જિલ્લા આસપાસ
કેરીના નિકાસલક્ષી ઉત્પાદન માટે આંબાની વિશેષ કાળજી રાખવી ભાવિક પંચાલ. કડોદ
કરી શકાય.ચોમાસાની વિદાય બાદ બગીચો સાફ કરવો અને આંબામાં ખામણા ગોડી તેમાંથી ભેજનું પ્રમાણ ઓછું કરવું. મોર આવતાં પહેલા ઝાડ પર માલફોરમેશનના નિયંત્રણ માટે કાર્બેન્ડાઝીમ અને એન. એનએએ 200 પીપીએમના મિક્ષણનો છંટકાવ કરવો અને શક્ય હોય તો આવા આંબામાં અને કેરીમાં જોવા મળતાં વિવિધ રોગ અને જીવાત ભાગોને તોડી તેનો નાશ કરવો. મોરના વિકાસ દરમિયાન : સામાન્ય રીતે ડિસેમ્બર-જાન્યુઆરીમાં મોરની વૃદ્ધિ થતી હોય. આવા સમયે બને ત્યાં સુધી જંતુનાશક દવાનો છંટકાવ ટાળવો, જેથી કરીને પરાગનયનની પ્રક્રીયામાં મહત્વનો ભાગ ભજવતી મધમાખીને નુકસાન થતું અટકે છે. આ સમયે ઝાડને પાણી ન આપવું.
કેરી ફળોનો રાજ ગણાય છે. ફળના પોકમાં કેરીનો પાક સૌથી વધુ જોખમી ગણાય છે. આંબા પાક ઉપર સૌથી વધુ વાતાવરણની અસર જોવા મળે છે. આ ઉપરાંત કેરીના ઉત્પાદનમાં રોગ અને જીવાત પણ અગત્યના પરીબળો છે. આ પાક મુખ્યત્વે પાણી, હવા, જીવાત અને માવજતની વિપરીત અસર સહન કરતો નથી, તેથી સમગ્ર વર્ષ દરમિયાન આંબાની ખાસ માવજત કરવી જરૂરી છે. જેથી નીકાસલક્ષી અને ગરાહકલક્ષી સારી ગુણવત્તાવાળુ ઉત્પાદન મેળવવા માટે કૃષિ તજજ્ઞ દ્વારા ખાસ સૂચનો કરવામાં આવ્યા છે. ત્યારે નવસારી કૃષિ યુનિ. સંલગ્ન જોડાયેલા કેટલાક કૃષિ વિશેષજ્ઞો સાથેની વાતચીત દરમિયાન મગીયો (ફળ) બંધાયા બાદ : બહાર આવેલા નિષ્કર્ષો આંબાવાડી આંબાના મગીયો બંધાવાની શરૂઆત ધરાવતા ખેડૂતોને માટે ઘણાં ઉપયોગી જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં થાય છે. નીવડશે. આ સમયે 1 કિલો યુરિયા તથા વૃદ્ધિ મોર આવવાની પ્રક્રિયા પહેલાની નિયંત્રક એનએએ 20 પીપીએમનો માવજત : સામાન્ય રીતે આંબામાં છંટકાવ કરવાથી ફળ ખરતા મોરની શરૂઆત ઓક્ટોબર અટકાવી શકાય છે. ફળ બંધાયા નવેમ્બરમાં થાય છે. એ ઉલ્લખનીય બાદ એમોનીયમસલ્ફેટ 500 ગ્રામ કે જે વર્ષમા મોર ખુબ આવ્યા હોય અને 2 કિલો સેન્દ્રીય ખાતરનું મિશ્રણ તેના પછીના વર્ષે મોરની સંખ્યા હળવા પાણી સાથે ઝાડ દીઠ આપવું ઘટતી જોવા મળે છે. આથી મોરની અને ત્યારબાદ દર મહિને બે વાર સંખ્યામાં વધારો કરવા માટે સપ્ટેમ્બર પાણી આપવા. કાચા ફળને ખરતા માસ પહેલા પખવાડીયાથી 1 અટકાવવા માટે 100 લિટર પાણીમાં કિલો યુરિયા એ ઈથરલ 20 મિલી 1 કિલો યુરિયા, 50 ગ્રામમ્યુરેટ 100 લિટર પાણીમાં ભેળવી પંદર ઓફ પોટાશ તથા 1 ગ્રામ જિબ્રેલિક દિવસના ગાળે ત્રણથી ચાર વખત એસીડનો ઝાડ ઉપર છંટકાવ કરવો. છંટકાવ કરવો. જેથી મોરની સંખ્યામાં ફળની વૃદ્ધિ દરમિયાન : મહંદઅંશે વધારો જોવા મળશે. મહિનામાં બે વખત નિયત પાણી ચોમાસા દરમિયાન આંબાવાડીયામાં આપવું. બગીચામાંથી સડેલા અને કઠોળ વર્ગના પાક મઠ, અદડના અલ્પવિકસીત ફળોને અકઠા કરી તેનો પાકો લઈ જમીનને કુદરતી રીતે નાશ કરવો. પાક ઉતારવાને પંદર નાઈટ્રોજન અને સેન્દ્રીય તત્ત્વોયુક્ત દિવસ અગાઉ પાણી બંધ કરી દેવું.
