અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીનાં ડીન નિશા શાહે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત યુનિવર્સિટી સત્તા મંડળ અને યુનિવર્સિટીની નીતિરીતિની સામે અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. તાજેતરમાં યુનિ.માં નેકના ઈન્સ્પેકશન માટે આવેલી નવ સભ્યોની ટીમ સમક્ષ પણ સાયન્સ ફેકલ્ટીના ડીને તેમની સાથે ભેદભાવ દાખવ્યો હોવાની લેખિતમાં રજૂઆત કરી હતી. જેના અનુસંધાનમાં નેકની ટીમે કુલપતિ ડો.એમ.એન.પટેલને સાયન્સ ફેકલ્ટીના ડીનની સામે કાર્યવાહી કરવાનું સૂચન કરતાં હવે તેમણે આ અંગે રાજ્યપાલને ફરિયાદ કરવાનો નિર્ણય લીધો છે.
અમદાવાદ શહેરમાં પહેલીવાર અદ્યતન પે એન્ડ યૂઝ સ્નાન અને શૌચાલય અમદાવાદ મ્યુ.કોર્પોરેશન દ્વારા બનાવાયું.રાજ્ય સરકારનો ઘેર ઘેર શૌચાલયના અભિયાન અંતર્ગત કોર્પો.એ પણ હયાત પે એન્ડ યૂઝને પણ વપરાશલાયક બનાવવા અને તેની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તંત્રને સતત જુદા-જુદા નિર્દેશ જારી કર્યા છે.આ ઉપરાંત,ખુદ કોર્પો. દ્વારા પણ અત્યાર સુધી ન બન્યા હોય તેવા પે એન્ડ યુઝ સ્નાન અને શૌચાલય બનાવવાની કામગીરી હાથ ધરી છે. આ ટોઈલેટમાં કોઈ મોલની જેમ ગ્રેનાઈટ અને આધુનિક ડિઝાઈનર ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
નેગટે િવ ન્યૂઝ સેક્શન
ક્રાઇમ ન્યૂઝ
નહેરુબ્રિજ નીચેથી અજાણ્યા યુવાનની લાશ મળી
પુત્રનું અપહરણ થયાની પિતાએ શાહપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી
અમદાવાદ | શાહપુર મહેસાણિયા વાસમાં રહેતા ઇસ્લામખાન બાદરખાન પઠાણનો પુત્ર આમિરખાન ઉ. 15ને તા. 13 માર્ચના રોજ પોતાના ઘર નજીકથી અજાણી વ્યક્તિ અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવને પગલે ચકચાર ફેલાઈ છે.
અજાણી વ્યક્તિએ સગીરાનું અપહરણ કર્યાની પિતાની ફરિયાદ
અમદાવાદ | નરોડા રોડ દિલ્લીવાળી ચાલીમાં રહેતા સંતરામસિંહ ચુન્નિસિંહ ભદોરિયાએ શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે, તા. 11 માર્ચના રોજ ઘર નજીકથી પોતાની પુત્રી સોમવતીનું (15)ની અજાણી વ્યક્તિ અપહરણ કરી લઇ ગયા હતા.
વટવામાં ઓટોરિક્ષાની તપાસ કરતા ચોરેલી ઇલેક્ટ્રિક મોટર મળી
રિક્ષાની મુસાફરી દરમિયાન 80 હજારના દાગીનાની ચોરી
અમદાવાદ | ઘાટલોડિયા મનમંદિર સોસાયટી ખાતે રહેતાં રઇબહેન 13મીએ રિક્ષામાં જૂના વાડજથી પોતાના ઘરે જતાં હતાં ત્યારે બે અજાણ્યા પુરુષ તથા એક સ્ત્રીએ ભેગા મળી તેમની નજર ચૂકવી થેલામાંથી ~ 80 હજારના સોનાના દાગીના ચોરી ગયા હતા. આ અંગે ઘાટલોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદ | શહેરના વાડજ શિવશક્તિ સોસાયટીમાં રહેતા રમેશભાઇ સુથારે નારાયણપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, 14મીએ તેમની માતા સવિતાબહેન દૂધ લેવા ગયા ત્યારે અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા ઈજાથી તેનું મોત થયું હતું.
