Navajivanno Akshardeh July 2021

Page 1

વર્ષૹ ૦૯ અંકૹ ૦૭ સળંગ અંકૹ ૯૯ • જુ લાઈ ૨૦૨૧

છૂ ટક કિંમત ઃ _ ૧૫

આ યુગની ભાવના સમાનતાની તરફે ણ કરનારી છે; આચાર જોકે સર્વત્ર એથી ઊલટો છે. એક માણસ બીજા માણસની મિલકત બની શકે એવા સંકુચિત અર્થની ગુલામી આપણે નાબૂદ કરી છે. પણ એને બદલે દુનિયાભરમાં નવા પ્રકારની અને એનાથીયે બૂરી ગુલામી શરૂ થઈ છે. વ્યક્તિની સ્વતંત્રતાના ઓઠા નીચે રાજકીય ને આર્થિક વ્યવસ્થાઓ અથવા તંત્રો માણસોનું શોષણ કરે છે અને તેમને સોદાની ચીજ લેખે છે. વળી, એક વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિની મિલકત બની શકતી નથી, પણ એક દેશ અથવા પ્રજા બીજી પ્રજાની ગુલામ હજુ પણ બની શકે છે અને એ રીતે સામુદાયિક ગુલામીને નભાવી લેવામાં આવે છે. જાતિની સરસાઈ અથવા વર્ણદ્વેષ એ પણ આપણા યુગનું વિશિષ્ટ લક્ષણ છે અને સર્વશ્રેષ્ઠ યા સર્વોપરી રાષ્ટ્રો જ નહીં, સર્વશ્રેષ્ઠ જાતિઓ પણ આપણી પાસે મોજૂ દ છે! જવાહરલાલ નેહરુ [મારું હિં દનું દર્શનમાંથી]


વર્ષૹ ૦૯ અંકૹ ૦૭ સળંગ અંકૹ ૯૯ • જુ લાઈ ૨૦૨૧ છૂ ટક કિંમત ઃ _ ૧૫ તંત્રી

૧. સ્વરાજ, ગ્રામરાજ્ય અને રામરાજ્ય . . . . . . વિનોબા ભાવે ���� ૨૧૧

સંપાદક

૨. રાષ્ટ્રીયતાના ખ્યાલનું મહત્ત્વ : હિં દમાં કરવાના જરૂરી ફે રફારો . ફારો . . . . . . . . . . . .જવાહરલાલ . જવાહરલાલ નેહરુ ���� ૨૧૭

વિવેક દેસાઈ કિરણ કાપુરે પરામર્શક

કપિલ રાવલ સાજસજ્જા

અપૂર્વ આશર આવરણ ૧

[મુંબઈની એક સભામાં, ૨૮ ઑગસ્ટ ૧૯૩૧] આવરણ ૪

૩. પૂર્ણ સ્વરાજ . . . . . . . . . . . . . . . મો. ક. ગાંધી ���� ૨૨૨ ૪. ‘નઘરોળ’ . . . . . . . . . . . . . . . જયંત કોઠારી ���� ૨૨૫ ૫. ગાંધીદૃષ્ટિ : સહકાર . સહકાર . . . . . . . . . . . . મો. ક. ગાંધી ���� ૨૩૨ ૬. પુસ્તક-પરિચય : મહાત્મા : સ્વરાજની સફર અને સૌરાષ્ટ્રનાં સાથીદારો . . . . . . . . . . . . ડંકેશ ઓઝા ���� ૨૩૫ ૭. ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં . . ચંદુલાલ ભ. દલાલ ���� ૨૩૮  ‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને… ������������ ૨૪૨

રાષ્ટ્રીય ધ્વજ

[नवजीवन : ૧૭-૦૪-૧૯૨૧ ]

વાર્ષિક લવાજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં) લવાજમ મોકલવાનું સરનામું વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમૅન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

લવાજમ અંગે: કવર પર વાચકોનાં સરનામાંમાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (૩–૨૧)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં ૩ એ માર્ચ મહિનો અને ૨૧ એ ૨૦૨૧નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે. 210


સ્વરાજ, ગ્રામરાજ્ય અને રામરાજ્ય વિનોબા ભાવે દેશની આઝાદી ગાંધીજીના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો શું તે ખરે ખર આઝાદી છે? આઝાદીનો સંદર્ભ માત્ર રાજકીય છે? આઝાદી માત્ર મુક્તપણે હરવા-ફરવા કે અભિવ્યક્ત થવા પૂરતી છે? આઝાદી એટલે ગમતા પક્ષને ચૂંટી કાઢવો? આવા અનેક ખ્યાલોને આપણે આઝાદી કહીએ છીએ. અને શું આ બધી બાબતો વાસ્તવમાં આપણને આઝાદી બક્ષે છે? વર્તમાનમાં આઝાદીનો પ્રચલિત ખ્યાલ અને ગાંધીજીના સ્વરાજ વચ્ચે મોટુ ં અંતર છે. ગાંધીજીએ સમયાંતરે કલ્પેલા સ્વરાજમાં અને હાલની સ્થિતિમાં તે અંતર ઠેરઠેર દેખાય છે. પૂર્ણ સ્વરાજ સંદર્ભે જ્યારે તેમને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા ત્યારે તેમણે આપેલા જવાબોથી તેનો અંદાજ લગાવી શકાય કે ગાંધીજી સ્વરાજના ખ્યાલમાં કેટલી હદે મુક્ત રહ્યા છે.   ગાંધીજીના સહસાધકોમાંના એક વિનોબા ભાવેએ પણ ઉદાહરણ સાથે સ્વરાજદૃષ્ટિ આગવી શૈલીમાં રજૂ કરી છે. નાના ઘટકને મહત્ત્વ આપવાની વાત સ્વરાજ મળ્યું ત્યારે સર્વોપરી હતી તે પણ વિનોબાજીના લેખ દ્વારા સમજી શકાય છે. દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ વિશ્વનાગરિકની દૃષ્ટિથી હિં દુસ્તાનમાં કરવા જોઈએ તેવા જરૂરી ફે રફારોને તેમના જાણીતાં પુસ્તક મારું હિંદનું દર્શનમાં તાર્કિક રીતે આલેખ્યા છે; તેમાંથી સંપાદિત અંશો અહીં મૂક્યા છે. આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે ત્યારે ગાંધીજી અને આઝાદ હિં દુસ્તાનના તત્કાલિન આગેવાનોએ કલ્પેલા સ્વરાજથી આપણે હજુ ય દૂર છીએ તેનું આકલન થઈ શકે છે.

સ્વરાજપ્રાપ્તિ પછી ગામડાંના લોકોની સ્થિતિ તમારા વોટ માગ્યા નથી. એ રાજ્ય તો પુરાણાં

સુધરશે એવી આશા લોકોએ રાખી હતી. એવી આશા રાખવામાં તેમની કશી ભૂલ નહોતી. સ્વરાજમાં જો જનતાની સ્થિતિ સુધરે નહીં તો એ સ્વરાજની કિંમત પણ શી? એથી કરીને ગામડાંની સ્થિતિ સુધરશે એવી આશા રાખવામાં આવે એ બરાબર જ હતું. પરં તુ લોકો સમજ્યા નથી કે સ્વરાજ આવ્યા પછી આપણી સ્થિતિ સુધારવાનું આપણા જ હાથમાં છે. તેઓ એવું સમજ્યા છે કે જ ેમ પહે લાં મુસલમાનોનું યા અંગ્રેજોનું રાજ્ય હતું તેમ હવે કૉંગ્રેસનું રાજ્ય આવ્યું છે. પરં તુ મુસલમાનોના અને અંગ્રેજોના રાજ્યમાં અથવા બીજા કોઈ પણ રાજાના રાજ્યમાં કોઈએ

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૨1]

થઈ ગયાં. એ રાજાઓનાં રાજ્ય હતાં, સલ્તનતોનાં રાજ્ય હતાં. પણ હવે આપણું જ ે સ્વરાજ છે તે લોકોનું સ્વરાજ છે. અહીં જ ેઓ ે ા તેમના રાજ્ય ચલાવે છે તેઓ લોકોએ ચૂંટલ નોકરો છે. તમને બધાને સત્તા આપવામાં આવી છે કે તમારું રાજ્ય તમારે જ ે રીતે ચલાવવું હોય તે રીતે તમે ચલાવો અને તમારું રાજ્ય ચલાવવા માટે કેવા નોકરો રાખવા છે એ નિર્ણય તમે જ કરો. એ રીતે તમારો વોટ માગવામાં આવ્યો અને તમે વોટ આપ્યો તો પાંચ વરસ માટે તમે નોકર નીમી દીધો. એની મતલબ એ છે કે, અહીં તમે જ ે બધા બેઠા છો તે સૌ બાદશાહ છો, સ્વામી 211


છો. પણ તમારામાંથી હરે ક વ્યક્તિ અલગ અલગ સ્વામી નથી, તમે બધા મળીને સ્વામી છો. આ રીતે તમે સ્વામી તો બની ગયા, તેમ છતાં તમારા હાથમાં જ ે સત્તા છે એનું તમને ભાન નથી. સત્તા કોઈની આપી મળતી નથી. સત્તા યા અધિકાર તો અંદરથી પ્રાપ્ત થવાં જોઈએ. આમ હિં દુસ્તાનના લોકો મૂરખ નથી; ઠીક ઠીક સમજદાર છે. જ ે ચૂંટણી થઈ હતી તે પણ કેટલી બધી સરસ રીતે થઈ હતી! …બહારના લોકોને આશ્ચર્ય થયું કે હિં દુસ્તાનના લોકો અભણ હોવા છતાંયે ત્યાં આટલી બધી સરસ રીતે ચૂંટણી કેવી રીતે થઈ શકી? એનું એક કારણ એ છે કે, હિં દુસ્તાનના લોકો દશ હજાર વરસના અનુભવી લોકો છે. તેઓ અભણ જરૂર છે પણ અનુભવી છે અને તેથી જ્ઞાની છે. … હિં દુસ્તાનના લોકો સમજદાર છે એ ખરું પણ વરસોથી તેમને ગુલામીની ટેવ પડી ગઈ છે અને તેઓ વિચારે છે કે સરકાર, માબાપની પેઠ ે અમારી ચિંતા કરશે. એથી કરીને આજ ે જ્યારે તેમના હાથમાં સત્તા આવી છે ત્યારે તેમને એ અનુભવ થવો જોઈએ કે, વાસ્તવમાં અમારા હાથમાં સત્તા આવી છે. આ જમાનામાં જ ે રાજ્ય હોય છે તે રાજ્ય નથી હોતું પણ પ્રાજ્ય હોય છે. એ લોકોનું હોય છે. પહે લાંના વખતમાં જ ેઓ લોકોને દબાવતા હતા તેઓ રાજા થતા હતા. કહે વાય છે કે જંગલનો રાજા વાઘ હોય છે. એનો અર્થ એ છે કે, જ ે જંગલનાં પ્રાણીઓને ખાઈ જાય છે તે રાજા હોય છે. સંસ્કૃતમાં જનાવરોના રાજા સિંહ અથવા વાઘને મૃગરાજ કહે વામાં આવે છે. એ રાજાનું દર્શન થતાંવેંત બધાં પ્રાણીઓ થરથર કાંપે છે. એવા પ્રકારની 212

રાજ્યસત્તા હવે નહીં ચાલે. આજ ે તો રાજસત્તા એટલે કે સેવાની સત્તા હશે. માતાને ઘરમાં શો અધિકાર હોય છે? બાળકને ભૂખ લાગી હોય તો તેને દૂધ પાવું એ તેનો પહે લો અધિકાર છે. બાળકને સુવાડીને સૂવું એ તેનો બીજો અધિકાર. બાળક બીમાર પડે તો રાત્રે ઉજાગરો કરવો હોય તો એ તેનો ત્રીજો અધિકાર, અને ઘરમાં ખાવાની વસ્તુ ઓછી હોય તો પહે લાં બાળકોને ખવડાવવું અને તેમને ખવડાવ્યા પછી કશું બાકી ન રહે તો પોતે ભૂખે રહે વું એ તેનો ચોથો અધિકાર છે. આજનું આપણું માતૃરાજ છે ને? તો એનો નમૂનો આપણે દરે ક ગામમાં દેખાડવો જોઈશે. દરે ક ગામમાં જ ે બુદ્ધિમાન, સંપત્તિમાન અને સમજદાર લોકો હોય તે ગામનાં માતાપિતા બની જાય અને ગામની સેવા કરીને ગામનું રાજ્ય ચલાવે. બુદ્ધિમાન પિતા પોતાના છોકરાને માટે એવી જ ઇચ્છા કરે છે કે અમારા છોકરા અમારા કરતા વધારે બુદ્ધિમાન થાય. પોતાનો છોકરો આગળ વધે ત્યારે જ પિતાને આનંદ થાય છે, પોતાનો શિષ્ય દુનિયામાં તેને ભુલાવી દે ત્યારે જ ગુરુને આનંદ થાય છે. લોકો ગુરુનું નામ ભૂલી જાય અને શિષ્યને જ યાદ કરે તો ગુરુને આનંદ થાય છે. ગુરુને લાગે છે કે, મેં મારા શિષ્યને જ્ઞાન આપ્યું અને તેમ છતાં મારું નામ દુનિયામાં કાયમ રહ્યું તો મેં જ્ઞાન શું આપ્યું? મારું નામ મટી જવું જોઈએ અને શિષ્યનું નામ ચાલવું જોઈએ, તો જ હં ુ સાચો ગુરુ છુ .ં એથી કરીને ગામના જ ે બુદ્ધિમાન લોકો હોય તેઓ એ રીતે કામ કરે કે બધા લોકો તેમના કરતાં વધારે બુદ્ધિમાન થાય. તો પછી ગ્રામરાજ્યનું રામરાજ્ય બનશે. [ જુલાઈ ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


સ્વરાજનો અર્થ છે આખા દેશનું રાજ્ય. જ્યારે બીજા દેશની સત્તા આપણા દેશ પર નથી રહે તી ત્યારે સ્વરાજ થાય છે. પરં તુ જ્યારે પ્રત્યેક ગામમાં સ્વરાજ થઈ જાય છે તો તેને ગ્રામરાજ્ય કહે વામાં આવે છે. ગામના બધા લોકો બુદ્ધિમાન બને, કોઈના પર પણ સત્તા ચલાવવાની જરૂર ન પડે, તો એનું નામ રામરાજ્ય છે. જ્યારે ગામના ઝઘડા શહે રની અદાલતમાં જાય છે અને શહે રના લોકો તેમનો ફેં સલો કરે છે તો એનું નામ ગુલામી છે, દાસ્ય છે, પારતંત્ર્ય છે. ગામના ઝઘડા ગામમાં જ મિટાવવામાં આવે તેનું નામ સ્વાતંત્ર્ય અથવા સ્વરાજ છે. અને ગામમાં ઝઘડા થાય જ નહીં એનું નામ રામરાજ્ય છે. આપણે પ્રથમ ગ્રામરાજ્ય બનાવવું પડશે. અને પછી રામરાજ્ય. …અમે ગામેગામ જઈને લોકોને સમજાવીએ છીએ કે, તમારા ગામનું ભલું શામાં છે તે તમે પોતે જ વિચારો. પોતાના ગામને એક રાષ્ટ્ર સમજો. આજ ે તમે ભારત માતાની જય બોલો છો, એ જ રીતે આપણા ગામની જય બોલવી જોઈએ. પ્રત્યેક ગામની જય થાય તો દેશની જય થશે. ગામેગામ સ્વરાજ બનશે તો આપણું સ્વરાજ સારું બનશે, આપણે પ્રત્યેક ગામમાં રાજ્ય ચલાવવું જોઈશે. એક દેશમાં વિચારના જ ેટલા વિભાગ હોય છે અને જ ેટલાં કામ થાય છે એટલાં બધાં ગામોમાં થશે. ત્યાં આરોગ્ય વિભાગ હોય છે તો ગામમાં પણ આરોગ્ય વિભાગ હોવો જોઈએ. ત્યાં આગળ ઉદ્યોગ વિભાગ, કૃષિ વિભાગ, ન્યાયવિચારણા વિભાગ હોય છે તો ગામમાં પણ એટલા બધા વિભાગો હોવા જોઈએ. ત્યાં પરરાષ્ટ્ર સાથે સંબંધ આવે છે, તો ગામમાં પણ પરગામ સાથે સંબંધ આવશે.

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૨1]

ગામેગામ વિદ્યાપીઠ હોવી જોઈએ. ग्रामे ग्रामे विश्वविद्यापीठम् — એ સાચું ગ્રામરાજ્ય છે. કોઈકે અમને કહ્યું કે, પ્રાથમિક શાળા દરે ક ગામમાં હોવી જોઈએ; હાઈસ્કૂલ મોટા ગામમાં હોવી જોઈએ. એટલે મેં તેમને કહ્યું, ઈશ્વરની એવી જ યોજના હોત તો ગામમાં દશ વરસની ઉંમરના જ લોકો રહે ત. પછી પંદરથી વીસ વરસની ઉંમરના લોકો મોટાં ગામોમાં રહે ત અને એ ઉંમરથી વધારે ઉંમરના લોકો વિશાખાપટ્ટનમ્ જ ેવાં શહે રોમાં રહે ત. પણ જન્મથી માંડીને મરણ સુધીનો સઘળો વહે વાર ગામમાં જ ચાલે છે તો પૂરેપૂરી વિદ્યા ગામમાં જ કેમ ન ચાલવી જોઈએ? એ લોકો એવા દરિદ્રી છે કે, એક એક પ્રાંતમાં એક એક બુનિયાદી યુનિવર્સિટી સ્થાપવાની યોજના કરે છે. પણ મારી યોજનામાં દરે ક ગામમાં યુનિવર્સિટી હશે. વિચારવાની વાત એ છે કે ગામને ટુકડામાં રાખીશું? ચાર વરસ સુધીનું શિક્ષણ એટલે કે એક ટુકડો ગામમાં રહે શે. પછી ગામના લોકો વધારે શિક્ષણ મેળવવા ચાહે તો તેમને ગામ છોડીને જવું પડશે. એનો કશો અર્થ નથી. મારા ગામમાં મને પૂરેપૂરી કેળવણી મળવી જોઈએ. આ મારું ગામ ટુકડો નથી. અમે ઇચ્છીએ છીએ કે દરે ક ગામમાં રાજ્યના બધા વિભાગની સાથે એક પરિપૂર્ણ રાજ્ય હોવું જોઈએ. આ રીતે દરે ક નાના ગામમાં રાજ્ય થશે તો રાજ્ય કરનારા ધુરંધરોનો સમૂહ થશે. ગામેગામ અનુભવી લોકો હશે. દિલ્હીવાળાઓને રાજ્ય ચલાવવામાં કશી મુશ્કેલી માલૂમ પડી તો તેઓ વિચારશે કે બેચાર ગામોમાં જઈએ અને ત્યાંના લોકો કેવી રીતે રાજ્ય ચલાવે છે તે જોઈએ, કારણ કે રાજ્યશાસ્ત્રપારં ગત લોકો 213


