નવસારી } ડાંગ } બીલીમોરા ન્યૂઝ ઈન બોક્સ
નવસારી જિલ્લામાં 21મીએ વન દિવસ ઉજવાશે
નવસારી | તા.21 મી માર્ચ-2015 આંતરરાષ્ટ્રીય વન દિન તરીકે ઉજવવામાં આવનાર છે. આ નિમિત્તે રાજયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું ઉદબોધન તા.21 માર્ચ 2015ના રોજ રાજયના જિલ્લા/તાલુકા તથા ગ્રામ્ય કક્ષાના તમામ નજીકના સેટકોમ કેન્દ્ર ખાતે સવારે 9.30થી 11.00 કલાક દરમિયાન પ્રસારિત થનાર છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે વન સરંક્ષકના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું સંકલન થઇ રહ્યું છે.
ઓલપાડની કુડસદ શાળામાં ઈગ્લિશ ડેની ઉજવણી
કીમ | ઓલપાડ તાલુકાની કુડસદ પ્રાથમિક શાળામાં ઈંગ્લિશ ડેનું શાનદાર આયોજન કરાયું હતું. શાળાના ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ મેલવે તેમજ વ્યવહારુ જીવનમાં અંગ્રેજી ભાષા સારી રીતે વાંચી તથા બોલી શકે તેમજ સમજી શકે એ હેતુસર ઈંગ્લિશ ડેની ઉજવણી કરાઈ હતી. આ દિવસની ઉજવણીમાં શાળાના ધોરણ 6થી 8ના વિદ્યાર્થો દ્વારા અંગ્રેજીમાં પ્રેયર, વેલકમ સોંગ, પેરેગ્રાફ રીડીંગ, એક્સન સોંગ, રોલ પ્લે, રાઈમ્સ, ક્વીઝ, સ્પેલિંગ, સ્પીચ વગેરે જેવી કૃતિઓ રજૂ કરી હતી.
નવસારીના કરાટેવીરોની સિદ્ધિ
નવસારી | અગ્રવાલ સમાજની વાડી શાંતાદેવી ખાતે 8મી સ્ટેટ ગોજુયુ સ્ટાઈલની કરાટે ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં શારદા મંદિર હાઈસ્કૂલના કરાટેવીરો ચૌરસીયા અનુજ (કાતા-સિલ્વર), પટેલ પશ (કાતાબ્રોન્ઝ), નાયકા ધારા (કુમીતે-કાતા-ગોલ્ડ), પાટીલ અસ્મીતા (કુમીતે-પાર્ટીસિપેન્ટ), પટેલ વિરલ (કાતાકુમીતે-ગોલ્ડ), શેખ અમન (કુમીતે-ગોલ્ડ), ટંડેલ શીવ (કાતા-કુમીતે-બ્રોન્ઝ), ઈન્દ્રજીત વૈભવ (કુમીતેપાર્ટિસિપેન્ટ), ચૌરસીયા સુરજ (કુમીતે-સિલ્વર), ટંડેલ સ્મીત (કુમીતે-પાર્ટિસિપેન્ટ, કાતા-બ્રોન્ઝ), કોળી નરેશ (કુમીતે-ગોલ્ડ, કાતા-બ્રોન્ઝ), ચૌરસીયા રવી (કુમીતે), પટેલ રીષી (કુમીતે-બ્રોન્ઝ) મેડલ પ્રાપ્ત કર્યા હતા.
