સુવિચાર
સેન્સેક્સ 29,681.77
વ્યક્તિ પોતાના વિચારોથી નિર્મિત પ્રાણી છે. જે વિચારે છે તે બની જાય છે. -મહાત્મા ગાંધી (ગાંધી નિર્વાણ દિન)
સોનું
28,300
ચાંદી
38,800
ડોલર
61.86
યુરો
70.00
પાછલો
29,559.18
પાછલો પાછલો
28,400 39,200
પાછલો
કુલ પાના 26 | કિંમત ~ 4.00 | 18 + 4 (સિટી ભાસ્કર) + 4 (નવરંગ)
61.42
પાછલો
અમદાવાદ
69.73
શુક્રવાર, 30 જાન્યુઆરી 2015, મહા સુદ-11 , િવક્રમ સંવત 2071
પહેલાં ગૂડ ન્યૂઝ એલપીજી ગેસ કનેકશન ગમે ત્યાંથી મેનેજ કરો
ચૂંટણી પહેલાં ભાજપે રણનીતિ બદલી, વિઝન ડોક્યુમેન્ટ લાવશે, ભાજપના સવાલ પર આપે કહ્યું,‘ખોદયો ડુંગર, નીકળ્યો ઉંદર’
ન્ઝ યૂ ઈન બોક્સ શેખર સેન સંગીત નાટક એકેડમીના પ્રમુખ બન્યા
ભાજપ ચૂંટણીઢંઢેરો બહાર નહીં પાડે
ભાજપ ‘આપ’ને રોજ પાંચ સવાલ પૂછશે
નવી દિલ્હી | રાંધણગેસનો બાટલો ગમે ત્યાંથી મેનેજ કરી શકો છે. આ સાથે સબસિડીની જાણકારી પણ મેળવી શકો છો. માય એલપીજી કિયોસ્કના માધ્યમથી આ સંભવ થશે. કેન્દ્ર સરકાર હાલ તેને દિલ્હીમાં લગાવશે.
એજન્સી. નવી દિલ્હી
નવી દિલ્હી | પ્રસિદ્ધ ગાયક, સંગીતકાર, અને ગીતકાર શેખર સેનને સંગીત નાટક એકેડમીના અધ્યક્ષ પદ્દે નિમણૂક કરવામાં આવી છે. તેમનો કાર્યકાળ પાંચ વર્ષનો હશે. તેમને પદ્મશ્રી, સફદર હાશમી, વ્હી. શાંતારામ જેવા સન્માન મળી ચૂક્યાં છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો પ્રવાસ સમાપ્ત થતા જ દિલ્હીમાં ચૂંટણી ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. ભાજપે પોતાની ચૂંટણી રણનીતિ બદલતા ચૂંટણીઢંઢેરો બહાર નહીં પાડવાનો નિર્ણય કર્યો છે. તેના બદલે વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરાયું છે. સાથે જ આમ આદમી પાર્ટી (આપ)ને ભીંસમાં લેવા માટે રોજ પાંચ સવાલ પૂછાશે. ગુરુવારે તેની શરૂઆત પણ થઇ ગઇ. જોકે આપે તે સવાલોની મજાક ઉડાવી હતી.
પર્યાવરણ માટે ચેન્નઈ | ગ્રીન પીસ સદસ્યોએ 800 શોપિંગ બેગથી એક માછલી બનાવી છે. તે પ્લાસ્ટિકથી પર્યાવરણના નુકશાન વિરુદ્ધ પ્રદર્શન કરે છે.
