વર્ષૹ ૧૦ અંકૹ ૦૨-૦૩ સળંગ અંકૹ ૧૦૬-૧૦૭ • ફે બ્રુ.-માર્ચ ૨૦૨૨
છૂ ટક કિંમત ઃ _ ૨૫
હિં દુમુસ્મિલ એકતા : ગાંધીજીની દૃષ્ટિએ
૧
વર્ષૹ ૧૦ અંકૹ ૦૨-૦૩ સળંગ અંકૹ ૧૦૬-૧૦૭ • ફે બ્રુ.-માર્ચ ૨૦૨૨ છૂ ટક કિંમત ઃ _ ૨૫ સંપાદકીય . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩ ૧. ભારતમાતાની બે આંખો ૫ • હિં દી અને ઉર્દૂ લિપિ ૫ • दया धर्म का વિવેક દેસાઈ मूल है। ૬ • ગૌરક્ષણ બળાત્કારથી બની શકે એમ નથી ૮ • હિં દીઉર્દૂનો સ્વાભાવિક સંગમ ૮ • હિં દુમુસલમાન એકતાનું વ્રત ૯ • સંપાદક સહભોજન, લગ્નસંબધ અને એકતા ૧૧ • ‘‘વિભૂતિ અને રુદ્રાક્ષના કિરણ કાપુરે માળાથી વિભૂષિત...’’ ૧૨ • એકબીજા પ્રત્યે ભય એકતાનો પરામર્શક આધાર ન હોઈ શકે ૧૩ • અવેજ વિનાની દોસ્તી ૧૪ • ‘‘નમતું કપિલ રાવલ આપ્યું છે તે જ પક્ષની જીત થશે’’ ૧૬ • ‘‘રાષ્ટ્રની નીતિમત્તાને હિં સાએ જ ેટલી નીચી પાડી છે...’’ ૧૮ • અધીરા ન બનીએ... ૧૯ સાજસજ્જા • ‘‘સમુદાયમાં બચાવી શકાય તે ધર્મ નથી...’’ ૧૯ • એકતા અંગે અપૂર્વ આશર થતા પ્રશ્નો... ૨૦ • હિં દુમુસલમાન ૨૦ • ‘‘લાતનો ઉત્તર ગોળી આવરણ ૧ એમ પાપ વધતું જ જાય છે’’ ૨૧ • ‘‘મિત્રતા કરે ને દુશ્મનાવટ લણે કાશ્મીરી ટોપીમાં મો. ક. ગાંધી - ૧૯૧૫ એ બનવાજોગ નથી.’’ ૨૨ • હિં દુઓ અને મોપલાઓ ૨૨ • ‘‘એક [સં. મહાત્મા ગ્રંથ-૧ લે. ડિ. જી. તેન્ડુલકર ] પોતાની ફરજ ન અદા કરે તોપણ...’’ ૨૪ • ગોવધ ૨૬ • મારી આસ્થા ૨૭ • ‘‘મારો ધર્મ સૌના ઉપર સરખો જ પ્રેમ...’’ ૨૮ • હિં દુઓને ઠપકો આપવાનો મને પૂરેપૂરો અધિકાર છે’’ ૨૯ • આવરણ ૪ હૃદયની એકતા ૨૯ • એકતા અર્થે બહુમતીનો આપભોગ ઐતિહાસિક ચુકાદો આવશ્યક ૩૦ • ‘‘હિં દુ ધર્મ એવું નથી શીખવતો કે મારે બીજા [૧૮ માર્ચ ૧૯૨૨] ધર્મનો નાશ કરવો.’’ ૩૧ • વિવાદનો કોયડો ૩૧ • આ રોગના ચિકિત્સક તરીકે...’’ ૩૨ • ઇસ્લામ કે મુસલમાનો માટેનું નક્કર કામ બતાવશો? ૩૩ • ‘‘વાર્યા નથી કરતા તે હાર્યા’’ કરશે... ૩૩ વાર્ષિક લવાજમ ઃ • ‘‘લવાદીની શાણી અને સુધરે લી રીત અપનાવવા સૂચવી શકું’’ _ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં) ૩૪ • ‘‘ઈશ્વરની કૃ પાથી એક દિવસ આ એકતા ચોક્કસ સિદ્ધ થશે’’ ૩૪ • ‘‘જ ે માણસનું પેટ પોકારે છે...’’ ૩૫ • પ્રાણાર્પણનું લવાજમ મોકલવાનું સરનામું સંકલ્પબળ ૩૬ • મતભેદો તીવ્ર હોય તોપણ... ૩૭ • એકબીજાના વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ધર્મનું જ્ઞાન મેળવવું આવશ્યક ૩૮ • ‘‘ધર્મ તો નમ્રતામાં છે’’ ૩૮ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ • ‘‘અહિં સા બીકણ કે નમાલાનો ધર્મ નથી...’’ ૩૯ • શૌકતઅલીને આશ્રમ રોડ, અમદાવાદ – ૩૮૦ ૦૦૯ પત્ર ૪૦ • હિં દુમુસ્લિમ પ્રશ્ન ૪૧ • અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ • ૨૭૫૪૨૬૩૪ ૪૨ • હિં દુમુસલમાન એકતા ૪૨ • ‘‘આખરે તમે કઈ વસ્તુઓ માટે • લડી રહ્યો છો?...’’૪૩ • ‘‘સ્વરાજમાં કોઈ પણ ધર્મનો પક્ષપાત ન સૌરભ પુસ્તક ભંડાર હોય’’ ૪૪ • કરાંચીની જમિયત-ઉલ-ઉલેમાની પરિષદમાં ૪૪ • બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમેન્ટ, ‘‘સાટુ ં વાળવામાં હં ુ માનતો નથી’’ ૪૫ • વર્ણ અને કોમ ૪૫ • ‘‘ડર સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, અને વહે મમાં સામસામાનાં ગળાં કાપવા દોડીએ છીએ’’ ૪૬ • મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨ અંગ્રેજી અમલ પહે લાં ૪૭ • અરસપરસ વિશ્વાસ ૪૭ • e-mail":"sales@navajivantrust.org ૨. પ્રથમ દર્શને ગાંધી : હે નરી એસ. એલ. પોલાક . . . . . . website":"www.navajivantrust.org . . . . . . . . . . . . . . . . . . સોનલ પરીખ. . ૪૮ https://www.facebook.com/ ૩. ચિત્તરં જન વોરા : પ્રશિષ્ટ પુસ્તકોના પ્રચ્છન્ન અનુવાદક navajivantrust/ . . . . . . . . . . . . . . . . . . . સંજય ભાવે. . ૫૩ ૪. દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં . . . . . ચંદુલાલ ભ. દલાલ. . ૫૫ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું. તંત્રી
૨
હિં દુમુસ્લિમ ઐક્ય : ગાંધીજીની દૃષ્ટિએ
સદીઓથી ચાલતો આવતો હિંદુમુસ્લિમનો પ્રશ્ન હજુ સુધી અપ્રસ્તુત બન્યો નથી, તે આપણી
કમનસીબી છે. અતીત અને વર્તમાનની અનેક ઘટનાઓ તેના મૂળમાં છે. આ બંને ધર્મોની એકતા સ્થાપવા કામ થતું આવ્યું છે; છતાં હજુ સુધી ઐક્યનો મજબૂત આસાર દેખાતો નથી અને બંને ધર્મના લોકો વચ્ચે ખાઈ ઊંડી ને ઊંડી થતી ગઈ છે. હિંદુમુસલમાનોમાં વધતા અંતરનું સૌથી મોટુ ં પરિબળ રાજકારણ છે. હાલમાં હિજાબનો મુદ્દો સપાટી પર આવ્યો છે અને તેનાથી વાતાવરણ ફરી ડહોળાયું છે. એ રીતે સમયાંતરે ગૌરક્ષા, મંદિર-મસ્જિદથી માંડીને અનેક નાના-મોટા મુદ્દાને લઈને બંને ધર્મીઓની તંગદિલી વધતી રહી છે. ચૂંટણી વેળાએ તો આ બંને કોમની ભેદની વાતો છાપરે ચઢીને પોકારાય છે. તંગદિલી વધે એવા અનેક મુદ્દાઓ દેશની ગલીએ ગલીએ મોજૂ દ છે. જોકે આ બંને પ્રજાનાં અવિરત ઘર્ષણ છતાંય તેમની વચ્ચે સમન્વય સધાયો છે. આ સમન્વય એટલો વિસ્તર્યો છે કે ભારતની ભૂમિ પર એક વેગળી ઇસ્લામિક સંસ્કૃતિ ખીલી છે. આ સમન્વય દેશના અલગ અલગ ખૂણે વેગવેગળો છે અને તેમાં પંદર સદી જ ેટલો સમયગાળો વીતી ચૂક્યો છે. દેશની વ્યાખ્યામાં ભારતનું ક્ષેત્ર બંધાયું નહોતું તે અગાઉ સાતમી સદીમાં ઇસ્લામ ધર્મ અહીં સ્થાયી થયો, તે પહે લાં પ્રવાસી ધર્મ તરીકે તે ઓળખાયો. વેપાર સહિતના અલગ અલગ માર્ગે ઇસ્લામ ભારતમાં પાંગરતો ગયો. તેમાં કેટલાંક ઉદાહરણ ચઢાઈનાં પણ છે; જ ેમાં પહે લવહે લું નામ ઈ. સ. 712માં ઇરાકના ગવર્નરના જમાઈ મોહમ્મદ બિન કાસીમનું છે, જ ેણે સિંધ પર ચઢાઈ કરીને તે કબજ ે કર્યું હતું.1 તે પછી હિંદુમુસ્લિમ વચ્ચેના સંઘર્ષ કાયમ બની રહ્યા છે. અરબસ્તાન અને મધ્ય એશિયાથી આવેલો ઇસ્લામ ઈ. સ. 1526થી 1707 દરમિયાન પૂરા ભારતભરમાં પ્રસર્યો. ભારતીય ઉપખંડમાં ઇસ્લામનો આ સુવર્ણયુગ હતો.2 અંગ્રેજોના શાસન દરમિયાન વૈમનસ્યની આ ઘટના ઓર વધી. તેમાં સમાંતરે ક્યાંક એકતા દૃશ્યમાન થઈ. વિશેષ કરીને અંગ્રેજો સામેની લડાઈમાં બંને કોમ ખભા મિલાવીને લડી. હિંદુમુસ્લિમ વચ્ચેના આટલા લાંબા ઘર્ષણ-સમન્વયકાળમાં મહત્ત્વનો પડાવ ત્યારે આવ્યો જ્યારે ગાંધીજી 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા. અહીંથી હિંદુમુસ્લિમ ઐક્યનું નવું પ્રકરણ લખાવાની શરૂઆત થઈ. દક્ષિણ આફ્રિકાના નિવાસ દરમિયાન હિંદુમુસ્લિમ ભાઈચારાની વાત ગાંધીજીના મનમાં પાકી થઈ ચૂકી હતી. આફ્રિકામાં બંને કોમ સહજતાથી 1. પુ : અન્ડરસ્ટૅન્ડિંગ મુસ્લિમ માઇન્ડ્સ, લે. રાજમોહન ગાંધી, પૃ. ૩. 2. પુ : ધ મુઘલ એમ્પાયર: ૧૫૨૬-૧૭૦૭, લે. ડૉ. આર. સી. મજુ મદાર, પ્રસ્તા.
नवजीवन નો અક્ષરદેહ [ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨]
3
એકમેક સાથે રહે તી અને તે વાતાવરણમાં ગાંધીજીએ બે દાયકા સુધી કામ કર્યું. હળીમળીને રહે વાનો તેમનો ધ્યેય કાયમી હતો, અને તેથી ભારતમાં આવતાંવેંત તેમણે સુધારક સર સૈયદની વાત અનેક ઠેકાણે ટાંકી છે. સર સૈયદ અહમદનું કહે વું હતું કે ‘હિંદુ અને મુસલમાન ભારતમાતાની બે આંખો છે’. આ સમજણ સાથે અને સમય જતાં મળતા અનુભવે ગાંધીજીએ હિંદુ અને મુસલમાનના ઐક્યનું કાર્ય જોરશોરથી ઉપાડ્યું. તેમાં એક અગત્યનો પડાવ 1919થી આરં ભાયેલા ખિલાફત આંદોલનનો આવ્યો. આ આંદોલન મૂળે તુર્કીના સુલતાનને — ખલીફાને ધાર્મિક પદ મળે તે અંગેનું હતું. ખલીફા આરબ રાજ્યોમાં આવેલાં ઇસ્લામનાં પવિત્ર સ્થળોના સર્વોપરી હતા. ભારતના મુસ્લિમો તે વખતે એમ ઇચ્છતા હતા કે તુર્કીના સુલતાનનો — ખલીફાનો અધિકાર કાયમ રહે . આ માટે ભારતના હિંદુઓને તેમણે મુસલમાનોના પડખે રહે વાનું આહ્વાન કર્યું. ઐક્યની ભાવના કેળવાઈ. જોકે આ દરમિયાન પણ દેશભરમાં છૂટાંછવાયાં રમખાણો થતાં હતાં. આ બધાંની વચ્ચે જાગ્રતતા આણવા તેઓ રમખાણગ્રસ્ત વિસ્તારોમાં ગયા, ખૂબ લખ્યું — બોલ્યા. ઐક્યના આ પ્રયાસોમાં એક મોટી આડખીલી મલબારના મોપલા ઉપદ્રવે ઊભી કરી. કેરળના મલબારમાં આ ઉપદ્રવ રૂપે આરબ વસાહતીઓના વશંજ — મોપલાઓએ તેમના પાડોશી હિંદુઓ પર હુમલો કર્યો અને અત્યાચાર ગુજાર્યો. 1921માં બનેલી આ ઘટનાથી ઐક્ય માટેના પ્રયાસોમાં દીવાલ ઊભી થઈ. આ ઘા રૂઝવવા તેમણે દિલથી પ્રયાસ કર્યા, પણ બળવાના પ્રત્યાઘાતો લાંબા સમય સુધી પડતા રહ્યા. આવી નાની-મોટી અનેક ઘટનાઓ વચ્ચે ગાંધીજી હિંદુમુસ્લિમ વિવાદ સંદર્ભે ખૂબ પ્રવૃત્ત રહ્યા છે. વર્તમાન સમયે ગાંધીજીના તે વિચારોને મૂકવાની જરૂર વર્તાઈ અને તેના પર કામ કર્યું છે. આ અંકમાં સમાવેલા હિંદુમુસ્લિમ અંગેના તેમના વિચારો ‘ગાંધીજીનો અક્ષરદેહ’ના 50 ગ્રંથો સુધીના છે. સમયની રીતે આ ગાળો ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યાથી લઈને ઑગસ્ટ 1932 સુધીનો છે. ઉપરાંત જ ે લખાણો અહીં સમાવ્યાં છે તે વર્તમાન સંદર્ભે પ્રસ્તુત જણાય તે રીતે મૂક્યાં છે. સંપાદિત કરીને યોગ્ય જણાય એટલો જ હિસ્સો મૂક્યો છે. કેટલાંક ઠેકાણે તત્કાલીન સમયના સંદર્ભ આવે છે તે સંદર્ભો મૂળ મુદ્દાને હાનિ ન પહોંચાડે એવા હોય તો તેને રહે વા દીધા છે. ગાંધીજીની દૃષ્ટિએ હિંદુમુસ્લિમ વિવાદને સમજવાનો પ્રયાસ આ અંકમાં કર્યો છે; સાથે તેમાંથી શક્ય એટલું સારું લઈને અમલ કરવાનો છે. ગાંધીજી કહે છે તેમ તેમાં જ બંને કોમની ભલાઈ છે. આ પ્રયાસ અધૂરો લાગી શકે કારણ દેશમાં હિંદુમુસ્લિમ વિવાદમાં અહીં સમાવિષ્ટ સમયગાળા પછી પણ અગત્યની ઘટનાઓ બની છે; તેને ભવિષ્યમાં આવરીશું. - સંપા૦
4
[ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
ભારતમાતાની બે આંખો હિંદુમુસ્લિમ પ્રશ્નોની બાબતમાં મારે હજી ઘણું જાણવાનું બાકી છે. પરંતુ હં ુ મારા દક્ષિણ આફ્રિકાના એકવીસ વર્ષના અનુભવને હમેશ મારી નજર સામે રાખીશ અને મને સર સૈયદ અહમદનુ1ં પેલું એક વાક્ય હજી પણ યાદ છે. એમણે કહ્યું હતું કે હિંદુ અને મુસલમાન ભારતમાતાની બે આંખો છે અને જો એક આંખ એક તરફ જોશે અને બીજી આંખ બીજી તરફ જોશે, તો બેમાંથી એકેય કશું જોઈ શકશે નહીં અને જો એક આંખ જશે, તો બીજી આંખનું તેજ પણ એટલે અંશે ઘટશે. બંને કોમોએ ભવિષ્યમાં આ વાત ધ્યાનમાં રાખીને ચાલવું જોઈએ. [ગાં. અ. ૧૩ : ૯-1૦]
હિંદી અને ઉર્દૂ લિપિ હિંદી ભાષા હં ુ એને કહં ુ છુ ં કે જ ે ઉત્તરમાં હિંદુ તથા મુસલમાન બોલે છે ને દેવનાગરી અથવા ઉર્દૂ લિપિમાં લખે છે. આ વ્યાખ્યા સામે કંઈક વિરોધ જોયો છે. એવી દલીલ થતી જોવામાં આવે છે કે હિંદી અને ઉર્દૂ બે નોખી ભાષા છે. આ દલીલ વાસ્તવિક નથી. ઉત્તર વિભાગમાં મુસલમાન અને હિંદુ બંને એક જ ભાષા બોલે છે. ભેદ શિક્ષિત વર્ગે પાડ્યો છે. એટલે કે હિંદુ શિક્ષિત વર્ગે હિંદીને કેવળ સંસ્કૃતમય કરી મૂકી છે, તેથી કેટલાક મુસલમાન તે નથી સમજી શકતા. લખનૌના મુસલમાન ભાઈઓ ફારસીમય ઉર્દૂ બોલીને તે હિંદુથી ન સમજાય તેવી કરી મૂકે છે. આ બંને પરિભાષા છે ને તેને પ્રજાવર્ગમાં ક્યાંયે સ્થાન નથી. હં ુ ઉત્તરમાં રહ્યો છુ ,ં હિંદુમુસલમાન સાથે ખૂબ ભળ્યો છુ ,ં ને મારું હિંદી ભાષાનું જ્ઞાન ઘણું ઓછુ ં હોવા છતાં મને તેમની સાથે વ્યવહાર રાખવામાં જરાય અડચણ નથી આવી. જ ે ભાષા ઉત્તર વિભાગમાં જનસમાજ બોલે છે તેને ઉર્દૂ કહો કે હિંદી, બંને એક જ છે. ઉર્દૂ લિપિમાં લખો તો તે ઉર્દૂ નામે ઓળખો, તે જ વાક્યો નાગરીમાં લખો તો હિંદી કહે વાશે. હવે રહ્યો લિપિનો ઝઘડો. હાલ તુરત મુસલમાન છોકરા જરૂર ઉર્દૂ લિપિમાં લખશે, હિંદુ ઘણે ભાગે દેવનાગરીમાં લખશે. “ઘણે ભાગે” શબ્દનો પ્રયોગ કરું છુ ં કેમ કે હજારો હિંદુ આજ પણ પોતાનું હિંદી ઉર્દૂ લિપિમાં લખે છે, ને કેટલાક તો દેવનાગરી લિપિ જાણતા પણ નથી. છેવટે જ્યારે હિંદુમુસલમાન વચ્ચે જરા પણ શંકાની નજર નહીં રહે , જ્યારે અવિશ્વાસનાં બધાં કારણો દૂર થયાં હશે, ત્યારે જ ે લિપિમાં જોર રહે શે તે લિપિ વધારે ભાગે લખાશે, ને તે રાષ્ટ્રીય લિપિ થશે. દરમિયાન મુસલમાન ભાઈઓ અને હિંદુ જ ેને ઉર્દૂ લિપિમાં અરજી લખવી હશે તેની અરજી રાષ્ટ્રના સ્થાનમાં કબૂલ થવી જોઈશે. પાંચ લક્ષણો ધારણ કરવામાં આ હિંદીની હરીફાઈ કરનારી બીજી એકે ભાષા નથી. 1. સર સૈયદ અહમદ ખાન (૧૮૧૭–૧૮૯૮), કેળવણીકાર અને સુધારક; અલીગઢની મહાેમેડન ઍંગ્લોઑરિયેન્ટલ કૉલેજના સ્થાપક.
नवजीवन નો અક્ષરદેહ [ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨]
5
હિંદીથી બીજી પદવી બંગાળી ભોગવે છે. છતાં બંગાળી ભાઈ પણ બંગાળ બહાર હિંદીનો ઉપયોગ કરે છે. હિંદી બોલનારો જ્યાં જાય ત્યાં હિંદીનો ઉપયોગ કરે છે ને તે કોઈને આશ્ચર્યકારક નથી લાગતું. હિંદી ધર્મપ્રચારકો, ઉર્દૂ મોલવીઓ, આખા હિંદુસ્તાનમાં પોતાનાં વ્યાખ્યાનો હિંદીમાં આપે છે, ને અભણ પ્રજા તે સમજી લે છે. અભણ ગુજરાતી પણ ઉત્તરમાં જઈ હિંદીનો પ્રયોગ થોડોઘણો કરી લે છે ત્યારે ઉત્તરનો ભૈયો મુંબઈના શેઠની દરવાનગી કરતો છતો ગુજરાતીમાં બોલવાનો ઇનકાર કરે છે, ને શેઠ ભૈયાની સાથે ભાંગ્યુંતૂટ્યું હિંદી બોલી નાખે છે. મેં જોયું છે કે છેક દ્રાવિડ પ્રાંતમાં પણ હિંદીનો ધ્વનિ સંભળાય છે. મદ્રાસમાં તો અંગ્રેજીથી વ્યવહાર ચાલે એ કહે ણ બરાબર નથી. ત્યાં પણ મેં મારો વ્યવહાર હિંદીમાં ચલાવ્યો છે. સેંકડો મદ્રાસી ઉતારુને મેં ઇતર વર્ગ સાથે હિંદીમાં બોલતા સાંભળ્યા છે. વળી મદ્રાસના મુસલમાન ભાઈ તો બરોબર હિંદી બોલી જાણે છે. સમસ્ત હિંદુસ્તાનના મુસલમાન ઉર્દૂ બોલે છે એ અહીં ધ્યાનમાં રાખવા જ ેવું છે ને તેઓની સંખ્યા બધા પ્રાંતોમાં નાનીસૂની નથી. આમ હિંદી ભાષા રાષ્ટ્રીય ભાષા તરીકે નિર્માણ થઈ ચૂકી છે. તેને આપણે ઘણાં વર્ષો પૂર્વે રાષ્ટ્રીય ભાષા તરીકે વાપરી છે. ઉર્દૂની ઉત્પત્તિ પણ હિંદીની એ શક્તિમાં રહે લી છે. મુસલમાની પાદશાહો ફારસી કે અરબીને રાષ્ટ્રીય ભાષા બનાવી શક્યા નહીં. તેમણે હિંદી વ્યાકરણ કબૂલ રાખી ઉર્દૂ લિપિ વાપરીને ફારસી શબ્દોનો વિશેષ ઉપયોગ કર્યો. પણ જનસમાજની સાથેનો વ્યવહાર તેનાથી પરદેશી ભાષા વડે ન થઈ શકયો. આ દશા કંઈ અંગ્રેજી રાજ્યકર્તાને અજાણી નથી. જ ેને લડાયક વર્ગનો અનુભવ છે તે જાણે છે કે સિપાહી વર્ગને સારુ સંજ્ઞાઓ હિંદી કે ઉર્દૂમાં રાખવી પડી છે. આમ હિંદી જ રાષ્ટ્રીય ભાષા થઈ શકે એમ આપણે જોઈએ છીએ. [ગાં. અ. ૧૪ : ૨૬-૨૭]
दया धर्म का मूल है! હિંદુમુસલમાન વચ્ચે જ ે ત્રુટી પડી ગઈ છે, બંને કોમનાં દિલ ખાટાં થયાં છે તે શી રીતે સાંધવાં? આ બંને કોમ વચ્ચે એખલાસ કરવો એ મારી જિંદગીનું કાર્ય છે. ૨૫ વર્ષ થયાં હં ુ એના ઉપાય વિચારતો આવ્યો છુ ં અને મુસલમાન ભાઈઓમાં વસતો આવ્યો છુ .ં એક જિલ્લામાં બે કોમ વચ્ચે જ ે તકરાર થઈ છે તેને આખા હિંદુસ્તાનની તકરાર બનાવવાની જરૂર નથી. બે ભાઈઓ પણ લડે છે, પરંતુ તેની અસર કુ ટુબ ં ઉપર થવી જોઈતી નથી. તેમ આ બંને કોમોએ પોતાની તકરાર પ્રાંતની બહાર લઈ જવાનું કારણ નથી. મુસ્લિમ લીગે અને કાઁગ્રેસે જ ે કામ માથે લીધું છે તે કામ આપણે ધર્મ સમજી કરવાનું છે, આપણા આગેવાનોએ જોઈ-વિચારીને કર્યું છે; તો આપણને તે ઉપર હાથ નાખવાનો કશો અધિકાર નથી. આપણે સ્વરાજ્ય માટે તૈયાર થઈએ છીએ, અને આવી રીતના ભેદોથી આપણા સમયનો ઉપયોગ કરશું તો તો આપણા વારસોનો આપણા ઉપર ઠપકો રહે શે. આપણા ટંટાફિસાદ આપણે જ 6
[ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
પતાવવાના છે. પણ તેમ આપણે કરી શક્યા નથી. આ ઝઘડાઓનું એક કારણ એ પણ છે કે આપણને પરદેશી ભાષામાં શિક્ષણ મળે છે. પરદેશી ભાષામાં શીખવાથી આપણું શૌર્ય, વીર્ય લુપ્ત થયાં છે, એટલું જ નહીં પણ આપણે આપણા જનસમૂહને મળી શકતા નથી; આપણા શિક્ષિત વર્ગ અને જનસમૂહ વચ્ચે મોટો સમુદ્ર આડો આવી ગયો છે. આજ ે શિક્ષિત અને અશિક્ષિતની વચ્ચે સારો સંબંધ હોત તો આવા બખેડા થાત જ નહીં. હિંદુમુસલમાનનો ઝઘડો ગોમાતાને અંગે ઊભો થયો છે. ગાયનું રક્ષણ કરવું હોય તો કસાઈખાનામાંથી ગાયને બચાવવી જોઈએ. અંગ્રેજ ભાઈઓ માટે કમમાં કમ હરહમેશ ૩૦ ગાયો અને વાછરડાંઓ કપાય છે. જ્યાં સુધી આ ખૂનામરકી આપણે અટકાવી નથી, ત્યાં સુધી મુસલમાન ભાઈઓ ઉપર હાથ ઉપાડવાનો આપણને કશો હક નથી. હિંદુ ભાઈઓને હં ુ કહીશ કે ગોમાતાને બચાવવા માટે મુસલમાન ભાઈઓનું ખૂન કરવું એ ધર્મ નથી. હિંદુ ધર્મ તો માત્ર એક ઇલાજ બતાવે છે, અને તે તપશ્ચર્યાનો છે. તુલસીદાસજીની ભાષામાં કહીએ તો दया धर्म को मूल है; એટલે દયાથી આ કામ આપણે લેવું જોઈએ. હં ુ પણ ગાયનું રક્ષણ કરવા ઇચ્છું છુ .ં પણ ગાયને માટે મુસલમાન ભાઈને કહીશ કે “ગાયની ઉપર છૂરી મારવાને બદલે મારી ગરદન ઉપર છૂરી મારી મારું ખૂન લો.” મને વિશ્વાસ છે કે મારું આ દીન વચન મુસલમાન ભાઈઓ સાંભળશે. આપણી સ્વતંત્રતા આપણે ચાહતા હોઈએ તો બીજાની છીનવી લેવાનો આપણને અધિકાર નથી. એકબીજાની સ્વતંત્રતા છીનવી લેવાના પ્રયત્નથી ઝઘડા થાય છે. જો કોઈ મુસલમાન રોફથી કહે શે કે કોઈ પણ હિંદુએ ઢોલ ન વગાડવાં તો હિંદુ કદી નહીં માને; પણ જો આપણા મુસલમાન ભાઈઓ નમ્રતાથી કહે શે કે “તમે ઢોલ ન વગાડો, અમારા ધર્મ-કાર્યમાં નમાજમાં ખલેલ ન કરો; તેમ કરશો તો અમે અમારું ખૂન રે ડીશું,” તો હં ુ માનું છુ ં કે એવો અજ્ઞાની હિંદુ ભાઈ કોઈ ન નીકળશે કે જ ે આ વિનંતીની વિરુદ્ધ વર્તન કરી શકશે. પણ ખરી વાત તો એ છે કે આ મામલામાં નથી હિંદુનું મન સાફ કે નથી મુસલમાનનું. જો આપણે એખલાસ ચાહતા હોઈએ તો તે મહોબતથી થશે; ડર દઈને કદી થઈ નથી શકવાનો; તેઓ પોતાના દિલની વાત કદી નિખાલસ રીતે બહાર નથી મૂકી શકવાના. ... હવે એક વાત કહે વાની બાકી રહી છે. આખા હિંદુસ્તાનમાં સ્વરાજ્યની હિલચાલ ચાલી રહી છે. શાહાબાદના હુલ્લડ1થી આપણે શીખ્યા છીએ કે સ્વરાજ્ય મળવામાં આપણને કેમ મોડુ ં થયું છે. સ્વરાજ્ય અરજીઓથી કે ભાષણોથી નથી મળવાનું. હિંદુ કહે શે કે એક ગાય બચાવવા માટે હં ુ મુસલમાનનું ખૂન પીશ, તો કદી આપણને સ્વરાજ્ય નથી મળવાનું. બંને કોમ વચ્ચે એખલાસ થઈ જાય, બંને કોમો એમ કહે કે અમારો ટંટો અમે જાતે મટાડીશું, બહારના કોઈને વચ્ચે પડવાનું કારણ નથી, એવી ખાતરી આપણે આપી શકશું તો સ્વરાજ્ય મળશે. સ્વરાજ્ય માટે ભણવાની જરૂર નથી, આપણામાં માત્ર એખલાસ જોઈએ, આપણામાં જોર જોઈએ. સ્વરાજ્ય પહે લાં નીડરતા જોઈએ. જ્યાં સુધી ઈશ્વરનો અંશ આપણામાં છે, ત્યાં સુધી મનુષ્યથી આપણે કદી ડરવાનું નથી. [ગાં. અ. ૧૪ : ૭૦-૭૨] 1. સપ્ટેમ્બર-ઑક્ટોબર ૧૯૧૭માં બિહારના આ જિલ્લામાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં.