રૂ. 19 લાખના દારૂનો નાશ કરાયો
નવસારી | નવસારી જિલ્લાના જલાલપોર પોલીસ મથક હેઠળ છેલ્લા 1 વર્ષ દરમિયાન વિવિધ વિસ્તારોમાંથી ઝડપાયેલો અંદાજિત રૂ. 19 લાખનો વિદેશી દારૂનો ગુરૂવારના રોજ વિરાવળ નદીકાંઠે બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
પ્રગટેશ્વરધામમાં ધાર્મિક કાર્યક્રમો
માધવબાગ સોસાયટીના રહીશોએ પોતાના ભાગની 20ટકા રકમ જમા કરાવી દીધી છે
બીલીમોરામાં ખાતમુર્હૂત કરી રસ્તો ખોદીને અધૂરો છોડી દેવાતા હાલાકી રસ્તો નહીં બનતા સોસાયટીના રહીશોએ પાલિકામાં રજૂઆત કરી ભાસ્કર ન્યૂઝ. બીલીમોરા
બીલીમોરાની માધવબાગ સોસાયટીનો રસ્તો બનાવવા સોસાયટીએ 20 ટકા ફંડ જમા કરાવ્યા બાદ વનમંત્રીના હસ્તે રસ્તાનું ખાતમુર્હૂત થયાને ત્રણ મહિના કરતા વધુ સમય થવા છતાં ખોદકામ કરી મેટલિંગ કરવા છતાં રસ્તાનું કામ પૂર્ણ નહીં થતા સોસાયટીના લોકોને ભારે મુશ્કેલીનો સામાનો કરવો પડે છે. માધવબાગ સોસાયટી સોમનાથ મંદિર પાછળ અને નગરપાલિકા પ્રમુખના રહેઠાણથી નજીકમાં લોકો રસ્તો બનાવવા વારંવાર રજૂઆત કર્યા બાદ પણ રસ્તો થયો નથી. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ શહેરના સાત રસ્તાઓ રૂ.12.36 લાખના ખર્ચે બનનારા રસ્તાઓનું રાજ્યના વનમંત્રીના હસ્તે ખાતમુહુર્ત થયું હતુ તેમાં આ રસ્તાનો પણ સમાવેશ છે. ત્યારબાદ આ રસ્તો ખોદીને મેટલિંગ કરી કામ અધૂરૂ છોડી દેવાતા સોસાયટીના રહીશો ભારે મુશ્કેલી પડી રહી હોવાથી નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં રસ્તો નહીં બનતા લોકોમાં રોષની લાગણી વ્યાપી હતી. નગરપાલિકાએ સોસાયટીના રહીશોને જણાવ્યું કે તાત્કાલિક બનાવવા માટે 20 ટકા એટલે રૂ.2,57,130 ભરી દેવા અને ધારાસભ્ય ફંડમાંથી બનાવવા 10 ટકા
ભૂગર્ભ ગટર યોજનાની ચેમ્બર બનાવવાની બાકી છે
આ અંગે પૂછતા સિટી એન્જિનિયર હરીશ ટંડેલ અને પ્રમુખ સંધ્યાબેને જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટર યોજનાના ચેમ્બરો બનાવવાના બાકી હોય અને રસ્તો બની જાય તો ચેમ્બર બનાવવા રસ્તો તોડવો પડે તેથી એક-બે દિવસમાં ચેમ્બરો બની જતા રસ્તાનું કામ ચાલુ થશે.
એટલે રૂ.1,28,570 ભરવા! તે મુજબ સોસાયટીના રહીશોએ ધારાસભ્ય ફંડમાંથી બનાવવા તા.11 ફેબ્રુઆરી 2014ના રોજ પત્ર લખી નગરપાલિકાને સંમતિ આપી હતી. ત્યારબાદ તા.13 ડિસેમ્બર 14ના રોજ વનમંત્રીના હસ્તે રસ્તાનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. નગરપાલિકાએ સોસાયટીને તા.21 જાન્યુઆરી 2015ના રોજ પત્ર લખી ધારાસભ્ય ફંડ નહીં મળવાનું જણાવ્યું હતું. સોસાયટીના રહીશોએ રસ્તા માટે રૂ.2,46,100 જમા કરાવ્યા હતા. પૈસા ભરવા છતાં કામ નહીં થતા સોસાયટીના રહીશોને આવવા-જવા માટે તકલીફ પડતી હોવાથી તા.19 ફેબ્રુઆરી 2015 અને તા.17 માર્ચ 2015 નગરપાલિકાને પત્ર લખી રસ્તો માધવબાવ સોસાયટીના રસ્તો ખોદી મેટલિંગ કરી અધુરો છોડી દેવાયો. જલદીથી બનાવવાની માગણી કરી હતી.
