વર્ષૹ ૦૯ અંકૹ ૧૧ સળંગ અંકૹ ૧૦૩ • નવેમ્બર ૨૦૨૧
છૂ ટક કિંમત ઃ _ ૧૫
ખિલાફત આંદોલન અને ગાંધી
વર્ષૹ ૦૯ સળંગ અંકૹ
•
૧૦૩
અંકૹ ૧૧ નવેમ્બર ૨૦૨૧
છૂ ટક કિંમત ઃ _ ૧૫ તંત્રી
વિવેક દેસાઈ સંપાદક
કિરણ કાપુરે પરામર્શક
કપિલ રાવલ સાજસજ્જા
અપૂર્વ આશર આવરણ ૧
ગાંધી અને પ્રેસ ઍક્ટ આવરણ ૪
આશાવાદ [નવજીવન : 23-10-1921]
* ખિલાફત અને ગાંધી . ી . . . . . . . . . . . . . . . સંપા . ૩૬૭ ૧. ખિલાફત આંદોલન એટલે . . . . . . . . . ઉર્વીશ કોઠારી . ૩૬૮ ૨. ખિલાફત વિશે અખબાર જોગ પત્ર . . . . . . મો. ક. ગાંધી . ૩૭૧ ૩. ખિલાફત. . . . . . . . . . . . . . . . મો. ક. ગાંધી . ૩૭૪ ૪. હં ુ ખિલાફતમાં શા માટે જોડાયો છુ ?ં . . . . . . મો. ક. ગાંધી . ૩૭૮ ૫. હિં દુમુસલમાન એકતા . . . . . . . . . . . મો. ક. ગાંધી . ૩૮૧ ૬. सत्याग्रहाश्रमनो इतिहास . . . . . . . . . . . મો. ક. ગાંધી . ૩૮૩ ૭. ગાંધી : મહાપદના યાત્રી . . . . . . . શરીફા વીજળીવાળા . ૩૮૮ ૮. પુસ્તક પરિચય : ૨૩ ગ્રામ્સ ઑફ સૉલ્ટ . . . . . . . . . . . ૩૯૨ દાંડીયાત્રાનો મહામૂલો તસવીરી દસ્તાવેજ . . . હિં . હિં માશુ પંચાલ . . . ૯. ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં . . ચંદુલાલ ભ. દલાલ . ૩૯૬
વાર્ષિક લવાજમ ઃ
_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં) લવાજમ મોકલવાનું સરનામું વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ • ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમેન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨
e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.
લવાજમ અંગે: કવર પર વાચકોનાં સરનામાંમાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (૩–૨૧)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં ૩ એ માર્ચ મહિનો અને ૨૧ એ ૨૦૨૧નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.
સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે. સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [ ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે. 366
ખિલાફત આંદોલન અને ગાંધી
હિંદુમુસ્લિમ
ઐક્ય વિના ગાંધીજી ખરું સ્વરાજ જોતા ન હતા અને તેમની આગેવાની હે ઠળ હિં દુસ્તાનમાં આ બે કોમ વચ્ચે એકતા સાધવા માટેનો વ્યાપક પ્રયાસ થયો તે ખિલાફત આંદોલન દ્વારા. તે વખતે એકતાની આશા જન્મી હતી અને નેતૃત્વ કરી રહે લા મૌલાના મોહમ્મદ અલી, શૌકત અલી, મૌલાના અબુલ કલામ આઝાદ અને હકીમ અઝમલ ખાન સાથે ગાંધીજી આ આંદોલનમાં સામેલ થયા હતા. ખિલાફતની પડખે રહીને ગાંધીજીએ સામાન્ય લોકોને તો આશ્ચર્યમાં મૂક્યા પણ સાથે કેટલાક વિદ્વાનો પણ ખિલાફતમાં ગાંધીજીની સામેલગીરીને સમજી શકતા નહોતા. ગાંધીજીને મન ખિલાફતનું જોડાણ સ્પષ્ટ હતું અને એટલે તેમણે જૂ ન ૧૯૨૦માં વાઇસરૉયને સુધ્ધાંને એવું લખ્યું કે, “મારા મુસલમાન દેશબંધુઓની જોડે પૂરેપૂરા ભાઈચારાના નાતાથી રહે વા ઇચ્છનાર હિં દુ તરીકે, તેમના સંકટ સમયે જો હં ુ તેમની પડખે ન ઊભો રહં ુ તો મેં હિં દમાતાની કૂ ખ લજવી કહે વાય.’’ ખિલાફત આંદોલન મૂળે તો તુર્કીના ખલીફાનું ધાર્મિક પદ જળવાઈ રહે તે સંદર્ભે હતું. પણ ઇસ્લામના ધાર્મિક પદમાં હિં દુસ્તાનના સક્રિય જોડાણનાં કારણો તે કાળે ગાંધીજીને અનેક વખત લખાણ-ભાષણોમાં સમજાવવા પડ્યાં હતાં. ખિલાફતના મુદ્દાને ‘ગાંધીચરિત’ પુસ્તકમાં ચી. ના. પટેલ આ રીતે નોંધે છે કે, “તુર્કીનો સુલતાન ખલીફા કહે વાતો અને ખલીફા તરીકે તે આરબ રાજ્યોમાં આવેલાં ઇસ્લામનાં પવિત્ર સ્થળો ઉપર સર્વોપરી સત્તા ભોગવતો હતો. ભારતના મુસલમાનો ઇચ્છતા હતા કે યુદ્ધ પછી તુર્કીના સામ્રાજ્યનો કોઈ પ્રદેશ તેની પાસેથી છીનવી લેવામાં ન આવે અને સુલતાનનો ખલીફા તરીકે અધિકાર અબાધિત રહે .” તુર્કીનો અધિકાર અબાધિત ન રહ્યો કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધમાં તુર્કી જર્મનીના પક્ષે રહ્યું અને યુદ્ધ પૂરું થયે તુર્કીને નુકસાન ન પહોંચડાવાનું વચન ઇંગ્લૅન્ડના વડાપ્રધાને ન પાળ્યું. આ મુદ્દે હિં દુસ્તાનના મુસ્લિમોમાં અંગ્રેજો પ્રત્યે રોષ જન્મ્યો અને ખલીફાને ન્યાય મળે તે ઉદ્દેશથી દેશમાં દેખાવો થવા લાગ્યા. અસહકારની સાથે ખિલાફત આંદોલને જોર પકડ્યું અને તેમાં ગાંધીજીની ભૂમિકાને લઈને અનેક શંકા-પ્રશ્નો પણ ઊઠ્યાં. સમયાંતરે ગાંધીજી તે વિશેના ખુલાસા આપતા રહ્યા. તેમાં મુખ્ય બાબત તુર્કીના ન્યાય સાથે અચૂક હિં દુ-મુસ્લિમ ઐક્યની આવતી. 1920 ફે બ્રુઆરીમાં यंग इन्डियाમાં તેમણે લખ્યું છે : “હિં દુમુસલમાન ઐક્ય શેમાં રહે લું છે અને તે વધારવાનો શ્રેષ્ઠ માર્ગ કયો છે? જવાબ સાવ સહે લો છે. આપણો ઉદ્દેશ સમાન હોય, આપણું ધ્યેય સમાન હોય અને આપણાં દુઃખો સમાન હોય એમાં એ ઐક્ય સમાયેલું છે.” ખિલાફત આરં ભાયે સો વર્ષ પૂર્ણ થઈ ચૂક્યાં છે તે સંદર્ભે ગાંધીજી કેમ આ આંદોલન સાથે જોડાયા તે વિશેના લેખો અહીં મૂક્યા છે. તે પહે લાં ખિલાફતની ભૂમિકા બાંધી આપતો ઉર્વીશ કોઠારીનો લેખ છે, જ ે આ આંદોલનનાં મૂળિયાં કયાં હતાં તેની સ્પષ્ટ સમજણ આપે છે. ખિલાફત વિશે ગાંધીજીને અલગ-અલગ સમયે પુછાયેલા પ્રશ્નોના જવાબ એક લેખમાં ગાંધીજીએ ક્રમાનુસાર સંપા. આપ્યા છે.
नवजीवन નો અક્ષરદેહ [ નવેમ્બર ૨૦૨1]
367
ખિલાફત આંદોલનનાં મૂળિયાં* ઉર્વીશ કોઠારી
ખિલાફત અને ખલીફાનો ખ્યાલ ઇસ્લામ થોડાં વર્ષો સુધી, 1912થી 1924 દરમિયાન,
સાથે સંકળાયેલો છે. જ ેમ વિશ્વભરના રોમન કૅ થલિક સંપ્રદાયના અનુયાયીઓના વડા પોપ છે, એવી રીતે સુન્ની મુસલમાનો તુર્કીના ખલીફાને પોતાના સર્વોચ્ચ ધર્મગુરુ માનતા હતા. તુર્કી છેલ્લું ઇસ્લામી સામ્રાજ્ય હતું અને તેના સમ્રાટ રાજસત્તા ઉપરાંત ધર્મસત્તાના પણ વડા, ખલીફા ગણાતા હતા. તુર્કીના શાસક તરીકે તેમની સત્તાની હદ ઑટ્ટોમન સામ્રાજ્ય પૂરતી, પણ ખલીફા તરીકે તેમનું રાજ દુનિયાભરના સુન્ની મુસલમાનો પર ચાલતું હતું. ભારતીય સુન્ની મુસલમાનો પણ ખલીફા પ્રત્યે આસ્થા ધરાવતા હતા. ઇસ્લામનાં પવિત્ર સ્થળો ભૌગોલિક રીતે જ ેનો હિસ્સો હતાં, એ તુર્કી તેમનું શ્રદ્ધાકેન્દ્ર હતું, માટે તુર્કીમાં જ ે કંઈ બને તે ભારતના મુસલમાનોને સીધું સ્પર્શતું હતું અને એ લાગણીમાં રાષ્ટ્રવાદી ચળવળનો વિરોધ નિહિત ન હતો. સર સૈયદ અહમદ અને તેમની અલીગઢ કૉલેજ ‘પૅનઇસ્લામિક’ પરં પરાના સમર્થક ન હતા. તે કહે તા હતા કે મુસલમાનો તુર્કીના સુલતાનખલીફાના નહીં, અંગ્રેજ સરકારના હુકમ માનવા બંધાયેલા છે.1 પરં તુ ભારતના મુસ્લિમોની તુર્કી તરફની સહાનુભૂતિએ સામ્રાજ્યવાદવિરોધી લાગણીનું સ્વરૂપ લીધું. આના સીધા પરિણામ લેખે ભારતના ઉદ્દામ યુવાન મુસ્લિમો સામ્રાજ્યવાદની સામે લડી રહે લા રાષ્ટ્રવાદીઓ સાથે જોડાઈ ગયા.
સરકારને વફાદાર રહે નારા મુસ્લિમ લીગના સભ્યોની યુવાન રાષ્ટ્રવાદી મુસ્લિમો પરની અસર બિલકુ લ નાબૂદ થઈ ગઈ.2 1911માં ઇટાલીએ તુર્કીના કબજા હે ઠળ રહે લા (હાલ લિબિયાના પાટનગર) ટ્રિપોલી પર આક્રમણ કર્યું. તેમાં અંગ્રેજોએ ઇટાલીને સાથ આપ્યો. તેના કારણે ભારતીય મુસ્લિમો, ખાસ કરીને ઉત્તર ભારતના મુસ્લિમો, અંગ્રેજોથી વિમુખ થઈ ગયા. તેમની આ કાર્યવાહીને ઇસ્લામ વિરુદ્ધ ખ્રિસ્તી ધર્મના સંઘર્ષ તરીકે ચીતરવામાં આવી. તુર્કીએ કહ્યું કે બ્રિટન ઇસ્લામી સંસ્કૃતિને ખતમ કરવા ઇચ્છે છે.3 1912-13માં થયેલાં બાલ્કન યુદ્ધોમાં તુર્કીના સામ્રાજ્યમાં રહે લા કેટલાક ખ્રિસ્તીધર્મી સમુદાયોએ તુર્કીને હં ફાવી દીધું અને છેલ્લી ઇસ્લામી સત્તા એવા તુર્કીના માથે વાદળ ઘેરાવા લાગ્યાં. તેનાથી ભારતીય મુસ્લિમો વ્યગ્ર બન્યા. યુદ્ધમાં લોહીલુહાણ તુર્કીની મદદ માટે ભારતમાંથી મુસ્લિમોએ સહાય એકઠી કરી. નવેમ્બર, 1912ના અંત સુધીમાં રોકડ સહાયનો આંકડો રૂ. 1,18,762 થયો.4 ભારતના વાઇસરૉયે એ રકમ તુર્કી પહોંચાડવામાં મદદ કરી5 ડૉ. એમ. એ. (મુખ્તાર અહમદ) અન્સારીની આગેવાની હે ઠળ આઠ ડૉક્ટરોની એક તબીબી ટુકડી તુર્કી જવા નીકળી ત્યારે દિલ્હીમાં પંદર હજાર મુસલમાનોનું જુ લુસ જુ મ્મા મસ્જિદથી
* મૂળ મથાળું : ખિલાફત ચળવળ અને હિં દુમુસલમાન સંબંધો – ‘નવજીવન’માં ગાંધીજીની નજરે
368
[ નવેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ
રે લવેસ્ટેશન સુધી તેમને વળાવવા ગયું.6 તુર્કીના સુલતાને આંખમાં આંસુ સાથે ડૉ. અન્સારીનો આભાર માન્યો.7 1914માં પહે લું વિશ્વયુદ્ધ શરૂ થયું. તેમાં જર્મની અને બ્રિટન આમનેસામને હતા. આ યુદ્ધમાં તુર્કી જર્મનીના પક્ષે ન જોડાય એ માટે ભારતના મુસલમાન નેતાઓ મૌલાના મહં મદઅલી અને ડૉ. અન્સારીએ તુર્કીના આંતરિક બાબતોના પ્રધાનને તાર મોકલ્યો. તેમાં લખ્યું પણ ખરું કે તુર્કી અને ઇંગ્લૅન્ડ વચ્ચે યુદ્ધ થશે તો અમારી હાલત ઘણી કફોડી બનશે. લખનૌના ફિરં ગી મહલના જાણીતા ધાર્મિક નેતા મૌલાના અબ્દુલ બારીએ પણ તુર્કીના સુલતાનને તટસ્થ રહે વા અથવા બ્રિટનને ટેકો આપવા વિનંતી કરી. પણ ત્રણ મહિનામાં તુર્કી જર્મની સાથે જોડાઈ ગયું.8 વિશ્વયુદ્ધમાં જર્મની અને તુર્કીની હાર થઈ. એટલે મુસલમાનો ખલીફા, ખિલાફત તથા ઇસ્લામનાં ધાર્મિક સ્થળો પર કોનો કબજો રહે શે એવા મુદ્દે વ્યગ્ર બન્યા. પહે લા વિશ્વયુદ્ધમાં ભારતીય મુસલમાન સૈનિકોનો સહકાર મેળવવા ઇચ્છતા અંગ્રેજ વડાપ્રધાને અને અમેરિકાના પ્રમુખે મુસલમાનોને વચન આપ્યું હતું કે તુર્કીમાં આવેલાં તેમનાં પવિત્ર ધાર્મિક સ્થળોનું સાર્વભૌમત્વ જોખમાશે નહીં અને ખલીફાની સંસ્થા સલામત રહે શે. પણ યુદ્ધ પૂરું થયા પછી અંગ્રેજોનો રં ગ બદલાવા લાગ્યો. તુર્કી અંગેની તેમની દાનત વિશે શંકાઓ ઊભી થવા લાગી. આગળ જતાં, તુર્કીના રાજમાં રહે લા મુસ્લિમોનાં પવિત્ર સ્થળ મક્કા વિશે મદીના સાથેના સાઉદી અરબસ્તાનને અલગ દેશનો દરજ્જો આપવામાં આવ્યો અને ત્યાં બ્રિટનના માનીતા ફૈ સલને રાજપાટ સોંપાયું.
नवजीवन નો અક્ષરદેહ [ નવેમ્બર ૨૦૨1]
આટલું ઓછુ ં હોય તેમ જ ેરૂસલેમ જ્યાં હતું ત્યાં પૅલેસ્ટાઇન અને કરબલા જ્યાં હતું તે ઇરાક અંગ્રેજોના વાલીપણામાં ગયા.9 આ સંજોગોમાં ગાંધીજીએ સપ્ટેમ્બર, 1919થી ‘નવજીવન’ સંભાળ્યું, ત્યારે મુસલમાનોમાં અજંપો ખદબદતો હતો અને બીજા નેતાઓને પણ તેનો અહે સાસ હતો. ગાંધીજી પહે લાં સુરેન્દ્રનાથ બૅનરજી, લોકમાન્ય ટિળક અને બિપિનચંદ્ર પાલ જ ેવા હિં દુ નેતાઓ ખિલાફતના મુદ્દે મુસ્લિમો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા.10 આગળ જતાં હિં દુ રૂઢિચુસ્ત અને કોમવાદી રાજકારણ તરફ વળનારા લાલા લજપતરાયે 1919માં લખ્યું હતું, “સાત કરોડ મુસલમાન ધરાવતું હિં દ મુસલમાન લાગણીનું સૌથી મોટુ ં કેન્દ્ર છે. અત્યારે ખ્રિસ્તીઓ તેમના શાસક છે ત્યારે હિં દનાં હિં દુ-મુસલમાનોને સમજાઈ રહ્યું છે કે તેમનું સર્વોચ્ચ હિત એકબીજા સાથે હાથ મિલાવવામાં છે. ગમે તે થાય, પણ ભવિષ્યમાં તેમની વચ્ચેના સંબંધ ઘણા સુમેળભર્યા, મૈત્રીપૂર્ણ હતા અને પરસ્પર સહાનુભૂતિ ધરાવતા, ભૂતકાળમાં ક્યારે ય ન થયા હોય એવા બની રહે શે. ઇસ્લામની કીર્તિને ફરી જીવંત કરવાના અને તેના માટે રાજકીય આઝાદી મેળવવાના મુસલમાન દેશવાસીઓના પ્રયાસમાં હિં દુઓ તેમની સાથે ઊભા રહે શે.”11 ‘નવજીવન’માં પહે લા જ અંકથી તુર્કીનો સવાલ ઉપસ્થિત થયો. ગાંધીજી ભારતીય મુસલમાનોના તુર્કી પ્રત્યેના જોડાણ અંગે સભાન હતા. ભૂતકાળમાં મુસલમાન સાથીદારો સાથે ઘણું કામ પાડવાને કારણે તે ઇસ્લામના સર્વદેશીય સ્વરૂપ અંગે અકળામણ કે અવઢવ અનુભવતા ન હતા. તેમણે પહે લા જ અંકમાં 369
પ્રજાને એ મોટો ધાર્મિક પ્રશ્ન થઈ પડ્યો છે.... મુસલમાનોની ફરજ છે કે તેમણે પોતાનાે કેસ શાંતિપૂર્વક પણ દૃઢતાથી આખી દુનિયા સમક્ષ મૂકવો અને તેને અડગપણે વળગી રહે વું.... જ ેના વિના ઇસ્લામી જીવન વ્યર્થ હોય એમ કહી શકાય, એમ સિદ્ધ કરી શકાય તે જ વસ્તુ મુકાવી જોઈએ... તુર્કીના કેસમાં ન્યાય છે. બ્રિટનના પ્રધાનની પ્રતિજ્ઞા છે. પ્રેસિડન્ટ વિલ્સનનું વચન છે ...એકના હક જવા દઈને બીજા પોતાના કદી જાળવી નહીં શકે.”12 આમ, આ મુદૃા ગાંધીજીએ ધર્મનો ભંગ અને વચનનો ભંગ એ બંને જોયા અને બતાવ્યા.
