વર્ષૹ ૧૦ અંકૹ ૦૫ સળંગ અંકૹ ૧૦૯ • મે ૨૦૨૨
છૂ ટક કિંમત ઃ _ ૧૫
૯૭
વર્ષૹ ૧૦ સળંગ અંકૹ ૧૦૯ •
અંકૹ ૦૫ મે ૨૦૨૨
છૂ ટક કિંમત ઃ _ ૧૫ તંત્રી
વિવેક દેસાઈ
૧. રાજદ્રોહના કેસમાં ગાંધીજીનું એકરારનામું . . મો. ક. ગાંધી. . ૯૯
સંપાદક
૨. આપણા ઇતિહાસમાંથી કેટલાંક બોધપાઠ . .રાજમોહન . રાજમોહન ગાંધી. .૧૦૪ . ૧૦૪
કિરણ કાપુરે પરામર્શક
કપિલ રાવલ સાજસજ્જા
અપૂર્વ આશર
૩. બર્ટ્રાન્ડ રસેલની ૧૫૦મી જન્મજયંતી . ગગનવિહારી મહે તા. .૧૧૪ . ૧૧૪ ૪. પ્રથમ દર્શને ગાંધી : રે વ. જોસેફ જ ે. ડૉક . . . સોનલ . સોનલ પરીખ. .૧૧૯ . ૧૧૯ ૫. ‘દીઠુ ં મેં’ વિશે . . . . . . . . . . . . સિતાંશુ યશશ્ચંદ્ર. .૧૨૪ . ૧૨૪ ૬. દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં . . . . . ચંદુલાલ ભ. દલાલ. .૧૨૯ . ૧૨૯
આવરણ ૧
ગાંધીજી પરના રાજદ્રોહનું આરોપનામું અને રવિશંકર રાવળે અદાલતમાં તત્ક્ષણ દોરે લો સ્કેચ આવરણ ૪
આઝાદ થયા! [નવજીવનનો વધારોે : ૧૯ માર્ચ ૧૯૨૨]
વાર્ષિક લવાજમ ઃ _ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં) લવાજમ મોકલવાનું સરનામું વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ આશ્રમ રોડ, અમદાવાદ – ૩૮૦ ૦૦૯ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ • ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમેન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨
e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.
લવાજમ અંગે: કવર પર વાચકોના સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (૩–૨૨) એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં ૩ એ માર્ચ મહિનો અને ૨૨ એ ૨૦૨૨નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.
સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે. સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [ ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે. ૯૮
ગાંધીજી પર રાજદ્રોહ અને અદાલત સમક્ષ બયાન
યોગાનુયોગ ગાંધીજીને રાજદ્રોહ હે ઠળ થયેલી સજાના શતાબ્દી વર્ષે જ આ કાયદાના સંદર્ભે ચર્ચાએ જોર પકડ્યું છે. રાજદ્રોહનું તહોમતનામું ગાંધીજી પર यंग इन्डियाમાં લખેલા ત્રણ લેખ સંદર્ભે ઘડાયું હતું. અમદાવાદના સરકિટ હાઉસમાં ઊભી કરવામાં આવેલી અદાલતમાં કેસ ચાલ્યો અને તેમને છ વર્ષની સજા થઈ. ૧૮૭૦માં અંગ્રેજ સરકાર દ્વારા રાજદ્રોહનો કાયદો મુખ્યત્વે ઘડાયો જ હતો એ માટે કે સરકાર વિરોધી ગતિવિધિઓ અને વલણોને દબાવી શકાય. પણ તેમ ન થયું અને રાજદ્રોહના કાયદા અંતર્ગત ૧૮૯૭માં પ્રથમ વાર બાલ ગંગાધર ટિળક પર કેસ દર્જ કરવામાં આવ્યો. ટિળક પર આરોપ પણ તેમના તંત્રીપણા હે ઠળ ચાલતા મરાઠી અખબાર ‘केसरी’માં સરકારી ટીકાનો હતો. તે વખતે ટિળકે પ્લેગની મહામારી ડામવા સરકારની અપૂરતા પ્રયાસની જોરશોરથી ટીકા કરી હતી. તે પછી પણ તેમની પર બે વખત રાજદ્રોહના કેસ થયા. ૧૯૨૨માં ગાંધીજી પર આ કાયદા હે ઠળ કામ ચાલ્યું અને તેમણે તેનો સ્વીકાર અદાલતમાં કરીને કહ્યું, “પ્રજાની પ્રત્યે રહે લો મારો ધર્મ વિચારતાં મને લાગે છે કે એક ચુસ્ત રાજનિષ્ઠ અને સહકારી શહે રી મટીને આજ ે હં ુ એક કટ્ટો રાજદ્રોહી અને અસહકારી શા સારુ બન્યો છુ .ં ” તે પછી તેઓએ નીચે આપેલ ‘લેખી એકરાર’નું અદાલત સમક્ષ બયાન કર્યું. આ બયાન તેમની દક્ષિણ આફ્રિકાથી હિં દુસ્તાનમાં પ્રથમ વાર જ ેલ જવાનો પ્રસંગ આવ્યો ત્યાં સુધીની પ્રવૃત્તિનું છે. તેમાં અંગ્રેજ શાસન સાથેનો તેમનો સંબંધ પણ આલેખી આપ્યો છે. રાજદ્રોહનો કાયદો દૂર કરવાની માગણી દેશ સ્વતંત્ર્ય થયો તે સમયથી થતી આવી છે. આઝાદી મળી એ સમયે ભારતીય બંધારણસભામાં પણ તેની ચર્ચા થઈ હતી. તે વખતે આ કાયદાને નાબૂદ કરવાની પહે લ બંધારણસભાના સભ્ય કનૈયાલાલ મુનશીએ કરી હતી. કાયદાને રદ કરવાને લઈને સહમતી સધાઈ અને બંધારણના મુસદ્દામાંથી ‘રાજદ્રોહ’ શબ્દ દૂર કરવામાં આવ્યો. જોકે, આ કલમ ‘ઇન્ડિયન પીનલ કોડ’માં યથાવત્ રહી અને તેનો દુરુપયોગ થતો રહ્યો. રાજદ્રોહને લઈને ૧૯૬૨માં સુપ્રીમ કોર્ટ દ્વારા સીમાચિહ્નરૂપ ચુકાદો આવ્યો. આ કેસ કેદારનાથ સિંહ વિ. બિહાર સરકારનો હતો. કે. એન. સિંઘના નામે જાણીતા કેદારનાથ કૉમ્યુનિસ્ટ પાર્ટી — ફૉરવર્ડ બ્લૉકના સભ્ય હતા. ૧૯૫૩માં બિહારના બરૌની ગામમાં આપેલા
કોર્ટરૂમનું રવિશંકર રાવળે દોરે લું ઐતિહાસિક ચિત્ર
नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨૨]
99
વક્તવ્યમાં કૉંગ્રેસ પક્ષની ટીકાના કારણે તેમના પર રાજદ્રોહનો કેસ થયો. આ કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સરકાર કે શાસન પરની ટીકામાં રાજદ્રોહનો કેસ બનતો નથી. સાથે આ કેસમાં પાંચ ન્યાયાધીશની બેન્ચે એમ ઉમેર્યું કે, હિં સા અને અસંતોષ વધે તેવાં જ વક્તવ્ય અને અભિવ્યક્તિને રાજદ્રોહના કલમ હે ઠળ દંડિત કરી શકાય. જોકે સુપ્રીમે દેશદ્રોહ કાયદાને બરકરાર રાખ્યો, પંરતુ તેના દુરુપયોગના દાયરાને મર્યાદિત કર્યો. તે પછી ૧૯૭૩માં ઇંદિરા ગાંધીના કાર્યકાળમાં રાજદ્રોહની કલમ ૧૨૪ अ હે ઠળ આ કાયદાને બિનજામીનપાત્ર બનાવ્યો અને સાથે તેમાં પોલીસને કેટલીક અબાધિત સત્તા મળી, જ ેમાં વૉરન્ટ વિના ધરપકડની વાત સામેલ હતી. રાજદ્રોહના મુદ્દે તે પછીના પણ અનેક કેસો છે જ ે ટાંકી શકાય, જ ેમાં તેનો દુરુપયોગ થયો છે અને વારં વાર કાયદાની સમીક્ષામાં આ કાયદો આવતો રહ્યો છે. ઑગસ્ટ, ૨૦૧૮માં ‘ધ લૉ કમિશન ઑફ ઇન્ડિયા’નું રાજદ્રોહ સંદર્ભે પરામર્શન પ્રકાશિત થયું તેમાં રાજદ્રોહ કાયદાને રાષ્ટ્રીય અખંડિતતા માટે આવશ્યક ગણવામાં આવ્યો હતો. સાથે વાણીસ્વાતંત્ર્યને ડામવા અર્થે તેનો ઉપયોગ ન થવો જોઈએ તેવું પણ તેમાં સૂચન હતું. તેમ છતાં રાજદ્રોહનો કેસ પત્રકારો, ઍક્ટિવિસ્ટ અને રાજકીય આગેવાનો પર લાગતો રહ્યો છે. ‘નૅશનલ ક્રાઇમ રે કૉર્ડ્સ બ્યૂરો’ મુજબ ૨૦૧૯ના આંકડામાં દર્શાવાયું છે કે રાજદ્રોહ હે ઠળ થયેલા કેસોમાં માત્ર ત્રણ ટકાને દોષી પુરવાર કરી શકાયા. છેલ્લાં વર્ષોમાં રાજદ્રોહના કેસ વધુ થઈ રહ્યા છે તેથી તેના પર ઠોસ ચર્ચાએ ફરી જોર પકડ્યું છે. હાલમાં જ્યારે ભારતના કાયદામંત્રી ‘આઝાદી અમૃત મહોત્સવ’નો હવાલો આપી અંગ્રેજો સમયના કાયદાઓને રદ કરી રહ્યા છે, ત્યારે રાજદ્રોહને રદ કરવાની માંગણી પણ બુલંદ જ રહે વાની.
રાજદ્રોહના કે સમાં ગાંધીજીનું એકરારનામું મો. ક. ગાંધી
હિંદુસ્તાન પ્રત્યે તેમ જ જ ે વિલાયતની પ્રજાને
સંતોષવા ખાતર મુખ્યત્વે કરીને આ મુકદ્દમો માંડવામાં આવ્યો છે તે પ્રજાની પ્રત્યે રહે લો મારો ધર્મ વિચારતાં મને લાગે છે કે એક ચુસ્ત રાજનિષ્ઠ અને સહકારી શહે રી મટીને આજ ે હં ુ એક કટ્ટો રાજદ્રોહી અને અસહકારી શા સારુ બન્યો છુ ં એનો ખુલાસો આપવાને હં ુ બંધાયેલો છુ .ં સિવાય કોર્ટને પણ હિં દુસ્તાનમાં કાયદાથી સ્થપાયેલી સરકાર સામે અપ્રીતિ ફે લાવવાના આરોપને હં ુ શા કારણે સ્વીકારી લઉં છુ ં એ મારે જણાવવું જોઈએ. 100
મારા જાહે ર જીવનની શરૂઆત સને ૧૮૯૩માં દક્ષિણ આફ્રિકામાં વિષમ સંજોગો વચ્ચે થઈ. એ દેશમાં અંગ્રેજી સત્તા જોડેનો મારો પહે લવહે લો સમાગમ ઝાઝો સુખદાયી ન કહે વાય. મને માલૂમ પડ્યું કે માણસ તરીકે અને એક હિં દી તરીકે મને કશા જ હક નહોતા; ઊલટુ ં મેં જોયું કે હં ુ હિં દુસ્તાની હતો એટલા જ કારણસર માણસ તરીકેના પણ મારા હકો માર્યા જતા હતા. પણ આથી હં ુ હાર્યો નહીં. હિં દીઓ પ્રત્યે ચલાવવામાં આવતું દુર્વર્તન એ એક મોટે ભાગે [ મે ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
સારા એવા રાજતંત્ર ઉપર વળેલો બહારનો મેલ છે, મૂળ હાડે તો તંત્ર સારું છે એમ મેં મારા મનને મનાવ્યું અને જ્યાં મને એ સરકારના દોષ જણાયા ત્યાં તે સારુ તેને વખતોવખત વખોડવા છતાં તેનો નાશ કદી પણ ન ઇચ્છતાં એ સરકાર જોડે હં ુ સ્વેચ્છાપૂર્વક અને સાચા દિલથી સહકાર કરતો રહ્યો. આથી સને ૧૮૯૯માં બોઅર યુદ્ધ1 વેળાએ સલ્તનતની હસ્તી જોખમમાં આવી પડી ત્યારે મેં તેને મારી સેવા અર્પણ કરી. મેં જખમીઓની માવજત કરનારી સ્વયંસેવકોની ટુકડી ઊભી કરી અને લેડીસ્મિથ2ના બચાવને સારુ થયેલી સંખ્યાબંધ લડાઈઓ દરમિયાન મારાથી બનતું કર્યું. તે જ પ્રમાણે સને ૧૯૦૬માં ઝૂલુ બળવા3 દરમિયાન પણ મેં જખમીઓને ઉઠાવનારા ડોળીવાળાઓની એક ટુકડી ઊભી કરે લી અને “બળવો” શમતાં સુધી સેવા બજાવેલી. આ બંને પ્રસંગે મારી સેવાઓને માટે મને ચાંદ મળેલા અને સરકારી ખરીતાઓમાં મારા કામની ખાસ નોંધ લેવાયેલી. દક્ષિણ આફ્રિકામાંના મારા કામની કદરમાં લૉર્ડ હાર્ડિંજ4 તરફથી મને કૈસરે હિં દ સુવર્ણપદક મળેલાે. સને ૧૯૧૪માં જ્યારે ઇંગ્લૅંડ અને જર્મની વચ્ચે લડાઈ જાગી ત્યારે મેં લંડનમાં તે વખતે વસતા હિં દીઓની — મુખ્યત્વે વિદ્યાર્થીઓની — એક “ઍમ્બુલન્સ” ટુકડી ઊભી કરે લી. આ ટુકડીએ કીમતી સેવા બજાવ્યાની ત્યારના અમલદારોની કબૂલાતો છે. અને છેલ્લે હિં દમાં જ્યારે ૧૯૧૭ની સાલમાં 1. 2. 3. 4. 5.
દિલ્હીમાં મળેલી યુદ્ધ પરિષદમાં લૉર્ડ ચેમ્સફર્ડે5 લશ્કરભરતીને સારુ આગ્રહભરી અરજ કરી ત્યારે સુધ્ધાં મારી તબિયત સામું ન જોતાં ખેડા જિલ્લામાં લશ્કરભરતીને સારુ હં ુ મથ્યો, જોકે મારા પ્રયત્નને ફળ આવવા માંડ્યું એટલામાં લડાઈ બંધ થઈ અને વધુ રં ગરૂટોની જરૂર ન રહ્યા બાબતના હુકમો નીકળ્યા. આ બધા સેવાના પ્રયત્નો દરમિયાન હં ુ એ જ આશાની હૂંફે જીવતો હતો કે આવી સેવાઓ બજાવીને મારા દેશબંધુઓને સારુ સલ્તનતમાં સંપૂર્ણ સમાનતાનો દરજ્જો મેળવી શકાશે. એ મારી આશા પર પહે લવહે લો ફટકો “રૉલેટ ઍક્ટ”ના રૂપમાં પડ્યો. એ કાયદા સામે મારે કડવી ઝુંબેશ ચલાવવી પડી. ત્યાર બાદ પંજાબનો કાંડ શરૂ થયો, જ ેનો આરં ભ જલિયાંવાલાની કતલથી થયો અને અવધિ પેટ ે ચલાવવાના હુકમોમાં, જાહે ર રસ્તાઓ પર ફટકા મારવામાં અને એવાં જ બીજાં અકથનીય અપમાનભર્યાં કૃ ત્યોમાં થઈ. મેં એ પણ જોયું કે તુર્કી તેમ જ ઇસ્લામનાં પવિત્ર સ્થળો પર હાથ ન નાખવાના સંબંધમાં હિં દી મુસલમાનોને વડા પ્રધાને આપેલો કોલ પાળવાનો ઝાઝો સંભવ ન હતો. પણ એ બધાં લક્ષણ દેખાતાં છતાં અને મિત્રોએ પણ મને ગંભીર ચેતવણીઓ આપ્યા છતાં અમૃતસરની મહાસભાવેળાએ સરકાર જોડે સહકારની તેમ જ મૉન્ટેગ્યૂ-ચેમ્સફર્ડ સુધારા સ્વીકારવાની તરફે ણમાં હં ુ ઝૂઝ્યો, એવી આશાએ કે વડા પ્રધાન હિં દી મુસલમાનોને
દક્ષિણ આફ્રિકામાં ૧૮૮૯થી ૧૯૦૨ સુધી અંગ્રેજ અને ડચ (બોઅર) વચ્ચે થયેલી લડાઈ. દક્ષિણ આફ્રિકાનું એક નગર. દક્ષિણ આફ્રિકાના મૂળ નિવાસી ઝૂલુ અનे અંગ્રેજો વચ્ચે થયેલો સંઘર્ષ. ભારતના વાઇસરૉય (૧૯૧૦-૧૯૧૬) . ભારતના વાઇસરૉય (૧૯૧૬-૧૯૨૧).
नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨૨]
101
આપેલો પોતાનો કોલ આખરે પાળશે, પંજાબનો જખમ રૂઝવવામાં આવશે અને સુધારા જોકે અધૂરા અને અસંતોષકારક હતા છતાં તે હિં દના જીવનમાં એક નવા અને આશાદાયી યુગના સૂચક નીવડશે. પણ મારી આશાઓ બધી ધૂળ મળી. ખિલાફતને લગતો કોલ પાળવાનો મોખ નહોતો. પંજાબના કાંડ પર સફે દો ફે લાવવામાં આવ્યો અને ગુનેગારોને શિક્ષા કરવાનું તો કોરે રહ્યું પણ ઊલટા તેઓ પોતાની નોકરીઓ પર કાયમ રહ્યા અગર તો તેમનાં પેન્શનો હિં દી ખજાનામાંથી આપવાં ચાલુ રહ્યાં, અને વળી કેટલાક દાખલાઓમાં તો તેમને ઊલટાં ઇનામ-અકરામો એનાયત કરવામાં આવ્યાં! મેં એ પણ જોયું કે સુધારાઓથી જ ે દિલના પલટાની આશા બાંધવામાં આવી હતી તેવો કશોયે પલટો ન થતાં માત્ર હિં દુસ્તાનનું ધન વધુ ચૂસવાની અને માત્ર તેની ગુલામીને લંબાવવાની જ તે એક નવી તદબીર હતી. અફસોસપૂર્વક હં ુ એ નિર્ણય ઉપર આવ્યો કે બ્રિટિશ હકૂ મતે રાજદ્વારી તેમ જ આર્થિક બંને દૃષ્ટિએ હિં દને તે અગાઉ કદી નહોતું તેટલું લાચાર જ કરી મેલ્યું છે. જો નિ:શસ્ત્ર હિં દ આજ ે કોઈ પણ હુમલાખોર સામે શસ્ત્રની લડાઈમાં ઊતરવા માગે તો તેમ કરવાની આજ ે તેનામાં કશી જ તાકાત નથી. અને આ સ્થિતિ એટલી તો હદ સુધી વ્યાપેલી છે કે અમારા કેટલાક સારામાં સારા માણસો પણ આજ ે એવું માને છે કે હિં દે વસાહતોની ઢબનું સ્વરાજ મેળવવાને પણ હજુ અનેક પેઢીઓ વિતાવવી જોઈએ. હિં દુસ્તાન આજ ે એટલું તો નાદાર બની ગયું છે કે તેનામાં દુષ્કાળોની સામે ટકાવ ધરવાની બિલકુ લ શક્તિ નથી. અંગ્રેજોએ અહીં પગલાં 102
કર્યાં તે અગાઉ હિં દ પોતાનાં લાખો ઝૂંપડાંઓમાં કાંતતું તથા વણતું અને ખેતીમાંથી મળી રહે નારી પોતાની નાનીશી આજીવિકામાં રહે તી ખોટ ભરી કાઢતું. જીવાદોરી સમો આ હિં દનો ગૃહઉદ્યોગ માની ન શકાય એટલા નિષ્ઠુર અને અમાનુષ ઉપાયો વડે નષ્ટ કરવામાં આવ્યો, જ ેનાં બયાનો અંગ્રેજ સાક્ષીઓએ કરે લાં છે. હિં દની અધપેટ ે રહે નારી આમપ્રજા કેવી ધીમી ધીમી મૃતપ્રાય થતી જાય છે એની શહે રોના રહે નારાઓને ભાગ્યે જ ભાળ છે. તેઓને ખબર નથી કે તેમને ભોગવવા મળતા શુદ્ધ એશઆરામ તેઓ હિં દને ચૂસનારા પરદેશી મૂડીદારોનાં ઘર ભરવા જ ે મહે નત કરે છે તેની દલાલી સિવાય બીજુ ં કશું નથી, અને પેલાઓનો બધો નફો તેમ જ આમની દલાલી બંને હિં દની ગરીબ પ્રજાને નિચોવીને જ નિતારી કાઢેલાં હોય છે. તેમને ગમ નથી કે બ્રિટિશ હિં દમાં કાયદાથી સ્થપાયેલી સરકાર એ ગરીબ આમપ્રજાને આ રીતે ચૂસવાની ખાતર જ ચલાવવામાં આવે છે. ચાહે તેવા વિતંડાવાદથી કે આંકડા-અહે વાલોનાં ચાહે તેવાં માયાવી કોષ્ટકોથી આજ ે જ ે પુરાવો હિં દનાં ગામડાંઓ પોતાનાં બોલતાં-ચાલતાં હાડપિંજરોથી નરી આંખને પણ આપી રહે લ છે તેને ઉડાવી શકાય તેમ નથી. મારા મનને તો છાંટાભાર શક નથી કે ઈશ્વર જ ેવો કોઈ માલિક જો દુનિયાને માથે હોય તો તેના દરબારમાં ઇંગ્લૅંડને તેમ જ હિં દુસ્તાનનાં આ બધાં શહે રોમાં વસનારાઓને બેઉને આ ગુનાને માટે — ઇતિહાસમાં કદાચ જ ેની જોડ ન મળી શકે એવા આ માનવજાતિ સામેના ગુનાને માટે જવાબ દેવો પડશે. ખુદ કાયદો પણ આ દેશમાં હિં દને ચૂસી લેનાર પરદેશીઓની સેવાને અર્થે જ વપરાય છે. પંજાબ માર્શલ લૉના મુકદ્દમાઓની મારી તટસ્થ તપાસને [ મે ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
પરિણામે મારા ઉપર એવી છાપ પડી કે સેંકડે ઓછામાં ઓછી પંચાણું ટકા સજાઓ કેવળ દુષ્ટ હતી. હિં દમાંના રાજદ્વારી મુકદ્દમાઓના મારા અનુભવ ઉપરથી મેં જોયું છે કે તેમાં સજા પામેલા લોકોમાંના દરે ક દસમાંથી નવ સાવ નિર્દોષ હતા. સ્વદેશપ્રીતિ એ જ એમનો ગુનો. હિં દની અદાલતોમાં યુરોપિયનોની સામે કામ માંડનારાઓમાંથી નવાણું હિં દીઓને ન્યાય મળતો નથી. આ ચિતારમાં રં ગપૂરણી કે અતિશયોક્તિ કયાંય નથી. આવા મુકદ્દમાઓ જોડે સંબંધ ધરાવવાનો જ ે જ ે કોઈ હિં દીઓને પ્રસંગ પડ્યો છે તેવા લગભગ દરે ક હિં દીનો અનુભવ આવો જ છે. સૌથી મોટુ ં દુર્ભાગ્ય તો એ છે કે અંગ્રેજ લોકો તેમ જ દેશનો કારભાર કરવામાં ભળનારા તેમના હિં દી સાથીઓ પોતે મેં ઉપર વર્ણવવાનો પ્રયત્ન કર્યો છે તેવો કશો ગુનો કરવામાં રોકાયેલા છે એ સમજી શકતા નથી. મને ખબર છે કે ઘણા અંગ્રેજ તેમ જ હિં દી અમલદારો પ્રામાણિકપણે એવું માનનારા છે કે પોતે દુનિયામાંનું એક સારામાં સારું રાજ્યતંત્ર ચલાવી રહ્યા છે અને તે નીચે હિં દુસ્તાન ધીમે પગલે પણ સંગીન પ્રગતિ કરી રહ્યું છે. તેમને ભાળ નથી કે પ્રજાને થથરાવી મૂકવાની એક અદૃશ્ય પરં તુ અસરકારક કાર્યપદ્ધતિ તથા પશુબળના વ્યવસ્થિત દેખાવથી અને બીજી બાજુ એ પ્રતિકાર કરવાની અગર આત્મરક્ષણની સુધ્ધાં બધી શક્તિ પ્રજા પાસેથી ખૂંચવી લેવામાં આવ્યાથી પ્રજા આખી નપુંસક બની ગઈ છે અને તેનામાં દંભ અને પામરતા ફે લાયાં છે. અને આ ભયાનક કુ ટવે ને પરિણામે કારભારીઓમાં અજ્ઞાન અને આત્મવંચન બેવડાં બન્યાં છે. જ ે ૧૨૪अ કલમનું સદ્ભાગ્યે મારા ઉપર તહોમત મેલવામાં આવ્યું
नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨૨]
છે તે કલમ હિં દી નાગરિકોની સ્વતંત્રતા કચડી નાખવા સારુ ઘડવામાં આવેલી રાજદ્વારી કલમોમાં કદાચ સર્વોપરી છે. પ્રીતિ કંઈ કાયદાથી પેદા થનારી કે નિયમમાં રહે નારી વસ્તુ નથી. માણસને જો કોઈ શખસ કે વસ્તુ પ્રત્યે પ્રીતિ ન હોય તો જ્યાં સુધી તે મારફાડ કે ખૂનામરકીનો ઇરાદો ન રાખતો હોય અગર તો ખૂનામરકીને ઉત્તેજન કે ઉશ્કેરણી ન કરતો હોય ત્યાં સુધી તેને પોતાની અપ્રીતિ દર્શાવવાનો પૂરેપૂરો અખત્યાર હોવો જોઈએ. પણ જ ે કલમમાંનો આરોપ ભાઈ શંકરલાલ ઉપર તેમ જ મારા ઉપર મૂકવામાં આવ્યો છે તે મુજબ તો માત્ર અપ્રીતિ ફે લાવવી એટલું પણ ગુનો છે. આ કલમ નીચે ચાલેલા કેટલાક મુકદ્દમાઓ મેં તપાસ્યા છે અને હં ુ જાણું છુ ં કે હિં દના કેટલાક મોટામાં મોટા પ્રજામાન્ય પુરુષોને એ કલમ હે ઠળ સજાઓ કરવામાં આવી છે. અને તેથી આ કલમ હે ઠળ મારા પર આરોપ મુકાયો એમાં હં ુ મારી મોટી ઇજ્જત થઈ સમજુ ં છુ .ં મારી અપ્રીતિનાં કારણોની ટૂ કં ામાં ટૂ કં ી રૂપરે ખા આપી દેવા મેં ઉપર પ્રયત્ન કર્યો છે. કોઈ પણ અમલદાર કે કારભારી સામે મારે અંગત કે વ્યક્તિગત એવું કશું જ વેર નથી, તો રાજાની સામે તો મારે અપ્રીતિ હોઈ જ શી શકે? પણ જ ે સરકારે અગાઉના બીજા કોઈ પણ રાજ્યતંત્ર કરતાં સરવાળે હિં દુસ્તાનનું અહિત જ વધારે કર્યું છે તેની સામે અપ્રીતિ થવી એને તો હં ુ સદ્ગુણ જ સમજુ ં છુ .ં બ્રિટિશ હકૂ મત હે ઠળ હિં દમાં અગાઉ કોઈ કાળે ન થયેલો એટલો મર્દાનગીનો લોપ થયો છે. આવી મારી માન્યતા હોવાથી એવા રાજ્યતંત્રને વિશે મનમાં પ્રીતિ હોવી એને હં ુ પાપ માનું છુ .ં અને તેથી મારી સામે પુરાવા તરીકે રજૂ કરવામાં આવેલા જુ દા જુ દા લેખોમાં 103
મેં જ ે કંઈ લખ્યું છે તે બધું હં ુ લખી શક્યો એ વાતને હં ુ મારું અહોભાગ્ય ગણું છુ .ં ખરું જોતાં તો હં ુ માનું છુ ં કે જ ે અસ્વાભાવિક સ્થિતિમાં અત્યારે ઇંગ્લૅંડ તેમ જ હિં દુસ્તાન રહે છે તેમાંથી ઊગરી જવાનો અસહકારનો માર્ગ બતાવ્યો તેમાં મેં બંનેની સેવા જ બજાવી છે. મારા નમ્ર અભિપ્રાય મુજબ તો બૂરાઈની સામે અસહકાર કરવો એ નેકીની જોડે સહકાર કરવાના જ ેટલી જ માણસની ફરજ છે. પણ બૂરાઈ કરનાર સામે ઇરાદાપૂર્વક હિં સા અખત્યાર કરીને જ એવો અસહકાર પ્રદર્શિત કરવાની પ્રથા આટલા કાળ દુનિયામાં ચાલતી આવી છે. હં ુ મારા દેશવાસીઓને બતાવી આપવા મથી રહ્યો છુ ં કે હિં સાવૃત્તિથી ચલાવેલો અસહકાર સરવાળે દુનિયામાં બૂરાઈને ઘટાડવાને બદલે વધારવાનું જ હથિયાર બને છે. અને બૂરાઈને નભાવવાનું એકમાત્ર સાધન હિં સા હોવાથી પોતા તરફથી તેને મળતો ટેકો ખેંચી લેવા માગનારે હિં સાનો નિ:શેષ ત્યાગ કરવો રહ્યો. એવી અહિં સાવૃત્તિમાં બૂરાઈ જોડે અસહકાર કરવા જતાં ખમવાં પડનારાં દુ:ખોને સ્વેચ્છાપૂર્વક માથે લેવાં જોઈએ એ આવી જાય છે. તેથી કાયદાની નજરે જ ે મારો ઇરાદાપૂર્વક કરે લો ગુનો ગણાય અને છતાં મારી પોતાની નજરમાં જ ે શહે રી તરીકેનો માણસનો સર્વોપરી ધર્મ છે, તેને સારુ આકરામાં આકરી સજા માગી લેવા અને તે સજા આનંદપૂર્વક માથે ચડાવવા હં ુ અહીં ઊભો છુ .ં જજસાહે બ! આપને માટે એટલો જ માર્ગ ખુલ્લો છે કે જ ે કાયદાનો અમલ કરવાનું તમને સોંપવામાં આવ્યું છે તે કાયદો જ ખરું જોતાં દુષ્ટ છે અને હં ુ વસ્તુત: નિર્દોષ છુ ં એમ જો તમે માનતા હો તો તમારે તમારી જગ્યાનું રાજીનામું આપી દેવું ને એ રીતે પાપની ભાગીદારીમાંથી 104
નીકળી જવું. આથી ઊલટુ,ં જ ે તંત્ર અને જ ે કાયદો ચલાવવામાં તમે અત્યારે મદદ કરી રહ્યા છો તે હિં દની પ્રજાને સારુ હિતકર છે અને તેથી મારી પ્રવૃત્તિ જાહે ર હિતને નુકસાન કરનારી છે એવો જો તમારો વિશ્વાસ હોય તો તમને ઘટે છે કે તમારે મને સખતમાં સખત સજા દેવી. * કોર્ટના તે નાનકડા દીવાનખાનામાં ગાંધીજીની વાણી મેઘગર્જનાની પેઠ ે ગાજતી હતી. તે એકરાર નહોતો, પણ આખી જિંદગીના રાજદ્વારી અનુભવોનો અર્ક હતો. ક્ષણેક એમ જ ભાસ્યું કે મહાત્માજી સામે મુકદ્દમો ચાલતો નથી, પણ જગત સમસ્તની કોર્ટમાં બ્રિટિશ સલ્તનત તહોમતદાર તરીકે ઊભી છે અને એક સત્યવાદી સાક્ષી પોતાના હૃદયની વાણી વડે તહોમતદારનો આરોપ પુરવાર કરી રહ્યો છે. ગાંધીજીએ જ ેમ રાજદ્રોહનો આરોપ કબૂલ કર્યો અને સજા માગી લીધી તેમ જ બ્રિટિશ સલ્તનતે પણ જજના રાજીનામા મારફતે પ્રજાદ્રોહનો અપરાધ કબૂલ કર્યો હોત તો આકાશના દેવો તે પ્રસંગ જોવા ઊતરી આવત. ગાંધીજીનો એકરાર કોર્ટ સામેનો એકરાર નહોતો, પણ તે આખા હિં દનો અવાજ હતો. કાયદાની રૂએ સ્થાપિત થયેલી બ્રિટિશ સત્તા પ્રજાની સંમતિથી સ્થાપિત થયેલી નથી. હિં દુસ્તાનના કાયદાઓનું વલણ અને હિં દનું કલ્યાણ એક દિશામાં વહે તાં નથી, એ ભીષણ સત્ય આ એકરાર પુરવાર કરે છે. આ એક નાનાસરખા લેખમાં બ્રિટિશ સ્વાર્થની કૃ તઘ્નતા ઉઘાડી પડી છે અને ચાણક્યની જ ેમ ઘોર પ્રાયશ્ચિત્ત કર્યા વગર તે કલંક ધોવાવાનું નથી. [ગાં. અ. ૨૩ : ૧૦૭-૧૧૧]
[ મે ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
આપણા ઇતિહાસમાંથી કે ટલાંક બાેધપાઠ રાજમોહન ગાંધી આપણો વર્તમાન ઇતિહાસથી ઘડાયો છે; તેમ છતાં ઇતિહાસને સમજવામાં આપણે થાપ ખાઈએ છીએ. ઇતિહાસને સમજવો ક્યારે ય સરળ નહોતો અને આજના માહિતીના ધોધ સમા યુગમાં તેને સમજવો વધુ પડકારભર્યો છે. આ પડકારને ઝીલનારા ઇતિહાસકારોમાં રાજમોહન ગાંધીનું નામ મોખરે છે. વિશેષ કરીને આઝાદી સમયની ઐતિહાસિક ઘટનાનાં તથ્યોને તેમણે સરળ રીતે લખાણમાં મૂકી આપ્યા છે. ટેલ ઑફ ટુ રિવૉલ્ટ્સ; ઇન્ડિયા ૧૮૫૭ ઍન્ડ ધ અમેરિકન સિવિલ વૉર; અન્ડરસ્ટૅન્ડિંગ ધ મુસ્લિમ માઇન્ડ; એઇટ લાઇવ્સ : એ સ્ટડી ઑફ ધ હિં દુ-મુસ્લિમ એન્કાઉન્ટર; મોહનદાસ : એ ટ્રુ સ્ટોરી ઑફ એ મૅન, હિઝ પીપલ ઍન્ડ એમ્પાયર; પટેલ : એ લાઇફ — તેમનું જાણીતું લેખનકાર્ય છે. આ ઉપરાંત, તેઓનાં વક્તવ્ય પણ માણવા જ ેવાં હોય છે. રાજમોહન ગાંધીએ ‘આપણા ઇતિહાસમાંથી કેટલાંક બોધપાઠ’ એ નામે વ્યાખ્યાન ‘રામલાલ પરીખ સ્મૃતિ વ્યાખ્યાનમાળા’માં આપ્યું હતું. આ વ્યાખ્યાનમાળાના સંગ્રહનું પુસ્તક ‘વિચારવ્યોમનાં મેઘધનુષ’ હાલમાં નવજીવન દ્વારા પ્રકાશિત થયું છે. જાન્યુઆરી ૨૦૧૩ના રોજનું આ વક્તવ્ય આપણી ઇતિહાસદૃષ્ટિને સમૃદ્ધ કરે એવું છે. તેમણે આ વક્તવ્યમાં આરં ભના ભાગમાં ૧૮૫૭ના બળવાનાં તથ્યોને મજબૂત આધાર સાથે મૂકી આપ્યાં છે.