1.02 ડાંગના ચીચીનાગાંવઠા નજીકથી વાલોડમાં લાખના દારૂ સાથે સાગ ભરેલી વાન ઝડપાઈ એકની ધરપકડ ભાસ્કર ન્યૂઝ. આહવા
ડાંગના ચીંચીનાગાંવઠા નજીકથી સાગી લાકડા ભરેલી પીકઅપ વાન વન વિભાગે ઝડપી હતી. દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક વળવીને મળેલી બાતમીના આધારે ચીંચીનાગાવઠા રેંજ ઓફિસર મહાલા તથા તેમના સ્ટાફે ચીંચીનાગાંવઠા રેંજમાં સમાવિષ્ટ ચીંચીનાગાંવઠા-ઠાઠર માર્ગ ઉપર નાઈટ પેટ્રોલિંગ આરંભ્યું હતું. તે દરમિયાન બાતમીના આધારે બાતમીવાળી જગ્યા ઉપર ઠાઠર ગામથી ચીંચીનાગાંવઠા તરફ આવતી ટાટા પીકઅપ વાનને શંકાસ્પદ લાગતા વન વિભાગે રોકતા ડ્રાઈવરે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ચીંચીનાગાંવઠા વન સ્ટાફે વાનને ઝડપવાની સફળતા મળી હતી પરંતુ અંધારાનો લાભ લઈ ડ્રાઈવર-ક્લીનર નાસી જવામાં સફળ થયા હતા. ચીંચીનાગાંવઠા વન વિભાગે પીકઅપ વાન (નં.
બારડોલી: વાલોડ વાલ્મીકી નદીના
ચીંચીનાગાંવઠા નજીકથી ઝડપાયેલી સાગ ભરેલી પીકઅપ વાન.
જીજે-26-બી-7199)માંથી ગેરકાયદે સાગી ચોરસા નંગ 4 ઘનમીટર 0.601ની કિંમત રૂ. 50 હજાર અને વાનની કિંમત રૂ. 3.50 લાખ મળી કુલ રૂ. 4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વન વિભાગની તપાસ દરમિયાન ગેરકાયદે સાગી ચોરસા હેરાફેરી બાબતે 3 શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરી હતી.
પુલના છેવાડે પોલીસ વાહન ચેકિંગમાં હતાં. તે અરસામાં એક કાળા કલરની સેવરોલેટ એવીયો કાર નં (GJ-15PP-9501) પસાર થતાં પોલીસને શંકા જણાતા અટકાવી હતી. કારમાં તપાસ કરતાં બોક્સ તેમજ છુટી વ્હીસ્કી બિયરની બોટલ અને ટીમ મળી આવ્યા હતાં. જે વગર પાસ પરમીટે અંકલેશ્વરના રાજેન્દ્રસિંહ દિલીપસિંહ રાવતને ત્યાં લઈ જવાનો હોવાનું કાર ચાલક ધર્મેશ વસંતભાઈ પટેલ જણાવ્યું હતું. પોલીસે કારમાંથી 1284 બોટલ કબજે કરી હતી. જેની કિંમત 1,02,000 તેમજ મોબાઈલ 500 રૂપિયા અને કાર 3 લાખ મળી કુલે 4,02,500નો મુદ્દામાલ પોલીસે કબજે લઈ ચાલકની ધરપકડ કરી હતી.
સ્ત્રીના આત્મ ગૌરવનો સ્વીકાર કરે એ દરેક સ્ત્રી ઈચ્છે છે: ડૉ.શરીફાબેન
નવસારીમાં સ્ત્રીની ગઈકાલ અને આજ વિશે પ્રવચન યોજાયું ભાસ્કર ન્યૂઝ. નવસારી ખેરગામ | ખેરગામ તાલુકાના આછવણી ગામે આવેલ પ્રગટેશ્વર મહાદેવ મંદિરે ફાગણ માસની શિવરાત્રિ પ્રસંગે ભજન કિર્તન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું શિવભક્ત પરભુભાઈ પટેલના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું. જેમાં બુધવારે મોડીસાંજે ભગવાન શિવનો સામૂહિક અભિષેક કરવામાં આવ્યો હતો. જેમાં ગોપાળજી પટેલ, પ્રવિણભાઈ મિસ્ત્રી, સોમાભાઈ આહિર, શિવ પરિવારના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રગટેશ્વર સમિતિની મિટિંગમાં આગામી 1લી મે 2015ના રોજ ડાકોરના રણછોડરાય મંદિરે પ્રગટેશ્વર સમિતિ દ્વારા 108 કુંડી મહાવિષ્ણુયાગ યજ્ઞની તૈયારીના ભાગરૂપે ચર્ચા કરી અલગ અલગ સમિતિ બનાવવામાં આવી હતી.
