આજનું તાપમાન
વડોદરા અમદાવાદ સુરત રાજકોટ
36.7 36.2 36.5 36.3
20.6 19.2 20.8 16.6
સૂર્યાસ્ત આજે 06.47 pm સૂર્યોદય કાલે 06.52 am
, વડોદરા
પહેલાં પોિઝટિવ ન્યૂઝ
વ્યારાથી સરદાર કૃષિ પેકેજ -પ્રચાર અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો
વડોદરા | વાઘોડિયાના વ્યારા ગામે જીએસએફસી અને જીજીઆરસીના સંયુક્ત ઉપક્રમે ખેડૂત માર્ગદર્શન શિબિર યોજાઇ હતી. શિબિરમાં જી.એસ.એફ.સી.ના અધ્યક્ષ ડૉ.એસ. કે.નંદાએ રાજ્યના 19 જિલ્લાના 41 તાલુકાઓ માટે આયોજિત સરદાર કૃષિ પેકેજ પ્રચાર અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. 10 એકર કરતાં ઓછી જમીન ધરાવતા ખેડૂતોને ધિરાણ-સબસિડીના આધારે મળવાપાત્ર સોલર વોટર પંપ તેમજ સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિઓના નિદર્શન, આઇ કિસાન પોર્ટલની અગત્યતા સમજાવાઇ હતી.
િસટી ડાયરી
મારા શહેરમાં આજે ધ્યાન કાર્યક્રમ
સ્થળ : દિલારામ બંગલો } સાંજે 5.30 વાગે
બીએમએ ટોક સ્થળ : અનમોલ પ્લાઝા, OP રોડ } સાંજે 6.15 વાગેે આધ્યાત્મિક આર્ટ મેળો સ્થળ : રિલાયન્સ મોલ સામે, OP રોડ } સવારે 11 વાગે
યૂિટલિટી ન્યૂઝ એસ ટી - પરીક્ષાર્થીઓ માટે વ્યવસ્થા
30 બસના રૂટના સમયમાં ફેરફાર
વડોદરા | ધો. 10 અને ધો. 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો આજથી પ્રારંભ થતાં એસ.ટી. ડેપો દ્વારા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચી જાય અને ટ્રાન્સપોર્ટેશનને લઈને તેમને કોઈ સમસ્યા ન રહે તે હેતુસર વડોદરા સહિત પાદરા, ડભોઈ, કરજણ વગેરે તરફ જતી અને આવતી અંદાજિત 30 જેટલી બસના રૂટનો સમય બદલ્યો હતો.
કેમ્પ - રેલવે સ્ટેશન ખાતે
શુક્રવાર, 13 માર્ચ, 2015
બોર્ડ પરીક્ષાનો પ્રથમ દિવસ | પરીક્ષામાં ગેરરીતિ આચરવા સાવલીમાં માથાભારે તત્ત્વોનું કૃત્ય
4 કેન્દ્રોમાં CCTV કેેમેરાની ગંભીર રોગ છતાં તોડફોડ, કેબલ કાપી નખાયા નેશવીંાનધધાર્યવા સજ્જું િનશાન હાડકાંના જેનટે િક ડિસઓર્ડરથી પીડાતા છાત્રને તબીબ બનવું છે
{ ડીઇઓ ઘટનાસ્થળે પહોંચી ગયા : પોલીસ ફરિયાદ નોંધાવાઇ
પ્રથમ દિવસે ગેરરીતિના 7 કેેસ નોંધાયા
સાવલીમાં બોર્ડ પરીક્ષાના કેન્દ્રો પર માથાભારે તત્વોએ કેમેરાની તોડફોડ કરી કેબલ કાપી નખાતા DEO દોડી ગયા હતા.