ગામમાં રહે છે. એટલા માટે ગામેગામ વિદ્યાપીઠ હોવી જોઈએ. આજ ે તો લોકો કહે છે કે, ગામડાંઓમાં રાજ્યશાસ્ત્રનો જાણકાર કોઈ છે જ નહીં, જિલ્લામાં પણ રાજ્યશાસ્ત્રનો જાણકાર નથી. …આપણે સ્વરાજ ચલાવવા માગતા હોઈએ તો આટલા ઓછા રાજ્યશાસ્ત્રના જાણકારથી કામ કેવી રીતે ચાલશે? એટલા માટે ગામેગામ જાણકાર હોવા જોઈએ. આજ ે સ્થિતિ એવી છે કે, પંડિત નેહરુએ એક વખતે કહ્યું કે, મને વડા પ્રધાનપદેથી થોડો વખત રજા આપો… તો બધા લોકો ગભરાઈ ગયા અને તેમને કહે વા લાગ્યા કે તમારા વિના અમારું ગાડુ ં કેવી રીતે ચાલશે? આને સ્વરાજ ન કહી શકાય. અસલી સ્વરાજ તો એ છે કે, જ્યારે પંડિત નેહરુ મુક્ત થવાની ઇચ્છા પ્રકટ કરે ત્યારે લોકો તેમને કહે કે, હાજી, જરૂર મુક્ત થાઓ, તમે આજ સુધી ભારે સેવા કરી છે, તમને મુક્ત થવાનો હક છે. અમે આ રીતે રચના કરવા માગીએ છીએ. જ ે રાજસત્તા દિલ્હીમાં એકઠી થઈ છે તેને ગામેગામ વહેં ચવી છે. અમે તો પરમેશ્વરના ભક્ત છીએ એટલે ઈશ્વરનું જ ઉદાહરણ આપીશું. ઈશ્વરે જો પોતાની બધી અક્કલ વૈકુંઠમાં રાખી મૂકી હોત અને કોઈ પણ પ્રાણીને અક્કલ આપી જ ન હોત તો દુનિયા ચાલત જ કેવી રીતે? પછી તો કોઈ પણ માણસને અક્કલની જરૂર પડે ત્યારે વૈકુંઠમાં તાર કરીને થોડીક અક્કલ મંગાવવી પડત. આજ ે તમારા પ્રધાનોને વિમાનમાં દોડવું પડે છે, તો પછી ભગવાનને કેટલું બધું દોડવું પડત! પરં તુ ભગવાને એવી તો સુંદર યોજના કરી છે કે, સૌને અક્કલ વહેં ચી દીધી છે. માણસને અક્કલ આપી છે, ઘોડાને, ગધેડાને, સાપને, વીંછીને, 214

કીડાને, સૌને અક્કલ આપી છે. કોઈ એક જગ્યાએ બુદ્ધિનો ભંડાર રાખ્યો નથી. એટલા માટે કહે વામાં આવે છે કે, ભગવાન નિશ્ચિંત બનીને ક્ષીરસાગરમાં નિદ્રા લે છે. આપણા પ્રધાન એ રીતે નિદ્રા લઈ શકે ખરા કે? પરં તુ ભગવાન એવી રીતે નિદ્રા લે છે કે, તે ત્યાં છે એની ખબર પણ પડતી નથી. પછી આપણા આ ભાઈઓ કહે છે કે તે છે જ નહીં. કેમ કે તે પોતાની સત્તા નથી ચલાવતો અને તે એટલો બધો ક્ષમાશીલ છે કે નિશ્ચિંત બનીને સૂઈ જાય છે, પછી કોઈ તેને માને કે ન માને. અસલી સ્વરાજ તો ત્યારે થશે જ્યારે દિલ્હીના લોકો સૂતા હશે. દિલ્હીમાં ક્ષીરસાગર છે, ત્યાં આપણા વડા પ્રધાને સૂતેલા છે… એમ થશે ત્યારે અમે સમજીશું કે સાચું સ્વરાજ આવ્યું છે. પરં તુ આજ ે તો અમે સાંભળીએ છીએ કે આપણા વડા પ્રધાન અઢાર કલાક જાગે છે. એ શું સ્વરાજ છે? પહે લાં લંડનમાં સત્તા હતી. ત્યાંથી પાર્સલ થઈને હવે દિલ્હીમાં આવી છે. એ તો મોટી કૃ પા થઈ. પણ એ પાર્સલ દિલ્હીમાં જ અટકી ગયું છે. એને આપણે ગામેગામ પહોંચાડવું છે. આપણે લોકોને સ્વરાજની કેળવણી આપવી છે. તો જ એ બધું કામ થશે. એનું નામ છે શાસનવિભાજન. આજ ે તો શાસનનું કેન્દ્રીકરણ થયું છે. એને બદલે શાસનનું વિભાજન કરવું જોઈશે અને હરે ક ગામમાં શાસન યા સત્તા વહેં ચવી જોઈશે. પછી જ્યારે ગામના બધા લોકો રાજ્યશાસ્ત્રના જાણકાર થઈ જશે અને ગામના બધા લોકો કદી ઝઘડા કરશે જ નહીં તો એ સ્થિતિમાં શાસનમુક્તિ થઈ જશે અને રામરાજ્ય આવશે. એ બધું આપણે કરવું છે. એટલા માટે [ જુલાઈ ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


ભૂદાનયજ્ઞ શરૂ થયો છે. અમે ગામવાળાઓને કહીએ છીએ કે તમારા ગામની હાલત સુધારવા માટે તમારે કમર કસીને તૈયાર થવું જોઈએ. તમારા ગામમાં ભૂમિહીન હોય તો તેમને જમીન આપવી જોઈએ. જમીન ક્યાંથી આપશો? બીજા ગામની જમીન લાવશો? તમારા જ ગામનો એક હિસ્સો તેમને આપવો જોઈએ. પછી ગામેગામ ઉદ્યોગો ઊભા કરવા જોઈએ. તમારે નિશ્ચય કરવો જોઈશે કે, અમે બહારનું કાપડ નહીં ખરીદીએ, અમે અમારા ગામમાં કાપડ બનાવીને જ પહે રીશું. હં ુ માનું છુ ં કે જ ેઓ બહારનું કાપડ પહે રે છે તેઓ નગ્ન છે. હાલ મારી સામે જ ે લોકો બેઠા છે તે બધાએ બહારનું કાપડ પહે ર્યું છે. એથી કરીને આ નિર્લજ્જ અને નાગાઓની સભા છે. એ લોકોને બહારથી કાપડ નહીં મળે તો તેઓ ફાટેલાં કપડાં પહે રશે, પછી લંગોટી જ પહે રશે અને છેવટે નાગા રહે શે. કારણ કે, તેમની પાસે કાપડ બનાવવાની વિદ્યા નથી. …લંડન રાજ્યને બદલે હવે દિલ્હી રાજ્ય આવ્યું છે. પણ અમે ઇચ્છીએ છીએ કે, દિલ્હી રાજ્યને બદલે ગામનું રાજ્ય આવે. આ રીતે આપણી ભૂખ મટાડવા માટે આપણે જ ખાવું પડશે, બીજુ ં કોઈ આપણે માટે ખાઈ શકે નહીં. પછી આજ ે જ ેમ લોકો દિલ્હીમાં બેઠાં બેઠાં વિચારે છે કે આપણા દેશમાં બહારથી કઈ ચીજો આવવી જોઈએ અને દેશની કઈ ચીજો બહાર જવી જોઈએ તે જ રીતે ગામેગામના લોકો વિચારશે કે આપણા ગામમાં કઈ ચીજો બહારથી આવવી જોઈએ અને ગામની કઈ ચીજો બહાર જવી જોઈએ. … આજ ે તો જ ેની મરજીમાં જ ે આવ્યું તે પ્રમાણે તે બહારની વસ્તુઓ ખરીદતો જાય છે. પણ

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૨1]

હવે પછી એ નહીં ચાલે. બધા ગામવાળાઓ મળીને ચર્ચા કરશે અને નિર્ણય કરશે. કોઈને જો ગોળની જરૂર પડી તો ગામવાળાઓ એ બાબતમાં વિચાર કરશે અને નિર્ણય કરશે કે આ વરસે ગામમાં ગોળ બની શકે એમ નથી એથી કરીને એક વરસ માટે બહારનો ગોળ ખરીદવો પડશે. પણ ગામના લોકો બજારમાં જઈને ગોળ નહીં ખરીદે. ગામની દુકાનમાંથી ખરીદશે. આ રીતે ગામના લોકો બહારનો ગોળ ગામની દુકાન મારફતે એક વરસ માટે ખરીદશે અને પછી ગામમાં શેરડીનું વાવેતર કરીને આવતા વરસ માટે ગોળ પેદા કરશે અને ગામની દુકાનમાં તે જ ગોળ રાખવામાં આવશે અને તે જ ગોળ ખરીદવામાં આવશે. આ રીતે આખું ગામ એક હૃદયથી વિચાર કરશે. ગામમાં પાંચસો માણસો રહે તા હશે તો, એક હજાર હાથ હશે, એક હજાર પગ હશે, પાંચસો મગજ હશે, પરં તુ દિલ એક હશે. ગીતામાં 11મા અધ્યાયમાં વિશ્વરૂપ દર્શનની વાત આવે છે. વિશ્વરૂપ દર્શનમાં હજારો હાથ છે, હજારો પગ છે, કાન છે, આંખો છે પણ એમાં હજારો હૃદય છે એવું તમને નહીં જોવા મળે. વિશ્વરૂપનું હૃદય એક જ હશે. પાંચસો મગજ હશે. તેઓ ચર્ચા કરીને નિર્ણય કરશે. આ અમારી સર્વોદયની યોજના છે. … અમે જાણીએ છીએ કે, આ બધું કરતાં થોડો વખત લાગશે. પણ વધુ વખત નહીં લાગે. એક ગામમાં એક વરસનો સમય લાગ્યો તો હિં દુસ્તાનમાં સાત લાખ ગામોમાં કેટલો સમય લાગશે એવી જાતની ત્રિરાશિ નહીં માંડી શકાય. તમારા ગામમાં કેરી પાકવા લાગે છે એટલે આખા હિં દુસ્તાનમાં પાંચ લાખ 215


નથી ઇચ્છતા કે શહે રોમાં ડાંગર ખાંડીને, લોટ દળાવીને અને ખાંડ બનાવીને ગામડાંમાં લાવવામાં આવે. એ બધી વસ્તુઓ ગામડાંઓમાં જ બને એમ અમે ઇચ્છીએ છીએ. પરં તુ ગામોમાં ચશ્માં, થરમૉમીટર, લાઉડસ્પીકર જ ેવી વસ્તુઓની જરૂર પડે તો એવી વસ્તુઓ શહે રોમાંથી લાવવી જોઈએ. આજ ે એમ થાય છે કે શહે રવાળાઓ ગામવાળાઓના ઉદ્યોગો પોતે કરે છે. ગામમાં કાચો માલ થાય છે. અને તેનો પાકો માલ ગામમાં જ બની શકે છે. પરં તુ આજ ે શહે રોમાં યંત્રો દ્વારા પાકો માલ બનાવવામાં આવે છે. અને ત્યાં પરદેશનો જ ે માલ શહે રોમાં આવે છે તેને રોકતા નથી. ગામના ઉદ્યોગ ગામમાં ચાલે અને પરદેશથી જ ે માલ આવે તેને રોકવા માટે તે માલ શહે રોમાં બનાવવામાં આવે એમ અમે ઇચ્છીએ છીએ. ગામોમાં જો ઉદ્યોગો નાશ પામશે તો કેવળ ગામો પર જ નહીં પણ શહે રો પર સુધ્ધાં સંકટ આવશે. પછી ગામના બેકાર લોકોનો શહે રો પર હુમલો થશે અને ત્યાંથી પરદેશી માલનો હુમલો તો થતો જ રહે શે. આ રીતે બંને હુમલાની વચ્ચે શહે રવાળાઓ પિસાઈ જશે. એટલા માટે અમારી યોજનામાં ગામો અને શહે રો વચ્ચે એવા પ્રકારનો સહયોગ થશે કે ગામવાળાઓ પોતાના ઉદ્યોગો ગામોમાં ચલાવશે અને શહે રવાળાઓ પરદેશથી આવતી ચીજો શહે રોમાં બનાવશે. આ રીતે પ્રત્યેક ગામ પૂર્ણ થશે અને પૂર્ણોનો સહકાર થશે. [हरिजनबंधु, 8 ઑક્ટોબર 1955]

ગામોમાં કેરી પાકવા લાગે છે. એટલે તમારા ગામમાં ગ્રામરાજ્ય બનતાં જ ેટલો વખત લાગશે એટલા સમયમાં હિં દુસ્તાનનાં કુ લ પાંચ લાખ ગામોમાં રામરાજ્ય બનશે. આજ ે મેં તમારી આગળ સૂત્રરૂપે વિચાર મૂક્યો છે. પહે લી વાત કેન્દ્રીય સ્વરાજ છે, બીજી વાત વિભાજિત સ્વરાજ અને ત્રીજી વાત છે રાજ્યમુક્તિ અથવા રામરાજ્ય. હવે રામરાજ્ય કહે વું કે અરાજ્ય, એ દરે કની પોતપોતાની મરજીની વાત છે. ઈશ્વર નથી એમ પણ કહી શકો છો અને ઈશ્વર ક્ષીરસાગરમાં સૂતો છે એમ પણ કહી શકો છો. પરં તુ ઈશ્વર પસીને રે બઝેબ થઈને કામ કરી રહ્યો છે એમ કહી શકો નહીં. કાં તો ઈશ્વર છે જ નહીં અથવા તે અકર્તા બનીને બેઠો છે. ઈશ્વર કર્તા છે, દૂર દૂર સુધી પોતાની સત્તા ચલાવે છે એ વાત ન થવી જોઈએ. એ તત્ત્વજ્ઞાન એ બ્રહ્મવિદ્યા આપણા દેશમાં લાવવી છે. તમે બધા લોકો ઉત્સાહથી ભાઈ ભાઈ બનીને કામમાં લાગી જાઓ એમ અમે ઇચ્છીએ છીએ. કેટલાક લોકો પૂછ ે છે કે, વિનોબાજીની યોજના પરસ્પરાવલંબી નથી, સ્વાવલંબનની યોજના છે. એટલું તો તેઓ કબૂલ કરે છે કે, વિનોબાની યોજના પરાવલંબનની યોજના નથી. પરં તુ તેઓ કહે છે કે, પરસ્પરાવલંબનન જોઈએ. એમ તો અમે પણ પરસ્પરાવલંબન ઈચ્છીએ છીએ. …આપણે જાણીએ છીએ કે બધી જ વસ્તુઓ એક ગામમાં બની શકતી નથી. એક ગામને બીજા ગામની સાથે અને ગામોને શહે રો સાથે સહકાર કરવો પડે છે. પણ અમે એ 

216

[ જુલાઈ ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


રાષ્ટ્ રીયતાના ખ્યાલનું મહત્ત્વ : હિં દમાં કરવાના જરૂરી ફે રફારો જવાહરલાલ નેહરુ

આધુનિક સમયમાં વિજ્ઞાનની આટલી બધી અનંત વિવિધતાવાળી આ પ્રકૃ તિ સાથે બાથ પ્રગતિ થઈ છે અને આંતરરાષ્ટ્રીયતાની આટલી બધી વાતો થાય છે છતાં જાતિવાદની ભાવના તેમ જ ભેદભાવ પેદા કરનારાં બીજાં બળો ઇતિહાસમાં આગળના કોઈ પ્રસંગે હતાં તેનાથી વધારે નહીં તો તેટલાં આજ ે દેખાય છે એ એક વિચિત્ર અને સૂચક હકીકત છે. રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે અથવા માણસની ભાવનામાં એકરાગ પેદા ન કરી શકનાર એ બધી પ્રગતિમાં કંઈક ઊણપ હોવી જોઈએ. વધુ પ્રમાણમાં સમન્વય તેમ જ માનવજાતના અનુભવના સંચિત સંગ્રહ સમા ભૂતકાળના શાણપણ પ્રત્યેની થોડીક નમ્રતા નવો દૃષ્ટિપથ તેમ જ વિશેષ એકરાગ પ્રાપ્ત કરવામાં કદાચ મદદરૂપ થાય એમ બને. જ ેમણે ભૂતકાળને છેક વિસારી મૂક્યો છે અને જ ેઓ કેવળ વર્તમાનમાં રચ્યાપચ્યા રહીને અતિવેગીલું જીવન ગાળે છે તેમને માટે ખાસ કરીને એ વધારે જરૂરી છે. પણ હિં દ જ ેવા દેશો માટે એના કરતાં જુ દી વસ્તુ પર ભાર મૂકવાની જરૂર છે, કેમ કે ભૂતકાળ અમને વધારે પડતો વળગી રહ્યો છે અને વર્તમાનની અમે અવગણના કરી છે. અમારે સંકુચિત ધાર્મિક દષ્ટિ, પારલૌકિક ને તાત્ત્વિક વિચારણાઓ માટેની વ્યાકુ ળતા, ધાર્મિક વિધિઓ તેમ જ આધ્યાત્મિક લાગણીવેડામાં થતી ચિત્તના શિસ્તની શિથિલતા વગેરે તજવાં જોઈએ, કેમ કે તે અમારી જાતને તેમ જ જગતને સમજવામાં આડાં આવે છે. અમારે વર્તમાન સાથે, આ જીવન સાથે, આ જગત સાથે તેમ જ અમને ચોતરફથી ઘેરી રહે લી

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૨1]

ભીડવાની છે. કેટલાક હિં દુઓ વેદકાળ તરફ પાછા જવાની વાતો કરે છે, કેટલાક લોકો ઇસ્લામની ખિલાફતનાં સ્વપ્નો સેવે છે. આ બધી મિથ્યા કલ્પનાઓ છે, કેમ કે ભૂતકાળમાં પાછુ ં જઈ શકાતું નથી અને એ ઇચ્છવા જોગ જણાતું હોય તોપણ શક્ય નથી. કાળની વણજાર એક જ દિશામાં પરવરે છે. એથી હિં દે પોતાની ધર્માળુતા ઓછી કરીને વિજ્ઞાન તરફ વળવું જોઈએ. વિચાર અને સામાજિક ટેવના સંકુચિત વાડાઓમાંથી તેણે બહાર નીકળવું જોઈએ. એ તેને માટે કારાગાર જ ેવાં થઈ પડ્યાં છે, તેની ભાવનાને કુંઠિત કરે છે તેમ જ તેના વિકાસને અટકાવે છે. મરજાદી પવિત્રતાના ખ્યાલે સામાજિક સંસર્ગની સામે દીવાલો ખડી કરી છે અને સામાજિક કાર્યનું ક્ષેત્ર સંકુચિત કર્યું છે. સનાતની હિં દુના રોજ ેરોજના ધર્મને આધ્યાત્મિક મૂલ્યો કરતાં શું ખાવું અને શું ન ખાવું, કોની સાથે બેસીને ખાવું અને કોને અડકવું નહીં વગેરે વાતોની વધારે ચિંતા હોય છે. રસોડાના વિધિનિષેધો તેના સામાજિક વ્યવહાર પર પ્રભુત્વ ભોગવે છે. મુસલમાનો સદ્ભાગ્યે આ બધા વિધિનિષેધોથી મુક્ત છે, પણ તેઓ સુધ્ધાં પોતાના ધર્મે શીખવેલા ભાઈચારા ને બિરાદરીના પાઠ ભૂલીને રોજિંદા જીવનની સંકુચિત નીતિરીતિઓને બહુ ચીવટપૂર્વક અનુસરે છે. પણ મુસલમાનની જીવનદૃષ્ટિ હિં દન ુ ી જીવનષ્ટિને મુકાબલે વધારે સંકુચિત અને શુષ્ક છે. પણ 217