સૌપ્રથમ આપણે સમજી લઈએ કે આપણામાંથી મોટા ભાગના જાણકારી મેળવવા માટે ઇતિહાસનો અભ્યાસ કરતા નથી. અનેક લોકો ઇતિહાસનો અભ્યાસ કોઈ ઘટના પર આપણા અભિપ્રાયો કે મતોની પુષ્ટિ મેળવવા માટે કરે છે. જો અભ્યાસમાં આપણા અભિપ્રાયને સમર્થન ન મળે, તો આપણે સમય વ્યર્થ ગુમાવ્યો હોવાનો પસ્તાવો કરીએ છીએ. કેટલાક લોકો તો આગળ વધીને ઇતિહાસકાર પ્રત્યે પૂર્વગ્રહ રાખે છે, તેમને ધિક્કારવા લાગે છે. આમ છતાં આખી દુનિયામાં ઇતિહાસની
नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨૨]
સૂક્ષ્મ સમજણ મેળવવાનો પ્રયાસ સતત થતો રહ્યો છે. પણ મનુષ્યના પૂર્વગ્રહો અને પક્ષપાતોને એનાથી નાથી શકાયા નથી. તેમ છતાં ઇતિહાસનો અભ્યાસ થતો રહે છે. મોટે ભાગે વ્યક્તિગત રસથી દોરાઈને કહે વાનો અર્થ છે કે, આપણે એ જ અભિપ્રાય કે મતનો સ્વીકાર કરીએ છીએ, જ ે અભિપ્રાય કે મતને આપણે અગાઉથી બાંધી લીધા હોય. આ હકીકત જાણવા છતાં કેટલાક લોકો હજુ પણ સ્વસંતોષ માટે ઐતિહાસિક સંશોધનો કરી રહ્યાં છે. કદાચ તેમના મનમાં ઊંડે ઊંડે એવી 105
આશા હશે કે થોડા વાચકો તો એવું કહે શે કે, “અરે ! આ વાતની તો મને ખબર જ નહોતી. મને આવો ખ્યાલ તો હતો જ નહીં.” મારો ઇતિહાસનો અભ્યાસ મર્યાદિત છે અને એમાં તમને નવાઈ ન લાગવી જોઈએ. મેં રાજાજી, સરદાર પટેલ, બાદશાહ ખાન, ગાંધીજીની જીવનગાથાઓ લખવા માટે ઇતિહાસનો અભ્યાસ કર્યો છે. મેં મહાનુભાવોનાં નામનો ઉલ્લેખ જ ે ક્રમમાં કર્યો એ ક્રમમાં જ જીવનગાથાઓ લખી છે. ભારતના ઇતિહાસમાં બદલાની ભાવના સાથે થયેલાં ઘર્ષણો અને સંધિઓનો પણ થોડો અભ્યાસ કર્યો છે. મેં સર સૈયદ અહમદખાન, કવિ ઇકબાલ, મહમ્મદ અલી ઝીણાસાહે બ, શૅર-એ-બંગાલ ફૈ ઝ-ઉલહક, લિયાકત અલી ખાન અને ડૉ. ઝાકિર હુસૈનનાં જીવનકવન અને રાજકારણનો પણ થોડો અભ્યાસ કર્યો છે. મેં ભારતના ૧૮૫૭ના પ્રથમ વિપ્લવ (જ ેને હવે ભારતનો પ્રથમ સ્વતંત્રતા-સંગ્રામ પણ કહે વામાં આવે છે) અને અમેરિકાનાં ગૃહયુદ્ધ વચ્ચે તુલનાત્મક અભ્યાસ કર્યો છે. અત્યારે હં ુ ઔરં ગઝેબના કાળથી માઉન્ટબૅટનની વિદાય સુધીના અવિભાજિત પંજાબનો અભ્યાસ કરી રહ્યો છુ .ં પંજાબના ઇતિહાસનો મારો અભ્યાસ હજુ ચાલુ છે એટલે સ્વાભાવિક રીતે મર્યાદિત છે. આ અભ્યાસ દરમિયાન એમાંથી મને થોડા બોધપાઠો શીખવા મળ્યા છે. થોડા મહિના અગાઉ મંદાબહે ને મને ‘રામલાલ પરીખ સ્મૃતિ વ્યાખ્યાનમાળા’માં વ્યાખ્યાન આપવા માટે કહ્યું હતું. પણ એ સમયે હં ુ મારા અભ્યાસ અને પંજાબ પર સંશોધન કરવા સંપૂર્ણપણે સમર્પિત હતો. એટલે મેં મંદાબહે નને નિખાલસપણે ચેતવણી આપી હતી કે, તમારે કાચું ભોજન 106
જમવાનું છે એની તૈયારી રાખજો. એટલે કે આ વિષય પર હં ુ સંપૂર્ણ તૈયારી કરીને આવ્યો નથી, છતાં મને જ ેટલી સમજણ છે એમાંથી આ વિષયને ન્યાય આપવાનો પ્રયાસ કરીશ. મને આશા છે કે, તમે મારા પ્રત્યે ઉદારતા દાખવશો. અત્યારે હં ુ પંજાબના સંશોધનમાં ગળાડૂ બ હોવાથી મારાં કેટલાંક દૃષ્ટાંતો પંજાબ સાથે સંબંધિત હશે. હં ુ આપણા ઇતિહાસમાંથી કેટલાક બોધપાઠોને આધારે મારા વ્યાખ્યાનને પાંચ મુદ્દામાં વહેં ચીશ. આ પાંચ મુદ્દા નીચે મુજબ છે : ૧. મહાન સંઘર્ષ પછી પીછેહઠ અને ક્યારે ક કરુણાંતિકા સર્જાય છે. ૨. આઝાદીની લડત દરમિયાન સમાધાન અર્થે બ્રિટિશ સામ્રાજ્ય સામે જ ેટલો સંઘર્ષ કર્યો હતો, એનાથી વધારે સંઘર્ષ આપણા જ દેશના આગેવાનો અને સમુદાયો વચ્ચે ન કર્યો. એટલે આપણે અંગ્રેજો સામે લડવામાં જ ેટલી શક્તિનો ઉપયોગ કર્યો હતો, એટલો માંહોમાંહે ઝઘડા પતાવવામાં નથી કર્યો. ૩. આપણા આઝાદીના આગેવાનોએ રાષ્ટ્રીય સ્તરે એટલે ઉપરના સ્તરે સમાધાન શોધવાનો પ્રયાસ કર્યો હતો, પણ પાયામાં રહે લી વાસ્તવિકતાનો વિચાર કર્યો નહોતો. એટલે કે સમસ્યાનું સમાધાન કરવા માટે ટૉપડાઉન (ઉપરથી નીચેનો) અભિગમ અપનાવ્યો હતો, અપડાઉનનો અભિગમ (નીચેથી ઉપરનો) અભિગમ નહોતો અપનાવ્યો. ૪. સંભવિત સહયોગીઓને અયોગ્ય ગણી તેમની સાથે રાજકીય અસ્પૃશ્યતા જ ેવું વલણ રાખી તેમનો અસ્વીકાર કર્યો. ૫. ભારતમાં લોકશાહી વ્યવસ્થા શા માટે જળવાઈ રહી? ભારતમાં લોકશાહીને [ મે ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
લઈને લોકોમાં ઘણો અસંતોષ છે એ ખરું છતાં લોકશાહી તો છે જ. તો આ પાંચ મુખ્ય મુદ્દા છે. શરૂઆત પહે લા મુદ્દાથી કરીએ. ૧. મહાન સંઘર્ષ પછી પીછેહઠ અને કરુણાંતિકા મહાન સંઘર્ષોમાં નિષ્ફળતાઓ મળે છે, પીછેહઠ કરવી પડે છે અને કેટલીક વાર આ સંઘર્ષો પછી કરુણાંતિકાઓ સર્જાય છે. આપણે બધા જાણીએ છીએ કે, વર્ષ ૧૮૫૭ પછી મોટા પાયે સામુદાયિક વિભાજન થયું હતું, ખાસ કરીને હિં દુ અને મુસ્લિમ સમુદાય વચ્ચે વિભાજન જોવા મળ્યું હતું. બ્રિટનના કેટલાક ઇતિહાસકારોએ વર્ષ ૧૮૫૭ના સંઘર્ષ માટે મુસ્લિમોને જવાબદાર ઠેરવ્યા હતા, તો બીજા કેટલાક બ્રિટિશ ઇતિહાસકારોએ હિં દુઓને. એટલું જ નહીં પણ હિં દુ અને મુસ્લિમ એમ બંને સમુદાયના ઇતિહાસકારોએ એ માટે દોષનો ટોપલો એકબીજાના સમુદાય પર ઢોળ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અમારા સમુદાયે બળવાની શરૂઆત કરી નહોતી, બીજા સમુદાયે કરી હતી. એ સમયે હિં દુ અને મુસ્લિમ એમ બંને સમુદાયમાં બ્રિટિશ સામ્રાજ્યને રીઝવવાની અને બીજા સમુદાયના ભારતીયોથી અંતર રાખવાની ભાવના પ્રબળ બની હતી. એક ઉદાહરણ આપું. તમારાંમાંથી કેટલાંકે ભારતેન્દુ હરિશ્ચંદ્રનું નામ સાંભળ્યું હશે. તેમને ‘આધુનિક હિં દી સાહિત્ય’ના પિતામહ ગણવામાં આવે છે. તેમના એક સાથીદાર હતા, જ ેમનું નામ રાધાચરણ ગોસ્વામી હતું. એમને પણ
મ્યુટિની ઍટ ધ માર્જિન્સ: ધ ન્યુ પર્સ્પેક્ટિવ્સ ઑન ધ ઇન્ડિયન અપરાઇઝિંગ ઑફ ૧૮૫૭ — વૉલ્યુમ ૪
‘આધુનિક હિં દુ સાહિત્યના પથપ્રદર્શક’ ગણવામાં આવે છે. એમણે ૧૯મી સદીના અંતે એટલે કે ૧૮૯૦ના દાયકામાં ૧૮૫૭ વિશે યમલોક કી યાત્રા નામના પુસ્તકમાં લખ્યું હતું કે : યમ રાજાએ ૧૮૫૭ના બળવાખોરો માટે એક વિશેષ નરક બનાવ્યું છે. એવી જ રીતે મુસ્લિમ લેખકોએ પણ લખ્યું.1 તેમનો પ્રયાસ મુસ્લિમ લેખકોએ બળવાથી સલામત અંતર રાખવાનો અને અનેક હિં દુઓએ બળવો કર્યો હતો એવું દર્શાવવાનો હતો. એટલે તમે જુ ઓ. હિં દુ અને મુસ્લિમ બંને સમુદાયોનો ઉદ્દેશ એકબીજા સાથે સંવાદ સાધવાનો કે સમભાવ સ્થાપવાનો નહોતો, પણ
1. સંદર્ભ : મ્યુટિની ઍટ ધ માર્જિન્સ: ધ ન્યુ પર્સ્પેક્ટિવ્સ ઑન ધ ઇન્ડિયન અપરાઇઝિંગ ઑફ ૧૮૫૭ — વૉલ્યુમ ૬; પર્સેપ્શન, નૅરેશન ઍન્ડ રિઇન્વેન્શન; ધ પેડાગોજી ઍન્ડ ડિસ્ટોરિયોગ્રાફી ઑફ ધ ઇન્ડિયન: અપરાઇઝિંગ; ક્રિસ્પિન બેટ્સ; સેજ પબ્લિશિંગ ઇન્ડિયા
नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨૨]
107
૧૮૫૭માં પોતાની કોઈ ભૂમિકા નહોતી એવું પુરવાર કરવાનો હતો. પોતાનો સમુદાય ‘અણીશુદ્ધ નિર્દોષ’ હોવાનું દર્શાવવાનો હતો. મુસ્લિમો, હિં દુઓ, શીખો — તમામ સમુદાયોએ એક યા બીજી રીતે બ્રિટિશ સામ્રાજ્ય સાથે એમના સંબંધો વિકસાવવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ માનતા હતા કે એનાથી બીજા સમુદાયોની સરખામણીમાં પોતાના સમુદાયની આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સ્થિતિમાં સુધારો થશે. હકીકતમાં આપણે જાણતા ન હતા કે આપણે સંપૂર્ણપણે હિં દુ નથી, આપણે સંપૂર્ણપણે મુસ્લિમ નથી અને આપણે સંપૂર્ણપણે શીખ પણ નથી. પંજાબમાં મુસ્લિમ, શીખ અને હિં દુ એમ ત્રણેય સમુદાયોએ એકબીજાથી ભયભીત રહે વાનો, બ્રિટિશ લોકો સાથે સંબંધ બાંધવાનો અને બ્રિટિશ સામ્રાજ્ય સાથે સારા વિધેયાત્મક સંબંધોનું નિર્માણ કરવાનો પ્રયાસ કર્યો હતો. ૧૯મી સદીના છેલ્લા ત્રણ દાયકામાં સર સૈયદ અહમદખાન મુસ્લિમ સમુદાયના પ્રભાવશાળી નેતા હતા. તેઓ માનતા હતા કે, મુસ્લિમ સમુદાયે એક થવું જોઈએ અને તેમણે બ્રિટિશ સામ્રાજ્ય સાથે સારા સંબંધો સ્થાપવા જોઈએ. તેમના મિત્ર હતા — એલન ઑક્ટેવિયન હ્યુમ. આ બંને ઉત્તરપ્રદેશમાં હતા. ઇતિહાસમાં હ્યુમની ગણના ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપકોમાંના એક તરીકે થાય છે. તેઓ મૂળે સિવિલ સનદી અધિકારી હતા. તેમાંથી નિવૃત્ત થયા પછી તેમણે કલકત્તા સહિત ભારતનાં જુ દાં જુ દાં શહે રોમાં પથરાયેલા ભારતીય મિત્રોને, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપના કરવા પ્રેરણા આપી હતી. સૈયદ અહમદખાને કૉંગ્રેસની રચનાનો પુરજોશથી વિરોધ કર્યો હતો. કૉંગ્રેસે સ્થાનિક અને પ્રાંત પરિષદોમાં 108
એલન ઑક્ટેવિયન હ્યુમ
ચૂંટાયેલા સભ્યોને સ્થાન આપવાની તથા સનદી સેવાઓમાં ભારતીયોને વધારે તક આપવાની માગણી કરી હતી. સૈયદ અહમદખાને આ માગણીનો વિરોધ કર્યો હતો. આ માટે તેમણે કેટલીક જનસભાઓનું આયોજન કર્યું હતું. અહીં પ્રશ્ન એ છે કે, તેમના વિરોધ પાછળ કારણ શું હતું? સૈયદ અહમદખાન હિં દુઓને શાસક તરીકે સ્વીકારવા તૈયાર નહોતા. અંગ્રેજો અગાઉ હિં દમાં મુગલ સામ્રાજ્ય હતું અને હિં દુઓ પર મુસ્લિમ સમુદાયનું શાસન હતું. પણ તેમને ડર હતો કે, હવે હિં દુઓ મુસ્લિમો પર શાસન કરશે. તેઓ બહુમતીમાં હોવાથી ચૂંટણીઓ જીતી જશે. એ સમયે સૌથી વધુ શિક્ષિત સમુદાય બંગાળમાં હતો. એટલે તેઓ માનતા હતા કે, બંગાળી હિં દુઓ સર્વિસમાં એકાધિકાર સ્થાપી દેશે. તેમને ચિંતા હતી કે, ભારતમાં મુસ્લિમો કરતાં હિં દુઓની સંખ્યા ઘણી વધારે છે એટલે ભારત પર ભારતીયો નહીં, પણ હિં દુઓ શાસન કરશે. આ કારણે તેમણે ભારતમાં બ્રિટિશ શાસનની તરફે ણ કરી હતી [ મે ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
અને મુસ્લિમોએ કોઈ પણ ભોગે કૉંગ્રેસમાં સામેલ ન થવું જોઈએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે લખનૌમાં ૧૮ ડિસેમ્બર, ૧૮૫૭માં કહ્યું હતું કે : આપણા કુ લીન વર્ગની સાથે, આપણા અમીર-ઉમરાવ વર્ગની હરોળમાં નીચી જ્ઞાતિના માણસો (હિં દુઓ) બેસશે? ભલે એ બી.એ. કે એમ.એ. હોય, ભલે એ પર્યાપ્ત કુ શળતા ધરાવતો હોય, છતાં એ આપણી ઉપર શાસન કરશે? એને કાયદા ઘડવાનો અને આપણી મિલકતો જોવાનો અધિકાર મળે તે ગમશે? ક્યારે ય નહીં. મને, તમને કે આપણામાંથી કોઈને આ વાત પસંદ નહીં પડે. વાઇસરૉયની પરિષદમાં સ્થાન મેળવવું એ ગર્વ અને પ્રતિષ્ઠાની વાત છે. બીજુ ં કોઈ નહીં, પણ જ ેનો ઉછેર સારી રીતે થયો હોય, જ ેમાં વારસાગત રીતે કુ લીન વર્ગના સંસ્કારો હોય એવી જ વ્યક્તિને વાઇસરૉય પોતાના સાથીદાર તરીકે લે છે અને તેની સાથે ભાઈચારાની ભાવના કેળવે છે. વાઇસરૉય બ્રિટનના અમીર અને ઉમરાવો સાથે બેસીને ભોજન લે છે અને એને સમકક્ષ હોય એવા જ પુરુષોને આમંત્રણ આપે છે. એટલે સર સૈયદ અહમદખાન ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય લાંબો સમય જળવાઈ રહે એવું ઇચ્છતા હતા. તેઓ અંગ્રેજોના શાસનમાં જ મુસ્લિમ સમુદાયને હિં દુ સમુદાય કરતાં વધારે શિક્ષિત બનાવવા ઇચ્છતા હતા અને આ માટે તેમણે યુનિવર્સિટીની સ્થાપના પણ કરી હતી. હિં દુઓમાં પણ એમના જ ેવી જ માનસિકતા ધરાવતા એમના સમકાલીન પ્રભાવશાળી નેતા હતા. તેઓ રાષ્ટ્રપ્રેમી હતા.
नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨૨]
એમનું નામ હતું બંકિમચંદ્ર ચૅટર્જી. તેઓ પણ સૈયદ અહમદની જ ેમ બ્રિટિશ રાજમાં ન્યાયિક સેવાઓમાં ઑફિસર હતા. જ ેમ સર સૈયદ અહમદખાન મુસ્લિમોને શાસક તરીકે જાળવવા ઇચ્છતા હતા, એ જ રીતે બંકિમચંદ્ર ભારતમાં હિં દુઓએ હિં દુ રાષ્ટ્રનું નિર્માણ કરવું જોઈએ એવું માનતા હતા. તેઓ અહીં વસવાટ કરતા તમામ સમુદાયના લોકો માટે ભારતનું નિર્માણ થાય એવું ઇચ્છતા નહોતા. એમની વિચારસરણીના પાયામાં હિં દુ શાસ્ત્રો હતાં. બ્રિટિશ શાસને આ બંને પ્રકારની માનસિકતાનો લાભ લીધો હતો. બંકિમચંદ્ર ચૅટર્જી માનતા હતા કે: ચોક્કસ, હિં દુઓએ વિજ્ઞાનમાં કુ શળતા કેળવવી જોઈએ. કેવી રીતે સત્તા મેળવવી, એ પશ્ચિમના દેશોમાંથી શીખવું જોઈએ. હિં દુઓએ પશ્ચિમના દેશોમાંથી સૈન્યનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ એ પણ શીખવાની જરૂર છે. આ માટે તેમણે બ્રિટિશ રાજનો વિરોધ ન કરવો જોઈએ. હવે, મૂળે સ્કૉટલૅન્ડના એલન ઑક્ટેવિયન હ્યુમ ભારતમાં હતા. તેઓ સિવિલ સર્વિસમાંથી નિવૃત્ત થઈ ગયા હતા. તેમણે અને દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બૅનર્જી, બદરુદ્દીન તૈયબજી જ ેવા સાથીદારોએ ભેગા મળી વિચાર્યું હતું કે, તમામ ભારતીયોએ એક મંચ પર આવવું જોઈએ. એવું એમણે વિચાર્યું ન હતું કે, હિં દુઓએ કે મુસ્લિમોએ અલગ-અલગ મંચ પર આવવું જોઈએ. આવી રીતે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપના કરવાનો વિચાર જન્મ્યો હતો. કૉંગ્રેસની પ્રથમ બેઠક ડિસેમ્બર, ૧૮૮૫માં પુણેમાં યોજવાનું નક્કી થયું હતું. પરં તુ એ સમયે પુણેમાં પ્લેગ ફે લાયો હતો. એટલે બેઠકનું સ્થાન મુંબઈમાં ખસેડવાની ફરજ 109
પડી હતી. જોગાનુજોગ એ સમયનું બૉમ્બે અને હાલનું મુંબઈ તૈયાર હતું. ગોકુ ળદાસ તેજપાલ સંસ્કૃત કૉલેજ ે મધ્ય મુંબઈમાં ગોવાળિયા ટૅંકનું બિલ્ડિંગ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની પ્રથમ બેઠક માટે આપવાની તૈયારી દાખવી હતી. આપણે બધા જાણીએ છીએ કે, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની પ્રથમ બેઠકમાં લગભગ ૧૦૦ સજ્જનો ઉપસ્થિત હતા. તેમાંથી ૩૮ સજ્જનો પશ્ચિમ પ્રાંતનાં છ કેન્દ્રોમાંથી આવ્યા હતા, ૨૧ સજ્જનો દક્ષિણ પ્રાંતનાં જુ દાં જુ દાં સ્થળેથી આવ્યા હતા, ૩ સજ્જનો કલકત્તાથી, ૩ સજ્જનો પંજાબનાં જુ દાં જુ દાં નગરોમાંથી અને ૭ સજ્જનો ઉત્તરપ્રદેશથી પધાર્યા હતા. બાકીના સજ્જનો પૈકી લગભગ ૩૦ ભારતીય અધિકારીઓ હતા. હવે એ સમયે આ પ્રકારનું સંમેલન અસાધારણ હતું. બૉમ્બે ગૅઝેટમાં એક યુરોપિયન લેખકનો અહે વાલ પ્રસિદ્ધ થયો હતો. એમાં એમણે ઉપરોક્ત સંમેલનનો ચિતાર આ રીતે રજૂ કર્યો હતો : સંમેલનમાં દક્ષિણના પ્રતિનિધિઓ હતા. એમનો કાળો રં ગ સ્વચ્છ સફે દ પાઘડીઓ વચ્ચે વધારે કાળો લાગતો હતો. તેમની બાજુ માં ઉત્તરમાંથી આવેલા દાઢીધારી, હૃષ્ટપુષ્ટ અને કદાવર પઠાણો, ગુજરાતમાંથી આવેલા વેપારીઓ, કરાંચીમાંથી આવેલા સિંધીઓ બેઠા હતા. ઉપરાંત અંગ્રેજો જ ેવો પહે રવેશ પહે રીને બંગાળીઓ બેઠા હતા. પાઘડીઓ, પારસી ટોપીઓ, મહારાષ્ટ્રીયન પગડીઓ ધ્યાન ખેંચવા માટે સ્પર્ધા કરતી હતી. ટૂ કં માં કહીએ તો, આવા ભાતભાતના લોકો એક હૉલમાં એકત્રિત થયા હતા. તેઓ જુ દા જુ દા રં ગના, કદકાઠીના હતા 110
