Latest surendernagar in gujarati

Page 1

અમદાવાદ, શુક્રવાર, 30 જાન્યુઆરી , 2015 વધુ

તાપમાન ઓછુ 0 0

27.7 10.5

પૂર્વાનૂમાન | પવન સાથે ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા...

999

આગળનો 28,400.00

ચાંદી ~38,800 400 999

આગળનો 39,200.00

પોઝીટીવ ન્યૂઝ

જોરાવરનગરમાંથી ચક્ષુદાન કરાયું

સુરેન્દ્રનગર |જોરાવરનગરમાં રહેતા 51 વર્ષન હરેશભાઈ ખુશાલદાસ ગોહિલનું અવસાન થયુ હતું. આથી લાયન્સ ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા મૃતકના ચક્ષુનું દાન લઇને ચક્ષુઓને અમદાવાદ આઇ બેંકમાં મોકલી આપવામાં આવી હતી.

ન્યૂઝ ફટાફટ

દ્વીચક્રી વાહનોની નવી સીરીઝ ખૂલશે

સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગર આરટીઓ દ્વારા આગામી સમયમાં જીજે-13આરઆરની સીરીઝ દ્વીચક્રી વાહનો માટે ખૂલનાર છે. આ નંબરની સીરીઝમાં પસંદગીના નંબરો મેળવવા માટે રજીસ્ટર એડીથી અરજીઓ તા. 11 ફેબ્રુઆરી સુધીમાં મોકલવા આરટીઓ કચેરીની યાદીમાં જણાવાયુ છે. નવી સીરીઝમાં નંબરોની ફાળવણી તા. 20 ફેબ્રુઆરીના રોજ કરાશે.

દસાડામાં મધ્યાહન ભોજન યોજનામાં નિમણૂંક કરાશે સુરેન્દ્રનગર |દસાડા તાલુકાના ઝેઝરી પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે મહિલા સંચાલક કમ કૂકની નિમણૂંક કરવાની છે. આથી મહિલા ઉમેદવારોએ પોતાના ફોર્મ લઇ તા. 9 ફેબ્રુઆરી સુધીમાં મામલતદાર કચેરી, દસાડા ખાતે આપી જવા એક યાદીમાં જણાવાયુ છે.

ધ્રાંગધ્રા D.C.W.દ્વારા ધાબળાનું વિતરણ

ધ્રાંગધ્રા |ધ્રાંગધ્રા કેમિકલ્સ વર્કસ ખાતે પ્રદેશ ભાજપ પ્રવકતા આઇ.કે. જાડેજાના હસ્તે કામદોરને મીઠાઇ અને શિયાળાની ઋતુને ધ્યાનમાં લઇ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેમિકલ્સ વર્કસનાં અધિકારી સીઘવી, અગ્રવાલ, કુડા અગરમંડળનાં કિરીટસિંહ જાડેજા, જીતુભા સહિત મોટી સંખ્યામાં કામદારો અને લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

પંચ તંત્ર

સુરેન્દ્રનગર જિલ્લો શિક્ષણ હબ બનતા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં શિક્ષણ તરફ વળ્યા છે. અગાઉ જયારે વિદ્યાર્થીઓ પ્રાથમિકમાં શિક્ષણ છોડી દેતા હતા. ત્યારે હવે વિદ્યાર્થીઓ ધો. 12 બાદ ઇજનેરી, મેડિકલ લાઇન લે છે. ત્યારે ગત વર્ષે ધો. 10માં બોર્ડની પરીક્ષામાં 20838 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં આ વર્ષે 33 ટકાનો ધરખમ વધારો આવતા માર્ચ 2015માં જિલ્લાના 27,797 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી પોતાના ભાવીનું ઘડતર કરશે. સુરેન્દ્રનગર જિલ્લો છેલ્લા એક દાયકામાં શિક્ષણ હબ બનતા અનેક ખાનગી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજો શરૂ થતા જિલ્લા બહાર ઉપરાંત બીજા

વણાને ઉચ્ચતર મા. કેન્દ્રની મંજૂરી ન મળી

લખતર તાલુકાના વણા ગામની હાઇસ્કૂલમાં ધો. 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને અન્યત્ર પરીક્ષા આપવા ન જવુ પડે તે માટે ગાંધીનગર કચેરીમાં ઉચ્ચતર માધ્યમિક કેન્દ્રની મંજૂરી મંગાઇ હતી. પરંતુ ગાંધીનગર ખાતે તા. 5 જાન્યુઆરીના રોજ યોજાયેલ બેઠકમાં વણાને ઉચ્ચતર માધ્યમિક કેન્દ્રની મંજૂરી આપવા આવી ન હોવાનું જાણવા મળ્યુ છે.

