આજનું તાપમાન
રાજકોટ અમદાવાદ વડોદરા સુરત
35.3 33.4 34.2 35.0
18.0 16.4 19.2 15.1
સૂર્યાસ્ત આજે 06.45 pm સૂર્યોદય કાલે 06.50 am
પહેલાં પોઝિટિવ ન્યૂઝ
સવાણી હોિસ્પટલને મદદ માટે રૂપાણી જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા અનુદાન અપાયું
રાજકોટ | અકેનવિધ સેવાકીય પ્રવૃિત્ત કરતા શ્રીરૂપાણી જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં રાજકોટની બી. ટી. સવાણી કીડની હોિસ્પટલને આર્થિક અનુદાન અપાયું હતું. એ દાનમાંથી એ હોિસ્પટલમાં દર્દીઓને રૂા.500ના રાહત કુપન આપવામાં આવે છે. ડાયાલિસીસમાં પણ રાહત મળે છે. આ ટ્રસ્ટ દ્વારા કેન્સર હોિસ્પટલમાં પણ અનુદાન અપાયું છે. જેના થકી કેન્સર હોિસ્પટલમાં 1000 ના રાહત કુપન આપવામાં આવે છે. હોિસ્પટલના પત્ર મેળવી ટ્રસ્ટની ઓફિસેથી દર્દીઓ આ કુપન મેળવી શકે છે.
િસટી ડાયરી
મારા શહેરમાં આજે પુનિત સદ્દગુરુ ભજન મંડળના ધૂન, ભજન સ્થળ : ભક્તિનગર સ્ટેશન પ્લોટ } રાતે 9.30
સ્વાઇન ફ્લૂ વિરોધી ઉકાળાનું વિતરણ સ્થળ : કિસાનપરા ચોક, બાલભવન } સવારે 6.0
સુંદરકાંડના પાઠ
સ્થળ : ભગવતી હોલ પાસે રેલનગર રોડ, } રાત્રે 9.30 વાગ્યે આરોગ્ય સેવાનું આયોજન સ્થળ : કૃષ્ણ ચિકિત્સાલય } સાંજે 5 વાગ્યે તબીબ સેવાઓનું આયોજન સ્થળ : પંચનાથ નિદાન કેન્દ્ર } સાંજે 4 વાગ્યે નિ:શુલ્ક આધ્યાત્મિક પ્રવચન સ્થળ : પ્રણવાનંદ સંસ્કૃત ભવન } સાંજે 5.00 તિરૂપતિ બાલાજી મંદિરે આરતી સ્થળ : 150, ફૂટ રિંગ રોડ } સવારે 7 વાગ્યે
યુટિલિટી ન્યૂઝ રોજગાર - બહુમાળી ભવન
ભારતીય નૌકાદળમાં ભરતી
રાજકોટ | જામનગર સ્થિત આઇ.એન. એલ.વાલસુરામાં 20 માર્ચના રાજકોટ જિલ્લાના ઉમેદવારો માટે ભારતીય નૌકાદળમાં ભરતી મેળો યોજાશે. 1/8/1994થી 31/7/1998 વચ્ચે જન્મેલ ઉમેદવારો ભાગ લઇ શકશે.
સામાજિક - યુનિવર્સિટી રોડ
જીવનસાથી પસંદગી મિલન સમારોહ
રાજકોટ | ન્યૂ રાજકોટ પટેલ સમાજ દ્વારા લેઉવા પટેલના શિક્ષિત, ઉચ્ચ અભ્યાસવાળા યુવક યુવતીઓ માટે 22 માર્ચના નિ:શુલ્ક જીવનસાથી પસંદગી સમારોહ સાંજે 4 થી 6 વંદેમાતરમ, યુનિવર્સિટી રોડ, પંચાયત ચોક પર યોજાશે.