એજ્યુકેશન રિપોર્ટર . વડોદરા
ધો.10-12ની આજથી શરૂ થયેલી બોર્ડ પરીક્ષાનો શહેરમાં શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થયો હતો. જયારે સાવલીમાં એચ.પી. શેઠ કન્યા વિદ્યાલય, તાલુકા કુમાર શાળા,જયહિન્દ વિદ્યાલય અને ઉપાસના વિદ્યાલયમાં માથાભારે તત્ત્વોએ ચોરી કરાવવાના ઇરાદે જ સીસીટીવી કેમેરાની તોડફોડ કરવાની સાથે તેના કેબલ કાપી નાંખતાં હોબાળો મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં ડીઇઓ નવનીત મહેતાએ સાવલી પહોંચી જઇને ઘટનાનું નિરીક્ષણ કરીને સીસીટીવી કેમેરાની તોડફોડ-કેબલ કાપવાની ઘટના સામે સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ 10 સીસીટીવી કેમેરાને ચાલુ કરાવીને ધો.12ની પરીક્ષા લેવડાવીને ગેરરીતિ આચરવા માંગતાં તત્ત્વોને મચક આપી નહોતી. તો બીજીબાજુ ધો.10ની પરીક્ષામાં માસર રોડની શાળામાં ખંડનિરીક્ષકે સતીશ ગોહિલ, બી-2133419 તથા ભાસ્કર જાદવ, બી-2133465 તેમજ ગદાપુરાની ડી.આર.અમીન હાઇસ્કૂલમાં પણ ખંડ નિરીક્ષકે ગીતાબહેન ચૌહાણ, બી2141289ને ગેરરીતિ આચરતાં ઝડપી પાડીને કોપી કેસ નોંધ્યો હતો. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં બાજવાના વાકળ વિદ્યાલયમાં યુનિટ-1માંથી દેવરાજ સોલંકી, જી-671731 તથા યુનિટ-2માંથી નીનામા રીતુકુમાર, જી-671807 તેમજ ખાનગી ઉમેદવાર અશ્વિન સોલંકી, પી-671798 અને કલ્પેશ ગોહિલ, પી-671855 એમ 4 વિદ્યાર્થીઓને નામાનાં મૂળતત્ત્વોની પરીક્ષામાં ગેરરીતિ આચરતાં પકડી પાડ્યા હતા.
બોર્ડ પરીક્ષામાં સ્વાઇન ફલૂના ખતરા સામે રક્ષણ મેળવવા માસ્ક પહેરીને ધો.10-12નાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
રીડર્સ સ્પેસ સાગર પરમારે અકોટા બ્રિજ પર ઘેરાયેલા વાદળો અને સૂર્યનો ફોટો મોબાઇલ પર પાડીને ફેસબુક પર અપલોડ કરતાં વાઇરલ થયો હતો.
નિઝામપુરા વિસ્તારમાં રહેતા અને ઓસ્ટિયોજિનેસી ઇમ્પરફેક્ટા જેવા હાડકાંના જેનેટિક ડિસઓર્ડરથી પીડાતા ધો.10ના વિદ્યાર્થી નેશાનસિંઘ શેખોન વજનદાર વસ્તુ પકડે કે આળસ મરડે તો તરત જ તે ભાગનું હાડકું તૂટી જાય છે. અત્યાર સુધીમાં આખા શરીરમાં નેશાનસિંઘને 23 નાનાં-મોટાં ઓપરેશન કરાવવા પડ્યાં છે. પીડાદાયક ઓપરેશન અને જન્મજાત બીમારી વચ્ચે પણ ગભરાયા વગર નેશાનસિંઘને ધોરણ-12 સાયન્સ સારા ટકે પાસ કરીને તબીબ બનવું છે.ધો.10-12ની આજથી શરૂ થયેલી બોર્ડ પરીક્ષામાં સમાસાવલી રોડના ઊર્મિ વિદ્યાલયનો વિદ્યાર્થી નેશાનસિંઘ શેખોન શહેરના કારેલીબાગની જયઅંબે સ્કૂલમાંથી પરીક્ષા આપી રહ્યો છે. નેશાનસિંઘની હાઇટ પણ વધુ ન હોવાથી તે પરીક્ષા આપી શકે તે માટે સ્પેશિયલ બેન્ચ-બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. નેશાનસિંઘના પિતા ગુરવિંદરસિંઘે ‘દિવ્ય ભાસ્કર’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, નેશાનને જન્મ થયો ત્યારથી આ જેનેટિક બીમારી છે. જો નેશાનને સાવચેતીપૂર્વક ન ઊંચકાય તો તે ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચે છે.
