Surat city news in gujrati

Page 1

પોલિટૂન ભિક્ષા નથી જોઈતી મૈયા! બાબા તો ભારત-બાંગ્લાદેશ વચ્ચેની મેચ જોવા માગે છે!

4

¾, સુરત, શુક્રવાર, 20 માર્ચ, 2015

}એન્ફોર્સમેન્ટ ડાયરેકટરે સટ્ટો }12 પંટરો 100થી વધુ મોબાઈલ પકડયાે હોવાની પ્રથમ ઘટના અને 15 લેપટોપ પર કામ કરતા

}પાકિસ્તાનના નોમાન, દુબઈના બુકી દિલીપના નામ ખૂલ્યા

પાક. અને દુબઈનો સટ્ટો વડોદરામાં કપાતો હતો

વિધાનસભા ડાયરી

મુખ્યમંત્રીએ સમસ્યા દૂર કરવા ખાતરી આપતાં વિપક્ષે પણ પાટલી થપથપાવી

વિ

ધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ સભ્ય મહમદજાવીદ પીરઝાદાએ વાંકાનેરથી રાજકોટ તરફના રોડ પર પતાળિયા વોંકળા પર માઇનોર બ્રિજ બનાવવાની માંગણી સાથેનો પ્રશ્ન પૂછ્યો હતો જેના જવાબમાં રાજ્યકક્ષાના માર્ગ અને મકાન વિભાગના મંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે, આ બાબત માર્ગ અને મકાન વિભાગ હસ્તક નહીં હોવાથી બ્રિજ બનાવવાનું કોઇ આયોજન નથી. આ જ વખતે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે બાજુમાં બેઠેલા મંત્રી નીતિન પટેલને તાત્કાલિક આ બાબતની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવતા નીતિન પટેલે ઊભા થઇને જાહેરાત કરી હતી કે, મુખ્યમંત્રીએ સૂચના આપી છે કે આ બાબત પંચાયત વિભાગ હસ્તક હોવા છતાં બ્રિજ બનાવવા અંગે સરકાર ટૂંક સમયમાં કાર્યવાહી હાથ ધરશે. આ પ્રકારના હકારાત્મક પ્રતિભાવનું સન્માન કરીને વિપક્ષના સભ્યોએ પણ પાટલી થપથપાવી મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.

નીતિનભાઇ આદિવાસી વિસ્તારમાં બહુ આવતા નહીં હોવાથી તેમને લઇ જવા છે

દિજાતિ વિકાસ વિભાગની અંદાજપત્રીય માંગણી પરની ચર્ચાનો જવાબ આપતી વખતે મંત્રી મંગુભાઇ પટેલ આદિવાસી વિસ્તારોમાં રાજ્ય સરકારે કેવો વિકાસ કર્યો છે તેની વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે માર્ગોનો પણ સારો એવો વિકાસ થયો હોવાનું જણાવતા માર્ગ અને મકાન વિભાગના મંત્રી નીતિન પટેલને ઉદ્દેશીને કહ્યું હતું કે, નીતિનભાઇ આદિવાસી વિસ્તારમાં બહુ આવતા નથી, તેમને વિકાસ દેખાડવા માટે લઇ જવા છે.

મારો પ્રશ્ન ઉકેલી આપો તો હું પણ અભિનંદન આપીશ: અમિત ચૌધરી

કોં

ગ્રેસના મહમદજાવીદ પીરઝાદાના પ્રશ્ન સંદર્ભે મુખ્યમંત્રીએ તાત્કાલિક હકારાત્મક પ્રતિભાવ આપ્યા બાદ કોંગ્રેસના માણસાના ધારાસભ્ય અમિત ચૌધરી પોતાનો પ્રશ્ન પૂછવા ઊભા થયા હતા. તેમનો પ્રશ્ન પણ ગાંધીનગર વિજાપુર માર્ગના બાયપાસને લગતો હતો. તેથી પ્રશ્ન પૂછતા પહેલા તેમણે જણાવ્યું હતું કે, મારા પ્રશ્નનો પણ ઉકેલ લાવી દો તો હું પણ મુખ્યમંત્રીને અભિનંદન આપીશ. આ સાંભળીને અધ્યક્ષ ગણપત વસાવાએ પણ હસતા હસતા જણાવ્યું હતું કે, આજે ઘણીબધી જાહેરાત થશે તેમ લાગે છે.