મહા સુદ-11, િવક્રમ સંવત 2071

હળવદ કેન્દ્રની પરીક્ષા મોરબી જિલ્લામાંથી લેવાશે

સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાનો મોરબી જિલ્લામાં સમાવેશ થયા બાદ ગત વર્ષે બોર્ડની પરીક્ષા સુરેન્દ્રનગર જિલ્લામાંથી લેવાઇ હતી. જયારે આ વર્ષે હળવદ કેન્દ્રની ધો. 10, 12 કોમર્સ અને 12 સાયન્સની પરીક્ષા મોરબી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યુ છે.

રાજયોમાંથી પણ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવે છે. અગાઉના સમયમાં જયારે વિદ્યાર્થીઓ પ્રાથમિકમાં જ મોટાભાગે શિક્ષણ છોડી દેતા હતા ત્યારે હવે જિલ્લાના વિદ્યાર્થીઓ ધો. 10,12માં બોર્ડમાં નંબર લાવીને જિલ્લાનો ડંકો વગાડે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષે ધો. 10ની પરીક્ષા 20,838 વિદ્યાર્થીઓએ આપી હતી. જયારે ચાલુ વર્ષે સુરેન્દ્રનગર

જિલ્લાની 267 સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓમાં પૂરી થયેલ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા બાદ તેમાં 33 ટકાનો ધરખમ વધારો આવતા 27,797 વિદ્યાર્થીઓએ ધો. 10ની પરીક્ષા માટે ફોર્મ ભર્યા છે. આજ રીતે ધો 12 સામાન્ય પ્રવાહના ગત વર્ષના 11865 વિદ્યાર્થીઓની સામે આ વર્ષે 141 ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ હાઇસ્કૂલોના 20 ટકા વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરતા

વીજ કંપનીના કોન્ટ્રાકટરની પોલીસમાં નનામી અરજી આવી છે તેમ જણાવી 1.50 લાખ રૂપિયાની માંગણી કરી હતી ભાસ્કર ન્યૂઝ. હળવદ

હળવદ પોલીસ મથકમાં પીએસઆઇના રાઇટર તરીકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે હળવદના વીજ કંપનીના કોન્ટ્રાકટર પાસે રૂપિયા 1.50 લાખની રકમની માંગણી કરી હતી. વારંવાર મોબાઇલ ફોનમાં કહેલ કે તમારી વિરૂધ્ધ નનામી અરજી આવી છે. ખેડૂતોના ખેતરમાં નવા ફીડરને બદલે જૂના ફીટ કરી ભ્રષ્ટાચાર કરો છો તેમ કહી

રૂપિયા 75 હજાર તા. 26ના રોજ તથા રૂપિયા 75 હજાર ગુરૂવારે બપોરે પોલીસ મથકના મેદાનમાં લેતા રાજકોટ એસીબીની ટીમે પીએસઆઇના રાઇટરને ઝડપી લીધો હતો. હળવદ પોલીસ મથકમાં અનેકવાર પોલીસ કર્મચારીઓ લાંચ લેતા એસીબીના હાથમાં ઝડપાઇ ગયા છે. તેમ છતાં લાંચ લેવાનું અટકતુ નથી. ત્યારે હળવદ પોલીસ મથકના પીએસઆઇના રાઇટર તરીકે ફરજ

બજાવતા કોન્સ્ટેબલ પ્રવીણભાઇ મૂળજીભાઇ કાનાણી ગુરૂવાર બપોરે રૂપિયા 75 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા. હળવદ વીજ કંપનીમાં કોન્ટ્રાકટર તરીકે કામ કરતા હળવદના વિજયભાઇ ચંદુભાઇ પટેલને મોબાઇલ પર ફોન કરી પ્રવીણભાઇએ તમો વીજ કંપનીના ફીડર ખેડૂતોને નવાને બદલે જૂના આપો છો તેમ જણાવ્યુ હતુ. જયારે નવા ફીડરના ઓઇલનુ વેચાણ કરો છો, તમારા વિરૂધ્ધ નનામી અરજી આવી છે.આથી સમાધાન કરવા અને ફરિયાદ ન લેવા માટે રૂપિયા 1.50 લાખની માંગણી કરી હતી. જે મુજબ તા. 26ના રોજ હળવદના ત્રણ રસ્તે રૂપિયા 75 હજાર લીધા હતા.

ખુશ્બુ ગુજરાત કી એડ કેમ્પેઇન અંતર્ગત તૈયાર થઇ એડ્...

