Baroda city news in gujarati

Page 1

આજનું તાપમાન

વડોદરા અમદાવાદ સુરત રાજકોટ

34.2 33.4 35.0 35.3

19.2 18.9 19.0 18.0

સૂર્યાસ્ત આજે 06.50 pm સૂર્યોદય કાલે 06.45 am

પહેલાં પોિઝટિવ ન્યૂઝ

આયુર્વેદિક શાખાએ સ્વાઇન ફલૂના ઉકાળા વિતરણની 175 શિબિર યોજી

વડોદરા | જિ.પં.ની આયુર્વેદ- હોમિયોપેથિક શાખાએ સ્વાઇન ફ્લૂના રોગચાળાને ફેલાતો રોકવા જિલ્લા વિકાસ અધિકારી ડૉ.કુલદીપ આર્યના માર્ગદર્શન હેઠળ 1 મહિનામાં 175થી વધુ શિબિરો યોજીને અંદાજે 2.50 લાખથી વધુ લોકોને આયુર્વેદિક ઉકાળો પીવડાવાયો હતો. આ ઉપરાંત 50 થી વધુ શિબિરોમાં 1 લાખથી વધુ નાગરિકોને રોગપ્રતિરોધક હોમિયોપેથિક દવાઓનું વિતરણ કરાયું હતું. પાદરા તાલુકાના માસર ગામે જિ.પં.પ્રમુખ સુધાબહેન પરમારની ઉપસ્થિતિમાં યોજાયેલી શિબિરમાં 4500 થી વધુ ગ્રામજનોને ઉકાળાપાન કરાવાયું હતું. જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ.સુધીર જોશીએ જણાવ્યું હતું કે, શિબિરમાં મુવાલ, તિથોર અને અેકલબારાના સરકારી આયુર્વેદ દવાખાનાંઓએ સહયોગ આપ્યો હતો.

િસટી ડાયરી

મારા શહેરમાં આજે ફ્રી રેકી પ્રોગ્રામ

સ્થળ : રેકી સેન્ટર,નિઝામપુરા } રાત્રે 7.00 વાગે

ધ્યાન કાર્યક્રમ સ્થળ : દિલારામ બંગલો } સાંજે 5.30 વાગે વાર્તા કથન સ્થળ : ઉમા કોલોની, વાઘોડિયા } સાંજે 5.00 વાગે

યૂિટલિટી ન્યૂઝ ટ્રાફિક - વધુ મુસાફરો સામે કાર્યવાહી

વાઘોડિયા રોડ પર રિકશા ચેકિંગ

વડોદરા | વાઘોડિયા રોડ અને સ્ટેશન વચ્ચે મોટી સંખ્યામાં શટલ રિકશાઓ ગેરકાયદેસર રીતે ચાલતી હોવાની સાથેસાથે આ રિકશાઓ રસ્તા પર આડેધડ ઊભી રહેતી હોઈ એ.સી.પી.એ. અંગે કાર્યવાહીની સૂચના આપતાં આજે ટ્રાફિક પોલીસ દ્વારા વાઘોડિયા રોડ પર રિકશાચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ટ્રાફિક એલર્ટ - કારેલીબાગ િવસ્તારમાં

રોડ પર પાણી લાઇનનું કામ કરાશે

વડોદરા | કારેલીબાગ િવસ્તારમાં આવેલા જલારામ મંદિર પાસેના માર્ગ પર પાણીની લાઇન નાંખવાની કામગીરી ચાલી રહી રહી છે. જેના કારણે રસ્તો ખોદી નાંખવામાં આવ્યો છે. પાણીની લાઇન માટે ખાડો ખોદેલો હોવાથી વાહન ચાલકોએ આ રસ્તા પરથી પસાર થતી વખતે સાવચેતી પૂર્વક વાહન ચલાવવા માટેનું તંત્રએ જણાવ્યું હતું.