આજે તરસાલી-જાંબુવા િવસ્તારનાં 30,000 નાગરિકોને પાણી નહીં મળે ઇન્ફ્રા રિર્પોટર . વડોદરા
બાન્દ્રા-જોધપુરની સુપરફાસ્ટ ટ્રેન
વડોદરા | સિનિયર સિટિઝન્સ એસોસિયેશન, કારેલીબાગ કેન્દ્રના ઉપક્રમે તા.13મી માર્ચને શુક્રવારના રોજ આંખના પડદા અને આંખને લગતા રોગો અને તેના ઉપાયો વિશે વકતવ્ય યોજવામાં આવશે. નેત્રરોગો અંગેનો વકતવ્ય બળવંતરાય મહેતા નિસર્ગોપચાર આરોગ્ય સંકુલ, દીપિકા ગાર્ડન પાસે, કારેલીબાગ ખાતે સાંજે 5.30 કલાકે યોજાશે.
ધો.10માં ગુજરાતી વિષય તથા અંગ્રેજી વિષયનું પ્રશ્નપત્ર સરળ રહ્યું હતું. ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સ વિષયનું પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓની ધારણાં કરતાં જ પ્રમાણમાં સરળ અને બેલેન્સ નીકળતાં વિદ્યાર્થીઓએ રાહત અનુભવી હતી. એજ રીતે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં નામાંના મૂળતત્વોનું પ્રશ્નપત્ર પણ રાહત આપે તેવું હતું.
એજ્યુકેશન રિપોર્ટર . વડોદરા
મુખ્ય ફીડર નળિકાનું જોડાણ કરાશે
રેલવે - તા.6 એપ્રિલથી પ્રારંભ કરાશે
આંખના પડદા - રોગો વિશે વકતવ્ય
વાઘોડિયાની એચ.પી. શેઠ શાળાના પરીક્ષા કેન્દ્રમાં ધો.10ની પરીક્ષા ટાણે 3 વિદ્યાર્થીઓને મધમાખી કરડતાં સારવાર આપવામાં આવી હતી. આ પડોજણમાં સમયનો બગાડ થયો હોવાથી આ વિદ્યાર્થીઓને જવાબ લખવા માટે વધારાનો અડધો કલાક ફાળવી આપવામાં આવ્યો હોવાનું બોર્ડની યાદીમાં જણાવાયું હતું.
પરીક્ષા કેન્દ્ર પર ત્રણ વિદ્યાર્થિનીઓ ઓરિજિનલ રસીદ લીધા ધો.10ની 3 છાત્રા ગુવગરજરાતગઇરિફાઇનરીના હોવાથી બહાર કાઢી મૂકયાના બોગસ કોલ કેટલાંક વાલીઓએ ડીઇઓ કર્યો હતો. સ્થળસંચાલક રીટાબહેન શર્માનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું િરસીપ્ટ ભૂલી કચેહતુંરકેીમાં, આવી રસીદ ભૂલી ગઇ ય છાત્રાઅે પરીક્ષા આપી હતી. જતાં દોડધામ હોવાથી ઘરે પહોંકોઇચીનેઘટનારસીદબનીલઇનેનથી.આવીત્રણહતી.છાત્રાત્રણેઓરિજિનલ
વડોદરા | વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના ઉપક્રમે જનરલ સેક્રેટરી જે.જી.માહુરકરના 80 મા જન્મદિનની ઉજવણી નિમિત્તે શુક્રવારે સવારે 8 વાગ્યાથી રેલવે સ્ટેશન ખાતે બ્લ્ડ ડોનેશન કેમ્પ યોજાશે. ડી.આર.એમ.આશુતોષ ગંગલ, એ.ડી.આર.એમ. અમિતકુમાર સિંઘના હસ્તે કેમ્પનું ઉદઘાટન કરાશ તેમ શરીફખાન પઠાણે જણાવ્યું છે.
આરોગ્ય - કારેલીબાગ ખાતે
} વાઘોિડયામાં ચાલુ પરીક્ષામાં ત્રણ છાત્રોને મધમાખીઓ કરડી
} ધો.10 અને 12માં પ્રથમ દિવસે પપ ે ર એકંદરે સરળ રહ્યાં
આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે
વડોદરા | વેસ્ટર્ન રેલવે દ્વારા ઉનાળુ વેકેશનમાં મુસાફરોની સુવિધા અર્થે બાન્દ્રા-જોધપુર વચ્ચે નવી વીકલી પ્રીમયમ એસી સુપરફાસ્ટ ટ્રેન 6 એપ્રિલથી 1 જુલાઈ શરૂ કરાશે. ટ્રેન દર સોમવારે બાન્દ્રાથી રાત્રે 23.55 કલાકે ઉપડશે જે બીજા દિવસે સાંજે 4.20 કલાકે જોધપુર પહોંચશે. એ જ રીતે દર બુધવારે સવારે 11.20 કલાકે જોધપુરથી ઉપડશે.