વસુબેનની કડવી વાણીએ કોંગ્રેસને પોઇન્ટ ઓફ ઓર્ડરનો મોકો આપ્યો

બા

ળ કલ્યાણ મંત્રી વસુબેન ત્રિવેદી વિધાનસભાના પ્રશ્નોત્તરીકાળ દરમિયાન જવાબ આપી રહ્યાં હતાં. આ દરમિયાન ધારાસભ્યો દ્વારા તેમને પ્રશ્નો પૂછવામાં આવતા હતા. આ પેટા પ્રશ્નો દરમિયાન વસુબેન ત્રિવેદીએ જુઠ્ઠાં અને મગરમચ્છના આંસુ જેવા અસંસદીય શબ્દો બોલતા કોંગ્રેસના ધારાસભ્ય શકિતસિંહે પ્રશ્નોત્તરીકાળ પછી પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. તેમના પોઇન્ટ ઓફ ઓર્ડરને અધ્યક્ષ ગણપત વસાવાએ મંજૂર રાખીને બંને શબ્દોને દૂર કરવાનો આદેશ આપ્યો હતો. આમ, વસુબેનની કડવી વાણીએ કોંગ્રેસને પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવવાનો મોકો આપ્યો હતો.

નીતિનભાઇ બોલ્યા મને એમ હતું કે કરમશીભાઇ અભિનંદન આપશે, પણ..

કોં

ગ્રેસના સાણંદના ધારાસભ્ય કરમશી પટેલ ગૃહમાં ઊભા થાય એટલે તેમની તળપદી બોલીની રજૂઆતથી સૌ કોઇ હસી પડે. આજે પણ સમય પૂરો થાય તે પહેલા કરમશીભાઇનો વારો આવવા દો તેવી અધ્યક્ષે ટિપ્પણી કરતા સૌ હસી પડ્યા હતા. કરમશીભાઇએ ઊભા થઇને સીધા જ માર્ગ-મકાન વ્યવહાર વિભાગ ધારાસભ્યની રજૂઆતને ધ્યાનમાં રાખીને પણ રસ્તા કરતું નથી, ભાજપના નેતાઓ કહે તેવા રોડના ઓર્ડર આપે છે તેવી રજૂઆત કરી હતી. આથી નીતિનભાઇએ પણ મજાક કરતા જવાબ આપ્યો કે જે રીતે વાંકાનેરના ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદાએ અભિનંદન આપ્યા તે રીતે સાણંદમાં મેં એમની લાગણી સમજી આટલા રસ્તા કર્યા પણ તેમણે અભિનંદન આપ્યા નહીં.

પાક., દુબઈને બાદ કરતા સૌથી વધુ ફોન ગોવા અને દિલ્હીમાં કર્યા

અંધારામાં રહ્યા| પોલીસને વડોદરામાં ફાર્મ હાઉસ બહાર લાંબો સમય ઊભા રહેવું પડયું, મણિનગરમાં પણ બંગલો

