રાજકોટ (જૂનાગઢ), શનિવાર, 24 જાન્યુઆરી, 2015 વધુ
તાપમાન ઓછુ 0 0
28.1 13.5
પૂર્વાનૂમાન | વાતાવરણમાં સામાન્ય ફેરફાર રહે તેવી શકયતા .... સૂર્યોદય કાલે સૂર્યોસ્ત આજ
પ્રાત : 07.23 પ્રાત : 06.20
બજાર ભાવ
સોના ~27000
165
ચાંદી ~4000
100
22 કેરેટ પાછલા 26,835.00 22 કેરેટ પાછલા
4100.00
પોઝીટીવ ન્યૂઝ
સુદામામંદિરે વસંતપંચમી નિમીતે ધ્વજારોહણ થશે
પોરબંદર | પોરબંદરમાં સુદામામંદિર ખાતે આવતીકાલે તા. 24 ને વસંતપંચમીના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પૂજા, અર્ચના, આહવાન, આચમન, સ્નાન, વસ્ત્ર, યજ્ઞોપવિત, ધૂપદીપ, નૈવેદ્ય, મંત્ર અને ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો સવારે 10 કલાકે યોજવામાં આવશે.
ન્યૂઝ ફટાફટ
પોરબંદરમાં સાંઈબાબા મંદિરનો 22 મો પાટોત્સવ
પોરબદર |પોરબંદરમાં સાંઈબાબા મંદિરનો 22 મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે. નરસંગ ટેકરી પાસે આવેલ સુપ્રસિદ્ધ સાંઈબાબા મંદિરનો 22 મો પાટોત્સવ તા. 25/1/2015 ના રવિવારના રોજ યોજાશે. જેમાં સવારે 7 વાગ્યે ધ્વજારોહણ અને સાંજે 5 થી 7 દરમિયાન સત્સંગ કરવામાં આવશે.
શીશલીમાં મનદુ:ખથી યુવાન પર હુમલો
પોરબંદર | શીશલી ગામે રહેતા ભીમાભાઈ ખીમાભાઈ મોઢવાડિયાએ એવી ફરિયાદ નોંધાવી છે કે, શીશલી ગામે રહેતા ભીખુ જીવા, રામા જીવા, ગીગા જીવા અને રાજુ ભીખુ-આ ચાર શખ્સોએ અગાઉના મનદુ:ખના કારણે માર મારતા 4 શખ્સો વિરૂદ્ધ બગવદર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ગણેશ જયંતિની ઉજવણી
રાણાવાવ } કુતિયાણા
જિલ્લાનાં 10 પૈકી 6 પરીક્ષા કેન્દ્રો પર હજુ સીસી ટીવી કેમેરા નથી લાગ્યા
પંચ તંત્ર પશ્ચિમી પવનના લીધે ઠંડીમાં વધારો મફલર નહીં પહેરુ ભાગ્યવાન લોકો સમજશે કે હું "આપ'માં જોડાઇ ગયો છું
મહા સુદ-4, િવક્રમ સંવત 2071
કોડીનાર- વેરાવળ હાઇવે પર ટ્રકે બાઇકને ઉડાવી દેતા યુવાનનું મોત
24 શાળાઓમાં આગામી માર્ચથી કુલ 13,133 છાત્રો બોર્ડની પરીક્ષા આપશે ભાસ્કર ન્યૂઝ. પોરબંદર
આગામી માર્ચમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષા લેવામાં આવશે. જેને લઈને પોરબંદર જિલ્લામાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે બોર્ડની પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રોને સીસી ટીવી કેમેરાથી સુસજ્જ કરવામાં આવશે. જો કે જિલ્લાના 10 પરીક્ષા કેન્દ્રો પૈકી 6 કેન્દ્રોની 24 જેટલી શાળાઓ સીસી ટીવી કેમેરા વિહોણી છે. પરીક્ષા પૂર્વે આ પરીક્ષા કેન્દ્રોને સીસી ટીવી કેમેરાથી સુસજ્જ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે મહત્વની એવી બોર્ડની પરીક્ષા આગામી માર્ચમાં લેવાશે જેને લઈને પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પોરબંદર જિલ્લાની વાત કરીએ તો
સીસી ટીવી કેમેરા માટે 10 લાખની ગ્રાન્ટ
જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની શાળાઓ માટે ડીટેઈલ ઈનોવેટીવ ફંડમાંથી રૂા. 10 લાખના ખર્ચે સીસી ટીવી કેમેરા ખરીદવામાં આવશે અને આ શાળાઓને સીસી ટીવી કેમેરાઓથી સુસજ્જ કરવામાં આવશે. જો માર્ચ સુધીમાં આ શાળાઓમાં સીસી કેમેરાઓ નહીં લાગે તો રાજ્ય સરકાર દ્વારા ટેબલેટના માધ્યમથી રેકોર્ડીંગ કરાશે તેમ જિલ્લા શિક્ષણાધિકારી હરિયાણીએ જણાવ્યું હતું.