આજનો સામાન્ય હિં દુ, હિં દુ જીવનદૃષ્ટિનો પામર પ્રતિનિધિ છે, કેમ કે તે પરં પરાગત વિચારસ્વાતંત્ર્ય તેમ જ જીવનને અનેક રીતે સમૃદ્ધ બનાવનાર ભૂમિકા ગુમાવી બેઠો છે. જ્ઞાતિવ્યવસ્થા હિં દુઓની આ ચોકાપંથી મનોવૃત્તિનું પ્રતીક અને મૂર્ત સ્વરૂપ છે. કેટલીક વાર કહે વામાં આવે છે કે જ્ઞાતિવ્યવસ્થાના પાયામાં રહે લો ખ્યાલ ભલે કાયમ રહે પણ પાછળથી એમાં જ ે અનિષ્ટ તત્ત્વો પેસી ગયાં છે તેમ જ જ ે વિકૃ તિઓ પેદા થઈ છે તે જવાં જોઈએ અને માણસની જ્ઞાતિ તેના જન્મથી નહીં પણ ગુણથી નક્કી થવી જોઈએ. આ વલણ સુસંગત નથી અને એ પ્રશ્નને ઊલટો વધારે ગૂચ ં વે છે. ઐતિહાસિક સંદર્ભમાં જ્ઞાતિવ્યવસ્થાના વિકાસના અભ્યાસનું કંઈક મહત્ત્વ છે, પણ જ્ઞાતિવ્યવસ્થાના આરં ભના સમયમાં આપણે પાછા જઈ શકીએ એમ નથી, એ ઉઘાડુ ં છે. આજના સમાજસંગઠનમાં એને માટે સ્થાન રહ્યું નથી. જો ગુણ એ એકમાત્ર કસોટી હોય અને તકોનાં દ્વાર સૌને માટે ખુલ્લાં મૂકવામાં આવે તો પછી આજની જ્ઞાતિવ્યવસ્થાના કશા ભેદભાવો બાકી રહે તા નથી અને વાસ્તવમાં તેની હસ્તી મટી જાય છે. જ્ઞાતિવ્યવસ્થાને પરિણામે ભૂતકાળમાં કેટલાક સમૂહોને દાબી દેવામાં આવ્યા છે એટલું જ નહીં, વિદ્યા અને કળાકારીગરી એકબીજાથી અળગાં થઈ ગયાં અને ફિલસૂફીને જીવન તથા તેને સ્પર્શતા પ્રશ્નો સાથે કશો સંબંધ રહ્યો નહીં. પરં પરાના પાયા પર રચાયેલી એ અમીરવર્ગી દૃષ્ટિ હતી. એ દૃષ્ટિમાં ધરમૂળથી ફે રફાર કરવાની જરૂર છે, કેમ કે આધુનિક પરિસ્થિતિ અને લોકશાહીના આદર્શથી એ તદ્દન વિરુદ્ધ છે. ધંધાને ધોરણે રચાયેલું સમાજના જુ દા જુ દા સમૂહોનું સંગઠન 218

ભલે ચાલુ રહે , પણ આધુનિક ઉદ્યોગો નવા નવા ધંધા ઊભા કરે છે અને જૂ ના અનેક ધંધાઓ તે બંધ કરતા હોવાથી એમાં પણ મોટા ફે રફારો થશે. આજ ે સર્વત્ર ધંધાને અથવા કાર્યને ધોરણે સમાજનું સંગઠન કરવાનું વલણ નજરે પડે છે અને તાર્કિક હક્કોના ખ્યાલનું સ્થાન હવે ધંધા અથવા કાર્યોનો ખ્યાલ લેવા લાગ્યો છે. હિં દના પ્રાચીન આદર્શોને એ અનુરૂપ છે. આ યુગની ભાવના સમાનતાની તરફે ણ કરનારી છે; આચાર જોકે સર્વત્ર એથી ઊલટો છે. એક માણસ બીજા માણસની મિલકત બની શકે એવા સંકુચિત અર્થની ગુલામી આપણે નાબૂદ કરી છે. પણ એને બદલે દુનિયાભરમાં નવા પ્રકારની અને એનાથીયે બૂરી ગુલામી શરૂ થઈ છે. વ્યક્તિની સ્વતંત્રતાના ઓઠા નીચે રાજકીય ને આર્થિક વ્યવસ્થાઓ અથવા તંત્રો માણસોનું શોષણ કરે છે અને તેમને સોદાની ચીજ લેખે છે. વળી, એક વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિની મિલકત બની શકતી નથી, પણ એક દેશ અથવા પ્રજા બીજી પ્રજાની ગુલામ હજુ પણ બની શકે છે અને એ રીતે સામુદાયિક ગુલામીને નભાવી લેવામાં આવે છે. જાતિની સરસાઈ અથવા વર્ણદ્વેષ એ પણ આપણા યુગનું વિશિષ્ટ લક્ષણ છે અને સર્વશ્રેષ્ઠ યા સર્વોપરી રાષ્ટ્રો જ નહીં, સર્વશ્રેષ્ઠ જાતિઓ પણ આપણી પાસે મોજૂ દ છે! આમ છતાં યુગભાવના વિજયી નીવડશે. કંઈ નહીં તો હિં દે સમાનતા તરફ પોતાની નજર રાખવી જોઈએ. એનો અર્થ એવો નથી કે શારીરિક, માનસિક અથવા આધ્યાત્મિક દૃષ્ટિથી બધા સરખા છે; અથવા તો તેમને સરખા કરી શકાય એમ છે. પણ સૌને સરખી તકો મળે તેમ જ કોઈ પણ વ્યક્તિ કે સમૂહના [ જુલાઈ ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


માર્ગમાં રાજકીય, આર્થિક કે સામાજિક અંતરાયો ન હોવા જોઈએ એવો એનો અર્થ ખસૂસ છે. એનો અર્થ માનવજાતને વિશે શ્રદ્ધા તેમ જ તક આપવામાં આવે તો હરે ક જાતિ અથવા કોઈ પણ માનવસમૂહ પોતાની રીતે ઉન્નતિ ને પ્રગતિ કરી શકે એવો વિશ્વાસ કોઈ પણ માનવસમૂહનું પછાતપણું અથવા અવનતિ તેના હાડમાં રહે લી કોઈ ખામીને આભારી નથી પણ મુખ્યત્વે તકોના અભાવ તેમ જ બીજા માનવસમૂહોએ લાંબા સમય સુધી કરે લા તેના દમનને આભારી છે એવી સમજ હોવી, એ એનો અર્થ છે. રાષ્ટ્રીય શું કે આંતરરાષ્ટ્રીય શું, સાચી પ્રગતિ અને ઉન્નતિ ઘણે અંશે સહિયારો વ્યાપાર બન્યો છે અને પછાત માનવસમૂહો બીજાઓને નીચે ખેંચે છે એવી આધુનિક દુનિયા વિશેની સમજ હોવી એ પણ એનો અર્થ થવો જોઈએ. એથી સૌને સમાન તકો આપવી જોઈએ એટલું જ નહીં. પછાત માનવસમૂહો તેમની આગળ નીકળી ગયેલા બીજા સમૂહોની હરોળમાં આવે એટલા માટે તેમના કેળવણીના, આર્થિક તેમ જ સાંસ્કૃતિક વિકાસ સારુ તેમને ખાસ તકો પણ આપવી જોઈએ. હિં દમાં સૌને માટે તકનાં દ્વાર ખોલવા માટે કોઈ પણ પ્રયાસ અખૂટ શક્તિ અને કાર્યદક્ષતાને માર્ગ મોકળો કરી આપશે અને અસાધારણ ઝડપથી દેશની સૂરત પલટી નાખશે. યુગભાવના સમાનતા માગતી હોય તો એની સાથે બંધબેસતી આવે એવી તેમ જ એને ઉત્તેજન આપનારી અર્થવ્યવસ્થા હોવી જરૂરી છે. … આપખુદ સત્તા અસમાનતા પર નિર્ભર હોય છે એટલું જ નહીં, જીવનનાં બધાં ક્ષેત્રો પર તેની અસર થાય છે. તે રાષ્ટ્રનાં સર્જક ને

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૨1]

નવચેતન પ્રગટાવનારાં બળોને દાબી દે છે, કાર્યદક્ષતા તેમ જ બુદ્ધિમત્તાને રૂંધી રાખે છે અને જવાબદારીની ભાવનાને પાછી પાડે છે. એના ભોગ બનનારાઓ પોતાનું ગૌરવ અને સ્વાશ્રયની વૃત્તિ ગુમાવી બેસે છે. હિં દના પ્રશ્નો ગૂંચવણભર્યા લાગે છે, પણ તત્ત્વત: તે વત્તેઓછે અંશે આર્થિક તેમ જ રાજકીય તંત્ર જ ેમનું તેમ રાખીને પ્રગતિ કરવાના પ્રયાસને આભારી છે. રાજકીય પ્રગતિની સાથે એ તંત્રને તેમ જ મોજૂ દ સ્થાપિત હિતોને સાચવી રાખવાની શરત મૂકવામાં આવે છે. એ બે વાતો પરસ્પર વિસંગત છે. રાજકીય ફે રફાર થવો જોઈએ પણ તેની સાથે આર્થિક ફે રફાર પણ એટલો જ જરૂરી છે. એ ફે રફાર લોકશાહી ઢબની યોજનાપૂર્વકની સામુદાયિક સહકારની વ્યવસ્થાની દિશામાં થવો જોઈએ. આર. એચ. ટૉની કહે છે, ‘પસંદગી હરીફાઈ અને ઇજારાની પદ્ધતિ વચ્ચે નથી, પણ બેજવાબદાર અને ખાનગી ઇજારાપદ્ધતિ અને જવાબદાર તેમ જ જાહે ર અથવા પ્રજાની માલિકીની ઇજારાપદ્ધતિ વચ્ચે છે.’ મૂડીવાદી રાજ્યોમાં પણ પ્રજાકીય ઇજારાપદ્ધતિ વિકસતી જાય છે અને ભવિષ્યમાં પણ વિકસતી રહે શે. તેમના અને ખાનગી ઇજારાપદ્ધતિના પાયામાં રહે લા ખ્યાલ વચ્ચેનું ઘર્ષણ ખાનગી ઇજારાપદ્ધતિ નાબૂદ કરવામાં આવે ત્યાં સુધી ચાલુ રહે શે. લોકશાહી ઢબની સામુદાયિક સહકારની વ્યવસ્થામાં ખાનગી મિલકત નાબૂદ કરવી જ જોઈએ એવું નથી. પણ એમાં પાયાના ને મોટા ઉદ્યોગો સામુદાયિક અથવા પ્રજાકીય માલિકીના હોવા જોઈએ એ ચોક્કસ છે. એમાં જમીન પર પણ સહકારના ધોરણનું અથવા સામુદાયિક નિયંત્રણ હશે. 219


ખાસ કરીને હિં દમાં મોટા ઉદ્યોગો ઉપરાંત સહકારને ધોરણે અથવા સામુદાયિક નિયંત્રણ નીચે ચાલતા નાના ઉદ્યોગો અને ગ્રામઉદ્યોગોની પણ જરૂર રહે શે. આવી લોકશાહી ઢબની સામુદાયિક સહકારની વ્યવસ્થામાં કાળજીપૂર્વક અને સતત નિયોજનની ને પ્રજાની બદલાતી જતી જરૂરિયાતો પ્રમાણે ઘટતા ફે રફારો કરતા રહે વાની જરૂર પડશે. ધ્યેય હરે ક રીતે રાષ્ટ્રની ઉત્પાદનશક્તિ વધારતા જવાનું અને સાથે સાથે રાષ્ટ્રની સઘળી મજૂ રશક્તિને કોઈ ને કોઈ પ્રવૃત્તિમાં કામે લગાડવાનું તેમ જ બેકારી અટકાવવાનું હોવું જોઈએ. દરે ક વ્યક્તિને પોતાનો ધંધો પસંદ કરવાની શક્ય એટલા પ્રમાણમાં છૂટ હોવી જોઈએ. આ બધાંને પરિણામે આવકની સમાનતા પેદા થશે એમ નથી, પણ એથી વહેં ચણી પહે લાં કરતાં વધારે ન્યાયપુર:સરની થશે અને આવકની સમાનતાની દિશામાં તે વધુ ને વધુ પ્રમાણમાં ઢળતી જશે. કોઈ પણ સંજોગોમાં, આજના જબરદસ્ત ભેદો સંપૂર્ણપણે નાબૂદ થશે ને તત્ત્વતઃ વત્તીઓછી આવકના પાયા પર રચાયેલા વર્ગભેદો ધીમે ધીમે અદૃશ્ય થતા જશે. આવા ફે રફારથી મુખ્યત્વે નફાની વૃત્તિ પર રચાયેલો આજનો પરિગ્રહશીલ સમાજ ઊથલી પડશે. અમુક પ્રમાણમાં નફાની વૃત્તિ ચાલુ રહે એ બનવા જોગ છે, પણ તે એટલી પ્રબળ અને સર્વોપરી પ્રેરક બળ નહીં રહે . વળી આજના જ ેટલો અવકાશ પણ તેને મળનાર નથી. એક સામાન્ય હિં દી પર નફાની વૃત્તિ અસર નથી કરતી એમ કહે વું બેહૂદું છે, પણ એટલું ખરું કે, પશ્ચિમના દેશોમાં એને માટે જ ેટલી લગની છે તેટલી હિં દમાં નથી. ધનિક માણસની ઈર્ષા થાય એમ બને, પણ તેને વિશે ખાસ આદર 220

દર્શાવવામાં આવે છે અથવા તેની પ્રશંસા કરવામાં આવે છે એવું નથી. હજી પણ સદાચારી અને ડાહ્યાં ગણાતાં સ્ત્રી-પુરુષોનો અને ખાસ કરીને પ્રજાહિતને અર્થે પોતાની જાતનું તેમ જ પોતાની માલમિલકતનું બલિદાન આપનારાઓનો આદરસત્કાર કરવામાં આવે છે તેમ જ તેમની સ્તુતિ કરવામાં આવે છે. હિં દની દૃષ્ટિએ, તેની આમજનતાની દૃષ્ટિએ સુધ્ધાં, પરિગ્રહની ભાવનાને કદી પણ પસંદ કરી નથી. સમષ્ટિવાદમાં સામુદાયિક અથવા સહિયારા સમારં ભો તેમ જ સહકારી ઢબના પ્રયાસનો સમાવેશ થાય છે. આ બીના પણ હિં દના પુરાણા સામાજિક ખ્યાલોને અનુરૂપ છે. એ બધાના પાયામાં ઘટક તરીકે સમૂહ હતો. બ્રિટિશ અમલ નીચે સમૂહવ્યવસ્થા, ખાસ કરીને ગ્રામસ્વરાજની વ્યવસ્થા, તૂટી પડવાથી હિં દની આમપ્રજાને ભારે નુકસાન થયું. એ નુકસાની આર્થિક કરતાં વિશેષે કરીને માનસિક હતી. એને સ્થાને કોઈ વિધાયક વ્યવસ્થા આવી નહીં, પરિણામે આમજનતા પોતાની સ્વતંત્રતાની ભાવના, જવાબદારીનું ભાન તેમ જ સર્વસામાન્ય હે તુઓને માટે પરસ્પર સહકારથી કામ કરવાની શક્તિ ગુમાવી બેઠી. એક વખત ગામડુ ં જીવન અને ચેતનથી ઊભરાતો ઘટક હતો. પણ તે વધુ ને વધુ પ્રમાણમાં વેરાન અને નધણિયાતું બનતું ગયું અને આખરે છૂટાંછવાયાં ઝૂંપડાંઓ ને ચિત્રવિચિત્ર માણસોના કેવળ સમૂહ જ ેવું બની ગયું. છતાં કોઈક અણછતી કડી તેની એકતા ટકાવી રહી છે અને પુરાણી સ્મૃતિઓ સજીવન થાય છે. પરાપૂર્વથી ચાલતી આવેલી આ પરં પરાઓનો લાભ ઉઠાવી, સહકારને ધોરણે સામુદાયિક ખેતીની તેમ જ નાના નાના [ જુલાઈ ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


હશે. આવા કોઈક પ્રકારની વ્યવસ્થા હિં દના ભૂતકાળને તેમ જ તેની આજની જરૂરિયાતોને સંપૂર્ણપણે અનુરૂપ હશે. બ્રિટિશ અમલે પેદા કરે લી પરિસ્થિતિ બાદ કરતાં ભૂતકાળ સાથેના વિચ્છેદની ભાવના નહીં રહે અને જનતાનું માનસ જ ેને હજી પણ યાદ કરે છે તેમ જ જ ેની સ્મૃતિમાં રાચે છે તે ભૂતકાળના જ અનુસંધાન તરીકે તેને વધાવી લેશે. હિં દમાં આ જાતનો ફે રફાર રાજકીય તેમ જ આર્થિક આંતરરાષ્ટ્રીયતાની સાથે સુસંગત હશે. બીજા દેશો જોડે તે સંઘર્ષ કે ઝઘડા પેદા નહીં કરે અને એશિયા તેમ જ દુનિયામાં સુલેહશાંતિ ટકાવી રાખવામાં અસરકારક ફાળો આપશે. આપણા રાગદ્વેષો આપણને થાપ આપે છે અને આપણું ચિત્ત તે સમજી શકતું નથી છતાં જ ે તરફ આપણે અનિવાર્ય રીતે ધકેલાતા જઈએ છીએ તે એક દુનિયાનું સ્વપ્નું સિદ્ધ કરવામાં તે આપણને મદદરૂપ નીવડશે. દમન અને નાસીપાસીની ભીષણ ચૂડમાંથી મુક્ત થયેલી હિં દી પ્રજા ફરીથી પોતાનો પૂર્ણ વિકાસ સાધશે અને પોતાની સંકુચિત રાષ્ટ્રીયતા તેમ જ ચોકાપંથી વલણ તજી દેશે. પોતાના હિં દી વારસાને માટે ગૌરવ લેતા તેઓ બીજા દેશોની પ્રજાને માટે પોતાનાં હૃદય અને ચિત્તનાં દ્વાર ખુલ્લાં કરશે તેમ જ આ વિશાળ અને અદ્ભુત દુનિયાના નાગરિક બનીને પોતાના પૂર્વજોએ જ ેમાં પહે લ કરી હતી તે સનાતન ખોજની દિશામાં બીજાઓની સાથે આગળ કૂ ચ કરશે.

