વર્ષૹ ૦૮ અંકૹ ૪-૫ સળંગ અંકૹ ૮૪-૮૫ • એપ્રિલ-મે ૨૦૨૦
છૂ ટક કિંમત ઃ _ ૨૫
દક્ષિણ આફ્રિકામાં મહાન કૂ ચ વેળાએ ટ્રાન્સવાલમાં પ્રવેશતા હિં દી મજૂ રો
વર્ષૹ ૦૮ અંકૹ ૪-૫ સળંગ અંકૹ ૮૪-૮૫ • એપ્રિલ-મે ૨૦૨૦ છૂ ટક કિંમત ઃ _ ૨૫
તંત્રી
વિવેક દેસાઈ સંપાદક
કિરણ કાપુરે પરામર્શક
કપિલ રાવલ સાજસજ્જા
અપૂર્વ આશર આવરણ ૧ દક્ષિણ આફ્રિકામાં મહાન કૂ ચ વેળાએ ટ્રાન્સવાલમાં પ્રવેશતા હિં દી મજૂ રો આવરણ ૪ મોતનો સપાટો
૧. મજૂ ર વર્ગ : ગાંધીયુગમાં અને વર્તમાનમાં. . . . . . . . . . . . . . . . . . . સંપાદક.. . . . ૧૧૧ ૨. ગાંધીજી અને મજૂ ર ચળવળ. . . . . . . . . . . . . . . . . . . . . ગુલઝારીલાલ નંદા. . . . .૧૧૬ ૩. કામદારોની સભામાં ગાંધીજીનું ભાષણ. . . . . . . . . . . . . . . . . .મો. ક. ગાંધી. . . . ૧૨૭ ૪. દસ કલાકની ચળવળ અને મિલમાલીકો. . . . . . . . . . . . . . . શંકરલાલ. બૅંકર. . . . ૧૩૧ ૫. મજૂ ર સ્ત્રીઓ. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . અનસૂયા સારાભાઈ . . . ૧૩૪ ૬. અર્થશાસ્ત્રીઓનો કારખાનાની ગુલામીનો ટેકો . . . . . . . . . . . . . . . . ટૉલ્સ્ટૉય. . . . ૧૩૭ ૭. મજૂ ર જ સમાજનો આધાર છે . . . . . . . . . . . . . . . . . . . . . . વિનોબા ભાવે. . . . ૧૪૦ ૮. શ્રમજીવી વિ. બુદ્ધિજીવી . . . . . . . . . . . . . . . . . . . . . કાકાસાહે બ કાલેલકર. . . . ૧૪૩ ૯. મિલની મજૂ રણ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . નરહરિ દ્વા. પરીખ. . . . ૧૪૫ ૧૦. ગરીબ સ્વાશ્રયી સ્ત્રીઓ. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ઇલાબહે ન ભટ્ટ. . . . .૧૪૬ ૧૧. મજૂ ર મહાજન : ભવ્ય ભૂતકાળ, કપરાં ચઢાણ. . . . . . . . .મણિલાલ એમ. પટેલ. . . . ૧૫૧ ૧૨. ભય અને આધુનિક જીવન-૩. . . . . . . . . . . . . . . . . . . . .ઈ. વી. પુલ્લિયાઝ. . . . ૧૫૩ ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં. . . . . . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ. . . . ૧૫૫
[હરિજનબંધુ : ૭-૧-૧૯૫૬]
વાર્ષિક લવાજમ ઃ
_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)
લવાજમ મોકલવાનું સરનામું વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ • ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમૅન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨
e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.
લવાજમ અંગે કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (૩–૧૯)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં ૩ એ માર્ચ મહિનો અને ૧૯ એ ૨૦૧૯નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.
સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે. સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [ ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે. ૧૧૦
મજૂ ર વર્ગ : ગાંધી યુગમાં અને વર્તમાનમાં મજૂર વર્ગનો ઇતિહાસ તપાસીએ તો સમજાય કે વર્તમાન સમયે તેમના ભાગે આવેલી બદહાલી તેમની
કાયમી સ્થિતિ રહી છે. કામના નિયત કરતાં વધુ કલાકો, ન્યૂનતમ દર, સ્થાયી લાભ અને સુરક્ષાનો અભાવ, કાળી મજૂ રી અને આકરાં જોખમો મજૂ ર વર્ગને સતત પીડતાં રહ્યાં છે. શોષણનો ભોગ બનવું એ તેમનું સ્થાયી દુર્ભાગ્ય બની ચૂક્યું છે. એમાંય વર્તમાન સમયે સર્જાઈ છે તેવી કટોકટી સર્જાય ત્યારે તો તેઓની બદહાલીમાં ઓર વધારો થાય છે. લાખોની સંખ્યામાં હોવા છતાં અને સમાજ તથા અર્થવ્યવસ્થાનો પાયો હોવા છતાં તેઓને આવા કપરા કાળમાં કારમી રઝળપાટ કરવી પડે છે. પૂરા બે મહિનાના લાંબા લોકડાઉનમાં પહે લાં તેમની પાસેથી મજૂ રી-કામ છીનવાયું, પછી માઈલો દૂર ઘર-વતન તરફ પગપાળા કૂ ચ શરૂ થઈ, ભૂખ-તરસ, ગરમી સામે જીવલેણ સંઘર્ષ શરૂ થયો. હજુ આ સંઘર્ષનો અંત નથી આવ્યો. કોરોના વાઇરસની સામાજિક અસરો વિશે જ્યારે પણ લખાશે, ત્યારે મજૂ રોનો આ સંઘર્ષ તેમના તરફ સદીઓથી સેવાતી આપણી અસંવેદનશીલતાના પુરાવા તરીકે રજૂ થશે. મજૂ ર વર્ગની આ સ્થિતિમાં પરિવર્તન આણવા, તેમના અધિકારો અને કામસંબંધી કાયદાઓ ઘડવા માટે અનેક વખત આંદોલનો થયાં છે. પહે લી મેના રોજ ‘આંતરરાષ્ટ્રીય શ્રમિક દિન’ પણ આવી જ એક ઘટનાની સ્મૃતિમાં ઊજવાય છે. ૧૮૮૬ના વર્ષમાં આ દિવસે અમેરિકાના શિકાગો શહે રમાં મજૂ ર વર્ગ દિવસના મહત્તમ આઠ કલાક કામની માંગણી સાથે પ્રદર્શન કરી રહ્યો હતો. આ પ્રદર્શન પર અજાણી વ્યક્તિએ બૉમ્બ ફેં ક્યો. અફરાતફરી થઈ અને મજૂ રો પર ગોળીઓ વરસી. ‘હે માર્કેટ ઘટના’થી જાણીતો આ બનાવ પછી મજૂ ર વર્ગ પર થતા અત્યાચારનો પ્રતીક બની ગયો. તેને અનુલક્ષીને ૧૮૮૯માં પૅરિસમાં આંતરરાષ્ટ્રીય મહાસભામાં ‘આંતરરાષ્ટ્રીય મજૂ ર દિન’નો પ્રસ્તાવ મુકાયો અને એંશી દેશોની સંમતિથી તે સ્વીકારાયો. વર્તમાન સમયે મજૂ ર વર્ગ પોતાના અધિકાર પ્રત્યે જાગ્રત થયો હોવા છતાં અલગ-અલગ સ્વરૂપે તેમનું શોષણ થતું રહે છે. હાલમાં ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણા જ ેવાં રાજ્યોએ મજૂ રો તરફી કાયદામાં ઢીલ આપી દીધી છે, અને તેમાં એક પ્રાવધાન મજૂ રો-કામદારો પાસે બાર કલાક સુધી કામ કરાવવાનું પણ છે. અગાઉ નિયમ આઠ કલાકનો હતો. આ પગલે અન્ય રાજ્યો પણ ચાલશે તેમાં કોઈ બેમત નથી. કોરોના મહામારીથી ઉદ્યોગોને થયેલાં નુકસાનની કિંમત આખરે મજૂ ર વર્ગ પાસેથી જ વસૂલવામાં આવશે. હિં દુસ્તાનના મજૂ ર વર્ગના અતીત તરફ નજર કરીએ તો અંગ્રેજોના શાસન દરમિયાન મજૂ ર-કામદાર વર્ગના અધિકાર પ્રત્યે કોઈ જાગૃતિ નહોતી. અંગ્રેજોનું શાસન અને મજૂ રહિત કાયદાની ગેરહાજરીથી મજૂ રોને બેવડો માર સહે વો પડ્યો હતો. ઓગણીસમી સદીના અંતમાં ક્યાંક-ક્યાંક તેનો પણ વિરોધ જાગ્યો. રાજકીય આગેવાનો દ્વારા તેની રજૂ આત થઈ. ૧૯૧૫માં જ્યારે ગાંધીજીનું હિં દુસ્તાનમાં આગમન થયું ત્યારે તેમની દૃષ્ટિ મજૂ ર-ખેડૂત અને કામદાર વર્ગ તરફ વિશેષ રહી. તેમના આવતાવેંત ૧૯૧૭માં ચંપારણમાં તીનકઠિયા ૩ પદ્ધતિ દ્વારા થતા ખેડૂતોના શોષણ સામે બંડ પોકાર્યું. આ પદ્ધતિ અનુસાર ખેડૂતોને ૨૦ ભાગની જમીનમાં જમીનદારોની મરજી મુજબ પાક ઉગાડવાનો હતો. તેમાં ગળીનો પાક મુખ્ય હતો, જ ેનું વળતર ખેડૂતોને નજીવું મળતું. આ શોષણનો અંત ગાંધીજીની આગેવાનીમાં થયેલા સત્યાગ્રહથી આવ્યો. તેમના જ શબ્દોમાં ઉતારીએ તો “સૈકાઓનો સડો છ માસમાં નાબૂદ થયો.”1 1. ગાંધી, મોહનદાસ. ૨૦૧૦. દ. આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, પ્રાસ્તાવિક
नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ-મે ૨૦૨૦]
111
હિં દુસ્તાનમાં મજૂ ર-કામદાર વર્ગની સમસ્યા સમજવા અને તેને દૂર કરવા અર્થે જ ે લડત ચલાવવાની આવી તેમાં ગાંધીજીને જરાસરખી પણ વાર ન લાગી. તેનું મુખ્ય કારણ દક્ષિણ આફ્રિકામાં હિં દી ગિરમીટિયાઓની લાંબી લડતનો અનુભવ હતો. ૧૮૯૩માં દક્ષિણ આફ્રિકાની ધરતી પર બારિસ્ટર તરીકે પગ મૂક્યા બાદ રં ગદ્વેષનો અનુભવ તો ખુદ ગાંધીજીને થયો હતો. પરં તુ વધુ દયનીય સ્થિતિ ગિરમીટિયા મજૂ રોની હતી. દક્ષિણ આફ્રિકાના હિં દી મજૂ રોનો આ ઇતિહાસ ઈ. સ. ૧૮૬૦ના નવેમ્બરની ૧૬ તારીખે શરૂ થયો. આ તારીખે હિં દી મજૂ રોને લઈને પ્રથમ આગબોટ નાતાલ સંસ્થાનમાં પહોંચી હતી.2 “આ મજૂ રો ઍગ્રીમેન્ટમાં ગયેલા મજૂ રોને નામે નાતાલમાં ઓળખાય છે તે ઉપરથી મજૂ રો પોતાને ગિરમીટિયા તરીકે ગણાવવા લાગ્યા.”3 દક્ષિણ આફ્રિકાના હિં દી મજૂ રો પર કાયદાની આકરી કલમો હતી. તેમની સ્થિતિ ગુલામો જ ેવી હતી. આગળ જતાં આ કાયદા વધુ આકરા થયા. તેમાં ક્યાંક હિં દી વેપાર પર અંકુશ મુકાયો તો વળી ક્યાંક હિં દીઓના પ્રવેશ પર. ગાંધીજી લખે છે તેમ જ ે વર્ષે તેઓ દક્ષિણ આફ્રિકા પહોંચ્યા ત્યારે “હિં દી પ્રજાને સારુ ઝૂઝી શકે એવા સ્વતંત્ર અને ઠીક કેળવાયેલા ગણી શકાય એવા હિં દી થોડા જ હતા.” એક વર્ષમાં જ ે કેસ અર્થે યુવાન ગાંધી ત્યાં ગયા હતા તેનું કામ પૂર્ણ થયું. પાછુ ં હિં દુસ્તાન આવવાનું હતું અને તે વેળાએ જ દક્ષિણ આફ્રિકાના હિં દીઓએ તેમને રોક્યા. પોતાના અધિકાર અંગે લડત આપવાની જવાબદારી ગાંધીજીના હાથમાં સોંપી. આમ, ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના મજૂ ર વર્ગના સંબંધમાં આવવાનું થયું. તે પછી તો દક્ષિણ આફ્રિકાની લડત લાંબી ચાલી. આ લડતનો મહત્ત્વનો પડાવ ૧૯૦૬માં આવ્યો. આ લડત આઠ વર્ષ સુધી ચાલી. સમાધાનીથી લડતનો અંત હિં દી મજૂ રોની તરફે ણમાં આવ્યો. દક્ષિણ આફ્રિકાના નિવાસ દરમિયાન મજૂ રો સંબંધિત એક વાત નોંધવી રહી કે 2. એજન, પૃ. ૨૧ 3. એજન, પૃ. ૨૨
112
અહીં ચીનના અને અશ્વેત મજૂ રો માટે પણ ગાંધીજી વખત આવ્યે અવાજ ઉઠાવતા રહ્યા હતા. આ અનુભવ હિં દુસ્તાનમાં આવતાં ચંપારણમાં કામે લાગ્યો. ત્યાર બાદ અમદાવાદમાં મિલમજૂ રો માટે ૧૯૧૭માં લડત આરં ભાઈ. મિલમાલિકો અને મજૂ ર વર્ગ વચ્ચે આ ગજગ્રાહ એટલો ખેંચાયો કે ચંપારણમાં અનસૂયાબહે નનો કાગળ તેમને મળ્યો. ઝડપભેર અમદાવાદ પહોંચ્યા. અહીં આવીને અમદાવાદ મિલમજૂ રોની લડત ઉપાડી. અમદાવાદ મિલમજૂરોનો મુદ્દો પગારવધારાનો હતો. મિલમાલિકોની સાથે મસલતોથી કોઈ ઉકેલ ન આવ્યો. હડતાળ થઈ; ગાંધીજીએ ઉપવાસ કર્યા અને મિલમાલિકો પંચ નીમવા તૈયાર થયા. સમાધાની થઈ અને પંચનો નિર્ણય માન્ય રખાયો. ત્યાર બાદ તુરંત ખેડાના ખેડૂતોના જમીનમહે સૂલ મોકૂ ફ રાખવા સંબંધે સરકાર સામે લડવાનું થયું. ખેડાના ખેડૂતોની પીડા ૧૯૧૭ની સાલમાં ચોમાસામાં થયેલી અતિવૃષ્ટિ હતી, જ ે કારણે જિલ્લાનો મોટા ભાગનો પાક નિષ્ફળ ગયો હતો. તેમ છતાં સરકારે મહે સૂલનું ઉઘરાણું યથાવત્ રાખ્યું. ગાંધીજીએ જિલ્લાની હકીકત મેળવી. ખેડૂતોની માંગણી વાજબી લાગી અને ૧૯૧૮, માર્ચમાં સત્યાગ્રહની હાક નાંખી. ખેડાનાં અનેક ગામડાંઓની મુલાકાત લીધી અને સત્યાગ્રહનો સંદેશ આપ્યો. જૂ ન મહિનામાં આખરે સરકાર તરફથી સમાધાનીનું કહે ણ આવ્યું અને ખેડૂતોની માંગ સંતોષાઈ. લડત પૂર્ણ થઈ. ચંપારણના કિસાનો, અમદાવાદના મિલમજૂ રો અને ખેડાના ખેડૂતોના આ સત્યાગ્રહ સ્થાનિક હતા. ટૂ કં ા ગાળામાં જ ગાંધીજીને હિં દુસ્તાનના આ વર્ગનો સારી પેઠ ે પરિચય થયો. આ સત્યાગ્રહો નિશ્ચિત માંગણી-સમાધાની સાથે પૂર્ણ થયા. આ અનુસંધાને મજૂ ર વર્ગ માટે લાંબા ગાળાના કાર્યક્રમ ઘડવાનો શિરસ્તો શરૂ થયો. તેનો અમલ થયો અમદાવાદના મિલમજૂ રોથી. મિલમજૂ રોના જીવનમાં પાયાના સુધારા આવે તે તરફ સર્વાંગી ધ્યાન અપાયું. તત્કાલીન માન્ચેસ્ટર ગણાતા અમદાવાદ શહે રમાં મજૂ રોની સંખ્યા નોંધપાત્ર હતી અને તેઓની [ એપ્રિલ-મે ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ
સુવિધા અર્થે હૉસ્પિટલ, શાળાઓ, મનોરં જન કેન્દ્રો, કેળવણી કેન્દ્રો નિર્માણ કરવામાં આવ્યાં. મજૂ ર વર્ગને અધિકારો તરફ જાગ્રત કરીને તેમની ફરજો તરફ પણ ધ્યાન દોરવામાં આવ્યું. માલિક-મજૂ રોના સંબંધોની વ્યાખ્યા ફરીથી લખાઈ. મજૂ રોની સુરક્ષાને અગ્રિમતા આપવામાં આવી. મજૂ ર વર્ગને પણ દિવસમાં કામ ઉપરાંતનો સમય પોતાની જાત માટે મળી રહે તે માટે વિચારાયું. મિલો ધમધમતી રહી ત્યાં સુધી આ ટકી રહ્યું. પછીથી મિલોના બંધ થવાનો દોર આવ્યો અને મિલમજૂ રો માટેની આ વ્યવસ્થા અદૃશ્ય થઈ. અમદાવાદમાં મિલમજૂ રોનું જ ે દૃષ્ટાંત ઊભું થયું, તેનો અમલ અન્ય ઠેકાણે એ હદે થઈ ન શક્યો. પણ મજૂ રો પ્રત્યેની નિસબતનો અમલ થાય તો તેનાથી મજૂ ર વર્ગને કેવો લાભ થાય તે એ કાળે જોઈ શકાયું. મજૂ રોની ઉન્નતિ માટે સાચો રાહ દાખવવાનું તેમનાથી બન્યું તે અંગે ૧૯૨૦માં ગાંધીજીએ આપેલાં ભાષણના અંશ જોઈ જવા જ ેવા છે. અહીંયાં તેઓ કહે છે : “આજકાલ દુનિયામાં બધે હડતાળોનો પવન ચાલ્યો છે. નજીવા કારણસર મજૂ રો હડતાળ પાડે છે. છેલ્લા છ મહિનામાં મારો અનુભવ એવો છે કે ઘણી હડતાળોથી મજૂ રોને લાભ થવાને બદલે હાનિ થઈ છે. મુંબઈની હડતાળો, તાતાનગરમાં લોખંડનાં કારખાનાંની હડતાળો, અને પંજાબના રે લવે કામદારોની પ્રખ્યાત હડતાળમાં મેં શક્ય એટલો અભ્યાસ કર્યો છે. આ ચારે હડતાળોમાં હં ુ વત્તેઓછે અંશે મજૂ રોના સંસર્ગમાં રહ્યો હતો.” ‘અભ્યાસ કર્યો’ અને ‘મજૂ રોના સંસર્ગમાં રહ્યો’ આ બંને બાબતોનું અનુસંધાન આજના સમયે શોધ્યે જડતું નથી. મજૂ ર વર્ગના પ્રશ્નો સંબંધમાં ગાંધીજીને અવારનવાર આવવાનું બન્યું અને તે વિશે તેમણે ખૂબ લખ્યું છે. ૧૯૨૧માં આસામના ચાના બગીચામાં મજૂ રોએ પાડેલી હડતાળ અંગે नवजीवनમાં લખ્યું છે, જ ેમાં આ હડતાળનો પૂરો ચિતાર આપવામાં આવ્યો છે અને ગાંધીજીના સાથી દીનબંધુ એન્ડ્રૂ ઝ મજૂ રોની પીડાને શમાવવા કેવી રીતે દિવસ-રાત એક કરી
नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ-મે ૨૦૨૦]
રહ્યાં છે તે અંગે પણ લખ્યું છે.4 મજૂ રો સાથેની આ મહત્ત્વની તવારીખોમાં ૧૯૨૭માં કોલંબોમાં મજૂ ર મહાજનના સંબોધનના અંશો જોઈ જવા જ ેવા છે. અહીં તેઓ કહે છે : “૧૯૦૪થી હં ુ પોતે મારી શક્તિ મુજબ મજૂ ર તરીકે રહે વાનો પ્રયત્ન કરતો આવ્યો છુ .ં પણ એ સમયથી પણ ઘણો વહે લો હં ુ શ્રમનું ગૌરવ સમજવા લાગ્યો હતો અને તેની કદર કરવા લાગ્યો હતો. અને સાથે સાથે એ સમયથી પણ લાંબો સમય પહે લાં મને એ વાત સમજાવા લાગી હતી કે મજૂ રોને પોતાનો યોગ્ય હિસ્સો મળતો નથી.”5 આવો જ એક ઉલ્લેખ ‘ભોળા મજૂ રો’ નામના લેખમાં नवजीवनમાં ગાંધીજી કરે છે. પંચમહાલમાં આવેલા કાગળનું અનુસંધાન આપીને ગાંધીજી અહીં લખે છે : “નીતિહીન અને પૈસાના લાલચુ દલાલો આસામના ચાના બગીચાને સારુ ભોળા રજપૂતો વગેરેને ફોસલાવીને લઈ જાય છે. આ પ્રમાણે બાર મજૂ રો વિશેનાં સોગનનામાં મારી પાસે આવ્યાં છે.”6 આ ઘટનાની નોંધ વિગતે ગાંધીજી લે છે. ગુલઝારીલાલ નંદાએ કહ્યું છે કે, ગાંધીજી મજૂ ર વર્ગ સાથે થતા અન્યાયની સૂક્ષ્મમાં સૂક્ષ્મ બાબતો પણ ખોળી કાઢતા. ૧૯૨૯ આવતાં-આવતાં ગાંધીજીનો રાજકીય કાર્યક્રમ અતિવ્યસ્ત થઈ ચૂક્યો હતો. આ કાળમાં પણ મજૂ રપ્રશ્ન અંગે દોરવણી આપવાનું કાર્ય તેઓ કરી શક્યા છે. આ વર્ષે મજૂ ર સંઘના મુખપત્ર मजूर संदेश માટે આપેલા સંદેશામાં તેઓ લખે છે : “ગુજરાત જિનિંગ મિલની હડતાળ વિશે એટલું જ હાલ તો કહં ુ કે મજૂ રોએ મંત્રીઓ કહે , પૂજ્ય અનસૂયાબહે ન અને ભાઈ શંકરલાલ બૅંકર કહે તેમ કર્યે જવાનું છે.”7 આ ગાળામાં यंग इन्डियाના એક વાચક ગાંધીજીને પત્ર લખીને વડોદરા રાજ્યમાં કારખાનામાં મજૂ રો પાસેથી વધારે કલાક લેવાતાં કામ વિશે જણાવે છે. ગાંધીજી તેની નોંધ લઈને તે અંગે ટિપ્પણી કરે છે. મજૂ રોની પ્રાથમિકતા ગાંધીજી અનેક વાર બોલી4. ગાંધીજીનો અક્ષરદેહ ૨૦, પૃ. ૨૧૧ 5. ગાંધીજીનો અક્ષરદેહ ૩૫, પૃ. ૨૩૧ 6. ગાંધીજીનો અક્ષરદેહ ૩૭, પૃ. ૩૫૭ 7. ગાંધીજીનો અક્ષરદેહ ૩૮, પૃ. ૩૯૭
113
લખીને અભિવ્યક્ત કરતા રહ્યા છે. ૧૯૩૧ની સાલમાં પરે લમાં મજૂ રોની એક સભામાં તેમણે કહ્યું છે તે ખાસ જાણવા જ ેવું છે. તેઓ કહે છે : “અહીં હાજર રહે લા યુવાન સામ્યવાદીઓમાંથી કોઈનો જન્મ પણ થયો નહોતો તેના ઘણા સમય પહે લાં મેં મજૂ રોના સવાલને ઉપાડી લીધો છે. દક્ષિણ આફ્રિકાના મારા નિવાસનો શ્રેષ્ઠ કાળ મેં એમનું જ કામ કરવામાં ગાળ્યો છે.”8 રે લવે સાથે ગાંધીજીનો નાતો આજીવન રહ્યો. રે લવેના પ્રશ્નો પરત્વે પણ તેમની દૃષ્ટિ પહોંચી હતી. આમાં એક મુદ્દો રે લવેના મજૂ રોનો પણ હતો. ૧૯૩૩માં બિલાસપુરમાં બી. એન. રે લવે મજૂ રોના સંઘ સમક્ષ ગાંધીજીએ ભાષણ આપ્યું હતું, અહીંયાં મજૂ રો પ્રત્યેનો પોતાનો નાતો કેવો ગાઢ રહ્યો છે તે અંગે વાત કરી છે.9 ભાવનગરમાં યુવાનો સાથે ચર્ચા કરતી વેળાએ ગાંધીજીને આ સંબંધે સવાલ પુછાયો કે, “વેઠથી વિરુદ્ધ હો તો એને ટાળવા કયા ઉપાય લેવા?” જવાબમાં ગાંધીજી કહે છે : “પ્રથમ ઘરમાંથી, પછી દક્ષિણ આફ્રિકામાં, ને હમણાં દેશમાં એમ બધેથી વેઠ કાઢવાના કામમાં જ મારું જીવન વીત્યું છે.”10 આયખાના છ દાયકા પછીનું આ તેમનું નિવેદન છે. મજૂ ર વર્ગ પોતાના પ્રશ્ન અંગે ગાંધીજી સામે કેવી રીતે મીટ માંડીને બેસતા તે માટે ૧૯૩૪ના જૂ ન મહિનામાં રે લવેનો પ્રસંગ તેનું યોગ્ય ઉદાહરણ છે. નાગપુરના મિલમજૂ રો હડતાળ પર હતા. ગાંધીજી આવી રહ્યા છે તેવી માહિતી મળતાં મજૂ રો રે લવેસ્ટેશન પર આવી પહોંચ્યા. સંખ્યાબંધ મજૂ રોએ તેમને આવકાર આપ્યો. ભેગા થયેલા મજૂ રોને સંબોધતાં તેમણે કહ્યું : “મજૂ રોના આગેવાનોને આવતી કાલે મળવા માટે વર્ધા બોલાવ્યા છે અને ત્યારે હં ુ તેમની પાસેથી પરિસ્થિતિ જાણી લઈશ અને પછી સલાહ આપીશ.” મજૂ ર વર્ગને તેઓ હરે ક વેળાએ એવો વિશ્વાસ અપાવી શકતા કે તેઓ પણ એક મજૂ ર જ
છે. અહીંયાં તેઓ કહે છે : “તમે તો આજના મજૂ રો છો પણ હં ુ તો છેલ્લાં ૨૦ વર્ષથી મજૂ ર છુ .ં હં ુ કરતો વકીલાત, પણ રહે તો હતો મજૂ રોની સાથે અને તેમની પેઠ.ે ”11 મજૂ ર પ્રત્યેની ઉત્કટતા આ વર્ષે જ મુંબઈ શહે રના પ્રવાસ દરમિયાન દેખા દે છે. જૂ ન ૧૬, જ્યારે આઝાદ મેદાનમાં તેમની જાહે ર સભા હતી, ત્યારે આખો દિવસ પુષ્કળ વરસાદ વરસ્યો. તેમ છતાં ગાંધીજી જાહે ર સભામાં આવ્યા. અહીં મિલમજૂ રોની હડતાળ ચાલી રહી હતી. ગાંધીજી સભામાં કહે છે : “હં ુ પોતાને મજૂ ર કહે વરાવું છુ ,ં અને દક્ષિણ આફ્રિકામાં હતો ત્યારથી મારો મજૂ રજીવન જીવવાનો ઠીક ઠીક સફળ પ્રયત્ન ચાલુ છે.”12 ૧૯૩૫ના વર્ષમાં મજૂ રીનું સમાન ધોરણ ઠરાવવા અર્થે પણ ગાંધીજી ખાસ્સા પ્રવૃત્ત દેખાય છે. બૅંગ્લોરમાં મ્યુનિસિપલ કૉલોનીમાં આપેલા ભાષણમાં ગાંધીજી મજૂ રોનાં રહે ઠાણ અંગે ચર્ચા છેડ ે છે. તેઓ કહે છે : “થોડા દિવસ પર કોલરની સોનાની ખાણોમાં કામ કરતા મજૂ રોનાં ઝૂંપડાં જોવાને મને લઈ ગયા હતા. ત્યાં મારે કહે વું પડ્યું કે આ ઝૂંપડાં માણસના વસવાટને લાયક નથી. ...જ ે મજૂ રો તેમને નફો મેળવી આપે છે તેમને કંપનીએ આવા અંધારા ઘોલકામાં રાખ્યા છે એમાં મને નિર્દયતા જ દેખાય છે.”13 રાજકીય ગતિવિધિઓમાં સમય સતત વધતો હોવા છતાં મજૂ રો સાથેનો નાતો આગળ વધતો જ ચાલ્યો છે. हरिजनबंधुમાં તેઓ 'મિલ વિ. રેં ટિયો' એવા લેખમાં લખે છે : “આપણા દેશમાં મજૂ રીરૂપી ધનનો ભંડાર પડેલો છે તેનો ઉપયોગ કરી લેવા ચૂકનારું કોઈ પણ સંયોજન અસ્થાને ગણાશે.”14 આ સમયમાં પણ તેઓએ અમદાવાદ મજૂ ર મહાજન સંઘના ૨૫મા વાર્ષિક દિને મજૂ ર મહાજન સંઘના મંત્રી ગુલઝારીલાલ નંદાને સાડત્રીસ શબ્દોમાં પત્ર લખ્યો હતો, તે પત્ર : “હં ુ પૂર્વે કહી ગયો છુ ં તેમ જો મજૂ રમહાજન એમ સમજ ે કે તેમની મજૂ રીની કિંમત રૂપિયા કરતાં હમેશાં
8. ગાંધીજીનો અક્ષરદેહ ૪૫, પૃ. ૩૨૧ 9. ગાંધીજીનો અક્ષરદેહ ૫૬, પૃ. ૨૯૪ 10. ગાંધીજીનો અક્ષરદેહ ૫૮, પૃ. ૧૨૭
11. એજન, પૃ. ૬૮ 12. એજન, પૃ. ૮૨ 13. ગાંધીજીનો અક્ષરદેહ ૬૩, પૃ. ૧ 14. ગાંધીજીનો અક્ષરદેહ ૭૦, પૃ. ૭૭
114
[ એપ્રિલ-મે ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ
વધારે છે અને જો તે બધા મજૂ ર ભેળા થાય તો કોઈનો વાળ વાંકો કર્યા વિના મજૂ ર પોતાનું ઊંચું સ્થાન મેળવે.”15 ૧૯૪૬માં દેશમાં રાજકીય માહોલ તંગ હતો ત્યારે પણ તેઓને મદ્રાસમાં મજૂ ર વર્ગની સભામાં હિસ્સો લેવાનું બને છે. અહીંયાં તેઓ ત્યાં સુધી કહે છે કે : “એક મજૂ ર કૉંગ્રેસના અધ્યક્ષ બને તેમાં કોઈ અસામાન્ય વાત નથી.” ગાંધીજીનું આ સપનું આજ દિન સુધી પૂરું થયું નથી. એક મજૂ રને રાજકીય પક્ષમાં ઉપરના પાયદાન પર આવવું તે કાળે જ ેટલું મુશ્કેલ હતું તેટલું જ આજ ે છે. અહીં વક્તવ્યમાં તેઓ આગળ કહે છે : “હં ુ જ્યારથી દક્ષિણ આફ્રિકાથી પાછો ફર્યો છુ ં ત્યારથી મજૂ રોની સેવા કરી રહ્યો છુ .ં અમદાવાદ મજૂ ર મહાજન સંઘ, જ ેની સ્થાપના મેં જ કરી છે, અન્ય લોકો માટે આદર્શ છે. હં ુ એમ નથી કહે તો કે ત્યાં મજૂ રો મિલમાલિક બની ગયા છે. પણ એવું જરૂર અનુભવું છુ ં કે જો મજૂ ર વધુ અનુશાસનથી વર્તે અને સમજ કેળવે તો તો તેઓ જ ે મિલો અને ફૅ ક્ટરીઓમાં કામ કરે છે ત્યાં તેઓ માલિક બની શકે છે.”16 આઝાદી મળ્યાના ચાર મહિના અગાઉ જ પટનામાં ૧૮ એપ્રિલ, ૧૯૪૭ના રોજ ખેડૂત અને મજૂ ર નેતાઓ સાથે ગાંધીજીએ સંવાદ સાધ્યો હતો. અહીંયાં તેઓ જમીનદારો અને મજૂ ર વર્ગ વચ્ચે થયેલાં ઘર્ષણને શાંત પાડવા પહોંચ્યા હતા. એ દિવસે પ્રાર્થના સભામાં ગાંધીજીએ જમીનદારો અને મજૂ ર વર્ગનો જ મુદ્દો ચર્ચ્યો હતો. આ સભામાં તેમણે મજૂ ર વર્ગને શીખ આપી હતી તેમ માલિકોને પણ પોતાની ફરજ પ્રત્યે ધ્યાન દોર્યું હતું. મજૂ ર વર્ગનો નાતો રાજકીય કટોકટીકાળમાં પણ જીવંત રહ્યો. આ ઘટના તેનો પુરાવો છે. દેશના સ્વતંત્રતાના દસ દિવસ બાદ કલકત્તાના ક્લાઇવ જૂ ટ મિલ મેદાનમાં થયેલી પ્રાર્થના સભામાં સામેલ થનારા મહદંશે મજૂ રો હતા. અહીંયાં પ્રશ્ન હિં દુ-મુસ્લિમ મજૂ રો વચ્ચે થયેલા ઝઘડાનો હતો. ગાંધીજી કહે છે : “હિં દુ અને મુસ્લિમ મજૂ રોમાં 15. ગાંધીજીનો અક્ષરદેહ ૭૫, પૃ. ૧૨૭ 16. सम्पूर्ण गांधी वाङ्मय 83, पृ. 83-84
नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ-મે ૨૦૨૦]
કશો ભેદ નથી. તમે સૌ મજૂ ર છો. જો તમારામાં કોમવાદી ઝેર ફે લાશે તો તમે બંને શ્રમને, પોતાને અને દેશને નબળો બનાવશો. શ્રમ તમામ ભેદભાવને દૂર કરીને સૌને એકસમાન બનાવનારું ખૂબ મોટુ ં સાધન છે.”17 ગાંધીજીના મજૂ ર અંગેના વિચારો અને તેમની સાથે સંકળાયેલી ઘટનાઓનો ચિતાર આપવાનો ઉદ્દેશ એટલો જ કે આઝાદી મેળવવાની ગંજાવર પ્રવૃત્તિ સાથે પણ તે કાળે મજૂ ર વર્ગના ઉદ્ધાર માટે કેટકેટલું કાર્ય થયું અને તત્કાલીન આગેવાનો મજૂ ર પક્ષે રહીને કેવી રીતે વિચારો મૂકી શકતા. ગાંધીયુગના મહદંશ આગેવાનોની કથની-કરણીમાં મજૂ રોની પ્રાથમિકતા સર્વોપરી રહી છે. ગુલઝારીલાલ નંદા, શંકરલાલ બૅંકર, અનસૂયાબહે ન તો શ્રમિક વર્ગ સાથે આજીવન સંકળાયેલાં રહ્યાં. તેઓએ વિવિધ સમયે મજૂ રો સંબંધિત અલગ-અલગ પાસાં વિશે લખેલા લેખોને અહીં સમાવ્યા છે. ગુલઝારીલાલ નંદાએ તો ગાંધીજી અને મજૂ ર-ચળવળની વિસ્તૃત વિગત આપી છે. નંદાજીના લેખમાં તે વખતે મજૂ ર વર્ગ વચ્ચે થયેલાં કાર્યનો વિગતવાર ક્યાસ કાઢી શકાય. શંકરલાલ બૅંકરે મજૂ રોના કાર્યના કલાકો વિશે ચર્ચા કરી છે. અનસૂયાબહે ને મજૂ ર સ્ત્રીઓના પ્રશ્નો અને મળવાપાત્ર સુવિધાની વાત કરી છે. વિનોબા ભાવે, કાકાસાહે બ કાલેલકર અને અન્ય સમાવિષ્ટ લેખોમાં મજૂ ર વર્ગ પ્રત્યેની તેમની વિશેષ દૃષ્ટિ દેખા દે છે, આજ ે જ ેનો સદંતર અભાવ દેખાય છે. આ ઉપરાંત मजूर संदेश સાથે અઢી દાયકા સુધી સંકળાયેલા મણિલાલ એમ. પટેલ દ્વારા મજૂ ર મહાજન સંઘના અતીત-વર્તમાનનો ઓવરવ્યૂ અપાયો છે. વર્તમાન મજૂ ર વર્ગનો ચિતાર મળી રહે તે માટે આજીવન મજૂ ર બહે નો માટે સેવાકાર્ય કરનારાં ઇલાબહે ન ભટ્ટનો લેખ પણ સમાવ્યો છે. આશા છે મજૂ ર વર્ગ વિશેના માહિતી-વિચાર રજૂ કરતો આ અંક આપને વર્તમાન સદંર્ભે પ્રસ્તુત લાગશે. — સંપાદક 17. सम्पूर्ण गांधी वाङ्मय 89, पृ. 110