ક્રાઇમ રિપોર્ટર.વડોદરા

ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત બનેલી ઘટના છે કે એનેફોર્સમેન્ટ ડાયરેકટર દ્વારા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જો કે એક મહિના કરતા પણ વધુ સમયથી એન્ફોર્સમેન્ટ અધિકારીઓ આ બુકીઓની પાછળ પડયા હતા, તેનું કારણ એવુ હતું માત્ર ભારતના જ નહીં પણ દેશ બહારના બુકીઓ પોતાનો સટ્ટો વડોદરામાં કપાવતા હતા. એન્ફોર્સમેન્ટ વિભાગના અધિકારીઓની એક મહિના કરતા વધુ સમયની મહેનત બાદ વડોદરા નજીક આવેલા સીકંદરાબાદના એક ફાર્મ હાઉસ ઉપર દરોડો પાડી કુખ્યાત બુકી ગીરીશ પટેલ ઉર્ફે ટોમી ઉંઝા અને અમદાવાદના કિરણ માલાને ઝડપી પાડયા હતા. આ બન્ને બુકીઓના 12 કર્મચારીઓ એક જ સમયે 100 કરતા વધુ મોબાઈલ ફોન અને 15 લેપટોપ ઉપર કામ કરતા હતા.800 કરતો વધુના સટ્ટા બેટીંગનું નેટવર્ક બહાર આવતા વડોદરા પોલીસ શરમજનક હાલતમાં મુકાઈ ગઈ છે.સ્થળ ઉપર દોડી આવેલા પોલીસ અધિકારીઓને લાંબો સમય પ્રેક્ષક બની બહાર ઉભા રહેવુ પડયુ હતું બુકીઓના ફોન અને લેપટોપના આધારે બહાર આવેલી વિગત પ્રમાણે દુબઈમાં રહેલો સૌથી મોટી બુકી દિલીપ અને પાકિસ્તાનનો નોમાન પોતાના દેશના ગ્રાહકો પાસેથી લીધેલો ધંધો વડોદરામાં કિરણ અને ટોમી પાસે કપાવતા હતા. આટલી મોટી રકમનો સટ્ટો દુબઈ અને પાકિસ્તાનથી વડોદરા આવતો હતો, તે સટ્ટાે આગળ કયાં કપાઈ રહ્યો હતો તેની એન્ફોર્સમેન્ટ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.પાકિસ્તાન અને દુબઈને બાદ કરતા સૌથી વધુ ફોન કોલ્સ ગોવા અને દિલ્હીના મળ્યા છે, આ બન્ને બુકીઓ આ બન્ને શહેરો સાથે સંકાળાયેલા છે.

વડોદરા નજીકના િસંકદરપુરામાં ફાર્મ હાઉસમાં ચાલતા આંતરરાષ્ટ્રીય િક્રકેટ સટ્ટા કોૈભાંડનો ઇડીએ પર્દાફાશ કર્યો હતો. ઇડીએ પોલીસને અંધારામાં રાખીને કાર્યવાહી કરી હતી. આ અંગેની જાણ થતાં દોડી આવેલાં ડીસીપી લીના પાટીલ અને િકશનવાડી પીઆઇ વાઘેલાને લાંબો સમય ફાર્મ હાઉસ બહાર ઊભા રહેવું પડ્યું હતું. બીજી તસવીર અમદાવાદમાં મણિનગર ખાતેના બંગલાની છે.

ગિરીશ ઉર્ફે ટોમી ઊંઝા નગરપાલિકાનો સભ્ય,ઊંઝામાં તેની સામે ત્રણ કેસ દિલ્હી અને ગોવા પોલીસને પણ જાણ કરવામાં આવી

દેશી ગ્રાહકો અને બુકીઓની સંખ્યા દિલ્હી અને ગોવાની હતી, તેથી ઇડીએ દિલ્હીગોવાના અધિકારીઓને જાણ કરી હતી. કિરણ અને ટોમી સામે દિલ્હી અને ગોવામાં પણ અગાઉ ગુનાઓ નોંધાયા છે. કિરણ માલાને અગાઉ અમદાવાદ પોલીસે પણ પકડ્યો હતો.

ગીરીશ ઉર્ફે ટોમી 10વર્ષ અગાઉ ઊંઝા ગંજબજારમાં આવેલી એક પેઢીમાં મહેતા તરીકે નોકરી કરતો હતો. દરમિયાન નાનોમોટો જુગાર રમાડનાર ટોમી પટેલે ક્રિકેટ સટ્ટામા હાથ અજમાવ્યો હતો. વર્ષ 2010-11માં ઊંઝા નગરપાલિકાની ચુંટણીમાં જીતી ગયો હતો. છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદ સ્થાઇ થયેલા ટોમી પટેલ સામે કરલીના યુવાનના અપહરણની સાથે જુગાર અને િક્રકેટ સટ્ટાના 3થી વધુ કેસ નોંધાયા છે.