ગધા કોઇ ગાલી નહીં, તારીફ કી થાલી હૈ : અમિતાભ બચ્ચન શૂટિંગ સમયે સ્ક્રિપ્ટ પણ હાથ લાગી હતી ઘુડખર સાથેની અમિતાભની શૂટિંગની એડ રીલીઝ થાય એ પહેલા દિવ્ય ભાસ્કરને હાથ લાગી ‘‘ખુશ્બુ ગુજરાત કી ’’એડ કેમ્પેઇન અંતર્ગત સદીના મહાનાયક અમિતાભ બચ્ચને રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દૂર્લભ ઘુડખર સાથે કરેલા શૂટિંગની એડ રિલીઝ થાય એ પહેલા દિવ્ય ભાસ્કરને હાથ લાગી હતી. જેમાં અમિતાભ બોલતા સંભળાય છે કે ગુજરાત કા સરતાજ ઇન્ડિયન વાઇલ્ડ એસ, એક ગધા જો સારે ગધે કા નામ રોશન કરેગા અને ગધા કોઇ ગાલી નહીં, તારીફ કી થાલી હૈ. ગુજરાત ટુરીઝમને વિકસાવવા ખુશ્બુ ગુજરાત કી એડ કેમ્પેઇન અંતર્ગત સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આજથી બરાબર એક વર્ષ અગાઉ ગત જાન્યુઆરીમાં શૂટિંગ કાફલા સાથે રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘુડખર અને વિદેશી નયનરમ્ય પક્ષીઓ સાથે મેરોથોન શૂટિંગ કર્યુ હતું. જેમાં આ એડ રિલીઝ થાય એ પહેલા આ એડ દિવ્ય ભાસ્કરને હાથ લાગી છે.

આજથી એક વર્ષ અગાઉ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન દુર્લભ ઘુડખર સાથે શૂટિંગ માટે આવ્યા હતાં. ત્યારે એ શૂટિંગની સ્ક્રિપ્ટ પણ એ વખતે દિવ્ય ભાસ્કરને હાથ લાગી હતી.

જેમાં દુર્લભ ઘુડખર વિશે બોલતા સદીના મહાનાયક અમિતાભ જણાવે છે કે, અગલી બાર કોઇ આપ કો ગધા કહે તો, બિલકુલ બુરા મત માનીએગા, બલ્કી ઉસે થેંક્યુ કહીએગા, મે બતાતા હું ક્યો, ગુજરાત કા સરતાજ ઇન્ડિયન વાઇલ્ડ એસ,યે જનાબ પુરી દુનિયામે સિર્ફ યહીં મિલેંગે, અહેમદાબાદસે ડેઢ ઘંટા દૂર, ગુજરાત કી વાઇલ્ડ એસ સેન્ચુરી, મહિનો હો ગયે ઉનકો ન હાયે, ફિર ભી દિખતે હે એકદમ નીટ એન્ડ ક્લીન, યહ વો શહેરવાલા ગધા નહી હે જો સડક પર ખડા કોઇ ગહેરી બાત સોચતા હો, જીસકે પાસ ખડે રહેને યા સોચને કી ફુર્સત કહા, 70 કિલોમીટર પ્રતિ ઘંટે રફતારસે ભાગતે હે યે ભાઈસાબ, બડા હેન્ડસમ જાનવર હે, સર્વ ગુણ સમ્પન એક એસા ગધા જો સારે ગધે કા નામ રોશન કર રહા હે, એસે 4500 હૈ યહા, ઔર ખુબ ફલફુલ રહે હૈ, ગુજરાત કે આંગન મેં, ઔર યાદ રહે ગધા કોઇ ગાલી નહીં, તારીફ કી થાલી હૈ, યહા ખુશ્બુ હૈ વાઇલ્ડ લાઇફ કી, ઉનકી દેખભાલ કી, યહા ખુશ્બુ હે ગુજરાત કી, ટીકીટ કટવાલો, દુરબીન રખલો હાથમે, ઔર કુછ દિન ગુજારો ગુજરાતમે.

કોઇ સરહદ ઇન્હે ના રોકે…

વિદ્યાર્થીઓની સંખ્યા 14,254 થઇ છે. જયારે ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં 5 ટકા છાત્રોનો ઉમેરો થતા છાત્રોની સંખ્યા 1977 થી વધીને 2094 સુધી પહોંચી છે. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારી આર.સી.પટેલે જણાવ્યુ કે, સુરેન્દ્રનગર જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધો. 10 અને 12ના ફોર્મ ભરવાની કાર્યવાહી લગભગ પૂરી થઇ છે. ત્યારે તા. 5 જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલ જિલ્લા શિક્ષણાધિકારીની બેઠકમાં આ અંગે માહિતી અપાઇ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે ધો. 10 અને 12માં વિદ્યાર્થીઓની સંખ્યા વધતી નવા પરીક્ષા કેન્દ્રો અને તેમાં વધારાના બ્લોકની વ્યવસ્થા કરવી પડશે. આ માટે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની એડીઆઇની ટીમને કામે લગાડી દેવાઇ છે.