આધ્યાત્મિક - આર્ય સમાજ
આર્ય સમાજ દ્વારા સ્થાપના દિનની ઉજવણી
રાજકોટ | આર્ય સમાજ દ્વારા 141માં સ્થાપના દિનની 21 માર્ચના ઉજવણી કરાશે. સવારે 5.30 કલાકે કિસાનપરા ચોકથી પ્રભાત ફેરી નીકળશે. સાંજે 4 કલાકે યજ્ઞ, ભજન પ્રવચન,માયાણીનગર, આર્ય સમાજ પર યોજાશે.
ધાર્મિક - હરિનામ સંકીર્તન મંડળ
પ્રભાત ફેરીનું આયોજન
રાજકોટ | પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત હરિનામ સંકીર્તન મંડળ દ્વારા 20 માર્ચે સવારે 5.30 કલાકે પ્રભાત ફેરી કાલાવડ રોડ, પ્રેમભિક્ષુજી માર્ગ, હરિનામ સંકીર્તન મંદિરેથી નીકળશે.
સેમિનાર - જિલ્લા સહકારી સંઘ
મંડળીઓના પ્રતિનિધિઓનો સેમિનાર રદ
રાજકોટ | શ્રીજી ગૌ શાળામાં 20 માર્ચના રોજ રાજકોટ જિલ્લા સહકારી સંઘ દ્વારા જિલ્લાની શરાફી, પગારદાર મંડળીઓના પ્રતિનિધિઓ માટેનો યોજનાર સેમિનાર રદ કરાયો છે. આ બાબતે પગારદાર કર્મચારી મંડળીઓએ નોંધ લેવા જણાવાયું છે.
રીડર્સ સ્પેસ ઇન્ડિયન રોયલ ફેમિલીના એકાઉન્ટ પર ગોંડલમાં રાજાશાહી વખતમાં ચાલતા બોન્ડની તસવીર શેર કરાઇ હતી.
ગુરુવાર, 19 માર્ચ, 2015
, રાજકોટ
2
રાજકોટ અને સુરત વચ્ચે 27 માર્ચથી 9 સીટર વિમાની સેવા એવિયએશન રિપોર્ટર. રાજકોટ
{ સવારે 8 વાગ્યે ફ્લાઇટ આવશે, 8:15 વાગ્યે ઉપડશે { સિસ્ના કેરાવેન કંપનીના વિમાનનું ભાડું ~ 5000
રાજકોટને થોડા સમય પહેલા દિલ્હીની ફ્લાઇટ મળી અને હવે રાજકોટ-સુરત વચ્ચે પણ વિમાની સેવા શરૂ થઇ રહી છે. 27 માર્ચથી સુરત-રાજકોટ વચ્ચે 9 સીટર વિમાની સેવાનો આરંભ થશે. પ્રારંભિક તબક્કે આ ફ્લાઇટ ગુરુવારથી મંગળવાર સુધી 6 દિવસ માટે ઉડાન ભરશે. સુરતથી સવારે 7 વાગ્યે ફ્લાઇટ ઉપડશે, જે 8 વાગ્યે રાજકોટ પહોંચશે અને રાજકોટથી સવારે 8:15 વાગ્યે ઉડાન ભરી 9:15 વાગ્યે સુરત પહોંચશે. બુધવારે વિમાની સેવા બંધ રહેશે. રાજકોટ-સુરત વચ્ચેનું
ભાડું 5000 રહેશે. વિમાની ટિકિટનું બુકિંગ 19 માર્ચ ગુરુવારથી શરૂ થશે તેમ આ સેવા શરૂ કરનાર વેન્ચુરા એસ્કનેટ કંપનીના સીઇઓ કાર્તિકેય ગરાસિયાએ જણાવ્યું હતું. કંપની દ્વારા સુરત-ભાવનગર વચ્ચે વિમાની સેવા શરૂ કરાઇ છે. સુરત-ભાવનગરનું ભાડું 3000 અને રાજકોટ-સુરતનું ભાડું 5000. ભાડાના તફાવત સંદર્ભે કાર્તિકેય ગરાસિયાએ જણાવ્યું હતું કે, સુરત-ભાવનગરનો રન માત્ર 20 મિનિટનો છે. જ્યારે, સુરત-રાજકોટનો રન 1 કલાકનો હોવાથી ભાડામાં 2000નો તફાવત છે.
