વર્ષૹ ૦૭ અંકૹ ૦૫ સળંગ અંકૹ ૭૩ • મે ૨૦૧૯
છૂ ટક કિંમત ઃ _ ૧૫
“હં ુ રીઢો થયેલો ગુનેગાર છુ .ં ૧૯૨૨ના માર્ચ મહિનામાં હં ુ કેદમાં પુરાયો તે કંઈ મારી જિંદગીમાં પહે લી વાર નહીં. દક્ષિણ આફ્રિકામાં ત્રણવાર હં ુ ગુનેગાર ઠરી ચૂકેલો હતો. અને દક્ષિણ આફ્રિકાની સરકાર તે વેળા મને એક જોખમકારક કેદી ગણતી હતી એટલે મને એક જ ેલથી બીજી જ ેલ એમ ફે રવવામાં આવ્યો હતો, અને તેથી જ ેલજીવનનો અનુભવ પણ મને ઘણો મળવા પામ્યો. હિં દુસ્તાનમાં જ ેલમાં જતાં પહે લાં છ જ ેલનો હં ુ અનુભવ લઈ ચૂક્યો હતો અને એટલા જ સુપરિન્ટેન્ડેન્ટો અને એથી વધારે જ ેલરોના સંબંધમાં હં ુ આવી ચૂક્યો હતો. એટલે દસમી માર્ચની સુંદર રાત્રે ભાઈ [શંકરલાલ] બૅંકરની સાથે મને સાબરમતી જ ેલ લઈ જવામાં આવ્યો ત્યારે કોઈ નવો અણધાર્યો અનુભવ થતાં માણસને જ ે અડવું લાગે છે તેવું અડવું મને નહીં લાગ્યું. મને તો લગભગ એમ જ થયું કે પ્રેમની વધુ જીતો મેળવવા એક ઘર બદલી બીજ ે ઘેર હં ુ જતો હતો.” [યેરવડાના અનુભવ માંથી]
વર્ષૹ ૦૭ અંકૹ ૦૫ સળંગ અંકૹ ૭૩ • મે ૨૦૧૯ છૂ ટક કિંમત ઃ _ ૧૫
તંત્રી
વિવેક દેસાઈ સંપાદક
કિરણ કાપુરે પરામર્શક
કપિલ રાવલ સાજસજ્જા
અપૂર્વ આશર આવરણ ૧
કલકત્તાની પ્રેસિડન્સી જ ેલમાં રાજદ્વારી કેદીઓની મુલાકાત લઈને નીકળતી વેળાએ, નવેમ્બર ૧૯૩૭
આવરણ ૪ અશાંતિનો ડર?
• જ ેલ વિશેષ
૧. જેલનું અર્થશાસ્ત્ર. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .મો. ક. ગાંધી. . . . ૧૪૭
૨. જેલમાં લેખનકાર્ય. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . રાજ ેન્દ્રપ્રસાદ. . . . ૧૫૨
૩. જેલમાં મનુષ્યતર પ્રાણીઓ . . . . . . . . . . . . . . . . . . . . . . જવાહરલાલ નેહરુ. . . . ૧૫૪
૪. સત્યાગ્રહીનું સાધના સ્થળ-કારાવાસ . . . . . . . . . . . . . . . . . . મહાદેવ દેસાઈ. . . . .૧૬૨
૫. ઓતરાતી દીવાલો-૧. . . . . . . . . . . . . . . . . . . . . . . . કાકાસાહે બ કાલેલકર. . . . .૧૬૭
૬. સાબરમતી જેલમાં. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . સરદાર પટેલ. . . . ૧૭૦ ૭. જેલમાં ગાંધીજીની પહેલી વરસગાંઠ. . . . . . . . . . . . . . . . . . . . સુશીલા નય્યર. . . . ૧૭૩
૮. જેલ-જીવન, ગાંધી-સોબત અને સરદારની વિનોદ-ચાંદની. . . . . ડૉ. અશ્વિનકુ માર. . . . ૧૭૮
૯. લોકપ્રતિનિધિઓ પાસેથી ગાંધીજીની અપેક્ષા. . . . . . . . . . . . . . . .મો. ક. ગાંધી. . . . ૧૮૧
૧૦. ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહેલાં. . . . . . . . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ. . . . ૧૮૫
[નવજીવન, ૨૭-૧૨-૧૯૩૧]
લવાજમ અંગે વાર્ષિક લવાજમ ઃ
_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)
લવાજમ મોકલવાનું સરનામું વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ • ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમૅન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨
e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.
કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (૩–૧૯)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં ૩ એ માર્ચ મહિનો અને ૧૯ એ ૨૦૧૯નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.
સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે. સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [ ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.
૧૪૬
જેલ વિશેષ
યરવડા જ ેલ, જ્યાં ગાંધીજીએ કારાવાસનો સૌથી વધુ સમય ગાળ્યો
સ્વાતંત્ર્ય-ચળવળની પૃષ્ઠભૂમિમાં જઈએ તો જ ેલ એક મહત્ત્વનું ઠેકાણું બનીને ઊભરે છે. તે વખતના મોટાભાગના રાજકીય નેતાઓ અને ક્રાંતિકારીઓએ તેમના જીવનનો ખાસ્સો એવો સમય જ ેલમાં ગાળ્યો છે. અલબત્ત, ક્રાંતિકારીઓનો જ ેલવાસ રાજદ્વારી કેદીઓના જ ેલવાસની સરખામણીએ કપરો રહ્યો હતો. રાજદ્વારી કેદીઓનો જ ેલવાસ પ્રમાણમાં સહજ રહ્યો છે. ગાંધીજી, નેહરુ, સરદાર જ ેવા નેતાઓ તો જ્યારે જ્યારે જ ેલમાં ગયા છે, ત્યારે ત્યારે તેઓએ બહારના કોલાહલભર્યા વાતાવરણથી મુક્ત થયાનો અનુભવ કર્યો છે અને તેમણે પોતાના એ અનુભવને લખાણ દ્વારા વર્ણવ્યો પણ છે. માર્ચ, ૧૯૨૨માં ગાંધીજીને હિં દુસ્તાનમાં પ્રથમ વાર જ ેલ જવાનું થયું ત્યારે તેમણે ભાણેજ મથુરાદાસ ત્રિકમજીને એક પત્રમાં લખ્યું છે કે, “મારી શાંતિનો પાર નથી. અહીં તો ઘર જ છે. હજુ તો જ ેલ જ ેવું કંઈ લાગતું જ નથી. પણ જ્યારે મળનારા આવતા બંધ થશે ને જ ેલનો કંઈક દાબ પણ આવશે ત્યારે હં ુ વધારે શાંતિ ભોગવવાનો, એ તો ખચીત માનજો.” અન્ય એક મિત્ર રે વાશંકર ઝવેરીને પણ ગાંધીજીએ જ ેલમાંથી લખેલા પત્રના શબ્દો છે : “હં ુ તો ભારે શાંતિ ભોગવી રહ્યો છુ ”ં . આ જ ગાળામાં મહાદેવ દેસાઈ સહિત અન્ય પરિચિત લોકોને લખેલાં પત્રોમાં પણ જ ેલ વિશેનો સૂર કંઈક આવો જ ઝિલાયો છે. હિં દુસ્તાનમાં ગાંધીજીને થયેલો કારાવાસનો આ પ્રથમ અનુભવ તેમના જીવનનો પહે લો જ ેલવાસ ન હતો. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ દરમિયાન તેઓ અનેક વખત જ ેલમાં જઈ આવ્યા હતા અને ખાસ્સો લાંબો સમય ત્યાં વિતાવ્યો હતો. પાછળથી ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના તેમના કારાવાસના અનુભવોનું વર્ણન કરીને 'ઇંડિયન ઓપિનિયન’માં સમયાંતરે લખ્યું હતું; જ ે લખાણો 'મારો જ ેલનો અનુભવ’ નામે પુસ્તક સ્વરૂપે પ્રગટ થયાં હતાં.
नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૯]
147
સાબરમતી જ ેલના પ્રથમ કારાવાસ બાદ ગાંધીજીની અનેક વખત ધરપકડ થઈ અને તેમને અવારનવાર કારાવાસમાં જવાનું બન્યું. સ્વાતંત્ર્ય-ચળવળ દરમિયાન ગાંધીજી સૌથી લાંબો સમય પૂનાની યરવડા જ ેલમાં રહ્યા. આ જ ેલવાસના અનુભવો વિશે પણ તેમણે 'યંગ ઇન્ડિયા’ અને 'નવજીવન’માં વિગતે લખ્યું હતું, જ ે 'યેરવડાના અનુભવ’ નામે પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયું છે. ગાંધીજીના કારાવાસના અનુભવોનો અંતિમ અધ્યાય સુશીલા નય્યરે 'બાપુના કારાવાસની કહાણી'ના નામે લખ્યો છે. બ્રિટિશ હકૂ મતની સામે લડતના છેવટના સંગ્રામમાં ૧૯૪૨ના ઑગસ્ટ માસની આઠમી તારીખથી ૧૯૪૪ની છઠ્ઠી મે સુધી તેમને આગાખાન મહે લમાં અટકમાં રાખવામાં આવ્યા હતા. આ એકવીસ માસ ગાંધીજીના જીવનનું તેમ જ હિં દની મુક્તિની લડતનું એક વિરલ પ્રકરણ છે. સુશીલા નય્યરના આ પુસ્તકમાંથી આપણને ગાંધીજીના જ ેલજીવનની સાથે-સાથે કસ્તુરબા ગાંધી, સુશીલા નય્યર, સરોજિની નાયડુ, પ્યારે લાલ, મહાદેવભાઈ દેસાઈના જ ેલજીવનના રોજિંદા ક્રમની વિગતો મળી રહે છે. પ્રસ્તુત પુસ્તકમાંથી 'જ ેલમાં બાપુની પહે લી વરસગાંઠ' નામનું એક પ્રકરણ મૂક્યું છે. આમ, ગાંધીજીના જીવનમાં કારાવાસના અનુભવની લાંબી કહાણી છે, જ ેને ગાંધીજીએ પોતે જ શબ્દબદ્ધ કરી છે. જોકે આ સિવાય પણ ગાંધીજીનું જ ેલમાંથી સર્જાયેલું સાહિત્ય અને પત્રવ્યવહાર વિપુલ છે, જ ેનો ક્યાસ કાઢવો એ સંશોધનનો વિષય છે. ગાંધીજીની માફક આઝાદીના અન્ય લડવૈયાઓએ પણ પોતાના જ ેલવાસના અનુભવો પોતાના લખાણમાં ઉતાર્યાં છે. કાકાસાહે બ કાલેલકરે તો સાબરમતી જ ેલના નિસર્ગને શબ્દબદ્ધ કરીને 'ઓતરાતી દીવાલો' નામનું ઉમદા પુસ્તક આપ્યું છે. આઝાદીની લડતના અગ્રણી અને દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજ ેન્દ્રપ્રસાદે જ ેલજીવનના હિસ્સાને આત્મકથામાં મહત્ત્વ આપીને સમાવ્યો છ.ે ગાંધીજીની જ ેમ જવાહરલાલ નેહરુ અને મહાદેવભાઈ દેસાઈએ પણ તેમના જ ેલવાસ દરમિયાન ઘણુંબધું લખ્યું અને વાંચ્યું છે. તેમના એ અનુભવો વાંચ્યા બાદ તો એક વેળા મન એ સ્વીકારવા સુધી પણ લલચાય છે કે વ્યક્તિના જીવનનો સૌથી ઉત્તમ તબક્કો તેની જાત સાથેના આવા એકાંતનો જ હશે! જવાહરલાલ નેહરુએ આત્મકથા કારાવાસમાં જ લખી છે, જ ેની પ્રસ્તાવનામાં તેઓ નોંધે છે : "આ પુસ્તક લખવાનો મૂળ હે તુ એ હતો કે જ ેલજીવનના એકાંતના લાંબા સમયમાં અતિશય આવશ્યક એવું કાંઈક નિશ્ચિત કાર્ય ઉપાડી લઈને મારો સમય ભરી દેવો." નારાયણભાઈ દેસાઈએ તો પિતાના જીવનવૃત્તાંત 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ'માં મહાદેવભાઈ દેસાઈના કારાવાસ કાળના પ્રકરણને 'સત્યાગ્રહીનું સાધનાસ્થળ : કારાવાસ’ એવું રૂપાળું નામ પણ આપ્યું છે, જ ેમાંથી પણ અહીં કેટલાક અંશ ટાંક્યા છે. પોતાની જ ેલયાત્રા દરમિયાન સાહિત્યસર્જન કરનારા સત્યાગ્રહીઓમાં એક નામ સરદાર પટેલનું પણ આવે છે. પત્રો સિવાય ભાગ્યે જ કશું લખનારા સરદાર પટેલે સાબરમતી 148
[ મે ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ
જ ેલમાં તેમના દોઢ મહિનાના કારાવાસ દરમિયાન ડાયરી લખી છે. આ લખાણ આજ ે 'સરદારની જ ેલ-ડાયરી' નામે પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ છે. જ ેલસાહિત્યમાં આ સિવાય પણ તે કાળની અને તે પહે લાંના-પછીના કાળની અનેક વ્યક્તિઓનો સમાવેશ થઈ શકે છે, પણ અહીંયાં આપણે ઉપર આપેલાં પુસ્તકોનાં પસંદગીનાં પ્રકરણો સમાવ્યાં છ.ે જ ેલ અને નવજીવનનો અનુબંધ ગાંધી સાર્ધશતાબ્દી વર્ષમાં વધુ ગાઢ થયો છે તે કારણે પણ જ ેલ વિશેનો એક સ્વતંત્ર અંક કરવાનું વિચારાયું હતું. સાબરમતી મધ્યસ્થ જ ેલ સાથે નવજીવનના વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે, જ ેમાં બંદીવાનો દ્વારા દોરાયેલાં ચિત્રોની પ્રદર્શની, બંદીવાનો દ્વારા ગણપતિની મૂર્તિઓનું નિર્માણ, મહિલા બંદીવાનો માટે સેનિટેશન પેડનાં ઉત્પાદનના સાધનમાં સહાય, ગાંધી અને સરદાર કથા, બંદીવાનો અર્થે જ ેલમાં જ ચાલી રહે લો પ્રૂફરીડિંગ અને પત્રકારત્વનો કોર્સ અને સાથે સાથે કર્મ કાફે પર બંદીવાનો દ્વારા થતાં ગાંધીભજન. નવજીવન અને સાબરમતી મધ્યસ્થ જ ેલનો આ અનુબંધ વધુ મજબૂત બની રહ્યો છે. આને જ અનુલક્ષીને સ્વાતંત્ર્ય-સેનાનીઓના જ ેલ-અનુભવ અંગેનો અંક તૈયાર કર્યો છે. આશા છે કે આપણા આગેવાનોના જ ેલના અનુભવ સૌને વાંચવા ગમશે.
જેલનું અર્થશાસ્ત્ર ગાંધીજી
જ ેલનો થોડો પણ અનુભવ જ ેને છે એવો કોઈ પણ વ્યાધિ કુ દરતની અણધારી આપત્તિ તરીકે મનાય માણસ જાણે છે કે બધાં ખાતાઓમાં જ ેલખાતું જ નાણાંની વધારે માં વધારે તંગી ભોગવે છે. ઇસ્પિતાલો પ્રમાણમાં વધારે માં વધારે ખર્ચાળ જાહે ર સંસ્થા કહે વાય. જ ેલમાં દરે ક વસ્તુ સાદામાં સાદી અને કાચામાં કાચી જાતની હોય છે. જ ેલમાં મનુષ્યશ્રમના વ્યયની છાકમછોળ છે, જ્યારે પૈસા અને સાધનના વપરાશની બાબતમાં પૂરું દળદર છે. ઇસ્પિતાલોમાં આથી ઉલટુ ં જ ચાલે છે. છતાં બંને સંસ્થાઓ માનવવ્યાધિના ઇલાજને સારુ યોજવામાં આવેલ છે— જ ેલ માનસિક અને ઇસ્પિતાલો શારીરિક વ્યાધિઓને સારૂ. માનસિક વ્યાધિ અપરાધ તરીકે મનાય છે એટલે સજાને પાત્ર લેખાય છે; શારીરિક
नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૯]
છે અને તેથી તેની કાળજીપૂર્વક માવજત કરવી જોઈએ. વાસ્તવિક રીતે આવો કશો ભેદ કરવાનું કારણ નથી. માનસિક તેમ જ શારીરિક બંને વ્યાધિ સરખાં જ કારણોથી નીપજ ે છે. હં ુ ચોરી કરું છુ ં તો નીરોગી સમાજને માટેના નિયમોનો ભંગ કરું છુ .ં જો મને પેટશૂળ થાય છે તોપણ નીરોગી સમાજને માટેના નિયમોનો ભંગ કરું છુ .ં શારીરિક વ્યાધિને સારૂ હળવા ઉપાય લેવામાં આવે છે એનું એક કારણ એ છે કે કહે વાતા ઉપલા વર્ગોના લોકો નીચલા વર્ગના લોકો કરતાં કદાચ વધારે વારં વાર આરોગ્યના નિયમો તોડે છે. આ ઉપલા વર્ગોને સામાન્ય ચોરી કરવાનો અવકાશ નથી, અને જો 149
સામાન્ય ચોરી ચાલુ રહે તો તેમના જીવનક્રમને ખલેલ પહોંચે તેથી સામાન્ય રીતે પોતે જ કાયદા બનાવનારા હોઈ તેઓ સ્થૂળ ચોરીને દંડ ે છે. જોકે, તેમને પ્રતિક્ષણ એ વાતનું તો ભાન હોય જ છે કે તેમનાં પોતાનાં ભોપાળાં જ ેને વિશે કંઈ બોલતું નથી તે સ્થૂળ ચોરીઓના કરતાં સમાજને ઘણાં વધારે હાનિકર્તા હોય છે. એ પણ જોવા જ ેવું છે કે જ ેલો અને ઇસ્પિતાલો ખોટી ચિકિત્સાને લીધે જ વધે છે. ઇસ્પિતાલો ઉભરાય છે કારણ દર્દીઓને પંપાળવામાં આવે છે. જ ેલ ઉભરાય છે કારણ કેદીઓ સુધરવાને નાલાયક જ હોય એમ માનીને તેમને સજા કરવામાં આવે છે. જો દરે ક માનસિક અને શારીરિક રોગ ભૂલ જ ગણવામાં આવે અને દરે ક દર્દી અથવા કેદીની નઠોરપણે પણ નહીં તેમ લાડ કરાવીને પણ નહીં પણ માયા અને સમભાવપૂર્વક માવજત કરવામાં આવે તો જ ેલ અને ઇસ્પિતાલ બંને ઓછાં થવા પામે. જ ેલના કરતાં ઇસ્પિતાલ નીરોગી સમાજને માટે વધારે જરૂરની વસ્તુ નથી. બંનેની સરખી જરૂર છે. દરે ક દર્દી અને દરે ક કેદી ઇસ્પિતાલ અને જ ેલમાંથી નીકળે ત્યારે માનસિક તેમ જ શારીરિક આરોગ્યના નિયમોનો પ્રચારક બનીને જ નીકળવો જોઈએ. પણ અહીં આ સરખામણી હં ુ બંધ કરીશ. વાચકને જાણીને નવાઈ લાગશે કે જ ેલોમાં ચાલતું કંજુસપણું કરકસરને બહાને ચલાવવામાં આવે છે. પાણી ખેંચવાનું, આટાને સારૂ ચક્કીઓ ચલાવવાનું, રસ્તા અને પાયખાનાં સાફ કરવાનું, રાંધવાનું, ઇ. બધાં કામો કેદીઓ પાસે જ લેવામાં આવે છે, છતાં તેઓ સ્વાશ્રયી નથી એટલું જ નહીં પણ તેમની મહે નતમાંથી તેમનું પેટીઉં પણ નીકળતું નથી. વળી તેમની આટલી બધી મહે નત છતાં તેમને રૂચે તેવાં 150
કેદીઓની આસપાસ હું ઘરના જેવું વાતાવરણ કરી મૂકું. મતલબ કે તેમનાં સગાંવહાલાંને જોઈએ ત્યારે મળવાની, ચોપડીઓ મગાવવાની અને શિક્ષણ લેવાની પણ હું તો તેમને વ્યવસ્થા કરી આપું. કેદીઓને વિશે જે અવિશ્વાસ રાખવામાં આવે છે તેને બદલે વિશ્વાસ સ્થાપું. તેઓ જે કંઈ કામ કરી શકે તેવું કામ હું તેમને સોંપું અને તેમને પોતાનો ખોરાક કાચો અથવા પાકો મગાવી લેવા દઉં
અથવા તેમને ભાવે તેવો પકાવેલો ખોરાક તેમને મળતો નથી અને આનું કારણ એટલું જ કે જ ે કેદીઓ રસોઈ વગેરે કરે છે તેમને સામાન્ય રીતે તેમના કામમાં કશો જ રસ હોતો નથી. પોતાના કામને દયા વિનાના દેખરે ખ નીચે કરવાની એક જાતની વેઠ જ તેઓ લેખે છે. એ તો સહે જ ે સમજી શકાશે કે જો કેદીઓ સમાજ સેવક હોત અને પોતાના ભાઈબંધોના કલ્યાણમાં રસ લેનારા હોત તો તેઓ કદી કેદમાં જ ન પડત. મતલબ કે જો વધારે વિવેકભર્યો અને નીતિવાળો વહીવટ ચલાવવામાં આવે તો જ ેલો આજ ે જ ેવી ખરચાળ સજાની વસાહતો છે તેને બદલે સહે જ ે સ્વાશ્રયી સુધારાગૃહો બની જાય. હં ુ તો પાણી ખેંચવામાં, આટાની ચક્કીઓ ચલાવવામાં અને એવાં જ બીજાં કામોમાં કેદીઓની અંગમહે નત જ ે ભયંકર પ્રમાણમાં વેડફાય છે તેનો બચાવ કરવા ઇચ્છું. જો જ ેલવહીવટ મારા હાથમાં હોય તો હં ુ તો આટો બહારથી લાવું, પાણી પંપવતી ખેંચાવું અને બીજાં અનેક કામો અનેક કેદીઓને વળગાડવાને બદલે જ ેલોને ખેતી, હાથકંતામણ અને હાથવણાટનાં કારખાનાં કરી મૂકું. નાની જ ેલોમાં માત્ર રેં ટિયા અને સાળો જ રાખવામાં [ મે ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ
ઘણીખરી સજાઓની મુદત મુકરર હોય છે તેને બદલે હં ુ તેમને અનિયમિત કરું . તે એ રીતે કે સમાજના રક્ષણ માટે અને તેના પોતાના સુધારા માટે જ ેટલી મુદત કેદીને જ ેલમાં રાખવાની જરૂર જ હોય તેથી એક ઘડી પણ વધુ તેને જ ેલમાં ન રાખું. હં ુ જાણું છુ ં કે આ બધું કરવાને આખી સંસ્થા નવેસરથી રચવી જોઈએ, અને હાલ જ ેમ ઘણાખરા જ ેલરો લશ્કરી નોકરીમાંથી ફારગ થએલા માણસો હોય છે તેમ ન કરતાં જુ દા જ માણસો જ ેલોમાં નીમવા જોઈએ. મને એવી પણ ખાત્રી છે કે આવો સુધારો કરવામાં નવો ખરચ પણ ભાગ્યે જ ઝાઝો કરવો પડે. હાલ તો કેદખાનાંઓ એ લફં ગાઓને માટે આરામ ગૃહો અને સામાન્ય સીધા કેદીઓને માટે જુ લમખાનાં છે. અને ઘણાખરા કેદીઓ તો સીધા જ હોય છે. લફં ગાઓ જોઈએ તે મેળવવામાં ફાવી જાય છે અને બિચારા સીધી લીટીના કેદીઓને જ ે વિના ચાલે એવી ચીજો પણ મળતી નથી. મેં ઉપર જ ે યોજનાની આછી રૂપરે ખા દોરી છે તે યોજના પ્રમાણે તે લફં ગાઓ સુખની આશા રાખે તે પહે લાં તેમને સીધાદોર થવું પડશે અને સીધા નિર્દોષ કેદીઓને જ ેટલું આપી શકાય તેટલું અનુકૂળ વાતાવરણ મળી રહે શે. પ્રમાણિક્તાનું વળતર મળશે અને દોંગાઈ દંડાશે. કેદીઓની પાસે ખોરાકના બદલામાં કામ લેવાથી આળસનું નામ નહીં રહે અને જ ેલોમાં ખેતી તથા વણાટ એ બે ઉદ્યોગ તથા તેના અંગેના પેટા ઉદ્યોગો રાખવાથી અત્યારે દેખરે ખને અંગે જ ે ભારે ખરચ રાખવું પડે છે તે ઘણું ઓછુ ં થઈ જશે.