ભરતી - વડોદરાના ઉમેદવારોને લાભ

શુક્રવારે નૌકાદળનો ભરતી મેળો

વડોદરા | જામનગર સ્થિત આઇ.એન. એસ.વાલસુરા ખાતે તા.20 માર્ચ ને શુક્રવારે ભારતીય નૌકાદળનો ભરતી મેળો યોજાનાર છે. સિનિયર સેકન્ડરી રિક્રુટ્સ ભરતી મેળાનો વડોદરા જિલ્લાના ઉમેદવારો ખાસ લાભ લે તેવો અનુરોધ જિલ્લા રોજગાર કચેરી દ્વારા કરાયો છે. વિગતવાર જાણકારી માટે ભારતીય નૌકાદળની વેબસાઇટપરથી મળશે.

‘સર, મારા ટોટલમાં 2 માર્ક્સ ભૂલથી ઉમેરાઇ ગયા છે, સુધારી આપો’ } વિદ્યાર્થીએ ધ્યાન દોર્યા બાદ પ્રોફેસરે ટોટલની ગણતરી કરતાં 2 માર્ક્સ વધુ હોવાથી સુધારો કરાયો ધીરજ ઠાકોર. વડોદરા હતી. જેમાં અધ્યાપક જનક શાહે વિદ્યાર્થીઓને 21ના બદલે 23 માર્કસ આપ્યા છાત્રની પ્રામાણિકતા પર ગર્વ @reporter_dhiraj તે વિષયની ઉત્તરવહીઓ આપી હતી. આ

રીષી રાજન નાયક

સ્વાઇન ફ્લૂના ઉકાળાનું વિતરણ

વડોદરા | પતંજલિ આરોગ્ય કેન્દ્ર, વાઘોડિયા રોડ કેન્દ્રના ઉપક્રમે સ્વાઇન ફ્લૂના ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવનાર છે. તા.22મી માર્ચને રવિવારના રોજ સવારે 8.00 થી 11.00 કલાક દરમિયાન વૃંદાવન પાર્ક સોસાયટી કોમન પ્લોટ, બ્રાઇટ સ્કૂલની પાછળ, વી.આઇ.પી.રોડ, કારેલીબાગ ખાતે ઉકાળો વિતરણ કરાશે.

રીડર્સ સ્પેસ ધવલ વાણિયાએ આજવા રોડ પર ગરમીમાં તરસ છીપાવતાં પક્ષીનો ફોટો પાડીને ફેસબુક પર અપલોડ કરતાં તે વાઇરલ થયો હતો.

ઉત્તરવહીઓની ચકાસણી કરતાં રીષીને ધ્યાનમાં આવ્યું કે અધ્યાપકે ખોટી રીતે 2 માર્ક્સ આપી દીધા છે. અધ્યાપકની ભૂલ ધ્યાનમાં આવતાં વિદ્યાર્થી રીષીએ અધ્યાપક જનક શાહ પાસે જઇને 30 માર્ક્સના ઇન્ટર્નલમાં પ્ર-2માં 8 અને 13 મળીને કુલ 21 માર્ક્સની જગ્યાએ 23 માર્ક્સ મૂક્યા હોવાનું જણાવીને બે માર્ક્સ ઓછા કરી દેવાનું જણાવતાં તેઓ અવાક બની ગયા હતા.

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના એમ.કોમ-ફાઇનલ યરના વિદ્યાર્થીએ પોર્ટફોલિયો મેનેજમેન્ટ વિષયના પ્રશ્નપત્રમાં અધ્યાપકે ભૂલથી બે માર્ક્સ વધુ આપી દેતાં સામે ચાલીને અધ્યાપક પાસે સુધારો કરાવીને પ્રમાણિકતાની પ્રતિતી કરાવી છે. કોમર્સ ફેકલ્ટીમાં એમ.કોમ.ફાઇનલ યરમાં ભણતા રીષી રાજન નાયકે પોર્ટફોલિયો મેનેજમેન્ટ વિષયની ઇન્ટર્નલ પરીક્ષા આપી

ગંજીફો ચીપાયો | ડે.મ્યુ.કમિશ્નર સહિત 10 અધિકારીની બદલી

VUDA, VMSS અને કલેક્ટર કચેરીમાં મહત્ત્વની 9 જગા ખાલી { ડીઆરડીએના નિયામક તરીકે પુરવઠા અધિકારીની બદલી કરાઇ ઇન્ફ્રા રિપોર્ટર . વડોદરા