એગ્રો કોમોિડટી વોચ
બજારમાં રીંગણના સરેરાશ ભાવમાં 20 ગણો વધારો થયો શાકભાજીના બજારભાવનું સાપ્તાહિક પૃથક્કરણ કૃષિ ભાસ્કર . નવસારી
એકબાજુ લગ્નસરા હોવાના કારણે બજારમાં રીંગણની માગ વધુ રહેતા રીંગણના ભાવમાં બજારમાં સરેરાશ 20 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જો કે વ્યારામાં માત્ર નહીંવત 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ફેબ્રુઆરી મહિનાની તારીખ 20 થી 26 દરમિયાન સુરત માર્કેટ યાર્ડમા રીંગણની કુલ આવક 90 ટન નોંધવામા આવી હતી જ્યારે રીંગણનો સરેરાશ ભાવ પાછલા સપ્તાહની સરખામણીમાં 25 ટકાના વધારા સાથે રૂ.13.80
પ્રતિ કિલો નોંધવામાં આવ્યો હતો. અંક્લેશ્વર માર્કેટ યાર્ડમા રીંગણનો ભાવ 22 ટકાના વધારા સાથે રૂ.7.89 પ્રતિ કિલો નોંધવામા આવ્યો હતો. ભરુચ માર્કેટ યાર્ડમા રીંગણનો ભાવ પાછલા સપ્તાહની સરખામણીમાં 25 ટકાના વધારા સાથે રૂ.11 પ્રતિ કિલો નોંધવામા આવ્યો હતો. જ્યારે વ્યારા માર્કેટ યાર્ડમા રીંગણનો ભાવ 4 ટકાના ઘટાડા સાથે રૂ.12.50 પ્રતિ કિલો નોંધવામા આવ્યો હતો. જેના કારણે ખેડૂતોની આવકમાં પણ વધારો થઇ રહ્યો છે.
કેરીને ઉતારી લીધા પછી આંબાની વિશેષ માવજત કરો
આંબામાં જીવાતથી નુકસાન થયેલ, રોગયુક્ત, સૂકી અને બહાર નીકળતી વધારાની ડાળીઓ કાપી દૂર કરવી. ઝાડને સાધારણ કાપી યોગ્ય આકાર આપવો. જેથી તેનો સારો વિકાસ થઈ શકે. પાક ઉતાર્યા બાદ ઝાડ તત્ત્વોની ઉપણથી નબળુ પડે છે. જેથી તેમાં 1 કિલો યુરિયા+ 500 ગ્રામ મયુરેટ ઓફ પોટાશ 100 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જરૂર જણાય તો કોપર ઓક્સીક્લોરાઈડ 200 ગ્રામ નાંખી તેનો ઉપયોગ કરવો. આંબાના થડને સાફ કરી ખામણામાંથી ઘાસ, સૂકી ડાળીઓ તથા કચરો સાફ કરવો અને ઉંડી ખેડ કરવી. ચોમાસાની શરૂઆત થતાં ઝાડ દીઠ 100 ગ્રામ માઈક્રોન્યુટ્રીયન્ટ, 500 ગ્રામ એમો સલ્ફેટ, 200 ગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ અને 50 કિલો દેશી કાતર આપવું. ખાતર આપ્યા બાદ 15 દિવસે 2 લિટર એઝોટોબેક્ટર 1 લિટર ફોસ્ફોબેક્ટેરીયા તથા 1 લિટર પોટાશ બેક્ટેરીયા 100 લિટર પાણીમાં મિક્સ કરી ઝાડ ફરતે 1-1 લિટર થડથી 2 ફૂટ દૂર આપવું. ફળોને પકાવવા માટેની પ્રક્રીયા : ઉપયોગ કરવો.