नवजीवन નો અક્ષરદેહ [ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨]
7
ગૌરક્ષણ બળાત્કારથી બની શકે એમ નથી જ ેમ જ ેમ હં ુ દેશમાં ફરું છુ ,ં તેમ તેમ ભાર વહે તા અને ખેતરો ખેડતા, નિર્જીવ, હાડપિંજર જ ેવા, અને જ ેને હાડકાંપાંસળાં નીકળી પડ્યાં છે એવા બળદો હં ુ જાેઉં છુ ,ં અને તેથી મારું લોહી ઊકળી આવે છે. આપણાં ઢોરોની ઓલાદ સુધારવાથી, ગૌપૂજન કરનારા તેઓના માલિકોના હાથે ગુજરતા ઘાતકીપણામાંથી તેઓને છોડાવવાથી, અને કસાઈખાનામાંથી તેઓને બચાવવાથી આપણી દરિદ્રતાના અર્ધા પ્રશ્નોનો નિવેડો આવી જાય છે. આપણે લોકોને પોતાનાં ઢોરો પ્રતિ માયાળુ વર્તન રાખતાં શીખવવાનું છે અને દેશમાં ગોચર માટે જમીન રાખવા આપણે સરકારને સમજાવવાનું છે. ગૌરક્ષણ આર્થિક કારણોથી આવશ્યક છે. તે બળાત્કારથી બની શકે એમ નથી. કસાઈખાનામાંથી ગાયોને ઉગારવાનું કાર્ય આપણા અંગ્રેજ મિત્રોના અને આપણા મુસલમાન દેશબાંધવોના સદ્ભાવને જગાડવાથી જ આપણે સાધી શકીશું. આને વાસ્તે, આપણી પાંજરાપોળ અને ગૌરક્ષક મંડળીઓની વ્યવસ્થાની પૂરી તપાસ કર્યા પછી તેમાં સુધારા કરવાની જરૂર રહે લી છે. આ ઘણા કઠણ પ્રશ્નનો યોગ્ય નિવેડો લાવવાથી હિંદુ અને મુસલમાન વચ્ચે પૂરું ઐક્ય સ્થાપી શકાશે, અને બકરી ઈદના હુલ્લડનો અંત લાવી શકાશે. [ગાં. અ. ૧૪ : ૧૧૪]
હિંદી-ઉર્દૂનો સ્વાભાવિક સંગમ જ ે માધુર્ય ગામડિયાની બોલીમાં મને દેખાય છે, તે લખનૌના મુસલમાન ભાઈઓની બોલીમાં કે પ્રયાગજીના પંડિતોની બોલીમાં જણાતું નથી. એ જ ભાષા કોષ્ઠ કહે વાય છે કે જ ે જનસમૂહ સહે લાઈથી સમજી શકે. ગામડિયાઓની બોલી બધા સમજ ે છે. ભાષાનું મૂળ કરોડો મનુષ્યરૂપી હિમાલયમાંથી મળશે, અને તેમાં જ રહે શે. હિમાલયમાંથી નીકળતી ગંગા અનંત કાળ સુધી વહ્યા કરશે, તેમ ગામડિયાની હિંદીનું ગૌરવ રહે શે; અને જ ેમ નાના પહાડોમાંથી નીકળતાં ઝરણાંઓ સુકાઈ જાય છે, તેમ જ સંસ્કૃતમય અને ફારસીમય હિંદીની દશા થશે. હિંદુમુસલમાન વચ્ચે જ ે ભેદ કરવામાં આવે છે તે કૃ ત્રિમ છે. તેવી જ કૃ ત્રિમતા હિંદી અને ઉર્દૂ ભાષાના ભેદમાં રહે લી છે. હિંદુઓની બોલીમાંથી ફારસી શબ્દોનો સર્વથા ત્યાગ કરવો, અથવા મુસલમાનોની બોલીમાંથી સંસ્કૃત શબ્દોનો સર્વથા ત્યાગ કરવો આવશ્યક નથી. બેનો સ્વાભાવિક સંગમ, ગંગાયમુનાના સંગમ જ ેવો શોભાયમાન અને અચળ રહે શે. હં ુ ઉમેદ રાખું છુ ં કે, આપણે હિંદી-ઉર્દૂના ઝઘડામાં પડી આપણું બળ ક્ષીણ નહીં કરીએ. લિપિ બાબત કંઈક તકલીફ જણાય છે. મુસલમાન ભાઈઓ અરબી લિપિમાં જ લખશે. અને હિંદુઓ ઘણુંખરું નાગરી લિપિમાં લખશે. રાષ્ટ્રમાં બંનેને સ્થાન મળવું જોઈએ. અમલદારોને બંને લિપિનું જ્ઞાન અવશ્ય હોવું જોઈએ. એમાં કંઈ કઠિનતા નથી. છેવટે, જ ે લિપિમાં ઝાઝી સરળતા હશે તેનો વિજય થશે. ભારતવર્ષમાં પરસ્પર વ્યવહાર ચલાવવા વાસ્તે એક ભાષા હોવી જોઈએ, એ વિશે કંઈ સંદેહ નથી. જો આપણે હિંદીઉર્દૂનો ઝઘડો ભૂલી જઈએ, તો 8
[ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
આપણે જાણીએ છીએ કે, મુસલમાન ભાઈઓની ઉર્દૂ જ રાષ્ટ્રીય ભાષા છે. આ વાત ઉપરથી આ સહજ સિદ્ધ થાય છે કે, હિંદી અથવા ઉર્દૂ મોગલ લોકના વખતમાં રાષ્ટ્રીય ભાષા બની રહી હતી. આજ ે પણ હિંદીની સ્પર્ધા કરી શકે એવી બીજી કોઈ ભાષા નથી. હિંદી-ઉર્દૂ ભાષાનો ઝઘડો છોડી દેવાથી ભાષાનો પ્રશ્ન સરળ થઈ જાય છે. હિંદુઓને થોડાઘણા ફારસી શબ્દો જાણવા પડશે, ઇસ્લામી ભાઈઓને સંસ્કૃત શબ્દનું જ્ઞાન સંપાદન કરવું પડશે. આવી રીતે લેણદેણ કર્યેથી, હિંદી ભાષાનું બળ વધી જશે, અને હિંદુમુસલમાનોની એકતા કરવા વાસ્તે આપણા હાથમાં એક મોટુ ં સાધન આવી પડશે. અંગ્રેજી ભાષાનો મોહ દૂર કરવા માટે, આટલો વધારે પરિશ્રમ કરવો પડશે કે, આપણે હિંદી-ઉર્દૂનો ઝઘડો ન ઉઠાવવો. લિપિની તકરાર પણ આપણે ઉઠાવવી ન જોઈએ. [ગાં. અ. ૧૪ : ૨૫૪]
હિંદુમુસલમાન એકતાનું વ્રત હિંદુ અને મુસલમાન બંને કોમ અરસપરસ મૈત્રી રાખે અને એક માના જણ્યા જ ે પ્રમાણે વર્તે તે પ્રમાણે આ બંને કોમ વર્તે એ સ્થિતિ અલૌકિક કહે વાય. આવી સ્થિતિ હિંદુસ્તાનમાં પ્રગટ થાય તેના પહે લાં બંને કોમોને ઘણો ત્યાગ કરવો પડશે, અને આજ સુધી રાખેલા ઘણા વિચારોમાં મોટા ફે રફારો કરવા પડશે. બંને કોમ પોતાની વાતોમાં ઘણી આકરી કહે વતોનો ઉપયોગ કરે છે કે જ ેનો ભાવ એકબીજાની વચ્ચે વિરોધ દર્શાવનારો અને વધારનારો હોય છે. કેવળ હિંદુ મંડળમાં આપણે ઘણી વખત મુસલમાનોની વાતો કરતાં કઠોર શબ્દો વાપરતાં અચકાતા નથી અને તેવું જ મુસલમાનોના મંડળમાં છે. ઘણાઓ તો એમ જ માને છે કે હિંદુમુસલમાન વચ્ચે હાડવેર છે અને તે કોઈ પણ રીતે ન જાય તેવું છે. ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે બંનેની વચ્ચે એકબીજાને વિશે અવિશ્વાસ વર્તે છે. મુસલમાનોને હિંદુઓ તરફથી ભય છે; હિંદુઓને મુસલમાનોનો ભય લાગે છે. આ કફોડી અને કંગાળ સ્થિતિમાં દિવસે દિવસે સુધારો થતો જાય છે એ શક વિનાની વાત છે. કાળ તેનું કાર્ય કર્યા જ કરે છે. ભાવે-અભાવે પણ આપણે એકઠા થઈને રહે વું પડે છે, પણ વ્રત લેવાનો અર્થ તો એ છે કે જ ે વસ્તુ કાળે કરીને વહે લી-મોડી થવાની છે એવો સંભવ છે તે વસ્તુને આપણે મહાસંયમ પાળીને વહે લી હસ્તીમાં લાવવી. એ કેમ બને? હિંદુઓની એટલે ચુસ્ત હિંદુઓની સભા મળવી જોઈએ અને તેઓએ આ વિશે પુખ્ત વિચાર કરવો જોઈએ. હિંદુઓની મુસલમાન ભાઈઓ પ્રત્યે હમેશાં એક ફરિયાદ રહ્યા કરે છે કે તેઓ ગોમાંસનું ભક્ષણ કરે છે અને ખસૂસ કરીને બકરી ઈદને દિવસે ગાયનું બલિદાન આપે છે. જ્યાં સુધી ગાયને બચાવવાને ખાતર ઘણા હિંદુઓ મુસલમાનને મારવા સુધ્ધાં પણ તૈયાર થઈ જાય ત્યાં સુધી સામાન્ય મુસલમાન અને સામાન્ય હિંદુની વચ્ચે ખરી એકતા થવી એ અસંભવિત જ ગણાય છે, કેમ કે આપણા બળાત્કારથી મુસલમાન ભાઈઓ ગૌવધનો ત્યાગ કરે એ હં ુ ફોગટ આશા માનું છુ .ં ગૌરક્ષિણી સભાઓના પ્રયાસોથી ગૌવધની સંખ્યામાં કાંઈ પણ ઘટાડો થયો હોય એમ હં ુ માનતો નથી. એવું માનવાને મને એક પણ કારણ મળ્યું નથી. હં ુ મને પોતાને ચુસ્ત હિંદુ માનું છુ ં અને મારી
नवजीवन નો અક્ષરદેહ [ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨]
9
એવી માન્યતા છે કે શુદ્ધમાં શુદ્ધ રીતે હિંદુ ધર્મનું પાલન કરનારથી ગૌવધ કરનારનું ખૂન કરીને ગાયને બચાવાય નહીં. હિંદની પાસે ગાયનો બચાવ કરવાનો એક જ ઇલાજ છે, અને તે એ કે ગાયનો વધ ન થઈ શકે તો તેણે પોતાનું બલિદાન આપવું. એવી રીતે યોગ્ય અધિકારી હિંદુ થોડાંઘણાં પણ બલિદાન આપે તો મારી ખાતરી છે કે અસંખ્ય મુસલમાન ભાઈ ગૌવધનો ત્યાગ કરે . પણ એ તો સત્યાગ્રહ થયો, એ તો વિનય થયો. જ ેમ હં ુ મારા ભાઈની પાસેથી કાંઈ પણ દાદ મેળવવા માગું તો મારી ઉપર કષ્ટ વહોરી લઈને માગી શકું છુ ,ં મારા ભાઈને દુ:ખ દઈને નથી માગી શકતો. હકથી તો કાંઈ મગાય જ નહીં. મારા ભાઈની સામે મને એક જ હક છે અને તે એ કે મારે મરી છૂટવું. એવો શુદ્ધ પ્રેમભાવ જ્યારે હિંદુઓના હૃદયમાં સ્ફુરી નીકળે ત્યારે જ હિંદુમુસલમાનની ખરી એકતાની આશા રાખી શકાય. જ ેમ હં ુ હિંદુ ભાઈઓ સાથે વાતચીત કરું તેમ મુસલમાન ભાઈઓ સાથે વાતચીત કરવી ઘટે. તેમની ફરજ હિંદુ પ્રત્યેની શી છે એ તેમણે જાણી લેવું જોઈએ. બંનેની વચ્ચે જ્યારે ત્યાગવૃત્તિ જ રહે , બંને પોતાના હકની તજવીજ ન કરે અને ફરજ અદા કરવાને જ મળે ત્યારે જ ઘણાં વર્ષનો ભેદભાવ છે તે ટળવા પામે. બંનેના મનમાં એકબીજાના ધર્મ પ્રત્યે માન હોવું જોઈએ. કોઈ એકબીજાનું બૂરું એકાંતમાં પણ ન ઇચ્છે અને કોઈ આકરા શબ્દો વાપરે તો એને તેમ કરતો અટકાવવાને સારુ વિનયપૂર્વક સમજાવે. આમ મહાપ્રયત્ન થાય ત્યારે જ ભેદભાવ ટળે. એ પ્રમાણે કરનારને જ્યારે ઘણા હિંદુ અને ઘણા મુસલમાન તૈયાર થાય ત્યારે આપણે લીધેલું વ્રત શોભે. આ વ્રતની મહત્તા અને કઠિનાઈ સહે લાઈથી સમજાઈ શકે એમ છે. મારી ઉમેદ છે કે આ શુભ પ્રસંગે, અને દેશની અંદર જ ે વખતે સત્યને ભારે આગ્રહ વર્તી રહ્યો હોય એ પ્રસંગ શુભ જ હોય, તેવે પ્રસંગે આપણે એકતાનું વ્રત લઈએ એ હં ુ ઇચ્છું છુ .ં તેને સારુ અગ્રેસર મુસલમાન ભાઈઓએ અને અગ્રેસર હિંદુ ભાઈઓએ પ્રથમથી મળી ખૂબ વિચાર કરવો જોઈએ. પછી ભેગા થઈને તેઓ એક નિશ્ચય ઉપર આવી શકે તો વ્રત લેવાની હં ુ જરૂર સલાહ આપું. એવો પ્રયત્ન જ ે હાલ થઈ રહ્યો છે તે જારી રહે શે તો થોડા જ દિવસની અંદર આપણે એ ફળ જોઈશું, એવી મારી ઉમેદ છે. વ્યક્તિવાર વ્રત તો આજ ે જ લઈ શકાય અને ઘણા હિંદુમુસલમાનો હં મેશાં લેતા જાય એ હં ુ ઇચ્છું છુ ,ં પણ મારી સાવચેતીઓ તો કેવળ મોટા સમુદાયોની પાસે લેવડાવવા વિશે જ છે. મારી મતિ પ્રમાણે જો આપણે વ્રત લઈએ તો તે નીચે પ્રમાણે હોવું જોઈએ: ઈશ્વર–ખુદાને દરમિયાન જાણી અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે અમે હિંદુ અને મુસલમાનને સગા ભાઈની જ ેમ ગણીને બંને વચ્ચે જરા પણ ભેદભાવ નહીં રાખીએ, અમે એકબીજાને દુઃખે દુ:ખી થઈશું અને તેમાં અમારી શક્તિ મુજબ સંપૂર્ણપણે ભાગ લઈશું. અમે એકબીજાના ધર્મનો કોઈ પણ રીતે વિરોધ નહીં કરીએ, એકબીજાની ધાર્મિક લાગણી નહીં દુ:ખવીએ, એકબીજાના ધર્મના પાલનમાં વચ્ચે નહીં આવીએ, અને એકબીજાની તરફ માનપૂર્વક વર્તશું. ધર્મને નામે, કે ધર્મને બહાને કદી એકબીજાનું ખૂન નહીં કરીએ. [ગાં. અ. ૧૫ : ૧૯૪-૧૯૫]
10
[ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
સહભોજન, લગ્નસંબંધ અને એકતા સહભોજન અને અંદરઅંદર લગ્નો કરવાથી કુ સંપ, ઝઘડા અને એનાથીયે ખરાબ બનાવો બનતા કદી અટક્યા નથી. પાંડવો અને કૌરવો સાથે બેસીને જમતા હતા અને એકબીજા સાથે લગ્નસંબંધ પણ બાંધતા હતા, છતાં સહે જ પણ અચકાયા વિના તેઓ એકબીજાનાં ગળાં કાપવા દોડી ગયા હતા. એ જ રીતે અંગ્રેજો અને જર્મની વચ્ચેની કડવાશ હજી પણ નાશ પામી નથી. ખરી વાત એ છે કે સાથે બેસીને જમવું અને લગ્નસંબંધ બાંધવો એ મિત્રતા અને એકતા સ્થાપવા માટેનાં આવશ્યક તત્ત્વો નથી. જોકે એ બંને બાબતો ઘણી વાર મૈત્રી અને એકતાની પ્રતીક હોય છે ખરી. પરંતુ એક કે બીજી બાબત માટેનો આગ્રહ હિંદુમુસલમાન એકતામાં સહે લાઈથી અવરોધરૂપ થઈ શકે છે અને આજ ે પણ છે. જો આપણે એમ માની બેસીશું કે હિંદુઓ અને મુસલમાનો સાથે બેસીને જમશે નહીં અથવા લગ્નસંબંધથી જોડાશે નહીં ત્યાં સુધી તેઓ એક થઈ શકશે નહીં, તો આપણી વચ્ચે એક કૃ ત્રિમ અવરોધ ઊભો થશે, જ ેને ખસેડવાનું લગભગ અશક્ય બની જશે. દાખલા તરીકે, જો મુસલમાન છોકરાઓ એમ માનતા થશે કે હિંદુ છોકરીઓ સાથે પ્રેમ કરવાનું કાયદેસર છે, તો હિંદુઓ અને મુસલમાનો વચ્ચે આજ ે જ ે એકતા વધી રહી છે તેમાં ગંભીર વિક્ષેપ પડશે. જો હિંદુ માબાપોને આવી કોઈ બાબતની [કેવળ] ગંધસરખી આવશે, તો અત્યારે તેઓ મુસલમાનોને પોતાનાં ઘરોમાં છૂટથી આવવા દેવા લાગ્યા છે તે બિલકુ લ બંધ કરી દેશે. એટલે મારો અભિપ્રાય એવો છે કે હિંદુ અને મુસલમાન યુવકો આ મર્યાદા સ્વીકારી લે એ જરૂરનું છે. હિંદુઓ અને મુસલમાનો એકબીજા સાથે પરણે અને છતાં એમનો ધર્મ અકબંધ રહે , એ વાત મને તો બિલકુ લ અશક્ય લાગે છે. હિંદુમુસલમાન એકતાની ખરી ખૂબી તો એ વાતમાં રહે લી છે કે દરે ક કોમ પોતપોતાના ધર્મને વફાદાર રહે અને છતાં એકબીજા પ્રત્યે વફાદારી દાખવે. કારણ કે આપણે એવો વિચાર ધરાવીએ છીએ કે જુ નવાણીમાં જુ નવાણી હિંદુઓ અને મુસલમાનો પણ, આજ સુધી થતું આવ્યું છે તેમ એકબીજાને સ્વાભાવિક શત્રુઓ માનવાને બદલે સ્વાભાવિક મિત્રો માનતા થઈ જાય. તો પછી હિંદુમુસલમાન ઐક્ય શેમાં રહે લું છે અને તે વધારવાનો શ્રેષ્ઠ માર્ગ કયો છે? જવાબ સાવ સહે લો છે. આપણો ઉદ્દેશ સમાન હોય, આપણું ધ્યેય સમાન હોય અને આપણાં દુ:ખો સમાન હોય એમાં એ ઐક્ય સમાયેલું છે. અને આ ઐક્ય, સમાન ધ્યેય માટે સહકાર સાધીને એકબીજાના દુ:ખમાં ભાગીદાર બનીને, તથા પરસ્પર સહિષ્ણુતા કેળવીને સૌથી સારી રીતે સાધી શકાશે. સમાન ધ્યેય તો આપણી પાસે છે જ. આપણો આ મહાન દેશ વધારે મહાન બને અને તેને સ્વશાસન મળે એવી આપણી ઇચ્છા છે. આપણે અંદરોઅંદર વહેં ચી લઈ શકીએ એવાં આપણાં દુ:ખોનો તોટો નથી. આજ ે ખિલાફત1ના પ્રશ્નથી મુસલમાનોની 1. “તુર્કીનો સુલતાન ખલીફા કહે વાતો અને ખલીફા તરીકે તે આરબ રાજ્યોમાં આવેલાં ઇસ્લામનાં પવિત્ર સ્થળો ઉપર સર્વોપરી સત્તા ભોગવતો હતો. ભારતના મુસલમાનો ઇચ્છતા હતા કે યુદ્ધ પછી તુર્કીના
नवजीवन નો અક્ષરદેહ [ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨]
11
લાગણી ઘવાઈ છે. અને એમનો દાવો ન્યાયી છે એ જોતાં, જો હિંદુઓ મુસલમાનોની માગણીને સંપૂર્ણ ટકે ો આપે તો એના જ ેવું મુસલમાનોનાં દિલ જીતવા માટેનું શક્તિશાળી સાધન બીજુ ં એક પણ નહીં હોય. ખિલાફતના પ્રશ્નમાં આ રીતે મદદ કરવાથી બે કોમો વચ્ચે જ ે ઐક્ય સધાશે તે ગમે તેટલા પ્રમાણમાં એક પ્યાલું પાણી પીવાથી અથવા એક થાળીમાં ભોજન લેવાથી સધાશે નહીં. વળી પરસ્પર સહિષ્ણુતા તો હમેશને માટે અને સર્વ જાતિઓ માટે એક આવશ્યકતા જ છે. જો હિંદુઓ મુસલમાનોની ઈશ્વરપૂજાની રીતને તથા તેમના રીતરિવાજોને સહન નહીં કરશે અગર મુસલમાનો હિંદુઓની મૂર્તિપૂજા અથવા ગાયોની પૂજા તરફ અસહિષ્ણુતા દાખવશે, તો આપણાથી શાંતિપૂર્વક જીવી શકાશે નહીં. સહિષ્ણુતા માટે એ જરૂરનું નથી કે હં ુ જ ે ચીજને સહન કરી લઉં તે મારે પસંદ પણ કરવી જ જોઈએ. દારૂ પીવો, માંસ ખાવું અને તમાકુ પીવી, એને માટે મને સખત અણગમો છે. પરંતુ હિંદુ, મુસલમાનો અને ખ્રિસ્તીઓ આ બધું કરે છે છતાં તેને હં નિ ુ ભાવી લઉં છુ ,ં કારણ કે તેમની પાસેથી હં ુ એવી અપેક્ષા રાખું છુ ં કે આ બધું હં ુ ન કરું તે તેમને ન ગમતું હોય તોપણ તેમણે તે સહી લેવું જોઈએ. દરે ક જણ પોતાના વિચારો બીજા ઉપર લાદવા માગે, એ એક જ વાતમાંથી હિંદુઓ અને મુસલમાનો વચ્ચેના બધા ઝઘડા ઊભા થયા છે. [ગાં. અ. ૧૭ : ૪૮-૪૯]
‘‘વિભૂતિ અને રુદ્રાક્ષની માળાથી વિભૂષિત સંધ્યાસ્નાનાદિ નિયમસર કરનાર હિંદુ અને નિમાજી પરહે જગીર મુસલમાન સહોદર થઈ રહી શકે’’ હિંદુ પોતાનો ધર્મ ચુસ્તપણે પાળતાં છતાં જ્યારે મુસલમાનને પોતાના ભાઈ સમાન ગણે ત્યારે જ એકતા થાય. હં ુ મારા દીકરાએ પીધેલો પ્યાલો સાફ કર્યા વિના ન વાપરું , ને મેં એંઠો કરે લો પ્યાલો તેને ન વાપરવા દઉં. છતાં મારા દીકરા ઉપરનો મારો પ્રેમ ઓછો થતો નથી. ભાઈબહે ન નથી પરણતાં પણ ભાઈબહે નની વચ્ચેનો નિર્મળ સ્નેહ આપણે ક્યાં ગોતવા જઈશું? એક ગોત્રમાં ઘણા હિંદુ નથી પરણતા છતાં તેથી તેઓની એકતામાં હાનિ નથી પહોંચતી. ખરું તો એ છે કે જો આપણે પાણી, ભાણા અને બેટીવહે વાર એ એકતાને સારુ જરૂરનાં છે એવું માનીએ તો હિંદુમુસલમાન વચ્ચે એકતા થાય જ નહીં. તેથી જ્યારે જ્યારે હં સ ુ ાંભળું છુ ં કે હિંદુમુસલમાનોએ એક પ્યાલે પાણી પીધું, તેઓ એક થાળીએ જમ્યા ત્યારે ત્યારે હં દિલ ગીર થાઉં છુ ,ં કેમ કે એવી વાતો સાંભળીને પણ ચુસ્ત હિંદુનું મન દુભાય. ુ દૂભવવાનું કારણ હોય તો દૂભવવું એ જુ દી વાત છે. પણ જ્યાં એક પ્યાલે પાણી પીવામાં એકતા નથી રહે લી ત્યાં તે ક્રિયાને આગળ મૂકી તેને એકતાની નિશાની ગણવી એ એકતામાં સામ્રાજ્યનો કોઈ પ્રદેશ તેની પાસેથી છીનવી લેવામાં ન આવે અને સુલતાનનો ખલીફા તરીકે અધિકાર અબાધિત રહે .” સં. પુ. ગાંધીચરિત, લે. ચી. ના. પટેલ, પાના ક્રમાંક ૩૩ 12
[ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
વિઘ્ન નાખ્યા સમાન છે. હં ત ુ ો એમ માનું છુ ં કે આપણે ખાવાની ક્રિયાને ખોટુ ં મહત્ત્વ આપી મંદવાડ ને ભૂખમરો વહોરી લીધા છે, ને સંયમને અઘરો કરી મૂક્યો છે. જ ેવી શૌચક્રિયા તેવી જ ખાવાની ક્રિયા છે. બંને મેલી ક્રિયા છે. તે એકાંતે જ કરવા લાયક છે. આપણને ખાવામાં ઘણો રસ આવે છે તેથી એ વિષયને ઉઘાડી રીતે ભોગવી એ પણ શરમ છોડી બેઠા છીએ. ઘણા મર્યાદિત હિંદુ ખાવાની ક્રિયા પ્રભુનું નામ લઈ શરીરયાત્રાને અર્થે એકાંતમાં કરે છે એ અનુકરણ કરવા જ ેવું છે એમ હં ત ુ ો માનું છુ .ં પણ મારી માન્યતા ભલે ભૂલભરે લી ગણાઓ. મારે તો એટલું જ સિદ્ધ કરવું છે કે હિંદુમુસલમાનમાં સંપ વધારવા સારુ સાથે ખાવાપીવાની જરૂર નથી. ખાવાપીવાનો સવાલ ઉઠાવવો એ સંપમાં વિઘ્ન કરવા જ ેવું છે. હવે બેટીવહે વાર તપાસીએ. ઘણા હિંદુમુસલમાન પોતાની સ્વેચ્છાએ સાથે ખાય છે. તે હિંદુ સંસાર સહન કરે છે. પણ બેટીવહે વાર તો ક્યાંયે નથી; અને તેને ઉત્તેજન અપાય તો હિંદુ ધર્મનો લોપ થાય. હિંદુમુસલમાન પરણીને એકબીજાનો ધર્મ પૂરો જાળવી શકે એ હં ુ અશક્ય માનું છુ .ં ધાર્મિક ભાવના વિનાના મનુષ્ય નિરર્થક જીવે છે. એ ભાવના શુદ્ધ રાખવી હોય તો એકબીજા વચ્ચે બેટીવહે વારનો સવાલ ઊઠી શકે જ નહીં. હિંદુ કે મુસલમાન પોતાના ધર્મ વિશે મંદ રહી એકતા રાખે એ એકતા ખરી નથી — એ હિંદુમુસલમાનની નથી. આપણે તો હિંદુમુસલમાનની એકતા ઇચ્છીએ છીએ. તે મેળવવી હોય ને તેને નિરંતર નિભાવવી હોય તો આપણે બેટીવ્યવહારનો છેદ ઉડાવવો જ જોઈએ. મારી માન્યતા છે કે ચુસ્ત મુસલમાનોની પણ એ જ લાગણી છે. મુસલમાન હિંદુને હિંદુ તરીકે ન જ પરણી શકે. એવાં જોડાંની પ્રજા કયો ધર્મ પાળે? એકે બીજાનો ધર્મ અંગીકાર કરવો જ જોઈએ, અથવા બંનેએ ધર્મહીન થઈ રહે વું જોઈએ, અથવા નવો પંથ સ્થાપવો જોઈએ. એકે દશામાં હિંદુમુસલમાનની એકતાનો સમાવેશ નથી. મારું સ્વપ્ન તો એ છે કે તિલકધારી કંઠીબંધ વૈષ્ણવ, અથવા વિભૂતિ અને રુદ્રાક્ષની માળાથી વિભૂષિત સંધ્યાસ્નાનાદિ નિયમસર કરનાર હિંદુ અને નિમાજી પરહે જગીર મુસલમાન સહોદર થઈ રહી શકે. પ્રભુની ઇચ્છા હશે તો એ સ્વપ્ન ખરું જ પડશે. [ગાં. અ. ૧૭ : ૬૦-૬૨]
એકબીજા પ્રત્યે ભય એકતાનો આધાર ન હોઈ શકે આપણે જ ે એકતાની જરૂર છે તે થાગડથીગડ કરે લી એકતા નહીં પરંતુ હૃદયની એકતા છે. હિંદુસ્તાનના હિંદુઓ અને મુસ્લિમોની અખંડિત એકતા વિના હિંદુસ્તાનના સ્વરાજનું આપણું સ્વપ્ન સાકાર થવું અશક્ય છે એવો નિર્વિવાદ સિદ્ધાંત આપણે ચોક્કસપણે સ્વીકારીએ તેના પર એ એકતાનો આધાર રહે લો છે. એ કેવળ વચગાળાની સુલેહ ન હોવી જોઈએ. એકબીજા પ્રત્યેના ભય પર તેનો આધાર ન હોઈ શકે. દરે ક પક્ષ સામા પક્ષના ધર્મનો આદર કરતો હોય એવા સમાન દરજ્જાના પક્ષો વચ્ચેની એ ભાગીદારી હોવી જોઈએ. ઇસ્લામના અનુયાયીઓ હિંદુઓને તેમના સહજ દુશ્મન ગણે એવી કુ રાને શરીફમાં આજ્ઞા હોય અથવા બંને વચ્ચે કાયમની દુશ્મનાવટ રહે વાની છે એવી માન્યતાને હિંદુ ધર્મમાંથી ટેકો
नवजीवन નો અક્ષરદેહ [ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨]
13
મળતો હોય તો આવી એકતા સાધવા માટે મારે નિખાલસ ભાવે હાથ ધોઈ નાખવા જોઈએ. ભૂતકાળમાં આપણે ઝઘડતા હતા માટે બ્રિટિશ જ ેવી કોઈ બળવાન સત્તા તેનાં શસ્ત્રના બળથી આપણને એકબીજાનાં ગળાં કાપતાં રોકે નહીં ત્યાં સુધી આપણે ઝઘડતા જ રહે વાના છીએ એવું જો આપણે માનતા હોઈએ તો એમ કહે વું જોઈએ કે આપણે ઇતિહાસ ખોટી રીતે શીખ્યા છીએ. પરંતુ ઇસ્લામ કે હિંદુ ધર્મમાં આવી કોઈ માન્યતાને સમર્થન મળતું નથી એની મને ખાતરી છે. સાચું છે કે બંને ધર્મના પક્ષપાતી કે ઝનૂની ધર્મગુરુઓ અને મોલવીઓએ એકબીજાને લડાવી માર્યા છે. ખ્રિસ્તી રાજકર્તાઓની માફક મુસ્લિમ રાજકર્તાઓએ તેમના પોતપોતાના સંપ્રદાયોનો ફે લાવો કરવા તલવારનો ઉપયોગ કર્યો હતો એ પણ એટલું જ સાચું છે. પરંતુ આધુનિક જમાનાની અનેક કાળી બાજુ ઓ હોવા છતાં આજનો વિશ્વમત જ ેમ ફરજિયાત ગુલામી નભાવી લેતો નથી તેમ ફરજિયાત ધર્માંતરો પણ નભાવી નહીં લે. એ કદાચ આ જમાનાની વૈજ્ઞાનિક વૃત્તિનો સૌથી વધારે અસરકારક ફાળો છે. આ જ વૃત્તિએ જ ેમ ઇસ્લામ વિના ઘણા ખોટા ખ્યાલોમાં ક્રાંતિકારી પરિવર્તન આણ્યું છે તેમ ખ્રિસ્તી ધર્મ વિશે પણ કર્યું છે. ધર્માંતર કરવામાં બળનો ઉપયોગ કરવાની વાતને ટકે ો આપતો હોય એવો ઇસ્લામ વિશે લખનાર એક પણ લેખક મારી જાણમાં નથી. આપણા જમાનામાં જ ે દબાણ લાવવામાં આવે છે તે તલવારના દબાણ કરતાં વધારે સૂક્ષ્મ છે. હં ુ માનું છુ ં કે પશ્ચિમમાં રાક્ષસી પાયા પર રક્તપાત, પ્રપંચ અને દગો કરવામાં આવે છે છતાં સમસ્ત માનવજાત ધીમી છતાં એકધારી ગતિએ વધારે સારા યુગ તરફ આગેકૂચ કરી રહી છે. અને હિંદુસ્તાન અતૂટ હિંદુમુસ્લિમ એકતા દ્વારા અને અહિંસક સાધનો દ્વારા એટલે કે નિર્ભેળ આત્મભોગ દ્વારા સાચી સ્વતંત્રતા અને આત્મ-આવિષ્કારની શક્તિ મેળવી અત્યારના અંધકારમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવી શકે. [ગાં. અ. ૧૮ : ૩૦૪-૩૦૫]
અવેજ વિનાની દોસ્તી પ્રશ્ન મહત્ત્વનો છે. એ ભાઈ લખે છે. આપને ખિલાફતને વાસ્તે આટલું બધું લાગે છે એ સમજાતું જ નથી. અમને ખાતરી થઈ છે કે ખિલાફત ફક્ત “પોલિટિકલ વેપન” (રાજ્યપ્રકરણી હથિયાર) છે. ઇતિહાસની તવારીખ તપાસતાં, ઘણા ત્યાગ કર્યા છતાં હિંદુમુસલમાન એક રહે નહીં એમ જ લાગે છે. થાય અને ચાલુ રહે તો ઐક્ય ઇચ્છવા યોગ્ય છે. પણ સ્વાર્થ અર્થે ચાલુ ન રહે તેમ લાગે છે. મારા જ ેવા ઘણાનું આવું માનવું છે. આથી ખિલાફતમાં આપને એટલું કેમ લાગે છે તે એક લેખ દ્વારા આપ જણાવશો તો અમારા જ ેવા આપના આભારી થઈશું. આ પ્રશ્ન મેં વાતોમાં ને લખાણોમાં ચર્ચ્યો છે. પણ તે એટલો બધો અગત્યનો છે કે તેની ચર્ચા જ ેટલી થાય એટલી ઓછી ગણી અહીં કરી નાખું છુ .ં ખિલાફતના પ્રશ્નને હં સર્વો પરી ુ 14
[ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
સ્થાન આપું છુ .ં અસહકારનું શસ્ત્ર મને એ જ રૂપે ખિલાફતનો પ્રશ્ન વિચારતાં જ જડ્યું. તે વિશે મને બહુ લાગી આવ્યું છે, કેમ કે હં ુ ચુસ્ત હિંદુ છુ .ં જો સાત કરોડ મુસલમાનોથી મારા ધર્મને હં સ ુ ુરક્ષિત રાખવા માગું તો મારે તેમના ધર્મને બચાવવા સારુ મરણપથારીએ સૂવા પણ તૈયાર રહે વું જોઈએ. તેમ જ સર્વ હિંદુને માટે પણ જ્યાં સુધી હિંદુમુસલમાન એકદિલ ન થાય ત્યાં સુધી સ્વરાજ્ય અર્થ વિનાનો આદર્શ છે ત્યાં સુધી ગૌરક્ષા અસંભવિત છે. સ્વાર્થ સર્યે મુસલમાન દગો દેશે એમ હં ુ માનતો નથી. જ ેઓ ધર્મને માને છે તે દગો દેતા નથી. હિંદુઓએ ઘણો ત્યાગ કર્યા છતાં તે ફળ્યો નથી એવો ઐતિહાસિક દાખલો મેં એક પણ નથી જાણ્યો. આજ લગી જ ે થયું છે તે તો વાણિયાનું સાટુ ં થયેલું છે. આજના વ્યવહારમાં સાટાને અવકાશ જ નથી. હિંદુ પોતાનો ધર્મ સમજી મુસલમાનને મદદ કરે ને ફળની આશા ઈશ્વરથી રાખે. મુસલમાનોની પાસેથી કંઈ જ ન માગે. ...મુસલમાનોને સારુ મરીને પણ તેઓનાં હૃદય પિગળાવવાની હં ુ આશા રાખું છુ .ં મારી દૃઢ માન્યતા છે કે સારાનું ફળ ઈશ્વર આપે જ છે. મારી યાચના ઈશ્વર પાસે છે. મુસલમાન ભાઈઓને તો હં ુ વિનામૂલે વેચાયો છુ ં ને પ્રત્યેક હિંદુને તેમ કરવા કહી રહ્યો છુ .ં આમાં દાવપેચ નથી, ખુલ્લી વાત છે. ...ગુરુ નાનકે અને કબીરે હિંદુમુસલમાન બંનેને એક કરવાનો પ્રયત્ન કર્યો હતો તે ઇતિહાસ કોઈ અહીં રજૂ નહીં કરે એવી હં ુ આશા રાખું છુ ,ં કેમ કે આજનો પ્રયત્ન ધર્મની એકતા કરવાનો નથી, પણ ધર્મની ભિન્નતા છતાં દિલની એકતા કરવાનો છે. ગુરુ નાનક આદિનો પ્રયત્ન ધર્મમાં એકતા બતાવીને બંનેને એક બનાવવાનો હતો. આજનો પ્રયત્ન તિતિક્ષાનો છે. સનાતની હિંદુ ચુસ્ત રહે અને છતાં ચુસ્ત મુસલમાનને માન આપે, તેની સાચા દિલથી ઉન્નતિ ઇચ્છે, એ પ્રયત્ન છે. એ પ્રયત્ન નવો જ છે, પણ હિંદુ ધર્મના મૂળમાં રહે લી એ ભાવના છે. ...એક હોય તોપણ છાતી ખુલ્લી મૂકી અનેકની સામે ઊભો રહે ને જ્યાં પગ મૂક્યો હોય ત્યાંથી ન ખસે. આવું પશુઓ પણ સમય આવ્યે કરે છે. આવું આરબનાં બાળકો કરે છે. આવું કરતાં ડચ બાળકોને મેં જાણ્યાં છે. એ કંઈ દૈવી શક્તિ નથી. એ તો સામાન્ય મનુષ્યને મળેલી વસ્તુ હોય છે. એવી શક્તિવાળા ઘણા હિંદી ન હોય ત્યાં સુધી હિંદુસ્તાન સ્વતંત્ર ન બને. પ્રતાપના સમયના ક્ષત્રિયોમાં એ ધૈર્ય હતું. ક્ષત્રિય એટલે મારનાર નહીં; ક્ષત્રિય એટલે મરી જાણનાર. ગીતાની વ્યાખ્યા પ્રમાણે ક્ષત્રિય એ કે જ ે ભાગે નહીં, પીઠ બતાવે નહીં. હિંદુમુસલમાનની આજની એકતામાં સાટાની વાત જ નથી. આપણા સહિયારાનું ખતપત્ર આપણી એકબીજાની ખાનદાની છે. એ અવેજ વિનાની દોસ્તી છે. એ બંનેને સારુ એકપક્ષી કરાર છે. તે જ સ્વેચ્છાએ થયેલું સહિયારું કહે વાય. તે એકનું તોડ્યું તૂટ્યું જ નથી, ને તૂટ ે પણ છે. કાયદો તેના તોડનારને બાંધે નહીં. પણ પ્રેમ એવા તોડનારને પણ ખેંચી રાખે. કાચે રે તાંતણે મને હરજીએ બાંધી, જ ેમ તાણે તેમ તેમની રે , મને લાગી કટારી પ્રેમની. એમ મીરાંએ ગાયું ને કરી બતાવ્યું. એ જ તાંતણો મુસલમાન માત્રને બાંધવા ને ગાયને
