ગયું હતું. આકરી સજા વેઠીને છૂટેલો આ મુસાફર લગભગ ચાલીસેક માઈલ ચાલીને એક શહે રમાં આવે છે. સાંજ ઢળી ચૂકી છે અને હાડ થિજાવી દે તેવી ઠંડી ચારે બાજુ ફે લાઈ ગઈ છે. ક્યાંક રોકાવું જરૂરી છે. આ મુસાફર શહે રની બધી વીશીમાં ફરી વળે છે, પણ બધેથી જાકારો મળે છે, કેમ કે તે જ ેલમાંથી છૂટીને આવેલો ક્રૂર માણસ છે, તેવી વાયકા આખા શહે રમાં ફે લાઈ ચૂકી છે. કંટાળીને એક ભલા પરિવાર પાસે મદદ માગે છે, ત્યાંથી પણ હડધૂત થાય છે. શહે રની જ ેલના જ ેલરને જઈને પણ કહે છે કે એક રાત માટે મને જ ેલમાં પૂરી દો. જ ેલર પણ દાઝ્યા પર ડામ દેતો હોય તેમ કહે છે કે ‘કોઈક ગુનો કરીને આવ તો જ ેલમાં પૂરું .’ છેવટ ે રાત પડી જતાં ઠંડીથી બચવા એક બખોલ જ ેવી જગ્યાએ ભરાય છે. બખોલમાં સૂતેલો એક ડાઘિયો કૂ તરો તેની પાછળ દોડે છે. માંડ જીવ બચાવી એક દેવળની બહાર ઓટલા પર ઊંઘે છે, 351
ત્યારે એક ડોશી કહે છે, ‘અહીં રહીશ તો સવાર સુધીમાં મરી જઈશ.’ વાતવાતમાં તે શહે રના પાદરી વિશે કહે છે, ‘ભલે બધાં બારણે જાકારો મળ્યો, પણ પાદરીને ત્યાંથી જાકારો નહીં મળે.’ તે પાદરીને ત્યાં જાય છે. તેને આવકાર મળે છે. જમવાનું અને સુંદર પથારી મળે છે. તેને વિશ્વાસ નથી આવતો કે ખરે ખર તેના રહે વા-જમવાની વ્યવસ્થા મળી ગઈ છે! ઓગણીસ વર્ષ જ ેલની સજા કાપ્યા પછી તે એટલો બધો જડ થઈ ગયો છે કે તેને દરે કમાં કાવતરાની કે અપમાનની ગંધ આવે છે. પાદરી દ્વારા આટલું સન્માન મળતાં તેને આંચકો લાગે છે. પાદરી તેને ઘરમાં મૂકેલાં ચાંદીનાં વાંસણો અને રૂપાની દીવી વગેરે બતાવે છે. રાત્રે અચાનક તે જાગી જાય છે અને તેનું મન વિચારે ચડે છે. આટલાં વર્ષો જ ેલમાં રહ્યા પછી હવે શું? માત્ર એક નાનકડા બ્રેડના ટુકડાની ચોરી બદલ ઓગણીસ વર્ષની આકરી સજા કરીને સમાજ ે તેની સાથે અન્યાય કર્યો છે. પોતાની બહે નનાં આઠ નાનાં બાળકોનું પેટ ભરવા માટે કરાયેલી આ નિર્દોષ ચોરીની કબૂલાત પણ કરી લીધેલી, છતાં આવી ભયંકર સજા ફરમાવીને સમાજ ે તેની સાથે જ ે કર્યું છે, તેનો બદલો કોઈ કાળે ચૂકવી શકાય તેમ નથી. તેની નાનકડી ચોરીના બદલામાં સમાજ ે તેની પાસેથી બધું જ લઈ લીધું છે અને તેને વસૂલ કરવાનો તેને પૂરેપૂરો હક છે એવું તે વિચારે છે. ‘આ પાદરીનાં ચાંદીનાં વાસણો અને કીમતી વસ્તુ લઈને ભાગી જાઉં તો જીવવામાં કામ આવશે’ આમ વિચારી રાત્રે ચોરી કરીને તે ભાગે છે, પણ શહે રની પોલીસ તેને પકડી લાવે છે. ફરીથી 352
સજાના વિચારો તેને થથરાવી મૂકે છે. પોલીસ તેને પકડીને પાદરી પાસે લાવે છે ત્યારે પાદરી કહે છે, ‘અરે ભલા માણસ, તું આ વાસણો લઈ ગયો, પણ ચાંદીની દીવી તો ભૂલી જ ગયો. આ પણ લઈ જા. તે તારા કામમાં આવશે.’ કાને પડેલા શબ્દો પર તેને વિશ્વાસ ન આવ્યો. પાદરી પોલીસને કહે છે કે ‘આ મારા મહે માન છે અને મેં જ તેમને આ વસ્તુઓ આપી હતી.’ પોલીસ તેને છોડી મૂકે છે. આ બધું જોઈને જિન વાલજિન મૂર્છા ખાઈને ગબડી પડવાની સ્થિતિમાં આવી જાય છે. પાદરીએ ધીમેથી કહ્યું, ‘ભાઈ, તેં મને આ બધાના પૈસાનો પ્રામાણિક ઉપયોગ કરવાનું વચન આપ્યું છે, તે કદી ભૂલતો નહીં.’ પોતે કંઈ વચન આપ્યું હોય તેવું જિન વાલજિનને યાદ આવતું નથી. પાદરી ગંભીરતાથી બોલ્યો, ‘ભાઈ જિન વાલજિન, હવે તું પાપના પંજામાંથી મુક્ત થયો છે. મેં તારો અંતરાત્મા ખરીદી લીધો છે. હં ુ તેને ઘોર અંધકાર અને અધોગતિમાંથી ઉપાડીને ઈશ્વરના હાથમાં સોંપું છુ .ં ’ પાદરીનો આવો દયાળુ વ્યવહાર તેના હૃદયમાં ઘમસાણ જગાડે છે. જ ે આખા જગતથી ધુતકારાયો છે, તે અહીં સ્વીકારાયો. તેના હૃદયમાં દરિયાઈ તોફાન જ ેવાં મોજાં ઉછાળા મારવા માંડ્યાં. મન મહાસાગર જ ેમ મંથને ચડ્યું. આ નવલકથાની શરૂઆતમાત્ર છે. આગળની કથા એથી પણ વધારે રસપ્રદ, રોચક અને અનેક વળાંકો લેતી વહે તી રહે છે. આખી કથા તો ૧900 જ ેટલાં પાનાંઓમાં પથરાયેલી છે. તેને અહીં ટૂ કં માં વર્ણવવી પણ શક્ય નથી. પરં તુ ગોપાળભાઈ જીવાભાઈ પટેલે [ ઑક્ટોબર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ
તેનો રસાળ અને પ્રમાણમાં ટૂ કં ો કહી શકાય તેવો પાંચસો પાનાંઓમાં અનુવાદ કર્યો છે. આ અનુવાદ નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે, જ ેનું નામ છે — ‘લે મિઝેરાબ્લ ઉર્ફે દરિદ્રનારાયણ’. આ નવલકથાના લેખક છે વિક્ટર હ્યૂગો. વિક્ટર હ્યૂગો માત્ર ફ્રાન્સના નહીં, વિશ્વસાહિત્યના મહાન કથાકાર છે. તેમની લેખનશૈલી અને રજૂ આતે કથારસિયાઓને રીતસર ઘેલું લગાડેલું. ‘લે મિઝેરાબ્લ’માં માણસાઈનો ખજાનો છે, જ ે ખૂટ ે તેમ નથી. વેદના, સંવેદના, દયા, પ્રેમ અને આશા-નિરાશાના વિશ્વમાં અનોખી આ કૃ તિ માત્ર ફ્રેન્ચ ભાષાની જ નહીં, વિશ્વસાહિત્યના ઘરે ણા સમાન છે. અત્યાર સુધી વાંચેલી તમામ કૃ તિઓમાં આ મારી પ્રિય કૃ તિ છે. માનવમનની આંટીઘૂંટી અને બુઝાઈ જતી આશાની દીવડીને લેખકે અનેક રીતે જલતી રાખી છે. આ નવલકથા બૂરાઈથી ભલાઈ તરફ, નિર્દયતાથી દયા તરફ, અંધકારથી પ્રકાશ તરફ, અસત્યથી સત્ય તરફ અને અપ્રામાણિકતાની આંધીમાંથી પ્રામાણિકતાના પ્રદેશ તરફ લઈ જાય છે. આ કથામાં વિક્ટર હ્યૂગોએ માનવમનની આંટીઘૂંટીઓ ચીવટથી અને હૃદય વલોવાઈ જાય એ રીતે આલેખી છે. ફ્રેન્ચ ભાષામાં લખાયેલી અને 1900 પાનાંઓની આસપાસ પથરાયેલી આ કથા અંગ્રેજીમાં અનુવાદિત થઈ ત્યારે 1450 પાનાંઓમાં વિસ્તરે લી. જગતની અનેક ભાષાઓમાં તેનાં અનુવાદો, રૂપાંતરો થયાં છે, ત્યારે ગુજરાતી તેમાંથી કેમ બાકાત રહે ? અનેક અનુવાદકોએ તેને આપણી ભાષામાં
नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર ૨૦૨1]
સુપેરે ઉતારી છે. પાંચેક અનુવાદકોએ આ નવલકથાનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. તેમાં ‘દુખિયારા’ નામે શ્રી મૂળશંકર મો. ભટ્ટે કરે લો અનુવાદ પણ અદ્ભુત અને રસાળ છે. આ અનુવાદ લગભગ છસો પાનાંમાં સીમિત કરાયો છે. ગોપાળદાસ જીવાભાઈ પટેલે ‘લે મિઝેરાબ્લ’ ઉર્ફે દરિદ્રનારાયણ’ નામે કરે લો અનુવાદ રોચક, રસપ્રદ અને પ્રવાહી છે. તેમાં અનુવાદપણાનો ભાર લાગતો નથી. નદીના પટમાં સરળતાથી નાવડી તરે તેમ વાચક કથાના પટમાં વિહાર કરી શકે છે. ત્યાર બાદ મુકુલ કલાર્થીએ ‘પારસમણિના સ્પર્શે’ નામથી દોઢસોએક પાનાંમાં તેનો અનુવાદ કર્યો છે; જ ે વધુ સંક્ષિપ્ત છે. એ રીતે મનસુખ કાકડિયાએ ‘લે મિઝેરાબ્લ’નો કરે લો અનુવાદ આટલો જ ટૂ કં ાણમાં છે. આ સિવાય માવજી સાવલાએ પણ ‘લે મિઝેરાબ્લ’નો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. બે હજારની આસપાસ પાનાં ધરાવતું હોય તે પુસ્તકને દોઢસો-બસો પાનાંમાં સમાવવું કપરું છે. તેમાં મૂળ કથા પામવાનું અશક્ય થઈ જાય છે. પણ એની સરખામણીએ નાનાભાઈ ભટ્ટ અને ગોપાળદાસ જીવાભાઈ પટેલે કરે લા અનુવાદો વધુ સારા છે. આ નવલકથા પરથી ફિલ્મો, વેબસિરીઝ, નાટકો, સિરિયલ્સ બનતાં રહ્યાં છે. દસથી પણ વધુ વખત આ એક વાર્તા પરથી ફિલ્મ બની છે અને એ દરે ક ફિલ્મે સફળતા પ્રાપ્ત કરી છે. છેલ્લે 2012માં ‘Les Miserables’ નામે ફિલ્મ આવેલી. જ ેનું ટૉમ હુપરે દિગ્દર્શન કર્યું હતું. આ ફિલ્મને ત્રણ ઑસ્કાર એવૉર્ડ પણ મળેલા. એક્સમૅન તરીકે ઓળખાતા હ્યુફ જૅકમૅને જિન વાલજિનની ભૂમિકા ભજવી 353