રાજ્ય સરકારે અધિક કલેકટર અને ડેપ્યુટી કલેકટર સંવર્ગના અધિકારીઓની બઢતી સાથે બદલીનો ગંજીફો ચીપ્યો હતો અને તેમાં વડોદરાના દસ અધિકારીઓનો સમાવેશ થાય છે. જેમાં, મુખ્યત્વે સેવાસદનના ડેપ્યુટી કમિશ્નર,વુડાના સીઇઓનો પણ સમાવેશ થાય છે અને તમામ દસ જગા પૈકી નવ જગા પર હજુ નિમણૂંક કરવામાં આવી નથી. રાજ્ય સરકારે બુધવારે અધિક કલેકટર સંવર્ગના 49 અધિકારીઓની બદલીના હુકમ કર્યા હતા તો 38 નાયબ કલેકટરની અધિક કલેકટર તરીકે બઢતી સાથે બદલીના હુકમો કરવામાં આવ્યા હતા.જેમાં, સેવાસદનના ડેપ્યુટી મ્યુ.કમિશ્નર(વ) કે એસ મેણાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો અને આ બદલીની સાથે સેવાસદનમાં હવે ડે.કમિશ્નરની બંને જગા ખાલી પડી છે. રાજય સરકારે મોડી સાંજે બદલીની યાદી જાહેર કરતા કોણ ગયુ અને કોણ આવ્યુ તે જાણવા માટે ભારે તાલાવેલી જાગી હતી. વડોદરામાંથી અધિક કલેકટર સંવગની બદલીવાળી પાંચ જગા પૈકી ચાર જગા ખાલી પડી છે તો નાયબ કલેકટર સંવર્ગના પાંચ અધિકારીઓને અધિક કલેકટર સંગર્વમાં બઢતી આપવાના કારણે પાંચ જગા ખાલી પડી છે. આ જગા ખાલી પડવાના કારણે સરકારી કચેરીઓમાં નાગરિકોને પડતી મુશ્કેલીમા વધારો થયો છે અને બદલીવાળી જગા ન ભરાય ત્યાં સુધી કામગીરી પર અસર પડશે.

શતાબ્દી ટ્રેનમાં AC કોચ જોડાશે આજવાથી પિંગલવાડા વડોદરા | ઉનાળુ ઋતુને લઈ મુસાફરોની સુધીના િવસ્તારનો સર્વે સુવિધા અર્થે વેસ્ટર્ન રેલવે દ્વારા અમદાવાદથી આરોગ્ય - વૃંદાવન પાર્ક સોસા., કારેલીબાગ

II

પ્રામાણિકતા | એમ કોમ ફાઇનલના વિદ્યાર્થી રીષી નાયકને પોર્ટફોલિયો મેનેજમેન્ટ વિષયમાં 2 માર્કસ વધુ મળ્યા હતા

રેલવે એલર્ટ - શુક્રવારથી સુવિધા મળશે

મુંબઈ જતી શતાબ્દી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં આવતીકાલ, 20 માર્ચથી એક ફર્સ્ટ એસી ચેર કાર જોડવામાં આવશે. આ નિર્ણયને પગલે મુસાફરોની સુવિધામાં વધારો થયો છે. ઉનાળાને ધ્યાનમાં રાખી રેલવે દ્વારા આ આયોજન કરાયું છે.

ગુરુવાર, 19 માર્ચ, 2015

, વડોદરા

ઇન્ફ્રા રિપોર્ટર . વડોદરા

શહેરથી 21 કિલોમીટર દુર આવેલા આજવા સરોવરથી પિંગલવાડા સુધીના 55 કિલોમીટરના વિસ્તારનો ~10.34 લાખના ખર્ચે સરવે કરાવવા માટે સ્થાયી સમિતિની મંજુરી માંગતી દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. 2014માં આજવા સરોવરના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં વિનાશક પૂર આવ્યંુ હતું. શહેરમાં જાનમાલની ભારે ખાનાખરાબી સજનાર પૂર બાદ રાજય સરકાર સાથે સેવાસદને વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હેઠળ બેઠક કરી હતી. જેમાં, પૂરની સ્થિતિને પહોંચી વળવા તેમજ આજવામાંથી પાણી છોડવાના પ્રસંગે કેટલા સમયમાં કેટલુ પાણી શહેર-વિશ્વામિત્રી નદીને અસર કરશે તેવી વિગતો ઉપલબ્ધ કરી શકાય તે માટે સરવે કરાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

અસુવિધા

શું અસર | કયાં અધિકારીની બદલી

નામ

બદલીની જગા

શું અસર થશે?