2
ગુરુવારે બપોરે શહેરનું વાતાવરણ અચાનક બદલાઇ જતાં ઝરમર વરસાદ વચ્ચે મેઘધનુષ રચાયું હતું.
વાતાવરણમાં પલટો આવતાં છાંટા પડ્યા : ગરમીનો પારો 37
0
અાજે અને કાલે વરસાદની શક્યતા { ગોરંભાયેલાં વાદળો માત્ર છાંટા વરસાવી વિદાય થયાં વેધર રિપોર્ટર . વડોદરા
વડોદરા શહેરમાં હોળી પર્વ બાદ વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે. જેને લઇ એક તરફ ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે, તો બીજી તરફ શહેરમાં ગરમીનો પારો વધીને 37 ડિગ્રીની લગોલગ પહોંચી ગયો છે.
વ્યાપ વધશે
શહેરમાં વધી રહેલી ગરમી વચ્ચે ગુરુવારે બપોરે વાતાવરણમાં અચાનક પલટો આવતાં શહેરના જુદાજુદા વિસ્તારોમાં વરસાદનું હળવું ઝાપટું વરસતાં શહેરીજનોને આશ્ચર્ય થયું હતું. હવામાન વિભાગે આવતીકાલે શુક્રવાર તેમજ શનિવારે હળવો વરસાદની આગાહી કરી હોઇ ગરમી અને વરસાદની બેવડી ઋતુને કારણે રોગચાળાની પરિસ્થિતિ
સર્જાવાની દહેશતથી શહેરીજનોમાં ચિંતાનું મોજું ફેલાયું છે. ગુરુવારે બપોર બાદ વાતાવરણ અચાનક બદલાતાં વાદળછાયો માહોલ સર્જાયો હતો. સાંજે 3.45 કલાકે ગાજવીજ સાથે વરસાદનું ઝાપટું વરસતાં અષાઢી માહોલ વર્તાયો હતો. હવામાન વિભાગે શુકવારે તેમજ શનિવારે શહેરમાં હળવો વરસાદ વરસવાની આગાહી કરી છે.
સોમા તળાવથી તરસાલી ટાંકી તરફની પાણીની મુખ્ય નળિકાના જોડાણની કામગીરીના કારણે શુક્રવારે સાંજે તરસાલી,જાંબુવા વિસ્તારના 30 હજાર નાગરિકોને 22 લાખ લિટર પાણી મળશે નહીં. સોમા તળાવથી તરસાલી તરફ જતી હયાત 900 મીમી વ્યાસની મુખ્ય ફીડર નળિકાની જોડાણની કામગીરી તા.13મીના રોજ સવારે પાણી વિતરણ બાદ કરાશેે. જેથી સાંજના સમયે પાણી મેળવતા તરસાલી, જાંબુવાા ટાંકી અને સોમા તળાવ બુસ્ટર વિસ્તારના 30 હજાર નાગરિકોને પાણીકાપ સહન કરવો પડશે. તા.14મીએ પણ પાણી હળવા દબાણથી અપાય તેવી શકયતા નકારી શકાતી નથી.શુક્રવારે સાંજે પાણીકાપવાળા વિસ્તારોમાં તરસાલી ગામ, દેસાઇનગર, દામોદરનગર તળાવની આસપાસનો વિસ્તાર, રવિપાર્કથી ન્યૂઇરા સ્કૂલ સુધીના વિસ્તાર ઉપરાંત જાંબુઆ ગામનો સમાવેશ થાય છે.