હતી. પોલીસ રસેલ ક્રોએ જ ેવર્ટની ભૂમિકા કરી હતી. 2007માં ‘Les Miserables : Shejo Cosette’ નામથી જાપાનીઝ ઍનિમેટડે સિરિયલ બની હતી; જ ે ખૂબ લોકપ્રિય થયેલી. 2018માં ‘બીબીસી’એ Les Miserables નામથી વેબસિરીઝ પણ બનાવી હતી. જ ેનું ટૉમ શૅન્કલૅન્ડે દિગ્દર્શન કરે લું. આ વેબસિરીઝ પણ ઘણી સફળ રહી હતી. અલગ અલગ સમયે આ નવલકથા પરથી મ્યુઝિકલ કૉન્સર્ટ
થયા છે. જુ દાં જુ દાં સ્થાનો-દેશો-પ્રદેશોમાં આ કથાને ધ્યાનમાં રાખીને નાટકો, ફિલ્મો, સિરિયલ્સ, વેબસિરીઝ નિર્માણ પામે છે. એવું શું છે આ નવલકથામાં કે જ ે વિવિધ દિગ્દર્શકોને સતત આકર્ષતું રહે છે? એવું કયું તત્ત્વ છે આ કથામાં, જ ે વાચકને સતત જકડી રાખે છે? એ જાણવા માટે તમે આ નવલકથા વાંચો એ જ બહે તર રહે શે.
नवजीवनનાે અક્ષરદેહ આૅનલાઈન વાંચી શકાય છે. https://issue.com/navajivantrust
354
[ ઑક્ટોબર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ
મહાદેવ દેસાઈ : બાપુ બાપનો ુનો જમણો હાથ રામચંદ્ર ગુહા
મહાત્મા ગાંધીના સચિવ મહાદેવ દેસાઈનું શપથ લીધા હતા. જોકે છેલ્લાં થોડાં વર્ષોથી અવસાન ૧૫ ઑગસ્ટ, ૧૯૪૨ના રોજ થયું હતું. જ્યારે પોતાના જીવનના અંતિમ દિવસોમાં ગાંધીજીને એક તરફ હિં દુ-મુસ્લિમ વચ્ચે કોમી આગને ઠારવા અને બીજી તરફ નેહરુ-પટેલ વચ્ચે વધતા અંતરને ખાળવા પ્રયાસ કરવો પડ્યો હતો, ત્યારે તેમણે કહ્યું હતું કે, જો આજ ે મહાદેવ હોત, તો આ દિવસ જોવાનો આવ્યો ન હોત. અન્ય ભારતીયોની જ ેમ હં ુ પણ 15 ઑગસ્ટને દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ઊજવીને મોટો થયો છુ .ં 1947માં એ દિવસે દેશ આઝાદ થયો અને ભારતની પ્રથમ સરકારે
नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર ૨૦૨1]
આ દિવસ મારા માટે અન્ય એક કારણસર પણ મહત્ત્વનો બની ગયો છે. હવે 15 ઑગસ્ટ, 1947ની સાથે 15 ઑગસ્ટ, 1942નો દિવસ પણ મારા સ્મૃતિપટલ પર અંકિત થઈ ગયો છે. 15 ઑગસ્ટ, 1942ના રોજ પૂનાના આગાખાન મહે લમાં, જ્યાં ગાંધીજીને નજરકેદ કરવામાં આવ્યા હતા, ત્યાં તેમના અંગત સચિવ મહાદેવ દેસાઈનું અવસાન થયું હતું. મારું માનવું છે કે, મહાદેવ દેસાઈના પ્રદાન વિના દેશ બ્રિટિશ રાજમાંથી મુક્ત થયો ન હોત. છતાં આ મહાન દેશભક્ત અને સ્વતંત્રતાસેનાનીની ઉચિત કદર થઈ નથી, જ ેના તેઓ હકદાર છે. 19૧7માં અમદાવાદમાં ગાંધીજી સાથે નાતો જોડ્યાે અને 25 વર્ષ પછી આગાખાન મહે લમાં મૃત્યુ સુધી મહાદેવે પોતાની જાતને મહાત્માની સેવામાં સમર્પિત કરી દીધી હતી. તેમણે ગાંધીજીના સચિવ, ટાઇપિસ્ટ, અનુવાદક, સલાહકાર, ટપાલી, દુભાષિયા, સંકટમોચક સહિત વિશેષ ભૂમિકા અદા કરી હતી. એટલું જ નહીં, તેઓ તેમના ગુરુના રસોઇયા પણ હતા અને ગાંધીજી તેમના હાથે બનેલી ખીચડીના ચાહક હતા. ગાંધીજીનાં કાર્ય અને અભિયાનોમાં મહાદેવ દેસાઈની અનિવાર્ય આવશ્યકતાનો સૌથી મોટો પુરાવો મહાત્માએ પોતે આપ્યો છે. મહાદેવ સાબરમતી આશ્રમ સાથે સંકળાયા એના એક વર્ષ પછી, 1918માં ગાંધીજીએ 355
તેમના ભત્રીજા મગનલાલને કહ્યું હતું કે, મારા સચિવ મારા હાથપગની સાથે મારા મનમસ્તિષ્ક સમાન છે. તેમના વિના મેં જાણે મારા પગ અને મગજને ગુમાવી દીધાં હોય એવું અનુભવું છુ .ં તેના વિશે મને જ ેટલી જાણકારી મળે છે, હં ુ એટલો જ તેના વધુ ગુણોથી વાકેફ થતો જાઉં છુ .