અને તેમનો પહે રવેશ વિવિધ પ્રકારનો હતો. આવું દુર્લભ સંમેલન ભાગ્યે જ ક્યાંક જોઈ શકાય. કદાચ આપણા પશ્ચિમના દેશોમાં ફે ન્સી બૉલ (ડ્રેસ)માં આવું જોઈ શકાય છે… આ સંમેલનમાં ભારતીય અધિકારીઓ સિવાય લગભગ ૭૦ ભારતીયો ઉપસ્થિત હતા. લખનૌમાંથી પ્રકાશિત થતા એક સામયિકે, ‘હિં દુસ્તાની’ જાન્યુઆરી, ૧૮૮૬માં, આ પ્રતિનિધિઓને ‘હિં દુસ્તાની’ ગણાવ્યા હતા. જ્યારે ભવિષ્યના ઇતિહાસકારો આ વિશે લખશે, ત્યારે તેઓ ૨૮, ૨૯ અને ૩૦ ડિસેમ્બર, ૧૮૮૫ના રોજ દેશના વિવિધ પ્રાંતોમાંથી વિવિધ પ્રતિનિધિઓ એકત્ર થયા હતા એવું લખશે. આમાં અવારનવાર રાષ્ટ્ર શબ્દનો ઉપયોગ થયો હતો. પણ ઘણા બ્રિટિશરો ભારતમાં રાષ્ટ્ર જ ેવું કશું ન હતું એવું માને છે. છતાં એ સમયે આ પ્રકારના અહે વાલો લખનાર અને ભારતને રાષ્ટ્ર ન માનનાર સજ્જનો પણ મુંબઈમાં રાષ્ટ્રીય કૉંગ્રેસની મહાસભામાં ઉપસ્થિત રહ્યા, કારણ તેમને ભારત એક રાષ્ટ્ર જ ેવું છે એમ લાગ્યું હતું. મહાસભામાં સિંધી, ગુજરાતી, પંજાબી, બંગાળી, મદ્રાસી, મરાઠા, પારસી, મારવાડી, હિં દુ અને મુસ્લિમ — તમામ એક છત હે ઠળ તેમજ સર્વસામાન્ય ઉદ્દેશ માટે એકત્ર થયા હતા. એ સમયે આ કોઈ નાનીસૂની વાત નહોતી. બ્રિટિશ સામ્રાજ્ય સમજી ગયું હતું કે, આ ૭૦ લોકોનું સંમેલન મહત્ત્વપૂર્ણ ઘટના હતી. આ જોઈ વાઇસરૉય લૉર્ડ કર્ઝને શું નિર્ણય લીધો? તેણે વળતો હુમલો કરવાનું નક્કી કર્યું. તેણે ખાનગીમાં કહ્યું હતું કે, તેનો ઉદ્દેશ કૉંગ્રેસને [ મે ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
ઠંડા કલેજ ે ચૂપચાપ ખતમ કરી નાંખવાનો હતો, એને વિખેરી નાંખવાનો હતો. જ્યારે હં ુ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની વાત કરી રહ્યો છુ ,ં ત્યારે હં ુ હં મેશાં હાલની કૉંગ્રેસની વાત કરતો નથી. લૉર્ડ કર્ઝને આ વ્યૂહરચનાના ભાગરૂપે બંગાળના બે ભાગલા પાડવાનું વિચાર્યું, જ્યાં હ્યુમ અને અન્ય લોકોએ ઘણું કામ કર્યું હતું. એટલે ૧૯૦૫માં બંગાળને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. જ્યારે એના પશ્ચિમ ભાગમાં બિહાર અને ઓરિસા સામેલ હતાં, જ ેમાં હિં દુઓની બહુમતી હતી; ત્યારે પૂર્વ ભાગમાં અસમ હતું, જ ેમાં મુસ્લિમોની સંખ્યા હિં દુઓ કરતાં વધારે હતી. લૉર્ડ કર્ઝને દાવો કર્યો હતો કે, બંગાળના ભાગલા વહીવટી સુવિધા માટે પાડવામાં આવ્યા છે. એની વાત સાચી હોય કે ખોટી હોય, પણ ઘણા હિં દુઓ આને રાષ્ટ્રીય આંદોલનને નબળું પાડવાનું કાવતરું ગણતા હતા, ઘણાં લોકોએ હિં દુઓ અને મુસ્લિમોને માંહોમાંહે લડાવવાનું ષડ્યંત્ર પણ ગણ્યું હતું. આમાંથી સ્વદેશી આંદોલનનો જન્મ થયો હતો. ૧૯૦૫થી ૧૯૦૯ દરમિયાન બંગાળના ભાગલાનો વિરોધ કરવા ભારતીયોએ બ્રિટિશ ચીજવસ્તુઓનો વિરોધ કર્યો અને સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવાનું અભિયાન ચલાવ્યું. આ આંદોલનને એક આંતરરાષ્ટ્રીય ઘટનાથી ટેકો મળ્યો. વર્ષ ૧૯૦૫માં જાપાને યુદ્ધમાં રશિયાને હરાવ્યું હતું. એનાથી એશિયા યુરોપનો મુકાબલો કરી શકે છે અને હરાવી પણ શકે છે એવી લાગણી ભારતીય ક્રાંતિકારીઓમાં જન્મી હતી. આ સમયે કવિવર રવીન્દ્રનાથ ટાગોરે આમાર શોનાર બાંગ્લા નામની અમર કૃ તિનું સર્જન કર્યું હતું. તેમનો
नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨૨]
જન્મ પૂર્વ બંગાળમાં થયો હતો. એ જ સમયે બંગાળની આન-બાન-શાનમાં બંકિમચંદ્ર ચૅટર્જીનું ‘વંદેમાતરમ્’ બંગાળના ભાગલાના વિરોધનું સૂત્ર બની ગયું હતું. આ ઉપરાંત પૂર્વ ભારતમાં ઉદ્દામ રાષ્ટ્રવાદનો જન્મ થયો હતો. આ સ્વતંત્રતા-સેનાનીઓએ ૧૯૦૮થી ૧૯૧૦ વચ્ચે સશસ્ત્ર ક્રાંતિનો માર્ગ અખત્યાર કર્યો હતો. કૉંગ્રેસે બંગાળના ભાગલા રદ કરવા જણાવ્યું હતું. આ સમયે પંજાબમાંથી લાલા લજપતરાય અને મહારાષ્ટ્રમાંથી બાળ ગંગાધર તિલકે બંગાળના ભાગલાના આંદોલનમાં પ્રવેશ કર્યો હતો. એ સમયે બંગાળનાં અખબારો આ બંને નેતાઓની સાથે બિપિનચંદ્ર પાલના સહિયારા નેતૃત્વને ‘લાલ-બાલ-પાલ’ની ત્રિપુટી ગણાવતા હતા. પૂર્વ બંગાળમાં મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રાંતથી કેટલાક મુસ્લિમો નારાજ હતા, પણ હકીકત એ હતી કે મોટા ભાગના બંગાળી મુસ્લિમો કર્ઝનના નિર્ણયથી ખુશ થયા હતા. બીજી તરફ, મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રાંતનો વિરોધ હિં દુઓએ કર્યો હતો, જ ેની અસર સમગ્ર ભારતમાં રહે તા મુસ્લિમોના માનસપટ પર થઈ હતી. કેટલાક લોકો આ વાત જાણતા હતા. બંકિમચંદ્નની નવલકથા ‘આનંદમઠ’ યાદ હતી, જ ેમાં મુસ્લિમવિરોધી અભિગમ વ્યક્ત થયો હતો. તેઓ અત્યંત નિરાશ થઈ ગયા હતા. પણ કોઈએ આ સમયે હિં દુમુસ્લિમ વચ્ચે સંવાદ સ્થાપવા ગંભીર પ્રયાસ ન કર્યો — ન ગુજરાતી, ન મરાઠી, ન પંજાબી, ન બંગાળી કે બીજા કોઈએ. આ પૂર્વભૂમિકા હતી. આગાખાન જ ે માત્ર ૨૯ વર્ષના હતા, એમના નેતૃત્વમાં ભારતના જુ દા જુ દા પ્રાંતમાંથી મુસ્લિમ નેતાઓ સિમલામાં વાઇસરૉયને મળ્યા 111
અને પોતાના માટે અલગ મતદાર મંડળોની માંગણી કરી જ ેથી મુસ્લિમ મુસ્લિમને ચૂંટી શકે અને વાઇસરૉયે આ માંગણી સ્વીકારી. અંગ્રેજો પહે લેથી બધું તૈયાર કરી બેઠા હતા એટલે એમનો જવાબ સ્પષ્ટ હતો. અમે અલગ મતદાર મંડળો આપીશું, આ એક ઐતિહાસિક સમજૂ તી થઈ ગઈ. કૉંગ્રેસ અને મોટા ભાગના લોકો બંગાળને એક કરવાની લડત ચલાવી રહ્યા હતા. અલબત્ત સર સૈયદ એહમદના શિષ્ય આ સાંભળી મિટિંગ છોડી બહાર નીકળી ગયા અને તમારામાંથી ઘણા જાણે છે તેમ એક અજાણ્યા બ્રિટિશરે લખ્યું કે, “મારે તમને કહે વું જોઈએ કે આજ ે ભારતમાં ખૂબ મોટી ઘટના બની છે. જ ેની આજ ે અને આવનારાં વર્ષોમાં ભારત પર ભારે અસર થવાની છે. એ ૬૨ મિલિયન મુસ્લિમો પાછળ ખેંચી જવાથી ઓછુ ં નથી. ત્રણ મહિના પછી ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. ૧૯૦૯માં મિર્લો મિન્ટ સુધારામાં ભારતના કેટલાક લોકોને પ્રાંતિક સમિતિઓમાં સ્થાન આપવામાં આવ્યું. મુસ્લિમો માટે અનામત બેઠકો હતી, પણ છતાં દરે ક પ્રાંતિક સમિતિમાં બ્રિટિશ રાજને વફાદાર એવા ભારતીયોની બહુમતી હતી. બ્રિટિશ રાજ ે મુસ્લિમ લીગની એ માંગણી પણ સ્વીકારી કે જ્યાં હિં દુ કે મુસ્લિમ લઘુમતીમાં હોય ત્યાં વસ્તીના પ્રમાણ કરતાં એમને વધારે પ્રતિનિધિત્વ આપવું. ૧૯૧૧માં બંગાળના ભાગલા રદ થયા આનાથી બંગાળના મુસ્લિમોને અને અન્ય મુસ્લિમોને આઘાત લાગ્યો. ભારતના મુસ્લિમોના મનમાં એક નવી ફરિયાદ ઊભી થઈ. ૧૮૫૭ના બળવા પછી કે ૧૯૦૫-૦૬ દરમિયાન લાલ-બાલ-પાલની બંગભંગની 112
ચળવળ પછી આ જ પરિસ્થિતિ સર્જાઈ હતી. બ્રિટિશ સામ્રાજ્યને હચમચાવી દેનાર અસહકાર આંદોલનની વાત કરીએ તો એ સમયે જ આંદોલન દરમિયાન એકસાથે ઘણી દિશાઓમાંથી ઘટનાઓ ઘટતી હતી. ૧૯૨૧નું વર્ષ હતું. મલબારમાં રહે તા મુસ્લિમો એ સમયે ‘મોપલા મુસ્લિમો’ તરીકે ઓળખાતા હતા. એમણે સૌપ્રથમ સરકાર સામે અને પછી હિં દુ જમીનદારો સામે બાંયો ચઢાવી હતી. એમાં ઘણા હિં દુઓની હત્યા થઈ હતી અને અન્ય અનેક હિં દુઓને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાની ફરજ પાડવામાં આવી હતી. ત્યારબાદ અંગ્રેજોએ સૈન્યને મોકલ્યું હતું, જ ેમાં મોટી સંખ્યામાં મુસ્લિમો માર્યા ગયા હતા. એ સમયે સંચારનાં માધ્યમો જૂ જ હોવાથી ભારતના અન્ય વિસ્તારોમાં આ ઘટનાની જાણકારી થોડા સમય પછી કટકે કટકે પહોંચી હતી. છતાં હિં દુઓની હત્યા અને હિં દુઓનાં બળજબરીપૂર્વક ધર્માંતરણની વાતો ભારતભરમાં ફે લાઈ ગઈ હતી. એના કારણે હિં દુ-મુસ્લિમ સમુદાય વચ્ચેના વિશ્વાસને મોટો ફટકો પડ્યો હતો. બરોબર એ જ સમયે ચૌરીચૌરાકાંડ થયો હતો, જ ેમાં ૨૨ પોલીસ કર્મચારીઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. એટલે ગાંધીજીએ અસહકાર આંદોલન પાછુ ં ખેંચવાનો નિર્ણય લીધો હતો. એમના આ નિર્ણયથી જનતામાં નિરાશા ફે લાઈ ગઈ હતી. પછી ગાંધીજી સામે અમદાવાદમાં રાજદ્રોહનો કેસ ચાલ્યો હતો, જ ેમાં એમને છ વર્ષની સજા થઈ હતી. ઑગસ્ટ, ૧૯૨૦માં લોકમાન્ય તિલકે એમના મૃત્યુ અગાઉ ગાંધીજીને કહ્યું હતું કે, “તમે ભારતની જનતા પાસેથી વધારે પડતી [ મે ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
એક થઈને લડત ચલાવવા કટિબદ્ધ હતા. જ ે લોકોએ સહિયારી લડત છોડી દીધી હતી, એમણે પણ એ ત્રણ વર્ષના અનુભવને બિરદાવ્યો હતો. મહમ્મદ અલીના બાયોગ્રાફર અફઝલ ઇકબાલે ભારતમાં તમામ સમુદાયો વચ્ચે જોવા મળેલી એકતાને આધુનિક ભારતના ઇતિહાસમાં એક વળાંક સમાન ગણાવી હતી. પહે લી વાર ભારતમાં સામૂહિક આંદોલન થયું હતું અને બ્રિટિશ રાજનો વહીવટ લગભગ દિશાહીન થઈ ગયો હતો. પહે લી વાર ભારતને નવા ગર્વનો અનુભવ થયો હતો અને પહે લી વાર એકતાની ભાવના જાગી હતી. પહે લી વાર હિં દુઓ અને મુસ્લિમો એક પ્યાલામાંથી ચા પીતા થયા હતા. પણ આ મહાન લડાઈ પછી મોટી નિષ્ફળતાનો અનુભવ કરવો પડ્યો. મોટા પાયે આમાં પીછેહઠ કરવી પડી હતી. આવું જ ૧૯૪૨માં ભારત છોડો આંદોલન પછી થયું હતું. ૧૯૪૨માં ભારત છોડો આંદોલન થયું હતું અને એ પણ મહાન આંદોલન હતું. છતાં એનાં પાંચ વર્ષ પછી દેશના ભાગલા પડ્યા.
અપેક્ષા રાખો છો.” એક રીતે એમની વાત સાચી હતી. ગાંધીજી ભારતીયો પાસેથી વધારે પડતી અપેક્ષા રાખતા હતા. ગાંધીજી શેની અપેક્ષા રાખતા હતા? અહિં સાની જ ેમ કે અંગ્રેજોને કોઈ નુકસાન ન પહોંચાડો, જ ેલ ભરો, હિં દુંમુસ્લિમો એકતા દાખવો, ઇનામઇલકાબો પરત કરો, અસ્પૃશ્યતા નાબૂદ કરો. સામાન્ય ભારતીયો માટે આ બધાં કામ મુશ્કેલ હતાં. આનાથી બ્રિટિશ રાજને સ્વાભાવિક લાભ થયો હતો. હિં દુ અને મુસ્લિમો વચ્ચે જ ેટલી એકતા તૂટ,ે એટલે અંગ્રેજોનો ફાયદો થાય. એક તરફ, અલી બંધુઓએ ગાંધીજી અને કૉંગ્રેસ બંને સાથે છેડો ફાડી નાંખ્યો, તો બીજી તરફ સ્વામી શ્રદ્ધાનંદ, લાલા લજપતરાય જ ેવા નેતાઓએ પણ હિં દુવાદી અભિગમ અપનાવ્યો હતો. જલિયાંવાલા બાગના હત્યાકાંડ પછી બ્રિટિશ સામ્રાજ્ય સામે હજારો હિં દુઓ અને મુસ્લિમો સમાન ઉદ્દેશ માટે એક થયા હતા. ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછુ ં ખેંચ્યું. તેમ છતાં મોટી સંખ્યામાં હિં દુ, મુસ્લિમ, શીખ એમ તમામ સંપ્રદાયના લોકો સ્વતંત્રતા માટે
ગાંધીજીના જીવનનાં અંતિમ વર્ષોનો દસ્તાવેજ
પ્યારે લાલ લિખિત પૂર્ણાહુતિ
[ચાર ભાગમાં] • કિંમત : દરે ક ભાગના રૂ. ૧૦૦ ગાંધીજીએ પાર કરવાની હતી તે બાધાઓ હમેશાં કેવળ ભૌતિક ભૂમિકા પરની નહોતી; ઘણુંખરું તે નૈતિક અને આધ્યાત્મિક ભૂમિકા પરની હતી. તે હમેશાં તેમના કહે વાતા વિરોધીઓ તરફથી નહીં, પણ ઘણા પ્રસંગોએ, દક્ષિણ આફ્રિકાથી આવ્યા બાદ ત્રીસ વરસ જ ેટલા લાંબા ગાળા દરમિયાન તેમણે જ ેમની સાથે કામ કર્યું હતું અને જ ેઓ તેમનો દેહ ભસ્મીભૂત થયા પછી મશાલ ઊંચી પકડી રાખશે એવી જ ેમને વિષે તેમણે ગણતરી રાખી હતી, જ ેમને તેઓ છોડી દેનાર નહોતા અને જ ેમને તેમના વિના ચાલી શકે એમ નહોતું, તેમના તરફથી આવી હતી. આ ગ્રંથનાં પૃષ્ઠોમાં શું છે તેનો સાર આપવાનો પ્રયાસ કરવાનું શક્ય નથી અને ઇચ્છવાજોગ પણ નથી. …એ કાર્ય કેટલું બધું મુશ્કેલ અને નાજુ ક છે અને રાજ ેન્દ્રપ્રસાદ લેખકે તે કેટલું સરસ રીતે પાર પાડ્યું છે. [રાષ્ટ્રપતિ ભવન, ૧૯૫૬]
नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨૨]
113
બર્ટ ્રાન્ડ રસેલની ૧૫૦મી જન્મજયંતી ગગનવિહારી મહે તા મહાન ચિંતક બર્ટ્રાન્ડ રસેલ[૧૮૭૨-૧૯૭૦]નું દોઢસોમી જન્મજયંતીનું આ વર્ષ છે. તેમનું ખેડાણ કોઈ એક વિષય પૂરતું નહોતું. તર્કશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ગણિત, ધર્મ અને નીતિ જ ેવા અનેક વિષયોને નવા આયામ તેમણે આપ્યા. વીસમી સદીના ગણમાન્ય તર્કશાસ્ત્રી તરીકે તેમની છબિ છે. વિચાર-વાણીસ્વતંત્રતાના તેઓ હિમાયતી રહ્યા અને માનવતાને તેમણે સર્વોપરી જોઈ. અનેક વિષયોનું ઊંડાણપૂર્વક અધ્યયન અને વિચારની આગવી શૈલીથી તેમણે અદ્વિતીય સાહિત્ય રચ્યું અને તે સાહિત્ય માટે તેમને ૧૯૫૦માં નોબલ પુરસ્કારથી સન્માનવામાં આવ્યા. આ ઉપરાંત તેઓ સામ્રાજ્યવાદના પ્રખર વિરોધી હતા અને ભારતને આઝાદી મળે તે માટે પણ તેમનો પ્રયાસ હતો. આ પ્રયાસના ભાગરૂપે સ્થપાયેલી ‘ધ ઇન્ડિયા લીગ’ના તેઓ અધ્યક્ષ રહ્યા. તેમનો પરમાણુશસ્ત્રનો વિરોધ જાણીતો હતો અને તે માટે તેમણે એક જ ‘વિશ્વ સરકાર’નો ખ્યાલ પણ રજૂ કર્યો હતો. એડોલ્ફ હિટલર, સ્ટાલિનના શાસનનો અને અમેરિકાના વિયેતનામ પર હુમલાનો તેઓ પ્રખર વિરોધ કરતા રહ્યા. વિશ્વશાંતિ માટેના તેમના પ્રયાસ અથાક છે. બર્ટ્રાન્ડ રસેલની પ્રતિભાને ગગનવિહારી મહે તાએ સર્વાંગી રીતે મૂકી આપી છે. આ લેખ તેમને રસેલની જન્મશતાબ્દીના વર્ષમાં લખ્યો હતો. બર્ટ્રાન્ડ રસેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે આ ટૂ કં ો પરિચય કેળવવા જ ેવો છે.
