ધ્રાંગધ્રા } હળવદ } લખતર
અમદાવાદ, શુક્રવાર, 20 માર્ચ, 2015 વધુ
તાપમાન ઓછુ 0 0
36.7 19.3
પૂર્વાનૂમાન |વાતાવરણ ચોખ્ખું રહેશે, ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા.. સૂર્યોદય કાલે સૂર્યાસ્ત આજ
પ્રાત : 06.43 પ્રાત : 06.50
ન્યૂઝ ફટાફટ
‘બે’જવાબદાર તંત્ર|ખનીજ માફિયાઓ માટે શું તંત્ર અને શું કાયદો?
શાળાના ભૂલકાઓએ વિવિધ કચેરીની મુલાકાતે
હળવદ |હળવદની શીશુ મંદિર શાળાના ધો. 1 થી 8ના વિદ્યાર્થીઓએ તાલુકા પંચાયત, નગરપાલિકા, પોલીસ મથક, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતની વિવિધ કચેરીની મુલાકાત લીધી હતી. ત્યારબાદ કચેરીઓની કામગીરી અંગે સમજણ મેળવી હતી. આ પ્રસંગે ટીડીઓ એન.વી.જાદવ, વાસુભાઇ સીણોજીયા, જશુભાઇ, શીશુમંદિર શાળાનો સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ભાસ્કર ન્યૂઝ. સુરેન્દ્રનગર
જિલ્લામાં ખનીજચોરોએ માઝા મૂકી છે. ખનીજચોરી ડામવા ખાણ ખનીજ ખાતુ, મામલતદારની ટીમ અને પોલીસ વિભાગ દ્વારા અવારનવાર દરોડા પાડવામાં આવે છે. જેમાં ગુરૂવારના રોજ વિવિધ ત્રણ દરોડા દરમિયાન રૂપિયા 90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જેમાં મૂળીના ભાડુકા પાસે રૂપિયા 60 લાખ, વઢવાણ હાઇવે પર રૂપિયા 24 લાખ અને થાન-ચોટીલા હાઇવે પર રૂપિયા 6 લાખનો માલ વાહનો સહિત જપ્ત કરાતા ખનીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો.
મૂળીનાં પેટાળમાં પુષ્કળ પ્રમાણમાં ખનીજ મળી આવે છે. જેમાં રેતી, કાર્બોસેલ, ફાયરકલે, માટી સહિતનો સમાવેશ થાય છે. આ ખનીજ લેવા માટે ખાણ ખનીજ વિભાગ પાસે મંજૂરી લઇ કાયદેસર ફી ભરવી પડે છે. ત્યારે મૂળીનાં પંથકના અનેક વિસ્તારોમાં બેરોકટોક ખનીજનું ગેરકાયદેસર વહન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મૂળીનાં ધર્મેન્દ્રગઢ અને ભાડુકા પાસેનાં ભોગાવામાં ગેરકાયદે ખનીજ ભરાતુ હોવાની
મૂળી મામલતદાર જે.એમ.રાવલને જાણ થતા નાયબ મામલતદારને તપાસ કરવા આદેશ કરતા પોલીસ બંદોબસ્ત સાથે ધર્મેન્દ્રગઢ અને ભાડુકાનાં ભોગાવામાં તપાસ કરતાં ગેરકાયદે દસથી વધુ વાહનોમાં રેતી ભરવામાં આવી હતી. પૂર્વ તૈયારીથી ત્રાટકેલી ટીમેે છ ડમ્પરો ઝડપી લીધા હતાં. બાકીના વાહનો ભાગવામાં સફળ રહ્યા હતાં. છ ડમ્પરો વિરૂદ્ધ ગુનો દાખલ કરી પોલીસ હવાલે કરાયા હતાં. મૂળી મામલતદાર સ્ટાફે
સાયલામાં હાલમાં મામલતદાર કચેરીમાં વધતા અરજદારો, લાભાર્થીના કારણે મામલતદાર કચેરીના તમામ રૂમો સાંકડા પડી રહ્યા છે. અરજદારોના વાહન પાર્કીંગ અને બેસવાની અગવડના કારણે સાર્વજનીક સરકારી હાઇસ્કુલના કમ્પાઉન્ડ નજીક અધતન મામલદાર કચેરી લાખો રૂપિયા ખર્ચે બનાવવામાં આવી છે. આ નવી કચેરીમાં મહેસુલ, પુરવઠા અને મધ્યાહ્ન ભોજન સહીતની શાખા માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ઇ-ધરા તેમજ એટીવીટી માટે કામે આવતા લોકોનું ઝડપી કામ તેવા આયોજન સાથે નવી કચેરી બનાવવામાં આવી છે. પાર્કીંગ તેમજ તલાટી મંત્રી સહીતનાઓ માટેના કાર્યક્રમો માટે અદ્યતન મીટીંગ હોલ સહિતની અનેક સુવિધા પૂર્ણ કામકાજ કરવામાં આવ્યું છે. છતા મામલતદાર કચેરીની સોંપણી કે ઉદ્દઘાટન કરવામાં ન આવતા અરજદારોમાં રોષ ફેલાયો છે./પરેશ રાવલ