કે. એસ. મેણાત

પ્રોજેક્ટ ઓફિસર રાજપીપળા

વહીવટી કામગીરી પર સીધી અસર

ડે.મ્યુ.કમિ.

કે. ડી. લાખાણી

ડીઆરડીએ નિયામક સયાજી હોસ્પિ.ની કારોબારી અધિકારી, SSG નર્મદા વહીવટી કામગીરી ખોરંભે પડશે

જે. બી. પટેલ

એમ.ડી. ગ્રીમકો

સીઇઓ, વુડા

વુડાની તમામ કામગીરી ખોરંભે

એમ. એમ. પઠાણ ડીઆરડીએ િનયામક GSEBની વહીવટી OSD, GSEB નિયામક

મોરબી

કામગીરી ખોરંભે

કે. આર. વસાવા

અિધ.િન.કલેક્ટર નવસારી

સાવલીમાં મહેસૂલી કામગીરીમાં વિધ્ન

ડી. કે. બારિયા

અિધ.િન.કલેક્ટર નર્મદા

સિટીની મહેસૂલી કામગીરી ઘોંચમાં

હિતેશ વ્યાસ

ડીઆરડીએ િનયામક પુરવઠાના વહીવટી વડોદરા કામગીરી ઘોંચમાં

સાવલી પ્રાંત અધિકારી પ્રાંત અધિકારી વડોદરા સિટી

જિ.પુ. અધિકારી

એમ. કે. પાટડિયા આરએસી

પ્રાંત અધિકારી કરજણ

ગોધરા

કરજણ પ્રાંતની મહેસૂલી કામગીરી ઘોંચમાં

આર. વી. સરવૈયા ડીઆરડીએ િનયામક મતદારયાદી ડે.ઇલેક્શન ઓફિસર, દ્વારકા વડોદરા

સહિતની ચૂંટણીની કામગીરી ઘોંચમાં

^

પોર્ટફોલિયો મેનેજમેન્ટ ઉત્તરવહીમાં મૂકાયેલા માર્ક્સનું ટોટલ જોયું હતું. જે જોતાં ખ્યાલ આવ્યો કે પ્ર-2માં 8 અને 13 મળીને કુલ 21 માર્ક્સની જગ્યાએ 10 અને 13 એમ મળીને કુલ 23 માર્ક્સ મૂકી દેવામાં આવ્યા છે. 2 માર્ક્સ વધુ મૂકાયા હતા. જે પ્રશ્નનો જવાબ જ લખ્યો નથી. તેના માર્ક્સ મારે જોઇતા જ નહોતા. તેથી જનક સરને મળી 2 માર્ક્સ ઓછા કરાવ્યા હતા. > રીષી નાયક, એમ.કોમ.ફાઇનલનો વિદ્યાર્થી

આજે ગરમીનો પારો 350 થશે વેધર રિપોર્ટર . વડોદરા

વડોદરા શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી વાતાવરણમાં આવેલા પરિવર્તનને કારણે ઠંડીનું પુનરાગમન થયું હોય તેવું અનુભવાઇ રહ્યું છે. બુધવારે પણ લઘુતમ તાપમાન 19.2 ડિગ્રી રહેતાં ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો હતો. બીજી તરફ મહત્તમ તાપમાન વધીને 34.2 ડિગ્રી થયું હતું. દરમિયાન હવામાન વિભાગે આવતીકાલે ગુરુવારે ગરમીનો પારો 35 ડિગ્રી થવાની આગાહી કરતાં ગરમી વધે તેવી શક્યતા છે. રવિવારે લઘુતમ તાપમાન 22 ડિગ્રી રહ્યા બાદ સોમવારે 19.6 અને મંગળવારે પણ લઘુતમ તાપમાન 18.9 ડિગ્રી જેટલું નીચું રહ્યું હતું.