નવસારી રોટરી ક્લબ અને ઈનર વ્હિલક્લબના સંયુક્ત ઉપક્રમે રોટરી હોલ નિલાંજન કોમ્પલેક્સ ખાતે સુરતની કોલેજના પ્રાધ્યાપિકા ડો.શરીફાબેન વીજળીવાળાનું સ્ત્રીની ગઈકાલ અને આજ વિશે પ્રવચન યોજાયું હતું. પ્રારંભમાં રોટરી કલબના પ્રેસિડન્ટ સુરેશ શેઠે પ્રાસ્તાવિક વાતો કરી હતી. વક્તા ડો.શરીફાબેન વીજળીવાળાએ બોલતા જણાવ્યું કે, સ્ત્રી એટલે કમનસીબ જીવ. વર સારો મળે કે નઠારો સ્ત્રીથી ના ન પાડી શકાય. પુરૂષ ઘરની સ્ત્રીથી કંટાળી જાય તો બહાર જઈ શકે, સ્ત્રીઓ માટે ઘરમાં જ રહેવાનુંω વિજ્ઞાનમાં ડાર્વિનના સિદ્ધાંતથી સાબિત થાય છે કે પુરૂષ અને સ્ત્રી બંને સરખા છે. સ્ત્રી માટે અબળા
શબ્દ છે. પુરૂષો સામે સ્વામી, ધણી એવા શબ્દો છે. માણસ છે તેવો અર્થ સ્ત્રી માટે આપવામાં આવ્યો નથી. 9 મહિના બાળકને પેટમાં રાખી ઉછેર કરે છતાં બાળકના નામ પાછળ પિતાનું નામ રાખે છે. સ્ત્રીને હંમેશા ફરજો યાદ કરાવવામાં આવે છે. પહેલા સ્ત્રી તરીકે સ્વીકારો પછી મા કે પત્નીની ફરજો યાદ કરાવો. સમાજ અને સાહિત્ય સમાંતરે ચાલવાના છે. કુટુંબ સેવામાં સ્ત્રીનો ધર્મ પુરો થઈ જતો હતો. પતિવ્રતા સ્ત્રીના હંમેશા વખાણ કર્યા છે, પત્નીવ્રતા પુરૂષો માટે શુંω આદર્શ નારીની વાતો આપણે કરીએ છીએ. પુરૂષ ધર્મની વાતો પણ થવી જોઈએ. પુરૂષ પતંગીયા જેવો છે. એમની આવી વૃત્તિ માટે ગુસ્સે ન થાવ, સહાનુભૂતી રાખવી. સમાનતાની વાત અન્યાયનો વિરોધએ
નારી વૃત્તિ છે. સ્ત્રીના આત્મ ગૌરવનો સ્વીકાર કરે એ દરેક સ્ત્રી ઈચ્છે છે. સ્ત્રીએ માનવ છે એ સમજવામાં ગઈકાલ અને આજ તથા આવતીકાલે પણ બહાર નીકળી શકાશે નહીં એવું લાગે છે. સ્ત્રી સ્વતંત્ર રહેવા જન્મી નથી, પિતા-પતિસંતાન પર આધારિત છે. સ્ત્રીને ક્યારેય ઓછી આંકવાની ભૂલ ન કરવી. તમામ શીખામણ દીકરીઓને જ અપાય છે. દીકરાઓને ક્યારેય શીખામણ આપી છેω 40 વર્ષ પહેલા સ્ત્રીઓ અસલામત નહોતી કારણ કે વાંચન હતું. સંયુક્ત કુટુંબ હતું. સ્ત્રીઓ માટે ક્યાંય ઉતરતો ભાવ રાખીએ છીએ. ધર્મગ્રંથોમાં કહ્યું તેને ક્યાં સુધી વળગી રહીશુંω નારીવાદનો વિચાર મનથી સ્વતંત્ર થવાનો છે. બંનેમાં વ્યક્તિત્વ છે, અસ્મિતા છે.