પાર્ટી નેતા યોગેન્દ્ર યાદવે જણાવ્યું,‘ખોદયો ડુંગર, નીકળ્યો ઉંદર.’ દિલ્હીની 70 વિધાનસભા બેઠકો પર સાત ફેબ્રુઆરીએ વોટિંગ યોજાશે. સર્વેક્ષણોમાં પાછળ હટવાના કારણે ભાજપના અધ્યક્ષ અમિત શાહે પાર્ટી પદાધિકારીઓની સાથે બેઠક યોજી હતી. ચૂંટણીમાં 120 સાંસદો, કેબિનેટ પ્રધાનોની સાથે જ લગભગ તમામ રાજ્યોના પાર્ટી કાર્યકર્તાઓને સક્રિય કરી દેવાયા છે. નાણા પ્રધાન અરુણ જેટલી પોતે દિલ્હી ચૂંટણીનું મેનેજમેન્ટ જોશે. રાજીવ પ્રતાપ રૂડી અને નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સમાં આપ અને તેના નેતા અરવિંદ કેજરીવાલને પાંચ સવાલો પૂછ્યા. ...અનુસંધાન પાના નં.15
શહીદ કર્નલને પુત્રીની સેલ્યુટ
અમદાવાદ | સેન્સેક્સ 122.59 પોઇન્ટના સુધારા સાથે 29681.77 પોઇન્ટની ઐતિહાસિક ટોચે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 38.05 પોઇન્ટના સુધારા સાથે 8952.35 પોઇન્ટની નવી ઊંચી ટોચે બંધ રહ્યો હતો. નિફ્ટીમાં સળંગ 10 દિવસની તેજીમાં 674 પોઇન્ટનો આકર્ષક સુધારો નોંધાયો છે. (વિસ્તૃત અહેવાલ બિઝનેસ પાને)
ગાંધી વિશેષ
> ગાંધીને ભજવા સહેલા, અનુસરવા અઘરું કામ છે > ચરખો કાંતવનું શીખ્યા ત્યારે જ મળી ગાંધીજીની તસવીર...વાંચો પાના નં.8
પ્રમોશન મામલે IPS અધિકારીઓનો અસંતોષ સીએમઓ સુધી પહોંચ્યો ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર
રાજ્યના ૬ જેટલા આઈ જી લેવલના આઈપીએસ અધિકારીઓને બે દિવસ અગાઉ જ એડિશનલ ડીજીપીમાં અપાયેલા પ્રમોશન સંદર્ભે પ્રમોશનમાં થઇ રહેલા વિલંબના મુદ્દે આઈપીએસ એસો. દ્વારા કરાયેલી રજૂઆતનો મામલો આખરે મુખ્યપ્રધાન કાર્યાલય સુધી પહોંચ્યો છે, આ સમગ્ર પ્રકરણમાં આઈપીએસ ...અનુસંધાન પાના નં.15
નવી દિલ્હી : કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે દિલ્હીના શાસ્ત્રીપાર્ક વિસ્તારમાં જાહેર સભા દરમિયાન કહ્યું,‘મોદીજીએ ચૂંટણીમાં વચન આપ્યું હતું કે દરેક વ્યક્તિનાં ખાતાંમાં 15-15 લાખ જમા કરાવશે. પૈસા તો જમા કરાવ્યા નહીં પરંતુ પોતે 10 લાખ રૂપિયાનો સૂટ પહેરી રહ્યા છે. રાહુલે આ દરમિયાન આપના નેતા અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, કેજરીવાલ માત્ર વાયદા કરે છે. તેને પાળતા નથી. કોંગ્રેસ કેજરીવાલને સમર્થન આપ્યું હતું પરંતુ તે જનતાને આપેલાં વચનો પૂરા ન કરી શકતા 49 દિવસમાં ખુરશી છોડીને ભાગી ગયા.
વિદેશ સચિવ સુજાતાસિંહને હટાવવાના મુદ્દે હોબાળો થયો નવી દિલ્હી : નવા વિદેશ સચિવ એસ. જયશંકરે ગુરુવારે હોદ્દો ગ્રહણ કરી લીધો છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સરકારની જે પ્રાથમિકતા છે તે જ મારી પ્રાથમિકતા છે. બીજી તરફ સુજાતા સિંહને તેમના હોદ્દા ઉપરથી આઠ મહિના વહેલાં દૂર કરવામાં આવતાં વિવાદ થઈ ગયો છે. હોદ્દો સંભાળ્યા બાદ જયશંકરે જણાવ્યું હતું કે આ એક મોટી જવાબદારી છે. હું એટલું જ કહેવા માગું છું કે આ જવાબદારી સંભાળીને હું સન્માનની ...અનુસંધાન પાના નં.15
સુજાતાને હટાવવાનાં ત્રણ કારણ.... 1 સુજાતાસિંહના કામથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુશ ન હતા. 2 અમેરિકામાં હોદ્દો સંભાળીરહેલા રાજદ્વારી દેવયાની ખોબરાગડેના
મોદીએ 15 લાખ રૂપિયા જમા તો ન કરાવ્યા, 10 લાખનો શૂટ પહેરી રહ્યા છે: રાહુલ ગાંધી
સેન્સેક્સ-નિફ્ટી નવી ટોચે
કેમ હટાવ્યા : કોંગ્રેસ , રાજકીય રંગ ન આપો : ભાજપ
મામલામાં સુજાતાએ કંઇક વધુ સખત વલણ અપનાવ્યું હતું.
દિલ્હીમાં ગુરુવારે કર્નલ મુનીન્દ્રનાથ રાયને અંતિમ વિદાય આપવામાં આવી. 27 જાન્યુઆરીએ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે લડતી વખતે તે શહીદ થયા હતા.