ફાર્મનો માલિક જીતુ શાહ કોણ? હવાલા રેકેટ બહાર આવશે સિકંદરપુરા સ્થિત ફાર્મહાઉસ જીતુ શાહનું હોવાનું કહેવાય છે. જેમાં ડુપ્લેક્ષ બંગલો છે. સટ્ટાનું કેન્દ્ર બનેલુ આ ફાર્મ હાઉસ એક મેચના ~50,000 લે​ેખે ભાડેથી હતું. આ ફાર્મહાઉસ કોનું છે તે તપાસ શરૂ કરાઇ છે.

ક્રિકેટ સટ્ટામાં દુબઈ અને પાકિસ્તાન પણ સામેલ હોવાને કારણે કરોડો રૂપિયાનો કારોબાર હવાલા મારફતે જ થતો હોવાની સંભાવના છે. ઈડીએ આ દિશામાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

ચરોતરમાં પણ વિનોદ સિંધીનું સટ્ટા-બેટિંગ ઝડપાયું

આણંદ તાલુકાના સામરખાથી અજરપુરા જતાં રોડ ઉપર એક ફાર્મ હાઉસ ઉપરથી ગુરુવારે મોડી રાત્રે િક્રકેટ સટ્ટા-બેટિંગ રમાડતાો કુખ્યાત િવનોદ સીંધી અને તેનાં 9 સાગરીતો 24 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઇ ગયા હતા.

મહેસાણા ડેરીના ચેરમેન તરીકે સરકારે પદભ્રષ્ટ કર્યા બાદ સહકારી નેતાને વધુ એક ફટકો સ્વાગત ઓન

વિપુલ ચૌધરીને ‘અમૂલ’ના ચેરમેનપદેથી હટાવવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટની પણ બહાલી અવિશ્વાસના પ્રસ્તાવ ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર

મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન પદેથી રાજ્ય સરકારે પદભ્રષ્ટ કર્યાના ગણતરીના જ દિવસોમાં ઉત્તર ગુજરાતના સહકારી ગાંધીનગર નેતા વિપુલ ચૌધરીને વધુ એક ફટકો પડ્યો છે. દેશની સૌથી મોટી બ્રાન્ડ ‘અમૂલ’ ધરાવતા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક

માર્કેટિંગ ફેડરેશનના ચેરમેનપદેથી તેમને અવિશ્વાસ પ્રસ્તાવથી હટાવવાના નિર્ણયને યોગ્ય ઠેરવતા ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને પડકારતી વિપુલ ચૌધરીની પિટિશન સુપ્રીમ કોર્ટે પણ ફગાવીને આ નિર્ણયને બહાલ રાખ્યો છે. રાજ્યના

સહકારી કાયદામાં કોઈપણ સહકારી સંઘના ચેરમેન સામે અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ કરવાની જોગવાઈ ન હોવાથી ફેડરેશનના ચેરમેન પદેથી અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરી તેમને હટાવવાનો નિર્ણય ગેરકાયદે હોવાની વિપુલ ચૌધરીની દલીલ સુપ્રીમ કોર્ટે સ્વીકારવાનો ઈનકાર કરી હાઈકોર્ટનો ચૂકાદો બહાલ રાખ્યો છે.

વિષે સુપ્રીમ કોર્ટનો આદેશ સુપ્રીમ કોર્ટે વિપુલ ચૌધરીના કેસમાં સ્પષ્ટ આદેશ કર્યો છે કે, આવી સંસ્થાઓના વડા/ચેરમેન સામે તેઓ હોદ્દો સંભાળ્યાના બે વર્ષ પછી અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થઈ શકે છે અને તે ફગાવાય તો નવો પ્રસ્તાવ એક વર્ષમાં લાવી શકાય છે.