ઉદ્યોગોની પ્રવૃત્તિઓ શરૂ કરવાનું સુગમ થઈ પડવું જોઈએ. ગામડુ ં સ્વયંપૂર્ણ આર્થિક ઘટક બને એ દિવસો હવે રહ્યા નથી, (સામુદાયિક અથવા સહકારી ખેતી સાથે જોકે ઘણી વાર તે નિકટપણે સંકળાયેલું હોય એમ બને) પણ તે સરકારી કામ માટેનો તેમ જ ચૂંટણી માટેનો ઘટક જરૂર બની શકે એમ છે. મોટા રાજકીય ચોકઠામાં રહીને એ દરે ક ઘટક સ્વાયત્ત જમાત અથવા સમૂહ તરીકે કાર્ય કરે અને ગામની મહત્ત્વની જરૂરિયાતો પર લક્ષ આપે. અમુક પ્રમાણમાં એને ચૂંટણીના ઘટક તરીકે લેખવામાં આવે તો તેથી સીધા મતદારોની સંખ્યામાં સારી પેઠ ે ઘટાડો થવાથી પ્રાંતિક તેમ જ સમગ્ર હિં દને સ્પર્શતી ચૂંટણીઓ સરળ બને એમ છે. પુખ્ત વયના મતાધિકારને ધોરણે ચૂંટાયેલી એ ગ્રામપંચાયતોના સભ્યો આ મોટી ચૂંટણીઓ માટેના મતદારો થઈ શકે. પરોક્ષ ચૂંટણીના કેટલાક ગેરલાભો હોય ખરા પણ હિં દની ભૂમિકા લક્ષમાં લેતાં ગામને ઘટક તરીકે ગણવું જોઈએ એ વિશે મારા મનમાં જરાયે શંકા નથી. આનાથી પ્રજાના વધારે સાચા અને જવાબદાર પ્રતિનિધિઓ મળી રહે શે. આ સ્થાનિક પ્રતિનિધિઓ ઉપરાંત સામુદાયિક ને સહકારી ઢબે ચાલતી ખેતીની અને ઉદ્યોગધંધાઓની પ્રવૃત્તિઓના પ્રતિનિધિઓની સીધી ચૂંટણી માટેની જોગવાઈ કરવાની જરૂર છે. આ રીતે રાજ્યનું લોકશાહીતંત્ર ધંધાદારી તેમ જ સ્થાનિક એ બંને પ્રકારના પ્રતિનિધિઓનું બનેલું હશે અને તે સ્થાનિક સ્વાયત્તતાના પાયા પર રચાયેલું

[મારું હિં દનું દર્શનમાંથી] 

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૨1]

221


પૂર્ણ સ્વરાજ

સ.  : …સામાન્યપણે કૉંગ્રેસીઓ પોતાને કેવી અથવા પંચાયત હોય. એનો અર્થ એ થયો કે,

જાતની સ્વતંત્રતા જોઈએ છે, તે ખસૂસ જાણતા નથી. સ્વતંત્ર હિંદુસ્તાનનો તમારો ખ્યાલ કેવો છે, તે બતાવનારું , મુખ્ય મુખ્ય મુદ્દાઓને સમાવી લેતું અને સર્વગ્રાહી ચિત્ર તમે તેમની આગળ મૂકવાની મહે રબાની ન કરો? ગાંધી : હિં દુસ્તાન સ્વતંત્ર થાય ત્યારે કેવું હોય, તેનો મારો ખ્યાલ મેં વખતોવખત આપ્યો છે. એમ છતાં, આ સવાલ પૂછવામાં આવેલા બીજા સવાલોની શ્રેણીનો એક ભાગ હોવાથી પુનરુક્તિનું જોખમ વહોરીને પણ તેનો જવાબ આપી દઉં. હિં દુસ્તાનની સ્વતંત્રતામાં સમસ્ત હિં દુસ્તાનનો, એટલે દેશી રાજ્યોના હિં દુસ્તાન તરીકે ઓળખાતા વિભાગનો અને હં ુ માનીને ચાલું છુ ,ં તે મુજબ માત્ર બ્રિટિશ લોકો ચલાવી લે છે, તેથી જ અહીં નભી રહે લી ફ્રેંચ અને પોર્ટુગીઝ સત્તાઓના કબજા હે ઠળના હિં દુસ્તાનના મુલકનો પણ સમાવેશ થઈ જાય છે. સ્વતંત્રતાનો અર્થ હિં દુસ્તાનના લોકોની સ્વતંત્રતા હોય, તેમના પર આજ ે જ ેમનો અમલ ચાલે છે, તેમની સ્વતંત્રતા ન હોય. દેશી અથવા બીજા શાસકોની એડી તળે કચરાતા લોકોની ઇચ્છા કે મરજી પર તે શાસકો પોતાની હસ્તી માટે આધાર રાખે. આમ, શાસક લોકોની મરજી પ્રમાણે ચાલવાને તત્પર, એવા તેમના સેવકો બની રહે . સ્વતંત્રતાની શરૂઆત પાયામાંથી થાય. એટલે કે, હિં દુસ્તાનનું એકેએક ગામ રાજ્યઅમલની પૂરેપૂરી સત્તા ધરાવનારું પ્રજાસત્તાક 222

દરે ક ગામ પોતાની તાકાત પર નભતું હોય, પોતાનો કુ લ વહે વાર ચલાવવાને અને જરૂર પડે, તો આખી દુનિયાની સામે પોતાનું રક્ષણ કરી લેવાને સમર્થ હોય. બહારથી આવતા કોઈ પણ પ્રકારના હુમલાની સામે પોતાનું રક્ષણ કરવાની તેને કેળવણી મળી હોય, અને તે રક્ષણના પ્રયાસમાં ખપી જવાની તેની તૈયારી હોય. આમ, સરવાળે જુ ઓ તો રાજ્યનો પાયાનો ઘટક વ્યક્તિ બને છે. પડોશીઓ અથવા બહારની દુનિયા પર આધાર રાખવાની અથવા તેમની રાજીખુશીથી જ ે મદદ આપે, તે લેવાની વાત આમાં સમાઈ જાય છે. આ સ્થિતિ સ્વેચ્છાએ પરસ્પર સહાય કરનારાં બળોની એકબીજા પરની અસરનું ફળ હશે. એ અનિવાર્ય છે કે, આવી જાતનો સમાજ ખૂબ સંસ્કારી હોય અને તેમાં દરે ક સ્ત્રી કે પુરુષ પોતાને શું જોઈએ છે, તે વિશે ખબરદાર હોય, અને સૌથી વિશેષ તો એવી સમજવાળાં હોય કે, એક જ જાતની મજૂ રીથી જ ે બીજાને ન મળી શકે, તે આપણને પણ ન મળે. પણ સમાજની રચના સ્વાભાવિક રીતે જ સત્ય અને અહિં સાના પાયા પર થાય અને મારો એવો અભિપ્રાય છે કે, ઈશ્વર એટલે કે, દુનિયાએ જાણેલાં સર્વ પ્રકારનાં બળોમાં જ ે વસે છે, પોતાની શક્તિ વડે જ જ ેની હસ્તી છે, જ ે વસ્તુમાત્રનું જ્ઞાન ધરાવે છે, જ ે કોઈની પર આધાર રાખતી નથી, અને જ ે બીજાં બળોનો કલ્પી શકાય તેવો નાશ થયા પછી અથવા તેમની અસર જણાતી અટકી જશે, [ જુલાઈ ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


ત્યાર પછી પણ પોતાનું કાર્ય કરતી હશે, તે જીવંત શક્તિ પર સમજપૂર્વક શ્રદ્ધા રાખ્યા વિના એ સત્યને અહિં સા સંભવિત નથી. સર્વને પોતાના તેજથી પ્રભાવિત કરતી, સર્વવ્યાપી ચેતનમયી શક્તિ વિશેની શ્રદ્ધા વિના હં ુ મારી પોતાની હસ્તીનું કારણ આપી શકતો નથી. અસંખ્ય ગામડાંઓની બનેલી આ સમાજરચનાની આકૃ તિ એક એકથી ઊંચે જતાં વર્તુળોની નહીં, પણ એકબીજાથી વિશાળ થતાં જતાં અને નાનાને મોટામાં સમાવી લેતાં વર્તુળોની હશે. જીવનનો ઘાટ, જ્યાં ટોચ પાયાને કચડીને ઊંચી રહે છે, તેવા પિરામિડનો નહીં હોય. તેનો ઘાટ સમુદ્રનાં અનંત સીમા સુધી વિસ્તરતાં જતાં મોજાંઓના વર્તુળનો હશે, જ ેના કેંદ્રમાં પોતાના ગામને સારુ ખપી જવાને હરહં મેશ તત્પર એવી વ્યક્તિ હશે, અને ગામ વળી બીજાં ગામોના બનેલા પોતાના વર્તુળને માટે ખપી જવાને તત્પર હશે. અને આખરે આ રચનામાં સર્વ વર્તુળો મળીને એક જ પ્રાણવાળું એક શરીર બનશે. એ રચનામાં જ ે વ્યક્તિઓનો સમાવેશ થશે, તે પોતાના અહં કાર અથવા ઘમંડમાં કોઈ બીજાના પર આક્રમણ નહીં કરે , હં મેશ નમ્ર રહે શે અને સમુદ્રના વિશાળ વર્તુળમાં સમાયેલા સમસ્ત જીવનની ભવ્યતા પોતાના અંતરમાં અનુભવી, તે વર્તુળના અંગરૂપ ઘટક બની રહે શે. તેથી, આ વર્તુળાત્મક રચનામાં બહારની સીમા પર આવેલું સૌથી મોટુ ં વર્તુળ પોતાની અંદર સમાતાં વર્તુળને કચડી નાખવાને પોતાનું સામર્થ્ય નહીં વાપરે , પણ અંદરના સર્વને બળ આપશે અને પોતાનું સામર્થ્ય પણ કેંદ્રમાં રહે લી વ્યક્તિમાંથી મેળવશે. કોઈ એવો ટોણો મારશે કે, આ તો આદર્શ થયો, સંપૂર્ણતાનું તરં ગી

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૨1]

ચિત્ર થયું, અને તેને વિશે વિચાર કરી નાહક વખત બગાડવાની જરૂર નથી. યુક્લિડની વ્યાખ્યાનું બિંદુ દોરી બતાવવાને માણસ સમર્થ નથી, છતાં, તેનું કદી ઘટે નહીં તેવું મૂલ્ય છે, તેવી જ રીતે માણસજાતને જીવવું હોય, તો મારા આદર્શ ચિત્રની પણ કદી ઓછી ન થાય તેવી કિંમત છે. એ સાચા ચિત્રની અણીશુદ્ધ સંપૂર્ણ સિદ્ધિ કદી ન થવાની હોય, તોપણ હિં દુસ્તાન તેને માટે જીવે. આપણને જ ે કંઈ જોઈતું હોય, તેના જ ેવું કંઈકેય મેળવી શકીએ તે પહે લાં આપણી પાસે તેનો સંપૂર્ણ ખ્યાલ હોવો જોઈએ. હિં દુસ્તાનમાં એકેએક ગામનું પ્રજાસત્તાક સ્થાપવાની વાત સ્વીકારો, તો જ્યાં છેલ્લે આવનારો પહે લાના જ ેવો હોય, અથવા બીજા શબ્દોમાં કહીએ, તો જ ેમાં કોઈ પહે લો નથી ને કોઈ છેલ્લો નથી, તે મારું ચિત્ર વાસ્તવિક અને સત્ય છે, એવો હં ુ દાવો કરું છુ .ં આ ચિત્રમાં દરે ક ધર્મનું સરખા દરજ્જાનું તેમ જ ઘટતું સ્થાન રહે શે. આપણે સૌ એક ભવ્ય તરુવરનાં પાંદડાં જ ેવા છીએ અને તેનાં મૂળ પાતાળમાં પૃથ્વીના હૃદય સુધી પહોંચેલાં હોવાથી, તેના થડને હલાવવાને કોઈ સમર્થ નથી. ગમે તેવા જોરાવર, તોફાની પવનથી તે હાલે તેમ નથી. માણસની મજૂ રીની જગા લઈ તેને નકામી બનાવે, અને સત્તાને થોડા લોકોના હાથમાં એકઠી કરી આપે, તેવાં યંત્રોને આ ચિત્રમાં સ્થાન નથી. સુસંસ્કૃત માનવીસમાજ- કુ ટુબ ં માં મજૂ રીનું સ્થાન અનન્ય છે. જ ે યંત્ર હરે ક વ્યક્તિને સહાયરૂપ થાય, તેને અહીં સ્થાન છે. પણ, મારે કબૂલ કરવું જોઈએ કે, આવું યંત્ર કેવું હોય અથવા હોવું જોઈએ, તેનો વ્યવસ્થિત વિચાર કરવા હં ુ કદી બેઠો નથી. 223


આદર્શોના આ બધા શંભુમેળામાં, હિં દુસ્તાનને શુદ્ધ વિચારના પાયા પર રચાયેલા શુદ્ધ કાર્યોમાં આગેવાન થવાનું સર્જાયું હશે, તો ઈશ્વર આ બધા મોટા મોટા માણસોના ડહાપણને જૂ ઠુ ં ઠેરવીને હિં દુસ્તાનનાં ગામડાંને ઘટતી રીતે પોતાની વાત જાહે ર કરવાની પોતાની તાકાત તેમ જ તેનો અમલ કરવાની સત્તા આપશે, એવો મને વિશ્વાસ છે. સ. : …બંધારણસભા નકામી નીવડે, તો તેના અવેજમાં દેશભરમાં વ્યાપે એવી સામાન્ય હડતાળનો અને અહિંસાથી અથવા જરૂર જ ેટલી હિંસા કરીને સત્તાનો જબરજસ્તીથી કબજો લઈ લેવાનો ઇલાજ સ્વીકારવાને તમે કૉંગ્રેસને સલાહ આપશો ખરા? એ સંજોગોમાં, ઉપર બતાવેલો ઇલાજ તમને માન્ય ન હોય, તો તમે બીજો કયો ઉપાય બતાવો છો? ગાંધી : અંધારું સામું આવીને ઊભું ન રહે , ત્યાં સુધી હં ુ તેનો વિચાર ન કરું અને અહિં સાની વાત બાજુ એ રહે વા દો, તોપણ સામાન્ય હડતાળ અને સત્તા પડાવી લેવાની વાતમાં હં ુ નહીં જોડાઉં. તેથી જોકે, બંધારણસભા તૂટી પડે, તો શું કરવું, તેની આજ ે મને ખબર નથી, છતાં પરિસ્થિતિ પ્રત્યક્ષ આવીને ઊભી રહે શે, ત્યારે અવેજીમાં યોજવાના ઇલાજની પૂરી તૈયારી મેં કરી લીધી હશે, એવી મારી ખાતરી છે. આપણે જ ેને ઈશ્વરને નામે ઓળખાવીએ છીએ, તે જીવંત સત્તા મારો એકમાત્ર આધાર હોવાથી, જરાયે વહે લું નહીં, તોયે વખત આવશે, ત્યારે અવેજી ઇલાજ તે મારા હાથમાં મૂક્યા વિના રહે વાની નથી. [हरिजनबंधु, ૨૮-૭-૧૯૪૬]

સિંગરના સીવવાના સંચાનો વિચાર મેં કર્યો છે, પરં તુ તે પણ ઉપરચોટિયો અથવા કામચલાઉ કે તૂટક જ કહે વાય. મારું ચિત્ર પૂરું કરવાને હમણાં જ એ વિચાર કરવા બેસવાની જરૂર નથી. સ. : જ ે જાતની બંધારણ ઘડનારી લોકપ્રતિનિધિસભાની દરખાસ્ત થઈ છે, તે સભાને તમારા આદર્શ ચિત્રની સિદ્ધિને માટે કામમાં લઈ શકાય, એમ તમે માનો છો? ગાંધી : મારા ચિત્રને વહે વારમાં સિદ્ધ કરવાને બંધારણસભામાં બધી જાતની શક્યતા રહે લી છે. પણ મને પોતાને ઝાઝી આશા નથી; તેનું કારણ એ નથી કે, સરકારી દસ્તાવેજમાં આવી કોઈ જાતની શક્યતા રહે લી નથી. તેનું કારણ એ છે કે, એ દસ્તાવેજની ભલામણો સ્વેચ્છાથી સ્વીકારવાની હોવાથી, તેની સફળતાને માટે તે દસ્તાવેજ સાથે જ ેમનો સંબંધ છે, તે બધા પક્ષોની સરખી સંમતિની જરૂર રહે છે. એ પક્ષોનું ધ્યેય સમાન નથી. ખુદ કૉંગ્રેસીઓ સ્વતંત્રતાના અર્થને વિશે એટલે કે, તેમાં શાનો સમાવેશ થાય છે, તેને વિશે પણ એકમત નથી. અહિં સાને અને રેં ટિયાને વરે લા કેટલા છે, અથવા ઉદ્યોગોના વિકેંદ્રીકરણ વિશે શ્રદ્ધાવાળા હોવા છતાં ગામડાંને આખી રચનાના કેંદ્ર લેખે ગણનારા કેટલા હશે, તેની મને ખબર નથી. એથી ઊલટુ,ં હિં દુસ્તાનના રાજ્યને પહે લા વર્ગની લશ્કરી સત્તા બનાવવાની, હિં દી રાજ્યબંધારણમાં કેંદ્રમાં મજબૂત સરકાર રાખવાની, અને તેની આજુ બાજુ આખા તંત્રની રચના કરવાની ઉમેદ રાખનારા ઘણાને હં ુ જાણું છુ .ં પરસ્પર વિરોધી વિચારો અને 

224

[ જુલાઈ ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


‘નઘરોળ’ જયંત કોઠારી સ્વામી આનંદની સાહિત્યસર્જક તરીકેની ખ્યાતિ જાણીતી હોવા છતાં તેમના અધ્યયનગ્રંથમાં પ્રબુદ્ધ સાહિત્યરસિકો તેમના સાહિત્યની ઓળખ કરાવે છે તો તે અજાણી લાગે છે. સ્વામીના સાહિત્યના રં ગોનો ઉઘાડ તેમાં થયો છે. વર્ષ ૧૯૯૫માં સ્વામી આનંદ શતાબ્દી સમિતિ અંતર્ગત ‘સ્વામી આનંદ અધ્યયનગ્રંથ’ પ્રકાશિત થયો છે. તેનું સંપાદન થયું છે રઘુવીર ચૌધરી અને રમેશ ર. દવે દ્વારા. શતાબ્દી સમિતિના પ્રમુખ છે બાબુભાઈ જ. પટેલ. પ્રમુખ તરીકે ‘ઋષિઋણ’ અંતર્ગત કરે લા નિવેદનમાં બાબુભાઈ લખે છે : “સ્વામીદાદા માત્ર ચુનંદા લખનારા જ નહીં પણ આપણી ભાષાને ઘડનારાઓ પૈકી હોઈ એમનાં જીવન અને કવનનો પરિચય આપણા ગુજરાતીભાષી સમાજને હશે ને રહે શે એટલું એક પ્રજા તરીકે આપણું હિત સચવાશે ને વધશે.” બાબુભાઈ જ. પટેલની આ વાતને સાર્થક કરતું લખાણ સ્વામી આનંદનાં ‘નઘરોળ' પુસ્તક અંગે જયંત કોઠારીએ અધ્યયનગ્રંથમાં રજૂ કર્યું છે. પ્રસ્તુત પુસ્તક વિશે વિવેચના સ્વામી આનંદની સમગ્ર શૈલીનો પરિચય કરાવે છે. સ્વામીનું સમગ્ર સાહિત્ય ટૂ કં ા ગાળામાં પ્રકાશિત કરવાની નવજીવનની નેમ છે. …

સ્વામી આનંદનું ગુજરાતી નિબંધસાહિત્યના લેખકના નાટકમાં ઓતપ્રોત થઈ, એને પોતાની

રીતે સમજી, પોતાના અભિનય દ્વારા એની ‘રજૂ આત’ કરે છે તેમ સ્વામી પણ પોતે વાંચેલા કે સાંભળેલા કે અનુભવેલા પ્રસંગોમાં ઓતપ્રોત થાય છે, એને પોતાની રીતે સમજ ે છે અને પોતાના ભાષાપ્રયોગથી એની ‘રજૂ આત’ કરે છે. નટચમૂની ‘રજૂ આતો’ જ ેમ એક સ્વતંત્ર કળા છે તેમ સ્વામીની આ નિબંધાત્મક ‘રજૂ આતો’ પણ એક સ્વતંત્ર કળારૂપને પામી છે.