આવે. હાલ પણ ઘણીખરી સેન્ટ્રલ જ ેલોમાં સાળો તો ચાલે જ છે. વધારામાં માત્ર પીંજણ અને રેં ટિયા દાખલ કરવાની જરૂર રહે . ઘણી જ ેલોમાં તો જ ેટલું જોઈએ તેટલું રૂ સહે લાઈથી ઉગાડી શકાય. આથી રાષ્ટ્રીય ગૃહઉદ્યોગો લોકપ્રિય થઈ પડશે, અને કેદખાનાં સ્વાશ્રયી બનશે. બધા કેદીઓની મહે નતનું વળતર મળી રહે શે, અને તેમ છતાં હાલ ચાલે છે તેમ તેનાથી હરીફાઈને ઉત્તેજન નહીં મળે. યેરવડા જ ેલને અંગે એક છાપખાનું ચાલે છે. આ છાપખાનું ઘણુંખરૂં કેદીઓની મહે નતથી જ ચલાવવામાં આવે છે. આવાં છાપખાનાં જો બહારનું છાપકામ લેતાં હોય તો તે સામાન્ય છાપખાનાંઓ જોડે અયોગ્ય હરીફાઈમાં ઊતરે છે એમ હં ુ કહં ુ . જો કેદખાનાં ઉદ્યોગસંસ્થાઓ સાથે હરીફાઈમાં ઊતરે તો તે સહે લાઈથી નફો કરે એ દેખીતું છે પણ મારું કહે વાનું તાત્પર્ય એ છે કે આવી હરીફાઈમાં ઊતર્યા વગર કેદખાનાં સ્વાશ્રયી બની શકે છે અને કામ કરનારા માણસોને સાથે સાથે એક એવા ઉદ્યોગનું જ્ઞાન મળી જાય કે જ ે કેદીને જ ેલમાંથી છૂટ્યા પછી સ્વતંત્ર ધંધો કરવામાં મદદરૂપ થઈ પડે અને આબરૂદાર નાગરિકનું જીવન ગાળવા તરફ તેમને ઉત્તેજન મળે. વળી વસ્તીની શાંતિને ખલેલ ન પહોંચે એટલે અંશે કેદીઓની આસપાસ હં ુ ઘરના જ ેવું વાતાવરણ કરી મૂકું. મતલબ કે તેમનાં સગાંવહાલાંને જોઈએ ત્યારે મળવાની, ચોપડીઓ મગાવવાની અને શિક્ષણ લેવાની પણ હં ુ તો તેમને વ્યવસ્થા કરી આપું. કેદીઓને વિશે જ ે અવિશ્વાસ રાખવામાં આવે છે તેને બદલે વિશ્વાસ સ્થાપું. તેઓ જ ે કંઈ કામ કરી શકે તેવું કામ હં ુ તેમને સોંપું અને તેમને પોતાનો ખોરાક કાચો અથવા પાકો મગાવી લેવા દઉં.
[યેરવડાના અનુભવ માંથી]
o
नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૯]
151
જેલમાં લેખનકાર્ય રાજ ેન્દ્રપ્રસાદ
આ વખતે જ ેલમાં મેં થોડુ ં લેખનકાર્ય પણ કર્યું. પાકિસ્તાનનું અવહે વારુપણું સિદ્ધ કરનારો ભાગ એમ તો ૧૯૩૦ની સાલમાં પણ મેં થોડુકં લખવાનો પ્રયાસ કરે લો, પણ એ પૂરો થઈ શક્યો નહોતો. અને જ ે થોડુ ં ઘણું લખેલું એ પાછળથી ખોવાઈ ગયું. પાકિસ્તાન સંબંધી મેં થોડો અભ્યાસ કર્યો હતો. જ ેલમાં જઈને મને એનો વધારે અભ્યાસ કરવાનું મન થયું. પાકિસ્તાનના પક્ષમાં લખાયેલી કેટલીક ચોપડીઓ મેં મગાવી લીધી. એ વાંચ્યા પછી મને વિચાર આવ્યો કે પાકિસ્તાનની માગણી જ ેને આધારે કરવામાં આવે છે તે આધાર કેટલે સુધી સાચો છે એ જોવું જોઈએ. ત્યાર પછી વિચાર આવ્યો કે મુસ્લિમ લીગ પાકિસ્તાન શેને કહે છે; એ માગણી સ્વીકારવા જો કોઈ તૈયાર થાય તો એને શું આપવું પડે અને મુસ્લિમ લીગને શું મળે; તથા પાકિસ્તાન પોતાના પગ ઉપર ઊભું રહી શકે કે કેમ તે બધું તપાસવું જોઈએ. છેવટે મને થયું કે આ બાબત વિશે કંઈક લખી શકાય એમ છે ખરું . જોકે, અમે બધા જ ેલની બહાર ક્યારે નીકળી શકશું અને હં ુ જ ે કાંઈ લખીશ એ કોઈ દહાડે છપાશે કે કેમ એ વાતની કંઈ ખબર ન હતી, પણ બીજા સમજી શકે એવી રીતે મારા પોતાના વિચારોને સ્પષ્ટપણે લિપિબદ્ધ કરી દેવાનું મને યોગ્ય લાગ્યું. એટલે મેં થોડુ ં લખી નાખવાનું નક્કી કર્યું. મને એમ લાગ્યું કે જો દેશની સમક્ષ, ખાસ કરીને મુસલમાન સમક્ષ આ બધી વાત આવે તો વધારે ઊંડુ ં અધ્યયન કર્યા પછી જ ેમ મને થયું છે તેમ એમને પણ એના વહે વારુપણા વિશે શંકા થશે. એટલે મેં એનું અવહે વારુપણું દર્શાવવા એ બધી માહિતી લિપિબદ્ધ કરી લેવાનું નક્કી કર્યું. જ્યારે
152
લખાઈ ગયો ત્યારે એ કયે આધારે માગવામાં આવે છે એ પણ લખવું યોગ્ય લાગ્યું. એટલે હિં દુસ્તાનમાં, હિં દુ-મુસલમાનનાં બે રાષ્ટ્રો છે, તેથી એના વિભાગ પાડીને બે સ્વતંત્ર દેશ અથવા રાષ્ટ્ર સ્થાપિત કરવાં જોઈએ, એ મુદ્દા પર લખવું પડ્યું. આમ, જ ેમ જ ેમ લખતો ગયો તેમ તેમ ચોપડીનું કદ વધતું ગયું. કામ બહુ ઝડપથી થતું નહોતું. એક તો એટલો સાજો ન હતો કે ઝાઝી મહે નત કરી શકું. જ્યારે માંદો પડતો ત્યારે મહિનાઓ લગી કશું વાંચી પણ શકતો નહોતો. જ્યારે તબિયત સારી રહે તી ત્યારે વાંચતો લખતો. ઉતાવળ કરવાની કાંઈ જરૂર જણાતી ન હતી, કેમ કે જ ેલમાં હોઈએ ત્યાં સુધી કોઈ પુસ્તક બહાર પાડવાની રજા મળશે એવી તો આશા નહોતી, વળી છૂટવાનો પણ કોઈ ઉપાય જણાતો ન હતો. એટલે થોડુ ં થોડુ ં લખતો હતો. એટલામાં એક સાથી જ ેલમાંથી છૂટીને બહાર ગયો. એણે છાપાંવાળાઓને ખબર આપી કે હં ુ પાકિસ્તાન વિશે એક ચોપડી લખી રહ્યો છુ .ં એ વાત જાહે ર થઈ ગઈ. સરકારી અમલદાર ક્યારે ક ક્યારે ક જ ેલમાં આંટો મારતા હોય છે. કમિશનર આવ્યા. એમણે મને પૂછ્યું કે એ ચોપડી ક્યાં સુધી લખાઈ રહી છે? મેં કહ્યું કે લગભગ પૂરી થઈ છે. એમણે એ જોવા માગી. મેં હાથે લખેલી નોટબુક તેના હાથમાં મૂકી દીધી. એક તો મને કંઈક ઝીણા નાના અક્ષરે લખવાની ટેવ છે, અને બીજુ ં કાગળની તંગીને લીધે મેં પાનાંની બેઉ બાજુ એ લખ્યું હતું. ચોપડી કટકે કટકે લખાઈ હતી એટલે જ્યાં કંઈ નવી વાત સૂઝી જતી અથવા કોઈ નવી ચોપડીમાંથી મળી આવતી તો એને [ મે ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ
સરખી રીતે ગોઠવી દેતો; આમ એની અંદર થોડા ઘણા હાંસિયા મૂક્યા હતા એ પણ સાવ ભરચક થઈ ગયા હતા અને ક્યાંક તો અક્ષર ઉકેલવાની સગવડને ખાતર જુ દા રં ગની શાહી પણ વાપરવી પડી હતી. એટલે કોઈ બીજા માણસને માટે હાથનું લખેલું એ પુસ્તક વાંચવું સારી પેઠ ે મુશ્કેલ હતું. કમિશનરે સવાલ કર્યો કે આ ચોપડી છપાવવાનો ઇરાદો છે કે? મેં જવાબમાં કહ્યું કે જો સરકાર છૂટ આપશે તો છપાવવામાં આવશે. એટલે એમણે કહ્યું કે પુસ્તક તપાસ્યા વિના સરકાર રજા નહીં આપે અને આ હાથનું લખાણ જ ે હાલતમાં છે એ હાલતમાં સરકારને સારુ એ ચોપડી તપાસવી મુશ્કેલ છે. સરકાર તો ટાઇપ કરાવેલી નકલ જ તપાસી શકશે. એટલે પછી મેં કહ્યું કે ટાઇપ કરાવવાનું સાધન મારી પાસે નથી, જો સરકાર એ સગવડ આપશે તો હં ુ ટાઇપ કરાવી લઈશ. આ વાતચીત થયા પછી સરકારને મેં લખ્યું કે મને ટાઇપ કરાવવાની સગવડ આપવામાં આવે અને સરકાર એને માટે ત્રણમાંથી ગમે તે એક રીતની છૂટ આપે. પહે લી રીત એ કે મારા સહાયક શ્રી ચક્રધરશરણ જ ેઓ મારા અક્ષર સારી રીતે ઓળખે છે તેમને ટાઇપ કરવાની તક આપે. તેઓ એ વખતે છૂટી ગયા હતા એટલે તેઓ જ ેલમાં આવી શકે તેમ નહોતું અને એમની જોડે મને મુલાકાત પણ મળી શકે તેમ નહોતું. સરકારની પરવાનગી ન મળે ત્યાં સુધી ચોપડીને પણ બહાર મોકલી શકાય તેમ નહોતું. બીજી રીત એ હતી કે સરકાર પોતાના કોઈ નોકરને આ કામ માટે નીમે અને એનો જ ે ખર્ચ થાય તે હં ુ આપું. ત્રીજી રીત એ હતી કે જો ટાઇપ જાણનાર કોઈ કેદી હોય તો એને બાંકીપુરની જ ેલમાં તેડાવી લેવામાં આવે અને એ ટાઇપ કરી આપે. વિચાર કરતાં મને યાદ આવ્યું કે એક કૉંગ્રેસ કાર્યકર્તા અને જમશેદપુર લેબર યુનિયનના મંત્રી શ્રી માઇકલ જૉન ટાઇપ કરવાનું જાણે છે અને તેઓ હિલચાલને અંગે આ વખતે બીજી વાર પકડાઈને અને સજા પામીને હજારીબાગ જ ેલમાં આવ્યા છે.
नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૯]
એટલામાં એક સાથી જેલમાંથી છૂટીને બહાર ગયો. એણે છાપાંવાળાઓને ખબર આપી કે હું પાકિસ્તાન વિશે એક ચોપડી લખી રહ્યો છું. એ વાત જાહેર થઈ ગઈ. સરકારી અમલદાર ક્યારેક ક્યારેક જેલમાં આંટો મારતા હોય છે. કમિશનર આવ્યા. એમણે મને પૂછ્યું કે એ ચોપડી ક્યાં સુધી લખાઈ રહી છે?
મેં લખ્યું કે જો એમને બાંકીપુર લાવવામાં આવે તો તેઓ આ કામ કરી શકશે. મેં જણાવ્યું કે આ ત્રીજી રીત જ વધુ સગવડભરી છે, કેમ કે એટલું બધું ઝીણું ને ખીચોખીચ લખાયું હતું કે ટાઇપ કરનારને એ વાંચવામાં બહુ મુશ્કેલી નડે ને એને વારે ઘડીએ મને પૂછવું પડે. તેથી જો એ મારી પાસે રહે તો સગવડ થાય. એ ઉપરાંત એક ફાયદો એ પણ થાય કે સરકારની મંજૂરી મળ્યા પહે લાં કોઈ પણ માણસને એ પુસ્તક જોવાની તક ન મળે. સરકારે મારી વાત માન્ય રાખી અને શ્રી જૉનને બાંકીપુર જ ેલમાં મોકલી આપ્યા. એમણે ઘણી મહે નત લઈને મેં લખ્યું હતું તેટલું ટાઇપ કરી આપ્યું. જોગાનુજોગ એવો બન્યો કે ૧૯૪૫ના જૂ નની ૧૪મીની સાંજ ે એ કામ પૂરું થયું, અને એ જ દિવસે રાત્રે ખબર મળી કે કાલે એટલે પંદરમી જૂ નની સવારે મને છોડી દેવામાં આવશે. હવે એ પ્રશ્ન ઊભો થયો કે હાથની લખેલી અને ટાઇપ કરે લી નકલોનું શું કરવું? એ બંને પુસ્તકને મારી સાથે બહાર લઈ જવા દેશે કે સરકાર એને તપાસી લીધા પછી બહાર લઈ જવા દેશે? સરકારની રજા વિના સુપરિન્ટેન્ડેન્ટ પોતાની જવાબદારી ઉપર એ ચોપડીને બહાર લઈ જવા દેવાની છૂટ આપવા તૈયાર નહોતો, પણ સરકારને પુછાવતાં એના તરફથી 153
લઈ જવાની રજા મળી. આમ જ્યારે બહાર આવ્યો ત્યારે તૈયાર ચોપડી લઈને બહાર આવ્યો. …જ ેલમાં મેં એક વસ્તુ બીજી પણ લખી. સને ૧૯૪૦માં હવાફે ર માટે સીકર (જયપુર રાજ્ય) ગયેલો ત્યારે મને એક દિવસે મારાં “સંસ્મરણો” લખવાનું સૂઝ્યું અને લખવાનું શરૂ પણ કરી દીધું. કોઈને મેં એ વાત જણાવી નહીં. મારી સાથે રાતદિવસ રહે નારા મથુરાબાબુને પણ કેટલાક દિવસ સુધી ખબર ન પડી કે હં ુ કંઈક લખી રહ્યો છુ .ં મને ટેવ છે કે પરોઢિયે ચાર સાડાચાર વાગ્યે જાગી જાઉં છુ .ં એ જ વખતે ઊઠીને રોજ કંઈક ને કંઈક લખી કાઢું છુ ,ં અને બીજા જાગે એ પહે લાં લખવાનું પૂરું કરી દઉં છુ .ં સીકરમાં થોડુ ં લખાયું, ત્યાંથી પાછા ફર્યા પછી વખત ન મળ્યો. બે વરસ પછી
જ ેલમાં મારી તબિયત સુધરી ત્યારે મારા ત્યાંના સાથીઓએ મને એ લખાણ પૂરું કરવાનું કહ્યું. મેં ક્યાં લગી લખેલું એ મને બરાબર યાદ નહોતું. ઘેરથી હસ્તલિખિત પ્રત મગાવવી ઠીક ન લાગી, કેમ કે છૂપી પોલીસના તપાસ્યા વિના મને કોઈ પણ ચીજ મળી શકતી ન હતી, અને એ વાંચી જાય તોયે એને અંદર લાવવાની રજા સરકાર આપે કે નહીં તે એક સવાલ હતો. એટલે મને સીકરનું લખાણ જ્યાં સુધી લખાયાનું યાદ હતું ત્યાંથી મેં આગળ લખવા માંડ્યું. ધીમે ધીમે કરીને એ ઘણુંખરું લખાઈ ગયું. ઘણેભાગે પૂરુંયે થઈ જાત, પણ પછી મારે બધો સમય इन्डिया डिवाइडेडમાં જવા લાગ્યો, એટલે સંસ્મરણનું કામ રહે વા દીધું. [મારી જીવનકથા : રાજ ેન્દ્રપ્રસાદ માંથી]
o
જેલમાં મનુષ્યેતર પ્રાણીઓ જવાહરલાલ નેહરુ
દહે રાદૂન જ ેલમાં મારી નાની કોટડી અથવા હતાં, તેમાંથી તે સાંજ ે શિકારની શોધમાં બહાર
ઓરડીમાં હં ુ સાડા ચૌદ મહિના રહ્યો. મને એમ લાગવા માંડ્યું કે એ ઓરડીનું હં ુ એક અંગ બની ગયો છુ .ં તેના ખૂણેખૂણાથી હં ુ પરિચિત થઈ ગયો હતો. તેની ચૂનાથી ધોળેલી દીવાલો પરના, તેની ખડબચડી ભોંય પરના, તથા જીવડાંએ ખાધેલી વળીઓવાળા છાપરાના એકેએક ડાઘ અને ખાડાને હં ુ ઓળખતો થઈ ગયો હતો. બહાર નાના વાડામાં ઘાસનાં નાનાં જડિયાંને તથા અહીંતહીં પડેલા નાના નાના પથરાને હં ુ જૂ ના મિત્રો તરીકે સત્કારતો થયો હતો. મારી કોટડીમાં હં ુ એકલો નહોતો. મોટા ભમરા અને નાની ભમરીઓની ત્યાં ઘણી વસાહતો હતી, અને વળીઓની પાછળ ઘણી ગરોળીઓએ ઘર કર્યાં 154
ફરવા નીકળી પડતી. જો વિચારો અને લાગણીઓ આસપાસના સ્થૂળ પદાર્થો ઉપર પોતાના સંસ્કાર રાખી જતાં હોય તો તો એ કોટડીની આખી હવા તેથી ખીચોખીચ ભરાઈ ગઈ હતી, અને એ સાંકડી જગ્યાના એકેએક પદાર્થને એ સંસ્કારો વળગી રહ્યા હતા. કોટડીઓ તો બીજી જ ેલોમાં મને વધારે સારી મળેલી, પરં તુ દહે રાદૂનમાં મને એક ખાસ લાભ હતો અને તે મારે મન બહુ મૂલ્યવાન હતો. ત્યાંની જ ેલ મૂળે બહુ નાની હતી, તેમાંય વળી અમને તો જ ેલના જ કમ્પાઉન્ડમાં પણ જ ેલની દીવાલોની બહાર જૂ ની હવાલાતમાં રાખ્યા હતા. એ હવાલાત [ મે ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ
એટલી સાંકડી હતી કે ત્યાં હરવા-ફરવાની જગ્યા જ નહોતી. તેથી સવારસાંજ અમને બહાર કાઢવામાં આવતા. જ ેલના દરવાજા આગળ સો વાર જ ેટલી જગ્યામાં આંટા મારવાની અમને રજા મળી હતી. અમારે રહે વું પડતું તો એ જ ેલના કમ્પાઉન્ડમાં જ, પરં તુ તે જ ેલની મુખ્ય દીવાલોની બહાર હોઈ પહાડો અને ખેતરો તથા થોડે છેટ ે આવેલી એક મોટી સડક અમને જોવાને મળતાં. આ કાંઈ મને ખાસ આપેલી છૂટ નહોતી; દહે રાદૂનની જ ેલમાં રાખેલા બધા ‘એ’ અને ‘બી’ વર્ગના કેદીઓને આ છૂટ હતી. કમ્પાઉન્ડની અંદર જ પરં તુ જ ેલની દીવાલોની બહાર એક બીજુ ં મકાન હતું. તેને ‘યુરોપિયન લૉકઅપ’ કહે તા. તેની આસપાસ વંડી કે એવું કાંઈ નહોતું એટલે કોટડીમાં રહ્યે રહ્યે પણ કેદી પહાડો તથા બહારનું જીવન બહુ સુંદર રીતે જોઈ શકતો. અહીં રાખવામાં આવતા યુરોપિયન કેદીઓ તથા બીજાઓને પણ જ ેલના દરવાજા આગળ સવારસાંજ આંટા મારવાની રજા હતી. ઊંચી દીવાલોની પાછળ બહુ લાંબા વખત સુધી જ ે કેદી પુરાઈ રહ્યો હોય તેને જ આ બહાર આંટા મારવાનું તથા ખુલ્લા દેખાવોનું અસાધારણ માનસિક મૂલ્ય સમજાય. મને આમ બહાર ફરવાનું બહુ જ ગમતું, અને ચોમાસામાં દિવસો સુધી ધોધમાર વરસાદ પડતો હોય અને ઘૂંટણપૂર પાણીમાં ફરવાનું હોય ત્યારે પણ હં ુ બહાર ફરવાનું જતું કરતો નહીં. કોઈ પણ જગ્યાએ હોઉં ત્યાં બહાર નીકળવાનું મને ગમે જ, પણ અહીં તો ઉત્તુંગ હિમાલયનાં દર્શન એ એક વધારાનો આનંદ હતો અને તેને લીધે મારો જ ેલજીવનનો કંટાળો ઘણો ઓછો થતો. લાંબા વખત સુધી મેં મુલાકાત ન લીધી અને લાંબા વખત સુધી મારે તદ્દન એકલા રહે વાનું થયું ત્યારે આ જ એક મારું સદ્ભાગ્ય હતું કે આ મારા માનીતા ગિરિરાજને હં ુ નિહાળી શકતો. મારી नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૯]
દહે રાદૂન જ ેલ
કોટડીમાંથી હં ુ એ પર્વતોને જોઈ શકતો નહીં. પરં તુ મારું મન તેમનાથી ભરે લું રહે તું, અને તેમના સાંનિધ્યનું મને હં મેશાં ભાન રહે તું અને જાણે અમારી વચ્ચે ગૂઢ મૈત્રી વધતી જતી. પંખી ટોળું ઊડી ગયું ઊંચે દૂર આકાશમાં રે ; ને ઊડી ગઈ રડીખડી હતી વાદળી એકલી જ ે; સાથી મારો ગિરિ થઈ રહ્યો એક ઉત્તુંગ દૂર, હં ુ થાકું ના ગિરિથી કદીયે, કે ગિરિ હં ુ થકી ના. મને ભય છે કે, ચીનના આ પ્રાચીન કવિ લી તાઈ પોની માફક હં ુ ન કહી શકું કે હં ુ પર્વતથી કદી થાકતો નહોતો, પરં તુ એવો કંટાળો ક્વચિત જ આવતો. એકંદરે તો તેના સાંનિધ્યથી મને વિરલ એવો આરામ જ મળતો. તેની ઘનતા અને તેની અક્ષુબ્ધતા લાખો વર્ષોના જ્ઞાનવાળી દૃષ્ટિથી નીચે ઊભેલા મને જોતી અને મારી પલટાતી જતી મનોવૃત્તિઓનો ઉપહાસ કરતી તથા મારા તપ્ત ચિત્તને શાંતિ આપતી. દહે રાદૂનમાં વસંત બહુ આહ્લાદક હોય છે, અને મેદાનો કરતાં બહુ લાંબો વખત તે રહે છે. પાનખરે લગભગ બધાં જ ઝાડનાં પાંદડાં ખેરવી નાંખ્યાં હતાં, અને તે બધાં ખુલ્લાં અને નગ્ન દેખાતાં 155
હતાં. જ ેલના દરવાજા સામે ઊભેલાં ચાર ભવ્ય પીપળાનાં ઝાડ પણ લગભગ પોતાનાં બધાં જ પાંદડાં ગુમાવી બેઠાં તે જોઈ મને બહુ અજાયબી થઈ. બિચારા પીપળા ચીમળાઈ ગયેલા અને ગમગીન દીસતા હતા, પણ વસંત આવતાં હવાએ તેમનામાં ઉત્સાહ પ્રેર્યો અને તેમના અન્તરતમ કોષને જીવનનો સંદેશ આપ્યો. પીપળામાં તેમ જ બીજાં ઝાડમાં એકાએક પ્રાણનો સંચાર થયો, અને પડદાની પાછળ છૂપી ક્રિયાઓ ચાલી રહી હોય તેમ તેમની આસપાસ કાંઈક ગૂઢતાનું વાતાવરણ છવાયું. દરે ક ઝાડ ઉપર લીલી નાની નાની કૂ ંપળોને ફૂટતી જતી જોઈ હં ુ ચકિત થઈ ગયો. એ બહુ હર્ષપ્રદ અને પ્રસન્ન દૃશ્ય હતું. જોતજોતામાં તો લાખો નવાં પાંદડાં આવી ગયાં અને સૂર્યના પ્રકાશમાં તે ચળકવા લાગ્યાં. અને હવાની લહે રી આવતાં તેમાં ખેલવા લાગ્યાં. કૂ ંપળમાંથી પાંદડાંમાં એકાએક થતું રૂપાન્તર કેવું અજબ છે! પહે લાં કદી મારા ધ્યાન પર નહીં આવેલું કે આંબાનાં તાજાં પાંદડાં લાલાશપડતા તપખીરિયા રં ગનાં હોય છે — કાશ્મીરની ટેકરીઓમાં શરદઋતુમાં જ ે રં ગ દેખાય છે તેવાં, પરં તુ તેમનો રં ગ જલદી બદલાઈને લીલો થઈ જાય છે. ચોમાસાનો વરસાદ તો હં મેશાં આવકાર લાયક લાગતો. કારણ, ઉનાળાની ગરમી તે આવતાંવેંત ખતમ થાય છે. પણ સારી વસ્તુ પણ વધારે પડતી હોય તો અકારી થાય છે તેમ દહે રાદૂનમાં થતું. ત્યાં તો મેઘરાજા ધરાઈ ધરાઈને પડે છે. ચોમાસું શરૂ થાય ને પાંચછ અઠવાડિયાંમાં તો ૫૦થી ૬૦ ઇંચ જ ેટલો વરસાદ પડી જાય. છાપરામાંથી પાણી ચૂતું હોય અથવા બારીમાંથી વાછંટ આવતી હોય તે નિવારવા ફાંફાં મારતાં એક સાંકડી જગ્યામાં ભરાઈ રહે વું પડે એ તે કોને ગમે? શરદ પણ આહ્લાદક હતી અને શિયાળો પણ. પણ શિયાળામાં વરસાદ આવે ત્યારે ન ગમે. 156