લાઈન કાર્યક્રમ શુક્રવારે યોજાશે ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર

લોકોની ફરિયાદોના સીધા જ મુખ્યમંત્રી દ્વારા નિરાકરણ થાય તે માટે શરૂ કરવામાં આવેલા સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ, જે સામાન્યપણે દર મહિનાના ચોથા ગુરુવારે યોજાય છે, તે હાલ વિધાનસભાનું અંદાજપત્ર સત્ર ચાલુ હોવાથી હવે 27મી માર્ચને શુક્રવારે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ યોજાતા સ્વાગત કાર્યક્રમો રાબેતા મુજબ જ ચાલશે.

ગીરમાં ખોટી રીતે ગોંડલ માર્કેટયાર્ડમાં પ્રથમ દિવસે જ ધાણાની 1.50 લાખ બોરી આવક રેલવેની ટિકિટો પર હેલ્પલાઈન નંબર છપાશે મિલકતો સીલ અમદાવાદ : રેલવે પ્રવાસીઓને જાગૃત કરવાની સાથે તેમને માહિતીગાર કરાયાની રજૂઆત કરવાના ઉદ્દેશ્યથી રેલવે મંત્રાલય દ્વારા લીગલ રિપોર્ટર. અમદાવાદ

ગીર અભયારણ્યમાં ફૂલેલી પ્રવાસન પ્રવૃત્તિને મામલે હાઇકોર્ટના આદેશ બાદ સીલ કરાયેલી મિલકતોના કેટલાક માલિકોએ પણ હાઇકોર્ટમાં પિટિશન કરી તેમની મિલકતો ખોટી રીતે સીલ કરાઇ હોવાની રજૂઆત કરી છે. હાઇકોર્ટે આ મામલે ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરી અહેવાલ રજૂ કરવા આદેશ કરી આ કેસની વધુ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક શરૂ થતાં પ્રથમ દિવસે જ 1.50 લાખ બોરીની આવક થવા પામી હતી. સુનાવણી 26મી માર્ચ પર મુલતવી જૂનાગઢ,પોરબંદર સહિતના વિસ્તારોમાંથી ધાણા લઇને આવેલા વાહનોની બે કિ.મી. લાંબી લાઇન હાઇવે પર લાગી જવા પામી હતી.પુષ્કળ પ્રમાણમાં આવક થતા ગોંડલ યાર્ડ પ્રથમ દિવસે જ છલકાઇ જવા પામ્યું હતું. રાખી છે.

પક્ષી પ્રેમ

હવે રિઝર્વેશન અને જનરલ ટિકિટો પર હેલ્પલાઈન નંબર છાપવાનો નિર્ણય લેવાયો છે. જેના પગલે હવેથી નવી છપાનાર તમામ રેલવે ટિકિટો પર ઓલ ઇન્ડિયા હેલ્પલાઈન નંબર 138 તેમજ સુરક્ષા હેલ્પલાઈન નંબર 182 છાપવામાં આવશે. આ ઉપરાંત લોકો ટિકિટની સાથે પોતાનો આઈડી પ્રૂફ સાથે રાખે તે માટે રિઝર્વેશન ટિકિટ પર પાછળના ભાગે ‘કૃપયા અપના મૂલ પહચાન પત્ર સાથ રખે’ છાપવામાં આવશે.

આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પક્ષીપ્રેમની વાત, મહિલાઓનેજ માળાનું વિતરણ કરી દર્શાવ્યો અનોખો ચકલી પ્રેમ

જૂનાગઢની ગૃહિણીએ 250 ચકલી ઘર બનાવી વહેંચ્યાં માનસી દવે. જૂનાગઢ

ચકલી એ સૌથી વધુ સ્ફૂર્તિ ધરાવતું પક્ષી છે. આખી પૃથ્વી પર 100 થી વધુ ચકલીઓની જાત જોવા મળે છે. ત્યારે આજે દિવસેને દિવસે ચકલીની જુદી જુદી જાતો તેમજ ચકલીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ચકલી જૂનાગઢ પ્રેમીઓ માટે આ પ્રશ્ન ચિંતાજનક છે. ત્યારે 20 મી માર્ચને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ ચકલી દિવસ નિમીત્તે જૂનાગઢનાં ગીતાબેન ભૂતિયાએ આઇસ્ક્રીમનાં ખોખામાંથી 250 જેટલા ચકલાં ઘર બનાવ્યા. અને આ ઇનોવેટીવ ચકલા ઘરનું તેમણે મહિલાઓને નિ:શૂલ્ક વિતરણ કરી પોતાનો ચકલી પ્રત્યેનો પ્રેમ અનોખી રીતે વ્યક્ત કર્યો. ચકલી હંમેશા પ્રસન્નચિત્ત જોવા મળે છે. તેને દિલ્હીનાં રાજ્યપક્ષી તરીકેનો દરજ્જો પણ