સુરેન્દ્રનગર | થાનગઢમાં જય ઝુલેલાલ સેવા સમિતિ તેમજ સમસ્ત લોહાણા સમાજ દ્વારા ચૈત્રીબીજ ચેટીચાંદ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં રવિવારે સાંજે 4.30 કલાકે શોભાયાત્રા થાનના વિવિધ વિસ્તારોમાં ફરીને લોહાણા સમાજની વાડીએ પરત ફરશે. આ ઉપરાંત લોહાણા સમાજની વાડીએ જ્ઞાતિજનો માટે સમૂહપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
થાનમાં અબોલ પશુ-પક્ષી માટે ફરતુ દવાખાનું
લરખડીયા પ્રા.શાળામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
સુરેન્દ્રનગર | લખતર તાલુકાની લરખડીયા પ્રાથમિક શાળામાં શિક્ષણેતર પ્રવૃત્તિને વેગ આપવા વિજ્ઞાન પ્રવૃત્તિ પ્રદર્શન, એકસપોઝર વિઝીટ તેમજ ધો. 7નાં વિદ્યાર્થીઓનાં વિદાય સમારંભનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સી.આર.સી. લખતર-2ની તમામ પેટા શાળાનાં 15-15 બાળકો, વિજ્ઞાન શિક્ષકો અને આચાર્યઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં બેટી બચાવો, બેટી પઢાઓ, સ્વચ્છતા કાર્યક્રમ, વિવિધ પ્રદર્શનો તેમજ વિજ્ઞાનની પ્રવૃત્તિઓ અંગે ચિંતન મનન અને સંવાદ યોજાયો હતો.
પંચ તંત્ર
ડિસે.2014માં પુરવઠાની ટીમે દરોડો કર્યો હતો ઘીમાં મીશ્રણ બદલ
ઝીંઝુવાડાના 4 સસ્તા અનાજના દુકાનદારોને ગેરરિતી બદલ દંડ ભાસ્કર ન્યૂઝ. સુરેન્દ્રનગર
પાટડીાના ઝીંઝુવાડા ગામે સસ્તા અનાજના દુકાનદારો વિરૂધ્ધ અનેક ફરિયાદો મળતા ડિસેમ્બર-2014માં પુરવઠાની ટીમે દરોડો કર્યો હતો. જેમાં ગંગાબેન પરમાર, ગોવિંદભાઇ વાણીયા, મહેન્દ્રભાઇ પરમાર અને શૈલેષકુમાર દવેની દુકાનોમાં બોર્ડ ન રાખવુ, અનાજના નમૂના ન રાખવા, હિસાબો વ્યવસ્થીત ન રાખવા સબબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ગંગાબેન પરમારની દુકાનમાંથી રૂપિયા 6,828 અને શૈલેષભાઇ દવેની દુકાનમાંથી રૂપિયા 5565નો જથ્થો પણ જપ્ત કરાયો હતો. આ બનાવમાં કાર્યવાહી દરમિયાન બન્ને દુકાનમાંથી ઝડપાયેલ જથ્થો રાજયસાત કરાયો હતો. જયારે ચારેય દુકાનદારોને રૂપિયા 3-3 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર શહેરની રેસ્ટોરન્ટોમાં ચેકિંગ
સુરેન્દ્રનગર શહેરના બસ સ્ટેશન આસપાસ ખાણી પીણીની અનેક દુકાનો ધમધમે છે. ત્યારે આ દુકાનોમાં પુરવઠાની ટીમ દ્વારા ગુરૂવારના ચેકિંગ કરાતા વપરાતા ગેસના બાટલા, સ્વચ્છતા અને ચેકિંગ કરાયુ હતુ. દુકાનદારોએ બહાર રાખેલ ઉઘાડા ખોરાકને ઢાંકવા તાકિદ કરાઇ હતી.
આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી દમયંતીબેન બારોટે જણાવ્યુ કે, જિલ્લા કલેકટર ઉદીત અગ્રવાલની સૂચનાથી વ્યાજબી ભાવની દુકાનોનું આકસ્મીક ચેકિંગ હાથ ધરાશે. જો કોઇ દુકાનદાર અંગે ફરિયાદ હોય તો પુરવઠા કચેરીએ જાણ કરવી.
ઉત્પાદક અને સપ્લાયરને દંડ ભાસ્કર ન્યૂઝ. સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના એક ટ્રાન્સપોર્ટમાં ઘીમાં મીશ્રણ કરવાનો માર્ગેરીન નામનો જથ્થો આવવાનો હોવાની બાતમીને આધારે ફૂડ વિભાગની ટીમે 3-1114ના રોજ દરોડો કર્યો હતો. જેમાં ઘીમાં મીશ્રણ કરવાના માર્ગેરીન નામના પદાર્થના મે.બાલાજી પ્રીમીયમ બ્રાન્ડના જથ્થો જપ્ત કરાયો હતો. જથ્થામાંથી 2 કિલોનો જથ્થો નમૂનો લઇ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યો હતો. લેબોરેટરી પૃથ્થકરણમાં પદાર્થ સબ સ્ટાન્ડર્ડ થતા આ જથ્થો મોકલનાર સપ્લાયર રાજકોટમાં ઓમ શાંતી સેલ્સ એજન્સી ધરાવતા હસમુખલાલ ગોંધીયા અને ઉત્પાદક બાલાજી માર્કેટીંગવાળા મહેમદાબાદ ખેડાના બંદીશ મોદી પર કેસ કરાયો હતો. કેસ જિલ્લા અધિક કલેકટર સમક્ષ ચાલતા સપ્લાયરન 10 હજાર અને ઉત્પાદકન 15 હજારનો દંડ કરાયો હતો.
પીસાતી પ્રજાની વ્યથા|8 થી 10 નવા કેન્દ્રો ખોલવાની માંગ ઉઠી
ચોટીલામાં આધારકાર્ડ મેળવવા માટે અરજદારોનો લાંબી લાઇનો ભાસ્કર ન્યૂઝ. ચોટીલા
અત્યારે તારૂં સાંભળવા કરતાં મારે પાર્લામેન્ટમાં પહોંચવું વધું જરૂરી છે.
સ્થળ પરથી છ ડમ્પર સહિત રૂ. 60.4 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર ખાણ ખનીજ અધિકારી એમ.આર. વાળાની સૂચનાથી સ્ટાફે વઢવાણ હાઇવે પર ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં પાસપરમીટ વગર રેતી વહન કરતી બે ટ્રકોને ઉભી રાખી તલાશી લેવાઇ હતી. આ બનાવમાં રેતી અને વાહનો સહિત રૂપિયા 24 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. થાન : થાન મામલતદાર કે.જે. વાઘેલાની સૂચનાથી સ્ટાફે થાનચોટીલા હાઇવે પર ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં એક ટ્રકને ઉભી રખાતા ટ્રકનો ડ્રાઇવર ટ્રક મૂકીને પોબારા ભણી ગયો હતો. આ બનાવમાં ટ્રક અને તેમાં રહેલ 16 હજાર કિલો કાર્બોસેલ સહિત 6 લાખનો મુદ્દામાલ કબજે કરી થાન પોલીસના હવાલે કરાયો હતો.
ઉદ્દઘાટનની રાહ જોઇ રહેલી સાયલાની મામલતદાર કચેરી...