જેલના દરવાજા સામે ઊભેલાં ચાર ભવ્ય પીપળાનાં ઝાડ પણ લગભગ પોતાનાં બધાં જ પાંદડાં ગુમાવી બેઠાં તે જોઈ મને બહુ અજાયબી થઈ. બિચારા પીપળા ચીમળાઈ ગયેલા અને ગમગીન દીસતા હતા, પણ વસંત આવતાં હવાએ તેમનામાં ઉત્સાહ પ્રેર્યો અને તેમના અન્તરતમ કોષને જીવનનો સંદેશ આપ્યો
ગાજવીજ થતી હોય, વરસાદ પડતો હોય અને ઠંડો પવન શરીરમાં સોંસરો પેસી જતો હોય ત્યારે કાંઈક સારા રહે ઠાણની તથા કાંઈક ગરમી અને સગવડની ઇચ્છા થઈ આવતી. ઘણી વાર કરા પડતા. લખોટીઓ કરતાં મોટા કરા પતરાંના છાપરા ઉપર ભયંકર અવાજ કરતા પડતા હોય ત્યારે દારૂગોળો ફૂટતો હોય એવું લાગતું. મને એક દિવસનું ખાસ સ્મરણ છે. ૧૯૩૨ની ૨૪મી ડિસેમ્બરનો એ દિવસ હતો. ગાજવીજનું તોફાન હતું. વરસાદ આખો દિવસ પડ્યો હતો અને કડકડતી ઠંડી હતી. જ ેલમાંના મારા બધા દિવસોમાં શરીરની દૃષ્ટિએ એ દિવસ મારો સૌથી ખરાબ નીવડેલો. પણ સાંજ ે એકાએક આકાશ સ્વચ્છ થઈ ગયું અને મારી પડોશના બધા પહાડો અને ટેકરીઓને બરફના ગાઢ આચ્છાદનથી છવાયેલા જોઈ મારું બધું દુ:ખ ભાગી ગયું. બીજો દિવસ એટલે નાતાલનો દિવસ, એ તો સ્વચ્છ અને સુંદર હતો; હિમાચ્છાદિત ગિરિમાળાનું સુંદર દૃશ્ય નીકળ્યું હતું. [ મે ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ
જ ેલે અમારી રોજની સ્વાભાવિક પ્રવૃત્તિઓ કરતા અમને અટકાવ્યા એટલે કુ દરતનું અમે વધુ નિરીક્ષણ કરતા થયા. અમારા જોવામાં આવતાં જુ દી જુ દી જાતનાં પશુઓ તથા જીવજંતુઓનું પણ અમે નિરીક્ષણ કરવા લાગ્યા. મારું નિરીક્ષણ જ ેમ વધતું ગયું તેમ તેમ મારી કોટડીમાં અથવા તેની આગળના નાના વાડામાં રહે તાં જાતજાતનાં જંતુઓ મને નજરે પડવા લાગ્યાં. મને સમજાયું કે હં ુ જોકે એકાંતની ફરિયાદ કરતો હતો છતાં એ નાનો વાડો જ ે ખાલી અને સૂનો લાગતો હતો તે તો જીવસૃષ્ટિથી ઊભરાઈ રહ્યો હતો. આ બધાં પેટ ે ચાલતાં, પગે ચાલતાં કે ઊડતાં જંતુઓ કોઈ પણ રીતે મારી આડે આવ્યા વિના પોતપોતાનાં જીવન ગુજારતાં હતાં. મારે પણ તેમની આડે આવવાનું કશું કારણ નહોતું. પરં તુ માંકડ, મચ્છર તથા કાંઈક અંશે માખીઓ સાથે તો મારે સતત યુદ્ધ ચાલતું. ભમરા તથા ભમરીઓની તો હં ુ દરકાર કરતો નહીં. મારી કોટડીમાં એ સેંકડો હતાં. એક વખત એક ભમરીએ, હં ુ ધારું છુ ં અજાણતાં, મને ડંખ માર્યો, ત્યારે અમારી વચ્ચે એક નાનો ઝઘડો થયેલો. ક્રોધે ભરાઈને મેં એ તમામને નાબૂદ કરી નાખવાનો પ્રયત્ન કર્યો. પણ તેમણે તો પોતાનાં ઘરોના બચાવમાં, (કદાચ તેમાં તેમનાં ઈંડાં હશે.) બહાદુરીથી લડત ચલાવી અને હં ુ પાછો પડ્યો. મેં નક્કી કર્યું કે જો ફરી તેઓ મને દખલ ન કરે તો ભલે શાંતિથી રહે . ત્યાર પછી તો આ ભમરાઓ તથા ભમરીઓથી વીંટળાયેલો એ કોટડીમાં હં ુ એક વરસ રહ્યો. પણ તેમણે મારી ઉપર કદી હુમલો ન કર્યો, અને અમે પરસ્પર આદર કેળવ્યો. ચામાચીડિયાં મને બિલકુ લ ગમતાં નહોતાં પણ મારે તેમને વેઠી લેવાં પડ્યાં. સાંજ ે અંધારું થતાં અવાજ કર્યા વિના ઊડવા માંડ.ે અંધકારથી છવાતા આકાશમાં તેઓ ઝાંખાં દેખાય. એ ભમરાળાં नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૯]
જેલમાંના મારા બધા દિવસોમાં શરીરની દૃષ્ટિએ એ દિવસ મારો સૌથી ખરાબ નીવડેલો. પણ સાંજે એકાએક આકાશ સ્વચ્છ થઈ ગયું અને મારી પડોશના બધા પહાડો અને ટેકરીઓને બરફના ગાઢ આચ્છાદનથી છવાયેલા જોઈ મારું બધું દુ:ખ ભાગી ગયું. બીજો દિવસ એટલે નાતાલનો દિવસ, એ તો સ્વચ્છ અને સુંદર હતો; હિમાચ્છાદિત ગિરિમાળાનું સુંદર દૃશ્ય નીકળ્યું હતું
પ્રાણીઓને જોતાં મને ભારે ત્રાસ થતો. મોઢા પાસેથી એક જ ઇંચ છેટ ે રહી પસાર થઈ જાય. મને હં મેશાં ડર રહ્યાં કરે કે રખેને હં ુ તેમની અડફે ટમાં આવી જાઉં. મોટાં ચામચીડિયાં અથવા વનવાગોળો હવામાં ઊંચે ઊડતાં. કીડીઓ, ઊધઈ તથા બીજાં જંતુઓની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ તો હં ુ કલાકો સુધી કરતો. તે જ પ્રમાણે રાતે ફરતી ગરોળીઓને શિકાર પકડતી જોવાની તથા એકબીજાની પાછળ પડતી અને આપણને બહુ હસવું આવે એવી રીતે પોતાની પૂંછડી હલાવતી જોવાની મજા આવતી. સાધારણ રીતે તેઓ ભમરીને પકડતી નહીં પણ બે વાર અતિશય કાળજીથી તેનો પણ શિકાર કરતાં અને બરાબર આગળથી પકડતાં મેં જોઈ. ભમરીના ડંખથી તે બચી ગઈ તે બુદ્ધિપૂર્વક હતું કે અકસ્માત હતું તે હં ુ જાણતો નથી. ત્યાં ખિસકોલીઓ પણ હતી — પાસે ઝાડ હોય ત્યાં તો ટોળેટોળાં. તેઓ ઘણી ધૃષ્ટ થઈને અમારી છેક નજીક આવતી. લખનૌ જ ેલમાં બહુ વાર સુધી બિલકુ લ હાલ્યાચાલ્યા વિના હં ુ વાંચતો બેસતો. ખિસકોલી મારા પગ ઉપર ચડતી અને મારા ઘૂંટણ 157
ઉપર બેસીને આમતેમ જોતી. પણ તે મારી આંખ સામે તાકતી ત્યારે તેને ભાન થતું કે હં ુ કોઈ ઝાડ અથવા તો તેણે બીજુ ં જ ે કાંઈ ધાર્યું હોય તે નહોતો. ક્ષણભર ભયથી તે ગભરાઈ જતી અને પછી ભાગતી. ખિસકોલીનાં બચ્ચાં કોઈ વાર ઝાડ ઉપરથી પડી જતાં. તેમની પાછળ મા આવે. બચ્ચાંને વાળી નાનો દડો બનાવે અને તેને સહીસલામત ઉપાડી જાય. કોઈ વાર બચ્ચું ભૂલું પડી જતું. આવાં ભૂલાં પડેલાં ત્રણ બચ્ચાંને મારા એક સાથીએ સંભાળ્યાં હતાં. તે એટલાં નાનાં હતાં કે તેમને ખવડાવવું શી રીતે એ સવાલ થઈ પડ્યો. તેનો ઉકેલ કાઢવા અમે એક યુક્તિ રચી. પેનમાં શાહી પૂરવાની નળી આગળ થોડુકં રૂ લગાડ્યું એટલે તે એક દૂધ પાવાની સુંદર શીશી બની ગઈ. અલ્મોડાની પહાડી જ ેલ સિવાય બીજી જ ે જ ે જ ેલોમાં હં ુ ગયો ત્યાં કબૂતર ખૂબ હતાં. હજારો કબૂતર. એટલે સાંજ ે તો આકાશ તેમનાથી છવાઈ જાય. કેટલીક વાર જ ેલના અમલદારો તેમનો શિકાર કરી તે આરોગતા. મેનાઓ તો દરે ક સ્થળે જોવામાં આવતી. દહે રાદૂનમાં મારી કોટડીના બારણા ઉપર તેમનાં એક જોડાંએ માળો બાંધેલો, અને હં ુ તેમને ખવડાવતો. બંને બહુ હળી ગયાં હતાં અને સવારના કે સાંજના ખાણામાં જરા પણ વિલંબ થાય તો મારી છેક નજીક બેસીને મોટેથી ખાવાનું માગતાં. તેમના સંકેતો જોવાની અને તેમની અધીરી બૂમો સાંભળવાની મજા પડતી. નૈનીમાં હજારો પોપટ હતા. મારી બરાકની ભીંતની બખોલોમાં ઘણા રહે તા. તેમના સંવનનનું અને પ્રેમારાધનનું દૃશ્ય અતિશય ચિત્તાકર્ષક હોય છે. કોઈ વાર એક માદા પોપટ માટે બે નર પોપટ વચ્ચે ઝનૂની લડાઈ થાય, પેલી માદા પોપટ લડાઈના પરિણામની શાંતિથી રાહ જુ એ, અને વિજયી વીરને 158
લખનૌ જેલમાં બહુ વાર સુધી બિલકુલ હાલ્યાચાલ્યા વિના હું વાંચતો બેસતો. ખિસકોલી મારા પગ ઉપર ચડતી અને મારા ઘૂંટણ ઉપર બેસીને આમતેમ જોતી. પણ તે મારી આંખ સામે તાકતી ત્યારે તેને ભાન થતું કે હું કોઈ ઝાડ અથવા તો તેણે બીજું જે કાંઈ ધાર્યું હોય તે નહોતો
પોતાના પ્રેમથી સત્કારવા તત્પર રહે . દહે રાદૂનમાં અનેક જાતનાં પક્ષીઓ હતાં. તેમનાં ગાયન અને કૂ જનનું તાલ અને મેળ વિનાનું છતાં મધુર વૃંદસંગીત ચાલતું. તે બધામાંથી કોયલના દર્દભર્યા ટહુકા અલગ તરી આવતા. ચોમાસામાં તથા તેના થોડા વખત જ આગમચ દેવતરસ્યો અથવા પપૈયો આવી ચડતો. તેનું આવું નામ કેમ પડ્યું હશે તે મને ત્યાં સમજાયું. દિવસે અને રાતે, તડકામાં અને ધોધમાર વરસાદમાં એ ‘દેવ-તરસ્યો,’ અથવા ‘પીઉ, પીઉ’ક લગાતાર પોકાર્યા જ કરતો. આમાંનાં ઘણાંખરાં પક્ષીઓને અમે જોઈ શકતા નહીં, અમે તેમનો અવાજ જ સાંભળી શકતા. અમારા નાના વાડામાં એક્કે ઝાડ નહોતું જ ેના ઉપર આવીને પક્ષીઓ બેસે. પરં તુ આકાશમાં ઊંચે છટાથી ઊડતાં, કેટલીક વાર નીચે ઝડપ મારીને આવતાં તથા વળી પાછાં હવાના સપાટા સાથે ઊંચે ચડી જતાં સમડીઓ અને ગરુડો હં ુ નિહાળતો. કેટલીક વાર જંગલી બતકોનાં ટોળેટોળાં અમારા માથા ઉપર થઈને ઊડી જતાં. બરે લી જ ેલમાં વાંદરાની મોટી વસાહત હતી. તેમનાં દાંતિયાં અને ચાળા જોવાની હં મેશાં મજા [ મે ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ
પડતી. એક પ્રસંગની છાપ મારી ઉપર ખાસ રહી ગઈ છે. એક વાંદરાનું બચ્ચું અમારી બરાકના કમ્પાઉન્ડમાં આવી ચડ્યું. તે દીવાલ ઉપર પાછુ ં ચડી શકતું નહોતું. સરકારી મુકાદમ તથા કેદી મુકાદમો અને કેદીઓએ તેને પકડ્યું અને તેને ગળે દોરી બાંધી દીધી. દીવાલ ઉપર ઊંચે બેઠલ ે ાં તેનાં માબાપે — માબાપ જ હશે તો — આ જોયું અને તેમને ગુસ્સો ચડ્યો, એકાએક તેમાંથી એક મોટો ઘરડિયો ઘડચ કૂ દી પડ્યો અને પેલાં બચ્ચાંને વીંટળાઈ વળેલાં ટોળામાં ધસી ગયો. આ કામ અસાધારણ બહાદુરીનું હતું. કારણ, સરકારી મુકાદમ તથા કેદી મુકાદમો પાસે લાકડીઓ અને લાઠીઓ હતી, અને તેઓ તે આમતેમ વીંઝતા હતા, અને વળી તેમની સંખ્યા ઘણી મોટી હતી. પરં તુ તેની આ બેપરવા હિં મતનો વિજય થયો. નરોનું ટોળું, પોતાની લાકડીઓ અને લાઠીઓ છતાં, વાનરથી બીને ભાગ્યું! નાના બચ્ચાનો છુ ટકારો થયો. એવાં પ્રાણીઓ પણ અમારી મુલાકાત લેતાં, જ ેમનો સત્કાર કરવા અમે તૈયાર નહોતા. અમારી કોટડીઓમાં વીંછી ઘણી વાર નીકળતા. ખાસ કરીને ગાજવીજના તોફાન પછી વીંછીના ડંખમાંથી હં ુ બચી ગયો તે આશ્ચર્ય જ કહે વાય. કારણ, ન ધારે લી જગ્યાઓએથી, કોઈ વાર પથારીમાંથી, તો કોઈ વાર હાથમાં લીધેલી ચોપડી ઉપરથી ઘણી વાર વીંછી નીકળ્યા હતા. એક ખાસ કાળો અને ઝેરી દેખાતો વીંછી પકડીને મેં થોડાક દિવસ એક શીશીમાં ભરી રાખ્યો હતો, અને તેને હં ુ માખીઓ વગેરે ખવડાવતો. પછી એક દોરીથી બાંધીને મેં તેને ભીંતે ટીંગાડી રાખ્યો પણ ત્યાંથી એ નાસી છૂટ્યો. છૂટી સ્થિતિમાં ફરી પાછો મને એ મળી આવે એવી મારી ઇચ્છા નહોતી એટલે આખી કોટડી મેં સાફ કરી અને તેની બધે શોધ ચલાવી પણ ભાઈસાહે બ અદૃશ્ય થઈ ગયા હતા. नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૯]
ગાજવીજના તોફાન પછી વીંછીના ડંખમાંથી હું બચી ગયો તે આશ્ચર્ય જ કહેવાય. કારણ, ન ધારેલી જગ્યાઓએથી, કોઈ વાર પથારીમાંથી, તો કોઈ વાર હાથમાં લીધેલી ચોપડી ઉપરથી ઘણી વાર વીંછી નીકળ્યા હતા. એક ખાસ કાળો અને ઝેરી દેખાતો વીંછી પકડીને મેં થોડાક દિવસ એક શીશીમાં ભરી રાખ્યો હતો
મારી કોટડીમાં અથવા તેની નજીક ત્રણચાર વખત સાપોએ પણ દર્શન દીધેલાં. એક વખત એ સર્પના ખબર બહાર પહોંચ્યા અને છાપામાં મોટા અક્ષરવાળાં મથાળાં છપાયાં. વસ્તુત: મને તો એનું દર્શન મનોરં જક થઈ પડેલું. જ ેલજીવન મૂળ તો નીરસ હોય છે, એટલે તેના એકધારા જીવનમાં જ ે કોઈ કારણથી ફે ર પડે તે ગમે છે. તેનો અર્થ એ નથી કે મને સર્પનો શોખ છે અથવા તેમને હં ુ સત્કારવા તૈયાર છુ .ં પરં તુ કેટલાક લોકો તેમને જોઈ જ ેટલા ડરી જાય છે તેટલો હં ુ ડરી જતો નથી. સર્પ કરડવાનો તો મને જરૂર ડર છે, અને હં ુ સર્પને જોઉં તો મારું રક્ષણ કરવાની સંભાળ જરૂર રાખું. પરં તુ તેને જોતાં કમકમાટી છૂટે કે ગાત્રેગાત્ર ઢીલાં થઈ જાય એવું મને નથી થતું. કાનખજૂ રાથી હં ુ વધારે ત્રાસ પામું છુ .ં તેમાં પણ ભય કરતાં તેના પ્રત્યેનો સહજ અણગમો એ કારણ વધારે છે. કલકત્તામાં અલિપુર જ ેલમાં એક વાર હં ુ મધરાતે જાગી ઊઠ્યો અને મારા પગ ઉપર કંઈક સળવળતું મને લાગ્યું. મારી પાસે ‘ટૉર્ચ’ (ખીસાબત્તી) હતી તે મેં સળગાવી તો મારી પથારીમાં કાનખજૂ રો હતો. સહસા જ અજબ ઉતાવળથી હં ુ પથારીમાંથી 159
બહાર કૂ દી પડ્યો અને કોટડીની દીવાલ સાથે અથડાતો રહી ગયો. પાવલોવનો માનસિક પ્રતિક્રિયાનો સિદ્ધાંત તે વખતે હં ુ પૂરેપૂરો સમજ્યો. દહે રાદૂનમાં મેં એક નવું જ પ્રાણી જોયું. અથવા તો એ પ્રાણી મારે માટે નવું હતું. જ ેલરની સાથે વાતો કરતો જ ેલના દરવાજા આગળ હં ુ ઊભો હતો, તેટલામાં એક માણસ કોઈ વિચિત્ર પ્રાણીને લઈને જતો અમારા જોવામાં આવ્યો. જ ેલરે એને બોલાવ્યો. ગરોળી અને મગરના કાંઈક વચલા બાંધાનું એ પ્રાણી હતું. બે ફૂટ લાંબી એ ઘો હતી, તેને મોટા નહોર હતા અને તેની પીઠ ભીંગડાંભીંગડાંવાળી જાડી હતી. આ કઢંગું પ્રાણી જીવતું હતું છતાં તેને કંઈક વિચિત્ર રીતે બેવડુ ં કરી ગાંઠની જ ેમ વાળી નાખ્યું હતું અને એ ગાંઠના વચલા ભાગમાં લાકડી ભેરવી પેલો માણસ તેને ઉપાડીને મોજથી ચાલ્યો જતો હતો. તેણે એનું નામ ‘બો’ કહ્યું. તેનું શું કરીશ એમ જ ેલરે પેલાને પૂછ્યું ત્યારે ખડખડાટ હસીને તેણે જવાબ આપ્યો ‘એની બનાવશું ભજ્જી અથવા સાલન’. એ વનવાસી હતો. પાછળથી એફ. ડબ્લ્યુ. ચૅમ્પિયનની ‘જંગલ, ધૂપમાં અને છાયામાં’ (ધી જંગલ ઇન સનલાઇટ ઍન્ડ શૅડો) એ નામની ચોપડીમાંથી મેં શોધી કાઢ્યું કે આ પ્રાણી ‘પૅન્ગોલિન’ હતું. કેદીઓમાં, ખાસ કરીને લાંબી સજાવાળા કેદીઓમાં, લાગણીની અથવા પ્રેમની ભૂખ અણસંતોષાયેલી બહુ રહે છે. તેઓ આ ભૂખને સંતોષવાનો પ્રયત્ન જાનવરો પાળીને કરે છે. સામાન્ય કેદી તો જાનવર ન રાખી શકે, પરં તુ કેદી મુકાદમોને વધારે સ્વાતંત્ર્ય હોય છે અને જ ેલ અમલદારો આ બાબતમાં વાંધો ઉઠાવતા નથી. પાળવામાં આવતાં જાનવરોમાં મોટે ભાગે ખિસકોલીઓ અને, વિચિત્ર લાગે છે પણ, નોળિયા હોય છે. કૂ તરાને જ ેલમાં આવવા દેતા નથી, પણ બિલાડીઓને ઉત્તેજન મળતું 160
કલકત્તામાં અલિપુર જેલમાં એક વાર હું મધરાતે જાગી ઊઠ્યો અને મારા પગ ઉપર કંઈક સળવળતું મને લાગ્યું. મારી પાસે ‘ટૉર્ચ’ (ખીસાબત્તી) હતી તે મેં સળગાવી તો મારી પથારીમાં કાનખજૂરો હતો. સહસા જ અજબ ઉતાવળથી હું પથારીમાંથી બહાર કૂદી પડ્યો અને કોટડીની દીવાલ સાથે અથડાતો રહી ગયો
હોય એમ લાગે છે. બિલાડીનું એક નાનું બચ્ચું એક વાર મારી સાથે હળી ગયું હતું. જ ેલના એક અમલદારનું એ હતું અને તેની બદલી થઈ ત્યારે એને પોતાની સાથે એ લઈ ગયો. મને એનો વિયોગ સાલ્યો. કૂ તરાની પરવાનગી નથી, છતાં દહે રાદૂનમાં અકસ્માત થોડાંક કૂ તરાં સાથે મારે દોસ્તી થઈ ગઈ હતી. જ ેલનો અમલદાર એક કૂ તરી લાવેલો. તેની બદલી થઈ ત્યારે તેને એ છોડી ગયો. ગરીબ બિચારી કૂ તરી ઘરબાર વિનાની ભટકતી થઈ ગઈ. ગમે ત્યાં પડી રહે , વૉર્ડરોને ત્યાંથી કટકો બટકું મળે તે વીણી ખાય, પરં તુ મોટે ભાગે ભૂખે મરે . હં ુ મુખ્ય જ ેલની બહાર કાચી જ ેલની ખોલીઓમાં રહે તો એટલે તે મારી પાસે ખોરાકની ભીખ માગતી આવતી. મેં તેને નિયમિત ખવડાવવા માંડ્યું. પછી તો પાણી જવાના એક ગરનાળા નીચે તેણે કુ રકુ રિયાંને જન્મ આપ્યો. આમાંથી ઘણાં તો બીજાઓ લઈ ગયા પણ ત્રણ રહી ગયાં અને તેમને હં ુ ખવડાવતો. એક કુ રકુ રિયું ખૂબ માંદું પડ્યું અને તેણે મને ઠીક તકલીફ આપી. મેં તેની કાળજીથી સારવાર કરવા માંડી અને કોઈ કોઈ વાર તો રાતે મારે તેને જોવા દસબાર વખત ઊઠવું પડતું. છેવટે [ મે ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ
તે બચ્ચું અને મારી મહે નત કારગત આવ્યાનો મને આનંદ થયો. બહાર કરતાં જ ેલમાં હં ુ જાનવરોની સાથે વધુ સંબંધમાં આવ્યો. મને કૂ તરાંનો શોખ છે અને મેં કૂ તરાં પાળેલાં પણ છે પણ બીજાં કામની આડે હં ુ તેમની જોઈએ તેવી સંભાળ રાખી શક્યો નથી. જ ેલમાં તેમણે મને સાથ આપ્યો તે માટે હં ુ તેમનો ઋણી છુ .ં સાધારણ રીતે હિં દીઓને ઘરમાં જાનવર રાખવાં ગમતાં નથી. પ્રાણીઓ પ્રતિ અહિં સાની તેમની ફિલસૂફી હોવા છતાં તેમના પ્રત્યે તેઓ તદ્દન બેદરકાર અને માયા વિનાના હોય છે એ નોંધવા જ ેવું છે. ગાય તો એમનું માનીતું જાનવર ગણાય. ઘણા હિં દુઓ તેના પ્રત્યે બહુ આદર રાખે છે અને તેની પૂજા પણ કરે છે. ઘણી વાર એ હુલ્લડનું કારણ પણ બની છે. છતાં હિં દુઓ ગાયને સારી રીતે રાખતા નથી. પૂજા અને દયા હં મેશાં કાંઈ સાથે જોવામાં આવતાં નથી. જુ દા જુ દા દેશોએ પોતાની મહત્ત્વાકાંક્ષા અથવા ચારિત્ર્યના પ્રતીક તરીકે જુ દાં જુ દાં પ્રાણીઓ પસંદ કર્યાં છે. અમેરિકાના યુનાઇટેડ સ્ટેટ્સ તથા જર્મનીએ ગરુડ પસંદ કર્યું છે. ઇંગ્લંડે સિંહ તથા ડાઘિયો કૂ તરો (બુલડૉગ) પસંદ કર્યા છે, ફ્રાન્સે લડાયક કૂ કડો પસંદ કર્યો છે અને જૂ ના રશિયાએ રીંછ