ફળોને સામાન્ય રીતે કુદરતી રીતે પકાવવા જોઈએ, જેથી કેરીને તેની સુગંધ અને મીઠાશ ઓછી થતી નથી. તથા રાસાયણિક તત્ત્વોનો ઉપયોગ ટાળવો. ફળોને બંધ ઓરડામાં એક થરમાં ગોઠવી પકવવા અને તેના ઉપર પેપરની પસ્તી તથા સૂકાઘાસનો
આ ઉપરાંત ફળોની વચ્ચે ડુંગરી રાખવાથી ફળ ઝડપથી પાકે છે. ફળોની નિકાસ માટે તેની ટીસ્યુ પેપરમાં ગોઠવી બોક્સ તૈયાર કરવા તથા ફળોને તેની સાખ પ્રમાણે અલગ અલગ વર્ગમાં ભાગ પાડવા જેથી તેનો મહત્ત્મભાવ ઉપજાવી શકાય.
અમદાવાદ, બુધવાર, 11 માર્ચ, 2015
કેરી-આંબામાં રોગ જીવાત સામે રક્ષણ
> કેરીના ઉત્પાદનમાં રોગ અને જીવાતોના ઉપદ્રવથી લગભગ 25થી 70 ટકા જેટલું નુકસાન થાય છે. > જીવાત સામે રક્ષણ: આંબાના મધિયાના નિયંત્રણ માટે નવી ફૂટ આવતાં પહેલા ઝાડના થડ અને ડાળી પર કાર્બારીલ 50 ટકા વેટબલ પાઉડર 40 ગર્મ અથવા ક્વીનાલફોસ 25 ટકા 20 મિલી અથવા મોનોક્રોટોફોસ 36 ટકા એસએલ. 10 મિલી પૈકી કોઈ એક દવા 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. નવી કુપળ અને મોર આવવાની શરૂઆત થાય ત્યાર ઉપદ્રવ જોવા મલે તો ફેઝેલોન 35 ઈસી 20 મિલી અથવા ઈમીડાક્લોપીડ 17.8 ટકા એસએલ 2.8 મિલી અથવા પોલીટ્રીન 10 મિલી અથવા ફેનોબ્યુકાર્બ 10 મિલી. 10 લિટર પાણીમાં મિક્ષણ કરી જાવતનો ઉપદ્રવ શરૂ થતાં 15 દિવસના અંતરે બે છંટકવા કરવાથી જીવાતનું અસરકારક નિયંત્રણ મળે છે અને ફળોનું ઉત્પાદન વધે છે. > ફળમાખીના નિયંત્રણ : અા માટે મિથાઈલ યુજીનોલ ટ્રેપની મદદથી નર ફળમાખીનો નાશ કરવો. મિથાઈલ યુજીનોલ ટ્રેપમાં મિથાઈલ યુજીનોલ 0.056 મિલી અથવા 4 ટીપા અને ડાયક્લોરોવોસ દવા 4 ટીપા બંનેના મિશ્રણમાં વાદળી (સ્પોન્ઝ) નો ટુકડો અથાવ રૂ બોળીને તેને ટ્રેપમાં મુકી ઉપયોગ કરવો. આ પ્રકારના ટ્રેપ હેક્ટર દીઠ 5થી 7 મુકવા. તેમજ દર અઠવાડિયે રૂપનું પુમડુ બદલાવવું. > બગીચામાં શ્યામતુલસીનું વાવેતર ચારે તરફ કરવું અને તેના પર ફેન્થીઓન 50 ટકા ઈસી 10 લિટરપાણીમાં 10 મિલી દવા ભેલવીને છંટકાવ કરવાથી તુલસી પર આકર્ષાતા નર દવાના સંપર્કમાં આવતાં નાશ પામે તેથી તેને વધતી અટકાવી શકાય. > માર્ચ માસની શરૂઆતથી દર મહિને ત્રણ વખત ફેન્થીઓન 50 ટકા ઈસી 10 મિલી દવા અનેમિથાઈલ યુજીનોલ 10 મિલીનું મિશ્રણ 10 લિટર પાણીમાં ભેળવી દરેક બાર ઝાડ વચ્ચે આવેલ એક ઝાડ પર બાકીના 11 ઝાડ પર