પ્રથમ ફ્લાઇટના કેપ્ટન રાજકોટના
સુરત-રાજકોટ વચ્ચે 27 માર્ચથી શરૂ થનાર સિસ્ના કેરાવેન 9 સીટર વિમાની સેવાની પ્રથમ ફ્લાઇટના કેપ્ટન રાજકોટના દિવ્યેશ બટુુકભાઇ સાકરિયા છે, જેમણે રાજકોટની સેન્ટ મેરીમાં ધો.12 સુધી અભ્યાસ બાદ અમેરિકાના ફ્લોરિડામાં એરલાઇન્સ એકેડેમીમાં અભ્યાસ કર્યો છે તેઓનો પરિવાર મહારાષ્ટ્ર-રાજકોટમાં ઔદ્યોગિક એકમ ધરાવે છે.
દુવિધા | સુપ્રીમ કોર્ટની ટીકા બાદ પણ સુવિધાઓ માટે આધાર કાર્ડની માગણી કરાય છે
આધાર નિરાધાર, છતાં ફરજિયાત એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર. રાજકોટ
તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદામાં માત્ર આધારકાર્ડ ન હોવાથી કોઇપણ વ્યકિત જરૂરી સેવાઓ અને સુવિધાઓથી વંચિત રહેવો ન જોઇએ તેમ ઠરાવ્યું હતું. આમ છતાં બીજી તરફ રાજ્યમાં સરકારી સુવિધાઓ અને સેવાઓ માટે આધાર નંબર ફરજિયાતપણે માગવામાં આવી રહ્યા છે, પછી તે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવાની વાત હોય કે પછી રસોઇ ગેસની સબસિડી અને સ્કોલરશિપ. રાજ્ય સરકાર દ્વારા અંદાજે એકાદ ડઝન સરકારી સેવાઓ માટે આધારકાર્ડ માગવામાં આવી રહ્યા છે ત્યારે હાલમાં પણ રાજકોટ જિલ્લામાં આશરે 4.40 લાખ લોકો આધાર કાર્ડથી વંચિત છે, તેમજ એવા હજારો અરજદારો છે કે જેમણે આધારકાર્ડ માટેની પ્રોસિજર પૂરી કરી હોવા છતાં હજુ સુધી તેમને આધારકાર્ડ મળ્યા નથી. તત્કાલીન યુપીએ સરકારે પાંચ વર્ષ પહેલા દેશના નાગરિકોને વિશેષ ઓળખ નંબર આપવા માટે યોજના આયોગના નેજા હેઠળ આધારકાર્ડની યોજના અમલમાં મૂકી હતી. આ સંસ્થાએ જાહેર તથા ખાનગી ક્ષેત્રની કેટલીક બેન્કો, નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડની એજન્સીઓને આધારકાર્ડના એનરોલમેન્ટની જવાબદારી સોંપી હતી. આ યોજનાની શરૂઆતમાં સામાજિક ન્યાય, સ્વાસ્થ્ય, શિક્ષા, આદિજાતિ કલ્યાણ, મહિલા અને બાળવિકાસ સહિતના અમુક વિભાગોની કલ્યાણકારી યોજનાઓને આધાર સાથે જોડવામાં આવ્યા હતા.