ગાંધી મેમોરિયલ પ્રોજેકટ ગાંધી મેમોરિયલ પ્રોજેકટ અંતર્ગત રાષ્ટ્રીય સેવા યોજના કેમ્પનો સમાપન કાર્યક્રમ આટ ગામે યોજાયો
કૃષિ યુનિવર્સિટી નવસારીના અસ્પી કોલેજ ઓફ હોર્ટિકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રીના બાગાયત પોલીટેકનિક અને ગુજરાત વિદ્યાપીઠ તથા ઈકોલોજી કમિશન સંચાલિત છ ગામમાં કાર્યરત ગાંધી મેમોરિયલ પ્રોજેકટ અંતર્ગત રાષ્ટ્રીય સેવા યોજના કેમ્પનો સમાપન કાર્યક્રમ આટ ગામે યોજાયો હતો. બાગાયત પોલીટેકનિકના આચાર્ય એન.જી. પટેલે પ્રોજેકટના છ ગામોમાં ડો. કાળુભાઈ અને મનિષભાઈના માર્ગદર્શન હેઠળ
થયેલી સફાઈ કામે અને સ્વચ્છતા પર્યાવરણ અને વ્યસન અંગેની જાગૃતિ માટેની કામગીરીને બિરદાવી સભામાં પણ રેલીના સૂત્રો યાદ કરાવ્યા હતા. પ્રોજેકટની કામગીરીમાં જોડાયેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કાર્યક્રમ સંયોજક ડો. સી.કે. ટીમ્બડીયાએ આ પ્રોજેકટમાં ગાંધીમૂલ્યો સાથે ગ્રામવિકાસ અને પર્યાવરણીય પ્રવૃત્તિઓમાં સરકાર સાથે જોડાણ, જાગૃતિ અને લોકભાગીદારીના સફળ કાર્યોની ડો. કાળુભાઈની કામગીરીની રાજ્યકક્ષાએ નોંધ લેવાય છે તેમ
જણાવી ગામના સરપંચો અને ખાસ મહિલાઓની સહભાગીતાને બિરદાવી હતી. ગુજરાત વિદ્યાપીઠના સમાજ વૈજ્ઞાનિક ડો. કાળુભાઈ ડાંગરે સ્વચ્છતા અંગેની માનસિકતા બદલવી એ સતત ચાલતી પ્રક્રિયા હોવાથી આપણે સૌએ સાથે મળીને ચાલુ રાખવી જોઈએ એમ જણાવ્યું હતું. દાંડી દરિયાકિનારે વિદ્યાર્થીઓને સમયાંતરે સફાઈ કરવાની વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું. મટવાડના સરપંચ જયંતિભાઈ, ઓંજલના સરપંચ બાબુભાઈ, આટના
12
હાંસોટમાં કોમી રમખાણના ગુનાનો આરોપી નવસારીથી ઝડપાયો
સુરતમાં બોમ્બ મૂકવાના ગુનામાં પણ સજા કાપી છે ભાસ્કર ન્યૂઝ. નવસારી
સુરતમાં ટાડા એક્ટના ગુનામાં સંડોવાયેલા અને હાંસોટના કમ્યુનલ રાયોટના ગુનામાં નાસતા ફરતા આરોપીને નવસારી એલસીબી, એસઓજી અને જલાલપોર પોલીસે સંયુક્ત ઓપરેશન કરી નવસારી રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડ્યો હતો. હાંસોટ પોલીસે તેનો કબજો મેળવી રવાના થઈ હોવાની માહિતી સાંપડી છે. સુરતના બહુચર્ચિત વરાછા અને રેલવેમાં જીવતા બોમ્બના પ્રકરણમાં ટાડા એક્ટ હેઠળ ઝડપાયેલ ચૂકેલા અને સજા કાપી ચૂકેલા મહમદ હુસેન ગુલામ અહેમદ શેખ (રહે.હાંસોટ, પીર ફળિયા, તા.હાંસોટ,જિ.ભરૂચ)ને નવસારી એલસીબી પીઆઈ એન.પી. ગોહિલ તથા તેમની ટીમ તેમજ