હિમોફેલિયાથી રાહત
લાગણીથી હાથ લંબાવ તો ગમશે પણ, તારી લાચારીભરી નજર નહીં જીરવી શકું..આ શબ્દો છે હિમોફેલિયાથી પીડાતા બ્રિજેશ મોદીના. શહેરના જજિસ બંગલા રોડ પરના બાલાજી એવન્યુમાં રહેતા અને સિવિયર હિમોફેલિયાથી પીડાતા બ્રિજેશ મોદી ચાલે અને ઠેસ વાગે તો પણ શરીરમાં આંતરિક બ્લિડિંગ થવા લાગે અને સોજા આવી જાય. બ્લિડિંગ બંધ કરવા માટે રૂ. 12 હજારની કિંમતના ઇન્જેકશનો આપવા પડે, કેટલા આપવા પડે તે નક્કી નહીં ! આ રીતે આર્થિક પાયમાલીમાં ધકેલાઈ જવાની સ્થિતિ આવી હોવા છતાં પિતાના અવસાન બાદ વારસામાં મળેલી અનાજ દળવાની ફલોર મિલ ચલાવીને આઠ પરિવારનું ગુજરાન ચાલે તેવો વ્યવસાય આજે પણ તેઓ હિંમતભેર કરે છે.
વધુ સ્પીડ બોટનો ઉપયોગ થાય તો વધુ જીવ બચી શકે
4 માર્ચની ફરિયાદ: પોલીસના આંખ આડા કાન વિશાલ કેસ: 7 જ્વેલર્સને ખોટા પોર્ટુગીઝ પાસપોર્ટ પોલીસ પ્રોટેક્શન
ખંડણીખોર વિશાલ ગોસ્વામી ઉર્ફે વીકીએ 1 નવેમ્બર 2013 ના ધનતેરસની રાતે સોલા બ્રિજ નીચેથી પસાર થઇ રહેલા ગોલ્ડ પેલેસ જ્વેલર્સના માલિક પ્રકાશભાઇ પટેલ ઉપર બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.સદનસીબે પ્રકાશભાઇને એક પણ ગોળી વાગી ન હતી.ત્યારબાદ વિશાલ અને તેના સાગરીતોએ અમદાવાદમાં સોનીઓ ઉપર કરેલા ગોળીબાર અને લૂંટના પગલે પોલીસે અત્યાર સુધીમાં વિશાલના ભાઇ વિજેન્દ્ર સહિત 9 લુટારુઓની ધરપકડ કરી છે.કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે ત્યારે વિશાલે પ્રકાશભાઇ પટેલને આ કેસમાં જુબાની નહીં આપવા માટે ફોન ઉપર ધમકી આપી છે. વિશાલે તા.1-2 માર્ચ 2015 ના રોજ પ્રકાશભાઇને ફોન કરીને ધમકી આપી હતી કે તું કોર્ટ મેં જુબાની મત દેના વર્ના તેરા ભી હાલ પ્રકાશ સોની અને પંકજ સોની જૈસા હોગા. પ્રકાશભાઇ પટેલે 4 માર્ચના સોલા હાઈકોર્ટ પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવી છે.
દેશભરમાં વિશાલના 150 માણસોની ગેંગ
વિશાલની ગેંગના 9 સભ્યોની પોલીસે અત્યાર સુધીમાં ધરપકડ કરી છે. વિશાલના ભાઇ વિજેન્દ્રનો પણ સમાવેશ થાય છે.પકડાયેલાની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ગુજરાત ઉપરાંત કર્ણાટક, રાજસ્થાન,મહારાષ્ટ્ર,દિલ્હી,યુપી અને એમપી સહિતના રાજ્યોમાં વિશાલ ગોસ્વામીનું નેટવર્ક છે. તેની ગેંગના 150 જેટલા સાગરીતો આ તમામ રાજ્યોમાં ફેલાયેલા છે.