બર્ટ્રાન્ડ રસેલ દસ વર્ષ પહે લાં (૧૯૬૨) આપતા જીવનની ઉત્તરાવસ્થામાં પણ એમની
લંડનમાં વ્હાઇટ હૉલ પાસે એ ધરણાં કરીને બુદ્ધિ તીવ્ર હતી; માનવજાતિ માટેની એમની સત્યાગ્રહમાં ભાગ લેતા હતા. જ ે ઉંમરે લાગણી ઉત્કટ હતી; ભવિષ્યની ચિંતા ઉગ્ર હતી; ઘણાખરા લોકો નિવૃત્ત થાય, ભાવિ પ્રજા પ્રત્યે સામાજિક અન્યાય એ સહન ન કરી શકતા; ઉદાસીન હોય, બજારનાં કષ્ટ તરફ બેપરવા માનવીની માનવી પ્રત્યેની ક્રૂરતા સામે પડકાર થઈ જાય એ ઉંમરે રસેલે અણુબૉમ્બ વિરુદ્ધની કરતા. ઘણાખરા જ્યાં ભીતિથી મૌન ધારણ કરે ત્યાં એ બોલતાં અચકાતા નહીં. પ્રવૃત્તિ શરૂ કરી હતી અને એમાં “વિવાદને કારણે મારું આયુષ્ય પૂરા જોમથી ઝંપલાવ્યું હતું. લંબાયું છે” એમ એમણે એક અંગ્રેજી ઉમરાવ કુ ટુબ ં માં એ વાર કહ્યું હતું. એમને જીવવાને જન્મ્યા હતા; ‘‘લૉર્ડ’’ કહે વડાવતા થોડાં જ વર્ષ હતાં ત્યારે પણ નહોતા છતાં હતા ખરા; આ યુગના આ પૃથ્વી અણુયુદ્ધને પરિણામે સમર્થ ફિલસૂફ, ગણિતશાસ્ત્રી વિનાશ પામશે અને પ્રતિસ્પર્ધી તેમજ ઉત્કૃષ્ટ વિચારક હતા; “વાદો” વચ્ચેના કલહમાં અનેક સંચલનોના પ્રવર્તક હતા; માનવજાતિનો સંહાર થશે એની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પ્રેરણા બર્ટ્રાન્ડ રસેલ 114
[ મે ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
એમને વિમાસણ હતી. મનુષ્યની પ્રગતિનો ઉપહાસ કરતાં એક વાર એમણે કહ્યું હતું કે નિરુપદ્રવી કીડા અને પતંગિયાંમાંથી ઉત્ક્રાંતિને પરિણામે નીરો, ઝંગીસખાન, હિટલર સુધી ઊંચે આપણે પહોંચી ગયા છીએ! એમણે એક વાર સંસ્કૃતિનો ઇતિહાસ લખવા ધારે લું જ ેનું નામ “પાપ — આદમથી હિટલર!” એમને કોઈએ પત્ર લખીને પૂછ્યું કે “આપની ઉચ્ચતમ સિદ્ધિ શી લેખો છો?” એના ઉત્તરમાં એમણે લખેલું કે અણુયુદ્ધો ન થાય તો એ મારું સૌથી મહત્ત્વનું કાર્ય લેખી શકાશે, અણુયુદ્ધ થશે તો ગણિતનું મારું સંશોધન કોઈને માટે લાભદાયક નહીં નીવડે. ધાર્મિક વાતાવરણમાં ઊછર્યા છતાં ૧૮ વર્ષની વયે એમણે નિર્ણય કર્યો કે ઈશ્વર નથી. કોઈકે પછીથી એમને જ્યારે પૂછ્યું કે સરજનહારને મૃત્યુ પછી મળશો તો શું કહે શો? ત્યારે રસેલે ઉત્તર આપ્યો કે હં ુ કહીશ ઃ “હે ઈશ્વર! તારા અસ્તિત્વનું પ્રમાણ આટલું અપૂરતું કેમ રાખ્યું?” ધર્મોથી માનવજાતિને એકંદરે લાભ કરતાં ગેરલાભ વધારે થયો છે એવો એમનો દઢ અભિપ્રાય હતો. આ ધર્મોમાં વિસંવાદ હોય છે એટલે એમાંનો એક જ સાચો હોઈ શકે એ સ્પષ્ટ છે, પણ કયો એ કોણ કહી શકે? આ ધર્મોને લીધે ઢાેંગ, ધતિંગ, અંધશ્રદ્ધા, ક્રૂરતા ઉદ્ભવ્યાં છે અને વધ્યાં છે. ધર્મને નામે બુદ્ધિનો અનાદર થયો છે અને અસંખ્ય જુ લમો થયા છે. ધર્મના મૂળમાં ભય છે — મૃત્યુનો અને અજ્ઞાતનો ભય, આ વિરાટ નિષ્ઠુર બ્રહ્માડમાં એકાંતનો ભય. પિતા કે મોટા ભાઈ જ ેવાનો આશરો મેળવવાની ઇચ્છા પણ ધર્મના મૂળમાં રહે લી છે, એમ એ માનતા. ધર્મ પ્રત્યેના એમના મંતવ્યનાં કોઈક વાર હાસ્યજનક પરિણામ આવતાં. ૧૯૧૮માં
नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨૨]
પહે લા વિશ્વયુદ્ધ વખતે એમણે યુદ્ધનો વિરોધ કરે લો અને કાયદાનો સવિનય ભંગ કરે લો ત્યારે એમને કેદની શિક્ષા થયેલી. જ ેલરે એમને એમનાે ધર્મ પૂછ્યો ત્યારે રસેલે ઉત્તર દીધો : Agnostic (અજ્ઞેયવાદી). જ ેલરે એની જોડણી પૂછી, જ ે રસેલે કહી એટલે જ ેલરે નિશ્વાસ નાખીને કહ્યું: ‘‘વારુ. ધર્મો ઘણા છે પણ એ બધા એક જ ઈશ્વરની પ્રાર્થના કરે છે.” રસેલે કહ્યું હતું કે આ ઉલ્લેખને લીધે મારું મન એક અઠવાડિયા સુધી પ્રફુલ્લ રહ્યું! છતાં પણ જ ે પ્રકારની શ્રદ્ધા લોકો ધર્મમાંથી વાંછ ે છે એવી નિશ્ચળતા ગણિત આપશે એવી એમને આશા હતી. વૈજ્ઞાનિક સત્ય અને કોઈ સાક્ષાત્કારના સત્ય વચ્ચે સમન્વય સાધવાની શક્યતા એમને લાગતી. એ જ્યારે ૨૯ વર્ષના હતા ત્યારે , એક મિત્રનાં પત્નીની શારીરિક પીડા જોયા પછી એમનામાં પરિવર્તન થયું હતું અને થોડો સમય તો એમને આધ્યાત્મિક પ્રકાશ પ્રાપ્ત થયો એમ લાગ્યું. મનુષ્યના દુઃખનું નિવારણ કરવા વાસ્તે, માનવજીવન વધુ પ્રસન્ન કરવા માટે, કોઈ ફિલસૂફી શોધવાની બુદ્ધના જ ેવી તલસ્પર્શી ઇચ્છા એમને થઈ આવી. એમને લાગ્યું કે યાતના પર પ્રભુત્વ મેળવીને પ્રજ્ઞાનો માર્ગ શોધવો. પરં તુ આવું આધ્યાત્મિક પરિજ્ઞાન વિલુપ્ત થઈ ગયું અને અન્વેષણની વૃત્તિ ફરી જાગ્રત થઈ. એમના મિત્ર પ્રો. ગિલ્બર્ટ મરે ને એક પત્રમાં (૨૬ ઑગસ્ટ, ૧૯૦૨) રસેલ લખે છે : “ગૂઢવાદ (mysticism) મૌલિક તત્ત્વો પ્રકટિત કરે છે. કાળ અને મૃત્યુ સામેની મનુષ્યની અસહાયતા, શાંત રહે લી, ઊંડે પ્રચ્છન્ન રહે લી કોઈ અદ્ભુત અનુભતૂ િ — આમાંથી અધ્યાત્મવાદ જાગે છે. ધર્મ અને કલા બ્રહ્માંડમાં માનવતા આણવા, સરજવા મથે છે — પહે લપ્રથમ 115
મનુષ્યમાં માનવતા લાવીને. જ ેટલે અંશે ધર્મ જીવનમાં તપસ્યા લાવી શકે એટલે અંશે ધર્મને હં ુ મૂલ્યવાન લેખું. ધર્મમાં આવી તપસ્યાનું તત્ત્વ ન હોય તો એ કેવળ બાલિશ રમકડુ ં છે જ ે સાચા દેવોના સ્પર્શથી હણાઈ જાય. છતાં પણ સત્ય કરતાં ધર્મમાં તપસ્યાનું તત્ત્વ ઓછુ ં છે એમ મને લાગે છે.” બાલ્યાવસ્થાથી રસેલને અંતરની કઈ વ્યથા મૂંઝવતી હતી? અંતરવ્યથા ગણિતના અભ્યાસ અને રસથી ઓછી થતી છતાં એ કોઈ વાર પણ સાવ દૂર નહોતી થઈ શકતી. ૧૯૧૬માં લખેલા એક પત્રમાં એ કહે છે કે “આ વ્યથા જાણે મારા હૃદયના કેન્દ્રમાં છે અને હં મેશાં વિચિત્ર પ્રકારની ઉન્મત્ત પીડા કરે છે. સૃષ્ટિની પાર, કોઈ રૂપાંતર પામેલા, અનંતતાની ઝાંખી કરાવે એવા પરમાનંદ ઈશ્વરના સાક્ષાત્કાર માટે હં ુ જાણે ઝંખના કરતો હોઉં એમ મને લાગતું.” એ પ્રાપ્ત થાય એવી એમને આશા નહોતી. પરં તુ એ માટેની આસક્તિ એમનું જીવન હતું — જાણે કોઈ પ્રેત માટેની ન હોય! સ્પાઇનૉઝા જ ેને “ઈશ્વરનો બૌદ્ધિક પ્રેમ” કહે છે એ જીવવા માટે સૌથી ઉત્કૃષ્ટ વસ્તુ છે એમ રસેલને લાગતું. પરં તુ એવો અમૂર્ત ઈશ્વર જ ેને પોતાનો બૌદ્ધિક પ્રેમ અર્પણ કરી શકે એ પણ, એમને પ્રાપ્ત થયાે નહીં. એમની આત્મકથામાં એ કહે છે કે “આવા ઈશ્વરની શોધમાં મેં એક પ્રેતને પ્રીત કરી છે અને એ પ્રક્રિયામાં હં ુ પોતે છાયારૂપ થઈ ગયો છુ .ં આ વૃત્તિને આનંદ, સ્નેહ, જીવનના ઉલ્લાસના થરની નીચે મેં ઊંડે અને ઊંડે દાબી દીધી છે; છતાં અંતરમાં તો હં ુ નિ:સંગી રહ્યો છુ ં અને મને માનવસંપર્કમાં પણ સાહચર્ય મળતું નથી. સમુદ્ર, તારા, નિર્જન સ્થાનમાં રાત્રિએ વાતો પવન, મને મનુષ્યો પ્રિય છે એના કરતાં પણ મારા હૃદયની અધિક સમીપ 116
છે. મનુષ્યસ્નેહ એ ઈશ્વરની નિરર્થક શોધમાંથી બચવાનાે પ્રયાસ છે એમ મને લાગ્યું છે.” જ ે પ્રકારના સત્યનું અન્વેષણ રસેલ કરતા એ અંતે એમને લાધ્યું નહીં એમ એ સ્વીકારે છે. પરં તુ બુદ્ધિની મર્યાદા સ્વીકારીએ એથી બુદ્ધિ નિરુપયોગી છે એમ પુરવાર નથી થતું, તેમ તેથી વહે મ અને અંધશ્રદ્ધાનો આશરો લેવાની જરૂર નથી. વિજ્ઞાનની શક્તિ આશ્ચર્યજનક રીતે વધી છે પરં તુ એથી વિજ્ઞાન માનવીના બધા પ્રશ્નો ઉકેલી શકતું નથી. બલ્કે વિજ્ઞાન અને ફિલસૂફી કંઈ શીખવતાં હોય તો બુદ્ધિની પ્રામાણિકતા અને વિનમ્રતા શીખવે છે. રસેલ “વાદ”ના હિમાયતી નહોતા, નહોતો એમણે ફિલસૂફીનો કોઈ “પંથ” સ્થાપ્યો. ૧૯૧૪ના વિશ્વયુદ્ધના વિરોધ માટે એમણે કારાગૃહવાસ સેવ્યો હતો, ૧૯૩૬માં “વિશ્વશાંતિ કયે માર્ગે?” નામનું યુદ્ધવિરુદ્ધનું પુસ્તક લખ્યું હતું. ૧૯૩૯નું યુદ્ધ શરૂ થયું ત્યારે પણ એ એના વિરોધી હતા. છતાં પોતે “અહિં સાવાદી” છે અથવા તો શાંતિવાદી છે એમ સ્વીકારતા નહીં. બલકે, છેલ્લા (૧૯૩૯ના) વિશ્વયુદ્ધમાં એમણે પોતાના દેશનો પક્ષ લીધો હતાે, ઇતિહાસમાં કેટલાંક યુદ્ધો અનિવાર્ય હતાં, કેટલાંક ન્યાયી હતાં એમ એમનું માનવું હતું. એ સમાજવાદી હતા પરં તુ માર્ક્સના સિદ્ધાંતોનો અસ્વીકાર કરતા. સૉવિયેટ રશિયાનું વાતાવરણ ગૂંગળાવી નાખે એવું એમને લાગ્યું હતું. ચેકોસ્લોવૅકિયા અને હં ગેરી પર સોવિયેટ રશિયાએ જ ે આક્રમણ કર્યું અને પોતાની સત્તા નિષ્ઠુરતાથી જમાવી દીધી એથી એમને ઘૃણા થઈ હતી. જીવનનાં ઉત્કૃષ્ટ મૂલ્યોને સામ્યવાદમાં સંહાર થાય છે એવી એમની દૃઢ માન્યતા હતી. યુદ્ધ પછી રશિયા અને અમેરિકા વચ્ચે અણુશક્તિની ચડસાચડસી [ મે ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
હતી ત્યારે રશિયા સામે અણુબૉમ્બનો ઉપયોગ કરવાની ધમકી આપીને અણુશસ્ત્રોનો પ્રતિબંધ કરાવવાની એમણે સૂચના કરી હતી. પરં તુ પછી એમને લાગ્યું હતું કે અણુશક્તિ પર અંકુશ ન મૂકવામાં રશિયા કરતાં અમેરિકાનો દોષ અધિક હતો, અને માનવજાતિને અણુબૉમ્બનો જ ે ડર છે એને માટે અમેરિકાને એ મુખ્યત્વે જવાબદાર લેખતા. જ્યારે એમને લાગતું કે સંજોગો બદલાયા છે અથવા તો પોતાના અભિપ્રાયો ભૂલભરે લા છે ત્યારે એ બદલતાં એ અચકાતા નહીં. ફિલસૂફી વિશેનાં એમનાં મંતવ્યોમાં પરિવર્તન થયા કરતું હતું એ એમની સત્યનિષ્ઠાનું, બૌદ્ધિક શુચિતાનું પરિણામ હતું. રસેલ ભારતના સ્વાતંત્ર્યના હિમાયતી હતા. ૧૯૧૬માં કૅ મ્બ્રિજની “ઇન્ડિયન મજલિસ”માં (હિં દી વિદ્યાર્થીઓની ક્લબમાં) એમણે હિં દુસ્તાન માટે “ટોસ્ટ”ની દરખાસ્ત રજૂ કરી હતી. હિં દની પરિસ્થિતિ વિશે પોતે ચર્ચા સાંભળી અને એમાં સુહરાવર્દીએ (જ ે પછીથી બંગાળના મુખ્ય પ્રધાન અને પાકિસ્તાનના વડાપ્રધાન થયા હતા એ) બહુ સરસ વક્તવ્ય કર્યું હતું એમ રસેલ પોતાની પહે લી પત્નીને લખે છે, અને કહે છે: “હિં દી વિદ્યાર્થીઓનાં દૃષ્ટિબિંદુ અને એમનાં ચારિત્ર્ય વિશે કંઈ જાણવાનું મળ્યું એથી હં ુ બહુ પ્રસન્ન થયો. આવા સંસ્કારી અને શિક્ષિત વર્ગના લોકોને હિં દસુ ્તાનમાં રહે વું પડે છે (એટલે કે પરાધીનતામાં) એ અતિશય કરુણ પરિસ્થિતિ મને લાગે છે.” ૧૯૧૪ના વિશ્વયુદ્ધ પ્રસંગે ૧૯૧૪માં એ પત્રમાં એ લખે છે કે “એ યુદ્ધ રાષ્ટ્રીય સ્વાતંત્ર્યના રક્ષણ માટે છે એમ પ્રતિસ્પર્ધીઓ કહે છે. પરં તુ એમાં જુ દાં જુ દાં રાજ્યો બીજા દેશોનું કેવું દમન કરે છે એ વીસરી જાય છે.” બીજા વિશ્વયુદ્ધ (૧૯૩૯) સમયે એ લાંબો વખત અમેરિકા જઈને
नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨૨]
રહ્યા હતા ત્યારે પર્લ બક સાથે એમને હિં દના સ્વરાજ્ય અને સવિનય કાનૂનભંગ વિશે પત્રવ્યવહાર થયો હતો. એનો ઉલ્લેખ કરતાં રસેલ લખે છે કે “હિં દના નેતાઓ સાથે વાટાઘાટ કરવા વાસ્તે બ્રિટિશ સરકારને સમજાવવી જોઈએ. પરં તુ જ્યાં સુધી વિન્સ્ટન ચર્ચિલ ઇંગ્લૅંડના વડા પ્રધાન છે ત્યાં સુધી આ કરવું કઠણ છે. ભારતના નેતાઓએ પણ સવિનયની કાનૂનભંગની ચળવળ બંધ કરીને વાટાઘાટ કરવી જોઈએ. નેહરુ આ બાબતમાં કદાચ મદદરૂપ થઈ શકે. એ તો ભાગ્યે જ કહે વાની જરૂર હોય કે હિં દુસ્તાન પરરાજ્યની ધૂંસરીમાંથી તદ્દન વિમુક્ત થવું જોઈએ — પછી એ બ્રિટિશની હોય કે ગમે તેની.” એ જ પ્રમાણે બ્રિજની રમતના વિખ્યાત ખેલાડી કલબર્ટસનને એક પત્રમાં રસેલ ૧૯૪રમાં જણાવે છે કે “વર્ષોથી હં ુ હિં દના સ્વાતંત્ર્યનો હિમાયતી છુ ં અને હવે જ્યારે એ સ્વતંત્રતા સમીપ આવે એમ જણાય છે ત્યારે હં ુ મારું મંતવ્ય બદલી શકું એમ નથી.” એ જ વર્ષમાં પ્રો. ગિલ્બર્ટ મરે ને એક પત્રમાં રસેલ લખે છે કે “અંગ્રેજો અને અમેરિકનોનું પરોપજીવી સામ્રાજ્ય હવે નહીં ચાલે; એશિયા એશિયાના રહે વાસીઓનું છે એ સિદ્ધાંત સ્વીકારવો પડશે. પ્રશ્ન એટલો જ છે કે હિં દ અને ચીન સ્વતંત્ર થશે કે જાપાનના શાસન નીચે આવશે. સ્વતંત્ર થશે તો એ રશિયા તરફ વળશે કારણ કે રશિયા એશિયાનું છે.” થોડાં વર્ષ પછી ઇંગ્લૅન્ડ પાછા ફર્યા ત્યારે પણ રસેલે કહ્યું હતું કે યુદ્ધ દ્વારા હાંકી કાઢવામાં અાવે તેની વાટ જોયા વિના ઇંગ્લૅન્ડે સ્વેચ્છાએ એશિયામાંથી ખસી જવું ઇષ્ટ છે. આને પરિણામે, નેહરુના નેતૃત્વ હે ઠળ એક તટસ્થ એશિયાનું જૂ થ ઊભું થવા સંભવ છે. 117
પરં તુ આશ્ચર્યજનક એ છે કે બર્ટ્રાન્ડ રસેલ યુદ્ધના વિરોધી હતા, શાંતિમાર્ગના ઉપાસક હતા, અહિં સાત્મક લડતના હિમાયતી હતા અને એમણે એવી લડતમાં ભાગ પણ લીધો હતો છતાં પણ ગાંધીજી વિશે એમણે બહુ જ થોડુ ં લખ્યું કે કહ્યું છે. એમના “આત્મચરિત”ના ત્રણ ભાગમાં એક જ વાર ગાંધીજીનો ઉલ્લેખ આવે છે. એ લખે છે કે પોતે અહિં સાત્મક પ્રતિકારના પક્ષમાં છે અને “બ્રિટિશ સલ્તનતનો સામનો કરવામાં ગાંધીએ એ દ્વારા વિજય પ્રાપ્ત કર્યો હતો.” જાતીય સંબંધો અને બ્રહ્મચર્ય વિશેનાં ગાંધીજીનાં મંતવ્યો એમને અરુચિકર હતાં એ સમજી શકાય, કારણ પાશ્ચાત્ય રિવાજો અને રસેલના પોતાના અભિપ્રાયો આથી તદ્દન વિભિન્ન છે. પરં તુ શાંતિવાદની ગાંધીજીએ જ ે અમૂલ્ય સેવા કરી હતી એથી રસેલ પૂરા વાકેફ હતા કે નહીં એ વિશે મને સંશય છે. જ્યારે ગાંધીજીના પ્રદાન વિષે આઇન્સ્ટાઇન પૂરા સભાન હતા અને એ માટે એમને અત્યંત આદર હતો. પરં તુ જવાહરલાલ નેહરુ માટે રસેલને આદર હતાે. અણુશક્તિનો હિં સા માટે દુરુપયોગ થાય એની વિરુદ્ધના સંચલનમાં એમણે નેહરુ સાથે પત્રવ્યવહાર પણ કર્યો હતો. અમેરિકા અને રશિયાના સંઘર્ષણથી તટસ્થ રહે તા દેશોમાં હિં દને એ મુખ્ય લેખતા અને કોરિયાનાં યુદ્ધો વખતે નેહરુએ ઉપયોગી સેવા કરી હતી એમ એમનું માનવું હતું. અણુબૉમ્બ વિશે ડૉ. ભાભાનો અભિપ્રાય તે પોતાના મતથી જુ દો હતો એમ રસેલને લાગેલું, પરં તુ પછીથી નેહરુ અણુબૉમ્બના પ્રયોગોનો પ્રતિબંધ કરવાના પક્ષમાં છે એની એમને ખાતરી થઈ હતી. હિં દ અને ચીન વચ્ચે