આ યોજનાઓ માટે આધારકાર્ડ રજૂ કરવાની જીદ
ક્રાઇમ રિપોર્ટર. રાજકોટ
શહેરના મહિલા કોર્પોરેટર દમયંતીબેનના પતિ જગદીશભાઇ રાઠોડ પર થયેલા ખૂની હુમલામાં ધરપકડ સામે આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર સોલંકીએ આગોતરા જામીન અરજી કરી છે. સોલંકીની આગોતરા અરજી રદ કરવા બુધવારે તપાસનીશ અધિકારીએ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે 24 માર્ચ પર નિર્ણય કરવાની જાહેરાત કરી હતી. નરેન્દ્ર સોલંકીએ કરેલી આગોતરા જામીન અરજી સામે તપાસનીશ અધિકારીએ કોર્ટમાં રજૂ કરેલાં સોગંદનામામાં જણાવ્યું હતું કે, આગોતરાના અરજદારના કહેવાથી માણાઓએ ફરિયાદીના
ઉપાસના
વિદ્યાર્થીઓની શિષ્યવૃિત્ત પાસપોર્ટ, મેરેજ રજિસ્ટ્રેશન
કેન્દ્ર રાજ્ય સરકારને માર્ગદર્શન આપે : સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે સોમવારે સુનાવણી દરમિયાન 23 સપ્ટેમ્બર, 2013નો પોતાનો આદેશ ફરી સંભળાવતા જણાવ્યું હતું કે, જેમની પાસે આધારકાર્ડ ન હોય તેવી કોઇપણ વ્યકિતને જરૂરી સેવાથી વંચિત રાખી શકાશે નહી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ચેમલેશ્વરની અધ્યક્ષતામાં ત્રણ જજોની બેન્ચે આધારસંબંધી અરજીની સુનાવણીના આદેશમાં કહ્યું હતું કે, હજુપણ ઘણી સંસ્થાઓ આધારકાર્ડ માગી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર આ બાબતે રાજ્ય સરકાર માટે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરે.
મૂંઝાવાની જરૂર નથી, આધાર કાર્ડ વગર પણ ગેસધારકને રાંધણગેસ સબસિડી મળી શકશે
રાજ્ય સરકાર દ્વારા ગેસધારકોને આધારકાર્ડ લીંકઅપ માટે 31 માર્ચ સુધીનો સમય આપવાની જાહેરાત કરાઇ હતી. પરંતુ જે ગ્રાહક પાસે આધારકાર્ડ નહીં હોય તેમને પણ રાંધણગેસ સબસિડી મળશે. પેટ્રોલિયમ મંત્રાલયે આપેલા આદેશ મુજબ ગેસધારકે પોતાને મળેલા 17 આંકડાનો ગ્રાહક નંબર બેન્ક એકાઉન્ટ સાથે લિંકઅપ કરવાનો રહેશે અને ત્યારબાદ ગ્રાહકના ખાતામાં સબસિડીની રકમ ટ્રાન્સફર થઇ શકશે.
નરેન્દ્ર સોલંકીની આગોતરા રદ કરવા પોલીસે સોગંદનામું કર્યું બન્ને પક્ષોની દલીલોના અંતે 24 માર્ચ પર ચુકાદો
રેશનકાર્ડ સાથે લિંકઅપ
અંધ-અપંગ સહાય
પતિ પર ખૂની હુમલો કર્યો હતો. આરોપીઓ પૈકીના એક આરોપીના નિવેદનમાં જ નરેન્દ્રની સ્પષ્ટ સંડોવણી બનાવમાં ખુલ્લે છે અને તેના કહેવાથી જ આ બનાવ બન્યો હતો. આ કેસમાં અટક થયેલા વિક્રમ ખાંભલિયાની પૂછપરછમાં તે નરેન્દ્ર સોલંકીને 10-12 વર્ષથી ઓળખે છે તેવું જણાવ્યું હતું અને વિક્રમે આપેલા નિવેદનની હકીકતો જોતા તેને જામીન આપી શકાય તેવો કેસ નથી. આ ઉપરાંત નરેન્દ્ર સોલંકી સામે અગાઉ પણ દસ જેટલા કેસ નોંધાયા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જામીન અરજી સંદર્ભે સરકારી વકીલ અને નરેન્દ્ર સોલંકીના વકીલે ધારદાર રજૂઆત કરી હતી. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આગામી 24 માર્ચના રોજ નિર્ણયની જાહેરાત કરી હતી.