115
ગાંધીજી અને મજૂ રચળવળ ગુલઝારીલાલ નંદા
મજૂરચળવળ અંગેની પૂ. ગાંધીજીની મોટા ભાગની
પ્રવૃત્તિઓ તો અમદાવાદની કાપડ–સૂતરની મિલોમાં કામ કરતા મજૂ રોમાં જ કરવામાં આવી છે; પરં તુ તેઓ મજૂ રોના પ્રશ્નોમાં પહે લેથી જ રસ લેતા આવ્યા છે અને આખા દેશના વાહનવ્યવહાર, કારખાનાં, ખાણ, ખેતી તથા બગીચા વગેરેના મજૂ રોનું હિત એમને હૈ યે વસ્યું છે. સને ૧૯૧૮ની સાલમાં શ્રીમતી અનસૂયાબહે ને અમદાવાદની મિલોમાં કામ કરતા સાળખાતાના મજૂ રો વતી પૂ. ગાંધીજી પાસે મદદની માગણી કરી, અને તરત જ તેઓ ફે બ્રુઆરી માસમાં ચંપારણથી અમદાવાદ આવી પહોંચ્યા. દેશની મજૂ રચળવળ સાથે તેમનો સંબંધ આ સમયથી બંધાયો. ત્યારથી અત્યાર સુધીમાં, પૂ. ગાંધીજી અનેક કટોકટીના પ્રસંગોએ મજૂ રોની વહારે ધાયા છે અને અમદાવાદના મજૂ ર સમુદાયે જ્યારે પણ તેમની મદદ માગી છે, ત્યારે તેઓએ તે વિનાસંકોચે આપી છે. આમ છતાં પણ સને ૧૯૧૮ની સાલની સાળખાતાના કારીગરોની હડતાળ તો હિં દની મજૂ રચળવળના ઇતિહાસમાં એક ચિરસ્મરણીય પ્રસંગ તરીકે નોંધાશે. આ હડતાળ ૫ૂ. ગાંધીજીએ શરૂઆતથી તેના અંત સુધી જાતે જ ચલાવી હતી. મજૂ રોને લડતમાં દોરતાં પહે લાં તેમણે તેમના ઝઘડાના ગુણદોષની બારીક તપાસ કરી લીધી હતી. મજૂ રોની માગણી પગારના વધારા માટે હતી. પૂ. ગાંધીજીની સૂચનાથી શ્રી શંકરલાલ બૅંકરે મજૂ રોની રહે ણીકરણીની સ્થિતિ અંગે તપાસ કરી અને તેમના ઘરખર્ચના આંકડા એકઠા કર્યા. આપણા દેશમાં આ જાતનું કામ કદાચ આ પહે લી જ વખત થયું હશે. ત્યારબાદ પૂ. ગાંધીજીએ માલિકો સાથે વાટાઘાટો શરૂ કરી અને સમાધાન કરવા માટે તનતોડ પ્રયત્નો કર્યા, પરં તુ મિલમાલિકોએ મચક આપી નહીં. ઝઘડાનું નિરાકરણ પંચ મારફતે કરાવવાની પૂ. ગાંધીજીની માગણી પણ મિલમાલિકોએ નકારી. ઉદ્યોગ સાથે 116
સંબંધ નહીં ધરાવનાર એવા કોઈ પણ બહારના માણસની દખલગીરી સહન કરવા મિલમાલિકો તૈયાર નહોતા. કામગીરી અંગેની શરતો નક્કી કરવામાં મજૂ રોને માલિક જ ેટલો જ પોતાનો મત દર્શાવવાનો સમાન અધિકાર હોવો જોઈએ એ સિદ્ધાંતના સ્વીકાર માટે પૂ. ગાંધીજીએ ઐતિહાસિક બનેલી અહિં સક લડતના મોરચા માંડ્યા. લડત માટે જરૂરી એવી મજૂ રોને તાલીમ આપ્યા પછી પૂ. ગાંધીજીએ તેમની પાસે જ્યાં સુધી તેમની માગણી મંજૂર ન થાય અથવા તો માલિકો પંચનો સ્વીકાર ન કરે , ત્યાં સુધી કામ પર નહીં જવાની પ્રતિજ્ઞા લેવડાવી. લડત દરમિયાન પૂ. ગાંધીજી મજૂ રોના સંપૂર્ણ સંસર્ગમાં રહે તા, હં મેશાં મજૂ રોની વિરાટ સભાઓમાં ભાષણો આપતા, અને પત્રિકાઓ બહાર પાડતા. રોજ ને રોજ મજૂ રો શહે રના રસ્તાઓ પર શાંતિમય સરઘસો કાઢતા. આમ છતાં પણ ત્રણેક અઠવાડિયાંને અંતે હડતાળ પર ઊતરે લા મજૂ રોમાં નબળાઈનાં ચિહ્નો દેખાવા લાગ્યાં. કેટલાકનાં મન ડગમગવા લાગ્યાં. મજૂ રો કહે વા માંડ્યા કે તેઓ તથા તેમનાં બાળબચ્ચાં ભૂખે મરે છે. ૧૨મી માર્ચની સવારે મજૂ રોની સભા સમક્ષ પૂ. ગાંધીજીએ એક અણચિંતવી જાહે રાત કરી. તેમણે જાહે ર કર્યું કે જ્યાં સુધી મજૂ રોની પ્રતિજ્ઞા પૂરી ન થાય ત્યાં સુધી તેઓ પોતે અન્નને અડકશે નહીં. હિં દમાં આવ્યા પછી પૂ. ગાંધીજીનો કોઈ જાહે ર કાર્ય સાથે સંકળાયેલો આ પ્રથમ ઉપવાસ હતો. મજૂ રો તો આ જાહે રાતથી હચમચી ઊઠ્યા, અને તેમનામાં ફરીથી ચેતન આવ્યું. પૂ. ગાંધીજીને આટલું જ જોઈતું હતું. ઉપવાસ મજૂ રોની નબળાઈ દૂર કરવા માટે જ હતા. ઉપવાસની મિલમાલિકો પર પણ અસર થઈ અને નિષ્ક્રિયતા છોડી તેઓ પણ ઉપવાસથી ઊભી થયેલી પરિસ્થિતિમાંથી નીકળવાનો રસ્તો શોધવા લાગ્યા. ત્રણ દિવસને અંતે માલિકોએ પંચનો સ્વીકાર કર્યો અને પૂ. ગાંધીજીએ ઉપવાસ છોડી પારણાં કર્યાં. [ એપ્રિલ-મે ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ
મજૂ ર તથા માલિક વચ્ચેના ઝઘડાનો નિકાલ પંચ મારફતે થવો જોઈએ એ સિદ્ધાંતનો આપણા દેશમાં સહુથી પહે લાં આ હડતાળ વખતે સ્વીકાર થયો, અને અમદાવાદનો મજૂ ર મહાજન સંઘ જ ે સ્થિતિ પ્રાપ્ત કરી શક્યો છે, તે પણ ઘણે અંશે આ સિદ્ધાંતના પાલનને આભારી છે. સને ૧૯૨૦ના ફે બ્રુઆરી માસની ૨૫મી તારીખે પૂ. ગાંધીજીએ કાપડ-સૂતરના ઉદ્યોગમાં કામ કરતા મજૂ રોના પ્રથમ વ્યવસ્થિત મહાજનની સ્થાપના કરી. એ જ વર્ષના મે માસમાં તેમણે માલિકો પાસે કામના કલાકો, જ ે તે વખતે બાર હતા, તેમાંથી દસ કરવાની અને સાથેસાથે મજૂ રોના પગારમાં ઠીક ઠીક વધારો કરવાની પણ માગણી કરી. ઝઘડો પંચ સમક્ષ મૂકવામાં આવ્યો, પરં તુ પંચના સભ્યો એકમતે ચુકાદો પણ આપી શક્યા નહીં કે સરપંચની પસંદગીમાં પણ એકમતે નક્કી કરી શક્યા નહીં; અને તેથી પૂ. ગાંધીજીએ મજૂ રોને હડતાળ પર જવાની સલાહ આપી. હડતાળ દસ દહાડા ચાલી. જ્યારે પંચોએ ઉદ્યોગમાં કામ કરતા મજૂ ર પાસેથી રોજના દસ કલાક કામ લેવું એવો અને જુ દાં જુ દાં ખાતાંઓમાં કામ કરતા મજૂ રોને ૨૫ ટકાથી માંડીને ૬૨.૫ ટકા સુધીનો પગારમાં વધારો આપવો એ મતલબનો સંયુક્ત ચુકાદો આપ્યો, ત્યારે મજૂ રોએ પાછુ ં કામ શરૂ કર્યું. આ પ્રસંગે પૂ. ગાંધીજીએ મજૂ રોને એમ જણાવ્યું હતું કે જીત તેમની નહોતી થઈ, પણ ન્યાયની જીત થઈ હતી; અને તેથી બન્ને પક્ષોની જીત થઈ ગણાય. આ ઝઘડા પછી પૂ. ગાંધીજીને અમદાવાદના માલિકો અને મજૂ રો વચ્ચેના ઝઘડાઓમાં વારં વાર વચ્ચે પડવું પડ્યું હતું. અતિ મહત્ત્વના રાજદ્વારી અને દેશના બીજા પ્રશ્નો અંગેનાં રોકાણો છતાં પણ પૂ. ગાંધીજીએ મજૂ રોને મુશ્કેલીને સમયે મદદ કરવા માટે હં મેશાં સમય ફાજલ પાડ્યો છે, અને જ્યારે પણ જરૂર પડી છે, ત્યારે તેમને સલાહ આપી છે. પંચમંડળના મજૂ રપક્ષના સભ્ય તરીકે તેમણે જ ે ચુકાદાઓ લખ્યા છે તે ચુકાદાઓ હિં દુસ્તાનના મજૂ રોના હક્કપત્રો સમાન લેખી શકાય.
नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ-મે ૨૦૨૦]
માલિક અને મજૂરો બન્નેની પાસે પંચનો સિદ્ધાંત કબૂલ કરાવવા પારાવાર મહેનત કરેલી છે. સમાજમાં આર્થિક સમાનતા પણ હોવી જોઈએ એ વાત પૂ. ગાંધીજીએ તેમનાં લખાણોમાં ભારપૂર્વક જણાવી છે અને તેમના આ મંતવ્યને મજૂરોના પ્રશ્ન સાથે ખૂબ નિકટનો સંબંધ છે
દેશના અન્ય પ્રાંતોના મજૂ રો સાથેના પૂ. ગાંધીજીના સંબંધનો પણ અહીં થોડો ઉલ્લેખ કરવો ઘટે. જમશેદપુરના મજૂ રોને તેમણે જ ે મદદ કરી હતી તે ત્યાંના મજૂ રો વીસરી શકે તેમ નથી. સને ૧૯૧૮ની સાલમાં મદ્રાસમાં ‘લૉક-આઉટ’ જાહે ર થયો હતો તે સમયે, મજૂ રોએ પૂ. ગાંધીજીની મદદ માગી હતી અને તેમણે રે વ. એન્ડ્રૂ ઝને મજૂ રોની મદદે મોકલ્યા હતા. તેમની ભારતવર્ષની અનેક મુસાફરીઓ દરમિયાન તેઓ મદ્રાસ, બિહાર અને બીજા પ્રાંતોના મજૂ રોને મળતા ને તેમની સભાઓમાં ભાષણ કરતા. મુંબઈના મજૂ રો જોકે તેમની સેવાઓનો લાભ ઉઠાવી શક્યા નથી, છતાં તેમની સ્થિતિથી તેઓ વાકેફ રહે તા આવ્યા છે. તેમના દક્ષિણ આફ્રિકાના વસવાટ દરમિયાન પણ મજૂ રોની સેવાઓમાં તેમને પુષ્કળ વખત જતો, અને ત્યાં પણ તેઓ તેમને કાયદાની ને બીજી મદદ આપતા. ૫ૂ. ગાંધીજીએ તેમના લેખોમાં કે ભાષણોમાં કોઈ સ્થળે મજૂ રપ્રશ્ન અંગેના પોતાના વિચારોને વ્યવસ્થિત રજૂ કર્યા નથી. તેમણે કોઈ એવી સંપૂર્ણ યોજના રજૂ નથી કરી, કે જ ે યોજના એકસામટી સ્વીકારી લેવાય અને જ ેનો અમલ થાય. તેમણે જ ે વિચારો અને સૂચનો રજૂ કર્યાં છે, તે તો મજૂ રોએ જ્યારે જ્યારે તેમની મદદ માગી છે, ત્યારે ત્યારે પ્રસંગને અનુસરીને તેમને જ ે સ્ફુરણાઓ થઈ છે તેના પડઘારૂપ છે. આવાં વિચારો અને સૂચનો સંખ્યાબંધ મળી આવે છે, અને 117
મજૂ રોના પ્રશ્ન અંગે તેમણે જ ે લખ્યું છે અને કહ્યું છે, તે બધું જો એકઠુ ં કરવામાં આવે, તો એક મોટુ ં પુસ્તક લખાય; ને તેમાંથી મજૂ રોના લગભગ તમામ પ્રશ્નોના ઉકેલના માર્ગો મળી આવે. ‘મજૂ રીની મહત્તા’ એ શબ્દો તો સૈકાજૂ ના છે. પૂ. ગાંધીજીએ આ શબ્દોને જીવંત બનાવ્યા છે, અને આ દેશના શિક્ષિતવર્ગને એ શબ્દોનો અર્થ સમજાવ્યો છે. સને ૧૯૨૦ની ૨૫મી ફે બ્રુઆરીની મજૂ રોની એક સભામાં તેમણે કહ્યું હતું કે : પોતાની જાતને મજૂ ર તરીકે ઓળખાવવામાં તેઓ અભિમાન લે છે. આપણા દેશના સામાજિક જીવનમાં જાતે મહે નત કરનારાઓનું સ્થાન ઘણું ઊંચું છે. એ જ ે પરાપૂર્વથી પ્રણાલિકા ચાલી આવે છે, તેને પૂ. ગાંધીજીએ અનેક રીતે મજબૂત બનાવી છે. તેમનું અને તેમના સાથીઓનું રોજબરોજનું જીવન, હં મેશાં થોડુ ં ઉપયોગી મહે નતનું કામ દરે કે કરવું જોઈએ એવો તેમનો આગ્રહ, માત્ર સૂતર કાંતવાથી મહાસભાનો મતાધિકાર મળી શકે એવું તેમનું મંતવ્ય અને શિક્ષણપદ્ધતિમાં પણ હસ્તઉદ્યોગને અગત્યનું સ્થાન મળવું જોઈએ એવો તેમનો અભિપ્રાય — એ બધું ઉપરના કથનને પુરવાર કરે છે. ૧૯૨૧ના ઑક્ટોબર મહિનામાં અમદાવાદના મજૂ રોની એક સભામાં ભાષણ કરતાં પૂ. ગાંધીજીએ મજૂ રોને તેમનો અને માલિકો વચ્ચેનો સંબંધ સમજાવતાં કહ્યું હતું કે, “મજૂ રોનો ઉદ્યોગમાં માલિકો જ ેટલો જ ભાગ છે.” એક પ્રસંગે તેઓએ માલિકોને ચેતવણી આપી હતી કે, “જો તેઓ મજૂ રો સાથે શેઠ અને નોકર જ ેવો સંબંધ રાખશે, તો એ એક ગંભીર ભૂલ ગણાશે.” તેમણે જણાવ્યું હતું કે “મજૂ રો નોકર નહીં પણ ઉદ્યોગના સહભાગીદારો છે. ઉદ્યોગ ચલાવવા માટે મૂડીદાર પોતાની મૂડી રોકે છે, જ્યારે મજૂ રો પોતાની મજૂ રી રોકે છે. ખરી રીતે તો મજૂ રી એ જ ખરી મૂડી છે, કેમ કે તેને લીધે જ બધું દ્રવ્ય ઉત્પન્ન થાય છે.” પૂ. ગાંધીજી તો એમ ઇચ્છે છે કે, હલકામાં હલકી મજૂ રી કરનાર મજૂ ર અને દેશનો સૌથી વધુ શક્તિવાળો માણસ એ બન્ને શહે રી તરીકે 118
સરખા હક્કો ભોગવતા હોય. મજૂ રોનું સ્થાન સમાજમાં માલિકના જ ેટલું જ છે એ હકીકત સ્થાપિત કરવાના એક ઉપાય તરીકે પૂ. ગાંધીજીએ માલિક અને મજૂ રો બન્નેની પાસે પંચનો સિદ્ધાંત કબૂલ કરાવવા પારાવાર મહે નત કરે લી છે. સમાજમાં આર્થિક સમાનતા પણ હોવી જોઈએ એ વાત પૂ. ગાંધીજીએ તેમનાં લખાણોમાં ભારપૂર્વક જણાવી છે અને તેમના આ મંતવ્યને મજૂ રોના પ્રશ્ન સાથે ખૂબ નિકટનો સંબંધ છે. માલિકો સમક્ષ મજૂ રોનો પક્ષ રજૂ કરતાં તેમણે તેઓને અનેક વખત કહ્યું છે કે, માલિકો અને મજૂ રો વચ્ચેનો સંબંધ બાપ અને છોકરાના જ ેવો હોવો જોઈએ, અને માલિકોનું મજૂ રો પ્રત્યેનું વર્તન પ્રેમાળ હોવું જોઈએ. પણ જો માલિક મજૂ રોની વાજબી માગણીઓ સંતોષે નહીં, તેમનું અહિત થાય તેમ વર્તે, તેમનું શોષણ કરતા અટકે નહીં અને પોતાના આપખુદીભર્યા હુકમોનું પરાણે પાલન કરાવે, તો પૂ. ગાંધીજીની મજૂ રોને સલાહ છે કે તેમણે માલિકોનો સામનો કરી લેવો. મજૂ રોના હક્કો વિશેે પૂ. ગાંધીજીએ જ ે વિચારો પ્રદર્શિત કર્યા છે તેની ટૂ કં ી યાદી નીચે આપવામાં આવી છે. આમાંના ઘણાખરા વિચારો તો તેમણે પંચમંડળ સમક્ષ મૂકવામાં આવેલ સંખ્યાબંધ ઝઘડાઓના ચુકાદાઓ આપતાં પ્રદર્શિત કરે લા છે. (૧) કામગીરીની સ્થિતિને નિર્ણય કરતી વેળા મજૂ રો તથા માલિકોનો અવાજ સરખો જ હોવો જોઈએ. જો મતભેદ પડે તો નિષ્પક્ષ પંચનો નિર્ણય બંને પક્ષોએ સ્વીકારવો જોઈએ. (૨) ઉદ્યોગના વહીવટ અને સંચાલનમાં પણ મજૂ રોનો હિસ્સો હોવો જોઈએ. કંપનીના ભાગીદારો કરતાં પણ કારખાનામાં કામ કરતા મજૂ રોનું સ્થાન આ બાબતમાં ઊંચુ હોવું જોઈએ. ઉદ્યોગની આર્થિક સ્થિતિ તેમજ કામકાજ અંગે મજૂ રોને સંપૂર્ણ માહિતી મળવી જોઈએ. માલિકને પોતાના ઉપયોગ માટે ઉદ્યોગમાંથી કાંઈ પણ રકમ ઉપાડવી હોય તો તે માટે મજૂ રોની સંમતિ લેવી જોઈએ. (૩) ઉદ્યોગમાં કામ કરતા તમામ માણસોના પગાર [ એપ્રિલ-મે ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ
બની શકે તેટલા સરખા હોવા જોઈએ. મજૂ રોને પેટપૂરતા પગાર આપવા માટે જ ે ખર્ચ થાય તે ઉદ્યોગના કુ લ નફામાંથી સૌથી પહે લાં વસૂલ થઈ જવું જોઈએ. જ્યાં સુધી મજૂ રોને પેટપૂરતા પગાર આપવામાં આવતા ન હોય, ત્યાં સુધી ઉદ્યોગમાં મંદી આવી છે એ કારણ બતાવીને પગાર ઘટાડી શકાય નહીં. પણ જો પેટપૂરતા પગાર આપવાનું ચાલુ રાખવાથી ઉદ્યોગમાં રોકવામાં આવેલી અસલ મૂડીમાં વધુ ને વધુ હાથ નાખવો પડે તો જ પગાર કાપવા એ વાજબી લેખાય. અને આવો નિર્ણય કરતી વેળાએ આખા ઉદ્યોગની સ્થિતિની ગણતરી કરવી જોઈએ, અને નહીં કે એકબે કારખાનાંની. સામાન્ય સંજોગોમાં જ ે ઉદ્યોગ પોતાના કારીગરોને જીવનનિર્વાહ પૂરતી રોજી આપી શકતો નથી, તે પોતાનું અસ્તિત્વ ધરાવવાનો હક્ક ગુમાવે છે. દેશના સંક્રાન્તિકાળ દરમિયાન ઉદ્યોગ પૂરેપૂરી કુ શળતા અને કરકસર વધારવાના બધા ઉપાયો લેવા છતાં પોતાના કામદારોને જીવનનિર્વાહ પૂરતી રોજી આપવા જ ેટલી ઉત્પાદનશક્તિ ન ધરાવે, ત્યારે જ ઉપર જણાવેલી અપવાદરૂપ રીતિ અમલમાં મુકાય. ત્યારે પણ ઓછામાં ઓછી રોજીની મર્યાદા તો હોય જ છે. જ ેમાં કશો ઘટાડો કરી શકાય નહીં. આ મર્યાદિત રકમ માત્ર ગુજરાન પૂરતી હોઈ પૂ. ગાંધીજી માને છે કે, તેમાં કોઈ પણ સંજોગોમાં કાપ મૂકી શકાય નહીં. (૪) પૂ. ગાંધીજીની પેટપૂરતા પગારની વ્યાખ્યા પ્રમાણે પુખ્ત ઉંમરના મજૂ રની કમાણી એટલી હોવી જોઈએ કે તે પોતાની તથા આખા કુ ટુબ ં ની તંદુરસ્તી અને કાર્યશક્તિ જાળવી શકે અને જીવનની બીજી જરૂરિયાતો તથા વ્યાવહારિક ખર્ચને પણ પહોંચી શકે. મજૂ રને ઓછો પગાર મળે ને તેને પરિણામે તેનાં સ્ત્રી-બાળકોને ગુજરાન માટે કામ કરવું પડે એ ચલાવી શકાય નહીં. (૫) કામના કલાકો અને કામના પ્રકારો એટલા અને એવા ન હોવા જોઈએ કે જ ેથી મજૂ રો થાકી જાય. મજૂ રોને આરામને માટે પૂરતો સમય મળવો જોઈએ, એટલું જ નહીં પણ પોતાનાં ઘરકામ તથા
नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ-મે ૨૦૨૦]
ફુરસદના સમયનો ઉપયોગ મજૂરો પોતાનો વિકાસ સાધવામાં અને નિર્દોષ વ્યવસાયોમાં ગાળે, પણ નકામી વાતો કરવામાં કે નુકસાનકારક પ્રવૃત્તિઓમાં ન બગાડે. કમાણી વધે તેનો ઉપયોગ બાળકોનો સારો ઉછેર કરવામાં, સ્ત્રીઓને કેળવણી આપવામાં, સારું પોષણ અને કપડાં આપવામાં અને સામાન્ય રીતે જીવનનું ધોરણ સુધારવામાં કરવો જોઈએ
બીજાં સામાજિક કામો માટે પણ સમય મળવો જોઈએ. (૬) કારખાનાની કામની સ્થિતિ તથા કારખાનામાં વપરાતો માલ-સામાન એવો ન હોવો જોઈએ કે જ ેથી મજૂ રો પર વધારે પડતો કામનો બોજો પડે અથવા તો તેમની તંદુરસ્તીને તથા બીજી કોઈ હાનિ પહોંચે. (૭) કામના સમય દરમિયાન મજૂ રોની માનવીજરૂરિયાતો માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. મજૂ રોને આરામ લેવા માટે અને જમવા માટે સારી વ્યવસ્થા કરવી, સ્વચ્છ પાણી પૂરું પાડવું અને સફાઈ અને સુઘડતા બરાબર જાળવવી એ માલિકની ફરજ છે, અને એ ફરજના પાલન પર પૂ. ગાંધીજી ખૂબ ભાર મૂકે છે. એ જાણીને આશ્ચર્ય થશે કે ૫ૂ. ગાંધીજીએ આ સંબંધમાં પોતાનાં મંતવ્યો આવા પ્રશ્નોને લગતા કાયદાઓ ઘડાયા નહોતા અથવા તે હજી ઘડાવાની તૈયારીમાં હતા તે પહે લાં રજૂ કર્યાં હતાં. (૮) પૂ. ગાંધીજીના અભિપ્રાય મુજબ કારખાનામાં કામ કરતા તમામ મજૂ રોને તેમની સ્વતંત્રતા ઉપર અંકુશ મૂક્યા વગર, રહે વા માટે મકાનો પૂરાં પાડવાં એ માલિકોની ફરજ છે. (૯) સંગઠિત બનવું, મહાજનો સ્થાપવાં, અને માલિકો સાથે સમજૂતી કરવી એ મજૂ રોનો મૂળભૂત હક્ક છે. મજૂ રો મહાજન બાંધે તેમાં કે મહાજનો ચલાવે તેમાં માલિકોએ અંતરાય નાખવો નહીં જોઈએ, કે મહાજનની પ્રવૃત્તિ માટે કોઈ મજૂ રનો ભોગ લેવો નહીં જોઈએ. મજૂ રોના ચૂંટાયેલા પ્રતિનિધિને કામ 119
પરથી છૂટો કર્યા પહે લાં તેના મહાજન સમક્ષ એ હકીકત માલિકે રજૂ કરવી જોઈએ. કારખાનામાં મજૂ રો પોતાના મહાજનનું લવાજમ ઉઘરાવી શકે તેવી સગવડ કરી આપવી એ પણ માલિકોની ફરજ છે. જ ે ઉદ્યોગમાં મહાજન પંચનો સિદ્ધાંત સ્વીકારતું હોય ત્યાં માલિકોએ મહાજન બહારના મજૂ રોને કામ પર લેવા ન જોઈએ. (૧૦) જો માલિકો પંચનો સ્વીકાર ન કરે અથવા તો પંચના ચુકાદાનો ભંગ કરે , કે પછી તે ચુકાદાનો અમલ કરવામાં કારણ વગર વિલંબ કરે , તો મજૂ રોને હડતાળ પર જવાનો સંપૂર્ણ હક્ક છે. પૂ. ગાંધીજીએ તેમના લેખો અને ભાષણોમાં મજૂ રોના હક્કો અને અધિકારો કરતાં પણ તેમની ફરજો પર વિશેષ ભાર મૂક્યો છે. મજૂ રોની જવાબદારીઓ અનેક છે, અને તેમના ચારિત્ર્યની કસોટી માટેનું ધોરણ તેમણે આકરું રાખ્યું છે. પ્રથમ તો મજૂ રે પોતા પ્રત્યેની અને કુ ટુબ ં પ્રત્યેની જવાબદારી અદા કરવી રહી. મજૂ રે સ્વચ્છ જીવન ગાળવું જોઈએ અને દારૂ તથા એવાં બીજાં વ્યસનોથી દૂર રહે વું જોઈએ. મજૂ રે દુનિયામાં અને ખાસ કરીને પોતાની આસપાસ બનતા બનાવો વિશે રસ લેવો જોઈએ, તે માટે જ્ઞાનમાં વધારો કરવો જોઈએ અને પોતાના વ્યવહારમાં સંપૂર્ણ પ્રામાણિકતા જાળવવી જોઈએ. સ્ત્રીઓ અને બાળકોનું કલ્યાણ સાધવાનો હે તુ બર લાવવા તેમને કારખાનાના જીવનમાંથી મુક્ત રાખવાં અને તેમને યોગ્ય કેળવણી અને તાલીમ આપી તેમને માટે યોગ્ય વાતાવરણ ઉત્પન્ન કરવું, એમ ગાંધીજી સૂચવે છે. ફુરસદના સમયનો ઉપયોગ મજૂ રો પોતાનો વિકાસ સાધવામાં અને નિર્દોષ વ્યવસાયોમાં ગાળે, પણ નકામી વાતો કરવામાં કે નુકસાનકારક પ્રવૃત્તિઓમાં ન બગાડે. કમાણી વધે તેનો ઉપયોગ બાળકોનો સારો ઉછેર કરવામાં, સ્ત્રીઓને કેળવણી આપવામાં, સારું પોષણ અને કપડાં આપવામાં અને સામાન્ય રીતે જીવનનું ધોરણ સુધારવામાં કરવો જોઈએ. અંગત જીવનમાં મજૂ રો ઉપભોગ નહીં પણ આત્મસંયમને નેમ લેખીને વર્તે. ઉદ્યોગ પ્રત્યેની પોતાની 120
જવાબદારી અદા કરવામાં મજૂ ર પોતાની ફરજનું ઉચ્ચ પ્રકારનું ભાન દર્શાવે એવી તેની પાસેથી આશા સેવવામાં આવે છે. મજૂ રથી સમયની ચોરી થાય નહીં કે તેના અધિકારીઓ પ્રત્યે અણછાજતું વર્તન કરાય નહીં, તેમજ સામા પક્ષ ઉપર ખોટુ ં દબાણ કરી ગેરવાજબી માગણીઓ મંજૂર કરાવવાની ઇચ્છા રખાય નહીં. શિસ્ત અને કાર્યકુ શળતા જાળવવા માટે મજૂ રે તે અંગેની જરૂરિયાતો અદા કરવી ઘટે. મજૂ રને અન્યાય કરવામાં આવે ત્યારે તેણે પોતાના કેસની રજૂ આત કરી યોગ્ય માર્ગે ન્યાય મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. તેની માગણીમાં જૂ ઠાણું કે અતિશયોક્તિ ન હોવાં જોઈએ. જ્યાં સુધી નક્કી કરે લાં બધાં પગલાં ન લેવાય અને છેવટે પંચની માગણી કર્યા સિવાય મજૂ રો હડતાળ ન પાડી શકે. મજૂ રોએ કામ પર હોય ત્યારે કે હડતાળ દરમિયાન સંપૂર્ણ શાંતિમય રીતો અખત્યાર કરવી અને કોઈ પણ પ્રકારનું હિં સાનું તત્ત્વ દાખલ ન થવા દેવું. મજૂ રોએ પોતાના કરતાં દુઃખી હોય તેવા પોતાના ભાંડુઓ પ્રત્યેની અને દેશના પ્રશ્નો અંગેની પોતાની જવાબદારી અદા કરવા વિશાળ દૃષ્ટિ કેળવી તૈયાર થવું જોઈએ. સામાન્ય હિત સાધવા માટે દરે ક મજૂ ર પોતાના વ્યક્તિગત હિતનો કેટલે અંશે ત્યાગ કરી શકે છે તેના પર મજૂ ર વર્ગની પ્રગતિનો આધાર રહે છે. પૂ. ગાંધીજીએ મજૂ રો માટે જ ે દરજ્જો મેળવવાની કલ્પના કરી છે, તે ધ્યેયની દૃષ્ટિમર્યાદામાં પણ દેશભરમાં કોઈ (મજૂ રો) હજી પહોંચી શક્યા નથી. મજૂ રોના હક્કો અને અધિકારોનો એમનો જ ે ખ્યાલ છે, તેટલા તો અમદાવાદમાં પણ પ્રાપ્ત થયા નથી. અત્યારના ઉત્પાદન અને મૂડી વચ્ચેના સંબંધો અને રાજકીય પદ્ધતિ યથાસ્થિત રહે ત્યાં સુધી મજૂ રો પોતાના હક્કો પ્રાપ્ત કરે એવી આશા કેવી રીતે રાખી શકાય? “સડેલ સામાજિક રચનાને તેમાં થોડા સુધારા કરી ટેકો આપવાનો કશો અર્થ નથી, એ તંત્રને તોડી પાડો. આપણે તો નૂતન સમાજ રચવો છે, અને કેવળ ક્રાંતિ મારફતે જ તે થઈ શકશે.” એવી દલીલો પણ કરવામાં આવે છે. [ એપ્રિલ-મે ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ
ગાંધીજીને પણ વર્તમાન સામાજિક તંત્ર પરત્વે સંતોષ નથી. ગાંધીજીએ કલ્પેલી હિં દુસ્તાનની ભાવિ સામાજિક વ્યવસ્થામાં “નિર્ધન અને ધનિકના ભેદ નહીં હોય, બેકારી નહીં હોય અને અત્યારે નજરે પડતી વર્ગો વચ્ચેની અસમાનતા નહીં હોય.” આર્થિક સમાનતા ગાંધીજીની વ્યાખ્યા મુજબ “રાષ્ટ્રના મોટાભાગના ધનને જ ે થોડા ધનિકો પાસે સંગ્રહ છે, તે એક બાજુ ઓછો થાય અને બીજી બાજુ નાગા અને અર્ધા ભૂખ્યા મજૂ રોની સ્થિતિ સુધરે ત્યારે થાય.” ગાંધીજી પણ ક્રાંતિ ઝંખે છે, પરં તુ તે શાંતિમય ક્રાંતિ હોવી જોઈએ. સામાજિક તંત્ર જ ે ખોખામાં આજ ે ગોઠવાયું છે તેને બદલે નવું ખોખું ઘડવાથી, કે જ ે કાયદાના તંત્રનો તેને આધાર છે તેમાં થોડા ફે રફારો કરી એને કઈ રૂપાળું નામ આપવાથી, કશો ખાસ ફે ર પડવાનો નથી. ખરે ખરી મહત્ત્વની બાબત તો અંદરનું કલેવર છે—લોકોની વૃત્તિઓ અને પરસ્પરના સંબંધો, તેમની વિચારસરણી અને કૃ ત્યો, તથા તેમની સમજ અને શક્તિની વિપુલતા—એ મહત્ત્વની બાબતો છે. બહારનો પોશાક તો આપમેળે મળી રહે શે. કલેવરની અંદર જ ે ફે રફારો થાય, આઘાત અને પ્રત્યાઘાત થાય તેને અનુકૂળ થવા બાહ્ય આવરણ આકાર બદલશે, જોકે જો પ્રત્યાઘાત બહુ જલદ હશે તો આવરણ તૂટવાનું. જોકે આ ફે રફાર પણ શાંતિથી થઈ શકે. ગાંધીજીએ સને ૧૯૨૬ની સાલમાં જ્યારે અમદાવાદ મજૂ ર મહાજન સંઘના બંધારણમાં સંસ્થાના હે તુઓમાં નીચેનું વાક્ય ઉમેર્યું: “અને અંતે, યથાસમયે, કાપડસૂતરનો ઉદ્યોગ પ્રજાહસ્તક કરવો,” ત્યારે આવી જ કોઈ પદ્ધતિ તથા અંતની તેમણે કલ્પના કરી હશે. ગાંધીજી, આંતરિક સુધારણા કેટલો મહત્ત્વનો ફાળો આપે તે બાબત પર હં મેશ ભાર મૂકતા આવ્યા છે એ તો સ્પષ્ટ છે. સાચા સામાજિક પલટામાં આંતરિક સુધારણા નિર્ણાયક તત્ત્વ છે એમ તેઓ માને છે. જહાંગીરી વટહુકમથી કાંઈ એવા ફે રફારો ન થઈ શકે. એ તો બહુ ધીમો અને મુશ્કેલ ક્રમ છે, એમાં
नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ-મે ૨૦૨૦]
વૈજ્ઞાનિક