સંસ્કૃત વિદ્યાલયમાં પરીક્ષા ફોર્મ ભરાશે એજ્યુકેશન રિપોર્ટર . વડોદરા

મહારાજા સયાજીરાવ યુિનવર્સિટીની સંસ્કૃત મહાવિદ્યાલયમાં પરીક્ષા ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં વિશારદ, શાસ્ત્રી અને આચાર્યના વિદ્યાર્થીઓએ જે જૂની વાર્ષિક પધ્ધતિ પ્રમાણે નાપાસ થયા હોય અથવા તો હાલમાં તે આ પધ્ધતિ મુજબ અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના ફોર્મ 19મી થી 25મી માર્ચ દરમિયાન સવારે 11.30 થી 1 વાગ્યા સુધી આપવા-સ્વીકારવાની કાર્યવાહીનો પ્રારંભ થશે. વિદ્યાર્થીઓએ ફોર્મ ભરતી વેળાએ પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે. તા.25મી સુધી આ ફોર્મ સ્વીકારાશે.

યુસુફની કેપ્ટનશિપ મુદ્દે નયન મોંગિયાએ િસલેક્શન કમિટીમાંથી રાજીનામું આપ્યું? િસટી રિપોર્ટર . વડોદરા

ઇન્ફ્રા રિપોર્ટર . વડોદરા

પૂર્વ વિસ્તારમાં 24 કલાક પાણી વિતરણ કરવાના પાયલોટ પ્રોજેક્ટ હેઠળ પાણીના મીટરો નાંખવાની કામગીરીના ધ્યાનમાં રાખી આજવા ટાંકીમાંથી પાણી મેળવતા 40 હજાર રહીશોને ગુરુવારથી નવા સમય મુજબ પાણી મેળવવુ પડશે. આજવા પાણીની ટાંકી હેઠળના ઉપરોક્ત વિસ્તારમાં 24 કલાક પાણી આપવાના

સમયમાં શું ફેરફાર?

પહેલા સમય સવારે 6 થી 7

હવેનો સમય સવારે 9 થી 11

કયા વિસ્તારોને અસર

{ બહાર કોલોની { જયઅંબે કોલોની { શબીના પાર્ક { જે.પી. નગર

{ કિશનવાડી રોડ { નવજીવનથી ગધેડા પાર્ક સહિતનો વિસ્તાર

ખાનગી એરલાઇન્સને મુંબઇનો ટ્રાિફક મળે છે તો ઇન્ડિયન એરલાઇન્સ કેમ ઓછા ટ્રાિફકનું બહાનંુ બતાવે છે?

7 વર્ષથી બંધ IAની મુંબઇ ફ્લાઇટ ચાલુ કરવામાં અખાડા િદવ્યકાંત ભટ્ટ . વડોદરા @dfsbhatt

દિલ્હી અને મુંબઇ સાથે હવાઇ માર્ગે જોડાયેલા વડોદરા શહે​ેરમાં એક તરફ ખાનગી એરલાઇન્સ કંપનીઓ વડોદરાનો ટ્રાફિક મેળવવા તેમના શિડ્યુલ વધારી રહ્યા છે. જ્યારે બીજી તરફ સરકારની માલિકીની ઇન્ડિયન એરલાઇન્સ ટ્રાફિકના અભાવે તેની મુંબઇ-વડોદરા-મુંબઇની છેલ્લા 7 વર્ષથી બંધ કરી દેવાયેલી ફ્લાઇટ ચાલુ કરવામાં અખાડા કરતી હોઇ સરકારની છબી ખરડાવા ઉપરાંત ખાનગી એરલાઇન્સને ઘી-કેળાં થઇ રહ્યા છે. વડોદરા એરપોર્ટ ખાતે ખાનગી એરલાઇન્સ જેટ એરવેઝ