કેદીઓમાં, ખાસ કરીને લાંબી સજાવાળા કેદીઓમાં, લાગણીની અથવા પ્રેમની ભૂખ અણસંતોષાયેલી બહુ રહે છે. તેઓ આ ભૂખને સંતોષવાનો પ્રયત્ન જાનવરો પાળીને કરે છે. સામાન્ય કેદી તો જાનવર ન રાખી શકે, પરંતુ કેદી મુકાદમોને વધારે સ્વાતંત્ર્ય હોય છે અને જેલ અમલદારો આ બાબતમાં વાંધો ઉઠાવતા નથી
પસંદ કર્યું હતું. આવાં રાષ્ટ્રમાન્ય પશુઓ રાષ્ટ્રના ચારિત્ર્યના ઘડતરમાં કેટલો ફાળો આપે છે! તેમાંનાં ઘણાં તો આક્રમણકારી, લડાયક અને શિકારી પ્રાણીઓ છે. પોતાની નજર સામે આવાં દૃષ્ટાન્તો રાખીને જ ે પ્રજા ઊછરે તેનું ઘડતર જ્ઞાનપૂર્વક એ જાનવરોના સ્વભાવને અનુસરતું થાય અને આક્રમણકારી વૃત્તિઓ ધારણ કરે , તથા મોટી મોટી ગર્જનાઓ કરે અને બીજાઓનો શિકાર કરે એમાં કશી નવાઈ નથી. હિં દુ લોકોનું આરાધ્ય પશુ ગાય છે એટલે તેઓ નરમ અને અહિં સક થાય એમાં પણ નવાઈ નથી. [મારી જીવનકથા : જવાહરલાલ નેહરુમાંથી]
નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા
જૂ ન, ૨૦૧૯ નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી સુનિલભાઈ ર. પટેલ, સ્ટોર વિભાગ, શ્રી મણિલાલ મ. સોલંકી, એસ્ટેટ વિભાગ, શ્રી વસંતભાઈ સુ. રાણા, બાઇન્ડિંગ વિભાગ, શ્રી વિનોદભાઈ ર. ભાવસાર, ઓફસેટ વિભાગ, શ્રી બાબુભાઈ બ. ચૌહાણ, એસ્ટેટ વિભાગ, શ્રી ઘનશ્યામભાઈ કાં. દવે, ઓફસેટ વિભાગ
नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૯]
• જ. તા. ૦૧-૦૬-૧૯૬૧ • ૦૧-૦૬-’૬૮ • ૦૪-૦૬-’૬૧ • ૧૫-૦૬-’૬૧ • ૨૦-૦૬-’૬૮ • ૨૫-૦૬-’૬૦
161
સત્યાગ્રહીનું સાધના સ્થળ – કારાવાસ મહાદેવ દેસાઈ ૧૯૨૧માં મોતીલાલ નેહરુના इन्डिपेन्डन्ट અખબારના તંત્રી પદનો કાર્યભાર મહાદેવ દેસાઈએ સંભાળ્યો હતો. આ દરમિયાન અખબારમાં પ્રકાશિત થયેલાં લખાણો માટે તેઓને ગિરફ્તાર કરવામાં આવ્યા અને નૈની જ ેલમાં લઈ જવામાં આવ્યા હતા. નૈની જ ેલમાંથી તેમણે ગાંધીજીને લખેલાં પત્રોમાંના એક પત્રનો સંપાદિત ભાગ અહીં મૂક્યો છ.ે
નૈની જ ેલનો એક ખંડ
મારા પરમ પ્રિય અને અતિ આદરણીય બાપુજી, ...હં ુ અહીં મજામાં છુ .ં હં ુ ખરે ખર એમ માનું છુ ં કે મારું જ ેલ જવાનું વખતસર જ આવ્યું છે. આપ તો જાણો છો કે મને કેટલી દોડાદોડ હતી અને મને આરામની ખાસ આવશ્યકતા હતી. આરામ મને અહીં પુષ્કળ પ્રમાણમાં મળે છે. અહીં હરવાફરવા માટે પણ ખૂબ જગ્યા છે — કાંઈ નહીં તો એક છેડથે ી બીજ ે છેડ ે જઈ મારા રોજના દસ માઈલ પૂરા કરવા જ ેટલી જગ્યા તો છે જ. ચોપડીઓ પણ પુષ્કળ છે; પણ તે ફક્ત ધાર્મિક જ. (રાજકારણ તો અલબત્ત, નિષિદ્ધ છે, પણ સુપરિન્ટેન્ડેન્ટને મારા રસ-વૈવિધ્યની ખબર નથી.) અહીં પુષ્કળ ખાવાનું 162
અને ચોખ્ખી હવા મળે છે અને કોઈ લમણાફોડ નથી એટલે ઊંઘ પણ પુષ્કળ મળે છે. આમ એકધાર્યો સમય જતો હતો તેની મજામાં અણગમતા અનુભવોનો વિક્ષેપ નહોતો એમ નહીં, પણ હવે એ બધા વેઠી લેવા જ ેટલી તાકાત મારામાં આવી છે. પણ અહીંના જીવનનો ખ્યાલ હં ુ આપને આપી શકું નહીં. તેનાં ઘણાં કારણો છે. એક તો, સાચા ખયાલને સેન્સર કરવામાં આવે, વળી ગુજરાતીમાં હં ુ જ ેટલું લખ્યે રાખું તેટલું એક પરદેશી ભાષામાં ન કરી શકું. મશ્કરો થવાના પ્રલોભનને હં ુ ભાગ્યે જ રોકી શકું અને કોઈનેય સપાટામાં લીધા વિના અગર કોઈને ખોટુ ં લગાડ્યા વિના મશ્કરી કરવાની કળા મેં હજી સિદ્ધ કરી નથી. અને દેવદાસ1 મને ત્રણ વખત મળી ગયા છે એટલે હં ુ ધારું છુ ં કે એમણે આપને મારા વિશે ઘણું લખ્યું હશે. એક અઠવાડિયા સુધી હં ુ એક સામાન્ય કેદી હતો; કેદીના સામાન્ય વેશમાં હતો — મને ખાતરી છે દેવદાસે આપને એનું વર્ણન કર્યું હશે. પણ મારે માથે કેદીનું કાંઈ કામ નહોતું. ભારે કે હળવું કાંઈ કામ મારા ઉપર નાખવામાં આવ્યું નહોતું. બીજા અઠવાડિયે રાજકીય કેદીઓના વૉર્ડમાં મારી બદલી કરવામાં આવી અને મને મારી ચોપડીઓ, પથારી અને કપડાં આપવામાં આવ્યાં. અલબત્ત, એક અપવાદ હતો — ‘ગાંધીટોપી’નો. એ પહે રવા સામે 1. ગાંધીજીના પુત્ર [ મે ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ
સુપરિન્ટેન્ડેન્ટે વાંધો લીધો, કારણ કે ‘ગાંધીટોપી’ એટલે શું એની એની પાસે કોઈ વ્યાખ્યા નહોતી. મને રોજના ૫૦૦ પરબીડિયાં બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. કામ ખૂબ હળવું હતું. જોકે ગમે એવું જરાય નહોતું. પણ આ પણ લાંબો વખત ન ચાલ્યું. જ્યાં મને ખબર પડી કે એમ કરવાથી મને થોડોક વધુ ખોરાક મળશે ત્યાં તો મેં એ કંટાળાભરે લું કામ છોડી દીધું. વધુ ખોરાક મારા માટે વધુ પડતો હતો, કારણ, નક્કી કરે લા પ્રમાણમાં મને જ ે ખોરાક મળે છે તે મારા માટે પૂરતો છે. પણ બદલામાં, કાંતવા દેવાની મેં પરવાનગી માગી. જ ે દિવસે મને અહીં લાવવામાં આવ્યો તે જ દિવસે મેં એની માગણી કરી હતી પણ ‘એમાંથી પૂરતી કમાણી ન થઈ શકે’ એમ કહી એ નકારવામાં આવી. દરે ક કેદી પાસે દસ રૂપિયા પેદા થાય એટલું કામ કરાવવાની અપેક્ષા હોય છે, કારણ, કેદી દીઠ જ ેલને એટલું ખરચ આવે છે. હં ુ તો રાજદ્વારી કેદી રહ્યો એટલે ‘ઊંચા પ્રકારનું મોભાદાર’ કામ મને સોંપવામાં આવ્યું હતું. મેં મારી માગણી ફરીથી રજૂ કરી. આ વખતે કાંઈક સમજી શકાય એવા કારણે તે નામંજૂર કરવામાં આવી. કહે , ‘ચરખાનું રાજકીય મહત્ત્વ છે એ તો તમે જાણો જ છો.’ એટલે બધા દિવસો મારે કાંઈ કામ નહોતું. મને લાગે છે કે મેં એનો ઠીક ઠીક સદુપયોગ કર્યો છે. મેં ખૂબ વાંચ્યું છે, મેં ગ્લેવોરનું जिसस ऑफ हिस्टरी વાંચ્યું છે. એમાં મને ખૂબ રસ પડ્યો; અને એની દૃષ્ટિએ બાઇબલ પણ પૂરતા પ્રમાણમાં વાંચ્યું છે. તુલસીકૃ ત રામાયણ પણ મેં ગંભીરતાપૂર્વક વાંચવું શરૂ કર્યું છે અને મારા સવારસાંજના ફરવા ટાણે, કબીરનાં ભજનો અને ભગવદ્ગીતાના શ્લોકો ગોખવાથી મારી યાદશક્તિને કસવાનું શક્ય બને છે. આપ કલ્પના કરી શકશો કે હં ુ નિયમિત પ્રાર્થના કરું છુ .ં આપે નિશ્ચિત કરે લા સમયે સૂઈ જાઉં છુ ં नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૯]
અહીંના જીવનનો ખ્યાલ હું આપને આપી શકું નહીં. તેનાં ઘણાં કારણો છે. એક તો, સાચા ખયાલને સેન્સર કરવામાં આવે, વળી ગુજરાતીમાં હું જેટલું લખ્યે રાખું તેટલું એક પરદેશી ભાષામાં ન કરી શકું. મશ્કરો થવાના પ્રલોભનને હું ભાગ્યે જ રોકી શકું અને કોઈનેય સપાટામાં લીધા વિના અગર કોઈને ખોટું લગાડ્યા વિના મશ્કરી કરવાની કળા મેં હજી સિદ્ધ કરી નથી
અને નાનક કહે છે તેવા ‘જ્યારે સ્વર્ગમાંથી અમૃત વરસે છે’ તેવા પવિત્ર સમયે હં ુ ઊઠુ ં છુ .ં મને તદ્દન મનગમતું જીવન મળ્યું છે — નિયમસરનું પથ્ય, ખાનપાનનું, ધાર્મિક અધ્યયનનું અને ધ્યાનનું, અને છતાં અહીંના જીવનમાં, મારો ખોરાક મેળવવા માટે કરવો પડે એવો શારીરિક શ્રમ નથી — સિવાય કે હં ુ મારાં કપડાં ધોઉં છુ ં અને વાસણ માંજુ ં છુ .ં હાથે રાંધવા દેવાની મને છૂટ આપવામાં આવી નથી. મહાત્મા ગાંધી જ ેવા મહાન માણસ પાસેથી પણ રાંધણકળા માટે મને એક વખત પ્રમાણપત્ર મળ્યું હતું એટલે હં ુ કેવો પાવરધો રસોઇયો છુ ં એ સુપરિન્ટેન્ડેન્ટ જાણતા હોત તો કેવું સારું ? અહીંના બધા જ રાજદ્વારી કેદીઓનો ખોરાક પકવવા માટે હં ુ તદ્દન તૈયાર હતો. પણ ‘આગ ચાંપનારાઓને’ (incendiaries) અગ્નિ કેવી રીતે સોંપાય! જોકે ગોવિંદ અને કૃ ષ્ણકાંત જ ેઓ પેલે દિવસે આવ્યા તેમને જાતે રાંધી લેવાની છૂટ આપવામાં આવી છે. પણ એ તો એઓ રૂઢિચુસ્ત હિં દુઓ છે માટે. એટલે મારે તો મોજ છે અને કામ કાંઈ નથી. અને આને માટે કોઈને દોષ દેવા જ ેવું નથી. અમારે , ખાસ કરીને દુનિયાના બીજા બધામાં કેદીઓએ તો, કાલની શું 163
ફિકર કરવી? અને મને ચરખો ન આપ્યો તે માટે મારે ફરિયાદ ન કરવી જોઈએ. જ ેલ અધિકારીઓને ખબર હતી કે હં ુ બાઇબલ વાંચું છુ ં અને હં ુ ધારું છુ ,ં એ લોકો એવી આશા રાખતા હશે કે મારે તો ‘વગડાના પોયણાને નિહાળવાં, તે કેવાં ખીલે છે! નથી મહે નત કરતાં કે નથી એ કાંતતાં’ હં ુ જરૂર એવી આશા રાખું છુ ં કે એ સુખી ફૂલોની માફક હં ુ પણ વિકાસ પામું છુ.ં પણ એમ લાગે છે કે આ આરામની રાહત અને શાંતિ મને વધુ ન મળે એવું કોઈ કાવતરું મારા નસીબે ઘડ્યું છે. મને અહીં ગોઠતું જતું હતું; મારી અને જ ેલ અધિકારીઓ વચ્ચે હં ુ પૂરી સમજૂ તી સાધી શક્યો હતો, એમ પણ કહે વાની હિં મત કરી શકું કે એમના તરફથી સહાનુભૂતિ અને આદર મેળવવાની શરૂઆત થઈ હતી. મારું દૃષ્ટિબિન્દુ અને મારા જીવનનો ક્રમ એમને સમજાવવાનો અને એની કદર કરાવવાનો પ્રયત્ન હં ુ કરી રહ્યો હતો, પણ ત્યાં તો એકદમ વાદળમાંથી વજ્ર પડે છે! સુપરિન્ટેન્ડેન્ટે આજ ે સવારે અમને કહ્યું કે આવતી કાલે બધા જ રાજદ્વારી કેદીઓને — જ ેમાં મારો અને કૃ ષ્ણકાંત તથા ગોવિંદનો પણ સમાવેશ થાય છે તેમને — આગ્રાની જ ેલમાં મોકલી દેવાના છે, (અહીં કહી દઉં કે કૃ ષ્ણકાંત અને ગોવિંદની સજા ઘટાડીને છ માસની કરીને સરકારે એમને શરમિંદા બનાવ્યા છે.) મેં આને ‘વજ્રનો ધડાકો’ કહ્યું છે. ત્યાં, અમારે માટે કેવું જીવન હશે એની મને ખબર નથી. મને કહે વામાં આવ્યું હતું કે બધા જ રાજદ્વારી કેદીઓને એક જ સ્થળે ભેગા કરવામાં આવે છે. મને લાગે છે એ હે તુ હશે કે અમને જ ેટલાં કાવતરાં રચવાં હોય તેટલાં પેટ ભરીને રચવા દેવાં, પણ આમ એમને છૂટા પાડીને, સામાન્ય કેદીઓને એઓ ન બગાડે એટલા દૂર તો રાખવા જ. સંસ્થાનોમાં, આપણને છૂટા પાડવામાં થતી આપણી માનહાનિ અને શિક્ષા કરતાં આ છૂટા 164
આરામની રાહત અને શાંતિ મને વધુ ન મળે એવું કોઈ કાવતરું મારા નસીબે ઘડ્યું છે. મને અહીં ગોઠતું જતું હતું; મારી અને જેલ અધિકારીઓ વચ્ચે હું પૂરી સમજૂતી સાધી શક્યો હતો, એમ પણ કહેવાની હિંમત કરી શકું કે એમના તરફથી સહાનુભૂતિ અને આદર મેળવવાની શરૂઆત થઈ હતી
પાડવામાં મને એ [માનહાનિ અને શિક્ષા] જરાય ઓછી લાગતી નથી. આ કિસ્સાની, આ એક બાજુ છે, અને એ વધુ ઉચ્ચ કક્ષાની છે, ઐહિક બાજુ એ છે કે એ મારી અંગત સુખસગવડને સ્પર્શે છે. અહીં મારો બધો સમય મારા માટે ફાજલ હતો; એ, ત્યાં મળશે એવી આશા હં ુ રાખતો નથી. અહીં દુર્ગા1 અને દેવદાસ મને અવારનવાર મળવા આવી શકતાં હતાં, હવે એ લોકો એમ કરી શકશે નહીં. દુર્ગાને એટલું આશ્વાસન હતું કે હં ુ મળી શકું એટલા અંતરે છુ ,ં પણ હવે એટલો નજીક નહીં હોઉં. પણ આવા વિચારો મનમાં આણીને હં ુ પાપમાં પડુ ં છુ .ં આપણે અહીં લહે ર કરવા આવ્યા નથી. આપણે સઘળાં દુ:ખો સહન કરવાનું માથે લીધું છે અને અહીં તો કાંઈ દુ:ખ નથી. (કેટલાક નસીબવંતાઓને એનો લાભ અહીં મળ્યો હતો અને તેથી એમનો ત્યાગ એટલા ઊંચા પ્રકારનો અને શુદ્ધ હતો.) મારા મનમાં એમ થઈ આવે છે કે લડતમાં હજી પણ વધુ સાચા અને ઉમદા ત્યાગની જરૂર છે. મારો ત્યાગ તો — જો એને ‘ત્યાગ’નું મોટુ ં નામ આપી શકાય તો — બહુ સહે લો હતો. આ અંગે હં ુ આપને 1. મહાદેવ દેસાઈનાં પત્ની [ મે ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ
કહી દઉં કે મારી ધરપકડ પછી આપને કરે લા તારમાં મેં પેલું વાક્ય બેદરકારીથી લખી કાઢ્યું તેનાથી મને બહુ દુ:ખ થયું છે અને મેં ઉજાગરા વેઠ્યા છે, ‘હં ુ આશા રાખું છુ ,ં હવે હં ુ આપને લાયક ઠર્યો’ એ શેખીખોર વાક્ય મારી છાતીમાં હજી સાલ્યા કરે છે. મને એમ નથી થતું કે આપે એ માફ કર્યું હોય. એ વાક્યમાં જ મારી બિનલાયકાતનો પુરાવો છે. તાર મેં ફરીથી વાંચ્યો હોત તો મને લાગે છે કે વધુમાં વધુ હં ુ એટલું જ લખત કે, ‘માનું છુ ં કે આપને લાયક બનવા તરફ હં ુ ઠીક ઠીક વધ્યો છુ .ં ’ એ બાલિશ શેખીની યાદ કેમ કરીને ભૂંસાય? પણ મને ખબર છે કે એ ન બની શકે. ઉમર ખયામે કહ્યું છે કે, ‘હાથની આંગળી લખે છે, અને એક વખત લખ્યા પછી એ લખતી જ રહે છે. તારી બધી ધાર્મિકતામાં, ઇચ્છામાં અને તારાં બધાં અશ્રુમાં એમાંની એક લીટીને રદ કરવાની કે એક શબ્દ ભૂંસવાની શક્તિ નથી.’ આપને લાયક થવા માટે મારે ઘણા જન્મો નહીં તો છેવટે ઘણાં વર્ષો વિતાવવાં પડશે. તોયે હં ુ એટલો તો આશાવાદી છુ ં કે મને લાગે છે કે હં ુ ઠીક ઠીક આગળ વધું છુ .ં એની ક્રિયા શરૂ થઈ ગઈ છે. મેલું સાફ કરવાની જ ે શરૂઆત આપે કરી હતી તે મેં ચાલુ રાખી છે. રોજ મને એવું લાગે છે તે હં ુ પ્રગતિ — ભલે થોડી પણ — કરી રહ્યો છુ .ં પ્રેમભાવની મારી શક્તિમાં હં ુ રોજ કાંઈક ઉમેરો કરી રહ્યો છુ .ં મને આશા છે કે મારા ધાર્મિક શિક્ષણમાં રહે લી ક્ષતિઓ(નું ભાન) જ ે ચાલુ રહે શે તો વિકાસની આ પ્રક્રિયામાં એનાથી ઘણી મદદ થશે. કૃ પા કરીને આપ સરલાદેવીને કહે શો કે હવે, હં ુ એમનો ભાઈ થાઉં એવો ભાવ એટલો બધો અનુભવું છુ ં કે, એમની સમક્ષ હં ુ એક વિનંતી કરી શકું — બ્રાઉનિંગની કૃ તિઓનો એમની પાસે જ ે સરસ સેટ છે તે જો એમને કાંઈ મુશ્કેલી ન હોય તો થોડા વખત માટે આગ્રાની ડિસ્ટ્રિક્ટ જ ેલના नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૯]
બ્રાઉનિંગની કૃતિઓનો એમની પાસે જે સરસ સેટ છે તે જો એમને કાંઈ મુશ્કેલી ન હોય તો થોડા વખત માટે આગ્રાની ડિસ્ટ્રિક્ટ જેલના સુપરિન્ટેન્ડેન્ટના સરનામે મોકલે. આપને પણ વિનંતી કરું છું કે फ्रॉम एन अननॉन डिसाइपल નામનું પુસ્તક જે આપ આપની પાસે રાખો છો તે, અને પ્રોફેસર મેકેન્ઝીએ लाइफ ऑफ सेंट फ्रांसिस નામનું જે પુસ્તક આપને ભેટ આપ્યું હતું તે, મને મોકલી આપો
સુપરિન્ટેન્ડેન્ટના સરનામે મોકલે. આપને પણ વિનંતી કરું છુ ં કે फ्रॉम एन अननॉन डिसाइपल નામનું પુસ્તક જ ે આપ આપની પાસે રાખો છો તે, અને પ્રોફે સર મેકેન્ઝીએ लाइफ ऑफ सेंट फ्रांसिस નામનું જ ે પુસ્તક આપને ભેટ આપ્યું હતું તે, મને મોકલી આપો. હં ુ આશા રાખું છુ ં કે આગ્રામાં પણ મને ચોપડીઓ વધુ પ્રમાણમાં રાખવા દેવામાં આવશે. આજકાલ તો મારા દિવસો ભક્તચરિત્રો વાંચવામાં જાય છે અને બની શકે એટલા પ્રમાણમાં બાઇબલ, ભક્તો (અલબત્ત, ખિસ્તી ભક્તો સુધ્ધાં) રામાયણ અને મહાભારત (અલબત્ત, ભગવદ્ગીતા સુધ્ધાં) વિશેનું સંપૂર્ણ જ્ઞાન મેળવવું મને ગમશે. મારી પાસે કેટલુંક ધર્મેતર સાહિત્ય તો છે જ પણ સાચું પૂછો તો એનું સ્થાન ગૌણ છે. ભજનો અને શ્લોકો મોઢે કરવા એ એક મહાન બાબત છે જ. એથી એ મહાન યુગોનું સમરણ થાય છે કે જ ેમાં આપણાં સ્ત્રીપુરુષો જીવતાં હતાં અને (ખરાં) સ્ત્રીપુરુષો તરીકે જીવન ગાળતાં હતાં અને તેમની સ્મૃતિઓના અભેદ્ય દુર્ગોમાં ધાર્મિક અને તાત્ત્વિક જ્ઞાનના ખજાના ધારણ કરતાં હતાં. આ વખતે વિનોબા અને એમના જુ વાનિયાનું જૂ થ મને યાદ આવે છે, અને મને થાય 165
‘ગાંધી કહે છે કે બધું સરકારના ઉપર આધાર રાખે છે, સરકાર કહે છે કે બધું ગાંધી ઉપર આધાર રાખે છે. આનો નિવેડો કોણ લાવે?’ પણ હં ુ વળી પાછો વાતે ચડ્યો. આગ્રામાં શું સ્થિતિ હશે એનો મને ખ્યાલ નથી પણ હં ુ આશા રાખું છુ ં કે એ ઠીક ઠીક પ્રમાણમાં ગમે તેવી હશે. મારું જીવન સમગ્રપણે ઠીક ઠીક પ્રમાણમાં આનંદમાં ગયું છે. રાજદ્વારી કેદીઓ માટે તાજમહાલને જ ેલમાં ન ફે રવી શકાય? પણ વધુ, હવે હં ુ આપને લખું ત્યારે . હાલ તો: આપના મહાદેવના ઊંડા ભાવભર્યા પ્રણામ1 હવે તો લાગે છે કે હં ુ તો જ ેટલું ગુજરાતીમાં લખવું હોય તેટલું લખી શકું એમ છુ ં — કારણ, આ કાગળ નાખનાર આદમી મળી ગયો છે. ઉપરના કાગળની નકલ તો એટલા માટે રાખેલી કે તમને મારો કાગળ જ ેલમાંથી ન મોકલવામાં આવે તો નકલ ક્યાંકથી બીડી દેવી. અને આપ કહી શકો કે આવો કાગળ પણ ન મોકલવો. અહીંના સુપરિન્ટેન્ડેન્ટ તો અસહકારીઓ એટલે તેમના દુશ્મન એટલું સમજ ે છે. કેવળ વિનોદથી એને ઠીક કર્યો છે અને હવે તો એનું વર્તન મારા તરફ તો બહુ જ સરસ કહે વાય. જો મને ગાડીમાંથી લખવાની તક મળે તો એક સુંદર કાગળ ગુજરાતીમાં લખીને મોકલીશ. અહીં તો એક અક્ષર વધારે લખવાનો વખત નથી રહ્યો. આપનો એક કાગળ તો જોઈએ. પંદર દિવસ થયા આપનો એક કાગળ જોવાનો નથી મળ્યો.