૧૯૬રના ઑક્ટોબર-નવેમ્બરમાં કલહ થયો ત્યારે રસેલે નેહરુ અને ચાઉ એન લાઈ પર પત્રો લખેલા. બંનેએ પોતાનાં દૃષ્ટિબિંદુ રસેલને સમજાવેલાં. રસેલનો અભિપ્રાય હતો કે એ વિગ્રહ હિં દનો મુખ્ય દોષ હતો, અને ચીને જ ે રીતે પોતાનું સૈન્ય પાછુ ં ખેંચી લીધું એથી એની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા વધી હતી અને નૈતિક જીત પણ ચીનની જ થઈ હતી. આવી જ રીતે કેનેડી અને ક્રુશ્ચોવના ઘર્ષણમાં અમને કેનેડીનો દોષ લાગેલો. અણુયુદ્ધની ભીતિને લીધે રસેલ આવા પ્રસંગોએ લાગણીવશ થઈને, નિષ્પક્ષપાતી નહાેતા રહે તા, એમ મને લાગે છે. રસેલ જો ૧૦૦ વર્ષ જીવ્યા હોત અને એમની બુદ્ધિ એટલી જ તીવ્ર હોત તો એ હાલના સંજોગોમાં શું કહે ત અને કરત? વિયેટનામના યુદ્ધ વિરુદ્ધ એક મોરચામાં ભાગ લેત? બાંગ્લાદેશના અત્યાચાર સામે પડકાર કરત ખરા? અમેરિકા, ચીન અને રશિયાના સંબંધ સુધર્યા છે એથી પ્રસન્ન થાત? કે મોટાં, બળવાન રાજ્યો પૃથ્વીના દેશોના ભાગલા પાડી, નવા પ્રકારનો સામ્રાજ્યવાદ સ્થાપશે એવી ભીતિ પ્રદર્શિત કરત? આ સમજૂ તીથી અણુયુદ્ધનો ભય થોડે અંશે પણ દૂર થયો છે એમ પ્રતિપાદન કરત? આ પ્રશ્નોના ઉત્તર તો કોણ આપી શકે? એની અસર પણ કેટલી થાત અને થઈ શકે? રસેલ તો મૃત્યુ માટે સદા તૈયાર હતા, મરણની એમને ભીતિ નહોતી. છતાં આ અસાધારણ શક્તિશાળી વિચારક અનંતમાં વિલુપ્ત થઈ ગયા ત્યારે જગતમાં કંઈ ઊણપ આવી છે એમ મને તો જણાયું. બર્ટ્રાન્ડ રસેલ વગર જગત એનું એ નથી રહ્યું. [સંસ્કૃતિ, ઑગસ્ટ ૧૯૭૨ના અંકમાંથી]
118
[ મે ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
પ્રથમ દર્શને ગાંધી : પૂર્વભૂમિકા
‘‘મેં ગાંધીને પહે લવહે લા 1976માં જોયા — મૅડમ તુસાદ મ્યુઝિયમમાં, મીણની પ્રતિમા રૂપે — અને એ દર્શને મને હચમચાવી નાખ્યો. સૂટડે બૂટડે ને મિલિટરી યુનિફૉર્મમાં સજ્જ પ્રભાવશાળી પુરુષો વચ્ચે ઊભેલા આ નાના કદના, શામળા, બોખા, ધોતીધારી માણસે આખી દુનિયાને કેવી પ્રભાવિત કરી છે! એ ક્ષણે મને વિચાર આવ્યો, જો હં ુ મીણનું પૂતળું જોઈને આખો હલી ગયો, તો જ ેમણે ગાંધીજીને ખરે ખર જોયા હશે તેમને પહે લી મુલાકાતમાં શું નહીં થયું હોય? તેમનાં તો જીવન જ બદલાઈ ગયાં હશે.’’ આ શબ્દો છે ઑસ્ટ્રેલિયન ગાંધીસ્કૉલર થોમસ વેબરના. એમનું 2015માં, ગાંધીજીના ભારત-આગમનના શતાબ્દીવર્ષે પ્રગટ ‘ગાંધી ઍટ ફર્સ્ટ સાઇટ’નું મુખપૃષ્ઠ થયેલું ‘ગાંધી ઍટ ફર્સ્ટ સાઇટ’ પુસ્તક ‘પ્રથમ દર્શને ગાંધી’ લેખમાળાની પહે લી પ્રેરણા છે, પણ અહીં, પહે લી મુલાકાત ઉપરાંત જ ે તે વ્યક્તિ વિશે, ગાંધીજી સાથેના તેમના સંબંધો અંગે શક્ય તેટલી પૂરક માહિતી મૂકવાનો પણ પ્રયત્ન છે. રે વ. જોસેફ જે. ડૉક : ગાંધીના પહે લા ચરિત્રકાર
સેંકડો લેખકોએ મહાત્મા ગાંધી વિશે લખ્યું છે, તરીકે કામ કર્યું હતું. 1903માં તેઓ દક્ષિણ પણ જોસેફ ડૉક આ બધામાં જુ દા એટલે છે કે એમણે મહાત્મા ગાંધીનું પહે લું જીવનચરિત્ર M. K. Gandhi – An Indian Patriot in South Africa લખ્યું હતું અને એ તે વખતે લખ્યું જ્યારે ગાંધીજી મહાત્મા બન્યા નહોતા, બલકે 38 વર્ષના યુવાન હતા. રે વ. જોસેફ ડૉક અંગ્રેજ પાદરી, લેખક અને કલાકાર હતા. એમનો જન્મ ડેવનશાયરમાં 1861ની પાંચમી નવેમ્બરે થયો. તેમના પિતા બાપ્ટિસ્ટ મિશનરી હતા. જોસેફ ડૉકે ઇજિપ્ત, ન્યૂઝીલૅન્ડ અને દક્ષિણ આફ્રિકામાં મિશનરી
नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨૨]
આફ્રિકા આવ્યા અને જોહાનિસબર્ગના બાપ્ટિસ્ટ ચર્ચમાં મિનિસ્ટર નિમાયા. આજ ે દુનિયા એમને જાણે છે બે કારણથી: એક તો, તેઓ મહાત્મા ગાંધીના પ્રથમ ચરિત્રકાર હતા અને બીજુ ,ં એમનો પુત્ર ક્લિમેન્ટ માર્ટિન ડૉક વીસમી સદીના સ્કૉલર તરીકે દક્ષિણ આફ્રિકામાં નામના મેળવી છે. આમ દક્ષિણ આફ્રિકાના બૌદ્ધિક ઇતિહાસમાં જોસેફ ડૉક અને માર્ટિન ડૉકનું એક સ્થાન છે. 1907ના ડિસેમ્બર મહિનામાં રે વ. જોસેફ ડૉક બૅરિસ્ટર ગાંધીજીને પહે લી વાર મળ્યા. 119
એમને ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતીયોને થતા રં ગભેદી અન્યાયો વિરુદ્ધ ઉપાડેલી લડતને સમજવી હતી. પુસ્તકના બીજા પ્રકરણ ‘ધ મૅન હિમસેલ્ફ’માં આ મુલાકાતને વર્ણવતાં રે વ. જોસેફ ડૉક લખે છે: ‘‘1907નો ડિસેમ્બર પૂરો થવામાં હતો. ચારે બાજુ ગાંધીના નામની ચર્ચા હતી. દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતીયોને બ્રિટિશ સરકાર જ ે અન્યાયો કરી રહી હતી એના વિરુદ્ધ એમણે લડત ઉપાડી હતી. એક દિવસ અમે થોડા મિત્રો જમતા હતા. એશિયાના પ્રશ્નો પરની ચર્ચામાં એક મિત્રે એમના ભારતીયો વિશેના વિચારો કહ્યા. આમ તો અમે દક્ષિણ આફ્રિકામાં નવા નહીં, પણ જોહાનિસબર્ગ અમારા માટે અજાણ્યા જ ેવું. આ મિત્રના વિચાર મારી છાપ કરતાં એટલા જુ દા હતા કે મને થયું હં ુ જાતે જ ગાંધીને મળું. ‘‘રિસિક ઍન્ડ ઍન્ડરસન સ્ટ્રીટના ખૂણે ગાંધીની ઑફિસ હતી. સાદી, સુઘડ, આડંબરરહિત, કાર્યદક્ષતાની છાપ પાડનારી. આગળના ખંડમાં ટાઇપિસ્ટ કશુંક ટાઇપ કરતી હતી. મેં નામ મોકલાવ્યું. કહે ણ આવ્યું એટલે હં ુ મુખ્ય ઑફિસમાં ગયો. ખંડ મોટો, ઓછા સામાનવાળો ને તેથી મોકળાશભર્યો હતો. દીવાલ પર થોડાં ચિત્રો હતાં, જ ેમાંનું ઈસુનું ચિત્ર સૌથી મોટુ ં અને સૌથી સુંદર હતું. અન્ય ચિત્રોમાં ઍની બિસેન્ટ, જસ્ટિસ રાનડે, સર વિલિયમ વિલ્સન હન્ટર વગેરે દેખાતાં હતાં. એક ચિત્ર સ્ટ્રેચર પર લઈ જવાતા સૈનિકનું હતું. કાયદાનાં પુસ્તકો ભરે લી છાજલી દેખાવને પૂર્ણતા બક્ષતી હતી. ‘‘આ બધું તો મેં પછી નોંધ્યું. એ વખતે તો હં ુ મને આવકારતા એ યુવાનને જોઈ રહ્યો હતો. હં ુ ભારતમાં ફરે લો તેથી અને ગાંધીએ 120
રે વ. જોસેફ જ ે. ડોક
અહીં જ ે ચળવળ ઉપાડી હતી તે પરથી મારા મનમાં એક ચિત્ર હતું — મજબૂત શરીર, સખત ચહે રો, કરડી આંખો. પણ મારા આશ્ચર્ય વચ્ચે અહીં જુ દી છબિ હતી — મારી સામે ઊભેલો યુવાન મધ્યમ કદનો, પાતળો અને સ્વચ્છ શાંત ચહે રાવાળો હતો. કાળી આંખો ધ્યાનપૂર્વક મને જોતી હતી. હોઠ પર સ્મિત હતું અને વર્તનમાં સ્વસ્થ નિર્ભયતા. વ્યક્તિત્વમાંથી ખાનદાની નીતરતી હતી. તેને જોઈ મનમાં ચાલતું તોફાન એક વાર તો શાંત થઈ જાય. ઉંમર 37-38થી વધુ નહીં હોય, પણ વાળ આછા અને સફે દીની છાંટવાળા હતા. ‘‘તેણે વિવેકપૂર્વક મને બેસાડ્યો અને ધીરજથી, ધ્યાનથી મારી વાત સાંભળી. વચ્ચે માથું હલાવી કે ‘હા’ કહી અનુમોદન આપતો રહ્યો. મારું બોલવાનું પૂરું થયું એટલે તરત શુદ્ધ અસ્ખલિત અંગ્રેજીમાં મુદ્દાસર પોતાની વાત માંડી. એશિયાની સ્થિતિનું આટલું સ્પષ્ટ ચિત્ર આટલા ઓછા શબ્દોમાં ભાગ્યે જ કોઈ દોરી આપી શકે. પોતે જ ે કહે તે હં ુ સમજ્યો છુ ં કે નહીં એ તેના ધ્યાનમાં રહે તું હતું. હં ુ નોંધ [ મે ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
ટપકાવતો જતો હતો. ક્યારે ક કંઈક પૂછી લેતો હતો. ‘‘વાતચીત દરમ્યાન એક વાર તેણે જરા લાંબો વિરામ લીધો. મારા ચહે રા તરફ આંખો માંડી જાણે ખાતરી કરી કે મેં તેના વિચારો વિવેકપૂર્વક માત્ર સાંભળ્યા છે કે ગ્રહણ કર્યા છે. મને થયું, વાત પૂરી થઈ. હં ુ નોંધપોથી બંધ કરવા ગયો. તેણે કહ્યું, ‘એ બંધ ન કરશો, ખરો મુદ્દો તો હવે આવે છે.’ ‘‘વાર્તાલાપ પૂરો થયો ત્યારે મારા મનનું સમાધાન થઈ ગયું હતું. પણ મુખ્ય લાભ તો એ થયો હતો કે હં ુ ગાંધીને પામ્યો હતો. જોકે તેમનો એવો પ્રયત્ન ન હતો, પણ તેમની સાદગી, તેમનું વિશાળ હૃદય, તેમની પારદર્શકતા, તેમની નિખાલસતા, તેમની સચ્ચાઈ, તેમની પ્રામાણિકતા અને તેમની તીવ્ર ન્યાયપ્રિયતા છૂપાં રહ્યાં નહીં. દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતીયોને એક આદર્શ નેતા મળ્યો હતો એની ખાતરી સાથે હં ુ ઊભો થયો. ‘‘મૈત્રીભાવે અમે જુ દા પડ્યા, ફરી મળવા માટે.’’ આ પ્રકરણમાં જ આગળ એમણે લખ્યું છે, ‘મિ. ગાંધી વિશે વિચારું ત્યારે બેત્રણ દૃશ્યો મારી સામે આવે છે. ‘બી’ ક્રિમિનલ કોર્ટમાં એમના પર કેસ હતો. કોર્ટ એશિયનોથી ઊભરાતી હતી. એમ. કે. ગાંધી નામ પોકારાયું. બે મહિનાની જ ેલ સુણાવાઈ. મિ. ગાંધીએ સજાનો સસ્મિત સ્વીકાર કર્યો.’ ‘‘એની પહે લાં એમણે એક મસ્જિદમાં લોકોને કહ્યું કે ‘બીજા જ ે પણ કહે , હં ુ આ લડતને ધાર્મિક કહં ુ છુ .ં ધાર્મિક તે હિં દુ કે મુસ્લિમ એમ નહીં. હં ુ એ ધર્મની વાત કરું છુ ં જ ે આપણને આપણા સર્જનહારની મુખોમુખ
नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨૨]
કરાવે છે. સમજપૂર્વક શપથ લીધા પછી તમે એ તોડો, કે જ ેથી કોઈ તકલીફ વગર ટ્રાન્સવાલમાં રહી શકાય — તો એ નિ:શંકપણે ઈશ્વરને ત્યાગવા સમાન છે. ઈશ્વરને અનુસરનારે દુનિયા છોડવી પડશે એવા યહૂદી નાઝારે થના શબ્દો યાદ કરીને હં ુ મારા દેશબાંધવોને આ ખાસ મોકા પર કહે વા માગું છુ ં કે દુનિયાને છોડો અને માની છાતીએ બાળક વળગી રહે તેમ ઈશ્વરને વળગી રહો.’ ‘‘પઠાણોએ હુમલો કર્યો એ દિવસે લોહીલુહાણ ગાંધીના ઘા ડૉક્ટરે સાફ કર્યા. પોલીસ અધિકારી હાજર હતા. જરા શક્તિ આવી એટલે મિ. ગાંધી બોલ્યા, ‘એમને જ ે ઠીક લાગ્યું તે એમણે કર્યું. હં ુ કોઈ આરોપ મૂકવા ઇચ્છતો નથી.’ અલબત્ત, એ લોકોને સજા થઈ, પણ ગાંધીને કારણે નહીં.’’ મીર આલમે ગાંધીજી પર હુમલો કર્યો, એ પછી ગાંધીજી રે વ. ડૉકને ત્યાં દસેક દિવસ રહ્યા. રોજ રાત્રે સૂતા પહે લાં ગાંધીજી એમની દીકરી ઑલિવ પાસે ‘લીડ કાઇન્ડલી લાઇટ’ એ ભજન સાંભળતા. ખૂબ લોકો એમને મળવા આવે. એ સૌની ખાતરબરદાસ્ત ડૉક દંપતીએ સરસ રીતે કરી. ગાંધીજી સાજા થયા પછી ડૉક દંપતીનો આભાર માનવા યુરોપિયન, ભારતીય અને ચીની લોકોએ મળી એક જાહે ર સભા યોજી હતી. મૈત્રી ગાઢ બનતાં રે વ. ડૉક ગાંધીજીનું જીવનચરિત્ર લખવા તૈયાર થયા. ગાંધીજીને રસ નહોતો. ડૉકે કહ્યું, ‘‘મારે એવું લખવું છે જ ે સ્પષ્ટ, સાચું, પ્રમાણભૂત અને જીવંત હોય; જ ે વાંચીને ઇંગ્લૅન્ડના લોકો તમને અને તમારા કામને જાણી શકે, ને ભવિષ્યમાં આવનારી લડતમાં ઉપયોગી થઈ શકે.’’ ગાંધી સંમત થયા. 121
લખ્યા પછી એમણે હસ્તપ્રત મોકલી. ગાંધીજીએ ઝીણવટથી એ તપાસી, પછી પ્રેસમાં મોકલી. ગાંધીનાં બાળપણ, લંડનવાસ, ઈસુ પ્રત્યેનો એમનો આદર, સત્યાગ્રહ વગેરે વિશે વિગતવાર લખી એમણે કહ્યું છે કે ગાંધીએ કરે લાં કામોમાંથી બેને દક્ષિણ આફ્રિકા કદી નહીં ભૂલે: ‘ઇન્ડિયન ઓપિનિયન’ અને ફિનિક્સ સેટલમેન્ટ. પુસ્તકનું છેલ્લું પ્રકરણ ગાંધીજીની ધર્મ અંગેની માન્યતાઓ પર છે. તેની પ્રસ્તાવના લૉર્ડ એમ્પ્ટહિલે લખી છે. પ્રસ્તાવના લખવા માટે લૉર્ડ એમ્પ્ટહિલને ગાંધીજીએ જ પસંદ કર્યા હતા. આર્થર ઑલિવર વિલિઅર્સ રસેલ એમ્પ્ટહિલ (1869-1936) મદ્રાસના ગવર્નર હતા. 1904માં વાઇસરૉય અને ગવર્નરજનરલ બન્યા. ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની લડતમાં તેઓ સક્રિય રસ લેતા અને ત્યાંની બ્રિટિશ ઇન્ડિયન કૉમ્યુનિટીના પ્રમુખ હતા. પ્રસ્તાવનામાં એમણે લખ્યું છે કે ‘‘ટ્રાન્સવાલની ભારતીય વસ્તી પોતાના અધિકાર માટે લડી રહી છે. એક અંગ્રેજ તરીકે હં ુ એમને ખોટા ન કહી શકું.જ ેમને મતાધિકાર નથી, પ્રતિનિધિત્વ નથી; જ ેમને હિં સા કરવી નથી, એમની પાસે પૅસિવ રે ઝિસ્ટન્સનો એક જ માર્ગ બચે છે.’’ આ પુસ્તક 1909માં પહે લી વાર ‘ધ લંડન ઇન્ડિયન ક્રૉનિકલ્સ’માં પ્રગટ થયું. તેની પહે લી ભારતીય આવૃત્તિ 1919માં મદ્રાસના પ્રકાશક જી. એ. નટેસને પ્રગટ કરી હતી. પ્રકાશન અને વેચાણ અંગે ગાંધીજી ચિંતિત હતા — મિત્રના પ્રયત્નો નિષ્ફળ ન જવા જોઈએ. એમણે 24 નકલો રં ગૂન, મિત્ર ડૉ. પ્રાણજીવન મહે તાને અને 250 નકલ મદ્રાસના પુસ્તકવિક્રેતાઓને મોકલવા પ્રકાશક એન. એન. કૂ પરને લખ્યું હતું. 122
પછી અવલોકન માટે કોને આપવી એની સૂચિ, જ ેટલા અભિપ્રાયો છપાય તે ભેગા કરી મિ. ડૉકને મોકલવા એવી સૂચના સાથે મિ. પૉલોકને મોકલી હતી. એક નકલ રશિયન ચિંતક-લેખક લિયો ટૉલ્સ્ટૉયને મોકલી અભિપ્રાય મંગાવ્યો હતો. ટૉલ્સ્ટૉયે લખ્યું, ‘‘ડૉકનું પુસ્તક વાંચ્યા પછી હં ુ તમને વધુ જાણી શક્યો, વધુ સમજી શક્યો.’’ આ બધું કરવા પાછળ બે વાત હતી. એક તો મિત્રનો પ્રયત્ન સફળ થાય અને બીજુ ,ં લોકો સુધી લડતની એક નવી રીત, એક નવો વિચાર પહોંચે. રે વ. ડૉક લખે છે, ‘ગાંધીને ધનનું આકર્ષણ નથી. તેના દેશવાસીઓને ગુુસ્સો આવે છે, ‘‘કેવો માણસ છે, કંઈ લેતો નથી. ઇંગ્લૅન્ડ જવા આપેલી રકમ પાછી આપી. ભેટો આપી તો એનું જાહે ર ફં ડ બનાવી પાછી આપી. અમે ગરીબ છીએ તો એને પણ ગરીબ રહે વું છે!’ ગાંધીના વિચિત્ર નિ:સ્વાર્થપણાથી તેના દેશવાસીઓ અકળાય પણ છે; પણ તેને ચાહે છે, તેના પર વિશ્વાસ મૂકે છે, તેનો આદર કરે છે ને તેને માટે ગર્વ ધારણ કરે છે.’’ 132 પાનાં અને 21 પ્રકરણમાં રે વ. ડૉકે સત્ય, અહિં સા અને સત્યાગ્રહની લડતને સરસ અને સરળ રીતે મૂકી હતી. 1912માં પ્રાણજીવન મહે તાએ એનું ગુજરાતી કર્યું. એ અપ્રાપ્ય થઈ જતાં ગાંધીશતાબ્દી વર્ષે બાલુભાઈ પારે ખે તેનો અનુવાદ કર્યો જ ેને 1970માં નવજીવન પ્રકાશને પ્રગટ કર્યો. એમાં એમ્પ્ટહિલની પ્રસ્તાવના ઉપરાંત ઉમાશંકર જોશીનું આમુખ અને ગાંધીજીએ આપેલો જોસેફ ડૉકનો પરિચય પણ છે. ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’માં ગાંધીજીએ લખ્યું છે, ‘‘હુમલા [ મે ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
આપનાર તો ઈશ્વર છે. હં ુ કંઈ હિં દીઓ પર મહે રબાની કરવા લડતમાં પડ્યો નથી, મારો ધર્મ સમજીને પડ્યો છુ .ં ’’ ગાંધીજી જ ેલમાં હતા અને મિ. પૉલોક ભારતમાં હતા ત્યારે રે વ. ડૉકે ‘ઇન્ડિયન ઓપિનિયન’નું સંપાદન કર્યું હતું. ૧૬ ઑગસ્ટ, ૧૯૧૩ના રોજ રોડેશિયામાં એમનું અવસાન થયું. ૨૪ ઑગસ્ટ, ૧૯૧૩ના રોજ ગ્રેહામ્સટાઉન બેપ્ટિસ્ટ ચર્ચ, જોહાનિસબર્ગમાં રે વરન્ડ જોસેફ જ ે. ડૉકને શ્રદ્ધાંજલિ આપવા યોજાયેલી પ્રાર્થનાસભામાં હાજરી આપવા ગાંધીજી ફિનિક્સથી ખાસ આવ્યા હતા. એમણે કહ્યું, ‘‘મારા હિં દી ભાઈએ ગેરસમજથી મને માર માર્યો ત્યારે મિ. ડૉકના ઘરમાં મને આશ્રય મળ્યો હતો. મિસ્ટર ડૉકની મેં કંઈ પણ સેવા નહોતી કરી છતાં એમનું આખું કુ ટુબ ં મારી સારવાર કરવામાં રોકાયું હતું. મધરાતમાં પણ મિ. ડૉક મારી કોટડીમાં આવીને જોઈ જતા. તેમનો ખ્રિસ્તી ધર્મ સુધરે લા જમાનાનો ન હતો પણ અસલી હતો. એમની નીતિભક્તિ એવી હતી કે નીતિને ખાતર પોતે અગ્નિમાં પ્રવેશ કરવા તૈયાર હતા. અમારી વચ્ચે સજ્જડ ગાંઠ એ હતી કે અમે બંને અપકાર ઉપર ઉપકાર અથવા અવગુણ ઉપર ગુણ કરવાના જિસસના સૂત્રને માનનારા હતા. તેઓ ચોક્કસ માનતા કે વેરભાવ પ્રેમભાવથી નાશ પામી શકે, દુષ્ટતાનું ઓસડ શ્રેષ્ઠતા છે.’’