થાનમાં ચેટીચાંદની ઉજવણી કરાશે
સુરેન્દ્રનગર | થાનના સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અબોલ પશુ-પક્ષીઓ માટે ફરતુ દવાખાનું ઓગસ્ટ મહિનાથી શરૂ કરવામાં આવ્યું છે. જેમાં થાન અને આજુબાજુના વિસ્તારનાં પશુ-પક્ષીની સારવાર કરવામાં આવે છે. સેવા ચેરીટેબલ ટ્રસ્ટનાં જણાવ્યાનુસાર 2014નાં વર્ષમાં 720 પશુપક્ષી અને 2015માં 189 જેટાલ પશુપક્ષીની સારવાર કરવામાં આવી છે. સેવા ચેરીટેબલ ટ્રસ્ટમાં સોની ભાવિક, નીરવ, બળદેવભાઈ, નિકેથ, યુવરાજસિંહ સેવા આપી રહ્યાં છે.
ફાગણ વદ-અમાસ, િવક્રમ સંવત 2071
અભિશાપ બન્યો વરદાન
ઝાલાવાડ ખનીજચોરો માટે ફેવરીટ: મૂળી, વઢવાણ, થાનમાંથી ખનીજચોરી ઝડપાઇ
સુ.નગરમાં રામજી મંદિરનો ભાડુકા: 60લાખ, વઢવાણથી 30લાખનો મુદ્દામાલ જપ્ત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગર શહેરના થાન-ચોટીલા હાઇવે પરથી પાવર હાઉસ રોડ પર વાલ્મીકી કાર્બોસેલ ભરેલ ટ્રક ઝડપાઇ વાસમાં આવેલ રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન તા. 28 માર્ચને રામનવમીના રોજ કરાયુ છે. આ પ્રસંગે દેહશુધ્ધી, નગરયાત્રા, સામૈયા, યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે. જયારે રાત્રે યોજાનાર સંતવાણીમાં મસ્તરામ ગોંડલીયા અને નીતાબેન ઢાકેચા ભજન રજૂ કરશે.
વઢવાણ } લીંબડી } પાટડી
ચોટીલા ના ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે શહેરની જૂની મામલતદાર કચેરીમાં આધાર કાર્ડની કામગીરી ચાલી રહી છે. ત્યારે વહેલી સવારથી પંથકના ગામડાઓના લોકો આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહી ટળવળતા હોય છે. મહિલાઓ, વૃધ્ધો, બાળ વિદ્યાર્થીઓ પણ પોતાનો વારો આવે તેની રાહ જોઇ આખો દિવસ લાઇનમાં ઉભા રહેતા હોય છે. ચોટીલાના રાજપરા ગામના વૃધ્ધ ખેડૂત જગશીભાઇ ચાવડા, ચાણપા ગામના જીવીબેન રબારી, ખેરડી ગામના વિદ્યાર્થીઓ સહિત પીયાવા, લાખચોકીયા, મોલડી, કાળાસર સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોના
લોકોએ દિવ્ય ભાસ્કર સમક્ષ વેદના સાથે ગુસ્સો ઠાલવ્યો હતો કે અમો સવારથી ભૂખ્યા તરસ્યા આધારકાર્ડની કામગીરી માટે ટળવળીએ છીએ. સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માટે ફકત એક જ આધારકાર્ડનું કેન્દ્ર હોવાથી ખાસ તો તાલુકાના વિવિધ ગ્રામ્ય ઝોનમાં બીજા 8 થી 10 કેન્દ્રો
શરૂ કરવાની લોકોની માંગણી છે. આ અંગે આધારકાર્ડના નાયબ મામલતદાર એ.ડી.રાણાએ જણાવ્યુ કે, ચોટીલા પંથકના અલગ અલગ ઝોનમાં કીટ મૂકવાની જરૂર છે. મેં કલેકટરને પણ દરખાસ્ત મોકલી છે. પ્રાંત અધિકારી સાથે રૂબરૂ ચર્ચા પણ કરી છે.