છે કે મને પણ એવા વાતાવરણમાં ઊછરવાનો અને મોટા થવાનો લાભ મળ્યો હોત તો કેવું સારું ? આવા આવા યાદ કરે લા ખજાના જો અમને એકાંતવાસમાં ગોંધવામાં આવે તો કેટલા મદદગાર થઈ પડે એ આપને કહે વાની જરૂર નથી. પણ મારે હવે આ બંધ કરવું જોઈએ. આવી ઢંગધડા વિનાની વાતો વાંચવામાંથી સુપરિન્ટેન્ડેન્ટને મારે બચાવવા જોઈએ. અત્યારે પણ એ માને છે કે અમે એકલા નહીં, બધા જ રાજદ્વારી કેદીઓ, એમને બહુ પજવીએ છીએ, અને અમારી જ ેલ-બદલીના સમાચારથી એમને કેટલો આનંદ થયો હશે એનો ખ્યાલ હં ુ કરી શકું છુ .ં એના પરિણામે એમના માથેથી મોટો બોજો જરૂર ઊતરશે. અને એ આનંદદાયક બનાવથી રાજી રાજી થઈને એમણે મને એકીસાથે બે કાગળો લખવાની પરવાનગી આપવાનું ઔદાર્ય દાખવ્યું છે. શિસ્તમાં છૂટ મૂકવાનું પહે લી અને છેલ્લી વખતનું પગલું લેતાં એમને વાંધો નહીં લાગે. અને હં ુ તો ઇચ્છું છુ ં કે એકલા જ ેલ અધિકારીઓના જ નહીં પણ ગજા ઉપરાંતનું કામ કરનાર આખી સરકારના માથેથી ચિંતાનો બોજો આપણે ઘટાડીએ. અહીંના કલેક્ટર મિ. નોક્સ, જ ેઓ મને ઓળખે છે તેઓ, પેલે દિવસ મુલાકાતે આવ્યા હતા ત્યારે એમણે આશા દર્શાવી, અને મેં પણ એમ જ પ્રત્યુત્તર વાળ્યો કે અમે ટૂ કં સમયમાં મિત્રો તરીકે મળશું. મેં જ્યારે એવી આશાનો પ્રત્યુત્તર વાળ્યો ત્યારે એમણે કહ્યું, ‘એ બધું તમારા ઉપર આધાર રાખે છે.’ મેં કહ્યું, ‘હં ુ તો એક કેદી છુ .ં એનો મારા ઉપર આધાર હોઈ શકે નહીં.’ એમણે હસતાં હસતાં કહ્યું, ‘વારુ, એનો મિ. ગાંધી ઉપર આધાર રાખે છે.’ અને એનો હં ુ જ ે જવાબ આપત તે સાંભળવા ઊભા ન રહ્યા. (હં ુ કહે ત)
લિ. સેવક, મહાદેવના સાષ્ટાંગ દંડવત્ પ્રણામ. [અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ માંથી] 1. અંગ્રેજીમાં લખેલો પત્ર અહીં પૂરો થાય છે. o
166
[ મે ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ
ઓતરાતી દીવાલો-૧ કાકાસાહે બ કાલેલકર
જ ેલના અનુભવ એટલે શું હોય? જ ેલના અમલદારો
સાથેના પ્રસંગો, ત્યાંનો ખોરાક, મજૂ રી કરતાં પડેલાં કષ્ટો, બીજા કેદીઓ સાથેની વાતચીત, અથવા તો જ ેલમાં મળતા આરામના વખતમાં વાંચેલી ચોપડીઓ અને લખેલાં લખાણો, એટલો જ ખ્યાલ સામાન્યપણે રખાય છે. પણ જ ેમાં માણસનો સંબંધ જ ન હોય એવો પશુપક્ષી, ઝાડપાન, ટાઢતડકા, વરસાદ ને ધૂમસનો અનુભવ કંઈ જ ેલમાં ઓછો નથી હોતો. જિંદગીનો મોટો ભાગ જ ેણે શહે ર બહાર કુ દરતના ખોળામાં ગાળ્યો છે, નવરાશના મહિનાઓ રખડુ મુસાફર થઈ ગાળવામાં જ ેણે આનંદ માન્યો છે એવા મારા જ ેવાને જ ેલની ચાર દીવાલની અંદર પ્રકૃ તિ માતાનો એવો અનુભવ ન મળે તો તેની શી વલે થાય? મારી દૃષ્ટિએ આ વિભાગનો જ ેલનો અનુભવ જ ેટલો મહત્ત્વનો તેટલો જ રમણીય છે. આ અનુભવમાં ઈર્ષાદ્વેષ કશું ન મળે, દયા ખાવાપણું કે દયા માગવાપણું બહુ ઓછુ ં હોય અને છતાં એમાંથી હૃદયને જોઈતો ખોરાક પૂરેપૂરો મળે. સન ૧૯૨૩નો ફે બ્રુઆરીનો મંગળ દિવસ હતો. જ ેલનો પ્રવેશવિધિ પૂરો થયો અને હં ુ ‘યુરોપિયન વૉર્ડ’ની એક કોટડીનો સ્વામી બન્યો. આ ઓરડીમાં ઊંચે બે જાળિયાં હતાં. પણ તે હવાને માટે હતાં. અજવાળું આપવાનું તેમનું કામ ન હતું. અજવાળું તો કોટડીના લગભગ મારા કાંડા જ ેવડા સળિયાવાળા બારણામાંથી જ ેટલું આવે તેટલું જ. આંગણામાં લીમડાનાં અઢાર ઝાડ ત્રણ હારમાં ગોઠવાયેલાં હતાં. પાનખર ઋતુ એટલે ઘરડાં પાંદડાં સવારથી સાંજ સુધી પડ્યાં જ કરે . આઠ દિવસની અંદર લગભગ બધાં જ પાંદડાં ખરી પડ્યાં અને नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૯]
અઢારે અઢાર ઝાડ ક્ષપણક જ ેવાં નાગાં દેખાવા લાગ્યાં. આ સ્થિતિ જોઈને મને બહુ આનંદ ન થયો. મેં કહ્યું, ‘कथं प्रथममेव क्षपणक:!’ i
અમારા મકાનની જમણી બાજુ પર દાબડે બાપાના વાવેલ કેટલાક છોડ હતા: બે આંબાના, બે લીમડાના ને એક જાંબુનો. એ પોતાનાં બાળકો જ ન હોય તેમ બાપા આ બધાં ઝાડની સારવાર કરતા. પ્રેમનો ઉમળકો આવે એટલે પોતાની કાનડી ભાષામાં ઝાડ સાથે વાતો પણ કરતા, અને મારી સાથે તેને લગતી વાતો કરતાં તો બિલકુ લ થાકતા જ નહીં. જમી રહ્યા પછી અમે આ છોડ વચ્ચે બેસીને અમારાં વાસણ ઊટકતા. જસતનાં આ વાસણ ઊટકવાની ખાસ કળા હોય છે. મુનિ જયવિજયજીએ આ કળામાં વિશેષ પ્રાવીણ્ય મેળવ્યું હતું. ભારે ઉમંગથી અને થોડીક જબરદસ્તીથી તેમણે મને એ ઉપયુક્ત કળાની દીક્ષા દીધી. બીજ ે જ દિવસે તેઓ જ ેલ બહાર ગયા એટલે એક જ પાઠનો હં ુ ભાગ્યશાળી થયો. જસતનાં વાસણનું તેજ એ તો જાહે ર કામ કરનાર દેશસેવકની આબરૂ જ ેવું હોય છે. રોજ સાવધ ન રહે તો જોતજોતામાં ઝાંખું પડી જાય. એના પર જરાક ઝાંખપ આવે કે તરત સ્નેહપ્રયોગ કરવો પડે. સાથે કાંઈક ખટાશનો પણ અનુભવ કરાવીએ તો વધારે ઠીક. સાંજના છ વાગ્યા એટલે અમે પોતાપોતાની કોટડીમાં પુરાયા. ખટ ખટ અવાજ કરતાં તાળાંએ સરકારને ખાતરી આપી કે કેદી રાત્રે નાસી જાય એમ નથી. પણ નર્યાં તાળાંનો વિશ્વાસ શો? રાત્રે લગભગ અર્ધે અર્ધે કલાકે ફાનસો આવી ખાતરી 167
કરી લેતાં કે કેદી અલોપ થયો નથી, જાગતો ન હોય તોપણ જગા પર છે. જાગતા હોઈએ તો ફાનસને અમારું ને અમને ફાનસનું દર્શન થતું. જ ેલ બહાર ઠીક ઉજાગરા થયેલા તેથી જ ેલમાં સ્થિતિ થતાંવેંત ઊંઘવાનું જ કામ મેં પ્રથમ આદર્યું. ઊંઘ ખાતે રોજના સરે રાશ ચૌદ કલાક મંડાતા. આઠ દિવસમાં ઊંઘની ઉઘરાણી પૂરી કરી નવા અનુભવ માટે તૈયાર થયા. i
કેટલીક ખિસકોલીઓ સવારે , બપોરે ને સાંજ ે અમારી દોસ્તી કરવાના ઇરાદાથી આવતી. ખિસકોલીઓને જોઈને મારું મન ઉદાસ થયું. કૉલેજમાં ભણતો ત્યારે મેં એક ખિસકોલીનું બચ્ચું પાળ્યું હતું. એક વરસ સુધી મારી સાથે વસીને અક્ષયતૃતીયાને દિવસે તે અક્ષરધામ ગયેલું તેનું મને સ્મરણ થયું. ખીંટી પર ટાંગેલા સાઇકલના પૈડા પર ચડવાનો તે પ્રયત્ન કરતું. પૈડુ ં ગોળ ગોળ ફરતું એટલે ઉપર ચડાતું જ ન હતું; એ જોઈ તે રોઈ પડતું. હં ુ દૂધ પીતો હોઉં ત્યારે મારા પહોંચા પર બેસી મારી સાથે જ મારા વાટકામાંથી તે દૂધ પીતું. એ અને એવા બીજા અનેક પ્રસંગો યાદ આવ્યા. કાગડાઓ પણ અનેક આવતા, પણ તે મારી સાથે દોસ્તી બાંધે જ શાના? મારી પડોશમાં કેટલાક સિંધી મુસલમાન રાજદ્વારી કેદીઓ રહે તા, તેમની પાસેથી આ હાડિયા મહાશયોનો માંસ તેમ જ હાડકાંના કકડા મળતા, એટલે તેમણે અચૂક એ જ દોસ્તી બાંધી હતી. i
એક દિવસ બપોરે મારી ઓરડી પાસે થઈને જતી કીડીઓની એક હાર મેં જોઈ. તેમની પાછળ પાછળ હં ુ ચાલ્યો. કેટલીક કીડીઓ વૈતરાકામ કરનાર મજૂ રો હતી, અને કેટલીક આગળ પાછળ દોડનાર વ્યવસ્થાપકો હતી, અને કેટલીક તો વ્યાજ ઉપર 168
જીવનાર શેઠિયાની પેઠ ે અમસ્તી જ આમતેમ ફરનારી હતી. થોડીક કીડીઓ રસ્તો છોડીને આસપાસના મુલકમાં શોધે જતી અને દૂર સુધી જઈ પાછી આવ્યા પછી કોલંબસ કે મંગોપાર્કની પેઠ ે પોતાની મુસાફરીનાં બયાન વ્યવસ્થાપકો આગળ રજૂ કરતી. મેં રોટલીનો ભૂકો કરી તેમના રસ્તાની બાજુ પર બેએક હાથ દૂર મૂકી દીધો. અડધીક ઘડીની અંદર આ શોધક મુસાફરોને તેની ભાળ લાગી, તેમણે તરત જઈને વ્યવસ્થાપકોને રિપોર્ટ કર્યો. હુકમ બદલાયા, રસ્તો બદલાયો અને સાંજ સુધીમાં ખોરાકની નવી ખાણ ખાલી થઈ. કોઈ પણ મજૂ ર પર બોજો વધારે થયેલો દેખાય કે તરત જ વગર બોલાવ્યે બીજા મજૂ રો આવીને હાથ દે જ છે — અરે ભૂલ્યો, પગ દે છે. પણ બોજો કયે રસ્તે ખેંચવો તે વિશે તેઓ જલદી એકમત થતા નથી. તેથી બે કીડીઓ બોજાની તાણાતાણી કરતી ગોળગોળ ફરે છે. આખરે એકમત થયા પછી બગડેલા વખતનું સાટુ ં વાળવા તેઓ ઉતાવળે ચાલતી થાય છે. આ કીડીની હાર આવે છે ક્યાંથી એ જોવાનું મને મન થયું અને ધીમે ધીમે હં ુ ચાલ્યો. પાછળની બાજુ માં ઓટલા નીચે એક દર હતું તેમાંથી કીડીબાઈઓની આ વિસૃષ્ટિ નીકળતી હતી. પાસે જ માટીના જ ેવો નાનકડો લાલ ઢગલો દેખાયો. નજીક જઈને જોયું તો તે કીડીઓનું સ્મશાન હતું. ધ્યાનપૂર્વક નિહાળવામાં થોડોક વખત ગાળ્યા પછી બે કીડીઓ દરમાંથી બહાર આવતી નજરે પડી. મડદાં સ્મશાનમાં ફેં કી દઈ તેઓ સીધી પાછી ગઈ. કંઈ નહીં તો પાંચ સાતસો મડદાં ત્યાં ભેગાં પડ્યાં હતાં. આ કીડીઓની સમાજરચના કેવી હશે, તેમના સુધરાઈખાતાના નિયમો કેવા હશે, શા હે તુથી આવાં સ્મશાનો તેઓ ગોઠવતી હશે એ વિશે અનેક વિચારો મનમાં આવ્યા. બીજા કયાં કયાં પ્રાણીઓમાં [ મે ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ
ઝાંખું દર્શન કવિઓને સહે જ ે થાય છે. તેથી જ કેશવસુતે ધૂમસવાળા પ્રભાતકાળને કવિહૃદયની ઉપમા આપી છે.
સ્મશાનભૂમિની ગોઠવણ હોય છે એ જાણવાનું મન થયું. મધમાખો વખતે સ્મશાનસ્થાન નક્કી કરતી હશે. મંકોડાઓ તો અલબત્ત કરે જ છે. શા માટે બીજાં પ્રાણીઓમાં એ બુદ્ધિ નથી એ વિશે પણ ઘણા વિચારો મનમાં આવ્યા.
i
એક દિવસ બપોરે અમે આંટા મારતા હતા, એવામાં દયાળજીભાઈના પગ તળે એક મંકોડો ચગદાઈ ગયો. એમનું તે ત્યાં ધ્યાન પણ ન ગયું, પણ મારા પેટમાં કંઈનું કંઈ થઈ ગયું. બિચારો મંકોડો કેમ મરી ગયો, એણે શું પાપ કર્યું હતું, વગર ગુને એને આવું મોત કેમ આવ્યું, દુનિયામાં નીતિનું સામ્રાજ્ય છે કે અકસ્માતનું, આવા આવા વિચારો એક જ ક્ષણની અંદર આવ્યા અને ગયા. ફરી નવો વિચાર આવ્યો કે આવું મોત માઠુ ં જ શા માટે ગણવું? મંકોડાને એક ભવમાંથી આ રીતે રજા મળી તે તેના કોઈ પણ ગુનાની સજારૂપે મળી કે કોઈ સત્કર્મને માટેના ઇનામ તરીકે મળી એનો નિવેડો કોણ આણી શકે? પ્રાણીમાત્ર મોતથી ડરે છે, મોતથી ભાગતાં ફરે છે એ યોગ્ય છે કે અયોગ્ય? મોતથી નાસી જવું એ પ્રાણીમાત્રનો જન્મસિદ્ધ સ્વભાવ છે. એ સ્વભાવ અયોગ્ય છે કે અજ્ઞાનમૂલક છે એ કોણ કહી શકે? ફરી વિચાર આવ્યો, મોત ગમે તે રીતે આવો પણ અજાણ્યે મોત આવે એ કેમ પાલવે? મોત આવવાનું છે એમ જાણ્યા પછી જ ે મોતનો સાક્ષાત્કાર થાય છે તે કીમતી અનુભવથી વંચિત થવું એ શું દુર્ભાગ્ય નથી? અને કોણ કહી શકે છે કે મોતમાં અમુક જાતની લિજ્જત નહીં જ હોય? ઊંઘનું આગમન જો મીઠુ ં હોય તો મોતનું કેમ ન હોય? ફાંસી જનાર માણસને આઠ-દસ દિવસની નોટિસ મળે છે. એટલા દિવસમાં પરલોક માટેની કેટલી મજાની તૈયારી તે કરી શકે એમ છે!
i
પાનખર ઋતુ હતી છતાં ઉનાળો બેઠો ન હતો. દાબડે બાપા ઘરડુ ં પાન. ભારે જહે મત ચલાવીને જ ેલમાં તેમણે નાહવા માટે રોજ ગરમ પાણીનો હક મેળવ્યો હતો. સવારે ધૂમસ ફે લાતું. દયાળજીભાઈ અમારી સાથે રહે વા આવ્યા ત્યારે સવારે ઊઠીને ધૂમસમાં સાથે આંટા મારતાં ખૂબ મજા પડતી. કોક કોક વાર આજુ બાજુ ની દીવાલો કે મકાનો પણ દેખાતાં ન હતાં. નાનપણમાં બેલગામથી સાવંતવાડી જતાં આંબોલીઘાટમાં કેટલીયે વાર આવા અનુભવ લીધેલા તે યાદ આવ્યા. ધૂમસ ફે લાયું હોય ત્યારે ઝપાટાબંધ ચાલવાનો ઉમંગ ખૂબ વધે છે. કપડાં પૂરતાં પહે રેલાં હોય ને માથું ઉઘાડુ ં હોય ત્યારે તો વળી વધારે આનંદ આવે છે. ટાઢ અને ધૂમસ નાકને, આંખને, કાનને ગરબદિયાં કરે છે. ટાઢ વધારે હોય તો સખત કરડે પણ ખરી. મૂછ ઉપર ઝાકળ પડે અને ઝપાટાબંધ ચાલતાં શ્વાસ ગરમ થઈ ઝાકળનાં બિંદુ મોટાં મોટાં થઈ જાય, એ અનુભવ જ ેણે લીધો હોય તે જ ધૂમસમાં ચાલવાનો આનંદ ઓળખી શકે. ધૂમસમાંથી દેખાતું આસપાસનું અસ્પષ્ટ ચિત્ર જોઈ કેશવસુત કવિએ વર્ણવેલા કવિહૃદયની સ્થિતિ યાદ આવી? कविच्या हृदयीं उज्ज्वलता आणिक मिळती अंधुकता। तीच स्थिति ही भासतसे सृष्टि कवयित्रीच दीसे॥ ધ્યાન અને તપસ્યાથી ઋષિમુનિઓ જ ે તત્ત્વનું સ્પષ્ટ દર્શન કરે છે તેનું સહે જ સ્પષ્ટ અને સહે જ
[ઓતરાતી દીવાલો માંથી]
o
नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૯]
169
સાબરમતી જેલમાં
સરદાર પટેલ
સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન અન્ય આગેવાનોની જ ેમ સરદાર પટેલે પોતાના જીવન વિશે ભાગ્યે જ કશું લખ્યું છે. ડાયરી જ ેવા નિત્ય લખાણ કરવામાં તો તેમને કલ્પવા જ મુશ્કેલ છે. તેમ છતાં જ્યારે તેઓ સાબરમતી જ ેલમાં એકલા હતા ત્યારે તેમણે તા. ૭-૩-’૩૦થી તા. ૨૨-૪-’૩૦ સુધીની ડાયરી લખી છે. આ ડાયરીનો આરં ભનો હિસ્સો અહીં આપ્યો છે. તા. ૭–૩–’૩૦ : શુક્રવાર તેમણે કંઈ જોઈએ છે, એમ ખબર પૂછી. તેમને કહ્યું
રાતના આઠ વાગે સેન્ટ્રલ જ ેલ સાબરમતીમાં, બોરસદથી મોટરમાં ડે. સુ. મિ. બીલીમોરિયા મૂકી ગયા. પકડતાં તેમ જ છૂટા પડતાં ખૂબ રોયો. રસ્તામાં ખૂબ ભલમનસાઈથી વર્ત્યો. રાતે જ ેલમાં ક્વૉરૅન્ટીન વૉર્ડ કહે છે તેમાં રાખ્યો. ત્યાં ત્રણ કામળી આપવામાં આવી. તે પાથરી સૂઈ રહ્યો. તા. ૮–૩–’૩૦ : શનિવાર
સવારે ઊઠતાં આસપાસ બધે કેદી જોયા. પાયખાનામાં જવા માટે બે-બેની હારમાં બેઠલ ે ા. એક જ પાયખાનું હતું. એકમાં જવાનું ને બીજામાં પાણી લેવાનું. આ નવો જ અનુભવ હતો, એટલે આપણે તો વિચાર જ માંડી વાળ્યો. પેશાબને માટે સામે જ ખુલ્લામાં એક કૂ ંડુ ં મૂકેલું હતું. તેમાં જ ેને જવું હોય તે બધા જ ઊભા ઊભા પેશાબ કરે . આજુ બાજુ કેદી, વૉર્ડર, પોલીસ ફરતા જ હોય, એટલે એ ક્રિયા કરવાની પણ હિં મત ન ચાલી. લીમડાના સુંદર ઝાડમાંથી વૉર્ડરે દાતણ કાપી આપ્યું એટલે દાતણ કર્યું. કેટલાક ઓળખાણવાળા કેદીઓ નીકળવા લાગ્યા. જલાલપુરના ત્રણે નવા આવેલા ત્યાં જ હતા. જૂ ના ખડતૂસો તો તરત જ કહે વા લાગ્યા કે તમને અહીં રાખશે જ નહીં. એમની એ વાત સાચી પડી. નવ વાગે વૉર્ડરે મારે માટે ખાસ સગવડ પાયખાનાની કરી. એક જ પાયખાનામાં બે કૂ ંડી મુકાવી. બીજા બધા કામ પતાવી આવેલા, એટલે આપણને અડધો કલાક પૂરો મળ્યો. એટલામાં જ ેલર અને સુપરિન્ટેન્ડેન્ટ આવ્યા. 170
કે મહે રબાનીથી કંઈ જ ન જોઈએ. હકથી શું મળે છે, તે ખબર પડે તો વિચાર કરું . ખરી રીતે બધા કેદીને જ ે મળે તે મને મળે એમ હતું. ખાસ કંઈ સગવડ આપવાની રૂલમાં છૂટ નથી, એમ જાણી લીધું. પછી યુરોપિયન કેદીમાં અને હિં દી કેદીમાં કંઈ ફરક રાખવામાં આવે છે કે કેમ, તે પૂછતાં કંઈ ભેદ નથી એમ કહે વામાં આવ્યું. પરં તુ અંગ્રેજી રીતે રહે વાની આદત હોય તેવા હિં દીને માટે પણ અંગ્રેજ જ ેવી કંઈ સગવડ તો નહીં જ આપવામાં આવતી હોય, એમ પૂછતાં કંઈ બરાબર જવાબ મળ્યો નહીં. મેં જ ેલ મૅન્યુઅલ અને રૂલ્સની માગણી કરી. રૂલ્સ પ્રમાણે તે ન આપી શકાય એવો જવાબ મળ્યો. મેં કહ્યું કે તો પછી મારે લડવાનો વિચાર કરવો રહ્યો. ચોપડીઓમાં મને ભગવદ્ગીતા અને તુલસીરામાયણ આપવામાં આવ્યાં, એટલે બધી જ સગવડ મળી ગઈ એમ કહં ુ તો ચાલે. પછી દસ વાગે દાક્તર પાસે લઈ ગયા. નાના નાના બે છોકરા દાક્તર હતા. કેદીઓ તો તેમને ઉપાડીને નાસી જાય, એવા દૂબળા છોકરાઓ ચૌદસો કેદીઓની દવાની સગવડ કરતા હતા. વજન ૧૪૬ રતલ થયું. ઊંચાઈ ૫'–૫૧/૨" માપી પછી રજા આપવામાં આવી. પાછા ફરતાં મને બીજી બૅરેકમાં લઈ ગયા. બહાર તો જુ વેનાઇલ હૅ બિચ્યુઅલ નંબર ૧૨ એવું નામ આપેલું હતું. પરં તુ અંદર તો પાંચ બુઢ્ઢા કેદીઓ હતા અને એક આધેડ વયનો ભંગી [ મે ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ
કેદી હતો. પાંચમાં એક બોદાલનો ચમાર, બીજો કટોસણનો બારૈ યો, ત્રીજો ઉત્તર હિં દુસ્તાનનો રખડતો સાધુ ડાકોરથી પકડી આણેલો, ચોથો ઉત્તર હિં દુસ્તાનનો ભૈયો મુંબઈથી પકડાયેલો, પાંચમો ઉત્તર હિં દુસ્તાનનો બુઢ્ઢો મુસલમાન. તેમાં મને મૂક્યો. બોદાલના ચમાર ડોસાને ૩૨૩માં સજા થયેલી, અને તેના છોકરાને ખૂનના આરોપ માટે દસ વર્ષની સજા થયેલી. કટોસણવાળાને વીરમગામ તાલુકામાં ચોરીના કામમાં સજા થયેલી. ત્રીજો ખૂનના કામમાં, ચોથો સારી ચાલના જામીનમાં અને પાંચમો તો લૂંટ, ધાડ, ખૂન વગેરે ૫૬ ગુના માટે એક દોઢસોની ટોળી પકડાયેલી તેમાં દસ વર્ષ માટે આવેલો હતો. તેણે પાંચ વર્ષ તો ભરી દીધેલાં. આ કેદીઓ ઉપર બે મુસલમાન વૉર્ડરો હતા. બેઉ ખૂનના કામમાં સજા ખાઈને આવેલા હતા. એક તો અમદાવાદમાં તેલિયા મિલ પાસે પોલીસને છરી મારવા માટે, પાંચ વર્ષની સજા ખાઈ, બીજી વખત જ ેલમાં આવેલો. નાનપણથી જ જ ેલમાં ઘર કરી રહે લો અને બીજો પણ પાંચ વર્ષથી રહે લો. આ બધા ઉપર એક લાલખાં નામનો મુસલમાન સિપાઈ રાખવામાં આવેલો. અહીં મને લાવી મૂકવામાં આવ્યો. કેદી બિચારા મારી સારવાર કરવા પ્રયત્ન કરે . વૉર્ડરને કેદી કરતાં ખાવામાં કંઈ ફે રફાર છે. તેમને ઘઉંના રોટલા મળે અને કેદીને જુ વારના. એટલે મારા જુ વારના રોટલા જોઈ તેઓ મૂંઝાયા. સવારમાં જુ વારના લોટની મીઠુ ં નાખેલી કાંજી આપવામાં આવે. તે તો લેવાની જ ના પાડી. બપોરે એટલે સવારે દસ વાગે અને સાંજ ે ચાર વાગે એમ બે ટાણાં, એક એક રોટલો, ભાજી અગર દાળ ખાવા માંડ્યું. કેદીઓની સાથે જ ચલાવ્યું. સૌને બે બે રોટલા વજન કરે લા અને માપથી દાળ અગર ભાજી વારાફરતી મળતાં. આપણે તો એક રોટલો જ લેવાનો રાખ્યો. બહાર ચારપાંચ વખત પાયખાને नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૯]
જવું પડતું. ચા, સિગારે ટ વગેરે લાલચ અને ખુશામત કરતાં પણ પેટનું ઠેકાણું પડતું નહીં. અહીં તો ખુશામત જ છોડી. અને રોજ એક વખત જ જવું એમ રાખ્યું, એટલે આખરે ત્રણ દિવસે ઠેકાણું પડ્યું. ત્રણ દિવસ તો પડી જ રહ્યા. રાતદિવસ આળોટવું અને ફરવું એટલું જ રાખ્યું. બરાકમાં ફરવાની જગ્યા સુંદર હતી. ત્રણ લીમડાનાં ઝાડ અને આશ્રમ જ ેવી સ્વચ્છતા. પાયખાનું સાફ, મારે માટે કેદીઓ અલગ જ રાખતા. પાણીનો નળ એટલે નાહવાની સરસ સગવડ, પણ ખુલ્લામાં એટલું જ. અપીલ કરવાનું પૂછતાં ના પાડી. મને જુ વારનો રોટલો ખાતો જોઈને એક વૉર્ડર રોવા જ ેવો થઈ ગયો. પોતાનો ઘઉંનો રોટલો મારા સાથે બદલવા બહુ આગ્રહ કર્યો. પણ રૂલવિરુદ્ધ કંઈ કરવાની મેં ના પાડી. એ ભલા વૉર્ડરનો મેં આભાર માન્યો. તા. ૯–૩–’૩૦ : રવિવાર
આખો દિવસ ઊંઘવામાં જ કાઢ્યો. રવિવારે ત્રણ વાગ્યાથી કોટડીમાં પૂરવામાં આવ્યા. બીજા દિવસોએ તો પાંચ સાડા પાંચ વાગે પૂરે. સવારમાં સાડા છ વાગે બહાર કાઢે. રવિવારે કપડાં ધોવા માટે ગરમ પાણી અને ખારો આપવામાં આવે છે. કેદીઓએ તેમાંથી નાહવાનું ગરમ પાણી મને કાઢી આપ્યું એટલે બે દિવસે નાહ્યો. દસ વાગ્યા પછી રોટલા ખાઈ સૂતા. બપોરના ત્રણ વાગે બે રોટલા, થોડુ ં તેલ તથા ગોળ આપી તે સાથે ઓરડીમાં પૂર્યા. મેં તો તેલ લેવાની જ ના પાડી. એક તો ખાંસી લઈને જ આવેલા, અને કાચું તેલ ખાવાનો કંટાળો. સાંજ ે રોટલો અને ગોળ પાણીમાં પલાળી ખાઈ લીધાં. દાંત બે બાજુ ના ગયેલા હોવાથી, પાણીમાં પલાળ્યા સિવાય ખાઈ શકાતું નહોતું. તા. ૧૦–૩–’૩૦ : સોમવાર
બપોરના મહાદેવ અને કૃ પાલાની મળવા આવ્યા. ઑફિસમાં મુલાકાત થઈ. સાહે બ સિંધના છે. 171
ગુજરાતી આવડે નહીં અને અમારે અંગ્રેજી બોલવું નહીં, એટલે જરા ચડભડાટ થયો. છેવટે ચલાવ્યે રાખ્યું. ખેડા કલેક્ટરે જજમૅન્ટની નકલ ન આપી એટલે મેં માગણી કરવા કબૂલ કર્યું. પૂછતાં ખબર આપી કે સામાન્ય કેદી તરીકે રાખવામાં આવે છે. મારી તો સ્વર્ગવાસ જ ેવી સ્થિતિ હતી, કારણ કે માથેથી બોજો અને ચિંતા જતાં જ રહે લાં. અને આરામનો તો પાર જ નહીં. ખાવાપીવાની તો ખાસ આદત રાખેલી હતી જ નહીં, એટલે એ મુશ્કેલી નહોતી. ભોંય પર કામળી પાથરી સૂવામાં એક દિવસ કઠણ લાગ્યું. પછી તો કંઈ જ મુશ્કેલી ન લાગી. તાપને લીધે બહાર સૂવાની અને રાત્રે બત્તીની માગણી કરતાં ના પાડવામાં આવી. લખાણ કરવા કહ્યું તે મેં ના પાડી. કોઈ જાતની ખાસ મહે રબાની જોઈતી જ નથી, એટલે લખવાનું માંડી વાળ્યું. કેસની બધી હકીકત મહાદેવે જાણી લીધી. તેમને પૂરી ખબર મળી નહોતી. જ ેલના રેં ટિયા ઉપર સૂતરને વળ દેવાનું શરૂ કર્યું. તા. ૧૧–૩–’૩૦ : મંગળવાર
સરકારમાંથી કંઈક હુકમ આવ્યો કે મને ખાસ કેદી તરીકે રાખવો અને સગવડ આપવી. મને જણાવવામાં આવ્યું. મેં કહ્યું કે મારે કશી સગવડ જોઈતી નથી. અહીં બધી જ વાતનું સુખ છે. માત્ર એક જ દુ:ખ છે. તે કહે વાની જરૂર નથી. સુપરિન્ટેન્ડેન્ટના આગ્રહથી કહ્યું કે, જ ેમ હિં દુસ્તાનનું રાજ્ય આપણા જ લોકોથી ચાલે છે, તેમ આખી જ ેલમાં કોઈ અંગ્રેજ નથી, એટલે કોની સાથે લડવું? ત્રણેક વાગે કલેક્ટર અને ડી. એસ. પી. મળવા આવ્યા. તેમણે મારે જ ે સગવડ જોઈએ તે કહે વાનું કહ્યું. મારે કંઈ જ નથી જોઈતું એમ મેં જવાબ આપ્યો. અને ખેડાના કલેક્ટરની અયોગ્ય વર્તણૂકની વાત કરી. જ ેલરનો અતિશય આગ્રહ જોઈ, ઘેરથી પથારી તથા થાળી, વાટકો, લોટો મંગાવ્યાં. અંબાલાલ શેઠની 172
મોકલેલી છ ચોપડીઓ મળી. બત્તી રાખવાની રજા મળી, એટલે રાતે અગિયાર વાગ્યા સુધી રામાયણ વાંચ્યું. આજથી ચા, દૂધ, દહીં અને રોટીની સગવડ થઈ, તેથી પેલો વૉર્ડર બિચારો ખૂબ રાજી થયો.