એસઓજી અને જલાલપોર પોલીસે હાથ ધરેલા સંયુક્ત ઓપરેશનમાં નવસારી રેલવે સ્ટેશનથી ઝડપી પાડયો હતો. મહમદ હુસેન ગુલામ અહેમદ શેખ 10થી 12 વર્ષ સુધીની સજા કાપી ચૂક્યો છે. તે સુરતથી મુંબઈ તરફ જતી ટ્રેનમાં બેસીને જઈ રહ્યો હોવાની બાતમીના આધારે ગુપ્ત વોચ ગોઠવતા નવસારી રેલવે સ્ટેશન ખાતે તે મળી આવ્યો હતો. વર્ણનને આધારે તેની ઓળખ કરી પોલીસે તેની પૂછતાછ કરતા તે ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના અંભેટા ગામે થયેલા કમ્યુનલ રાયોટમાં તેની સંડોવણી હોવાનું અને તે નાસતો ભાગતો હોવાનું જણાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. નવસારી પોલીસે હાંસોટ પોલીસને તેની જાણ કરતા હાંસોટ પોલીસે તેનો કબજો લીધો હતો.
હાંસોટમાં બનેલી કમ્યુનલ ઘટના
હાંસોટ તાલુકાના અંભેટા ગામે ઉતરાયણ પર્વના એક માસ અગાઉ ધાર્મિક લાગણી દુભાવવાના સોશ્યલ મિડિયા પર વહેતા થયેલા મેસેજથી વાતાવરણ તંગદીલીભર્યું બન્યું હતું. જેના પડઘા ઉતરાયણ પર્વના દિવસે પડ્યા હતા. બે જૂથ વચ્ચે અથડામણ થતાં ઉશકેરાયેલા ટોળાએ 11થી વધુ દુકાનો, મકાનો અને ઘરમાં આગ ચાંપી હતી. તેમાં સશસ્ત્ર હુમલા અને પથ્થર મારો પણ થયો હતો. પોલીસે ઘટનાને કાબુમાં લેવા હાંસોટમાં ચાર, અંભેટામાં બે રાઉન્ડ હવામાં ગોળીબાર કર્યો હતો. 35થી 45 જેટલા ટીયર ગેસ છોડ્યા હતા. આ ઘટનામાં બે જણાંના મોત થયા હતા. આ સમગ્ર ઘટનામાં મહમદ હુસેન ગુલામ અહેમદ શેખની સંડોવણી બહાર આવી હતી. જેથી પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. જોકે તે ફરાર થઈ ગયો હતો. નાસતો ફરતો હતો. પરંતુ નવસારી પોલીસને હાથ ઝડપાય ગયો હતો.
~94 કરોડના કુલ બજેટ પૈકી ~ 1 કરોડ 52 લાખ સ્વભંડોળના
ગણદેવી તાલુકા પંચાયતનું 20.95 કરોડની પુરાંતવાળુ અંદાજપત્ર પસાર
વોલીબોલ માટે25 હજાર, ક્રિકેટ ટુર્ના. માટે 35 હજારની જોગવાઈ ભાસ્કર ન્યૂઝ. ગણદેવી
