પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ
વડોદરા, સોમવાર,26 જાન્યુઆરી,2015
સિટી મ્યુઝિયમમાં દાહોદની સંસ્કૃતિની ઝલક જોવા મળશે
દાહોદ શહેરમાં ~50 લાખના ખર્ચે સિટી મ્યુઝિયમ, ગ્રંથાલય બનશે બંને સુવિધાઓનું આગામી માર્ચમાં લોકાર્પણ કરાશે ભાસ્કર ન્યૂઝ.દાહોદ
દાહોદ શહેરમાં એક બાદ એક સુવિધાઓનો વધારો થતો જઇ રહ્યો છે. પાલિકા દ્વારા હાલમાં ગોવીંદનગર સ્થિત વિવેકાનંદ સંકુલમાં અંદાજિત 50 લાખ દાહોદ રૂપિયાના ખર્ચે સિટી મ્યુઝિયમ અને અટલજી ગ્રથાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. શહેરીજનોને ઉપયોગી એવી આ સુવિધાઓનંુ લોકાર્પણ માર્ચ મહિનામાં કરવાનું પાલિકા સૂત્રો જણાવી રહ્યા છે. દાહોદ શહેરમાં નવા રસ્તાઓનુ નિર્માણ કરવામાં આવી રહ્યું છે તો સાથે શહેરમાં ટ્રાફિક સમસ્યા સુલઝાવવા માટે હાર્દ સમા નેતાજી બજારમાં પાર્કિંગ બનાવવામાં આવ્યુ છે. આ વ્યવસ્થાઓના કારણે શહેરમાં સહુલીયતનો વધારો થઇ રહ્યો છે. તો પાલિકા ધ્વારા હાલમાં સ્વામી વિવેકાનંદ સંકુલમાં 50લાખના ખર્ચે સીટી મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યુ છે. આ મ્યુઝીયમમાં દાહોદ શહેરની સંસ્કૃતિની ઝલક સાથે ઐતિહાસિક ચીજ વસ્તુઓ મુકવામાં
આવશે જેનો લાભ શહેરીજનોને મળશે. તેમજ તેની સાથે અટલ ગ્રંથાલયનુ પણ નિર્માંણ કાર્ય ચાલી રહ્યુ છે. હાલમાં જે સ્થળે જુનુ ગ્રંથાલય છે તે ત્રીજા માળે હોવાથી તેમજ ગીચ વિસ્તારમાં હોવાથી મોટી ઉમંરના લોકોને આવવા જવા સાથે ખુબજ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબત ધ્યાને લઇ અને સીટી મ્યુઝિયમ અને અટલ ગ્રંથાલય અંદાજીત રૂા.50 લાખના ખર્ચે બનાવવામાં આવી રહ્યા છે. આવનારા મહિનાએામાં આ બંનેના બાંધકામો પૂર્ણ થતાં શહેરીજનોને ખુબ જ લાભદાયી રહેશે તે ચોક્કસ વાત છે. વધુમાં પાલિકા પ્રમુખ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે માર્ચ મહિનામાં આ બંને સુવિધાઓનું લોકાર્પણ શ્રીશ્રી રવિશંકરજીના હસ્તે કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આમ, દાહોદમાં વિકાસને લગતા થઇ રહેલા વિવિધ કામો અંતર્ગત સિટી મ્યુઝિયમ અને અટલ ગ્રંથાલયનું નિર્માણ થતા નગરજનોને ઘણી સારી સુવિધા ઉપલબ્ધ થશે. ખાસ કરીને મોટી ઉંમરના લોકો જે આ જૂના ગ્રંથાલયમાં જઇ નહોતા શકતા તેમને નવું ગ્રંથાલય મળશે.
ગોધરા } લુણાવાડા } હાલોલ
સંતરામપુર } ઝાલોદ } લીમખેડા
મહા સુદ-7, િવક્રમ સંવત 2071