સમાજવાદીઓ — સોશ્યાલિસ્ટો
અને
સામ્યવાદીઓ કરતાં પણ ગાંધીજીને શોષણ પ્રત્યે વધુ ઘૃણા છે. ગાંધીજી તો ન માની શકાય એવી જગાએ પણ શોષણની શક્યતા પારખી લે છે. થોડાં રજવાડાંઓ અને શાહુકાર પાસેથી સત્તા અને ધન છીનવી લેવાથી જ એમને નિરાંત નહીં થાય
ટૂ કં ા કેડા લેવા નહીં પાલવે. માણસ પર આજુ બાજુ ના વાતાવરણની ઘણી અસર થાય છે એ વાતની કોઈ ના પાડતું નથી. માનવજનતા પોતાના ધ્યેયની દિશામાં વધુ સરળતાથી કૂ ચ કરી શકે તેવી મદદ કરવા માટે બહારના વાતાવરણનું નવસર્જન કરવામાં કશો વાંધો નથી. આર્થિક અને રાજકીય સમાનતાના આદર્શો જનતાના જીવનમાં ઉતારવા માટે ઘણા સમાજજીવનને સ્પર્શતા પ્રશ્નો વિશે કાયદાઓ ઘડવા પડશે એમ ગાંધીજી માને છે. વૈજ્ઞાનિક સમાજવાદીઓ — સોશ્યાલિસ્ટો અને સામ્યવાદીઓ કરતાં પણ ગાંધીજીને શોષણ પ્રત્યે વધુ ઘૃણા છે. ગાંધીજી તો ન માની શકાય એવી જગાએ પણ શોષણની શક્યતા પારખી લે છે. થોડાં રજવાડાંઓ અને શાહુકાર પાસેથી સત્તા અને ધન છીનવી લેવાથી જ એમને નિરાંત નહીં થાય. ગમે તે નામ કે ઓઠા નીચે ફરી પાછી સત્તા અને ધન કોઈ બીજી ટોળકી પાસે જમા થઈ જાય, એવું બનવા જ ન પામે એવું કરવાનો તેમનો આગ્રહ છે. સમગ્ર જનતામાં સત્તા અને ધન વહેં ચાઈ જાય તે માટે તેમનો પ્રયત્ન છે. ઉત્પાદન કરવાની રીત અને તેની વ્યવસ્થા (બહુ મહત્ત્વની બાબત છે) સાથે રાજકીય સત્તાની વહેં ચણી અને લોકોના સંસ્કારી જીવનનો બહુ જ સીધો અને ગાઢો સંબંધ છે, એ હકીકત ગાંધીજીના સંપૂર્ણ ખ્યાલમાં જ છે. આપણા આર્થિક તંત્રમાં, તેથી જ ગાંધીજી યંત્રોથી ચાલતાં વિશાળ કારખાનાંઓને 121
ગૌણસ્થાન આપે છે એ આથી સમજાશે. સામાજિક પલટો થાય ત્યારે ચાલુ રચના મૃતપ્રાય થાય અને નવી રચનાનો ખરે ખર પ્રાદુર્ભાવ થાય એ વચ્ચે સંક્રાન્તિકાળ પણ રહે વાનો જ, એ વિચારથી ગાંધીજી પરિચિત છે. આ વચગાળાના સમય દરમિયાન શ્રમજીવીઓની સરમુખત્યારી રહે એવો રસ્તો સામ્યવાદીઓએ કાઢ્યો છે. ગાંધીજી આ વચગાળાના સમય માટે વાલીપણાના (ટ્રસ્ટીશિપ) સિદ્ધાંતને અમલમાં મૂકવાનું વધુ પસંદ કરે છે. “હે તુઓ (સંસ્થાના) સિદ્ધ કરવા માટે જ ે સાધનો ખપમાં લેવામાં આવે તે સત્ય અને અહિં સાના ધોરણ પર જ ઘડાયેલાં હોવાં જોઈશે.” ૧૯૨૬ની સાલમાં આ કલમ મજૂ ર મહાજન સંઘના બંધારણમાં ઉમેરવામાં આવી હતી. અમદાવાદમાં મજૂ રચળવળની શરૂઆત થઈ ત્યારથી જ સત્ય અને અહિં સક સાધનોનો જ ઉપયોગ કરવામાં આવશે એવી સ્પષ્ટ સમજૂતી મજૂ રોને આપવામાં આવી હતી. મજૂ રોના પ્રશ્નોનો આ રીતે નિકાલ કરવા માટે તેને અંગેનું રોજ-બ-રોજનું કામ કરવાની પ્રણાલિકા, મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવાની રીતિનીતિ, મજૂ રો સાથે માલિકો કેવી રીતે વર્તે તે વાજબી ગણાય, ફરિયાદોના નિકાલ માટે શાંતિમય માર્ગો યોજાય, અને માલિકો દુરાગ્રહ કરે કે લાગણીવિહીન વર્તન ચલાવે ત્યારે લડત કરી તેમને જીતી લેવા—આ માટે વિગતવાર કાર્યપદ્ધતિ ધીમે ધીમે વિકસી છે. પ્રથમ તો મજૂ રોની આંતરિક શક્તિનો વિકાસ કરવા તનતોડ પ્રયત્નો કરવા જોઈએ. સંખ્યાબળ જરૂરી છે. પરં તુ કટોકટીની વેળાએ તો વ્યક્તિગત મજૂ રોના નૈતિક બળ ઉપર જ સફળતાનો આધાર રહે . જ ે સૈનિકને એક પછી એક સફળતા મેળવવી હોય તે વ્યસન, અજ્ઞાન અને અસહિષ્ણુતાના બોજથી, તેના ભારે મરતો હોય એ ન પાલવે. જો તે સારાસાર સમજવાની વિવેકબુદ્ધિ ન રાખે કે સંયમ ન પાળી શકે, તો ગમે ત્યાં અથડાઈ પડવાનો. રોજ કાંઈ ને કાંઈ સેવા તથા આત્મત્યાગનું કાર્ય કરી, મજૂ ર એવી તાલીમ લે કે જ ેથી ભારે ભોગ આપવાની કસોટીની વેળા માટે પણ તૈયાર જ 122
હોય. તાલીમથી પેદા થયેલી આવી ઠંડી તાકાત એ સંઘરી રાખે અને વિવેકથી તેનો ઉપયોગ કરે . અન્યાય થાય ત્યારે મજૂ ર તે સાંખી ન લે, પરં તુ પોતાના અધિકાર માટે ઝઝૂમતી વેળાએ ખાતરી કરી લીધી હોવી જોઈએ કે એણે પોતાની ફરજ પ્રમાણિકપણે બજાવી છે; કેમ કે એથી એનું લડત કરવાનું જોર વધે છે. એના પોતાના વર્તનમાં કશી ક્ષતિ ન હોવી જોઈએ. કેવળ સત્ય ઉપર જ આધાર રાખી તેણે વાજબી હોય તેના કરતાં કાંઈ પણ વિશેષની માગણી ન કરવી. બુદ્ધિપૂર્વક પોતાનો કેસ સામા પક્ષને સમજાવવા અને હકીકતોથી તેનું સમર્થન કરી તેની ખાતરી કરાવવા માટે તેણે સાચા દિલના પ્રયત્નો કરવા જોઈએ. જ ે મતભેદો પડ્યા હોય તો પંચ પાસે નિર્ણય માટે રજૂ કરવાની તેની હં મેશાં તૈયારી હોવી જોઈએ. કારણ કે એવું પણ બને કે અધૂરા જ્ઞાનને લીધે કે પોતાના હિતને લીધે અમુક સંજોગોમાં સત્યનું જ ે સ્વરૂ૫ એને પોતાને દેખાય તે યથાર્થ ન પણ હોય. પંચમાં નિમાયેલા ગૃહસ્થો તથા તેની કાર્યપદ્ધતિ સંપૂર્ણ સંતોષ આપે એવી ન પણ હોય. કોઈક વાર પંચના ચુકાદાથી અસંતોષ થવા જ ેવું પણ થાય. પરં તુ લડતમાં જ ે વેઠવું પડે, અને છતાં પરિણામ અનિશ્ચિત રહે , એ બધાંની ગણતરી કરતાં પંચ મારફતે નિકાલ કરાવવાનો માર્ગ વધુ લાભદાયક છે એમ મજૂ રોએ અનુભવ્યું છે. મજૂ રચળવળનો હે તુ સ્થિતિમાં ઉત્તરોત્તર પ્રગતિકારક સુધારા કરાવવાનો છે એટલું જ નહીં, પણ નવી સમાજરચનાને મૂર્તસ્વરૂપ આપવાનો છે. તેને બદલે આ રીતે તો ઊલટુ ં અત્યારની ઉત્પાદનની વ્યવસ્થા અને વહેં ચણીની પદ્ધતિ છે, એ જ સ્વરૂપમાં કાયમ રહે એવું નહીં બને? ના, એમ થવાનું નથી; કારણ કે પંચમંડળ સામાજિક ન્યાયના જ ે સિદ્ધાંતો લક્ષમાં રાખે, તેના પર પ્રજામાનસમાં થતા ફે રફારોની અસર પડ્યા વિના રહે નહીં. સામાજિક પ્રશ્નોમાં તાલીમ આપી તેમજ સતત પ્રચાર વડે તેમાં રસ લેતા કરી લોકમતને અનુકૂળ રીતે વાળી શકાય. તેમ છતાં કશી ક્ષતિઓ રહી જાય તો તે રાષ્ટ્રીય મહાસભા [ એપ્રિલ-મે ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ
જ ેવી લોકસમુદાયની સંસ્થાઓના સહકારથી રાજકીય પ્રવૃત્તિઓ મારફતે કાયદાઓ ઘડી મજૂ રો દૂર કરી શકશે. મજૂ રો પોતાના ધ્યેયની પ્રાપ્તિ સહે લાઈથી ક્રમિક પ્રગતિ મારફત કરી શકશે, એમ માની લેવાનું નથી. પ્રગતિનો માર્ગ સરળ કે સુગમ થાય એવો પણ સંભવ ઓછો છે. પંચ પાસેથી નિર્ણય મેળવવાનો અધિકાર પણ લડત કરીને મેળવવો પડે છે, અને તે ટકાવી રાખવા પણ વારં વાર લડત આપવી પડે છે કે કાયમ લડવાની તૈયારી રાખવી પડે છે. વધુ ઉદ્દામ ફે રફારો માટે વિશાળ પાયા પર લડત કર્યા વિના ચાલવાનું નથી. સત્યાગ્રહના શસ્ત્રાગારમાંથી ગાંધીજી તો આ માટે જુ દાં જુ દાં અનેક શસ્ત્રો સૂચવે છે. સત્યાગ્રહ એટલે સત્યનું અમલી સ્વરૂપ. સામાજિક ફે રફારોના ક્ષેત્રમાં હિં સક ઉપાયો અપનાવ્યાથી કદી પણ કાયમી કલ્યાણ ન સાધી શકાય, એ માનવવ્યવહારનું એક સ્વીકૃત સત્ય છે. અહિં સક કાર્યપદ્ધતિ લાંબે ગાળે ઓછો શ્રમ અને શક્તિનો ભોગ માગશે. પરં તુ સત્યાગ્રહ એટલે અ–પ્રતિકાર માત્ર નહીં. સત્યાગ્રહમાં તો લડાયક તત્ત્વ રહે લું છે. સત્ય અને અહિં સાની ભાવનામાંથી શરૂ થયેલી અને એ જ રીતે ચલાવેલી હડતાળ એ સત્યાગ્રહનો સર્વોત્તમ પ્રકાર છે. આવા સત્યાગ્રહમાં અને હડતાળ વિશેના આપણા સામાન્ય ખ્યાલમાં એ ફરક છે, કે આમાં આત્મપરીક્ષા અને સંયમ પર ભાર મુકાય, જ ે ધ્યેય માટે લડત કરી હોય તેના વાજબીપણા વિશે નિરં તર ચિંતા રહે , વ્યક્તિઓ પ્રત્યે વૈરવૃત્તિ કે કડવાશ ન આદરાય અને પરિણામે કોઈ પણ વખતે હિં સક પ્રસંગો ઊભા ન થાય. સને ૧૯૧૮માં સાળખાતાના કારીગરોની હડતાળની જવાબદારી લેતાં પહે લાં ગાંધીજીએ હડતાળ સફળ કરવા માટે નીચેના ચાર મુદ્દાઓ મજૂ રો પાસે કબૂલ કરાવ્યા હતાઃ (૧) કદી તોફાન કરવું નહીં. (૨) હડતાળ તોડવા જનારને પજવવા નહીં. (૩) હડતાળ માટે બહારની કોઈ પણ જાતની આર્થિક મદદ પર આધાર રાખવો નહીં.
नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ-મે ૨૦૨૦]
સત્યાગ્રહ એટલે સત્યનું અમલી સ્વરૂપ. સામાજિક ફેરફારોના ક્ષેત્રમાં હિંસક ઉપાયો અપનાવ્યાથી કદી પણ કાયમી કલ્યાણ ન સાધી શકાય, એ માનવવ્યવહારનું એક સ્વીકૃત સત્ય છે. અહિંસક કાર્યપદ્ધતિ લાંબે ગાળે ઓછો શ્રમ અને શક્તિનો ભોગ માગશે
(૪) હડતાળ ગમે તેટલી લાંબી ચાલે, છતાં મક્કમ રહે વું; અને ગમે તે પ્રામાણિક મહે નત-મજૂ રી કરી હડતાળ દરમિયાન રોજી મેળવવી. ગાંધીજી હં મેશાં કહે તા આવ્યા છે, કે જ ે માગણીનો અસ્વીકાર કરવાને પરિણામે હડતાળ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થાય તે એટલી તો વાજબી, સ્વીકારી શકાય એવી અને સ્પષ્ટ હોવી જોઈએ, કે તેમાં વાટાઘાટને માટે અવકાશ જ ન હોય. જ ેથી આસપાસના બીજા લોકોને તેનું વાજબીપણું સ્વીકારવામાં જરા પણ મુશ્કેલી ન રહે . અનેક વાર અનુભવથી એ પુરવાર થયું છે કે હડતાળની સફળતા માટે આ જરૂરિયાતો કેટલી વાજબી છે. મજૂ રો એક વખત હડતાળ પર ઊતરે , પછી તો અનિશ્ચિત સમય સુધી કામ વગર રહે વા માટે તૈયાર રહે વું જોઈએ. ભૂખમરાથી કંટાળી જઈ હારીને પાછુ ં ન જવું પડે એ માટે તેઓએ પ્રથમથી જ સાવચેતી રાખવી જોઈએ. દરે ક મજૂ રની પાસે આવા કટોકટીને સમયે કામ આવે એવો કીમિયો હોવો જોઈએ—એટલે કે તેને બીજો કોઈ ધંધો આવડતો હોવો જોઈએ કે તે ધંધામાંથી આવા અનિવાર્ય એવા બેકારીના સમયમાં ગુજરાન જ ેટલું મેળવી શકે. મજૂ ર કામ ઉપર હોય અને કારખાનામાં કામ કરતો હોય ત્યારે તેને આવા કોઈ ધંધાની તાલીમ આપી દેવી જોઈએ. હડતાળ દરમિયાન કંઈનું કંઈ કામ કરીને મજૂ રો પોતાનું ગુજરાન ચલાવે એને લગતો પહે લો અખતરો પૂ. 123
ગાંધીજીએ સને ૧૯૧૮ના માર્ચ માસમાં મજૂ રોની ઐતિહાસિક હડતાળ દરમિયાન કર્યો હતો. આ હડતાળ દરમિયાન તે વખતે નવા સ્થપાયેલા સત્યાગ્રહ–આશ્રમનાં બાંધકામ માટે જોઈતી રે તીના ટોપલાઓ સારીને મજૂ રોએ જણદીઠ રોજના થોડાક પૈસા કમાઈને પોતાનું ગુજરાન ચલાવ્યું હતું. ત્યાર પછી તો ઘણી વખત અમદાવાદના મજૂ ર મહાજન સંઘે હડતાળો દરમિયાન બહુ મોટા પાયા પર આ જાતના અખતરાઓ કર્યા છે. હડતાળ કે બીજી કોઈ પણ પ્રકારની અહિં સક લડતની સફળતા માટે સૌથી પહે લાં તો મજૂ રોમાં સંપ જોઈએ અને તેમનું વ્યવસ્થિત સંગઠન જોઈએ. મજૂ રોએ તેમના મહાજનનું લવાજમ નિયમિત રીતે આપવું જોઈએ કે જ ેથી કરીને મહાજન પાસે તેમની બધી પ્રવૃત્તિઓ ચલાવવા માટે પૂરતાં નાણાં હોય. પૂ. ગાંધીજી એમ માને છે કે, એક દિવસ એવો આવશે કે જ્યારે મજૂ રો બહારના માણસોની મદદ વિના પોતાનાં મહાજનો ચલાવતા હશે. અત્યારે મજૂ રોએ હજી એટલી પ્રગતિ કરી નથી કે જ ેથી તેઓને તેમનામાંથી જ નેતાઓ કે મહાજનનું સંચાલન કરી શકે તેવા કાર્યકર્તાઓ મળી શકે, એ હકીકત પૂ. ગાંધીજીની જાણ બહાર નથી. જ ે મહાસભાવાદીઓ કે બીજા નેતાઓ મજૂ રચળવળમાં સામેલ થાય છે, તેમને પૂ. ગાંધીજીની એ જ સલાહ હોય છે, કે તેમણે પોતાને મજૂ રોના સેવકો તરીકે જ ગણવા. મજૂ રોને ન્યાય મેળવવામાં મદદ કરવી, એ આવા સેવકોની ફરજ છે. મજૂ રોની માગણીના ગુણદોષનો વિચાર કર્યા વિના તેમની કેવળ વકીલાત કર્યે જવી એથી પૂ. ગાંધીજી વિરુદ્ધ છે. રાજકીય કે બીજા કેઈ હે તુ માટે મજૂ રોનો પ્યાદા તરીકે ઉપયોગ કરવાની નીતિના પૂ. ગાંધીજી કટ્ટર વિરોધી છે. મજૂ ર જ ે કોઈ પગલું ભરે , તે તેમાં રહે લાં જોખમો અને હિતો સંબંધી પૂરેપૂરી જાણકારી રાખીને ભરે , એમ પૂ. ગાંધીજી ઇચ્છે છે. પૂ. ગાંધીજીએ મજૂ રકાર્યને લગતો તેમનો પ્રથમ પ્રયોગ સને ૧૯૧૮માં અમદાવાદમાં શરૂ કર્યો. એ 124
વખતે અમદાવાદના મિલઉદ્યોગમાં લગભગ ૪૦ હજાર મજૂ રો કામ કરતા હતા. અત્યારે આ ઉદ્યોગમાં લગભગ ૧,૨૦,૦૦૦ મજૂ રો કામ કરે છે. સને ૧૯૧૮ની સાલથી અત્યાર સુધીમાં મજૂ રોને મૂંઝવતા અનેક પ્રશ્નો ઊભા થયા છે. જ્યારે જ્યારે આવા પ્રશ્નો પૂ. ગાંધીજી સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે ત્યારે ત્યારે તેમણે તે પ્રશ્નો અંગે પોતાના વિચારો પ્રદશિત કર્યા છે. અમદાવાદના મજૂ ર વર્ગના જીવનનો મિલની અંદર તેમ જ બહાર જ ે રીતે અને જ ેટલો વિકાસ થયો છે, તે વસ્તુ અને ઉદ્યોગે સાધેલો મોટા ભાગનો વિકાસ પૂ. ગાંધીજીના વિચારોની જોરદાર અસરની પૂરતી સાબિતી પૂરે છે. ૫ૂ. ગાંધીજીના આદર્શોને મજૂ રોની રહે ણીકરણી અને જીવનમાં ઉતારવાની જવાબદારી જ ે કાર્યકર્તાઓ માથે લે છે, તેમને કેટલીક મુશ્કેલીઓ પણ હોય છે. તેમને એક એવા સમૂહ વચ્ચે કામ કરવાનું હોય છે, જ ે દિવસે દિવસે વધતો જાય છે; અને જ ેમાં મોટે ભાગે વ્યક્તિઓ હં મેશાં બદલાતી જતી હોય છે. તેમની સમક્ષ આવતા પ્રશ્નો અંગે તેઓ પૂરતું ધ્યાન આપી શક્યા નથી. વળી વારં વાર બદલાતી જતી રાજકીય પરિસ્થિતિને લઈને એકધારું કામ કરવાનું પણ તેમને માટે મુશ્કેલ બને છે. ઉપરનાં કારણોને લઈને અમદાવાદમાં જ ે કંઈ મજૂ રકાર્ય થઈ રહ્યું છે, તે પણ, પૂ. ગાંધીજીના મજૂ ર ચળવળ અંગેના ક્રાંતિકારી વિચારો પ્રમાણે જ ે કામ થવું જોઈએ તેના પ્રમાણમાં, ઘણું ઓછુ ં છે. અમદાવાદનું કામ સારું દેખાય છે, કેમ કે બીજાં કેન્દ્રોમાં મજૂ ર તદ્દન અવ્યવસ્થિત હાલતમાં છે અને કશું કરી શકતા નથી. ચોમેર અંધકાર ફે લાયેલો છે તેને લઈને જ અમદાવાદનું કામ ઊજળું દેખાય છે. અમદાવાદ મજૂ ર મહાજન સંઘના અત્યારે લગભગ ૫૫,૦૦૦ સભ્યો છે. એટલે કે મહાજનમાં જોડાઈ શકે તેવા મજૂ રો પૈકી અર્ધા કરતાં વધારે મજૂ રો મહાજનના સભાસદ છે. અમદાવાદના મજૂ ર મહાજનની નીતિ અને દોરવણી નીચે ચાલતાં બીજાં મહાજનોને ગણીએ તો સભાસદોની સંખ્યા ૭૫,૦૦૦ કરતાં વધારે થાય છે. આ ગણતરીમાં એવા [ એપ્રિલ-મે ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ
સભાસદોનો જ સમાવેશ થાય છે, કે જ ેઓ દર પગારે નિયમિત રીતે મહાજનનું લવાજમ ભરે છે અને તેથી ઉપરના આંકડાની સરખામણીમાં દેશનાં બીજાં મજૂ ર મહાજનો પોતાના સભાસદોના જ ે આંકડા પ્રસિદ્ધ કરે છે તેની સાથે થઈ શકે નહીં. સંઘની વાર્ષિક લવાજમની આવક લગભગ રૂા. ૨,૭૫,૦૦૦ છે, જ ે પૈકી અમદાવાદ મજૂ ર મહાજન સંઘની વાર્ષિક આવક રૂ. ૨,૩૦,૦૦૦ છે. મુંબઈ ઇલાકાનાં આ સિવાયનાં બીજાં રજિસ્ટર્ડ થયેલાં ૭૨ મહાજનોની સને ૧૯૪૦૪૧ની કુ લ વાર્ષિક આવક રૂ. ૨,૫૦,૦૦૦ જ હતી, એ હકીકત ધ્યાનમાં લઈએ ત્યારે મજૂ ર મહાજનનું સ્થાન સહે જ ે ખ્યાલમાં આવી શકે છે. વળી આ સંસ્થા મજૂ રોની રોજ-બ-રોજની તકલીફો અંગે કેટલું કામ કરે છે અને તેમાં કેટલી સફળતા મેળવે છે, એ હકીકત મહાજનમાં નોંધાતી ફરિયાદો અને તેના નિકાલના આંકડા ઉપરથી સહે જ ે સમજી શકાય એમ છે. ૧૯૪૦-૪૧ દરમિયાન મહાજનને દફતરે મજૂ રોએ ૬૫૦૦ ફરિયાદો નોંધાવી હતી, તેમાંથી ૭૫ ટકા ફરિયાદોનો સંપૂર્ણ અંશે કે ઓછેવત્તે અંશે સફળ નિકાલ આવ્યો હતો. આ ઉપરાંત મજૂ રકાયદાઓ અને તેમાંયે ખાસ કરીને સુવાવડની મદદ અંગેના કાયદા અને અકસ્માતના કાયદાનો પૂરેપૂરો લાભ કારીગરોને મળે તે માટે પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે. માલિકો સાથેની વાટાઘાટો સમૂહગત કરારોના ધોરણે થાય છે. બધા માલિકોએ અને તેમના મંડળે મજૂ ર મહાજન સંઘને મજૂ રોનો અવાજ રજૂ કરનાર સંસ્થા તરીકે સ્વીકારી છે. એ ઉપરાંત મુંબઈ પ્રાંતના ઔદ્યોગિક ઝઘડાના કાયદા મુજબ એ સંસ્થા પ્રતિનિધિત્વ ધરાવતા મહાજનનો ે ા દરજ્જો ભોગવે છે. મજૂ રો અને તેમણે ચૂંટલ પ્રતિનિધિઓ મિલોમાં અધિકારીઓને છૂટથી અને નિર્ભયપણે મળે છે. મજૂ ર મહાજન સંઘના બંધારણ મુજબ પંચનો સ્વીકાર ન થાય તો હડતાળનું હથિયાર વાપરવાની જોગવાઈ છે. આ હથિયારનો ઉપયોગ ઘણી વખત કરવો પડ્યો છે, અને મોટા ભાગના પ્રસંગોમાં તેમાં
नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ-મે ૨૦૨૦]
મજૂરોની માગણીના ગુણદોષનો વિચાર કર્યા વિના તેમની કેવળ વકીલાત કર્યે જવી એથી પૂ. ગાંધીજી વિરુદ્ધ છે. રાજકીય કે બીજા કેઈ હેતુ માટે મજૂરોનો પ્યાદા તરીકે ઉપયોગ કરવાની નીતિના પૂ. ગાંધીજી કટ્ટર વિરોધી છે. મજૂર જે કોઈ પગલું ભરે, તે તેમાં રહેલાં જોખમો અને હિતો સંબંધી પૂરેપૂરી જાણકારી રાખીને ભરે, એમ પૂ. ગાંધીજી ઇચ્છે છે
સફળતા મળી છે. દરે ક વેળા લડત દરમિયાન સંપૂર્ણ શાંતિ જળવાઈ હતી. અમદાવાદની મિલોની કામગીરીની સ્થિતિમાં હજી ઘણા સુધારા માટે અવકાશ છે, અને મજૂ રોના પગારનું ધોરણ પણ હજી જીવનનિર્વાહ માટે જરૂરી ગણાય તે કરતાં નીચે છે; તેમ છતાં બીજાં મથકોની સરખામણીમાં અમદાવાદમાં જ ે સુધારા થયા છે તે નોંધપાત્ર છે. અમદાવાદના ઉદ્યોગમાં પગારનું જ ે ધોરણ અમલમાં છે તે દેશના બીજા કોઈ પણ ઔદ્યોગિક મથકમાં તે પ્રકારના કામ માટે મળતા પગાર કરતાં ઊંચું છે. મુંબઈના મજૂ રો પગારની બાબતમાં એક વેળા ૨૦ ટકા જ ેટલી સરસાઈ ભોગવતા હતા, પણ અત્યારે અમદાવાદના મજૂ રોનો પગાર મુંબઈ કરતાં ૧૦ ટકા વધુ છે. અમદાવાદના મજૂ રોએ જ ે મોંઘવારી ભથ્થું મેળવ્યું, તે, દેશમાં કોઈ પણ મજૂ રને મળ્યું તે કરતાં વધુ છે. જીવનનિર્વાહના ખર્ચની વધઘટ પ્રમાણે તે આપોઆપ નક્કી થાય છે અને વધુમાં વધુ ૧૯૪૩ના ડિસેમ્બર માસમાં ૭૭ રૂપિયા જ ેટલું માસિક મોંઘવારી ભથ્થું મજૂ રોને મળ્યું હતું. ઉદ્યોગના મોટા ભાગના ધંધાઓ માટે પગારના દરો મુકરર કરવામાં આવ્યા છે. મિલ બહારના મજૂ રના જીવનનાં વિધવિધ અંગો સંબંધમાં પણ મજૂ ર મહાજન સંઘ રસ લે છે. મકાનમાલિક, વેપારી, મ્યુનિસિપાલિટી કે સરકારી તંત્ર અંગેના પોતાના વ્યવહારો સંબંધી મજૂ ર સંઘની 125
સલાહ અને મદદ મળવાની મજૂ રને ખાતરી હોય છે. મજૂ રોના સામાજિક ઉદ્ધારની પ્રવૃત્તિઓ સંઘની પ્રવૃત્તિઓમાં અગત્યનો ભાગ ભજવે છે. મજૂ ર મહાજન સંઘના સમાજસુધારા વિભાગ તરફથી નિશાળો, છાત્રાલયો, બાલગૃહ, અક્ષરજ્ઞાનના વર્ગો, પુસ્તકાલયો, આનંદપ્રમોદ માટેનાં કેન્દ્રો, એક ઇસ્પિતાલ અને સેવિંગ બૅન્ક ચલાવવામાં આવે છે. પોતાના સભ્યો માટે સંઘ ‘મજૂ ર સંદેશ’ નામનું પત્ર પ્રસિદ્ધ કરે છે, અને તેની ર૭,૦૦૦ જ ેટલી નકલો કાઢવામાં આવે છે. સંઘનું પોતાનું મુદ્રણાલય અને ખાદીહાટ પણ છે. સને ૧૯૪૩-૪૪ના વર્ષમાં મજૂ ર મહાજન સંઘે સમાજસુધારાની પ્રવૃત્તિઓ અંગે રૂ. ૮૬,૦૦૦ ખર્ચ્યા હતા. છેલ્લાં ૨૫ વર્ષમાં આ પ્રવૃત્તિ પાછળ લગભગ ૧૪ લાખ રૂપિયા ખર્ચાયા છે. મુંબઈ ધારાસભામાં મજૂ ર મહાજન સંઘને બે બેઠકો મળી છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં મજૂ ર વર્ગના ૧૮ સભાસદો છે અને તેઓ મ્યુનિસિપલ મહાસભા પક્ષમાં જોડાયેલા છે. અમદાવાદના મજૂ રોએ દુઃખીઓની રાહત માટેની અપીલને હં મેશાં સુંદર જવાબ વાળ્યો છે. બધાં ફં ડમાં અત્યાર સુધીનો તેમનો ફાળો રૂ. ૩ લાખ થયો છે, જ ેમાં બંગાળ દુષ્કાળનિવારણ ફં ડમાં આપેલા રૂ. ૭૩,૦૦૦નો સમાવેશ થાય છે. ૫ૂ. કસ્તૂરબા સ્મારક ફં ડમાં તેમણે રૂપિયા એક લાખ ઉપરાંતની રકમ એકઠી કરી છે. અમદાવાદના મજૂ રોએ મહાસભાએ ઉપાડેલી દરે ક લડતમાં સક્રિય ભાગ લીધો છે અને ઘણા મજૂ રોએ જ ેલ અને વિટંબણાઓ પણ વેઠી છે. સને ૧૯૪૨ના ઑગસ્ટની ૯મી તારીખે મહાત્માજી અને કારોબારી કમિટીના બીજા સભાસદોની ગિરફતારી અને અટકાયત સામેના
વિરોધ તરીકે અમદાવાદના કાપડસૂતરના ઉદ્યોગમાં કામ કરતા સમસ્ત મજૂ રોએ સમાચાર મળતાં થોડા કલાકમાં જ આપોઆપ સ્વેચ્છાએ કામ છોડી દીધું હતું, અને કોઈની પાસેથી કશી આર્થિક કે અન્ય પ્રકારની મદદ લીધા વિના ૧૦૫ દિવસ સુધી હડતાળ ચાલુ રાખી હતી. પૂ. મહાત્મા ગાંધીજી જ ેના એક સભ્ય છે તે મહાજનની સલાહકાર સમિતિ, મહાજનના અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓની આ વિવિધ પ્રવૃત્તિઓના સંચાલનમાં અમદાવાદના મજૂ ર વર્ગને હં મેશાં મદદ મળી છે. જોકે આ બધા કંઈ કારીગરો નથી. સંઘનું કામકાજ સંપૂર્ણ લોકશાહી તંત્રની રીતે, મજૂ રોમાંથી ે ા પ્રતિનિધિઓનાં મંડળો અને તેમણે પોતે ચૂંટલ કમિટીઓ મારફત ચાલે છે. પૂ. મહાત્માજીએ ‘રચનાત્મક કાર્યક્રમ—એનો અર્થ અને કાર્યપ્રદેશ’ નામની પુસ્તિકામાં મજૂ રપ્રશ્ન અંગે ચર્ચા કરતાં આપેલ લખાણ, ઉપરની હકીકતો વધુ સ્પષ્ટ રીતે સમજવામાં સહાયભૂત થશે. “જો મારું ચાલે તો હં ુ હિં દની બધી મજૂ ર સંસ્થાઓ અમદાવાદના ધોરણ પ્રમાણે ચલાવું. એ સંસ્થાએ કદી ટ્રેડ યુનિયન કૉંગ્રેસ સાથે અથડામણ કરવા પ્રયત્ન કર્યો નથી અને તેનાથી અલિપ્ત રહી છે. મને આશા છે કે એવો સમય આવશે, જ્યારે ટ્રેડ યુનિયન કૉંગ્રેસ માટે અમદાવાદની કાર્યપદ્ધતિ સ્વીકારવાનું શક્ય થાય અને અમદાવાદની સંસ્થા પણ અખિલ હિં દ મજૂ ર મહાસભામાં સામેલ હોય—પણ મને તેની કશી ઉતાવળ નથી. યથાકાળે એ થવાનું જ.” [ગાંધીજી : તેમનું જીવન અને કાર્ય પુસ્તકમાંથી] o
126
[ એપ્રિલ-મે ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ
કામદારોની સભામાં ગાંધીજીનું ભાષણ મો. ક. ગાંધી
અહીં હાજર રહે લા ભાઈઓ અને બહે નો, હં ુ કહીશ
કે દુનિયામાં તમારું આવ્યું સાર્થક કરી તમે ચાલ્યા જવા ઇચ્છતાં હો તો તમારા દરે ક કાર્યની અંદર ઈશ્વરને સાક્ષી રાખજો. દરે ક કાર્ય કરતાં પહે લાં તમારી જાતને પૂછો કે આ કાર્ય ઈશ્વરને ગમે એવું છે કે નહીં? જો એને ગમે એવું એ કાર્ય નથી એવો તમને જવાબ મળે તો તેનો તમે ત્યાગ કરશો. જ ે મજૂ રોએ પોતાની સ્થિતિમાં સારા બનવું હોય, પોતાના શેઠની પ્રીતિ સંપાદન કરવી હોય તો તેમણે પ્રમાણિક બનવું જોઈએ, પોતાનાં વ્યસનોને છોડવાં જોઈએ, ઉદ્યોગી બનવું જોઈએ એટલે કે મહે નતુ થવું જોઈએ, આવડત રાખવી જોઈએ અને વિવેક વાપરવો જોઈએ. વિવેક એટલે હુકમ ઉઠાવતાં આવડવું જોઈએ, અદબથી બોલતાં આવડવું જોઈએ. અદબ રાખવી એટલે શેઠની સાથે રાખવી એટલું જ નહીં, પણ દરે કની જોડે બોલતાં અદબ રાખવી જોઈએ. શેઠને પોતાને નમીએ, સલામ કરીએ અને એ જ શેઠ ે નીમેલા ઉપરીનું અપમાન કરીએ એ વિનય ન કહે વાય. એક શેઠિયાએ મને કહ્યું હતું કે અમારી મિલમાં સ્પીનરો એ વાદ લઈને બેઠા છે કે અમુક હે ડ જોબરને કાઢી નાખો તો પછી જ અમે કામે ચઢી શકીએ. એના કામે નહીં ચઢનાર મજૂ રોને હં ુ પૂછવા ઇચ્છું છુ ,ં કે એવો વિચાર જ્યારે તમે કર્યો ત્યારે તમે પરમેશ્વરને તમારો સાક્ષી રાખ્યો હતો કે? આપણે હવે તો એવો ઠરાવ થઈ ચૂકેલો છે, કે હવે પછી કોઈ પણ કારણસર આપણે હડતાળ પાડીને નથી બેસવું તેને બદલે હવે આપણને બીજુ ં હથિયાર, હડતાળથી ઘણું જ સુંદર હથિયાર હાથ લાગ્યું છે. આપણે કંઈ કારણથી કચવાયા હોઈએ, અને શેઠની પાસે વિવેકથી વાત કરતાં પણ કંઈ દાદ ન મળે, આપણને સંતોષ ન થાય ત્યારે આપણે ઍસોસિયેશન પાસે જવું જોઈએ અને ત્યાંથી પણ સંતોષ ન મળે ત્યારે પંચ પાસેથી દાદ મેળવવી જોઈએ.
नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૨૦]
એ પંચ અત્યારે તમારી સમક્ષ બેઠા છે. માલિકોની તરફથી મંગલદાસ શેઠ નિમાયા છે અને મજૂ રોની તરફથી પૂ, અનસૂયાબહે ન, ભાઈ શંકરલાલની ઇચ્છાથી અને મારી પોતાની કબૂલાતથી હં ુ નિમાયો છુ .ં એક વર્ષ સુધીમાં જ ે કંઈ તકરાર થવા પામે તેના કારણને ફેં સલો આ પંચે કરવાનો છે. એ પંચ જ્યાં સુધી છે ત્યાં સુધી હડતાળ પાડી જ ન શકાય. કેટલેક ઠેકાણેથી હજી તકરાર આવે છે કે કેટલીક મિલના મજૂ રો હજી કામે નથી ચઢ્યા. એ વાત સાંભળી ત્યારે મને શરમ થઈ અને આ સભાનું શું પ્રયોજન એમ મને લાગ્યું. પરં તુ ઘણા મજૂ ર કામે ચડી ગયા છે અને એ ઘણાઓને ખાતર હં ુ આજ ે અહીં આવેલો છુ .ં જ ેઓ કામે ચડી ગયેલા છે તેમને હં ુ વિનવું છુ ,ં કે જ ેઓ કામે નથી ચડ્યા તેમને ચડી જવા તેઓ મનાવશે. પણ તેમાં કોઈની ઉપર બળાત્કાર કરવાનો નથી, કોઈને ગાળ કે ટુકં ારો સરખો કહે વાનો નથી, લાકડી વાપરવાની નથી. માત્ર તમારે તેમને વિનવવું, તેમને પગે પડવું, પાઘડી ઉતારવી, દલીલ કરવી અને કહે વું કે આ તમારો ધર્મ છે. મહાજનના સભાસદો હોય એવા માણસે જ ે તોછડાઈ–ઉદ્ધતાઈ વાપરે અને મિલમાં ન જતાં હોય તો તેમને મહાજનમાં રહે વાનો, અધિકાર જ નથી. એટલે મારી સહુ ભાઈઓને વિનંતી છે કે જ ેઓ કામે નથી ચડ્યા તેમણે કાલે જ કામ ઉપર હાજર થઈ જવું તેમ થાય તો જ આ મોટી સભા શોભે. મંગલદાસ શેઠની સમક્ષ હં ુ શેઠિયાઓને કહં ુ છુ ,ં વિનંતી કરું છુ ,ં મજૂ રના પ્રતિનિધિ તરીકે હં ુ હાથ જોડીને તેમને વિનવી જ શકું, કે તમે મજૂ રોની સાથે ઉદારતાથી વરતજો, તમે મજૂ રોની ઉપર મીઠી નજર રાખજો. મેં તો મજૂ રોની વતી કબૂલી લીધું છે કે મજૂ ર જ ે ગેરવર્તણૂક કરે , તમારો કંઈ ગુનો કરે તમે એમને કાઢી મૂકજો. તેમાં હં ુ વચ્ચે નથી પડવાનો. પણ તમને મારી એટલી વિનંતી છે કે માણસો ઉપર 127
તમે રહે મ રાખજો, કોઈ મોટો હોય — જરા અગ્રેસર હોય માટે એને કાઢી નહીં મૂકજો. મંગલદાસ શેઠ ે મને કહ્યું છે કે મારે મજૂ રનો એક પૈસો પણ નથી જોઈતો, મજૂ રોના પૈસા લઈને અમે કરોડ (નિસાસા) નથી લેવાના. તેમને રૂપિયો આપીને અમે રાજી થઈશું, તેમનો પૈસા લઈને નહીં. તેમણે મને આમ અનેક વાર કહે લું છે મજૂ રો અને માલિકોની વચ્ચે હવે પગારમાં તકરાર નહીં રહે . મંગલદાસ શેઠ ે કહ્યું છે કે મજૂ રો જો મારી ઉપર સવાર થઈ આવે તો કેમ કંઈ આપી શકાય? તેઓ ભાઈબંધીથી નોકર થઈને આવે તો રૂપિયો આપી શકાય. મેં કહ્યું કે સિરજોરીથી જો કોઈ તમારી પાસે લેવા આવે તો જરૂર તેને કંઈ પણ નહીં આપજો. વિનયપૂર્વક પણ મજૂ રથી પોતાના અધિકારથી વધારે માગી ન શકાય. જો મજૂ રો તરફથી વિનય અને ન્યાયનો ઉપયોગ થાય અને શેઠિયાઓ તરફથી ઉદારતા અને ન્યાયનો ઉપયોગ થાય તો તમારે પૂ. અનસૂયાબહે નનું પણ કંઈ કામ નથી પડવાનું. ભાઈ શંકરલાલનું પણ કંઈ કામ નથી પડવાનું. અને મારું પણ કશું કામ નથી પડવાનું. આજ ે ઍસોસિયેશનમાં દરે ક મિલના શેઠિયાઓ બેઠા હતા અને બીજાં ખાતાંના ભાવ તપાસતા હતા. બધી મિલોના પ્રતિનિધિઓ હાજર હતા. તેમણે ભાવો ઉદારતાથી મૂક્યા છે. હં ુ એમ નથી કહે તો કે એ પંચનો ઠરાવ છે. તેમ હોય તે કેવળ ઇનસાફ જ મળ્યો એમ કહે વાય. આની કિંમત પંચના ઠરાવ કરતાં પણ વધારે છે. શેઠિયાઓને લાગ્યું કે ત્રાંસલ ખાતાના મજૂ રોને જો વધારો આપીએ તો બીજા ખાતાના મજૂ રોનો શો વાંક? તેઓ પણ માગવા આવે અને પછી આપીએ એના કરતાં પહે લેથી જ આપીએ એમાં મોટાઈ રહે લી છે, ઉદારતા રહે લી છે. આ ભાવો પંચે નથી માંડલ ે ા પણ જ ે ભાવો માંડ્યા હતા તેનાથી વધારે છે અને તે શેઠિયાઓએ પોતાની રાજીખુશીથી માંડલ ે ા છે તેને આપણે રાજીખુશીથી સ્વીકારવા જોઈએ, એટલું જ નહીં પણ ઉપકારની સાથે સ્વીકારવા જોઈએ. બ્લોરૂમ, કાર્ડરૂમ, ટોપલાવાળા, લારીવાળા, 128
મજૂરો તરફથી વિનય અને ન્યાયનો ઉપયોગ થાય અને શેઠિયાઓ તરફથી ઉદારતા અને ન્યાયનો ઉપયોગ થાય તો તમારે પૂ. અનસૂયાબહેનનું પણ કંઈ કામ નથી પડવાનું. ભાઈ શંકરલાલનું પણ કંઈ કામ નથી પડવાનું. અને મારું પણ કશું કામ નથી પડવાનું
સાઇઝર્સ, ફોલ્ડર્સ, સાઇઝર, તેલવાળા વગેરે ખાતામાં તે કાયમ વધારો નથી અપાયેલો પણ તેમને જ ે પ્રથમ વધારો મળેલો, ભાઈ અંબાલાલનો સહીવાળો, છે, એટલે કે એમને ૨૫ ટકાનો વધારો છે — દરે કને માટે ૧૦ કલાકનો રોજ તો છે જ. ફૅ મર્સના ૩૫ ટકાના વધારીને ૪૦ ટકા કરી આપવામાં આવ્યા છે ને તેમને બોનસ પણ જ ેવી રીતે ત્રાંસલ ખાતાંના કામદારોને બોનસ અપાય છે તેવી જ રીતે આપવામાં આવશે. આ બાબતમાં ફ્રૅમર્સને છાંટાભાર વાત કરવાપણું રહે તું નથી. ઉદારતાથી શેઠિયાઓએ તેમને આપેલું છે. વીવર્સ, વૉર્પર્સને માટે ૨૦ ને બદલે ૨૫ ટકા લખ્યું હતું તે વધારીને ૩૩૧/૩ ટકા કરી આપવામાં આવ્યા છે. વાઇન્ડર્સને આજના ભાવ ઉપર ૪૦ ટકાનો વધારો મળશે–એટલે રૂ. ૧) થી વધારે થવા જશે. બધા ભાવો સરસ છે. આજ છે તેને કરતાં વધારે છે એ તો સહુ કબૂલ કરશે જ. દરે કને રપથી ૪૦ ટકા સુધીમાં મળે છે. આ ભાવોને દરે ક જણ વધાવી લેશે, ઈશ્વરનો પાડ માનશે અને શેઠિયાઓને ઉપકાર માનશે એવી મને ઉમેદ છે. મેં સાંભળેલું કે સાળખાતાના મજૂ ર ભાઈઓના મનમાં હજુ અસંતોષ રહી ગયો છે. આ બાબતમાં હં ુ ઊંડો ઉતરી નથી શક્યો — મને વખત નથી મળ્યો. શેઠિયાઓએ એ વિશે વિચાર ખૂબ કર્યો છે. તેમનો [ એપ્રિલ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ
વિચાર એમ થયો છે કે હડતાળના દિવસોનું માગવું ન જોઈએ. સાળખાતાવાળાઓની વાત મેં એમની પાસે મૂકી છે. શેઠિયાઓનું કહે વું છે, કે મજૂ રોને આટલો વધારો અમારી મેળે જ આપ્યો છે, તો પછી જ ે ધારો અમે હં મેશને માટે દાખલ કરવા ઇચ્છીએ છીએ તેમાં સાળખાતાના કામદારોએ વચ્ચે ન પડવું જોઈએ. હં ુ સાળ ખાતાના મજૂ રોને વિનંતી કરું છુ ,ં કે મને તમારા શેઠ-નોકર વચ્ચેના ન્યાયની ખબર નથી તોપણ જ્યારે શેઠિયાઓએ આટલું કર્યું છે ત્યારે તમે હવે તેમને તાબે રહે વા માગો છો કે નહીં? તમારી કસોટી લેવા શેઠિયાઓએ એમ કરતા હોય તોપણ તમારે તો તાબામાં રહે વું એ જ સારું છે. તમે કહ્યું હતું તેમ મિલના મૅનેજરોએ હાજરી પૂરતાં કહે લું હોય કે પગાર મળશે તોપણ હં ુ કહં ુ છુ ં કે આ વાતમાં આપણાથી હઠ પકડી ન શકાય. મારી બીજી સલાહ એ છે કે એ બાબતમાં પણ આપણે ન્યાય માગી શકીએ. પણ એનો રસ્તો હડતાળ નથી. કેટલાક હજુ કામે નથી ચઢતા એ મજૂ રોને શોભતું નથી. આપણી વચ્ચે માટે ન્યાય ચુકાદો થઈ ગયો છે. હડતાળ કદાપિ નહીં પાડવી. કંઈ તકરાર હોય તો તે પ્રથમ ઍસોસિયેશન પાસે લઈ જવી, ત્યાં કામ ન થાય તો પછી પંચ પાસે તકરાર મૂકવી. કાયદો હાથમાં લઈને આપણાથી એમ કહી ન શકાય કે અમે કામે નથી ચડતા. જ ેઓ હજુ હડતાળ પાડી રહ્યા હોય તેઓ કાલથી જ કામે ચડી જજો. તમે શેઠિયાઓ પાસે અરજીઓ કરે , તેમનો ગેરઇન્સાફ લાગે તો પંચ માગો પણ તમારાથી એક કલાક પણ કામ રોકી નહીં શકાય. આ વસ્તુને તમે બધા વળગી જ રહે શો એવી મારી ઉમેદ છે. હડતાળ શેઠિયાઓ નથી પાડી શકતા. હડતાળ પાડવી પડે છે ત્યારે તમારે મજૂ રોને જ પાડવી પડે છે. એટલે તમને નકામો ગેરફાયદો ન થાય, મીઠાશ રહ્યા કરે માટે જ શેઠિયાઓએ પંચનું તત્ત્વ કબૂલ્યું છે. એ તત્ત્વને તેઓ એકલા જ જો કબૂલ કરે તો
नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૨૦]
પછી મજૂ રોએ શું કર્યું? હં ુ સાળખાતાના મજૂ રોને વિનવું છુ ં કે તમારી જ ે માગણી હોય તે વિનયપૂર્વક તમે રજૂ કરજો અને તેમ કરીને કામે ચડી જજો. તેમ કરશો તો શેઠિયાઓને થશે કે જો મજૂ રો આટલી બધી સારમાણસાઈ બતાવે છે તો તે આપીએ જ. આપણાથી સિરજોરી-દબાણ ન થઈ શકે, દબાણ કરીને મેળવી શકાય એવું જો કોઈ માનતું હોય તો તેની ભારે ભૂલ છે. હં ુ માલિકો સમક્ષ કહે વાને ઇચ્છું છુ ં કે જ ે વખતે મજૂ રોનો અન્યાય હં ુ જોઉં તે વખતે મજૂ રોને તો હં ુ મદદ ન જ કરું, પણ ઊલટો શેઠિયાઓને જ મદદ કરું. મારો પોતાનો જ ધર્મ એ છે કે જ્યાં જ્યાં અન્યાય જોઉં ત્યાં તેની સામે થવું... જો મજૂ રો શેઠિયાઓ સામે અન્યાય કરશે, તો જ ેમ હં ુ સરકારની સામે થઈ શકું છુ .ં શેઠિયાઓની સામે થઈ શકું છુ ં તેમ મજૂ રોની સામે પણ થઈ શકીશ. આજ જો હં ુ તમારી પાસેથી લાંચ લઉં, તમે મારા વખાણ કરો, હારતોરા ચઢાવો એ પણ એક જાતની લાંચ જ છે, તેમ છેતરાઈને ફુલાઈ જઉં તો કાલે મંગલદાસ શેઠ પાસેથી એ લાંચ લેતાં શીખીશ. મારી કિંમત હં ુ ન્યાય જોખાવી શકું ત્યાં સુધી જ રહે શે, જો તમે અન્યાય કરો તો મારે તમારી સામે થઈને ન્યાય જોખાવવો પડે. હં ુ આ દુનિયામાં કોઈની સામે થતો નથી. હં ુ નથી શેઠિયાઓની સામે થતો, નથી મજૂ રોની સામે કદી થવાનો પણ એ બંનેના અન્યાયની સામે હં ુ જરૂર થાઉં. આપણે ઈશ્વરનું નામ લઈને આ શુભ કાર્ય શરૂ કર્યું છે તો પણ કેવળ ન્યાયને સારુ. ફરી પાછો હં ુ મંગલદાસ શેઠને મિલમાલિકોના અગ્રેસર તરીકે, ઍસોસિયેશનના પ્રમુખ તરીકે, વૈષ્ણવ ધર્મના એક મોટા માણસ તરીકે કહે વા ઇચ્છું છુ ,ં કે તમે જ ે મજૂ રોને પૂરેપૂરા તાબામાં લેવા ઇચ્છતા હો તો હમેશાં ઈશ્વરને દરમિયાન રાખીને ન્યાય આપજો. તેમની ઉપર મીઠી નજરે જોજો. પોતાનાં છોકરાંઓ પ્રત્યે જ ેટલી પ્રીતિ રાખો છો તેટલી જ મજૂ રો પ્રત્યે પણ પ્રીતિ રાખજો. એમ કરશો તો હં ુ ખાતરી દેવા ઇચ્છું છુ ં કે તેઓ બેવફાદાર નહીં થાય. આ ઝાડની નીચે બેસીને આપણે ઘણાં કામો કર્યાં 129
છે. આ ઝાડની નીચે આપણે પરમેશ્વરને દરમ્યાન રાખીને કામ શરૂ કર્યું છે તે કામ હવે તમે પૂરું કરજો. એ જ ઝાડની નીચે હં ુ તમને કહે વા ઇચ્છું છુ ં કે આપણું કામ પૂરું નથી થયું. હજુ તો એ શરૂ થયું છે. જ્યાં સુધી તમોએ શેઠિયાઓનું પ્રમાણપત્ર – સર્ટિફિકેટ મેળવ્યું નથી ત્યાં સુધી તમારું કામ પૂર્ણ નથી થયું. મારું કામ પૂર્ણ નથી થયું. પૂ. બહે ન કે ભાઈ શંકરલાલનું કામ પૂરું નથી થયું. તમે જ ે ફૂલોના હાર અમને ચઢાવ્યા તે ફૂલોની કિંમત નથી, તમારા કામની કીમત છ.ે જ ે પ્રભુનું આજના કાર્યની શરૂઆતમાં સ્મરણ કર્યું તે જ પ્રભુનું સ્મરણ કરીને હં ુ મારું બોલવું બંધ કરીશ. ત્રાંસલ ખાતાના કામદારોએ થોડા પૈસા ઉઘરાણું કરીને એકઠા કર્યા છે અને કોઈ પણ સારા કામમાં વાપરવા મને આપે છે. પૈસા તો હં ુ બધેથી, લેતો રહ્યો છુ ,ં પણ બીજાં સારાં કાર્યોને માટે તો હં ુ મંગલદાસ શેઠ જ ેવાની પાસે મારો હાથ લંબાવું છુ ં અને હજી પણ લંબાવીશ પણ આટલા ભાવની સાથે જ ે પૈસા તમે આપો છો, એને હં ુ ઇનકાર નહીં જ કરું. તમારા પૈસા હં ુ પૂ. બહે નને આપવાનો છુ .ં તેનો
જ્યાં જ્યાં અન્યાય જોઉં ત્યાં તેની સામે થવું... જો મજૂરો શેઠિયાઓ સામે અન્યાય કરશે, તો જેમ હું સરકારની સામે થઈ શકું છું. શેઠિયાઓની સામે થઈ શકું છું તેમ મજૂરોની સામે પણ થઈ શકીશ
તેઓ મજૂ રોની ઉન્નતિને અર્થે ઉપયોગ કરશે. મુખ્યત્વે કરીને તેમને દારૂના વ્યસનમાંથી છોડાવવામાં તેનો ઉપયોગ થશે, બીજો ઉપયોગ મજૂ રોનાં બાળકોને ભણાવવામાં, બાળકોને દૂધ મળતું ન હોય તો તેમને દૂધ આપવામાં થશે. તમે કેટલા પૈસા લાવ્યા છે એ મને ખબર નથી, પણ તમારા પ્રેમભાવની નિશાની તરીકે એને સ્વીકારી લઉં છુ ં અને મારા પ્રેમભાવની નિશાની તરીકે મેં કહ્યો તેવો તેનો ઉપયોગ હં ુ કરીશ.” [નવજીવન, ૩૦ મે, ૧૯૨૦] o
હિં દસ્વરાજ મહે નત-મજૂ રીની બાજુ એ જ હોઈ શકે
ઉદ્યોગપતિઓ પાસે ધન છે, બુદ્ધિ છે, જરૂરી શક્તિ — સમજ છે. તે છતાં, તેમને ઉપરથી સરકારી તંત્ર અને તેના પ્રધાનો તથા નાણું શું કામ મદદમાં જાય? સાદું લેખું એ છે કે, જે નિર્બળ છે, સાધન-રહિત છે, તેમને સારુ ચિંતા અને ઊઠવેઠ શોભે. સાચી અને સર્વોદયી રાજ્યનીતિનું સૂત્ર પણ એ જ છે કે, “मा प्रयच्छेश्वरे धनम्।” જે સશક્ત છે તેની પાછળ ધનશક્તિ કે ધ્યાન ખર્ચવાનું ના હોય, કેમ કે તે તો પોતાનું સંભાળી શકશે. પરંતુ આજે દુર્ભાગ્યે એથી ઊલટું જોવા મળે છે. આથી ગરીબ જનતાને જે માનસિક સધિયારાની પતીજ પડવી જોઈએ, તે ન પડે, એ તેની મોટી ખરાબી છે. અને જો જરૂર હોય તો આજે આ વાતની છે કે, ગરીબ પ્રજાને એમ થઈ જાય કે, અમારી ખેતી, અમારી મજૂરી, અમારા નાના નાના ઉદ્યોગધંધા, અમારું સાદું ગ્રામ-અર્થતંત્ર અને ગ્રામ-સુખાકારી — એના ઉદ્ધારમાં સરકાર એકાગ્રપણે લાગી છે તો આપણું ઘણું કામ રાગે આવે. મૂડી અને મજૂરી વચ્ચેની અર્વાચીન આર્થિક જગતની લડાઈમાં હિંદસ્વરાજ મહેનત-મજૂરીની બાજુએ જ હોઈ શકે. — મગનભાઈ દેસાઈ [हरिजनबंधु, ૩૦ ઑક્ટો. ૧૯૫૪] 130
[ એપ્રિલ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ
દસ કલાકની ચળવળ અને મિલમાલિકો શંકરલાલ બૅંકર
મોટા ઉદ્યોગોમાં પડેલા વેપારીઓ ધંધાના રોકાણને
લીધે મજૂ રોનાં સુખદુઃખ તરફ પૂરતું ધ્યાન આપી શકે નહીં. છતાં કેટલાક વિચારશીલ વેપારીઓ ખાસ વખત કાઢીને મજૂ રોની સ્થિતિ તપાસી તેમને બને તેટલી સગવડ કરી આપવાનું લાભદાયક ગણે છે, અને કેટલીક વખતે તો ધર્મબુદ્ધિથી પ્રેરાઈ ગમે તે ભોગે પણ તેમનાં દુઃખ દૂર કરવામાં પોતાની ફરજ જુ એ છે. મિલો જ ેવા મોટા ઉદ્યોગોમાં કામે લાગેલા મજૂ રોનું ખાસ દુઃખ તો કામના વખત સંબંધી હોય છે. અને તે દૂર કરવા તરફ સારા માલિકોનું પ્રથમ લક્ષ ખેંચાય છે. આજથી સિત્તેર વર્ષ ઉપર વિલાયતમાં મિલો જ્યારે ૧૨ કલાક ચાલતી હતી ત્યારે કેટલાક સારા માલિકોએ નુકસાન વગર વખત ઓછો થઈ શકે તો કરવા પ્રયોગો કર્યા હતા. અને તે સંબંધી કાંઈક હકીકત ગયા અંકમાં આપવામાં આવી છે. પરં તુ આમાંના કેટલાકને પોતાની મિલમાં જ વખત ઓછો કરવાથી સંતોષ થયો નહીં. મજૂ રો પાસે અને ખાસ કરીને કાચી વયનાં સ્ત્રી-પુરુષો પાસે રોજ લાંબો વખત કામ કરાવવાથી મજૂ ર વર્ગ તેમજ ઉદ્યોગને પણ નુકસાન થાય છે એવી તેમની ખાતરી થઈ હતી, એટલે તેઓ પાર્લામેન્ટ પાસે જ દસ કલાકનો ધારો કરાવવાની ચળવળમાં જોડાયા તથા તેમાં આગળ પડતો ભાગ લઈ એ ચળવળને ફતેહમંદ કરવામાં ભારે મદદ કરી. એ સંબંધી કેટલીક હકીકત હાલને પ્રસંગે ઉપયોગી હોવાથી અત્રે આપવામાં આવી છે. દસ કલાકથી વધારે વખતની બંધી કરવાની ચળવળમાં વુડ અને વૉકરે જ ે ભાગ ભજવ્યો હતો તેનું વર્ણન તે સમયના એક લેખક સૅમ્યુઅલ કીડે નીચે પ્રમાણે આપ્યું છે : “આ મહાન સુંદર કાર્યમાં સૌથી વિશેષ મદદ આપનારાઓમાં બ્રેડફર્ડની ઊનની મિલના પ્રખ્યાત માલિક વુડ અને વૉકરનાં નામ ગણાવાં જોઈએ. તેમણે આ કાર્યમાં પ્રથમથી જ સતત મદદ કરી છે અને જ્યાં
नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ-મે ૨૦૨૦]
જરૂર જણાઈ ત્યાં અથાગ પરિશ્રમ ઉઠાવ્યો છે... “મિ. વુડ ે પોતાના ઊનનો ધંધો ૧૮૧૨માં શરૂ કર્યો અને પ્રથમથી જ તેણે તેના મજૂ રો પ્રતિ ઉદાર વૃત્તિ રાખી ઉદ્યોગમાં સુધારા કરવા માંડ્યા એટલે દસ-બાર વર્ષમાં તે પોતાના ધંધામાં સુંદર વ્યવસ્થા દાખલ કરી શક્યા... “...મોટા પાયા પર કામ ચાલતા તેવા કારખાનામાં કામ કરતા છોકરાઓ અને કાચી વયના મજૂ રોને ખમવા પડતાં દુઃખો તરફ તેનું ધ્યાન ખેંચાયું અને ૧૮૩૦માં એ દુઃખો એટલાં તો વધી પડ્યાં કે તે દૂર કરવા માટે પ્રયત્ન કરવાની મિ. વુડને જરૂર જણાઈ. તે વખતે ઊનની મિલોને લાંબો વખત કામ કરતી અટકાવવા માટે કોઈ કાયદો ન હતો એટલે કેટલીક મિલો કાચી વયનાં સ્ત્રીપુરૂષો પાસે વરસભર રોજના ૧૪, ૧૬ કે ૧૮ કલાક પણ મજૂ રી કરાવતી. મિ. વુડ તો કદી પણ પોતાની મિલ આટલા લાંબા કલાકો સુધી ચલાવતા નહોતા. છતાં રોજના ૧૧ કે ૧૩ કલાકનું કામ પણ તેને અતિશય લાગ્યું એટલે તેણે પોતાની મિલમાં પુખ્ત વયના મજૂ રો માટે ૧૧ કલાકનો તથા કાચી વયના સ્ત્રીપુરુષો માટે દસ કલાકનો નિયમ કર્યો. “૧૮૩૨થી ૧૮૪૭ સુધી આ મિલ ૧૧ કલાક જ ચલાવવામાં આવતી હતી અને દસ કલાકનો નિયમ નહીં કરવાનું કારણ એટલું જ હતું કે તેમ કરવાથી અસાધારણ લાંબા કલાક ચાલતી બીજી મિલોની હરીફાઈમાં ટકી રહે વું મુશ્કેલીભરે લું થઈ પડે. “પોતાની મિલના મજૂ રોની સ્થિતિ સુધારવાનું મિ. વુડને ધર્મરૂપ લાગ્યું એટલું જ નહીં, પરં તુ વિલાયતના બધાં કારખાનાંઓ માટે યોગ્ય કલાક અને બીજા નિયમો પાર્લામેન્ટ પાસેથી ફરજિયાત કરાવવા માટે અથાગ પરિશ્રમ ઉઠાવવાની તેને જરૂર જણાઈ, અને એ સંબંધમાં તેના મિત્ર મિ. ઓસ્લરને તેણે પોતાના દિલની બધી વાત કરી. 131
“મિ. ઓસ્લરે મિ. વુડ સાથે તેમની મિલની ઑફિસનાં પગથિયાં ઉપર ઊભા રહીને ભૂખ્યા મજૂ ર છોકરાંઓને પહે લેથી તૈયાર કરે લા સુંદર ભોજનગૃહમાં જતાં જોયા હતા તેનું વર્ણન આપતા અમે એમને સાંભળ્યા છે. ભોજન પછી ત્રણ, ચાર, પાંચના ટોળામાં રસપૂર્વક વાત કરતા એ છોકરાંને પાછાં ફરતાં તેઓ જોઈ રહ્યા હતા. તેમાં કેટલાક દોડતા અને કૂ દતા હતા, બીજા બૂમો પાડતા અને ગાતા હતા, અને વખતોવખત હવે પછી આવનારા સારા વખતની આશામાં “અમે દસ કલાકનો ધારો લઈશું, લઈશું, લઈશું.” એમ એકસાથે ગાતા હતા. “આ વખતે મિ. વુડના ચહે રા ઉપર જ ે સંતોષ અને સુખ જણાયાં તે સોનાના ઢગલાથી પણ ન મળે એવાં હતાં. મિ. વુડ દસ કલાકના ધારાની ચળવળમાં કેવળ ધાર્મિક બુદ્ધિથી જોડાયા. તે પછી તેમના ઉપર ધંધાની, મિત્રોની કે રાજદ્વારી પુરુષની અસર રહી નહીં. પોતે ધનવાન હતા પરં તુ એ ધનની પ્રાપ્તિમાં અનેક માણસોને અસહ્ય દુઃખો ખમવાં પડ્યાં હતાં એ વિચારથી તે ધનનું સુખ તેને કલંકિત લાગ્યું અને ભવિષ્યમાં ગમે તે થાય તો પણ સઘળાં મજૂ ર છોકરાઓ માટે કાયદાનું રક્ષણ મેળવવું જ જોઈએ એવો તેમણે હિં મતભર્યો ઠરાવ કર્યો. આ હે તુની સિદ્ધિ અર્થે જરૂર પડે તે ભોગ આપવા તે તૈયાર હતા. સ્વભાવે શરમાતા હોવા છતાં જ્યારે મજૂ ર છોકરાંઓ તેમને બોલાવતા ત્યારે તે ગમે તે તોફાની ટોળામાં જતા — જાહે રમાં બોલવાનું તે ધિક્કારતા તોપણ મજૂ રોના હિત માટે બોલવાની જરૂર જણાતી ત્યારે ગમે તેવી મોટી સભામાં પણ તેમનો અવાજ સંભળાતો. વર્તમાનપત્રોની ચર્ચાથી તે કંટાળતા પરં તુ મજૂ ર છોકરાંઓના રક્ષણ માટે મિલમાલિક તરીકે તેના અભિપ્રાયની જરૂર પડતી ત્યારે તેની કલમ સદા તૈયાર જણાતી... દસ કલાકનો ખરડો પાર્લામેન્ટ પાસે રજૂ થયો ત્યારે મિ. વુડ લંડનમાં હતા અને એ સવાલ વિશે ઉમરાવો તથા આમની સભાના સભાસદોને સલાહ આપતા તથા વિગતો પૂરી પાડતા... “તે ઉદાર દિલના અને છૂટા હાથના હતા અને 132
કારખાનાંઓ સુધારવાની ચળવળ માટે છૂટથી પૈસા વેરતા. આસપાસના બીજા ધનિકો કરતાં ઓછા કલાક મિલ ચલાવવામાં અપાયેલો ભોગ તથા દસ કલાકના ધારાની ચળવળ માટે ખર્ચાયેલી રકમ મળીને એમની પેઢી તરફથી લગભગ પચાસ હજાર પાઉન્ડ એટલે રૂ. ૭,૫૦,૦૦૦ અપાયા હશે એવી અમને ભરોસાદાર ખબર મળી છે.” દસ કલાકના ધારા માટેની ચળવળને સારા મિલમાલિકોનો ટેકો હતો પરં તુ એ સર્વેમાં ખાસ આગળ પડતો ભાગ તો જૉન ફીલ્ડને જ લીધો હતો. એમના સંબંધી સૅમ્યુઅલ કીડ નીચે પ્રમાણે લખે છ.ે “મિ. ફીલ્ડને પોતાની બાપની જ મિલમાં મજૂ ર તરીકે કામ કર્યું હતું એટલે જાતઅનુભવથી જ તે કેટલેક અંશે મજૂ રોનાં દુઃખો જાણતા હતા. તેઓ પોતાના મજૂ રના હિતના ટ્રસ્ટી તરીકે જ વર્તતા અને તેમના સુખ માટે સતત કાળજી રાખતા. મજૂ રો અને માલિકો તરીકે બેવડા અનુભવથી તે બંનેની લાગણીઓ સમજી શકતા... ઉપર ઉપરના દેખાવનો તેને ભારે તિરસ્કાર હતો... વિગતો તપાસી તેઓ સિદ્ધાંતો બાંધતા અને વિચારપૂર્વક બાંધેલા સિદ્ધાંતોને આધારે તે મિલોમાં કામનો વખત ઓછો કરવાની હિમાયત કરતા. વખત ઓછો કરવાથી માલિકો તથા મજૂ રો બંનેને લાભ થશે એવો તેમનો અનુભવ અને વખત ઓછો કર્યા વગર મિલઉદ્યોગની ફતેહ અશક્ય છે એવી તેમની દૃઢ માન્યતા હતી. એ બાબતમાં ધારાસભાના દખલ વગર મિલમાલિકો અને મજૂ રોએ માંહોમાંહે સમજૂતી કરી એકત્ર પ્રયાસથી પોતાની મેળે વખત ઓછો કરવો જ જોઈએ... ...પરં તુ સમાજ પોતાનું કામ ન કરે તો વચ્ચે પડવાની સરકારની ફરજ છે એમ તેઓ આગ્રહપૂર્વક કહે તા.” મિ. ફીલ્ડન પોતે આમની સભાના સભાસદ હતા અને ૧૮૪૭ના દસ કલાકના ધારાનો છેવટનો ખરડો પાર્લામેન્ટમાં રજૂ કરી પસાર કરાવવાનું કામ તેમને જ સોંપવામાં આવ્યું હતું અને તેમાં તેમણે સંપૂર્ણ ફતેહ મેળવી હતી. ઉપરની હકીકત આજ ે આગળ વધેલા દેશોમાં [ એપ્રિલ-મે ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ
કોઈ ક્વચિત જ સંભારે , પણ આપણા દેશ માટે તે અગત્યની છે કારણ કે આપણી હાલની સ્થિતિ ૭૦ વરસ ઉપરના વિલાયત જ ેવી જ છે. તે સમયે વિલાયતમાં માલિકો મોટે ભાગે વખત ઓછો કરવાની વિરુદ્ધ હતા, મજૂ રોનું બળ જામ્યું નહોતું, પ્રજા બેદરકાર હતી અને સરકારે ઉદ્યોગની વચમાં ન પડવું જોઈએ એ સિદ્ધાંત તે સમયના પંકાયેલા અર્થશાસ્ત્રીઓએ બાંધી દીધેલો હોવાથી સરકાર પણ યોગ્ય પગલાં લેવા અચકાતી હતી. આપણે ત્યાં પણ આજ ે મજૂ રોનાં સુખ, સગવડ સાચવવાના લાભ મિલોમાં સમજાયા નથી, મજૂ ર વર્ગ હજી અજ્ઞાન છે અને પોતાની
અગત્યની જરૂરિયાતોનો તેમને ખ્યાલ નથી. પ્રજામત પણ તે સંબંધમાં હજી અવ્યક્ત છે અને તે વગર આપણી સરકાર સમયોચિત પગલાં લેવા અશક્ત છે એ સંજોગોમાં આદર્શરૂ૫ મિલમાલિક તરફ નજર જાય તે સ્વાભાવિક છે. જો અહીં પણ સમજુ અને ન્યાયી મિલમાલિકો ફીલ્ડનની માફક મજૂ રોના આરોગ્ય અને શિક્ષણના આધારરૂપ ઓછા વખત માટેની ચળવળ ઉપાડી લે તો મજૂ રો તથા ઉદ્યોગની પણ ઉન્નતિ વહે લી થાય. [નવજીવન, ૧૪ ડિસેમ્બર, ૧૯૧૯] o