પ્રકાશભાઇને પોલીસ પ્રોટેકશન અપાયું છે
^
વિશાલ ગોસ્વામી એ ફોન ઉપર ધમકી આપી હોવા અંગે પ્રકાશભાઇ પટેલે 4 માર્ચ ના ફરિયાદ નોંધાવી છે.રાણીપ પોલીસ દ્વારા તેમને પોલીસ પ્રોટેકશન આપવામાં આવ્યું છે. > બી.વી.ગોહિલ , પીઆઈ,સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન
ક્રાઈમ રિપોર્ટર. અમદાવાદ
કુખ્યાત વિશાલ ગોસ્વામીના ભય હેઠળ ધંધો કરતા શહેરના સાત જ્વેલર્સને પોલીસ પ્રોટેકશન અપાઈ રહ્યું છે. પંકજ સોની અને પ્રકાશ સોનીની ગોળી મારી હત્યા કરનાર વિશાલને પકડવામાં નિષ્ફળ નિવડી રહેલી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સોનીઓને સુરક્ષા આપવાની વાતો કરે છે. શુક્રવારે ભાનુ જ્વેલર્સના માલિકો પરના ફાયરિંગમાં ક્રાઈમ બ્રાન્ચ વિશાલના આતંકને ડામવામાં પાંગળી સાબિત થઈ છે.
સાથે યુવકની ધરપકડ ક્રાઈમ રિપોર્ટર, અમદાવાદ
સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી પોરબંદરના તેજસ જોષીને ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટે પોર્ટુગલના નકલી પાસપોર્ટ રાખવાના ગુનામાં ઝડપી લીધો છે. પોરબંદરનો રહેવાસી તેજસ જોષી વિઝા પૂરા થતા 2009માં યુ.કે થી અમદાવાદ આવ્યો હતો. તેજસે ગોવા જઈ નકલી પોર્ટુગીઝ પાસપોર્ટના આધારે યુકે જવાનો પ્લાન ઘડ્યો હતો. જેથી તેજસે પોતાના નામમાં ફેરફાર કરી તેજસના નામનો નકલી પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવ્યો હતો. યુકે જવા માટે શનિવારે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા ઝડપાઈ ગયો હતો.
રાજસ્થાનથી દારૂની 720 બોટલો લઇને આવેલો બુટલેગર પકડાયો ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ
રાજસ્થાનથી બોલેરો જીપમાં દારૂની 720 બોટલો લઇને દાણીલીમડા ઠાકોરવાસમાં આવીને કટિંગ કરી રહેલા ખેપિયા સિદ્દીક શેખ અને દારૂનો જથ્થો લેવા આવેલા બુટલેગર શોએક કુરેશીને પીસીબીએ રંગે હાથે ઝડપી લઇ દારૂનો જથ્થો,બોલેરો જીપ,તેમજ રિક્ષા વગેરે મળીને કુલ રૂ.7.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દાણીલીમડા ઠાકોરવાસની ખુલ્લી
જગ્યામાં રવિવારે જીપમાંથી દારૂની બોટલોનું કટિંગ કરીને નાના વાહનોમાં ભરીને બુટલેગરો સુધી પહોંચાડાતાની બાતમીના આધારે પીસીબી પીઆઈ કે.આઈ.મોદીએ સ્ટાફ સાથે દરોડો પાડ્યો હતો.સ્થળ પરથી એક બોલેરો જીપ,એક રિક્ષા મોબાઈલ ફોન તેમજ દારૂની 720 બોટલો મળી આવી હતી. પોલીસે સિદ્દીકભાઇ શેખઅને શોએબ કુરેશીને ઝડપી લીધા હતા.
‘છું જખ્મી તો ભલે, પણ લડવું એ તો મારી િફતરત છે’ reporterjoshid@
^
વસ્ત્રાલ ગેસ ગળતર પ્રકરણમાં રામોલ પોલીસની તપાસમાં ગોવા રબારી, કાનજી રબારી અને જગદીશ પટેલ નામના ત્રણ શખસોના નામ ખૂલતા તેમની પૂછપરછ હાથ ધરી છે. જગદીશ પટેલ પોતાના ટેન્કરમાં જલદ કેમિકલ ભરી લાવી તેને રેસિડેન્સ એરિયામાં આવેલા ગટર લાઈનોમાં ઠાલવતો હતો. જ્યારે ગોવા રબારી કેમિકલ કંપનીમાં વચેટિયો રહેતો. ગોવા રબારીએ લીધેલા કોન્ટ્રાક્ટ હેઠળ જગદીશ પટેલ તેના ટેન્કરમાં પ્રકાશ સોની પર થયેલા ફાયરિંગ અને ત્યારબાદની ધમકીને પગલે પ્રહલાદનગર ચાર રસ્તા ખાતે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં જલદ કેમિકલ ભરીને ગટર આવ્યંું હતું. જેને પગલે કારની લાંબી કતાર લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે, પોલીસ વિશાલને પકડવા એડીચોટીનું જોર લગાવી રહી છે. લાઈનમાં કેમિકલને ઠાલવતો હતો.