લખ્યું, “તુર્કીનો સવાલ હિં દુસ્તાનના આઠ કરોડ મુસલમાનને લગતો છે અને જ ે સવાલ પ્રજાના લગભગ એક ચતુર્થાંશ ભાગને લાગુ પડે એ સવાલ સમસ્ત હિં દુસ્તાનનો છે....1914ના ઑગસ્ટ માસમાં લડાઈ શરૂ થઈ તે વખતે તુર્કીની જ ે સ્થિતિ હતી તે સ્થિતિ આજ પણ અખંડિત રહે વી જોઈએ એ તુર્કીની માગણી છે. ...તુર્કીની સલ્તનતમાં ઇસ્લામનો ગંભીર સવાલ આવી જાય છે.... તુર્કીના સુલતાન એ જ ઇસ્લામના માનવંતા ખલીફા છે અને જો સલ્તનત જાય તો ઇસ્લામી મઝહબ પ્રમાણે ખલીફાનો અર્થ જ ન રહે , એવી સખ્ત કુ રાન શરીફની આયતો છે. એટલે સમસ્ત મુસલમાન
[ગાંધીજીના લખાણમાં હિં દુ-મુસલમાન સંબંધોનું નિરૂપણ : વિચારપત્ર ‘નવજીવન’ના વિશેષ સંદર્ભે – પીએચ.ડી. શોધનિબંધમાંથી]
સંદર્ભ : ૧. Hasan, Mushirul (2006) The Mushirul Hasan Omnibus : Nationalism and Communal Politics in India New Delhi: Manohar Publishers & Distributors p.115 ૨. ચંદ્ર બિપન, ત્રિપાઠી અમલેશ અને દે બિરુન (૧૯૭૨) સ્વાધીનતા સંગ્રામ (અનુ.) નવી દિલ્હીઃ નૅશનલ બુક ટ્રસ્ટ પૃ. ૧૦૮ ૩. Chakravarty, Gargi (1987) Gandhi: A Challenge to Communalism New Delhi: Eastern Book Centre, p.37 ૪. Hasan, Mushirul (2010) M. A. Ansari : Gandhi’s Infallible Guide New Delhi: Manohar Publishers & Distributors p.74. ૫. Gandhi, Rajmohan (1986) Eight Lives New Delhi: Roli Books p.90 ૬. Hasan, Mushirul (2010) M. A. Ansari : Gandhi’s Infallible Guide New Delhi: Manohar Publishers & Distributors p.75 ૭. Gandhi, Rajmohan (1986) Eight Lives New Delhi: Roli Books p.90 ૮. Ibid. p.90 ૯. Gandhi, Rajmohan (1995) The Good Boatman New Delhi: Penguin Books India p.102-3 ૧૦. Chakravarty, Gargi (1987) Gandhi: A Challenge to Communalism New Delhi: Eastern Book Centre. p.49 ૧૧. Lajpat Rai, Lala (1919) The Political Future of India New York: B.W. Huebsch Inc. p.207-8 ૧૨. ગાંધી, મોહનદાસ કરમચંદ (૭ સપ્ટેમ્બર, ૧૯૧૯) “તુર્કી” નવજીવન પૃ. ૧૧
370
[ નવેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ
ખિલાફત વિશે અખબારો જોગ પત્ર મો. ક. ગાંધી
ખિલાફતનો સવાલ અત્યારે સર્વોપરી થઈ
પડ્યો છે. સામ્રાજ્યમાં સર્વથી વધારે મહત્ત્વ એ સવાલ ભોગવે છે. ઇંગ્લંડના મોટા પાદરીઓ અને ઇસ્લામી આગેવાનોએ એ સવાલને મોખરા પર મૂકી દીધો છે. પાદરીઓએ દાવ નાખ્યો, મુસલમાનોએ તે ઝીલી લીધો છે. હં ુ ઉમેદ રાખું છુ ં કે હિં દુઓ સમજી જશે કે સુધારા1 શું કે બીજુ ં કંઈ પણ શું, બધું ખિલાફતની આગળ નીચેનો દરજ્જો ભોગવે છે. જો મુસલમાનોનો દાવો એ ઇસ્લામની દૃષ્ટિ વિના ગેરઇન્સાફી હોત તો કેવળ ઇસ્લામી પુસ્તકોને જ આધારે તેને ટેકો આપતાં કોઈ અચકાત. પણ જ્યારે ન્યાયી દાવાને દીન તરફથી ટેકો મળે છે ત્યારે એ દાવાની સામે થઈ શકાય નહીં.
છે:
મુસલમાનોની માગણી ટૂ કં ામાં મુસલમાનોનો દાવો નીચે પ્રમાણે
(૧) યુરોપ માંહેનું તુર્કી તુર્કોના હાથમાં રહે વું જોઈએ. તે રાજ્યમાં ઇસ્લામી સિવાયની બીજી જ ે કોમો રહે તી હોય તેઓના રક્ષણને સારુ ભલે પૂરી ખાતરી લેવામાં આવે.
(૨) ઇસ્લામની પવિત્ર જગ્યાઓનો કબજો સુલતાનના હાથમાં રહે વો જોઈએ અને જઝિરત-ઉલ-અરબ એટલે મુસલમાની લેખકોએ હદ બાંધી છે તે અરબસ્તાન ઉપર સુલતાનનો બાદશાહી હક રહે વો જોઈએ, અને તેની સાથે આરબોને જોઈતા હોય તો ભલે તેઓને સ્વરાજ્યના હક મળે. આવું વચન મિ. લૉઇડ જૉર્જનું હતુ2ં અને એ જ ધારણા લૉર્ડ હાર્ડિંગની હતી.”3 મુસલમાની સિપાહીઓ તુર્કીની રાજસત્તા છીનવી લેવાને સારુ કદી લડત નહીં. ખલીફાના હાથમાંથી અરબસ્તાન ઉપરની હકૂ મત છીનવી લેવી એ ખિલાફતનું મીંડુ ં વાળવા બરાબર છે. લડાઈના પહે લાં જ ે તુર્કીનું હતું તે જરૂર પડતી ખાતરીઓ લઈને તુર્કીને પાછુ ં આપવું એ ખ્રિસ્તીને શોભે એવો ચુકાદો ગણાય. તુર્કીને સજા કરવાના ઇરાદાથી તેની પાસેથી કંઈ પણ લઈ લેવું એ દારૂગોળાનો ચુકાદો ગણાય. મિત્રરાજ્ય અથવા તો ઇંગ્લંડે પોતાની જીતને વખતે તદ્દન ન્યાય ઉપર જ રહે વું જોઈએ. તુર્કોને કમજોર બનાવી દેવા એ ગેરઇન્સાફ કહે વાશે એટલું જ નહીં પણ ઇરાદાપૂર્વક અપાયેલાં વચનોનો ભંગ ગણાશે. તેથી હં ુ
1. ૧૯૧૯ના મૉન્ટેગ્યૂ-ચેમ્સફર્ડ સુધારા. 2. જાન્યુઆરી ૫, ૧૯૧૮ના પોતાના ભાષણમાં લૉઇડ જૉર્જે વચન આપ્યું હતું. એમાં એમણે જાહે ર કર્યું હતું કે “મિત્રરાજ્યો એટલા માટે નથી લડતાં કે તુર્ક સ્તાન પાસેથી એનું પાટનગર અથવા એશિયા માઇનોર અને થ્રેસના સમૃદ્ધ અને પ્રસિદ્ધ પ્રદેશો છીનવી લેવામાં આવે.” 3. અહીં હિં દ સરકારે ૨જી નવેમ્બર, ૧૯૧૪ને રોજ બહાર પાડેલા ઢંઢરે ાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. એમાં એમ કહે વાયું હતું કે “આ યુદ્ધમાં ધાર્મિક પ્રકારનો કોઈ પ્રશ્ન સંડોવાયો નથી.”
नवजीवन નો અક્ષરદેહ [ નવેમ્બર ૨૦૨1]
371
આશા રાખું છુ ં કે લૉર્ડ હાર્ડિંગની જ ેમ વાઇસરૉય હિં મત ધરશે અને દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહને વખતે જ ેમ લૉર્ડ હાર્ડિંગે આગેવાની લીધી હતી તેમ ના. વાઇસરૉય ખિલાફતના સવાલમાં આગેવાની1 લઈને એ સવાલને સ્પષ્ટ અને જોરદાર વલણ આપશે, કે જ ેથી કરીને ઉતાવળિયા કે કમહોશિયાર માણસોની આગેવાની નીચે ભયંકર પરિણામો આવતાં અટકે. પણ ખરું જોતાં સવાલનો ફડચો વાઇસરૉયના કરતાં આપણી હિં દુ અને મુસલમાન ઉપર વધારે આધાર રાખે છે. અને હિં દુ અથવા તો વાઇસરૉયના કરતાં મુસલમાન ઉપર તેથી પણ વધારે આધાર રાખે છે. મુસલમાન ભાઈઓ અધીરા થયા છે એવી નિશાનીઓ હં ુ જોઈ રહ્યો છુ .ં અધીરાઈમાંથી દીવાનાપણું આવવાનો સંભવ છે, અને દીવાનાપણાનો નતીજો ખૂનામરકી જ હોય. હં ુ ઇચ્છું છુ ં કે ખૂનામરકી એ આપઘાત છે એવું હં ુ બધાને સમજાવી શકું. જો . . . ધારો કે મુસલમાનોની માગણી મિત્રરાજ્યો અથવા કહો કે ઇંગ્લંડ કબૂલ ન કરે તો? મિ. મૉન્ટેગ્યૂના બળવાન બચાવમાં અને મિ. લૉઇડ જૉર્જના પોતાના જ વચનના અર્થમાં હં ુ તો બહુ આશા જોઉં છુ .ં હં ુ કબૂલ કરું છુ ં કે મિ. લૉઇડ જૉર્જનાં વચન લૂલાં છે, પણ તેની મારફતે એ સંપૂર્ણ ન્યાય મેળવી શકે છે. પણ આપણે ખરાબમાં ખરાબ પરિણામ ધારી લેવું જોઈએ અને શુભ પરિણામની આશા રાખી તેને સારુ મથવું જોઈએ. કેમ
મથવું એ સવાલ છે. આપણે શું ન કરવું જોઈએ એ તો સ્પષ્ટ છે. વિચારમાં, વચનમાં કે ધર્મમાં ખૂનામરકી ન જ હોવી જોઈએ. તેથી વેરભાવ કે સજા કરવાના ઇરાદાથી બ્રિટિશ માલનો બૉયકોટ ન સંભવે. ૧. મારા વિચાર પ્રમાણે તો બૉયકોટ પણ એક જાતની ખૂનામરકી છે. ૨. વળી કદાચ બૉયકોટ ઇચ્છવાજોગ હોય તોપણ એ તદ્દન અવ્યવહારુ છે. ૩. જ્યાં સુધી આપણી માગણી મુજબ નથી મળ્યું ત્યાં સુધી આપણે શાંતિ વાળીને બેસી શકતા જ નથી. ૪. ખિલાફતની સાથે બીજા સવાલોને મેળવવા જ ન જોઈએ — જ ેમ કે ઇજિપ્તનો સવાલ. ત્યારે હવે આપણે શું કરવું ઘટે એ જોઈએ. ૧૯મી તારીખે ધંધો બંધ કરવો2 અને એક જ ઠરાવ પસાર કરીને આપણી ઓછામાં ઓછી માગણી છે તે જાહે ર કરવી એ પ્રથમ પગથિયું છે. હડતાળ કેવળ મરજિયાત હોવી જોઈએ, અને નોકરિયાત વર્ગને તેઓના ધણીની પરવાનગી સિવાય કામ બંધ કરવાની રજા ન જ મળવી જોઈએ. મિલના મજૂ રોને બિલકુ લ હડતાળમાં ભેળવવા જ નહીં. વળી બીજી એક શરત એ છે કે હડતાળની સાથે ખૂનામરકી કે મારપીટ જરાય ન હોવી જોઈએ. મને ઘણી વખત કહે વામાં આવ્યું છે કે છૂપી પોલીસ ઘણી વેળા ખૂનામરકી કરાવે છે. સામાન્ય આરોપ તરીકે હં ુ એ વાત માનતો જ નથી. છતાં માનો કે એ આરોપ બરાબર
1. ૧૯૧૩ અને ૧૯૧૪માં. 2. ખિલાફત દિન; આ દિવસે ઉપવાસ કરીને તથા હડતાળ પાડીને રાષ્ટ્રીય શોક પાળવાનો હતાે. 372
[ નવેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ
હોય, તોપણ આપણામાં એટલી તાલીમ હોવી જોઈએ કે એ ખૂનામરકી અશક્ય થઈ પડે. જનસમાજને તાલીમ આપવાની, તેઓને દોરવાની અને તેઓની ઉપર અસર મેળવવાની આપણી શક્તિ ઉપર આપણી જીતનો આધાર રહે છે. જો આપણી માગણી કબૂલ ન થાય તો શું કરવું જોઈએ એ વિચારીએ. છૂપી કે જાહે ર લડાઈ કરવી એ જંગલી ઉપાય છે. આવી લડાઈ કરવાની વાત આપણી ગણતરીમાંથી આપણે કાઢી નાખવી જોઈએ. લડાઈ કરીને જીતવું અશકય છે, એટલું જ કારણ લડાઈની વિરુદ્ધ બસ છે. લડાઈ કરવી એ હમેશાં ખરાબ છે એવું જો હં ુ બધાને સમજાવી શકું તો આપણી બધી ન્યાયી ધારણાઓ આપણે વહે લા બર લાવી શકીએ. ખૂનામરકી નહીં કરવાની પ્રતિજ્ઞા લઈને એક વ્યક્તિ અથવા પ્રજા જ ે શક્તિ મેળવી શકે છે એ શક્તિને કોઈ હઠાવી શકતું જ નથી. પણ ખૂનામરકી નહીં કરવાની સામે હાલ તો હં ુ જ ે દલીલ કરું છુ ં તે કેવળ તેની અયોગ્યતા જ છે. અને ખૂનામરકી અયોગ્ય છે, કેમ કે તેથી ધારે લું પરિણામ લાવવું અશકય છે. સરકારને મદદ ન કરવી તેથી સરકારને મદદ ન કરવી એ જ હથિયાર આપણા હાથમાં રહે લું છે. અને જ્યારે તેની સાથે ખૂનામરકી ન હોય ત્યારે તેના જ ેવું બીજુ ં ચોખ્ખું હથિયાર કંઈ જ નથી. અને તે જ ેટલું શુદ્ધ છે એટલું જ અસરકારક છે. મદદ કરીને જ્યારે આપણે જ આપણું પોતાનું અપમાન, આપણી હલકાઈ કે આપણા ધર્મની નામોશી વહોરી લેતા હોઈએ ત્યારે મદદ ન
नवजीवन નો અક્ષરદેહ [ નવેમ્બર ૨૦૨1]
કરવી એ ફરજ થઈ પડે છે. જ ે હકો મુસલમાનોને સારુ જન્મમરણ જ ેવા થઈ પડે તે અયોગ્ય રીતે છીનવી લેવામાં આવે છતાં આપણે મૂંગા બેઠા રહીએ એવી આશા ઇંગ્લંડ ન જ રાખી શકે. તેથી આપણે મથાળેથી અને પાયેથી શરૂઆત કરવી જોઈએ. જ ેઓ મોટા દરજ્જા ધરાવતા હોય તેઓએ તે છોડી દેવા જોઈએ. જ ેઓ નાની નોકરીમાં હોય તેઓએ તે નોકરી છોડી દેવી જોઈએ. ખાનગી ગૃહસ્થોના નોકરોને આ નિયમ લાગુ પડતો નથી. જ ેઓ મદદ નહીં કરવાની સલાહ માન્ય ન રાખે તેઓનો બહિષ્કાર કરવાની ધમકી હં ુ પસંદ કરી શકતો નથી. જ ેઓ કંઈ પણ દાબ વિના પોતાની નોકરી છોડી દે તેની જ અસર થવાની છે કેમ કે આપણો અસંતોષ અને લોકલાગણીની કસોટી તો મરજિયાત રાજીનામામાં જ હોઈ શકે. સિપાહીઓને તેઓનાં હથિયાર છોડવાની સલાહનો હજુ સમય નથી આવ્યો. એ આપણું છેલ્લું પગલું હોય, પહે લું ન હોવું જોઈએ. જ્યારે વાઇસરૉય, હિં દી વજીર અને મુખ્ય પ્રધાન આપણો ત્યાગ કરશે ત્યારે તે પગલું ભરવાનો પણ આપણને હક મળશે. વળી મદદ આપવાનું બંધ કરવાનું કામ અતિ વિચારપૂર્વક લેવાવું જોઈએ. આપણે ધીમાશથી વધવું જોઈએ કે જ ેથી સખત તાપને સમયે પણ આપણે આપણી પોતાની ઉપરનો કાબૂ છોડી ન દઈએ. મારું કર્તવ્ય કલકત્તાના ઠરાવોથી ઘણા ચમકી ગયા છે. તેઓને તેમાં ખૂનામરકીની ગંધ આવે છે. હં ુ એવો અર્થ નથી કાઢતો, જોકે તેમાંના કેટલાકની ભાષા હં ુ પસંદ નથી કરતો. જ ે 373
ઊભવાની સલાહ આપીશ. તેથી ગમે તેવું ગુસ્સો ચડવાનું કારણ મળે તે છતાં પોતાની જીભ ઉપર સંપૂર્ણ અંકુશ રાખવાની હં ુ દરે ક બોલનારને પ્રાર્થના કરું છુ .ં જો દૃઢતાની સાથે નમ્રતાનું મેળવણ હશે તો જીતની મને ખાતરી છે. જો ગુસ્સો, દ્વેષ, તિરસ્કાર, અવિચાર અને છેવટે ખૂનામરકીનું સામ્રાજ્ય થાય તો પરિણામે હાર જ મળે. તેથી હં ુ એકલો હોઉં છતાં ખૂનામરકી આદિ શત્રુઓની સામે મારો જીવ જતાં સુધી લડીશ. આખી દુનિયાની સાથે મિત્રભાવે રહે વું એ મારો ઉદ્દેશ છે. અન્યાયની સામે પુરજોરથી લડતાં છતાં સંપૂર્ણ પ્રેમભાવ રાખી શકાય એ મારો દૃઢ નિશ્ચય છે.