તા. ૧૨–૩–’૩૦ : બુધવાર
સવારના ચાર વાગે ઊઠી પ્રાર્થના કરી. ગીતા વાંચી. આજ ે છ સાડા છ વાગે બાપુ આશ્રમમાંથી નીકળવાના1 તે યાદ કરી, ખાસ ઈશ્વરસ્મરણ કરી તેમની સફળતા માટે પ્રભુની સહાયતા માગી. સવારે નવ વાગે. મિ. જોષી મૅજિસ્ટ્રેટ આવ્યા. રસ્તામાં લોકોની ભારે ભીડ જામેલી તેથી તેમને વાર થઈ. પછી તેમણે બાર ઍસોસિયેશનનો ઠરાવ થયાની અને તે ઠરાવ મિ. ડેવિસ2 મારફતે હાઈકોર્ટમાં મોકલી આપવાની માગણી કર્યાની વાત કરી. સાંજના સુપરિન્ટેન્ડેન્ટ આવ્યા તેમને મારા તરફથી મિ. ડેવિસને ખાસ સંદેશો મોકલવા વિનંતી કરી, અને કહે વરાવ્યું કે, એવો ઠરાવ મોકલવાની કશી જ જરૂર નથી. અને તેમણે મોકલવો ન જોઈએ એવી મારી ઇચ્છા છે. તેઓ ખાસ જઈને ડેવિસને કહી આવ્યા. આજથી સવારના એક રોટી અને બે ઔંસ બટર મંગાવ્યાં છે. તા. ૧૩–૩–’૩૦ : ગુરુવાર
ચાર વાગે ઊઠ્યા. પ્રાર્થના અને રામાયણ. મિ. ડેવિસ મળવા આવ્યા. ઘેરથી ખાટલો-પથારી આવ્યાં. બહાર સૂવાની રજા મળી. બત્તી બહાર મૂકી રાતે વાંચ્યું. અંબાલાલભાઈને ત્યાંથી ડેક ચૅર આવી. જજમૅન્ટની નકલ મળી. આજ ે વળી જ ેલર કહે કે સરકારનો મને A વર્ગના કેદી તરીકે રાખવાનો હુકમ આવ્યો છે, એટલે તમે જ ે સગવડ જોઈએ તે માગજો. [નરહરિ દ્વા. પરીખ લિખિત સરદાર વલ્લભભાઈ માંથી] 1. દાંડીકૂ ચ માટે. 2. અમદાવાદના ડિસ્ટ્રિક્ટ જજ. તેઓ વિલાયતમાં સરદારના સહાધ્યાયી અને મિત્ર હતા. [ મે ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ
જેલમાં બાપુની પહે લી વરસગાંઠ સુશીલા નય્યર
આજ ે અમે બધાંએ સારો જ ેવો વખત બાપુની પોતાનું દિલ બહલાવતાં નહીં રોકી શકે.”
વરસગાંઠને દિવસે શું કરવું એનો વિચાર કરવામાં ગાળ્યો. સરોજિની નાયડુએ વાત શરૂ કરી. પછી બધાંએ પોતપોતાની દરખાસ્ત મૂકી. રાત્રે હં ુ આવી ત્યારે આઠ ઉપર દસ મિનિટ થઈ ગઈ હતી. બાપુ કંઈક પામી ગયા હશે. કહે વા લાગ્યા, “તમે લોકો શા હવાઈ કિલ્લા બાંધતાં હતાં?” તે હસતા હતા. મેં ટોળમાં કહ્યુ, “બહુ સારી સારી વાતો કરતાં હતાં. એમાં બાઇબલની વાત પણ હતી. સરોજિની નાયડુ, અહીં જ ે લોકો છે તેમની સામાન્ય જ્ઞાનની પરીક્ષા લેવાનો વિચાર કરે છે. એને માટે પ્રશ્નો તૈયાર કરે છે. એમાં બાઇબલના ઉતારા પણ આવશે!” બાની રાત સારી ન ગઈ. બાપુને વહે મ હતો કે ખાવામાં કંઈક અપથ્ય થયું હોવું જોઈએ. ૧ ओक्टोबर, ’૪૨
કાલે બાપુની વરસગાંઠ છે. બાપુ ફરવા જાય પછી ફૂલ લટકાવવાને માટે દીવાલોમાં ખીલી ઠોકવામાં આવી. બાપુએ બપોરે કહ્યું, “જુ ઓ, બધાને કહી દો કે શણગાર થવો ન જોઈએ. શણગાર હૃદયની અંદર હોય.” હં ુ હસી પડી. સરોજિની નાયડુએ મને બાપુને સંદેશો કહે વા જણાવ્યું હતું કે કાલે બપોરે ત્રણ વાગ્યાનો સમય ખાલી રાખજો. આ સંદેશો હં ુ કહે તી હતી તે વખતે બાપુએ શણગાર ન કરવાની વાત કહી. પછી પૂછ્યું, “ત્રણ વાગે શું છે?” ભાઈ1એ કહ્યું, “એ અત્યંત છૂપી રાખવાની વાત છે.” બાપુનો શણગાર ન કરવાનો સંદેશો મેં સરોજિની નાયડુને કહ્યો ત્યારે તે હસવા લાગ્યાં અને બોલ્યાં, “બાપુ આપણને, ખાસ કરીને મને, 1. પ્યારે લાલ
नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૯]
મીરાબહે ન આ સાંભળીને કહે વા લાગ્યાં, “બાપુ એમ કહે છે તો ફૂલના શણગાર કરવાની વાત જવા દો.” સરોજિની નાયડુએ કહ્યું, “ના, તમે બધો દોષ મારા પર ઢોળી દેજો. જ ેલમાં પણ ગાંધીજીના હુકમનું પાલન કરવું એવો આદેશ મને ક્યાં આપવામાં આવ્યો છે!” બેત્રણ દિવસ પહે લાં બા કહે તાં હતાં, “બાપુને જન્મદિવસે અમે હં મેશાં ગરીબોને ખાવાનું વહેં ચીએ છીએ. આ વખતે એમ નહીં કરી શકીએ.” સરોજિની નાયડુએ કહ્યું, “કેમ નહીં?” બાએ જવાબ આપ્યો, “બાપુ કહે છે, આ જ ેલ છે અને આ રીતે સરકારના પૈસા ન ખરચાય.” મેં બાને કહ્યું કે આપણે આપણા પૈસાથી સામાન મગાવીએ છીએ, સરકારના પૈસાથી નથી મગાવતાં. એ રીતે મગાવી બધાંને વહેં ચીશું. બા રાજી થયાં. માલિશ વખતે બાપુની ગાદી ઉપર ખીલી ઠોકવાની નિશાની જોઈ બોલ્યાં, “અહીં ફૂલ ન લગાવશો. બારણા આગળ તોરણ ભલે બાંધજો. અહીં એ બધા ઢોંગ ન જોઈએ.” સિપાઈ એ વખતે તો ચાલ્યો ગયો પણ પછી ખીલી ઠોકી ગયો. લેડી ઠાકરસીને ત્યાંથી શાકભાજીની ટોપલી લઈ આવ્યો. પહે લાં મધ આવ્યું, પછી ગોળ પણ આવ્યો. ગોળની टोफी મેં કાલની જ બનાવી રાખી છે. બાપુને સરોજિની નાયડુએ કહ્યું, “બાપુ, કાલે આપને એક સુધરે લા માણસની પેઠ ે જમવાનું મળશે.” બાપુ હસી પડ્યા. પૂછ્યું, “એ કેવી રીતે?” શ્રીમતી નાયડુએ જવાબ આપ્યો, “ખાસ બનાવેલું સૂપ, ફ્લાવર, રોટી, કાચું શાક વગેરે વાનીઓ એક પછી એક અને સારી રીતે પીરસવામાં 173
આવશે.” બાપુ હસી પડ્યા. સરોજિની નાયડુને ના ન પાડી શક્યા. અમારા જ ેલ સુપરિન્ટેન્ડેન્ટ ઘણાં ફૂલ લાવ્યા. અમે લોકોએ એના હાર બનાવ્યા. બાપુ સૂતા પછી તેમના બારણામાં બેસવાની જગ્યાએ, દીવાલ પર, સામે કબાટ પર, મહાદેવભાઈવાળા ઓરડામાં અને સરોજિની નાયડુના ઓરડામાં બારસાખોએ માળા લટકાવી. સીડી પર મેં અને ભાઈએ जीवेम शरद: शतम्નો આખો મંત્ર સફે દ રં ગોળીથી લખ્યો. ભાઈએ પહે લાં કોલસાથી લખ્યો. એમના અક્ષર વધારે સારા છે. મેં ઉપર રં ગોળી પૂરી. એક એક પગથિયાં પર મંત્રની એક એક લીટી હતી — जीवेम शरद: शतम्, पश्येम शरद: शतम्, श्रृणुयाम शरद: शतम्, प्रब्रवाम शरद: शतम् भूयश्च शरद: शतम् બીજી બાજુ સીડી પર એ જ રીતે असतो मा सद् गमय, तमसो मा ज्योति र्गमय, मृत्योर्माडमृतं गमय એ મંત્ર ભાઈએ લખ્યો. એની શરૂઆત બહારની બાજુ થતી અને પહે લા મંત્રની અંદરની બાજુ . વિચાર એવો હતો કે એક બાજુ થી બાપુને ફરવા લઈ જઈશું અને બીજી બાજુ થી પાછા લાવશું એટલે એક મંત્ર ઊતરતી વખતે સીધો સામે હોય ને બીજો ચડતી વખતે. બંને બાજુ ની સીડીઓની વચ્ચેની જગ્યામાં રં ગોળીથી ચિત્ર કાઢ્યાં હતાં. ઝરૂખામાં सुस्वागतम् લખ્યું. એ બધું લખતાં લખાવતાં રાત્રે બાર થઈ ગયા. મને ડર લાગ્યો કે બાપુ જાગી પડશે તો નારાજ થશે. ભાઈને પણ એવી જ બીક લાગી. તેમણે કહ્યું, “હવે જ ે રહી ગયું હોય તે રહે વા દે, સવારે જોઈશું.” સવારે ઊઠીને જોયું તો રં ગોળીને માટેના રં ગ ખલાસ થઈ ગયા હતા. સરોજિની નાયડુનએ રાત્રે 174
સાડાઅગિયાર વાગે ચા બનાવીને પાઈ. કહ્યું, “એથી તાજી થઈ જઈશ.” જ ે ટોપલીમાં હં ુ મહાદેવભાઈની સમાધિ આગળ રોજ ફૂલ લઈ જતી હતી તેમાં ફળ, બદામ, टोफीની બરણી, મધની શીશી વગેરે મૂક્યું. મીરાબહે ને એને ફૂલોથી શણગારી. કળાવૃત્તિ તેમનામાં સ્વાભાવિક છે. બધી જગ્યાએ ફૂલોનો શણગાર કરવાનું કામ તેમણે માથે ઉપાડી લીધું હતું. સરોજિની નાયડુને માથે સામાન્ય દેખરે ખ રાખવાનું કામ હતું. તે બેઠાં બેઠાં કાલને માટે રાત્રે બાર વાગ્યા સુધી વટાણાના દાણા કાઢતાં હતાં. મીરાબહે ને સવારે જમતી વખતે બકરીનાં બચ્ચાંને બાપુને પ્રણામ કરાવવા માટે લાવવાનો વિચાર કર્યો હતો. ભાઈએ સૂચવ્યું કે सह नाववतु1વાળો મંત્ર લખીને એને ગળે બાંધીએ. મીરાબહે નને વિચાર ન ગમ્યો. પહે લાં તેમણે આમતેમ થોડો વિરોધ કર્યો પણ સરોજિની નાયડુએ કહ્યું કે મને લાગે છે આ મૂળ મીરાબહે નનો વિચાર છે ને તેમાં બીજાં દખલ ન કરે તો સારું . ભાઈએ તેમની નામરજી જોઈ તરત પોતાની સૂચના પાછી ખેંચી લીધી. મને એ જરા ખટક્યું. મેં ભાઈને કહ્યું, “મીરાબહે નને તમારી સૂચના ન ગમી એ અફસોસની વાત છે; એનાથી બાપુ રાજી થાત અને બકરીનાં બચ્ચાં પાસે પ્રણામ કરાવવાની વિધિ બહુ શોભી ઊઠત.” ભાઈએ જવાબ આપ્યો, “હા, બકરીનાં બચ્ચાં સાથે ઐક્યની વાતથી બાપુ બહુ રાજી થાત, પણ એ વાત જવા દેવી જ સારી. આખરે આજના દિવસની વિશેષતા એ છે ને કે બધાંની સાથે મેળ રાખવો, પરસ્પર મીઠાશ જાળવવી અને જ ે વાત બીજાને ગમતી ન હોય એે ખુશીથી છોડી દેવી?” રાત્રે હં ુ સૂઈ ગઈ પછી મીરાબહે ન પોતાની મેળે ભાઈ પાસે આવ્યાં અને બકરીનાં બચ્ચાં માટે 1. આશ્રમમાં જ ેનાથી ભોજનની શરૂઆત કરવામાં આવે છે તે મંત્ર. [ મે ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ
सह नाववतुવાળો મંત્ર લખવાનો તેમને આગ્રહ કર્યો. તે સાબુનો એક ખાલી ડબ્બો લાવ્યાં હતાં. એમાંથી પાનના આકારનાં પત્તાં કાપી ભાઈએ તેના પર सह नाववतु મંત્ર લખ્યો અને નીચે લખ્યું, “મોટા ભાઈ ઘણું જીવો.” એ પત્તાં બકરીનાં બચ્ચાંના ગળામાં લટકાવવામાં આવશે. બાપુ બકરીનું દૂધ પીએ છે એટલે બકરીનાં બચ્ચાંના મોટા ભાઈ થયા ને! હં ુ રાત્રે સાડાબાર વાગ્યે પથારી પર પડી. આંખો બળતી હતી. ભાઈએ માટીની લેપડી આંખ માટે બનાવી હતી તે આંખ ઉપર મૂકીને સૂતી, પણ ઊંંઘ ન આવી. એક વાગ્યા પછી ઊંઘી શકી. ઊંઘ જ ઊડી ગઈ હતી. ત્રણ ને વીસ મિનિટે બાપુએ પ્રાર્થના માટે ઉઠાડી. માટીની લેપડીથી આંખને સારો આરામ મળ્યો. ૨ ओक्टोबर, ’૪૨
સરોજિની નાયડુ અને મીરાબહે ન બંનેએ પોતાને પ્રાર્થના માટે જગાડવાને કહ્યું હતું. હં ુ ગઈ ત્યારે સરોજિની નાયડુ જાગ્યાં હતાં. આખી રાત ઊંઘી શક્યાં નહોતાં. મીરાબહે નને ભર ઊંઘમાંથી જગાડવાં પડ્યાં. બાપુને આજ ે પહે લું આશ્ચર્ય એ બંનેને પ્રાર્થનામાં આવેલાં જોઈને અને દીવાલ પર લટકાવેલાં ફૂલ જોઈ થયું. મીરાબહે ને जागीए रघुनाथ कुंवर ભજન ગાયું. સવારે ગાવાનું એ એક જ ભજન તેમને આવડતું હતું એમ તેમણે મને કહ્યું. પ્રાર્થના પછી મેં જોયું તો એક સિપાઈ રં ગોળી પૂરતો હતો. આજ ે બા પણ પ્રાર્થના માટે ઊઠ્યાં હતાં. મીરાબહે ને પ્રાર્થના પહે લાં બાપુને પ્રણામ કર્યા. મેં, ભાઈએ અને બાએ પ્રાર્થના પછી કર્યા. પ્રાર્થના પછી બાપુ સૂઈ ગયા; બા પણ સૂતાં. સરોજિની નાયડુ, મીરાબહે ન, ભાઈ અને હં ુ નાહ્યાં. બાપુને માટે હં ુ રસ કાઢતી હતી ત્યારે બાપુ ઊઠીને અંદર આવ્યા. પ્રાર્થના વખતે દીવાલ પર ફૂલો લટકાવેલાં જોઈ नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૯]
બાપુએ બાને કહ્યું, “આ લોકોને તું ન રોકી શકી ને?” બાએ કહ્યું, “મેં મનાઈ કરી હતી પણ એમણે માન્યું નહીં.” બાપુએ સરોજિની નાયડુને કહ્યું, “મહોબત પણ કોઈના પર પરાણે લાદવી ન જોઈએ.” સરોજિની નાયડુએ દીવાલ પરથી ફૂલો ઊતરાવી લીધાં અને સીડીની પાસે મૂકી દીધાં. નાસ્તા માટે બાપુ આવ્યા ત્યારે ફૂલથી શણગારે લી ફળની ટોપલી તેમની સામે મૂકવામાં આવી હતી. સરોજિની નાયડુએ આવીને ફૂલનો હાર પહે રાવ્યો અને મીરાબહે ને સૂતરનો પહે રાવ્યો. અમારા જ ેલ સુપરિન્ટેન્ડેન્ટે પણ ફૂલનો હાર પહે રાવ્યો. સાથે ૭૪ રૂપિયા હરિજન કામ માટે ભેટ આપ્યા અને આદરપૂર્વક પ્રણામ કર્યા. મેં મારા સૂતરનો હાર બનાવ્યો હતો. ભાઈ આવ્યા અને કહે વા લાગ્યા, “મને પણ બનાવી આપ.” તે રસ કાઢવા લાગ્યા. મેં તેમના અને બાના સૂતરના હાર બનાવ્યા. સાથિયા પૂરવાના રં ગથી ૭૪ નિશાની સૂતરના હારો પર કરી. નીચે હજારીનું એક ફૂલ બાંધ્યું. ભાઈએ પૂછ્યું, “મહાદેવભાઈનું સૂતર નથી?” મેં તરત જ કાઢીને તેનો પણ એક હાર બનાવ્યો. બાપુ નાસ્તો કરતા હતા એટલામાં મીરાબહે ન અને ભાઈ એક એક બકરીનું બચ્ચું લઈને આવ્યાં. બંને બચ્ચાંના ગળામાં ફૂલો અને પાંદડાંની માળા અને सह नाववतु મંત્રવાળાં પત્તાં લટકતાં હતાં. મીરાબહે ને તેમના વતી એક નાનકડી સુંદર સ્તુતિ કરી અને હાથ જોડી બકરીનાં બચ્ચાં પાસે પ્રણામ કરાવ્યા. પછી બાપુને હાથે તેમને રોટી અપાવી. પણ એ પહે લાં જ, બચ્ચાંએ તેમને પહે રાવવામાં આવેલાં ફૂલો ને કુ મળાં પાંદડાંની માળા એકબીજાના ગળા પરથી ખાવા માંડી હતી. બાપુ ખૂબ હસ્યા. મેં બાપુને મારા અને બાના સૂતરના હાર પહે રાવ્યા. બાએ તેમના સૂતરનો હાર પણ મારે પહે રાવવો 175
એમ કહ્યું હતું. ભાઈએ પોતાનો હાર પહે રાવ્યો. એ પછી ફરવા નીકળ્યાં. રસ્તામાં બાપુએ અમારી રં ગોળી અને સીડી પર લખેલા મંત્ર જોયા. બધી ફૂલની માળાઓ અને ટોપલીનાં ફૂલ મહાદેવભાઈની સમાધિ આગળ લઈ ગયાં. ત્યાં દીવાલ પર બધું ગોઠવી દીધું. રોજની પ્રાર્થના કરી. પ્રાર્થના પહે લાં ભાઈએ મહાદેવભાઈના સૂતરનો હાર બાપુને પહે રાવ્યો. બાપુ અને ભાઈની આંખમાં ઝળઝળીયાં આવી ગયાં. મહાદેવભાઈ અમારી સાથે ઊભા રહી પ્રાર્થના કરતા ન હોય એવો આભાસ પ્રાર્થના વખતે આજ ે ખાસ કરીને થયો. ફરતી વખતે બાપુએ પૂછ્યું, “ભર્તૃહરિની વાત તેં સાંભળી છે?” મેં કહ્યું, “હાજી, સાંભળી તો છે.” બાપુએ કહ્યું, “યોગી થયા પછી છેલ્લે ભર્તૃહરિને તેની પત્ની પાસે ભિક્ષા માગવાને જવાનું હતું. જાય છે ત્યારે પોતાના ભાઈ અને તેના પ્રત્યેના પોતાના વર્તનનું સ્મરણ કરીને કહે છે, एरे जखम जोगे नहीं जशे. એ જ વાત મહાદેવ ચાલ્યા ગયા એથી પડેલા ઘાને પણ લાગુ પડે છે." બાપુ પોતાનું દુઃખ દેખાડતા નથી પણ મહાદેવભાઈના જવાથી તેમને બહુ ઊંડો ઘા પડ્યો છે. બાને માલિશ અને સ્નાન કરાવી હં ુ સરોજિની નાયડુને મદદ કરવા ગઈ. તેમણે વટાણાનો પુલાવ બનાવવાનું કહ્યું હતું. વેંગણનું રાયતું બનાવ્યું. બાપુના ભોજનની તૈયારી કરી. મીરાબહે ને ભોજનના ટેબલ પર પાથરવાની ચાદરની કિનાર પર ફૂલોની વેલ અને ફૂલોનો સુંદર સ્વસ્તિક બનાવ્યો. બારણા આગળ લાલ રં ગોળીનો મજાનો સ્વસ્તિક ચીતર્યો હતો. એક તસકમાં ફૂલોથી શણગારીને ફળો મૂક્યાં. મીરાબહે ને કાચું શાક પણ સુંદર રીતે શણાગાર્યું. ટમેટાં ગુલાબના ફૂલના આકારમાં કાપ્યાં હતાં. સાડાદસે વાગે કલેક્ટર અને ડૉ. શાહ આવ્યા. ડૉ. શાહે સારી પેઠ ે વાતો કરી. કલેક્ટર આટલું જ 176
બોલ્યા : “આપની વરસગાંઠને દિવસે આપની તબિયત સારી છે ને?” તે આવે ત્યારે તેમની સાથે હાથ મિલાવી શકાય એટલા માટે બાપુ ખુરસી પર બેઠા હતા. નીચે ગાદી પર બેસીને ઊઠવું એમને મુશ્કેલ પડે છે. કલેક્ટર આવતાં ઊભા થયા અને તેની સાથે હાથ મિલાવ્યા. મને એ સારું ન લાગ્યું; કલેક્ટરને ખાતર બાપુ શું કામ ઊભા થાય? પણ બાપુ મર્યાદાની મૂર્તિ છે. જ ે કરવા ઘટિત હોય તેમાં કદી ચૂકતા નથી. બીજુ કરી જ શકતા નથી. કેદી તરીકે તેમણે કલેક્ટરનું માન રાખવું જોઈએ નાસ્તો કરતાં બાપુએ કહ્યું કે વરસગાંઠને દિવસે હં ુ ઉપવાસ કરું અને બીજાઓને પણ તેમના જન્મદિવસે ઊપવાસ કરાવું છુ .ં આજ ે મને ફળ અને ભાજી પર રહે વા દો. મેં કહ્યું, “ના, ફળ અને દૂધ લેજો.” સરોજિની નાયડુએ કહ્યું, “શાક તો ખાવું જ પડશે.” આખરે માત્ર રોટી સિવાય બીજુ ં બધું લીધું. ખાધા પછી પગના તળિયામાં માલિશ કરાવી બાપુ સૂઈ ગયા. બા પણ આજ ે ઉત્સાહમાં હતાં. કાલે તેમણે આજની તૈયારીમાં માથું ચોળ્યું હતું. આજ ે નવો ચાંલ્લો કર્યો, માથામાં ફૂલ ઘાલ્યાંં. ખાધું પણ સારી રીતે. હં ુ અને મીરાબહે ન બપોરે સારી પેઠ ે ઊંઘ્યાં; બા પણ ઊંઘ્યાં. બધાં થાકી ગયાં હતાં. સરોજિની નાયડુએ બપોરે આરામ ન લીધો. સિપાઈઓ અને કેદીઓ માટે દાળ, સેવ, પેંડા, જલેબી અને કેળાં મગાવ્યાં હતાં. તેમણે બધાના ભાગ પાડી રાખ્યા. એ બધું તેમના, મીરાબહે નના અને મારા પૈસામાંથી મગાવ્યું હતું. ત્રણ વાગે બધા કેદીઓ આવીને એક હારમાં બેસી ગયા. બાપુએ આવી તેમને દર્શન આપ્યાં ને નમસ્કાર કર્યા. બાએ સૌને ખાવાનું વહેં ચ્યું. તે બહુ ખુશ હતાં. કેદીઓને ખાતા જોઈ બાપુ પણ રાજી થયા. આજ ે સવારે બધા સિપાઈઓ બાપુને પ્રણામ કરવા આવ્યા હતા. દરે કને બાપુએ કોઈ ને કોઈ ફળ આપ્યું હતું. ફરતી [ મે ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ
ચડાવ્યાં. સાંજ ે પ્રાર્થનામાં वैष्णवजन तोનું ભજન ગાયું. પ્રાર્થના પછી હં ુ બાપુને ઝરૂખામાં લઈ ગઈ. ફુવારા અને રે લિંગ પર દીપમાળા હતી. સુંદર દૃશ્ય હતું. બાએ કહ્યું. “શંકર(મહાદેવભાઈ)ને ત્યાં પણ દીવો મૂકી આવો.” હં ુ અને ભાઈ સિપાઈઓ સાથે ત્યાં સાત દીવા મૂકી આવ્યાં. રાત્રે અમે બધાંએ પાછો આઇસક્રીમ ખાધો. એથી મારું પેટ બગડ્યું. બાપુ રાત્રે પથારીમાં સૂતા ત્યારે કહે વા લાગ્યા, “આ બધું તમે લોકોએ કર્યું એના ઔચિત્ય વિશે મને શંકા છે.” તેમને લાગતું હતું કે આપણે બધાં કેદી છીએ અને કેદીઓને વળી ઉત્સવ શા?