એક્સપર્ટ વ્યૂ આધારકાર્ડનો આગ્રહ રખાય તો વિરોધ કરો
^
હજુ સુધી આધારકાર્ડ માટે કોઇ કાયદો બનાવવામાં આવ્યો નથી અને સંસદમાં પણ તેના સંબંધે કોઇ બિલ પસાર કરવામાં આવ્યું નથી, તેમજ સુપ્રીમ કોર્ટે પણ આધારકાર્ડ જરૂરી ન હોવાનું ઠરાવ્યું છે ત્યારે કોઇ સંસ્થા, બેન્ક, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, કલેક્ટર કચેરી કે મામલતદાર કચેરી કોઇપણ જાતની સબસિડી કે મળવાપાત્ર નાણાકીય સહાય માટે આધારકાર્ડ જરૂરી હોવાનો આગ્રહ રાખે તો તેનો વિરોધ કરવો જોઇએ. આ લાભ આપવાની સરકારની ફરજ છે. > જશવંતસિંહ ભટ્ટી,
મહંતે વિજ્ઞાનજાથાના ત્રાસથી અગ્નિસ્નાન કર્યું હતું
પડધરીના મહંતના આત્મદાહ કેસમાં જયંત પંડ્યાની શોધખોળ પોલીસતંત્ર દ્વારા સંબંધિતોના જયંત પંડ્યાની ધરપકડ નિવેદન લેવાયા બાદ વધુ નામ ખૂલવા સંભવ
એડવોકેટ ગુજરાત હાઇકોર્ટ
રાજકોટથી 22 કિ.મી. દૂર આવેલા પડધરી ગામના વેલનાથ મંદિરના મહંતે મંગળવારે વિજ્ઞાન જાથાના ત્રાસથી કંટાળી પોતાની વાડીમાં અગ્નિસ્નાન કરી જાત જલાવી દીધાની ઘટનાના પગલે પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ આધારે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સહિત બે શખ્સો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પડધરી પોલીસે બુધવારે આ બનાવ સંદર્ભે સંબંધિતોના નિવેદન નોંધવાની કાર્યવાહી કરી હતી. પડધરીના વેલનાથમંદિરમાં પશુ બલિ ચડાવવાના મામલે વિજ્ઞાન જાથા દ્વારા સતત થતા દબાણથી કંટાળી જઇ મંદિરના મહંત લખમણભાઇ વેલારિયાએ મંગળવારે તેની વાડીમાં અગ્નિસ્નાન કરી લીધું હતું. મહંતે લખેલી સુસાઇડ નોટમાં વિજ્ઞાન જાથાના પ્રમુખના ત્રાસથી અગ્નિસ્નાન કરી લીધાનું અને જ્યાં સુધી વિજ્ઞાન જાથાના પ્રમુખની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ નહીં સંભાળવાની ભલામણ કરી હતી. આ મામલે મોડેથી મૃતકના પુત્ર સહદેવ લખમણ વેલારિયા(રહે. ગીતાનગર પડધરી) એ વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત
તર્ક-વિતર્ક | મોટાભાગના જૂના સભ્યો ચૂંટણી લડે તેવી સંભાવના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એપ્રિલના અંતમાં સિન્ડિકેટની ચૂંટણી યોજાશે
11 સભ્યોની ચૂંટણી યોજવા યુનિવર્સિટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ એજ્યુકેશન રિપોર્ટર. રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનીમાં સિન્ડિકેટની વર્તમાન બોડીની મુદ્દત આગામી 23 મેના રોજ પૂરી થઇ રહી છે ત્યારે યુનિવર્સિટી દ્વારા તે પહેલા નવા સભ્યો નક્કી કરવા માટે ચૂંટણી યોજી લેવા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ ચૂંટણી એપ્રિલના આખરી સપ્તાહમાં અથવા મેના પહેલા અઠવાડિયામાં યોજાશે તેમ કુલપતિ ડો. પ્રતાપસિહ ચૌહાણે જણાવ્યું હતું. યુનિવર્સિટી વર્તુળોમાં ગતિવિધિ તેજ થવા લાગી છે. સિન્ડિકેટની ચૂંટણીના પડધમ શરૂ થતાં જ મેદાનમાં ઉતરવા માગતા
મુરતિયાઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ભાજપની સંકલનની બેઠકમાં સાત નામો નક્કી થઇ ગયાની ચર્ચાઓ પણ શરૂ થઇ ગઇ છે. જોકે સત્તાવાર રીતે આ બાબતને સમર્થન મળતું નથી, પરંતુ મોટાભાગના જૂના સભ્યોને ચૂંટણી લડાવવાનો વ્યૂહ નક્કી થયાનું જાણવા મળે છે. સામાન્ય રીતે ચૂંટણીનું જાહેરનામું ચૂંટણીની તારીખના 21 દિવસ પહેલા બહાર પડતું હોવાથી સંભવત: એપ્રિલના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં જાહેરનામું બહાર પડે તેવી શક્યતા જાણકારોએ વ્યક્ત કરી છે.