એસ.એસ.સી. ના કેન્દ્રો પોરબંદર, વિસાવાડા, કુતિયાણા, મૈયારી, દેવડા, રાણાકંડોરણા, રાણાવાવ, માધવપુર, રાતિયા અને અડવાણાનો સમાવેશ થાય છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા કેન્દ્રો પોરબંદરની
શેલણા નજીકથી કતલખાને લઇ જવાતી દસ ભેંસોને બચાવાઇ પોલીસને જોતા બે શખ્સો ઠેકડો મારી નાસી છુટયા ક્રાઇમ રિપોર્ટર.સાવરકુંડલા
અમરેલી જિલ્લામાં પશુઓની ગેરકાયદે હેરાફેરીની પ્રવૃતિ ફુલીફાલી છે. અવારનવાર કતલખાને ધકેલાતા પશુઓને બચાવી લેવામા આવે છે પરંતુ તેમ છતા આ પ્રવૃતિ હજુ ચાલી રહી છે. ત્યારે સાવરકુંડલાના વંડા પોલીસ મથકના એએસઆઇ આર.ટી.રાઠોડ સહિત સ્ટાફે ગતરાત્રીના પેટ્રોલીંગ
દરમિયાન શેલણા ચોકડી નજીકથી પસાર થઇ રહેલા ટોરસ ટ્રક નં જીજે 24 યુ 8777ને અટકાવ્યો હતો. પોલીસને જોઇને ટ્રકમાં બેઠેલા બે શખ્સો નાસી છુટયા હતા. પોલીસે ટ્રકની તલાશી લેતા તેમાં 10 ભેંસો ભરેલી હોય પોલીસે ટ્રક અને ભેંસો મળી કુલ રૂ. 11.50નો મુદ્દામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે 10 ભેંસોને સાવરકુંડલામા આવેલ શ્રીકૃષ્ણ ગૌશાળા ખાતે મોકલી આપવામા આવી હતી.