नवजीवन નો અક્ષરદેહ [ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨]
15
છોડાવવા બસ છે. પણ ભોજા ભગતે આપણને પ્રેમની શરતો પણ જણાવી છે : ભક્તિ શીશ તણું સાટુ,ં આગળ વસમી છે વાટુ.ં પ્રેમની પરીક્ષા અસિધારા પર ચાલવું એ છે. હિંદુ જો પોતાના ધર્મની રક્ષા કરવા ઇચ્છે તો અસિધારા પર ચાલી જુ એ. [ગાં. અ. ૧૯ : ૨૬૯-૨૭૧]
‘‘નમતું આપ્યું છે તે જ પક્ષની જીત થશે’’ ...એક સનાતનધર્મી હિંદુ તરીકે મારા ધર્મ વિશે લાગણી ધરાવતો અને મારા ધર્મની કસોટી થઈ રહી હોય ત્યારે એક સનાતની હિંદુ તરીકે મારો જાન આપવા માટે હં ુ આગલી હરોળમાં જ હોઉં એવી આશા રાખતો હં ુ પ્રથમ મારા હિંદુ ભાઈઓને સંબોધીશ અને કહીશ કે “મુસલમાન ભાઈઓ સાથે તમે સુલેહસંપ અને ભાઈચારાથી રહે વા માગતા હો તો તેમ કરવાનો એકમાત્ર માર્ગ એ છે કે તમારે તેમના ધાર્મિક જુ સ્સાને કોઈ પણ રીતે આઘાત પહોંચાડવો નહીં, અને તેમની માગણી તમને ગેરવાજબી અને અન્યાયી લાગતી હોય તોપણ તમારે તે હં મેશાં સ્વીકારી લેવી. પરંતુ આવી ગેરવાજબી માગણીનો સ્વીકાર કરવાની વાત સાથે પણ એક શરત રહે લી છે, અને તે શરત એ છે કે તેમની એ માગણી તમારા ધર્મના મહત્ત્વના સિદ્ધાંત પર આક્રમણ કરનારી ન હોય.” એક સાદો દાખલો આપું. મારા મુસલમાન દેશબંધુઓ મને કહે કે મારે મારા મંદિરમાં ન જવું, તો હં ત ુ ેમની મિત્રાચારી મેળવવાના બદલામાં તેમની આવી માગણીનો સ્વીકાર કરવાને બદલે મરવાનું પસંદ કરું . ગોરક્ષા મને પ્રાણ જ ેટલી પ્રિય છે, અને મારા મુસ્લિમ ભાઈઓ મને ગોરક્ષાની વાત છોડી દેવા કહે તો મારી ગાયના લોહીનો સોદો કરી તેમની મિત્રાચારી મેળવવાને બદલે હં ુ મરવાનું પસંદ કરું . પરંતુ તેમની મસ્જિદ પાસેથી પસાર થતાં થોડા વારની મર્યાદામાં વાજિંત્ર ન વગાડવા તેઓ મને કહે તો હં ત ુ ેમની સાથે દલીલમાં નહીં ઊતરું અને તરત તેમની વાત માની લઉં. હિંદુઓ મારી પાસેથી જાણી લે કે કોઈ પણ વખતે વાજાં વગાડવાં એ હિંદુ ધર્મનું અંગ કે આવશ્યક અંગ નથી. અને મસ્જિદની પાસે થઈને જતાં મારે ગાવું કે વાજિંત્ર વગાડવાં એવું તો મારા ધર્મનું આવશ્યક અંગ છે જ નહીં. મારા મુસલમાન ભાઈઓની આવી પ્રત્યેક માગણી, આવી પ્રત્યેક લાગણી, અને તેમના આવા પ્રત્યેક પૂર્વગ્રહને સ્વીકારી લેવામાં મને બિલકુ લ સંકોચ નહીં થાય. આમ હોવાથી હં ુ નેલોર1માં રહે તો હિંદુ હોઉં તો આવો એક પણ કેસ લવાદી સુધી જવા ન દઉં. અને આપણા મુસ્લિમ ભાઈઓ સાથે સઘળી બિનમહત્ત્વની બાબતોમાં સંમત થઈને, અને નાની નાની પજવણી કરવાનું છોડી દઈને જ આપણે તેમની મૈત્રી કાયમ માટે ટકાવી શકીશું. મિત્રાચારીમાં સોદાબાજી ન હોય. પ્રત્યેક બિનમહત્ત્વની બાબતમાં હં ુ મારા મુસલમાન ભાઈને નમતું આપું, કારણ એમ કરવું મારે માટે સ્વાભાવિક છે, કેમ કે મારા ધર્મનો આદેશ છે કે 1. આંધ્રપ્રદેશનો એક જિલ્લો 16
[ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
મારી જિંદગીનો ભોગ આપવો પડે તોપણ, મારે આખા જગત સાથે સુલેહશાંતિથી રહે વું જોઈએ. એટલે જો નેલોરના હિંદુઓ મને પૂછ ે કે મુસલમાનોની માગણી ગેરવાજબી અને અન્યાયી હોય તો અમારે શું કરવું, તો હં ુ કહં ુ કે “દલીલ કરશો નહીં, પણ તેમની આ ગેરવાજબી અને અન્યાયી માગણી સ્વીકારી લો.” કારણ કે આવા નજીવા ઝઘડામાં આપણે દલીલબાજી કરવા મંડી પડીશું તો દુનિયા આપણને આપણું પોતાનું રાજ ચલાવવાને અશક્તિમાન બાળકો જ ેવા ગણી કાઢશે. એટલે તમે સ્પષ્ટ રીતે જોશો કે જો હિંદુઓ મને કહે કે એ વાત તદ્દન સાચી છે કે મને આપવામાં આવી છે તે માહિતી સાચી નથી. અમે થોડાં વરસ પહે લાં મસ્જિદ આગળથી પસાર થતી વખતે વાજાં વગાડવાની માગણી કરતા નહોતા, તો તે બરોબર જ છે. ધાર્મિક જીવનના આ આનંદને, આવી બાબતોના આનંદને હં ુ મનોરં જન માટેનો આનંદ કહં ુ છુ ,ં એટલે ધાર્મિક જીવનના એ આનંદને હં ુ મારા મુસ્લિમ ભાઈઓની દયા પર, તેમની કૃ પા પર છોડુ.ં વિશેષમાં નેલોરમાં તમે હિંદુઓ ૪૨ અથવા ૪૫ હજારની વસ્તી ધરાવો છો. મુસલમાનોની સંખ્યા માત્ર સાત હજારની જ છે. એટલે મોટાભાઈ તરીકે હિંદુઓ ટ્રસ્ટીઓ માફક, મુસ્લિમ હિતોનું રક્ષણ કરવા બંધાયેલા છે. તમારી ઉદારતા, અથવા સ્વરાજ માટેની યોગ્યતા જોતાં એ જરૂરી છે કે એક સબળા પક્ષ તરીકે તમારે નબળાની રક્ષા કરવાનો વિશેષ અધિકાર ધારણ કરવો જોઈએ. મારા મુસલમાન ભાઈઓની સમક્ષ હં ુ એવો આગ્રહ રાખીશ કે “ગેરવાજબી માગણી કરવાનો કદી વિચાર કરશો નહીં. તમારા હિંદુ ભાઈઓના પૂર્વગ્રહ અને તેમની લાગણીઓ સમજવાનો પ્રયત્ન કરજો. તમે જ ેને એમની નબળાઈ માનતા હો તે પ્રત્યે ઉદારતા દાખવજો. કયામતને દિવસે ખુદાને માલૂમ પડશે કે તમે મજિદમાં નમાજ પઢતી વખતે તમને સંભળાતા સંગીતની દખલ સહી લીધી છે તો તે તમારો જવાબ નહીં માગે. સર્વશક્તિમાન પ્રભુને, તમે જ ેને રહીમ કહો છો તે ખુદાને, કયામતના દિવસે કહે શો કે અમે લાચાર હતા, કારણ કે અમે અમારા હિંદુ ભાઈઓના પૂર્વગ્રહને માન આપવા માગતા હતા, તો ખુદા તમારી આ નમ્ર અને અદબભરી વાત માનશે એ વિશે મને જરાયે શંકા નથી. દરે ક પક્ષ સામા પક્ષની નબળાઈને દરગુજર કરે એમાં જ મિત્રાચારીની કસોટી છે, એમાં જ ભાઈચારાની કસોટી છે અને હં ુ જાણું છુ ં કે કયામતના દિવસે જ ે પક્ષ બતાવી શકશે કે ઓછી મહત્ત્વની બાબતોમાં તેણે હં મેશાં નમતું આપ્યું છે તે જ પક્ષની જીત થશે. મહાન પેગંબરનું જીવન તમારે માટે બિનમહત્ત્વની બાબતોમાં નમતું આપવાનું જીવંત દૃષ્ટાંત રજૂ કરે છે.” પરંતુ નેલોરના હિંદુમુસ્લિમ ભાઈઓને હં ુ કહં ુ છુ ં કે તમારી વચ્ચેના મતભેદો અંગે તમે એકમત થાઓ યા ન થાઓ, તમે એકબીજાને છૂટછાટ આપો યા ન આપો, તમે બિનમહત્ત્વની કે મહત્ત્વની બાબતોમાં સમજૂ તી કરો યા ન કરો, પણ તમારે એક પણ હિંદુએ અથવા એક પણ મુસલમાને એકબીજાનાં ગળાં કાપવાનાં નથી, એકબીજા પર પથ્થરબાજી કરવાની નથી અને એકબીજાને ઈજા પહોંચાડવાની નથી. હિંદુઓ અને મુસલમાનો દૃઢતાપૂર્વક સમજી લે કે હિંદુમુસ્લિમ એકતા જ હિંદુસ્તાનના સ્વરાજ્યનો, તેની સ્વતંત્રતાનો પાયો છે. બંને સમજી લે કે હિંદુમુસ્લિમ એકતા તેમના જીવનનું
नवजीवन નો અક્ષરદેહ [ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨]
17
એક જીવંત અંગ બની જાય તો જ હિંદુસ્તાનની તાકાત મારફતે ખિલાફત બાબતમાં ઇસ્લામની રક્ષા કરવી શકય છે. હિંદુઓ પણ સમજ ે કે ઇસ્લામની રક્ષા માટે તમે બિનશરતી અને હૃદયપૂર્વક ફાળો આપો તેમાં ખુદ હિંદુ ધર્મની રક્ષા રહે લી છે. એટલા માટે નેલોરના મારા વહાલા દેશબંધુઓ, તમે હિંદુ હો કે મુસલમાન હો, તમને બંનેને મારી અરજ છે કે તમે તમારા નજીવા મતભેદોને દફનાવી દો અને ફરીવાર કદી ઝઘડશો નહીં. આ પવિત્ર સપ્તાહ દરમિયાન દૃઢ પ્રતિજ્ઞા લો, ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરો કે ઈશ્વર તમને બંનેને એકબીજા સાથે સુલેહશાંતિથી રહે વાની તાકાત અને ડહાપણ આપે. [ગાં. અ. ૧૯ : ૪૭૮-૪૮૧]
‘‘રાષ્ટ્રની નીતિમત્તાને હિંસાએ જ ેટલી નીચી પાડી છે તેટલી બીજી કોઈ વસ્તુએ પાડી નથી’’ ગંગારામ શર્મા, ભૂતનાથ અને વિદ્યાનંદ નામના કેટલાક હિંદુઓએ લોકોને એમ કહ્યું હતું કે કોઈ પણ હિંદુ કે મુસલમાનને માંસ ખાવાની મેં મનાઈ ફરમાવી છે. અને કેટલાક વધારે પડતા ઉત્સાહી શાકાહારીઓએ તો લોકો પાસેથી માંસમચ્છી ઝૂંટવી પણ લીધાં હતાં. હં ુ જાણું છુ ં કે કેટલીયે જગ્યાએ મારા નામનો ગેરકાનૂની ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ એ નામનો ગેરઉપયોગ કરવાની આ રીત તદ્દન નવી છે. હં ુ ચુસ્ત શાકાહારી છુ ં અને આહારવિહારની ટેવો સુધારવાનો હિમાયતી છુ ં એ વાત સામાન્ય રીતે જાણીતી છે. પરંતુ બધા લોકો એ વાત નથી જાણતા કે અહિંસા જ ેટલી નીચલા વર્ગનાં પ્રાણીઓને લાગુ પડે છે તેટલી જ મનુષ્યોને પણ લાગુ પડે છે, અને હં ુ માંસાહારી લોકો સાથે છૂટથી હરું ફરું છુ .ં જ ેમ કોઈ માણસના જાન બચાવવા, એ જાન ગમે તેવો કીમતી હોય તોપણ હં ુ ગાયની હિંસા ન કરું , તેવી જ રીતે કોઈ ગાયનો જાન બચાવવા હં ુ માણસની પણ હિંસા ન કરું . એ વસ્તુ કહે વાની તો જરૂર જ નથી કે અસહકારના એક અંગ તરીકે શાકાહારનો પ્રચાર કરવાની મેં કોઈને સત્તા આપી નથી. ... એટલું હં ુ ખાતરીપૂર્વક જાણું છુ ં કે જો કોઈ પણ પ્રકારના પ્રચારમાં હિંસા ભેળવવામાં આવશે તો આપણો હે તુ માર્યો જશે. હિંદુઓએ મુસલમાનોને માંસ કે ગોમાંસ પણ છોડવાની ફરજ ન પાડવી જોઈએ. એ જ રીતે શાકાહારી હિંદુઓએ બીજા હિંદુઓને મચ્છી, માંસ કે મરઘી ખાતાં બળજબરીથી અટકાવવા ન જોઈએ. મારે હિંદુસ્તાનને તલવારની અણીએ સૌમ્ય બનાવવું નથી. રાષ્ટ્રની નીતિમત્તાને હિંસાએ જ ેટલી નીચી પાડી છે તેટલી બીજી કોઈ વસ્તુએ પાડી નથી. ડરપોક વૃત્તિ આપણા રાષ્ટ્રીય ચારિત્ર્યનું એક અંગ બની ગઈ છે. જો અસહકારીઓ હિંસાને જોરે લોકોને પોતાના પક્ષમાં વાળવા પ્રયત્ન કરશે તો તેઓ ગંભીર ભૂલ કરી બેસશે. પોતાના પ્રચાર દરમ્યાન જો તેઓ કોઈના પણ પ્રત્યે સહે જ પણ બળજબરી કરશે તો તેઓ સરકારના હાથનાં રમકડાં બની જશે. [ગાં. અ. ૨૦ : ૧૦૧-૧૦૨]
18
[ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
અધીરા ન બનીએ... મુસલમાનો તેમ જ હિંદુઓ એમ બંનેએ ઘણી નૈતિક તાકાત ગુમાવી છે એનો ઇનકાર થઈ શકે તેમ નથી. આપણે બંને પોતપોતાના ધર્મના કંગાળ પ્રતિનિધિઓ બન્યા છીએ. આપણે દરે ક, પ્રભુના સાચા બાળ બનવાને બદલે એવી અપેક્ષા રાખીએ છીએ કે બીજા આપણો ધર્મ પાળે અને આપણી ખાતર મરે પણ ખરા. પરંતુ હવે આપણે એવી રીત પસંદ કરી છે, જ ે આપણામાંના પ્રત્યેકને ઈશ્વરાભિમુખ થવાની ફરજ પાડે છે. ... સાત કરોડ લોકો મુસલમાન કહે વાય છે, બાવીસ કરોડ હિંદુ કહે વાય છે પરંતુ સાચા મુસલમાનો અથવા સાચા હિંદુઓ માત્ર થોડા જ છે. એટલે આપણે આપણું ધ્યેય હાંસલ ન કર્યું હોય તો તેનું કારણ આપણા પોતાનામાં જ રહે લું છે. અને આપણે દાવો કરીએ છીએ તેમ આપણી લડત ધાર્મિક હોય તો આપણા પોતાના સિવાય આપણે બીજા કોઈ સાથે અધીરા ન બનીએ, એકમેક સાથે પણ નહીં. [ગાં. અ. ૨૧ : ૧૭૫]
‘‘સમુદાયમાં બચાવી શકાય તે ધર્મ નથી, મત છે’’ ઇસ્લામ બળાત્કારે કોઈને મુસલમાન બનાવવાની રજા નથી આપતો, એટલું જ નહીં પણ બળાત્કારની મનાઈ કરે છે. ઇસ્લામમાં બળાત્કારનો ઉપયોગ થયો છે એ કહે વું નિરર્થક છે. બધા અનુયાયીઓ કંઈ પોતાના ધર્મને નથી અનુસરતા. ગાયોને બચાવવા કંઈ મુસલમાનની કતલની હિંદુ ધર્મમાં આજ્ઞા છે? નથી. છતાં હિંદુ પાગલ બને છે ને મુસલમાન સાથે વઢે છે એ આપણે ક્યાં નથી જાણતા? જો ઇસ્લામમાં બળાત્કારને અવકાશ હોય તો તે ધર્મ નહીં, પણ અધર્મ ગણાય. તેવો બળાત્કાર ઇસ્લામમાં નથી જ એમ મારી ખાતરી છે. જો હોય તો બધા મુસલમાનો ખુલ્લી રીતે કબૂલ ન કરે ? બળાત્કારે આજ લગી એક પણ ધર્મ દુનિયામાં ચાલ્યો નથી. મુસલમાન બાદશાહીનો જ ે ઇતિહાસ આપણને શીખવવામાં આવે છે તેમાં ઘણી અતિશયોક્તિ છે એમ મારું માનવું છે. ખિલાફતની જીતથી મુસલમાનનું જોર વધશે જ, શૌર્ય પણ વધશે જ. પણ તેનો ઉપયોગ હિંદુની સામે થશે એમ માનવાનો અર્થ એ થયો કે મુસલમાનોમાં ખાનદાની જ ેવી વસ્તુ જ નથી; તેઓમાં ઉપકારનો બદલો અપકાર જ છે; એટલે કે તેઓમાં ધર્મ જ નથી! મારો આખો અનુભવ એથી ઊલટો છે. અનેક મુસલમાનોની સચ્ચાઈ ને ખાનદાની મેં અનુભવી છે. પણ હિંદુમુસલમાન ઐક્યનો એવો અર્થ તો ન જ હોય કે કોઈ મુસલમાન કે કોઈ હિંદુ કદી ભૂલ ન જ કરે . ભૂલ કરે છતાં આપણે અડગ રહીએ ત્યારે જ ઐક્યનો ધર્મ પળાયો ગણાય. [ગાં. અ. ૨૧ : ૧૮૩]
नवजीवन નો અક્ષરદેહ [ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨]
19
એકતા અંગે થતા પ્રશ્નો અંગેની ચર્ચા ધર્મપરિવર્તન માટે બળ વાપરવાનું યોગ્ય ઠરાવે એવું કુ રાનમાં કશું જ નથી. આ પવિત્ર ધર્મગ્રંથ તદ્દન સ્પષ્ટ શબ્દોમાં કહે છે : “ધર્મમાં કોઈ બળજબરી હોઈ શકે નહીં.” પેગંબરસાહે બનું સમસ્ત જીવન ધર્મમાં બળજબરીના એક ઇનકાર જ ેવું છે. કોઈ પણ મુસલમાને બળજબરીને ટેકો આપ્યાનું મારી જાણમાં નથી. ઇસ્લામને જો તેના પ્રચાર માટે બળજબરી પર આધાર રાખવો પડતો હોય તો તે એક વિશ્વધર્મ ગણાતો મટી જશે. બીજુ ,ં ઐતિહાસિક દૃષ્ટિએ પણ, તેના અનુયાયીઓ પર બળજબરીથી ઇસ્લામમાં ધર્માંતર કરાવ્યાનો આક્ષેપ, સમૂહગત રીતે સાબિત થઈ શકે તેમ નથી. અને જ્યારે જ્યારે બળજબરીથી ધર્માંતર કરવાના પ્રયત્નો થયા છે, ત્યારે જવાબદાર મુસલમાનોએ આવાં પરિવર્તનોને વખોડી કાઢ્યાં છે. ત્રીજुં, હિંદુમુસ્લિમ એકતાની કલ્પનામાં, બેમાંથી કોઈ પણ પક્ષ કાયમને માટે કંઈ જ બૂરું કરી ન બેસે એવું અગાઉથી શી રીતે ધારી લેવાય? તેથી ઊલટુ,ં એમાં એવું માનવામાં આવે છે કે મોપલાઓએ1 બળજબરીથી કરે લા ધર્માંતર જ ેવા આંચકાઓમાંથી પણ આ એકતા પાર ઊતરી જશે અને આવા પ્રત્યેક કિસ્સામાં આપણે આખી કોમનો દોષ નહીં કાઢીએ, પરંતુ આપણે અમુક વ્યક્તિઓ સામે રાહત મેળવવા પ્રયત્ન કરીશું, અને તે પણ સજા કરાવવાનાં પગલાં લઈને નહીં, પણ લવાદી દ્વારા એમ કરીશું. ...હિંદુઓ અને મુસલમાનો બેમાંથી કોઈ એક પાગલ બને ત્યારે હિંદુ તેમ જ મુસલમાનો માટે બે જ માર્ગો ખુલ્લા છે. એક તો એ કે સામો બદલો લીધા વિના બહાદુરીથી મરી ફીટવું. એથી તોફાન વધતું એકદમ અટકશે. અથવા બીજો માર્ગ એ કે વેર લેવું અને જીવવું કે મરવું. દુનિયા જ્યાં સુધી ટકશે ત્યાં સુધી વ્યક્તિઓ માટે આ બંને માર્ગો રહે વાના. આપણે અસહાય બન્યા છીએ માટે બધા પ્રશ્નો ઊભા થાય છે. વેર લીધા વિના આપણા ધર્મ માટે મરવાની દૈવી કળા આપણે ભૂલી ગયા છીએ અને આપણા જાનના જોખમે સ્વબચાવ માટે બળ વાપરવાની કળા પણ આપણે એટલે જ દરજ્જે ભૂલી ગયા છીએ. હિંદુમુસ્લિમ એકતા બહાદુર પુરુષો વચ્ચેની ભાગીદારી ન હોય તો તેનો કશો અર્થ નથી. આપણે હં મેશાં એકબીજાનો વિશ્વાસ કરવો જોઈએ, પરંતુ છેલ્લા ઉપાય તરીકે આપણે આપણી જાતમાં અને આપણા ઈશ્વરમાં વિશ્વાસ રાખવો જોઈએ. [ગાં. અ. ૨૧ : ૧૯૫-1૯૭]
હિંદુમુસલમાન હિંદુમુસલમાન એકબીજાથી રિસાઈ જાય તે કેમ ચાલે? મલબાર વિશે મારી પાસે અનેક કાગળો આવ્યા કરે છે. તેમાં એક જણે લખ્યું છે: “હિંદુમુસલમાન એકદિલ નથી.” આ વાક્ય એકે લખ્યું તે એકનું જ છે એમ હં ુ ચોક્કસ માનું છુ .ં હિંદુમુસલમાન બંનેનાં દિલ કુ મળાં છે. 1. કેરળના મલબાર વિસ્તારમાં વસનારા અરબસ્તાનના વંશજો. 20
[ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
મુસલમાન એમ ન માને કે તેઓ અને હિંદુઓ બે એકલા જ છે. તેમની વચ્ચે ત્રીજો ખુદા પણ ઊભેલો જ છે. હિંદુઓ પણ એવી શ્રદ્ધા કાં ન રાખે કે ઈશ્વરભક્તને મુસલમાન શું કરવાને મારે ? પાખંડ હોય તો જ મુસલમાન મારી શકે. પણ અત્યારે તો પાખંડ નથી છોડતા હિંદુ કે નથી છોડતા મુસલમાન; છતાં બંને સ્વરાજ મેળવવાની, ખિલાફતને છોડવવાની અને ગાયને બચાવવાની વાત કરી રહ્યા છે. હિંદુઓએ ગાયને બચાવવી હોય તો મુસલમાનને ખોળે માથું મૂકી દેવું જોઈએ. તે વખતે ખુદા મુસલમાનોના દિલમાં વસશે જ વસશે અને ગાયને બચાવશે. મુસલમાનના ધર્મમાં ગાય મારવાની મનાઈ નથી છતાં પાડોશીનું દિલ દુખાય એવું કામ કરતાં અટકવું એ તેમની ફરજ છે. હિંદુમુસલમાન બંને ડરપોક હૃદય રાખીને નહીં પણ સાફ દિલ રાખીને સ્વરાજ મેળવી શકશે એટલું જ નહીં, પણ ખિલાફત તેમ જ ગાય બંનેને બચાવશે. [ગાં. અ. ૨૧ : ૩૨૪-૩૨૫]
‘‘લાતનો ઉત્તર ગોળી એમ પાપ વધતું જ જાય છે’’ ઈશ્વરકૃ પાએ ફરી પાછા આપણે શાંત થયા છીએ. એકબીજાનાં માથાં નથી ભાંગતા, પથરા નથી ફેં કતા, મકાનો નથી બાળતા. પણ હજુ આપણામાંના કેટલાકના મનમાં રોષ છે, ઝેર છે ને બીક છે એ મારી પાસે આવતા કાગળો ને માણસોનાં વચન પરથી હં ુ જોઈ શકું છુ .ં આપણી વચ્ચે ખરો સંપ તો ત્યારે થયો કહે વાય કે જ્યારે આપણે મનનો મેલ ને મનની બીક કાઢી નાખીએ. પ્રથમ કામ તો આપણું એ છે કે હિંદુ ને મુસલમાન બંને પોતાનો ગુનો પૂરેપૂરો કબૂલ કરે . જ ેમણે જબરદસ્તી કરવામાં, બળાત્કાર કરવામાં પહે લ કરી હોય તેનો ગુનો થયો ગણાય. હં ુ કોઈને ગાળ દઉં તો તેની પછી થતાં પરિણામોનો જવાબદાર હં ુ જ બનું. જો હિંદુમુસલમાને પરદેશી ટોપી ઉતારવાનું શરૂ કર્યું હોય, પથરા ફેં કવાનું શરૂ કર્યું હોય તો ગુનો તેઓનો છે. વળી તેઓની સંખ્યા વધારે છે અને શાંતિના કસમ પણ વધારે હિંદુમુસલમાને ખાધા છે એટલે દરે ક રીતે જવાબદારી તેમણે ઓઢવી જ જોઈએ. કાયદામાં કોની જવાબદારી ગણાય એ વિચાર હં ુ નથી કરતો. હં ત ુ ો વ્યવહારનીતિનો જ વિચાર કરું છુ .ં જો જગતમાં એક જ પક્ષ ભૂલ કરનાર હોય ને બીજો ખામોશ જ રહે તો ભૂલ થતી તદ્દન અટકે. ઘોષ ને પ્રતિઘોષ, કાર્ય ને ઉત્તર એમ સાથે સાથે ન જ ચાલે તો જગત આખું ઉપાધિમુક્ત થાય. પણ સામાન્ય વર્તણૂકમાં ગાળનો ઉત્તર તમાચો. તમાચાનો ઉત્તર લાત ને લાતનો ઉત્તર ગોળી એમ પાપ વધતું જ જાય છે. એમ તો વેર લેનારા પણ છેવટે એકબીજાની માફી માગી પાછા મિત્ર બને છે — શું એટલું આપણે ન કરી શકીએ? [ગાં. અ. ૨૧ : ૪૪૦-૪૪૧]
नवजीवन નો અક્ષરદેહ [ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨]
21
‘‘મિત્રતા કરે ને દુશ્મનાવટ લણે એ બનવાજોગ નથી.’’ ડર રાખવો એ આપણી અશાંતિ, આપણો વેરભાવ સૂચવે છે. આપણે જ ેને દુશ્મન માનીએ તે તો જરૂર દુશ્મન બને જ. જો દુશ્મનને પણ મિત્ર ગણી વર્તીએ તો તે કાળે કરીને મિત્ર જરૂર થાય. માણસ વિચારે તેવો બને છે. જ ેવું કરે છે તેવું ભરે છે. મિત્રતા કરે ને દુશ્મનાવટ લણે એ બનવાજોગ જ નથી. આપણો અસહકાર એ દુશ્મનને પણ મિત્રતાથી જીતવાનું સાધન છે. આ ધર્મ કાંઈ કેવળ હિંદુનો નથી. ઇસ્લામ પણ એ જ શીખવે છે. ઇસ્લામમાં સબૂરીને પ્રથમ પદ આપ્યું છે. લડાઈને જગ્યા છે, પણ તે તો કેવળ જ્યારે બધા ઉપાયો લેવાઈ ચૂક્યા હોય ને પોતે અત્યાચારી કરતાં ઓછા હોય અને ન લડવું એ કાયરતાની નિશાની ગણાય તથા જ્યારે લડાઈ કરાવનારો કોઈ ભારે ઉજ્જ્વળ આત્મા હોય કે જ ેની ઉપર સહુનો ભરોસો હોય ને જ ેને પોતાનો સ્વાર્થ ન હોય, ત્યારે . હિંદુસ્તાનમાં એવી સ્થિતિ છે જ નહીં ને હોય જ નહીં. આપણે સંખ્યામાં ઘણા છીએ. આપણને લડાઈમાં દોરવનાર કોઈ નથી. આપણું લડવું એ મરદાઈની નિશાની નહીં હોય. આપણે તો પોતે જ બીજા બધા ઉપાયો લઈ ચૂક્યા નથી. આપણે શાંતિનો પાઠ પૂરો ભણ્યા નથી, આપણે સ્વદેશી વ્રત પૂરું પાળ્યું નથી, આપણે સાચા થયા નથી, આપણે હિંદુમુસલમાને મનનો મેલ તદ્દન કાઢ્યો નથી, આપણામાંના ઘણાને હજી સરકારની સાથે સહકાર વહાલો છે. આ સ્થિતિમાં લડાઈ તે જ ેહાદ નહીં ગણાય પણ તે ફિસાદ ગણાય, એમ મેં ઘણા આલીમોને1 મુખે સાંભળ્યું છે. એટલે ગમે તે ધર્મનો વિચાર કરતાં આપણે એક જ નિર્ણય પર આવી શકીએ છીએ. આપણે દુશ્મનને પ્રેમથી જીતવો છે. તેથી ધોળું લશ્કર કે કાળું ગમે તે આવે, તેની સાથે આપણું વર્તન એક જ હોવું જોઈએ. [ગાં. અ. ૨૧ : ૫૧૧]
હિંદુઓ અને મોપલાઓ મોપલાઓએ કરે લા અનેક અત્યાચારોને એકંદરે મુસલમાનોએ વખોડ્યા નથી અથવા કોઈ પણ રીતે મંજૂર રાખ્યા છે એવું મલબારના મિત્રો ધારતા હોય તો તેઓ ભૂલ કરે છે. યુદ્ધમાં પણ સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોની કનડગત ન કરવાનું ઇસ્લામનું ફરમાન છે. અમુક ચોક્કસ શરતો હે ઠળ ન હોય ત્યાં સુધી જ ેહાદને પણ ઇસ્લામ ન્યાયી ગણતો નથી. ઇસ્લામના કાનૂનના મારા જ્ઞાન પ્રમાણે તો મોપલાઓ પોતાની મરજીમાં આવે ત્યારે જ ેહાદ જાહે ર ન કરી શકે. મૌલાના અબદુલ બારી2એ તો મોપલાના અત્યાચારોને જરૂર વખોડી કાઢ્યા છે. પણ મુસલમાનોએ તેમને વખોડ્યા ન હોય તેથી શું? હિંદુમુસ્લિમ મિત્રાચારી એ કંઈ સોદો નથી. ખુદ મિત્રાચારી શબ્દ જ આવા કોઈ ખ્યાલને બાતલ રાખે છે. આપણે રાષ્ટ્રીય વૃત્તિ 1. વિદ્વાન પુરુષ. 2. ખિલાફત આંદોલનના આગેવાન, વિદ્વાન અને લેખક (૧૮૭૮-૧૯૨૬). 22
[ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
કેળવી હોય તો એક હિંદુની માફક મોપલા પણ સંપૂર્ણપણે આ દેશના રહે વાસી છે. હિંદુઓ હિંદુના ધર્મઝનૂન કરતાં મોપલાના ધર્મઝનૂનને વધારે મહત્ત્વ ન આપે. મોપલાઓને બદલે મલબારમાં હિંદુઓએ જ હિંદુઓનાં ઘર લૂંટ્યાં હોત તો કોની સામે ફરિયાદ કરવામાં આવી હોત? હિંદુઓએ મુસલમાનોની પેઠ ે જ આવા બનાવોનો ઉપાય શોધી કાઢવો રહ્યો. જ્યારે કોઈ હિંદુ કે મુસલમાન અનિષ્ટ આચરણ કરે ત્યારે , એક હિંદીએ બીજા હિંદી પ્રત્યે અનિષ્ટ આચરે લું ગણાય, અને આપણામાંથી દરે ક જણે પોતાને આ દોષના સરખા ભાગીદાર ગણી તે અનિષ્ટને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. એકતાનો આ સિવાય બીજો કોઈ અર્થ નથી. રાષ્ટ્રવાદમાં કાંઈ નહીં તો આટલું હોવું જોઈએ, નહીં તો તે વ્યર્થ છે. રાષ્ટ્રવાદ સંપ્રદાયવાદ કરતાં મોટો છે. અને એ દૃષ્ટિએ આપણે સૌપ્રથમ હિંદી છીએ, અને ત્યાર પછી જ હિંદુ, મુસલમાન, પારસી અને ખ્રિસ્તી છીએ. ... હિંદુમુસ્લિમ એકતાએ જો માત્ર અન્યોન્ય ભાવ પર આધાર રાખવો પડતો હોય તો તે ખૂબ જ સસ્તી અને છેલબટાઉ બાબત થઈ પડશે. પતિની વફાદારી શું પત્નીની વફાદારી પર આધાર રાખે છે અથવા પતિ સ્વચ્છંદી છે માટે પત્ની શું બેવફા બને? લગ્નમાં જોડાનાર વ્યક્તિઓ જ્યારે પોતાના ચારિત્ર્યને કેવળ આપ-લેની બાબત ગણશે ત્યારે લગ્ન એક તુચ્છ વસ્તુ બની જશે. એકતા લગ્ન જ ેવી છે. પત્ની પતનની તૈયારીમાં હોય ત્યારે પતિએ તેની વધારે નજીક આવવું જોઈએ. ત્યારે જ બેવડો પ્રેમ રે ડવાનો સમય હશે. એટલા માટે જ મોપલા અને મુસલમાન હિંદુને હાનિ પહોંચાડે તેમ હોય અથવા તેમણે હાનિ પહોંચાડી દીધી હોય ત્યારે પણ હિંદુએ તે બંનેને, મુસલમાનને અને મોપલાને વધારે ચાહવા જોઈએ. સાચી એકતાએ તો તૂટ્યા વિના, કપરીમાં કપરી કસોટીનો સામનો કરવો રહ્યો. એ સંબંધ અતૂટ હોવો જોઈએ. ઉપરોક્ત લીટીઓમાં મેં દેશ સામે એક સાદો સ્વાર્થી વિચાર મૂક્યો છે એવું હં ુ માનું છુ .ં હિંદુ શું તેના દેશ અને ધર્મને પોતાની જાત કરતાં વધારે ચાહે છે? जो તે ચાહતો હોય તો એ ફલિત થાય છે કે દેશ કે ધર્મને ન જાણનાર અજ્ઞાની મુસલમાન સાથે તેણે તકરાર ન કરવી જોઈએ. પોતાના બાળકના ટુકડા થવા દેવાને બદલે તેને એની અપરમાતાને આપી દેવા તૈયાર થયેલી પેલી જગતભરમાં પંકાયેલી માતાના કાર્ય જ ેવું આ કાર્ય છે. એટલું સ્પષ્ટ છે કે બાળકના ટુકડા કરવાની વાત પેલી અપરમાતાને તો માફક આવી જ ગઈ હોત. આપણે ધારી લઈએ (જ ે હકીકતે સાચું નથી) કે મોપલાઓએ જ ે કંઈ કર્યું હતું તે મુસલમાનો ખરે ખર મંજૂર રાખે છે. એટલા માટે શું એકતા તોડી નાખવી? અને એ તોડી નાખવામાં આવે તેને લીધે શું હિંદુઓની સ્થિતિ વધારે સારી થશે? મોપલાઓ અને તેમના ધર્મબંધુ મુસલમાનોનો નાશ કરવા માટે પરદેશી મદદ મેળવીને શું તે મોપલા ઉપરનું પોતાનું વેર લેશે અને કાયમને માટે ગુલામ બનીને સંતોષ માનશે? અસહકાર સાર્વત્રિક સિદ્ધાંત છે, કેમ કે તે બીજા કોઈ સંબંધો જ ેટલો જ કુ ટુબ ં ના સંબંધોને પણ લાગુ કરી શકાય તેમ છે. શક્તિ અને સ્વાશ્રય વિકસાવવાની એ પ્રક્રિયા છે. હિંદુઓ અને મુસલમાનો, બંનેએ તેઓ ખરે ખર એક બને તે પહે લાં એકલા અને આખી દુનિયાની સામે ઊભા