હળવદ પીએસઆઇનો રાઇટર લાંચ લેતા ઝડપાયો

મનીષ પારીક. પાટડી

તેઓ પોતાના વચનો પૂરા કરવાનું કહે જ છે સાથે-સાથે વિરોધ પક્ષના પણ વચનો પૂરા કરવાનું રહે છે!

વઢવાણ } લીંબડી } પાટડી

જિલ્લામાં ધો. 10ના છાત્રોમાં 33 ટકાનો વધારો

ગત વર્ષના 20,838ની સરખામણીએ આ વર્ષે સૂર્યોદય કાલે સૂર્યાસ્ત આજ પ્રાત : 07.20 પ્રાત : 06.25 27,797 વિદ્યાર્થીઓ ધો. પરીક્ષા આપશે સોના-ચાંદી બજાર 10નીભાસ્કર ન્યૂઝ. સુરેન્દ્રનગર સોનું ~ 28300 100

ધ્રાંગધ્રા } હળવદ } લખતર

ત્યારબાદ વિજયભાઇ પટેલે રાજકોટ એસીબીને જાણ કરતા એસીબીની ટીમે ગુરૂવારે હળવદ પોલીસ મથકના મેદાનમાં જ છટકુ ગોઠવ્યુ હતુ. જેમાં પ્રવીણભાઇ કાનાણી રૂપિયા 75 હજારની ચલણી નોટો સ્વીકારતા રાજકોટ એસીબી પીઆઇ એચ.બી.દોશી સહિતની ટીમના હાથે ઝડપાઇ ગયા હતા. આથી લાંચ લેવાના ગુનામાં પ્રવીણભાઇ કાનાણીની અટક કરી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે. હળવદમાં એસીબીની ટીમે છટકુ ગોઠવી લાંચ લેતા હળવદ પોલીસ મથકના પીએસઆઇના રાઇટરને ઝડપી લેતા અન્ય લાંચ લેતા કર્મચારીઓમાં ફફડાટની લાગણી ફેલાઇ છે.

ધ્રાંગધ્રામાં આડા સંબંધની શંકાએ યુવાનનું અપહરણ કરી મારભાસ્કરમાર્યો ન્યૂઝ. ધ્રાંગધ્રા રાજકોટના ભગવાનભાઈ છગનભાઈ પાટડીને ફોન કરી રાજુભાઈ હરજીભાઈ પીપળીયા, હસુભાઈ હરજીભાઇ પીપળીયા અને અન્ય બે શખ્સો ધ્રાંગધ્રા શહેરના કુંભારપરા પાસે બોલાવ્યા હતાં. ત્યારબાદ મહિલા સાથે આડા સંબંધ હોવાની જણાવી ભગવાનભાઈને મોટરસાઇકલ પર બેસાડી વિરેન્દ્રગઢ ગામની સીમમાં લઇ ગયા હતાં. ત્યારે ભગવાનભાઈને લાકડી વડે માર મારી ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી ચાર શખ્સો ભાગી ગયા હતા.

સામાન્ય રીતે ભારતના કોઇ વ્યક્તિને વિદેશ જવુ હોય કે વિદેશનાં કોઇ વ્યક્તિને ભારત આવવુ હોય તો એની પાસે પાસપોર્ટ હોવાની સાથે એને વીઝા કઢાવવા પડે છે.ત્યારે હજારો કિલોમીટર દૂર સાઉદી અરેબિયાથી વિદેશી નયનરમ્ય પક્ષીઓ માનવીય ખલેલથી પર એવા રણકાંઠા વિસ્તારમાં કોઇ પણ જાતનાં પાસપોર્ટ કે વીઝા વગર શિયાળો ગાળવા આવે છે. તસ્વીરકારે આવા જ વિદેશી નયનરમ્ય પક્ષીઓનાં ઝૂંડને કેમેરાના કચકડે આબાદ રીતે મઢી લીધુ છે. ત્યારે પેલુ પ્રખ્યાત ગીત અચૂક યાદ આવી જાય કે ‘‘પછી,ન્હીયા,પવન કે ઝોંકે, કોઇ સરહદ ઇન્હે ના રોકે..!’’મનીષ પારીક

પિતાએ ઠપકો આપતા પુત્ર ભાગી ગયો ભાસ્કર ન્યૂઝ. ધ્રાંગધ્રા

ધ્રાંગધ્રાનાં અંકેવાળીયા ગામે રહેતા મનીષભાઇ પી.વાઘેલાને ભણવા બાબતે તેના પિતાએ ઠપકો આપ્યો હતો. આથી મનીષભાઈને

માઠુ લાગી આવતા ઘર છોડી ભાગી જતા પોતાનો પુત્ર ગુમ થયાની પિતાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ તાલુકા પોલીસે હાથ ધરી છે.


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.