ઠરાવોનું વસ્તુ મને મુદ્દલ પસંદ નથી તે હં ુ ગણાવી ગયો છુ .ં તેઓના બધા ઠરાવો હિં દુઓ કબૂલ કરી શકે? આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. હં ુ તો મારે પોતાને વિશે કહી શકું. ઇસ્લામી ભાઈઓ જ્યાં સુધી મર્યાદામાં રહે શે અને ખૂનામરકી નહીં કરે અથવા ખૂનામરકીને ઉત્તેજન નહીં આપે ત્યાં સુધી તેઓની વાજબી માગણી પ્રમાણે મેળવવામાં હં ુ તેઓની સાથે બરાબર ઊભો રહીશ. પણ ખૂનામરકી થાય અથવા ખૂનામરકીની સલાહ આપવામાં આવે અથવા ખૂનામરકીને ઉત્તેજન આપવામાં આવે તે વખતે હં ુ તેઓની સાથે નહીં ઊભો રહં ુ અને દરે ક હિં દુ અથવા તો દરે ક જણને સાથે નહીં
[ગાં. અ. ૧૭ : ૭૪-૭૭]
ખિલાફત મો. ક. ગાંધી ખિલાફત વિશે મારે શું કરવું જોઈએ તે સંબંધમાં જાહે ર ચર્ચા, ખાનગી સલાહ અને નનામા કાગળોનો મારા પર વરસાદ વરસે છે. હં ુ જલદી મોટા પાયા પર અસહકારની હિલચાલ શરૂ કરવા સલાહ નથી આપતો તેથી ઘણા તો અધીરા થઈ ગયા છે. દેશને બંને બાજુ એથી તોફાનના દરિયામાં દોરી નુકસાન કરવાનો આરોપ પણ કોઈક મૂકે છે. બધી ટીકાઓનો જવાબ આપવો અશક્ય છે. છતાં મુખ્ય શંકાઓ રજૂ કરી તેનો બને તેટલો સંતોષકારક જવાબ આપવા પ્રયત્ન કરું છુ .ં 374
વધારાની શંકાઓ નીચે મુજબ છે : (૧) તુર્કીની માગણી અનીતિમય વાત ગેરવાજબી છે તો સત્ય અને ન્યાયના મારા જ ેવા હિમાયતી તેને કેમ ટેકો આપે? (૨) દલીલ ખાતર માનો કે તેમની માગણી વાજબી છે તોપણ તુર્કો અશક્ત, બાયલા અને નિર્દય છે. તેઓ મદદને પાત્ર નથી. (૩) વળી ભલે તુર્કી જ ે માગે છે તેને માટે લાયક હોય, તોપણ હિં દુસ્તાનને આ આંતરરાષ્ટ્રીય તકરારમાં શા માટે નાખવો જોઈએ? (૪) હિં દુસ્તાનના મુસલમાનોએ આ [ નવેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ
વિષયમાં માથું મારવું જોઈએ નહીં. હજી તેઓને રાજકીય મહત્ત્વાકાંક્ષા હોય તોપણ તેઓ હવે પ્રયત્ન કરી ચૂક્યા છે અને તેઓ નિષ્ફળ થયા છે. તેથી હવે તેઓએ હાથ જોડીને બેસવું જોઈએ. જો આ લડતને તેઓ ધાર્મિક લેખતા હોય તો અત્યારની પરિસ્થિતિ પ્રમાણે હિં દુઓને તેમાં કશું લાગતુંવળગતું નથી. ખાસ કરી મુસલમાનો અને ખ્રિસ્તીઓ વચ્ચેનો ધાર્મિક કજિયો તેમણે ઉછીનો લેવો જોઈએ નહીં. (૫) કોઈ પણ સંયોગમાં મારે અસહકારની હિમાયત કરવી જોઈએ નહીં; કેમ કે સાચું કહં ુ તો ભલે તે શાંત હોય તોપણ હુલ્લડ સમાન છે. (૬) ઉપરાંત આગલા વર્ષના અનુભવ1 પ્રમાણે આવી ચળવળ વખતે દેશમાં ઢંકાયેલાં તોફાની તત્ત્વને અંકુશમાં રાખવાં એ મનુષ્યશક્તિની બહાર છે. (૭) અસહકાર નિષ્ફળ જશે, કેમ કે તેમાં પૂરા ઉત્સાહથી લોકો જોડાશે નહીં, અને પછી જ ે પ્રત્યાઘાત થશે તેથી હાલ કંઈક આશામય સ્થિતિ છે તે પણ નષ્ટ થશે. (૮) અસહકારથી બીજી બધી ચળવળો — સુધારાનું કાર્ય પણ — બંધ થશે તેથી પ્રગતિનો કાંટો પાછો ફરશે. (૯) તમારો હે તુ ગમે તેવો નિર્દોષ હોય પરં તુ મુસલમાનો તો વેર વાળવાને જ તત્પર જણાય છે. હવે હં ુ દરે ક વાંધાનો ક્રમવાર ઉત્તર આપું છુ :ં (૧) મારા મત પ્રમાણે તુર્કીની માગણી કેવળ નૈતિક અને વાજબી છે. ખાસ કરીને એટલા માટે કે તુર્કી જ ે પોતાનું છે તે જ
જાળવી રાખવા માગે છે અને મુસલમાનોએ ચોખ્ખું જણાવ્યું છે કે મુસલમાન સિવાયની પ્રજાના રક્ષણ માટે તુર્કી પાસેથી જ ે ખાતરીઓ લેવી હોય તે લઈને ખ્રિસ્તીઓને તેમ જ આરબોને પણ તુર્કીના છત્ર નીચે સ્વરાજ આપવું. (૨) તુર્કોને હં ુ અશક્ત, બાયલા કે નિર્દય માનતો નથી. તેમનામાં અવ્યવસ્થા તો છે જ અને સારા સરદારો ન હોય એવો સંભવ છે. તેમને ભારે લશ્કર સામે લડવું પડ્યું હતું. જ ેમની સત્તા છીનવી લેવી હોય, તેઓ અશક્ત, બાયલા કે ક્રૂર છે એવી દલીલ આપણે હમેશાં સાંભળીએ છીએ. આર્મિનિયનોની કતલના સંબંધમાં નિષ્પક્ષપાત કમિશન નીમવાની માગણી કરવામાં આવી છે, પણ તે હજી સ્વીકારાઈ નથી. અને વળી ભવિષ્યમાં જુ લમ ન થવા પામે તેવી શરત પણ તુર્કી સાથે કરી શકાય તેમ છે. (૩) હં ુ કહી ગયો છુ ં કે હિં દના મુસલમાનોની ખાતર જ હં ુ તુર્કીના સવાલમાં પડ્યો છુ .ં બાકી તો ઑસ્ટ્રિયાના કે પોલંડના લોકો જ ેટલી જ મારે તુર્કોની પણ પડી હોય પણ એક હિં દી તરીકે મારે મારા દેશી ભાઈઓના દુ:ખમાં ભાગ લેવો જ જોઈએ. તેથી જો હં ુ મુસલમાનોને મારા ભાઈ સમાન ગણું તો તેમની માગણી મને વાજબી જણાય એટલે તેમના દુ:ખમાં મારે સહાય કરવી જ જોઈએ. (4) આ ચોથા વાંધામાં હિં દુઓ મુસલમાન સાથે કેટલે અંશે જોડાઈ શકે તે પ્રશ્ન છે. આ એક લાગણી અને માન્યતાનો વિષય છે. એક વાજબી લડતમાં — જો તેનાં સાધનો તેના હે તુ જ ેવાં શુદ્ધ હોય તો મારે મારા મુસલમાન
1. રૉલેટ બિલના વિરોધમાં ચલાવાયેલા આંદોલન સંબંધી.
नवजीवन નો અક્ષરદેહ [ નવેમ્બર ૨૦૨1]
375
ભાઈઓ સાથે અંત સુધી લડવું જોઈએ. મુસલમાનોની લાગણી હં ુ રોકી નથી શકતો. ખિલાફતનો સવાલ એ તેઓનો ધાર્મિક સવાલ છે અને તેને માટે તેઓએ પોતાના પ્રાણના ભોગે પણ ન્યાય મેળવવો જોઈએ એવું મુસલમાન ભાઈઓનું કથન મારે સ્વીકારવું જોઈએ. (૫) અસહકારને હં ુ બળવો માનતો નથી, કેમ કે તેમાં ખૂનખરાબો નથી. વિશાળ અર્થમાં તો સરકાર સામેની બધી હિલચાલનો બળવામાં સમાવેશ થઈ શકે. આ અર્થમાં તો વાજબી કારણોને માટે બળવો એ ફરજ થઈ પડે છે, અન્યાય પ્રમાણે ઉપાયનો નિર્ણય થઈ શકે છે. (૬) મારા ગયા વર્ષના અનુભવ પ્રમાણે હિં દુસ્તાનમાં છૂટાંછવાયાં તોફાનો થયાં છતાં પણ સમગ્ર દેશમાં તો શાંતિ જ હતી. સત્યાગ્રહની અસર ઘણી સારી થઈ હતી. જ ે તોફાનો થયાં હતાં, તેમાં ઘણે ભાગે સ્થાનિક કારણો જવાબદાર હતાં. સાથે સાથે એટલું પણ કહીશ કે જ ે તોફાન થયાં, તે પણ ન જ થવાં જોઈએ. મારી ભૂલભરે લી ગણતરી માટે મેં પુષ્કળ પ્રાયશ્ચિત્ત કર્યું છે. આ કડવા અનુભવ છતાં પણ સત્યાગ્રહમાં અથવા તો એ અનુપમ શસ્ત્ર હિં દુસ્તાનમાં વાપરવાની શક્યતા વિશે મારી શ્રદ્ધા જરા પણ ઓછી નથી થઈ. થયેલી ભૂલો ફરી ન થવા પામે તે માટે આ વખતે પૂરી કાળજી રખાઈ છે. શાંતિ જાળવવા અસાધારણ પ્રયત્ન કર્યા છતાં પણ અણધાર્યું તોફાન થઈ જાય, તેટલા ખાતર જ આપણું કાર્ય અટકાવી શકાય નહીં. વળી મારી સ્થિતિ પણ સ્પષ્ટ કરી દઉં. અધિકારીના ભયથી સત્યાગ્રહી પોતાનો ધર્મ ચૂકતો નથી. જરૂર પડે તો ભલે સ્વેચ્છાથી લાખો નિર્દોષ અને 376
નિષ્કલંક જીવોનો ભોગ અપાય. સત્યાગ્રહની લડતમાં લોકોની જ ભૂલો નડે છે. બળવાન અને સત્તાધીશ ભૂલો કરે અને ગાંડા પણ થાય. જ ે સમયે સત્તાના મદની સામે થયા સિવાય સ્વેચ્છાથી માનપૂર્વક અને શાંતિથી તેના હુકમને તાબે થઈએ છીએ — અન્યાયમાં સામેલ થયેલ અધિકારીની ઇચ્છાને નહીં — તે સમયે આપણો વિજય થયો જ સમજવો. માટે દરે ક અંગ્રેજની — સરકારના દરે ક અમલદારની — પોતાનાં વહાલાંની પેઠ ે પ્રાણરક્ષા કરવી એ આપણી ફતેહની ચાવી છે. મારા ચાળીશ વર્ષના અનુભવથી હં ુ કહી શકું કે જીવનદાન જ ેવું બીજુ ં કોઈ દાન નથી. અંગ્રેજોની નાની સંખ્યા જ ે પોતાને શસ્ત્રબળથી નિર્ભય સમજ ે છે, તે અન્યાય કરે છતાં પણ હિં દીઓ તેમને કદી પણ હણનાર નથી, એવી જ ે ઘડીએ અંગ્રેજોને ખાતરી થશે, તે ઘડીએ તેમનો સ્વભાવ ફરી જશે અને જીવલેણ અસ્ત્રશસ્ત્રો કટાવા માંડશે એ હં ુ છાતી ઠોકીને કહં ુ છુ .ં આ સ્વપ્ન પ્રત્યક્ષ થતાં ઘણો કાળ જશે પણ તેથી શું? મારું કામ તો એ છે કે સત્ય જાણવું અને તે પ્રમાણે ચાલવું. આ સત્યમાર્ગમાં મને સોબતી મળી જાય તો બીજુ ં શું જોઈએ? અંગ્રેજ મિત્રો સાથેની ખાનગી વાતચીતમાં મેં જણાવ્યું છે કે શાંતિના ચાલુ ઉપદેશથી તેમ જ તેની — શાંતિની — વ્યાવહારિક ઉપયોગિતા સિદ્ધ કરી આપવાથી ખિલાફતની હિલચાલમાં તોફાની અંશો સંપૂર્ણ કાબૂમાં આવી ગયા છે. (૭) ધાર્મિક દૃષ્ટિથી જોતાં આ વાંધામાં કંઈ પણ વિચારવા જ ેવું નથી. અસહકારની હિલચાલને લોકો ન વધાવી લે એ શોચનીય છે, પરં તુ તેથી કંઈ સારું કામ ન કરવું એમ [ નવેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ
થઈ શકે છે એમ તેઓ સમજ ે છે. હં ુ જાણું છુ ં કે તોફાનથી તેઓને કોઈ જિતાડનાર હોય તો તત્ક્ષણ તેમ કરે . પણ તેઓને ખાતરી છે કે આમ થવું તદ્દન અશક્ય જ છે. તેથી તેઓને અસહકાર માત્ર ધર્મ છે એટલું જ નહીં, પરં તુ વેરરૂપ પણ છે. મેં સરકાર સામે જ ે અસહકાર ઉઠાવ્યો છે તે મારા કુ ટુબ ં ીઓની સામેના અસહકારથી કંઈ વધારે નથી. બ્રિટિશ મહારાજ્ય માટે મને માન છે. અંગ્રેજ તરફ મને દ્વેષ તો મુદ્દલ નથી જ, પરં તુ તેમના કેટલાક અનુકરણીય ગુણોની તારીફ કરું છુ .ં ઘણાઓને મારા મિત્ર તરીકે ગણાવી શકું. કોઈને પણ દુશ્મન ગણવાની મારો ધર્મ સાફ ના પાડે છે. મુસલમાનો તરફ પણ મારી આ જ ભાવનાઓ છે. મને તેમનો હક પવિત્ર અને ન્યાયી જણાય છે. આથી જોકે તેમનું દૃષ્ટિબિંદુ મારાથી જુ દું છે છતાં હં ુ તેમની સાથે મળતાં અને મારા પ્રયોગનો અખતરો કરવાનું કહે તાં અચકાતો નથી, કેમ કે ખોટા હે તુથી પણ નિર્દોષ શસ્ત્રનો ઉપયોગ સારું પરિણામ લાવી શકે છે. દૃષ્ટાંત તરીકે અમુક સંયોગમાં કવશે પણ સત્ય બોલવું જ ઇષ્ટ હોય ત્યારે સત્ય તેટલે અંશે પણ સારું પરિણામ લાવી શકે છે.
નથી. હાલની આશામય સ્થિતિ આત્મબળ તેમ જ જ્ઞાનને આભારી નથી. પણ તે અજ્ઞાન અને વહે મથી જ કલ્પાયેલી છે એમ મને જણાશે. (૮) જો ખરા સ્વરૂપમાં અસહકાર શરૂ થાય તો સુધારા આદિ સર્વ હિલચાલ બંધ થઈ જાય ખરી, પણ તેથી પ્રગતિ જ અટકી પડે એવું અનુમાન તો નથી નીકળતું. હં ુ તો ઊલટુ ં અસહકારને એવું નિર્દોષ પણ બળવાન શસ્ત્ર માનું છુ ં કે તેના યથાર્થ ઉપયોગથી ઈશ્વરનું સામ્રાજ્ય કે જ ેમાં બધાં સુખ આવી જાય છે, તે પણ મળી શકે છે. લોકોને ત્યારે પોતાની સત્ય શક્તિનો ખરો ખ્યાલ આવ્યો હશે. ત્યાં તેમને મર્યાદાની, મનોનિગ્રહની, સહકાર્યની, શાંતિની, વ્યવસ્થાની અને પ્રજાને કેવળ મહાન નહીં પરં તુ મહાન અને ઉદાત્ત બનાવે તેવા ગુણની કિંમત સમજાઈ હશે. (૯) મુસલમાનો કરતાં મારો હે તુ વધારે પવિત્ર હોય એ માનવાનો મને હક છે તેવું હં ુ માનતો નથી. પણ તેઓને શાંતિના સૂત્રમાં મારા જ ેટલી શ્રદ્ધા નથી, એ હં ુ કબૂલ કરું છુ .ં અસહકારને તેઓ નબળાનું ઉપયોગી શસ્ત્ર માને છે. કંઈ પણ વ્યાવહારિક કાર્ય કરી બતાવવું હોય તો શાંતિપૂર્વક અસહકારથી જ
[ગાં. અ. ૧૭ : ૪૫૭-૪૬૦]
नवजीवन નો અક્ષરદેહ [ નવેમ્બર ૨૦૨1]
377
હં ુ ખિલાફત આંદોલનમાં શા માટે જોડાયો છુ ં ? મો. ક. ગાંધી દક્ષિણ આફ્રિકાના મારા એક માનવંતા મિત્ર હાલ ઇંગ્લૅન્ડમાં રહે છે. તેમણે મને એક પત્ર લખ્યો છે. તેમાંથી નીચેનો ઉતારો આપું છુ :ં દક્ષિણ આફ્રિકામાં તમે જ્યારે આંદોલન ચલાવતા હતા ત્યારે રે વન્ડ જ ે. જ ે. ડોક1 તમને મદદ કરતા હતા. એ અરસામાં હં ુ તમને મળ્યો હતો એ તમને બરાબર યાદ હશે. દેશમાં તે વખતે તમે જ ે રીતે કામ કરી રહ્યા હતા તે રીત સાચી હતી એવી મારા ઉપર ઊંડી છાપ પડી હતી. તે પછી હં ુ ઇંગ્લૅન્ડ પાછો ફર્યો હતો. યુદ્ધ પહે લાંના મહિનાઓ દરમિયાન મેં તમારી વતી લેખો લખ્યા હતા, ભાષણો આપ્યાં હતાં અને અનેક સ્થળોએ લોકો સાથે વાતચીત કરી હતી એ બદલ મને પસ્તાવો થયો નથી. પરં તુ લશ્કરની નોકરીમાંથી પાછા ફર્યા પછી છાપાં ઉપરથી મારા ધ્યાનમાં આવ્યું છે કે તમે પહે લાંના કરતાં વધારે લડાયક વલણ અપનાવતા જણાઓ છો. . . . टाइम्सમાં એક હે વાલ મારા જોવામાં આવ્યો છે કે ઑટોમન સામ્રાજ્યના ભાગલા પાડવા બાબતમાં અથવા કૉન્સ્ટેન્ટિ-નોપલમાંથી તુર્ક સ્તાન સરકારને હાંકી કાઢવા બાબતમાં ઇંગ્લૅન્ડ તથા મિત્રરાજ્યોને મૂંઝવવાના ઇરાદાથી તમે હિં દુમુસલમાનો એક થાય તેવો પ્રયત્ન કરી રહ્યા છો અને તે કામમાં
મદદ આપી રહ્યા છો. હં ુ જાણું છુ ં કે તમારામાં ન્યાયની ભાવના અને દયાભાવ રહે લાં છે. વળી આ બાબતના તમારા વિચારોનો પ્રચાર કરવા આ દેશમાં મેં પણ મારો નમ્ર ફાળો આપ્યો છે. આ બધું જોતાં મને લાગે છે કે ઉપર જણાવેલો टाइम्सનો હે વાલ સાચો છે કે કેમ એ વિશે તમને પૂછવાનો મને અધિકાર છે. ઇસ્તંબૂલ (તુર્ક સ્તાન) સરકારની ક્રૂર અને અન્યાયી આપખુદીને માનવતાનાં હિતો કરતાં વધારે મહત્ત્વ આપવાના હે તુથી જ તમે એક આંદોલન ઊભું કરવાની ભૂલ કરી હોય એમ તો હં ુ માની શકતો નથી, કેમ કે પૂર્વમાં જો કોઈ પણ દેશે આ માનવહિતોને કચડ્યાં હોય તો તે અવશ્ય તુર્ક સ્તાને જ. સીરિયા અને આર્મિનિયામાં કેવી સ્થિતિ પ્રવર્તે છે તેનો મને અંગત અનુભવ છે, એટલે જો टाइम्सમાં પ્રસિદ્ધ થયેલો હે વાલ ખરો હોય તો હં ુ એટલું જ અનુમાન બાંધી શકું કે તમે તમારી નૈતિક જવાબદારીઓને બાજુ એ મૂકીને અત્યારે પ્રવર્તતાં અરાજકતાવાદી બળો પૈકી કોઈકના પક્ષમાં જઈ બેઠા છો. પરં તુ તમે મને જણાવો નહીં કે તમારું વલણ આવું નથી ત્યાં સુધી હં ુ કશો પૂર્વગ્રહ બાંધવા માગતો નથી. આશા રાખું છુ ં કે તમે મને આનો જવાબ આપવાની કૃ પા તો કરશો જ.