કયા સાત સભ્યોના નામ ફાઇનલ થયાની ચર્ચા
ટીચર્સ વિભાગની બેઠક માટે મેહુલ રૂપાણી, જનરલ કેટેગરીની પાંચ બેઠકો સહિત છ બેઠકો માટે નેહલ શુક્લ, ડો. ભાવિન કોઠારી, ગિરીશ ભીમાણી, વિજય ભટ્ટાસણા, વર્ષાબેન છીંછિયા અને શિક્ષણમંત્રી વસુબેન ત્રિવેદીના પુત્ર દક્ષ ત્રિવેદીનું નામ ફાઇનલ થઇ ગયાની ચર્ચા છે.
કુળદેવી પૂજન, મંત્રજાપ, અનુષ્ઠાન તથા કુમારિકા પૂજન ઉત્તમ ફળદાયી, આ વર્ષે ત્રીજનો ક્ષય હોય આઠ દિવસની નવરાત્રિ
આરાધના પર્વ નવરાત્રિનો શનિવારથી આરંભ ભાસ્કર ન્યૂઝ. રાજકોટ
આદ્યશક્તિના અનન્ય ભક્તો માટે 21 માર્ચ શનિવાર ચૈત્ર સુદ-1થી ચૈત્રી નવરાત્રિનો આરંભ થશે. વ્રત કરનાર વ્રતીઓના વ્રતની સમાપ્તિ 28 માર્ચ અને શનિવારે થશે. આ નવરાત્રિ દરમિયાન ત્રીજનો ક્ષય હોવાને કારણે નવરાત્રિ વ્રત 9 ને બદલે 8 દિવસનું થશે. આદ્યશક્તિના આ દિવસો દરમિયાન પોતાના કુળદેવીનું પૂજન, ચંડીપાઠ, સ્તુતિ, સ્તોત્ર, યજ્ઞ ઉપરાંત બે વર્ષથી લઇને 10 વર્ષ સુધીની કન્યાઓનું 3, 5 કે 9ની સંખ્યામાં પૂજન કરી તેમને ભોજન કરાવવું, વસ્ત્ર અલંકારોનું દાન આપવું ખૂબ ઉત્તમ ફળદાયી ગણાય છે. દેવી ભાગવત તેમજ અન્ય પુરાણોશાસ્ત્રોમાં જણાવ્યા મુજબ વર્ષની ચાર નવરાત્રિ દરમિયાન કોઇ પણ નવરાત્રિમાં માતાજીનું વ્રત કરવાથી મનુષ્યના દુ:ખ અને દારિદ્રનો નાશ થાય છે. સુખ, શાંતિ, ઐશ્વર્ય, સમૃધ્ધિ, સંતાન સુખ માતા પ્રદાન કરે છે. નારદજી ભગવાન રામચંદ્રને નવરાત્રિ વ્રતનું મહાત્મ્ય સમજાવતા કહે છે કે, આ વ્રત મહાદેવ, વિષ્ણુ, બ્રહ્મા, ઇન્દ્ર વગેરે દેવો તેમજ વિશ્વામિત્ર, ભૃગુ, વશિષ્ઠ, કશ્યપ વગેરે ઋષિઓએ પણ કર્યું છે. દુ:ખી તો ઠીક સુખી મનુષ્યે પણ આ વ્રત અચૂક કરવું જોઇએ. જેથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે તેમ વેદજ્ઞ નિશીથભાઇ ઉપાધ્યાયે જણાવ્યું હતું.