नवजीवन નો અક્ષરદેહ [ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨]
23
રહે તાં શીખવું જોઈએ. આ એકતા નિર્બળ પક્ષો વચ્ચેની નહીં પણ પોતાની તાકાતનું ભાન ધરાવનારા માણસો વચ્ચેની હશે. મુસલમાનો લઘુમતીમાં હોય ત્યાં જ તેમને ધર્મપાલન માટે હિંદુઓની શુભેચ્છા પર આધાર રાખવાનો હોય તો તે દિવસ તેમને માટે ખરાબ દિવસ હશે. એ જ વસ્તુ હિંદુ માટે પણ સાચી છે. અસહકાર આત્મ-સાક્ષાત્કારની પ્રક્રિયા છે. શક્તિશાળી જો પશુ બને અને નબળાને કચડે તો આ આત્મસાક્ષાત્કાર થઈ ન શકે. પછી તો વધારે બળવાનને હાથે તેમણે કચડાવું રહ્યું. તેથી, હિંદુઓ અને મુસલમાનોએ જો ખરે ખર ધર્મનિષ્ઠ માણસો તરીકે જીવવું હોય તો તેમણે આંતરિક તાકાત કેળવવી જોઈએ. તેમણે બંનેએ તાકાતવાન અને નમ્ર બનવું રહ્યું. [ગાં. અ. ૨૨ : ૨૪૬-૨૪૮]
‘‘એક પોતાની ફરજ ન અદા કરે તોપણ બીજાએ પોતાની ફરજ ન ચૂકવી’’ ધાર્મિક વરઘોડાનું વાજુ ં શરૂ થયું એટલે વાગતું રહે વું જોઈએ એવો અચલિત ધાર્મિક કાયદો નથી એમ હં ુ માનું છુ .ં મુસલમાન ભાઈઓની લાગણી ન દુભાય તેટલા સારુ અમુક પ્રસંગે વાજુ ં બંધ કરવાની હિંદુની ફરજ છે એમ પણ હં ુ માનું છુ .ં પણ મુસલમાનની તલવારથી ડરીને વાજુ ં બંધ કરવું એ અધર્મ છે એવું પણ હં ત ુ ેટલા જ નિશ્ચયપૂર્વક માનું છુ .ં જ ેમાં મુસલમાનને દબાવીને તેને ગાયનો વધ કરતાં ન રોકાય તેમ જ હિંદુને દબાવીને મુસલમાન હિંદુનું વાજુ ં બંધ ન કરાવી શકે. જો બંને પક્ષને મિત્રતા વહાલી હોય તો બંને પોતાની ગરજ ે ગોકશી (ગોવધ) ને વાજાં બંધ કરે . એક પોતાની ફરજ ન અદા કરે તોપણ બીજાએ પોતાની ફરજ ન ચૂકવી જોઈએ એમ પણ હં ુ માનું છુ .ં પણ બેમાંથી એકે જમીનદોસ્ત થવા છતાં પણ તલવારબળને વશ ન જ થાય — ન થઈ શકે — ન થવા જોઈએ, શાંત અસહકાર કરવાનો પ્રસંગ પડ્યે દરે ક જણનો હં મેશ હક છે. એ કંઈ સરકારની સામે કરાય ને પોતપોતાનામાં ન કરાય એવું નથી. વળી હિંદુ મુસલમાનની સામે જ કરે અથવા મુસલમાન હિંદુની સામે જ કરે પણ એક હિંદુ બીજા હિંદુ સામે કે એક મુસલમાન બીજા મુસલમાન સામે ન કરી શકે એવુંયે કંઈ નથી. સિદ્ધાંતની વાતમાં બાપદીકરા વચ્ચે પણ અસહકાર કરવો પડે. આવો પ્રસંગ વીસનગરના હિંદુ સમક્ષ આવ્યો છે કે નહીં એ સવાલ છે. મારી અલ્પમતિ પ્રમાણે એ પ્રસંગ નથી આવ્યો. ગૂઢ પ્રશ્નના ફેં સલા પ્રત્યેક ગામના હિંદુમુસલમાન આપમુખત્યારીથી ન જ કરી શકે. તાત્કાલિક પરિણામ તેથી સારું આવ્યું એમ જીતેલો પક્ષ ભલે માને, પણ તેનું સ્થાયી પરિણામ તો બૂરું જ આવવાનું. વળી એક ગામમાં એક પક્ષ જીતે તેથી તે પક્ષના બીજા સહધર્મોને લાભ થયો એમ પણ માનવાનું કારણ નથી. વીસનગરમાં હિંદુઓની સંખ્યા વધારે હોવાથી રાજબળથી કે અસહકારના બળથી તેઓ મુસલમાનને નમાવે તેથી શું થયું? બીજા ગામમાં જ્યાં મુસલમાનોને પ્રસંગ અનુકૂળ હોય ત્યાં તેઓ હિંદુને દબાવે એ વીસનગરના હિંદુઓને ગમશે કે? જો એવું તેમને નહીં ગમે તો વીસનગરના મુસલમાનોની હાર બીજા ગામના મુસલમાનોને ગમે? વીસનગરના હિંદુઓએ લીધેલો રસ્તો આરં ભમાં ભલે 24
[ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
મીઠો હોય પણ પરિણામે ઝેરી હોઈ ગીતામત પ્રમાણે ત્યાજ્ય છે. મારે યાદ દેવડાવવાની જરૂર નથી કે વીસનગરના હિંદુઓને હં ુ એમ નથી કહે તો કે તેઓ વાજુ ં વગાડવાનો હક દબાઈને છોડી દે, હં ુ એમ પણ નથી કહે તો કે તેઓ કદી અસહકાર ન કરે . પણ હં ુ જરૂર નમ્રપણે એવો અભિપ્રાય આપું છુ ં કે મારી પાસે આવેલી હકીકત બરાબર હોય તો હિંદુઓનો અસહકાર ઉતાવળો છે; તેઓએ તેની પૂર્વે લેવા જોઈતા બધા ઇલાજો લીધા નથી. તેઓનામાં શાણપણ હોય તો તેઓ સત્તાનો ઉપયોગ ઓછામાં ઓછો કરે . વીસનગરમાં સત્તાધિકારીઓએ પોતાનું કામ શાંતિથી, ચતુરાઈથી ને નિષ્પક્ષપાતપણે લીધું છે એમ સાંભળું છુ .ં આ તટસ્થ હિંદુ પાસેથી સાંભળેલું લખું છુ .ં તટસ્થ મુસલમાનના મન ઉપર શી અસર પડે એ હં ુ હજુ જાણતો નથી. ...પણ હિંદુમુસલમાન વચ્ચે ઐક્ય ન જ થાય એ માન્યતા મને તો ભયંકર લાગે છે. એ વિચારમાં ધાર્મિક દોષ છે. એ વિચાર હિંદુ સંસ્કૃતિનો વિરોધી છે. હિંદુ ધર્મમાં કોઈનો સર્વથા નાશ નથી, એટલે કે સૌમાં એક જ આત્મા રહે લો છે. હિંદુ એમ કહે જ નહીં કે તે માને તેમ બીજા માને તો જ તેઓ સ્વર્ગે જાય. મુસલમાન એવું માને છે કે નહીં એ હં ુ નથી જાણતો. પણ મુસલમાન ભલે એમ માને કે હિંદુમાત્ર કાફર હોઈ સ્વર્ગને લાયક થઈ જ ન શકે. એની ઉપર પણ પ્રેમ કરવો ને તેને પ્રેમપાશથી બાંધી લેવો એમ હિંદુ ધર્મ શીખવે છે. કેમ કે હિંદુ ધર્મ કોઈ પણ ધર્મની અવગણના નથી કરતો. બધાને કહે છે : “સ્વધર્મમાં જ શ્રેય છે.’’ વ્યવહારદૃષ્ટિએ પણ હિંદુમુસલમાન વચ્ચે ઐક્ય અસંભવિત છે એમ માનવું એટલે આપણે સદાયની ગુલામી કબૂલ કરવા જ ેવું છે. જ ે હિંદુ ધર્મ એમ માને કે સાત કરોડ મુસલમાનને હિંદુસ્તાનમાંથી નાબૂદ કરી શકાય તે ગાઢ અજ્ઞાન નિદ્રામાં સૂતો છે એમ કહે તાં મને સંકોચ નથી થતો. આટલું તો હિંદુ ભાઈઓને. મુસલમાન ભાઈઓએ ગંભીર ભૂલ કરી છે. ઇસ્લામની ઉજ્જ્વળતા તલવારથી નથી રહી એમ મુસલમાન તવારીખો કહે છે. ઇસ્લામની તલવારે ભલે ઇસ્લામનું રક્ષણ કર્યું હોય, પણ તલવારથી ઇસ્લામે ન્યાયાન્યાયના ફેં સલા નથી કર્યા. આજ લગી કોઈ ધર્મ જગતમાં કેવળ તલવાર ઉપર નથી નભી શક્યો. જ્યારે ત્યારે તલવાર જ કાઢવાની ટેવ ખરાબ છે, ધર્મનો નાશ કરનારી છે, એવું પરધર્મી હોવા છતાં વીસનગરના મુસલમાનોને હં ુ અવશ્ય કહે વા માગું છુ .ં ઇસ્લામને ઉજ્જ્વળ કરનારા તેના ફકીરો, સૂફીઓ ને તત્ત્વજ્ઞાનીઓ છે. તેઓએ પોતાની કે ધર્મની રક્ષા તલવારથી નથી કરી પણ પોતાના રૂહાની બળથી કરી છે એમ ઇસ્લામી તવારીખ સાબિત કરે છે. વીસનગરના મુસલમાનોએ પોતાની તલવાર મ્યાનમાં ઘાલવી જોઈએ. તલવારબળથી તેઓ હિંદુઓને મસ્જિદ પાસેથી વાજાં વગાડતાં રોકી નહીં શકે. ત્રીસચાળીસ વર્ષથી હિંદુઓ વાજાં વગાડતા આવ્યા છે. તેઓને એકાએક વાજાં વગાડતાં રોકવા એ મુશ્કેલ કામ છે. એ કામ તલવારથી તો ન જ થઈ શકે. જ ેવું આપણને લાગે તેવું જ બીજાને લાગે એવો દુનિયાનો
नवजीवन નો અક્ષરદેહ [ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨]
25
કાયદો છે. જો હિંદુઓ મુસલમાન પાસેથી બળાત્કારે કંઈ હક માગે તો તે નહીં આપે. તેમ જ બળાત્કારે હિંદુ પાસેથી પણ કશું ન લેવાય એમ વીસનગરના મુસલમાન ભાઈઓએ શાંત ચિત્તે વિચારી લેવું જોઈએ. હં ુ નહીં કહં ુ કે ચાળીસ વર્ષથી હિંદુઓ વાજુ ં વગાડતા આવ્યા હોય તેથી તે ભૂલ હોય તોપણ તેને વગાડતા ન જ અટકાવાય. ખોટુ ં લાંબો કાળ નભવાથી સાચું નથી થઈ શકતું. પણ ખોટુ ં તલવારથી ન સુધરે ; સમાધાનીથી જ સુધરે . વીસનગરના હિંદુઓને તેઓની ભૂલ હોય તો તે બતાવવી જોઈએ. તેઓને સમજાવીને કામ લઈ શકાય. તેઓ ન સમજ ે ને વાજુ ં વગાડતા જાય તેથી કંઈ મુસલમાનની નમાજ ખોટી ન થાય. નમાજ ખોટી થવી ન થવી તે નમાજીના દિલ ઉપર આધાર રાખે છે. એમ વાંચ્યું છે કે પેગંબરસાહે બ લડાઈ ચાલતી હોય, તલવારોનો ખણખણાટ થઈ રહ્યો હોય, ઘોડાં હણહણી રહ્યાં હોય, તીર સુસવાટો કરી રહ્યાં હોય, — ત્યારે પણ શાંત ચિત્તે, એકધ્યાન થઈ નમાજ પઢી શકતા હતા. તેમણે મક્કાના બુતપરસ્તોનાં દિલ મહોબતથી હરણ કર્યાં હતાં. પેગંબરસાહે બે જ ે નમૂનો વારસામાં મૂક્યો છે તેને વીસનગરના મુસલમાનો કેમ ભૂલે છે? નમાજ પઢવાની તેમની ફરજ છે એવું કુ રાન શરીફમાં વાંચ્યું છે; બીજા વાજુ ં વગાડતા હોય તેને બળાત્કારે રોકવાનો મુસલમાનોનો હક છે કે તેમ કરવાની તેમની ફરજ છે એવું નથી વાંચ્યું, નથી સાંભળ્યું. હિંદુઓને તેઓ મહોબતથી વીનવી શકે છે. ન માને તો વીસનગર બહારના હિંદુમુસલમાનની મદદ માગી શકે છે. સમાધાની સિવાય બીજો રસ્તો જ ેમ હિંદુઓને નથી તેમ જ મુસલમાનોને પણ નથી. ... હિંદુમુસલમાન વચ્ચે બીજા ઘણા સવાલોનો વિચાર આપણે नवजीवनમાં કરશું, પણ એક વસ્તુનો નિશ્ચય તો તુરત થવો જ જોઈએ, કે એકબીજા વચ્ચેના ઝઘડાનો ફેં સલો પંચ મારફતે કે કોર્ટ મારફતે જ થઈ શકે. ધર્મને નામે કે બીજ ે નામે તલવાર ઉગામવી એકબીજા ઉપર હરામ હોવું જોઈએ. મુસલમાનથી હિંદુ ડર્યા કરે એ જ ેમ હિંદુને નથી શોભતું તેમ જ તેમ ડરાવવું એ મુસલમાનને નથી શોભતું. ડરાવનાર અને ડરનાર બંને ભૂલ ખાય છે. બેમાંથી કોનો દરજ્જો ચડિયાતો છે એ તો હં ુ નહીં કહી શકું, પણ મારે પસંદગી કરવાની હોય તો હં ુ જરૂર ડરનારની ટોળીમાં બેસું ને ડરાવનારની સામે પૂરો અસહકાર કરું . ડરનારની ઉપર ખુદા રહે મ કરશે; ડરાવનારને તેની તકોબરીને સારુ દરવાજો દેખાડશે એમ મારી ખાતરી છે. [ગાં. અ. ૨૩ : ૫૦૫-૫૦૯]
ગોવધ ગોરક્ષાને હં ુ હિંદુ ધર્મનું પ્રધાન અંગ ગણું છુ ં — પ્રધાન એટલા સારુ કે ઉચ્ચ વર્ગો તેમ જ આમપ્રજા બંનેને એ સામાન્ય છે — છતાં આ બાબત પર એકલા મુસલમાનો સામે જ આપણો જ ે સદાય રોષ રહે છે તે હં ુ કેમે કરીને સમજી શક્યો નથી. અંગ્રેજોને વાસ્તે દરરોજ કેટલીયે ગાયોની કતલ થાય છે. પણ એ વિશે તો આપણે ભાગ્યે જ કદી શબ્દોચ્ચાર સરખો 26
[ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
કરીએ છીએ. માત્ર કોઈ મુસલમાન ગાયની કતલ કરે છે ત્યારે જ આપણે ક્રોધથી લાલચોળ થઈ જઈએ છીએ. ગાયને નામે જ ેટલા ટંટાઓ થયા છે એ એકેએકમાં નર્યો ગાંડપણભર્યો શક્તિક્ષય થયો છે. એથી એકે ગાય બચી નથી, ઊલટુ ં મુસલમાનો વધારે આગ્રહી બન્યા છે અને પરિણામે વધારે ગાયો કપાવા લાગી છે. મેં જોયું છે કે ૧૯૨૧ની સાલમાં મુસલમાનોના સ્વયંપ્રેરિત અને ઉદાર પ્રયત્નથી જ ેટલી ગાયો બચી હતી તેટલી અગાઉનાં લગભગ વીસ વરસ દરમિયાનના હિંદુઓના પ્રયત્નથી કહો કે નહીં બચી હોય. ગોરક્ષાનો પ્રારં ભ તો આપણે જ કરવો રહ્યો છે. હિંદુસ્તાનમાં ઢોરોની દુર્દશા છે તેવી દુનિયાના બીજા કોઈ પણ ભાગમાં નથી. હિંદુ ગાડાંવાળાઓને પોતાના થાકીને લોથ થયેલા બળદોને નિર્દયપણે આરવાળી પરોણીથી હાંકતા જોઈ મેં આંખમાંથી આંસુ ઢાળ્યાં છે. આપણાં અધભૂખ્યાં રહે તાં ઢોરો આપણી જીવતીજાગતી નામોશી છે. ગાયોની ગરદનો કસાઈની છૂરીનો ભોગ થાય છે કારણ આપણે હિંદુઓ ગો-વિક્રય કરીએ છીએ. આ સ્થિતિમાં એકમાત્ર સંગીન અને શોભાભર્યો ઉપાય એ જ છે કે મુસલમાનોનાં હૃદય આપણે જીતી લેવાં અને ગાયનું રક્ષણ કરવાનું તેમની ખાનદાની પર છોડી દેવું. ગોરક્ષા મંડળીઓએ ઢોરોને ખવડાવવા તરફ, તેમના પર ગુજરતું ઘાતકીપણું અટકાવવા તરફ અને ગોચર જમીનોનો દિવસે દિવસે થતો જતો લોપ અટકાવવા તરફ, ઢોરોનો ઉછેર સુધારવા તરફ, ગરીબ ગોવાળો પાસેથી તેમને ખરીદી લેવા તરફ અને હાલની પાંજરાપોળોને દૂધની આદર્શ સ્વાશ્રયી ડેરીઓ બનાવવા તરફ ધ્યાન દેવું ઘટે. ઉપર જણાવેલી બાબતોમાંની એક પણ કરતાં જો હિંદુઓ ચૂકે તો તેઓ ઈશ્વર તેમ જ મનુષ્ય સન્મુખ ગુનેગાર ઠરશે. મુસલમાનોને હાથે થતો ગોવધ જ ે તેઓ ન અટકાવી શકતા હોય તો તેમાં કંઈ તેમને માથે પાપ નથી ચડતું, પણ જ્યારે ગાયને બચાવવા ખાતર તેઓ મુસલમાનની સાથે કજિયો માંડે છે ત્યારે તેઓ અવશ્ય ભારે પાપ કરે છે. [ગાં. અ. ૨૪ : ૧૪૦-૧૪૧]
મારી આસ્થા આ દુ:ખી દેશમાં હિંદુમુસલમાન વચ્ચે કાયમની એકદિલી થયા વગર કશું સુફળ મેળવવાનો સંભવ મને તો દેખાતો નથી. હં ુ એમ પણ માનું છુ ં કે આવી એકતા તાબડતોબ સ્થાપી શકાય એમ છે કારણ કે એ સાવ સ્વાભાવિક અને બંને કોમોને માટે જીવાદોરી સમાન જરૂરી છે અને મનુષ્ય-સ્વભાવ ઉપર મને આસ્થા છે. મુસલમાનો અનેક બાબતોને માટે જવાબદાર હશે. હં ુ પોતે જ ેને “બૂરા” કહી શકાય એવા મુસલમાનોના સમૂહના નિકટ સંબંધમાં આવ્યો છુ .ં છતાં મને એવો એક પ્રસંગ યાદ નથી કે જ ેમાં તેમની જોડેના વહે વારને સારુ મારે પસ્તાવું પડ્યું હોય. મુસલમાનો શૂરા છે, ઉદાર દિલના છે અને જ ે ક્ષણે તેમના હૃદયમાંથી શંકા નિર્મૂળ થઈ પડશે તે જ ક્ષણે વિશ્વાસ રાખનારા છે. વળી જ્યાં હિંદુ પોતે કાચનાં ઘરોમાં રહે નારા હોય ત્યાં પોતાના મુસલમાન પાડોશીઓનાં ઘર પર પથરા ફેં કવાનો તેમને કશોયે અધિકાર નથી. આપણે પોતે દલિત વર્ગો પર શી શી વિતાડી છે અને હજુ વિતાડી રહ્યા છીએ એની
नवजीवन નો અક્ષરદેહ [ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨]
27
કલ્પના કરી જુ ઓ. જો “કાફર” શબ્દ તિરસ્કારસૂચક છે તો “ચાંડાલ” કેટલો વધુ તિરસ્કારસૂચક છે? પણ આપણે આપણા દલિત વર્ગો પ્રત્યે ચલાવેલા વર્તનનો તો કદાચ દુનિયાના ધર્મોના ઇતિહાસમાં ક્યાંય જોટો નથી. દુ:ખની વાત તો એ છે કે આ વર્તણૂક હજુ આજની ઘડીએ પણ ચાલુ છે! જરા વાઇકોમ1 તરફ જ નજર કરો ને! માણસજાત તરીકેના હકના શ્રીગણેશાયને ખાતર જ કેવડુ ં મહાભારત મંડાણું છે! ઈશ્વર સીધી સજા નથી કરતો. એની ગતિ ન્યારી છે. કોણ કહી શકશે કે આજનાં આપણાં બધાં જ દુ:ખ એ એક ઘોરતમ પાપનું ફળ નહીં હોય? ઇસ્લામની તવારીખ જો ઇસ્લામના નૈતિક ઊંચાણમાં કોઈ કોઈ જગ્યાએ સ્થાન દેખાડે છે તો સાટે એનાં ઉજ્જ્વળ પૃષ્ઠોની સંખ્યા પણ કંઈ નાની નથી. વળી ઇસ્લામ એના જશના દિવસોમાં પરમત- અસહિષ્ણુ નહોતો. દુનિયા આખીને એણે પોતાની મહત્તા વડે ચકિત કરી મૂકી હતી. જ્યારે પશ્ચિમ અંધકારમાં ડૂ બેલું હતું ત્યારે પૂર્વ દિશાના આકાશમાં એક ઝળહળતો તારો ઊગ્યો અને તેણે દુ:ખપીડિત દુનિયાને રોશની આપી, દિલાસો આપ્યો. ઇસ્લામ કોઈ જૂ ઠો ધર્મ નથી. હિંદુઓ આદરપૂર્વક તેનો અભ્યાસ કરી જોશે તો હં ુ જ ેમ તેને ચાહં ુ છુ ં તેમ તેઓ પણ ચાહશે. આ દેશમાં એ અસભ્ય અને ઝનૂની બની ગયો હોય તો આપણે કબૂલ કરીએ કે તેની એવી વિકૃ તિ કરવામાં આપણો પોતાનો હિસ્સો કંઈ નાનોસૂનો નથી. જો હિંદુઓ પોતાનું ઘર રીતસર કરે તો ઇસ્લામ પણ એની પુરાણી ઉદાર પરં પરાઓને છાજ ે એવી જ ઢબે તેનો જવાબ વાળે એ વિશે મારા મનમાં લેશમાત્ર શંકા નથી. આખી સ્થિતિની ચાવી હિંદુઓના હાથમાં છે. આપણે બીકણપણું અને નામરદાઈ ખંખેરી કાઢીએ, આપણે બીજાઓનો વિશ્વાસ કરી શકવા જ ેટલા બહાદુર બનીએ, એટલે સૌ સારાં વાનાં થશે. [ગાં. અ. ૨૪ : ૧૪૨-૧૪૩]
‘‘મારો ધર્મ સૌના ઉપર સરખો જ પ્રેમ કરવાનું મને શીખવે છે.’’ કોઈ જગ્યાએ એવી વાત થતી સંભળાઈ છે કે મુસલમાનો જોડે આટઆટલો ભેળીસાડો રાખીને હં ુ અત્યારે હિંદુઓનાં મન સમજવાની લાયકાત ગુમાવી બેઠો છુ .ં હિંદુઓની લાગણી કે હિંદુઓનું મન હં ુ પંડે છુ .ં હં ુ જ ે હાડોહાડ અને રોમરંધ્રે હિંદુ છુ ં તેને વળી હિંદુઓનાં મન જાણવાને ખાતર હિંદુઓની વચ્ચે વસવાપણું બાકી હોય ખરું ? જો અત્યંત પ્રતિકૂ ળ વાતાવરણ વચ્ચે પણ મારું હિંદુત્વ ટકી અને ફાલી ન શકતું હોય તો તે ખરે ખર કોડીની કિંમતનું જ હોઈ શકે. મારું તો રૂંવાડે રૂંવાડુ ં પોકારી ઊઠે કે હિંદુ ધર્મને સારુ શું અગત્યનું છે. પણ મુસલમાનોનું મન ઓળખવા ખાતર મારે પરિશ્રમ કરવો પડે ખરો. વળી ઉત્તમ મુસલમાનોના જ ેમ હં ુ વધુ પરિચયમાં આવું તેમ મને મુસલમાનો અને તેમનાં કૃ ત્યોનો વધુ વાજબી ખ્યાલ આવે. બંને કોમો વચ્ચે શ્રેષ્ઠ રે વણ બનવાનો હં ુ પ્રયત્ન કરી રહ્યો છુ .ં મારી અભિલાષા તો એ છે કે જરૂર હોય તો મારા લોહીથી બંને કોમોને હં સ ુ ાંધું. પણ હં ત ુ ેમ કરી શકું તે પહે લાં 1. કેરળના ત્રાવણકોરમાં આવેલા આ સ્થળે ૧૯૨૪-૨૫માં દલિત વર્ગને થઈ રહે લા અન્યાય અર્થે આંદોલન થયું હતું. 28
[ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
મારે મુસલમાનોને બતાવી આપવું રહ્યું કે તેમને હં ુ હિંદુઓના જ ેટલા જ ચાહં ુ છુ .ં મારો ધર્મ સૌના ઉપર સરખો જ પ્રેમ કરવાનું મને શીખવે છે. આ વસ્તુનો સાક્ષાત્કાર કરવામાં ઈશ્વર મને મદદ કરો. [ગાં. અ. ૨૫ : ૧૯૩]
‘‘હિંદુઓને ઠપકો આપવાનો મને પૂરેપૂરો અધિકાર છે’’ હં ુ કબૂલ કરું છુ ં કે મારી બધી લાગવગ મેં ગુમાવી દીધી છે. હવે આ કામ તમારું છે. હિંદુઓ અને મુસલમાનો બંને મારું સાંભળતા નથી. હિંદુઓ કહે છે કે હં ુ મુસલમાનોને વધારે પડતા થાબડુ ં છુ .ં પણ તેઓ જાણતા નથી કે હિંદુઓને ઠપકો આપવાનો મને પૂરેપૂરો અધિકાર છે, જ્યારે મુસલમાનોના ધર્મનું મને ઝાઝું જ્ઞાન ન હોવાથી એ ધર્મવિરુદ્ધ મારાથી કશું બોલી શકાય નહીં, કેમ કે એમ કરું તો તે કોઈક રીતે નુકસાનકારક થઈ પડે અથવા તો મુસલમાનોની ધાર્મિક લાગણી દુભાય. પરંતુ હં ુ જાતે હિંદુ છુ ં અને તે પણ ચુસ્ત સનાતની હિંદી એટલે મારો પોતાનો ધર્મ હં સ ુ મજુ ં છુ ં અને એની વિરુદ્ધમાં હં ુ કંઈ પણ સારી રીતે કહી શકું. એમ કહે વાય છે કે હં ુ આર્ય સમાજની ટીકા કરું છુ ં અને જ્યારે ખિલાફત પરિષદમાં હાજર રહે વા અહીં આવ્યો છુ ં ત્યારે રાવળપિંડીની સનાતન ધર્મ પરિષદમાં હાજરી આપતો નથી. હં ુ કબૂલ કરું છુ ં કે મારા પોતાના ધર્મને વફાદાર રહે વા છતાં બીજા ધર્મો પ્રત્યે મને માન હોવાથી મારા ધર્મ કરતાં બીજા ધર્મને હં ુ વધારે માન આપું છુ .ં બીજા લોકોને હં સ ુ ત્યને વળગી રહે વાનો ઉપદેશ આપું છુ ં અને હં ુ પોતે અસત્યને હિંસા ગણું છુ .ં જો હં ુ જૂ ઠુ ં બોલું તો મારી નંખાવાને પાત્ર ઠરું . હિંદુઓ મને પૂછ ે છે કે કાબુલીઓ આપણા દેશ પર ચડી આવ્યા તો આપણે શું કરીશું? મારી એમને સલાહ છે કે તમે કાબુલીઓથી ડરશો નહીં, એ તો આપણા ભાઈઓ છે. કાબુલીઓને માન આપો અને તેમને નમસ્કાર કરો. તેમની સાથે ખામોશીથી વર્તજો. [ગાં. અ. ૨૫ : ૩૮૪]
હૃદયની એકતા સૌ કોઈ સમજી લે કે કોઈ હિંદુ મુસલમાન સાથે ભાઈચારાથી રહે વા ન માગતો હોય તોપણ હં ુ એને મારો દુશ્મન માનવા તૈયાર નથી, અને કોઈ મુસલમાનની વૃત્તિ હિંદુ પ્રત્યે એવી જ હોય તો તે મુસલમાન બાબતમાં પણ મારું વલણ એ જ પ્રકારનું છે. હિંદુઓ મને કહે છે કે અમને અફઘાનની ચડાઈનો ડર લાગે છે. હં ુ પોતે તો એનાથી જરાયે ડરતો નથી, કેમ કે બહુ બહુ તો અફઘાનો મારું માથું વાઢી શકે પણ મારો ધર્મ તો તેઓ નથી જ લઈ શકવાના. હિંદુઓનો આ ડર પાયા વિનાનો છે. આ પ્રાંતમાં થોડાંક ઉર્દૂ છાપાં એવાં છે જ ે મને લાગે છે કે ઝેર ફે લાવી રહ્યાં છે અને હિંદુમુસ્લિમ એકતાની જડ ઉખાડવામાં મોટો ભાગ ભજવી રહ્યાં છે. આવાં વર્તમાનપત્રો જોતાં ખરે ખર શરમ આવે છે. જો મુસલમાનો ઇસ્લામનું
नवजीवन નો અક્ષરદેહ [ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨]
29
રક્ષણ કરવા માગતા હોય તો તેમણે હિંદુઓ સાથે એકતા સ્થાપવી જોઈએ. હિંદુઓને હં ુ કહં ુ છુ ં કે આખી મુસલમાન કોમને તમે દેશમાંથી બહાર હાંકી કાઢી શકવાના નથી. મુસલમાનો આ દેશમાં છે એ જ બતાવે છે કે મુસલમાનો સાથે મેળ રાખવો જોઈએ. બીજા સ્વતંત્ર દેશોની સ્વાધીનતા નષ્ટ કરવા માટે હિંદુસ્તાન જવાબદાર છે, એટલે જો આપણે સ્વતંત્ર થઈશું તો પરદેશીઓ આપણું શોષણ કરતા અટકશે અને હિંદુમુસ્લિમ એકતા પણ સધાશે. નેતાઓનું કામ એ છે કે તેઓ બંને કોમો વચ્ચે હૃદયની એકતા સાધે અને નબળા ને સબળા વચ્ચે મૈત્રી કરાવે. આ લક્ષ્ય સિદ્ધ થાય અને આપણો હૃદયપલટો થાય તે માટે ઈશ્વર આપણને સહાય કરો એવી મારી પ્રાર્થના છે. [ગાં. અ. ૨૫ : ૩૮૫]
એકતા અર્થે બહુમતીનો આપભોગ આવશ્યક મોટી મુસલમાન વસ્તીઓમાં હિંદુઓ તો જ રહી શકે જો મુસલમાનો તેમને પોતાની વચ્ચે રહે વા દેવા અને મિત્ર તથા સમોવડિયા તરીકે તેમની જોડે વહે વાર રાખવા રાજી હોય. તે જ પ્રમાણે જ્યાં હિંદુ વસ્તી તેટલી જ મોટી હોય ત્યાં મુસલમાનોનું. કોઈ પણ સરકાર ચોરડાકુ ઓથી કોઈ કોમનું રક્ષણ કરી શકે, પણ જ્યાં એક આખી કોમ બીજી કોમનો બહિષ્કાર કરવા ઊભી થાય ત્યાં તો સ્વરાજસરકાર પણ પ્રજાનું રક્ષણ કરી શકે નહીં. સરકાર તો પ્રજાની કોઈ અસામાન્ય સ્થિતિની જ સામે પોતાનું જોર વાપરી શકે. જ્યાં ઝઘડા એ પ્રજાજીવનની સામાન્ય વસ્તુ થઈ પડે ત્યાં પછી એનું કશું ચાલી શકે નહીં. એવો ગૃહવિગ્રહ તો જાદવાસ્થળી કહે વાય અને તેમાં લડનાર પક્ષોએ જાતે જ લડી લડીને આખર કરવી રહી. ...પ્રજાના ટેકાથી નભવાનો દાવો કરનાર કોઈ પણ સરકાર એવા લડાઈના પાયા પર પોતાનું તંત્ર ગોઠવી કે નમાવી શકે નહીં. સ્વરાજની સરકાર એટલે જ હિંદુમુસલમાન તેમ જ બીજી કોમોની સંયુક્ત સ્વેચ્છાએ કરીને સ્થાપિત થયેલી સરકાર. હિંદુઓને તેમ જ મુસલમાનોને જો સ્વરાજની ખેવના હોય તો તેમણે પોતાની વચ્ચેના ઝઘડા ઘરમેળે પતાવ્યે જ છૂટકો છે. ...માત્ર હિંદુમુસલમાન વચ્ચેના જ નહીં પણ બધી કોમો, જાતિઓ અને ફિરકાઓ વચ્ચેના રાજદ્વારી કજિયાનો એક વ્યવહાર્ય અને ન્યાય્ય ઉકેલ શોધવો. આપણાં કોમી તેમ જ ફિરકાઓને લગતાં મતદારમંડળોને જ ેટલાં બની શકે તેટલાં વહે લાં નાબૂદ કરવાની આપણી નેમ હોવી જોઈએ. એક જ સર્વસાધારણ મતદારમંડળને હાથે શુદ્ધ લાયકાતની જ દૃષ્ટિએ પ્રજાકીય પ્રતિનિધિઓ ચૂંટાવા જોઈએ. તે જ પ્રમાણે આપણા રાજતંત્રનાં બધાં નાનાંમોટાં ખાતાંઓ સૌથી વધુમાં વધુ લાયકાતની જ દૃષ્ટિએ નિમાયેલાં સ્ત્રીપુરુષોથી જ ગોઠવાવાં જોઈએ. પણ એ દિવસ આવે અને કોમી ઈર્ષ્યા-દ્વેષ તેમ જ કોમી લાગવગ ગઈ ગુજરી બની જાય ત્યાં સુધી મોટી સંખ્યાવાળી કોમો પર શકની નજરે જોનારી નાની કોમોને તેઓ રાજી થાય તે રસ્તે ચાલવા દેવી જોઈએ. આ બાબતમાં મોટી સંખ્યાવાળાએ જ આપભોગનો પાઠ શીખવવો રહ્યો છે. [ગાં. અ. ૨૫ : ૪૫૦]
30
[ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
‘‘હિંદુ ધર્મ એવું નથી શીખવતો કે મારે બીજા ધર્મનો નાશ કરવો.’’ સ0 — તમે હિંદુમુસ્લિમ સવાલનો ફડચો કેવી રીતે આણવાના છો? જ0 — બંને કોમો પાસે એકબીજા પ્રત્યે સન્માનની લાગણી ધરાવવાનો વારં વાર આગ્રહ દર્શાવીને તથા બધી દુન્યવી બાબતોમાં મુસલમાનોને પૂરો ભોગ આપવાનું હિંદુઓને કહીને અને જ ે લોકો પોતાને રાષ્ટ્રવાદી (નૅશનાલિસ્ટ) કહે વડાવે છે અને દેશમાં બહુમતી ધરાવે છે તેમણે ધારાસભાના અથવા બીજા અધિકાર ઉપર કાબૂ મેળવવાની બધી ન છાજતી હરીફાઈઓથી અલગ રહે વું એમ સૂચવીને. વળી કેટલાક લોકો અધિકારની લગામ મેળવી લે તેથી નહીં પણ બધા લોકોએ અધિકારના દુરુપયોગની સામે થવાની શક્તિ સમાનપણે મેળવ્યાથી જ ખરું સ્વરાજ મળવાનું છે એ દેખાડીને પણ હં ુ આ સવાલનો ફડચો આણવાની ઉમેદ રાખું છુ .ં બીજા શબ્દોમાં કહં ત ુ ો સામાન્ય વર્ગને રાજ્યાધિકારીઓને મર્યાદામાં રાખવાની તથા તેમના ઉપર પોતાનો અંકુશ રાખવાની શક્તિનું પૂરેપૂરું ભાન કરાવવાથી સ્વરાજ મળી શકે તેમ છે. * * * ...હં ુ હિંદુમુસલમાન બંનેને મર્દ બનાવવા ઇચ્છું છુ .ં હં ુ ઇચ્છું છુ ં કે બંનેની તાકાત સાથે સાથે વધે. હિંદુની તાકાત મુસલમાનનો નાશ કરીને વધે, યા મુસલમાનની તાકાત હિંદુનો નાશ કરીને વધે એ મારાથી સહ્યું જાય એમ નથી. હિંદુ ધર્મ એવું નથી શીખવતો કે મારે બીજા ધર્મનો નાશ કરવો. [ગાં. અ. ૨૬ : ૪૩
૭૦]
વિવાદનો કોયડો સ0 — ઉત્તર હિંદુસ્તાનમાં હિંદુઓ અને મુસલમાનો વચ્ચે વારં વાર ઝઘડા તથા અણબનાવ થાય છે, જ્યારે દક્ષિણમાં તેનો લગભગ અભાવ છે અથવા તો ઓછા પ્રમાણમાં થાય છે તેના કારણ વિશે આપનો પ્રામાણિક અભિપ્રાય અને મંતવ્ય શું છે? જ0 — હં ત ુ ો અનુમાન જ કરી શકું. મારું અનુમાન એ છે કે ઉત્તર હિંદુસ્તાનમાં બંને કોમો વચ્ચે વધુ ઝઘડા થાય છે તેના મૂળમાં ઉત્તરના હિંદુમુસલમાનોની સંખ્યામાં અને શક્તિમાં વધુ સમતોલપણું છે એ છે. મારામારીઓ થાય છે તેનું કારણ એ હોય છે કે બંને પોતાની કોમના જ દૃષ્ટિબિંદુથી બધું જુ એ છે, એકબીજાનો અવિશ્વાસ કરે છે અને બેમાંથી એકેને વર્તમાન હિત ને ભવિષ્યના હિતને સારુ અથવા તો રાષ્ટ્રના હિતને સારુ કોમના હિતને જતું કરવા જ ેટલી દીર્ઘદૃષ્ટિ નથી. * સ0 — હિંદુસ્તાનની મુસ્લિમ કોમ બહારના મુસ્લિમ દેશો વિશે ખૂબ રસ લે છે અને તેમાંથી નાનીસરખી સંખ્યા પણ આપણા રાષ્ટ્રીય જીવનમાં કશો જ રસ લેતી નથી જણાતી — ખાસ કરીને મદ્રાસ પ્રાંતમાં — એના કારણની આપે કદી તપાસ કરી છે?