દ્વારા મુંબઇ-વડોદરા-મુંબઇ વચ્ચે દિવસની 3 ફ્લાઇટ તેમજ ઇન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટનો શિડ્યુલ ગોઠવાયેલો છે. જ્યારે વડોદરા-દિલ્હી વચ્ચે ઇન્ડિયન એરલાઇન્સ અને ઇન્ડિગો એરલાઇન્સના એક-એક શિડ્યુલનો લ્હાવો મુસાફરોને મળી રહ્યો છે. ખાનગી એરલાઇન્સ જેટ એરવેઝને મુંબઇથી વડોદરાનો અને વડોદરાથી મુંબઇનો પૂરતો ટ્રાફિક મળતો હોઇ તેના દ્વારા મુંબઇવડોદરા-મુંબઇ વચ્ચે દિવસમાં ત્રણ ફ્લાઇટનું સંચાલન કરવામાં આવે છે. જ્યારે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા એક ફ્લાઇટનો શિડ્યુલ ચલાવાય છે. પરંતુ કેન્દ્ર સરકારની માલિકીની

ઇન્ડિયન એરલાઇન્સ કંપનીએ 7 વર્ષ અગાઉ મુંબઇ-વડોદરા-મુંબઇ વચ્ચે ટ્રાફિક મળતો નહોવાનું બહાનું આગળ ધરીને આ બે શહેરો વચ્ચેની ફ્લાઇટ એડવાન્સમાં બુકિંગ કરાવનારા મુસાફરોને જાણ કર્યા વગર બંધ કરી દીધી હતી. 7 વર્ષથી ખાનગી એરલાઇન્સ કંપનીઓ મુંબઇ-વડોદરા-મુંબઇની ફ્લાઇટ ચલાવીને કરોડો રૂપિયા કમાઇ ચૂકી છે. એન.આર.આઇ.સિઝન, તહેવારો અને વેકેશનમાં વધારાની ફ્લાઇટ શરૂ કરી મુસાફરોને સુવિધા આપી કમાણી કરી લે છે. પરંતુ ઇન્ડિયન એરલાઇન્સને તેની બંધ કરી દેવાયેલી ફ્લાઇટ શરૂ કરવામાં વર્ષો વીતી ગયા છે.

મુંબઇ-વડોદરાની વધારે ફ્લાઇટની જરૂર

^

વડોદરા ઔદ્યોગિક હબ બન્યું છે ત્યારે વધુ એર કનેક્ટિવીટી મળે તે જરૂરી છે. ઇન્ડિયન એરલાઇન્સની બંધ કરી દેવાયેલી ફ્લાઇટ શરૂ કરાય તો મુસાફરોને આર્થિક રીતે પરવડે તેવી બેસ્ટ સુવિધાનો લાભ મળશે. અગાઉ આ અંગે નાણાંમંત્રી સૌરભ પટેલના માધ્યમથી રજૂઆત કરવાનું આયોજન છે. > નિલેશ શુક્લ, પ્રમુખ, વીસીસીઆઇ

સંસદમાં રજૂઆત કરી છે શક્ય પ્રયાસો કરીશ

^

^

છોટાઉદેપુર લોકસભા

લોકસભા

મુંબઇ-વડોદરા-મુંબઇ બંધ ફ્લાઇટ શરૂ કરવા સંસદના ગયા સત્રમાં રજૂઆત કરાઇ છે. ફ્લાઇટનો શિડ્યુલ મુંબઇવડોદરા-દિલ્હી રાખવા નાગરિક ઉડ્ડયન મંત્રીને પત્ર લખી સંસદમાં આ મુદ્દો રજૂ પણ કર્યો છે. > રામસિંગ રાઠવા, સાંસદ-

{ પસંદગી સમિતિની બેઠકમાં કેપ્ટન નક્કી કરવા માટે તડાફડી { બીસીએ હોદ્દેદારોનો વિવાદ પર ટિપ્પણી કરવાનો સ્પષ્ટ ઇન્કાર