1. જૉસેફ જ ે. ડોક (૧૮૬૧-૧૯૧૩); જોહાનિસબર્ગના બેપ્ટિસ્ટ ચર્ચના પાદરી; ૧૯૧૧માં ગાંધીજી અને પોલાક જ ેલમાં હતા ત્યારે આ પાદરીએ इन्डियन ओपिनियन નું સંપાદનકાર્ય કર્યું હતું. 378
[ નવેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ
આ પત્રનો જવાબ1 મેં આપી દીધો છે. પરં તુ આ અવતરણમાં જણાવેલા વિચારો મારા અનેક અંગ્રેજ મિત્રો ધરાવતા હોવાનો સંભવ છે. વળી મારાથી બને તો આ મિત્રોની મૈત્રી અથવા તેમનો મારા પ્રત્યેનો આદર હં ુ ગુમાવવા માગતો નથી. તેથી ખિલાફતના પ્રશ્ન વિશે મારા કેવા વિચારો છે તે હં ુ બને તેટલી સ્પષ્ટતાથી આ લેખમાં રજૂ કરવા પ્રયત્ન કરીશ. બેજવાબદાર પત્રકારિત્વને લીધે જાહે ર કાર્યકર્તાને માથે કેવું જોખમ રહે છે તે આ પત્ર ઉપરથી જોઈ શકાય છે. મારા મિત્રે टाइम्सના જ ે હે વાલનો ઉલ્લેખ કર્યો છે તે મારા જોવામાં આવ્યો નથી. પરં તુ એટલું તો સ્પષ્ટ છે કે આ હે વાલે પત્ર લખનારના મનમાં એવી શંકા પેદા કરી છે કે “હં ુ અત્યારે પ્રવર્તતાં અરાજકતાવાદી બળોના પક્ષમાં જઈ બેઠો છુ ં અને “મારી નૈતિક જવાબદારીઓને” મેં “બાજુ એ મૂકી દીધી છે.” ખરી વાત એ છે કે નૈતિક જવાબદારીઓનું મને ભાન હોવાથી જ મેં ખિલાફતનો પ્રશ્ન ઉપાડી લીધો છે અને હં ુ મુસલમાનો સાથે સંપૂર્ણ રીતે એકરૂપ થઈ ગયો છુ .ં એ વાત બિલકુ લ સાચી છે કે હં ુ હિં દુઓ અને મુસલમાનો એક થાય તેવો પ્રયત્ન કરી રહ્યો છુ ં અને તેમાં મદદ આપી રહ્યો છુ .ં પરં તુ તે “ઑટોમન સામ્રાજ્યના ભાગલા પાડવા બાબતમાં ઇંગ્લૅન્ડ અને મિત્ર- રાજ્યોને મૂંઝવવાના ખ્યાલથી” તો અવશ્ય નહીં જ. સરકારોને અથવા બીજા કોઈને પણ મૂંઝવવાનું મારા સિદ્ધાન્તની વિરુદ્ધ છે. આ ઉપરથી એમ નથી સમજવાનું કે મારાં અમુક કાર્યોથી કોઈને મૂંઝવણ નહીં જ થાય. પરં તુ અન્યાય કરનારને
તેના કુ કર્મમાં મદદ કરવાનો ઇનકાર કરીને હં ુ અન્યાયનો પ્રતિકાર કરું ત્યારે જ ે પરે શાની ઊભી થાય, તેને માટે હં ુ મારી જાતને જવાબદાર ગણતો નથી. ખિલાફતના પ્રશ્નમાં વચનભંગ થઈ રહ્યો છે. તેમાં હં ુ ભાગીદાર થવા માગતો નથી. મિ. લૉઈડ જૉર્જે ગંભીર વચન આપ્યું છે. હિં દુસ્તાનના મુસલમાનોનો આખો દાવો એ વચન ઉપર નિર્ભર છે. અને એ દાવાને એમના ધર્મશાસ્ત્રના પ્રમાણનો ટેકો હોય એટલે તે વિવાદથી પર બની જાય છે. બીજુ ,ં એમ કહે વું પણ ખોટુ ં છે કે હં ુ “અત્યારે પ્રવર્તતાં અરાજકતાવાદી બળો પૈકી કોઈકના પક્ષમાં જઈ બેઠો છુ .ં ” અથવા તો “ઇસ્તંબૂલ સરકારની ક્રૂર અને અન્યાયી આપખુદીને માનવતાનાં હિતો કરતાં વધારે મહત્ત્વ આપવાના હે તુથી જ આ આંદોલન ઊભું કરવાની મેં ભૂલ કરી છે.” મુસલમાનોની આખી માગણીમાં ઇસ્તંબૂલ સરકારની કહે વાતી અન્યાયી ગેરવાજબી આપખુદીને કાયમ રાખવાનો ક્યાંયે આગ્રહ કરવામાં આવ્યો નથી. એથી ઊલટુ,ં બિનમુસ્લિમ લઘુમતીઓના રક્ષણ માટે એ સરકાર પાસેથી પૂરેપૂરી બાંયધરીઓ લેવાનો સિદ્ધાંત મુસલમાનોએ સ્વીકારે લો છે. આર્મિનિયા અને સીરિયાની સ્થિતિ કેટલે અંશે “અરાજકતાભરી” કહી શકાય અને તુર્ક સ્તાનની સરકારને એને માટે કેટલે અંશે જવાબદાર ગણી શકાય તેની મને ખબર નથી. મને તો પાકો સંદેહ છે કે આ પ્રદેશોમાંથી આવતા હે વાલોમાં ઘણી અતિશયોક્તિ હોય છે અને સીરિયા તથા આમિનિયામાં ચાલી રહે લા ગેરવહીવટ માટે કેટલેક અંશે યુરોપની
1. આ જવાબ મળતો નથી.
नवजीवन નો અક્ષરદેહ [ નવેમ્બર ૨૦૨1]
379
મળી રહ્યું છે. આમ જો એ વાત સાચી હોય, અને હં ુ માનું છુ ં કે તે સાચી છે કે હિં દુસ્તાનના મુસલમાનોની માગણી ન્યાયી છે અને તેને તેમનાં ધર્મશાસ્ત્રોનો ટેકો છે, તો હિં દુઓ એમનો પૂરેપૂરો પક્ષ ન લે એનો અર્થ એટલો જ થાય કે તેઓ કાયર છે અને ભ્રાતૃભાવનાનો ભંગ કરી રહ્યા છે. એનું પરિણામ તો એ આવે કે હિં દુઓ એમના મુસલમાન દેશબંધુઓ પાસેથી કોઈ પણ પ્રકારની હમદર્દી મેળવવાનો અધિકાર ગુમાવી બેસે. એટલે જો હં ુ હિં દુસ્તાનના મુસલમાનોને એમની ધાર્મિક માન્યતાઓ અનુસાર ખિલાફતને ટકાવી રાખવાની એમની લડતમાં એક લોકસેવક તરીકે સાથ ન આપું, તો લોકહૃદયમાં મારું સ્થાન હોવાનો મારો જ ે દાવો છે તેને માટે હં ુ નાલાયક નીવડુ.ં હં ુ માનું છુ ં કે મુસલમાનોનો પક્ષ લઈને હં ુ સામ્રાજ્યની સેવા કરી રહ્યો છુ ,ં કેમ કે એમની લાગણીને શિસ્તબદ્ધ વાચા આપવામાં મદદ કરવાથી આ આંદોલનને પૂરેપૂરું વ્યવસ્થિત રાખવાનું અને સફળ પણ બનાવવાનું શક્ય બને છે.
સત્તાઓ પોતે જ જવાબદાર છે. પરં તુ તુર્ક સ્તાનમાં કે બીજાં કોઈ સ્થળે અરાજકતાને ટેકો આપવામાં મને જરાયે રસ નથી. મિત્રરાજ્યો આ અરાજકતાને બીજાં સાધનો વડે સહે લાઈથી ખતમ કરી શકે તેમ છે. એને માટે તુર્ક સ્તાનના શાસનનો અંત લાવવાની કે ઑટોમન સામ્રાજ્યના ભાગલા પાડી તેને નબળું બનાવી મૂકવાની કંઈ જ જરૂર નથી. મિત્રરાજ્યો સમક્ષ કોઈ નવી પરિસ્થિતિ આવી પડી નથી. જો તુર્કીના ભાગલા પાડવા હતા, તો યુદ્ધની શરૂઆતમાં જ એ વાત સ્પષ્ટ કરી દેવી જોઈતી હતી. તો પછી વચનભંગનો પ્રશ્ન ઊભો જ ન થાત. હવે તો એવું બન્યું છે કે હિં દુસ્તાનના કોઈ પણ મુસલમાનને બ્રિટિશ પ્રધાનોનાં વચનોમાં ઇતબાર રહ્યો નથી. આ મુસલમાનો એમ માને છે કે તુર્ક સ્તાનની વિરુદ્ધ જ ે જ ેહાદ ઉપાડવામાં આવી છે તે ઇસ્લામ વિરુદ્ધની ખ્રિસ્તી ધર્મની જ ેહાદ છે, અને એમાં ઇંગ્લૅન્ડ અગ્રેસર છે. શ્રી મહમદઅલીના છેલ્લા તારથી આ માન્યતાને ટેકો મળે છે. તેઓ લખે છે કે મારા પ્રતિનિધિમંડળને ઇંગ્લૅન્ડમાં આવકાર મળ્યો નથી, પરં તુ ફ્રેંચ સરકાર અને ત્યાંના લોકો તરફથી એને ઘણું પ્રોત્સાહન
[ગાં. અ. ૧૭ : ૩૩૫-૩૩૭]
નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા ડિસેમ્બર, ૨૦૨૧ નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે.
380
શ્રી નરે શભાઈ કાં. રાણા, પ્રકાશન વિભાગ
• ૦૭–૧૨–’૬૧
શ્રી પ્રવીણભાઈ અ. પરમાર, પ્રકાશન વિભાગ
• ૩૧–૧૨–’૫૯
[ નવેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ
હિં દુમુસલમાન એક્તા મો. ક. ગાંધી
“સંપ સાચું બળ છે” એ કેવળ બાળકોને નહીં એ જરીપુરાણો સવાલ જ અહીં પણ
શિખામણનું બોધવચન જ નથી, પણ જીવનનો એક અતૂટ નિયમ છે એ વાત હિં દુમુસલમાન એકતાના સવાલથી જ ેટલી સ્પષ્ટપણે સાબિત થાય છે તેટલી બીજા કશાથી જ થતી નથી. કુ સંપ કરીને છૂટા શેરડીના ભારાની પેઠ ે આપણે એકેએક ભાંગી જઈએ એ દેખીતું છે. જ્યાં સુધી આપણે હિં દુ અને મુસલમાન એકબીજાનાં ગળાં કાપવા તૈયાર હોઈએ ત્યાં સુધી કોઈ પણ ત્રાહિત સત્તા આવીને હિં દુસ્તાનને સહે જ ે ગુલામ બનાવી શકે એમાં શી નવાઈ છે? વળી હિં દુમુસલમાનનું ઐક્ય એટલે કેવળ હિં દુ અને મુસલમાન કોમ વચ્ચેનું જ ઐક્ય નહીં, પણ જ ે જ ે કોઈ લોકો — પછી તે ચાહે તે ધર્મને માનતા હોય — હિં દુસ્તાનને પોતાનું ઘર માની આ દેશમાં વસે છે તે બધા વચ્ચેનું ઐક્ય. એવી એકતા હજુ આપણે એટલી હદ સુધી નથી કેળવી કે તે ઝાઝું તાણ કે મરડાટ ખમી શકે એ વાતનું મને પૂરું ભાન છે. દિવસે-રાત્રે વધતો છતાં હજુ એ કુ મળો છોડ છે તેથી તેની ખાસ માવજત લેવાની જરૂર છે. નેલોરમાં આ સવાલ કશા પડદા વગર તેના ચોખ્ખા સ્થૂલ સ્વરૂપમાં મારી આગળ ખડો થયો અને એ બાબતને લગતી ઝાંખપ જતી રહી. નેલોરમાં બે કોમ વચ્ચે એખલાસ નહોતો. મને નજીવી લાગી એવી એક બાબત ઉપર બે વર્ષ ઉપર બંને કોમો લડી પડેલી. મસીદ આગળ થઈને પસાર થતી વેળાએ વાજાં વગાડવાં કે
नवजीवन નો અક્ષરદેહ [ નવેમ્બર ૨૦૨1]
ઊઠેલો. મને લાગે છે કે હરકોઈ નજીવી બાબતને મોટુ ં રૂપ આપી દઈને કેમ જાણે એના ઉપર જ હિં દુ કે મુસલમાન કોમના ધર્મનો બચાવ કે નાશ લટકી રહ્યો હોય એવી નાદાનીની અવસ્થામાંથી હરે ક ભોગે હવે તો ઊગરી ગયે જ આપણો છૂટકો છે. આપણને સારાસારનો વિચાર હોવો જ જોઈએ. મસીદ આગળથી પસાર થતાં વાજાં વગાડવાનો આગ્રહ ધરવામાં અને પોતાના ગામમાં અગર બીજી કોઈ જગાઓએ અગાઉ તેમ કર્યાના દાખલા ટાંકી બતાવવામાં હિં દુઓ કઈ ભારે સિદ્ધિ મેળવી લેવાના છે કે તેટલા સારુ તેમણે પોતાના ભાઈઓ જોડે વિખવાદ કરવા તૈયાર થવું? મસીદ આગળ થઈને પસાર થતી વેળાએ વાજાં વગાડવાં જ જોઈએ એવી કોઈ જાતની શાસ્ત્રાજ્ઞા કે ધર્માજ્ઞા નથી. બીજી બાજુ એ મસીદ જ ેવી જગાની આસપાસ ચોવીસે કલાક પવિત્ર શાંતિ વર્તતી રહે એ મુસલમાનોની લાગણી સહે જ ે સમજી શકાય તેવી છે. હિં દુને મન જ ે વસ્તુ આવશ્યક ન હોય તે મુસલમાનને મન આવશ્યક હોઈ શકે છે; અને ખાસ અગત્યની ન હોય એવી બધી બાબતોમાં બંને કોમોએ એકબીજીને નમતું આપવું જ જોઈએ. નજીવી બાબતો માટે લડવું એ મૂર્ખતા છે — એ ગુનો છે. જો આપણે એકબીજા પ્રત્યે ઉદારતાભરી સહનશક્તિ અને બધી બિનઅગત્યની બાબતોમાં સહે જ ે નમતું મૂકવાની વૃત્તિ કેળવશું તો જ જ ે એકતા આપણે બંને કોમો વચ્ચે 381
હિં દુસ્તાનમાં હિં દુઓની સંખ્યા ઘણી જ મોટી હોવાને લીધે હિં દુઓ તેમને સંખ્યાબળથી દરે ક બાબતમાં કચડી નાખશે. મારે કહે વું પડે છે કે આ વૃત્તિ બંને પક્ષની કેવળ નબળાઈની જ નિશાની છે. ઉદારતા નહીં તો છેવટ સુખશાંતિમાં રહે વાની સ્વાભાવિક ઇચ્છા પણ હિં દુમુસલમાનોને એકબીજા પ્રત્યે વિશ્વાસ અને સહનશીલતા નભાવવાની ફરજ શીખવશે. મને તો આ બંને કોમને કાયમને માટે એકબીજીથી અલગ રાખે એવું બંનેમાંથી એકેના ધર્મમાં કશું જ જડ્યું નથી. બળાત્કારે વટલાવવાના દિવસો હવે ગયા છે. મુસલમાનો સાથે લડી પડવાને હિં દુઓને ગોવધ સિવાય જરા પણ વજૂ દવાનું બીજુ ં કશું કારણ જડે એવું નથી રહ્યું. મુસલમાનોને પણ તેમનો ધર્મ કંઈ ગોવધ કરવાની ફરજ નથી પાડતો. હકીકત તો એ છે કે અત્યાર અગાઉ કદી પણ આપણે એકબીજા સાથે ભળવાનો, આપસના ઝઘડા પતવી દેવાનો અને એક જ પવિત્ર ભૂમિનાં ફરજંદોની પેઠ ે ભાઈ ભાઈ બનીને મહોબતની ગાંઠથી બંધાયેલા રહે વાનો ખરો પ્રયત્ન જ કર્યો નથી. અત્યારે આપણને જિંદગીમાં ન મળે એવી આ તક મળી છે. ખિલાફતનો પ્રશ્ન બીજાં સો વર્ષ સુધી ફરી ઊઠશે નહીં. હિં દુઓએ જો મુસલમાનો સાથે કાયમની મિત્રતા કરી લઈ કાયમને માટે તેમને કાચે તાંતણે બાંધી લેવા હોય તો આજ તેમણે ઇસ્લામના માનનું રક્ષણ કરવાના મુસલમાનોના પ્રયત્નમાં તેમની સાથે જાનનિસારી કરવા તૈયાર થવું જોઈએ.
કાયમ કરવા ઉમેદ રાખીએ છીએ તે કાયમ કરી શકીશું. હિં દુને ગાય પ્રાણ સમાન પ્રિય છે. એટલે મુસલમાને પણ એ બાબતમાં રાજી થઈને પોતાના હિં દુ ભાઈની સગવડ સાચવવી જોઈએ. નિમાજને વખતે શાંતિ એ મુસલમાનને મન કીમતી વસ્તુ છે, એટલે દરે ક હિં દુએ પોતાના મુસલમાન ભાઈની લાગણીને રાજી થઈને માન આપવું જોઈએ. પણ આ તો આદર્શ હિં દુમુસલમાનોને લગતી સલાહ થઈ. આપણી વચ્ચે તો હજીયે વા જોડે વઢનારા હિં દુઓ તેમજ મુસલમાનો નથી પડ્યા એમ નથી. એવાઓને માટે આપણે સંપૂર્ણ શુદ્ધ નિયતવાળા અને સૌ કોઈના વિશ્વાસપાત્ર એવા માણસોની પંચાયતો સ્થાપવી જોઈએ. એ પંચાયતોના ચુકાદા માન્ય કરવાને બંને પક્ષ બંધાયેલા રહે . આવી પંચાયતોના ચુકાદાના નિષ્પક્ષપાતપણા વિશે તેમજ તે માન્ય રાખવાની તરફે ણમાં પ્રજામત એટલો કેળવાવો જોઈએ કે એ વિશે કોઈને કશું જ કહે વાપણું ન રહે . હં ુ જાણું છુ ં કે હિં દુમુસલમાન બંને કોમોમાં હજુ યે એકબીજા પ્રત્યે પુષ્કળ — અતિશય અણવિશ્વાસ રહે લો છે. ઘણા હિં દુઓને મુસલમાનોની ઈમાનદારી વિશે સંદેહ રહ્યા કરે છે. સ્વરાજ એટલે તો તેમની નજરમાં મુસલમાન રાજ્ય જ દેખાય છે. એમની દલીલ એ હોય છે કે અંગ્રેજોની પછવાડે હિં દના મુસલમાનો દુનિયાનાં મુસલમાની રાજ્યોને હિં દુસ્તાનમાં મુસલમાન સામ્રાજ્ય જમાવવામાં મદદ કરશે. બીજી બાજુ મુસલમાનોને એ ભય રહ્યા કરે છે કે મુસલમાનો કરતાં
[ગાં. અ. ૨૦ : ૮૦-૮૨]
382
[ નવેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ
सत्याग्रहाश्रमनो इतिहास1 મો. ક. ગાંધી ગાંધીજીને મન આશ્રમ એટલે શું તે આ લેખમાં પ્રસ્તુત છે. તેમના આશ્રમીજીવનની યાત્રા તેમાં વર્ણવી છે. પોતાના સ્વભાવનું આ જીવન સામુદાયિક ધાર્મિક જીવન સુધી તેઓ લઈ ગયા. આશ્રમ ઈશ્વરનો છે તે માત્ર કલ્પના પૂરતો નહીં પણ તેનો વિશ્વાસ છે — તેવો માહોલ સર્જ્યો. આશ્રમ વિશે તેમણે આ લખ્યું ત્યારે સ્વીકાર્યું છે કે ‘નિયમો આરં ભમાં મોળા હતા તે પાછળથી કડક થતા ગયા છે, અને હજુ થતા જાય છે’. આશ્રમની વિભાવના નિયમોને આધીન હતી. સાબરમતી આશ્રમના નવીનીકરણ સંદર્ભે ગાંધીલિખિત સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ વાંચી જવા જ ેવો છે.