ગણદેવી તાલુકા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ પટેલે વર્ષ 2015-16ના વાર્ષિક અંદાજપત્રો સામાન્ય સભા સમક્ષ રજૂ કરી શિક્ષણ, ખેતીવાડી, પશુપાલન, સમાજકલ્યાણ, જાહેર બાંધકામ ક્ષેત્રે વિવિધ વિકાસલક્ષી જોગવાઈઓ સૂચિત કરતા સભાએ અંદાજપત્ર અને જોગવાઈઓને વધાવી લીધી હતી અને સર્વાનુમતે અંદાજપત્ર પસાર કર્યું હતું. ટીડીઓ નાગજીભાઈ એમ. પટેલે અંદાજપત્રની વિવિધ જોગવાઈઓ અને સૂચવેલા વિકાસ કર્યોની વિગતે છણાવટ કરી હતી. કારોબારી અધ્યક્ષ નિલેશકુમાર પટેલ અને ઉપપ્રમુખ પ્રથમેશ વશી, બુધુભાઈ ભંડારી, ન્યાય સમિતિ અધ્યક્ષ અંબેલાલ પટેલે અંદાનપત્રને વિકાસલક્ષી લેખાવી જોગવાઈઓ, તાલુકા પંચાયતના નવા બનનાર મકાન માટે ફળવાયેલા રૂ.3.72 કરોડની રકમ સહિતની વિકાસની દિશાને બિરદાવી હતી.ગણદેવી તાલુકા પંચાયતનું કુલ બજેટ રૂ.94 કરોડનું છે. આ બજેટમાં સ્વભંડોળનું બજેટ રૂ. 1 કરોડ 52 લાખનું છે. ગણદેવી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં સને 201516ના વાર્ષિક અંદાજપત્રમાં સ્વભંડોળની પુરાંત રૂ.93.22
વઘઈ તાલુકાના 5 ગામોમાં પાણીની સર્જાતી સમસ્યા
આહવા: ડાંગ જિલ્લાના વઘઈ
તાલુકાના ભેડમાળ પાણી પુરવઠા જૂથ યોજનામાં વાઘમાળ, આમસરવળન, લવાર્યા, મલીન અને ભેંડમાળ જેવા ગામોનો સમાવેશ કરાતા જણાવેલ ગામોની પ્રજાજનોને 3થી 4 દિવસના અંતરે પાણી પ્રવાહ અપાતા પાણીની સમસ્યા તીવ્ર બની ગઈ છે. આ જૂથ યોજનામાં યોગ્ય સમયે પાણીની લિકેજ વ્યવસ્થાનુ મરામત કે સમારકામની કામગીરી નહીં કરાતા ઠેર ઠેર પાણીનો પોકાર થઈ રહ્યો છે. આ ભેંડમાળ જૂથ યોજનાનો કૂવો મલીન ગામે આવેલો હોવાથી ત્યાંથી પાણી પ્રવાહ આપવો દુષ્કર બની ગયો છે. કૂવામાં પણ પાણી તળિયે પહોંચેલુ હોવાથી ગાંધી મેમોરિયલ પ્રોજેકટ અંતર્ગત રાષ્ટ્રીય સેવા યોજના કેમ્પના સમાપન પાણી વિના ટળવળવું પડશે એવી સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવો. ભીતિ સેવાઈ રહી છે. તેમાં પણ સરપંચ ચેતનાબેન તથા તાલુકા વિદ્યાર્થીઓએ કરેલી કામગીરીને ઢોરની દશા તો માનવીઓ કરતા પંચાયતના સભ્ય કૌશિકભાઈ પટેલે બિરદાવી હતી. વધુ દયાજનક બનશે.
દાંડી કિનારે સમયાંતરે સફાઈ કરવાની વ્યવસ્થા ગોઠવાશે ભાસ્કર ન્યૂઝ. દાંડીરોડ
સુરત, શુક્રવાર, 20 માર્ચ, 2015
ગણદેવી તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી.