પહે લાં છએક મહિને મિ. ડૉક મારી ઑફિસમાં આવ્યા ને પોતાનું નામ મોકલ્યું. તેમાં રૅ વરન્ડ વિશેષણ આપવામાં આવેલું તે પરથી મેં ખોટી રીતે કલ્પી લીધું કે જ ેમ કેટલાક પાદરીઓ મને ખ્રિસ્તી બનાવવાના ઇરાદાથી અથવા તો લડત બંધ કરવાનું સમજાવવાને સારુ આવતા તેમ અથવા મુરબ્બી બની લડતમાં દિલસોજી બતાવવા આવ્યા હશે. પણ મિ. ડૉક અંદર આવ્યા ને થોડી જ મિનિટોમાં મેં મારી ભૂલ જોઈ અને મનમાં ને મનમાં એમની ક્ષમા માગી. તેઓ લડતથી માહિતગાર હતા. તે દિવસથી અમે ગાઢ મિત્ર બન્યા.’’ આ મૈત્રી પછીની પેઢી સુધી ચાલી હતી. ડૉકનાં બાળકો ક્લિમેન્ટ, કૉમ્બર અને ઑલિવ ગાંધીજીનાં સંતાનોના મિત્ર હતાં. ડૉક લડતની જાહે રમાં તરફદારી કરતા. એથી, તેઓ જ ે દેવળ ચલાવતા તે પંથના ગોરાઓ નારાજ થાય અને એમની આજીવિકા બંધ થાય એવો સંભવ જોઈ ગાંધીજીએ પરિચયની શરૂઆતમાં જ એ તરફ મિ. ડૉકનું ધ્યાન દોર્યું. તેઓ બોલ્યા, ‘‘વહાલા મિત્ર, જ ે માણસ ધર્મને ખાતર શૂળીએ ચડ્યો ને જ ેનો પ્રેમ જગતના જ ેટલો વિશાળ હતો તેનો હં ુ અનુયાયી છુ .ં એ રીતે જરા પણ શોભવા ઇચ્છતો હોઉં તો આ લડતમાં મારે જાહે ર ભાગ લેવો જ જોઈએ ને તેમ કરતાં મારું મંડળ મને તજી દે તો તેમાં દુ:ખ ન માનવું જોઈએ. રોજી
— સોનલ પરીખ
સંદર્ભ :
• • • •
M. K. Gandhi – An Indian Patriot in South Africa — Joseph Dock Gandhi at First Sight – Thomas Weber ગાંધીજીનો અક્ષરદેહ : ગ્રંથ-9 દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ — મો. ક. ગાંધી
नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨૨]
123
‘દીઠું મેં’ વિશે સિતાંશુ યશશ્ચંદ્ર નવજીવન દ્વારા હાલમાં હસમુખ શાહ લિખિત ‘દીઠુ ં મેં’ પુનર્મુદ્રિત થયું છે. પ્રથમ આવૃત્તિ ૨૦૧૩માં થઈ હતી. પ્રથમ આવૃત્તિનો સમયગાળો ૧૯૯૨ સુધીનો અને હવે તેમાં લેખકે પોતાનાં જીવનસફરના ઉત્તરાર્ધનાં ત્રીસ વર્ષ ઉમેર્યાં છે. હસમુખ શાહની ઓળખ કેન્દ્ર સરકારના વહીવટી અધિકારી તરીકેની. ૧૯૭૭માં ખુદ વડાપ્રધાન મોરારજી દેસાઈએ તેમને પ્રાઇમ મિનિસ્ટર ઑફિસમાં જોડાવવાનું આમંત્રણ મોકલ્યું હતું. તેઓ કોઈ સનદી પરીક્ષામાં ઉત્તીર્ણ નહોતા, તેમ છતાં અનેક વહીવટીપદે રહ્યા. ઇંદિરા ગાંધી અને ચરણ સિંઘ વડા પ્રધાન બન્યાં ત્યારે તેમનું સ્થાન પ્રાઇમ મિનિસ્ટર ઑફિસમાં રહ્યું. તે પછી પણ તેમની કારકિર્દી ઉજ્જ્વળ રહી. તેમનાં કાર્યઅનુભવોમાં સતત તાજગી દેખાય છે. કચ્છના નાના રણ પાસેના બજાણા રજવાડાથી આરં ભાયેલી હસમુખ શાહની સફર દિલ્હી સુધી પહોંચે છે. આ સાથે તેમનાં અન્ય મહાનુભાવો સાથેનાં સંસ્મરણો છે અને સાથે સાથે એ સમયનું રાજકીય દસ્તાવેજીકરણ પણ લેખકે કર્યું છે. આ ગાળાની મહત્ત્વની ઘટનાઓના તેઓ સાક્ષી રહ્યા છે. તે બધું જ ‘દીઠુ ં મેં’માં છે. સિતાંશુ યશ્ચચંદ્રએ આ પુસ્તકની ખૂબીઓ સરસ રીતે મૂકી આપી છે...
વહેંચીને ખાવાનોયે એક સ્વાદ હોય છે. સ્વૈરસફરના કોક સફરનામા જ ેમ એનાં પ્રકરણો
અંગત ભોજનના છ રસોમાં એ ઉમેરાય ત્યારે સહભોજનનું એક સ્વાદ-સપ્તક રચાય છે. આપણા આદ્યવિવેચક નવલરામ પંડ્યા એને આનંદની ઉજાણી કહે તા. દીઠુ ં મેં — માં હસમુખભાઈ શાહ જ ે અનુભવો સંયત કલમે પ્રગટ કરે છે, એ અનુભવોની વ્યાપકતા તેમ જ વિરલતા મુગ્ધ કરે તેવી છે. વ્યાપકતા એ કે આ એક ગુજરાતીએ રાજ્યસત્તાનાં કેટકેટલાં રૂપો દીઠાં છે, કેવા કેવા માણસોને એ મળ્યા છે, કેવા કેવા ઐતિહાસિક મહિમાવંતા પ્રસંગોનો એ એક ભાગ અને સાક્ષી, બંને રહ્યા છે! વિરલ એટલા માટે કે આપણા તાજ ેતરના ઇતિહાસની કેવી કેવી નિર્ણાયક અને ગોપનીય ક્ષણોને એમણે કેટલી નજીકથી જોઈ છે! આ પુસ્તકની રચના રસ પડે તેવી થઈ છે: એ દળદાર બન્યું છે, પણ એને દળદાર બનાવાયું નથી! ડાળમાંથી ડાળ ફૂટ ે ને એક વૃક્ષ આપમેળે જ જાણે ખીલે, એમ, લેખકની સ્મૃતિઓની 124
ઊઘડતાં આવે છે. લેખકે પોતા પૂરતી એક શરત રાખી છે : “એક કાળજી લીધી છે કે જ ેની મને જાતમાહિતી હતી અથવા જ ે ઘટનાનો હં ુ સાક્ષી હતો તેના વિશે જ લખ્યું છે.” પુસ્તકના બીજા ભાગ અંગે હસમુખભાઈએ આ લખ્યું છે, પણ આખા પુસ્તકમાં એ સંયમ વરતાય છે. એ જણાવે છે તેમ ‘પહે લા ભાગની મારી કથનીનો પૂર્વભાગ
p. 352 | 6.25" x 9.25" | ૱ 400
[ મે ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
આમ તો એક બાળકનું નિરીક્ષણ છે.’ એમની સ્મૃતિની તાજગી મન મોહી લે તેવી, પણ એનો કરુણરસ અને કરુણાભાવ મન ભરી દે, તેવાં નીવડ્યાં છે. પોતે આ પુસ્તકને ‘એક નિરીક્ષકનું લખાણ’ એ રીતે ઓળખાવે છે. ઝાઝું અને ઝીણું નિરીક્ષણ કરનારનું લખાણ છે, એ વાંચ્યે અનુભવાય છે. ઇતિહાસના ઝાકઝમાળ બૅન્ક્વેટ ખંડોની અંદર હો કે એનાં ભાંગ્યાંતૂટ્યાં ખંડરે ો સામે હો, સહુ સ્થળે સમાન સમભાવે, થોડુકં હસી લેતા, આ લેખક ઊભા રહ્યા છે. રચાતા ઇતિહાસની નિર્ણાયક પળોએ અને અવગણાયેલા ઇતિહાસોની વીસરાયેલી પળોએ, ક્યારે ક તો ઇતિહાસ-સભાનતા વિનાના છતાં ઇતિહાસ ઘડે એવાં સ્થળ-કાળમાં સાક્ષીભાવે જીવવાનું એમને આવ્યું છે ને ફાવ્યું છે, એના બહુધા કરુણ (ક્યારે ક વક્રોક્તિયુક્ત, આઇરોનિક) વિનોદ સાથે, હં મેશાં સમભાવપૂર્વક એમણે આ સમયો-સ્થળોનું આલેખન અહીં કર્યું છે. કચ્છના નાના રણની ધારે આવેલા એક નાનકડા રજવાડા, નામે બજાણા, જ્યાં આ દેશદેશાવર ફરે લા લેખકનું બચપણ વીત્યું, તેના મુસ્લિમ રાજવી અને પચરં ગી પ્રજાની અંતરં ગ વાતોથી આ પુસ્તકનો પ્રારં ભ થાય છે. ત્યાંથી શરૂ થતી સફર એક તરફ દિલ્લી-ક્રેમલિન-પ્રાગતહે રાન-સિડની — ક્યાં-ક્યાંની રાજ્ય-સત્તાઓનાં જાજરમાન રાજ્યગૃહોના ગભારાઓ સુધી અને બીજી તરફ મધ્ય યુરોપી નગર લ્યુબિયાનાનાં ગુજરાતી નાગરિક કોકીબહે ન અને લિટલ આંદામાનના છેક દક્ષિણ છેડ ે ઘર કરી રહે તા અણજાણ્યા શીખ પરિવાર સુધી, તો ઈશાન ભારતમાં ગાંધી-ધીંગા નટવર ઠક્કર અને જવાંમર્દ મેજર બૉબ ખતીંગ — ને હજી તો બીજાં અનેક અને છેક અંગત એવાં સંસ્કૃતિ-
नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨૨]
સ્થાનકો સુધી — વિસ્તરે છે. એ વ્યાપકતા ભૂગોળની નથી, પણ સમજણની, અંતે સમસંવેદનની વ્યાપકતા છે. એટલે તો તહે રાનનો સહુ વડે વીસરાયેલો સૈફ આઝાદ ભારતના ગુજરાતી વડા પ્રધાનને યાદ આવ્યો. મોરારજીભાઈ જ્યારે સત્યાગ્રહ દરમિયાન યરવડા જ ેલમાં હતા ત્યારે જર્મની જઈ ભારતમાં આવેલા ઈરાની નાગરિક સૈફ આઝાદને પણ અંગ્રેજ સરકારે ત્યાં કેદ કર્યો હતો. વડા પ્રધાને પોતાની સત્તાવાર ઈરાનયાત્રા દરમિયાન સૈફને યાદ કર્યો અને એમના સંવેદનપટુ કુ શળ સચિવે પેલાને, ગમે તેમ કરીને, શોધી કાઢ્યો. આ પુસ્તકના લેખક રૂપે હસમુખભાઈએ પાછુ ં એ ત્રણેના તહે રાની મિલનને ગુજરાતી ભાષામાં પ્રત્યક્ષ કરી આપ્યું. એ રીતે, અનેક પ્રસંગો અને પ્રકરણોમાં નર્મદે આલેખેલો ‘રાજ્યરં ગ’ આજનો બનીને આ પુસ્તકના કેન્દ્રમાં છે, પણ ઉમાશંકરે ઝીલેલો ‘સમયરં ગ’ આ પુસ્તકની પેલી મોટમોટી વાતોના મ્યુરલ્સમાં અણધાર્યા તોયે આસ્વાદ્ય એવા કન્ટેમ્પરરી મિનિએચર્સ બનીને ઝલકી રહે છે. એની કેટલીક ઝાંખી આ લેખના છેલ્લા, ત્રીજા ભાગમાં કરીશું. આ પુસ્તકનું બીજુ ં આકર્ષણ મારે માટે જ ે છે એ આજની ગુજરાતી સાહિત્ય-સંસ્કૃતિ, આપણું લિટરરી કલ્ચર, કેવું હોય, એ અંગેનાં મારાં અરમાનોમાંથી જન્મે છે. એક રૂપકથી આ વાત સમજાવું : નદીઓ બે જાતની હોય. કોક વરસાદી વહે ળા જ ેવી હોય, નાના નવાણમાંથી ફૂટી સાંકડા પટમાં વહે . બેચાર દિવસની હે લી પડે ત્યારે જરા છલકાય. બીજુ ં રૂપ મહાનદનું, ગંગા, દાન્યૂબ, ર્હાઈન ને એમેઝોનનું, એમનાં વહે ણમાં નાનામોટા અસંખ્ય સંગમો આવતા હોય, 125
ને દરે ક સંગમે એ મહાનદમાં કોઈ ને કોઈ જળપ્રવાહ, ઝરા ને વોકળા, નાનીમોટી નદીઓ, એને આવીને મળે. એ રીતે એ મહાનદનો કૅ ચમેન્ટ એરિયા, એનો જળ-ઝીલણ-વિસ્તાર ઘણો મોટો, ફે લાયેલો, વૈવિધ્યભર્યો હોય. આપણું ગુજરાતી સાહિત્ય એક સભરનદી જ ેવું છે, જ ે તે નથી. પણ એ સુકાઈ—મેલું થઈ એક નાળું ન બની જાય, એ પુષ્ટ થઈ, સ્વચ્છ રહી આવતી કાલે એક મહાનદ બની રહે , એ આપણાં અરમાન હોય. એ ત્યારે બને જ્યારે એનો કૅ ચમેન્ટ એરિયા વ્યાપક અને વિવિધતાવાળો હોય, એનું જળઝીલણ જગ્યા જગ્યાનાં પાણી એના વિશાળ પ્રવાહમાં નિરં તર ઠાલવતું રહે . ગુજરાતના અજોડ કવિતા-શિક્ષક બ. ક. ઠાકોર કવિને એક શીખ આપી ગયા છે : ‘બધા સૂર ખિલાવજ ે મનુજ-ચિત્ત-સારં ગીના / બધા ફલક માપજ ે મનુજ-શક્તિ-સીડી તણા.’ ઠાકોરના પરમ પૂર્વજ આચાર્ય ભામહ ‘સાધુ કાવ્યનિબંધન’ની વ્યાખ્યા કરતાં કહે છે: ‘ધર્માર્થકામમોક્ષેષુ વૈચક્ષણમ્ કલાસુ ચ / પ્રીતિમ્ કરોતિ કીર્તિમ્ ચ સાધુકાવ્યનિબંધનમ્.’ માણસના, સમાજના, સંસ્કૃતિના ચાર પુરુષાર્થોને સાહિત્ય સાથે ભામહ સાંકળે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ વર્ગીકરણને આજ ે કદાચ કાલગ્રસ્ત ગણીએ, તો આજ ે એનું નવું રૂપ, ‘અર્થ’ પુરુષાર્થને આપણી પ્રજાના રાજકીય, વહીવટી, ઔદ્યોગિક, વૈજ્ઞાનિક-તકનીકી સંશોધનો-આયોજનો-કાર્યો તરીકે ઘટાવતાં, હાથ લાગે. ગુજરાતી સાહિત્યમાં ‘સાધુ કાવ્ય નિબંધન’, યા સાહસભર્યા લિટરરી કલ્ચરના નિર્માણ માટે આવા ‘અર્થ પુરુષાર્થ’ના ગુજરાતી અગ્રણીઓનું વાઙ્મય-અર્પણ ઉપયોગી ન નીવડે? એવા મહાપ્રાણ પુરુષાર્થીઓનો તોટો ગુજરાતમાં નથી, પણ પોતપોતાના કાર્યક્ષેત્રમાં 126
જ ે નિપુણતા એમણે કેળવી છે, તેવી નિપુણતા પોતપોતાનાં કાર્યક્ષેત્રોમાં થયેલા સ્વાનુભવો વિશે ગુજરાતી ભાષામાં લખવા અંગે કેળવવાનો પરિશ્રમ કરવાનું એમાંના કેટલાને જરૂરી લાગ્યું હશે? આનાં ઐતિહાસિક કારણો હશે. પણ નવો ઇતિહાસ સરજવોયે જરૂરી નથી? અને આવું લેખન હસમુખભાઈના આ પુસ્તકથી જ આરં ભાય છે, એવું તો છે નહીં. ભય તો એ છે કે ક્યાંક આ પુસ્તકથી એ પૂરું ન થઈ જાય! પણ દીઠુ ં મેં એવી કુ શળતા છતાં સાહજિકતાથી લખાયું છે, કે બીજા દેખનારાઓને એ આજ ે અને આવતી કાલે લખવાનો પાનો ચઢાવશે. પણ જ ે જોયું તે દેખાડવું એ લાગે એટલું સહે લ નથી. રાજસત્તાને, સત્તાવાર તોતિંગ વહીવટી તંત્રોને, મોટા ઉદ્યોગોના સંચાલનને, ટૂ કં માં પ્રજાના જીવનનાં નિયંત્રક પરિબળોની ગતિવિધિઓને જાણી, સમજી, કંઈક કાબૂમાં લઈ, એમાં સત્તા-અધિકાર ભોગવવા એ એક વાત છે. પણ એ વિશે નિરીક્ષાશીલ (ક્રિટિકલ) વિશ્લેષણ કરવું, સ્વાર્થથી ઉપર ઊઠીને એને સમજવું, એ અંગે લખવું (તમે ચોકસાઈથી અને રસપ્રદ રીતે) — એ ભારે કઠણ કામ છે. એની સાધના અલગ. એનો અધિકાર અલગ. એની મજાયે અલગ. નર્મદના રાજ્યરં ગ (ભા.૧, ઈ. ૧૮૭૪; ભા. ૨. ઈ. ૧૮૭૬)-થી ઉમાશંકર જોશીના સમયરં ગ (ઈ. ૧૯૬૩) સુધીની સફર દરમિયાન રાજકારણના (અને ઉમાશંકરે યોજ ેલા શબ્દ પ્રમાણે સમાજકારણના) રં ગ ગુજરાતી ભાષામાં આલેખવાની બે રીતો કેળવાઈ હતી : નર્મદે એક ખંતીલા સંશોધકની ચોંપથી રાજ્યના સત્તાના ઇતિહાસના અનેક ગ્રંથોનું પરિશીલન કરી, જગતભરની અનેક સંસ્કૃતિઓની રાજ્યવ્યવસ્થા અંગેનો માહિતીસભર ઇતિહાસ-આલેખ આપ્યો. [ મે ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