ફક્ત ફેન્થીઓન 50 ટકા ઈસી 10 મિલી દવા પાણીમાં ભેળવી છંટકાવ કરવો. > આંબાના મેઢા નિયંત્રણ માટે કાણાની અંદર લોખંડનો તાર નાંખી મેઢને મારી નાંખવો. થડ અને ડાળી પર પડેલા ઘા પર બોર્ડોપેસ્ટ લગાડવું. જો મેઢ ઉંડે ઉતરી ગયો હોય તો કાણું સાફ કરી ડીડીવીપી અથવા ક્લોરપાયરીફોસનું દ્રાવણ પીચકીથી દાખલ કરી કાણું ભીની માટીથી બંધ કવાથી મેઢનો નાશ થશે જંતુનાશક દવાના બદલે કેરોસીન કે પેટ્રોલમાં બોળેલ રૂનું પોતું પણ વાપરી શકાય. > મીલીબગનો ઉપદ્રવ હોય તો મીથાઈલ ઓ ડિમેટોન 10મિલી અથવા ડીડીવીપી 5 મિલી અથાવ ડાયઝોનોન 20 મિલી અથવા મીથાઈલ પાથીયોન 101 મિલી અથવા પ્રોફેનોફોસ 15 મિલી દવા 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. > ભીંગડાવાળી ઝીવાતન નિયંત્રણ માટે મોનોક્રોટોપોસ 10 મિલી અથવા ડીડીવીપી 5 મિલી અથવા ડાયમેથોએટ 10 મિલી દવા 10 લિટ પાણીમાં ભેળવી છંટકાવ કરવો. > આંબામાં આવતી થ્રીપ્સ નિયંત્રણ માટે ફોસ્ફામીડોન 40 ઈસી 8 મિલી અથવા મિથાઈલ ઓ ડિમેટોન 10 મિલી અથવા મોનોક્રોટોફોસ 36 એસએલ 10 મિલી અથવા ઈમીડાક્લોપ્રીડ 17.8 એસએલ 5 મિલી અથવા પોલીટ્રીન 44 ઈસી 10 મિલી 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
ચરોતરમાં બાજરીની રોપણીનો ધમધમાટ શરૂ કૃષિ ભાસ્કર . આણંદ
ગરમીનો પારો ધીમે ધીમે ઉંચે ચઢી રહ્યો છે ત્યારે ખેડૂતોએ પણ ઉનાળુ બાજરીના વાવેતરનો ધમધમાટ શરૂ કરી દીધો છે. માર્ચ માસનું પ્રથમ પખવાડિયુ બાજરીના વાવેતર માટે શ્રેષ્ઠ સમય ગણાય છે.
ઠંડી ઘટવાની સાથે તાપમાનનો પારો ઉંચે જતાં ચરોતર પંથકમાં ખેડૂતો દ્વારા બાજરીના વાવેતર કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ખેતરોમાં ખેડૂતો દ્વારા બાજરીની રોપણી કરી રહેલા જોવા મળી રહ્યાં છે. ચરોતરમાં ઉનાળુ પાકમાં
બાજરી મુખ્ય પાક ગણાય છે. બાજરીનો પાક પશુઓના ચારા માટે પણ સારો ગણાતો હોઇ મોટાભાગના ખેડૂતો બાજરીનું વાવેતર કરતાં જોવા મળે છે. નહેરમાં પાણી હજુ આવ્યું નથી ત્યારે કેટલાક ખેડૂતોએ બોરકૂવાના પાણી દ્વારા બાજરીનું
વાવેતર શરૂ કર્યું છે. હોળી પછી ઉનાળાનો તડકો પડતાં ખેતરો પણ બાજરીની વાવણી કરવા માટે પરિપક્વ થઇ ગયા છે ત્યારે ખેડૂતો દ્વારા રોપણી આરંભી દેવાઈ છે. બીજી બાજુ તમાકુનો પાક તૈયાર થઇ જતાં ખેડૂતોએ તેની કાપણી શરૂ કરી દીધી છે.