જે શક્તિ સાધનામાં ચઢે , તેને માથે તેટલો વધારે ધર્મ દુનિયાની હરીફાઈ સામે ધંધા ખેડવા છે અને ખીલવવા છે; તાત્કાલિક લાભની એકલપેટી કૃ પણતા ક્યાં સુધી નભશે? અને છેવટ, એ જ કારખાનાંઓમાં શેઠ વર્ગ અને કામગાર વર્ગ વચ્ચેનો સંબંધ નિહાળીએ તો તેમાંય સંતોષ વળે એવું જોવામાં આવતું નથી. એ કામગાર સ્ત્રી-પુરુષો અને બાળકો પોતપોતાનાં ગામડાંમાં શારીરિક, માનસિક, નૈતિક, કૌટુબિ ં ક, સાંસારિક, અને ધાર્મિક અમુક પ્રકારનું જીવન જ ગાળે છે અને ઊછરે છે. એ જીવન જ એમની સંસ્કૃતિ છે. એ જીવન જ એમની માનવતા છે. એ ગામડાંની પ્રજા શહે રોમાં આવી કામગાર બને છે એથી એમની સંસ્કૃતિ અને માનવતા વધે છે કે ઘટે છે? — રહે છે કે જાય છે? જંગલી દેશોના કેદખાનામાં પડતો નવો કેદી થોડા વખતમાં જ માણસ મટી પશુ અને પશુ પણ મટી પિશાચ બની જાય છે, એ જાણીતું છે. આપણાં શહે રી કારખાનાંઓમાં આવતા ગ્રામવાસીઓ એ પ્રમાણે ન બને તેને માટે શી સાવચેતી રાખવામાં આવે છે? આ બાબતમાં જૂ ના કામગારો પોતાના નવા બંધુઓ માટે અથવા નવા આવતાં કામગાર ઝુંડો પોતાને જ માટે કંઈ કરે છે કે નહીં? શેઠો કંઈ કરે છે કે નહીં? બહારનો સમાજ કંઈ કરે છે કે નહીં? બંધુઓ, ગુજરાતનું આ પાટનગર તેના યાંત્રિક ઉદ્યોગો માટે જાણીતું છે. અહીં હં ુ એ સવાલ પૂછવા રજા લઉં છુ ં કે આ પ્રમાણે આવી ગંભીર બાબતમાં આંખમીંચામણાં કર્યા જઈએ છીએ તે ક્યાં સુધી નભશે? આપણી મિલોની થાપણ કરોડોની અંકાય છે, હર સાલ લાખોનાં વ્યાજ છપાય છે. આજ જ ે કુ ડીબંધ મિલો છે તે કાલે સેંકડો થશે; આજ જ ે હજારો કામગારો છે તે જોતજોતામાં લાખો થશે; એમની સંસ્કૃતિ, એમની માનવતા કામગાર થતાં વધે છે કે ઘટે છે? કાંટાના એક તરફના પલ્લામાં કરોડોની પુંજી અને લાખોની નરી આવક (Net Profit) મૂકીએ. બીજા પલ્લામાં દેશનાં લાખો સંતાનોની અવનતિ, અવગતિ, વિકૃતિ મૂકીએ, તો તે બેમાંથી કયું પલ્લું વધારે ધ્યાન આપવાયોગ્ય છે એ વિશે બેમત સંભવતો જ નથી. શેઠ વર્ગ કહે શે, ‘શું આ બધો જ ભાર અમારા માથે?’ હં ુ નથી કહે તો. અર્થશાસ્ત્ર કે ધર્મશાસ્ત્ર કદાપિ નહીં કહે કે બધો જ ભાર શેઠ વર્ગને માથે. કર્મો અને તેનાં ફળો વચ્ચે સંગીન સાંકળવાળા આ સંસારમાં સૌએ પોતાનો ભાર મોટે ભાગે પોતે જ વહે વાનો છે. શું કામગારે કે શું શેઠ.ે અને તોપણ જ ે વધુ સમજુ , જ ે શક્તિસાધનમાં ચઢે, જ ે વત્તા જોખમમાં બેઠો હોય, જ ેનો શાખસક્કો લોકમાં અને રાજદરબારે વધારે , તેને માથે તેટલો વધારે ધર્મ. — બળવંતરાય ક. ઠાકોર [માર્ચ, ૧૯૨૦માં યોજાયેલી છઠ્ઠી રાજકીય પરિષદમાં આપેલા વક્તવ્યમાંથી સંપાદિત]
नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ-મે ૨૦૨૦]
133
મજૂ ર સ્ત્રીઓ અનસૂયા સારાભાઈ
અમદાવાદની મજૂ ર સ્ત્રીઓનો સવાલ તેમની સંખ્યા
જોતાં અગત્યનો ગણાવો જોઈએ. ફૅ ક્ટરી રિપોર્ટ પ્રમાણે ગયા વરસમાં મિલ-મજૂ રોની કુ લ સંખ્યા ૩૭,૯૭૭ હતી. તેમાંથી ૬૬૪૪ સ્ત્રીઓ હતી. ૧૯૧૩માં તે ૪૩રપ હતી, એટલે પાંચ વરસમાં તે સંખ્યામાં બે હજાર ઉપરનો વધારો થયો હતો. વળી સ્ત્રીઓના ખાતામાં જણાતી મજૂ રોની અછત જોતાં તે સંખ્યા હજી પણ વધશે તેમ લાગે છે. આ સંજોગોમાં સ્ત્રીઓને મિલના કામના સંબંધમાં જરૂરી સગવડો અપાવવા પ્રયત્ન થવા જોઈએ. મજૂ ર સ્ત્રીઓની સ્થિતિ સંબંધી વિચાર કરતાં પહે લાં અત્રે એટલું જણાવવું જોઈએ કે સ્ત્રીઓને મોટે ભાગે સ્પિનિંગ (કાંતવાના), રીલિંગ (સુતરની આંટી બનાવવાના), ને વાઇન્ડિંગ (મોટા બોબિન પર સુતર ભરવાના) ખાતામાં કામ કરવાનું હોય છે. બીજાં ખાતાંઓમાં પણ સ્ત્રીઓ કામ કરે છે પણ તેમાં તેમની સંખ્યા જૂ જ હોય છે. હવે આ સ્ત્રીઓના કામના વખતના સંબંધમાં ફૅ ક્ટરી ઍક્ટ પ્રમાણે જ એક અંકુશ મૂકવામાં આવ્યો છે તે એટલો જ છે કે તેમની પાસેથી અગિયાર કલાક કરતાં વધારે કામ લઈ શકાય નહીં. આ નિયમ સંતોષકારક નથી તે તો દેખીતું જ છે. સ્ત્રીઓ મિલમાં જતી હોય તોપણ તેમને ઘરમાં સાફસૂફ કરવાનું, બાળકની માવજત કરવાનું, તથા દળવા-રાંધવાનું કામ તો હરરોજ હોય જ, અને તે માટે તેમને દિવસના ભાગમાં જ કાંઈક વખત મળવો જોઈએ. એટલે તેમને માટે આઠ કલાકનો નિયમ થાય એ ઇચ્છવા જ ેવું છે. સ્ત્રીઓના વખતના સંબંધમાં હાલના કાયદામાં ઉપર પ્રમાણે સુધારો થવો જોઈએ. પરં તુ તે દરમિયાન અત્યારે જ ે અંકુશ નંખાયો છે તેનો પૂરેપૂરો અમલ થાય તે જરૂરનું છે. સ્ત્રીઓ માટેના અગિયાર કલાકના નિયમ પ્રમાણે મિલો સાધારણ રીતે પોતાના સમયપત્રકમાં સવારના અડધા કલાકની અને સાંજના 134
અડધા કલાકની છૂટ મૂકે છે. પરં તુ તે પત્રક પ્રમાણે જ ે સ્ત્રીઓ પાસેથી કામ લેવાતું હોય તે શંકા ભરે લું છે. પત્રક પ્રમાણે સ્ત્રીઓને સવારના અડધો કલાક મોડી કામ ઉપર લેવી જોઈએ અને સાંજ ે અડધો, કલાક વહે લી જવા દેવી જોઈએ. પરં તુ તપાસ કરતાં જણાય છે કે કેટલીક મિલોમાં સ્ત્રીઓ તેમને માટે નક્કી કરે લ વખત પહે લાં પણ કામે ચડે છે અને સાંજના પણ મિલ બંધ થાય ત્યારે પુરુષોની સાથે છૂટે છે. મજૂ ર સ્ત્રીઓ અજ્ઞાન છે, તેમના હક તે સમજતી નથી, એટલે તેનો લાભ લેવાય તે બનવા જોગ છે. આ બાબત અગત્યની છે અને તે સંબંધમાં ફરિયાદો આવે છે, તે જોતાં ફૅ ક્ટરી ઇન્સ્પેક્ટરે તપાસ કરી સ્ત્રીઓને કાયદાથી મળેલી આ નાનકડી સગવડ પણ છીનવી ન લેવાય તે માટે પૂરતો બંદોબસ્ત કરવો જોઈએ. ઘરના અને બહારના કામના સખત બોજા નીચે કચરાતી સ્ત્રીઓની સ્થિતિનો વિચાર કરી કાયદા વિરુદ્ધ કામ લેવાનું મિલો છોડી દે એ વધારે ઇચ્છવા જ ેવું છે. આ સંબંધમાં અમને લાગે છે કે સવારે કે બપોરે અડધા કલાકની છૂટ આપવાને બદલે બધી મિલોમાં સાંજના જ સ્ત્રીઓને એક કલાક વહે લી રજા આપવાનું ફરજિયાત કરવામાં આવે તો આ નિયમનો ભંગ થવાનો ઓછો સંભવ રહે . બદલી સિવાય રાતના કામ ન લેવાનો નિયમ સ્ત્રીઓને પણ લાગુ પડે છે. જોકે તેનો અમલ થતો નથી. છતાં અત્રે એટલું કહે વાની જરૂર છે કે મિલો રાત્રે ચલાવવાના ગુના રીલિંગ અને વાઇન્ડિંગ ખાતાંમાં વિશેષ પ્રમાણમાં થાય છે. તૈયાર થયેલા સુતરમાંથી જ ે સુતર મિલમાં વાપરવાનું ન હોય તેની રીલિંગ ખાતામાં આંટીઓ થાય છે અને મિલમાં વપરાવાના સુતરને વાઇન્ડિંગ ખાતામાં મોટા બોબિન ઉપર ચડાવવામાં આવે છે. આ કામ જ્યારે વેળાસર પૂરું થતું નથી ત્યારે બીજાં ખાતાંઓને થોભવું પડે છે. એ સંજોગોમાં મિલો રાતપાળી ચલાવી એ કામ પૂરું [ એપ્રિલ-મે ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ
કરવાને લલચાય છે. પરં તુ હાલ કેટલોક વખત થયાં આ ગુનાઓની તપાસના સંબંધમાં ફૅ ક્ટરી ઇન્સ્પેક્ટરે વિશેષ કાળજી રાખવા માંડી છે, અને કેટલીક મિલોને પકડી ભારે દંડ કર્યા છે એટલે રાત્રે કામ લેવાનું ઓછુ ં થશે તેમ લાગે છે. સ્ત્રીઓ પાસે મિલોમાં વધારે પડતું કામ ન લેવાય તે જરૂરનું છે. પરં તુ તે ઉપરાંત તેમને બીજી કેટલીક સગવડની જરૂર છે. સ્ત્રીઓને સવારથી સાંજ સુધી મિલમાં રહે વું પડે છે એટલે ખાવાપીવા માટે, તથા રજાના વખતમાં વિસામો લેવા તેઓ કામ મૂકી બહાર નીકળે ત્યારે તેમની મર્યાદા સચવાય તેવી તેમને સારુ જુ દી વ્યવસ્થા કરવી જોઈએ. કેટલીક સ્ત્રીઓને પોતાનાં નાનાં બાળકને લઈને મિલમાં જવું પડે છે. એ બાળકોને ઝોળી બાંધી કે રમતાં ગમે ત્યાં મૂકવાં પડે છે, તથા તેમને દૂધ આપવાને ખાતામાં કે કમ્પાઉન્ડમાં ગમે ત્યાં બેસવું પડે છે. પરં તુ જો તેમને સારુ અલાયદી જગ્યા રાખવામાં આવી હોય તો તેઓ તેમનાં બાળકોને ત્યાં રાખી વખતોવખત તેમની વગર સંકોચે માવજત કરી શકે. આવી સગવડો આપવાની શરૂઆત થઈ ચૂકી છે તે બહુ આનંદની વાત છે. કેટલોક વખત થયાં બેત્રણ મિલમાં ઘોડિયાઘર (creche) કાઢવામાં આવ્યાં છે એટલે જુ દી જગ્યામાં બાળકો માટે પારણાં મૂકવામાં આવ્યા છે, અને ત્યાં વખતોવખત સ્ત્રીઓ આવીને પોતાનાં બાળકોને દૂધ આપી જાય છે. આવી સુંદર વ્યવસ્થા માટે એ મિલોને ધન્યવાદ ઘટે છે, અને બીજી મિલો તેનું અનુકરણ કરે તેમ અમે ઇચ્છીએ છીએ. સ્ત્રીઓની મર્યાદા સાચવવાના સંબંધમાં એક ખાસ માગણી તો સાંજ ે વહે લા છૂટવા માટેની છે. સમયપત્રક પ્રમાણે સ્ત્રીઓને મિલ બંધ થતાં પહે લાં અડધો કલાક વહે લી છુ ટ્ટી મળવી જોઈએ. પરં તુ હકીકતે તેમ થતું નથી તે વાત ઉપર જણાવી ગયા છીએ. સાધારણ રીતે સાંજના સ્ત્રીઓ પુરુષોની સાથે છૂટે છે અને તેથી ઘેર જતાં રસ્તામાં તેમને અનેક જાતની હે રાનગતિઓ ખમવી પડે છે. આ બાબત તરફ મિલ એજન્ટોનું ધ્યાન ખેંચવામાં આવ્યું હોય તેમ જણાય છે કારણ કે બેત્રણ મિલોમાં આ હરકત
नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ-મે ૨૦૨૦]
મિલોમાં કામ કરતી સ્ત્રીઓનાં દુઃખોનો પૂરેપૂરો ખ્યાલ આપવો મુશ્કેલ છે. એમની જિંદગી જોતાં તેઓને મિલનું કામ ન કરવું પડે તો સારું એમ ઘડીભર લાગ્યા વિના રહે નહીં. પરંતુ હાલના જમાનામાં એ વાત અશક્ય લાગે એટલે એમની મુશ્કેલીઓ ઓછી કરાવવાને જ પ્રયત્નો થવા જોઈએ
દૂર કરવાના હે તુથી સ્ત્રીઓને વહે લી છોડવામાં આવે છે. પણ જ્યાં સુધી સ્ત્રીઓને સાંજના એક કલાક વહે લી રજા આપવાનો નિયમ ન થાય ત્યાં સુધી તેમને પૂરતી રાહત મળશે નહિ તેમ અમને લાગે છે. ઉપર જણાવેલી મુશ્કેલીઓ કરતાં સ્ત્રીઓને પ્રસૂતિ-સમયના સંબંધમાં ખમવી પડતી હાડમારીઓ અસહ્ય લાગશે. ગર્ભવતી સ્ત્રીઓ પાસે આખો દિવસ સખત કામ લેવાય તો તેમનું શરીર બગડે એ દેખીતું છે. છતાં મજૂ ર સ્ત્રીઓને પૂરા દિવસ સુધી મિલમાં કામ કરવું પડે છે અને પ્રસૂતિ પછી પણ પંદર દિવસમાં પાછા કામે ચડવું પડે છે. આનું મુખ્ય કારણ તો તેઓની ગરીબાઈ છે. છતાં કેટલીક મિલોમાં અશક્ત થયેલી ગર્ભવતી સ્ત્રીઓને વિનવ્યા છતાં તરત રજા મળતી નથી એવી ફરિયાદ સાંભળવામાં આવી છે, અને રજા વિના ઘેર રહે તો તેમનો ચડેલો પગાર જાય તે ભયથી તેઓને તે હાલતમાં પણ કામ ઉપર રહે વું પડે છે. જો આ પ્રમાણે ગર્ભવતી સ્ત્રીઓ પાસે મરજી વિરુદ્ધ કામ લેવાતું હોય તો તે શરમભરે લું ગણાય અને તેમ ન થાય તે માટે મિલ એજન્ટોએ યોગ્ય બંદોબસ્ત કરવો જોઈએ. પરં તુ સ્ત્રીઓ પોતાની અજ્ઞાનતાને લીધે જ પ્રસૂતિ પહે લાં અને પછી, તેમનાં શરીરને તથા બાળકોને નુકસાન પહોંચે એવી રીતે કામ ન કરે તે માટે ફૅ ક્ટરી ઍક્ટમાં સખત અંકુશો મુકાય તે જરૂરનું છે. ગરીબ કુ ટુબ ં ોને તેથી મુશ્કેલી પડે તે દેખીતું છે. પરં તુ તેને સારુ ગર્ભવતી સ્ત્રીઓને 135
પ્રસૂતિસમયને માટે ઘેર રહે તાં કાંઈક મદદ મળે એવી વ્યવસ્થા થવી જોઈએ. આ સૂચના વધારે પડતી ગણાશે નહીં કારણ કે હાલ કેટલોક વખત થયે, એક મિલે આ સંબંધમાં જ ે વ્યવસ્થા કરી છે તેથી સ્ત્રીઓને વિશેષ રાહત મળે છે. એ મિલમાં ગર્ભવતી સ્ત્રીઓ માટે ખાસ પ્રસૂતિગૃહ ખોલવામાં આવ્યું છે, અને તેમાં પ્રસૂતિ પહે લાંના બે મહિના અને પ્રસૂતિ પછીના બે મહિના સુધી એવી સ્ત્રીઓને રાખી તેમની પાસેથી કામ લીધા વગર દર મહિને રૂ. ૧૫ આપવામાં આવે છે. વળી આ ચાર મહિના દરમિયાન તેમને સીવણકામ જ ેવા ઉપયોગી થઈ પડે તેવા હુન્નર શીખવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ દિશામાં બીજી
મિલોમાં કાંઈ વ્યવસ્થા થાય તો સ્ત્રી-મજૂ રોનું આરોગ્ય જળવાય અને અંતે ઉદ્યોગને પણ લાભ થાય. મિલોમાં કામ કરતી સ્ત્રીઓનાં દુઃખોનો પૂરેપૂરો ખ્યાલ આપવો મુશ્કેલ છે. એમની જિંદગી જોતાં તેઓને મિલનું કામ ન કરવું પડે તો સારું એમ ઘડીભર લાગ્યા વિના રહે નહીં. પરં તુ હાલના જમાનામાં એ વાત અશક્ય લાગે એટલે એમની મુશ્કેલીઓ ઓછી કરાવવાને જ પ્રયત્નો થવા જોઈએ. એ સંબંધમાં ઉપર જ ે સૂચનાઓ કરવામાં આવી છે તેનો અમલ થાય તો એ મજૂ ર સ્ત્રીઓને કાંઈક રાહત મળે. [નવજીવન, ૨૩ નવેમ્બર, ૧૯૧૯] o
“મજૂ ર ભાઈબહે નો તેમ જ ઈશ્વર મને તેની ક્ષમા આપશે” આસામના અત્યાચારોને લગતો આ લેખ લખીને મારા જખમી દિલને કંઈક મલમ લગાડવાનો અને તેમાંથી શીખવાનો જ મારો ઉદ્દેશ છે. આસામના મજૂ રોએ હડતાળ પાડી તેની સાથે જ મને એ લગભગ આખા દેશની થઈ પડેલી આફતના સ્થાન ઉપર પહોંચી જવા વીનવનારો તાર મળ્યો હતો. મેં મિત્રોને તાર કર્યા, જ ેને જ ેને લખવા યોગ્ય લાગ્યું તે બધાને કાગળો લખ્યા, પણ હાથમાંનું કામ પડતું મેલીને ત્યાં પહોંચવાની મારી હિં મત ચાલી નહીં. કોઈ પણ માણસને ગમે તેવું નાનું પણ જ ે નાકું સંભાળીને તે પોતાનું કામ બજાવી રહ્યો હોય ત્યાંથી છૂટવાનો ઘટતો માર્ગ ન જડી આવે ત્યાં સુધી તેને છોડીને ગમે તેટલું ભારે પણ બીજુ ં નાકું સંભાળવા દોડી જવાનો અધિકાર ન હોઈ શકે. મને તેવો માર્ગ ન જડ્યો. તેથી હાથનું કામ પડતું મેલીને ચાલી નીકળવાની મારી હિં મત ચાલી નહીં. આમાં મારે હાથે કશું અઘટિત થયું હોય તોયે ગરીબ, મોહતાજ, મૂગાં, મજૂ ર ભાઈબહે નો તેમ જ ઈશ્વર મને તેની ક્ષમા આપશે. કારણ મને લાગે છે કે અહીં રહીને બેઝવાડાનો કાર્યક્રમ પાર પાડવામાં ગિરફ્તાર રહે વામાં હં ુ એ મજૂ ર ભાઈબહે નોની પૂરી સેવા કરી રહ્યો છુ .ં મારી લાચારીનું ભાન મને વધુ દુઃખદાયી તો એ કારણે છે કે કંઈ ને કંઈ કારણસર મજૂ રવર્ગ એમ માનતો થઈ ગયો છે કે જ્યારે જ્યારે અને જ્યાં ક્યાંયે તેઓ દુઃખમાં હશે ત્યારે ત્યારે હં ુ તેમની પડખે ઊભો જ હોઈશ. આવા મોટા ભાગના દાખલાઓમાં હં ુ તેમને મારી સાચા દિલની પ્રાર્થના અને સહાનુભૂતિ સિવાય બીજુ ં કશું ભાગ્યે જ મોકલી શકું છુ ં એ મારી લાચારીનું મને પૂરેપૂરું ભાન છે. અંતરાત્મા દરે ક ઠેકાણે ઊડીને પહોંચવા ઉત્સુક છે, પણ શરીર અસમર્થ છે; તેથી આવી આવી ઘટનાઓની વાતો જ્યારે જ્યારે મને પહોંચે છે ત્યારે ત્યારે હં ુ કેવળ સાંભળું છુ ં ને સમસમી રહં ુ છુ .ં મો. ક. ગાંધી [नवजीवन, ૧૯-૦૬-૧૯૨૧]
136
[ એપ્રિલ-મે ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ
અર્થશાસ્ત્રીઓનો કારખાનાની ગુલામીને ટે કો ટૉલ્સ્ટૉય
પ્રભુએ જાતે જ કેટલાકને ગુલામ અને કેટલાકને
શેઠ સર્જ્યા છે, એ કલ્પનાથી લોકોને ઘણાયે કાળ સંતોષ રહ્યો. એ જ કલ્પનાએ ગુલામો પર ગુજારાતી નિર્દયતાને ટેકો આપ્યો અને એ જ નિર્દયતાને લઈને એ સેવકો પર સિતમો વરસ્યા; સિતમોએ શેઠો સામે તુમુલ વિરોધ જગાવ્યો અને અંતે એ વિરોધે એ કલ્પનાના સત્ય વિશે શંકાઓની પરં પરા ઊભી કરી. એટલે તરત એક નવો સિદ્ધાંત હસ્તિમાં આવ્યો કે અર્થશાસ્ત્રના કેટલાક નિયમો તો અનિવાર્ય છે અને તે નિયમોની રૂએ સમાજનો આર્થિક વિકાસ થયે જાય છે. એ નિયમાનુસાર કેટલાકોએ મૂડી સંઘરવી અને બીજાઓએ આ મૂડી વધારવા માટે પોતાનાં જીવન ઘસી નાખવાં અને સાથે સાથે ઉત્પત્તિનાં સાધનો પર સરખી માલિકીના હક્ક પ્રાપ્ત કરવા પ્રયત્નો કર્યે જવા. આ નવીન સિદ્ધાંતે કેટલાક મૂડીવાળાઓને મજૂ રો પ્રત્યે વધારે નિષ્ઠુર બનાવ્યા; અને એથી ખાસ કરીને અર્થશાસ્ત્રમાં ચકચૂર ન બનેલા સામાન્ય લોકોના મનમાં આ સિદ્ધાંત વિષે શંકાઓ ઘોળાવા લાગી. દાખલા તરીકે, ૩૭-૩૭ કલાકની જીવન રેં સી નાખનારી મજૂ રી કરતા પૉર્ટરોને, કારખાનામાં કામ કરતી મજૂ રણોને, અસ્ત્રી કરતી ધોબણોને, છાપાંનાં બીબાં ગોઠવતા કમ્પોઝિટરોને કે કૃત્રિમ સંજોગો વચ્ચે જડ, યંત્રવત્ અને કંટાળાભર્યા કામમાં તરફડિયાં મારતા લાખો કામદારોને તમે એકજ વખત જોશો તો સહે જ ે બાલી ઊઠશો... “આ દશા! એનું કારણ શું! એમાંથી છુ ટકારો કેમ થાય!” અને વિદ્વાન અર્થશાસ્ત્રીઓ તમને જવાબ વાળશે કે “રે લવે પેલી કંપનીના હાથમાં છે તેથી પૉર્ટરોને ગદ્ધાવૈતરું કરવું પડે છે. રે શમના કારખાનાના માલિક પેલા ગૃહસ્થ છે એટલે ત્યાં કામ કરતી મજૂ રણોને કંગાળ રીતે જીવન નિચોવવાં પડે છે, અને આ બધાં કારખાનાંઓ, છાપખાનાંઓ, અસ્ત્રીની દુકાનો એ સર્વ મૂડીવાળાઓના હાથમાં પડ્યાં છે તેથી જ લાખો મજૂ રોને આવી
नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ-મે ૨૦૨૦]
અધમ દશામાં જીવન ગુજારવું પડે છે. અને આ દુર્દશામાંથી તેઓ ત્યારે જ છૂટે, કે જ્યારે મજૂ રોના સંઘ સ્થપાય, સહકારી મંડળીઓ ઊભી થાય અને હડતાળો યોજી સરકાર તથા માલિકોને નમાવાય. આટલું જ્યારે કરી શકાશે ત્યારે મજૂ રીના કલાકો ઘટશે અને રોજી વધશે, ધીમે ધીમે બધાં કારખાનાંઓ મજૂ રોના જ હાથમાં આવી જશે અને તેમની હાલત આપોઆપ સુધરી જશે. પરં તુ હમણાં તો જ ે દશા છે, તે જ બરાબર છે તેમાં કોઈ જાતનો ફે રફાર કરવાની કશી જરૂર નથી.” સાધારણ ભણેલાઓને અને ખાસ કરીને આપણા રશિયાના ગામડિયાઓને આ જવાબથી ભારે આશ્ચર્ય લાગશે. પહે લાં તો, ઉત્પત્તિનાં સાધનો ઉપર મૂડીવાળાઓનો કબજો છે તેની વચ્ચે અને રે લવે પર કામ કરતા પૉર્ટરો, કારખાનાની મજૂ રણો અને સખત, મલિન તથા ચેતનરહિત કામમાં ગૂંગળાઈ જતા લાખો મજૂ રો વચ્ચે કશો સંબંધ નથી. કારણ સ્પષ્ટ છે કે રે લવેની ગોદીમાં કામ કરતા કામદારોનાં ખેતી કરવાનાં સાધનોને કંઈ મૂડીવાળાઓએ ઝૂંટવી લીધાં નથી. એ મજૂ રો પાસે જમીન છે, ઘોડા છે, હળ છે, કરપી છે અને ખેતીનાં બધાં જરૂરી હથિયારો પણ છે. તે ઉપરાંત કારખાનાંઓમાં કામ કરતી સ્ત્રીઓ પાસે પણ ઉત્પત્તિનાં સાધનો જબરદસ્તીથી લઈ લેવામાં નથી આવ્યાં. ઊલટુ,ં ખરી વાત તો એ છે કે તેમની સેવાના ભૂખ્યા અને સર્વ સાધનોથી સંપન્ન વહાલાં વતનને તેમણે તેમના વડીલોની ઇચ્છા વિરુદ્ધ ત્યજી દીધાં હોય છે. રશિયા અને બીજા દેશોના કામદારોની પણ વસ્તુસ્થિતિ આ જ છે. એટલે કારખાનાં કે ઉત્પત્તિનાં એકેએક સાધન શ્રીમંત અને મૂડીવાળાઓએ કબજ ે કર્યાં છે તેને લીધે કંઈ મજૂ રોની આવી હાલત નથી. તેનું ખરું કારણ તો ગામડાનું સાદું અને કુ દરતી જીવન છોડી દઈ તેમને રોજી માટે શહે રો અને 137
કારખાનામાં ખેંચી લાવનારી વૃત્તિ જ છે. આ સ્થિતિમાંથી છૂટવાની અર્થશાસ્ત્ર ઊજળી આશાઓ આપી રહ્યું છે; પરં તુ કામના કલાકોમાં ઘટાડો કર્યાથી કે મળતી રોજીમાં વધારો મેળવ્યાથી, કે કારખાનાંઓ અથવા ઉત્પત્તિનાં સર્વ સાધનો પર મજૂ રોની સરખી માલિકી સ્થપાવાથી મજૂ રોનો છુ ટકારો નથી સધાવાનો. રે લવેની ગોદીઓ પર, રે શમનાં, લોખંડનાં કે બીજાં કારખાનાઓમાં વધારે અથવા એાછા કલાક કામ કરવાથી કંઈ મજૂ રોની દુર્દશા નથી થઈ જતી; કારણ કે ખેતરમાં કામ કરતા ખેડૂત કેટલીયે વેળા દિવસના અઢાર અઢાર કલાક સુધી અને કોઈક કોઈક વખત તો દમ ખેંચ્યા વિના છત્રીસ છત્રીસ કલાક કામ કર્યે જાય છે. અને છતાં એના જીવનમાં પ્રસન્નતા પ્રસરે લી જ હોય છે. વળી મજૂ રોને ઓછા પગાર મળે છે તેથી, કે રે લવે અગર કારખાનાંઓ પર તેમની માલિકી નથી તેથી પણ તેમની સ્થિતિ કંગાળ નથી બની જતી. આ અવદશાનું નર્યું સત્ય તો એ છે કે પોતાની રોજી માટે લાચાર બની જોખમથી ભરે લા તથા કૃત્રિમ સંજોગોમાં અને જીવનને ઉખેડી મૂકે એવાં સંકટો વચ્ચે તેમને કામ કરવાની ફરજ પડે છે, અનીતિથી ખદબદી ઊઠેલું, મોહભર્યું તથા કે કંતાયેલું શહે રી જીવન તેમને ગાળવું પડે છે, બીજાની જોહુકમીના દોરથી એમને ફરજિયાત વેઠ ઉઠાવવી પડે છે. પાછળથી તો કામના કલાકો ઓછા થયા અને વેતનમાં વધારો થયો. પરં તુ એમની હાલતમાં કંઈ મોટો સુધારો ન થયો. અગર જો ઘડિયાળ, અછોડા તથા રે શમી રૂમાલ રાખવામાં કે સિગારે ટ અને શરાબ પીવામાં કે મોજમજાઓ ઉડાવવામાં સુધારો લેખાતો હોય તો જરૂર પેલા મજૂ રોની હાલતમાં સુધારો થયો છે. પણ તંદુરસ્તી, ચારિત્ર્ય કે સ્વતંત્રતા જો સુધારાનાં ચિહ્ન હોય તો એમની દશા સુધરવાને બદલે બગડી છે. પેલા રે શમના કારખાનામાં વીસ વર્ષ પર ઘણે ભાગે પુરુષો જ કામ કરતા હતા. દિવસમાં તેઓ ચૌદ કલાક મજૂ રી કરતા અને સરે રાશ મહિને ૨૨૨૩ રૂપિયા કમાતા. એ કમાઈનો મોટો ભાગ તેઓ 138
ગામડાના મજૂરો કરતાં કેટલાંક કારખાનાંઓમાં કામદારોની સ્થિતિ ઉપર ઉપરથી હું સારી જોઉં છું ત્યારે મને લાગે છે કે માણસ બહારથી સારો દેખાવાને ખાતર સર્વ જાતનાં સંકટો વેઠી લે છે અને દુ:ખી બને છે. વળી તે ગમે તેવી કંગાળ સ્થિતિમાં લાગલગાટ પડી રહ્યો હશે, તો તેને તેમાંથી મુક્તિ મેળવવાની જરાયે તલસ નથી થતી
પોતાને વતન મોકલી દેતા. પણ હવે એ કારખાનામાં પુરુષોને બદલે સ્ત્રીઓ જ ઘણુંખરું કામ કરે છે. અગિયાર કલાકની તેઓ મહે નત ઉઠાવે છે. મહિનાને છેડ ે ૨૨-૨૩ અને કેટલીક તો ૩૬-૩૭ રૂપિયા સુધી કમાય છે. આ સ્ત્રીઓના મોટો ભાગ પોતાની કમાણીમાંથી એક રાતી પાઈ પણ પોતાને ઘેર નથી પરખાવતો પરં તુ તરે હતરે હનાં કપડાંલત્તામાં, નિશામાં, રં ગરાગમાં અને અનીતિમાં પોતાના પૈસાનો ધુમાડો કરે છે. આમ મજૂ રીના કલાકો ઘટ્યા, રોજીમાં વધારો થયો એટલે એમને અમનચમન ઉડાડવા ભટકવાનો વધારે વખત મળ્યો અને વધારે પૈસા મળ્યા. આનો આ જ ક્રમ થોડાવત્તા પ્રમાણમાં બીજાં બધાં કારખાનાંમાં ચાલી રહ્યો છે. કલાકો કમી થયા અને પગાર વધ્યો પરં તુ કામદારોનું આરોગ્ય તો ગામડાના મજૂ રો કરતાં જરાયે સુધર્યું નહીં. ખેતરોનાં વિધવિધ, ખુલ્લાં, સરળ તથા ખડતલ કામોમાં પોતાના જીવનનો રસ પોષતા અને નીતિને અનુકૂળ વાતાવરણમાં રહે તા એ ગામડિયા મજૂ રો કરતાં કારખાનાના મજૂ રોનાં આયુષ્ય ટૂ કં ાં થયાં છે, નીતિ ભ્રષ્ટ થઈ છે. ગામોની કુ દરતી લીલાલહે ર છોડી, શહે રોમાં આવી વિલાસી અને ભપકાદાર જીવનમાં ફસાઈ જતા મજૂ રોની આ જ દશા થાય. કેટલાક અર્થશાસ્ત્રીઓ આગ્રહપૂર્વક કહે છે કે મજૂ રીના કલાકોમાં જ ેમ જ ેમ ઘટાડો થશે, પગારોમાં જ ેમ જ ેમ વધારો થશે, મિલો તથા કારખાનામાં [ એપ્રિલ-મે ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ
આરોગ્ય વિશે જ ેમ જ ેમ વધુ કાળજી રખાશે, તેમ એ મજૂ રોની સ્થિતિ સુધરતી જશે, શરીરસંપત્તિ વધતી જશે, નીતિમત્તા સબળ બનતી જશે. ખરુંયે હોય, અને બને છે પણ ખરું, કે કેટલેક સ્થળે ગામડિયા મજૂ ર કરતાં કારખાનાનો કામદાર ઉપર ઉપરથી વધારે સારો લાગે છે અને તે પણ ત્યારે જ બનવા પામે છે કે જ્યારે સમાજ અને સરકાર, ગામડાની રૈ યતને ખર્ચે, અર્થશાસ્ત્ર સૂચવે તે પ્રમાણે, મજૂ રોની સ્થિતિ સુધારવા માટે પ્રયાસો કરે . જ્યારે ગામડાના મજૂ રો કરતાં કેટલાંક કારખાનાંઓમાં કામદારોની સ્થિતિ ઉપર ઉપરથી હં ુ સારી જોઉં છુ ં ત્યારે મને લાગે છે કે માણસ બહારથી સારો દેખાવાને ખાતર સર્વ જાતનાં સંકટો વેઠી લે છે અને દુ:ખી બને છે. વળી તે ગમે તેવી કંગાળ સ્થિતિમાં લાગલગાટ પડી રહ્યો હશે, તો તેને તેમાંથી મુક્તિ મેળવવાની જરાયે તલસ નથી થતી. કારખાનાંઓમાં અને સામાન્ય રીતે શહે રોમાં કામ કરતા મજૂ રોને લાંબો વખત કામમાં રોકાઈ રહે વું પડે છે અને બદલામાં પગાર ઓછો મળે છે, તેથી નહિ, પરં તુ એ મજૂ રો પાસેથી કુ દરતી જીવનના નૈસર્ગિક લાભો છીનવી લેવાયા છે, તેમની સ્વતંત્રતા ઝૂંટવી લેવાઈ છે અને પારકાના હુકમો પ્રમાણે નીરસ કામમાં ફરજિયાત રીતે તેમને જોતરાઈ રહે વું પડે છે, એથી જ એમની દશા આવી દુઃખદાયક થઈ પડી છે. તેથી મજૂ રોની આવી દીન દશાનું કારણ મૂડીવાળાઓએ ઉત્પત્તિનાં સર્વ સાધનો કબજ ે કરી લીધાં છે, એ નથી. તેમ જ મજૂ રીના કલાક ઓછા કર્યાથી કે વેતન વધાર્યાથી કે ઉત્પત્તિનાં સાધનો પર મજૂ રોની માલિકી જમાવ્યાથી તેમને ઉગારી શકાવાના નથી. કુ દરતની સ્વતંત્રતા અને ગ્રામ્યજીવનની વિશાળતાને છોડી, આ મજૂ રો શાં શાં કારણોથી કારખાનાની પરાધીનતામાં સપડાઈ જતા હશે, અને તેમાંથી તેમને ઉગારવાના શા શા ઉપાયો હશે, તેની શોધ કરવાથી જ આ બધી ગૂંચોનો ઉકેલ આવશે.
नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ-મે ૨૦૨૦]
મજૂરોની આવી દીન દશાનું કારણ મૂડીવાળાઓએ ઉત્પત્તિનાં સર્વ સાધનો કબજે કરી લીધાં છે, એ નથી. તેમ જ મજૂરીના કલાક ઓછા કર્યાથી કે વેતન વધાર્યાથી કે ઉત્પત્તિનાં સાધનો પર મજૂરોની માલિકી જમાવ્યાથી તેમને ઉગારી શકાવાના નથી
તેથી શહે રોના કામદારોની આવી કંગાળ દશા જોતાં આપોઆપ પ્રશ્ન ખડો થાય છે કે તેમના બાપદાદાઓના વતનમાંથી કયા હે તુઓ તેમને શહે રોમાં તાણી લાવ્યા હશે? અને એ કારખાનાંઓમાં એવાં તે શાં શાં પ્રલોભનો હશે, કે જ ે આ મજૂ રોને તેમની ઇચ્છા ન છતાં શહે રોમાં ઘસડી ગયાં હશે અને હજી ઘસડ્યે જ જાય છે? ઇંગ્લૅન્ડ, બેલ્જિયમ અને જર્મની વગેરે દેશોમાં હજારો મજૂ રો એવા મળશે કે જ ેઓ દાયકાઓના દાયકાઓ થયા કારખાનાંઓમાં કામ કરી પોતાનાં જીવન નિભાવ્યે જાય છે. એઓ કારખાનાંઓમાં પોતાની રાજીખુશીથી કામ નથી કરતા પરં તુ તેમના બાપદાદાઓએ કંઈ ને કંઈ કારણથી વહાલા ખેડુ જીવનને છોડી દઈ શહે રોમાં આવી વાસો કર્યો અને ગુજારા માટે કારખાનાઓમાં કામે લાગ્યા એટલે આજ ે આ મજૂ રો માટે કારખાના સિવાય બીજો કોઈ આધાર નથી રહ્યો. કાર્લ માર્ક્સ જણાવે છે કે આ મજૂ રોના વડવાઓનાં ખેતરો બળાત્કારે ખૂંચવી લેવાયાં, તેમને ઘરબાર વિનાના કરી ભટકતા ભામટાઓની દશામાં આણી મુકાયા અને પછી ક્રૂર કાયદાઓનો આશરો લઈ તેમને ચીપિયાઓથી ચીમટાવવામાં આવ્યા, લોઢાના ધગધગતા સળિયાઓથી ડામવામાં આવ્યા, તેમની પીઠ પર ચાબકાઓનો મારો ચલાવાયો અને અંતે વેઠિયાઓ બનવાનું તેમની પાસે સ્વીકારાવવામાં આવ્યું. 139
આ ઉપરથી ખુલ્લેખુલ્લું જણાય છે, કે મજૂ રોનો મોટો ભાગ પોતાની મરજીથી જ શહે રમાં નથી આવ્યો, પરં તુ તેમની આર્થિક હાલત જ એવી ખરાબ કરી મૂકવામાં આવી કે ગ્રામ્યજીવનમાં સુખ અને આનંદ છોડી, લાચાર બની, શહે રોના ગંદા સમાજમાં જીવન જીરવવાની તેમને ફરજ પડી છે. આથી આ કારખાનાંઓની ગુલામીમાં ફસાઈ પડવાનાં કારણોને કઈ રીતે દૂર કરી શકાય, એ પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉપસ્થિત થાય છે. ખેડૂતોને ગામડાંઓમાંથી શહે રોમાં જબરદસ્તીથી ઘસડી લાવવામાં આવ્યા છે, તેનો અર્થશાસ્ત્ર પણ સ્વીકાર કરે છે. પરં તુ આ સ્થિતિ ઊભી કરનારાં કારણોને દૂર કરવાનો તે વિચાર સરખોયે કરતું નથી. ઊલટુ,ં તે તો માની લે છે કે કારખાનાંઓમાં મજૂ રોની અત્યારે જ ે દશા છે તેમાં ફે રફાર થઈ શકે એમ નથી અને ગમે તે ભોગે તેમણે એ દશા નિભાવી જ લેવાની છે. વળી તે કહે છે કે જ ેઓએ હજી ગામ અને ખેતર છોડ્યાં નથી તેઓએ પણ વહે લામોડા આ સ્થિતિએ પહોંચવાનું જ છે. આ માન્યતા પર આધાર રાખી,
મજૂ રોને શહે રમાં ઘસડી લાવનારી વૃત્તિને દૂર કરવાને બદલે અર્થશાસ્ત્ર કારખાનાંઓના કામદારોની ચાલુ સ્થિતિ સુધારવા માટે પોતાનું સર્વ ધ્યાન લગાડે છે. કવિઓ અને ઋષિમુનિઓએ હરહં મેશ ખેતીનો મહિમા ગાયો છે અને એમાં જ મનુષ્યનું આદર્શ સુખ સમાયેલું છે એમ જગતને વારં વાર બતાવ્યા કીધું છે. સ્વછંદમાં ન ફસાયેલા કામદારો હજી પણ ખેતીને પ્રિય ગણે છે. કારખાનાંઓનાં કામથી આરોગ્ય બગડે છે, ખેતીથી આરોગ્ય સુધરે છે. કારખાનામાં કર્કશતા છે, ખેતીમાં રસિકતા છે. ખેડૂત મનનો મોજી છે, તેને આરામ લેવો હોય ત્યારે આરામ લે. કામ કરવું હોય ત્યારે કામ કરે પણ કારખાનાનો માલિક કામદાર પોતે જ હોય છતાં તે સદાસર્વદા યંત્રને પરવશ છે. કારખાનાંઓ વિના ખેતી ચાલશે, પણ ખેતી વિના કારખાનાંઓ નથી ચાલવાનાં, છતાં અર્થશાસ્ત્ર ઠોકી ઠોકીને કહે છે કે એકેએક ખેડૂત આનંદથી કારખાનામાં કારીગર બનશે, ગામડાં છોડી શહે રોમાં આવતાં તેને લેશમાત્ર પણ ઈજા ન થશે? [વીસમી સદીની ગુલામી માંથી] o
મજૂ ર જ સમાજનો આધાર છે વિનોબા ભાવે
આજ ે મજૂ રીની પ્રતિષ્ઠા નથી, મજૂ રી સિવાય ચાલતું
નથી એટલે એ અનિવાર્ય થઈ પડે છે, પણ એની પ્રતિષ્ઠા નથી. મજૂ ર પોતે પણ પોતે કંઈક સારું કામ કરે છે એમ માનતા નથી. બૌદ્ધિક પરિશ્રમ કરનારા તે શારીરિક શ્રમને હીન કોટીનો માને છે. એનું કારણ એ છે કે મજૂ રીનું આર્થિક મૂલ્ય ઓછુ ં આંકવામાં આવે છે અને માનસિક કાર્યનું મૂલ્ય અતિશય વધારે આંકવામાં આવે છે. આથી જ મજૂ રીની પ્રતિષ્ઠા નથી રહી. આજકાલ લોકો ભાષણો કરે છે કે મજૂ રીની પ્રતિષ્ઠા સમજો. પણ મજૂ રીની આર્થિક કિંમત તો એની એ જ રહે છે. આપણે નવાં મૂલ્ય સ્થાપવાં 140
જોઈશે. સમાજવ્યવસ્થા બદલવી જોઈશે. ભૂદાનની ચળવળ કેવળ જમીન મેળવવા માટે શરૂ કરવામાં નથી આવી. જમીન તો ક્યારનીયે મળી ગઈ છે. જ ે ખેડૂત નથી તે જમીનમાલિક ન બની શકે. ભૂદાનયજ્ઞની ખૂબી જમીનની વહેં ચણીમાં નહીં, પણ જમીનની માલિકી ખોટી છે એવું સાબિત કરવામાં રહે લી છે. આ કામ અહિં સક રીતે અને સમજપૂર્વક કરવાનું છે. ભૂદાનની ચળવળ સમાજનું પરિવર્તન કરવા માગે છે. એ એની વિશેષતા છે. ભૂદાનયજ્ઞથી જ ે ક્રાંતિ થશે તે જમીન પૂરતી મર્યાદિત નહીં રહે , પણ આખા જીવનમાં વ્યાપશે. [ એપ્રિલ-મે ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ
મજૂ રો મને પૂછ ે છે : આપ તે બધું ભૂમિહીનો માટે કરો છો. અમારે માટે શું કરો છો? હં ુ કહં ુ છુ ં કે હં ુ તો તમારે માટે જ કામ કરું છુ .ં ખેડૂતોની જમીન પર મજૂ રી કરતા ભૂમિહીન મજૂ રો, જ ે સૌથી નીચેની શ્રેણીના છે તેમને માટે આ ચળવળ છે. તેઓ બિચારા કદી બોલતા નથી, બોલતાં એમને આવડતું નથી. ભૂદાન ચળવળ એવા જમીન વગરના, જીભ વગરના મૂંગા મજૂ રો માટેની ચળવળ છે. આ ચળવળે એ મજૂ રોનો સવાલ ઉઠાવ્યો છે. એમનો સવાલ હલ થતાંની સાથે બીજા બધા પ્રશ્નોનો નિવેડો આવી જશે અને મજૂ રીની પ્રતિષ્ઠા સ્થપાશે. પછી શ્રમ કર્યા વગર ખાનાર માણસ શરમાશે. ભૂદાનયજ્ઞની ક્રાન્તિ જમીન પૂરતી નહીં રહે . એ સંપત્તિના ક્ષેત્રમાં પણ દાખલ થતી જાય છે. બોધગયા સંમેલનમાં એક ઠરાવ કરવામાં આવ્યો કે જ ેમ ભૂમિહીનને ભૂમિમાંથી હિસ્સો આપવો આવશ્યક છે તેમ સંપત્તિમાંથી પણ સમાજને હિસ્સો આપવો જોઈએ. દરે ક જણે પોતે પોતાના ખરચનો છઠ્ઠો ભાગ આપવો જોઈએ. ‘પહે લાં આપો, પછી ખાઓ’ એ સૂત્ર બનવું જોઈએ. જીવનનાં તમામ ક્ષેત્રમાં પરિશ્રમની પ્રતિષ્ઠા વધવી જોઈએ, અને પૈસાની પ્રતિષ્ઠા ઘટવી જોઈએ. પૈસો દગલબાજ છે, એની પ્રતિષ્ઠા શી? ભૂદાન અને સંપત્તિવાન આગળ વધશે એટલે દાનનો પ્રવાહ વહે વા માંડશે. સંપત્તિના માલિક તેના માલિક નથી, ટ્રસ્ટી છે. માલિક, મજૂ ર, તવંગર, ગરીબ સૌ પોતપોતાની ઓછીવત્તી સંપત્તિના ટ્રસ્ટી છે. તેમની સંપત્તિનો સદુપયોગ થાય એ જોવાની તેમની જવાબદારી છે. જ ેમ જમીનમાલિકને માલિકીની ભાવના છોડવાની તક આપવામાં આવી છે તેમ સંપત્તિવાળાઓને પણ તક આપવામાં આવી છે. તેમણે પોતાની સંપત્તિમાંથી સમાજને અમુક ભાગ આપીને પછી જ તેનો ઉપભોગ કરવો જોઈએ. માલિકોને હં ુ માલકીપણાની ભાવના છોડવાનું કહં ુ
હું ઇચ્છું કે મજૂરો માલિક બને અને માલિકો પણ મજૂરી કરે. બંનેએ બંને બનવું જોઈશે. દરેક ઉદ્યોગમાં માલિક અને મજૂરનો હિસ્સો હશે. મજૂરોને કેટલો હિસ્સો આપવો તે તેમની સંમતિથી નક્કી કરવામાં આવશે. માલિક પોતાનો હિસ્સો પણ મજૂરોની સંમતિથી જ લઈ શકશે
છુ .ં તે જ રીતે મજૂ રોને કહં ુ છુ ં કે એમણે ચિત્ત દઈને કામ કરવું જોઈએ. પ્રામાણિકતા અને નિષ્ઠાપૂર્વક કામ કરશે તો જ તેમને તેમના હક મળી શકશે. ધંધામાં પ્રગતિ કેમ થાય અને તેની વ્યવસ્થા કેવી રીતે કરવી જોઈએ એ બધાનો વિચાર તેમણે માલિકોની પેઠ ે જ કરવો જોઈએ. તેઓ એમ કરશે ત્યારે જ મજૂ રોની પ્રતિષ્ઠા વધશે. હં ુ ઇચ્છું કે મજૂ રો માલિક બને અને માલિકો પણ મજૂ રી કરે . બંનેએ બંને બનવું જોઈશે. દરે ક ઉદ્યોગમાં માલિક અને મજૂ રનો હિસ્સો હશે. મજૂ રોને કેટલો હિસ્સો આપવો તે તેમની સંમતિથી નક્કી કરવામાં આવશે. માલિક પોતાનો હિસ્સો પણ મજૂ રોની સંમતિથી જ લઈ શકશે. મજૂ રોને એમનો હિસ્સો આપ્યા પછી જ ે વધે તેમાંથી જ માલિક પોતાનો હિસ્સો લેશે. હવે નવો સમાજ રચવાનો છે. તેને માટે ભૂદાન, સમ્પત્તિનિદાન, શ્રમદાન વગેરે પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. આ કામને માટે ભાવના પેદા કરવી જોઈશે જ ેથી લોકો જીવનદાન કરે . હં ુ આશા રાખું છુ ં કે આ નગરમાં પણ એવા માઈના પૂત નીકળશે જ ે સામાજિક ક્રાંતિને માટે, નવી માનવતા સ્થાપિત કરવા માટે પોતાનું જીવન સમર્પણ કરશે. એમ કરવાથી જ જીવનને આનંદ મળશે. બીજી કોઈ રીતે નહીં મળી શકે. [હરિજનબંધુ, ૧૨ જૂ ન, ૧૯૫૪] o
नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ-મે ૨૦૨૦]
141
લૉક-આઉટ દરમિયાન મજૂ રોએ પોતાનો દિવસ કે મ ગુજારવો મજૂ રોની પ્રતિજ્ઞા વિશે આપણે લખ્યું; તે પ્રતિજ્ઞા કેમ પાળી શકાય એ વિચાર્યું. લૉક-આઉટ દરમિયાન મજૂ રોએ પોતાના દિવસ કેમ ગુજારવા તેનો વિચાર આજ ે કરવાનો છે. આપણામાં કહે વત છે કે નવરો બેઠો નખોદ વાળે, એટલે દસ હજાર માણસો અમદાવાદમાં નવરા બેસી રહે એ સારું ગણાય જ નહીં. જ ેણે હં મેશાં આખો દહાડો કામ કરે લું છે તે માણસ એકદમ કામ વિનાનો થઈ જાય તો તેને એ બહુ ભારે પડી જાય છે. તેથી આજનો આપણો વિષય એ આપણે ધારે લું મેળવવાને સારુ ઘણો જ અગત્યનો છે. દિવસ કેમ ગુજારવા તેનો વિચાર કરતાં પ્રથમ તો આપણે મજૂ રોએ શું ન કરવું એ કહી જવું જરૂરનું છે. ૧. જુ ગાર રમવામાં વખત ન ગુમાવવો. ૨. દિવસના ઊંઘવામાં વખત ન ગાળવો. ૩. આખો દહાડો માલિકોની અને લૉક-આઉટની વાતો જ કર્યા કરવામાં વખત ન ગાળવો. ૪. ઘણા માણસોને ચાની દુકાનોમાં જઈ ત્યાં નકામાં ટાહે લાં કરવાની અને વગર જરૂરનું ખાવાપીવાની આદત પડી જાય છે. મજૂ રોએ આવા ચાખાનાં વગેરેનો તદ્દન ત્યાગ કરવો. ૫. મજૂ રોએ લૉક-આઉટ ચાલુ છે ત્યાં સુધી મિલોમાં ન જવું. હવે શું કરવું તે વિચારીએ. ૧. ઘણા મજૂ રોનાં ઘર અને ઘરની આસપાસનો ભાગ મેલો જોવામાં આવે છે. પોતે કામમાં હોય છે ત્યારે આ બાબત ઉપર ધ્યાન નથી આપી શકતા. હવે જ્યારે ફરજિયાત રજા પાળવાનો વખત આવ્યો છે ત્યારે મજૂ રો પોતાનાં ઘરબાર અને આંગણાં સાફ કરવામાં અને ઘરો સમારવામાં કેટલોક વખત ગાળી શકે છે. ૨. જ ેઓ ભણેલા છે તેઓએ પુસ્તકો વાંચવામાં અને પોતાનું ભણતર વધારવામાં વખત ગાળવો. વળી તેઓ અભણને ભણાવી શકે છે. આમ કરે તો એકબીજાને મદદ કરતાં પણ મજૂ રો શીખી જશે. જ ેઓને વાંચવાનો શોખ છે તેઓએ દાદાભાઈ પુસ્તકાલય અને વાચનાલય તથા આવાં બીજાં મફત વાંચવાનાં સ્થાનો છે ત્યાં જઈ વાંચવામાં વખત રોકવો. ૩. જ ેઓને ઝીણા ધંધાઓ માલૂમ છે — જ ેવા કે દરજીના, ફે ન્સી સુતારકામના, કોતરકામના — તેવા માણસો પોતે કામ શોધી કાઢી શકે છે, અને ન મળે તો અમારી મદદ એ શોધવામાં લઈ શકે છે. ૪. પોતાની આજીવિકા મળે એ ધંધા સિવાય દરે ક માણસ એકબીજા ધંધાનું ઓછુ વં ત્તું જ્ઞાન મેળવી લેવું જોઈએ. એટલે મજૂ રો કાંઈક સહે લો નવો ધંધો શીખવામાં પણ પોતાનો કાળ ગાળી શકે છે. શિક્ષણ લેવામાં પણ અમારી તરફથી તેઓ મદદ મેળવી શકશે. હિં દુસ્તાનમાં એક ધંધો કરનારો બીજા ધંધામાં રોકાવું હલકું ગણે છે. વળી કેટલાક ધંધા જાતે જ હલકા ગણવામાં આવે છે. આ બન્ને વિચારો ભૂલભરે લા છે. જ ે ધંધાની માણસના જીવનને સારુ જરૂર છે તે ધંધામાં નીચ-ઉચ્ચપણાનો તફાવત હોય જ નહીં. તેમ જ આપણે જાણતા હોઈએ તે સિવાય બીજો ધંધો કરવામાં શરમ પણ ન હોય. અમે તો માનીએ છીએ કે કપડાં વણવાં અને પથ્થર ફોડવા અથવા લાકડાં વહે રવાં કે ફાડવાં, કે ખેતરમાં મજૂ રી કરવી એ બધા જરૂરના અને માન આપવાલાયક ધંધા છે. એટલે એવી ઉમેદ રાખવામાં આવે છે કે મજૂ રો બેસી વખત ગુમાવવાને બદલે ઉપર બતાવ્યા પ્રમાણે કંઈક સારા કામની અંદર રોકાઈ પોતાનો વખત ગુજારશે. મજૂ રોએ શું કરવું એ વિચાર્યા પછી અમારી પાસેથી મજૂ રોએ શી આશા રાખવી એ કહી જવું જરૂરનું છ.ે — મહાદેવ દેસાઈ [અમદાવાદ મિલમજૂ ર સત્યાગ્રહમાંથી] 142
[ એપ્રિલ-મે ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ
શ્રમજીવી વિ૰ વિ૰ બુદ્ધિજીવી કાકાસાહે બ કાલેલકર
ઉદરનિર્વાહના અથવા સમાજસેવાના જ ે અનેક
ધંધાઓ છે તેના સામાન્યપણે બે વિભાગ થાય છે : એક શ્રમજીવી અને બીજો બુદ્ધિજીવી. ખેડૂત, વણકર, કડિયા, સુતાર, લુહાર, હજામ, ધોબી, કુંભાર, લહિયા, — એ બધા શ્રમજીવી; કારકુ નો, અધ્યાપકો, સરકારી અમલદારો, ન્યાયાધીશો, વકીલો, — એ બધા બુદ્ધિજીવી. જૂ ની મૂડીના વ્યાજ ઉપર જીવનાર અથવા કશી સેવા કર્યા વગર સમાજનો આશ્રય શોધનાર એક ત્રીજો વર્ગ હોય છે, પણ તે ધંધાદાર કે સમાજસેવક ન ગણાય. ધંધાદારોના તો બે જ વર્ગ હોય છે : શ્રમજીવી અને બુદ્ધિજીવી. આ બે વર્ગમાં બુદ્ધિજીવી ધંધાઓ શ્રમજીવી ધંધા કરતાં શ્રેષ્ઠ માનવાની ખોટી પ્રથા ઘણા દેશોમાં પડી છે. આપણે ત્યાં તો શ્રમજીવી ધંધાઓ સાવ હલકા માનવા તરફ બહુ જૂ નું વલણ છે અને તેથી આપણા સમાજને પાર વગરનું નુકસાન થયું છે. આજ ે માણસ કેળવણી લે છે તે શ્રમ કરવાની સજામાંથી બચી જવા માટે જ. સિંધમાં એક દિવસ હં ુ નાહવાની ઓરડી સાફ કરતો હતો. તે જોઈને એક પ્રખ્યાત ધર્મોપદેશક મને પૂછવા લાગ્યા, ‘અજી, ઐસા કામ કરના થા તો ઇતના અંગ્રેજી ક્યોં પઢે? ચાર ઇલમ પઢે હો તો ભી અપને હાથસે કામ કરતે હો. મુઝે બ્હોત શરમ આતી હૈ !’ હિં દુસ્તાનની જાહોજલાલીના દિવસોમાં આપણા લોકોના આવા વિચારો નહોતા. હિં દુસ્તાનના વિદ્યાર્થીઓ ગુરુને ઘેર પશુ જ ેટલું કામ કરતાં પણ કંટાળતા કે શરમાતા નહીં. ઉપનિષદના આચાર્યો ગુરુને ઘેર ઢોર ચારતા. શ્રીકૃ ષ્ણ પોતે ગુરુને ઘેર લાકડાંના ભારા રોજ જંગલમાંથી લઈ આવતા. વિદ્યાપીઠના વૃદ્ધ પંડિતો નવરાશનો વખત પત્રાવળાં તૈયાર કરવામાં ગાળતા. કોઈને એમ થતું નહીં કે શારીરિક શ્રમ કરવાથી બુદ્ધિ એળે જાય છે અથવા તો પ્રતિષ્ઠાને ધક્કો પહોંચે છે. શરીરશ્રમ કરવો એ એક આવશ્યક યજ્ઞ ગણાતો
नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ-મે ૨૦૨૦]
અને તેથી જ લોકો સો સો વર્ષ સુધી જીવતા. રાજાઓ અને સરદારો પણ કાંઈ નહીં તો પોતાનું શરીર ઉત્થાનયોગ્ય કરવા માટે બધી જાતના પરિશ્રમથી વાકેફ રહે તા. અણખેડી ભૂમિ પ્રથમ સાફ થાય અને ખેડાય ત્યારે પહે લું હળ તો રાજા જ ચલાવે અેવી ધર્મશાસ્ત્રની આજ્ઞા હતી, કેમ કે રાજ્યનો આદ્ય ખેડૂત રાજા જ ગણાતો. આવી પ્રથાને લીધે શ્રમજીવી અને બુદ્ધિજીવી વર્ગો વચ્ચે પૂરેપૂરો સહકાર રહે તો. બુદ્ધિમાન અને ધનવાન લોકો પણ પરિશ્રમી કારીગરવર્ગની કદર કરી જાણતા અને બંને વર્ગ વચ્ચે સંસ્કારોની આપ-લે ચાલતી. આવા જમાનામાં જ એવી કહે વત પ્રચલિત હતી કે ખેડૂતના શરીરને ચોંટેલી માટી ધોઈ નાખો અને તેને રાજવસ્ત્ર પહે રાવો કે તે રાજા બન્યો. રાજાને આવશ્યક એવા સંસ્કારની ઊણપ તેનામાં હોય જ નહીં. આવા જમાનામાં જ દરે ક કોમમાં શૂર સરદારો પાકતા. દેશનું રક્ષણ કેમ થશે એવી કાયર ચિંતા કોઈના મનને સ્પર્શ સરખી ન કરતી. અને જાતિ-જાતિ વચ્ચે વૈમનસ્ય પણ સહે જ ે જામતાં નહિ. આજ ે તો અંગ્રેજી રાજ્યને લીધે અથવા એના પહે લાંથી અભણ અને ભણેલા એવો ભેદ તો પડ્યો જ છે, પણ શ્રમજીવી અને બુદ્ધિજીવી લોકો વચ્ચે બહુ ઓછો રાગ કે સંબંધ દેખાય છે. બુદ્ધિજીવી લોકોને મહે નત કરવી નથી પડતી એમ નથી, અને શ્રમજીવી લોકોને બુદ્ધિ બિલકુ લ નથી જ કેળવવી પડતી એમ પણ નથી; પણ ઉપર કહે લો ભેદ સ્પષ્ટ છે એમાં શક નથી. આજ ે સામાજિક, ધાર્મિક કે રાજકીય જાગૃતિમાં એક વર્ગના પ્રયાસ બીજા વર્ગ સુધી પહોંચતા જ નથી. શ્રમજીવી લોકોનાં સુખદુઃખ વિશે બુદ્ધિજીવી લોકો બેદરકાર તો હોય જ છે પણ એથીયે વિશેષ તેઓ અજાણ્યા પણ હોય છે. બુદ્ધિજીવી લોકો પોતાની હિલચાલનું રહસ્ય શ્રમજીવી લોકોને તેમની ભાષામાં સમજાવી પણ શકતા નથી. તેથી જ 143
આજ ે દેશમાં સ્વરાજ વિશે આટલી તીવ્ર લાગણી હોવા છતાં આપણે આપણી શક્તિ એકત્રિત કરી શકતા નથી. આનો એક જ ઉપાય છે. શ્રમજીવી લોકોમાં કેળવણીનો પ્રચાર અને બુદ્ધિજીવી લોકો પર મહે નતની ફરજ. શ્રમજીવી લોકોને કેળવણી આપવી ગમે તેટલી અઘરી હોય તોપણ તે વર્ગની તો ભણવા વિશે ના નથી; જ્યારે બુદ્ધિજીવી લોકો શ્રમ કરવા ધારે તો તેમને માટે તે અશક્ય નથી, છતાં તેમનો અણગમો અસાધારણ છે. આ બે વર્ગ વચ્ચે જ્યાં સુધી સહકાર ન થાય ત્યાં સુધી સ્વરાજ્યને માટે કહો કે બીજા ગમે તે કારણ માટે કહો, રાષ્ટ્રીય શક્તિ એકત્રિત કરવી દુષ્કર છે. અંગમહે નતનો અણગમો એ ભણેલા લોકોને માટે એક સાર્વત્રિક રોગ જ થઈ પડ્યો છે. આ વાત અનુમાનની નથી પણ અનુભવની છે. આપણે સ્વરાજ્યની યોજનાઓ ગમે તેટલી ઘડી કાઢીએ, — ઉપજાઉ મગજમાં યોજનાઓની ખૂટ ન હોય — પણ તે અમલમાં મૂકે કોણ? સ્વરાજ્ય સ્થાપવા માટે જોઈતી મહે નત ઠરાવો કરી અંગ્રેજ સરકાર પાસે તો ન જ કરાવી શકીએ. જ ેને સ્વરાજ્ય જોઈએ
છે તેણે જ મહે નતની દીક્ષા લેવી જોઈએ. શ્રમજીવી લોકોનું જીવન જીવી તેમની સાથે સમભાવ કેળવવો જોઈએ. તો જ આ બે વર્ગ વચ્ચેનું અંતર ઓછુ ં થશે અને સ્વરાજ્યકાર્યને કંઈક પાયો મળશે. જ ેમ બીજા પાસે કસરત કરાવીને હં ુ બલિષ્ઠ ન થઈ શકું તેમ સ્વરાજ્યની આ શ્રમદીક્ષા પણ કોઈ અવેજી દ્વારા લઈ ન શકું. મારે સ્વરાજ્ય જોઈએ છે એમ જ ે માત્ર મોઢેથી કહે છે એના એ કહે વાનો કંઈ અર્થ થતો નથી. જ ેણે સ્વરાજ્ય માટે શ્રમદીક્ષા લીધી હોય તે જ સ્વરાજ્યભૂખ્યો ગણાય. પ્રજાશક્તિ કેળવવાનો અને એકત્રિત કરવાનો આ જ એકમાત્ર માર્ગ છે. આટલી વાત જો ગળે ઊતરે તો મહાસભામાં દાખલ થવા માટે દરે ક જણે કાંતવું જોઈએ એ નિયમની આવશ્યકતા સમજતાં વાર ન લાગે. સ્વદેશીમાં જ સ્વરાજ્ય રહે લું છે એમ આપણે છેલ્લાં પાંત્રીસ-ચાળીસ વર્ષથી કહે તા આવ્યા છીએ. તે સ્વદેશીને આટલાં વર્ષે પણ આપણે જો સફળ ન કરી બતાવીએ તો આપણે દેશની બુદ્ધિ અને દેશની કર્તૃત્વશક્તિ બંનેનું અપમાન કર્યા જ ેવું થઈ જાય. [કાલેલકર ગ્રંથાવલિ : પાંચમો ભાગ] o
‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને… લવાજમ
માટે નવજીવન ટ્રસ્ટ/Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે. રૂબરૂ લવાજમ ભરી શકાય છે. નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે. તેની વિગત આ પ્રમાણે છેૹ નવજીવન ટ્ર સ્ટ/Navajivan Trust
બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા બ્રાન્ચૹ આશ્રમ રોડ કરન્ટ એકાઉન્ટ એકાઉન્ટ નંબરૹ 10295506832 બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628 એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત વિશેષ નોંધૹ બૅંક એકાઉન્ટમાં લવાજમની રકમ જમા કરાવ્યા પછી 079 27540635 (ઍકસ્ટેન્શન 217 અથવા 218) નંબર પર ફોન કરીને જાણ કરશો. 144
[ એપ્રિલ-મે ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ
મિલની મજૂ રણ ૬૩ વરસની ડોશી થઈને તે મરી ગઈ. તે ચાર છોકરાંની મા હતી. ૬૩ વરસની આવરદામાંથી ૫૩ વરસ તેણે લૅન્કેશાયરની મિલમાં ખપાવ્યાં હતાં. તેના જીવનનું દૃશ્ય ચીતરું? લાંબું લાંબું રૂંઢમૂંઢ ભારખાના જ ેવું કારખાનું, ઉપરાઉપરી પાંચ-છ માળ, ભીંતો જાણે બારીઓનું વન, શિયાળાની અંધારી સવારે દીવાઓથી આખું ઝગઝગતું હોય, સાંજ ે જુ ઓ તોપણ એનો એ ઝગઝગાટ અને સવાર-સાંજની બે સંધ્યાઓની વચમાં આખો દહાડો સંચાઓના ધડધડ ખડખડ અવાજ; હવામાં સંચાના તેલની દુર્ગંધ અને રૂની રૂંછી; મરદો અને બૈરાંઓ — કાળાં કાળાં મોઢાં ને કાળાં કાળાં ચીંથરાંવાળાં મજૂ ર લોકો — હરડાફરડ કરતાં હોય કે સંચા ઉપર કામ કરતાં હોય. એ થયું કારખાનાનું દૃશ્ય. અને તેની બહાર? ખાવા ધાતું, ધુમાડે છવાયેલું આકાશ, ધુમાડાની મેશથી રં ગાયેલી શેરીઓ, સામે સૂકાં મેદાનો, અંદર ઘાસ સરખું ઊગે નહીં, ધુમાડે ગામ બધું ભરી મેલતાં મોટાં મોટાં ભૂંગળાં, માઈલોના માઈલો સુધી એ એકનું એક જ દૃશ્ય. આ જ સ્થળમાં એનું બાળપણ વીત્યું હતું. ચપળ આંખવાળી કુ મારિકામાંથી આ જ સ્થળે તે મુગ્ધાવસ્થામાં આવી હતી. યુવતી થઈને અહીં જ તેણે સંસાર માંડ્યો હતો અને અહીં જ કુ ટુબ ં પરિવારનું પાલનપોષણ કરતી તે આખરે મૃત્યુ પામી. તે વખતે (આજ ે પણ તે જ દશા છે) આખાં ને આખાં કુ ટુબ ં , — મા, બાપ ને છોકરાં — ઘેર તાળું મારીને રોજ મિલમાં મજૂ રીએ જાય. સૌની સામટી મજૂ રીથી સારી કમાણી કરવાની આશા કદાચ હશે. આ કુ ટુબ ં માં પણ તેમ જ થતું, પણ માતા બધાંથી વધારે તૂટી મરતી. તેના મનમાં એક જ ધૂન હતી, તે એક જ ધર્મ સમજતી — બસ, કામ કરવું. છોકરાંને પણ એ જ કેળવણી તે આપતી : કામ કરજો, કામથી કદાપિ ન હારજો. છેલ્લાં ચોવીસ વરસના આયુષ્યમાં તેણે એક કહે તાં એક રોજ પાડ્યો નહોતો. સવારના છ થાય કે મિલમાં હાજર જ. તે પહે લાં પણ સુવાવડને પ્રસંગે ત્રણ અઠવાડિયાંથી વધારે રોજ તેણે કદી પાડ્યા નથી. नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ-મે ૨૦૨૦]
નરહરિ દ્વા. પરીખ સુવાવડમાંથી નહાઈ ઊઠીને પાછી મિલને કામે ચડી જાય ત્યારે વાટમાં એક દાઈનું ઘર આવતું ત્યાં રોજ બાળકને મેલતી જાય. સૌથી છેલ્લો બાળક — તેણે જ આ બધું કહ્યું છે — કહે તો હતો કે હં ુ નાનો હતો ત્યારે રોજ સવારના પહોરમાં બા મને પથારીમાંથી તેડી લેતી, એક શાલમાં વીંટાળતી ને તેમ ને તેમ ઊંચકીને એક ડોશીને ઘેર મૂકી ચાલી નીકળતી એ બધું મને સાંભરે છે. તે દાઈને ઘેર છોકરાને તેની મા સુવાડી દેતી ને કામે ચાલી જતી. આખરે , અરધો સૈકો આવી મજૂ રી કરીને મજૂ રણ તૂટી ગઈ. તેને ક્ષયનો વ્યાધિ લાગુ પડ્યો. ઘણી વાર પરોઢિયામાં સાડા પાંચ વાગે છરીની ધાર જ ેવા ઠંડા પવનમાં તે કામે જતી હોય ત્યારે વાટમાં બિચારી ટાઢથી અકડાઈ જાય ને ઉધરસથી બેવડી વળી જાય. એવી હાલતમાં કોઈ ઘરની ઓથે ઘડીક થોભી જઈને થાક ખાતી, ઘરના ઝાંખા દીવાના તેજમાં એ ઘણી વાર જોવામાં આવતી. એમ છતાંયે તેણે કોઈ દિવસ એક રોજ ગુમાવ્યો નથી; કલાક બે કલાકની રજા સરખી પાળી નથી. અંત ઘડી સુધી તે હારી નહીં. એક દિવસ સાંજની વેળાએ તે ઘેર આવી; ને આવીને ખાધું નહિ, પીધું નહિ ને સીધી પથારીમાં પડી. રાતના નવ વાગે તેનો નાનો છોકરો પથારી પાસે ગયો તો મા લૂગડાં પહે રી કરીને તૈયાર થઈ ગઈ હતી. — “હા, ઘર વાળવું-ચોળવું હતું, અને સવારમાં વહે લું ઊઠીને કામે ચડવું એટલે અત્યારે જ તે આટોપી લેવું જોઈએ ને? ઘરનું કામ પોતે ન કરે તો બીજુ ં કોણ કરવા આવે?’ પણ સવાર પડી ત્યારે ઘરનું કામકાજ કોઈક બીજાને જ કરવાનું હતું. એ મજૂ રણ ડોશીના વિના ઘરનું બધું કામકાજ થયું. કારણ કે ડોશી બિચારી જીવનભરનો ચડેલો થાક ઉતારવા પ્રભુના ધામમાં પહોંચી ગઈ હતી. તેનું જીવ વગરનું જીર્ણ ખોળિયું સાથરે પડ્યું હતું. (કરં ડિયો પુસ્તકમાંથી) 145
ગરીબ સ્વાશ્રયી સ્ત્રીઓ ઇલા ર. ભટ્ટ
શહે રી દુનિયા શિક્ષિત છે. લખાયેલો શબ્દ અહીં
સર્વોપરી છે. અશિક્ષિતો અહીં ઠેબે ચડે છે. કારણ કે આખુંયે વ્યવસ્થાતંત્ર એમની અવગણના કરે છે. જાહે ર નોટિસ, રસ્તાની નિશાનીઓ, અખબારો, કાયદાકીય દસ્તાવેજો, બૅન્ક ખાતાંઓ અને નોકરીની જાહે રાતો એમની પહોંચ બહાર જ રહે છે. સલામત રીતે ટકી રહે વા માટે એમણે એક જ સ્થળે, પોતાને પરિચિત વાતાવરણ અને વિશ્વાસ કરી શકાય એવા લોકોની વચ્ચે જ જીવવું પડે છે. એમની વખતોવખત ઓળખ અબુધ અને આવડત વિનાના સમુદાયની છે. શરીરતોડ શ્રમ સિવાય એમની કશી પાત્રતા સ્વીકારાતી નથી. આવી પ્રજા કરોડોની સંખ્યામાં અને એ જ દેશના વિધિવત્ માળખા બહારની અર્થતંત્રની કરોડરજ્જુ છે. પ્રૌઢશિક્ષણ દેશના અશિક્ષિતો માટે હજી પણ એક સપનું જ છે. ગરીબ શ્રમજીવીઓને વાંચતાં-લખતાં શીખવે એવી કોઈ શાળાઓ નથી. જીવન ટકાવવા સંઘર્ષ કરતા સમૂહને રોજ ેરોજ, વર્ષોવર્ષ નિશાળે જવાનું ક્યાંથી પાલવે? એમને એવા શિક્ષણની આવશ્યકતા છે જ ે એમને ઉપયોગી હોય તેવું જ આપી શકે. જમીનનો દસ્તાવેજ વાંચી શકાય એવી આવડત જોઈએ જ ેથી છેતરાઈ ન જવાય. સ્વજનોને કાગળ લખી શકાય, છાપાં વાંચી શકાય, હિસાબ રાખી શકાય કે બૅન્કમાં ખાતું ખોલી શકાય, અને ઓછા વ્યાજ ે લોન લઈ શકાય, દસ્તાવેજો વાંચીને તે પર સહી કરી શકાય એ પ્રકારનું અક્ષરજ્ઞાન જોઈએ. આવું શીખવવા માટે કોઈ શાળાઓ નથી. ભારતીય બંધારણમાં દરે ક નાગરિક માટે અધિકારો અને ફરજો નિર્દેશેલાં છે, પછી એ ગરીબ હોય કે તવંગર, ભણેલા હોય કે અભણ. પરં તુ જ્યારે પ્રજાનો મોટો સમુદાય ગરીબ, અભણ અને અધિકારો અંગે જાગ્રત ન હોય ત્યારે એ એનો ઉપયોગ નથી કરી શકતો. હે તુલક્ષી સરકારી યોજનાઓનો આશય 146
તો ગરીબોને મદદ કરવાનો હોય છે. છતાં એ જરૂરતમંદો લગી પહોંચતી નથી. રાજકીય વગ ધરાવતા સ્થાનિક આગેવાનો પાસેથી જ ગરીબોને રાજકારણ વિશે થોડી જાણકારી મળે છે. તેથી યોજનાઓની સીધી અસર વિશે એ સહુ જાગ્રત નથી હોતાં. ગામડાંઓમાં રે ડિયો સાંભળનારાં હોવા છતાં એમના જીવનને સ્પર્શતી પાયાની બાબતોની માહિતી આપતા કાર્યક્રમો ઓછા હોય છે. સાંભળેલા શબ્દ પર આધાર રાખતા સમૂહ માટે ટી.વી. શક્તિશાળી માધ્યમ ખરું, પણ શ્રમજીવીઓને એમાંથી જ ેટલું મનોરં જન મળે છે, એટલી માહિતી નથી મળતી. અન્ય સહુને કશી લેવાદેવા જ ન હોય એમ સમૂહ માધ્યમો કેવળ શહે રી મધ્યમ વર્ગને કેન્દ્રમાં રાખીને જ વર્તે છે. સરકાર-સંચાલિત માધ્યમો પણ શ્રમજીવીઓ સુધી પહોંચવાની કોશિશ નથી કરતાં. ગરીબો માટેની બૅન્કવ્યવસ્થાને સરકારની મંજૂરી મળ્યાને બે દાયકા થઈ ગયા છતાં આ નીતિનો નથી મોટા પાયે પ્રચાર કે નથી અમલ. પોતાની સહી પણ ન કરી શકતા આ સમુદાય માટે બૅન્કમાં ખાતું ખોલવું લગભગ અશક્ય છે. અક્ષરજ્ઞાનને અભાવે ગરીબોને માત્ર યાદશક્તિનો આશ્રય લેવો પડે છે. પોતાના ધંધામાં કુ શળ અને સારી એવી અંગત આવડત ધરાવતા, તથા મૂડીવ્યવસ્થામાં કાઠુ ં કાઢી ચૂકેલા મહે નતકશ લોકો પણ સરકારીતંત્ર અને અમલદારશાહી સામે પાછા પડે છ.ે સ્વરોજગાર સાથે સંકળાયેલી આર્થિક-સામાજિક પ્રવૃત્તિઓને સરકાર પ્રોત્સાહન આપે છે. એ અંગે તાલીમ અને આર્થિક સહાય પણ પૂરી પાડે છે. પરં તુ આ ટેકો પર્યાપ્ત નથી. મદદ મેળવવામાં નિરક્ષરતા જો અવરોધક પરિબળ હોય તો સરકાર દ્વારા બીજાં વધારાનાં પગલાં લેવાવાં જોઈએ. જ ેથી જરૂરતમંદો સુધી આવાં આયોજન પહોંચી શકે. આજ ે તો મોટા ભાગની આર્થિક સહાય સ્થાનિક લાલચુ તત્ત્વોના [ એપ્રિલ-મે ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ
હાથમાં સહે લાઈથી પહોંચી જાય છે. ગરીબો માટેની યોજનાનો લાભ યોગ્ય વ્યક્તિને મળે એ માટે કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓએ પહે લ કરીને એ દિશામાં કડીરૂપ કામ કર્યું છે. શ્રમજીવીઓ પોતાના પરં પરાગત હુન્નર અને મહે નતથી આજીવિકા મેળવે છે. અર્થવ્યવસ્થામાં એમને માટે કોઈ નિશ્ચિત અને નોંધાયેલાં કામો નથી હોતાં. એમણે પોતે જ પોતાના માટે કામની તકો ઊભી કરવાની હોય છે અને એ રીતે જ અર્થતંત્રમાં ભાગીદાર બનવાનું રહે છે. પરિસ્થિતિની વિચિત્રતા એ છે કે સ્વરોજગારનું ક્ષેત્ર સમગ્ર અર્થતંત્રનો મહત્ત્વનો આધાર છે. બાકી વિધિવત્ આર્થિક માળખામાં તો રોજગારનું પ્રમાણ ૭% જ ેટલું જ છે.1 સ્ત્રીઓને લાગેવળગે છે ત્યાં સુધી તો આ આંકડા જ પ્રસ્તુત મુદ્દાને સ્પષ્ટ કરી આપે છે. ભારતભરમાં કામ કરતી મહિલાઓમાં ઔપચારિક માળખામાં કામ કરતી સ્ત્રીઓનું પ્રમાણ ૬% છે, જ્યારે અનૌપચારિક ક્ષેત્રમાં એટલે સ્વરોજગાર ક્ષેત્રમાં એમનું પ્રમાણ ૯૪% છે.2 દેશની નીતિના ઘડવૈયા આ અનૌપચારિક ક્ષેત્રના અસ્તિત્વનો હજી હવે સ્વીકાર કરતા થયા છે ત્યારે યે કાયદાનું રક્ષણ અને ધિરાણની સરળતા શ્રમજીવીઓની પહોંચ બહાર જ છે. સ્વાશ્રયી શ્રમજીવીઓ અનેક ધંધાઉદ્યોગ કરે છે. એ અર્થક્ષેત્રમાં પોતાની જગ્યા શોધે છે અને અર્થકારણના ચઢાવ-ઉતાર તથા એની જરૂરિયાતો મુજબનાં કામોમાં એ રોકાય છે. ખેતમજૂ ર તરીકે, બાંધકામ-મજૂ ર તરીકે, માલ ઉપાડનાર અને લારી ખેંચનાર મજૂ ર તરીકે એ શરીરશ્રમ કરે છે. એ રસોઈ જ ેવાં ઘરકામ કરે છે, બીડી વાળવાનાં, સીવણનાં, ભંગાર ટીપવાનાં કે ટોપલીઓ બનાવવાનાં 1. ‘વીમેન ઍન્ડ મેન ઇન ધ ઇન્ફોર્મલ ઇકોનોમી : અ સ્ટેટીસ્ટીકલ પિક્ચર, જીનીવા’ : આંતરરાષ્ટ્રિય શ્રમ સંગઠન, ૨૦૦૨. 2. શ્રમશક્તિ : સ્વાશ્રયી મહિલાઓ અને અનૌપચારિક ક્ષેત્રે કામ કરતી બહે નો પર રાષ્ટ્રીય આયોગનો અહે વાલ. ભારત સરકાર : મહિલા અને બાળકલ્યાણ આયોગ : ૧૯૮૮.
नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ-મે ૨૦૨૦]
સહુથી ખરાબ શોષણ કરારબદ્ધ મજૂરી સંદર્ભે થાય છે. આમાં કૉન્ટ્રાક્ટર મજૂરો પૂરા પાડે છે, અને માસિક મજૂરી ચૂકવવાની જવાબદારી સ્વીકારતા નથી. કાયદાની જોગવાઈ હોવા છતાં મજૂરોને ઓળખપત્રો અપાતાં નથી, સમાજસુરક્ષાના કોઈ લાભ એમને મળતા નથી. અકસ્માતનું વળતર આપવામાંથી પણ માલિકો છટકી શકે છે
કામો એ કરે છે, જૂ નાં કપડાંને નવાં બનાવી વેચનારાં અથવા જીવનજરૂરિયાતની ચીજો વેચનારા ફે રિયાઓ તરીકે પણ એ જ કાર્યરત છે. આવાં તમામ કામોમાં પ્રવૃત્ત સમુદાયનાં કેટલાંક લક્ષણો સામાન્ય છે. એમાં મુખ્ય તો એમની આર્થિક સક્રિયતા. બીજુ ં લક્ષણ એ, કે વ્યવસાયને લગતાં સાધનોની માલિકી એમની નથી હોતી અને ધિરાણ મેળવવાની એની પાસે કોઈ સગવડ નથી હોતી. એમના કામકાજમાં અવિભાજ્ય હિસ્સા જ ેવા વચેટિયાઓ એમનું શોષણ કરતા રહે છે. ઓછી યાંત્રિક કુ નેહવાળાં અને અર્થતંત્રમાં જ ેમને સ્વીકૃતિ નથી મળી એવાં, ફૅ ક્ટરીઓ માટે કાચો માલ તૈયાર કરતાં આ શ્રમજીવીઓની સંખ્યા ખૂબ મોટી હોવા છતાં એ બધાં વેરવિખેર છે, એકલવાયા છે, અને અર્થતંત્રમાં પોતાના સ્થાન વિશે બેખબર છે. ભાવતાલ કરવાની એમની પાસે આવડત કે શક્તિ નથી. કેટલાક ઉદ્યોગધંધા નિશ્ચિત જ્ઞાતિ કે સમુદાયના વર્ચસ્વ હે ઠળ હોય છે. જ્યારે અન્ય ઉદ્યોગોમાં દેશની વિવિધ નાતજાત અને ધર્મોવાળા સમૂહો જોવા મળે છે. ધંધો જો તે રાજ્યના શિડ્યુલમાં નોંધાયેલો હોય તો એને લઘુતમ વેતનના કાયદાઓ લાગુ પડે છે. પણ જો એ યાદી બહારનો હોય તો એમાં કાયદાની જોગવાઈ નથી. ઝડપથી બદલાતી દુનિયા સાથે સરકારો વ્યવસાયની નવી યાદી તૈયાર કરવા જ ેટલી ત્વરા બતાવી શકતી નથી. કામોનું વૈવિધ્ય ઘણું છે 147
અને આવી સ્થિતિમાં રાષ્ટ્રીય લઘુતમ ધારો જ યોગ્ય ગણાય. કમનસીબે લઘુતમ વેતન નિશ્ચિત કરવામાં આવ્યું હોવા છતાં એનો પાકો અમલ કરાવી શકે એવી વ્યવસ્થા ઊભી થઈ શકી નથી. ખેતમજૂ રોને જ્યારે અવકાશ મળે ત્યારે એ બાંધકામનાં કામો કરે છે. આખુંયે કુ ટુબ ં બાંધકામ ચાલતું હોય ત્યાં જ રહે છે અને કામ પતે પછી જ ત્યાંથી ખસે છે. સ્થળાંતર કરીને આવેલાં અને અજાણી જગ્યામાં વસતાં આવાં કુ ટુબ ં ોનું શોષણ થવાની ઘણી શક્યતાઓ છે. આ પરિવારો કાયદાથી સુરક્ષિત નથી. કાયદા ભલે કાગળ પર હોય, સહુથી ખરાબ શોષણ કરારબદ્ધ મજૂ રી સંદર્ભે થાય છે. આમાં કૉન્ટ્રાક્ટર મજૂ રો પૂરા પાડે છે, અને માસિક મજૂ રી ચૂકવવાની જવાબદારી સ્વીકારતા નથી. કાયદાની જોગવાઈ હોવા છતાં મજૂ રોને ઓળખપત્રો અપાતાં નથી, સમાજસુરક્ષાના કોઈ લાભ એમને મળતા નથી. અકસ્માતનું વળતર આપવામાંથી પણ માલિકો છટકી શકે છે. કારખાનાંની અંદર કે બહાર કામ કરતા એવા કામદારો પણ હોય જ ેમનાં નામ નોંધાયેલાં ન હોય, એમને કૉન્ટ્રાક્ટરે રોક્યા હોય. આ વ્યવસ્થા ઘણા સમયથી ચાલી આવી છે. કામદારોની ઉંમર વધતી જાય એટલે એમના કરતાં સશક્ત કામદારો એમની જગ્યાએ આવે. આગળથી ચાલતી કૉન્ટ્રાક્ટ પદ્ધતિ મુજબ જ. માલિકને પક્ષે આ કામદારો પરત્વે કોઈ જવાબદારી કે બંધન નથી, કારણ કે કામદારમાલિકનો સંબંધ સ્થાપી શકાય એવું કાયદેસર લખાણ અસ્તિત્વ જ નથી ધરાવતું. તમામ પ્રકારના કર્મચારીઓ, શિક્ષણસંસ્થાઓ, બૅન્કો અને પેઢીઓ પણ ખુલ્લેઆમ કૉન્ટ્રાક્ટ પદ્ધતિનો ઉપયોગ કરે છે. કર્મચારીઓને માન્યતા નથી મળી, એમની કોઈ નોંધ નથી, અને એ સંગઠિત નથી, એટલે એ અદૃશ્ય રહે છે, એમનો કોઈ અવાજ નથી. ઘરઆંગણે વ્યવસાય કરતા અસંખ્ય કામદારો માટે એમનું એકલા હોવું, અને અસંગઠિત હોવું, એ એક મોટી સમસ્યા છે. એમાં એવી સ્ત્રીઓનો સમૂહ 148
પણ છે જ ે આર્થિક, સામાજિક અને સંસ્કાર-પરં પરાનાં કારણોસર ચાર દીવાલોની મર્યાદામાં જીવે છે. એની હયાતી દેશની નજર બહાર છે. એ પણ જાણે ‘પડદા’માં જ છે, શાબ્દિક અને આંકડાકીય બંને રીતે. આખી દુનિયામાં છૂટક કામની કિંમત ચૂકવવાનો વ્યવહાર ગૃહઉદ્યોગ પર પકડ જમાવી બેઠો છે. આ પદ્ધતિ હે ઠળ કામના નિશ્ચિત જથ્થા પર નક્કી કરે લી રકમ જ મળે. આમ તો આ વહે વાર ઉચિત લાગે છતાં આ આખીયે પદ્ધતિ માલિકતરફી છે. પહે લી વાત તો એ, કે કામના કલાકો પ્રમાણે વેતનની ગણતરી કરવામાં આવે તો લઘુતમ વેતનની નજીક કે એનાથી જરા ઓછી રકમ આપવાની થાય. બીજી બાબત એ, કે કામ અલગ અલગ કૉન્ટ્રાક્ટર-હસ્તક થતું હોવાથી દરે ક વચેટિયા પોતાના હાથ નીચેના કામદારો પાસેથી કટકી મેળવે. સ્પષ્ટ છે કે સાવ નીચલી પાયરીના કામદારોને તો ઘણી વાર ખબર સુધ્ધાં નથી હોતી કે એમનો મુખ્ય માલિક કોણ છે! આ પ્રથા પાછળનું એક કારણ એવું છે કે માલિક પોતાના જ કર્મચારીઓને નકારવાનો અધિકાર ભોગવી શકે અને એ રીતે મજૂ રીને લગતા તમામ કાયદાઓનું ઉલ્લંઘન કરી શકે. જ ેટલું કામ ઊતરે તે પ્રમાણે વેતન મેળવનારાંઓને (પીસરે ટ) કાચો માલ ઘરઆંગણે જ પહોંચતો કરવામાં આવે છે. માલ સંપૂર્ણ રૂપ ધારણ કરે ત્યારે જ એ માલિકના હાથમાં જાય અને કામદારોને વેતન ચૂકવાય તેમ જ નવા માલની વરદી મળે. હજારો સ્ત્રી-પુરુષો આવી શરત અનુસાર કામ કરે છે. બીડી વાળવાનાં, અગરબત્તી બનાવવાનાં, કાગળની કોથળી કે કપડાં બનાવવાનાં, કાલાં કે મગફળી ફોલવાનાં, બ્લોક પ્રિન્ટિંગનાં, દીવાસળી બનાવવાનાં, જરૂરી ભાગો એકઠા કરી તે વીજળીથી ચાલતી વસ્તુઓનું ઉત્પાદન કરવાનાં કે કારખાનાના માલનું પૅકિંગ કરી તે પર લેબલ લગાડવાનાં કામો જ ેવાં અસંખ્ય કામોમાં અનેક લોકો સંકળાયેલા છે. સ્વાશ્રયી કામદારો ઘરઆંગણે બનાવાતી અનેક ચીજોના ઉત્પાદનમાં ગળાડૂ બ રહે છે. [ એપ્રિલ-મે ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ
ગૃહઉદ્યોગ દ્વારા થતા ઉત્પાદનનું અસ્તિત્વ તો પહે લાં પણ હતું જ. છતાં પીસરે ટની પદ્ધતિ અત્યારે પ્રચલિત બની છે. પહે લાં માલિકને ત્યાં કામદારો બીડીઓ વાળતાં, આજ ે તો હજારો કામદારો પોતાના ઘરઆંગણે જ ફૅ ક્ટરીમાં બીડી વાળતા. એ પુરુષકામદારો હતા; ઘરમાં જ ે બીડીઓ વાળે છે તે સ્ત્રીઓ છે. ગૃહઉદ્યોગ ક્ષેત્રે માત્ર બીડી-કામદારોને જ કાયદાનું રક્ષણ મળ્યું છે અને ત્યાં પણ એ ભાગ્યે જ અમલમાં મુકાય છે. એ પ્રમાણે પાપડ વણવાનાં, અગરબત્તી બનાવવાનાં, પતંગ કે ફટાકડા બનાવવાનાં કામો જ ેવી અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ એવી છે કે જ ેમાં લઘુતમ વેતનની કે સામાજિક સુરક્ષાની કાયદાકીય જોગવાઈ નથી. કેટલીક જગ્યાએ કામદારોએ સંગઠિત થઈને સારા વળતરની માંગણી કરી ત્યારે કૉન્ટ્રાક્ટરની પદ્ધતિને વેચાણ અને ખરીદીની વ્યવસ્થામાં પલટી નાખવામાં આવી, જ ેમાં માલિક કાચો માલ કામદારોને વેચે અને તૈયાર થયેલો માલ એમની પાસેથી જ ખરીદે. ગૃહઉદ્યોગોમાં વ્યસ્ત કામદારો બજારમાં ભાવતાલ નક્કી કરી શકતા ન હોવાના પરિણામે એમણે આવક માટેના એકમાત્ર આધાર જ ેવા દલાલો, કે વચેટિયાઓને શરણે જવું પડे છે. વ્યવસાયનાં સાધનો ઘણી વાર ભાડે લીધાં હોવાથી એનું અને કાચી સામગ્રીનું નાણું ચૂકવવાનું થાય છે. વળી આ સામગ્રી રાહતદરે મેળવવામાં પણ વચેટિયાઓનો હાથ રહે છે. ઉત્પાદન ઘર ખાતે જ થતું હોવાથી જ ેમને વેતન નથી આપવાનું એવાં બાળકો અને કુ ટુબ ં ના અન્ય સભ્યો પણ ઉત્પાદનનો નિશ્ચિત જથ્થો પૂરો પાડવામાં મદદ કરે છ.ે આ ઉપરાંત બીજા લઘુઉદ્યોગો અને હસ્તકલાહુન્નરમાં કાર્યરત અનેક કામદાર-સમૂહો છે. જ ે પોતાની નાની મૂડીથી માલ ખરીદે છે, વસ્તુઓ બનાવે છે અને વેચે છે. આ પ્રકારના ઉત્પાદનમાં માટીનાં વાસણો, લોખંડના સ્ટવ, ડોલ, હાથવણાટનું કાપડ, જરીકામ અને ભરતકામ, વાંસની ચીજો, પથ્થર અને લાકડામાંથી કોતરે લી આકર્ષક વસ્તુઓ, કાગળના માવામાંથી અને ધાતુમાંથી બનાવેલી ચીજોનો સમાવેશ
नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ-મે ૨૦૨૦]
સ્વાશ્રયી સમૂહની વાસ્તવિકતા નાનામોટા ઉદ્યોગમાં પડેલી પ્રજાના એક મોટા હિસ્સાની ગરીબી અને લાચારીનું કરુણ ચિત્ર પ્રતિબિંબિત કરે છે. મનમાં આ સંદર્ભે જે પ્રશ્નો ઊઠે તે અસ્વસ્થ બનાવી દે છે. આપણે ભારતના પરંપરાગત આર્થિક માળખાની અવગણના કરવાને બદલે એને સશક્ત કેમ નથી બનાવતા?
થાય છે. આમાંનું ઘણું કામ હસ્તકલા બોર્ડ અને ડેવલપમેન્ટ કૉર્પોરે શનની નજરમાં આવતાં સદ્ભાગ્યે આવાં કામોની અધિકૃત માહિતી મળી શકે છે. આ ક્ષેત્રમાં સ્ત્રીઓ અને પુરુષો મોટી સંખ્યામાં કામ કરી રહ્યાં છે. કુંભાર, વણકર, ટોપલી બનાવનારાં વગેરે કારીગરો, કે જ ેમના કામની સ્થાનિક બજારમાં ઊપજ ઘટી રહી છે, એમનો માલ શહે ર અને દૂરનાં બજારોમાં પહોંચાડવામાં આવે છે. આ માટે દલાલો છૂટક ભાવે માલ ખરીદીને વેચાણમાં મદદ કરે છે. વાંસ અને સૂતર જ ેવી કાચી સામગ્રીના ભાવ વધતા જતા હોય ત્યારે વચેટિયાઓએ અને બજારે નક્કી કરે લી કિંમત કારીગરોને પોસાતી નથી અને છેવટે એને જ ખોટ ખમવી પડે છે. જ ે કારીગરો સાચા અર્થમાં સ્વાશ્રયી હતા તે પણ હવે એવી સ્થિતિમાં લાંબો સમય ટકી શકે એમ નથી, કારણ કે એમની પાસે ધિરાણની સગવડ નથી, જથ્થાબંધ કાચો માલ ખરીદી સારી વેચાણકિંમત મેળવી શકાય તેવી જોગવાઈ નથી અને સરવાળે બજારનાં પ્રવર્તમાન પરિબળો અંગે એ અજાણ છે. એમનાં રહે ઠાણો નાનાં અને ગીચ હોવાથી કાચા માલને કે તૈયાર ઉત્પાદનને સાચવવાની એની પાસે કશી જ સગવડ નથી. આ પણ એમની એક મોટી સમસ્યા છે. પરં પરાગત કસબ ધરાવનારો કારીગર વર્ગ જૂ ના જમાનાનાં સાધનો વાપરે છે. ઉદાહરણ તરીકે 149
ટોપલીઓ બનાવનારાં કારીગરો. એમનું ઉત્પાદન સ્થાનિક બજારમાં ઓછી કિંમતે જ વેચાય છે. અને જ્યાં સારી કિંમત મળે તેવા બજારમાં માલ પહોંચાડવાનું એને માટે શક્ય નથી. પહે લાં જ ેવી મળતી હતી તેવી કાચી સામગ્રી પણ હવે દુર્લભ થતી જાય છે. અથવા તો એના પર પ્રતિબંધ છે કે પછી એ ખૂબ મોંઘી બની ગઈ છે. જંગલના નિવાસીઓને પોતાનાં પરં પરાગત શૈલીનાં ઘર બનાવવા માટે પણ સામગ્રી નથી મળતી. જંગલખાતું વાંસ કાપવા દેતું નથી. લાકડાના વેપારીઓ જંગલખાતાના અધિકારીઓને લાંચ આપીને જંગલમાં ઉઘાડી લૂંટ ચલાવી શકે છે. નેતર તો જંગલમાંથી અદૃશ્ય થઈ ગયું છે. કાયદેસરના કરાર હે ઠળ વાંસનાં જંગલોના મોટા વિસ્તારો પેપર મિલને નજીવી કિંમતે આપી દેવાય છે. ટોપલી બનાવનાર ૭ ફૂટ વાંસ માટે રૂ. ૧૫ ચૂકવે છે તો પેપર મિલને એ રૂ. ૧થીયે ઓછી કિંમતમાં પડે છે. આપણા દેશમાં સર્વત્ર જોવા મળતા ફે રિયાઓ સ્વરોજગારી જ મેળવે છે. એમની સમસ્યાઓ વળી એકદમ અલગ છે. તાજા માલના બજાર અને તેની વિતરણવ્યવસ્થામાં એમનું કામ બહુ અગત્યનું હોવા છતાં એમની તો કશી ગણતરી જ નથી લેવાતી. નવી રાષ્ટ્રીય નીતિ એમને માટેય ઘડાઈ છે. છતાં એનો અમલ ક્યારે અને કેવી રીતે થાય તે જોવાનું રહ્યું. પ્રત્યેક શહે રમાં તાજા ઉત્પાદનનું બજાર ફે રિયાઓ દ્વારા જ ઊભું થાય છે. તોપણ એમનું સ્થાન વિવાદાસ્પદ રહ્યું છે. પરં પરાગત ભારતીય બજાર અથવા હાટને ઊતરતું ગણવાનું એક વલણ પ્રચલિત બન્યું છે. આનું એક કારણ એ છે, કે સસ્તી ચીજવસ્તુઓના બજારમાં વેચનાર અને ખરીદનાર, બંને ગરીબ છે. એમની જરૂરિયાતોનું આધુનિક ભવ્ય
શહે રોની કલ્પનામાં કોઈ સ્થાન નથી. સ્વાશ્રયી સમૂહની વાસ્તવિકતા નાનામોટા ઉદ્યોગમાં પડેલી પ્રજાના એક મોટા હિસ્સાની ગરીબી અને લાચારીનું કરુણ ચિત્ર પ્રતિબિંબિત કરે છે. મનમાં આ સંદર્ભે જ ે પ્રશ્નો ઊઠે તે અસ્વસ્થ બનાવી દે છે. આપણે ભારતના પરં પરાગત આર્થિક માળખાની અવગણના કરવાને બદલે એને સશક્ત કેમ નથી બનાવતા? કહે વાતી આધુનિક પદ્ધતિઓની વગર વિચારે નકલ કરવાને નામે આપણે લોકજીવનને કેમ વિસારે પાડીએ છીએ? આપણી બૅન્કસેવાઓ અર્થપૂર્ણ ત્યારે જ બને જ્યારે આર્થિક રીતે સક્રિય એવો વિશાળ જનસમૂહ એની સેવાઓનો લાભ લઈ શકે. જો આમ ન હોય તો બૅન્કસેવાઓનો અર્થ શો? બજાર જ ેના થકી સર્જાય છે તે ધંધામજૂ રીના કશા આયોજન વગર આપણે સબળ શહે રો કેવી રીતે ઊભાં કરી શકીએ? દેશના ત્રણ ચતુર્થાંશ ભાગની પ્રજાને કામદારોનો દરજ્જો આપ્યા વિના આપણે મજૂ રઆંદોલનની વાત પણ શી રીતે કરીએ? અને નારીઆંદોલનનું અસ્તિત્વ અહીં છે એમ બોલવાનો શો અર્થ જ્યારે ગામડાંની અસંખ્ય ગરીબ સ્ત્રીઓનો એમાં કોઈ અવાજ જ નથી? ગરીબી નાબૂદ કરવા સંદર્ભે સમસ્ત પ્રજા અને પ્રત્યેક સરકારની ગતિવિધિને ચોક્કસ દિશામાં વાળી શકે એવો ધ્રુવતારક હજી સુધી આપણને મળ્યો નથી. ગરીબોને સહાય કરવાના આપણા પ્રયત્નો પ્રાણહીન છે, એમના તરફ ફેં કેલા ટુકડાઓ જોવા. મત રળવા સિવાય એનાથી કોઈ હે તુ સિદ્ધ થઈ શક્યો નથી. જ્યાં લગી આવું જ ચાલશે ત્યાં લગી ઉપરના પ્રશ્નો આપણી સામે ઝળૂંબતા રહે વાના. અનુ. : હિમાંશી શેલત [‘ગરીબ, પણ છૈયે કેટલાં બધાં!’માંથી] o
150
[ એપ્રિલ-મે ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ
મજૂ ર મહાજન : ભવ્ય ભૂતકાળ, કપરાં ચઢાણ મણિલાલ એમ. પટેલ
વિશ્વભરનાં મોટાભાગનાં કામદાર સંગઠનો ૧૮૮૬માં
શિકાગોમાં કામદારો પર થયેલા અત્યાચારના વિરોધમાં ૧લી મેના રોજ ‘મજૂ ર દિન’ ઊજવે છે; પણ ગુજરાતમાં મહાત્મા ગાંધી-સ્થાપિત સંસ્થાઓ પૈકી એક મજૂ ર મહાજન સંઘ ૪થી ડિસેમ્બરના રોજ પોતાનો સ્થાપના દિન ‘મજૂ ર દિન’ ઊજવે છે. ૧૯૧૪માં કેલિકો મિલના માલિકના દીકરી અનસૂયાબહે ન સારાભાઈએ વિલાયતથી અભ્યાસ પૂરો કરીને ભારત આવીને મિલનો વહીવટ સંભાળવાને બદલે અમદાવાદના શ્રમજીવી વિસ્તારોમાં પ્રૌઢ શિક્ષણ અને રાત્રિ શાળાના વર્ગોથી જાહે રસેવાની કામગીરી આરં ભી હતી. ૧૯૧૭માં અમદાવાદમાં પ્લેગ ફાટી નીકળતાં મિલોના મજૂ રો અમદાવાદ છોડીને જવા લાગ્યા. આથી મિલોએ તેમને રોકવા ૭૫ ટકા જ ેટલો પગારવધારો કરી આપ્યો પણ તાણા ખાતાના કામદારો કે જ ેઓ અમદાવાદના હતા તેમને આ લાભ ન આપ્યો. આથી તેઓ અનસૂયાબહે ન પાસે ગયા અને અનસૂયાબહે ને માલિકોને નોટિસ આપી છતાં કંઈ ન થતાં ૪થી ડિસેમ્બર, ૧૯૧૭ના રોજ હડતાળ પાડી જ ે સફળ થઈ. આ હડતાળ સમયે મિલમાલિકમંડળના મોભી અનસૂયાબહે નના મોટાભાઈ અંબાલાલ સારાભાઈ હોદ્દા પર હોવા છતાં અનસૂયાબહે ને તેમની સામે મજૂ રો માટે સંઘર્ષ છેડ્યો. આ લડત ‘ધર્મયુદ્ધ’ નામે ઓળખાઈ હતી. ગાંધીજીએ આ મજૂ રોના મહાજનને પોતાની મજૂ ર પ્રવૃત્તિની ‘પ્રયોગશાળા’ ગણાવી. જ ે સંગઠનનો જન્મ ૧૯૧૭માં હડતાળથી થયો તે સંગઠને ઔદ્યોગિક વિવાદ ધારો અમલમાં આવ્યા પછી એક પણ હડતાળ પાડી નથી; તે તેની અનોખી ગાંધીવિચારની મજૂ રનીતિનાં દર્શન કરાવે છ.ે ગાંધીજીના સાનિધ્યમાં મજૂ ર મહાજન સંઘની સ્થાપના થઈ તે સમયે વેપારીઓનાં સંગઠનોના નામમાં ‘મહાજન’ શબ્દ વપરાતો. ગાંધીજીએ પોતાની મજૂ રપ્રવૃત્તિની આ પ્રયોગશાળાને ‘મહાજન’ શબ્દ જોડી
नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ-મે ૨૦૨૦]
ગૌરવ બક્ષ્યું. ગાંધીજીએ શંકરલાલ બૅંકરને મહાજનના સલાહકાર નીમ્યા હતા. મજૂ રપ્રવૃત્તિના અભ્યાસ માટે આવેલા તેજસ્વી યુવાન ગુલઝારીલાલ નંદાને ૧૯૨૧માં ગાંધીજીએ મહાજનમાં જ રોકી લીધા અને ખંડુભાઈ દેસાઈ પણ જોડાયા. ગુજરાત ઔદ્યોગિક શાંતિનો ટાપુ છે તેમાં મહાજનની નોંધપાત્ર ભૂમિકા છે. જ ે સંસ્થાનો જન્મ હડતાળમાંથી થયો તે સંસ્થા વાટાઘાટો તથા કાનૂની પ્રક્રિયાથી પોતાના પ્રશ્નો ઉકેલે છે. આજ ે દેશમાં જ ે કોઈ મજૂ ર સંગઠનો અને મજૂ ર કાયદાઓ છે તેના ઘડતરમાં મહાજનના નેતાઓ ગુલઝારીલાલ નંદા અને ખંડુભાઈ દેસાઈની પાયાની ભૂમિકા છે. ૧૯૨૩માં પગારવધારાની માગણી માટે હડતાળ પાડનાર મહાજને મિલોની સ્થિતિ કથળતાં ૧૯૩૩માં પગારકાપ અને રે શનલાઇઝેશનનો સિદ્ધાંત પણ સ્વીકાર્યો તે મજૂ ર સંગઠનોના ઇતિહાસમાં એક અજોડ ઘટના છે. આજ ે દેશભરના કામદારોને બોનસ, પ્રોવિડન્ટ ફં ડ, ગ્રૅચ્યુઇટી, મોંઘવારી ભથ્થું જ ેવા લાભો મળે છે. તેના પાયામાં મજૂ ર મહાજનની મહત્ત્વની ભૂમિકા છે. મજૂ ર સંગઠનો તો પગારવધારો, વધુ સવલતોની જ માગણી કરે અને આવું કરે તેને મજૂ ર સંગઠન કહે વાય. પણ ૧૯૩૩માં ઉદ્યોગમાં મંદી આવી ત્યારે દસ ટકાનો પગારકાપ સ્વીકારીને અમદાવાદના મજૂ ર મહાજને મજૂ રમાલિક સંબંધોની વિશ્વમાં અજોડ કહી શકાય તેવી પ્રણાલી પ્રસ્થાપિત કરી હતી. અને એ સમયે રે શનલાઇઝેશન અને મૉડર્નાઇઝેશન સિદ્ધાંત સ્વીકાર્યો હતો. ૧૯૩૦માં અમદાવાદના સેંકડો મજૂ રોએ સરકારના ઇજારદાર દ્વારા ચલાવાતાં દારૂનાં પીઠાં પર જબરદસ્ત પિકેટિગ ં કર્યું હતું. અને તે સમયના મહાજનના મંત્રી ગુલઝારીલાલ નંદાને પિકેટિગ ં કરતાં હાથે ફ્રૅક્ચર પણ થયું હતું. કોઈ મજૂ ર દારૂ ખરીદતા નહીં. તેનાથી કંટાળીને ઇજારદારોએ દારૂ વેચવાની 151
રેં કડી શરૂ કરી, પણ તેમાં યે નિષ્ફળતા મળી. કારણ કે કોઈ મજૂ ર દારૂ ખરીદતો જ નહીં. ૧૯૩૯માં મુંબઈની રાષ્ટ્રીય સરકારે સૌપ્રથમ અમદાવાદમાં દારૂબંધી શરૂ કરી ત્યાર બાદ મુંબઈમાં શરૂ થઈ. આમ દારૂબંધીની સફળતાનું શ્રેય અમદાવાદના મજૂ રોને ફાળે જાય છે. મહાજનની પ્રતિષ્ઠા એક મજૂ ર સંગઠન કરતાં સામાજિક સંસ્થા તરીકે વધુ છે. દુનિયાનું કોઈ મજૂ ર સંગઠન ન ચલાવતું હોય તેવી અનેક પ્રવૃત્તિઓ મ્યુનિસિપલ કૉર્પોરે શને શરૂ કરી; જ ેવી કે — ઘોડિયાઘર, શાળાઓ, દવાખાનાં, પ્રસુતિગૃહ, વાચનાલયો, જ્ઞાનપરબો, આંગણવાડીઓ, ખાદીહાટ, મજૂ ર બૅન્ક, ભરતગૂંથણ, સીવણ, ટાઇપ, શોર્ટહે ન્ડના વર્ગો, ટેક્નિકલ સાધનોના રિપેરિંગના વર્ગો, કન્યાગૃહો, રાત્રિ અભ્યાસગૃહો, પ્રિન્ટિંગ પ્રેસ, વ્યાયામશાળાઓ પોતાનું અર્ધ સાપ્તાહિક જ ેવી અનેક પ્રવૃત્તિઓ. ગુલઝારીલાલ નંદા અને ખંડુભાઈ દેસાઈએ રાષ્ટ્રીય મજૂ રનીતિના ઘડતરમાં મહત્ત્વનું યોગદાન આપ્યું. શ્યામપ્રસાદ વસાવડા, અરવિંદ બૂચ, નૂરમહમંદ શેખ, સોમનાથ દવે, કેશવજી વાઘેલા અને મનહરભાઈ શુક્લ જ ેવા અનેક નેતાઓએ રાજનીતિમાં સક્રિય થવાને બદલે મહાજનનું કામ સંભાળ્યું. મહાજનના બે મંત્રીઓ શાંતિલાલ શાહ અને નવીનચંદ્ર બારોટ રાજ્યના શ્રમમંત્રી પણ બન્યા હતા. અન્ય એક અગ્રણી મોહનલાલ વ્યાસ પણ રાજ્યના મંત્રી બન્યા હતા. ૧૯૬૯માં દેશભરની ખોટ કરતી ૧૧૦ જ ેટલી બંધ મિલો માટે શ્યામપ્રસાદ વસાવડાએ ભારત સરકાર પાસે એનટીસીની રચના કરાવી, એટલું જ નહીં પણ તેના અધ્યક્ષ બન્યા અને મિલોને ખોટમાંથી બહાર કાઢીને નફો કરતી કરી જ ે એક અભૂતપૂર્વ ઘટના હતી. ૧૯૮૦ના દાયકામાં અરવિંદભાઈ બૂચે ‘રહે નારને કામ અને જનારને દામ’નો સિદ્ધાંત
અપનાવીને સમયને અનુરૂપ માર્ગ કાઢ્યો અને બંધ મિલોના પ્રશ્ને ૧૫૬૩ દિવસનો ફૂટપાથ સત્યાગ્રહ કર્યો. ૧૯૪૨માં ‘હિં દ છોડો’ની લડતમાં રાષ્ટ્રીય નેતાઓની ધરપકડ ટાણે પોતાની માગણીઓ માટે હડતાળ ન પાડનારા અમદાવાદના મજૂ રોએ સાડાત્રણ મહિનાની ઐતિહાસિક હડતાળ આઝાદીની લડત માટે પાડી હતી. મજૂ રોએ રાષ્ટ્રભક્તિનાં અદ્ભુત દર્શન કરાવ્યાં હતાં. ૧૯૪૭માં ‘ઇન્ટુક’ની સ્થાપના થઈ અને મહાજનના ખંડુભાઈ દેસાઈ તેના પ્રથમ મહામંત્રી બન્યા હતા. ૧૯૫૦માં ૮૦ સભ્યોની દેશની બંધારણ સભામાં મહાજનના બે નેતાઓ ગુલઝારીલાલ અને ખંડુભાઈ દેસાઈ પણ હતા. હિં દ મજૂ ર સેવક સંઘની સ્થાપના કરીને દેશભરમાં ગાંધીવિચારની મજૂ રપ્રવૃત્તિને વિસ્તારી શકે તેવા હજારો મજૂ રકાર્યકરો તૈયાર કર્યા. આજ ે વિશ્વભરમાં જાણીતી બનેલી ‘સેવા’ સંસ્થા અને મહિલા બૅન્કની સ્થાપના પણ ૧૯૭૨માં મજૂ ર મહાજનમાં થઈ હતી અને તેનાં મોભી ઇલાબહે ન ભટ્ટનું પાયાનું ઘડતર પણ આ જ સંસ્થામાં થયું. આમ એક સમયે અગ્રેસર ભૂમિકા ભજવનાર મજૂ ર મહાજન તેની સદી વટાવી ગયા પછી હવે વૃદ્ધ થયું છે. ટપોટપ બંધ પડેલી મિલોના કારણે વર્ષે રૂપિયા ૪૦ લાખ જ ેટલી રકમ પોતાના સ્વભંડોળમાંથી કામદાર કલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓ માટે વાપરતા મહાજનને બદલાયેલા સંજોગોમાં તેની અનેક પ્રવૃત્તિઓ બંધ કરવાની અને કાર્યકર્તાઓની સંખ્યા ઘટાડવાની ફરજ પડી છે. વાતાવરણની અસર પણ સંસ્થાને થઈ છે. આમ છતાં કામદારોના રોષ અને ટીકાઓ વચ્ચે પણ મહાજન યથાશક્તિ કામદાર સેવાને વળગી રહ્યું છે : ભૂતકાળ ભવ્ય હતો પણ ભવિષ્ય માટે કપરાં ચઢાણ છે. o
152
[ એપ્રિલ-મે ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ
ભય અને આધુનિક જીવન ઈ. વી. પુલ્લિયાઝ ‘ભય અને આધુનિક જીવન’ મથાળાથી ‘હરિજનબંધુ’માં ત્રણ હપ્તામાં પ્રકાશિત થયેલા લેખો વર્તમાન સ્થિતિનું ચિત્રણ કરે છે. હપતાવાર શ્રેણીની માંડણીની નોંધ આરં ભના લેખમાં આ મુજબ છે : “આ લખાણ ૧૯૫૪ના ડિસેમ્બરના न्यू आउटलूकમાંથી અહીં ઉતારવામાં આવ્યું છે, એના લેખક ઈ. વી. પુલ્લિયાઝ પેપર્ડાઇન કૉલેજ [કૅ લિફૉર્નિયા, અમેરિકા]માં માનસશાસ્ત્રના ડીન તથા પ્રોફે સર છે.” આધુનિક જીવન ભયની ભીંસમાં કેવી રીતે આવ્યું છે, તેનો ખ્યાલ મૂકી આપતો આ શ્રેણીનો ત્રીજો અને અંતિમ લેખ.