એ ધારામાં આવતા પારસી કવિ ખબરદારે ઈરાનશાહનો પવાડો (૧૯૪૨)-માં ઈરાન અને હિં દુસ્તાનના પારસી સમાજોના ઇતિહાસો આપ્યા. શ્રીમતી પુપુલ જયકરના પિતાશ્રી અને નંદશંકર મહે તાના પુત્ર, આઈ. સી.એસ. અફસર વિનાયક મહે તાએ લખેલો ચરિત્રગ્રંથ નંદશંકર જીવનચિત્ર (૧૯૧૬) પણ ઉચ્ચ વહીવટી અધિકારી ગુજરાતીમાં સ્વાનુભવરસિક સાંસ્કૃતિક ઇતિહાસક્ષેત્રે કેવું કામ કરી શકે, એનું ઉદાહરણ પૂરું પાડે છે. ચન્દ્રશંકર બૂચ, ‘સુકાની’-ની સ્મરણીય સાગરકથા, દેવો ધાંધલ, એ પણ શિપિંગ ઇન્ડસ્ટ્રીના ઉચ્ચ અધિકારીએ લખેલી સાગર-સંસ્કૃતિની દૃષ્ટિ-સમૃદ્ધ કથા છે. એ પરં પરામાંનો આપણો સમકાલીન એક સ્મરણીય આલેખ તે નારાયણ દેસાઈનું ગાંધીચરિત્ર મારું જીવન એ જ મારી વાણી. બીજી તરફ, સમયરં ગમાં ઉમાશંકર જોશીએ રાજકારણના રં ગ ઝીલવાની એક અલગ રીત અજમાવી જણાય છે. પોતે વિરલ વિદ્વાન સંશોધક હતા તે છતાં સમયરં ગમાં ઉમાશંકર જ ેટલી વ્યાપકઇતિહાસ-સંશોધનની નહીં તેટલી સમકાલીન સમાજને પ્રભાવિત કરતી રાજકીય-સાંસ્કૃતિક ઘટનાઓને સમજવા મથતા એક જાગ્રત નિરીક્ષક-વિશ્લેષકની શક્તિઓને ખપમાં લીધી છે. એમના પુરોગામી નરસિંહરાવ દિવેટિયાનું સ્મરણમુકુર (૧૯૨૬) કેવા કેવા સમયરં ગ ઝીલે છે, એ જોવાની મજાયે માણવા જ ેવી છે! છ ભાગમાં વિસ્તરતી (ઈ. ૧૯૫૫–૧૯૭૩) ઇંદુલાલ યાજ્ઞિકની આત્મકથા ઇતિહાસની ફે રતપાસ કરવા મજબૂર કરી વાચકને પોતાના કમ્ફર્ટ ઝોનની બહાર ધકેલે. ને સહુની શિરમોર જ ેવી મહાદેવભાઈની ડાયરીઓ ગણીશું કે ગાંધીજીનો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ? એક
नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨૨]
જાણે બસરાનાં મોતીની માળા, બીજો પાસાદાર કોહિનૂર હીરો! મારો મુદ્દો એ છે કે ગુજરાતી ભાષામાં ક્યારે ક આવું કામ ખંતથી થયું હતું, પણ આજ ે? ને આવતી કાલે? દીઠુ ં મેં એ પુસ્તક રાજ્યમીમાંસા અને વ્યક્તિ-સમાજ-રાજ્યના અનુબંધોની સમજણ સ્વાનુભવે કેળવવા મથતા એવા આવતી કાલના ગુજરાતી વાઙ્મય માટે, રાજ્યરં ગની નહીં પણ સમયરં ગની ધારામાં એક ઉદાહરણ, પેરેડાઇમ બની શકે, એવું પુસ્તક છે. કહ્યું છે કે સાહિત્ય રચાય છે ‘દર્શનાત્ વર્ણનાત્ ચ’ — દર્શન યા જ્ઞાનયુક્ત અનુભવથી અને વર્ણન યા રસયુક્ત અભિવ્યક્તિથી. દીઠુ ં મેં – ની સભર અનુભવસૃષ્ટિ અને નર્મમર્મભરી, સહજ અને સૌષ્ઠવભરી અભિવ્યક્તિ આજ ે જગતભરમાં, દેશભરમાં ‘અર્થ’ ક્ષેત્રે (વહીવટીરાજવટથી વિજ્ઞાન-ટૅક્નૉલૉજી-મેડિસિન, વાણિજ્ય-ઉદ્યોગ, વગેરે ક્ષેત્રે) મોટાં કામ કરતાં ગુજરાતી સ્ત્રી-પુરુષોને સ્વાનુભવોને સૌષ્ઠવભરી ગુજરાતીમાં વ્યક્ત કરવાની લાંબી સાધના શરૂ કરવા ઉત્તેજિત કરે , એ આશા. દીઠુ ં મેં–ની પોતીકી સમૃદ્ધિ લેખકે શું શું જોયું, એમાં નથી. એ તો છે જ : એમણે શું શું ને કેવી નજીકથી જોયું છે, એ જાણીને તો સાવચેત ન રહ્યા તો અભિભૂત થઈ જવાય: મોરારજી દેસાઈ, ઇંદિરા ગાંધીથી તો શરૂઆત થાય; પંડિત નેહરુ, સંજીવ રે ડ્ડી, લાલબહાદુર શાસ્ત્રી, ભેગા કુ લદીપ નાયર આવે. મધર ટેરેસા ‘ભારતરત્ન’ કઈ રીતે બન્યાં, એયે આવે. ને રાષ્ટ્રપતિપદ ઇચ્છતા ગવર્નર પી. સી. ઍલેક્ઝાન્ડરની વાત પણ આવે. રાજકારણની, વહીવટકારણની ગલીકૂ ંચીઓ, ભેદભરમો, ઉસ્તાદીઓ, ગુસ્તાખીઓ અને ‘સો મણની તળાઈઓમાં સૂતેલા’ કેટલાક નેતાઓની 127
કાર્યકરે ઈશાન ભારતમાં જ ે કામ કર્યું એનું ચિત્ર જુ ઓ, ને બીજી તરફ પી. સી. ઍલેક્ઝાન્ડર જ ેવા આઈ.એ.એસ. અફસર પદવીઓ અને એક્સ્ટેન્શન મેળવવા, છેવટ ે તો રાષ્ટ્રપતિપદ મેળવવા જ ે પ્રયત્નો કરે , એનાં ચિત્રો જુ ઓ. ગાંધીજીના જાદુથી પ્રેરાયેલા ગિરિરાજ કિશોરનું શબ્દચિત્ર દોરતાં લેખક જ ે હે તથી હસે છે, અને પત્રકાર કુ લદીપ નાયરની રાજરમતનું વિશ્લેષણ કર્યા પછી જ ે સમજણથી હસે છે, એ બે વાક્સ્મિત વચ્ચેનો ભેદ જુ ઓ. લેખક પોતાને માટે વિનોદ-વિષાદ-પૂર્વક ‘અમે’ સર્વનામ યોજ ે છે ‘લો, આ અમે! કેવા કેવા ખેલમાં જોડાવું પડ્યું અમારે ! જોવા માટે, મોટે ભાગે તો ‘થનાર ચીજો નવ થાય અન્યથા’ એ ખેદ-ભાવે સાક્ષી રૂપે જોતા રહે વા માટે!’ એ ભાવથી કદાચ યોજ ે છે. જ ેવા મુનશી ‘વાહ રે મેં વાહ’ નાટકમાં કરે છે તેમ. એ ખેદ-ભાવનો આ વાક્-સ્મિતો સાથે સંબંધ છે. ઇતિહાસ સામે એક વ્યક્તિ ઊભી છે. ઝાઝું કરી શકે એમ નથી. છતાં મથે છે, ને કેટલાક આછેરા સરસ વળાંકો પણ આપી શકે છે, એ જાજરમાન પ્રવાહને. એ ન થાય તોયે પોતાની આંખે, પોતાની સમજથી, પોતાની શરતે, એ ઇતિહાસના ભવ્ય ઘુમ્મટોના સોનાના કળશનેયે મૂલવી લે છે ને એ જ ઇતિહાસના ભંડકિયા અને ભોંયરાનાં અંધારાંનેયે જોઈ લે છે. બજાણાનરે શથી બ્રેઝનેવ સુધી સહુની આંખમાં આંખ માંડી શકતું ગુજરાતી ગદ્ય આપણા રાજ્યરં ગોને, સમયરં ગોને, ‘હા, દીઠાં’ એમ હં મેશાં કહી શકે, એની સાધના સદૈવ થતી રહો.
સુસ્તીઓ, આ બધુંય આવે. નામો ગણાવવાં બેસીએ તો આજકાલના વિષ્ણુઓનાં સહસ્રનામનો જાપ થઈ જાય — ને બાપડો વાચક મુગ્ધ થઈ જાય! દીઠુ ં મેં - ના લેખકનો પરિચય જો ત્યાં પૂરો થયો તો એમની ઓળખ ન થયાથી એ બદતર હશે, કેમ કે આ પુસ્તક મહાનુભાવોને મળ્યાના મહિમાનું પુસ્તક નથી. કેમ કે આ પુસ્તકનું શીર્ષક છે : દીઠુ ં મેં. એમાં દીઠુ ં શબ્દ પહે લો છે ને ‘હં ુ’ એ પછી આવે છે, તેયે ‘મેં’-ના સહાયક રૂપે. જોવું, સાક્ષી બનવું, એનો અહીં મહિમા છે, એ જોવામાં લેખકની વ્યક્તિ-ચેતના સહાયક છે. એટલે દીઠુ ં મેં ની પોતીકી સમૃદ્ધિ આખા પુસ્તકમાં સપાટીથી નીચે રણઝણ્યા કરતા એક વિષાદની છે. લેખકનો નિરં તર આછો વહ્યા કરતો વિનોદ એમના એ વિષાદને વધારે ઉપસાવી આપે છે. આપણા મહાનુભાવોએ સહિયારી રીતે ભારતના સલામત, સશક્ત અને સમૃદ્ધ એવા ભવિષ્યને ઘડવાના અવસરો કેવા મેળવ્યા, મેળવ્યા ને ગુમાવ્યા, એ સાવ નજીકથી જોનાર એક સમજદાર અને મજબૂત માણસે અનુભવેલા ખેદનું પુસ્તક છે. ને સાથે જ કેટલાક અદના આદમીઓનાં અર્થભર્યાં અને ભાવભર્યાં અસ્તિત્વોને ખોળી કાઢ્યાના આનંદનોયે આલેખ એમાં છે. મોરારજીભાઈ દેસાઈને જનતા પક્ષના નવનિર્વાચિત સાંસદોએ પોતાના નેતા તરીકે ચૂંટ્યા એ સાંજ ે પોતાના સાંસદનિવાસમાં એકલા, માત્ર એક ચોકીદાર સાથે રહે તા વળતા દિવસના વડા પ્રધાનનું ચિત્ર લેખકે જ ે રીતે દોર્યું છે, એ જોજો. એક તરફ નટવર ઠક્કર જ ેવા ગાંધી-દૃઢ
મે ૧૨, ૨૦૧૩ [‘દીઠુ ં મેં’ પુસ્તકના ‘અનુવચન’માંથી]
128
[ મે ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
દિનવારી : 100 વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ
મે - ૧૯૨૨ રાજદ્રોહના કેસમાં ગાંધીજીને છ વરસની આસાનકેદની સજા થઈ ચૂકી છે અને તેઓ હવે યરવડા જ ેલમાં છે. માર્ચમાં સાબરમતી જ ેલમાં દસ દિવસ અને તે પછી યરવડા જ ેલમાં એપ્રિલ મહિનામાં પણ તેમની પ્રવૃત્તિ ઠીકઠીક રહી છે. જ ેલમાંથી તેમણે શરૂઆતમાં હકીમ અજમલખાનને પત્રો લખ્યા છે. ખિલાફત આંદોલનમાં હકીમ અજમલખાન આગેવાનની ભૂમિકામાં હતા અને તદ્ઉપરાંત તેઓ ૧૯૨૧માં હિં દી રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ પણ હતા. સાબરમતી જ ેલમાંથી પહે લો કાગળ તેમણે હકીમજીને જ લખ્યો છે. મે મહિનાની તેમની પ્રવૃત્તિમાં માત્ર બે પત્રોનો ઉલ્લેખ થાય છે. આ બે પત્રોમાં એક મુંબઈ સરકારને લખ્યો છે. તેમાં ગાંધીજીએ પોતાની નામ સહિતની એક ઓળખ કેદી નંબર ૮૬૭૭ની પણ આપી છે. આ પત્રનો મુદ્દો છે ગાંધીજીએ હકીમ અજમલખાનને લખેલો પત્ર. ગાંધીજીએ લખેલો પત્ર તેમને પાછો આપવામાં આવ્યો છે અને તેમને જ ે હુકમ તળે પત્ર ન લખવાનું માંડી વાળવાનું કહે વામાં આવ્યું તે હુકમની નકલ પણ ગાંધીજીને આપવામાં ન આવી. આ નકલની ગાંધીજી માંગણી કરે છે અને ઉપરાંત સરકારના તત્કાલીન નિયમો જ ે પત્રો લખવાની ના કહે છે તેનો ઉલ્લેખ કરે છે. તે નિયમો આ પ્રમાણે ગાંધીજી દર્શાવે છે : (૧) પત્રમાં કેદી સિવાયના બીજા કેદીઓની વાત કરવામાં આવી છે. (૨) પત્રથી રાજકીય ચર્ચા ઉત્પન્ન થવાનો સંભવ છે. પોતે જ ે પત્ર હકીમજીને લખ્યો છે તેની વિગત જણાવતાં તેઓ લખે છે : “પહે લાં કારણ સંબંધમાં કેદી જણાવે છે કે સદરહુ પત્રમાં કેદીની પોતાની હાલત અને હિત વિશે બોલતાં જ ેટલી વાત કહે વી પડે તે ઉપરાંત બીજુ ં કશું જ નથી.” અને બીજા કારણ સંદર્ભે તેઓ જણાવે છે : “જાહે ર ચર્ચા ઊભી થવાનો સંભવ હોય તે કાંઈ કેદીને ત્રણ મહિને પોતાના મિત્ર અને સગાંવહાલાંને કુ શળતાનો પત્ર લખવાનો હક લઈ લેવા માટે યોગ્ય કારણ ન થઈ શકે.” [ગાં. અ. ૨૩ : ૧૨૮]. તે પછી મે મહિનાનો બીજો પત્ર હકીમ અજમલખાનને લખેલો પત્ર છે. ઉપર જ ે ચર્ચા થઈ રહી છે તે જ આ પત્ર છે, જ ે જ ેલસત્તાવાળાઓએ અટકાવ્યો હતો. આ પત્રમાં પણ તેઓ અગાઉ જ ે પત્ર અટકાવ્યા હતા તેની જ ચર્ચા કરી રહ્યા છે. અને અહીંયાં તેમણે હકીમજીને અંતે લખ્યું છે : “મારો પત્ર કાપકૂ પ થયા વિના હં ુ ન મોકલી શકું તો નિયમ પ્રમાણે જ ે કાગળો મિત્રોને લખી શકાય છે તે મોકલવાની પણ મારી ઇચ્છા નથી. કારણ પછી તેની ભાગ્યે જ કશી કિંમત રહે છે. એટલે સરકાર પોતાનો ઠરાવ બદલે નહીં ત્યાં સુધી તમને તથા બીજા મિત્રોને આ જ મારો પહે લો અને છેલ્લો પત્ર હશે.” [ગાં. અ. ૨૩ : ૧૨૯-૧૩૦]. એ રીતે પછી તેઓએ ત્રણ મહિના સુધી એક પણ પત્ર લખ્યો નથી.
नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨૨]
129
૧૯૨૨ મે ૧થી ૫ યરોડા જ ેલ. રોજ લખેલા પત્રમાં વાંધાપડતું હોય ૬ યરોડા જ ેલ : તા. ૧૪-૪-૨૨ના તે બતાવવા અને નહીં તો પત્ર રોજ લખેલો પત્ર મોકલી શકાશે મોકલી આપવા લખ્યું; અને સરકાર નહીં એવી, સરકાર તરફથી ખબર એમ નહીં કરે તો ‘પત્રો લખવાનું આવી. સદંતર બંધ કરીશ.’ ૭થી ૧૧ યરોડા જ ેલ. ૧૩થી ૩૧ યરોડા જ ેલ. ૧૨ યરોડા જ ેલ : તા. ૧૪-૪-૨૨ના
‘नवजीवनનો અ�રદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને…
લવાજમ માટે નવજીવન ટ્રસ્ટ / Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે. રૂબરૂ લવાજમ ભરી શકાય છે. નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે. તેની વિગત આ પ્રમાણે છેૹ નવજીવન ટ્રસ્ટ / Navajivan Trust
બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા બ્રાન્ચૹ આશ્રમ રોડ કરન્ટ એકાઉન્ટ એકાઉન્ટ નંબરૹ 10295506832 બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628 એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત 130
[ મે ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
પેપરબેક : ૪.૭૫’’ x ૭’’ | પેજ : ૨૨૪ | ૱ ૨૫૦ એકાએક આવી પડેલી આપત્તિમાં સપડાયેલી નિર્દોષ બહે નોને બચાવવા માટે, ભાગલાએ જગાડેલી આગમાં કૂ દી પડનાર આપણા દેશની બહાદુર નારીઓ પૈકીનાં એક શ્રીમતી કમળાબહે ન પટેલ હતાં. પોતાના જાનના જોખમે પણ આ બહાદુર બહે નોએ વિધવા બની ચૂકેલી, વિકલાંગ બનેલી અને બળાત્કાર સુધ્ધાંનો ભોગ બનેલી દુર્ભાગી બહે નોની ભાળ કાઢી તેમને બચાવવાનો ભગીરથ પ્રયત્ન કર્યો હતો. સઘળા ભયનો ત્યાગ કરી ભરજુ વાનીમાં શ્રીમતી કમળાબહે ને તેમની જિંદગીનાં ઉત્તમ વર્ષો આ મહાન કાર્યને પાર પાડવામાં ખર્ચ્યાં. ઘર ગુમાવી દેનારને તેમના ઘેર પહોંચાડી પરિવારભેગાં કરી આપનાર કમળાબહે ન તેમના અહે સાનનાં અધિકારી બની ચૂક્યાં છે. પોતાને થયેલા અનુભવોને તેમણે શબ્દદેહ આપવો પડે તે સ્વાભાવિક જ છે. આપણા માટે તેઓ તે દિવસોને પુન: જાગતા કરે છે. તે દિવસો દરમિયાન મૂઠીભર લોકોએ જ ે ઉમદા દૃષ્ટાંત પૂરું પાડ્યું હતું અને અનેકોએ જ ે પાશવતા દર્શાવી હતી — આ સઘળું શ્રીમતી કમળાબહે ન આપણી સમક્ષ પ્રત્યક્ષ કરે છે. આ લેખિકાએ જ ે કંઈ જોયું, સાંભળ્યું અને કરી બતાવ્યું તેના વૈયક્તિક અધ્યયનરૂપ આ પુસ્તક છે. માનવીની હીનતા અને સાથોસાથ તેના ઉમદા ગુણોને તે પ્રકાશમાં આણે છે. કોમી આતશનો ભોગ બનેલી આ દુર્ભાગી વ્યક્તિઓ પ્રત્યે મુલકી અને લશ્કરી એમ બે પ્રકારના અધિકારીઓએ કેવો વર્તાવ દાખવ્યો હતો તેનું વિશદ બ્યાન આપે છે. મુદ્દલે અતિશયોક્તિ વિનાની આ વીતકકથાઓ હૃદયને હચમચાવી મૂકે છે. (‘અંજલિ’માંથી ટૂ કં ાવીને) — આલુબહે ન દસ્તૂર ૧૩૧
જ ેલવાસની આઝાદી!
૧૩૨