આશ્રમ એેટલે અહીં સામુદાયિક ધાર્મિક ચાલ્યું. ૧૯૦૪માં રસ્કિનનું सर्वोदय વાંચ્યું અને
જીવન એવો અર્થ છે. આવું આશ્રમ, મને લાગે છે કે, મારા સ્વભાવમાં જ હતું, એમ વર્તમાનની દૃષ્ટિએ ભૂતકાળને જોતાં મને ભાસે છે. જ્યારથી હં ુ નોખું ઘર વસાવતો થયો ત્યારથી જ મારું ઘર ઉપરની વ્યાખ્યાની બે શરત પ્રમાણે આશ્રમ જ ેવું થઈ ગયું હતું, કેમ કે ગૃહસ્થાશ્રમ ભોગને સારુ નહીં પણ ધર્મને સારુ ચાલ્યો એમ કહે વાય. વળી તેમાં કુ ટુબ ં ીજન ઉપરાંત બીજા કોઈ ને કોઈ મિત્રો હોય જ. અને તે કાં તો ધાર્મિક સંબંધને લીધે આવ્યા હોય અથવા તેમના આવ્યા પછી તે સંબંધને ધાર્મિક બનાવવાનો મેં પ્રયત્ન કર્યો હોય. ૧૯૦૪ની સાલ લગી આમ અજાણપણે
તેની અસર વીજળીના જ ેવી થઈ. इन्डियन ओपिनियनનું કારખાનું જંગલમાં લઈ જઈ ત્યાં કામદારોની સાથે સામુદાયિક અથવા કૌટુબિ ં ક જીવન ગાળવાનો મેં નિશ્ચય કર્યો. સો વીઘાં જમીન લીધી અને આશ્રમ વસાવ્યું. એ વખતે અમારી એ સંસ્થાને અંતરમાં કે બહાર, આશ્રમ તરીકે હં ુ ઓળખતાં નહોતો શીખ્યો. એના અંગમાં ધર્મ હતો, પણ દષ્ટ હે તુ આંતરબાહ્ય સ્વચ્છતા, આર્થિક સમાનતા વગેરે સાધવાનો હતો. એ વખતે બ્રહ્મચર્યની આવશ્યકતા નહોતી માની કે સમજાઈ; એટલું જ નહીં પણ, એથી ઊલટુ,ં સાથીઓ ગૃહસ્થાશ્રમી જીવન ગાળશે, પ્રજાવૃદ્ધિ થશે,
1. ગાંધીજીએ યરવડા સેન્ટ્રલ જ ેલમાં એપ્રિલ ૫, ૧૯૩૨થી આ ઇતિહાસ ગુજરાતીમાં લખવાની શરૂઆત કરી, એ થોડે થોડે અંતરે લખતા અને છેલ્લો ઉપલબ્ધ હપતો જુ લાઈ ૧૧, ૧૯૩૨ને દિવસે આપ્યો; જોકે પછીના પત્રો બતાવે છે કે આ તારીખ પછી પણ આ લખાણ ચાલુ રહ્યું હતું. જ ેલમાંથી તેઓ બહાર આવ્યા ત્યારે એમણે હસ્તપ્રત કાકાસાહે બને બતાવી અને કહ્યું : “આ કામ પૂરું નથી કરી શક્યો; ફરીવાર તપાસી જવાની જરૂર છે જ. અધૂરું લખાણ પૂરું કરી શકીશ કે નહીં એ પણ હં ુ જાણતો નથી. જ ેવું છે તેવું છાપવાલાયક સ્થિતિમાં નથી. સુધારાઓ કર્યા પછી આપીશ.” કાકાસાહે બે કહ્યું કે જ ે છે તેની નકલ કરાવી લઈશ. એમ કરી તેઓ ગાંધીજીના હાથમાંથી હસ્તપ્રત લઈ ગયા. મૂળ લખાણ ઉપલબ્ધ ન હોવાથી નવજીવન પ્રકાશન મંદિરે सत्याग्रहाश्रमनो इतिहास ગુજરાતીમાં ૧૯૪૮ના મે માસમાં કાકાસાહે બ પાસે મળતી નકલને આધારે પ્રગટ કર્યો. શ્રી વાલજીભાઈ ગો. દેસાઈએ એનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો અને आश्रम ऑब्झर्वन्सीस इन अेक्शन એ મથાળા હે ઠળ નવજીવન પ્રકાશન મંદિરે એ ૧૯૫૫માં પ્રસિદ્ધ કર્યો.
नवजीवन નો અક્ષરદેહ [ નવેમ્બર ૨૦૨1]
383
એવી માન્યતા રહે લી હતી. આ ફિનિકસનો ટૂ કં ો ઇતિહાસ दक्षिण आफ्रिकाना सत्याग्रहना इतिहासમાં આવી જાય છે.' આને આપણે પહે લું પગથિયું ગણીએ. બીજુ ં પગથિયું ૧૯૦૬ની સાલમાં નજરે , આવ્યું એમ કહી શકાય. સેવામય જીવન ગાળવાને સારુ બ્રહ્મચર્યની આવશ્યકતા અનુભવથી સિદ્ધ થઈ એમ કહી શકાય. અને ત્યારથી ફિનિકસને હં ુ જ્ઞાનપૂર્વક ધાર્મિક સંસ્થારૂપે ગણવા લાગ્યો, અને મનમાં એનું ધાર્મિક ઘડતર થવાનો આરં ભ થયો. રાજપ્રકરણી સત્યાગ્રહનો આરં ભ આ જ સાલમાં થયો. તેના મૂળમાં તો ધર્મ જ હતો. તેનો આધાર સત્યરૂપ પરમાત્મા ઉપર રહે લી અવિચળ શ્રદ્ધા હતી. અહીં ધર્મનો અર્થ કોઈ સાંકડો ન કરે . ‘ધર્મ’ એટલે જુ દે જુ દે નામે ઓળખાતા બધા ધર્મોને એકસાથે સંકલનાર અને એકરૂપે જોનાર પરમ ધર્મ. આમ ૧૯૧૧ની સાલ લગી ચાલ્યું. આટલાં વર્ષ દરમિયાન ફિનિક્સ સંસ્થાની, તેને આશ્રમરૂપે ઓળખ્યા વિના, આશ્રમરૂપે પ્રગતિ થઈ રહી હતી, એમ હં ુ માનું છુ .ં ૧૯૧૧માં ત્રીજુ ં પગથિયું મળ્યું. આજ લગી ફિનિક્સમાં જ ે સ્થાયી રહી શકતા હતા તે તો છાપખાનાને અંગે આવે તે જ. પણ હવે સત્યાગ્રહને અંગે એક એવા આશ્રમની આવશ્યકતા જણાઈ કે જ્યાં સત્યાગ્રહી કુ ટુબ ં ો રહી શકે, ધાર્મિક જીવન ગાળી શકે. આ વખતે જર્મન મિત્ર કૅ લનબૅકના1 પ્રસંગમાં આવી ચૂકયો હતો. અમે બે જણા એક પ્રકારનું આશ્રમજીવન ગાળતા હતા. હં ુ વકીલાત કરતો હતો અને કૅ લનબૅક પોતાનો સ્થાપત્યનો ધંધો કરતા હતા.
છતાં અમે દૂર આછી વસ્તીમાં પ્રમાણમાં બહુ સાદું કહે વાય એવું જીવન ગાળતા હતા અને યથાશક્તિ મન ધર્મમાં ચોંટેલું રહે તું હતું. અજ્ઞાનપણે ભૂલો બહુ થતી હશે, પણ પ્રત્યેક કાર્યનું મૂળ ધર્મમાં શોધવાનો પ્રયત્ન કરતા હતા. પછી જ્યારે સત્યાગ્રહી કુ ટુબ ં ોનો ભરાવો થયો ત્યારે બધાને એકસાથે રાખવાની આવશ્યકતા જણાઈ. એટલે કૅ લનબૅકે ૧૧૦૦ વીઘાની લંબચોરસ જમીન લીધી અને ત્યાં સત્યાગ્રહી કુ ટુબ ં ો વસ્યાં. અહીં ડગલે ને પગલે ધાર્મિક પ્રશ્નો ઊભા થયા અને આખી સંસ્થા ધાર્મિક દૃષ્ટિએ ચાલી. આમાં હિં દુ, મુસલમાન, ઈસાઈ, પારસી રહે તા હતા. એને અંગે કોઈ દિવસે ક્લેશ થયો હોય કે તકરાર થઈ હોય એવું મને મુદ્દલ સ્મરણ નથી; તેમ ત્યાં રહે નારા પોતાના ધર્મને વિશે શિથિલ હતા એમ પણ ન હતું. અમારામાં એકબીજાના ધર્મ પ્રત્યે માન હતું અને અમે એકબીજાને પોતપોતાના ધર્મ પ્રમાણે વર્તવા અને આત્મવિકાસ કરવા પ્રેરતા. પણ આ સંસ્થાને સત્યાગ્રહાશ્રમ તરીકે અમે નહોતા ઓળખતા. એનું નામ ‘ટૉલ્સ્ટૉય ફાર્મ’ રાખ્યું હતું. કૅ લનબૅક અને હં ુ ટૉલ્સ્ટૉયના પૂજારી હતા, તેના ઘણા અભિપ્રાયોનો અમલ કરવા મથતા. આ સંસ્થા ૧૯૧૨ની સાલમાં સત્યાગ્રહીઓના નિવાસ તરીકે બંધ થઈ અને જ ેને જ ેને સાથે રહે વું હતું તે બધા ફિનિક્સ ગયા. ટૉલ્સ્ટૉય ફાર્મનો ઇતિહાસ પણ જ ેને જાણવો હોય તે दक्षिण आफ्रिकाना सत्याग्रहना इतिहासમાં જોઈ શકે છે. * ફિનિક્સ હવે કેવળ इन्डियन ओपिनियनને અંગે સ્થપાયેલી સંસ્થા ન રહી; સત્યાગ્રહની
1. હરમન કૅ લનબૅક, જર્મન યહૂદી. 384
[ નવેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ
સંસ્થા બનવા લાગી. એ સ્વાભાવિક જ હતું, કેમ કે इन्डियन ओपिनियनની હસ્તી પણ તેને જ આભારી હતી. પણ આ ફે રફાર જ ેવોતેવો નહોતો. ફિનિક્સવાસીઓનાં જીવન અસ્થિર બન્યાં, અસ્થિરતામાં સ્થિરતા જોવાનું સત્યાગ્રહીઓની જ ેમ તેઓને પણ ભાગ્યમાં આવ્યું. આથી તેઓ હાર્યા નહીં. અહીં ટૉલ્સ્ટૉય ફાર્મની જ ેમ મેં સંયુક્ત ભોજનગૃહની આવશ્યકતા જોઈ. કેટલાક તેમાં ભળ્યા, કેટલાક ન ભળ્યા. સાંજની સામાજિક પ્રાર્થનાને વધારે ને વધારે સ્થાન મળતું ગયું. અને છેવટની સત્યાગ્રહની લડાઈનો આરં ભ તો ફિનિક્સવાસીઓની મારફતે જ થયો. આ બનાવ ૧૯૧૩માં બન્યો, ૧૯૧૪માં લડાઈ પૂરી થઈ, અને મેં જુ લાઈ માસમાં દક્ષિણ આફ્રિકા છોડ્યું. અને જ ેને જ ેને હિં દુસ્તાન જવાની ઇચ્છા થઈ તેવા લગભગ બધાનું પણ હિં દુસ્તાન જવાનું ઠર્યું. મારે વિલાયત થઈ ગોખલેને મળીને જવાનું હતું. હિં દુસ્તાનમાં નાેખી સંસ્થા સ્થાપીને બધાને સાથે રાખવાના હતા, અને દક્ષિણ આફ્રિકામાં જ ે સામાજિક જીવનનો આરં ભ કર્યો હતો તે ચલાવવાનો હતો. એટલે આશ્રમના નામ વિના આશ્રમ સ્થાપવાનો નિશ્ચય સાથે લઈને હં ુ ૧૯૧૪ના અંતમાં1 હિં દુસ્તાન પહોંચ્યો. હિં દુસ્તાનમાં એક વર્ષ લગી તો ખૂબ ભમ્યો; કેટલીક સંસ્થાઓ2 જોઈ; તેમાંથી ઘણું શીખવાનું મળ્યું. કેટલીક જગ્યાએથી ત્યાં ત્યાં આશ્રમ સ્થાપવાનાં નિમંત્રણ મળ્યાં અને અનેક પ્રકારની
સહાય કરવાની પ્રતિજ્ઞાઓ મળી. છેવટે અમદાવાદમાં આશ્રમ ખોલવાનો નિશ્ચય કર્યો. અાને હં ુ ચોથું અને છેવટનું પગથિયું ગણું છુ .ં છેવટનું રહે શે જ કે નહીં એ તો ભવિષ્યની વાત રહી.3 આ સંસ્થાને કયું નામ આપવું, તેના નિયમો કયા રાખવા, એ વિશે મેં મિત્રોની સાથે સારી પેઠ ે ચર્ચા કરી પત્રવ્યવહાર ચલાવ્યો, નિયમોનો ખરડો મિત્રોને મોકલ્યો, અને છેવટે સંસ્થાનું નામ ‘સત્યાગ્રહાશ્રમ’ રાખવામાં આવ્યું. હે તુ તપાસતાં એ નામ યોગ્ય જ હતું એમ લાગે છે. મારું જીવન સત્યની શોધને અર્પાયેલું છે. તેની શોધને સારુ જ જીવવાનો અને જરૂર જણાય તો મરવાનો આગ્રહ છે. એ શેાધમાં જ ેટલા સાથી મળે તેઓને ભેળવવાની પણ એટલી જ ઇચ્છા રહે લી છે. * ૧૯૧૫ના મેની ૨૨મી તારીખે કોચરબમાં ભાડાના મકાનમાં આશ્રમ ખૂલ્યું. તેના ખર્ચની વ્યવસ્થા અમદાવાદના કેટલાક શહે રીઓએ કરવાનું માથે લીધું હતું. આશ્રમ ખૂલ્યું ત્યારે લગભગ વીસેક4 જણ હતા, અને તેમાંના ઘણાખરા તો દક્ષિણ આફ્રિકાથી આવેલા જ હતા. મોટો ભાગ તે વખતે તો દક્ષિણ તરફના એટલે તામિલ અથવા તેલુગુ બોલનારા હિં દીઓનો હતો. આશ્રમમાં આ વખતે મુખ્ય પ્રવૃત્તિ નાનામોટા બધાને સારુ ભાષાઓનું જ્ઞાન, એટલે કે, સંસ્કૃત, હિં દી, તામિલનો અભ્યાસ. બાળકોને સારુ બીજો સામાન્ય અભ્યાસ.
1. અહીં તારીખ ખાેટી છે. ૧૯૧૫ જોઈએ. ૯મી જાન્યુઆરીએ ગાંધીજી હિં દુસ્તાન પહોંચ્યા હતા. 2. ભારત સેવક સમાજ, શાંતિનિકેતન, ગુરુકુ ળ કાંગડી. 3. ૧૯૩૩માં ગાંધીજીએ ‘સત્યાગ્રહ આશ્રમ’ વિખેરી નાખ્યો. એપ્રિલ ૧૯૩૬માં તેઓ સેગાંવ ગયા ત્યારે ત્યાં તેમને આશ્રમ સ્થાપવાનો વિચાર નહોતો. છતાં એ સ્થળ ધીમે ધીમે સેવાગ્રામ આશ્રમમાં વિકસ્યું. 4. જુ ઓ પુ. ૧૩, પા. ૯૩. ત્યાં ગાંધીજી ૩૫નો આંકડા આપે છે.