ં તેઓ વિદ્વાન હોવાની સાથે વિનયીવિવેકી પણ છે. મહાદેવ કામના ભારણ હે ઠળ દબાઈ ગયા હોવા છતાં તેમણે રજા લેવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે ગાંધીજીએ તેમને આ અંદાજમાં ઠપકો આપ્યો હતો : શું અમારે એમ સમજવું કે તને કામની સનદ છે? શું તને ખબર નથી કે જો તું અપંગ થઈ જશે, તો મારા હાલ પાંખો વિનાના પક્ષી જ ેવા થઈ જશે? જો તું પથારીવશ થઈ જશે, તો મારે મારું ત્રણ ચતુર્થાંશ કામ સમેટી લેવું પડશે. મહાદેવ દેસાઈને નજીકથી ઓળખતી અન્ય એક હસ્તી હતી — ગાંધીજીનાં અંગ્રેજ સહસાધિકા મીરાબહે ન (મેડલિન સ્લેડ). જ્યારે મહાદેવ નવેમ્બર, 1925માં તેમને લેવા અમદાવાદ સ્ટેશન પર ગયા હતા, ત્યારે તેમની પહે લી મુલાકાત થઈ હતી. એના 17 વર્ષ પછી મહાદેવનું મૃત્યુ થયું હતું, ત્યારે જ ેલમાં મીરાબહે ન પણ હતાં. પોતાના સંસ્મરણ ‘એ સ્પિરિટ પિલગ્રિમેજ’માં મીરાબહે ને મહાદેવ દેસાઈ વિશે લખ્યું છે — “તેઓ લાંબા હતાં. તેઓ દેખાવે સુંદર હતા. મૂછો હતી અને માથા પર વાળ હતા.” મહાદેવ દેસાઈ બૌદ્ધિક હોવાની સાથે અતિ સંવેદનશીલ હતા. તેઓ જટિલ અને બદલાતાં સ્થિતિસંજોગોમાં અસાધારણ રીતે ત્વરિત અને બુદ્ધિપૂર્વકની સમજણ દાખવતા. આ રીતે તેઓ 356
બાપુનો જમણો હાથ હતા અને ઝડપથી તેમની સામે સ્પષ્ટ સ્વરૂપે તેમનો અભિપ્રાય રજૂ કરતા હતા. જોકે તેમની સૌથી મહત્ત્વની ખાસિયત હતી — બાપુ પ્રત્યે સંપૂર્ણ સમર્પણત્વ. આ જ તેમના સંબંધનો આધાર હતો. ગાંધીજીએ અંગ્રેજોને ઑગસ્ટ, 1942માં ‘ભારત છોડો’નું આહ્વાન કર્યું હતું. ત્યારબાદ તેમની ધરપકડ કરીને પૂનામાં આગાખાન મહે લમાં નજરકેદ કરવામાં આવ્યા. તેમની સાથે મહાદેવ દેસાઈ અને મીરાબહે ન જ ેવાં ગણ્યાગાંઠ્યાં અંતેવાસીઓ હતાં. જ ેલમાં લાંબો સમય પસાર કરવો પડશે એવો અહે સાસ થયો હતો, ત્યારે મહાદેવ દેસાઈએ 14 ઑગસ્ટની સાંજ ે મીરાબહે નને કહ્યું હતું કે, “લખવા માટે આ કેટલી મોટી તક છે. મારા મનમાં છ પુસ્તકોનો વિચાર છે, જ ેને હં ુ કાગળ પર ઉતારવા ઇચ્છું છુ .ં ...” બીજા દિવસે 15 ઑગસ્ટ, 1942ના રોજ 50 વર્ષની વયે હૃદયના હુમલામાં તેમનું અવસાન થયું. એક દિવસ પછી ગાંધીજીએ મહાદેવની સૂટકેસ ખોલી. તેમાં કપડાં ઉપરાંત બાઇબલની એક નકલ (જ ે અંગ્રેજ પ્રચારક અગાથા હે રિસને આપી હતી), અખબારોનાં કેટલાંક કતરણો અને થોડાં પુસ્તકો મળ્યાં, જ ેમાં ટાગોરના નાટક ‘મુક્તધારા’ની નકલ અને ‘બૅટલ ફૉર એશિયા’ સામેલ હતાં. ગુજરાતી અને હિં દી સાહિત્યના વિદ્વાન તથા ઇતિહાસ, રાજનીતિ અને કાયદામાં ઊંડો રસ ધરાવતા મહાદેવ દેસાઈ ગાંધીજીના અંતેવાસીઓમાં સૌથી વધુ વિદ્વાન હતા. તેમની નવું નવું શીખવાની કે જિજ્ઞાસાવૃત્તિ ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’માં પ્રકાશિત થયેલા એક સ્મૃતિલેખમાં જાણવા મળે છે. 1931માં ગાંધીજી અને [ ઑક્ટોબર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ
આજ ે મારે આ દિવસ જોવાનો આવ્યો ન હોત. ઉંમરના ચોથા દાયકા સુધી મારી પોતાની સમજણ ઓછી હતી કે, મહાદેવ દેસાઈ માટે ગાંધી અને ભારતનો અર્થ શું હતો. હં ુ મહાત્મા ગાંધીની જીવનગાથા પર કામ કરતો હતો, ત્યારે મને અંગત દસ્તાવેજોમાંથી દેશ માટે મહાદેવ દેસાઈના પ્રદાનને જાણવાની તક મળી હતી. મને આશા છે કે, ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં પારં ગત કોઈ યુવાન સંશોધક ક્યારે ક આ મહાન વ્યક્તિના જીવન પર કામ કરશે. થોડાં વર્ષ અગાઉ મહાદેવ દેસાઈના પુત્ર નારાયણ દેસાઈએ તેમના પિતાના જીવન વિશે પુસ્તક લખ્યું હતું. આપણે બાબાસાહે બ આંબેડકર, અબુલ કલામ આઝાદ, સુભાષચંદ્ર બોઝ, કમલાદેવી ચટ્ટોપાધ્યાય, બિરસા મુંડા, દાદાભાઈ નવરોજી, જવાહરલાલ નેહરુ, વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ વગેરેને યાદ કરીએ છીએ. આ યાદીમાં સામેલ લોકો જ ેટલું સન્માનનીય અને પ્રેરક વ્યક્તિત્વ મહાદેવ દેસાઈનું હતું. દેશને આઝાદી મળી એના પાંચ વર્ષ અગાઉ તેમણે દેહ છોડી દીધો હતો, જ ેના માટે તેમણે નિઃસ્વાર્થપણે સેવા, સમર્પણ અને ત્યાગ કર્યાં હતાં.