2
ખેરાલુમાં વરસાદથી થયેલા ખેતીપાકોની નુકસાનીનો સર્વે કરવા ગ્રામસેવકોને તાકીદ એક અઠવાડિયામાં સર્વે કરી અહેવાલ સુપ્રત કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો આદેશ ભાસ્કર ન્યૂઝ.ખેરાલુ
તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેરાલુ સહિતના તાલુકા વિસ્તારોમાં રવિ પાકને વ્યાપક નુકસાન થતાં રાજ્ય સરકારે પચાસ ટકા નુકસાનીના કેસમાં વળતર આપવાની જાહેરાત કરી હતી. જેમાં શનિવારે ખેરાલુ ખાતે મળેલી પાંચ તાલુકાના ગ્રામ સેવકોની બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારીએ એક અઠવાડિયામાં સર્વે પૂરો કરી અહેવાલ સુપ્રત કરવાના અાદેશ કર્યા હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. તાજેતરમાં વાવાઝોડા સાથે થયેલા વરસાદી ઝાપટાને કારણે ખેતરોમાં લહેરાઇ રહેલા રવિ
પાકનો સોંથ વળી ગયો હતો. રાઇ, જીરૂ, વરિયાળી, એરંડા અને ઘઊંનો તૈયાર થઇ ગયેલો પાક ભારે પવનને કારણે ખેતરોમાં આડો પડી જતાં ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો હતો. આ મુદ્દે ખેડૂતોએ વળતરની માંગણી કરતાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે વરસાદથી જે ખેડૂતોને પચાસ ટકા જેટલું નુકસાન થયું હોય તેમને વળતર આપવાની જાહેરાત કરી હતી. શનિવારે જિલ્લા ખેતીવાડી નિયામકની અધ્યક્ષતામાં ખેરાલુની મદદનીશ ખેતી નિયામકની કચેરી ખાતે પાંચ તાલુકાના ગ્રામસેવકો અને ખેતીવાડી અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં જિલ્લા ખેતીવાડી અધિકારી ભરતભાઇ પટેલે બેઠકમાં હાજર ગ્રામસેવકોને તેમના વિસ્તારમાં વરસાદથી થયેલ ખેતીની નુકસાનીનો સર્વે કરી એક અઠવાડિયામાં આંકડા સાથેનો અહેવાલ સુપ્રત કરવા આદેશ કર્યો હતો.
ઊંઝા ગંજ બજાર કમિટીની ખેડૂત વિભાગની ચૂંટણીમાં 20 ફોર્મ ભરાયાં ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
ઊંઝા બજાર સમિતિના ખેડૂત વિભાગની આઠ બેઠકો માટે ફરીથી હાથ ધરાયેલી ચૂંટણી પ્રક્રિયામાં સોમવારે 20 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં. ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણીમાં સહકાર વિભાગની બે બિનહરીફ ઉપરાંત વેપારી વિભાગની 4 બેઠકો વર્તમાન ચેરમેન ગૌરાંગભાઇ પટેલની વિકાસ પેનલે હસ્તગત કરી છે. જ્યારે ખેડૂત વિભાગના એક ઉમેદવારનું અવસાન થતાં આ વિભાગની 8 બેઠકોની ચૂંટણી મોકૂફ રખાઈ હતી. ખેડૂત વિભાગની ચૂંટણી પ્રક્રિયા ફરીથી હાથ ધરાઈ છે. જેમાં સોમવારે ફોર્મ ભરવાની કાર્યવાહીમાં કુલ 20 ઉમેદવારોઅે ફોર્મ ભર્યાં છે. ઉલ્લેખનિય છે કે, અગાઉ હાથ ધરાયેલી પ્રક્રિયામાં 37 ફોર્મ ભરાયાં હતાં અને ફોર્મ પાછાં ખેંચાયા બાદ 17 ઉમેદવાર મેદાનમાં રહ્યા હતા. ફરીથી હાથ ધરાયેલી ચૂંટણીમાં વિકાસ પેનલના 8 ઉમેદવારોમાં એક ઉમેદવાર બદલાયા છે. જ્યારે પરિવર્તન પેનલ સહિત અન્ય 12 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં
કોણે કોણે ફોર્મ ભર્યાં
1. પટેલ જયપ્રકાશ, નવીકરલી 2. પટેલ રાજેન્દ્રકુમાર, વિશોળ 3. પટેલ કાન્તિલાલ, ચંદ્રાવતી 4. પટેલ રતિલાલ, બ્રાહ્મણવાડા 5. પટેલ પરસોત્તમભાઈ, ઊંઝા 6. પટેલ મહેન્દ્રભાઈ, કહોડા 7. પટેલ દિલીપભાઈ, કહોડા 8. પટેલ જયંતીભાઈ, ઉપેરા 9. પટેલ અંબાલાલ, ખટાસણા 10. પટેલ દિપકભાઈ, ઊંઝા 11. પટેલ ડાહ્યાભાઈ, જગન્નાથપુરા 12. પટેલ ધિરેન્દ્રકુમાર, લીંડી 13. દેસાઈ મહાદેવભાઈ, વિશોળ 14. પટેલ મફતલાલ, લીહોડા 15. પટેલ ભગવાનભાઈ, કરણપુર 16. પટેલ મોહનભાઈ, ચંદ્રાવતી 17. રાવલ શિવપ્રસાદ, ઊંઝા 18. પટેલ રમેશભાઈ, ટુંડાવ 19. પટેલ પ્રવિણભાઈ, ટુંડાવ 20. પટેલ કનુભાઈ, કામલી
છે. મંગળવારે ફોર્મની ચકાસણી હાથ ધરાશે જ્યારે 13મી માર્ચને શુક્રવારે ફોર્મ પરત ખેંચાયા બાદ કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે તે ચિત્ર સ્પષ્ટ થશે.