કોર્ટમેં જાયેગા તો તેરા હાલ પ્રકાશ સોની જૈસા હોગા: સોનીને ધમકી
હિમોફેલિયાને હું અભિશાપ નહીં પણ ભગવાને આપેલી બમ્પર લોટરી ગણું છું : બ્રિજેશ મોદી હું તમારી જેમ સામાન્ય વ્યક્તિ નથી, અસામાન્ય હિમોફેલિયા શું છે છું, કારણ કે ભગવાને મને હિમોફેલિયા નામની બમ્પર લોટરી આપે છે. તમે બધા જીવો છો બરાબર પણ હું કંઇક અલગ અંદાજથી જીવું છું. ઘરે જ ઓક્સિજન પેટી, ઓક્સિજન સિલિન્ડર, બાટલો ચડાવવાનું સ્ટેન્ડ, વ્હીલચેર, વોકર, બ્લડ પ્રેશર માપવાનું સાધન, ઘોડી, ઓક્સિજન મીટર,પેડ સાઈકલ રાખું છું, ગમે ત્યારે જરૂર પડે.
મોદી સાથે રજૂઆત બાદ વિનામૂલ્યે સારવાર ઉપલબ્ધ થઈ હતી
ગુજરાત હિમોફેલિયા સોસાયટી તરફથી બ્રિજેશ મોદી ઉપરાંત એમ.એમ.હુસૈની, નિમેશ પ્રજાપતિ, કુમારપાલ મોદી સહિતના આગેવાનોએ અવારનવાર આરોગ્ય વિભાગને રજૂઆત કરી. છેવટે આરોગ્ય વિભાગ સહમત થતા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત યોજાઇ હતી. આ મુલાકાતમાં સતત 20 મિનિટ સુધી આ દર્દ વિશે તેમને રજૂઆત કરી હતી. અંતે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં હિમોફેલિયાના દર્દી માટે ફેકટરના ઇન્જેકશન ઉપરાંત સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ થાય તેની મંજૂરી મળી હતી.
હિમોફેલિયા એટલે એવી બીમારી કે જેમાં લોહીમાં આવતા 13 તત્વો પૈકી એક તત્વ કે જે લોહીને ગંઠાવે તે ન હોય. આ તત્વ ન હોય એટલે સહેજ પણ વાગે તો લોહી નીકળે અને તે બંધ જ ન થાય. સામાન્ય લોકોને લોહી બંધ થાય પણ આ દર્દીઓને બહારથી ફેકટર નામનું ઇંજેકશન અપાય તો લોહી બંધ થાય. હિમોફેલિયા લો, મીડિયમ, હાઇ(સિવિયર) એમ ત્રણ કક્ષાનો થાય છે.
રેસ્ક્યુ ટીમ આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય કરવા સક્ષમ
સાબરમતી નદી પરના આઠ બ્રિજ પરથી ઝંપલાવી અમૂલ્ય જીવન તમામ બ્રિજ વચ્ચે એકથી વધુ સ્પીડ ટૂંકાવતા લોકોના જીવ બચાવવાની બોટ થકી પેટ્રોલિંગ કરવાથી વધુ કામગીરી કરતી ફાયરબ્રિગેડની જીવ બચાવી શકશે, પણ પૂરતો સ્ટાફ રેસ્ક્યુ ટીમે ત્રણ મહિનામાં સ્પીડ નથી. રેસ્ક્યુ ટીમ આપઘાતનું પ્રમાણ બોટ થકી 12ને નવજીવન આપ્યું શૂન્ય કરવા સક્ષમ છે. છે. અમદાવાદમાં રોજ સરેરાશ > એમ.એફ.દસ્તૂર, ચીફ ફાયર ઓફિસર એક વ્યક્તિ નદીમાં પડતું મૂકે છે. હાલ સાબરમતી વલ્લભસદન ખાતે ફાયરબ્રિગેડની એક સ્પીડ બોટ સહિત ફાયરબ્રિગેડના જવાનો } સ્પીડ બોટમાં હેડ લાઇટ ન હોવાથી રાત્રે સર્ચ થઈ શકતું નથી. કાયમી પોઇન્ટ બનાવી તમામ બ્રિજ } ફાયર પાસે 25 બોટ છે, તેમાંથી 10 પેટ્રોલિંગમાં મૂકે તો વધુ જીવ બચે. } બોટ સાથે પૂરતો સ્ટાફ હોય તો આપઘાતનંુ પ્રમાણ રોકી શકાશે. વચ્ચે પેટ્રોલિંગ કરે છે.