नवजीवन નો અક્ષરદેહ [ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨]
31
જ0 — જ ેટલી હદ સુધી આરોપ ખરો હોય તેટલી હદ સુધી એમ કહી શકાય કે મુસલમાનો હિંદુસ્તાનની રાષ્ટ્રીય બાબતોમાં ઓછો રસ લે છે કેમ કે તેમણે હિંદુસ્તાનને હજી પોતાનું ઘર માનવા નથી માંડ્યું કે જ ેને વિશે તેઓને અભિમાન ઊપજ ે. તેઓમાંના ઘણા પોતાને હિંદુસ્તાનને જીતનારી કોમના માને છે. પણ એમ માનવામાં ભૂલ છે. મુસલમાનોના આ અળગાપણાના અંશ માટે આપણે હિંદુઓ કેટલેક દરજ્જે જવાબદાર છીએ. આપણે હજી તેમને રાષ્ટ્રના એક પોષક અંગ તરીકે માનતા નથી થયા. આપણે તેમનાં હૃદય હરી લેવા નથી નીકળી પડ્યા. આ શોકજનક સ્થિતિનાં મૂળ કારણો તો ઐતિહાસિક જ હતાં અને તે વખતે તે અનિવાર્ય હતાં. અને તેથી અત્યારે જ હવે આ બાબતમાં હિંદુઓનો દોષ આપણાથી કાઢી શકાય. એ દોષનું ભાન હાલ જ થયેલ હોવાથી સ્વાભાવિક રીતે તે ઘણાને તો ન જ હોઈ શકે. ઘણા હિંદુઓને મુસલમાનોની શારીરિક શક્તિની ભીતિ હોવાના અનેક દાખલાઓ તરફ જોતાં હિંદુઓ પોતાના ઉપર જ બધો ગુનો ઓઢી લઈ મુસલમાનોનાં ચિત્ત ચોરવા નીકળે એમાં પ્રાકૃ તિક મુશ્કેલી આવી જાય છે. પણ મારે વાચક પાસે એટલું કબૂલ કરવું જોઈએ કે હવે હં ુ મને હિંદુમુસલમાન સવાલમાં નિષ્ણાત નથી માનતો. મારા અભિપ્રાયનું માત્ર શાસ્ત્રીય ચર્ચા પૂરતું જ મહત્ત્વ છે. મારો અભિપ્રાય સ્વીકારાવવા હં ુ એકે પક્ષ સાથે સફળ નથી થયો. છતાં હં ત ુ ેને વળગી રહં ુ છુ .ં
[ગાં. અ. ૨૬ : ૨૯૨-૨૯૩]
‘‘આ રોગના ચિકિત્સક તરીકે ઇલાજ ચીંધવામાં હં ુ આવડત વિનાનો નીવડ્યો છુ .ં ’’ હિંદુમુસ્લિમ એકતા એ મારે મન આપણી આ રમણીય ભૂમિ પર વસતી બધી કોમો વચ્ચેની એકતાનું જ સ્વરૂપ છે. શું આ કાર્યક્રમ આપણે અમલમાં ન મૂકી શકીએ? શું આ કાર્યક્રમ અનિચ્છનીય છે? પણ મેં તેમાં મારી અશક્તિ કબૂલ કરી છે. મેં એ વાત કબૂલ કરી છે કે આ રોગના ચિકિત્સક તરીકે ઇલાજ ચીંધવામાં હં ુ આવડત વિનાનો નીવડ્યો છુ .ં હિંદુઓ કે મુસલમાનો મારો ઇલાજ સ્વીકારવા તૈયાર હોય એમ મને દેખાતું નથી. તેથી હમણાં હમણાં હં ુ માત્ર આ પ્રશ્ન તરફ અંગુલિનિર્દેશ જ કરું છુ ં અને એમ કહીને સંતોષ માનું છુ ં કે જો આપણે દેશને સ્વતંત્ર કરવો હશે તો આજ નહીં તો કાલે આ બન્ને કોમોએ એક થવું જ પડશે. અને આપણે એક થઈએ તે પહે લાં જો આપણા ભાગ્યમાં એકબીજાનું લોહી રે ડવાનું જ લખાયું હશે તો એ દિવસ જ ેટલો વહે લો આવે તેટલું આપણે માટે વધારે સારું છે. જો આપણે એકબીજાનાં માથાં જ ભાંગવા માગતા હોઈએ તો તે કામ આપણે મર્દોની માફક કરીએ, મગરનાં આંસુ પાડીને ખોટી સહાનુભૂતિની માગણી ન કરીએ. આપણે આપણી વાતમાં બીજાને મચક આપવા ન માગતા હોઈએ તો બીજા પાસેથી સહાનુભૂતિની અપેક્ષા પણ ન રાખીએ. હિંદુમુસ્લિમ ઐક્ય વિશે મારે આટલું જ કહે વાનું છે. [ગાં. અ. ૨૭ : ૫-૬]
32
[ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
ઇસ્લામ કે મુસલમાનો માટેનું નક્કર કામ બતાવશો? મિત્ર તરફથી પ્રશ્ન : તમે અવિરતપણે હિંદુમુસ્લિમ ઐક્ય પર ભાર મૂક્યા કરો છો, તો તમે ઇસ્લામ માટે કે મુસલમાનો માટે કંઈ નક્કર કામ કર્યું હોય તો તે બતાવશો? ગાંધીજી : (ઉપરોક્ત) આક્ષેપ બાબતમાં તો મારે માત્ર તેની નોંધ જ લેવાની રહે છે. આ પ્રશ્નનો ઉત્તર આપવામાં મને ઔચિત્યભંગ થતો દેખાય છે. જો મારે મારો ઐક્ય માટેનો ચોક્કસ ફાળો મુસલમાનોને પુરવાર કરી આપવાનો હોય તો તેનો અર્થ એ થાય કે મારો કોઈ ફાળો જ નથી. એટલે જ્યાં સુધી મારી નિષ્ઠા આપોઆપ ન સાબિત થાય ત્યાં સુધી મારે આ પ્રશ્ન પાછળ રહે લા આક્ષેપને સ્વીકારીને ચાલવું રહ્યું. પણ એકંદર મુસલમાનોને ન્યાય કરવા ખાતર મારે કહે વું જોઈએ કે આવી રીતે મારી સેવાનું પ્રમાણપત્ર માગવાનો આ પહે લો જ પ્રસંગ છે. છતાં મને કહે વા દો કે જ ેઓ રાહ જુ એ છે અને પ્રાર્થના કરે છે, તેઓ પણ સેવા કરે છે. અને આ પ્રસિદ્ધ પ્રશ્નકાર જ ેવા બીજા ઘણા મુસલમાનો જો મારી સેવાનો રે કર્ડ તપાસવા માગતા હોય, તો તેમને મારે એટલું જ કહે વાનું છે કે એ વિશે તેઓ પોતાના મગજને તકલીફ ન આપે, પણ મારી એટલી ખાતરીથી તેઓ સંતોષ માને કે હં ુ આ બાબતમાં ભલે સક્રિય સેવા ન કરતો હોઉં તોપણ છેવટ જાગ્રત રહ્યો છુ ,ં રાહ જોતો રહ્યો છુ ં અને પ્રાર્થના કરતો રહ્યો છુ .ં [ગાં. અ. ૨૭ : ૩૦૫-૩૦૬]
‘‘વાર્યા નથી કરતા તે હાર્યા’’ કરશે... હિંદુમુસલમાન પ્રશ્ન અત્યારે ચાક ઉપર પિંડો છે; ગોળો ઊતરશે કે ગાગર તે દૈવ જાણે. પણ જ્યાં સુધી અનહદ પ્રજાજાગૃતિ થઈ છે ત્યાં આજનું પરિણામ દુ:ખદ હોય છતાં આશ્ચર્યકારક નથી. મેલ બધો ઉપર તરી આવ્યો છે, તેથી તેને જ આપણે જોઈએ છીએ. હિંદુમુસલમાનો જ ે વસ્તુ આજ ે ‘‘વાર્યા નથી કરતા તે હાર્યા’’ કરશે. તેઓને સારુ ઐક્ય સિવાય બીજા માર્ગ જ નથી. એટલે હં ત ુ ે વિશે નિશ્ચિંત છુ .ં આપણે નસીબે બેચાર કે વધારે લડાઈઓ લડવાનું હશે તો લડી લઈશું. એ કંઈ જગતની તવારીખમાં પહે લો કિસ્સો નહીં હોય. ભાઈઓ લડે પણ ખરા ને મળે પણ ખરા. જ્યારે શાંતિનો યુગ આવશે ત્યારે લડાઈઓ જંગલી લાગશે. આજ ે તો લડી લેવું એ સભ્યતા ગણાય છે. [ગાં. અ. ૨૯ : ૨૬૭-૨૬૮]
नवजीवन નો અક્ષરદેહ [ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨]
33
‘‘લવાદીની શાણી અને સુધરે લી રીત અપનાવવા સૂચવી શકું’’ નેલોરની ખિલાફત સમિતિના મંત્રી તાર કરે છે : નેલોરમાં હિંદુમુસ્લિમમાં તંગદિલી, બગડેલા સંબંધો. પ્રત્યાઘાતી હિંદુઓ રિવાજ વિરુદ્ધ વાજાં સાથે મસ્જિદ સામેથી સરઘસ લઈ જાય છે. મુસ્લિમોએ ગોહત્યા કરવાનું નક્કી કર્યું. પરિસ્થિતિ ગંભીર. વચ્ચે પડવા વિનંતી. મેં વારં વાર જાહે ર કર્યું છે કે લડનાર પક્ષો પર મારી કશી અસર પાડી શકું એમ નથી છતાં વચ્ચે પડવાની વિનંતી કરવામાં આવે ત્યારે મારું અભિમાન સંતોષાય છે. અત્યારે તો તેમનો સિતારો ચડતો લાગે છે. પણ મારું અભિમાન શાંતિ સ્થાપવામાં ઉપયોગી થઈ શકે એમ નથી. હં ત ુ ો માત્ર લડનાર પક્ષોને લવાદીની શાણી અને સુધરે લી રીત અપનાવવા સૂચવી શકું. જો મારી વાત તેમને ન ગમે તો મારામારી કરવાનું તો તેમના હાથમાં જ છે. [ગાં. અ. ૨૯ : ૩૫૦]
‘‘ઈશ્વરની કૃ પાથી એક દિવસ આ એકતા ચોક્કસ સિદ્ધ થશે’’ હિંદુમુસ્લિમ એકતા માટે હં ુ બનતું બધું કરી છૂટ્યો છુ ,ં પણ મને સફળતા મળી નથી. એથી તો મેં છાપાં વાંચવાનું પણ બંધ કરી દીધું છે. એ વાંચવાનો સમય પણ મને મળતો નથી. આગ ઓલવવા પોતાનાથી બનતું બધું કરી છૂટ્યા પછી પોતાની નગરીને ઉદાસીનભાવે બળતી જોનાર મિથિલાના રાજા જનકના જ ેવી મારી દશા થઈ છે. એ જ રીતે હિંદુમુસ્લિમ વૈમનસ્ય પ્રત્યેનું મારું વલણ પણ એને સુધારવાનું મારું ગજુ ં નહીં હોવાથી ઉદાસીનતાનું રહ્યું છે. હિંદુમુસ્લિમ એકતા કેવી રીતે અને ક્યારે સધાશે એની મને ખબર નથી. દેશના લોકો ગાંડા થઈ ગયા છે. વગર ખચકાયે એકબીજાનાં ગળાં કાપી રહ્યા છે. હં ુ એ પાપનો ભાગીદાર ન બની શકું. મારો ધર્મ તો અહિંસાનો છે. ખાસ પ્રસંગોએ હિંસાની ઉપયોગિતા મારે ગળે ઉતરાવવાના મિત્રોના પ્રયાસો છતાં અહિંસા પરની મારી શ્રદ્ધા પહે લાં જ ેટલી જ અવિચલિત રહી છે. બધી વસ્તુઓ મારા મનથી દેખાય છે તેવી હોતી નથી, અને હં ુ દૃઢપણે માનું છુ ં કે આખરે માણસ જ ેના વડે જય પામે છે તે ધર્મ તો અહિંસા જ છે. આ બધાં કારણોથી, મેં આ બાબતમાં કશું કરવાનું માંડી વાળ્યું છે. પણ મને વિશ્વાસ છે કે માણસના પ્રયાસથી નહીં તો ઈશ્વરની કૃ પાથી એક દિવસ આ એકતા ચોક્કસ સિદ્ધ થવાની જ છે. [ગાં. અ. ૩૨ : ૪૯૨]
34
[ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
‘‘જ ે માણસનું પેટ પોકારે છે તે માણસ ઝઘડો શી રીતે કરશે?’’ મેં આ સવાલ વિશે મારા હાથ ધોઈ નાખ્યા છે. કારણ હં ુ મારો અવાજ કોને સુણાવું? કેવળ ખુદાને જ અવાજ સંભળાવવાનો રહ્યો છે. આ આફતથી ઈશ્વર તું હિંદને કોઈ પણ રીતે બચાવ એમ હં ુ બંદગી કર્યા કરું છુ .ં પણ આજ ે આટલા મુસલમાનો અહીં બેઠા છે. હં ુ તેમનું હિત ચાહનારો, ખુદાપરસ્ત, સત્યાગ્રહી હોઈ શા માટે તેમને મારા હૃદયનો અવાજ ન સંભળાવું? હં ુ મંદિરમાં ગયો ત્યાં મૂર્તિનો નાશ થયેલો અને નંદીના ટુકડા થયેલા સાંભળ્યા. હં ત ુ ો મૂર્તિપૂજક રહ્યો, અને સાથે સાથે બધી જગ્યાએ ખુદાને દેખનારો રહ્યો એટલે બધી જગ્યાએ શિર ઝુકાવનારો રહ્યો. ખુદા કોઈ સ્થાનમાં પુરાતો નથી. મેં તો યરવડા જ ેલમાં મૌલાના શીબલીનું महमद साहेबनुं चरित्र વાંચ્યું, अलकलाम વાંચ્યું, અને વેદાંતમાં અને अलकलामમાં એક જ વાત ભાળી. सीरत વાંચી, उस्वए साहबा વાંચ્યું. એ બધા ગ્રંથો વાંચીને હં ત ુ મને કહં ુ છુ ં કે મૂર્તિ તોડવી એ તમારું કામ નહોતું. મુસલમાનો ખુદાના ગુનેગાર બન્યા હતા. આવા ઝઘડા જોઈને હં ુ થાક્યો. જો કોઈ એક માણસ આ ઝઘડા મટાડવાને માટે પોતાનું આખું જીવન ખર્ચતો હતો તો તે હં ત ુ ો હતો જ. પણ મારા પ્રયત્નોનું ફળ ન દેખાયું એટલે મેં સબૂર પકડી અને ખુદા ઉપર ભાર નાખીને બેઠો. આ સંબંધમાં મને ઇસ્લામની તવારીખમાંનો એક કિસ્સો યાદ આવે છે. પેગંબરસાહે બની વફાત પછી, સત્તા માટે અનેક જણમાં ઓલિયાઓએ ઝઘડા જોયા ત્યારે તેમણે કહ્યું, અમારાથી આ ઝઘડામાં ન પડાય. તેઓ કેટલાક મિસર, કેટલાક ઈરાન, કેટલાક તુર્ક સ્તાન ભાગ્યા, કેટલાક ગુફામાં ભરાયા, જ ેમ આપણા ઋષિઓ હિમાલયની ગુફામાં ભરાતા હતા. આ ઓલિયાઓએ ઇસ્લામને જીવતો રાખ્યો છે. મને પણ થાય છે, “અરે જીવ! તુંયે કોઈક ગુફા શોધીને બંદગી કર.” પણ હિંદુમુસલમાન તવારીખ જ્યારે લખાશે ત્યારે મને વિશ્વાસ છે કે મારે વિશે એમ કહે વાશે કે એક ખુદાનો બંદો હતો, તે પહાડ જ ેવી ભૂલો કરતો છતાં તોબા કરી જાણતો હતો. આજ ે હં ુ હાથ ધોઈને બેઠો છુ ,ં છતાં તમને એટલું તો કહે વા આવ્યો છુ ં કે તમે તમારી પોતપોતાની કોમનાં ભૂખ્યાંનો તો વિચાર કરો! સેંકડો-હજારો મુસલમાન ઓરતોને હિંદુ કાર્યકર્તાઓ મદદ કરી રહ્યા છે, ત્યાં હિંદુમુસલમાનના ઝઘડા માટે કોઈને નવરાશ નથી. જ ે માણસનું પેટ પોકારે છે તે માણસ ઝઘડો શી રીતે કરશે? ૬૦ વર્ષની એક મુસલમાન સ્ત્રીને પૂછવામાં આવ્યું કે આટલા સૂતરનો એક આનો મેળવીને તું ન્યાલ થઈ ગઈ? તો તેણે કહ્યું કે આ દુનિયામાં ખુદા છે ખરો, કારણ એક આનાની રોટી મારા મોંમાં પહોંચાડે છે. એટલે તમને કહં ુ છુ ં કે તમારે લડવું હોય તો લડો, પણ મારા જ ેવો ચાલ્યો આવે ત્યારે તમારા ઝઘડા ભૂલી જઈને, તમારી દુશ્મનાવટ અને અદાવત ભૂલીને મારું કંઈક તો કામ કરો. [ગાં. અ. ૩૩ : ૧૧૦-૧૧૧]
नवजीवन નો અક્ષરદેહ [ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨]
35
પ્રાણાર્પણનું સંકલ્પબળ આજકાલ દેશભરમાં ચાલી રહે લાં કોમી દુષ્કૃત્યો કરનારા હિંદુ હોય કે મુસલમાન હોય, મારે મન એમાં ભેદ નથી. મારા જ કેટલાક ભાઈઓ અત્યારે ઈશ્વરનો હડહડતો દ્રોહ કરી તેની ધીરજને તાવી રહ્યા છે અને ધર્મને પવિત્ર નામે અમાનુષી કૃ ત્યો કરી રહ્યા છે એટલી જાણ મારે સારુ બસ છે. હં ુ એ પણ જાણું છુ ં કે મનુષ્યનાં ખૂનોથી કે ભાઈઓની હત્યાથી ધર્મની રક્ષા નથી જ થવાની. ખરા ધર્મની રક્ષા તો એના અનુયાયીઓની પરમ કોટિની શુદ્ધિ, નમ્રતા અને નિર્ભયતાથી જ થઈ શકશે. એ જ એકમાત્ર શુદ્ધિ છે, એ જ એકમાત્ર ધર્મપ્રચાર છે. ...હજુ આપણા હૃદયમાં પલટો નથી થયો; આપણે એકબીજાનો ભય નથી છોડ્યો. અને જ ે સમાધાની આ બે વસ્તુઓ ઉપર ઊભી નથી થઈ તે કેવળ થીગડુ ં જ નીવડવાની. વળી મને લાગે છે કે પ્રજાના કોઈ પણ બે સમૂહ વચ્ચે થયેલા કોલકરાર કે સમાધાની સ્વેચ્છાપૂર્વક થયેલાં હોવાં જોઈએ, અને એ જ ઢબે તે હં મેશાં પળાવાં પણ જોઈએ. જો એની કલ્પના અને ઉત્પત્તિ સ્વરાજની દૃષ્ટિએ હોય તો એને છેવટની મંજૂરીની મહોરને સારુ કે તેના અમલને સારુ કાયદાના ટેકાની જરૂર ન હોવી જોઈએ. બંને સમૂહની સંસ્થાઓ એને જ ે મંજૂરી આપે તે જ છેવટની અને બંધનકારક ગણાવી જોઈએ. એના અમલનો સવાલ તે તે પક્ષના આગેવાનોની ખાનદાની પર રહે વો જોઈએ; અને તે શક્ય ન હોય ત્યાં, અને જો હિંસા-અહિંસાનો વિધિનિષેધ ન માનવો હોય તો, જોઈએ તો શૂરવીરની પેઠ ે નહીંતર કાયરોની જ ેમ ગમે તે રીતે પણ અંદરઅંદર લડી લઈને ફેં સલો આણવો જોઈએ. પણ આપણા ઝઘડામાં પંચ થવા અથવા સંગીનોની અણીએ આપણી વચ્ચે સુલેહશાંતિ જાળવી આપવાનું કહે વા પરદેશી રાજ્યસત્તાને શરણે જવું એ તો સ્વરાજ્યની લાયકાતની નિશાની નહીં, પણ નરી પામરતાની જ નિશાની છે. જો આપણા આગેવાન કહે વાતા માણસોનો આપણામાંના ઝઘડાખોર લોકો પર કશો કાબૂ ન હોય તો આપણી સમાધાનીની પણ શી કિંમત છે? આપણે સાચા સ્વરાજનો વિચાર કરીએ તે પહે લાં આમવર્ગ પર આપણો કાબૂ જામવો જોઈએ. આપણે આપણા વર્તન પર અંકુશ રાખતાં શીખવું જોઈએ. આપણે તો સમાધાની કરી, પણ દિલ્હી પર તો તેની છાંટોય અસર ન પડી. મારી અહિંસા તો તેજસ્વી અને જાગ્રત વસ્તુ છે. એમાં નામર્દાઈને તો શું પણ નબળાઈને સુધ્ધાં જરાયે અવકાશ નથી. હિંસા કરનાર માણસ કોક દિવસે પણ અહિંસક થશે પણ નામર્દને માટે તો આશા જ નથી. તેથી મેં તો આ પત્રમાં અનેક વાર કહ્યું છે કે જો આપણને આપણા પંડની, આપણાં સ્ત્રીપુત્રાદિની અને આપણાં મંદિરોની રક્ષા અહિંસાથી એટલે જાતે દુ:ખ સહીને ન કરતાં આવડતી હોય તો, અને જો આપણે મરદ હોઈએ તો, છેવટ લડીને પણ એ બધાંની રક્ષા કરતાં આપણને આવડવું જ જોઈએ. બે વિરોધી પક્ષો વચ્ચે સુલેહ જાળવવા અથવા આપણા જ લોકોના હાથથી આપણી સ્ત્રીઓની રક્ષા કરવા સરકારને વીનવવી 36
[ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
કે સરકાર તેવી રક્ષા કરી આપે એવી અપેક્ષા રાખવી એ નામર્દાઈ છે. અને જ્યાં સુધી આપણામાં એટલી નામર્દાઈ ભરી છે ત્યાં સુધી સ્વરાજની આશા કેવી? વ્યવસ્થિત પ્રજાઓમાં તો સરકાર કેવળ પોલીસનું જ કામ કરે છે. પણ જો આપણી પાસે એવા આગેવાનો જ ન હોય કે જ ેમને આપણે આપણા પંચ તરીકે પસંદ કરી શકીએ અને જ ે આપણને ઠરે લ અને નિષ્પક્ષપાત નિર્ણયો આપી શકે, અથવા તો આપણે એવા નિરં કુશ અને જંગલી બની ગયા હોઈએ કે આપણે પસંદ કરે લા પંચના નિર્ણયની આપણે રાહ જ ન જોઈએ અગર તો એવા નિર્ણયોનું પાલન ન કરીએ, તો તો પછી આપણે સારુ એક જ રસ્તો છે: અને તે એ કે થાકીને લોથ થઈને ને એ રીતે સૂધબૂધ ઠેકાણે આવે ત્યાં સુધી બસ લડ્યા જ કરવું. સરકાર તો, આપણે ઇચ્છીએ કે નહીં ઇચ્છીએ તોપણ, જાહે ર સુલેહશાંતિ સાચવવા ખાતર કે પોતાની સલામતીને ખાતર પણ દરે ક વખતે વચ્ચે પડ્યા વિના રહે વાની જ નથી. છતાં જ ે આપણે લડનારા હિંમતથી કે શૂરાતનથી સરકારનું રક્ષણ કે મદદ નહીં માગીએ તો સરકારની દખલથી આપણી બહુ હાનિ થવાની નથી. આવા વિગ્રહમાં ખૂનીઓના વળી બચાવ શા કરવા? એવા ખૂની તો ફાંસીને વધાવી લે. મંદિરો ભાંગનારા બહાદુરીથી આગળ આવે અને કહે કે, “અમે ધર્મને ખાતર આ કામ કર્યું છે. આ રહ્યા અમે. ચડાવો અમને ફાંસીએ જોઈએ તો.” રસ્તે ચાલ્યા જનારા નિર્દોષોને મારી નાખનારા સીધા પોલીસથાણા પર જઈને ઊભા રહે અને કહે કે, “અમે આ બધું ઈશ્વરને નામે કર્યું છે. તમારે અમારું જ ે કરવું હોય તે કરો.” આ બધી ઘાતકી હૈ યાવોણી વાત કરી રહ્યો છુ ં એમ લાગે એવું છે. પણ હં ત ુ ો અત્યાર સુધી આપણે જ ે રસ્તો લીધો છે તેના કરતાં વધારે સીધો અને ઓછો નબળાઈવાળો રસ્તો સૂચવવાનો જ માત્ર પ્રયત્ન કરી રહ્યો છુ .ં [ગાં. અ. ૩૪ : ૩-૪]
‘‘મતભેદો તીવ્ર હોય તોપણ તેની તાણ ખમીને ટકી શકે તે જ ખરી મિત્રતા હિંદુમુસલમાન ઐકય તેમજ બીજી કોમો વચ્ચેના ઐક્ય વિશેની મારી શ્રદ્ધા તેમ જ મારી ચિંતા જ ેમનાં તેમ જ છે. પણ માત્ર તેની સાધના કરવાની રીત બદલાઈ છે. અગાઉ સભાઓમાં ભાષણ દ્વારા અને ઠરાવો દ્વારા આ ઐક્ય સાધવાનો પ્રયત્ન કરતો, ત્યારે આજ મને આ ઉપાયોમાં શ્રદ્ધા રહી નથી. કેમ કે તેને અનુકૂળ વાતાવરણ હાલ નથી. અવિશ્વાસ, ભય અને નિરાશાથી ભરે લા વાતાવરણમાં, મારા મતે આ ઉપાયો હૃદયનું ઐક્ય સ્થાપવામાં મદદરૂપ થવાને બદલે નડતરરૂપ થઈ પડે એમ છે. તેથી આજ ે હં ત ુ ો કેવળ પ્રાર્થના અને બની શકે તેવાં વ્યક્તિગત મિત્રતાનાં કાર્યો ઉપર આધાર રાખી બેઠો છુ .ં આથી જ ઐક્ય માટેની સભાઓમાં જવાની મને ઇચ્છા નથી રહી. પણ આનો અર્થ એમ નથી કે તેવા પ્રયત્નો હં ુ નાપસંદ કરું છુ .ં ઊલટુ,ં જ ેને આવી સભાઓમાં શ્રદ્ધા હોય તેમણે તો તે ભરવી જ જોઈએ, અને હં ત ુ ેમને સફળતા ઇચ્છું છુ .ં બંને કોમોના આજના મિજાજ સાથે મારો મેળ ખાય તેમ નથી. તેઓની પોતાની દૃષ્ટિએ
नवजीवन નો અક્ષરદેહ [ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨]
37
તેમને કહે વાનો હક છે કે મારો ઇલાજ નિષ્ફળ નીવડ્યો છે. વગદાર વર્ગમાં મારા મતને માનનારની સંખ્યા બહુ અલ્પ છે એમ હં ુ કબૂલ કરું છુ .ં સભાઓ તથા એવા પ્રકારનાં કાર્યોમાં ભાગ લઈને હં ુ કંઈ કહે વા જ ેવી સેવા કરી શકું તેમ નથી, અને ખરું ઐક્ય સાધવા સિવાય મને બીજી કોઈ પણ લાલચ ન હોવાથી, જ્યાં હાજરી ભરીને સેવા ન કરી શકું ત્યાં દૂર રહ્યે કંઈક પણ સેવા થાય છે એમ માનું છુ .ં મારા સિદ્ધાંત મુજબ તો સત્ય અને અહિંસા સિવાય ઐક્ય સાધવાનો બીજો માર્ગ જ નથી. હં ુ જાણું છુ ં કે બધા ઉપાયો વ્યર્થ જશે ત્યારે તેનો જય થવાનો જ છે. તેથી હં ુ મારો મત ધરાવનાર એકલો જ હોઉં કે મને અનેકનો ટેકો હોય, તોપણ ઈશ્વરે જ ે રસ્તો બતાવ્યો જણાય છે તે જ રસ્તો મારે ગ્રહણ કરવો જોઈએ. આજ ે સગવડ કે લાભાર્થે અહિંસાની ‘નીતિ’ સ્વીકારવાનો ઇલાજ નકામો થઈ પડ્યો છે. અહિંસાને ઉખેડી નાખનારા આપણા પોતાના જ પક્ષમાં ન પડ્યા હોય તો નીતિ તરીકે પળાતી અહિંસા પણ બરોબર ફળે. પણ અમુક અવસર આવે ત્યારે હિંસા એ જ ધર્મ છે એવું માનનારા હોય ત્યારે ‘નીતિ’ તરીકે પળાતી અહિંસા ભાંગી પડે છે. એવે કાળે અહિંસામાં સંપૂર્ણ શ્રદ્ધા રાખનારની કસોટી થાય છે. એટલે મારી તેમ જ અહિંસાના સિદ્ધાંતની બંનેની કસોટી થઈ રહી છે. અને જો આપણને સફળતા મળતી ન દેખાતી હોય તોપણ તેમાં દોષ મારો જ ગણવો, સિદ્ધાંતનો નહીં. હં ુ જાણું છ ે કે ઘણી વેળા મારે મારી પ્રકૃ તિની સામે યુદ્ધ કરવું પડે છે. વાણી અને વર્તનમાં નહીં તો, વિચારમાં તો હં ુ હજી અહિંસક નથી બન્યો. પણ એવો અહિંસક બનવા ઈશ્વરે આપેલી બધી શક્તિ હં ુ ખર્ચી રહ્યો છુ .ં [ગાં. અ. ૩૫ : ૩૧૭-૩૧૮]