મળેલો છે. આજે દિવસે દિવસે ચકલીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ચકલી ઓછી થવાના અનેક કારણો છેફ જેમકે, માળા બાંધવાની જગ્યાનો અભાવ, માળો બાંધવાના સંસાધનોની ઉણપ, મોબાઇલ ટાવરોનું રેડીએશન, રાસાયણિક ખાતરો, વાહનોથી પ્રદૂષિત વાતાવરણ, આધુનિક બાંધકામ જેવા કારણો જવાબદાર છે. ત્યારે ચકલીને બચાવવા, લોકોમાં જાગૃતિ લાવવા માટે 20 મી માર્ચને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ ચકલી દિવસની ઉજવણીનાં ભાગરૂપે જૂનાગઢનાં ગૃહિણી ગીતાબેન રામભાઇ ભૂતિયાએ આઇસ્ક્રીમનાં ખોખામાંથી 250 જેટલા ચકલાં ઘર બનાવ્યા. તેમણે બનાવેલાં ચકલાં ઘર વિષે આસપાસનાં લોકોને જાણ થતાં લોકો તેમને ત્યાંથી માળા પોતાને ઘેર રાખવા લઇ જતા.

ટીવી શોમાં કાર્યક્રમ જોયો અને પ્રેરણા મળી

ગીતાબેન કહે છે કે, મેં 2010 માં એક ટીવી શોમાં વિશ્વ ચકલા દિવસ વિષે જોયું. હતું. તેમાંથી પ્રેરણા લઇ બીજા દિવસે ખોખામાંથી ઘર બનાવી ઘરમાં રાખ્યું હતું. તેમાં ચકલી આવી. ત્યારબાદ મેં નક્કી કર્યુ કે, ચકલી માટે કંઇક ઇનોવેટીવ ઘર બનાવું. પહેલાં ભંગારવાળા પાસેથી વેચાતા ખોખાં લેતી. પરંતુ ધીરે ધીરે પાડોશીઓને ખબર પડતાં તેઓ આઇસ્ક્રીમનાં ખોખાં આપવા લાગ્યા. આ વર્ષે ખોખા પર કાપડનાં ટુકડા, લેસ પટ્ટી, તૂઇ, સ્ટોન લગાવવાનો આઇડીયા આવ્યો. આ માટે મને મારા પરિવારે ખુબ પ્રોત્સાહન આપ્યું. મારા પતિએ કહ્યું, તું વિશ્વ ચકલી દિવસે ગીતા બહેન આટલું સરસ ચકલી ઘર બનાવે છે તો વિતરણ શા પોતાના ઘરેથી વિનામૂલયે ચકલાં માટે નથી કરતી. અત્યાર સુધીમાં ગીતાબેને 100 જેટલા ઘરનું વિતરણ કરશે. ચકલા ઘરનું મહિલાઓને નિ:શૂલ્ક વિતરણ કર્યું છે.