ઇતિહાસમાં અવશ્ય નામ લેવું પડે એવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે. ચરિત્રનિબંધમાં તો એમણે પોતાનો ચીલો આંક્યો છે અને બળૂકી, કસદાર, તોલદાર ગદ્યશૈલીથી એમણે ગુજરાતી ગદ્યમાં એક નવી ભાત પાડી છે. સ્વામી આનંદે ઘણાં લખાણો અંગ્રેજી ઉપરથી પણ કરે લાં છે. એમને તેઓ ‘રજૂ આતો’ તરીકે ઓળખાવે છે અને પોતાને ‘રજૂ આતદાર’. જ ેમ કોઈ નટચમૂ કોઈ

૨ નિબંધ કોઈ ને કોઈ રીતે લેખકના વ્યક્તિત્વની છાપ લઈને આવતો હોય છે–વિષયપસંદગીમાં, વિચારમાં, રજૂ આતમાં, ગદ્યશૈલીમાં. અહીં વિષયપસંદગી પણ સ્વામીની વિલક્ષણ વિષયપસંદગી જણાય છે. નઘરોળ એટલે સ્વામી કહે છે તેમ “ફુવડિયો, ડઠ્ઠર, નીંભર,

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૨1]

હાડોહાડનો, બેપરવા, નઠોર, રીઢો, અઘોરી, ઑઘરાળો, દીર્ઘસૂત્રી.” નઘરોળોના આવા “તરે હવાર નમૂના” સ્વામી સિવાય કોણ સંઘરે ? અરે , એવા નઘરોળોનાં સ્વભાવવર્તાવ, આદત-આચરણને આટલી નજીકથી, આવી હૂબહૂ રીતે જુ એ પણ કોણ? 225


નઘરોળનો આબાદ નમૂનો તો એ શીર્ષક નીચે દોરાયેલી વાદનવિદ્યાના એક નિષ્ણાતની ચરિત્રરે ખાઓમાંથી જ આપણને મળે છે. બીજ ે બધે લાગણીશૂન્યતા, નીંભરપણું, રીઢાપણું, બેપરવાઈ એ ગુણલક્ષણનો તંતુ તો આપણને સાંપડે છે, પણ સાથે સાથે લુચ્ચાઈ, દોંગાઈ, હઠીલાપણું, મૂર્ખતા, દયાજનકતા, નિર્માલ્યતા, સ્વાર્થસાધુપણું, વાણિયાશાઈ, વ્યવહાર કુ શળતા, અહં ભાવના વગેરે પ્રકારનાં ગુણલક્ષણોની રે ખાઓ પણ ગૂંથાય છે, ક્વચિત્ એ જ મુખ્ય બની રહે છે અને ‘નઘરોળ’ શબ્દનો અર્થવિસ્તાર થઈ રહ્યો હોવાનું અનુભવાય છે. ગમે તેમ પણ સ્વામીએ ચૂંટી કાઢેલા આ નમૂના તરે હવાર તો છે જ અને કોઈક અજાયબઘરમાં આપણે આવી ચડ્યા હોઈએ એવી લાગણી થયા વિના રહે તી નથી. પેલા સંગીતવિદ્યાના ‘મોરશદજી’ જ જુ ઓને! ગોળમટોળ કાળું કલિંગડ, ‘આ નવતર કુ ણ આવ્યું સે?’ જ ેવી ‘તોફા બોલચા’, પટા કે ભાત સામા માણસને ભાગ્યે ભળાય એવું મેલુંદાટ પાટલૂન, ઠેરઠેર માખીઓની વસાહતવાળાં ગંદાં ને ગંધાતાં કપડાં. નાતાલને દિવસે પણ એમના ઘરને પગથિયે-પગથિયે અરધો ઇંચ ધૂળકચરા, કાગળની ચબરખીઓ, ે ા ઝાડુની સળીઓ મરઘાં-કૂ તરાંનાં પીંછાં, તૂટલ અને છેલ્લે પગથિયે બારણા સામે લીલા રં ગની મોટી માખોનાં ઝુંડ ભરે લું, બણબણતું સંડાસ. નાનકડા બાબલાએ પવિત્ર કરે લ ટેબલ-થાળીમાં નિરાંતે આરોગે. કોઈ વખત બેઠક-જલસામાંથી મોડી રાતે ઘેર આવે ત્યારે નિરાંતે ઘોંટી જવા માટે બૈરી-છોકરાં મા ને બાપ બધાંને લાતો મારીને ઘર બહાર તગેડી 226

મૂકે; અઠવાડિયા પહે લાંનો કૂ તરીનો વાંકગુનો યાદ આવતાં એને બોચીએથી પકડી એનું માથું ભીંત સાથે અફાળે. ટ્યૂશન લેનાર આવે ત્યારે કોઈ વાર ઘાસગંજીમાં સંતાઈ જાય, કોઈ વાર ઢગલો રજાઈગોદડાં તળેથી પહોરવારની ઘાંટાઘાંટ પછી સળવળે, ઘુરકામણી આંખે તાકે અને બેઠા થઈ ઘડી ચપકું ભણાવે, તો કોઈ વાર પોતાની મચ્છીદુકાનેથી ઉઘાડે ડિલે આવી હાથમોં ધોયા વિના પલાંઠી મારી મંડ ે ભણાવવા! પણ બેઠકદાયરા-જલસા-મેળાવડામાં આ મોરશદજીનો હાથ ઝાલનારો કોઈ માઈનો પૂત ન મળે! બીજાં કેટલાંક ચરિત્રો પણ એમની અજબગજબની વિલક્ષણતાઓથી આપણા ચિત્તમાં કબજો જમાવ્યા વિના રહે તાં નથી. ફતેહપુર સિક્રીનો પેલો ટમટમવાળો. એના અડિયલ ટટ્ટુએ આગળ વધવાનો ઇન્કાર કરતાં એના પર એ કેવો કાળો કેર વર્તાવે છે અને ‘જભે કર દૂંગા’ એમ કરતો એની સામે દસ ઇંચના ખાટકી-છરા સાથે કેવો ધસે છે! જાણે બીજો અડિયલ ટટ્ટુ! સ્વામીના મકાનમાલિક મિસ્ત્રીની વાણિયાહઠ તો હે રત પમાડે એવી છે. ભાડુ ં વધારી આપવાની નરદમ લાચારી અને મકાન ખાલી કરી આપવાની પૂરી તૈયારી બતાવ્યા પછી પણ એ ‘પડ્યો પોદળો ચપટી ધૂળ ઉપાડે’ એવા હિસાબથી ભાડુ ં વધારવાની વાત બેચાર મહિને મૂક્યા જ કરે છે, મકાન ખાલી કરવા દેતા જ નથી. ભલાઈ અને વ્યવહારબુદ્ધિનું અજબ મિશ્રણ એમાં થયેલું છે. સ્વામીએ જ ેમને ‘મરકાના’માંથી ‘મારકણા’ બનાવ્યા (અને જ ેમણે એમાં ગર્વ લીધો) એ મેજર તો જબરા છે. મોઢાની લાપસી પીરસ્યા કરે , પણ દમડી ન છૂટે. મજૂ રને મજૂ રી [ જુલાઈ ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


એકાકીપણાનું દુઃખ ભોગવતા ‘ભરાડી’ પત્રકાર સેન્ટ નિહાલસિંઘ તેમજ ચોરીની આદતમાં જ્યાંત્યાં ભટકેલી, જ ેલમાં સબડેલી અને કોઈ ઇન્ડિયન યોગીના કહે વાથી ખાવું ન પડે, પહે રવું-ઓઢવું ન પડે એવો યોગ કરવા હિમાલયમાં ગંગાકાંઠ ે આવેલી અમેરિકન ધોબણ પણ સંસારમાં જોવા મળતા ભાતભાતના લોકની આપણને ઝાંખી કરાવે છે.

આપવાને બદલે બંદૂક બતાવે અને દીકરીનીયે વિયાયેલી ગાયને આંગણે લાવી એનું દૂધ વાપરી લે અને વસૂક્યે પાછી મોકલી દે! ‘દૂધમાં પાણી નાખવાનો તો પોતાનો ધરમ’ એમ બેશરમીથી કહે . ધનના લોભમાં બીજાની માલમિલકત ઓળવે અને પોતાની જમીન પર ભારે પરિશ્રમ પણ કરે . આપવડાઈમાં રાચ્યા કરતા અને તેથી જ જીવનના અંતિમ દિવસોમાં ૩ સ્વામીએ પોતાનો હે તુ બધે જ માનવખોપરીની અવનવી ખાસિયતોનું દર્શન કરાવવા પૂરતો જ મર્યાદિત રાખ્યો નથી. સમાજમાં કે સમાજના કોઈ વર્ગમાં જોવા મળતાં દંભ, પાખંડ, નઠોરતા વગેરેને પણ એ પોતાના વિષય બનાવે છે. ‘વાત વીસમી સદીની’માં ધર્મજડતાનું મુખ્ય પાત્ર બ્રાયન છે, છતાં જૂ રી અને અમેરિકન બહુજનસમાજ એના ભાગિયા છે, બ્રાયન તો એમનો પ્રતિનિધિ છે એ બતાવવાનું સ્વામી ચૂક્યા નથી અને અંતે સામાજિક ધર્મજડતાનું ચિત્ર જ ઉઠાવ પામે છે. ‘જમાનાની બલા’માં છે તો મનોવિજ્ઞાનના નિષ્ણાત દાક્તરોને પનારે પડેલી એક દર્દી બાઈની આપવીતી, પણ એમાંથી ઊપસે છે આધુનિક હૉસ્પિટલમાં દર્દીઓને ભોગે થતા ઉટપટાંગ અખતરાઓની કરુણ કથની. ટૂ કં માં, આ વ્યક્તિચિત્રો મટીને સંસારચિત્રો બને છે. આથી આગળ જઈ સ્વામી ક્યારે ક સમાજવ્યવસ્થાનો મુદ્દો પણ ઉપસાવે છે. ‘વરસના મહિના વીસ’માં ભોળા આદિવાસીને ઠંડ ે કલેજ ે નિચોવી લેતા શાહુકારનું પ્રસંગચિત્ર આંખ ઉઘાડનારું છે, પણ એ આવે તો છે આદિવાસીઓનાં ટોળાં આજ ે પાકેલા આંબા

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૨1]

વેડી જાય છે એમાં રહે લા nemesisનું દર્શન કરાવવા. ‘ખશકૂ લું’માં દયામણા ચહે રા સાથે ઘોડાગાડીના ખૂણે બેસી સિફતથી પાંઉરોટીને વચ્ચેથી કાતરી ખાનાર ‘ટિણકુ ડિયા અળશિયા’ની અને કંઈક ખંધા, કંઈક સાચીખોટી અકળામણ બતાવતા એના બોલકા બાપ, ગાડીવાળાની છબી આપણા મનમાં વસી જાય એવી છે, પણ સ્વામી તો એમાંથી સામાજિક વિષમતાના ચિંતનના ચકરાવે ચડ્યા છે. ‘કંસના વારસ’ને તો ભૌતિક સુખની પાછળ પડેલા આધુનિક સમાજની ચિકિત્સા કરતો એક ચિંતનાત્મક નિબંધ જ ગણવો પડે તેવું છે — પ્રસંગ અને દૃષ્ટાંતના સરસ વણાટવાળો પણ ચિંતનલક્ષી નિબંધ. એકબે નિબંધોમાં કૌતુકરસ પ્રધાન બની જતો પણ જણાશે. ‘હીરોશીમાનો હત્યારો-૧’, એ પ્રસંગમાં સંડોવાયેલા એક માણસ વિશે “લેખકો અને છાપાંવાળાઓએ નાહકના કુ તૂહલ, રોમાંચરસ, કે ટૂ કં ા સ્વાર્થના માર્યા, પોતપોતાના ભેજાને જોરે આવડો અગડબંબ કુ તુબમિનાર રચ્યો” એનો પરિચય આપણને કરાવે છે અને કુ તૂહલ અને રોમાંચનો રસ જ મુખ્યત્વે આપણને પીરસે છે. ‘મસાણે 227


છૂટાં પડ્યાં એ ચમત્કારિક ઘટના. આ રીતે ક્વચિત્ ઘટનારસને, ક્વચિત્ જીવનચિંતનને, ક્વચિત્ સમાજચિત્રને … પણ બહુધા વ્યક્તિચરિત્રને ઉઠાવ આપતા આ નિબંધો એની વસ્તુસામગ્રીથી જ આપણા પર પકડ જમાવે એવા છે.

ચુકવણી’માં પણ ગરીબ શિલ્પકારની રકમ ઓળવી ખાતા બ્રાહ્મણ શાહુકારની ધરાર નાગાઈની વાત સચોટ રીતે મુકાઈ છે, પણ આખા લખાણમાં ઉપર તો તરી રહે છે નદીમાં તણાતાં મડાં એકબીજામાં ભેરવાઈ પડ્યાં અને ઓળવાયેલા પૈસા પાછાં ચૂકવાતાં ૪ સ્વામીનાં આ ચરિત્રાંકનો બતાવે છે કે જ ે એમને હાડેહાડ સ્પર્શી ગયું છે, એમના દિમાગમાં ચોંટી ગયું છે એના વિશે જ એમણે પોતાની કલમ ચલાવી છે. નીરસ કથનનો અંશ પણ એમાં ભાગ્યે જ આવે છે એનું કારણ એ છે. વિષયવસ્તુ સાથેની સ્વામીની તન્મયતાની સાખ પુસ્તકનું લગભગ એકેએક પાનું પૂરે છે. નઘરોળોની કંઈક સૂગ ચડાવે એવી, કંઈક ઘૃણા જન્માવે એવી, દુનિયાને આટલી તન્મયતાથી આલેખવી એ કોઈ તટસ્થ કલાકારની વૃત્તિ જ દર્શાવે છે. મેજર મારકણાએ તો સ્વામીની અગવડોમાં ઉમેરો કરવાનું કામ કરે લું, છતાં એ પ્રસંગોએ જ ેમ સ્વામીએ ગાંધીચીંધ્યો સહનશીલ વર્તાવ રાખ્યો, ઉદાર મનની ઉપેક્ષાવૃત્તિ દર્શાવી તેમ એનું ચિત્રણ કરતી વખતે પણ સ્વામી દ્રષ્ટા કે સાક્ષીની વૃત્તિથી, અંગત લાગણીઓને વચ્ચે લાવ્યા વિના, ચાલે છે. ‘ખશકૂ લું’, ‘જભે કર દૂંગા’, ‘મારા ઘરધણીઓ-૧’ સઘળે આપણને સ્વામીની સહાનુભૂતિનો વિસ્તાર જ જોવા મળે છે અને બીભત્સ આદિને આપણા કાવ્યશાસ્ત્રીઓએ રસમાં ગણાવ્યા ત્યારે એમના મનમાં કઈ જાતનાં ચિત્રણો અપેક્ષિત હશે એની કંઈક ઝાંખી અહીં આપણને થાય છે. સ્વામીને પોતાનાં વિચારો, અભિપ્રાયો, 228

જીવનમૂલ્યો નથી એવું તો કંઈ નથી. ‘નિષ્ણાત’ એ આજના જમાનાની એક બલા છે એ સ્વામીનો એક અભિપ્રાય છે એવું આપણે કહી શકીએ. સ્વામી એ અભિપ્રાય થોડી દલીલો સાથે, અનુભવના હવાલા આપીને, અસરકારક રીતે સ્થાપે પણ છે. પણ પછી માનસિક નિષ્ણાતોને પનારે પડેલી પેલી સ્ત્રીની આપવીતી રજૂ કરે છે ત્યારે વચ્ચે કશુંયે ટીકાટિપ્પણ કરતા નથી, પોતાના અભિપ્રાયને ઘૂંટતા નથી, આપણી લાગણીને સ્પર્શી પોતાના અભિપ્રાયનો પ્રચાર કરવા પ્રવૃત્ત થતા નથી. હા, પ્રસંગનિરૂપણમાં જ આપણી લાગણી કે વિચારને ઘડે એવું કંઈક હોય છે. પણ માટે તો આ વાર્તાઓ નથી, નિબંધો છે એમ આપણે કહીએ છીએ. નિબંધ પ્રસંગનિરૂપણ, પાત્રનિરૂપણ દ્વારા કશુંક દૃષ્ટિબિંદુ તો આપે. હીરોશીમાની ઘટના એક ગાંધીવાદી અહિં સાપ્રેમી લેખકના હાથમાં આવે તો એનો કેવો પુણ્યપ્રકોપ જાગે અને ઘટનાના કયા પાસા વિશે એનું ચિત્ત ચાલે એ આપણે સમજી શકીએ છીએ પણ સ્વામીએ ઘટનાનું થોડુકં પણ સ્પષ્ટ મૂલ્યાંકન રજૂ કરી કૌતુકભર્યા વ્યક્તિઇતિહાસમાં જ રસ લીધો છે. ‘કંસના વારસ’ કે ‘વરસના મહિના વીસ’ જ ેવા નિબંધો તો વિચારપ્રેરિત છે, છતાં ત્યાં [ જુલાઈ ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


સામાન્ય રીતે વસ્તુમાંથી જ વિચાર આછોઆછો સ્ફુરતો રહે એવી સ્થિતિ સર્જાઈ છે અને સાચા નિબંધની આબોહવાનું નિર્માણ થયું છે.