કે ટલાક મુખ્ય ભયો
આ યુગને ઘણા ભયો સહે વાના આવ્યા છે. તે પૈકી
અતિશય હાનિકારક અને સર્વવ્યાપી ભય ચિંતા છે. પણ વત્તેઓછે અંશે વરતી શકાય એવા ત્રણ ભયો અતિશય ઉગ્ર બન્યા છે અને માણસને લગભગ પાગલ બનાવી મૂકે એટલી હદે પહોંચ્યા છે. તેઓ આધુનિક સમયના માણસના આચરણની હરે ક બાજુ પર અસર કરે છે અને એ રીતે તેઓ આપણા વિષયને માટે ઘણા મહત્ત્વના છે. ૧. એમાંનો એક સ્વાતંત્ર્યનો ઊંડો ભય છે. એવા નિશ્ચિત પુરાવા મળે છે કે પાશ્ચાત્ય દેશોનો માનવી લગભગ પચાસ વરસથી એકસરખી ત્વરિત ગતિથી સ્વાતંત્ર્યથી પીછેહઠ કરી રહ્યો છે. કદાચ તેણે વધારે પડતી ત્વરાથી વધારે પડતું સ્વાતંત્ર્ય પ્રાપ્ત કર્યું હોય એમ બને. સ્વાતંત્ર્યની જોડે આવતી જવાબદારીથી તે ભયભીત બન્યો અને હવે તે તેનાથી દૂર ભાગવા લાગ્યો છે. બધા ભયો પૈકી આ ભય સૌથી વધારે કરુણ છે. કારણ કે, સઘળા વિકાસ અને પ્રાપ્ત પરિસ્થિતિ સાથે સુમેળ સાધવા માટે જરૂરી ફે રફાર કરવાને સ્વાતંત્ર્યની ઘણી જ જરૂર હોય છે. સ્વાતંત્ર્ય વિના વિચાર અને ક્રિયા જડ બની જાય છે, વાસ્તવિકતા સાથે તેનો સંબંધ રહે તો નથી અને છેલ્લે એ બંને ઘાતકી અને દમનકારી બને છે. આ રીતે મુક્ત ચિત્ત અને કરુણાભર્યા હૃદયને બદલે માણસ બંધનયુક્ત ચિત્ત અને નઠોર હૃદય ખીલવે છે. તે જ ે કંઈ જાણતો હોય
नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ-મે ૨૦૨૦]
એનાથી ભિન્ન હોય તે બધાને વિશે શંકાશીલ થતાં તે શીખે છે. અને આખરે તે પોતાના પાડોશીઓ અને પોતાના ભાઈઓ પર પણ જાસૂસી કરવાને પ્રેરાય છે. આ ઝેરી મૂળમાંથી સ્વાતંત્ર્યના ભયરૂપી જ ે ગોઝારો છોડ ઊગે છે તે આખરે માણસના જીવનના ખેતરમાં ઊગેલા સઘળા ઉપયોગી અને સુંદર છોડોને ગૂંગળાવી મારે છે. સર્જક કળાઓ, શોધખોળ, પાંડિત્ય, સહકારમૂલક સેવાઓ અને ખુદ પ્રેમ પણ — માણસના સાચા ગૌરવની આ બધી બાજુ ઓનો ઊગમ અને વિકાસ વ્યાપક અને ઊંડા સ્વાતંત્ર્ય પર આધાર રાખે છ.ે આ બધા પુરાવાઓ હોવા છતાં, સ્વાતંત્ર્યના પ્રકાશની દિશામાં સદીઓ સુધી આગેકૂચ કર્યા પછી, માણસ તેના મૂલ્ય વિશે શંકા કરવા લાગે છે, તેનાથી ડરતો થાય છે અને તેનાથી પાછાં પગલાં ભરે છે. માનવજીવનમાં જ ે કંઈ મહત્ત્વનું છે તે બધું માનવીની પોતાના ભય પર વિજય મેળવવાની તથા સત્ય અને પ્રેમથી દોરવાઈને સ્વાતંત્ર્યના રહસ્ય અને મહત્ત્વને વિશે પોતાની શ્રદ્ધા સ્થાપિત કરવાની શક્તિ પર અવલંબે છે. ૨. બીજો મોટો ભય ભિન્નતા અને વિવિધતાનો છે. એનો સ્વાતંત્ર્યના ભયની સાથે નિકટનો સંબંધ છે એ સ્પષ્ટ છે. જાતિના લાંબા ઇતિહાસમાં ઘણી વાર વિચાર અથવા કાર્યમાં પ્રચલિત નમૂનાથી જ ે કંઈ ભિન્ન અથવા જુ દા પ્રકારનું હોય તે સમૂહની 153
સલામતીને જોખમરૂપ લાગ્યું છે. અથવા તેને વિશે એવો ભાસ થતો રહ્યો છે. બહુ જૂ જ વિચારો મદદરૂપ હતા અને મોટા ભાગના જોખમકારક હતા, કેમ કે, ભૂલો ઘણી વાર જીવલેણ હતી. જ ે કંઈ ભિન્ન અથવા નવીન પ્રકારનું હોય તે સઘળું ટાળવું અને ભિન્ન હોય તેની હિમાયત કરનારાઓનો સમાજવ્યવસ્થાના દુશ્મનો ગણીને નાશ કરવો એ સૌથી સુગમ રસ્તો હતો. પરં તુ માણસનામાં બીજી એક જરૂરિયાત ઘર કરીને બેઠલ ે ી હોય છે. એ છે, વાસ્તવિકતા અને આદર્શ વચ્ચેનો ગાળો પૂરવાની માનવહૃદયની ઝંખના. આ જરૂરિયાતથી પ્રેરાઈને ચુનંદા આત્માઓ નવા અને ભિન્ન પ્રકારના વિચારો તથા કાર્યો રજૂ કરે છે. એવા ઘણાખરા પુરુષોને શહીદ થવું પડ્યું છે. આધુનિક યુગ આગળ વધતો ગયો તેમ તેમ જણાવા લાગ્યું કે, માણસો આખરે એકધારાપણાને મુકાબલે વૈવિધ્યની શોભા અને શાણપણ સમજશે. યુદ્ધ અને વિશાળ પાયા પરની ક્રાંતિના દબાણ નીચે માણસ પાછો વિવિધતાથી ડરવા લાગે છે અને આ ભયથી આચરણ કરતાં, પોતાની સરકાર દ્વારા હરકોઈ પ્રકારની પ્રગતિને માટે જરૂરી હોય એવી પ્રક્રિયાઓનો નાશ કરે એવા એકધારાપણાની માગણી કરે છે. ૩. બિનસલામતીનો ભય એટલો બધો સર્વસ્પર્શી બની ગયો છે કે આ યુગનું તે એક લક્ષણ જ બની ગયું છે. આ વિવશતા (કેમ કે, એ વસ્તુએ સાચે જ રોગના લક્ષણનું સ્વરૂપ ધારણ કર્યું છે.) પાછળ પણ માણસના અનુભવનો લાંબો ઇતિહાસ પડેલો છે. અગણિત સદીઓથી માણસ અમુક પ્રમાણમાં સલામતી પ્રાપ્ત કરવાને મથતો આવ્યો છે. નિશ્ચિતતા અને સલામતીની લાગણી માટેની જરૂર વાજબી ગણાય. આર્થિક રીતે, રાજકીય રીતે અને માનસિક તથા આધ્યાત્મિક રીતે સલામત હોવું એના કરતાં બીજુ ં રૂડુ ં શું? આ મૂળભૂત સલામતીઓ અમુક પ્રમાણમાં ન હોવાને કારણે માણસની સઘળી સારી શક્તિઓ જીવવા માટેની મેલી લડતમાં ખરચાય છે. મારા એક 154
માણસ આખો વખત સલામતી ખોળવાના તથા બિનસલામતીના ભયના વિચારમાં જ રચ્યોપચ્યો રહે એ સમજવું મુશ્કેલ નથી. તેની અનાથ દશામાં આવી પડેલા બાળકના જેવી સ્થિતિ છે
વિદ્યાર્થીનું બાળપણ તથા યૌવન ગીચ વસ્તીવાળા અતિશય ગરીબ દેશમાં કારમી ગરીબાઈમાં વીત્યું હતું. તેણે મને કહ્યું કે, કેવળ શરીર ટકાવી રાખવા માટેની જરૂરિયાતો કેવી રીતે મેળવવી એ જ વિચાર મારા મનમાં કેન્દ્રસ્થાને છે. બીજી કોઈ પણ વસ્તુ સાથે તેને લેવાદેવા નહોતી. સૌંદર્ય, સત્ય, અને ભલાઈ — આ બધી વસ્તુઓની તેને માટે હસ્તી જ નહોતી. આમ, માણસ આખો વખત સલામતી ખોળવાના તથા બિનસલામતીના ભયના વિચારમાં જ રચ્યોપચ્યો રહે એ સમજવું મુશ્કેલ નથી. તેની અનાથ દશામાં આવી પડેલા બાળકના જ ેવી સ્થિતિ છે. આ દશા મટ્યા પછી પણ ઘણા વખત સુધી અનાથ દશામાં પેદા થયેલી વ્યક્તિત્વની ખાસિયતો ટકી રહે છે. આ રીતે સમૃદ્ધિ તેને ભય દૂર કરવામાં કશી જ કે નહીં જ ેવી જ કારગત આવે છે. એને માટે, જ ેથી તેના મૂળભૂત વલણમાં પલટો આવે એવા ઊંડા ફે રફારની જરૂર હોય છે. સૌથી મહત્ત્વની વસ્તુ આ ભય પ્રત્યેનો માણસનો પ્રત્યાઘાત છે. તે એવા નિર્ણય પર આવે છે કે, તેના જીવનના મુખ્ય લક્ષ્યરૂપ બનેલી સલામતી ભૌતિક સાધનો દ્વારા તથા વિચાર અને કાર્યને પ્રચલિત ચીલાને અનુરૂપ કરવા થકી પ્રાપ્ત કરી શકાય. માણસને રોટલાની અને વ્યવસ્થાની જરૂર હોય છે એમ જાણીને તે એવા નિર્ણય પર આવે છે કે, માણસ કેવળ રોટલો અને વ્યવસ્થા થકી જ જીવી શકે. આના કરતાં વધારે [ એપ્રિલ-મે ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ
ભૂંડી અને માણસના ભાવિ વિકાસને જોખમાવનારી ભાગ્યે જ બીજી કોઈ ભૂલ હશે. દુનિયામાં અર્થપૂર્ણ સલામતી એક જ છે અને એ છે ચારિત્ર્યના પાયા પર રચાયેલી સલામતી. અને એ વસ્તુ સ્વાતંત્ર્ય અને પ્રયોગશીલતાના ચોકઠામાં નૈતિક સિદ્ધાંતો પર મજબૂતપણે ટેકવાયેલી છે. ઘણા લાંબા સમય પૂર્વે સૉક્રેટીસે કહ્યું હતું તેમ, ‘આ દુનિયામાં કે પરલોકમાં કોઈ પણ વસ્તુ સજ્જનનો વાળ વાંકો કરી શકે એમ નથી.’ એનો વ્યત્યાસ પણ એટલે જ સાચો છે : દુર્જનને કંઈ પણ વસ્તુ સલામતી બક્ષી શકે એમ નથી. અને આમ આપણે ભય તથા આધુનિક જીવન પર તેની અસર સંબંધી આપણા અભ્યાસમાં એક મૂળભૂત નિર્ણય પર આવીએ છીએ : સત્યને વિશે
ઊંડો આદર અને ચિંતા એ શાણપણનું સારતત્ત્વ છે. માણસને ખોટા અને ખરાનો, સાચા અને ભ્રામકનો ભેદ કરવાની શક્તિ આપનાર સત્ય માટેની આ ચિંતા આધુનિક સમયના માણસને માટે મુખ્ય વસ્તુ હોવી જોઈએ. સત્ય માટેની ખોજ ભયથી તેમ જ ભયની વિકૃતિઓથી મુક્ત હોેવી જોઈએ. નાના નાના આ ભયોના જંગલમાં માણસ જૂ ઠનો ભય છોડી દેવાને પ્રેરાય છે, એ વસ્તુ માણસને માટે સૌથી ભયાનક જોખમ છે. સાચા અને જૂ ઠાનો ભેદ કરવાની શક્તિ ગુમાવી બેસનાર વ્યક્તિ કે પ્રજાને કોઈ પણ વસ્તુ બચાવી નહીં શકે, કેમ કે, ખોટી સમજથી દોરવાઈને કરવામાં આવેલું આચરણ આત્મનાશક હોય છે. (હરિજનબંધુ, ૧૯ માર્ચ, ૧૯૫૫) o
ગાંધીજીની દિનવારી: ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ એપ્રિલ માસની શરૂઆતમાં મુખ્ય ઘટના સત્યાગ્રહ સપ્તાહની છે. આ સપ્તાહ અર્થે જ ે મુખ્ય ઉદ્દેશ પ્રજા સમક્ષ મૂકવામાં આવ્યા હતા તેનો ઉલ્લેખ કરતાં ગાંધીજી મુંબઈની સભામાં કહે છે : “છેલ્લા બાર મહિના દરમ્યાન હિં દુસ્તાનમાં જ ે કંઈ બની ગયું છે તે ઉપર દૃષ્ટિપાત કરવાનો પણ આજની સભાનો હે તુ છે. અનેક બનાવો બની ગયા છે, પરં તુ તેમાં બે મુખ્યત્વે કરીને આગળ તરી આવે છે : એક છે સ્વદેશીનો આરં ભ અને બીજો છે સાચી હિં દુમુસ્લિમ એકતાની પાયાભરણી.” રૉલેટ કાયદાની નાબૂદી, પંજાબના બનાવો, ખિલાફત આંદોલન, અને સાથે સત્યાગ્રહ સપ્તાહ યોજાયો હતો. આ દરમિયાન એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં ગાંધીજી અમદાવાદમાં યોજાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પણ ભાગ લે છે. આ સભામાં રવીન્દ્રનાથ ટાગોર પણ ઉપસ્થિત છે, તે ઉપરાંત તત્કાલીન સાહિત્યજગતનાં અગ્રણીઓ છે. અહીંયાં ગાંધીજી સાહિત્યના વિમર્શમાં જોડાય છે અને તે સભામાં આપેલું ભાષણ नवजीवनના ૪ એપ્રિલના અંકમાં પ્રકાશિત થયું છે. ગાંધીજીએ અહીં કહ્યું હતું : “સાહિત્યના રસિકોને હં ુ પૂછુ ં છુ ં કે તમે તમારી કૃ તિ મારફત મને પ્રભુની પાસે જલદી મૂકશો કે કેમ? જો મને તેઓ ‘હા’માં જવાબ આપશે તો તેઓની કૃ તિમાં હં ુ ગિરફ્તાર થઈ જઈશ. સાહિત્યસેવકના પુસ્તકમાં મને કંટાળો ઊપજ ે તો મારી જડતાનો દોષ નથી. દોષ છે તેની કળાનો. શક્તિવાન સાહિત્યસેવકે કળાને એવી તો ખીલવવી જોઈએ કે વાંચનાર તેના વાચનમાં લીન થાય.” આટઆટલી પ્રવૃત્તિ છતાંય અબ્બાસ તૈયબજીને પત્રમાં ગાંધીજી લખે છે : “વિશ્વની યોજનામાં આપણે કીડી કરતાં પણ નાના છીએ. એટલે આપણે જ ે કાંઈ કરી શકીએ તે એટલું જ છે કે પરિણામ વિશે આસક્તિ રાખ્યા વિના બને તેટલું કરી છૂટવું.” ‘વિશ્વની યોજનામાં’ જ ે કંઈ કરી શકીએ એ નાતે અમદાવાદ મિલમજૂ રો સાથે આજીવન સંકળાયા અને આ જ માસમાં મિલમજૂ રોની એક સભામાં ભાષણમાં મજૂ રોના સુધારા વિશે કહે છે : “પોતાની જિંદગી તમને સમર્પણ કરવાનો હે તુ તો એ
नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ-મે ૨૦૨૦]
155
છે કે તમે પૈસેટકે સુખી થાઓ, તમે ધાર્મિક થાઓ, નીતિના કાયદા પાળો, વ્યસનો છોડો, કમાણીનો સારો ઉપયોગ કરો, તમારા ઘર સારાં રાખો, તમારાં છોકરાં કેળવણી પામો એટલે કે તમારી આર્થિક, માનસિક, અને નૈતિક સ્થિતિમાં સુધારો.” આ દરમિયાન અન્ય પ્રવૃત્તિમાં પરદેશમાં વસતા હિં દીઓ વિશેની ચિંતા છે, દેશી ભાષાઓનો પ્રશ્ન છે, તુર્કસ્તાનની સંધિ અંગે પોતાની અભિવ્યક્તિ છે. ઉપરાંત પત્રો લખવાનો ક્રમ હં મેશ મુજબ દેખાય છે. અંગ્રેજો અંગે ગાંધીજીના દૃષ્ટિકોણમાં આવેલા કાયમી બદલાવનો પણ આ સમય છે. તેનો ઉલ્લેખ આ પ્રમાણે મળે છે : “આ પહે લાં ગાંધીજીએ દેશને પ્રસ્તુત સુધારાનો રચનાત્મક ભાવનાથી અમલ કરવાની સલાહ આપી હતી, પરં તુ હવે એમને ફરજિયાત કહે વું પડ્યું કે સરકારે ન્યાય માટે કશી પરવા દેખાડી નથી તેને સહકાર આપવાનું બંધ કરી દેવું જોઈએ. આ કેવળ રાજકીય વ્યૂહપલટો નહોતો, સામ્રાજ્ય પ્રત્યેની ગાંધીજીની મનોવૃત્તિમાં આવેલું એ ગંભીર પરિવર્તન હતું. બ્રિટિશોનો એવો દાવો હતો કે એમનું સામ્રાજ્ય નૈતિક અને રાજકીય સિદ્ધાંતો ઉપર મંડાયેલું હતું અને હિં દુસ્તાને એમાં જોડાઈને ઘણો લાભ ઉઠાવ્યો હતો. આ દાવાને ગાંધીજીએ આજ સુધી વત્તેઓછે અંશે માન્ય પણ રાખ્યો હતો. પરં તુ હવે એમની આ માન્યતા ડગી ગઈ.” (ગાં. અ. : ૧૭-પ્રસ્તાવના) મે મહિનામાં ગાંધીજીની પ્રવૃત્તિઓ હં મેશ મુજબ ચારે કોર પ્રસરે લી દેખાય છે. એક મુદ્દો મગનલાલ ગાંધીનો છે, જ ેમાં તેઓએ ે ા કેટલાક સવાલોના જવાબ ગાંધીજી આપે છે. આ જવાબમાં એક ઠેકાણે તેઓ લખે છે : “ખિલાફત એ હિં દુસ્તાનનું પત્રમાં પૂછલ સમુદ્રનું મંથન કરનારું ભારે વલોણું છે. તેમાંથી શું નીકળશે તેની સાથે આપણો શો સંબંધ? એ પ્રવૃત્તિ શુદ્ધ અને યોગ્ય છે કે નહીં એટલું જ આપણે જોવાનું છે.” આ સિવાય ઓરિસ્સામાં દુષ્કાળ, ખિલાફત, અમદાવાદના મિલમજૂ રો, સ્વદેશી ચળવળ અને અસહકારનાં વિવિધ પાસાં અંગે સતત અભિવ્યક્ત થતા રહ્યા છે. આ માસમાં ‘નહીં સત, નહીં રાજકારણી’, ‘મત આપનારાઓએ શું કરવું?’, ‘વિધવા વિશે વિચાર’, ‘હવે શું કરીશું?’ અને ‘અસહકારમાં કેમ ઢીલ થાય છે?’ જ ેવાં લખાણો મળે છે, જ ે રસપ્રદ છે અને ગાંધીજીના તત્કાલીન વિચારોનો અર્ક એમાં દેખા દે છે.
એપ્રિલ ૧૯૨૦
૧ અમદાવાદ.
૨ અમદાવાદ : છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદમાં હાજર, સ્થળ, આનંદભુવન થિયેટર, પ્રમુખ હરગોવિન્દદાસ કાંટાવાળા — જાહે ર ભાષણ, વિષય ‘સમાજની દૃષ્ટિએ સાહિત્ય’ સમય સાંજના સાત, સ્થળ લાલ દરવાજાનું મેદાન, પ્રમુખ આનંદશંકર ધ્રુવ. — કવિવર ટાગોરનો આશ્રમમાં સત્કાર, એ ત્યાં રાત રહ્યાં.
156
૩ અમદાવાદ : સાહિત્ય પરિષદમાં ‘જન સમાજની દૃષ્ટિએ ગુજરાતી સાહિત્ય’ ઉપર પ્રવચન. — સાંજ ે સાડા છ વાગ્યે, લાલ દરવાજાના મેદાનમાં, નરસિંહરાવ ભોળાનાથના પ્રમુખપણા નીચે કવિવર ટાગોરે અંગ્રેજીમાં પ્રવચન કર્યું. એનો
ગુજરાતી અનુવાદ કરવા અંગે વિદ્વાનોએ કહ્યું, ‘આ સુંદર ભાષણનો અનુવાદ કરવો અશક્ય છે. ’ ગાંધીજીએ કરી સંભળાવ્યો.
૪ અમદાવાદ.
૫ અમદાવાદ : સ્ટુડન્ટ્સ બ્રધરહૂડના આશ્રયે, આનંદશંકર ધ્રુવના પ્રમુખપદે આનંદભુવન થિયેટરમાં ટાગોરનું ભાષણ. ગાંધીજી બોલ્યા અને પ્રમુખનો આભાર માન્યો.
૬ મુંબઈ : રાષ્ટ્રીય સપ્તાહ અંગેની સભામાં પ્રવચન, પ્રમુખ સર દિનશાહ પિટીટ.
૭ [મુંબઈ]
૮ મુંબઈ
૯ મુંબઈ : એ જ અંગે પ્રવચન, પ્રમુખ મિયાં મહમંદ હાજી જાન મહં મદ છોટાણી. [ એપ્રિલ-મે ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ
કમિટીમાં હાજર.
૧૦ થી ૧૧ મુંબઈ. ૧૨ મુંબઈ : ખિલાફત કમિટીની બેઠકમાં હાજર, ગાંધીજી અને આઝાદને વિલાયત મોકલવા વિશે મસલત.
૨૨ થી ૨૩ મુંબઈ.
૧૩ મુંબઈ : રાષ્ટ્રીય સપ્તાહ અંગેની સભામાં ભાષણ, સ્થળ ફ્રેંચ બ્રિજ, પ્રમુખ ઝીણા.
૧૪ મુંબઈ.
૨૪ અમદાવાદ.
૨૫ અમદાવાદ : મજૂ ર હડતાળ અંગે ચર્ચા.
૨૬ અમદાવાદ : ઇમામ સાહે બનાં મોટાં પુત્રી ફાતિમાના લગ્નપ્રસંગે હાજર – હૉર્નિમેનની દેશપારી અંગેની, હોમરૂલ લીગના આશ્રયે, માણેકચોકમાં મળેલી સભામાં પ્રમુખપદે.
૨૭ અમદાવાદ.
૨૮ મુંબઈ : હોમરૂલ લીગમાં જોડાયા અને એના પ્રમુખપદે ચૂંટાયા.
૧૫ થી ૧૭ અમદાવાદ.
૧૮ અમદાવાદ : મિલમજૂ રોની બીજી વાર્ષિક સભામાં પ્રમુખપદે.
૧૯ અમદાવાદ.
૨૦ મુંબઈ.
૨૯ પૂના. સિંહગઢ.
૨૧ મુંબઈ : વિલાયત પ્રતિનિધિ મંડળ મોકલવું કે નહીં એનો નિર્ણય કરવા મળેલી ખિલાફત
૩૦ સિંહગઢ.
મે ૧૯૨૦ સભામાં પ્રવચન. સમય રાત
૧થી ૪ સિંહગઢ ૫ થી ૯ અમદાવાદ : મિલોના મજૂ રો અને માલિકો વચ્ચેના ઝઘડાઓ અંગે લવાદ પ્રથા સ્થાપવા વાટાઘાટો ચલાવી.
૧૯ અમદાવાદ : વાટાઘાટો ચાલુ — થી નીકળ્યા
૨૦ મુંબઈ.
૨૧ થી ૨૨ અમદાવાદ : તા. ૧૯ની વાટાઘાટો આગળ ચલાવી અને બન્ને પક્ષે સંમત એવો ઉકેલ શોધાયો.
૧૦ થી ૧૧ અમદાવાદ.
૧૨ મુંબઈ : ઑલ ઇન્ડિયા ખિલાફત કમિટીમાં અસહકારનો ઠરાવ મૂક્યો.
૧૩ થી ૧૪ અમદાવાદ.
૨૪ થી ૨૬ અમદાવાદ.
૧૫ અમદાવાદ : શૌકતઅલી મળવા આવ્યા. સર લલ્લુભાઈ અને બ્રેવલી સાથે રાષ્ટ્રીય ભાષા વિશે ચર્ચા.
૧૬ થી ૧૭ અમદાવાદ : તા. ૭ થી ૯ની વાટાઘાટો આગળ ચલાવી.
૨૩ અમદાવાદ : એની ઉજવણી અંગેની સભામાં પ્રમુખપદે, સમય સાંજ, સ્થળ ‘સેવાશ્રમ’.
૨૭ મુંબઈ.
૨૮ મુંબઈ : થી નીકળ્યા
૨૯ બનારસ
૩૦ થી ૩૧ બનારસ : ઑ. ઇ. કૉ. ક.ની બેઠકમાં હાજર.
૧૮ અમદાવાદ : વાટાઘાટો ચાલુ – મિલમજૂ રોની o
नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ-મે ૨૦૨૦]
157
કાકાસાહે બ કાલેલકરના આ પુસ્તકો ઈબુક સ્વરૂપે વાંચો www.e-shabda.com For information: email to apurva.ashar@gmail.com
નવજીવનનો અક્ષરદેહ ઑનલાઇન વાંચી શકાય છે
158
https://issuu.com/navajivantrust
[ એપ્રિલ-મે ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ
લગભગ ૧૫૦ ઈ-બુક્સ વિનામૂલ્યે
લગભગ ૧૦૦ ઈ-બુક્સ કિફાયતી દરે
૧૫૯
1 2
ઍન્ડ્રૉઇડ અથવા ઍપલ ફોન કે ટૅબ્લેટ પર ફ્રી ઍપ ડાઉનલોડ કરો. ઍપનું નામ છે : e-shabda
ઍપમાંથી અથવા વેબસાઈટ પરથી રજિસ્ટર અને ઍક્ટિવેશન કરાવો.
3 4
લૉગિન કરો. My Bookshelf માં આપોઆપ ઉમેરાઈ ગયેલાં પુસ્તકોનું વાચન શરૂ કરો. નવા પુસ્તકો ખરીદવા માટે વેબસાઈટનો ઉપયોગ કરો. www.e-shabda.com
વિગતવાર માહિતી માટે જુઓ https://bit.ly/eshabda
મોતનો પાને સપાટોઆઝાદીની અને સત્યનો માર્ગ...હાકલ... ‘નવજીવન’ના લડતની
૩૨૦ ૧૬૦