તેમના સચિવે બીજા ગોળમેજી સંમેલન માટે ઇંગ્લૅન્ડમાં થોડા મહિના પસાર કર્યા હતા. સ્મૃતિલેખના લેખકે આ રીતે મહાદેવ દેસાઈને યાદ કર્યા છે — “તેમને અંગ્રેજોનાં ઘરોમાં જવાનું અને તેઓ કેવી રીતે રહે છે એ જોવાનું પસંદ હતું. તેઓ ઘરમાં પ્રવેશ કરતા સૌપ્રથમ પુસ્તકોના કબાટ પર ધ્યાન આપતા. તેઓ જ ે રીતે પુસ્તકોને જોતા અને એનાં પાનાં ફે રવતા એના પરથી તેમનો પુસ્તકપ્રેમ દેખાતો. એના પરથી સ્વાભાવિક રીતે અંદાજ લગાવી શકાય કે, જો તેમની પાસે વધારે સમય હોય, તો તેઓ પુસ્તકની કોઈ દુકાનમાં પસાર કરવા ઇચ્છતા હોત.” અભ્યાસ વચ્ચે મહાદેવ દેસાઈ ગાંધીજીને સલાહસૂચન કરવાની અને સહયોગ આપવાની મુખ્ય જવાબદારી ક્યારે ય ભૂલ્યા નહોતા. ગાંધીજી તેમનાથી 23 વર્ષ મોટા હતા અને તેમના અવસાન પછી સાત વર્ષ જીવ્યા. પોતાના અંતિમ સમય સુધી ગાંધીજીને મહાદેવ દેસાઈની ખોટ સાલી હતી. જીવનના છેલ્લા સપ્તાહમાં ગાંધીજી એક તરફ હિં દુ-મુસ્લિમ વચ્ચે કોમી આગને ઠારવામાં વ્યસ્ત હતા, તો બીજી તરફ જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ વચ્ચે સમાધાન કરવાનો પ્રયાસ કરતા હતા. આ સમયે તેમણે પોતાની પૌત્રી મનુને કહ્યું હતું, અત્યારે મને મહાદેવની સૌથી વધુ ખોટ સાલે છે. તે જીવતો હોત, તો
અનુ. કેયૂર કોટક [‘ધ ટેલીગ્રાફ’ ૧૪ ઑગસ્ટ, ૨૦2૧]
नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર ૨૦૨1]
357
ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ પ્રચલિત છબિઓમાં ગાંધીજી જે પોશાકમાં દેખા દે છે, તે પોશાકનો નિશ્ચય આ મહિનામાં તેમણે नवजीवनમાં જાહે ર કર્યો. ૨ ઑક્ટોબરના રોજ ‘મારો કચ્છ’ નામના લેખમાં તેઓ આરં ભમાં તેમના જીવનના ફે રફારો વિશે લખે છે : “મારી જિંદગીમાં મેં જે જે ફે રફારો કર્યા તે મહાન પ્રસંગોને લઈને જ કર્યા છે. અને તે એટલા બધા વિચારપૂર્વક કે મારે પાછળથી ભાગ્યે જ પસ્તાવું પડ્યું છે. વળી તે ફે રફાર કર્યા વગર મારાથી જ્યારે નથી રહે વાયું ત્યારે જ મેં તે કર્યા છે. એવા ફે રફાર મેં મદુરામાં મારા પોશાકમાં કર્યા.” [ન. અ. ૨૧ : ૨૦૨]. આગળ તેઓ ‘નથી રહે વાયું ત્યારે’ અંગેનાં કારણોમાં જાય છે અને પોશાક સંદર્ભની વાત આગળ વધારે છે. ખુલનાના દુષ્કાળપીડિતોને જોઈને તેમને કચ્છભેર રહે વું જોઈએ તેમ લાગ્યું હતું, પણ ઊભરાને રોક્યો. આ પછી પણ કચ્છભેર આવવાના બે પ્રસંગો તેમણે નોંધ્યા છે. પણ ૩૧ જુ લાઈએ આરં ભાયેલા પરદેશી કાપડના બહિષ્કારનો કાર્યક્રમ ૩૦ સપ્ટેમ્બરના રોજ જ્યારે પૂરો થવા જઈ રહ્યો હતો ત્યારે તેમને થયું કે “હં ુ તેને સારુ શું કરું?” બસ આ વિચાર કરતાં તેઓ જ્યારે ૨૨ સપ્ટેમ્બરના રોજ મદુરા પહોંચ્યા ત્યારે તેઓએ કચ્છ માત્ર પોશાક તરીકે રાખવાનો નિશ્ચય કર્યો. આ વિશે તેઓ લખે છે : “ઓછામાં ઓછુ ં ઑક્ટોબરની આખર સુધી તો મારે માત્ર કચ્છભેર જ રહે વું. પ્રાતઃકાળમાં મદુરાના વણકરોની જ સભા હતી, ત્યાં હં ુ કચ્છભેર હાજર થયો.” [ન. અ. ૨૧ : ૨૦૩]. સત્યાગ્રહ સાથે સમાજની કેળવણી લખાણો દ્વારા તેઓ સતત કરી રહ્યા છે. नवजीवनમાં એક મિત્રના પત્રનો ઉત્તર વાળતાં ‘ધર્મ કે અધર્મ?’ મથાળા હે ઠળના લેખમાં તેઓ લખે છે : “જ્યાં રાજા વ્યભિચારી છે, જ્યાં રાજા પ્રજાને રં જાડે છે, જ્યાં તે પ્રજાને પૈસે અનેક પ્રકારનો ભોગ ભોગવે છે, ત્યાં રાજભક્તિ એ જો પાપ નથી તો પુણ્ય એ પાપ થશે. રાજભક્તિ તે રામભક્તિ હતી; રાવણભક્તિ હોય જ નહીં. દશરથ વનમાં મોકલે ને રામ ખુશીથી જાય એ પરવડે, પણ હિરણ્યકશિપુ ગાદી આપે ને પ્રહ્લાદ તે ઉપર બેસે તો ધર્મનો લોપ થાય” [ન. અ. ૨૧ : ૨૦૭]. આ જ મહિનામાં ગાંધીજીને પોતાની ધરપકડ હાથવેંતમાં લાગી રહી છે. આ દરમિયાન તેઓએ હિં દુ ધર્મ વિશે લંબાણપૂર્વક લખાણ यंग इन्डियाમાં લખ્યું છે. આ લેખમાં તેઓ એક ઠેકાણે લખે છે : “દુર્ભાગ્યે આજકાલ હિં દુ ધર્મ માત્ર ખાવા અને અભડાવાની ચર્ચામાં જ આવી રહે લો જોવામાં આવે છે. એક વાર એક ધર્મશીલ હિં દુ ભાઈ સમક્ષ મેં મુસલમાનના ઘરમાં બેઠાં ડબલ રોટી ખાવાનું સાહસ કરી તેમને થથરાવી મૂક્યા હતા. મેં જોયું કે એક મુસલમાન મિત્રે આણી આપેલા પ્યાલામાં મને દૂધ રે ડી લેતો જોઈને તેમને ભારે દુઃખ થયું. પણ જ્યારે તેમણે એ મુસલમાન મિત્રના હાથની ડબલ રોટી લેતો જોયો ત્યારે તો તેમની વ્યથાનો પાર જ રહ્યો નહીં! મને ભય છે કે શું ખાવું અને કોની જોડે ખાવું એના ઝીણામાં ઝીણા વિધિનિષેધ નક્કી કરવા પાછળ જ જો હિં દુ ધર્મ પોતાનું બધું બળ રોકશે તો તે થોડા જ વખતમાં ખરી વસ્તુને ખોઈ બેસશે. 358
[ ઑક્ટોબર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ
માદક પદાર્થો અથવા ખોરાકોના સેવનથી દૂર રહે વું અગર તો માંસાહાર ન કરવો એ આત્માના વિકાસની દિશાએ ભારે મદદકર્તા છે એ સાવ સાચું, પણ તેથી તે એક જ વસ્તુ કંઈ ધર્મનું સારસર્વસ્વ નથી. હરકોઈની જોડે બેસીને ખાનારા ને માંસાહાર કરનારા અને છતાં ઈશ્વરથી ડરનારા અનેક માણસો માંસાહારથી અને બીજી ઘણી વસ્તુઓથી ભારે ચુસ્તતાપૂર્વક દૂર રહે નારા અને છતાંયે પોતાના પ્રત્યેક કાર્યથી ઈશ્વરને અપમાન પહોંચાડનારા માણસના કરતાં મોક્ષદશાની વધુ જ નજીક છે.” [ન. અ. ૨૧ : ૨૨૨-૨૩]. કાર્યક્રમોથી ભરચક આ પૂરા માસના અંતે ગાંધીજી નિયમિત કાંતવાનું વ્રત લે છે. સમય અડધો કલાકનો ઠરાવ્યો છે. અને તેની આકરી શરતેય રાખી છે કે જો સાંજના ભોજન સુધી તેટલો સમય ન કંતાય તો એ ભોજન છોડી દેવું. મુસાફરી-માંદગી અપવાદ રાખ્યો છે.
૧૯૨૧ ઓક્ટોબર ૧ બેલારી : મધરાતે આવ્યા, સ્ટેશને સૂઈ ગયા, વહે લી સવારે નીકળ્યા. ગુંટકલ : ધરપકડનું વાૅરન્ટ મદ્રાસ સરકારે કાઢ્યું છે એવા સમાચાર મળ્યા. ૨ મુંબઈ : ઉતારો રે વાશંકર જગજીવન ઝવેરીને ત્યાં. ૩ મુંબઈ : આનંદશંકર ધ્રુવ મળવા આવ્યા. ૪1 મુંબઈ : વર્કિંગ કમિટીની બેઠક, સમય બપોરના ત્રણ. અલીભાઈઓની ધરપકડ પરથી ઊભી થયેલી પરિસ્થિતિનો વિચાર કરવા, આગેવાનોની એક ખાનગી સભા, ચોપાટી ઉપર આવેલા તાલિયારખાનના મકાનમાં રાત્રે મળી એમાં હાજર. પછી બહાર પાડેલા નિવેદનનો ભાવાર્થ—
સરકારના મુલ્કી અને લશ્કરી ખાતાંઓની નોકરીમાં ભરતી થવા અગર રહે વાના ગેરવાજબીપણા વિશે પોતાનો અભિપ્રાય સંપૂર્ણ સ્વતંત્રતાપૂર્વક જણાવવાનો દરે ક હિં દીનો કુ દરતી હક છે; હાલના પરદેશી રાજમાં આવી નોકરી કરવી એ રાષ્ટ્રીય મોભાને ધક્કો પહોંચાડવા જ ેવું છે. અને જ ે કોઈ હાલ એવી નોકરીમાં હોય તેણે એ છોડી દેવી જોઈએ અને ગુજરાનનું બીજુ ં સાધન શોધી લેવું જોઈએ. આજ રાત્રે ગાંધીજીની ધરપકડ થશે એવી અફવા આવી. ૫ મુંબઈ : વર્કિંગ કમિટીની બેઠક. ૬ અમદાવાદ : આવ્યા.2 પ્રાંતિક સમિતિની બેઠકમાં હાજર. ૭ અમદાવાદ : લાલા લજપતરાય
1. આજના ‘બૉમ્બે ક્રૉનિકલ’માં છપાયેલા, આસામ સરકારના એક જાહે રનામામાં ગાંધીજી માટે ‘મહાત્માજી’ શબ્દ વાપરવામાં આવ્યો. 2. લંગોટી ધારણ કર્યા પછી પહે લી વાર.
नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર ૨૦૨1]
359
અને વિઠ્ઠલભાઈ પટેલ મળવા આવ્યા. ૮ અમદાવાદ : મિલોની શાળાઓના મેળાવડામાં હાજર, સ્થળ ‘સેવાશ્રમ.’ ૯ મુંબઈ : વર્કિંગ કમિટીની બેઠકમાં હાજર. ઝીણા મળવા આવ્યા. સ્ત્રીઓની સભા, પ્રમુખ સરોજિની નાયડુ. જાહે ર સભા અને પરદેશી કાપડની બીજી હોળી, સમય સાંજ ે છ, સ્થળ ઍલ્ફિન્સ્ટન મિલનું કંપાઉન્ડ. ૧૦ મુંબઈ : સરોજિની નાયડુ, લાલા લજપતરાય વગેરે મળવા આવ્યાં. ૧૧ મુંબઈ. ૧૨ સુરત : સત્કાર, સરઘસ, ઉતારો પાટીદાર આશ્રમમાં, રાંદેર. સુરત : મ્યુનિસિપલ શાળાના શિક્ષકોનું માનપત્ર. જાહે ર સભા
૧૩થી ૨૦ ૨૧
૨૨ ૨૩થી ૨૮ ૨૯
૩૦
૩૧
અને પરદેશી કાપડની હોળી, સમય સાંજ ે. અમદાવાદ. અમદાવાદ : સ્ત્રીઓની સભા, સમય સાંજ ે ચાર, સ્થળ ભગુભાઈનો વંડો. અમદાવાદ : માલવિયાજી મળવા આવ્યા. અમદાવાદ. અમદાવાદ : જાહે ર સભા અને પરદેશી કાપડની હોળી, સ્થળ ખાનપુરનો આરો. અમદાવાદ : નિયમિત, રોજ ઓછામાં ઓછો અડધો કલાક રેં ટિયો કાંતવાનું વ્રત લીધું; સાંજના ભોજન સમય સુધીમાં ન કંતાય તો એ ભોજન છોડી દેવું; અપવાદ — મુસાફરીમાં અગર માંદગી હોય ત્યારે . અમદાવાદ.
નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા નવેમ્બર ૨૦૨૧ નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી હરીશભાઈ લ. કોષ્ટી, હિસાબ વિભાગ
360
• જ. તા. ૧૮–૧૧–૧૯૬૨
[ ઑક્ટોબર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ
નવજીવન
આવકારે છે … બાળકથી લઈને વૃદ્ધ ઉપવાસીથી લઈને આહારી વટેમાર્ગુથી લઈને વિશિષ્ટ સ્થળના મુલાકાતી અને ગાંધીજીમાં રસ ધરાવનાર સૌ દેશવાસી-વિદેશનિવાસીને આમંત્રે છે. . . નવજીવન મંગળવારથી રવિવાર, બપોરના 12 : ૦0થી રાત્રિના ૯: 00 ગાંધીથાળી : શુક્રવારથી રવિવાર, રાત્રિના ૭ : ૦0થી 9 : 00 • દેશભરના કલાકારોને પોતાની કલાકૃ તિના પ્રદર્શન માટે વિશાળ
સ્પેસ અને આદર્શ પ્રકાશવ્યવસ્થા પૂરું પાડતું પ્લૅટફૉર્મ એટલે સત્ય આર્ટ ગૅલેરી
• યુવાનોને ગાંધીવિચાર સાથે જોડતું ઍસ્થેટિક સ્થાન એટલે કર્મ
કાફે
• ગાંધીજી અંગે વાંચવા-વિચારવા-ચર્ચવા ને ગાંધીસાહિત્ય ખરીદવા
માટેનો મુક્ત માહોલ એટલે કર્મ કાફે
• લેખકો, કવિઓ, સાહિત્યકારો, કર્મશીલોને કલા, સાહિત્ય, સાંપ્રત
મુદ્દે ચર્ચાવિચારણા કરવા માટેનું મોકળું મેદાન એટલે કર્મ કાફે
• મિત્રમિલન હોય કે પારિવારિક-સામાજિક મેળાવડો, ખુલ્લા આકાશ
હે ઠળ શનિ અને રવિ સાત્ત્વિક ભોજનનો આનંદ આપતી ગાંધીથાળી જમવાનું ઠેકાણું એટલે કર્મ કાફે
• નવજીવનની વિકાસવાર્તાની મહત્ત્વની તારીખ અને તવારીખ
રજૂ કરતું માણવાલાયક સ્થળ એટલે નવજીવન મ્યુઝિયમ
મ્યુઝિયમમાં નવજીવનની મહત્ત્વપૂર્ણ ઘટનાની તારીખ અને તવારીખ
નવજીવન અને યંગ ઇન્ડિયા આ મશીન પર છપાતાં
‘नवजीवनનો અ�રદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને…
લવાજમ માટે નવજીવન ટ્રસ્ટ / Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે. રૂબરૂ લવાજમ ભરી શકાય છે. નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે. તેની વિગત આ પ્રમાણે છેૹ નવજીવન ટ્રસ્ટ / Navajivan Trust
બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા
બ્રાન્ચૹ આશ્રમ રોડ
કરન્ટ એકાઉન્ટ એકાઉન્ટ નંબરૹ 10295506832 બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628 એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત
વિશેષ નોંધૹ બૅંક એકાઉન્ટમાં લવાજમની રકમ જમા કરાવ્યા પછી 079 27540635 (એક્સ્ટેન્શન 217 અથવા 218) નંબર પર ફોન કરીને જાણ કરશો. આ ઉપરાંત જ ેમના નામે લવાજમ અથવા ભેટરૂપે આ સામયિક મેળવવા-મોકલવા ઇચ્છો છો, તેમની સંપૂર્ણ વિગત રકમ ભર્યાની �સ્લપ સાથે નવજીવન ટ્રસ્ટના સરનામા પર મોકલી આપવા નમ્ર વિનંતી. જ ેથી કરીને અંક શક્ય એટલો વહે લા તેમના સરનામે પહોંચી શકે.