એકબીજાના ધર્મનું જ્ઞાન મેળવવું આવશ્યક હિંદુમુસલમાનને જ્યારે એકઠા થવું હશે ત્યારે થશે, પણ રાષ્ટ્રીય શાળાઓમાં તો આપણે એકબીજા પ્રત્યે પ્રેમને પોષવો જોઈએ. તેમ કરવા સારુ એકબીજાના ધર્મનું જ્ઞાન મેળવવું આવશ્યક છે. વિદ્યાર્થીઓ ઉર્દૂ થોડુકં શીખીને ભૂલી જતા હોય તો તેઓ વેઠ ઉતારે છે, પણ એ તો હિંદીને સારુ પણ કહે વાય. હિંદી અથવા ઉર્દૂને વિશે કેમ રસ ઉત્પન્ન કરી શકાય એ તો દૈવ જાણે, પણ રાષ્ટ્રવૃદ્ધિને સારુ એનું જ્ઞાન અત્યાવશ્યક છે એને વિશે મારા મનમાં મુદ્દલ શંકા નથી. [ગાં. અ. ૩૭ : ૩]
‘‘ધર્મ તો નમ્રતામાં છે’’ આજ સુધી જગતમાં એવા લડવૈયા નથી જાણ્યા જ ે લડીને અદાલતમાં ગયા હોય. અંગ્રેજ અને જર્મનો તોપ-બંદૂકથી લડ્યા, પણ અદાલતની પાસે ન્યાય માગવા ન ગયા. એમાં અમુક અંશે બહાદુરી રહે લી છે. હિંદુમુસલમાન એમ કરે તો તે કરવાનો તેમને અધિકાર છે; જો તેઓ લડતની નીતિ અને મર્યાદા જાળવીને લડશે તો તેમનાં નામ ઇતિહાસમાં રહે શે. તેઓ 38
[ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
જ્યાં સુધી વકીલની મદદ ન લે, પૈસાની મદદ ન લે, તલવાર પર જ ઝૂઝશે તો શૂરવીર કહે વાશે, પણ આજ ે આપણે જ ે ઢંગથી કામ લઈએ છીએ તે રીતે તો નામર્દ બનવાના છીએ. એમાં ધર્મ નથી. ધર્મ તો નમ્રતામાં છે, નમતું મૂકવામાં છે, મરવામાં અથવા લડતાં લડતાં મારીને મરવામાં છે, પણ લડીને અદાલતમાં જવામાં નથી. આજ ે આખા હિંદુસ્તાનની અંદર દીનહીન સ્થિતિ વ્યાપી રહે લી છે. ...મેં તો તમને સત્યાગ્રહી તરીકે આત્મશુદ્ધિનો ધર્મ સમજાવ્યો. આપણે હિંદુસ્તાનમાં રહે નારા એક જ માટીમાંથી પાકેલા એક જ હિંદમાતાની ગોદમાંથી પેદા થયેલા છતાં વિધર્મી સગા ભાઈઓ તરીકે કેમ રહી શકીએ? [ગાં. અ. ૩૭ : ૧૬૧-૧૬૨]
‘‘અહિંસા બીકણ કે નમાલાનો ધર્મ નથી. તે બહાદુર અને મરણિયાનો ધર્મ છે.’’ તલવારે લડતાં જ ે મરે છે તે અવશ્ય બહાદુર છે, પણ જ ે માર્યા વિના ધીરજપૂર્વક ઊભો મરે છે તે વધારે બહાદુર છે. એટલે જ ે મારની બીકે ચોખાની ગૂણો મફત આપી દે છે તે બીકણ છે, અહિંસક નથી; તે અહિંસાનાં તત્ત્વો જાણતો નથી. મારની બીકે જ ે પોતાની સ્ત્રીઓનું અપમાન સહન કરે છે, તે મર્દ મટી નામર્દ બને છે. તે નથી લાયક પતિ થવા કે પિતા થવા કે ભાઈ થવા; આવા માણસોને ફરિયાદ કરવાનો અધિકાર નથી. જ્યાં નામર્દ વસે છે ત્યાં બદમાશ તો હોય જ. આવા કિસ્સા હિંદુમુસલમાનના હાડવેરથી પર છે. જ ેમ મૂરખ હોય ત્યાં ઠગ હોય જ તેમ જ જ્યાં નામર્દ હોય ત્યાં ડાંડ હોવાના જ, પછી તે મુસલમાન હોય કે હિંદુ હોય. લડાઈ જામી તે પહે લાં પણ આવા કિસ્સા બનતા હતા. એટલે અહીં પ્રશ્ન અમુક કોમની સામે કેમ વેર લેવાય અથવા એને કેમ સારી બનાવાય એ નથી. પણ જ ે નામર્દ હોય તે કેમ મર્દ બને એ પ્રશ્ન છે. જ ે શાણા છે તે હિંદુમુસલમાન લડાઈની પાછળ રહે લી બંને કોમની દુર્બળતા, બંનેની મૂર્ખતા જોઈ જાય તો આપણે તેનો તુરત નિકાલ લાવી શકીએ. બંનેએ બળવાન બનવાનું રહ્યું છે; બંનેએ ડાહ્યા થવાનું રહ્યું છે. બંને અથવા એક સમજીને શાણા થાય તો તે અહિંસાનો માર્ગ થયો; બંને હારીને ડાહ્યા થશે તે હિંસાનો માર્ગ હશે. મનુષ્યસમાજમાં એટલે સ્વતંત્રતાને પૂજનારા સમાજમાં કાયરને સ્થાન નથી. સ્વરાજ કાયરને સારુ નથી. હં ુ ૧૯૨૧ની સાલમાં થયેલા બેતિયાના અનુભવ પછીથી જ કહે તો આવ્યો છુ ં કે જ ે મરીને પોતાની કે પોતાનાંની રક્ષા ન કરી શકે તેને મારીને પોતાની ને પોતાનાંની રક્ષા કરવાનો અધિકાર છે, એ તેનો ધર્મ છે. એટલી શક્તિ જ ેનામાં ન હોય તે નપુંસક છે. તેને કુ ટુબ ં ના વડીલ કે પાલક થવાનો અધિકાર નથી, તેણે અરણ્યનું સેવન કરવું જોઈએ અથવા તે હં મેશાં લાચારની સ્થિતિમાં રહે શે, તેને રોજ કીડાની જ ેમ પેટ ે ચાલવાની તૈયારીમાં રહે વું જોઈશે. મારી પાસે એકમાત્ર અહિંસાનો જ માર્ગ છે. મને હિંસાનો માર્ગ ગમતો નથી. તે શીખવવાની શક્તિ હં ુ કેળવવા માગતો નથી. આજ ે વર્તી રહે લી કાયરતામાં અહિંસાના પ્રચારને સ્થાન નથી, તેથી હં ુ ચાલુ લડાઈઓ વિશે મૌન ધારણ કરી બેસી રહ્યો છુ .ં મારી આવી લાચારીનું
नवजीवन નો અક્ષરદેહ [ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨]
39
પ્રદર્શન મને પ્રિય હોય નહીં. પણ આપણને પ્રિય હોય તે જ ઈશ્વર હં મેશાં થવા દે અને અપ્રિય ન જ થવા દે એવો તેનો કાયદો નથી. વળી ઈશ્વર નિરાધારનો જ બેલી છે, રામ નિર્બળનું જ બળ છે, ગજરાજ હાર્યો ત્યારે જ ઈશ્વરે તેને સહાય કરી, એ બધું જાણું છુ .ં તેથી મારી લાચારી સહન કરી રહ્યો છુ ,ં ને વિશ્વાસ રાખું છુ ં કે મને કોઈક દિવસ ઈશ્વર એવો માર્ગ બતાવશે કે જ ે ગ્રહણ કરી લોકોને બતાવી શકીશ. હિંદુમુસલમાને કોઈક દિવસે મિત્ર થવું જ છે એ વિશ્વાસ હં ુ મુદ્દલ ખોઈ બેઠો નથી. એ કઈ રીતે અને કયારે મિત્ર થશે એ આપણે કેમ જાણીએ? ભવિષ્યની સરદારીનો ઇજારો ઈશ્વરે પોતાને જ હાથ રાખ્યો છે. આપણને તેણે વિશ્વાસરૂપી નૌકા આપી છે તેમાં બેસીએ તો શંકારૂપી સમુદ્રને સુખેથી તરી [ગાં. અ. ૩૭ : ૩૧૫-૩૧૬] જઈએ.
શૌકતઅલીને પત્ર હિંદુને તેનાં ઘણાં કામ બદલ દોષિત ઠરાવવામાં હં ત ુ મારી સાથે પૂરેપૂરો સંમત છુ ,ં પણ હં મેશાં એ જ પહે લો ઘા કરનાર રહ્યો છે, એ જ સિતમખોર રહ્યો છે અને તેના મુસલમાન ભાઈઓ હમેશ સહન કરતા જ રહ્યા છે એ વાત સાથે હં સં ુ મત નથી. મને એવું સહે જ પણ લાગ્યું હોત તો છાપરે ચડીને એ વાતનો પોકાર કરતો મને તમે જોયો હોત. પણ હં ત ુ મારી સાથે વિવાદમાં ઊતરવા માગતો નથી. હં ત ુ ો તમને માત્ર એટલું જ કહે વા માગું છુ ં કે, મારા મત પ્રમાણે તો તમારી ઉશ્કેરણી નકામી છે, તમારો નિર્ણય એકતરફી છે અને સરવાળે વધારે નહીં તો છેવટે હિંદુ જ ેટલો મુસલમાન દોષિત તો છે જ. મારા હે તુ અને હે વાલની બાબતમાં હં પ્રા ુ માણિક છુ ં એ તમે સ્વીકારશો એમ માની લઈને તમારા અભિપ્રાયની યથાર્થતા બાબત શંકાને સ્થાન આપવા હં ત ુ મને વીનવું છુ .ં તમારા કાનપુરના ભાષણમાં તમે ઘણા જ વધારે પડતા કટ્ટર અને ઝનૂની રહ્યા છો. તમે ભૂલ કરો જ નહીં એવું માનવું તમને શોભતું નથી. મહે રબાની કરીને દોસ્તીને નાતે એ મમત છોડી દો. ...હિંદુઓના સાર્વત્રિક ધિક્કારના સિદ્ધાંતની તરફે ણમાં તમે જ ે તારણ કાઢ્યું છે તે માન્ય કરવાની હં ુ ના પાડુ ં છુ .ં આ પહે લાં કેવળ મુસલમાનોની સભામાં પણ શ્રોતાઓ આથી વધારે સારી રીતે વર્ત્યા ન હોય એવા દાખલા પણ છે. અત્યારની સભાનું વર્તન હિંદુ માનસનું નહીં પણ અત્યારના ભારતના શહે રી માનસનું સૂચક છે. આપણી વચ્ચે વિકસી રહે લા આ અનિષ્ટને દૂર કરવા માટે તમારે અને મારે , મુસલમાનોએ અને હિંદુઓએ એકબીજા તરફ કાદવ ઉછાળવાને બદલે, એકબીજા સાથે હળીમળીને કામ કરવું જોઈએ. અહિંસા અને વસુધૈવ કુ ટુબ ં કમ્ એ બે મારા અફર સિદ્ધાંતો રહ્યા છે. તેથી હજારો મંચ પરથી મેં જ ે કહ્યું છે તે હં ુ અહીં ફરીથી કહં ુ છુ ં કે મારી મૈત્રી એકતરફી રહી છે તેથી તમારી સાથેની અને બીજા મુસલમાનો સાથેની મારી મૈત્રી અતૂટ છે. તેઓ ભલે લાખો વાર મારો ત્યાગ કરે તોપણ સમય આવ્યે તો હં ત ુ ેમનો જ રહીશ. ભગવાન મને મદદ કરે કે [ગાં. અ. ૩૮ : ૧૨૨-૧૨૫] જ ેથી હં ુ એ કસોટીમાં ઊણો ન ઊતરું . 40
[ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
હિંદુમુસ્લિમ પ્રશ્ન વળી હિંદુમુસ્લિમ પ્રશ્ન વિશે ‘‘એક યુવક હૃદય” લખે છે તેમાંથી નીચેના ફકરાઓ આપું છુ :ં હિંદુમુસલમાન વચ્ચે સંપ કરાવવાના આપના પ્રયાસો નિષ્ફળ જાય છે એમ સમજી તે સંબંધી આપ લગભગ મૌન પકડી બેઠા છો તે મને ઠીક નથી લાગતું. ભલે તે સંબંધી આપ મૌન સેવો, પણ જ્યાં જ્યાં તોફાન થતાં હોય તેની બરાબર હકીકત મેળવી, વિચાર કરી દોષવાનને દોષિત કહે વો એ શું આપની ફરજ નથી? ભલે આપ સક્રિય ભાગ ન લો, પણ બેઉ પક્ષોની હકીકત નિષ્પક્ષપાતપણે સાંભળ્યા બાદ આપની દૃષ્ટિમાં જ ે ગુનેગાર જણાય તેને સ્પષ્ટ શબ્દોમાં કહે વું તે શું દેશહિતને નુકસાનકર્તા છે? ગોધરા તથા સુરત ખાતે જ ે રમખાણો થયાં છે તે સંબંધમાં આપે જ ે વલણ લીધું છે તે ખરે ખર યોગ્ય તો નથી જ. કાણાને કાણો કહે વામાં આપ જ ે બીજી બાબતોમાં શૂરવીરતા બતાવો છો તે શૂરવીરતા આ પ્રસંગે ક્યાં જતી રહે છે? હરિ! હરિ! મને ખરે ખર આપના આવા વલણને માટે આશ્ચર્ય થાય છે. અંતે આ બાબતમાં મારી નમ્ર વિનંતી છે કે આપ હિંદુઓને આપની વ્યાખ્યાવાળી અહિંસા ન પાળી શકે તો જ ેઓ તેમને નિષ્કારણ હે રાન કરતા હોય તેમની સામા થવા સલાહ આપો, અને જ ે મુસલમાન ભાઈઓ હિંદુઓને દુશ્મનરૂપ જોતા હોય તેમના પ્રતિ તિરસ્કારની લાગણી સખત અને સ્પષ્ટ શબ્દોમાં જણાવો. આ વિષય બાબત પણ હં ુ મારી સ્થિતિ જણાવી ગયો છુ .ં મારી ઉમેદ છે કે કોઈના ડરથી હં ુ મારા અભિપ્રાય નથી જણાવતો એવું આમાં કાંઈ જ નથી. પણ જ્યાં મારું લખવું પ્રસ્તુત ન હોય, અથવા અભિપ્રાય બાંધવા પૂરતો મારી પાસે સામાન ન હોય, અથવા જ્યાં મારું ક્ષેત્ર ન હોય, ત્યાં મૌન એ જ હં ુ મારો ધર્મ માનું છુ .ં હિંદુમુસ્લિમ પ્રશ્ન વિશે મારી દવા અત્યારે બેમાંથી એકે પક્ષ કબૂલ કરે તેમ નથી તેથી મારું કહે વું અપ્રસ્તુત થઈ જાય છે, ને તે પ્રશ્ન હાલ મારા ક્ષેત્રની બહાર ગયો ગણાય. હવે રહી વાત થયેલાં ને થનારાં હુલ્લડોને વિશે અભિપ્રાય દર્શાવવાની. જ્યારે એ પ્રશ્નને મેં મારા ક્ષેત્રની બહાર ગયો ત્યારે મારે તેને વિશે અભિપ્રાય બતાવવાપણું રહે તું નથી, અને જ્યાં લગી હં ુ બંને પક્ષોને કહે વાનું હોય તેની તપાસ ન કરું ત્યાં લગી હં ુ મારા અભિપ્રાયો બતાવવા બેસું તો તે અયોગ્ય અને અવિનયી ગણાય. એમાં અન્યાય પણ થઈ જાય. જ ે પ્રશ્નને હં ુ ઉકેલી ન શકું તે બાબત મારી મેળે તપાસ કરવા પણ કેમ જાઉં? પણ આ ઉપરથી કોઈ એમ ન માને કે મેં આ પ્રશ્ન વિશે મારા હાથ સદાયને સારુ ધોઈ નાખ્યા છે. હં ત ુ ો એક કુ શળ વૈદ જ ેને પોતાની દવા ઉપર શ્રદ્ધા છે તેની જ ેમ મારા સમયની રાહ જોઈ રહ્યો છુ .ં મારો દૃઢ વિશ્વાસ છે કે આ અસાધ્ય જ ેવા લાગતા રોગને સારુ મારી જ દવા રામબાણ છે ને તે બંને પક્ષે અથવા એક પક્ષે વાપર્યે જ છૂટકો છે. તે દરમિયાન જ ેને લડવું હોય તે મારા કંઈ કહે વા વિના જ લડી લેવાના છે, તેમાં કોઈના
नवजीवन નો અક્ષરદેહ [ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨]
41
પ્રોત્સાહનની આવશ્યકતા નથી રહે તી. કોઈ પોતાની નબળાઈથી ન લડે ને નામર્દી બતાવે એ હં ુ ઇચ્છતો જ નથી. નામર્દીમાંથી હિંસાની વીરતા પેદા ન થઈ શકે. હિંસા-અહિંસા બંનેમાં બહાદુરીની આવશ્યકતા તો છે જ. અહિંસા એ વીરતાની પરાકાષ્ઠા છે. [ગાં. અ. ૩૮ : ૧૩૪-૧૩૫]
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ભાષણ છેક નાનપણથી હં ુ એ વાત સમજ્યો છુ ં કે હિંદુમુસ્લિમ એકતા હિંદી રાષ્ટ્રીયતાનું અભિન્ન અંગ છે, અને હં ુ માનું છુ ં કે જો હિંદુઓ અને મુસલમાનો પૂરા સંપથી ખુલ્લા દિલે એકમેકની સાથે ન રહી શકે તે રાષ્ટ્રીય સ્વતંત્રતાનો કશો અર્થ નથી. બંને મોટી કાેમો લઘુમતી કોમો ઉપર જુ લમ કરે અથવા તેમનામાં એવી લાગણી પણ ઊભી કરે કે હિંદુમુસ્લિમ એકતા ખરાબ વસ્તુ છે એ હં ુ પસંદ કરતાે નથી. હં ત ુ ો ઇચ્છું છુ ં કે બંનેની એકતા આખા જગત માટે નમૂનારૂપ બને અને શાંતિ આપનારી બને. મરહૂમ સર સૈયદ1 સાથે હં સં ુ મત થાઉં છુ ં કે હિંદુઓ અને મુસલમાનો હિંદ માતાની બે આંખો છે. હં ત ુ મને વિદ્યાર્થીઓને હાકલ કરું છુ ં કે તમે જ ેવા ઇસ્લામના સાચા સપૂતો છો તેવા જ હિંદના સાચા અને નિષ્ઠાવાન સિપાઈઓ બનો. મેં ઇસ્લામ ધર્મનાં પુસ્તકો વાંચ્યાં છે અને તેનો ઊંડો અભ્યાસ કર્યો છે તેમ જ હં ુ લાંબા સમય સુધી મુસ્લિમો વચ્ચે રહ્યો છુ ં અને તેમની સાથે ભોજન લીધું છે. એટલે ઇસ્લામ ધર્મનો મને સારો પરિચય છે. હં ત ુ મને સુખચેનમાં અને મોજમજામાં ન પડી જવા સલાહ આપું છુ ં કેમ કે દેશની સાચી સેવા માત્ર તેઓ જ કરી શકે છે જ ેમનાં દિલ સાફ હોય છે અને જ ેમની ટેવો સાદી હોય છે. એ ઉપરાંત હં ત ુ મને એવા લાખો ગરીબ લોકોની સ્થિતિની દયા ખાવા હાકલ કરું છુ ં જ ેમને ભાગ્યે જ એક ટંક પણ ખાવાનું મળે છે. મારા અભિપ્રાય પ્રમાણે કેવળ દરરોજ કુ રાન વાંચવાથી કે દરરોજ નમાજ પઢવાથી ખુદાને રાજી રાખી ન શકાય. ખુદાને રાજી કરનારી સાચી વસ્તુ તો તમારાં લાખો દુઃખી ભાઈબહે નો માટેની પ્રત્યક્ષ દયા અને સાચી અનુકં૫ા જ છે. [ગાં. અ. ૪૨ : ૧૦૧]
હિંદુમુસલમાન એકતા આપણા કોમી સવાલ વિશેના મારા વિચારો વિશે ઘણી ગેરસમજ ફે લાવવામાં આવે છે. તેથી કંઈ પણ દલીલમાં ઊતર્યા વિના મારું ભાષાજ્ઞાન પહોંચી શકે એટલી બધી સ્પષ્ટતાપૂર્વક આ વિષયના મારા વિચારો હં ુ આપી જાઉં છુ .ં ૧. છેલ્લાં ચાળીશ વરસથી આ બાબતના જ ે વિચારો હં ુ ધરાવતો આવ્યો છુ ં તેમાં કશો ફે રફાર થયો નથી. 1. સર સૈયદ અહમદ ખાન. 42
[ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
૨. જ ેમ બીજી અનેક વસ્તુઓને વિશે મેં ફરીફરીને કહ્યું છે તેમ હં ુ કોમી એકતા વિશે પણ માનું છુ ં કે તેના વિના સ્વરાજ સંભવતું નથી. ૩. આજની લડતનો ઉદ્દેશ પૂર્ણ સ્વરાજ સ્થાપવાનો નથી પણ પ્રજામાં તે સ્થાપવા માટેની તાકાત પેદા કરવાનો છે. ૪. આ તાકાત જ્યારે પેદા થશે અને પૂર્ણ સ્વરાજની સ્થાપનાનો સમય આવશે ત્યારે મુસલમાનોને તેમ જ લઘુમતીવાળી બધી કોમોને મનાવવી પડશે. તેઓ નહીં માને તો માંહોમાંહે લડાઈ થયા વિના રહે વાની નથી. પણ હં ત ુ ો એ આશાએ જીવું છુ ં કે જો આપણે સ્વરાજની તાકાત પેદા કરી શકીશું તો આપણા મતભેદ અને અવિશ્વાસ દૂર થઈ જ જશે. આ મતભેદ અને અવિશ્વાસ આપણી કમજોરીનું પરિણામ છે. જ્યારે આપણામાં અંદરથી તાકાત જાગશે ત્યારે આપણી કમજોરી ખરી પડશે. ૫. નેહરુ રિપોર્ટનું બંધારણ ઊંચું મુકાયું છે, એટલે કોમી સવાલ પણ આપોઆપ ઊંચે મુકાયો છે. લાહોર મહાસભાના ઠરાવમાં સાફ શબ્દોમાં કહે વામાં આવ્યું છે કે કોમી સવાલના આ રિપોર્ટે સૂચવેલા ઉકેલથી શીખોને તેમ જ મુસલમાનોને સંતોષ થયો નથી, તેથી એ સવાલનો સૌ પક્ષોને સંતોષ થાય એવી રીતે વિચાર કરવાનો રહે શે. ૬. હિંદુઓને સારુ મને આનો અહિંસક ઉકેલ એક જ સૂઝે છે કે લઘુમતીવાળી કોમો ઇચ્છે એટલું બધું તેમને લેવા દેવું. લઘુમતીવાળી કોમોને દેશ પર હકૂ મત ચલાવવા દેતાં હં ુ ન અચકાઉં. આ કંઈ કેવળ તાત્ત્વિક માન્યતા નથી. આ ઉકેલમાં કશું જોખમ રહે લું નથી. કેમ કે સ્વતંત્ર સરકારના અમલમાં ખરી સત્તા તો પ્રજાના હાથમાં હશે. આ વાતનું પારખું આજકાલ મળી રહ્યું છે. જ ે પ્રજા પોતાની શક્તિ ઓળખીને એ શક્તિને સંયમપૂર્વક અને પ્રજાસમસ્તના કલ્યાણને અર્થે વાપરે તો ગમે એવી જોરાવર સરકારનું જોર પણ ધૂળમાં મળી જાય. [ગાં. અ. ૪૩ : ૩૩૯]
‘‘આખરે તમે કઈ વસ્તુઓ માટે લડી રહ્યા છો? પાણી કે હવા માટે તો નહીં જ.’’ અમને હિંદુઓને વધુમતી કોમ તરીકે ગણવામાં આવે છે, ને એમાં કંઈક તથ્ય પણ છે. આ હિંદુઓને હં ુ ૧૯૨૧માં જ ે કહે તો હતો તે જ આજ ે કહીશ કે બે કોમોમાંથી જ ે એક — ખાસ તો વધુમતી કોમ — સ્વેચ્છાએ પોતાના બધા હકદાવા છોડી દે, તો આપણને જોઈતી એકતા તરત પેદા થાય. હિંદુઓ જો આવો આત્મત્યાગ કરે તો તેમને માટે એ એક મહાન અને વીરતાભરી બાબત હશે. તેઓ મુસલમાનોને કહી દે, “લાભનો મનફાવે તેટલો મોટો હિસ્સો ઉઠાવી લો; તમારી સેવા કરી અમે સંતોષ માનીશું.” આખરે , તમે કઈ વસ્તુઓ માટે લડી રહ્યા છે? પાણી કે હવા માટે તો નહીં જ. લડાઈ તો ધારાસભાઓ અને સ્થાનિક સંસ્થાઓમાં બેઠકો મેળવવા માટેની છે. તમારામાંના મોટા ભાગનાને તો આની સાથે કશી નિસ્બત નથી. તમારામાંથી કેટલા ત્યાં જઈ શકવાના છે? ત્યાં જઈને પણ તમે શું કરવાના?
नवजीवन નો અક્ષરદેહ [ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨]
43
ધારાસભાની બહાર તો તમે આશ્ચર્યજનક કાર્યો કરી બતાવ્યાં; તમે વટહુકમ પડકાર્યા, લાઠીમાર અને ગોળીબારના હુકમોની પણ તમે પરવા ન કરી. કેમ કે તમને તમારી શક્તિનું ભાન થઈ ગયું હતું. આ જાતનું ભાન જો તમારામાં જળવાઈ રહે તો પછી તમારી પાર્લામેન્ટમાં બધા જ મુસલમાન હોય અને એક પણ હિંદુ ન હોય તોય શું? બેઠક માટેની આ લડાલડી ને સત્તાના પડછાયા માટેની પડાપડી જોઈ મને તો સૂગ ચડે છે. આ ધારાસભાઓ સાથે તેમને કશી જ લેવાદેવા નથી એ વાત જો હં ુ બધા જ કાઁગ્રેસીઓને ગળે ઉતારી શકું તો કેટલું સારું ! સ્વેચ્છાએ કરે લો ત્યાગ જ તમે કદી કલ્પી ન હોય એવી શક્તિ તમને આપશે. [ગાં. અ. ૪૫ : ૨૮૪]
‘‘સ્વરાજમાં કોઈ પણ ધર્મનો પક્ષપાત ન હોય’’ ધર્મ વિશે સ્વરાજ્યની તટસ્થતા. સ્વરાજ સરકાર કોઈ પણ ધર્મનો પક્ષ ન લે. કોઈ હિંદુ પ્રધાન હોય તે હિંદુ મંદિર માટે લાખ રૂપિયા મંજૂર કરે અને મસ્જિદ માટે ન કરે એ પક્ષપાત સ્વરાજમાં ન જ બને. સ્વરાજમાં કોઈ પણ ધર્મનો પક્ષપાત ન હોય એ વાત આજથી જ જાહે ર થવી જોઈએ. હિંદુ વેપારીઓ હિંદુ નોકર જ નહીં પણ મુસલમાન નોકરો પણ રાખે તો આ દિશામાં આરં ભ થયો કહે વાય. જો સ્વરાજ આપણી આંખ આગળ આવશે ત્યારે પક્ષપાત ન થાય એમ હોય તો આજથી આપણે શા સારુ ફે રફાર ન કરી દઈએ? એટલે મહાસભાવાદીઓ આ પક્ષપાતરહિતતા આજથી જ પોતાનો ધર્મ સમજ ે. [ગાં. અ. ૪૫ : ૪૦૪]
કરાંચીની જમિયત-ઉલ-ઉલેમાની પરિષદમાં ભાષણ આ વખતે હિંદુસ્તાનમાં આબોહવા બહુ ખરાબ થઈ રહી છે એમ સૌને લાગે છે. કાનપુર, બનારસ, મિરઝાપુરમાં હિંદુમુસલમાનો પાગલ બન્યા. સાંભળ્યું છે કે કાનપુરમાં હિંદુઓના તરફથી તોફાન શરૂ થયું. હં ુ કબૂલ કરું છુ ં કે એ લોકોએ મોટી ભૂલ કરી. હં ુ અસહકારની હિલચાલના વખતથી પોકારી પોકારીને કહી રહ્યો છુ ં કે જો આપણે શાંતિથી કામ લેવું હોય તો સૌને સમજાવીને તેમનાં દિલ ઉપર અસર કરવાની કોશિશ કરવી જોઈએ. જો આપણે જબરદસ્તીથી કામ લેશું તો ખુદાના દરબારમાં જૂ ઠા પડશું. વિદેશી કાપડ અને શરાબની ચોકીમાં પણ લોકોએ મર્યાદા છોડી. સંભવ છે કે તાત્કાલિક પરિણામ એનું સારું આવ્યું હોય, પણ કાનપુરથી ખબર પડે છે કે એમાં કેવાં જોખમ રહ્યાં છે. હિંદુઓએ કરે લા અત્યાચારોની ખબર મારી પાસે આવતી હતી ત્યારે મારું માથું શરમથી ઝૂકતું હતું, હં ુ શરમિંદાે થતો હતો. બે કાેમમાંથી ગમે તે કોમ અત્યાચાર કરે તોપણ મારે શરમાવું જોઈએ; પણ હિંદુઓના અત્યાચારથી મને સ્વાભાવિક રીતે બહુ જ શરમ આવે છે. અફસોસની વાત છે કે હજી સુધી હિંદુમુસલમાન બંનેમાંથી એકે કોમને સાન આવી નથી, આજકાલ તો આપણે ગાળના જવાબમાં 44
[ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
થાપટ, અને થાપટના જવાબમાં ગોળી મારવાનો રિવાજ રાખ્યો છે. આ જંગલી રિવાજ છે. હં ત ુ ો કહં ુ છુ ં કે થાપટના જવાબમાં થાપટ પણ ન લગાવવી જોઈએ. આ બાબતમાં હં ુ ઉલેમાની કદમબોસી કરીને મદદ માગું છુ .ં આપ મુસલમાનો ઉપર આપની જ ે અસર છે તે અસરનો [ગાં. અ. ૪૫ : ૪૧૨] ઉપયોગ કરો.