પણ પ્રસંગકથન તો વણરં ગ્યું જ થાય છે. તાત્પર્ય કે સ્વામી પાસે પોતાની જીવનદૃષ્ટિ છે, વિચારો છે છતાં વસ્તુમાં એમને એટલો જ, કદાચ વધારે ઊંડો રસ છે. તેથી જ ૫ સ્વામી દૈનંદિનીની નોંધ રાખનાર વ્યક્તિ જણાય છે. ઇતિહાસનું, વિગતોનું પણ એમને આકર્ષણ છે. ‘હીરોશીમાનો હત્યારો?’ એમના આ આકર્ષણનું ફરજંદ, અમુક અંશે, છે. બીજ ે પણ એમણે આવશ્યક ભૂમિકારૂપ માહિતી આપી જ છે. પણ એટલા વિવેકથી આપી છે કે ડાયરીના સ્વરૂપનું નિબંધ ઉપર આક્રમણ થતું રોકી શકાયું છે અને પ્રસંગની અધિકૃતતાની છાપ ઊભી કરવા પૂરતો એનો લાભ લઈ શકાયો છે. થોડીક આજુ બાજુ ની વિગતો, ચિંતનનો એક લસરકો, પણ ઝાઝું તો પ્રસંગવર્ણન એ સ્વામીની નિબંધશૈલી છે. ચરિત્રચિત્રણ પણ સામાન્ય રીતે પ્રસંગોની સહાયથી જ થાય અને એમાં સંવાદો છુ ટ્ટે હાથે પ્રયોજાય. સ્થળ, વાતાવરણ, વ્યક્તિની નક્કર રે ખાઓ પણ ખેંચાય. આપણે દૃશ્યો જોઈ રહ્યા હોઈએ અને પાત્રોને સાંભળી રહ્યા હોઈએ એમ લાગે. સ્વામી પાત્રને એની આગવી રૂપછટા સાથે કેવું આબેહૂબ તાદૃશ કરે છે એનો એક જ નમૂનો જોઈએ : “માલિકનાં દેદાર મિલકતથી ચડે. ચાળીસેક ઉંમર. મજનૂં કાઠી. માથા પરનાં ભાવરભીંછાં આગ્રાશાઈ ટોપી હે ઠળથી આગેપીછે ને બેઉ કાન પર ડોકિયાં કરે . ગળે દરગા-સલામતની ખેરાતના મણકા વચ્ચે

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૨1]

રૂપાની ખોળ વાળું તાવિજ મૅલા લઘરવઘર કુ રતા ઉપર છાતીએ લટકે. કમ્મરે બે વારની રં ગીન ચૉકડિયાળી મૅલીદાટ લુંગી. સુક્કો રાણકોકડી ચહે રો. તીરકામઠાની જ ેમ તણાએલાં ભવાંની ઊંડાણે ઝીણી આંખો તગતગે. તંગ, કાવરી મુદ્રા અને ઠરડાઈ ગયેલ દાઢીમૂછો ટેડા તરે હવાર મિજાજની ચાડી ખાય.” વસ્તુ કે વાતને આબાદ મૂર્ત કરવા માટે, આપણા હૃદયસોંસરવી ઉતારી દેવા માટે સ્વામી કેવાં ઉપમારૂપકો (‘સુક્કો રાણકોકડી ચહે રો’) અને કેવા તાજગીભર્યા શબ્દપ્રયોગો (‘ટેડા તરે હવાર મિજાજ’) લાવે છે તે ઉપરના ઉદાહરણમાં દેખાઈ આવે છે; પણ એનો પૂરો ખ્યાલ સ્વામીના આખાય લખાણને જોયા વિના આવવો મુશ્કેલ છે. સ્વામીની રજૂ આતો એક પ્રકારની કહે ણીઓ છે, દાદાજીની વાતો છે. ક્રિયાપદ વગરનાં વાક્યો અને પ્રત્યક્ષ વર્તમાનના પ્રયોગો એમાં કેટલાં બધાં છે! લેખક તરીકે પણ આટલી સ્વાભાવિક બોલચાલની શૈલીએ સ્વામી લખતા હોય ત્યારે એમના સંવાદોમાં તો કેટલી સ્વાભાવિકતા અને જીવંતતા હોય એ આપણે કલ્પી શકીએ છીએ. વાચક સાથે આત્મીયતાના સંબંધવાળું નિબંધનું ગોષ્ઠિસ્વરૂપ અહીં બરાબર પ્રગટ થયું છે. 229


૬ સ્વામી આપણા એક સમર્થ ગદ્યસ્વામી છે. લોકભાષાની–બોલાતી ભાષાની છટા એમાં મૂળભૂત છે. ‘મૂકવું’ને બદલે સ્વામી ‘મેલવું’નો જ પ્રયોગ કરે . બોલીની ઉચ્ચારણ-ખાસિયતો પણ લાવે. ‘મુરશિદ’નું ‘મુરશદ’ કે ‘મોરશદ’ પણ કરે . પણ અંતે તો સ્વામીની ભાષા ‘તરે હવાર’ છે એમ આપણે કહે વું પડે. એમાં જુ દી જુ દી બોલીની ઉચ્ચારણ-ખાસિયતો આપણને સાંભળવા મળે. અને ‘અકોણાઈ’ ‘વડદાદાની વારી’ ‘દોથો’ ‘રુગા’ ‘દગદગો’ ‘પરડ’ ‘તથ્યા’ ‘ગવળી’ ‘ફે ફાટવી’ ‘ખદવું’ ‘ઑતાડી’ ‘કસોજણ’ ‘ધણિયામો’ ‘સમણાસમણ’ ‘વાહતૂક’ ‘ઢાંચલું’ ‘કૅ થે’ ‘સાંસતો’ ‘અભળખા’ ‘ખાંગો’ ‘તાશેરો’ જ ેવા તળપદા પ્રાદેશિક ગુજરાતી શબ્દો સાથે ‘તોફા’ ‘કરિશ્મા’ ‘જ્યારત’ ‘હસ્તીમોજૂ દગી’ જ ેવા ફારસી-હિં દી શબ્દો, ‘નૉરમલ’ ‘ઇનિંગ’ ‘રોમાન્સ’ જ ેવા ચાલુ બોલચાલના અંગ્રેજી શબ્દો અને ક્યારે ક ‘ઝબ્બૂ’ ‘ખશકૂ લું’ જ ેવા પહાડી શબ્દો પણ પ્રયોજાતા આવે. ‘Nemesis’ ‘બાલ્કનાઇઝેશન’ જ ેવા પાંડિત્યદર્શક અંગ્રેજી શબ્દનો અને સંસ્કૃતપ્રચુર ભાષાનો ઉપયોગ જવલ્લે જ. કેટલાક શબ્દો તો સ્વામી ક્યાંથી લાવ્યા હશે એનો વિચાર કરવો પડે એવા પણ નીકળે. એક ફરં દા માણસની શબ્દસમૃદ્ધિ સ્વામી

પાસે છે. એ શબ્દોના પ્રેમી પણ જણાય છે. ‘સમજ-આવડત’ ‘સાંકળ-આગળા’ ‘નામનાપ્રતિષ્ઠા’ ‘બેઠક-જલસા’ જ ેવા દ્વિરુક્ત પ્રયોગો પણ એમના આ પ્રેમની સાક્ષી પૂરે છે. કોઈને સ્વામીમાં શબ્દોની થોડી પ્રદર્શનવૃત્તિ પણ લાગે. પણ એ ચોક્કસ છે કે સ્વામી જ ે ભાષાપ્રયોગો કરે છે એને એમણે આત્મસાત્ કરે લા છે. કશું અધકચરું કે અણસમજભરે લું નથી. જ ે સ્વાભાવિકતાથી એ “તું તો ભાય! ભારે ધીમો દેખું જમવામાં” એવી બોલાતી ભાષાની લઢણ લાવી શકે છે એ જ સ્વાભાવિકતાથી હિં દી અને મરાઠી જબાન પણ પ્રયોજી શકે છે. સ્વામીના આ નિબંધો માત્ર માનવસ્વભાવનું જ નહિ, ભાષાનું પણ એક અજાયબઘર છે. સ્વામીની ભાષામાં ભરચક્ક ભરતની જ ે ભાત છે એને ઉકેલવાનું, એમાંના જુ દા જુ દા તારને છૂટા પાડવાનું કામ રસિક બને તેવું છે. સ્વામીના ભાષાપ્રયોગોનો એક કોશ કરીએ તો એ પણ આપણી આંખ ઉઘાડનારો બને એમ લાગે છે. આપણી તળપદી ભાષામાં આટઆટલા આવા ખાસ અર્થો કે અર્થચ્છાયા વ્યક્ત કરી શકતા શબ્દો છે એનું ભાન આપણને અહીં જ થાય છે અને શિષ્ટ કહે વાતી ભાષાની દરિદ્રતા ઊડીને આંખે વળગે છે. ૭

એ વાત જાણીતી છે કે સ્વામી પોતાનાં લખાણો છાપવાની પરવાનગી જ ેને-તેને આપતા નહોતા. એ પોતાની રીતે ભાષાને સભાનતાપૂર્વક પ્રયોજતા, જોડણી વિશેના પણ એમના પોતાના કેટલાક ખ્યાલો હતા અને 230

પોતાના ખ્યાલ મુજબની અણિશુદ્ધ છપાઈના એ આગ્રહી હતા એ એનું કારણ હતું. આ બાબતમાં ભારે ચીકણા અને ચાગલા લેખક તરીકે સ્વામીની ખ્યાતિ એક ‘મિથ’ની કોટિની બની ગઈ છે. [ જુલાઈ ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


સ્વામીના ચોકસાઈના, શુદ્ધિના આગ્રહોની આ વાસ્તવિક હકીકત છે કે પછી ‘મિથ’ જ છે એ એક વિચારવા જ ેવો મુદ્દો છે એમ 'નઘરોળ’ને ઝીણવટથી તપાસતાં લાગે છે. ‘ષ’ ગુજરાતી વાણીમાં રહ્યો નથી તેથી તેને લેખનમાંથી વિદાય કરવાનું અને એને બદલે ‘શ’ મૂકવાનું સાહસ સ્વામીએ કર્યું છે (એકબે જગ્યાએ ‘ષ’ રહી ગયો છે તે આદતનું જોર કેવું છે એ બતાવે છે), પણ હ્રસ્વદીર્ઘ ‘ઇ’ અને 'ઉ’નો ભેદ જ ે ગુજરાતીમાં હવે રહ્યો નથી તેને લેખનમાંથી નાબૂદ કરવાનું સાહસ સ્વામી કરી શક્યા નથી. ગુજરાતી લિપિમાં બીજાં કેટલાંક સાહસને પણ અવકાશ છે, પણ સ્વામી એ દિશામાં આગળ ગયા નથી. પછી માત્ર ‘ષ’ને કાઢી મૂકવામાં શું સ્વારસ્ય એવો પ્રશ્ન થાય. સ્વામીએ સાનુસ્વાર આવે ત્યારે ‘રૂં’ કરવાની રૂઢિ સામાન્ય રીતે અપનાવી છે (‘પગેરૂં’ વગેરે; છતાં ક્વચિત્ 'મારું ' ‘ખરું ’ એમ મળે છે), પણ એનું કારણ સમજાતું નથી. વિવૃતની ઊંધી માત્રાનો પ્રયોગ પણ કર્યો છે, પણ એ વિવૃત ઉચ્ચારણવાળા બધા શબ્દોની ખાતરીપૂર્વક કર્યો હશે એમ લાગતું નથી. આમેય ‘ઓસર્યા’ ‘મેણું’ ‘કોડ’ ‘ચોકીદાર’ ‘બેંકો’ જ ેવા કેટલાક શબ્દો મળી આવે છે જ ેમાં ઊંધી માત્રા કરવામાં આવી નથી. પણ મોટી મુશ્કેલી તો જોડણીની એકરૂપતાના અભાવની છે : ઉતરી/ ઊતરી, ઉટપટાંગ/ઊટપટાંગ, ઈંગ્લંડ/ઇંગ્લંડ, ઇથરલી/ ઈથરલી, વિજળી/વીજળી, કેર/કૅ ર, ઓઘરાળો/ ઑઘરાળો, મૅજીસ્ટ્રેટ/માજીસ્ટ્રેટ, જુ નવાણી/ જૂ નવાણી, રજૂ /રજુ આત, જ્યુરી/જ્યૂરી, ચૂપાચૂપ/ચુપ, ભટકુ /ગળેપડૂ , ઈસ્પિતાળ/

ઈસ્પીતાળ, રે કર્ડ/રે કૉર્ડ, ગુનેહગાર/ગુનેગાર, ગયેલો/ગએલી, ટેવાએલો/રોકાયેલા, ખાસીઅત / ખાસિયત, થીઅરી/યુનિયન. આ સ્થિતિ હોય ત્યાં કેટલાક શબ્દોની જોડણી જોડણીકોશ પ્રમાણે નથી એ ફરિયાદ કરવાનો ક્યાં અર્થ જ રહે ? એ જ રીતે સામાસિક શબ્દોના લેખનમાં પણ એકરૂપતા નથી. ઘણે ઠેકાણે સ્વામીએ એમને ભેગા લખ્યા છે, તો સામે પક્ષે ‘જીવન ચરિત્રો, 'ગ્રામ પ્રચાર’, ‘દરિયા કિનારે ’, ‘ભોજન રસોઈ’ એવાં પણ ઢગલાબંધ ઉદાહરણો મળે છે. ‘વાળા’ને બધે જ છૂટુ ં લખ્યું છે : ‘બેલગામ વાળા’, પણ ‘પર’ને ક્યાંક ભેગું લખ્યું છે : ‘જીવપર’. બોલીપ્રયોગમાં એકસૂત્રતા સાચવવી એ તો આમેય મુશ્કેલ છે. ચોકીદાર ‘માજીસ્ટર’ બોલે અને ‘માજીસ્ટેટ’ પણ બોલે. પેલો નઘરોળ મુરશિદ ‘વળી’ બોલે તેમ ‘વરી’ પણ બોલે; ‘ગઈ’ તીયું’ અને ‘લાવીયું’ બોલે તેની સાથે એક શ્વાસે જ ‘વેચ્યો’ અને ‘આવ્યો’ પણ બોલે. ‘શેઠસાઉકાર’માં ‘શ’ ‘સ’ બંને સાથે આવે. “નાતાળને દંન ખાવા આવ. આતવારે એક વાગે. ને ઉપરથી વરી ખુસબખ્તીય મલસે.” એ ઉક્તિમાંના ‘ળ’ ‘ર’ ‘લ’ એક જ ભાષકનાં હોઈ શકે ખરાં? આમાં ઉમેરીએ કે હવે સ્વામીનાં લખાણોના કૉપીરાઇટ જ ેમની પાસે હોય તેઓ વિશાળ જનતા અને વિદ્યાર્થીઓ સુધી ગુજરાતી ગદ્યનું આ અમૂલ્ય ધન પહોંચાડવાના પ્રયાસોમાં અવરોધ ન કરે , બલ્કે એ દિશામાં પ્રવૃત્તિશીલ બને, સ્વામીના આગ્રહોને અંધશ્રદ્ધાથી વળગી ન રહે . [‘સ્વામી આનંદ અધ્યયનગ્રંથ'માંથી]

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૨1]

231


સહકાર સહકાર

ગાંધી�ષ્ટિ

મો. ક. ગાંધી ગાંધીજીએ સહકાર ક્ષેત્રમાં પરસ્પરાવલંબન, સમાનતા, સ્વતંત્રતા, શાંતિ અને મધુરતા જોઈ છે. તેમનાં કાર્યોમાં પણ સર્વત્ર સહકારભાવના દેખાય છે. સહકારના ખ્યાલનું જ ે આદર્શ ચિત્ર તેમણે રજૂ કર્યું તે જ અમલી બનાવ્યું. કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં મિનિસ્ટ્રી ઑફ કો-ઑપરે શનની સ્થાપના થઈ છે ત્યારે સહકાર વિશેની ગાંધીદૃષ્ટિ જાણવી જોઈએ. …

છૂટાં છૂટાં પાણીનાં ટીપાં આખરે હવામાં ઊડી પોતપોતાના ક્ષેત્રમાં સ્વાશ્રયી બનવાનો ધર્મ

જાય છે પણ એકબીજા સાથે ભળી જનારાં પાણીનાં ટીપાં એકઠાં થવાથી મહાસાગર બને છે; જ ે પોતાના વિશાળ વક્ષઃસ્થળ પર મોટી મોટી મનવારોને રમતમાં ઉપાડીને ફે રવે છે. જ ે આંખ હાથની મદદ વિના ચલાવવાનો ઇરાદો કરે તે આંખ સ્વાશ્રયી નથી, પણ અભિમાની છે. અને જ ેમ આપણા શરીરને વિશે આપણા અવયવો છે તે પોતપોતાનાં કાર્ય પરત્વે સ્વાશ્રયી છે, અને સ્વાશ્રયી રહે તાં છતાં એકબીજાને સહાય કરવાથી પરોપકારી છે, તેમ જ એકબીજાની સહાય લેવાને લીધે પરાવલંબી છે; તેમ જ હિં દુસ્તાનરૂપી શરીરના આપણે ત્રીસ કોટી અવયવો છીએ, તેણે

232

પાળવો જોઈએ અને પોતે રાષ્ટ્રનું અંગ છે એમ સિદ્ધ કરવાને સારુ બીજાઓની જોડે મદદની આપલે કરવી જોઈએ. ત્યારે જ આપણે રાષ્ટ્રને ખીલવ્યું ગણાય અને રાષ્ટ્રવાદી થયા ગણાઈએ. મનુષ્ય જ ેટલે અંશે સ્વાવલંબી છે તેટલે જ અંશે પરાવલંબી પણ છે, અને રહે વો જોઈએ. મનુષ્યનું જીવન સામાજિક છે. સમાજનો આશ્રય ન લે ત્યાં લગી એ અદ્વૈત સાધી ન શકે, એ શૂન્યતાને પામી ન શકે, જગતની કસોટીએ ચડી ન શકે, પોતાની શ્રદ્ધાની પરીક્ષા કરી ન શકે. જો મનુષ્યને ક્યાંયે આશ્રય લેવો ન જ પડે એવી સ્થિતિ તે લાવી મૂકે અથવા લાવી શકે તો એ મહાઅહં કારી પ્રાણી બની જાય, અને તેથી તે જગતને બોજારૂપ થઈ પડે. સમાજનો આશ્રય મનુષ્યને નમ્ર બનાવે છે. ઘણી ક્રિયાઓ આપણે પોતે કરી છૂટીએ એ આવશ્યક છે એ વિશે જરાયે શંકા નથી. પણ બધી ક્રિયા કરવાનો લોભ કરીએ તો એ લોભ દોષની પંક્તિમાં આવી જશે. કપાસ વાવવાથી કાંતવા સુધીની ક્રિયાનો વિચાર કરીએ તોપણ મનુષ્ય છેક સ્વાશ્રયી નથી બની શકતો. કુ ટુબ ં ીજનનો [ જુલાઈ ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


આશ્રય પણ તે ન લે તો તેનું ગાડુ ં ચાલી તો, આજ ે જ ે સાત લાખ ડૉલર ઇંગ્લંડની નહીં શકે. અને જો કુ ટુબ ં ીજનનો આશ્રય લે ઇમ્પિરિયલ બૅંકમાં થાપણ રૂપે મૂકેલા છે તે તો પોતાના પાડોશીનો કાં નહીં? આ વિચારને ઉપાડી લઈને સાત લાખ ગામડાંમાં વહેં ચી અંગે જ ‘વસુધામાત્ર કુ ટુબ ં છે’ એ મહાવાકય દેવાની મારી ઇચ્છા છે. પછી દરે ક ગામડાને ઉત્પન્ન થયું. એનો એકએક ડૉલર મળશે, ને એ ખોવાઈ સમાજજીવન માટે વ્યક્તિની સ્વતંત્રતા નહીં જાય. અને પરસ્પરાવલંબન એ બંને વસ્તુ મહત્ત્વની હિં દની ઇમ્પિરિયલ બૅંકમાં મૂકેલા સાત 1 છે. એકમાત્ર રૉબિન્સન ક્રૂઝો જ પોતાની લાખ ડૉલર તો જપાની વિમાનમાંથી પડેલા બધી જરૂરિયાતો પોતે જ એકલે હાથે પૂરી એક બૉમ્બ વડે સાફ થઈ જાય. પણ એ જો પાડી શકે. પોતાની મહત્ત્વની જરૂરિયાતો સાત લાખ ભાગીદારોને વહેં ચી આપ્યા હોય પૂરી પાડવા માટે શક્ય હોય એટલું બધું કરી તો એમાંથી કોઈની મૂડી નાશ ન પામે. એમ છૂટ્યા પછી જ માણસ તેની બાકીની થાય તો આ સાત લાખ એકમોની વચ્ચે જરૂરિયાતો માટે પોતાના પાડોશીઓનો ઐચ્છિક સહકાર થાય; – ઐચ્છિક સહકાર; નાઝી ઢબના ઉપાયોથી પરાણે કરાવેલો સહકાર શોધશે. એ સાચો સહકાર હશે. રાજ્યનો પાયાનો ઘટક વ્યક્તિ બને છે. સહકાર નહીં. ઐચ્છિક સહકારમાંથી સાચી પાડોશીઓ અથવા બહારની દુનિયા પર સ્વતંત્રતા પેદા થશે, ને એમાંથી જ ે નવી આધાર રાખવાની અથવા તેમની રાજીખુશીથી વ્યવસ્થા નીપજશે તે રશિયાની નવી વ્યવસ્થા જ ે મદદ આપે, તે લેવાની વાત આમાં સમાઈ કરતાં ચડિયાતી હશે. કેટલાક કહે છે કે જાય છે. આ સ્થિતિ સ્વેચ્છાએ પરસ્પર સહાય રશિયામાં નિર્દયતા છે ખરી; પણ એનો કરનારાં બળોની એકબીજા પરની અસરનું ઉપયોગ દીનદલિતને ખાતર થાય છે, ને એટલા માટે તે સારી છે. મને એમનું સારાપણું ફળ હશે. માણસોએ સહકારથી ને સલાહસંપથી નહીં જ ેવું દેખાય છે. કોક દહાડો આ જીવી સૌના ભલાને માટે કામ કરવું જોઈએ. નિર્દયતામાંથી એવી અરાજકતા પેદા થશે અહિં સા પર રચાયેલો સમાજ ગામડાંમાં જ ેવી આપણે કદી જોઈ પણ નહીં હોય. એ પણ યાદ રાખવું જોઈએ કે સહકારી વસેલા નાના નાના સમુદાયોનો જ બની શકે, અને તેમાં ઐચ્છિક સહકાર હોય તો જ પદ્ધતિ ચુસ્ત અહિં સાના પાયા પર જ રચવી જોઈએ. હિં સાથી ભરે લી સહકારી પદ્ધતિ ગૌરવભર્યું ને શાંતિમય જીવન ચાલી શકે. આજ ે સત્તાનું કેન્દ્ર નવી દિલ્હીમાં કે કદી સફળ નહીં થાય. એવી પદ્ધતિ કલકત્તામાં કે મુંબઈમાં – મોટાં શહે રોમાં – છ.ે અજમાવનારાઓમાં હિટલરનો દાખલો બહુ હં ુ એ સત્તાને હિં દનાં સાત લાખ ગામડાંમાં યાદ રાખવા જ ેવો છે. તે સહકારી પદ્ધતિની વહેં ચી નાખું. એનો અર્થ એ થશે કે, સત્તા નાહક વાતો કરતો હતો પણ તેણે તે પદ્ધતિ બિલકુ લ રહે શે જ નહીં. બીજા શબ્દોમાં કહં ુ લોકો પર જબરજસ્તીથી લાદી. એને પરિણામે 1. ઇંગ્લેન્ડના લેખક ડેનિયલ ડેફોની નવલકથાનું એક પાત્ર

