Himmatnagar news in gujrati

Page 1

ઈડર } ખેડબ્રહ્મા } મેઘરજ } શામળાજી ફટાફટ સમાચાર

કેન્દ્રની ભાજપ સરકાર પર સત્તાના દુરુપયોગનો આક્ષેપ સાથે ધરણા

હિંમતનગર| કેન્દ્રની ભાજપ સરકારૈ સંસદમાં નવું જમીન અધિગ્રહણ બિલ લાવીને ખેડૂતોને જમીન વિહોણા કરવા માટે જે પ્રયાસ કરે છે તે યોગ્ય નથી. એવા આક્ષેપ સાથે હિંમતનગરમાં યુવક કોંગ્રેસે વિરોધ પ્રગટ કર્યો હતો. જિલ્લા યુવક કોંગ્રેસના કાર્યકરો દ્વારા પ્રતિક ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડાહ્યાભાઇ પટેલ, યુવક કોંગ્રેસના પ્રમુખ વનરાજસિંહ રાઠોડ, જગદીશભાઇ જયસ્વાલ, હેંમતભાઇ સોની, અમરસિંહ રાજપૂત, રાજેન્દ્રસિંહ કુંપાવત, રામભાઇ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

વિજયનગરની પ્રાથમિક શાળાઓમાં બાળ મેળાનું આયોજન

વિજયનગર | તાલુકાની પ્રાથમિક શાળાઓમાં બુધવારે અને ગુરૂવારે બાળ મેળો યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લીધો હતો અને પોતાના સુષુપ્ત શકિતઓને પ્રદર્શિત કરી હતી. સમાજ, શાળા, રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી કેળવવાના વિવિધ પ્રયોગો જેવા કે માટીકામ, છાપકામ, વેશભૂષા, ગીત, સંગીત, રંગોળી, પજલ્સ, અભિનય, બાળ રમતો દ્વારા તથા સર્જનાત્મક પ્રવૃતિઓ, વાંસની બનાવટ, પગ લુછણીયુ, પ્લાસ્ટિક વાયરમાંથી કિચન તૈયાર કરવા, ફયુઝ બાંધવો, ગેસ સિલીન્ડર ફીટ કરવો, ચાલુ કરવો, ઇસ્ત્રી કેમ કરવી, બેંકની કામગીરી નાણાં જમા-ઉપાડવાની કામગીરી, ફોટો, વિડીયોગ્રાફી, અને હિસાબ લેખન કરવું તાવડી પર ચિત્રકામ જેવી પ્રવૃતિઓ બાળ મેળામાં વિદ્યાર્થીઓ શીખ્યા હતા.

ભાવના પ્રશ્ને ખેડૂતોએ ઇડર માર્કેટયાર્ડને તાળું મારી દીધું ચેરમેનની ઓફીસની લાઇટો બંધ કરી કેટલાક ખેડૂતોને ભાડું આપી પરત મોકલાયા ભાસ્કર ન્યૂઝ.ઇડર

સાબરકાંઠા જિલ્લામાં ઘઉં પાકીને તૈયાર થતાં તેના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. દરમિયાન ગુરૂવારે ઇડર માર્કેટયાર્ડમાં ઘઉં વેચવા માટે આવેલા 300થી વધુ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા તેઓ વિફર્યા હતા અને માર્કેટયાર્ડને તાળાંબંધી કરી હરાજીનું કામ અટકાવી દેતાં મામલો ગરમાયો હતો. ઇડર તાલુકામાં ઘઉં પાકીને તૈયાર થતાની સાથે જ ખેડૂતો પોતાના આર્થિક વ્યવહારો સાચવવા માટે ગુરૂવારે ઘઉં વેચવા માટે ઇડર માર્કેટમાં આવ્યા હતા. પરંતુ વેપારીઓ દ્વારા ઘઉંનો પ્રતિ 20 કિલોનો ભાવ રૂા.290 થી ખરીદી શરૂ કરતા ઘઉં