ચૈત્રી નવરાત્રિ અને શનિદેવની કૃપા
આ વર્ષે ચૈત્રી નવરાત્રિનો આરંભ શનિવારે અને પૂર્ણાહુતિ પણ શનિવારે થાય છે. ત્રીજના નોરતાનો ક્ષય છે. અામ, નોરતા 8 છે. આઠના અંકના આધિપતિ શનિ મહારાજ છે. નવા સંવત્સરની શરૂઆત પણ શનિવારે થાય છે. વર્તમાન સમયમાં શનિ વૃશ્ચિક રાશિમાં છે, જેનો ક્રમ પણ રાશિચક્રમાં આઠમો છે. જેના કારણે અર્થ વ્યવસ્થામાં સુધારો થશે. ખાદ્યાન્ન અને પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં ક્યારેક એકદમ વધારો તો ક્યારેક એકદમ ઘટાડો થશે. ન્યાય તેમજ પ્રશાસનિક તંત્ર મજબૂત બનશે. કેમ કે, શનિદેવ એ ન્યાયના દેવતા છે.
સર્વ ફળદાયી મહામંત્ર
ઓમ હ્રીં શ્રીં ક્લિં સર્વપૂજ્યે દેવી મંગલચંડિકે હૂં હૂં ફટ્ સ્વાહા આદ્યશક્તિ માતા ચામુંડા દેવીનો 21 અક્ષરવાળો આ મૂળ મંત્ર છે. જેના મંત્રજાપ કે નવરાત્રિ અનુષ્ઠાન કરવાથી સાધકને ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. આ મંત્રને કલ્પવૃક્ષ સમાન ગણવામાં આવ્યો છે. એ જ તેની મહત્તા દર્શાવે છે.
સુરતને કર્મભૂમિ બનાવનાર વિમાની કંપનીના માલિકો લાલજીભાઇ પટેલ, સવજીભાઇ ધોળકિયા, ગોવિંદભાઇ ધોળકિયા તથા લાલજીભાઇ બાદશાહ મુળ સૌરાષ્ટ્રના છે. હિરાના ઉદ્યોગપતિ ચારેય માલિકોએ ગુજરાતની પ્રજાને વિમાની સેવા પૂરી પાડવા સ્વપ્ન સેવ્યું અને સુરત-ભાવનગર બાદ હવે રાજકોટ-સુરતની વિમાની સેવા શરૂ કરી છે. આગામી સમયમાં વિમાની સેવાનું વિસ્તૃતિકરણ કરવાની યોજના છે.
ભાસ્કર ન્યૂઝ. રાજકોટ
બેંક ખાતું ખોલવા માટે
રાંધણગેસ સબસીડી વૃદ્ધાવસ્થા પેન્શન, વિધવા સહાય, નિરાધાર સહાય
કંપનીના માલિકો કાઠિયાવાડી
કેવા પ્રકારે પૂજા કરવી
માતાજીની ડોલર, જૂઇ, કેવડો, માલતી, કેતકી, કમળ વગેરે પુષ્પોથી પૂજા કરવાથી શિવલોકની પ્રાપ્તિ થાય છે તો ધૂપ કરવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. નૈવેદ્ય અર્પણ કરવાથી દેવીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.
તપાસનીશ પોલીસ અધિકારી સોલંકીએ જણાવ્યું હતું કે, મૃતકના ફરિયાદીપુત્રે નિવેદનમાં તેના પિતા અવાર નવાર તેને વિજ્ઞાન જાથાના પ્રમુખ ત્રાસ અને ધમકી આપતા હોવાનું નોંધાવ્યું છે. ગુરુવારે પોલીસતંત્ર દ્વારા બન્ને આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવશે. જયંત પંડ્યાની ધરપકડ બાદ વધુ નામ ખૂલવા સંભાવ છે.