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૨1]

233


જમીન ખેડવી કે ગોશાળા ચલાવવી, એ નિ:સંશય સારો આદર્શ છે અને રાષ્ટ્રને માટે હિતકર છે. ચારિત્ર્ય વિના સહકારિતા નથી સંભવતી એ એક સંગીન સૂત્ર છે. માણસ જ ેટલો સ્વાવલંબી છે તેટલો જ પરસ્પરાવલંબી છે. સમાજની વ્યવસ્થા સારી રીતે જાળવવા માટે જ્યારે અવલંબન જરૂરી બને છે ત્યારે તે અવલંબન નથી રહે તું પણ એ સહકાર બને છે. સહકારમાં મધુરતા છે, જ ેઓ સહકાર કરે છે તેમાં કોઈ સબળું કે કોઈ નબળું નથી, બધાં સરખાં છે. અવલંબનમાં લાચારીનો ભાગ હોય છે. કુ ટુબ ં ના સભ્યો જ ેટલા સ્વાવલંબી છે તેટલા જ પરસ્પરાવલંબી છે. મારા-તારાની ભાવના ત્યાં હોતી નથી. બધા એકબીજા સાથે સહકાર કરનારા હોય છે. તેવી જ રીતે આપણે સમાજને, રાષ્ટ્રને અથવા આખી માનવજાતને કુ ટુબ ં ગણીએ તો બધા માણસો સહકાર્યકર બને છે.

જર્મની કયે રસ્તે ચડી ગયું ને તેની કેવી અવદશા થઈ તે સૌને જાહે ર છે. હિં દુસ્તાન સહકારના પાયા પરની પોતાની નવી સમાજરચનાના કાર્યમાં હિં સાનો ઇલાજ લેશે તો મોટા દુઃખની વાત થશે. સારા કામને માટેયે જબરજસ્તી કરવાથી માણસનું વ્યક્તિત્વ નાશ પામે છે. અહિં સક અસહકારની એટલે કે પ્રેમની સમજાવટની પદ્ધતિથી સામાજિક ને એવા બીજા ફે રફારો થાય છે ત્યારે વ્યક્તિના વ્યક્તિત્વનો પાયો સચવાઈ રહે છે અને દુનિયાને સાચી તેમજ કાયમની પ્રગતિની ખાતરી આપી શકાય છે. સહકારી મંડળીઓને સફળ બનાવવાની ખૂબી એ છે કે, તેના સભ્યો પ્રામાણિક હોવા જોઈએ; તેમને સહકારમાં રહે લા ગુણની જાણ હોવી જોઈએ; અને તેમની સામે એક નિશ્ચિત પ્રગતિનું ધ્યેય હોવું જોઈએ. વધારે પૈસા કરવા સારુ ભારે વ્યાજનો દર આકારીને સહકારી મંડળી કાઢી પૈસાની રકમ રોકવી, એને હં ુ ખોટો આદર્શ ગણું છુ .ં પણ સાથે મળીને

[હરિપ્રસાદ વ્યાસ સંકલિત સહકાર પુસ્તકમાંથી] 

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા ઑગસ્ટ, ૨૦૨૧ નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન દસ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી શબ્બીરહુસેન ઉ. અજમેરી, બાઇન્ડિંગ વિભાગ શ્રી અર્જુનભાઈ ગ. આયડે, બાઇન્ડિંગ વિભાગ શ્રી કેતનભાઈ ક. રાવલ, એકાઉન્ટ વિભાગ

234

• જ. તા. ૧૦ – ૦૮ – ૧૯૬૦ • ૧૬ – ૦૮-’૬૩ • ૨૫ – ૦૮ – ’૮૧

[ જુલાઈ ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીના સૌરાષ્ટ્ર સાથેના સંબંધો વિશેના લેખોના સંગ્રહનું પુસ્તક

મહાત્મા : સ્વરાજની સફર અને સૌરાષ્ટ્ર નાં સાથીદારો

પુસ્તક-પરિચય

ડંકેશ ઓઝા ગંભીરસિંહ ગોહિલ લિખિત મહાત્મા : સ્વરાજની સફર અને સૌરાષ્ટ્રનાં સાથીદારો પુસ્તક ડિસેમ્બર, ૨૦૧૯માં પ્રકાશિત થયું છે. છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન વિવિધ સામયિક-અખબારમાં પ્રકાશિત થયેલા ગાંધીજી વિશેના સંશોધિત લેખોના સંગ્રહરૂપે આ પુસ્તક તૈયાર થયું છે. સવિશેષ કાઠિયાવાડ-સૌરાષ્ટ્ર સાથેના ગાંધીજીના સંબંધો તેમાં સમાવિષ્ટ છે. લેખક ગંભીરસિંહ ગોહિલે દરે ક લેખમાં ગાંધીજી સાથેના જ ે-તે વિષય-વ્યક્તિના સૂક્ષ્મ સંબંધો તારવી આપ્યા છે અને રસપ્રદ વિગતો રજૂ કરી છે. પાનેપાને ગાંધીજી વિશેની નવી વિગતો ને સંદર્ભ સાથેનાં પ્રસ્તુત પુસ્તકનો પરિચય લેખક ડંકેશ ઓઝા કરાવે છે. …

ગાંધીજી વિશે વિશ્વભરની વિવિધ ભાષામાં દાદા અબ્દુલ્લા અને તૈયબ શેઠના લાંબા

અત્યાર સુધીમાં અસંખ્ય પુસ્તકો પ્રકાશિત થયાં હોવા છતાં હજુ અવનવી વિગતો સાથે અને નવાં અર્થઘટનો સાથે તે પ્રગટ થતાં જ રહે છે. મોહનદાસ બારિસ્ટર બનવા લંડન ગયા એ અગાઉ ભાવનગરથી શામળદાસ આર્ટ્‌સ કૉલેજમાં એક સત્ર ભણેલા. કૉલેજનું એ મૂળ મકાન કયું? દક્ષિણ આફ્રિકામાં

p. 182 | ૱ 220

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૨1]

સમયથી ચાલતા કેસમાં બારિસ્ટર ગાંધીએ બંને પક્ષો વચ્ચે સમાધાની કરાવેલી. પરં તુ એ પૂર્વે રાજકોટમાં વકાલત દરમિયાન એક મોટા કેસમાં પણ સમાધાની કરાવેલી, એ કેસ કયો? ગાંધીજીને મહાત્માનું સન્માન મળેલું પરં તુ એ મળ્યાનો ઘટનાક્રમ કયો? એટલે કે પહે લું કયું અને પછી કયું? સત્યાગ્રહ સફળ રહ્યો હોય, કોર્ટમાં પણ કેસ જીત્યા હોય, તેમ છતાં ગાંધીજીએ સ્વેચ્છાએ હાર કબૂલી હોય, એ સત્યાગ્રહ કયો? સ્વતંત્ર ભારત સાથે જોડાનાર પહે લું રજવાડુ ં કયું? અને કોણે એ કોના ખોળે ધર્યું? આવી અનેક વિગતોની તપાસ અધિકૃત રીતે આ પુસ્તકમાં શામળદાસ કૉલેજના નિવૃત્ત આચાર્ય અને લેખક ગંભીરસિંહ ગોહિલે હાથ ધરી છે. ગાંધીજીના વહાલા મિત્ર ડૉ. પ્રાણજીવન જગજીવનદાસ મહે તા જ ેમની સાથેના સંવાદમાંથી ‘હિં દ સ્વરાજ’ પ્રગટ્યું. તેમના વિશે તથા પ્રભાશંકર પટ્ટણી, ઠક્કરબાપા, નાનાભાઈ ભટ્ટ અને રામનારાયણ ના. પાઠક 235


ઉપરાંત ગોપાલકૃ ષ્ણ ગોખલેની જીવનકથાનો રસપ્રદ ઘટનાક્રમ જ ેવી બાબતો અહીં વિવિધ પ્રકરણોમાં સંશોધનાત્મક અભ્યાસલેખો રૂપે સંગ્રહિત છે, જ ે અગાઉ વિવિધ સામયિકોમાં પ્રગટ થયેલાં પણ છે. નવાઈની વાત એ પણ છે કે અહીં ‘ગાંધીજી અને રાજકોટ સત્યાગ્રહ’ એ પ્રકરણ ગાંધી વિચારના અભ્યાસી પત્રકાર કેતન રુપેરાએ લખ્યું છે જ ેમણે આખા પુસ્તકની હસ્તપ્રતનું સંપાદન પણ કર્યું છે. ગાંધીજી વિશે ઐતિહાસિક ઘટનાઓ અને પ્રસંગોથી સભર આ પુસ્તકમાં કેટલીક જાણીતી વાતો વધુ ઊંડાણથી અને ગેરસમજ વ્યાપેલી વાતો ખરાઈ કરીને તેના સાચા સ્વરૂપમાં અહીં મૂકવામાં આવી છે. એ દૃષ્ટિએ આ પુસ્તક વ્યાપક વાચકવર્ગ માટે નાનકડા ઇતિહાસની ગરજ સારે અને કોઈને સંશોધન તરફ પ્રેરે એ પ્રકારનું થયું છે એ અર્થમાં પણ મૂલ્યવાન છે. આપણે જાણીએ છીએ કે જ ે ગાંધીજી તસવીર માટે સમય ફાળવતા નહીં અને જ ેમણે ચિત્રકારો કે ઠઠ્ઠાચિત્રો તૈયાર કરનાર સામે લાંબો સમય બેસવાની અસંમતિ દર્શાવેલી તે ગાંધીજી પ્રભાશંકર પટ્ટણીની વિનંતીથી ઇંગ્લેન્ડના નામી ચિત્રકાર સર ઓસ્વાલ્ડ બિર્લી પાસે નિત્ય એક કલાક જઈને સ્થિર ઊભા રહ્યા અને લાગલગાટ આઠ દિવસ સુધી પોઝ આપતા રહ્યા! આ તૈલચિત્ર પોતાના ખર્ચે તૈયાર કરાવી પ્રભાશંકરે પેટીમાં મૂકી રાખેલું, જ ે ભારતને સ્વતંત્રતા મળે ત્યારે તેની વડી ધારાસભાને ભેટ આપવાનું હતું. આખરે તેમ જ થયું. પ્રભાશંકરના જ્યેષ્ઠ પુત્ર અનંતરાયે તેમ કર્યું. 28 ઑગસ્ટ 1947ના રોજ એટલે કે 236

ગાંધીજીની હયાતીમાં જ બંધારણસભાના અધ્યક્ષ ડૉ. રાજ ેન્દ્રપ્રસાદના હસ્તે ખુલ્લું મુકાયું. આવી તો ઘણી બાબતો અને રસપ્રદ વિગતો આ પુસ્તકમાં છે. અસ્પૃશ્યતાના ઉકેલ તરીકે પ્રભાશંકર મંદિર નિર્માણ કરવા તૈયાર છે પણ ગાંધીજી જવાબમાં લખે છે : “બળાત્કારે હં ુ ગાયને પણ કસાઈના કબજામાંથી ન છોડાવું. બળાત્કારે મંદિરપ્રવેશ કરાવવો નથી કે માંસાદિ છોડાવવાં નથી.” પોતાને અત્યંત ગમતી બાબતો અંગે પણ ગાંધીજી કેટલી વૈચારિક ઉદારતામાત્ર નહીં પણ વ્યવહારિક ઉદારતા પણ ધરાવે છે એ વાત અહીં પ્રગટ થઈ રહે છે. આજ ે આપણે અનેક સારી બાબતોમાં આગ્રહ સેવવાને તથા તેમાં કરાતી બળજબરીને સ્વીકારતા થઈ ગયા છીએ ત્યારે આ વાત ઘણી માર્ગદર્શક બની રહે તેવી છે. કેટલીક ન જોઈ હોય તેવી તસવીરો ભલે શ્વેત-શ્યામમાં રજૂ થઈ હોય છતાં અત્યંત સ્પષ્ટ દૃશ્યમાન થાય તે રીતે પુસ્તકમાં પ્રગટ કરાઈ છે તે આ પુસ્તકનું મહત્ત્વનું જમા પાસું છે. તદ્ઉપરાંત, બે પરિશિષ્ટો અહીં મુકાયાં છે. જ ેમાં એકમાં ‘ગાંધીજીના સૌરાષ્ટ્રમાં પ્રવાસો’ અંગેનું અત્યંત લાંબું પણ ઉપયોગી એવું પાંત્રીસ પાનાંનું પ્રકરણ મહાદેવભાઈની ડાયરીના સાતમા ગ્રંથમાંથી મુકાયું છે. બીજુ ં પ્રકરણ પણ એ જ વિષય અંગેનું છે જ ે નાનકડુ ં છે તે કાંતિલાલ શાહના પુસ્તક ‘સૌરાષ્ટ્રમાં ગાંધીજી'માંથી લેવાયું છે. પરિશિષ્ટનાં પાનાં ઊભી બે કૉલમમાં છાપવામાં આવ્યાં હોવાથી તે તરત અલગ તરી આવે છે. પુસ્તકનું પ્રકાશન ‘3S પબ્લિકેશન’ દ્વારા થયું છે અને મુખ્ય વિક્રેતા [ જુલાઈ ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


ત્યારે તેના વાળ બોબ્ડ કરાવીને આવી હતી. બાપુને તે ન ગમ્યું. તેમણે આશ્રમનું વાતાવરણ ન બગડે તે વિચારથી તેના વાળ કાપી નાખ્યા. તે પછી કન્યા ખૂબ રડી, ન ખાધું, ન સૂતી. બાપુને પણ પશ્ચાત્તાપની લાગણી થઈ. એમણે નાનાભાઈનો અભિપ્રાય માગ્યો. નાનાભાઈએ કહ્યું : ‘બાપુ, આપે લક્ષ્મીના વાળ કપાવી નાખ્યા ત્યારે આપના મનમાં એવું હતું કે તેને આત્મા તો છે જ નહીં,.’ બાપુએ ‘ના’ કહે તા નાનાભાઈ કહે : ‘બાપુ, તમે વિચારી જુ ઓ. જો આ લક્ષ્મી સોળઅઢાર વર્ષની હોત તો તે પકડ છોડાવીને આશ્રમમાંથી ભાગી ન ગઈ હોત?’ બાપુએ તે સ્વીકાર્યું. નાનાભાઈએ આગળ કહ્યું, ‘તો પછી લક્ષ્મી અત્યારે નાની છે, ભાગી શકે એવડી નથી, તેથી શું એનો આત્મા પણ નાનો છે? માફ કરજો બાપુ! પણ આપ એ વખતે ભૂલી ગયા હશો કે તેનામાં આપણા જ ેવો જ, આપણા જ ેવડો જ આત્મા હશે.’ બરાબર કર્યું નથી, એ તેમણે સ્વીકારવું પડ્યું. બાપુને નાનાભાઈની વાત સાચી લાગેલી. ગાંધી નિત્યનૂતન આ કારણે જ છે કે તેઓ થયેલાં કાર્ય બાબતે વિચાર કરે છે અને ભૂલ લાગે તો સુધારતાં બહુ વાર કરતા નથી. સામાન્યપણે આપણો અહમ્ આવી બાબતો વખતે અવરોધક બનતો હોય છે જ ે ગાંધીના કિસ્સામાં બનતું નથી. ગાંધીમાંથી આવી તો અનેક બાબતો શીખવા જ ેવી છે. એ અર્થમાં ગાંધીસાહિત્યનો અભ્યાસ થવો ઘટે... અન્યથા એનું વાચન એ ભક્તિભાવ પ્રગટ કરતું જ બની રહે શે.