ક્યા પરીક્ષા કેન્દ્રો ઉપર કેટલા વિદ્યાર્થીઓ ? HSC, કુલ વિદ્યાર્થી 6073 HSC, વિ. પ્ર., કુલ વિદ્યાર્થી 535
સાન્દીપનિ ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ થાય છે. પરીક્ષાઓ દરમિયાન ટીવી કેમેરા લગાવવામાં આવ્યા
કેન્દ્ર કેટલા બિલ્ડીંગ પોરબંદર 15 વિસાવાડા 02 કુતિયાણા 03 મહિયારી 01 દેવડા 01 રાણાકંડોરણા 02 રાણાવાવ 03 માધવપુર 02 ☻રાતિયા 02 અડવાણા 03
અને સ્વામીનારાયણ હાઈસ્કૂલ ખાતે લેવામાં આવશે. ધો. 12 સામાન્ય પ્રવાહના પરીક્ષા કેન્દ્રોની વાત કરીએ તો પોરબંદર, કુતિયાણા, અડવાણા, રાણાવાવ અને માધવપુરનો સમાવેશ
ચિત્ર અને નિબંધ સ્પર્ધા સહિતનાં કાર્યક્રમો યોજાશે
દિવ્ય ભાસ્કર અને પાલિકાનાં વોલબુકની સ્પર્ધાને જબરો પ્રતિસાદ
આ સમગ્ર કાર્યક્રમ માટે જિલ્લા કલેક્ટર જે.સી. ચુડાસમાનું પ્રેરક માર્ગદર્શન મળી રહ્યું છે તેમજ આ કલા ઉત્સવને સફળ બનાવવા માટે પ્રાંત અધિકારી ચેતન ગણાત્રા, ચિફ ઓફિસર આર.જે. હુદડ, નગરપાલિકાના પ્રમુખ પંકજભાઈ મજીઠીયા જહેમત ઉઠાવી રહ્યા છે તો પોરબંદરના નામાંકિત ચિત્રકારોમાં નથુભાઈ ગરચર, બલરાજભાઈ
કેન્દ્ર કેટલા બિલ્ડીંગ પોરબંદર 02
બ્લોકની સંખ્યા 28
કેન્દ્ર પોરબંદર કુતિયાણા અડવાણા રાણાવાવ માધવપુર
બ્લોકની સંખ્યા 143 36 14 27 14
HSC, સા.પ્ર., કુલ વિદ્યાર્થી 6525 કેટલા બિલ્ડીંગ 13 03 01 02 02
ચોરીનું દૂષણ અટકાવવા માટે રાજ્યસરકારે પરીક્ષા કેન્દ્રોને સીસી ટીવી કેમેરાથી સુસજ્જ કરવાના આદેશો આપ્યા છે. જો કે પોરબંદર જિલ્લાના 10 પરીક્ષા કેન્દ્રો પૈકી 6 કેન્દ્રોની 24 શાળાઓમાં સીસી
હતી. જેમને તા. 25/1/2015 ના રોજ 100 વર્ષ પૂરા થતા હોય જેથી શતાબ્દિ સમારોહનું આયોજન ભાસ્કર ન્યૂઝ. પોરબંદર કરવામાં આવ્યું છે. જેના મદ્રેસા પોરબંદરમાં આવેલી વી.જે. મદ્રેસા સ્કૂલમાં તા. 25/1/2015 ના બોયઝ સ્કૂલમાં “ગાંધીબાપુની રવિવારના રોજ સમારોહ યોજાશે. મુલાકાત” નો શતાબ્દિ સમારોહ તા. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી 25/1/15 ના રોજ યોજાશે. પોરબંદર વી.જે. મદ્રેસા બોયઝ અને ગર્લ્સ હાઈસ્કૂલમાં 100 વર્ષ પહેલા ગાંધીબાપુએ મુલાકાત લીધી
પોરબંદરની દિવાલો બનશે કેનવાસ, ગાંધી અને સ્વચ્છતાનાં રંગે રંગાશે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી 1915, 25 મી જાન્યુઆરીના રોજ પોરબંદર આવ્યા હતા તેમને 100 વર્ષ થશે. તે અંતર્ગત તેમજ ગાંધી નિર્વાણ દિન નિમીતે “દિવ્ય ભાસ્કર” અને પોરબંદર નગરપાલિકા તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વોલ બુક-2015 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગાંધી વિચારો અને સ્વચ્છતા મિશન ઉપર દિવાલો ઉપર ચિત્રો બનાવવામાં આવશે. આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં 80 થી વધુ નોમિનેશન થયા છે અને આવતીકાલે સાંજ સુધીમાં આ આંકડો 110 ને આંબી જશે. વોલબુક સ્પર્ધાને જબરૂં સમર્થન મળી રહ્યું છે. કલાના કસબીઓ પોરબંદરની નિયત કરેલી દિવાલો ઉપર ગાંધી વિચારો અને સ્વચ્છતાનો સંદેશો આપતા અદભુત ચિત્રો રજૂ કરશે.