ક્રાઈમ રિપોર્ટર, અમદાવાદ
સામાન્ય ઠેસથી પણ ‘ઈન્ટરનલ બ્લિડિંગ’ના રોગથી નાસીપાસ થયા વિના બીજાને રાહત માટે છેક સુધી લડત ચલાવી
દિનેશ જોષી . અમદાવાદ
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
પોલીસે ત્રણની અટકાયત કરી
પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરાતા ટ્રાફિક જામ
ભાસ્કર ન્યૂઝ.અમદાવાદ
અમદાવાદ | વટવા વેટિકન ચોકી પાસે પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમયે એક ઓટોરિક્ષાની તપાસ કરતા તેમાંથી ચોરીની ઇલેક્ટ્રિક મોટર મળી આવી હતી. આ અંગે આરોપી ભરત રાઠોડ, ઇમરાન, રાકેશ અને સંજય ચૌધરીની અટક કરીને પોલીસે રિક્ષાને પણ કબજે કરી હતી.
3 મહિનામાં નદીમાં ઝંપલાવનારા 12ને રેસ્ક્યુ ટીમે નવજીવન આપ્યું
વસ્ત્રાલ ગેસ ગળતર
આ નેગેટિવ સમાચાર તમારા માટે જાણવા જરૂરી છે
અમદાવાદ | શહેરના નહેરુબ્રિજ નીચેથી રવિવારે સાંજે એક યુવાનની લાશ મળી આવી હતી. 17થી 18 વર્ષના આ યુવાન પાસેથી કોઇ પ્રકારની ઓળખ મળી આવી ન હતી પરંતુ તેના ટેટૂ પરથી તેનું નામ સૂરજ હોવાનું માલૂમ પડ્યું હતું. ફાયરના જવાનોએ યુવાનની લાશને પાણીમાંથી નીકાળી પોલીસને સોંપી હતી.
7
ડો. નિશા શાહ વિરુદ્ધ લાઇફ ગાર્ડ |રેસ્ક્યુ ઓપરેશનમાં ઉપયોગમાં લેવાતી સ્પીડ બોટ મદદગાર રાજ્યપાલને રજૂઆત કરવામાં આવશે એજ્યુકેશન રિપોર્ટિર. અમદાવાદ
ફોટો સ્ટોરી મ્યુનિ.ના ટોઈલેટમાં મોલ જેવા ડિઝાઈનર ઇક્વિપમેન્ટ્સ લાગ્યા!! ભાસ્કર/અમદાવાદ
વાડજમાં વાહન અકસ્માતથી મહિલાનું મોત નીપજ્યું
અમદાવાદ, સોમવાર, 16 માર્ચ, 2015
ઈજનેરી કોલેજોમાં 26 કલાક શિક્ષણ સામેભાસ્કરવ્યાપક રોષ ન્યૂઝ. અમદાવાદ ગુજરાત રાજ્યની સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજોમાં એક તરફ કાયમી અધ્યાપકોની ભરતી કરાઈ નથી, તેવામાં શિક્ષણ વિભાગે અધ્યાપકોને માટે 26 કલાક ફરજિયાત ભણાવવા માટેનો અન્યાયી પરીપત્ર કરાયો હોવાનો આક્ષેેપ કોંગ્રેસ પક્ષે કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા ડો મનીષ દોશીએ જણાવ્યું છે કે સરકારી ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી કોલેજોમાં મોટાપાયે અધ્યાપકોની જગ્યાઓ ખાલી જગ્યા છે. આ ઉપરાંત ભાજપ સરકારે સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ઓછીમાં શિક્ષણ ન મળે તે માટે સરકારી અને ગ્રાન્ટેડ સંસ્થાઓનું માળખુ તોડી પાડવાની ભાજપ સરકારે નીતિ અખત્યાર કરી છે જેને ચલાવી નહીં લેવાય.