વેચવા આવેલા 300થી વધુ ખેડૂતો નારાજ થયા હતા. ત્યારબાદ ખેડૂતોએ હરાજીનું કામ અટકાવી દીધુ હતું અને તરત જ ઇડર માર્કેટયાર્ડના ચેરમેનની ઓફીસમાં ધસી જઇને પ્રથમ લાઇટો બંધ કરી દીધી હતી. ત્યારબાદ ચેરમેન નરેશભાઇ પટેલને જાણ કરતા તેમણે તરત જ વેપારીઓને બોલાવી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે વાત કરી હતી. પરંતુ વેપારીઓને ઘઉંની ખરીદીનો ભાવ ન પોષાતા તેમણે ઊંચા ભાવે ખરીદી કરવાનો નન્નો ભણી દીધો હતો. જેથી ખેડૂતો વધુ ઉશ્કેરાયા હતા. ત્યારબાદ ખેડૂતો દ્વારા માર્કેટયાર્ડના મુખ્ય દરવાજાને તાળાંબંધી કરી ઇડર મામલતદાર એ.કે. ગૌતમને આવેદનપત્ર આપ્યુ હતું. ત્યારબાદ મામલતદારે વેપારીઓ સાથે દરમિયાનગીરી કરાયા બાદ હરાજીનું કામ શરૂ કરાવ્યુ હતું. જોકે કેટલાક ખેડૂતોને વાહનનું ભાડુ ચૂકવીને માર્કેટયાર્ડ દ્વારા પરત મોકલાયા હતા.

ધનસુરાના વડાગામમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો

ઇડર માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ પોષણક્ષમ ન મળતા ખેડૂતોએ હોબાળો મચાવી મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો અને મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતું. / ભાસ્કર

એલઇડી લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મોડાસા નગરપાલિકાના પ્રમુખ એસ.આર.પટેલના જણાવ્યા મુજબ અત્યાર સુધી નગર ના માર્ગો ઉપર સીએફએલ બલ્બ પોલ ઉપર લગાવવામાં આવ્યા હતા. પરંતુ વિજળી વિભાગ ના રીપોર્ટ મુજબ આ બલ્બ થી ઓછો પ્રકાશ

વડાગામમાંથી ઓવરલોડ ટ્રકો ઝડપાઇ હતી. હિતેષ પટેલ

ઓવરલોડ 7 ટ્રકો ઝડપી પાડતા હલચલ મચી ભાસ્કર ન્યૂઝ.ધનસુરા

રાજપુર(નવા)ને સુચિત જાદર તાલુકામાં સમાવવા સામે વિરોધ

હિંમતનગર | તાલુકાના રાજપુર(નવા) ગામને સુચિત જાદર તાલુકામાં સમાવવા સામે ગ્રામજનોએ તંત્ર પ્રત્યે નારાજગી દર્શાવી ગુરૂવારે જિલ્લા અધિક કલેકટરને સંબોધીને આવેદનપત્ર આપ્યુ હતું. આ આવેદનપત્રમાં રાજપુરના મુકેશભાઇ પટેલ, સરપંચ કાન્તીભાઇ રાવળ, ભીખાજી બાદરજી ચૌહાણ, દિનેશભાઇ વણકર તથા નરસિંહભાઇ રાવળના જણાવ્યા અનુસાર હિંમતનગરથી 8 કિ.મી.ના અંતરે આવેલ રાજપુર (નવા) ગામના લોકોના તમામ સામાજિક, રાજકીય અને અન્ય વ્યવહારો હિંમતનગર તાલુકામાં છે. તેમજ રાજપુર(નવા) થી જાદર વચ્ચેનું અંતર 30 કિ.મી.નું છે. જેથી રાજપુર ગામને હિંમતનગર તાલુકામાં રહેવા દેવાની માંગ કરાઇ છે.