ભોગાવા નદીમાં પાણી નહી રહે તેવો સતિ રાણકદેવીનો શાપ હોવાનું કહેવાય છે. ત્યારે શાપને દૂર કરવા વઢવાણ મોક્ષધામ પાસે ચેકડેમ બનાવતા ભોગાવા નદીમાં પાણી રહેતા અભિશાપ વરદાનરૂપ બન્યુ છે. વિશ્વજળ સપ્તાહની ઉજવણી પ્રસંગે વઢવાણ ભોગાવા નદી ઉનાળામાં પણ છલોછલ નજરે પડે છે./અસવાર જેઠુભા
મૂળીમાં ધો.12ના મનોવિજ્ઞાનના પેપરમાં કોપી કરી રહેલા 2 વિદ્યાર્થીઓ ઝડપાયા ભાસ્કર ન્યૂઝ.સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ધો. 10 અને ધો. 12ની બોર્ડની પરીક્ષામાં કોપીકેસની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે ગુરૂવારના રોજ ધો. 12 સામાન્ય પ્રવાહના મનોવિજ્ઞાનના પેપરમાં મૂળીની હાઇસ્કૂલમાંથી કોપી કરતા 2 વિદ્યાર્થીઓ ઝડપાયા હતા.
જિલ્લામાં ધો. 10 અને 12ની બોર્ડની વાર્ષિક પરીક્ષામાં ગુરૂવારના રોજ ધો.10માં દ્વીતીય ભાષા ગુજરાતી વિષયની પરીક્ષામાં નોંધાયેલા 423માંથી 4 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા 419 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે સંસ્કૃતમાં 5 અને પત્રવ્યવહાર વિષયમાં 31 વિદ્યાર્થીઓએ પેપરો આપ્યા હતા.
મનોવિજ્ઞાનની પરીક્ષામાં મૂળીની તેજેન્દ્રપ્રસાદ હાઇસ્કૂલમાં કોપી કરતા 2 વિદ્યાર્થીઓને ઝડપી તેમની સામે કોપીકેસ કરવામાં આવ્યો છે. 20 માર્ચને શુક્રવારના રોજ ધો. 10માં દ્વીતીય ભાષા અંગ્રેજી, ધો. 12 સામાન્ય પ્રવાહમાં સંગીત સૈદ્વાંતીક જયારે 12 વિજ્ઞાન પ્રવાહમાં જીવ વિજ્ઞાન વિષયની પરીક્ષા લેવાશે.
અમદાવાદ લૌકિકે જઇ રાજકોટ પરત ફરતો હતો હળવદ હાઇવે પર રસ્તો
ચોટીલાના બામણબોર પાસે કાર પલટી જતા દંપતિનું મોત ભાસ્કર ન્યૂઝ. ચોટીલા
રાજકોટનાં રૈયા રોડ વિસ્તારમાં અલકાપુરીમાં રહેતા નીલેશભાઈ ધીરૂભાઈ લખતરીયાનાં કાકા અમદાવાદ અવસાન પામતા તેઓ અમદાવાદ લૌકિક વ્યવહારમાં નીકળ્યા હતાં. જ્યારે પરત રાજકોટ ફરતી વખતે ચોટીલા તાલુકાનાં બામણબોર ગામ નજીક તેમની કાર કોઇ કારણોસર અચાનક જ રોડ પર પલટી મારી ગઇ હતી. ત્યારે કારમાં બેસેલા નીલેશભાઈ તેમના પત્ની માનસીબેન, પુત્રો ધ્રુમીલ, પ્રેમ, તેમના બહેન હિનાબેન તથા
બનેવી કમલેશભાઈ, સેજલબેન, મેહુલભાઇ વગેરેની ચીસોથી હાઇવે ગાજી ઉઠયો હતો. જ્યારે આ અકસ્માતમાં ગંભીર ઇજા પામેલા સેજલબેન તથા તેમના પતિ મેહુલભાઈ બગથરીયાનું કરૂણ મોત થયા હતાં. જ્યારે કારચાલક નીલેશભાઈને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત સમયે લોકોને એકઠા થઇ ઇજાગ્રસ્તોને મદદ કરી હતી. આ બનાવની વધુ તપાસ ચોટીલાનાં પી.એસ.આઈ. બી.એન.ડાભી ચલાવી રહ્યાં છે.