વખતે બાપુએ કહ્યું, “સિપાઈઓને તો ફળ આપ્યાં, પણ કેદીઓને તો કશું આપ્યું નહીં.” મેં કહ્યું, “આપશું. આપ જોયા કરજો.” બપોરે કેદીઓને ખાવાની ચીજો મળતી જોઈ બહુ રાજી થયા. જ ેલમાં કેદીઓ સામાન્ય ચીજોને માટે પણ બહુ તલસે છે. કટેલી સાહે બે બધાંને માટે આઇસક્રીમ બનાવડાવ્યો. બાપુને માટે બકરીના દૂધનો બનાવ્યો અને પોતાના હાથે સંચો ફે રવ્યો. સાંજ ે ભોજન વખતે સરોજિની નાયડુના આગ્રહને વશ થઈ બાપુએ આજ ે ત્રીસ વરસ પછી થોડો આઇસક્રીમ ખાધો. અમે બધાંએ ધરાઈ ધરાઈને ખાધો. બધા સિપાઈઓ અને કેદીઓને પણ આપ્યો. બાપુ રાજી થયા. બોલ્યા, “આ લોકોને આવી વાનીઓ જોવાની પણ મળતી નથી.” સાંજ ે મહાદેવભાઈની સમાધિ પર નવાં ફૂલ
[‘બાપુના કારાવાસની કહાણી’ માંથી]
o
ગાંધીજીના જીવનનાં અંતિમ વર્ષોનો દસ્તાવેજ
પ્યારે લાલ લિખિત પૂર્ણાહુતિ
[ચાર ભાગમાં] • કિંમત : દરે ક ભાગના રૂ. ૧૦૦ ગાંધીજીએ પાર કરવાની હતી તે બાધાઓ હમેશાં કેવળ ભૌતિક ભૂમિકા પરની નહોતી; ઘણુંખરું તે નૈતિક અને આધ્યાત્મિક ભૂમિકા પરની હતી. તે હમેશાં તેમના કહે વાતા વિરોધીઓ તરફથી નહીં, પણ ઘણા પ્રસંગોએ, દક્ષિણ આફ્રિકાથી આવ્યા બાદ ત્રીસ વરસ જ ેટલા લાંબા ગાળા દરમિયાન તેમણે જ ેમની સાથે કામ કર્યું હતું અને જ ેઓ તેમનો દેહ ભસ્મીભૂત થયા પછી મશાલ ઊંચી પકડી રાખશે એવી જ ેમને વિષે તેમણે ગણતરી રાખી હતી, જ ેમને તેઓ છોડી દેનાર નહોતા અને જ ેમને તેમના વિના ચાલી શકે એમ નહોતું, તેમના તરફથી આવી હતી. આ ગ્રંથનાં પૃષ્ઠોમાં શું છે તેનો સાર આપવાનો પ્રયાસ કરવાનું શક્ય નથી અને ઇચ્છવાજોગ પણ નથી. …એ કાર્ય કેટલું બધું મુશ્કેલ અને નાજુ ક છે અને લેખકે તે કેટલું સરસ રીતે પાર પાડ્યું છે. રાજ ેન્દ્રપ્રસાદ [રાષ્ટ્રપતિ ભવન, ૧૯૫૬]
नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૯]
177
જેલ-જીવન, ગાંધી-સોબત, અને સરદારની વિનોદ-ચાંદની
સ્કેચ : મનીષ પીમ્પલે
ડૉ. અશ્વિનકુ માર
ગાંધીજી અને સરદાર વચ્ચે લગભગ ત્રીસ વર્ષનો
સુવાસભર્યો સહવાસ છે. પ્રારં ભમાં મોહનદાસને વલ્લભભાઈ ‘અક્કડપુરુષ’ લાગે છે. ગોરં ભમાં એ જ સરદાર ગાંધીજીનો ‘જમણો હાથ’ બની રહે છે. ૯-૧-૧૯૧૫ના રોજ વતન-વાપસી બાદ બહુ થોડા વખતમાં ગાંધીજીને ‘મહાત્માજી’નું બિરુદ મળ્યું હતું. એ વેળાએ વલ્લભભાઈએ ટીકા કરી હતી કે, “આપણે ત્યાં મહાત્માઓ બેસુમાર છે.” (‘ગાંધી’સ ટ્રુ થ’, એરિક એરિક્સન, પૃ. ૯૦) આ જ વલ્લભભાઈ ગાંધીવિદાયના આઘાતમાં ૯-૨-૧૯૪૮ના રોજ નરહરિ પરીખને પત્રમાં લખે છે : “આપણે માથેથી છત્ર ચાલી ગયું.” (‘સરદારશ્રીના પત્રો-૪’, પૃ. ૩૬૫) 178
ગાંધી-સરદાર સંબંધ વિશે કાકાસાહે બ કાલેલકર ‘ગાંધીપરિવારના જ્યોતિર્ધરો’માં નોંધે છે : “ગાંધીજી અને સરદાર વલ્લભભાઈએ એકબીજાને બરાબર ઓળખ્યા. બંનેને આનંદ હતો કે આપણને એક સારા લગભગ સમાનધર્મી મળી ગયા. સરદાર વલ્લભભાઈમાં ચારિત્રની ઊંચાઈ ન હોત તો ગાંધીજી એમને પોતાનો ‘જમણો હાથ’ ન બનાવત. ગાંધીજીમાં તેજસ્વિતા અને તીવ્ર દેશભક્તિ ન હોત તો વલ્લભભાઈ જ ેવા માની પુરુષ એમના સિપાહી ન બનત. બંનેમાં આદર્શની સમાનતા ન હોત તો ત્રીસ વરસ સુધી બંનેનો આટલો ઘનિષ્ઠ સહયોગ ચાલી ન શક્યો હોત.” [ મે ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ
સરદાર વ્યક્તિ તરીકે પાક્કા છે, અભિવ્યક્તિમાં એક્કા છે. પાંચ ફૂટ સાડા પાંચ ઇંચ જ ેટલી ઊંચાઈ અને એકસો છેતાળીસ રતલ આસપાસનું વજન ધરાવતા વલ્લભભાઈ પાસે અમર્યાદિત, અસાધારણ, અજોડ વિનોદવૃત્તિ છે. તેમની લાયકાત અને વકીલાતથી એમનાં વાણી-વર્તનમાં વ્યંગરં ગ ભળે છે. સરદારમાં નિર્ભયતા, નેતૃત્વશક્તિ, નિખાલસતા છે. વ્યંગના ચાબૂક મારવા માટે આટલા ગુણો પૂરતા છે! મો.ક.ગાં. કરતાં વ.ઝ.પ. ઉંમરમાં છ વર્ષ અને ઓગણત્રીસ દિવસ નાના છે. સરદાર માટે ગાંધીજી સાથે વિનોદ-વિહાર કરવા આટલું વયઅંતર પૂરતું ઓછુ ં અને પ્રમાણમાં સલામત છે! ‘વિનોદ-વલ્લભ’ સરદાર લોકજીવનની વાસ્તવિકતા પણ જાણે છે અને ગાંધીજીવનની નિકટતા પણ માણે છે. મો.ક. ગાંધી સાથે મોકળાશ અનુભવનાર વલ્લભભાઈ સત્યના પ્રયોગવીર સામે વ્યંગના પ્રયોગો કરી શકે છે. કારણ કે, ગાંધીજી હસી શકે છે, સહી શકે છ!ે મોહન-વલ્લભ-મહાદેવના ત્રિવેણી સંગમમાં, યરવડામંદિર સાચે જ દિવ્ય-ભવ્ય-નવ્ય જણાય છે. મહાદેવભાઈની રોજ-નોંધમાં સરદારના વ્યંગ-રૂપનું મનોહર દર્શન કરી શકાય છે. ‘સરદાર : એક સમર્પિત જીવન’ના લેખક રાજમોહન ગાંધીના મતાનુસાર, “…આ ડાયરીમાં વલ્લભભાઈનું જીવંત સ્વરૂપ જોવા મળે છે, તેટલું બીજ ે કશે મળતું નથી…” (પૃ. ૨૧૩) જાન્યુઆરી, ૧૯૩૨થી મે, ૧૯૩૩ સુધીના ગાંધીસોબતના સોળ માસના જ ેલજીવનમાં સરદારની વિનોદ-ચાંદની સોળે કળાએ ખીલેલી અનુભવી શકાય છે. જ ેલવાસ દરમિયાન ગાંધીજી માટે ખજૂ ર ધોવાનું, દાતણ કૂ ટવાનું, સોડા બનાવવાનું… વગેરે કામ વલ્લભભાઈએ દિલથી સ્વીકાર્યું હતું. ‘મહાદેવભાઈની ડાયરી’ના પહે લા ભાગમાં નોંધ છે : વલ્લભભાઈ બાપુને હસાવવામાં બાકી નથી नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૯]
સરદાર ખિન્ન નહીં, પ્રસન્ન રહેવા માટે સર્જાયેલા છે. ગાંધીકથાકાર નારાયણ દેસાઈ ‘મને કેમ વીસરે રે?’માં લખે છે : “સરદારનો વિનોદ એમની આંતરિક પ્રસન્નતામાંથી સ્ફૂરતો. અલબત્ત એ કોઈ વાર સામાને દઝાડે એવો આકરો પણ થઈ જતો. કદાચ વકીલાતના જમાનાના એ સંસ્કાર હશે
રાખતા. આજ ે પૂછ ે : “કેટલાં ખજૂ ર ધોઉં?” બાપુ કહે : “પંદર.” એટલે વલ્લભભાઈ કહે : “પંદરમાં અને વીશમાં ફે ર શું?” બાપુ કહે : “ત્યારે ‘દશ.’ ” કારણ દશમાં અને પંદરમાં ફે ર શું?” (પૃ. ૯) જમી રહ્યા પછી વલ્લભભાઈ હં મેશની જ ેમ દાતણ કૂ ટીને તૈયાર કરવા બેઠા. પછી કહે : “ગણ્યાગાંઠ્યા દાંત રહ્યા છે તોપણ બાપુ ઘસ ઘસ કરે છે. પોલું હોય તો ઠીક પણ સાંબેલું વગાડ વગાડ કરે છે.” (પૃ. ૧૩) વલ્લભભાઈની ગમ્મત આખો દિવસ ચાલતી જ હોય. બાપુ બધી વસ્તુમાં ‘સોડા’ નાખવાનું કહે છે. એટલે વલ્લભભાઈને એ એક મોટો મજાકનો વિષય થઈ પડ્યો છે. કંઈક અડચણ આવે એટલે કહે : “સોડા નાખોની!” અને એની હાસ્યજનકતા બતાવવાને સારુ… વૈદ્યના નેપાળાની વાત કરીને ખૂબ હસાવ્યા. (પૃ. ૧૪) ગાંધીજી જ ેલમાં ક્યારે ક મોડે સુધી બેસીને બહુ કાગળો લખાવતા. આ અંગે મહાદેવભાઈ નોંધે છે: “વલ્લભભાઈ પણ હવે મંત્રીની પદવીએ ચડ્યા અને ઢગલા કાગળો ઉકેલવામાં મદદ કરવા લાગ્યા. એમને તો પાછુ ં મનગમતું કામ. એમના વિનોદનો ફુવારો તો ચાલતો જ હોય. કોઈના કાગળમાં જોયું 179
કે સ્ત્રી કુ રૂપ છે એટલે ગમતી નથી, એટલે તરત બાપુને કહે : “લખોની કે આંખ ફોડી નાખીને એની સાથે રહે , એટલે કુ રૂપ જોવાનું નહીં રહે !” (મહાદેવભાઈની ડાયરી, ભાગ-૨, પૃ. ૨૭૫) સરદાર પાસે સચોટ તળભાષા જીભવગી છે. ગાંધીજી કહે છે : “વલ્લભભાઈની ખેડૂતી ગુજરાતી તેની પાસેથી કોઈ હરી જ ન શકે.” (કિ. ઘ. મશરૂવાળાને પત્ર, ૨૧-૯-૧૯૩૨, ‘ગાંધીજીનો અક્ષરદેહ’, ૫૧:૧૨૦) આ જ રીતે સરદારના વિનોદ-સામર્થ્ય વિશે ગાંધીજી ‘हरिजन’ (૨૫-૨૧૯૩૩)માં લખે છે : “…મારી પાસે સરદાર વલ્લભભાઈ પટેલ રૂપે એક લાડકો વિદૂષક છે. તેઓ મને પોતાની અણધારી ગંમતની વાતોથી હસાવીને લગભગ બેવડ વાળી દે છે. તેમની હાજરીમાં ખિન્નતા પોતાનું ભૂંડુ ં મુખ છુ પાવીને ભાગી જાય છે. ગમે તેવી ભારે નિરાશા પણ તેમને લાંબો વખત ઉદાસ રાખી શકતી નથી અને તેઓ મને એકથી બીજી મિનિટ માટે ગંભીર રહે વા દેતા નથી. તેઓ મારા ‘સાધુપણા’ને પણ છોડતા સંદર્ભ-સૂચિ :
Erikson, Erik. (1970). Gandhi’s Truth : On the Origins of Militant Nonviolence. Faber and Faber Limited : London. કાલેલકર, કાકાસાહે બ. (૧૯૭૫). ગાંધીપરિવારના જ્યોતિર્ધરો. નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ. ગાંધી, મોહનદાસ (૧૯૭૮). ગાંધીજીનો અક્ષરદેહ (ગ્રંથ ૫૧). નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ. ગાંધી, મોહનદાસ (૧૯૭૮). ગાંધીજીનો અક્ષરદેહ (ગ્રંથ ૫૩). નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ. ગાંધી, રાજમોહન (૨૦૧૦). સરદાર પટેલ : એક સમર્પિત જીવન (અનુવાદક : નગીનદાસ સંઘવી; પહે લી આવૃત્તિ, ૧૯૯૪; અગિયારમું પુનર્મુદ્રણ, ૨૦૧૦). નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ. 180
નથી!…” (‘ગાંધીજીનો અક્ષરદેહ’, ૫૩:૪૫૦) સરદાર ખિન્ન નહીં, પ્રસન્ન રહે વા માટે સર્જાયેલા છે. ગાંધીકથાકાર નારાયણ દેસાઈ ‘મને કેમ વીસરે રે ?’માં લખે છે : “સરદારનો વિનોદ એમની આંતરિક પ્રસન્નતામાંથી સ્ફૂરતો. અલબત્ત એ કોઈ વાર સામાને દઝાડે એવો આકરો પણ થઈ જતો. કદાચ વકીલાતના જમાનાના એ સંસ્કાર હશે. પરં તુ કઠોર ગણાતા સરદારના હૃદયમાં જો વિનોદ અને હાસ્યરસનાં ઝરણાં ન હોત તો જીવનની આટઆટલી આકરી કસોટીઓમાંથી પાર ન ઊતર્યા હોત.” આપણે સરદારના જીવનમાંથી એટલું તો પામીએ કે હાસ્ય એ જિંદગી જીવવાનું રહસ્ય છે. આજના મોટા ભાગના લોકનેતાઓનાં વિચારવાણી-વર્તન ઓછા હાસ્યપ્રેરક અને વધારે હાસ્યાસ્પદ છે. સરદાર જ ેવો વિનોદ પ્રગટાવવા માટે અણીશુદ્ધ ચારિત્ર, તળનો સંપર્ક, સમસ્યાની સમજણ, લોકભાષામાં અભિવ્યક્તિ અને ગાંધીજી જ ેવા જીવન-કવનનો સંગ પણ જોઈએ!
દેસાઈ, નારાયણ (૧૯૮૬). મને કેમ વિસરે રે ?. બાલગોવિંદ પ્રકાશન : અમદાવાદ. પટેલ, મણિબહે ન (સંયોજક-સંપાદક) (૧૯૮૧). સરદારશ્રીના પત્રો–૪ : બાપુ, સરદાર અને મહાદેવભાઈ (જન્મશતાબ્દી ગ્રંથમાળા–ગ્રંથ ચોથો) (પહે લી આવૃત્તિ, ૧૯૭૭; ત્રીજી આવૃત્તિ, ૧૯૮૧) સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન : અમદાવાદ. પરીખ, નરહરિ (સં.) (૧૯૪૮). મહાદેવભાઈની ડાયરી પુસ્તક પહે લું. નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ. પરીખ, નરહરિ (સં.) (૧૯૪૯). મહાદેવભાઈની ડાયરી પુસ્તક બીજુ .ં નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.
[ મે ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ
લોકપ્રતિનિધિઓ પાસેથી ગાંધીજીની અપેક્ષા
સત્તરમી લોકસભાનાં પરિણામ આવી ચૂક્યાં છે અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની આવનારાં પાંચ વર્ષ સુધી શી ભૂમિકા રહે શે તે ટૂ કં સમયમાં નિશ્ચિત થશે. દેશની અંદાજિત એકસો પાંત્રીસ કરોડની વસ્તી સામે સંસદમાં ૫૪૫ સભ્યો ચૂંટાઈને આવે છે. આ સભ્યો પર દેશની સ્થિતિ અને પાંચ વર્ષનો સમય જોતાં જંગી કાર્યબોજ હોય છે. આ કાર્યબોજને પહોંચી વળવા માટે જ સાંસદસભ્યોને વિશેષ અધિકારો અને સવલતો મળે છે. જોકે, જનપ્રતિનિધિઓને જમીની સ્તરે જ્યારે કામ કરવાનું આવે છે ત્યારે તેઓ તેમાં મહદંશે ઊણા ઊતરે છે, અને તેમાં અપવાદ કહી શકાય તેવા સાંસદસભ્યોનો આંકડો ત્રણ ડિજિટ સુધીય પહોંચતો નથી! સાંસદસભ્યોના પક્ષે થઈ રહે લી પ્રજાનાં કાર્યોની સતત ઉપેક્ષાને પ્રજાની અપેક્ષા સુધી પહોંચાડવી હોય તો ગાંધીજીનાં કેટલાંક લખાણો ઉપયોગી થાય એમ છે. આ લખાણ હરિપ્રસાદ વ્યાસે સંપાદિત કરે લાં પુસ્તક 'ગાંધીજીની અપેક્ષા'[લોકપ્રતિનિધિઓ પાસે રાષ્ટ્રપિતાએ રાખેલી અપેક્ષા]માં ક્રમવાર જોવા મળે છે. આ પુસ્તક હાલ ગુજરાતીમાં તો ઉપલબ્ધ નથી [હિન્દીમાં गांधीजी की अपेक्षा અને અંગ્રેજીમાં Gandhiji’s Expectationsના નામે ઉપલબ્ધ છે] પણ તેમાંથી કેટલાંક સંપાદિત થયેલાં લખાણ આજ ેય પ્રસ્તુત છે. કેટલીક વાતો તો પ્રજાના પ્રતિનિધિઓ માટે દીવાદાંડી સમાન બને એમ છે. ...