‘‘સાટુ ં વાળવામાં હં ુ માનતો નથી’’ સ્વરાજ્યમાં બહુમતીનું રાજ્ય હશે એવું કહે વું કે સૂચવવું ગેરવાજબી છે. સાચા સ્વરાજ્યમાં ન્યાયનું જ રાજ્ય હોઈ શકે. દેશમાં આવેલી મહાન જાગૃતિ છતાં, મુસલમાનોના કે શીખના માન્ય નેતાઓ સ્વરાજ્યના બંધારણનો વિરોધ કરે તો હં ત ુ ો રાહ જોવાનું પસંદ કરું . સ્વરાજ્યની લડત એક વાર આરં ભાય, પછી તે સ્વરાજ્યનું પ્રત્યક્ષ પ્રતીક એવું બંધારણ ઘડાય અને પસાર થાય ત્યાર બાદ જ એ લડતનો અંત આવી શકે. એટલે, કોમી પ્રશ્ન ન ઊકલે તો? આપણું ધ્યેય એનું એ રહે વા છતાં, આપણી લડતના બીજા તબક્કામાં લડતનો પ્રકાર કદાચ બદલાય. જુ લમ હિંદુઓએ ગુજાર્યો હોય કે મુસલમાનોએ, મને તેમને માટે શરમ આવે છે. હિંદુઓ જ્યારે કસાઈવેડા આદરે છે ત્યારે તો હં ુ એથી પણ વધારે લાજી મરું છુ .ં પણ કોનો કેટલો ગુનો તે નક્કી કરવા જ ેટલો આધાર આપણી પાસે હજી નથી. સાટુ ં વાળવામાં હં ુ માનતો નથી. એટલે, એક હિંદુ તરીકે મારી દૃષ્ટિએ તો જ ેઓએ ખૂન, આગ, લૂંટ અને બીજી ન વર્ણવાય એવી ક્રૂરતા આચરી તે બધા જ બેશક ઠપકાને પાત્ર છે અને વધારે માં વધારે ફિટકારને પાત્ર છે, પછી તેઓ હુમલાખોર હોય કે માત્ર બચાવ કરતા હોય. પણ દરે ક પ્રજાજનને મારી પ્રાર્થના છે કે ક્રોધની ને ધિક્કારની ભાષા ટાળો, કારણ એથી કોઈનુંય ભલું તો થતું નથી, ને ઊલટાનું જ ે અગ્નિ હજી પૂરાે શમ્યાે નથી તેમાં ઘી હોમવા જ ેવું થાય છે. [ગાં. અ. ૪૫ : ૪૨૬]
વર્ણ અને કોમ નાતજાતને વિશે મેં ઘણી વાર કહ્યું છે કે આજના અર્થમાં નાતજાતને હં ુ માનતો નથી. એ “અદકેરું અંગ” છે અને પ્રગતિમાં વિઘ્નરૂપ છે. તે જ પ્રમાણે હં ુ મનુષ્ય મનુષ્ય વચ્ચેની અસમાનતાઓને પણ માનતાે નથી. આપણે સૌ સંપૂર્ણતાએ સમાન છીએ. પણ સમાનતા આત્માઓની છે, શરીરની નહીં. તેથી તે માનસિક અવસ્થા છે. સમાનતાનો વિચાર કરવાની ને તે ભારપૂર્વક જાહે ર કરવાની જરૂર પડે છે. કેમ કે આ ભૌતિક જગતમાં આપણે ભારે અસમાનતાઓ જોઈએ છીએ. આ બાહ્ય અસમાનતાના આભાસમાં આપણે સમાનતા સાધવાની છે. કોઈ પણ માણસ બીજા કોઈના કરતાં પોતાને ઊંચો માને એ ઈશ્વર તેમ જ મનુષ્ય સામે પાપ છે. આમ નાતજાત એ જ ેટલે દરજ્જે દરજ્જાના ભેદ સૂચવે છે એટલે અંશે બૂરી વસ્તુ છે.
नवजीवन નો અક્ષરદેહ [ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨]
45
...પોતાના ધર્મની બહાર પરણવું એ જુ દો જ સવાલ છે. એમાં પણ જ્યાં સુધી સ્ત્રીપુરુષ દરે કને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ હોય ત્યાં સુધી એવા વિવાહ સંબંધમાં હં ુ નૈતિક દષ્ટિએ કશો વાંધો જોતો નથી. પણ હં ુ નથી માનતો કે એવા વિવાહ સંબંધોને પરિણામે શાંતિ સ્થપાય. શાંતિ સ્થપાયા પછી તે બંધાય ખરા. હિંદુમુસલમાનનાં દિલ જ્યાં સુધી ઊંચાં છે ત્યાં સુધી હિંદુમુસલમાન વિવાહ સંબંધોની હિમાયત કરવાના પ્રયત્નને પરિણામે હં ુ આપત્તિ સિવાય બીજુ ં કશું જોતો નથી. એવા સંબંધો અપવાદરૂપ સંજોગોમાં સુખદાયી નીવડે એ તેને સાર્વત્રિક બનાવવાની હિમાયત કરવા માટે કારણરૂપ ન જ ગણાય. હિંદુમુસલમાન વચ્ચે ભાણાવહે વાર તો અત્યારે પણ મોટા પ્રમાણમાં ચાલે છે. પણ એથી પણ શાંતિમાં વધારો તો નથી જ થયો. મારી એ દૃઢ પ્રતીતિ છે કે રોટીબેટીવહે વારને કોમી એકતા જોડે કશી લેવાદેવા નથી. કલહનાં કારણ તો આર્થિક અને રાજકીય છે. અને તે જ તો દૂર કરવાનાં છે. યુરોપમાં તો રોટીબેટી વહે વાર છે, છતાં યુરોપિયન માંહોમાંહે જ ેવા લડી મર્યા છે તેવા તો આપણે હિંદુમુસલમાન ઇતિહાસમાં કદી લડ્યા નથી. આપણા જનસમૂહો તો તટસ્થ જ રહે લા છે. [ગાં. અ. ૪૬ : ૩૧૪-૩૧૫]
‘‘ડર અને વહે મમાં સામસામાનાં ગળાં કાપવા દોડીએ છીએ’’ મને કબૂલ કરતાં શરમ આવે છે કે અમારું ઘર અંદરઅંદરના કલહથી મેલું થઈ ગયું છે. અમે ડર અને વહે મમાં સામસામાનાં ગળાં કાપવા દોડીએ છીએ. હિંદુ વહે મ અને ડરથી મુસલમાનનો અવિશ્વાસ કરે છે. અને તેવા જ વહે મથી ને કાલ્પનિક ડરથી મુસલમાન હિંદુઓનો અવિશ્વાસ કરે છે. ઇસ્લામનો તો આખાે ઇતિહાસ અદ્વિતીય બહાદુરી અને શાંતિનો છે. તેથી મુસલમાનો હિંદુઓથી ભયભીત થાય એ મુસલમાનોને તો જરા પણ શોભાસ્પદ નથી. તે જ રીતે મુસલમાનોથી હિંદુઓ ભયભીત થાય તે હિંદુઓને શોભાસ્પદ નથી — દુનિયાના બધા મુસલમાનો તેમની કુ મકે હોય તોપણ શું અમે એટલા બધા પતિત છીએ કે અમારા જ પડછાયા જોઈને અમે ધ્રૂજીએ? છતાં પઠાણો આજ ે પણ અમારી સાથે હળીમળીને રહે છે એ સાંભળીને તમે ચકિત થશો. છેલ્લી લડતમાં તેઓ અમારી હારોહાર ખડા રહ્યા હતા. અને આઝાદીની વેદી ઉપર પોતાના નૌજવાનાેના ભાેગ તેમણે ચડાવ્યા છે. પેગંબરની જન્મભૂમિના હે સુપુત્રો, હિંદુસ્તાનમાં હિંદુ અને મુસલમાનો વચ્ચે પાછી શાંતિ કરવામાં તમે સહાયભૂત થાઓ એવી તમારી પાસે મારી યાચના છે. તમે શાંતિ કઈ રીતે કરાવી શકો તે હં ુ કહી ન શકું, પણ હં ુ તમને યાદ દેવડાવું છુ ં કે વિચારમાં આવશે તો આચારમાં ઊતરતાં વાર લાગવાની નથી. અરબસ્તાનના આરબો પાસે મારી આ માગણી છે. તમે અમારી વારે ધાઓ, અમને મદદગાર થાઓ. હિંદુસ્તાનમાં એવી સ્થિતિ ઊભી કરવામાં મદદ કરો કે હિંદુની સેવા કરવી એ મુસલમાન પોતાનો ધર્મ સમજ ે, અને મુસલમાનની સેવા કરવી એ હિંદુ પોતાનો ધર્મ સમજ ે. [ગાં. અ. ૪૭ : ૪૧૯-૪૨૦]
46
[ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
અંગ્રેજી અમલ પહે લાં અંગ્રેજી અમલ પહે લાંનો કાળ જુ ઓ. એમાં હિંદુમુસલમાનનાં રમખાણો આજના કરતાં વધારે નોંધાયેલાં છે ખરાં? ખરું જોતાં તો મારા જીવનકાળમાં જ વધારે કાળો ઇતિહાસ નોંધાયેલાે છે. સાચી વાત એ છે કે અંગ્રેજી લશ્કર અપરાધી અને નિર્દોષને દંડવાને સમર્થ છે ખરું , પણ રમખાણો અટકાવવાને અસમર્થ છે. ઔરં ગઝેબના રાજ્યમાં પણ ક્યાંયે રમખાણો થયાનું આપણે સાંભળતા નથી. ચડાઈઓની બાબતમાં, ભૂંડામાં ભૂંડી ચડાઈએ પણ ગામડાને સ્પર્શ નથી કર્યો. એ તો અવારનવાર આવતી મરકી જ ેવી હતી. એ તો કદાચ શુદ્ધિની ક્રિયા પણ હોય, પણ એ જાતની મરકી અટકાવવાને જો અમારે ડૉક્ટરોની ફોજ રાખવી પડે અને એમને પૈસા આપવા માટે પોતે ભૂખે મરવું પડે તો અમે એ શુદ્ધિની ક્રિયાને વધારે પસંદ કરીએ. વાઘ અને સિંહના અવારનવાર થતા હુમલા લો. એ પશુઓનો સીધો સામનો કરીને જોખમ ખેડવાને બદલે કરોડો રૂપિયા ખરચીને કોટકિલ્લા બાંધવાની વાત અમે કબૂલ કરીએ ખરા? મને માફ કરજો, અમે એવી નર્યા નામર્દોની પ્રજા નથી કે જોખમથી હં મેશાં ભાગી જઈએ. પરદેશીઓની સંગીનોને જોરે જીવતા રહીએ એના કરતાં તો અમે ધરતીના પડ પરથી ભૂંસાઈ જઈએ એ બહે તર છે. [ગાં. અ. ૪૮ : ૨૬૬]
અરસપરસ વિશ્વાસ આખરે , હિંદ કંઈ એવું નથી જ ેને કદી આત્મરક્ષણ કરતાં આવડ્યું જ ન હોય. એને માટે પૂરી સામગ્રી તેની પાસે તૈયાર છે. મુસલમાનોને પરદેશીઓની ચડાઈનો ડર નથી. શીખ લોકો તો એમને કોઈ જીતી શકે એમ માનવાની જ ના પાડશે. ગુરખામાં રાષ્ટ્રીય ભાવના આવશે તે જ ક્ષણે તે કહે શે કે “હં ુ એકલો હિંદનું રક્ષણ કરી શકીશ.” અને રજપૂતો પણ ક્યાં નથી? તેમણે તો ગ્રીસની જ ેમ એક નાનકડી થર્મોપિલી નહીં પણ હજાર થર્મોપિલી કરી કહે વાય છે. એ વાત અમને અંગ્રેજ ઇતિહાસકાર કર્નલ ટોડે કહી છે. કર્નલ ટોડે અમારા મનમાં એ માન્યતા રે ડી કે રજપૂતાનામાં એકેએક પર્વતઘાટ થર્મોપિલી છે. આ લોકોને રક્ષણની કળા શીખવવાની જરૂર છે ખરી ? હં ુ માની લઉં છુ ં કે જો હં ુ જવાબદારીનો ભાર ઉઠાવું તો તેનો અર્થ એ છે કે આ બધા લોકો હળીમળીને કામ કરશે. કોમી સવાલનો નિવેડો અમે હજુ નથી લાવી શક્યા એ જોઈને હં ત ુ ીવ્ર વેદનાથી પીડાઈ રહ્યો છુ .ં પણ કોમી નિકાલ જ્યારે થશે ત્યારે તેના ગર્ભમાં એ તો હોવું જ જોઈશે કે અમે એકબીજા પર વિશ્વાસ રાખવાના છીએ. એ રાજ્યમાં પ્રાધાન્ય મુસલમાનોનું હશે, શીખોનું હશે કે હિંદુઓનું હશે, પણ તેઓ હિંદુ, મુસલમાન કે શીખ તરીકે અમલ નહીં ચલાવતા હોય પણ હિંદીઓ તરીકે અમલ ચલાવતા હશે. અમે જો એકબીજાનો અવિશ્વાસ રાખતા હોઈએ અને અમારે એકબીજાને હાથે કપાવું ન હોય તો અમારે અંગ્રેજ લોકોની જરૂર રહે છે. પણ તો પછી અમારે જવાબદાર રાજ્યતંત્રની વાત ન કરવી જોઈએ. [ગાં. અ. ૪૮ : ૩૧૨]
नवजीवन નો અક્ષરદેહ [ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨]
47
પ્રથમ દર્શને ગાંધી : પૂર્વભૂમિકા
‘મેં ગાંધીને પહે લવહે લા ૧૯૭૬માં જોયા.’ સાલ વાંચીને
ચોંકીએ ત્યાં જ વાક્યનો ઉત્તરાર્ધ આવે, ને પૂરું વાક્ય આમ બને, કે ‘મેં ગાંધીને પહે લવહે લા ૧૯૭૬માં જોયા, મૅડમ તુસાદ મ્યુઝિયમમાં, મીણની પ્રતિમા રૂપે — અને એ દર્શને મને હચમચાવી નાખ્યો.’ આ શબ્દો છે જાણીતા ઑસ્ટ્રેલિયન ગાંધીસાહિત્યના સંશોધક થોમસ વેબરના. ે ને મિલિટરી આગળ તેઓ લખે છે, ‘સૂટડે બૂટડ યુનિફૉર્મમાં સજ્જ પ્રભાવશાળી પુરુષો વચ્ચે ઊભેલા આ નાના કદના, શામળા, બોખા, ધોતીધારી માણસે આખી દુનિયાને કેવી પ્રભાવિત કરી છે! એ ક્ષણે મને વિચાર આવ્યો, જો હં ુ મીણનું પૂતળું જોઈને આખો હલી ગયો, ‘ગાંધી ઍટ ફર્સ્ટ સાઇટ’નું મુખપૃષ્ઠ તો જ ેમણે ગાંધીજીને ખરે ખર જોયા હશે તેમને પહે લી મુલાકાતમાં શું નહીં થયું હોય? તેમનાં તો જીવન જ બદલાઈ ગયાં હશે.’ અને 2015માં ગાંધીજીના ભારત-આગમનના શતાબ્દીવર્ષે ભારે જહે મતપૂર્વક, ક્યાં-ક્યાંથી સંદર્ભો મેળવીને થૉમસ વેબરે 280 પાનાંનું ‘ગાંધી ઍટ ફર્સ્ટ સાઇટ’ સંપાદન પ્રગટ કર્યું, જ ેમાં 1904થી 1948ના ગાળા દરમિયાન ગાંધીજીને મળેલા લોકોમાંની 42 પ્રસિદ્ધ વ્યક્તિઓની ગાંધી સાથેની પ્રથમ મુલાકાત એ વ્યક્તિઓના જ શબ્દોમાં અને જ ે તે વ્યક્તિની ટૂ કં ી ઓળખ સાથે વર્ણવાઈ છે. એની પ્રસ્તાવનામાં એમણે ઉપરના શબ્દો લખેલા છે. આ પુસ્તકમાંની થોડી સંકલિત મુલાકાતો ‘नवजीवनનાે અક્ષરદેહ’ વાચકો માટે મૂકીશું. આ પુસ્તકમાં પંડિત નહે રુ, સરદાર પટેલ, ગોખલેજી જ ેવાની ગેરહાજરી આંખે ચડે છે, ઉપરાંત બધી વાતો વ્યક્તિગત છે, તેના પરથી કોઈ ઑબ્જેક્ટિવ ચિત્ર મળે જ, તેવું ન કહી શકાય. ભૂલો અને પુનરાવર્તનનો સંભવ પણ નકારી ન શકાય. પણ આ બધી મુલાકાતો ગાંધીજીની અદ્ભુત પ્રત્યાયનશક્તિનું દર્શન કરાવે છે. પહે લી જ મુલાકાતમાં શ્રદ્ધા અને મૈત્રીનાં બીજ વવાઈ જાય છે અને લગભગ બધા માટે ગાંધીજીની મુલાકાત એ મોટો પરિવર્તક અનુભવ બની રહે છે... આ પરિવર્તનક્ષણને પામવી એ આપણા માટે પણ એક ધન્ય ઘટના બની રહે છે. આ પુસ્તક ધ લોટસ કલેક્શન, રોલી બુક્સ પ્રા. લિ., ન્યૂ દિલ્હી દ્વારા પ્રકાશિત થયું છે. સોનલ પરીખ
48
[ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
હે નરી સૉલોમન લિયોન પોલાક
હેનરી એસ. એલ. પોલાક ઇંગ્લૅન્ડના આશ્રમની સ્થાપના સહિત ધરખમ ફે રફારો
દક્ષિણપૂર્વે કેન્ટમાં આવેલા ડોવર બંદરે એક યહૂદી પરિવારમાં 1882માં જન્મ્યા. તેમનાં માતાપિતા હતાં જોસેફ અને એડલી સૉલોમન. લંડનમાં શિક્ષણ લઈ, ટૉલ્સટૉયનાં સર્જનો પર વિશેષ અભ્યાસ કરી પોલાક લંડનની સોસાયટી ઑફ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના સહાયક સચિવ બન્યા. 1903માં તેઓ દક્ષિણ આફ્રિકા ગયા અને ત્યાં કેમિકલ બિઝનેસ કરતા પરિવારના એક વડીલ સાથે જઈને રહ્યા. આ સમયે, સત્યાગ્રહ ઉપાડ્યા પહે લાંના મોહનદાસ ગાંધી ત્યાંના સફળ વકીલ બની ચૂક્યા હતા. ગાંધીજી સાથે એમની પ્રથમ મુલાકાત 1904માં થઈ. ગાંધીજી ત્યારે 35 વર્ષના હતા અને પોલાક 22 વર્ષના. મુલાકાત થઈ ે યન થિયોસૉફિસ્ટ અને ત્યારે પોલાક વેજિટરિ ‘ટ્રાન્સવાલ ક્રિટિક’ના પત્રકાર હતા. પોલાકે જ ગાંધીજીને જ્હોન રસ્કિનનું પુસ્તક ‘અન્ટુ ધિસ લાસ્ટ’ વાંચવા આપ્યું હતું, જ ેને પરિણામે ગાંધીજીના જીવનમાં ફિનિક્સ
नवजीवन નો અક્ષરદેહ [ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨]
થયા હતા. ફિનિક્સ ગાંધીજીનો પહે લો આશ્રમ — જ્યાં પોલાક, ગાંધીજીના શબ્દોમાં, ‘તળાવમાં બતક તરે એમ ફરતા રહે તા.’ 1906માં ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં વસેલા ભારતીયોના પ્રશ્નો લઈને ઇંગ્લૅન્ડ ગયા ત્યારે પોલાકે ગાંધીજીનું અખબાર ‘ઇન્ડિયન ઓપિનિયન’ ચલાવ્યું. 1908માં ગાંધીજી પાસે પોતાના ‘આર્ટિકલ’ પૂરા કરીને પોલાક પૂર્ણ સમયના ઍટર્ની-ઍટ-લૉ બન્યા. 1913માં ગાંધીજીએ ટ્રાન્સવાલ કૂ ચ કાઢી ત્યારે પોલાક તેમાં જોડાયા અને ધરપકડ વહોરી. 1915માં ગાંધીજી ભારત આવી વસ્યા અને પોલાકે ઇંગ્લૅન્ડ જઈ પત્રકારત્વ અને વકીલાતનાં ક્ષેત્રોમાં કામ કરવા માંડ્યું. બન્ને વચ્ચેની મૈત્રી આજીવન અખંડ રહી હતી. 1959ની 31 જાન્યુઆરીએ પોલાકનું મૃત્યુ થયું. ગાંધીજી સાથેની પોતાની પહે લી મુલાકાત વર્ણવતાં પોલાકે જ ે લખ્યું છે તેના પરથી આપણે જાણવા પામીએ છીએ કે ત્યારે , 49
1904ની સાલમાં, પોલાક ‘ટ્રાન્સવાલ ક્રિટિક’ના તંત્રીવિભાગમાં નવા નવા જોડાયા હતા. દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતીયોના અસ્તિત્વ અને મહત્ત્વ વિશે એમને ખાસ ખબર ન હતી. ‘ઇન્ડિયન ઓપિનિયન’ નામનું એક અખબાર અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને તમિલ ભાષામાં પ્રગટ થતું તેની અંગ્રેજી નકલ તેઓ ઘણી વાર વાંચતા. પછીથી એમને જાણ થઈ કે આ અખબારને મોહનદાસ ગાંધી નામની વ્યક્તિ આર્થિક ટેકો કરી રહ્યા છે, અખબારમાં પ્રગટ થતી સામગ્રી પર એમનો ઘણો અંકુશ છે, પણ એ પોતે તેના તંત્રી નથી. ‘ઇન્ડિયન ઓપિનિયન’ વાંચતાં વાંચતાં પોલાકને ભારતનાં ઇતિહાસ, સંસ્કૃતિ અને રાજકીય પ્રશ્નોની થોડી જાણકારી મળી. ઉપરાંત દક્ષિણ આફ્રિકામાં આવી વસેલા ભારતીયોની વિટંબણાઓનો પણ આછો ખ્યાલ મળ્યો. આ ભારતીયો તેમને થતા અન્યાયો સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને મોહનદાસ ગાંધી તેમના પ્રેરણાસ્રોત છે એ જાણીને એમનું કુ તૂહલ વધ્યું. ગાંધીજી એ વખતે જોહાનિસબર્ગના જાહે ર જીવનમાં તાજા તાજા જાણીતા થયા હતા. જોહાનિસબર્ગના સરકારી આરોગ્ય અધિકારી સાથે કરે લી વાતચીતમાં ગાંધીએ શહે રના ભારતીય વિસ્તાર પ્રત્યે મ્યુનિસિપાલિટીની બેદરકારી અને તેને પરિણામે ફાટી નીકળેલી મરકીની સખત આલોચના કરી હતી. અખબારોમાં તેની વિગતો આવતી હતી, ચર્ચાઓ-વિવાદો જાગ્યાં હતાં. મતાધિકાર ખરડા સંબંધે ગાંધીજીએ લખ્યું હતું, ‘મારા દેશવાસીઓ શ્વેત નાગરિકોની જ ેમ કરવેરા ભરે છે, કાયદાઓ પાળે છે તો પછી તેમને 50
મતાધિકાર કેમ નથી?’ એમની દલીલની સચ્ચાઈ પોલાકને સ્પર્શી ગઈ હતી. એક નિષ્ઠાવાન પત્રકાર તરીકે એમને પછી ગાંધીજીને મળવાનું મન ન થાય તો જ નવાઈ. એમને ગાંધીજીનું પૂરું સત્ય સમજવું હતું. એક દિવસ એક મિત્ર સાથે મહાન રશિયન ચિંતક ટૉલ્સટૉયે કરે લી શાકાહારની હિમાયતની ચર્ચા ચાલતી હતી. વાત કરતાં કરતાં બન્ને ે યન રે સ્ટોરાંમાં પ્રવેશ્યા. મિત્રે એક વેજિટરિ કહ્યું, ‘જો, પેલા રહ્યા મોહનદાસ ગાંધી.’ ગાંધીજી વકીલના પોશાકમાં હતા. પોતાના કરતાં એમની ચામડીનો વર્ણ ઘેરો હતો એ સિવાયની કોઈ વિશેષતા પોલાકની નજરે ચડી નહીં. ગાંધીજી એકલા બેઠા હતા. ચહે રો પ્રસન્ન અને શાંત હતો. ‘આ માનવી આ સદીનું સૌથી વિરાટ વ્યક્તિત્વ બનવાનો હતો તેની કલ્પના મને ત્યારે આવી ન હતી.’ પોલાકે લખ્યું છે. થોડા દિવસ પછી એક મિત્રને ત્યાં ગાંધીજી અને પોલાક અછડતું મળ્યા. આ મુલાકાત બંનેના જીવનપ્રવાહને બદલાવી દેવાની છે એ બેમાંથી કોઈ ત્યારે જાણવા પામ્યા ન હતા. પણ ત્યારે , ગાંધી બે ે યન રે સ્ટોરાંને ઘણી આર્થિક મદદ વેજિટરિ કરતા હતા કારણ કે એ પોતે શાકાહારી અને શાકાહારના હિમાયતી હતા એનો પોલાકને ખ્યાલ આવ્યો. એ દિવસે ગાંધીજીએ જાણ્યું કે ‘રિટર્ન ટુ નેચર’ નામના પોતાના પ્રિય પુસ્તકના લેખક એડોલ્ફ જસ્ટને પોલાક પણ મળ્યા છે ત્યારે તેમને પણ પોલાકમાં રસ પડ્યો. થોડી વાતો દરમિયાન પોલાકના શાકાહારપ્રેમ અને ટૉલ્સટૉયપ્રેમ વિશે જાણી તેઓ આનંદ પામ્યા. ‘મારી ઑફિસમાં એક અભેરાઈ [ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
ટોલ્સટૉયનાં પુસ્તકોથી ભરે લી છે. આવો તો બતાવું.’ એમણે પોલાકને કહ્યું. પોલાકે તક ઝડપી અને વહે લી તકે ગાંધીજીને મળવાનું તેમ જ એમની સાથે ભારતીયોનો પ્રશ્ન ચર્ચી લેવાનું નક્કી કર્યું. ગાંધીજી એ વખતે ટ્રાન્સવાલ હાઈકૉર્ટના ઍટર્ની હતા. તેમની ખ્યાતિ સારી હતી. વકીલોની દુનિયામાં એમનો આદર હતો. પોલાકે એ પણ જાણ્યું કે ગાંધી અસીલોની બાકી રહે લી ફીની ઉઘરાણી કરતા નહીં. કેસ લેતાં પહે લાં જ અસીલોને ચેતવણી આપતા કે જો કેસમાં કંઈ ખોટુ ં નીકળ્યું તો પોતે તે જ ક્ષણે કેસ છોડી દેશે. ગાંધીજી ત્યારે રિસિક સ્ટ્રીટની ઑફિસની પાછળ આવેલા ખંડમાં રહે તા. પત્ની-બાળકો ભારતથી આવ્યા એ પછી ગાંધીજી એક મકાન લઈ એમાં રહે વા ગયા અને પોતે વાપરતા એ ખંડ પોલાકને રહે વા આપ્યો. આથી બન્ને વધુ નિકટ આવ્યા. મુલાકાતનો દિવસ આવ્યો. પોલાક ગાંધીજીની ઑફિસે પહોંચ્યા. ગાંધીજીએ ઉષ્માભર્યો આવકાર આપ્યો. બેસતાં પહે લાં પોલાકે એક નજર ગાંધીજીની ઑફિસ પર ફે રવી. પોલાક કહે તા કે એ વાતાવરણ તેઓ કદી ભૂલ્યા નહોતા. એમણે વર્ણન કર્યું છે, ‘દીવાલ પર ઈસુ ખ્રિસ્તનું મોટુ ં ચિત્ર લટકતું હતું. ગાંધીના સ્વભાવમાં રહે લી હમદર્દીની નોંધ મેં લીધી હતી, એ કરુણા ક્યાંથી આવી હશે એ અત્યારે મને સમજાયું.’ ‘તેઓ હિન્દુ છે એ હં ુ જાણતો હતો, આજ ે એમનામાં રહે લા ધાર્મિક સદ્ભાવનો પરિચય પામ્યો. બીજી દીવાલો પર દાદાભાઈ નવરોજી, મહાદેવ ગોવિંદ રાનડે અને ગોપાલકૃ ષ્ણ ગોખલેનાં ચિત્રો હતાં. હં ુ ભૂલતો ન હોઉં તો
नवजीवन નો અક્ષરદેહ [ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨]
ટૉલ્સટૉયનું પણ એક સુંદર પૉર્ટ્ રેટ હતું.’ ગાંધીજીની ખુરશી પાછળ પુસ્તકોનું નાનું કબાટ હતું. એમાં પોલાકના પરિચિત અને અપરિચિત અનેક પુસ્તકો હતાં — બાઇબલ, આર્નોલ્ડનું ગીતા પરનું ‘ધ સૉંગ સેલેસ્ટિયલ’ ઉપરાંત ટૉલ્સટૉયનાં પુસ્તકો હતાં. ‘ઇન્ડિયા: વૉટ કૅ ન ઈટ ટીચ અસ?’ નામનું પ્રોફે સર મેક્સમૂલરનું પુસ્તક તો પોલાકે ત્યારે જ વાંચવા માટે માગી લીધું. પોલાકે નોંધ્યું છે, ‘ગાંધી ઉષ્માભર્યા પણ શાંત અને સંયત હતા. દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતીયોની મુશ્કેલીઓની વાત નીકળી ત્યારે તેમના સ્વરમાં ગંભીરતા ઉમેરાઈ. તેમણે દુ:ખપૂર્વક કહ્યું કે ભારતીયોના અડધી સદીના પરિશ્રમે નાતાલની અર્થવ્યવસ્થાને સ્થિર કરી છે અને આજ ે એમને જ અન્યાય થઈ રહ્યો છે. ચર્ચા દરમિયાન ભારતીય વિરોધી હોય એવી વ્યક્તિઓની વાત થઈ. મેં જોયું કે ગાંધીએ એક ક્ષણ માટે પણ સંયમ ગુમાવ્યો નહીં. એમનો અવાજ ખૂબ મક્કમ હતો પણ જરા પણ ઊંચો ગયો નહીં. કોઈની વ્યક્તિગત ટીકા એમણે કરી નહીં. ભારપૂર્વક કહ્યું કે ભારતીયોનો પ્રશ્ન માનવીય ગરિમાનો પ્રશ્ન છે પણ ત્યારે અને ત્યાર પછી પણ માનવગરિમાને હણનાર વ્યક્તિઓ તરફ એમની જીભે કડવાશ ન આવી. ‘તેઓ રં ગભેદી કાયદાઓ સામે લડ્યા, પણ રં ગભેદ કરનારાઓ તરફ દ્વેષ ન રાખ્યો. આ આત્મસંયમને કારણે યુરોપિયનો ગાંધીને આદરથી જોતા થયા. ગાંધી હં મેશાં સૌ પ્રત્યે મૈત્રીપૂર્ણ, સાદા, અનૌપચારિક અને આત્મીય રહ્યા.’ 51
વિશે ઘણું કહી શક્યા હોત, પણ એ વિશે એમણે મૌન જ સેવ્યું. પછીથી હં ુ એ બધું બીજા લોકો દ્વારા જાણવા પામ્યો.’ બંને હવે પરસ્પર સમજના એક સ્તર પર પહોંચી ગયા હતા. પોલાકે કહ્યું, ‘હં ુ મારી ચાલુ નોકરી છોડવા માગતો નથી, પણ ‘ઇન્ડિયન ઓપિનિયન’માં લખવા તો માગું છુ .ં તમે મારા લેખ છાપશો?’ ગાંધીજીએ જવાબ આપ્યો, ‘જરૂર. પણ અમારું અખબાર આર્થિક રીતે એટલું સધ્ધર નથી. અમે વળતર આપી નહીં શકીએ.’ ‘મારા મનમાં પૈસાનો વિચાર નથી. જો મારા દેશવાસીઓ સુધી હં ત ુ મારા દેશવાસીઓના પ્રશ્નોને વધારે સ્પષ્ટ સમજણ સાથે પહોંચાડી શક્યો તો એ મારા માટે ગર્વની વાત હશે. મારે એ જ કરવું છે. અહીં પણ, ઇંગ્લૅન્ડમાં પણ.’ આમ પહે લી જ મુલાકાતે પોલાક અને ‘ઇન્ડિયન ઓપિનિયન’ વચ્ચે એક વૈચારિક સંબંધ બંધાયો, જ ે પોલાકે બાર વર્ષ પછી દક્ષિણ આફ્રિકા છોડ્યું ત્યાં સુધી સચવાઈ રહ્યો.