ઓળંગતા કારની ટક્કરથી વૃધ્ધનું મોત ભાસ્કર ન્યૂઝ. હળવદ
હળવદના વૈજનાથ પાર્કમાં રહેતા વૃધ્ધ રસ્તો ઓળંગીને જતા હતા. ત્યારે કારે અડફેટે લેતા વૃધ્ધને લીધા હતા, જેમનું સારવાર દરમિયાન નિપજ્યું હતું. હળવદના વૈજનાથ પાર્કમાં રહેતા છગનભાઇ દલવાડી વૈજનાથ ચોકડી પાસે આવેલ રસ્તા પરથી પસાર થતા હતા.કાર ચાલકે અડફેટે લેતા માથામાં ઇજા પહોંચતા તેઓને પ્રથમ સુરેન્દ્રનગર અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. સારવાર દરમિયાન મોત થતા કાર ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ટ્રાફિક પોલીસનો ધમધમાટ:1500થી વધુ વાહનોને રેડિયમ લગાવાયા
પોલીસ દ્વારા વાહનોમાં રિફલેકટર લગાવાયા ભાસ્કર ન્યૂઝ.સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરમાં સતત વધતા જતા વાહનોનાં કારણે શહેરની ટ્રાફિક સમસ્યા પણ જ્વાળુમુખીની જેમ વકરી રહી છે. ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારોમા ટ્રાફિકની સુચારૂ વ્યવસ્થા જળવાઇ રહે તેમજ અકસ્માત નિવારણ માટે જિલ્લા પોલીસવડા રાજેન્દ્રકુમાર અસારીની સૂચનાથી રોડ સેફટી ટીમનાં પી.એસ.આઈ. વિજયસિંહ
ઝાલા, શૈલેન્દરસિંહ, બીપનભાઈ, દૈવતસિંહ સહિતની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સુરેન્દ્રનગર શહેરનાં અનેક વિસ્તારોમાં દોડતા ટુ વ્હીલ, થ્રીવ્હીલ તેમજ ફોરવ્હીલ વાહનોમાં રેડિયમ રિફલેકટર લગાવવાનો ધમધમાટ શરૂ થયો હતો. આ દરમિયાન શહેરમાં વધી રહેલા અકસ્માતોને અટકાવવા ફોરવ્હીલ ધરાવતા વાહનચાલકોએ શહેરમાં પોલીસ ટીમ દ્વારા 1500થી માટે વાહનચાલકોનાં પ્રયાસો જોવા પોતાના વાહનો રેડિયમ વધુ વાહનોમાં રેડિયમ રિફલેકટર મળ્યા હતાં. બાઇકો, રિક્ષાઓ તેમજ રિફલેકટરથી સજ્જ કર્યા હતાં. ત્યારે લગાવવામાં આવ્યા હતાં.
વઢવાણ GIDCમાં દરોડો કરાતા ચોરીની મત્તા જપ્ત ભાસ્કર ન્યૂઝ. સુરેન્દ્રનગર
વઢવાણ જીઆઇડીસીનાં એક કારખાનામાં જ ચોરીનો માલસામાન સંગ્રહવામાં આવતો હોવાની પોલીસતંત્રને બાતમી મળી હતી. જિલ્લા પોલીસવડાની સૂચનાથી એલસીબી પી.આઈ. બી.બી.ભગોરા સહિતની ટીમે જીડીઆઈડીસીનાં વિસ્તારોમાં છાપો માર્યો હતો. ઔદ્યોગિક વિસ્તારમાં પોલીસ ટીમના દરોડાથી વેપારીઓમાં પણ દોડધામ મચી હતી. વઢવાણ જીઆઈડીસીમાં આવેલ રાજ એલ્યુમિનિયમ કારખાનામાંથી ચોરીનો જીઇબીને લગતો સામાન મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઘટના સ્થળેથી રૂ. 22,800ની કિંમતનો 380 કિલોગ્રામ વાયર, રૂ. 10,500ની કિંમતનો 175 કિલોગ્રામ અર્થિંગનો વાયર, રૂ. 28,500ની કિંમતનો 240 કિલો ગ્રામ વિદ્યુત પ્રવાહનો વાયર, રૂ. 8,700ની
કિંમતનો 290 કિલોગ્રામ સર્વિસ લાઈનનો વાયર, 90 હજારની કિંમતનો 775 કિલોગ્રામ કેબલ વાયર, રૂ. 24,600ની કિંમતનો 205 કિલો ગ્રામ કેબલ વાયર તેમજ તાણીયો બાંધવાનો લોખંડ તથા વીજટ્રાન્સફોર્મરનો પરચૂરણ સામાન ઝડપાયો હતો. ચોરીના મુદ્દામાલ સાથે રાજુભાઇ ખાખીને ઝડપી લેવાયા હતા.