લાખની દર્શાવાય છે. સરકારની પ્રવૃત્તિની પુરાંત રૂ.18.44 કરોડ તથા દેવા વિભાગની પુરાંત રૂ.1,57,39,565 મળી કુલ રૂ.20.95 કરોડની પુરાંતવાળું અંદાનપત્ર રજૂ કરાયું હતું. રસ્તા, નાળા, પંચાયત ઘર, શાળા રિપેર, હેન્ડપંપ રિપેર અંગે રૂ.1 લાખ, તાલુકા પંચાયતના સભ્યોના કામો અંગે સભ્ય દિન રૂ.50 હજાર પ્રમાણે રૂ.10,50,000, પ્રમુખઉપપ્રમુખ તથા કારોબારી અધ્યક્ષના આકસ્મિક કામો માટે રૂ.2,25,000, તાલુકા પંચાત કચેરીમાં પાણીની સુવિધા માટે રૂ.50 હજારની જોગવાઈ કરેલ છે. હળપતિ અને આદિવાસીઓના સમૂહલગ્ન અંગે રૂ.35 હજાર,
ગંભીર બિમારીનો ભોગ બનેલા કુટુંબોને વૈદકીય સહાય અંગે રૂ.50 હજાર, હુડકોલોન વસૂલાત સામે માંડવાળની જોગવાઈ અંગે રૂ.4 લાખ, વોલીબોલ ટુર્નામેન્ટ માટે રૂ.25 હજાર, ક્રિકેટ ટુર્નામેન્ટ માટે રૂ.35 હજારના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. પશુચિકિત્સા શિબિર યા દવા ખરીદી માટે રૂ.25 હજાર, ખેડૂત શિબિર, પ્રેરણા પ્રવાસ માટે રૂ.30 હજાર તથા કૃષિ મહોત્સવ માટે રૂ.20 હજાર, વિજ્ઞાન મેળો, ગણિત-વિજ્ઞાન પ્રદર્શન માટે રૂ.30 હજાર, બાળ રમતોત્સવ માટે રૂ.30 હજાર, તરૂણ મહોત્સવ તથા બાળ પ્રતિભાશોધ સ્પર્ધા માટે રૂ.30 હજારના ખર્ચની જોગવાઈ પણ અંદાજપત્રમાં કરવામાં આવી છે.
સાપ એક ભવ મારે, પાપો ભવોભવ બરબાદ કરે છે ભાસ્કર ન્યૂઝ. નવસારી
જેને પાપમાં મજા નહીં તેને પાપની સજા નહીં, જે પાપો ખટકે તે પાપો અટકે. તપોવન સંસ્કારધામ નવસારીમાં આ.જિનસુંદરસૂરિજી તથા પંન્યાસ રાજરક્ષિતવિજયજીએ જણાવ્યું કે સાપ એક ભવ મારે જ્યારે પાપ ભવોભવ દુર્ગતિમાં નાંખે છે. પાપ કરનારો પાપી ન કહેવાય જો પશ્ચાતાપ કરતો હોય, ધર્મ કરનાર ધર્મી ન કહેવાય. જો તે ધર્મનો અહંકાર કરતો હોય. પાપ ન કરવું તે રામની ભૂમિકા છે. પાપ કર્યા પછી રડવું તે રાવણની ભૂમિકા છે. જ્યારે પાપ કરીને બચાવ કરવો તે દુર્યોધનની ભૂમિકા છે. પાપની પ્રશંસા તે મિથ્યાત્ત્વ છે. જ્યાં જીવવાનું થોડુ, જરૂરિયાતનો પાર નહીં છતાં સુખનું નામ નહીં એનું નામ સંસાર. જ્યાં જીવવાનું હંમેશા, જરૂરિયાતનું નામ નહીં
છતાં સુખનો પાર નહીં તેનુ નામ મોક્ષ. તેવા સ્થાનને પ્રાપ્ત કરવા પાપને તિલાંજલી આપો. બિનજરૂરી પાપો છોડો, જરૂરી પાપોમાં કાપ મુકો, ન છૂટકાના પાપો રડતી આંખે કરો. ઝડપની મજા મોતની સજા તેમ પાપની મજા દુર્ગતિની સજા મળે છે. દિવસની ભૂલો માફ કરે તે મા, વરસોની ભૂલોને માફ કરે તે મહાત્મા જ્યારે ભવોભવની ભૂલોને માફ કરે તે પરમાત્મા. ધર્મમાં પ્રવૃત્તિ પ્રચંડ શ્રદ્ધા માંગે છે. જ્યારે પાપમાં નિવૃત્તિ પ્રચંડ સત્ત્વ માંગે છે. ઉંમર વધતા કાળાવાળ ધોળા થાય છે પણ કાળી વૃત્તિઓ સફેદ થાય છે ખરી ω કાન-નાક-શરીરને ઘસારો લાગે છે પણ પાપવૃત્તિમા ઘસારો થયો છે. 21મીએ તીઘરા બાવન જિનાલયે, 22મીએ બીલીમોરા પછી મુંબઈ તરફ વિહાર અને 25મી એપ્રિલે ભાયંદર મુંબઈ પાંચ યુવાનોની દિક્ષા થશે.