ત્યાર પછી પોલાકે કહ્યું, ‘દક્ષિણ આફ્રિકા આવતાં પહે લાં જ હં ુ ભારતની સંસ્કૃતિ અને વૈચારિક સંપદાથી આકર્ષાયો હતો. મેં રામાયણ, મહાભારત અને આર્નોલ્ડનું ‘લાઇટ ઑફ એશિયા’ વાંચ્યાં છે.’ ગાંધીજીએ પ્રસન્નતા વ્યક્ત કરી. પોલાકે આગળ કહ્યું, ‘મારે ભારતમાં અને દક્ષિણ આફ્રિકામાં રહે તા ભારતીયોની રાજકીય સ્થિતિ સમજવી હતી, ઇન્ડિયન ઓપિનિયન અખબારે મને એમાં ઘણી મદદ કરી છે. હં ુ જ ેમાં કામ કરું છુ ં એ ટ્રાન્સવાલ ક્રિટિક અખબારની નીતિઓ સાથે હં સં ુ મત નથી થતો પણ મારા તંત્રી બહુ ઉદારતાપૂર્વક મને રં ગભેદ પર મારી રીતે લખવાનું સ્વાતંત્ર્ય આપે છે.’ ગાંધીજીએ પોલાકને આવી નૈતિક હિંમત બતાવવા બદલ શાબાશી આપી. પછી વાતો પ્લેગના મુદ્દા તરફ વળી. પોલાકે કહ્યું કે તેઓ ગાંધીજીએ આરોગ્ય અધિકારી સાથે કરે લી ચર્ચાથી વાકેફ હતા અને ગાંધીજીની તરફે ણમાં હતા. ગાંધીજીનો ચહે રો ચમકી ઊઠ્યો. એમણે પ્રેસે દબાવી રાખી હતી એવી અનેક વિગતો પોલાકને આપી. પણ પોતે પ્લેગના દર્દીઓની સારવાર માટે જ ે જોખમ ઉઠાવ્યું હતું તેનો ઉલ્લેખ સુધ્ધાં ન કર્યો. પોલાકે લખ્યું છે, ‘ગાંધી પોતાની ત્યાગભાવના, બહાદુરી, સેવા વગેરે
સંકલન: સોનલ પરીખ (મુખ્ય આધાર: થૉમસ વેબરકૃ ત પુસ્તક ‘ગાંધી ઍટ ફર્સ્ટ સાઇટ’)
નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા માર્ચ-એપ્રિલ 2022 શ્રી દિલીપભાઈ મ. ચૌહાણ શ્રી રજનીકાંત મા. પટેલ શ્રી ચિરંતનભાઈ બા. દવે 52
ઓફસેટ વિભાગ બાઇન્ડિંગ વિભાગ પ્રેસ કાર્યાલય
28-03-60 13-04-60 24-04-60
[ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
ચિત્તરંજન વોરા : પ્રશિષ્ટ પુસ્તકોના પ્રચ્છન્ન અનુવાદક સંજય ભાવે
ગૂજરાત વિદ્યાપીઠના સાદરા ખાતે આવેલા સાથે સંક્ષેપનો માર્ગ લીધો છે.
મહાદેવ દેસાઈ ગ્રામસેવા મહાવિદ્યાલયના પૂર્વ આચાર્ય અને અર્થશાસ્ત્રના અધ્યાપક ચિત્તરં જનભાઈએ પશ્ચિમનાં ચાર મહત્ત્વના પુસ્તકોના ગુજરાતીમાં સંતોષકારક અનુવાદ આપ્યા છે. આ પુસ્તકો છે : ‘અન્ ટુ ધિસ્ લાસ્ટ’ (જૉન રસ્કિન), ‘ધ્ કિન્ગડમ ઑફ ગૉડ ઇઝ વિધિન યૂ’ (લીઓ ટૉલ્સ્ટૉય), ‘સૉક્રેટિક ડાયલૉગ્ઝ’ (પ્લેટો) અને ‘પૅરલલ લાઇવ્ઝ’ (પ્લુટાર્ક). આ ચારે ય પુસ્તકોની મહત્તા એવી છે કે વૈચારિક વાચનમાં રસ ધરાવનાર વાચકને તે પોતાની ભાષામાં આવ્યાં છે એ જાણીને આનંદ અને ગૌરવ થાય. જોકે આ કૃ તિઓના ગુજરાતી અનુવાદક પ્રચ્છન્ન એટલે કે અજાણ્યા છે. ચિત્તરં જનભાઈએ અંગ્રેજીમાંથી ઉતારે લાં આ પુસ્તકોનાં પાનાં સહે જ ધ્યાનથી ફે રવતાં અનુવાદો પાછળની તેમની દૃષ્ટિ અને તેમના પરિશ્રમની વારં વાર પ્રતીતિ થાય છે. પ્રાચીન ગ્રીસના લેખક પ્લુટાર્કના પુસ્તક સિવાયનાં પુસ્તકોમાં તેમણે એકંદરે શબ્દશ: અનુવાદ આપ્યો છે. પ્લુટાર્કમાં તેમણે ચોક્કસ સમજ
नवजीवन નો અક્ષરદેહ [ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨]
રસ્કિન, ટૉલ્સ્ટૉય અને પ્લેટોનાં પુસ્તકોના અંગ્રેજી પાઠ સાથે ગુજરાતી અનુવાદની થોડીક નમૂનારૂપ સરખામણી કરતાં અનુવાદ વિશ્વસનીય અને ધોરણસરની ગુણવત્તાવાળો જણાય છે. દરે ક પુસ્તકમાં અનુવાદ પહે લાંનાં પાનાંમાં ચિત્તરં જનભાઈ અનુવાદ પાછળની તેમની ભૂમિકા સમજાવે છે, તેમ જ લેખક અને કૃ તિ વિશે અભ્યાસપૂર્ણ માહિતી આપે છે. * * * ‘અન્ ટુ ધિસ્ લાસ્ટ’ (Unto This Last, 1862) અને ‘ધ્ કિન્ગડમ ઑફ ગૉડ ઇઝ વિધિન યૂ’ (The Kingdom of God is Within You, 1893) પુસ્તકોનો ગાંધીજી પર મોટો પ્રભાવ હતો એ વાત આત્મકથા થકી જાણીતી છે. ચિત્તરં જન ગાંધીવિચારને વરે લા પરિવારના છે. તેમના પિતા, બે ભાઈઓ અને પત્ની ગાંધીવિચાર સાથે કામ કરતી સંસ્થાઓ સાથે આજીવન સંકળાયેલાં રહ્યાં છે. ગાંધીજીએ સમાનતાવાદી અર્થવ્યવસ્થાને લગતા ચાર નિબંધોના સંચય ‘અન ટુ ધિસ લાસ્ટ’નો સાર ખાસ તેમની એ વખતની
53
ગુજરાતી ભાષામાં ‘સર્વોદય’ નામની ચાળીસેક પાનાંની પુસ્તિકામાં 1922માં આપ્યો હતો. પછીનાં વર્ષોના ગાળામાં રસ્કિનના પુસ્તક વિશે આપણે ત્યાં વાત થતી રહી, પણ તે પુસ્તક ચિત્તરં જનભાઈની કલમે છેક 1995માં આવ્યું. તેને પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી એમ. એલ. દાંતવાલાની લાંબી વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના મળી જ ેનું મથાળું છે — ‘અન્ ટુ ધિસ્ લાસ્ટ’નો કોઈ વિકલ્પ નથી.’ મનુભાઈ પંચોળી ‘દર્શકે’ ‘એક રૂડુ ં કામ’ નામે મનભર આવકારલેખ આપતાં લખ્યું: ‘ભાઈ ચિત્તરં જને અક્ષરશ: અનુવાદ કરીને મોટી ખોટ પૂરી છે. આ મહાન કલાવિવેચક અને સાહિત્યસ્વામીનો સફળ અનુવાદ કરવો એ ખાંડાના ખેલ છે. છતાં તેને ઉતારવાનો પ્રયત્ન ભારે પ્રશસ્ય છે.’ અંગ્રેજી સાહિત્યના વિક્ટોરિયન યુગના મેકૉલે અને કાર્લાઇલ જ ેવા ગદ્યકારોનાં લખાણોની જ ેમ રસ્કિનના ગદ્યના અનુવાદનો પડકાર ચિત્તરં જનભાઈએ ઠીક ઝીલ્યો છે. પુસ્તકની બીજી સંવર્ધિત આવૃત્તિ 2013માં થઈ. તેમાં અનુવાદની ઉત્તમ ગુણવત્તા અંગેના જાણકારોના અભિપ્રાયો વાંચવા મળે છે. અનુવાદકે રસ્કિનનાં જીવન અને વિચારદર્શન વિશે સંતર્પક લેખ લખ્યો છે. ‘પુસ્તકનો શિરમોર હિસ્સો છે: ‘અન્ ટુ ધિસ્ લાસ્ટ’ વિશે અર્થશાસ્ત્ર અને ગાંધીવિચારના સંદર્ભમાં સમજૂ તી.’ અહીં ચિત્તરં જનભાઈએ ચારે ય નિબંધોમાં રસ્કિને ક્રમવાર લખેલા તમામ 307 મુદ્દામાંથી લગભગ દરે કનો સરે રાશ દસથી ત્રીસ જ ેટલા શબ્દોમાં સાર આપ્યો છે! બીજી આવૃત્તિમાં ‘અન્ ટુ ધિસ્ લાસ્ટ’ના અનુવાદની સાથોસાથ રસ્કિનની પરીકથા ‘ધ્ કિન્ગ ઑફ ધ ગોલ્ડન રિવર’નો ચિત્તરં જન54
ભાઈએ ‘સોનેરી નદીના રાજા’ નામે કરે લો અનુવાદ બન્સી વર્મા ‘ચકોર’નાં ચિત્રો સાથે મળે છે. આ બાળવાર્તા ‘અન્ ટુ ધિસ્ લાસ્ટ’ના ‘સારરૂપ’ હોવાનું ‘દર્શક’ અનુવાદની ટૂ કં ી પ્રસ્તાવનામાં નોંધે છે. ગંભીર પુસ્તકોના અનુવાદક બાળકો માટેનું મજાનું ગુજરાતી પણ લખી શક્યા છે. ‘અન્ ટુ ધિસ્ લાસ્ટ’ની બંને આવૃત્તિઓ કોઈ જાણીતા પ્રકાશકે નહીં પણ સંભવત: અનુવાદકે પોતે ‘વિચારધારા પ્રકાશન’ થકી પ્રસિદ્ધ કરી છે, તે નવાઈની વાત લાગે છે. * * * ટૉલ્સ્ટૉયના ‘ધ્ કિન્ગડમ ઑફ ગૉડ ઇઝ વિધિન યૂ’ પુસ્તકની બાબતમાં નવાઈની વાત એ કે ગાંધીજીએ આત્મકથામાં તેનો ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’ એવા કાવ્યાત્મક નામ સાથે ઉલ્લેખ કર્યો. એટલે પછી આત્મકથાનાં વિસ્તરતાં વાંચન સાથે એવી ગેરસમજ ફે લાતી ગઈ કે આ આખું પુસ્તક પણ ગુજરાતીમાં છે. પણ એ જ નામ સાથે પ્રત્યક્ષ પુસ્તક છેક 2017 માં ‘નવજીવન પ્રકાશન’ થકી આવ્યું. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ દરમિયાન ઊભું કરે લ ટૉલ્સ્ટૉય ફાર્મ એ અગ્રણી રશિયન ચિંતકના ગાંધીજી પરના પ્રભાવનો પુરાવો છે. અનુવાદક નોંધે છે : ‘મહાત્મા ટૉલ્સ્ટૉયના આ ગ્રંથે [‘કિન્ગડમ ઑફ ગૉડ...’] મહાત્મા ગાંધીના અહિંસક સત્યાગ્રહની શોધ વખતે તેમની વિચારણાના પાયાને મજબૂત કર્યા. આ ગ્રંથ પ્રેમ, ક્ષમા, ભાઈચારો અને વિશ્વનાં આદિકારણને સમર્પિત જીવનનિષ્ઠાનો ગ્રંથ છે. તેથી આ ગ્રંથ માત્ર ખ્રિસ્તી ધર્મ પૂરતો જ નહીં, પણ જગત આખાની માનવતાનો અમૂલ્ય વારસો છે. ગાંધીજીએ તેને ધાર્મિકતાની સંકુ ચિત સાંપ્રદાયિકતાથી ઉપર ઊઠીને વાંચ્યો [ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
અને તેમાંથી પોતાને માટે સાર સાર હતું તે ગ્રહણ કરી લીધું.’ અનુવાદકના નિવેદનમાં પુસ્તકની મહત્તા ઉપરાંત ટૉલસ્ટૉયનાં જીવનકાર્ય અને ગાંધીટૉલ્સ્ટૉય સંબંધો વિશેની રસપ્રદ માહિતી મળે છે. મૂળ પુસ્તકમાંથી ‘પુનરુક્તિના અને ક્ષેપક જ ેવા કેટલાક અંશો જતા કર્યા છે’ એમ પણ અનુવાદક નોંધે છે. પુસ્તકમાં મહે નતથી તૈયાર કરે લી પંદરે ક પાદટીપો ખ્રિસ્તી ધર્મ, બાઇબલ, ઇતિહાસ જ ેવાં ક્ષેત્રોને લગતી છે. * * * ગ્રીક તત્વચિંતક સત્યવીર સૉક્રેટિસ ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં થઈ ગયા. તેમણે વિવિધ વ્યક્તિઓ સાથે કરે લા પાંત્રીસ સંવાદો તેમના ફિલસૂફ શિષ્ય પ્લેટોએ લખ્યા છે. તેમાંથી યૂથીફ્રો, ક્રીટો અને ફીડો સાથેના સંવાદો ચિત્તરં જન ગુજરાતીમાં લાવ્યા છે. અલબત્ત, સહુથી પ્રેરણાદાયી તો ‘એપોલોજી’ એટલે કે ‘સૉક્રેટિસનું બચાવનામું’ છે. તેનો સાર ગાંધીજીએ ‘એક સત્યવીરની કથા અથવા સૉક્રેટિસનો બચાવ’ નામે ‘ઇન્ડિયન ઓપિનિયન’ પત્રિકામાં 1908માં લખ્યો છે. એમાંથી અવતરણ સાથેની એક ખૂબ રસપ્રદ પાદટીપ અનુવાદકે મૂકી છે. પોતાના નિવેદનને અંતે તેઓ નોંધે છે : ‘આ ગ્રંથ મુજબ સૉક્રેટિસની વિચારપદ્ધતિ શીખનાર પ્રજા પોતાની અંધશ્રદ્ધાઓને તપાસીને તેમાંથી મુક્ત બની શકે છે...’ * * * ચિત્તરં જનભાઈનાં ચારે ય પુસ્તકોમાં આકર્ષક પાત્રો અને કથારસ ધરાવતો અનુવાદ (બાળકથા ઉપરાંત) એટલે ‘પ્લુટાર્કની વીરકથાઓ’ (નવજીવન, 2021). પ્લુટાર્ક (ઈ.સ. 45-120) ગ્રીક ઇતિહાસકાર, ગદ્ય-લેખક અને ધર્મોપદેશક હતો. તેણે પચાસ ગ્રીક અને
नवजीवन નો અક્ષરદેહ [ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨]
રોમન પ્રતિભાઓ વિશે લાંબા ચરિત્રલેખો કર્યા છે. તેમાંથી ‘વીરકથાઓ’ પુસ્તકમાં દસ વ્યક્તિઓ વિશે વાંચવા મળે છે. શેક્સપિયરના ‘જ્યુલિયસ સીઝર’ અને ‘ઍન્ટની ઍન્ડ ક્લિઓપેટ્રા’ નાટકો માટેનો સ્રોત પ્લુટાર્ક છે. આ પાત્રો ઉપરાંત ગ્રીક સમ્રાટો પેરિક્લીઝ અને ઍલેક્ઝાંડર, રાજદ્વારી મુત્સદ્દી સિસેરો, વક્તા ડેમોસ્થેનીસનાં વ્યક્તિ-ચિત્રો પણ ચિત્તરં જનભાઈએ પસંદ કર્યાં છે. નિવેદનમાં તેઓ સ્પષ્ટતા કરે છે કે આ ‘પદ્ધતિ મુજબનો અક્ષરશ: તરજૂ મો નથી’. તેમણે ‘વાચનરસ માટે પ્રસ્તુત ન હોવાથી દૂર કરે લ બાબતો જણાવી છે તેમ જ ક્યાંક નવું લખાણ ઉમેરવાનો ખ્યાલ પણ રાખ્યો છે. જ ેમ કે, ઍલેક્ઝાંડરના પાત્રમાં અનુવાદક વિજયગાથાઓ વિશેના પ્લુટાર્કના શબ્દો પછી પોતાના વતી ઉમેરે છે : ‘...તે આજના એકવીસમી સદીના સ્વતંત્ર દેશવાસીએ ખાસ સમજવાનું રહે .’ ચિત્તરં જનભાઈ આ અનુવાદને મૂળ પુસ્તકની ‘કેવળ ઝાંખીમાત્ર’ ગણાવે છે. પુસ્તકનો ઉદ્દેશ ‘વીતેલા જમાનાની માનવતાએ ભોગવેલ મહાત્ત્વાકાંક્ષા અને સંહાર જ ેવાં આત્મઘાતક પુનરાવર્તનોમાંથી ભાવિના ઉગારા માટે ‘ધર્મમય માર્ગ’ ચીંધવાનો છે એ મતલબનું અનુવાદક લખે છે. * * * ગયાં દોઢસો જ ેવાં વર્ષ દરમિયાન ગ્રીક સાહિત્યમાંથી કેટલાક અક્ષરગ્રંથો ગુજરાતીમાં આવ્યા છે. તેમાં સૉક્રેટિસ-પ્લેટો અને પ્લુટાર્કના ચિત્તરં જનભાઈ પાસેથી મળેલા અનુવાદો મહત્ત્વનું ઉમેરણ છે. ચિત્તરં જનભાઈના મૂલ્યવાન અનુવાદોને વધુ અભ્યાસીઓ મળે અને તેમને વધુ નિરામય વર્ષો મળે તેવી શુભેચ્છા! [સંજય ભાવેના ફે સબુક વૉલ ઉપરથી તા. ૧૯-૧-૨૨]
55
દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ ફે બ્રુઆરી-માર્ચ, 1922 ૧ ફે બ્રુઆરીના રોજ તત્કાલીન સ્થિતિ સંબંધે અંગ્રેજોએ જ ે વલણ અખત્યાર કર્યું હતું તે વિશે ગાંધીજીએ ‘વાઇસરૉય જોગ’ પત્ર લખ્યો છે. અંગ્રેજ સરકારનો દમનનીતિનો પૂરો ચિતાર તેમાં છે. પત્રમાં દમનનીતિ થઈ રહી છે તેના અનેક દાખલા ટાંક્યા છે, પણ અંતે તેઓ વાઇસરૉયને નમ્રતાપૂર્વક નીતિ બદલવા કહે છે. તેઓ કહે છે : “મુલકની અંદર જ ે જ ે શાંતિમય પ્રવૃત્તિઓ ચાલી રહે લી છે તેની વચમાં સરકાર જરા પણ નહીં આવે એવું ચોખ્ખી રીતે જાહે ર કરો, પછી ભલે તે પ્રવૃત્તિઓ ખિલાફત, પંજાબ કે સ્વરાજ સંબંધી હોય અથવા બીજા કોઈ કામને સારુ હોય, અને ભલે તે શાંત પ્રવૃત્તિઓ ગુનાઓને લગતા પણ દમનનીતિવાળા કોઈ પણ કાયદાની અંદર આવી જતી હોય.” [ગાં.અ. ૨૨ : ૨૭૬]. પત્ર પૂરો કરતાં અંતે તેમણે ‘આપનો વિશ્વાસપાત્ર નોકર અને મિત્ર’ એમ ઓળખ આપીને પોતાનું નામ લખ્યું છે. આ ગાળા દરમિયાન સરકાર સામેના કેટલાક તીવ્ર શબ્દો તેમના લખાણોમાં જોવા મળે છે. ૨ ફે બ્રુઆરીના રોજ यंग इन्डियाમાં પ્રકાશિત થયેલા લેખમાં ગવર્નર માટે કાઠિયાવાડના રાજવીઓએ શિકારસમારં ભો ગોઠવ્યા છે તે વિગત લખી છે. શિકારસમારં ભો વિશે તેમના શબ્દો : “શિકારસમારં ભો શાકાહારી કાઠિયાવાડના લોકોનાં દિલ દૂભવે છે, ...શિકારનાં પ્રાણીઓને આકર્ષવા માટે દિવસો અગાઉથી બકરાંનો ભોગ આપવામાં આવે છે એવું મને જણાવવામાં આવ્યું છે. જ ે શિકારને માટે આટલું બધું નિર્દોષ લોહી વહે વડાવવામાં આવે છે અને જ ેમાં શિકારીના પોતાનાં જાનને કે શરીરને કોઈ જોખમ હોતું નથી, તેનું બધું આકર્ષણ હરાઈ જાય છે.’’ [ગાં. અ. ૨૨ : ૨૮૩-૨૮૪] આ રીતે તેઓએ ‘હિંદુસ્તાન સરકારને પ્રત્યુત્તર’ મથાળેથી લખેલા લખાણમાં એક ઠેકાણે લખ્યું છે : “અરાજકતા હિંદના અનેક પ્રાંતમાં થઈ રહી છે તેની આગળ પેટ ે ચલાવવાના હુકમો અને જલિયાંવાલા બાગની કતલને બાદ કરતાં પંજાબમાં આચરવામાં આવેલાં અમાનુષી કૃ ત્યો ઝાંખાં પડી જાય છે.’’ [ગાં. અ. ૨૨ : ૩૧૫]. આ સમયના લખેલાં મહદંશે લેખોમાં તેમણે દેશભરમાં અંગ્રેજ સરકારની અમાનુષી નીતિને શબ્દોમાં ઉતારી છે. સરકાર સામેનાં અહિંસક આંદોલન છતાં ૪ ફે બ્રુઆરીના રોજ ચૌરીચૌરામાં પોલીસથાણું બાળ્યું. તેમાં એકવીસ નિર્દોષ સિપાઈઓ માર્યા ગયા. આ ઘટના પછી ગાંધીજી ચાલી રહે લી લડત વિશે લખે છે : “આ સંગ્રામ નવા પ્રકારનો છે. જ ેઓ શાંતિને માનનારા છે તેમણે પોતાના આત્માને તપાસતા થઈ જવું પડશે.’’ [ગાં. અ. ૨૨ : ૩૫૦]. જોકે ચૌરીચૌરા વિશે વધુ માહિતી મળ્યા બાદ તે પછી આ ઘટના સંદર્ભે ‘ઘરનો ઘા’ના મથાળેથી તેમણે પોતાનું હૃદય વધુ ઠાલવ્યું. આ લેખમાં લખ્યું છે : “ચૌરીચૌરાનો હત્યાકાંડ આપણે માટે દીવાદાંડીરૂપ છે. જો કડકમાં કડક ચોકી ન કરવામાં આવે તો હિંદુસ્તાન કઈ દિશાએ સહે જ ે વળી શકે એમ છે તે એ બતાવે છે. [ગાં.અ. ૨૨ : ૩૭૮] આ ઘટનાને લઈને પછીથી ૧૯૧૯થી આરં ભાયેલું અસહકારનું આંદોલન મોકૂ ફ રહ્યું અને તેની સાથે બારડોલીનો સવિનયભંગ પણ રોકાયો. જોકે મહાસમિતિ એટલે કે કૉંગ્રેસ દ્વારા ૨૪-૨૫ ફે બ્રુઆરીના રોજ મળેલી સભામાં ‘સામુદાયિક સવિનયભંગ બંધ રાખતો અને વ્યક્તિગત સવિનયભંગ છૂટ આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો’ તે સંબંધ ગાંધીજી નિરાશ થયા હતા અને તેમણે ‘મારી નિરાશા’ નામે લેખ લખ્યો હતો. અહીં તેઓ લખે છે : “આપણે મનથી, વાચાથી અને કર્મથી
56
[ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
શાંતિવાદી હોઈએ, એટલે શાંતિને વ્યવહારધર્મ, સમયાનુસારી ધર્મ માનતા હોઈએ તોપણ બારડોલીના ઠરાવ વિના ચૌરીચૌરા પછી બીજુ ં ન જ સંભવે એમ આપણને પૂનમના ચંદ્ર જ ેવું સ્પષ્ટ દેખાવું જોઈએ.” બારડોલીના ઠરાવમાં સામુદાયિક સવિનયભંગનો કાર્યક્રમ રદ કરી, રચનાત્મક કાર્યક્રમ અપનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ પછીનાં લખાણોમાં તેઓ અહિંસા વિશેનાં લખાણો વધુ આપે છે. એક લેખ તે દરમિયાન હિંદી સરકારના બજ ેટ વિશેનો છે. મથાળું છે પતંગનૃત્ય. તે સંદર્ભે એક સ્થાને લખે છે : “ધારાસભાવાળાઓ તેમનાં ભાડાં ને ભથ્થાંના ભૂખ્યા, પ્રધાનો તેમના પગારના ભૂખ્યા, વકીલો ફીના ભૂખ્યા, ફરિયાદીઓ હુકમનામાંના ભૂખ્યા, માબાપો પોતાના છોકરાઓને ઝટ નોકરીઓ મળે એવી કેળવણીના ભૂખ્યા, લખપતિઓ કરોડ કરવાના ભૂખ્યા, અને બાકીના સૌ કીડાની માફક ભલે રહે વાય પણ કચરાતાં અટકાવાય તો સારું એવી વૃત્તિથી બાયલી શાંતિના ભૂખ્યા.’’ [ગાં. અ. ૨૩ : ૫૦] આ પછી ૧૦ માર્ચના રોજ રાત્રે ૧૦ વાગ્યે તેમની ધરપકડ થાય છે અને સાબરમતી જ ેલમાં લઈ જવામાં આવે છે. હિંદુસ્તાનમાં થયેલી તેમની આ બીજી ધરપકડ છે. ધરપકડના બીજા જ દિવસે તેમને મદદનીશ મૅજિસ્ટ્રેટ સામે ખડા કરવામાં આવ્યા. આરોપ હતો यंग इन्डियाનાં લખાણો દ્વારા સરકાર સામે અસંતોષ ફે લાવવો. અઠવાડિયામાં જ શાહીબાગમાં સેશન્સ અદાલતમાં મુકદ્દમો ચાલ્યો અને છ વર્ષની કારાવાસની સજા થઈ. સાબરમતી જ ેલથી ૨૦મી માર્ચના રોજ પૂના યરવડા જ ેલ લઈ જવામાં આવ્યા.
૧૯૨૨-ફેબ્રુઆરી ૧ બારડોલી : સામુદાયિક સવિનયભંગની ચળવળ શરૂ કરતાં પહે લાં વાઇસરૉયને પત્ર લખ્યો. ૨થી ૩ બારડોલી. ૪1 બારડોલી : તા. ૧લીએ લખેલો પત્ર પ્રસિદ્ધ કર્યો. શેઠ અંબાલાલ સારાભાઈ સાથે ચર્ચા. ૫ બારડોલી : ‘બૉમ્બે ક્રૉનિકલ’ના પ્રતિનિધિને મુલાકાત આપી. બારડોલી તાલુકાને ઉદ્દેશીને પત્રિકા બહાર પાડી. મોતા. ૬ બારડોલી. ૭ બારડોલી : તા. ૧લીના પત્ર અંગે વાઇસરૉયે જ ે જાહે રાત કરી હતી તેના જવાબ રૂપે બીજો પત્ર લખ્યો. ૮ બારડોલી : ચૌરીચૌરાના હત્યાકાંડના સમાચાર આવ્યા. સત્યાગ્રહ શરૂ કરવાનું બંધ રાખવા અંગત નિર્ણય કર્યો; વર્કિંગ કમિટીના સભ્યોને એ
૯ ૧૦ ૧૧
૧૨
૧૩ ૧૪
વિશે ખબર આપી. થી નીકળ્યા. મુંબઈ : માલવિયાજી સાથે ચર્ચા. બારડોલી : ૮મીએ લીધેલા નિર્ણય અંગે કાર્યકરો સાથે ચર્ચા. બારડોલી : વર્કિંગ કમિટીની બેઠક; ૮મીએ લીધેલા નિર્ણયને ખૂબ ચર્ચા પછી બહાલી મળી. કમિટીના સભ્ય નહોતા એવા માલવિયાજી, જયકર, નટરાજન્ વગેરે નિમંત્રણથી હાજર હતા. બારડોલી : વર્કિંગ કમિટીની બેઠકમાં હાજર; રચનાત્મક કાર્યક્રમ અપનાવવા ઠરાવ થયો. ચૌરીચૌરાના હત્યાકાંડ અંગે પાંચ દિવસના ઉપવાસ શરૂ કર્યા. બારડોલી : ઉપવાસ ચાલુ. બારડોલી : ઉપવાસ ચાલુ. બારડોલી તાલુકા પરિષદે પોતાનો તા. ૨૯-૧૨૨નો ઠરાવ બદલી લડત મોકૂ ફ
1. સંયુક્ત પ્રાંતના ગોરખપુર જિલ્લામાં આવેલા ચૌરીચૌરા નામના ગામમાં લોકોએ પોલીસથાણાં બાળ્યાં, પોલીસના માણસોનાં ખૂન કર્યાં અને એકંદરે અમાનુષી વર્તન ચલાવ્યું.
नवजीवन નો અક્ષરદેહ [ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨]
57
૧૫ ૧૬ ૧૭ ૧૮
રાખવા ઠરાવ્યું. પ્રમુખ વિઠ્ઠલભાઈ એમને મળ્યા. પટેલ; ગાંધીજી હાજર હતા. ૧૯થી ૨૨ બારડોલી. બારડોલી : ઉપવાસ ચાલુ. ‘બૉમ્બે ૨૩ દિલ્હી : ઉતારો ડૉ. અનસારીને ત્યાં. ક્રૉનિકલ’ના પ્રતિનિધિને મુલાકાત ૨૪ દિલ્હી : વર્કિંગ કમિટીની અને ઑ. આપી. ઇ. કૉં. ક.ની બેઠકોમાં હાજર. બારડોલી : ઉપવાસ ચાલુ. ૨૫ દિલ્હી : ઑ. ઇ. કૉં. ક.ની બેઠકમાં બારડોલી : ઉપવાસ છોડ્યા, સમય હાજર; સત્યાગ્રહ મોકૂ ફીનો ઠરાવ સાંજ ે પાંચ. બહાલ રાખ્યો પણ વ્યક્તિગત બારડોલી : મૌલાના મહં મદઅલી અને સવિનયભંગની છૂટ આપી. ડૉ. સૈફુદ્દીન કિચલુને, જ ેલબદલી ૨૬ દિલ્હી : વર્કિંગ કમિટીની બેઠકમાં અંગે કરાંચીથી ધૂળીઆ તરફ લઈ હાજર. જવામાં આવતા હતા ત્યારે સ્ટેશને ૨૭થી ૨૮ દિલ્હી.
૧૯૨૨-માર્ચ ૧૮ ૧થી ૪ અમદાવાદ. ૫ અમદાવાદ : પ્રાંતિક સમિતિની બેઠકમાં હાજર; સમય સાંજ ે ત્રણ, પ્રમુખ વલ્લભભાઈ. ૬થી ૮ અમદાવાદ. ૧૯ ૯ અજમેર : ઉલેમાઓની પરિષદમાં ૨૦ હાજર. ૧૦ અમદાવાદ : રાત્રે દસ વાગ્યે ધરપકડ ૨૧ 1 કરવામાં આવી. સાબરમતી જ ેલ. ૧૧ સાબરમતી જ ેલ : રાજદ્રોહ ફે લાવ્યો ૨૨ છે એ મતલબનું તહોમત મૂકવામાં આવ્યું.2 ઉત્તર વિભાગની કમિશનરી કચેરીમાં કેસ ચાલ્યો — સેશન્સ કમિટ 2૩થી ૩૧ કર્યો. ૧૨થી 1૭ સાબરમતી જ ેલ
સાબરમતી જ ેલ : અમદાવાદ શાહીબાગ સરકિટ હાઉસમાં કેસ ચાલ્યો. સેશન્સ જજ બ્રૂમફીલ્ડે છ વર્ષની આસન કેદની સજા ફરમાવી.3 સાબરમતી જ ેલ. સાબરમતી જ ેલ : રાત્રે બાર વાગ્યે સ્પેશ્યલ ટ્રેનમાં લઈ ગયા. યરોડા જ ેલ : સાંજ ે પહોંચ્યા.4 જ ેલસત્તાવાળાઓએ રેં ટિયો ન લઈ જવા દીધો. યરોડા જ ેલ : રેં ટિયો ન આપ્યો તેથી ખાવાનું છોડી દીધું; બપોરે એ આપવામાં આવ્યો. યરોડા જ ેલ.
1. હિંદુસ્તાનમાં આ એમની બીજી વખત ધરપકડ કરવામાં આવી. આજ ે શંકરલાલ બેંકરની પણ ધરપકડ કરવામાં આવી. 2. જ ે ત્રણ લેખો અંગે તહોમત મૂકવામાં આવ્યું તે હતા — Tempering with Loyalty; The Puzzle and Its Solution અને Shaking the Manes. એના ગુજરાતી અનુવાદ હતા — રાજદ્રોહ, વાઇસરૉયની મૂંઝવણ અને હુકાર. 3. હિંદુસ્તાનમાં આ એમની પહે લી વખતની સજા હતી. 4. ગાંધીજીનો કેદી નં. ૮૬૭૭ હતો. 58
[ ફે બ્રુઆરી-માર્ચ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ
Behind Gujarat Vidyapeeth Off. Ashram Road, Ahmedabad 79907 80410 Phone : (079) 2754 0635, 2754 2634 Gandhi Thali : Saturday & Sunday, 7.00 to 9.00 Tuesday to Sunday : 12.00 pm to 9.00 pm Monday Closed
૫૯
ઐતિહાસિક ચુકાદો
૬૦