नवजीवन નો અક્ષરદેહ [ નવેમ્બર ૨૦૨1]
385
હાથવણાટ એ પ્રધાન ઉદ્યોગ હતો, અને એને જ અંગે સુથારકામ પણ ચાલતું હતું. નોકરો નહીં રાખવાનો આગ્રહ હતો, એટલે રાંધવાનું, સફાઈનું, પાણી ભરવાનું વગેરે બધું કામ આશ્રમવાસીઓ જ કરતા. સત્ય, અહિં સા, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય, અપરિગ્રહ વગેરે વ્રતો આશ્રમવાસીમાત્રને બંધનકારક હતાં. નાતજાતના ભેદ મુદ્દલ નહે ાતા રાખવામાં આવ્યા. અસ્પૃશ્યતાને આશ્રમમાં મુદ્દલ સ્થાન ન હતું એટલું જ નહીં, પણ હિં દુ જાતિમાંથી અસ્પૃશ્યતાને દૂર કરવાના પ્રયત્નને આશ્રમની પ્રવૃત્તિમાં મહત્ત્વનું સ્થાન હતું. અને જ ેમ અસ્પૃશ્યતાને વિશે તેમ જ હિં દુ જાતિમાં સ્ત્રીઓનાં કેટલાંક બંધનો તોડવાને વિશે પણ આશ્રમમાં મૂળથી આગ્રહ રાખવામાં આવ્યો. તેથી આશ્રમમાં સ્ત્રીઓને સંપૂર્ણ સ્વતંત્રતા રહે લી છે. વળી હિં દુ-મુસલમાન વગેરે જુ દા જુ દા ધર્મના લોકો વચ્ચે, જ ેટલો તે તે ધર્મના લોકો વચ્ચે હોઈ શકે, તેટલો જ ભ્રાતૃભાવ રાખવાનો આશ્રમમાં નિયમ થયો. પણ એક વસ્તુને સારુ હં ુ જ જવાબદાર છુ ,ં અને એને સારુ હં ુ પશ્ચિમને આભારી છુ .ં એ છે મારા ખોરાક વિશેના પ્રયોગો, આ પ્રયાેગાેનો આરં ભ હં ુ ૧૮૮૮ની સાલમાં વિલાયત ગયો ત્યારે થયેલો. મારા પ્રયોગોમાં હમેશાં કુ ટુબ ં ીઓને અને બીજા સાથીઓને હં ુ ઘસડતો આવ્યાે છુ ં એના મૂળમાં ત્રણ કારણો મુખ્યપણે હતાં: (૧) સ્વાદેન્દ્રિય ઉપર અને એની મારફતે સર્વ ઇન્દ્રયો ઉપર કાબૂ મેળવવો; (૨) સાદામાં સાદો અને સોંઘામાં સોંઘો ખોરાક શોધવો કે જ ેથી એ બાબતમાં ગરીબોની સાથે હરીફાઈ કરી શકાય; (૩) ખોરાકની સાથે તંદુરસ્તીને નિકટ સંબંધ છે એ માન્યતાને 386
આધારે કયો ખોરાક પૂર્ણ તંદુરસ્તી જાળવવાને સારુ યોગ્ય છે એ શોધી કાઢવું. ખોરાકના પ્રયોગો આ ત્રણ કારણોથી કરવાને હં ુ લલચાયો એમ કહે વાનો આશય નથી. જો નિરામિષાહારની પ્રતિજ્ઞા લઈને હં ુ વિલાયત ન ગયો હોત તો કદાચ ખોરાકના પ્રયોગો કરવાનું મને સૂઝત જ નહીં. પણ એ પ્રયોગો કરવા પડ્યા એટલે ઉપલાં ત્રણ કારણો મને બહુ ઊંડા પાણીમાં લઈ ગયાં અને હં ુ અનેક પ્રકારના અખતરા કરવાને પ્રેરાયો. આમ આશ્રમ સંડોવાયું. પણ આવા પ્રયોગો આશ્રમનું અંગ નથી. * આટલા ઉપરથી જોઈ શકાશે કે દેશને અને સમાજને લગતા જ ે જ ે દોષો આશ્રમે માન્યા તે તે દોષો દૂર કરવાનો પ્રયત્ન આશ્રમમાં કરવાનો મનોરથ હતો. આમાં ધાર્મિક, આર્થિક તેમજ રાજ્યપ્રકરણી બધા દોષોનો સમાવેશ થાય છે. જ ેમ જ ેમ અનુભવ મળતાે ગયો, પ્રસંગ આવતો ગયો, તેમ તેમ નવી પ્રવૃત્તિઓ દાખલ થતી ગઈ. આજ ે આ લખાવતી વખતે પણ મારા મનમાં જ ેટલી પ્રવૃત્તિઓ રહે લી છે તેને આશ્રમ પહોંચી વળ્યો છે એમ ન કહી શકાય. મૂળથી જ એકબે નિશ્ચયોને અનુસરીને આશ્રમનો વ્યવહાર ચાલ્યો છે : (૧) પછેડી પ્રમાણે સોડ તાણવી એટલે કે આશ્રમમાં જ ે આર્થિક મદદ મિત્રો તરફથી સહે જ ે મળ્યા કરે તેની ઉપર જ નિર્વાહ કરવો; (૨) કોઈ પણ પ્રવૃત્તિની પાછળ ન દોડવું, પણ જ ે યોગ્ય પ્રવૃત્તિ સહે જ ે આવી પડે તે પ્રવૃત્તિ વિનાસંકોચ અને જરૂર પડે તો ગમે તે જોખમ સહન કરીને પણ હાથ ધરવી. આ બંને નિશ્ચયની પાછળ કેવળ ધાર્મિક [ નવેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ
આશ્રમને અનુકૂળ હોઈ જ ન શકે. બંગલો એટલે બંગલો, જ ેમાં એક ધનિક કુ ટુબ ં પશ્ચિમ અને પૂર્વની રહે ણીનું મિશ્રણ કરીને રહી શકે. આવી જગ્યામાં સ્ત્રીપુરુષ, બાળકો મળીને સાઠ જણ અનેક પ્રકારની પ્રવૃત્તિઓ ચલાવતા, બ્રહ્મચર્યાદિનાં વ્રત પાળતા મુશ્કેલીથી જ રહી શકે. પણ જ ે મકાન મળ્યું તે મકાનથી નિર્વાહ કરવાનો હતો. છતાં થોડા જ સમયમાં અનેક કારણોને લીધે ત્યાં રહે વું લગભગ અશક્ય થઈ પડ્યું હતું. એટલે, કેમ જાણે ઈશ્વરે ત્યાંથી કાઢી મૂક્યા હાેયની તેવી રીતે, એકાએક નવી જમીનની શોધ કરવી પડી અને બંગલો ખાલી કરવો પડ્યો. આ બનાવોનું વર્ણન आत्मकथाમાં આવી જાય છે, અહીં બેવડાવતો નથી. કોચરબમાં એક ઊણપ પહે લેથી જ જણાતી હતી તે સાબરમતી આવતાં દૂર થઈ. ફળઝાડ, ખેતી અને ઢાેર વિના આશ્રમ અપૂર્ણ જ કહે વાય. સાબરમતીમાં ખેતી કરવા જ ેટલી જમીન છે એટલે ત્યાં એ તરત દાખલ થઈ શકી. આટલે સુધીમાં આશ્રમના ઇતિહાસનું સિંહાવલોકન કર્યું ગણાય. હવે વ્રતો અને પ્રવૃત્તિઓ વિશે જ ે જ ે પ્રયત્નો થયા તેમાંના જ ે મને યાદ છે તે આપી જવા ધારું છુ .ં મારી રોજનીશી મારી પાસે નથી. વળી તેમાં આશ્રમવાસીઓને લગતા નાજુ ક બનાવોની નોંધ હમેશાં લખાઈ નથી. તેથી કેવળ સ્મરણશક્તિ ઉપર આધાર રાખીને આ ઇતિહાસ લખાઈ રહ્યો છે. મારે સારુ આ નવો પ્રયોગ નથી. दक्षिण आफ्रिकाना सत्याग्रहनाे इतिहास એમ લખાયા. सत्यना प्रयोगो એમ લખાયાે. આ ઇતિહાસમાં પણ આ દોષ વાંચનારે ધ્યાનમાં રાખવો ઘટે છે.
વૃત્તિ રહે લી છે એમ હં ુ માનું છુ .ં ધાર્મિક વૃત્તિ એટલે ઈશ્વર ઉપર શ્રદ્ધા, — એટલે બધું તેને આધારે અને તેનાથી પ્રેરાઈને કરવું. આમ વર્તનાર ઈશ્વર મોકલે તે પૈસા (સાધનો) વડે, તે મોકલે તે પ્રવૃત્તિ ચલાવે. ઈશ્વર જાતે કંઈ કરે છે એવું તે આપણને જોવા કે જાણવા દેતો નથી, મનુષ્યને પ્રેરીને તેમની મારફત પોતાનું કામ કાઢે છે. અને જ્યારે આપણે ધાર્યું ન હોય એવે ઠેકાણેથી મદદ આવી પડે અથવા આપણે માગવા ન ગયા હોઈએ તે છતાં મિત્રોની પાસેથી મદદ આવી પડે, ત્યારે તે ઈશ્વર તરફથી આવેલી છે એમ મારી શ્રદ્ધા માને. અને એ જ રીતે જ ે પ્રવૃત્તિ આવી ચડે અને જ ે હાથ ન ધરવામાં ભીરુતા, આળસ કે એવું દોષિત કારણ જ લાગે તેવી પ્રવૃત્તિને મારી શ્રદ્ધા ઈશ્વરપ્રેષિત ગણે. અને જ ેમ દ્રવ્યનું અને પ્રવૃત્તિનું તેમ જ સાથીઓનું દ્રવ્ય હોય, પ્રવૃત્તિ પણ આવી પડી હોય, પણ સાથીરૂપી સાધન ન હોય તોપણ તે હાથ ન ધરાય. એ સાધન પણ સહજપ્રાપ્ત હોવું જોઈએ. આશ્રમ ઈશ્વરનું છે એવી જ્યાં કેવળ કલ્પના જ નહીં પણ વિશ્વાસ છે, સમર્પણ બુદ્ધિ છે, ત્યાં જ ે જ ે પ્રવૃત્તિને સારુ ઈશ્વર આશ્રમને સાધન કરવા ઇચ્છે ત્યાં બધી સામગ્રી તે જ મોકલી આપે. છેલ્લાં સોળ વર્ષથી જ નહીં પણ ફિનિક્સ સ્થપાયું ત્યારથી જ જાણ્યેઅજાણ્યે વત્તાઓછા પ્રમાણમાં આ નિયમને અનુસરીને સંસ્થા ચાલી છે. જ ે નિયમ આરં ભમાં મોળા હતા તે પાછળથી કડક થતા ગયા છે, અને હજુ થતા જાય છે એવો મારો મત છે. થોડા જ માસમાં આશ્રમની વસ્તી બેવડી થઈ ગઈ. વળી કોચરબના બંગલાની બાંધણી
नवजीवन નો અક્ષરદેહ [ નવેમ્બર ૨૦૨1]
[ગાં. અ. ૫૦ : ૧૮૬-૧૯૧]
387
ગાંધી : મહાપદના યાત્રી
પુસ્તક પરિચય
શરીફા વીજળીવાળા શરીફાબહે ન ચુસ્તતાથી લખવા માટે જાણીતાં છે. તેઓએ ‘ગાંધી : મહાપદના યાત્રી’ના પુસ્તકનો આસ્વાદ રસપ્રદ રીતે કરાવ્યો છે. જ ે પુસ્તકનો આસ્વાદ કરાવ્યો છે તેને પ્રકાશિત થયે અઢી દાયકા થઈ ચૂક્યા છે અને શરીફાબહે નના લખાણને પણ એટલો જ સમય વીત્યો છે. તેમ છતાં ગાંધીજી માટેનું આ લખાણ તાજુ ં લાગે છે. શરીફાબહે નનાં પુસ્તકોના આસ્વાદના સંગ્રહ ‘સંપ્રત્યય’માંથી આ લેખ જડી આવ્યો છે.
આ પુસ્તક, તારીખ ૩, ૪ જાન્યુઆરી, લેખકનો આશય નથી. અહીં તો સાવ સામાન્ય
૧૯૯૭ના દિવસોએ, લોકભારતી સણોસરામાં નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યામાળા નિમિત્તે જયંત પંડ્યાએ આપેલાં બે વ્યાખ્યાનોનું સંવર્ધિત રૂપ છે. ગાંધીજી વિશે આટલુંઆટલું લખાઈ ચૂક્યું હોવા છતાંય એને ચાહનારા દર બીજા માણસને એમને વિશે કંઈક ને કંઈક કહે વાનું તો હશે જ. ડગલે ને પગલે જાત અને જગતના દુરિત સાથે સંઘર્ષ આદરી બેઠલ ે ા ગાંધીના સમગ્ર જીવનને આલેખવાનો આ
પુ. ગાંધી : મહાપદના યાત્રી, લે. જયંત પંડ્યા, પ્રકાશક : સંસ્કૃતિ, સાંકડી શેરી, અમદાવાદ, ૧૯૯૭, પૃ. ૧૦૮, ૱ ૬૦
388
માણસમાંથી મહાત્મારૂપે ઘડતર કરનારી પરિસ્થિતિનો અને એવી પરિસ્થિતિમાં પ્રગટ થતા વ્યક્તિત્વનો પરિચય કરાવવાનો લેખકનો ઉપક્રમ રહ્યો છે. પોરબંદરના એક ઉપલા મધ્યમવર્ગમાં જન્મેલા મોહનદાસનું બાળપણ સાવ સીધું-સાદું હતું. એમનો વિદ્યાર્થીકાળ સામાન્ય હતો અને વ્યવસાયી કારકિર્દી પણ લાંબા સમય સુધી નિષ્ફળતાને વરતી રહી હતી. નબળા મનોબળવાળી આ સાવ સામાન્ય વ્યક્તિ મહાત્મા કઈ રીતે બની એ પ્રશ્નનો જવાબ મેળવવાનો અહીં પ્રયત્ન થયો છે. ૧૯૧૫માં ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફરે છે ત્યારે અહીંથી ગયા હતા એ ગાંધીની કાયાપલટ થઈ ચૂકી હતી. ૧૮૯૩થી ૧૯૧૪ સુધીનાં એકવીસ વર્ષના દક્ષિણ આફ્રિકાના વસવાટે ગાંધીના વ્યક્તિને ઘડ્યું હતું, પરિશુદ્ધ કર્યું હતું. અકસ્માતે આવી મળેલા પ્રાપ્ત ધર્મને સ્વીકારી કશાય પૂર્વસંકલ્પ વગર જ ગાંધીએ સત્યાગ્રહનું યજ્ઞકાર્ય આરં ભ્યું હતું. ગાંધીજીનો સત્યાગ્રહ આફ્રિકામાં અને ભારતમાં પણ વિવેકપૂત અને સૌજન્યશીલ [ નવેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ
રહ્યો હતો. સત્યાગ્રહ, સવિનય કાનૂનભંગની લડતમાં ક્યાંય સરકાર પ્રત્યે દુર્વૃત્તિ નથી. સરકારની ખરી મુશ્કેલી વખતે ફાયદો ઉઠાવવાને બદલે સત્યાગ્રહ સમેટી લેવાનું સૌજન્ય તો માત્ર ગાંધી જ દાખવી શકે. સૌજન્ય દાખવવાનો અર્થ એને સત્ય નહીં કહે વાનું એવો જરાય નથી. કડવામાં કડવું સત્ય ઘણી વાર તો જોખમનો વિચાર કર્યા વગર પણ ગાંધીજી ઉચ્ચારી શકતા. અંગ્રેજોને લખેલા એક ખુલ્લા પત્રમાં તેઓ લખે છે : ‘આ દેશમાં તમે જ ે તંત્રને આધીન છો તેનું પાજીપણું વર્ણવ્યું જાય તેમ નથી. (પૃ.૫૧). આવું કહી વળી પ્રજા તરીકે આપણામાં શું ખૂટ ે છે એની જાતતપાસ તરફ વળે છે. ભગતસિંહની દેશ પ્રત્યેની નિષ્ઠા બાબતે કોઈ શંકા નથી એટલે એમને બચાવવાની પૂરી કોશિશ કરે છે. પણ જાહે રમાં આ પ્રમાણે કહે વાનું ચૂકતા નથી: ‘તેમણે લીધેલો રસ્તો ખોટો અને નિષ્ફળ હતો.... ઈશ્વરને સાક્ષી રાખીને હં ુ આ સત્ય જાહે ર કરવા માગું છુ ં કે હિં સાને માર્ગે સ્વરાજ આવી શકે એમ નથી, માત્ર આપત્તિ જ આવી શકે એમ છે.......’ (6૦). સાવ સામાન્ય માણસને એમની નિષ્ઠાએ, સત્યપાલને, ચીવટે અસામાન્ય બનાવ્યા હતા. નિર્મલકુ માર બોઝે મનુબહે નને જ ે કહે લું તે સાચાથીય સાચું છે : ‘આ બુઢાની એ જ ખૂબી છે કે એને મન કોઈ વાત કે વસ્તુ નકામી નથી, સંકુચિત નથી. એથી જ તેઓ એક અજોડ નેતા છે. બાકી તો ગાંધીજી જ ેટલું ભણેલા માણસો ઘણાય પડ્યા છે. ગાંધીજી કરતાં દેખાવમાંય ઘણા રૂપાળા માણસો છે, પણ ગાંધીજીની વિશાળતા અજોડ છે.’(૭૭).