કામ પૂરું થશે તો રાતે જ પાણી વિતરણ કરાશે
^
મુખ્ય ફીડર લાઇન સાથે જોડાણની કામગીરી કરવાની હોવાથી શુક્રવારે સાંજે તરસાલી, જાંબુઆ ટાંકી તેમજ સોમા તળાવ બુસ્ટર વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે નહીં. જોકે, મોડી સાંજ સુધીમાં કામગીરી પૂરી કરી દેવામાં આવશે તો રાતે જ પાણીકાપવાળા વિસ્તારોને પાણી પૂરુ પાડવાનુ આયોજન છે. > નવેન્દુ પરીખ, કાર્યપાલક ઇજનેર, પા.પુ. પ્રોજેકટ
શહેરમાં દર બે લાખની વસ્તીએ એક ફાયર સ્ટેશન હોવું જોઇએ : વસતી વધતાં સેવાસદનનું આયોજન
શહેરમાં વધુ ચાર ફાયર સ્ટેશન બનાવવાની દરખાસ્ત ક્રાઇમ રિપોર્ટર . વડોદરા
શહેરમાં વધતી જતી વસ્તી અને વિસ્તારને જોતા વધુ ચાર ફાયર સ્ટેશનો બનાવવા અંગે સેવાસદનમાં દરખાસ્ત કરવામાં આવી છે. શહેરમાં દર બે લાખની વસ્તીએ એક ફાયર સ્ટેશન હોવું જોઇએ અને તે મુજબ શહેરની હાલની વસ્તી મુજબ વધુ ચાર ફાયર સ્ટેશનોની જરુરીયાત જણાતા તંત્ર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. હાલ શહેરમાં છ ફાયર સ્ટેશન કાર્યરત છે પણ મહેકમ ખુબ જ ઓછુ છે. શહેરની વસ્તીમાં વધારો થઇ રહ્યો છે અને વિસ્તાર પણ વધી રહ્યો છે .નવા સીમાડા ઉમેરાઇ રહ્યા છે તથા ઔધ્યોગીક દ્રષ્ટીએ પણ શહેરનો વિકાસ થઇ રહ્યો છે ત્યારે ફાયર બ્રિગેડના વિસ્તારની પણ જરુરીયાત જણાઇ રહી છે. શહેરમાં
હાલ વિવિધ વિસ્તારોને પહોંચી વળવા માટે 6 ફાયર સ્ટેશનો છે જેમાં દાંડીયા બજાર, વડીવાડી , પાણીગેટ, મકરપુરા જીઆઇડીસી અને ગાજરીવાડી તથા ટીપી 13 વિસ્તારમાં ફાયર સ્ટેશનનો સમાવેશ થાય છે. વધતી વસ્તી અને વિસ્તારને જોતા હવે વધુ ચાર સ્થળોએ ફાયર સ્ટેશન બનાવવામાં આવે તો ફાયર બ્રિગેડની સુવિધાનો લાભ વધુ લોકોને મળી શકે છે.હાલ કારેલીબાગમાં ફાયર બ્રિગેડનું વડુ મથક બનાવાની સાથે વડસર, ગોત્રી અને ડભોઇ રોડ ખાતે નવા ફાયર સ્ટેશન બનાવામાં આવે તેવી દરખાસ્ત ફાયર બ્રિગેડ દ્વારા સેવાસદનમાં કરવામાં આવી છે. આમ તો શહેરનો જે રીતે વ્યાપ વધી રહ્યો છે તે જોતા છ જેટલા વધુ ફાયર સ્ટેશનો બનાવા જોઇએ તો સરળતાથી
વિવિધ વિસ્તારોને તેનો લાભ મળી શકે. જો કે નવા ફાયર સ્ટેશન બનવાની સાથે ફાયર બ્રિગેડમાં મહેકમમાં પણ વધારો કરવામાં આવે તો ખુબ જ જરુરી છે કારણ કે હાલ માત્ર 220 જેટલુ મહેકમ છે જેમાં અધિકારીઓ અને ફાયરમેન સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ મહેકમ 20 વર્ષ જુનુ છે . 20 વર્ષ પહેલા 450 મહેકમ હોવું જોઇતંુ હતંુ તેની સામે માત્ર 220 મહેકમ થી જ વડોદરા ફાયર સ્ટેશન કાર્ય કરી રહ્યું છે જેથી કામનો બોજો પણ વધી રહ્યો છે. મંજુર મહેકમ સામે ઓછુ મહેકમ અને શહેરનો વધતો વિસ્તારની સમસ્યાના કારણે અગવડતાનો પણ સામનો પડી રહ્યો છે ત્યારે નવા ફાયર સ્ટેશન બનાવવાની સાથે નવી ભરતી કરાય તો શહેરીજનોને ફાયદો થઇ શકે છે.
20 વર્ષ જૂના મહેકમ કરતાં ઓછો સ્ટાફ વડોદરા ફાયર બ્રિગેડમાં હાલ 220 અધિકારીઓ અને કર્મચારીઓ છે જે 20 વર્ષ જુના મંજુર મહેકમ કરતા પણ અડધુ છે. મંજુર મહેકમ 450 છે જેની સામે માત્ર 220 મહેકમ છે. વધતી વસ્તી અને વિસ્તાર અને પડકારને જોતા નવી ભરતી કરાય તો શહેરીજનોને લાભ મળી શકે છે. હાલમાં ઓછા મહેકમના કારણે કર્મચારીઓ પર કામનો બોજો રહે છે.