કર્નલ રાયને છેલ્લી સલામી આપતી વખતે મોટી પુત્રી અલકાએ જબરદસ્ત બહાદુરી બતાવી. તેના હાથમાં પિતાની છાતી પર લટકેલા મેડલ હતા. આંખોમાં આંસુ અને હોઠ ઉપર પિતાના રેજિમેન્ટની રણહુંકાર. તે પિતાની પાસે આવી અને જોરથી બોલી ‘હોકે કે હોઇ ના, હોના હી પરચા’ એટલે કે ‘થશે કે નહીં થાય, થઇને જ રહેશે.’ બાદમાં સેલ્યુટ કર્યું અને જોર-જોરથી રડવા માંડી. કર્નલ રાય સેનાના ગોરખા રાઇફલ્સમાં ફરજ બજાવતા હતા.
{ કર્નલના પિતાએ કહ્યું કે કર્નલ રાયની બંને પુત્રીઓ અલકા, રિચા અને પુત્ર આદિત્યને સેનામાં જ મોકલશે. જેથી તે પોતાના પિતાનું કામ પૂરું કરી શકે. { 31 જાન્યુઆરીએ રાયનાં લગ્નની
14મી વર્ષગાંઠ છે.
3 સુજાતાની નિકટતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે છે. તેમના પિતા ટીવી રાજેશ્વર ગુપ્તચર બ્યૂરોના ચીફ હતા.
જયશંકરને લાવવાનાં ત્રણ કારણો 1
મોદીની અમેરિકા યાત્રા અને અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ભારત યાત્રાની સફળતા પાછળ જયશંકરની મુખ્ય ભૂમિકા રહી હતી.
2 જયશંકર બિનલશ્કરી પરમાણુ સમજૂતી મુદ્દે અમેરિકા સાથે વાત કરનારા સંપર્ક સમિતિના પણ સભ્ય છે.
3 જયશંકર અમેરિકા ઉપરાંત ચીનમાં પણ રાજદૂત રહી ચૂક્યા છે.
ચીનના નેતૃત્વ સાથે તેમના સંબંધો વધારે સારા છે. અને મોદી સરકાર અમેરિકા ઉપરાંત ચીન સાથે પણ સારા સંબંધો ટકાવી રાખવા માગે છે.
ઉદયપુરની અપરિણીત એકાઉન્ટ ઓફિસરની અજબ દાસ્તાં
બીજી પુત્રીની માતા બનતા કોર્ટે અટકાવી નરેશ યાદવ. જોધપુર
તે પ્રથમ વાર એક પુત્રીની માતા બની હતી. પુત્રી ધીમે-ધીમે સમજદાર થઇને ચોથા ધોરણમાં પહોંચી ગઇ. સ્કૂલમાં ભણતાં બાળકો પાસેથી તેમનાં ...અનુસંધાન પાના નં.15
...અનાથનો શું ધર્મ, શું મજહબ |
મમતાએ સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો છે. તેમના વકીલ સચિન આચાર્યે એવી રજૂઆત કરી છે કે દેશમાં હવે નવો કાયદો ‘જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્ટ ઓફ ચિલ્ડ્રન એક્ટ-2000’ લાગુ છે. તેનો ઉદ્દેશ જ લાવારિસ અને અનાથ બાળકોને સુરક્ષા ઉપલબ્ધ કરાવવાનો છે. અાવી સ્થિતિમાં હિન્દુ કાનૂનને આધારે ચુકાદો આપવાનું ઉચિત નથી.
કયા IPSના પ્રમોશન પેન્ડિંગ
ઓફિસર
{ સતીષ વર્મા { કેશવકુમાર { કે કે ઓઝા { પી બી ગોંદિયા { સી આર પરમાર { વી એમ પારઘી { અતુલ કરવાલ
બેચ
1986 1986 1987 1987 1987 1988 1988
વર્ષ 12 | अंक અંક 247 | महानगरમહાનગર
દૈિનક ભાસ્કર સમૂહ
14 રાજ્ય | अंक 58 સંસ્કરણ
}
મધ્યપ્રદેશ | છત્તીસગઢ઼ | રાજસ્થાન | નવી િદલ્હી | પંજાબ | ચંદીગઢ઼ | હરિયાણા | હિમાચલ પ્રદેશ | ઉત્તરાખંડ | જમ્મૂ-કશ્મીર | બિહાર }
ગુજરાત | મહારાષ્ટ્ર }
મહારાષ્ટ્ર }
ગુજરાત | રાજસ્થાન }
7 રાજ્ય | 17 સ્ટેશન