બ્લોકની સંખ્યા 209 18 32 13 10 21 42 24 16 34
નથી. કેટલીક શાળાઓએ સીસી ટીવી કેમેરા લગાડવાની બાંહેધરી આપી છે તો કેટલીક શાળાઓની ડી.આઈ.એફ. માંથી સીસી ટીવી કેમેરા લગાડવાની કાર્યવાહી ચાલી રહી છે.
પોરબંદરમાં “ગાંધીજીની મુલાકાત” નાં શતાબ્દિ સમારોહનું આયોજન
ભાસ્કર ન્યૂઝ. પોરબંદર
દેલવાડામાં આજે કનકેશ્વરી મંદિરે ગણેશજીને શ્રધ્ધાળુઓએ તલનાં લાડુનો ભોગ ધર્યો હતો. ભાવિકોમાં તિલકુંદ ચતુર્થી તરીકે ઉજવાય છે.
બગવદર } માધવપુર ઘેડ
પાડલીયા, કમલ ગૌસ્વામી, દિનેશ પોરીયા, શૈલેષ પરમાર, નરેશ ગૌસ્વામી, રૂપેશ ગજ્જર, જગદીપ ઓઝા, દિપક વિઠ્ઠલાણી, પરિમલ મકવાણા અને સંજય ગોહેલ સહિતનાઓ સ્પર્ધકોને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપશે. સ્પર્ધકોએ ચિત્ર દોરવાનાં સાહિત્ય સાથે એમ.ઇ.એમ. સ્કુલ ખાતે સાંજે 4 વાગ્યે હાજર રહેવાનું રહેશે.
વિચારને અનુરૂપ રોલ પ્લે (ડ્રામા) રજુ કરશે તેમજ ગાંધીજી અને શેઠ હાજી અબ્દુલ્લાહ ઝવેરીના સંબંધોને ઉજાગર કરતી ચિત્રસ્પર્ધા, નિબંધ સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજાશે. આ તકે અનેક અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
વેરાવળથી આવતા હતાં ત્યારે ટ્રક યમદુત બન્યો, ઘાયલ સારવારમાં
બીજા યુવાનને જૂનાગઢ ખસેડાયો : શોકનું મોજુ મુસ્લિમ સમાજનાં લોકો હોસ્પિટલે ઉમટી પડયા ક્રાઇમ રીપોર્ટર . કોડીનાર
કોડીનાર - વેરાવળ હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવાનનું મોત નિપજયું હતું. જયારે બીજા યુવાનને ગંભીર હાલતમાં જૂનાગઢ ખસેડાયો હતો. આ બનાવથી મુસ્લિમ સમાજમાં શોકનું મોજુ પ્રસર્યુ હતું. કોડીનારનાં બુખારી મહોલ્લામાં રહેતા અલીનકી જહાંગીરમીયા નકવી (ઉ.વ.19) અને સુફિયાન અનવર શેખ (ઉ.વ.20) આજે સાંજે વેરાવળથી બાઇક નં.જીજે-11આરઆર- 2825 પર કોડીનાર
- વેરાવળ હાઇવે પર પ્રાંસલી ગાંગેચાનાં વણાંક પાસે પહોંચેલ ત્યારે કોડીનારથી વેરાવળ તરફ જતાં ટ્રકે બાઇકને ઠોકર મારી દેતા સર્જાયેલા અકસ્માતમાં અલીનકીનું સ્થળ પર જ મોત નિપજયું હતું. જયારે સુફીયાનને ગંભીર ઇજા પહોંચતા પ્રાંચી 108નાં ડો.નરેશ ચૌહાણ અને ગીતા ચૌહાણે કોડીનાર દવાખાને ખસેડેલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે જૂનાગઢ રીફર કરાયો હતો. આ બનાવનાં પગલે મુસ્લિમ સમાજનાં આગેવાનો અને લોકો હોસ્પિટલે દોડી ગયા હતાં. બુખારી યુવાનનાં મોતથી પરિવાર અને સમાજમાં શોકનું મોજુ પ્રસરી ગયું હતું. આ બનાવમાં પીઆઇ વાઘેલાએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.