બે ટ્રેક્ટર રેતીથી તૈયાર કર્યંુ વુમન સ્ટ્રેન્થ દર્શાવતું સેન્ડ સ્કલ્પ્ચર
ભીંડાનો બજારભાવ 3 ટકા વધ્યો
ફેબ્રુઆરી મહિનાની તારીખ 20થી 26 દરમિયાન સુરત માર્કેટ યાર્ડમાં ભીંડાની કુલ આવક 3 ટકાના ઘટાડા સાથે 60 ટન નોંધવામા આવી હતી જ્યારે ભાવ 7 ટકાના વધારા સાથે રૂ.33.50 પ્રતિ કિલો નોંધવામા આવ્યો હતો. અંક્લેશ્વર માર્કેટ યાર્ડમા ભીંડાનો ભાવ પાછલા સપ્તાહની સરખામણીમાં 2 ટકાના ઘટાડા સાથે રૂ.34.66 પ્રતિ કિલો નોંધવામા આવ્યો હતો. ભરુચ માર્કેટ યાર્ડમા ભીંડાનો ભાવ 8 ટકાના ઘટાડા સાથે રૂ.26.66 પ્રતિ કિલો નોંધવામા આવ્યો હતો. જ્યારે વ્યારા માર્કેટ યાર્ડમા ભીંડાનો ભાવ 15 ટકાના વધારા સાથે રૂ.40.31 પ્રતિ કિલો નોંધવામા આવ્યો હતો. આમ બજારમાં ભીંડાનો ભાવ સરેરાશ ભાવ 3 ટકા વધ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. હવે ભીંડામાં આ મહિને વરસાદ પણ પડ્યો હોવાથી તેની આવકમાં ઘટાડો થયો છે અને ભીંડાના પાકને પણ પારાવાર નુકસાન થવા પામ્યું છે અને તેના કારણે ભીંડાના પાકને ઘણું નુકસાન થયું છે. આ સરખામણીએ ભીંડામાં 2 ટકા જેટલો ઘટાડો એપીએમસી દ્વારા નોંધવામાં આવ્યો છે.
: આ સ્કલ્પ્ચર વુમનની સ્ટ્રેન્થ અને પાવરનો મેસેજ આપે છે. સીજી સ્કવેર મોલ ખાતે મૂકાયેલા આ સ્કલ્પ્ચરને ઝોબ્રાના આર્ટિસ્ટ માનસી સોની, આસ્થા સોની અને અક્ષય ભોઈએ બે દિવસની મહેનતના અંતે માટીમાંથી તૈયાર કર્યું છે. વુમન્સ વીક સેલિબ્રેટ કરવાના ભાગરૂપે તેમને સેન્ડ આર્ટના માધ્યમથી આપણી સોસાયટીમાં સ્ત્રી શક્તિનું શુ મહત્વ છે તે મેસેજ આપ્યો છે. 4 ફૂટના સ્ત્રીના ફેસનું આ સ્કલ્પચર બનાવવામાં બે ટ્રેકટર રેતીની જરૂર પડી હતી. બે દિવસમાં આ સ્કલ્પચર તૈયાર થયું છે. જેને 14 માર્ચ સુધી જોઈ શકાશે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદનાં પીજીપી-મેનેજમેન્ટનાં બીજા વર્ષમાં અભ્યાસ કરતાં કોલુથુન્ગન બાલાએ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યા બાદ આર્ટ લવર અને આર્ટિસ્ટ્સ વચ્ચે સેતુ સર્જાય તે રીતે ઓનલાઇન વેન્ચર શરૂ કર્યું છે. તેની જેમ જ અન્ય સ્ટુડન્ટ આરતી રામલિંગમે પણ જોબ સ્વીકારવાને બદલે આર્ટિફિશિયલ જ્વેલરી માર્કેટમાં ઝંપલાવ્યું છે.