પંડ્યા(ફરિયાદમાં લખાવ્યા મુજબ, હરેન પંડ્યા) તેમજ વીરજીભાઇ સામે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદ આધારે બન્ને સામે આઇપીસી 306 મુજબ ગુનો નોંધી તપાસનો ધમધમમાટ શરૂ કર્યો હતો. દરમિયાન આ પ્રકરણની તપાસ ચલાવતા પડધરીના પી.એસ. આઇ. જે.એમ.સોલંકીએ જણાવ્યા મુજબ આ પ્રકરણમાં પોલસ તંત્ર દ્વારા બુધવારે નિવેદન નોંધવાની કામગીરી કરવામાં આવી હતી. પોલીસે બુધવારે ફરિયાદીપુત્ર સહદેવ ઉપરાંત ઘટનાને નજરે જોનારા સાક્ષીઓના નિવેદન નોંધ્યા હતા. આ ઉપરાંત વેલનાથ મંદિર ખાતે મળેલી મિટિંગમાં જે લોકો હાજર રહ્યા હતા તેઓના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે.
ન્યૂઝ ઈન બોક્સ
યુનિવર્સિટીએ એમએડ સેમે.-4ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો રાજકોટ | સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાનાર એકસ્ટર્નલ એમ.એ. એજ્યુકેશન સેમેસ્ટર-4ની પરીક્ષા 7 એપ્રિલથી શરૂ થશે. એકસ્ટર્નલ તરીકે ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સહિતની વિગતો મોકલી અપાઈ છે. આ અંગે વધુ વિગત માટે પરીક્ષા વિભાગનો સંપર્ક કરવા જણાવાયું છે.
યુનિવર્સિટીએ બીસીએ, બીકોમ સહિતનાં પરિણામ જાહેર કર્યા
રાજકોટ | સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીસીએ સેમેસ્ટર-3, બીકોમ ફર્સ્ટ યર, થર્ડ યર, બીકોમ એકસ્ટર્નલ, બીએસસી હોમ સાયન્સ, બીબીએ, બીસીએના સેમેસ્ટર-2 અને 6, બીએસસી આઈટી સેમેસ્ટર-2, 6, બીએસસી સેમે.-2, એમએ (ગાંધીયન)ના પરિણામ જાહેર કરાયા હતા.
શ્રીમદ્દ ભાગવત સપ્તાહ, મનોકામના પૂર્તિ યજ્ઞનું આયોજન રાજકોટ | અષ્ટોત્તર શત્ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ આયોજન સમિતિ દ્વારા અષ્ટોત્તર શત્ 108 પોથીજી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ અને મનોકામના પૂર્તિ મહાયજ્ઞ 28 માર્ચથી 4 એપ્રિલ સુધી ન્યારી ડેમ પાસે, સંત આશારામજી આશ્રમમાં યોજાશે. કથા સ્થળ પર જવા સિટીબસ નં-57 મળશે.
રાષ્ટ્રીય શાળામાં શુક્રવારે સ્વ.નારણભાઇ દેસાઇની શ્રધ્ધાંજલિ સભા
રાજકોટ | ગાંધી કથાના માધ્યમથી ગાંધીજીના જીવનને જન માનસ સુધી પહોંચાડનાર નારણભાઇ દેસાઇનું 15 માર્ચે અવસાન થયું હતું. સદ્દગતની આત્મશાંતિ અર્થે 20 માર્ચના રાષ્ટ્રીય શાળાના હોલમાં સાંજે 5 કલાકે શ્રધ્ધાંજલિ સભા યોજાશે. ટ્રસ્ટી દેવેન્દ્રભાઇ દેસાઇ વગેરે ઉપસ્થિત રહેશે.
શહેરમાં રાજ્યકક્ષાની સિનિયર સિટિઝનો માટે ક્રિકેટ સ્પર્ધા યોજાશે
રાજકોટ | રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, જિલ્લા રમતગમત અધિકારી કચેરી દ્વારા રાજ્યકક્ષાના સિનિયર સિટીઝનો માટે ક્રિકેટ સ્પર્ધા 27 થી 29 માર્ચ લોધિકા તાલુકાના છાપરા, પાણીના ટાંકા સામે, કાલાવડ રોડ, જય ઇન્ટરનેશલન સ્કૂલમાં યોજાશે. જેમાં મોટી સંખ્યામાં સીનિયર સિટીઝનો ભાગ લેશે.