પ્રાંતિજ ખરીદ વેચાણ સંઘ દ્વારા મિલ્કત વેરો ન ભરાતાં સીલ

પ્રાંતિજ| નગરપાલિકા દ્વારા બાકીદારો પાસેથી વેરો વસુલવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. દરમિયાન બુધવારે પ્રાંતિજના રેલ્વેસ્ટેશન વિસ્તારમાં આવેલ મિલ્કતનો વેરો ન ભરાતા નગરપાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યુ હતું. ખરીદ વેચાણ સંઘના નામે ચાલતી મિલ્કત નં.4634/39/1નો રૂા.10836 નો બાકી નીકળતો વેરો નગરપાલિકા દ્વારા અવારનવાર તાકીદ કરવા છતાં ભરપાઇ કરાતો ન હતો. તેથી ચીફ ઓફીસર અલ્પેશભાઇ પટેલની સુચનાથી બુધવારે પાલિકાની ટીમે ખરીદ વેચાણ સંઘની મિલ્કતને સીલ મારી દીધુ હતું.

માલપુરના મગોડી ગામમાંથી 26 હજારનો વિદેશી દારૂ ઝડપાયો

માલપુર| તાલુકાના મગોડી ગામે એક શખ્સના ઘર આગળ બનાવેલ સીમેન્ટની કુંડીમાંથી માલપુર પોલીસે બુધવારની મોડી સાંજે રૂ.26350/- નો વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો ઝડપી પાડયો હતો. પુનાભાઇ ભાથીભાઇ ખાંટના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રખાતો હોવાની બાતમી મળતાં માલપુર પોલીસે બુધવારની મોડી સાંજે છાપો માર્યો હતો. જેમાં પુનાભાઇના ઘર આગળ બનાવેલ સીમેન્ટની કુંડીમાં ભૂસા નીચે સંતાડેલી વિદેશી દારૂની બોટલો નં.217 તથા બિયર બોટલ નં.92 કુલ મળી રૂ.26350 તથા બિયરનો જથ્થો વગર પાસ પરમીટે રાખતા પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

ધનસુરા તાલુકાના વડાગામ ખાતે ગુરુવારે સવારના સુમારે ખાણખનીજ વિભાગે સપાટો બોલાવી 7 ટ્રકો ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. અરવલ્લી જીલ્લામાં ઓવરલોડને લઇ વાહનો પકડવા ખાણખનીજ

વિભાગે કમર કસી છે. ધનસુરા તાલુકાના વડાગામ ખાતે રેતીનું વહન કરતી તથા ઓવરલોડ 7 ટ્રકો ઝડપી પડાતા ટ્રક માલિકોમાં દોડધામ મચી ગઇ હતી. સાતેય ટ્રકો ને વિભાગ દ્વારા પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રકો પકડાવવાને લઇ અન્ય કેટલાક ટ્રક માલિકો એ પોતા ની ઓવરલોડ ટ્રકો એક તરફ કરી દિધી હતી.

પાલિકા દ્વારા રૂપિયા 5 લાખનો ખર્ચ ઓછા ખર્ચે વધુ પ્રકાશ મળશે ભાસ્કર ન્યૂઝ.મોડાસા

મોડાસા નગરના મુખ્ય માર્ગોને વધુ પ્રકાશિત કરી રાહદારીઓની સલામતીમાં વધારો કરવા અને નગરની શાનમાં વધારો કરવા તંત્ર સંકલ્પ બધ્ધ બન્યું છે. ત્યારે રૂપિયા 5 લાખના ખર્ચે 116

ભિલોડા-મેઘરજમાં વીજકંપનીની સબડિવિઝન કચેરી કાર્યરત કરાશે શામળાજી તથા મેઘરજ-2 લોડના કારણે ધારાસભ્યએ યુજીવીસીએલમાં રજુઆત કરી હતી ભાસ્કર ન્યૂઝ.ભિલોડા

અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે યુજીવીસીએલનું સબ િડવિઝન કાર્યરત છે. 96 ગામો ધરાવતા સબ િડવિઝનમાં લોડ પડતા વારંવાર વીજળી ડૂલ થાય છે. જેના પગલે ભિલોડા ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરતા ભિલોડા સબ િડવિઝનના બે ભાગ પાડી શામળાજી વધુ એક સબ િડવિઝન કાર્યરત કરાશે. મેઘરજ-1 માં પણ 137 ગામો છે. જેને પણ બે ભાગમાં વહેંચી