મેને.સ્ટુડન્ટ્સે આર્ટ,જ્વેલરી ક્ષેત્રે વેન્ચર શરૂ કર્યું new entreprenures
શ્રદ્ધા બિલવાલ } ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદનાં વર્ષ 2015ના તાજેતરમાં જ પ્લેસમેન્ટ્સ થયાં. જેમાં લગભગ 11થી વધારે વિદ્યાર્થીઓએ નોકરીની ઓફર ઠુકરાવીને આંત્રપ્રિન્યોરશિપ તરફ ઝંપલાવવાનો નિર્ણય લીધો છે. ત્યારે આઇઆઇએમ-એનાં પીજીપીનાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો કોલુથુન્ગન બાલાએ મેનેજમેન્ટનાં અભ્યાસથી સાવ જુદા વ્યવસાયને
શરૂ કરવા માટેની શરૂઆત કરી છે. પહેલેથી જ આર્ટમાં રસ હોવાને લીધે ચેન્નાઇનાં કોલુથુન્ગને આર્ટિસ્ટ્સ અને આર્ટ લવર્સ વચ્ચે સેતુ બનાવાનો પ્રયાસ કરવા માટે ઓનલાઇન પોર્ટલ ‘વેલ્કિનકેન્વસ ડોટ કોમ’ શરૂ કરી છે, જ્યાં આર્ટ લવર્સ પોતાને ગમતું આર્ટવર્ક ખરીદી તેમજ બનાવડાવી શકે છે. આ અંગે વાત કરતા કોલુથુન્ગન બાલાએ જણાવ્યું કે, મને ખૂબ પહેલાંથી જ આર્ટ માટે પ્રેમ હતો અને તે માટે મારે કંઇક કરવું હતું. ’ અન્ય એક િવદ્યાર્થિની આરતી રામલિંગમે પણ જોબ સ્વીકારવાને બદલે આર્ટિફિશિયલ જ્વેલરીના માર્કેટમાં ઝંપલાવવાનું પસંદ કર્યંુ છે.
આરતીએ જ્વેલરી માર્કેટમાં ઝંપલાવ્યું મેનજે મેન્ટ સ્ટુડન્ટની આર્ટિસ્ટિક વેબસાઈટ
પીજીપી 2013-15ની બેચની વિદ્યાર્થિની આરતી રામલિંગમ પણ આ 11 વિદ્યાર્થીઓમાંની એક છે જેણે પ્લેસમેન્ટ્સમાં નોકરી સ્વીકારવાને બદલે આંત્રપ્રિન્યોરશિપની શરૂઅાત કરી છે. હાલ હોંગકોંગમાં ઇન્ટરનેશનલ જ્વેલરી ફેરમાં હાજરી આપવા માટે ગયેલી આરતીએ વેબસાઇટ અને મોબાઇલ એપ ડિઝાઇન કરાવડાવ્યાં છે. તેનું માનવું છે કે ભારતમાં આર્ટિફિશિયલ જ્વેલરી ક્ષેત્રેનું માર્કેટ જોઇએ તેટલું વિકસિત નથી, ત્યારે આ ક્ષેત્રે ઝંપલાવવાથી તેમાં ચોક્કસ સફળતા મળે તેમ છે. ગોલ્ડ-ડાયમંડ જેવી જ્વેલરીને ખરીદ્યા બાદ તેનાં ડિઝાઇન્સ અમુક વર્ષો પછી જૂના લાગવા માંડે છે. ત્યારે આર્ટિફિશિયલ જ્વેલરી ટ્રેન્ડી અને એર્ફોડેબલ મળે તો લોકો તેને વધારે પસંદ કરશે, વળી ભારતમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓને આર્ટિફિશિયલ જ્વેલરી પસંદ છે. આરતી દેશની જાણીતી ડિઝાઇન ઇન્સ્ટિટ્યુટ્સમાંથી ડિઝાઇનર્સને હાયર કરીને તેમની પાસે ડિઝાઇન્સ તૈયાર કરાવવા માંગે છે. આ વેન્ચર વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા તૈયાર કરાયું છે.