આપણે લાંબા વખતથી એમ માનવાને ટેવાયા છીએ
કે પ્રજાને સત્તા કેવળ ધારાસભાઓ મારફતે મળે છે. આ માન્યતાને હં ુ આપણી એક ગંભીર ભૂલ માનતો આવ્યો છુ .ં એ ભ્રમનું કારણ કાં તો આપણી જડતા છે, કાં તો અંગ્રેજોના રીતરિવાજોએ આપણા પર જ ે ભૂરકી નાખી છે તે છે. બ્રિટિશ લોકોના ઇતિહાસના ઉપરચોટિંયા અભ્યાસ પરથી આપણે એવું સમજ્યા છીએ કે, રાજ્યતંત્રની ટોચે આવેલી પાર્લમેન્ટોમાંથી સત્તા ઝમીને પ્રજાની અંદર ઊતરે છે. સાચી વાત એ છે કે, સત્તા લોકોમાં વસે છે, લોકોની હોય છે, અને લોકો પોતાના પ્રતિનિધિઓ તરીકે વખતોવખત જ ેમને પસંદ કરે છે તેમને તેટલા વખત પૂરતી તેની સોંપણ કરે છે. અરે , લોકોથી સ્વતંત્ર એવી પાર્લમેન્ટોની સત્તા તો શું, હસ્તીયે હોતી નથી. છેલ્લાં એકવીસથીયે વધારે વર્ષોથી આટલી સીધીસાદી વાત લોકોને ગળે ઉતારવાને હં ુ મથ્યા કરું છુ .ં સત્તાનો અસલ ભંડાર તો સત્યાગ્રહ
नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૯]
અથવા સવિનયભંગની તાકાત છે. એક આખી પ્રજા પોતાની ધારાસભાના કાયદાઓ પ્રમાણે ચાલવાનો ઇનકાર કરે છે, અને એવા સવિનયભંગનાં પરિણામો વેઠવાને તૈયાર થાય તો શું થાય તેની કલ્પના કરો! એવી પ્રજા સરકારના ધારાસભાના ને વહીવટી તંત્રને આખું ને આખું થંભાવી દેશે. સરકારનું પોલીસનું ને લશ્કરનું બળ, ગમે તેવી જબરી હોય તોપણ લઘુમતીને દબાવવા પૂરતું જ કામ આવે છે. પણ આવી પડે તે બધું સહન કરવાને જ ે આખી પ્રજા તૈયાર હોય તેના દૃઢ સંકલ્પને નમાવવા કોઈ પોલીસની કે લશ્કરની જબરજસ્તી કામ આવતી નથી. i
...ધારાસભાઓમાં બેસનારા સભ્યોને મળતો પગાર અને ભથ્થાં, તે લોકો દેશનું જ ે કામ કરે છે, તેના પ્રમાણમાં અત્યંત વધારે પડતાં છે. જ ે દેશ દુનિયામાં સૌથી ગરીબ છે, તેની સામાન્ય 181
આવક સાથે જરાયે મેેળ ન ખાય એવા પગારો ને ભથ્થાંના એ દર અંગ્રેજી નમૂનાને ધોરણે મુકરર થયેલા છે. તેથી ... હં ુ એવું સૂચવું છુ ં કે, પ્રધાનોએ પોતપોતાની ધારાસભાની સંમતિ મેળવી, જરૂરિયાતો નજરમાં રાખી, એ બધા દર ઉતારી નાખવા, અને દરમિયાન સભ્યે, પોતે જ ે પક્ષનો હોય તેને પોતાને મળતી આખી રકમ આપી દઈ પક્ષ જ ે ઠરાવી આપે તેટલું જ લેવાનું રાખવું; અને એમ ન બની શકે, તો પોતાનું અંતઃકરણ કહે તે મુજબ કેવળ પોતાને માટે તેમ જ પોતાના કુ ટુબ ં ને માટે વાજબી લાગે તેટલું જ રાખી, બાકીની રકમ રચનાત્મક કાર્યક્રમના એકાદ અંગના અમલમાં અથવા એવી જ કોઈ જાહે ર સેવાની પ્રવૃત્તિમાં વાપરવી. જ ે પગાર અને ભથ્થાંની રકમ લેવાની છૂટ છે, તે લેવી જ પડે એવી સ્થિતિ હોય એ ખરું , પણ તેથી જરૂર હોય તેથી વધારે વાપરી ખાવાની જબરજસ્તી થોડી જ છે? સાધ્ય સારું હોય તો ગમે તેવું સાધન ચાલે, એ મુદ્દો આમાં ક્યાંયે આવતો નથી. i
સાદાઈ આ પ્રધાનો તેમના પ્રાંતોના વહીવટમાં દાખલ કરે એવી આશા રાષ્ટ્ર એમની પાસેથી રાખશે. એ સાદાઈની એમને શરમ ન આવવી જોઈએ, તેઓ એમાં ગૌરવ માને. આપણે જગતની ગરીબમાં ગરીબ પ્રજા છીએ, અને આપણે ત્યાં કરોડો માણસો અડધો ભૂખમરો વેઠ ે છે. એવા દેશના પ્રતિનિધિઓએ પોતાને ચૂંટનાર મતદારોના જીવનની જોડે જ ેનો કશો જ મેળ ન હોય એવી ઢબે ને એવી રહે ણીએ રહે વાય જ નહીં. વિજ ેતા અને રાજ્યકર્તા તરીકે આવનાર અંગ્રેજોએ જ ે રહે ણીનું ધોરણ દાખલ કર્યું તેમાં જિતાયેલા અસહાય લોકોનો બિલકુ લ વિચાર કર્યો નહોતો. i
182
પ્રધાનો જો તેમને ૧૯૨૦થી વારસામાં મળેલી સાદાઈ અને કરકસર કાયમ રાખશે તો તેઓ હજારો રૂપિયા બચાવશે, ગરીબોનાં દિલમાં આશા પેદા કરશે, અને સંભવ છે કે સરકારી નોકરોની ઢબછબ પણ બદલાવશે. મારે એ તો બતાવવાની જરૂર ભાગ્યે જ હોય કે સાદાઈનો અર્થ એ નથી કે મેલાઘેલા રહે વું. સાદાઈમાં જ ે સુંદરતા ને કળા રહે લી છે તે ઊડીને આંખે વળગે એવી હોય છે. સ્વચ્છ, સુઘડ ને ગૌરવશીલ રહે વાને સારુ પૈસા બેસતા નથી. આડંબર તથા દબદબો અને અશિષ્ટતા એ ઘણી વાર એક જ અર્થના શબ્દો થઈ પડે છે. i
પ્રધાનપદ એ કેવળ સેવાનાં દ્વાર છે, અને જ ેમને એ કામ સોંપવામાં આવે તેમણે તે પ્રસન્નતાપૂર્વક અને પોતાની બનતી બધી શક્તિ વાપરીને એ સેવા કરવી જોઈએ. એટલે આ હોદ્દાઓને વિશે પડાપડી તો કદી કરાય જ નહીં. અનેક માણસોના સ્વાર્થોને સંતોષવાને સારુ પ્રધાનોની જગાઓ ઊભી કરવી એ તો તદ્દન ગેરવાજબી ગણાય. હં ુ મુખ્ય પ્રધાન હોઉં અને મને આવી માગણી કરનારાઓ આવીને પજવ્યા કરે તો મને ચૂંટનારાઓને કહી દઉં કે તમે બીજો આગેવાન ચૂંટી લો. આ હોદ્દાઓ તો ગમે ત્યારે છોડી દેવા પડે એમ માનીને રાખવાના છે; એને બાથ ભીડીને બેસી જવાનું નથી. એ તો કાંટાના મુગટ હોવા જોઈએ, કીર્તિના કદી નહીં. એ હોદ્દા આપણે લીધા છે તે તો એટલા માટે કે એનાથી આપણા ધ્યેય પ્રત્યે વધારે વેગથી કૂ ચ કરવાની શક્તિ આપણને મળે છે કે નહીં એ આપણે જોવું છે. જો સ્વાર્થી લોકો અથવા અવળે રસ્તે દોરાયેલા અતિ ઉત્સાહી માણસો મુખ્ય પ્રધાનો પર જબરદસ્તી કરીને ચડી બેસે એવું બનવા દઈએ તો એ મહા ખેદજનક વસ્તુ થઈ જાય. જ ેઓને આખરે પ્રધાનોના [ મે ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ
હાથમાં સત્તા સોંપવાનો અધિકાર છે એમની પાસેથી ખોળાધરી લેવી જો આવશ્યક હતી, તો આપણા પક્ષના માણસો પાસેથી સમજ, અડગ, વફાદારી ને ઐચ્છિક નિયમપાલનની ખોળાધરી લેવી બમણી આવશ્યક છે.
ઠીક ઠીક વિચાર કરીને ઘડેલી પણ નિશ્ચિત રાજ્યનીતિ નક્કી કરે , અને સરકારી નોકરવર્ગ તેના વતી અપાયેલાં વચનો પણ સાચાં પાડે ને જ ે લૂણ ખાય છે તેને વફાદાર નીવડે.
i
વ્યક્તિ તરીકે પ્રધાન મુખ્યત્વે પોતાને ચૂંટનાર મતદારોને જવાબદાર છે. જો તેની ખાતરી થાય કે પોતે એ મતદારોનો વિશ્વાસ ગુમાવી બેઠો છે અથવા તો પોતે જ ે વિચારોને સારુ ચૂંટાયેલો તે વિચારો પોતે બદલ્યા છે, તો તે રાજીનામું આપે. પ્રધાનો મંડળ તરીકે ધારાસભાના સભ્યોની બહુમતીને જવાબદાર છે, અને એ સભ્યો એમના પર અવિશ્વાસનો ઠરાવ પસાર કરીને કે એવી બીજી રીતે પ્રધાનોને હોદ્દા પરથી ખસેડી શકે છે.
સૌથી સચોટ કસોટી તો એ છે કે જ ે પક્ષે મુખ્ય પ્રધાનોની ચૂંટણી કરી છે તે પક્ષના સભ્યોને પ્રધાનોની થયેલી પસંદગી ગમવી જોઈએ. કોઈ પણ મુખ્ય પ્રધાન પોતાની પસંદગીના પુરુષ કે સ્ત્રીનો પક્ષની પાસે પરાણે સ્વીકાર કરાવી ન શકે. એ આગેવાન એટલા માટે છે કે શક્તિ, માણસો વિશેનું જ્ઞાન, અને નેતાપદને માટે આવશ્યક બીજા ગુણો એનામાં છે એવો એના પક્ષનો એના પર પૂરેપૂરો વિશ્વાસ છે.
i
i
પ્રધાનો સાદાઈથી રહે ને સખત કામ કરે એટલું બસ નથી. તેઓ જ ે ખાતાં પર કાબૂ ધરાવે છે તે પણ એવી વૃત્તિમાં સામેલ થાય એ એમણે જોવાનું રહ્યું છે. એટલે ન્યાય સસ્તો થવો જોઈએ ને જલદી મળવો જોઈએ. આજ ે તો એ ધનવાનોના શોખની ને જુ ગારીની મોજની વસ્તુ છે. પોલીસો પ્રજાને ડરાવનારા નહીં પણ પ્રજાના મિત્ર હોવા જોઈએ. કેળવણીમાં ધરમૂળથી એવો પલટો થવો જોઈએ કે જ ેથી દેશને ચૂસનાર સામ્રાજ્યવાદીની નહીં પણ ગરીબમાં ગરીબ ગ્રામવાસીની જરૂરિયાત પૂરી પાડે.
પ્રધાનોએ લોકોને મળવું જ જોઈએ. તેમના સદભાવ ઉપર જ તેમની હસ્તીનો આધાર છે. હળવી તેમ જ ગંભીર બધી ફરિયાદો તેમણે સાંભળવી જ જોઈએ. પરં તુ બધાનું અથવા તેમને મળેલા પત્રોનું અથવા તો તેમણે આપેલા નિર્ણયોનું પણ તેઓ દફ્તર ન રાખે તો ચાલે. પોતાની સ્મૃતિને તાજી કરવા પૂરતું તથા નક્કી કરે લી પ્રથાને ચાલુ રાખવા પૂરતું જરૂરી દફ્તર જ તેઓ રાખે. ખાતાની રૂએ ચાલતો ઘણોખરો પત્રવ્યવહાર બંધ થવો જોઈએ....તેઓ તો આ દેશમાં વસતા પોતાના કરોડો શેઠના ગુમાસ્તા છે.
i
i
...પ્રધાનોને સિવિલ સર્વિસની સંગઠિત કાર્યશક્તિનો ઉપયોગ તેમની નીતિનો અમલ કરવા માટે મળવો જ જોઈએ. ગમે તેવા મનસ્વી ગવર્નરો અને વાઇસરોયે ઠરાવેલી રાજ્યનીતિને અમલમાં ઉતારવાનું સરકારી નોકરવર્ગ શીખેલો છે. પ્રધાનો
પ્રધાનો અને પ્રાંતિક ધારાસભાના સભ્યો પ્રજાના સાચા સેવક હોવા જોઈએ, મુખી કે શેઠ નહીં. જો તેઓ પગારનું સરકારી ધોરણ સ્વીકારે તો તેઓ ખુએ. અમુક પગાર બધાને મળી શકે છે માટે તે બધાએ લેવો જ જોઈએ એમ નથી. પગારનું ધોરણ
i
नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૯]
183
થવા દે તો પ્રધાનોની ફજ ેતી થશે.
મર્યાદા બાંધવા પૂરતું જ છે. કોઈ શ્રીમંત માણસ પૂરો પગાર અથવા તો તેનો અંશમાત્ર પણ લે તો તે હાસ્યાસ્પદ ગણાય. જ ે વગર પગારે સેવા નથી આપી શકતા તેને માટે પગાર છે. દુનિયામાં ગરીબમાં ગરીબ પ્રજાના તેઓ પ્રતિનિધિ છે. ગરીબોના પૈસામાંથી તેમનો પગાર નીકળે છે. આ મુખ્ય વસ્તુ ધ્યાનમાં રાખીને તેઓએ જીવવાનું છે ને રાજતંત્ર ચલાવવાનું છે.
i
કાયમના અમલદારો પ્રધાનોની આગળ જ ે કાગળો મૂકે તે વાંચવા ને સહી કરવી એટલું જ કામ જો પ્રધાનો પાસે હોત તો એ તો સહે લ વાત હતી. પણ દરે ક કાગળનો અભ્યાસ કરવો અને નવી-નવી કાર્યપ્રણાલી વિચારી કાઢવી ને તેને અમલમાં ઉતારવી એ સહે લું કામ નથી. પ્રધાનોએ સાદાઈ ધારણ કરી એ આરં ભ તરીકે આવશ્યક હતું. છતાં જો તેઓ આવશ્યક ઉદ્યોગ, શક્તિ, પ્રામાણિકતા, નિષ્પક્ષપણું અને વિગતો ઉપર કાબૂ મેળવવાની અગાધ શક્તિ નહીં બતાવે તો એકલી સાદાઈ એમને કંઈ કામ આવવાની નથી.
i
પ્રધાનોના દિલમાં અસ્પૃશ્યતાના, નાતજાતના કે મારું તારું એવો ભેદભાવ ન હોય. કોઈની જરા પણ લાગવગ ક્યાંય ન ચાલવી જોઈએ. સત્તાધારીને મન પોતાનો સગો ભાઈ, કે એક સામાન્ય ગણાતો શહે રી, કારીગર, મજૂ ર, બધા જ સરખા હોવા જોઈએ.
i
પોતાનાં નામો મતદાર તરીકે નોંધાવી આવવાની તસ્દી લેનાર તથા અંગમહે નત કરી રાજ્યને પોતાની સેવા આપનાર દરે ક જણ, મરદ અથવા ઓરત, અસલ વતની અથવા હિં દુસ્તાનને પોતાના દેશ કરી અહીં વસેલા, મોટી ઉંમરના વધારે માં વધારે લોકોના મતો વડે મેળવેલી સંમતિથી થતું હિં દુસ્તાનનું શાસન એટલે સ્વરાજ. આધુનિક જમાનાના સંપૂર્ણ હકવાળી પાર્લમેન્ટથી હિં દુસ્તાનનું રાજ્યતંત્ર ચાલે એને હં ુ સ્વરાજ કહં ુ છુ.ં આજ ે મારી સામુદાયિક પ્રવૃત્તિનું ધ્યેય હિં દુસ્તાનની પ્રજાની ઇચ્છા પ્રમાણેનું પાર્લમેન્ટરી ઢબનું સ્વરાજ પ્રાપ્ત કરવાનું છે એ વિશે કશી શંકા નથી. એવી પાર્લમેન્ટ આપણને ન મળે તો આપણે અતોભ્રષ્ટ તતોભ્રષ્ટ થઈ જઈએ. ...
i
અંતરનાદને વશ વર્તીને ચાલનાર પ્રધાનને માનપત્રો અને બીજાં માનપાન લેવાનો કે અતિશયોક્તિવાળી કે યોગ્ય સ્તુતિવાળાં ભાષણ કરવાનો વખત હોય જ નહીં. અથવા જ ે મુલાકાતીઓને પોતે બોલાવ્યા ન હોય કે જ ેઓ પોતાના કામમાં મદદ કરે એમ લાગતું ન હોય તેવાઓ જોડે વાતો કરવા બેસવાનો વખત હોય નહીં. સિદ્ધાંતની દૃષ્ટિએ જોતાં તો લોકશાહીનો આગેવાન હમેશાં પ્રજાનો બોલાવ્યો તેમને મળવા કે ગમે ત્યાં જવા તત્પર રહે શે. એ એમ કરે એ યોગ્ય જ છે. પણ પ્રજાએ એને માથે મૂકેલા કર્તવ્યમાં ક્ષતિ આપવા દઈને તેમ કરવાની ધૃષ્ટતા તે ન કરે . પ્રધાનોને જ ે કામ સોંપાયેલું છે તેમાં જો તેઓ પારં ગત નહીં થાય કે પ્રજા તેમને પારં ગત નહીં o
184
[ મે ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ
ગાંધીજીની દિનવારી: ૧૦૦ વર્ષ પહે લાં
ચંદુલાલ ભગુભાઈ દલાલ
રૉલેટ બિલની વિરુદ્ધ થયેલા દેશવ્યાપી સવિનયભંગનો આરં ભ અને તેમાં થયેલી હિં સા સાથે આ લડતને તત્કાલ મોકૂ ફ રાખવામાં આવી. ગત મહિનામાં સિલસિલાવાર ઘટનાઓને આ મહિને અવકાશ મળ્યો હતો, પણ એ અવકાશમાં ગાંધીજીએ बोम्बे क्रोनिकलના તંત્રી બી. જી. હોર્નિમેનનો મુદ્દો ઉપાડ્યો. બી. જી. હોર્નિમેનને દેશનિકાલ કરવામાં આવ્યા હતા અને તેમની આ સજાને યોગ્ય ઠેરવવા અંગ્રેજ સરકારે આ પ્રમાણે કારણ આપ્યું હતું : “રમખાણો ચાલી રહ્યાં હતાં ત્યારે જ મિ. હોર્નિમેને પોતાનાં છાપાંનો ઉપયોગ આગને વધારવામાં કરવા માંડ્યો.” હોર્નિમેન વિશે આ પ્રમાણેની વિગત તત્કાલીન ભારતમંત્રી ઈ. એસ. મોન્ટેગ્યુએ ભરી હતી. જોકે બી. જી. હોર્નિમેનની ભૂમિકા સવિનયભંગ દરમિયાન થયેલી હિં સામાં અંગ્રેજ સરકારે દાખવી છે તેનાથી સામે છેડાની હતી. આ વિશે ગાંધીજી લખે છે કે, “સવિનયભંગની લડતનો ઉપયોગ થવાનો ખતરો ઊભો થયો, ત્યારે તેમણે [બી. જી. હોર્નિમેને] લડત બંધ કરી દેવાની સલાહ આપી હતી.” સવિનયભંગની મોકૂ ફી છતાંય ગત મહિનાથી આરં ભાયેલા સત્યાગ્રહની સમજ આપવાનો ગાંધીજીનો ક્રમ નિયમિત હતો. सत्याग्रह पत्रिका-૧૩માં સત્યાગ્રહ વિશે સમજ આપતાં તેઓ લખે છે કે, “સત્યાગ્રહી પોતાના વિરોધી પ્રત્યે દુર્બુદ્ધિ અથવા તો દ્વેષભાવ સેવીને અથવા વધારીને પોતાના ધ્યેયે પહોંચવાની કદી ઇચ્છા રાખતો નથી.” આ જ લેખમાં આગળ તેઓ લખે છે : “હિં સાથી મેળવેલો વિજય પરાજયના જ ેવો જ છે.” સત્યાગ્રહ સાથે સ્વદેશી વિશે પણ આ માસમાં પ્રથમ પત્રિકા પ્રસિદ્ધ થઈ હતી. અહીંયાં ગાંધીજી સ્વદેશી વ્રત લેવાની ફરજ અંગે પ્રજાને સભાન કરતા જોવા મળે છે. સુરતમાં સ્ત્રીઓની સભામાં ભાષણ આપતાં તેઓ સ્વદેશીનો અર્થ સમજાવતાં કહે છે : “હિં દુસ્તાનની બહાર બનેલી વસ્તુનો ઉપયોગ નહીં કરીએ. જ્યાં સુધી એવી વસ્તુ સારી કે નઠારી મળી શકતી હોય ત્યાં સુધી. એટલું જ નહીં પણ આપણી હાજતની નહીં હોય એવી હિં દ બહારની વસ્તુનો ત્યાગ પણ કરીએ.” આ ઉપરાંત, દેશભરમાં પત્રવ્યવહાર, કાર્યક્રમો અને ભાષણોનો દોર અવિરત છે. ૩૧મેએ બાળ ગંગાધર ટિળકના સેવાની કદર કરતા એક કાર્યક્રમમાં ગાંધીજી કહે છે કે, “લોકમાન્ય ટિળક મહારાજનો રસ્તો એક છે, મારો જુ દો છે, એ વાત તો હવે સુપ્રસિદ્ધ છે. છતાં તેમની આ દેશની સેવાઓની, તેમના આત્મભોગની, તેમની વિદ્વત્તાની જ્યાં જ્યાં ગણના થાય ત્યાં હં ુ પણ ભાગ લેવા ઇચ્છું છુ .ં ”
૧૯૧૯ — મે
૧ મુંબઈ : પાયધુની જ ૈન સભા હૉલમાં રાખેલી સભામાં હાજર; બહુ ભીડ થવાથી સભા બંધ રાખવી પડી. ૨થી ૪ મુંબઈ. ૫ મુંબઈ : વાઇસરૉયના મંત્રીને પત્ર-‘તોફાનો શમ્યાં એ, સત્યાગ્રહીઓના પ્રયાસના પરિણામે શમ્યાં; આ સાથે વાઇસરૉયની સહી માટે સ્વદેશીનું પ્રતિજ્ઞાપત્ર મોકલું છુ ’ં . ૬ મુંબઈ : તા. ૧૧મીએ પાડવાની હડતાળ અંગે પોલીસ કમિશનરને ખબર આપી.
नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૯]
જાહે ર સભા, સ્થળ મોરારજી ગોકળદાસ હૉલ. ૭ મુંબઈ. ૮ મુંબઈ : છૂપી પોલીસના અધિકારીઓ સાથે ચર્ચા. સ્ત્રીઓની સભામાં ભાષણ, સમય સાંજ, વિષય ‘સ્વદેશી’, સ્થળ વનિતા વિશ્રામ, પ્રમુખ સરોજિની નાયડુ. ૯ મુંબઈ : અંજુમન ઝીઆઊલ ઇસ્લામની તારદેવ જમાલ હૉલમાં, એમ. ટી. કાદરભાઈના પ્રમુખપદે મળેલી સભામાં 185
હાજર રહ્યા, અને ખિલાફત અંગે વાઇસરૉયને મોકલવાની અરજીનો મુસદ્દો ઘડી આપવા સ્વીકાર્યુ. ૧૦ મુંબઈ. ૧૧ મુંબઈ : હિં દી સરકારને પત્ર-મુસલમાનોને સંતોષ આપો અને રૉલેટ કાયદો રદ કરો તો દેશમાં શાંતિ રહે શે. ૧૨ મુંબઈ : એક જણને જવાબ લખ્યો-‘હં ુ છૂપો ખ્રિસ્તી નથી’. ૧૩ અમદાવાદ. ૧૪થી ૧૬ મુંબઈ. ૧૭થી ૧૮ અમદાવાદ. ૧૯ અમદાવાદ મુંબઈ : સત્યાગ્રહીઓની સભામાં હાજર; સમય રાત, સ્થળ મોરારજી ગોકળદાસ હૉલ. ૨૦ મુંબઈ. ૨૧ મુંબઈ : સત્યાગ્રહ સભાની કારોબારીમાં હાજર. સત્યાગ્રહ શરૂ કરવા અને પંજાબના બનાવોને લીધે લડતનું ક્ષેત્ર વિસ્તારવા સત્યાગ્રહીઓની ખાનગી સભામાં વિચારણા. ૨૨ મુંબઈ : વીશા સોરઠિયા વણિક યુવક મંડળના સભ્યોની સભામાં ભાષણ. વિષય ‘સ્વદેશી’, સ્થળ મોરારજી ગોકળદાસ હૉલ. ૨૩ મુંબઈ : અલીભાઈઓને લખ્યું : ‘તમે હુકમનો અનાદર કરવા માગો છો એ વાજબી નથી;
સત્યાગ્રહી પોતાનું દુ:ખ ગાતો નથી; તમારા નિવેદનની ભાષા જોઈએ તેટલી વિનયી નથી.’ ૨૪ અમદાવાદ. ૨૫ અમદાવાદ : હુલ્લડમાં ઘવાયેલાઓને, ઘોડી, બનાવટી અંગો વગેરે માટે મદદ આપી શકાશે એ મતલબનો પત્ર સિવિલ સર્જનને લખ્યો. ૨૬ સુરત : સ્ત્રીઓ સમક્ષ ભાષણ, વિષય ‘સ્વદેશી’, સ્થળ માળવીની વાડી, જાહે ર સભા, સ્થળ ટિળક મેદાન. ૨૭ મુંબઈ : ઇન્સ્પેક્ટર ઑફ પોલીસ સાથે મુલાકાત. ૨૮ મુંબઈ : પંજાબના લાલા હરકિશનલાલ રામભજદત્ત ચૌધરી વગેરે પર સરકારે માંડલ ે ી ફરિયાદ અંગે કમિશન સમક્ષ જુ બાની આપી. સત્યાગ્રહ શરૂ કરવા વિશે વિચારણા કરવામાં આવી. ૨૯ મુંબઈ. ૩૦ મુંબઈ : પંજાબના બનાવો વિશે સ્વતંત્ર તપાસની માગણી કરતો પત્ર વાઇસરૉયને લખ્યો. એક જણને લખ્યું : ‘હૃદય નબળું પડ્યું છે તેથી હાથ ધ્રુજ ે છે.’ ૩૧ મુંબઈ : સર વેલેન્ટાઇન શિરોલ સામે લોકમાન્ય ટિળકે માંડલ ે ા દાવામાં એમને થયેલા ખરચમાં મદદ કરવા માટેની સભામાં પ્રમુખપદે, સ્થળ શાંતારામની ચાલી.
o
ગાંધીજીના આરોગ્યના પ્રયોગોનો અર્ક સમાવતું પુસ્તક : આરોગ્યની ચાવી
વૈદ્ય-દાક્તરોના ઉંબરા ઘસ્યા વિના અને દવા પાછળ પૈસા બરબાદ કર્યા વિના કેવળ પંચમહાભૂતોની મદદથી, દેશની દરે ક વ્ય�ક્ત પણ ધારે તો કેવી રીતે આરોગ્ય જાળવી શકે તે વિશે આમાં ગાંધીજીએ માર્ગદર્શન કરાવ્યું છે. કિં. _ ૧૫
186
[મે ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ
૧૮૭
“અંતે જીવનનો જ વિજય છે” : ગાંધીજી
૧૮૮