આર. આર. શેઠ છે. ક્યારે ક ગાંધીજીના આગ્રહમાં વિરોધાભાસ પણ જોવા મળે છે. આપણે ઉપર જોયું કે જ ે ગાંધીજી વ્યવહારમાં બળાત્કારના વિરોધી છે તે ગાંધીજી ક્યારે ક વિપરીત વલણ અખત્યાર કરતા દેખાયા છે. એક-બે ઉદાહરણ જોઈએ. ગાંધીજી સાથે સંપર્કો વધતાં નાનાભાઈ ભટ્ટે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના પછી દક્ષિણામૂર્તિ વિદ્યાભવનનું સંસ્થાકીય જોડાણ કરે લું. જોડાયેલી સંસ્થાઓના સેવકો તેમજ તેમનાં સર્વ કુ ટુબ ં ીજનોએ ખાદી જ પહે રવી તેવો નિયમ તથા શિરસ્તો હતો. વિદ્યાપીઠના કાર્યકર નિરીક્ષણ કરીને ગયા અને તેમણે ગાંધીજીને જણાવ્યું કે નાનાભાઈનાં પત્નીએ મિલનાં વસ્ત્રો પહે ર્યાં હતાં. ગાંધીજીએ પત્ર લખ્યો કે, ‘હકીકત સાચી હોય તો તેમનાં પત્નીએ ખાદી પહે રવી અથવા બંને સંસ્થાનું જોડાણ રદ કરવું.’ નાનાભાઈએ જવાબ આપ્યો કે ‘મારાં પત્ની ખાદી નથી પહે રતાં પણ હં ુ તે માટે આગ્રહ કે દબાણ નહીં કરું . મને તેમાં સ્ત્રીદાક્ષિણ્ય, સ્ત્રીસ્વાતંત્ર્ય તેમજ અહિં સાવ્રતનો ભંગ લાગે છે. આપ કહો તો આપણે બંને સંસ્થાઓનું જોડાણ રાજીખુશીથી રદ કરીએ.’ ગાંધીજીએ તરત જવાબ લખ્યો કે, ‘તારી વાત યોગ્ય છે. તારી દૃષ્ટિ મને બરાબર લાગે છે અને આપણું જોડાણ ચાલુ રહે છે.’ ગાંધીજી દુરાગ્રહી નથી પણ બીજાની વાત સ્વીકારવા જ ેટલા ઉદાર છે એ વાત પણ નિષ્પન્ન થઈ રહે છે. આશ્રમની કન્યા લક્ષ્મી ઘરે જઈને આવી 

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૨1]

237


ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ ગાંધીજીની આ માસની પ્રવૃત્તિ મહદંશે સ્વદેશી અને ટિળક સ્વરાજ ફં ડ અંગેની છે. સ્વરાજ ફં ડ હે ઠળ એક કરોડ અને પાંચ લાખ એકઠા થઈ ચૂક્યા છે અને તેમાં સૌથી વધુ ફાળો મુંબઈ શહે રનો છે. મુંબઈ શહે રમાં સાડા સાડત્રીસ લાખ રૂપિયા એકઠા થયા છે. बोम्बे क्रोनिकलમાં ૨ જુ લાઈના રોજ પ્રકાશિત અહે વાલમાં ગાંધીજી એક મહિનામાં એટલે કે ૧ ઑગસ્ટ સુધીમાં પરદેશી કાપડનો બહિષ્કાર ઇચ્છે છે. આ બહિષ્કાર સંદર્ભે ગાંધીજીએ પૂરી માર્ગદર્શિકા પણ ઘડી આપી છે અને સાથે સાથે તેમાં એમ પણ કહ્યું છે કે, “પરદેશી કાપડનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું તે કોઈ વેરભાવથી નહીં પણ જીવનને જ ેમ શ્વાસોચ્છ્વાસની જરૂર પડે છે તેમ રાષ્ટ્રના જીવન માટે એ આવશ્યક છે.” આગળ તેઓ બહિષ્કારની માગદર્શિકામાં મુદ્દાસર લખે છે : “(૧) મિલમાલિકો પોતાના નફા નિયંત્રિત કરે અને મુખ્યત્વે હિં દના બજાર માટે જ માલ પેદા કરે ; (૨) આયાત કરનારાઓ પરદેશી માલ ખરીદવાનું બંધ કરે ; (૩) માલ વાપરનાર કોઈ પણ જાતનું પરદેશી કાપડ ખરીદવાનો ઇનકાર કરે ; (૪) માલ વાપરનાર કેવળ ખાદી પહે રે, અને મિલનું કાપડ સ્વદેશી અને પરદેશી વચ્ચેનો ભેદ નહીં સમજનાર ગરીબોને માટે રાખે; (૫) સ્વરાજ સ્થપાય અને ખાદીનું ઉત્પાદન વધે ત્યાં સુધી માલ વાપરનાર કેવળ શરીર ઢાંકવા પૂરતી જ ખાદી વાપરે ; (૬) દારૂ ન પીવાની પ્રતિજ્ઞા લીધા પછી જ ેમ આપણે માદક પીણાંનો નાશ કરીએ છીએ તેમ માલ વાપરનાર પરદેશી કાપડનો નાશ કરે અથવા કામ કરતાં કપડાં ખરાબ થાય છે તેવાં કામ કરતી વખતે અથવા ઘરમાં એને પહે રી કાઢે.” [ગાં. અ. ૨૦ : ૩૦૨] જ ેમ પરદેશી કાપડના બહિષ્કાર બાબતે ગાંધીજીએ સ્પષ્ટ સૂચનો કર્યાં છે તે જ પ્રમાણે ટિળક સ્વરાજ ફં ડમાં એકઠી થયેલી રકમ વિશે यंग इन्डियाમાં લખે છે : “એક બાળક પણ જોઈ શકે અને સમજી શકે એવા ચોખ્ખા ને ચોક્કસ હિસાબો આપણે રાખવા જોઈએ. અસહકારના હે તુ સિવાય બીજા કોઈ હે તુ માટે આ નાણાં વપરાવાં ન જોઈએ અને સામાન્ય રીતે નીચે જણાવેલા સિવાયના બીજા કોઈ ઉદ્દેશ માટે એ ખર્ચવાં ન જોઈએ. : (૧) રેં ટિયો અને ખાદીના પ્રચાર માટે; (૨) અસ્પૃશ્યતાનિવારણ માટે, અર્થાત્ દલિત વર્ગોના ઉદ્ધાર માટે; (૩) કાંતવા-વણવાનું શિક્ષણ અપાતું હોય તેવી રાષ્ટ્રીય શાળાઓ ચલાવવા માટે; અને (૪) દારૂબંધીની ઝુંબેશ આગળ ધપાવવા માટે.” [ગાં. અ. ૨૦ : ૩૦૪] અસહકારની ચળવળ સાથે સમાજના તમામ વર્ગોને કેળવવાનો ક્રમ અવિરતપણે જળવાઈ રહ્યો છે. ૬ જુ લાઈના રોજ ‘મિલમાલિકને વિનંતી'માં કેળવવાના ભાગરૂપે કહે છે : “તમારો ધંધો કેવળ સ્વાર્થ ખાતર ચલાવવા કરતાં રાષ્ટ્રહિતની ભાવનાથી ચલાવો. એક માણસ પોતાના અને પોતાના શૅરહોલ્ડરોના હિત સાથે દેશહિતનો પણ વિચાર કરે તેથી કંઈ એની વેપારી કુ શળતા ઓછી થતી નથી.” [ગાં. અ. ૨૦ : ૩૧૩]. આગળ આ રીતે ‘કાપડના વેપારીઓને ખુલ્લો પત્ર'માં તેઓ લખે છે : “સ્વરાજનો અર્થ જ એ થાય કે તમે અને હં ુ આપણા પોતાના વેપાર કરતાં દેશના વેપારને મહત્ત્વ આપીએ. પરદેશી કાપડ મંગાવવાનું બંધ કરો, એમ હં ુ તમને કહં ુ છુ ં ત્યારે બીજા શબ્દોમાં એનો અર્થ એ થાય છે કે તમારા અંગત લાભને દેશના લાભ કરતાં ઓછુ ં મહત્ત્વ આપો.” [ગાં. અ. ૨૦ : ૩૧૫] અતિવ્યસ્તતા વચ્ચે પણ તેઓ વાચકોને જવાબ વાળે છે. यंग इन्डियाમાં એક પત્રલેખક ગાંધીજીને શ્રીકૃ ષ્ણ તરીકે રજૂ કરવામાં આવ્યા તે અંગે લોકોની લાગણી દુભાય છે તેમ લખે છે ત્યારે તેનો જવાબ આપતાં ગાંધીજી લખે છે : “મને શ્રીકૃ ષ્ણ તરીકે ચીતરવો એ ભગવાનનું અપમાન છે એમ હં ુ માનું છુ .ં હં ુ મારી જાતને એક મહાન ઉદ્દેશને માટે કામ કરી રહે લા અનેક કાર્યકર્તાઓ પૈકીનો એક અદનો કાર્યકર માનું

238

[ જુલાઈ ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


છુ .ં એથી સહે જ પણ વિશેષ નહીં. જો નેતાઓને આપણે ચડાવી મારીશું તો તેથી આપણા કાર્યને લાભ થવાને બદલે હાનિ જ થશે. કોઈ પણ ઉદ્દેશ સફળ થવાની શ્રેષ્ઠ સંભાવના ત્યારે જ હોય છે જ્યારે એના પોતાના ગુણદોષ ઉપરથી એની ચકાસણી કરવામાં આવે છે અને એનું અનુસરણ કરવામાં આવે છે. પ્રગતિશીલ સમાજના ઉદ્દેશોને હમેશાં માણસો કરતાં ચડિયાતા માનવા જોઈએ. કેમ કે માણસો તો આખરે એ ઉદ્દેશો પાર પાડવા મથી રહે લાં અપૂર્ણ સાધનો જ હોય છે.” [ગાં. અ. ૨૦ : ૩૩૯] હં મેશની જ ેમ અનેક વિષયો તેમનાં લખાણોમાં સતત જોવા મળે છે. ‘સિમલાની છાયા નીચે’માં તેઓ વેઠ પ્રથાને ઉજાગર કરતાં લખે છે : “અમલદારો અને નાના હાકેમોની સત્તા, લાગવગ અને સુખસગવડનો આધાર વેઠની પ્રથા ચાલુ રહે એના ઉપર છે. એના વિના તેઓ હિમાલયનાં જંગલોમાં શિકાર ખેલી શકે તેમ નથી અને જંગલી જાનવરોને મારી શકે તેમ નથી. …જંગલી જાનવરો આપણને ત્રાસ આપે અને એમના ઉપર આપણે ગોળી છોડીએ એ સમજી શકાય એવી વાત છે. પરં તુ માણસની રક્તપિપાસા સંતોષવા માટે મોટી મોટી શિકાર પાર્ટીઓ યોજવામાં આવે એને માટે પૈસાનો ધુમાડો થાય એના બચાવમાં કોઈ સબળ કારણો રજૂ થયાંનું મારા જાણવામાં નથી.” [ગાં. અ. ૨૦ : ૩૮૫]

૧૯૨૧ જુ લાઈ ૧ મુંબઈ : વાંદરા તથા મઝગાંવમાં જાહે ર સભાઓ. ૨ મુંબઈ : કમિશન એજન્ટ્સ એસોસિયેશનની સભામાં પ્રવચન. ૩ મુંબઈ : અનાજના વેપારીઓ સમક્ષ પ્રવચન.  શરાફ મહાજન સમક્ષ પ્રવચન, સ્થળ એડવર્ડ થિયેટર.  પ્રાંતિક કૉંગ્રેસ કમિટીની બેઠકમાં હાજર. ૪થી ૬ મુંબઈ. ૭ અમદાવાદ. ૮ મુંબઈ : કાપડના વેપારીઓને ઉદ્બોધન. ૯ મુંબઈ. ૧૦ મુંબઈ : દવાના વેપારીઓ સમક્ષ પ્રવચન. ૧૧ મુંબઈ. ૧૨ મુંબઈ : દારૂનો ધંધો કરનાર વેપારીઓ સમક્ષ પ્રવચન, સ્થળ મારવાડી વિદ્યાલય. ૧૩થી ૧૪ મુંબઈ.

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૨1]

૧૫ મુંબઈ : લાલબાગ જ ૈન મંદિરમાં સભા. ૧૬ મુંબઈ : ‘સ્વદેશી’ ઉપર ભાષણ, સ્થળ મોરારજી ગોકળદાસ હૉલ.  સુભાષચંદ્ર બોઝ મળવા આવ્યા. ૧૭ મુંબઈ : ‘સ્વદેશી’ ઉપર ભાષણ, સ્થળ ચીંચપોકલીમાં જ ૈન દેરાસર.  ‘સ્ત્રીજાતિની ઉન્નતિના વ્યવહારિક ઇલાજો અને એવા ઇલાજો માટે જરૂરી સાધનો’ વિશેના વાર્તાલાપમાં ભાગ લીધો, સમય સાંજના પાંચ.  હાથવણકરોની સભા; સ્થળ રિપન રોડ, મદનપુરા, યુસુફ બાગ. ૧૮ મુંબઈ. ૧૯ મુંબઈ : પર્દાનશીન સ્ત્રીઓની સભા; સ્થળ મિસિસ હાજી યૂસુફ હાજી ઇસ્માઇલ સોબાનીનો નેપિયન્સી રોડ પર આવેલો બંગલો.  દારૂના પારસી વેપારીઓની બીજી 239


સભા, સ્થળ મારવાડી વિદ્યાલય. ૨૦ પૂના : મ્યુનિસિપાલિટી તરફથી માનપત્ર.  મ્યુનિસિપાલિટીમાં, નેટિવ જનરલ લાયબ્રેરીમાં અને ટિળક મહાવિદ્યાલયમાં લોકમાન્ય ટિળકની છબીઓની અનાવરણ વિધિ.  ‘કેસરી’ પત્રની ઑફિસમાં લોકમાન્ય ટિળકની અર્ધ-મૂર્તિની અનાવરણ વિધિ.  ન્યૂ પૂના કૉલેજ અને સ્વદેશી સ્ટોર્સની મુલાકાત.  સ્ત્રીઓની સભા, સ્થળ કિર્લોસ્કર થિયેટર.  જાહે ર સભા, સમય સાંજ ે છ. ૨૧ મુંબઈ :  યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા લિ.ના નવા મકાનનું ઉદ્ઘાટન. પ્રમુખ રતનસી ધરમજી મોરારજી.  ‘સ્વદેશી’ વિશે પ્રવચન; સ્થળ માંડવી, હીરજી ગોવિંદજીનું ગોડાઉન.  સ્વયંસેવકોની સભામાં પ્રવચન; સ્થળ મોરારજી ગોકળદાસ હૉલ. ૨૨ મુંબઈ. ૨૩ મુંબઈ : લોકમાન્ય ટિળકની જન્મજયંતીની ઉજવણીની સભામાં ભાષણ; સ્થળ ઍમ્પાયર થિયેટર. ૨૪ મુંબઈ : ભૂલેશ્વર કાપડ બજાર હિતવર્ધક મંડળના આશ્રયે ભરાયેલી જાહે ર સભામાં ભાષણ.  વણકરોની સભાને ઉદ્દેશતાં, હાથે કાંતેલું સૂતર વણવાનો આગ્રહ કર્યો.  પરદેશી કાપડના બહિષ્કાર

અંગે ભાષણ, સ્થળ સાંતાકૂ ઝ. ૨૫ મુંબઈ. ૨૬ મુબ ં ઈ : ભાષણ, સ્થળ મારવાડી વિદ્યાલય.  પરદેશી કાપડના બહિષ્કાર અંગે ભાષણ; સ્થળ ભાયખલા મોતીશેઠનું જ ૈન મંદિર. ૨૭ મુંબઈ. ૨૮થી ૨૯ મુંબઈ : ઑ. ઇ. કૉં. ક.ની બેઠકોમાં હાજર. ૩૦ મુંબઈ : બેઠક ચાલુ.  ચાની હોટલોનો બહિષ્કાર કરવાનું કહે વાના ગુનાસર પકડાયેલા એક માણસના બચાવમાં, કોર્ટમાં જુ બાની આપી.  પારસીઓની સભામાં ‘સ્વદેશી’ ઉપર ભાષણ, સ્થળ ઍક્સલસિયર થિયેટર.  વીલેપારલેમાં સભા. ૩૧ મુંબઈ : વર્કિંગ કમિટીની બેઠકમાં હાજર.  રાષ્ટ્રીય સ્ત્રી સભા તરફથી ભરવામાં આવેલું ખાદી પ્રદર્શન ખુલ્લું મૂક્યું, સ્થળ કાવસજી પટેલ તળાવ પર આવેલો રામબાગ.  કચ્છી દશા ઓસવાળ જ્ઞાતિજનો સમક્ષ ‘સ્વદેશી’ વિશે ભાષણ; સ્થળ માંડવી મહાજન વાડી.  ‘સ્વદેશી’ વિશે ભાષણ; સ્થળ ભાયખલા મોતીશાનું જ ૈન મંદિર.  કાંતણવર્ગની મુલાકાત, સ્થળ મદનપુરા.  પરદેશી કાપડની હોળી સળગાવી; સમય સાંજ, સ્થળ ઍલ્ફિન્સ્ટન મિલનું કંપાઉન્ડ.

240

[ જુલાઈ ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


નવજીવન

આવકારે છે …

બાળકથી લઈને વૃદ્ધ ઉપવાસીથી લઈને આહારી વટેમાર્ગુથી લઈને વિશિષ્ટ સ્થળના મુલાકાતી અને ગાંધીજીમાં રસ ધરાવનાર સૌ દેશવાસી-વિદેશનિવાસીને આમંત્રે છે. . . નવજીવન મંગળવારથી શુક્રવાર, બપોરના 12 : ૦0થી રાત્રિના 8 : 00 શનિવાર અને રવિવાર, બપોરના 12 : ૦0થી રાત્રિના 9 : 00 • દેશભરના કલાકારોને પોતાની કલાકૃ તિના પ્રદર્શન માટે વિશાળ

સ્પેસ અને આદર્શ પ્રકાશવ્યવસ્થા પૂરું પાડતું પ્લૅટફૉર્મ એટલે સત્ય આર્ટ ગૅલેરી

• યુવાનોને ગાંધીવિચાર સાથે જોડતું એસ્થેટિક સ્થાન એટલે કર્મ

કાફે

• ગાંધીજી અંગે વાંચવા-વિચારવા-ચર્ચવા ને ગાંધીસાહિત્ય ખરીદવા

માટેનો મુક્ત માહોલ એટલે કર્મ કાફે

• લેખકો, કવિઓ, સાહિત્યકારો, કર્મશીલોને કલા, સાહિત્ય, સાંપ્રત

મુદ્ દે ચર્ચાવિચારણા કરવા માટેનું મોકળું મેદાન એટલે કર્મ કાફે

• મિત્રમિલન હોય કે પારિવારિક-સામાજિક મેળાવડો, ખુલ્લા

આકાશ હે ઠળ શનિ અને રવિ સાત્ત્વિક ભોજનનો આનંદ આપતી ગાંધીથાળી જમવાનું ઠેકાણું એટલે કર્મ કાફે

• નવજીવનની વિકાસવાર્તાની મહત્ત્વની તારીખ અને તવારીખ

રજૂ કરતું માણવાલાયક સ્થળ એટલે નવજીવન મ્યુઝિયમ

ÏÑÜàÝ”ÑÜÏÜÏÜÜØ ÃÜíÜ¢íÜÃÜÃÜß ÏÜ÷¶íÜÆÜâ±ÜÚ ™ÜüÃÜÜÃÜß ´ÜÜÓ៚ †ÃÜå ´ÜíÜÜÓ߃Ü

ÃÜíÜ¢íÜÃÜ †ÃÜå ÑÜØÄÜ ‡ÝòÑÜÜ †Ü ÏÜïÜßÃÜ ÆÜÓ “ÆÜÜ´ÜÜØ.


‘नवजीवनનો અ�રદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને… લવાજમ માટે નવજીવન ટ્રસ્ટ / Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે.  રૂબરૂ લવાજમ ભરી શકાય છે.  નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે. 

તેની વિગત આ પ્રમાણે છેૹ નવજીવન ટ્રસ્ટ / Navajivan Trust

બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા

બ્રાન્ચૹ આશ્રમ રોડ

કરન્ટ એકાઉન્ટ  એકાઉન્ટ નંબરૹ 10295506832  બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628  એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત

વિશેષ નોંધૹ બૅંક એકાઉન્ટમાં લવાજમની રકમ જમા કરાવ્યા પછી 079 27540635 (એક્સ્ટેન્શન 217 અથવા 218) નંબર પર ફોન કરીને જાણ કરશો. આ ઉપરાંત જ ેમના નામે લવાજમ અથવા ભેટરૂપે આ સામયિક મેળવવા-મોકલવા ઇચ્છો છો, તેમની સંપૂર્ણ વિગત રકમ ભર્યાની �સ્લપ સાથે નવજીવન ટ્રસ્ટના સરનામા પર મોકલી આપવા નમ્ર વિનંતી. જ ેથી કરીને અંક શક્ય એટલો વહે લા તેમના સરનામે પહોંચી શકે.

ગાંધી અને કળા વિશેષાંક છૂ ટક કિંમત _ 15

પુસ્તકપરિચય વિશેષાંક છૂટક કિંમત _ 40

સ્વરાજ વિશેષાંક છૂટક કિંમત _ 25

૧૦૧ પુસ્તક પરિચય વિશેષાંક છૂટક કિંમત _ 50

કાકા કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક છૂ ટક કિંમત _ 40

જીવનદૃષ્ટિ વિશેષાંક છૂટક કિંમત _ 25


નવજીવનમાં ઉપલબ્ધ ₨ 495 /243


જ ે સૌથી વધારે બળવાન છે તેણે સૌથી ઓછા બળવાળાની ઢાલ બનીને રહે વું. …

244


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.