અશ્લીલ પત્રકાંડ|સમિતિએ રિપોર્ટ યુિન.ને સોંપ્યો
પ્રો. ઝાલાની ભૂમિકા શંકાસ્પદ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ ઝાલાને દોષિત ઠેરવ્યા હતા એજ્યુકેશનલ રિપોર્ટર. અમદાવાદ
સમાજ વિદ્યાભવનના પોલિટિકલ સાયન્સ વિભાગના વડા ડો. શરમણ ઝાલા દ્વારા મહિલા અધ્યાપિકાઓને લખવામાં આવેલા અશ્લીલ પત્રકાંડની સ્વતંત્ર તપાસ માટે ગુજરાત યુનિ. દ્વારા નિયુક્ત કરેલ જસ્ટિસ પી.જે. ધોળકિયા પંચે તપાસ પૂર્ણ કરીને આ અંગેનો રિપોર્ટ ગુજરાત યુનિ.માં સુપરત કર્યો છે. આ રિપોર્ટમાં અશ્લીલ પત્રકાંડ અંતર્ગત પ્રો. ઝાલાની ભૂમિકા શંકાના દાયરામાં અાવી ગઈ હોવાનુ જાણવા મળ્યું છે. ગુજ. યુનિ. કેમ્પસમાં આવેલા સમાજવિદ્યા ભવનમાં પોલિટિકલ સાયન્સ વિભાગના વડા ડો ઝાલા
દ્વારા ભવનમાં ફરજ બજાવતા મહિલા પ્રોફેસરોને અશ્લીલ પત્ર લખાયો હોવાનું પ્રકરણ બહાર આવ્યું હતું. જે અંતર્ગત મહિલા પોલીસ સ્ટેશન, ડબ્લ્યૂડીસી સહિતના વિવિધ પદાધિકારીઓ સમક્ષ લેખિતમાં રજૂઆત કરાઈ હતી. જેના પગલે પ્રો. ઝાલાની ધરપકડ કરાઈ હતી અને ત્યાર બાદ તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ સમગ્ર પ્રકરણની તપાસ ગુજ. યુનિ.ની ફેક્ટ ફાઈન્ડિંગને સોંપવામાં આવી હતી. જે અંતર્ગત આ કમિટી દ્વારા પ્રો ઝાલાને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જો કે ગુજ. યુનિ. દ્વારા પોલિટિકલ સાયન્સ વિભાગના પ્રો. શરમણ ઝાલાની સામે લીગલ એક્સપર્ટને તપાસ સોંપાઈ હતી. જેના આધારે પગલા લેવાયા છે.
કરિયર એડ્વાન્સમેન્ટ સહિતના લાભોની માંગ
ઈજનેરી કોલેજોના પ્રશ્નોના ઉકેલ માટે 19મીથી આંદોલન ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ
ગુજરાત રાજ્યની સરકારી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપકોનો વર્કલોડ વધારીને 26 કલાક કરવાના વિરોધમાં,એડહોક અધ્યાપકોને મળવાપાત્ર લાભ અપાય,એમફીલ-પીએચડી થયેલા ઉમેદવારોને પ્રમોશનનો લાભ, અધ્યાપકોને કેરિયર એડ્વાન્સમેન્ટ સ્કીમનો લાભ આપવામાં આવે તેવી માંગણી સાથે અધ્યાપક 19મી માર્ચથી આંદોલનનો પ્રારંભ કરી રહ્યા છે. સરકારી ઈજનેરી કોલેજ
શૈક્ષણિક ટીચર્સ એસો.ના નેજા હેઠળ અધ્યાપકો પ્રથમ સપ્તાહ દરમિયાન માથે સફેદ ટોપી તેમજ કપડા પર કાળી પટ્ટી ધારણ કરીને શાંતિપૂર્ણ રીતે પોતાના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેની માંગણી કરશે. જ્યારે તે પછીના સપ્તાહે સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો માસ સીએલ પર ઉતરી જઈને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શિતઆંદોલનનો કાર્યક્રમ રાખવાના છે. આ કાર્યક્રમો આગામી તબક્કે વધુ ઉગ્ર બની શકે છે.