વેલ્કિનકેન્વસ વેબસાઇટ પર આર્ટિસ્ટ્સ પોતાનાં આટવર્કનાં સેમ્પલ્સ અપલોડ કરશે. જે આર્ટવર્કનાં આધારે આર્ટ લવર્સ કે કોઇપણ વ્યક્તિને કયા પ્રકારનું આર્ટવર્ક કસ્ટમાઇઝ કરાવવું છે તે નક્કી કરીને તેઓ આર્ટિસ્ટનું નામ અને પોતે જે પોટ્રેટ તૈયાર કરાવવું હોય તેનો ફોટો અપલોડ કરી શકે છે. ત્યારબાદ નક્કી કરીને પેમેન્ટ કરી શકાે. આ પછી આર્ટિસ્ટ્સ તેનાં પર કામ કરવાનું શરૂ કરે અને બાદ તેનું ફ્રેમ વર્ક કરીને તેને જે-તે વ્યક્તિને મોકલી આપે છે. વેબસાઇટ પર આર્ટિસ્ટ્સ નિ:શુલ્ક રજિસ્ટર કરાવીને તેનો પોર્ટફોલિયો વેબસાઇટ પર મૂકી શકે છે અને પોતાનું આર્ટવર્ક આ વેબસાઇટનાં માધ્યમથી વેચી શકે છે. હાલ 20 આર્ટિસ્ટ્સ આ વેબસાઇટ્સ પર રજિસ્ટર થયાં છે.
કયા માધ્યમોથી આર્ટવર્ક તૈયાર થશેω : ક્રોસહેટ્ચ, પોઇન્ટલિઝમ, લિનિયર શેડ, ગ્રેફાઇટ બ્લેક, પેન્સિલ શેડિંગ, ઓઇલ ઓન કેનવાસ, એક્રેલિક વોટર કલર, ગ્રાફિટી સ્ટાઇલ.
વિસનગરમાં BSNLની સિસ્ટમ ખોરવાતાં તમામ સેવાઓ ઠપ ભાસ્કર ન્યૂઝ.વિસનગર
વિસનગર સ્થિત બીએસએનએલ કચેરીમાં સોમવારે ઓ.એફ.સી. મીડીયા સિસ્ટમમાં ટેક્નીકલ ખામી સર્જાતાં મોબાઇલસેવા ઉપરાંત ઇન્ટરનેટ સેવા ખોરવાતાં બેન્કીંગ સહિત સરકારી કચેરીઓ તેમજ એટીએમ સેવાઓ ઠપ્પ થઇ જતાં ગ્રાહકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં હોળી-ધુળેટીના મીની વેકેશન બાદ સોમવારે એકાએક બીએસએનએલની મોટાભાગની ઇન્ટરનેટ સેવા ખોરવાઇ જવા પામી હતી. લીઝલાઇન ઉપર ચાલતી શહેરની મોટાભાગની બેન્કો ઉપરાંત મામલતદાર કચેરી સહિત સરકારી તેમજ અર્ધ સરકારી સંસ્થાઓમાં કામકાજ ઠપ્પ થઇ જવા પામ્યુું હતું.
જ્યાં બેન્કોમાં નાણાંકીય લેવડદેવડ અટકી જતાં ગ્રાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી સર્વર ડાઉનને લઇ એટીએમ સેવા પણ ખોરવાઇ જવા પામી હતી. દિવસભર બેન્કીંગ તેમજ એટીએમ સેવા ન મળતાં ગ્રાહકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો તો મામલતદાર કચેરીમાં પણ દિવસભર રાહ જોયા બાદ અરજદારોને ધરમના ધક્કા પડ્યો હતો. આ અંગે બીએસએનએલ કચેરીના ટેક્નીકલ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે સવારે અગિયાર વાગ્યે ઓ.એફ. સી. મીડીયા સિસ્ટમમાં કામ કરતું કાર્ડમાં ખામી સર્જાતાં ઇન્ટરનેટ સેવા પર મોટી અસર જોવા મળી છે જ્યારે લેન્ડલાઇન ફોન સેવા ફક્ત વિસનગર શહેર પુરતી જ ચાલુ છે.