नवजीवन નો અક્ષરદેહ [ નવેમ્બર ૨૦૨1]
બાહ્ય દેખાવ નહીં પણ આંતરિક ઇયત્તાએ ગાંધીજીને મહાન બનાવ્યા. એમના એ જરાય રૂપાળા નહીં એવા દેખાવ વિશે રે જિનલ્ડ રે નલ્ડ્ઝ શું કહે છે? : ‘કેવા વહાલા લાગે એવા છે ડોસા! વાળ વિનાનું માથું અને ચશ્માં, વળાંકવાળું નાક, પંખીના જ ેવા હોઠ, હે તભર્યું પણ કંઈક બોખું સ્મિત... હે તાળ... દયાવાન, વ્યવહારુ, સમજુ , વેવલાપણા વિનાના...... હં ુ કોઈ કૅ થલિક સંતને જ ે દૃષ્ટિએ જોઉં તે દૃષ્ટિએ એમને જોઉં છુ .ં .. પેલો અબુધ જનસમુદાય એમને કેમ પૂજ ે છે એનું હવે મને આશ્ચર્ય થતું નથી. ખરું કહં ુ તો હં ુ પણ એમની એ પૂજામાં ભળેલી છુ .ં ’ (૭૭). વિદેશી કાપડના બહિષ્કારથી અસર પામેલા લૅન્કેશાયરના બેકાર કામદારોના પ્રતિનિધિમંડળને ગાંધીજી આવું કહી શક્યા છે : ‘તમારે ત્યાં ત્રીસ લાખ બેકારો છે પણ અમારે ત્યાં તો લગભગ ત્રીસ કરોડ માણસો છ મહિના બેકાર રહે છે. તમને બેકારીની રાહતમાં ૭૦ શિલિંગ મળે છે. અમારી સરે રાશ આવક મહિને સાડાસાત શિલિંગ છે. તમારી વિપત્તિમાં પણ તમે પ્રમાણમાં સુખી છો. એ સુખની હં ુ અદેખાઈ કરતો નથી. હં ુ તમારું ભલું ઇચ્છું છુ ,ં પણ હિં દુસ્તાનના કરોડો કંગાલોની કબર પર આબાદ થવાનો વિચાર તમે કરતા નહીં... (૬૧). ને ખુદ ગાંધીજીની કલ્પના બહાર આ મજૂ રોએ રોષ કે કડવાશ વ્યક્ત કરવાને બદલે પ્રેમ વર્ષાવ્યો હતો. જયંત પંડ્યાની વાત સોળ આની સાચી છે કે સત્યનિષ્ઠાનું ગાંધીજી જ ેવું ઉદાહરણ જગતના ઇતિહાસમાં શોધ્યું ન જડે. એમની આવી અજબની સત્યનિષ્ઠાએ જ કદાચ એમને સજા ફટકારતા ન્યાયાધીશ બ્રૂમફિલ્ડ પાસે આવું 389
કહે વડાવ્યું હશે : ‘રાજ્યપ્રકરણમાં જ ેઓ તમારાથી જુ દા પડે છે તેઓ પણ તમને ઉચ્ચ આદર્શવાન ગણે છે, તેઓ તમને અલૌકિક એટલું જ નહીં પણ સંત કોટિના પુરુષ માને છે.’ (૫૪). ગાંધીજીને ઘણા પોતાના વિચારો અન્ય પર ઠોકી બેસાડનાર, જક્કી વલણ ધરાવનાર પણ કહે છે. પરં તુ આ જ ગાંધીએ ટૉલ્સ્ટૉય આશ્રમમાં (કે પછી સરહદના ગાંધીના કુ ટુબ ં ીજનો માટે) માંસાહાર કરવા ટેવાયેલા લોકોને એવી છૂટ આપી હતી. કસ્તુરબા પ્રત્યેના એમના વલણની પણ ઘણી ટીકાઓ થઈ છે. લોકો તક મળ્યે ટીકા કરી લે છે. પરં તુ ગાંધીજી પોતે પણ એ વાતથી અજાણ નો’તા. પોતે કરે લી ભૂલોનો જાહે રમાં એકરાર કરનાર માણસની ટીકા કરવાનો કોઈ અર્થ ખરો? ગાંધીજીએ જાહે રમાં આ અંગે કબૂલાત પણ કરે લી છે. દીકરા રામદાસ પરના એક પત્રમાં તેઓ લખે છે: ‘જ ે રીતે હં ુ બા તરફ વર્ત્યો તે રીતે તમે કોઈ તમારી પત્ની તરફ ન વર્તો એમ હં ુ ઇચ્છું. મારી સખ્તીથી બાએ કંઈ ખોયું નથી, કેમ કે બાને મેં કોઈ દહાડો મારી મિલકત નથી ગણી. તેના પ્રત્યે પ્રેમ અને માન તો હતાં જ. છતાં બા મને નહોતી વઢી શકતી. હં ુ વઢી શકતો હતો. બાને મેં અમલમાં મારા જ ેટલા અધિકાર નહોતા આપ્યા.’ (૬૪). આવા માણસની સત્યનિષ્ઠા બાબતે કોઈ કઈ રીતે શંકા લાવી શકે? ગાંધીની લડાઈ માત્ર આઝાદી માટે જ નહોતી. તેમનું સ્વપ્ન તો માનવમાત્રની એકતા સાધવાનું હતું. આઝાદીના આંદોલનની સાથે જ તેઓ કેટલી બધી રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા? અસ્પૃશ્યતાનિવારણ, 390
ગ્રામપુનઃરચના, નઈ તાલીમ વગેરે દ્વારા ગાંધીજી એક સંવાદી સમાજનું ઘડતર કરવા મથતા હતા. આજ ે જ ે લોકો એવું કહે છે કે ગાંધીજી ન હોત તો આ દેશ પંદર વર્ષ વહે લો આઝાદ થયો હોત તેઓ કદાચ ગાંધીજીના સાધનશુદ્ધિના આગ્રહને નથી સમજતા. ઉચ્ચ ધ્યેય હોવું પૂરતું નથી. એને પ્રાપ્ત કરવાનો રસ્તો પણ શુદ્ધ હોવો જોઈએ. લોકો એ ન સમજ્યા. પરિણામે દુનિયાના ઇતિહાસમાં જ ે વિરાટ પ્રયોગ ગણાવાયો હતો તે સત્યાગ્રહને ગાંધીજીએ અધવચે પડતો મૂકવો પડ્યો હતો. જિંદગીભર અહિં સાના પૂજારી રહે નારા ગાંધીજીના અહિં સા વિશેના ચિંતનમાં વેદાન્તીની જડતા નથી, એમાં પ્રતીતિકર તર્કસંગતતા છે. તેઓ સ્પષ્ટપણે કહે છે: ‘આખી પ્રજા નામર્દ બને તેના કરતાં હિં સા કરવાનું જોખમ ખેડવાનું હં ુ હજારગણું બહે તર લેખું.’ (૯૫). ‘મૃત્યુસંદર્ભે પણ તેઓ સ્પષ્ટ છે: “શહીદ થવાની મને તાલાવેલી નથી, પરં તુ જ ેને હં ુ ધર્મ ગણું છુ ં તેની રક્ષા કરવાના પરમ કર્તવ્યને બજાવવા જતાં જો શહીદી વહોરવી પડે તો.... તે મારી મોટી કમાણી હશે.’ ને જાણે ભાવિ બોલાવતું હોય એમ આગળ કહે છે : ‘મારા શરીર તથા મનની શક્તિ ધીમે ધીમે ક્ષીણ થતી જાય એ રીતે — એક હારે લા માણસ તરીકે, મરવાની મને ઇચ્છા નથી. કોઈ ખૂનીની ગોળીથી મારો દેહ પડે એમ બને. હં ુ એ આવકારું . પરં તુ મારા છેલ્લા શ્વાસ સુધી મારું કર્તવ્ય બજાવતાં બજાવતાં હં ુ પડુ ં એ મને અત્યંત ગમે.’ (૮૯). ગાંધીજીને રાષ્ટ્રપિતા કહે વા અંગે, મરતી વખતે તેઓ ‘રામ’ બોલ્યા હતા કે નહીં તે અંગે કે એમના બ્રહ્મચર્યના પ્રયોગો વિશે બિનજરૂરી ઊહાપોહ કરનારા [ નવેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ
ગાંધી નથી મળ્યા એ હકીકત છે. ગાંધીને મહાત્મા બનાવનાર ગાંધી પોતે જ હતા. સતત જાતતપાસ કરનાર, આત્માના અવાજને કદી ન અવગણનાર ગાંધી રોજરોજ ગઈ કાલના ગાંધીને અતિક્રમતા રહ્યા. સતત ઊર્ધ્વ કોટિએ પહોંચ્યા. જવાહરલાલના શબ્દોમાં કહીએ તો, “આ દેશ પર ઝળહળેલો એ કોઈ સામાન્ય પ્રકાશ ન હતો. જ ે પ્રકાશે આ દેશને આટલાં બધાં વર્ષો અજવાળ્યો છે તે તેને ઘણાંઘણાં વર્ષો લગી અજવાળ્યા કરશે..... અને હજારો વર્ષો પછી પણ આ પ્રકાશ આ દેશમાં દેખાશે, જગત તેને જોઈ શકશે અને સંખ્યાતીત હૈ યાંને એ સાંત્વન આપશે.’ (૧૦૨). મોહનમાંથી મહાત્મા બનેલા ગાંધીજીના જીવનને ઘડનારાં મહત્ત્વનાં પરિબળો, પરિસ્થિતિઓ આલોકતા લેખકે એમની જીવનફિલસૂફીના અર્ક સમ સત્ય, અહિં સા, અપરિગ્રહ, બ્રહ્મચર્ય વિશે જરૂરી લાગી એટલી છણાવટ કરી છે. લેખકે અહીં શક્ય એટલા વિદેશી મહાનુભાવોનાં અવતરણો ટાંક્યાં છે એની પાછળનો ઉદ્દેશ નિષ્પક્ષ અને વસ્તુલક્ષી મૂલ્યાંકન રજૂ કરવાનો છે. આટલાં ઓછાં પાનાંમાં ગાંધી જ ેવા વિશાળ વ્યક્તિત્વને શક્ય તેટલા અંશે આવરી લેવાનો લેખકે ખંતભર્યો, પ્રામાણિક પ્રયાસ કર્યો છે. [સંપ્રત્યય પુસ્તકમાંથી]
લોકો પ્રત્યે અકળામણ ઠાલવતાં લેખક કહે છે : ‘જગતને તો ગાંધી તાપસસૃષ્ટિમાંથી ઊતરી આવેલું શીલવંત પાત્ર જ લાગ્યું છે. ભારતને ન લાગ્યું હોય તો વાંક ગાંધીનો તો નહીં જ હોય.’ (૮૯). લેખકની વાત સાવ સાચી છે. સાવ નાખી દેવા જ ેવી નાની નાની વાતો પર જ ેમની મોટાઈની ઇમારત ચણાઈ હતી એ ગાંધીની અસામાન્યતાને વિદેશી મહાનુભાવો ગાતાં થાકતા નથી. ઈ. એન. ફાૅસ્ટર જ ેવા અંગ્રેજ નવલકથાકારે ગાંધીજીને અદ્ભુત અંજલિ આપી છે : ‘સંભવ છે કે આપણી સદીના એ સૌથી મહાન માણસ ગણાય... એમણે ધર્મ સ્થાપ્યો હોય કે ન સ્થાપ્યો હોય, એમનું આસન ધર્મસ્થાપકોની પડખે છે. કલા એમનું માધ્યમ ન હોવા છતાં એ મહાન કલાકારોની જોડાજોડ છે....’ (૮૬). ‘ધી ટ્રૅજ ેડી ઑફ યુરોપ’ના લેખક ડૉ. ફ્રાન્સિસ નીલસન કહે છે... ‘ગાંધી અપૂર્વ છે. કોઈ માણસે એમની જ ેમ મહાન સામ્રાજ્યને પડકાર્યું હોવાનું નોંધાયું નથી. પ્રવૃત્તિમાં ડાયોજિનીસ, વિનમ્રતામાં સંત ફ્રાન્સિસ, પ્રજ્ઞામાં સૉક્રેટિસ એવા એમણે, પોતાના સાધ્ય માટે બળ ઉપર આધાર રાખનાર રાજનીતિજ્ઞોની નરી પામરતા જગત સામે છતી કરી છે...’ (૮૯). — ગાંધીજીથી ચડિયાતા અનેક લોકો એ સમયે પણ હશે જ. પણ આ દેશને બીજા
नवजीवन નો અક્ષરદેહ [ નવેમ્બર ૨૦૨1]
391
૨૩ ગ્રામ્સ ઑફ સૉલ્ટ : દાંડીયાત્રાનો મહામૂલો તસવીરી દસ્તાવેજ
પુસ્તક પરિચય
હિમાંશુ પંચાલ
નવજીવને કેટલાક અદ્વિતીય પ્રકલ્પો હાથ ‘23 ગ્રામ્સ ઑફ સૉલ્ટ’ પુસ્તક દ્વારા નક્કર ધર્યા તેમાંનું એક એટલે ‘૨૩ ગ્રામ્સ ઑફ સૉલ્ટ’ નામનું પુસ્તક. ૨૦૨૦માં આ કૉફીટેબલ પુસ્તક પ્રકાશિત થયું છે. પુસ્તકપ્રકાશન વેળાએ જ કોરોના મહામારીની બીજી લહે રના કારણે તેનું વિમોચન ન થઈ શક્યું. દાંડીયાત્રાના નેવુંમા વર્ષે પ્રકાશિત આ પુસ્તક એક વર્ષ મોડુ ં વાચકોના હાથમાં આવી શક્યું છે. પાકા પૂંઠાનું, ૪૨૦ પાનાં અને બસોથી વધારે તસવીર સાથે દાંડી વિશેની માહિતીથી દળદાર બન્યું છે. આઝાદીની લડત દરમિયાન અહિં સક આંદોલનના સર્વોચ્ચ શિખર તરીકે દાંડીયાત્રાને મૂકી શકાય. આ ઐતિહાસિક ઘટનાનું શબ્દરૂપી દસ્તાવેજીકરણ પુસ્તકોમાં ઉપલબ્ધ છે. દાંડીયાત્રા વિશે વાંચી શકાય તેવું પૂરતું સાહિત્ય છે, પણ તસવીરી દસ્તાવેજ જૂ જ છે. દાંડીની એક જાણીતી તસવીર આજ ેય અનેક સ્થાને પ્રકાશિત થતી રહે છે. આ ે છે, પણ સિવાય તેનાં કેટલાંક વીડિયો ફૂટજ તે સિવાય તેનું દસ્તાવેજીકરણ મળતું નથી. દેશની આઝાદીની લડતની આ શિરમોર ઘટના વિશે જ્યારે યુવાન છબિકાર અનુજ અંબાલાલને પસાર થવાનું થયું ત્યારે તેઓને તસવીરી દસ્તાવેજીકરણમાં રસ જાગ્યો. સામાન્ય કિસ્સામાં આ રીતે અનેક લોકોને રસ જાગે છે, પણ તેના પર કંઈક નક્કર અમલ કરવાનું બનતું નથી. અનુજ અંબાલાલ
392
કામ આપણી સમક્ષ મૂકી શક્યા છે. દાંડીકૂ ચની સામાન્ય માહિતી લોકભોગ્ય છે અને તેનાથી થોડીક વિશેષ ગ્રંથસ્થ છે. આ માહિતી આઝાદીની લડતના ઇતિહાસમાં સમાવિષ્ટ થાય છે અને જ્યારે ગાંધી-સંશોધિત લેખ લખાય છે ત્યારે દાંડીકૂ ચની વિસ્તારથી ચર્ચા થાય છે. પરં તુ દાંડીકૂ ચના તે માર્ગને આંખે નિહાળીને, હાલમાં મળતી તેની માહિતી એકત્રિત કરીને અને સમજણ કેળવીને જ્યારે આ સફર કૉફી-ટેબલ પુસ્તક સુધી પહોંચે ત્યારે તે સંનિષ્ઠ પ્રયાસ માગી લે છે. અનુજ આ કરી શક્યા કારણ કે તેઓ અગાઉ પણ ગાંધીવિષયક ફોટો-પ્રદર્શન કરી ચૂક્યા છે. આ અગાઉ તેમણે ‘ઇન સર્ચ ઑફ બાપુ’ વિષય પર ફોટો-પ્રદર્શન કર્યું છે. આ પ્રદર્શન એ રીતે વિશેષ છે કે તેમાં ગાંધીજીનાં જીવનકવનનું અર્થઘટન તસવીર દ્વારા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મેં પહે લવહે લું અનુજનું આ જ પ્રદર્શન જોયું હતું, અને ત્યારે જ જ ે-તે તસવીર વિશે કરે લી તેમની ગમ્મતભરી ટિપ્પણી મને ગમી હતી. ગાંધીજીના વ્યક્તિત્વને જ્યાં-ત્યાં ગંભીર રૂપે રજૂ કરવાનો જાણે શિરસ્તો પડી ચૂક્યો છે અને તે શિરસ્તાને ભેદી શકાય તેવું કાર્ય ‘ઇન સર્ચ ઑફ બાપુ’ દ્વારા થયું છે. ગાંધી સહે લાઈથી સમજી શકાય તે રીતે પ્રસ્તુત કરવાનું આવશ્યક છે, પણ તે ભૂમિકા તૈયાર [ નવેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ
1
1. પુસ્તકનું મુખપૃષ્ઠ 2. કૂ ચ દરમિયાન ઇન્કમટૅક્સ સુધી ચાલનાર લક્ષ્મણસિંહ ચાવડા 3. કૂ ચના સાક્ષી ફતેહસિંહ પરમાર 4. રાયમા ગામે નરોત્તમભાઈએ ગાંધીબાપુની દાઢી કરી હતી તે સામગ્રી
2
5. કૂ ચ દરમિયાન ગાંધીજીનું વિશ્રામસ્થળ, બોરિયાવી
3
4
5
नवजीवन નો અક્ષરદેહ [ નવેમ્બર ૨૦૨1]
393
કરવામાં લાયકાત ધરાવનારા પણ થાપ ખાઈ જાય છે. પણ વાત ‘ઇન સર્ચ ઑફ ગાંધી’થી દાંડી સુધી પહોંચી તેમાં નવજીવનનો એક અન્ય પ્રોજ ેક્ટ કારણ બન્યો. આ પ્રોજ ેક્ટમાં કાર્ય આગળ વધે તે પહે લાં જ અનુજ ે દાંડી પર કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. નવજીવને તે સ્વીકારી. આ રીતે તેમની દાંડીકૂ ચ વિશે જાણવા-સમજવા વિશેની સફર આરં ભાઈ. આ સફરના આરં ભે જ અનુજને ખ્યાલ આવી ચૂક્યો હતો કે દાંડીકૂ ચ ઇતિહાસની અનન્ય ઘટના હોવા છતાં વર્તમાનમાં તેના વિશે જ્યારે ઑન ગ્રાઉન્ડ જોવા-જાણવા જઈએ ત્યારે તે એક પડકાર બને છે. આ પડકાર ઝીલ્યો તેમ છતાં જૂ જ માહિતી હાથ લાગી. જ ે માહિતી હાથ આવી તે આંશિક હતી અથવા તો સંકલિત નહોતી. અનુજના આ પડકારમાં તેઓને બે પુસ્તકોનો અભ્યાસ વિશેષ રીતે કામ આવ્યો. એક પુસ્તક તે થૉમસ વેબરનું ‘ઑન ધ સૉલ્ટ માર્ચ’ અને બીજુ ં એટલે કલ્યાણજી મહે તા અને ઈશ્વરલાલ દેસાઈ લિખિત ‘દાંડીકૂ ચ’. આશ્ચર્યની અને કંઈક અંશે આપણા સમાજની ઇતિહાસ પ્રત્યે બેદરકારી લાગે એ વાત એવી છે કે આઝાદીના સાત દાયકા પછી પણ દાંડીકૂ ચ માટે સારી એવી માહિતી મળી શકે તેવાં પુસ્તકોની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય એટલી જ છે. કેટલીક માહિતી ‘ગાંધીજીનો અક્ષરદેહ’ ગ્રંથોમાં છે, પણ તે મર્યાદિત છે. અનુજને પુસ્તકની તસવીરી કન્ટેન્ટ બાબતે ઘણુંખરું પુસ્તકોમાં લખાયેલાં વર્ણન, સંવાદ અને તે પછી સ્થાનિકો પાસેથી મેળવેલી માહિતી પર આધાર રાખવાનો રહ્યો. ‘23 ગ્રામ્સ ઑફ સૉલ્ટ’માં દાંડીકૂ ચની 394
વર્તમાનમાં મળતી છબિ તો છે જ, પરં તુ સાથે તેનાં સંલગ્ન લખાણો પણ છે. દાંડીકૂ ચનો આ પુનઃપ્રવાસ કરતી વેળાએ અનુજ ે એકસાથે કાર્ય પૂરું કરી લેવાની ઉતાવળ રાખી નથી, બલકે તેઓએ સફરમાં જ ે-તે મુકામની અનુભૂતિ મેળવવા અર્થે મુક્તમને રાહ જોઈ છે. આ દરમિયાન તેઓ અનેક વાર એક જગ્યાએ ધાર્યા કરતાં વધુ રોકાયા છે. આ સફરમાં અનુજને થયેલા અનુભવને સહલેખિકા ઋજુ તા મહે તાએ શબ્દબદ્ધ કર્યો છે. સામાન્ય રીતે કૉફી-ટેબલ બુકમાં તસવીર અને શબ્દનું સમતોલન જળવાતું નથી, અને સમતોલન હોય તોય સરખી ગુણવત્તામાં તો ભાગ્યે જ તેમાં દેખા દે છે. એ રીતે આ ગ્રંથ બંને પાસાંએ મહામૂલો બને તેમ છે. તસવીરી અને શાબ્દિક રૂપની આ યાત્રા સ્વાભાવિક રીતે જ સાબરમતી આશ્રમથી શરૂ થઈને દાંડી સુધીની રહી. ઉપરાંત સૌથી અગત્યની બાબત તો એ છે કે તેમાં અનુજ ે દાંડીકૂ ચ દરમિયાનના પ્રસંગોને જ સમાવ્યા નથી, બલકે તેની સાથે આખી વિચારયાત્રા માંડી છે, પોતાના અનુભવો આલેખ્યા છે અને આ યાત્રામાં જ ેમને તેઓ મળ્યા તેમની સાથેનો સંવાદ પણ આવશ્યકતા જણાઈ ત્યાં નોંધ સાથે મૂકી આપ્યો છે. લેખકનું આ સાહસ બે રીતે પુસ્તકને વર્તમાન સંદર્ભે વધુ તાજગી બક્ષે છે. એક તો પ્રસંગો સાથે માહિતીથી તે વાચકને લેખકના સહયાત્રી બનાવે છે. બીજુ ં કે તેમના પોતાના અનુભવને વર્તમાનમાં વધુ પ્રસ્તુત રીતે મૂકી આપે છે. એ રીતે પુસ્તક ઐતિહાસિક પૃષ્ઠભૂમિને વર્તમાન સંદર્ભે જોડી આપે છે. પુસ્તકના પ્રયાસ અંગે જાણીતા ચિત્રકાર [ નવેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ
સફરની ઝલક આપી છે જ ે અહીં નોંધી છે. તેઓ લખે છે કે, “કંકાપુરાની નાનકડી પોસ્ટઑફિસમાંથી મને દાંડીકૂ ચના છેલ્લા જીવિત એક સાક્ષી ફતેહસિંહ પરમાર વિશે જાણકારી મળી. પોતાના ઘરની બહાર તેઓ સવારમાં તડકામાં બેઠા હતા. તંદુરસ્ત હતા અને તેમના દીકરાના જણાવ્યા મુજબ ફતેહસિંહે જીવન દરમિયાન બીમારીનો એક પણ દિવસ જોયો નથી. ફતેહસિંહ સાથે સંવાદ કર્યો તો તેમણે કહ્યું કે ગાંધીબાપુ ઊંચા, મોટા માથાવાળા અને અજાનબાહુ દેખાતા હતા. ગાંધીબાપુ વિશે ફતેહસિંહનો આવો ખ્યાલ તેમની બાળસ્મૃતિ હોવાના કારણે છે.” અનુજ અને ઋજુ તાએ આવા અનુભવો અને માહિતીને સરળ અંગ્રેજીમાં પીરસ્યાં છે. અહીં શબ્દોમાં દેખાતી સરળતા તે અથાગ પ્રયત્નોનું પરિણામ છે તેવું અનુભવાશે. પુસ્તકમાં થૉમસ વેબરે પણ એક લેખ લખ્યો છે અને તેમાં તેઓ એક સ્થાને લખે છે : “સત્યમાર્ગી ક્યારે ય હારતો નથી. એ રીતે તે સાતત્ય જાળવે છે અને મુક્ત થાય છે.” વેબરની આ નોંધ નવજીવન ટ્રસ્ટના ગાંધીસાહિત્ય માટે યથાયોગ્ય છે. આ પુસ્તક ડિઝાઇન અને છાપકામની રીતે પણ વિશિષ્ટ છે. ‘પ્રિન્ટ ઑન ડિમાન્ડ’ ટૅક્ન ૉલૉજી દ્વારા આ પુસ્તક પ્રકાશિત થયું છે. પુસ્તકની કિંમત પાંચ હજાર રૂપિયા છે અને તે સામાન્ય વાચક માટે મોટુ ં રોકાણ છે. પુસ્તકનું જ ે રીતે સંકલન થયું છે તે રીતે દાંડીકૂ ચના અભ્યાસ અર્થે તે સંશોધકો, કલાકારો અને ખાસ કરીને ડૉક્યુમેન્ટરી ફોટોગ્રાફર માટે ઉપયોગી બની રહે શે.