નવા સ્ટેશન માટે સૂચિત વિસ્તાર
{ કારેલીબાગ { ગોત્રી { વડસર { ડભોઇ રોડ
ચાર ફાયર સ્ટેશન માટે દરખાસ્ત
^
શહેરમાં વધુ ચાર ફાયર સ્ટેશનની જરુરીયાત છે અને તે મુજબની દરખાસ્ત કરવામાં આવી છે. > એચ.જે.ટાપરિયા, ચીફ ફાયર ઓફિસર, ફાયર બ્રિગેડ
ન્યૂઝ ઇન બોક્સ
હોર્ડિંગ્સના મામલે VMSSને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ
વડોદરા | શહેરમાં ગેરકાયદે હોર્ડિગ્સ મામલે વિપક્ષના પૂર્વ નેતા ચિન્નમ ગાંધીએ 2012માં હાઇકોર્ટમાં રિટ પીટીશન કરી હતી. હાઇકોર્ટે તા.18 સપ્ટેમ્બર,2014ના રોજ ત્રણ મહિનામાં જ જીડીસીઆરના નિયમો વિરુધ્ધના ગેરકાયદે હોર્ડિંગ ઉતારી લેવા આદેશ આપ્યો હતો. જેનું પાલન કર્યુ નહીં હોવાનુ કારણ રજૂ કરીને ચિન્નમ ગાંધીએ અપીલ કરી હતી. જેથી, હાઇકોર્ટે નોટિસ ઇસ્યુ કરીને16 એપ્રિલે સુનાવણી રાખી છે.
15મીએ રાજ્યકક્ષાનો વિશ્વ ગ્રાહક સુરક્ષા દિવસ વડોદરામાં ઉજવાશે વડોદરા | દર વર્ષે તા.15 માર્ચે વિશ્વ ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી કરાય છે. જે અંતર્ગત તા.15 માર્ચે શહેરમાં દાજીભાઇ બ્રહ્મભટ્ટ છાત્રાલય, કારેલીબાગ ખાતે સવારે 10 કલાકે વિશ્વ ગ્રાહક સુરક્ષા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાશે. આ પ્રસંગે અન્ન-નાગરિક પુરવઠા મંત્રી છત્રસિંહ મોરી, સાંસદ, ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
આંતરરાષ્ટ્રીય મહિલા સપ્તાહ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા
વડોદરા | 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી થઈ ત્યારે સામાજિક સંગઠન દ્વારા હાલમાં મહિલા સપ્તાહની ઉજવણી કરાઈ રહી છે. આ સપ્તાહના ભાગરૂપે સહિયર દ્વારા નિબંધ લેખન અને જૂથચર્ચા જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમમાં 12 શાળાઓનાં 116 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
અલ્હાબાદમાં પોલીસ દમનના વિરોધમાં 16મીએ વકીલોની હડતાળ
વડોદરા | ઉત્તર પ્રદેશના અલ્હાબાદ ડિસ્ટ્રિકટ બાર એસોસિયેશનમાં પોલીસ અધિકારી દ્વારા બુધવારે ગોળીબાર કરાતાં એક ધારાશાસ્ત્રીનું મૃત્યુ થયું હતું. જેના િવરોધમાં તમામ વકીલો સોમવારે કોર્ટ કાર્યવાહીથી અળગાં રહેશે. વડોદરા શહેર અને જિલ્લાનાં તમામ 4500 વકીલો પણ સોમવારની હડતાળમાં જોડાશે.
કોમર્સ ફેકલ્ટીમાં ATKTનાં ફોર્મ ભરવા માટેછાત્રોનો ધસારો વડોદરા | એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એટીકેટીના ફોર્મ ભરવા માટે આજે ધસારો જોવાયો હતો. જોકે ફેકલ્ટીમાં પૈસા ભરવાની સ્લીપ તથા સાહિત્ય ખૂટી પડી હતી. કોમર્સ ફેકલ્ટીના પૂર્વ જી.એસ હિતેશ બત્રાએ ફેકલ્ટી ડીનને લેખિતમાં રજૂઆત કરીને મુશ્કેલીઓ દૂર કરવાની માંગ કરી હતી.