ઘટના ક્રમ 1 એક મહિના પહેલા બન્ને બુકીઓ ઉપર એજન્સીએ ગાંધીનગરમાં નજર રાખવાની શરૂઆત કરી. 2 આઈપીએસની બદલી થતાં બુકી ભુગર્ભમાં ચાલ્યા ગયા, એજન્સી તેમની શોધતી રહી એક સપ્તાહ પહેલા એજન્સીએ તેમને 3 અમદાવાદના પાલડીમાં ટ્રેક કર્યા, પણ એજન્સી પહોંચે તે પહેલા નિકળી ગયા 4 બુધવારની રાત્રે જાણકારી મળી કે બુકી વડોદરા-ભરૂચ હાઈવે ઉપર કોઈ ફાર્મમાં 5 ગૂરૂવાર સવારથી એજન્સીઓના અધિકારીઓ વડોદરા આવી ગયા. બપોરના 12.30 વાગે ચોક્કસ માહિતી 6 મળતા અધિકારીઓ બંગલામાં દાખલ થયા ત્યારે ભારત બાંગ્લાદેશ મેચનો સટ્ટો લેવાઈ રહ્યો હતો.

સ્ટેટ બ્રિફ

ઝઘડિયા - ~52 લાખના હાઇ. કેટલિસ્ટ કેમિકલની ચોરી

ઝઘડિયા પાસે જીઆઇડીસીમાં આવેલી પાનોલી ઇન્ટરમીડીયેટ કં૫નીમાંથી હાઇડ્રોજનેશન કેટલીશ્ટ નામના રૂા.52 લાખની કિંમતના કેમિકલ ભરેલા પાંચ નંગ કારબાની 20મી ફેબ્રુઆરીથી 5મી માર્ચ દરમિયાન ચોરી થયાની કંપનીના વાઇસ પ્રેસીડેન્ટે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરા - ST માં બોગસ સર્ટિફિકેટ રજૂ કરનારા 96નાં પ્રમોશન રિવર્ટ

વડોદરા ડિવિઝનના એસટી વિભાગમાં ફરજ બજાવતા કર્મીઓ દ્વારા ટ્રિપલ સીનાં બોગસ સર્ટિફિકેટ તૈયાર કરી પ્રમોશન મેળવી લીધાં હોવાની રજૂઆત બાદ 96 કર્મીઓનાં પ્રમોશન રિવર્ટ કરવામાં આવ્યાં હતાં. સદર બોગસ સર્ટિફિકેટ તરસાલી અને બારડોલીની આઈટીઆઈ ખાતે બનાવ્યા હોવાની રજૂઆત થઈ હતી.

ખાખરિયા પાસે વાન આગમાં ખાખ

જાંબુઘેાડા | બોડેલી ધોરી માર્ગ પર જાંબુઘેાડાના ખાખરિયા પાસે ઝરણેશ્વર મહાદેવ પાસે મારુતિવાનમાં શોર્ટસર્કિટથી આગ લાગતાં બળીને ખાખ થઇ ગઇ હતી. જોકે કોઇ જાનહાનિ થઇ ન હતી.

વલસાડ- મલ્ટિપ્લેક્સ નજીકથી સાડા પાંચ ફૂટનો કોબ્રા ઝડપાયો

વલસાડ પારનેરાપારડી સ્થિત મલ્ટિપ્લેકસ થિયેટર નજીક બાજૂની િદવાલ પાછળથી જીવદયા પ્રેમીએ સાડા પાંચ ફૂટનો ઝેરી કોબ્રા ઝડપી પાડ્યો હતો. દિવાલ નજીક દરમાંથી પકડાયેલા કોબ્રાને જોવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા સર્જાઇ હતી. થિયેટર બાજૂની પાછળની દિવાલને અડીને એક લાંબો સાપ જોવા મ‌‌ળતાં લોકોમાં ભય પેસી ગયો હતો.

ગાંધીધામ- ખનીજની ટીમ પર હુમલો કરનારા આરોપીને પકડવા દરોડા

રાપરના કાનમેર ગામે પથ્થર ચોરીની માહિતીના પગલે ચેકિંગમાં ગયેલી ખાણખનીજ ખાતાની ટીમ પર અજાણ્યા શખ્સોના ટોળાએ હુમલો કરી 30હજારની લૂંટ કરી બે કર્મચારીને ઇજા પહોંચતા સારવાર લેવી પડી હતી, પોલીસે આરોપીઓને પકડવા આરોપીઓના ઘર સહિતના સ્થળોએ છાપા માર્યા હતા, પરંતુ હાથ લાગ્યા ન હતા.


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.