10

હિંમતનગરમાં વરલી મટકાનો જુગાર રમતા બે શખ્સો પકડાયા બી-ડિવિઝન પોલીસે ~ 3250ની રોકડ અને મુદામાલ કબજે લીધો ભાસ્કર ન્યૂઝ.હિંમતનગર

હિંમતનગર શહેરના રેલ્વે સ્ટેશન સામે આવેલા કાપડ માર્કેટની ખુલ્લ્લી જગ્યામાં બુધવારે બપોરના સુમોર વરલી મટકાનો જુગાર રમતા બે શખ્સને બી-ડિવિઝન પોલીસે રૂા.3250ની રોકડ રકમ અને મુદા્માલ સાથે ઝડપી લીધા હતા. જયારે આ કુખ્યાત સ્થળે વરલી મટકાનો અડ્ડો ચલાવનાર નામચીન શખ્સ પોલીસને જોઇ ભાગી છુટવામાં સફળ રહ્યો હતો. પોલીસે જુગારધારાની કલમો હેઠળ ત્રણ શખ્સો વિરૂધ્ધ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દર્જ કરી કાયદેરની કાર્યવાહી કરી હતી. હિંમતનગરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર રેલ્વે સ્ટેશન સામે આવેલા કાપડ માર્કેટની ખુલ્લી

જગ્યામાં કેટલાક શખ્સો વરલી મટકાનો હાર-જીતનો જુગાર રમતા હોવાની બાતમી આધારે બી-ડીવીઝન પોલીસે આ સ્થળ પર બુધવારે બપોરના સુમારે રેડ કરી હતી. જેમાં ભીખા તેજા રાઠોડ (રહે.ચંદ્રનગર હિંમતનગર) અને નટુ અમરસિંહ વાઘેલાને (રહે.મોર્ડન સ્કૂલની બાજુમાં, હિંમતનગર) રૂા.3250ની રોકડ રકમ અને વરલી મટકાના આંકડા લખવાની સ્લીપબુકો સાથે ઝડપી લીધા હતા. જયારે શહેરના આ કુખ્યાત સ્થળે વરલી મટકાનો અડ્ડો ચલાવનાર નામચીન શખ્સ મુળજીભાઇ સાકળચંદ પટેલ પોલીસને જોઇ ભાગી છુટયો હતો. બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના સાંકાભાઇ દેસાઇએ વરલી મટકાનો જુગાર રમતા ત્રણેય શખ્સો વિરૂધ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો દર્જ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રેલ્વે સ્ટેશન રોડ પર આવેલા કાપડ માર્કેટ નજીકની ખુલ્લી જગ્યાનો ...અનુસંધાન પાના નં. 8

મોડાસામાં માર્ગો પર એલઇડી લાઇટ લગાવાશે

કમાલપુર-ગલતેશ્વરની આંગણવાડીમાં થાળી-વાટકીનું વિતરણ કરાયું

પ્રાંતિજ| તાજપુરકૂઇ પ્રાંતિજ તાલુકાના ગલતેશ્વર અને કમાલપુર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્રના બાળકો માટે અંબર ટુ ફેકટરી દ્વારા તાજેતરમાં થાળીવાટકીનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જે પ્રસંગે અંબર ટુ ફેકટરીના ડાયરેકટર સુનિલ મલેસા, પેરૂમારે, આર.કે.દાસ, તલાટી રામકૃષ્ણભાઇ પટેલ, પૂર્વ સરપંચ બપસિંગ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.

મહેસાણા, શુક્રવાર, 20 માર્ચ, 2015

મેઘરજ-2 અલગ સબ િડવિઝન મંજુર કરાતા વીજળીનો પ્રશ્ન હલ થશે. ભિલોડા યુજીવીસીએલનું સબ િડવિઝનમાં 96 ગામો આવેલા છે. વારંવાર લોડ પડતા ખેડૂતોને વીજળીના પ્રશ્નો વિકટ બન્યા છે. જેના કારણે ભિલોડા ધારાસભ્ય ર્ડા.અનિલભાઇ જોષીયારાએ રજૂઆત કરતા ભિલોડા સબ િડવિઝનમાંથી શામળાજી વિસ્તારના 50થી વધુ ગામો માટે નવીન સબ િડવિઝન મંજૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. તેજ પ્રમાણે મેઘરજના 137 ગામોમાં વીજળીના પ્રશ્નો વધુ રહેતા મેઘરજમાં બીજુ નવીન સબ િડવિઝન કાર્યરત કરાશે. જે ગામો જયોતિગ્રામ યોજનામાં બાકી છે તે ગામોને પણ આવરી લેવાયા છે.