ગુલામ મોહમ્મદ શેખ લખે છે કે, “નિસર્ગની સુંદરતા હોય કે નીરસ શહે રી વ્યવસ્થા, આ છબિઓ દાંડીકૂ ચના સત્યાગ્રહી અને સાક્ષીઓ સાથે અનુબંધ કરી આપે છે અને ઘણાં સ્થળ, પ્રસંગોને જીવંત બનાવી સ્પષ્ટ આકાર આપે છે.” આ પુસ્તકમાંની તસવીરોનું પ્રદર્શન યોજાયું ત્યારે જ પુસ્તકનું વિમોચન થયું હતું. તે વેળાએ લેખકના પિતા અમિત અંબાલાલે કહ્યું હતું કે, “અનુજ ે મંગાવેલાં અનેક પુસ્તકોનાં નાણાં મેં ચૂકવ્યાં છે. અનુજ એમાંથી આટઆટલું શીખ્યો છે તેનો મને આનંદ છે. અને કલાકાર તરીકે પણ મને સંતોષ એ વાતનો છે કે આ તસવીરોમાં રહે લી સાદગી અને સહજતા એવી છે કે જ ે બાપુને પણ પસંદ પડી હોત.” અમિત અંબાલાલે દીકરાના કાર્ય સંદર્ભે કરે લી આ પ્રશંસા એક દિગ્ગજ કલાકારે કરે લી ટિપ્પણી તરીકે વધુ યોગ્ય લાગે છે. પુસ્તક એ રીતે પણ વિશેષ છે કે દરે ક તસવીરમાં સ્થળોને જ ેવાં છે તેવાં જ જોઈ શકાય છે. છબિનું સર્જન અને તેમાં થયેલો પ્રકાશનો ઉપયોગ રિક્ત જગ્યાઓમાં શૂન્યતાની જ નહીં, પણ શાંતિની અનુભૂતિ કરાવે છે. દરે ક તસવીર એક નોંધ જ ેવી છે, અને તે નોંધ અનુજના મનમાં કંડારાયેલી છે. દાંડીકૂ ચની આ તસવીરો જોવામાં સાદી અને સહજ લાગી શકે, છતાં તેની પૃષ્ઠભૂમિમાં રહે લા પ્રસંગો તેને જીવંત કરે છે. દરે કેદરે ક તસવીર બોલકી છે, તે પછી બેન કિંગ્સલે જ ેવા દેખાતા ગાંધીના બાવલાનો ફોટો હોય કે પછી સત્તાણુમા પાને નાપા ગામમાં આવેલી ધર્મશાળાના ચણી દેવાયેલ દરવાજાનો ફોટો હોય. અનુજ ે પુસ્તકમાં એક ઠેકાણે તેની આ
नवजीवन નો અક્ષરદેહ [ નવેમ્બર ૨૦૨1]
395
ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ દુન્યવી કાર્યક્રમોની વચ્ચે પણ ગાંધીજીની મોક્ષની ઝંખના અવિરતપણે ચાલતી રહે તી અને આ માસમાં જ ે પ્રથમ પત્ર લખાયો છે તેમાં તેઓ મથુરદાસ ત્રિકમજીને લખે છે : “આજન્મે મોક્ષને લાયક આજ નથી થયો. મારી તપશ્ચર્યા એટલી બળવાન નથી. વિકારોને હં ુ વશ રાખી શકું છુ .ં પણ વિકારોરહિત નથી થયો. સ્વાદને દાબી શકું છુ ,ં પણ જીભ સ્વાદ લેતી બંધ નથી થઈ. વિષયાન્દ્રિયોને દાબમાં રાખે તે સંયમી છે, પણ જ ેની ઇન્દ્રિયો અભ્યાસ વડે વિષય ભોગવવા અશક્ત થઈ છે તે સંયમાતીત છે, મોક્ષગત છે. સ્વરાજની લાલચે પણ હં ુ મોક્ષનો પ્રયત્ન ન છોડુ.ં ” [ગાં. અ. ૨૧ : ૩૩૫]. મોક્ષની તાલાવેલી જ ેમ તેમને હતી તેમ સ્વરાજનીયે હતી. પરં તુ સ્વરાજ માટે તેમની આવશ્યક શરતો હં મેશા રહે તી. એ શરતો यंग इन्डियाમાં નવેમ્બરના ત્રીજી તારીખના અંકમાં નોંધી છે. અહીં ગાંધીજી લખે છે : “સવિનયભંગ કેવળ એ લોકો જ કરી શકે જ ેઓ રાજ્યે કરે લા ત્રાસદાયક કાયદાઓનું પાલન, તે પોતાના આત્મા કે ધર્મને દૂભવનારા ન હોય તો, રાજીખુશીથી કરવામાં માનતા હોય અને એટલી જ રાજીખુશીથી સવિનયભંગ સજા સહન કરવા તૈયાર હોય. ... ખિલાફત, પંજાબ કે સ્વરાજ માટે સવિનય કાયદાભંગ કરનારાઓ હિં દુમુસ્લિમ એકતામાં સંપૂર્ણપણે માનતા હોવા જોઈએ.... સવિનય કાયદાભંગ કરનારને સ્વદેશીમાં વિશ્વાસ હોવો જોઈએ.” [ગાં. અ. ૨૧ : ૩૪૧]. આંદોલન કરવા પૂર્વે શરતો રાખવાનું સાહસ ગાંધીજી કરી શક્યા હતા. આંદોલન સાથે જાહે રજીવનમાં અન્ય પ્રવૃત્તિઓની પણ ભરમાર છે. અમદાવાદમાં શ્રીમદ્ રાજચંદ્રની જયંતી પ્રસંગે ગાંધીજીએ દયાધર્મ વિશે વિગતે વ્યાખ્યાન આપ્યું છે. તેઓ દયાધર્મને એટલે ઊંચે ચઢાવે છે કે તેમાં કોઈના તરફ દ્વેષનો છાંટો સુધ્ધાં રાખતા નથી. આ વ્યાખ્યામાં દયાધર્મનો વિશાળ અર્થ કરતાં તેઓ કહે છે : “જીવને દુભાવવો, દુશ્મન માનવો એ પાપ છે. જ ે એમ ઇચ્છે કે જનરલ ડાયરને ફાંસી દઈએ, સર માઇકલ ઑડવાયરને બળતા અંગારમાં નાખવો જોઈએ, - તે નથી શ્રાવક, નથી વૈષ્ણવ, નથી હિં દુ. તે કંઈ જ નથી. અહિં સાનું રહસ્ય એ જ છે કે ગુસ્સો રોકવો, આત્માની મલિનતા દૂર કરવી. જનરલ ડાયરની પરીક્ષા કરનાર હં ુ કોણ? હં ુ જાણું છુ ં કે હં ુ રોષથી ભરે લો છુ ,ં કેટલાયના મનમાં મનમાં ખૂન કરતો હોઈશ. હં ુ જનરલ ડાયરની પરીક્ષા કરનાર કોણ? એટલે મેં નિશ્ચય કર્યો કે, તલવારથી મને કોઈ મારે , પણ મારે તેને મારવો નહીં, એ દયાધર્મ છે, અસહકારની પ્રવૃત્તિનું રહસ્ય છે.” [ગાં. અ. ૨૧ : ૩૮૮] આ બધાની વચ્ચે તેમણે સંયુક્ત પ્રાંતમાંથી એક ભાઈને ઉત્તર આપવાના સંદર્ભે ‘ગાળ કોને કહે વી?’ એવો લેખ પણ લખ્યો છે. ગાળ એટલે શું એમ તપાસતાં તેઓ લખે છે : “કોશમાં ગાળનો અર્થ અપશબ્દ, ગેરશુકન એવો આવે છે. અપશબ્દ એટલે ખોટો શબ્દ, શબ્દનો અવળો અગર ખોટો ઉપયોગ, એટલે કે જો ચોરને હં ુ ચોર કહં ુ અગર લફં ગાને લફં ગો કહં ુ તો હં ુ એને 396
[ નવેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ
અપશબ્દ કે ગાળ બોલું છુ ં એમ ન જ કહે વાય. ...એટલું જ કે માણસ જ ે વિશેષણ વાપરે તે તેણે ઇરાદાપૂર્વક વાપરે લું હોવું જોઈએ અને તે સાબિત કરી આપવાની તેની તૈયારી હોવી જોઈએ. આ દૃષ્ટિએ જોતાં દરે ક દાખલામાં અને દરે ક પ્રસંગે વપરાયેલાં વિશેષણોને વખોડી કાઢવા હં ુ અસમર્થ છુ .ં ” [ગાં. અ. ૨૧ : ૪૦૭] આ રીતે પૂરા નવેમ્બર માસમાં ‘નીતિબળ’, ‘સત્ય એટલે શું’?, ‘આત્મનિરીક્ષણ’, ‘નિર્દોષ સામે ગુનેગાર’, ‘દયાધર્મ’, ‘પરીક્ષા’, ‘કલમ અને તલવાર’ જ ેવા લેખ ગાંધીજીએ લખ્યા છે. ‘નીતિબળ’ મથાળેથી લખેલા લેખમાં તેઓ લખે છે : “માણસના જીવનનો પાયો નીતિ છે. એ પાયાથી માણસ ચળ્યો તે જ ક્ષણે તે ધાર્મિક મટે છે. નીતિનિયમોની ઉપરવટ થઈને ધર્મપાલન કરવાની વાત ભ્રમજાળમાત્ર છે. દાખલા તરીકે માણસ જૂ ઠ આચરે , દયાધર્મ છોડે, અસંયમી બને, અને છતાં ઈશ્વર પોતાની બાજુ એ છે એવો દાવો કરે એ હાસ્યાસ્પદ છે.” [ગાં. અ. ૨૧ : ૪૩૮]
૧૯૨૧ નવેમ્બર ૧ અમદાવાદ. ૨ દિલ્હી : ઉતારો ડૉ. અનસારીને ત્યાં. ૩ દિલ્હી : વર્કિંગ કમિટીની બેઠકમાં હાજર. ખિલાફત કમિટીની કચેરીની મુલાકાત. ૪ દિલ્હી : ઑ. ઇ. કૉં. ક.ની બેઠકમાં હાજર; પ્રાંતિક સમિતિઓને યોગ્ય લાગે તો અને ત્યારે સત્યાગ્રહ કરવાની છૂટ આપતો ઠરાવ થયો. ૫ દિલ્હી : એની તેમજ વર્કિંગ કમિટીની બેઠકોમાં હાજર. ૬થી ૭ દિલ્હી : અખિલ હિં દ હિં દુ પરિષદમાં હાજર અને ભાષણ, પ્રમુખ લાલા લજપતરાય. ૮ દિલ્હી. મથુરા : દિલ્હી પ્રાંતિક પરિષદમાં ભાષણ, પ્રમુખ મોતીલાલ
નેહરુ. ૯ ફીરોઝપુર : જાહે ર સભા. લાહોર : ઉતારો લાલ લજપતરાયને ત્યાં. રાષ્ટ્રીય કૉલેજના પદવીદાન સમારં ભમાં પ્રમુખપદે, સમય સાંજ ે પાંચ, સ્થળ બ્રૅડલો હૉલ. ૧૦ લાહોર : લાલ લજપતરાયના પ્રયાસથી સ્થાપવામાં આવેલાં સર્વન્ટ્સ ઑફ પીપલ્સ સોસાયટી અને ટિળક સ્કૂલ ઑફ પોલિટિક્સ સંસ્થાઓનું ઉદ્ઘાટન. પ્રાંતિક સમિતિની બેઠકમાં હાજર, સભાઓ — વેપારીઓની જુ દી જુ દી, હિં દુ નેતાઓની અને મુસ્લિમ નેતાઓની. જાહે ર સભા, બહુ અવ્યવસ્થા; બોલ્યા વિના પાછા આવ્યા.1
1. આધાર નં. ૬૩ના ૧૯૨૨ના અંકના પાના બાવન ઉપર જણાવ્યું છે કે લૉર્ડ લૉરે ન્સનું બાવલું ખસેડવાના મ્યુનિસિપાલિટીના પ્રયત્નમાં સાથ આપવા, ગાંધીજીએ, આ સભામાં અનુરોધ કર્યો. આ બાબતમાં આ અધિકારીના એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ક્લમ હતી. અને તકતીમાં હિં દીઓને ઉદ્દેશીને લખ્યું હતું, ‘તમારા ઉપર તલવારથી રાજ ચલાવવામાં આવે તે તમને પસંદ છે કે કલમથી ચલાવવામાં આવે તે પસંદ છે?’
नवजीवन નો અક્ષરદેહ [ નવેમ્બર ૨૦૨1]
397
૧૧ અજમેર : રાત્રે બાર વાગે આવ્યા. ૧૨ અજમેર : સત્કાર, સરઘસ, જાહે ર સભા. મુલાકાતો — રાષ્ટ્રીય શાળાની અને ખ્વાજા મુઇનુદ્દિન ચિસ્તીસાહે બની દરગાહની. ૧૩ અમદાવાદ : પ્રાંતિક સમિતિમાં પ્રમુખપદે. ૧૪ અમદાવાદ. ૧૫ અમદાવાદ : શ્રીમદ્ રાજચંદ્રની જયંતીની ઉજવણીમાં પ્રમુખપદે, સમય સાંજ ે સાડા પાંચ, સ્થળ દશા નાગર વણિકની વાડી. ૧૬ અમદાવાદ. ૧૭1 મુંબઈ : જાહે ર સભામાં ભાષણ કર્યું તથા પરદેશી કાપડની હોળી સળગાવી, સમય સવારે દશ, સ્થળ ઍલ્ફિન્સ્ટન મિલનું મેદાન. ૧૮ મુંબઈ. ૧૯ મુંબઈ : ૧૭મીએ શરૂ થયેલું તોફાન શમ્યું નહીં એટલે એના વિરોધમાં સવારે સાડા ત્રણ વાગ્યાથી ઉપવાસ શરૂ કર્યા. ૨૦ મુંબઈ : ઉપવાસ ચાલુ. પોતાની તથા બીજા આગેવાનોની સહીથી, શાંતિ
જાળવવા વિંનતી બહાર પાડી. ૨૧ મુંબઈ : ઉપવાસ ચાલુ. ૨૨ મુંબઈ : તોફાન શાંત પડતાં, કોમી આગેવાનોની હાજરીમાં, ફળાહાર કરી ઉપવાસ છોડ્યો; સમય સવારના સાડા આઠ; સ્થળ જ ેઠાલાલ ગોવિંદજીનું મકાન. વર્કિંગ કમિટીની બેઠકમાં હાજર. ૨૩ મુંબઈ : બેઠક ચાલુ; ઠરાવ્યું (૧) સત્યાગ્રહ શરૂ કરવાની છૂટ આપતા ઠરાવનો અમલ મોકૂ ફ રાખવો, (૨) તોફાનોનો વ્યવસ્થિત સામનો કરવા સ્થાયી સેવાદળ ઊભું કરવું. ૨૪થી ૨૬ મુંબઈ. ૨૭ અમદાવાદ : શુદ્ધ ખાદીના પોશાકમાં નીકળેલા વરઘોડામાં હાજર. આના માટે ખાસ મુંબઈથી આવ્યા હતા.2 ૨૮ અમદાવાદ : મુંબઈના રમખાણથી વ્યગ્ર થઈને, જ્યાં સુધી સ્વરાજ ન મળે ત્યાં સુધી દર સોમવારે ચોવીસ કલાકનો ઉપવાસ કરવા કરે લા નિશ્ચયનો અમલ આજથી શરૂ કર્યો. ૨૯થી ૩૦ અમદાવાદ.
1. (૧) આજ ે પ્રિન્સ ઑફ વેલ્સ મુંબઈ બંદરે ઊતર્યા; એ વખતે તોફાનો થયાં. (૨) આજકાલમાં, માંદા ઇન્દુલાલ યાજ્ઞિકની ખબર કાઢવા ડૉ. દેશમુખની હૉસ્પિટલમાં ગયા. 2. (૧) શેઠ પૂંજાભાઈ હીરાચંદના ભાણેજ ઘેલાભાઈ મણિલાલનો વરઘોડો હતો. (૨) પોલીસ ખાતાની નોંધમાં એવી મતલબનું લખાણ છે કે વરઘોડામાં હાજર રહે લા ઘણા લોકોએ પરદેશી વસ્ત્રો પહે રેલાં હોવાથી ઉદ્વેગ થવાથી ગાંધીજી એ વરઘોડામાંથી નીકળી ગયા હતા.
398
[ નવેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ
હે લન કે લરની આત્મકથા : મઝધાર
અનુ. વિઠ્ઠલદાસ મગનલાલ કોઠારી
જન્મે તંદુરસ્ત પણ ૧૮ માસની ઉંમર પછી થયેલી સખત બીમારીના કારણે અંધ અને બધિર અને પરિણામે મૂક થઈ જનાર હે લર કેલરની ૨૧ વર્ષ સુધીની આત્મકથા Story of My Life – અપંગની પ્રતિભા નામે પ્રકાશિત થઈ છે. તેનો બીજો ભાગ એટલે Midstream – My Latter Life – મઝધાર નામે પુનઃમુદ્રિત કરાઈ છે. આ આત્મકથામાં ઘટનાઓ તો છે જ, પરં તુ એ ઘટના ઘટી તે વખતે એમણે જ ે અનુભવ્યું તેને વ્યક્ત કરવાનું ટાળ્યું નથી, બલકે એના અનુષંગે ભીતરની ભાવના કે મથામણ નિઃસંકોચ છતી કરી છે. [જુ લાઈ-સપ્ટેમ્બર ૨૦૧૭માં પ્રફુલ્લ રાવલ લિખિત પુસ્તકપરિચયમાંથી, પેપરબેક, સાઇઝ : ૪.૭૫ “X ૭”, પાનાં : ૧૨ + ૩૦૦, રૂ. ૧૫૦]
ઍબ્રહામ લિંકનનું જીવનચરિત્ર
લેખક : મણિભાઈ ભ. દેસાઈ
મહાન રશિયન સાહિત્યકાર, લોકસેવક અને મુમુક્ષુ સંત પુરુષ ટૉલ્સ્ટૉયે લિંકનના સંબંધમાં કહ્યું : “લિંકન લઘુ સ્વરૂપે ઈશુ ખ્રિસ્ત હતો, માનવજાતનો સંત હતો અને તેનું નામ ભાવિ પેઢીઓની લોકકથાઓ તેમજ પુરાણકથાઓમાં હજારો વરસ સુધી જીવતું રહેશે. આપણે હજી તેની મહત્તાની એટલા બધા સમીપ છીએ કે, તેની દૈવી શક્તિઓ આપણે ભાગ્યે જ સમજી શકીએ એમ છીએ; પણ થોડી સદીઓ બાદ આપણી ભાવિ પેઢીઓને, આપણને તે લાગે છે તેના કરતાં ઘણો જ મહાન લાગશે.”
399
[ઍબ્રહામ લિંકન પુસ્તકમાંથી, ફોર કલર ટાઇટલ, પાકું પૂંઠુ ં : ૫.૫”X૮.૫”, પાનાં ૬૦૮, રૂ. ૫૦૦]
“કરોડોનાં હાડકામાં કંઈક ચરબી ભરાશે, એમ આશાયે ને આશાયે તણાયાં કરૂં છુ .ં ..” – મો. ક. ગાંધી
૪૦૦