બીસીએ સત્તાધીશો વચ્ચે વધી રહેલા આંતરિક ઝઘડાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બીસીએ પસંદગી સમિતિની ટી20 ટીમની પસંદગી માટે મળેલી બેઠકમાં યુસુફ પઠાણને કેપ્ટનશિપ આપવાના મામલે ઉગ્ર ચર્ચા થઈ હતી. એક તબક્કે પસંદગી સમિતિના સભ્યો અને અધ્યક્ષ નયન મોંગિયા વચ્ચે હુંસાતુંસી થતાં નયન મોંગિયાએ પસંદગી સમિતિના ચેરમેનપદેથી રાજીનામું ધરી દીધું હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ અંગે બીસીએના હોદ્દેદારોને પૂછવામાં આવતાં તેઓએ કોઈ પણ ટિપપ્ણી કરવાનો ઇન્કાર કર્યો હતો. બીસીસીઆઇ આયોજિત ટી20 ટુર્નામેન્ટ માટે વડોદરાની ટીમ પસંદ કરવા માટે બીસીએ પસંદગી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં કેપ્ટન તરીકેનું નામ નક્કી કરવાની ચર્ચા શરૂ થતાં યુસુફ પઠાણ અને આદિત્ય વાઘમોડેના નામની ચર્ચા થઈ હતી. જેમાં

આજથી આજવા ટાંકીના વિસ્તારમાં સવારે 9થી 11 પાણી વિતરણ કરાશે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે. એટલુ જ નહીં, આ વિસ્તારમાં પાણીના મીટરો બેસાડવાની પણ કવાયત ચાલી રહી છે. પાણીના મીટરો બેસાડવાની કામગીરીના કારણે સેવાસદનના પાણી પુરવઠા વિભાગે આજવા ટાંકીના સ્તારાવ વિસ્તારમાં પાણી વિતરણના સમયમાં તા.19થી અમલમાં આવે તે રીતે પ્રાયોગિક ધોરણે ફેરફાર કરવાનો નિωર્ણય કર્યો છે. જે મુજબ, ગુરુવારથી સવારે 6 વાગ્યાના બદલે સવારે 9થી11 પાણી વિતરણ કરાશે.

મારા ટીચીંગના અનુભવમાં મેં કયારેય કોઇ વિદ્યાર્થીએ નૈતિકતા દાખવીને માર્ક્સ ઘટાડવા માટે સામે ચાલીને આવ્યા હોય તેવી કોઇ ઘટના બની નથી કે મારી આસપાસ પણ જોઇ નથી. પહેલી જ ઘટના રીષી નાયકની છે, જેણે બે માર્ક્સ વધુ મૂકાયા બાદ મને સંપર્ક કરીને તે ટોટલમાંથી ઓછા કરવા જણાવ્યું હોય. રીષીની પ્રામાણિકતા પર મને અને કોમર્સ ફેકલ્ટીને ગર્વ છે. > જનક શાહ, અધ્યાપક, કોમર્સ.

BCAના સત્તાધીશો વચ્ચે આંતરિક વિખવાદ

ફેરફાર | મીટરો નાખવાની કામગીરીને ધ્યાનમાં રાખી િનર્ણય

નવા સમયમાં આજવા રોડથી કિશનવાડી વિસ્તારનો સમાવેશ

^

ઇન્ડિયન એરલાઇન્સની મુંબઇ-વડોદરા-મુંબઇની બંધ ફ્લાઇટનો મુદ્દો મારા ધ્યાને આવ્યો છે. આ અંગે નાગરિક ઉડ્ડયન મંત્રીને પત્ર લખીને રજૂઆત કરીશ. આ ઉપરાંત સંસદમાં આ મુદ્દો રજૂ કરીશ. > રંજનબહેન ભટ્ટ, સાંસદ-વડોદરા