નિનામા પ્રા. શાળા કંથારિયામાં હિંમતનગરમાંથી વિદ્યાર્થીઓ છાપરામાં ભણે છે ટ્રક અને બાઇક ચોરાયા વિદ્યાર્થીઓ કરતા રૂમ ઓછા છે ભાસ્કર ન્યુઝ.વિજયનગર

ભાસ્કર ન્યૂઝ.હિંમતનગર

વિજયનગરની સ્વ.શહીદવીર શૈલેન્દ્ર નિનામા કંથારિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ઓરડાના અભાવે છાપરા ઢાળીયા નીચે બેસી શિક્ષણ મેળવી રહ્યા છે. ત્યારે શહીદ શૈલેન્દ્ર નિનામાની આત્માની શાંતિ કાજે પણ વહીવટી તંત્ર ઓરડા બનાવે તેવી સ્થાનિક લોકોએ માગણી ઉઠાવી છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ખોખરા પટ્ટાનો શહીદવીર શૈલેન્દ્ર નિનામા પ્રાથમિક શાળા કંથારિયાના વિદ્યાર્થીઓએ ઓરડાના અભાવે ઢાળીયા નીચે બેસીને અભ્યાસ કરવો પડે છે. શિક્ષક વિદ્યાર્થીની પુરતી સંખ્યા હોવા છતા ધોરણ-7ના વિદ્યાર્થીઓએ ઢાળીયામાં અભ્યાસ કરવો પડી રહ્યો છે. આ અંગે કંથારિયા ગામના એમ.કે.મોડીયા, આર.કે.કરોવાના જણાવ્યા અનુસાર પ્રાથમિક શાળામાં ઓરડા નથી, જે માટે ઓરડા બનાવવા ...અનુસંધાન પાના નં. 8

હિંમતનગર શહેરમાં વાહન ચોરીની ઘટનાઓ વધવા છતાં પણ શહેરનું પોલીસ તંત્ર વાહન ચોરીને ઝડપવા માટે નિષ્ફળ સાબિત થયું છે. શહેરના ટાવર રોડ પરથી ગત સોમવારે અને મહિલા કોલેજ સામેના મંદિર નજીકથી બુધવારે વહેલી પરોઢના રૂા.9 લાખની મત્તાની ટ્રક અને રૂા.24 હજારની કિંમતના બાઇકની ચોરીની ઘટના અંગે હિંમતનગરના ગ્રામ્ય અને બીડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઇ હતી. હિંમતનગર-વિજાપુર માર્ગ પર મહિલા કોલેજ સામે આવેલા ભટિયાણી માતાજી ...અનુસંધાન પાના નં. 8

અને વધુ વીજ ર્ખચ આવતો હતો. 13 માં નાંણાપંચની ગ્રાન્ટમાંથી નગરના માર્ગોને વધુ ઝળહળતા બનાવાવ,પુરતો પ્રકાશ ઓછા ખર્ચે મળી રહે તે માટે વધુ અસરકાર એલઇડી લાઇટ ડીવાઇડરના પોલ ઉપર લગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નગરપાલિકાના મુખ્ય અધિકારી અગરસિંહ ચૌહાણ અને વિજળી

વિભાગના રમેશભાઇ કડીયાના જણાવ્યા મુજબ 13માં નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂપિયા 5 લાખના ખર્ચે 116 એલઇડી લાઇટ નગરના મુખ્ય માર્ગ ઉપરના ડીવાઇડર પોલ ઉપર લગાડવામાં આવશે. 48 વોલ્ટેજની આ લાઇટથી વીજ બીલ માં કાપ મૂકાશે અને નગરજનોને વધુ પ્રકાશ માર્ગ ઉપર મળી રહેશે.


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.