ગાંધી અને કળા વિશેષાંક છૂ ટક કિંમત _ 15
પુસ્તકપરિચય વિશેષાંક છૂટક કિંમત _ 40
સ્વરાજ વિશેષાંક છૂટક કિંમત _ 25
૧૦૧ પુસ્તક પરિચય વિશેષાંક છૂટક કિંમત _ 50
કાકા કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક છૂ ટક કિંમત _ 40
જીવનદૃષ્ટિ વિશેષાંક છૂટક કિંમત _ 25
સરદારની સર્વતોમુખી પ્રતિભા બહાર લાવતું પુસ્તક
સરદાર પટેલ : એક સમર્પિત જીવન હવે હિં દીમાં પણ...
सरदारएक समर्पि पटेत जीवन ल
पटे ल
जीवन
राजमोहन गांधी
विशाल दृष्टि रखकर देखें तो सितंत्र भारत की स्ापना करके उसे सामर्थ्यिान बनाने में तीन व्थष्ति्थों का ्थोगदान सबसे अधिक रहा-गांिी, नेहरू और पटेल। इस तर्थ को सिीकार करते सम्थ प्ा्थः गांिीजी का उल्ेख कत्यव्थधनिा्यह तक सीधमत रहता है, नेहरू के संदभ्य में इसे पूर्यतः सिीकार कर लल्था जाता है, परनततु सरदार को ्थह सिीकृवत अत्थनत सीधमत मात्रा में प्दान की जाती है। जैसे वक भारत संघ के प््म राटिट्रपवत राजेनद्र प्साद ने 13 मई, 1959 को अपनी डा्थरी में ललखा है, “आज लजस भारत के विष्थ में हम बात करते हैं और सोचते हैं, उसका श्े्थ सरदार पटेल के राजनैवतक कौशल त्ा सतुदृढ़ प्शासन को जाता है, विर भी”, उनहोंने आगे ललखा है, “इस संदभ्य में हम उनकी उपेक्ा करते हैं।”
गांधी
_ ૬૦૦/-
आितुधनक भारत के एक अत्थनत महत्िपूर्य सतुपतुत्र के जीिन पर डाला ग्था ्थह पदा्य उसके बाद के सम्थ में भी कभी-कभी ही, और िह भी आंलशक तौर पर ही उठा्था ग्था। मतुझे इस पददे को समपूर्य रूप से उठाने और सरदार पटेल के जीिन को आज की पीढ़ी के सामने लाने का सौभाग्थ प्ाप्त हुआ है। सरदार की क्ा एक पूर्य मानि की क्ा नहीं है। उनकी कधम्थों को धिपाने की मेरी इचिा नहीं ्ी और मैंने ऐसा प््थास भी नहीं वक्था है। मेरी आकांक्ा मात्र इतनी ही है वक सरदार पटेल के जीिन के विष्थ में जानने के बाद कम-से-कम कुि लोग तो समझ पाएँगे वक अचिे वदनों में अहोभाि के सा् त्ा दुःख और धनराशा के वदनों में भारत की महान् शष्ति के रूप में उनहें ्थाद वक्था जाना चावहए। इस पर प्ा्थः िाद-वििाद होता रहता है वक सितंत्र भारत के प््म प्िानमंत्री के च्थन के सम्थ महातमा गांिी ने सरदार पटेल के प्वत अन्था्थ वक्था ्ा ्था नहीं वक्था ्ा। इस संदभ्य में मैंने अपना शोि इस ग्ं् में प्सततुत वक्था है। कुि लोगों ने प्वतपावदत वक्था है वक इस विष्थ में महातमाजी ने सरदार के सा् अन्था्थ वक्था। इस पतुसतक के लेखन के प्ेरक तत्िों में से एक महत्िपूर्य तत्ि ्थह प्वतपादन भी है। ्थवद ऐसा अन्था्थ हुआ हो तो महातमा के एक पौत्र के रूप में उसकी कुि क्वतपूवत्य कर लेना उधचत होगा। इसके अवतररति मैंने राटिट्रधनमा्यता के प्वत अपना नागररक-ऋर चतुकाने का प््थास भी वक्था है। [प्सतािना में से]
363
राजमोहन गांधी ISBN 978-81-7229-923-1
છાપાંની સ્વતંત્રતા વિશે ચક્રવર્તી રાજગોપાલાચાર્ય
૩૬૪