યુસુફ પઠાણને કેપ્ટન બનાવવાના મામલે પસંદગી સમિતિ બે ભાગમાં વિભાજિત થઈ હતી. આ ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક તબક્કે તડાફડીનાં દૃશ્યો સર્જાયાં હતાં. આ બેઠકમાં પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે નયન મોંગિયાની વાતનો સ્વીકાર નહીં કરાતાં તેઓએ પસંદગી સમિતિમાંથી રાજીનામું ધરી દીધું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ નયન મોંગિયા દ્વારા રાજીનામું અપાયાના સમાચાર વહેતા થયા હતા. જોકે પાછળથી ઘીના ઠામમાં ઘી ઠરી જતાં વિવાદ પર પડદો પડ્યો હતો. આ વખતે પણ આવી જ સ્થિતિનું નિર્માણ થયાનું સામે આવ્યું છે. નયન મોંગિયાના રાજીનામા અંગે બીસીએનો એક પણ હોદ્દેદાર ટિપપ્ણી કરવા તૈયાર નથી. પરંતુ બીસીએનાં વિશ્વાસપાત્ર સૂત્રોના જણાવ્યા અનુસાર નયન મોંગિયાએ રાજીનામું આપતાં તેને સમજાવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે.

ન્યૂઝ ઇન બોક્સ

બાળ અધિકારોની જનજાગૃતિ માટે શેરી નાટકો યોજાયાં

વડોદરા | સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટી અને જિલ્લા બાળ સુરક્ષા એકમના સંયુક્ત ઉપક્રમે વડોદરા, કરજણ, ડભોઇ, શિનોર, વાઘોડિયા, સાવલી, ડેસર અને પાદરા સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે બાળ અધિકારો વિષયક શેરી નાટક ભજવાયા હતા. જેમાં બાળ અધિકારો, બાળ લગ્ન અને બાળ મજુરી અટકાયતી કાયદાકીય જોગવાઇઓ પર પ્રકાશ પાડ્યો હતો.

જિલ્લા પંચાયતની બજેટ માટેની સામાન્ય સભા તા.26 માર્ચે યોજાશે વડોદરા | વડોદરા જિલ્લા પંચાયતની બજેટ માટેની સામાન્ય સભા તા.26 માર્ચ ને ગુરુવારે યોજાશે. આ સામાન્ય સભામાં જિ.પં. પ્રમુખ સુધાબહેન પરમાર જિ.પં.નું વર્ષ 2015-16નું બજેટ રજૂ કરી સભામાં મંજૂરી માટે મૂકશે. ગત મહિને કારોબારી સમિતિએ જિ.પં.ના ~103.81 લાખની પુરાંતવાળા બજેટને બહાલી આપી સામાન્ય સભાની મંજૂરી માટે મોકલી આપ્યું હતું.

સરદાર ભવન ખાતે ‘ધી ન્યુ કેનન’ પુસ્તક અંગે ગ્રંથગોષ્ઠિનું આયોજન વડોદરા | સુખ્યાત અભ્યાસ સભા ગ્રંથગોષ્ઠિની પખવાડિક અભ્યાસ સભા અંતર્ગત તા.21મી માર્ચે સાંજે 5.00 કલાકે સરદાર ભવન ખાતે વાર્તાલાપ કાર્યક્રમ યોજાશે. જેમાં કેનેડાના પ્રખ્યાત કવિ કેરેમાઇન સ્ટાર્નીઓ દ્વારા સંપાદિક પુસ્તક ‘ધી ન્યુ કેનન’ અંગે પ્રો.સતીષ ડણાક ગ્રંથ ચર્ચા કરશે. કેનેડાના આ કવિએ 1955 થી 1975માં જન્મેલ સુખ્યાત કવિની રચના ગ્રંથસ્થ કરેલ છે.

સિંધી સમાજના પર્વ ચેટીચંદ નિમિત્તે સંગીત સંધ્યા-રક્તદાન શિબિર

વડોદરા | શુક્રવારે ચેટીચંદ પર્વની ઉજવણી કરાશે. આ પર્વની ઉજવણી નિમિત્તે સંગીત સંધ્યા અને મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તા.20મીએ સુપ્રિસદ્ધ ગાયિકા કાજલ ચંદીરામાણી અને સિંધી સમાજના હાસ્ય કલાકાર પરમાનંદ પ્યાસી દ્વારા સાંસ્કૃિતક કાર્યક્રમ સહિત ભજન સંધ્યા યોજાશે. ગુરુવારે પદમાવતી શોપિંગ સેન્ટર પાસે મહારક્તદાન શિબિર યોજાશે.


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.